________________
૧૦૦
માત-પિતાના મૃત્યુ પછી મોટાભાઈ પાસે સંયમગ્રહણ માટે અનુમતિ માંગી. નવલોકાંતિક દેવો તીર્થ પ્રવર્તાવવા વિનંતી કરવા દેવગતિથી આવ્યા. વરસીદાન આપી પ્રભુએ એકાકી સંયમ લીધું. સર્વવિરતિ લીધા પછી મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. ઈન્ટે આપેલા દેવદુષ્યમાંથી અડધો ભાગ બ્રાહ્મણને આપ્યો. બાકીનો અડધો કાંટામાં ભરાઈ જવાથી પડી ગયો. દેવ-મનુષ્ય-તિર્યંચ દ્વારા ૧૨ વર્ષ ઉપસર્ગ સમભાવે સહન કર્યા. કેવળજ્ઞાન પછી આશ્ચર્યરૂપે ઉપસર્ગ થયો.
જુવાલિકા નદી કાઠે કેવળજ્ઞાન. પ્રથમ દેશના નિષ્ફળ, અપાપાપુરીમાં સમવસરણમાં બીરાજી બીજી દેશના સમયે સંઘ સ્થાપના વગેરે. ૩૦ વર્ષ પૃથ્વીતલ ઉપર વિચરી અંતિમ દેશના ૧૬ પહોર સુધી અપાપાપુરી આપી. એકાકી નિર્વાણ પામ્યા.
આટલું લાંબુ છતાં મુદ્દાનું વિવેચન બાદ મૂળવાત ઉપર આવીએ.
તીર્થકરો ચાર ઘાતકર્મ ખપાવી કેવળી થાય ને બાકીના ચાર અઘાતી કર્મ ખપાવી આત્માના આઠ મૂળ ગુણના સ્વામી બની મોક્ષે જાય. હવે ત્યાંથી ફરી સંસારમાં આવવાનું જન્મ લેવાનું કે કર્મ બાંધવા-ભોગવવાનું નથી. શાશ્વતા સ્થાને જ્યોતિમાં જ્યોતિ ભળે તેમ ભળી જશે. રૂપી હતા અરૂપી થઈ જશે.
સિદ્ધ પરમાત્માનો જીવ (તીર્થંકર નામકર્મ બાંધ્યું ન હોવાથી) ઘાતી કર્મ ખપાવી સામાન્ય કેવળી થઈ આયુષ્ય પૂર્ણ થએ અઘાતી કર્મ ખપાવી મોક્ષમાં જશે. હવે સંસારના જન્મ-મરણના ફેરા તેઓને પણ ફરવાના નથી. ચૌદ રાજલોકની ઉપર સિદ્ધશીલાની ઉપર અલોકાકાશમાં અરૂપી થઈ શાશ્વત સુખના ભોક્તા બનશે. સંસારમાં કોઈ રાજા થઈ સુખ ભોગવી મરે અને કોઈ પ્રજા સામાન્ય સુખ ભોગવી મરે તેમ અરિહંત-સિદ્ધ સમજવા.
તીર્થંકર પરમાત્મા ૧૨ ગુણધારક, વાણીના ૩૫ ગુણવાન, ૩૪ અતિશય યુક્ત હોય છે. મહાગોપ, મહામાહણ, મહાનિર્યામય, મહાસાર્થવાહના વિશિષ્ટ પ્રકારના ગુણવાળા હોય છે. પોતે સંસાર સાગરથી પાર ઉતરે છે. તરી જાય છે ને ભવ્ય જીવોને તારવાનો શાશ્વત માર્ગ બતાડી જાય છે. ગોવાળીયો જેમ ગાયોને