SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ થયો હોય તેવા કર્મનો ક્ષય કરવા માટે તેવી જ આરાધના કરવાનું જ્ઞાની ભગવંતે ફરમાવ્યું છે. તાવ આવતો હોય તો તાવ માટેની જ દવા ડૉક્ટર આપે અને દરદીએ એ જ દવા લેવી પડે. એ જ પ્રમાણે શ્રદ્ધાના સહારે કરેલી આરાધના, ઉપાસનાથી પોતે એ કર્મથી મુક્ત થશે, કર્મ ક્ષય કરશે. દા.ત. વરદત્તે જ્ઞાનની વિરાધના કરી પછી જ્ઞાનીના કથનાનુસાર જ્ઞાનની આરાધના કરી તો એ કર્મક્ષય કરી મુક્ત થઈ ગયા. જ્ઞાની શ્વાસે શ્વાસે કર્મ ખપાવે છે. જાપ ધ્યાન કરનાર નવકાર મહામંત્રના એક અક્ષર, એક પદ કે નવપદ દ્વારા સાગરોપમના પાપ ખપાવે છે. નવકારશી જેવું સામાન્ય તપ કરનાર ૧૦૦ વર્ષના નરકના દુઃખોને નિવારે-હળવા કરે છે. એનો અર્થ એ જ કે જેની જેનામાં જેવી શ્રદ્ધા હોય અથવા ભક્તિરૂપી લાગણી હોય તે તેવા ઉત્તમ આલંબનથી પોતાનું હિત સાધી લે છે. આજનો અજ્ઞાની માનવી વ્રત-પચ્ચકખાણ, બાધા-નિયમોમાં શ્રદ્ધા રાખતો નથી, માનતો નથી પણ આ સંસારમાં કોન્ટીટી (સંખ્યા) અને ક્વોલીટી (સારું કાર્ય)ની પરસ્પર હરિફાઈ કરનાર છે. કોઈપણ આરાધના કે કાર્ય ઉત્તમ પ્રકારનું કરવું હોય તો તેમાં શ્રદ્ધા, ધીરજ, એકાગ્રતા વિગેરે ગુણો જરૂરી છે. કાળજીપૂર્વક ક્રિયા-પ્રવૃત્તિ કાર્ય કરનાર કોઈ દિવસ નિષ્ફળ જતાં નથી. શાંતિથી ચાલનાર, ખાનાર કે બોલનાર કોઈ દિવસ થાકતો-શ્રમીત થતો નથી. શ્વાસ તેને નડતો નથી. ધારેલું કાર્ય કુશળતાથી કુનેહપૂર્વક કરે છે. આ છે ક્વોલીટી. જ્યારે કોન્ટીટી-સંખ્યાની પાછળ દોટ મૂકનાર દિશા ભૂલી જાય છે. શુભભાવ તેનામાં પ્રવેશતોનથી. ધારેલા સ્થળે માની લઈએ કે ૨/૫ મિનીટ પહેલાં પહોંચે પણ ત્યાં ગયા પછી તરત શાંતિથી બોલવાનું તેના માટે અશક્ય બને છે. ફળસ્વરૂપ પરિણામ પુણ્ય ૧૦૦ ટકા મેળવવાની ઈચ્છા હતી ત્યાં ૨૫/૫૦ ટકામાં સંતોષ માનવો પડે છે. માટે જ જીવનમાં શાંતિથી કાર્ય કરવાનો આગ્રહ સાથે શ્રદ્ધા રાખવી. જમીનમાં વાવેલું બી ૮૧૫ કે ૨૦ દિવસે અંકુરરૂપે પ્રગટે છે, તેમાં અશ્રદ્ધા કરવી અયોગ્ય છે. જન્મ-મરણ ઘટાડવાની દવા ધર્મ છે. ધર્મ જો દ્રવ્યથી કરવા ખાતર કરશો તો તેથી રૂટિન ક્રિયા જેવું ફળ અલ્પ માત્રામાં મળશે, સમાધાન થશે. જ્યારે એ જ ક્રિયા ભાવપૂર્વક, અંતરના ઉમળકાથી, એકાગ્રતાથી કરવામાં આવે તો તેમાં ધર્મ ભાવના, ધર્મ કરવાની રુચિ વધશે.
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy