SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મારાધના ૫/૨૫ વખત ઉતાવળ કરવાને બદલે ૨/૫ વખત શાંતિથી કરવાથી શ્રદ્ધા વધે. શાંતિ-સમતા-સમાધિ વધે. ટૂંકમાં બંને પ્રવૃત્તિ-ક્રિયા ધર્મની, પણ એકમાં મીંડા પછી એકડો અને બીજામાં એકડા પછી મીંડા જેટલો ફરક છે. મહાપુરુષોએ તેથી જ નીચેના શ્લોક દ્વારા ટકોર કરી છે. સંસાર તુમણો, કમ્મ ઉભુલએ તદ્દાએ, ઉભૂલી જજ કસાયા, તહા ચઈજ સહણાઈ. ભાવાર્થઃ જો તમારે સંસાર ઘટાડવો હોય તો કર્મને નિર્મુલ કરો. તે માટે કષાયોને ઘટાડો તો તમે સચરિત્ર અને ચારિત્ર દ્વારા સહેલાઈથી ઉત્તમ ફળ પામશો. શ્રદ્ધા થયા પછી બાધા-વ્રત-પચ્ચકખાણનો વારો આવે છે. બાધા પંચની સાક્ષીએ (અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ અને આત્મા) મન-વચનું કાયાના શુભ પરિણામે સ્વીકારાય-લેવામાં આવે છે. તેનાથી મનને વશ કરી શકાય. પૂ. આનંદઘનજી મહારાજે કુંથુનાથ ભીના સ્તવનમાં લખ્યું છે કે – મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એક વાત નહિં ખોટી; મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, એક હિ વાત હી મોટી. ધર્મ કાઉસ્સગ્ન સ્વરૂપે હોય કે પૂજા-તપ-જપ વિગેરે સ્વરૂપે હોય તે બધું શ્રદ્ધાથી, બુદ્ધિથી, વૈર્યથી, ધારણાથી વૃદ્ધિ પામતી ધર્મ ભાવનાથી કરવાનો હોય છે. તો જ જીવન આર્તધ્યાન, રૌદ્રધ્યાન રહિત ધર્મધ્યાનમાં પસાર થાય. ધર્મ એ આત્મકલ્યાણનો માર્ગ છે, જ્યારે અધર્મ (૧૮ પાપસ્થાનક) પાપબંધનો માર્ગ છે. આ માર્ગમાં જો ૧૮મું મિથ્યાત્વશલ્ય પાપ નિવૃત્તિ લે, પોતાનું જતું કરે, સત્યનો સ્વીકાર કરે તો બાકીના ૧૭ પાપસ્થાનકની શક્તિ નબળી બની જાય. માટે જ વારંવાર આ પાપસ્થાનકની સાથે પ્રતિક્રમણની વિધિમાં ક્ષમા મિચ્છામી દુક્કડંથી મંગાય છે. ભગવાન મહાવીર સ્વામીએ ગણધર ગૌતમસ્વામીના પ્રશ્ન “હું મોક્ષે જઈશ કે નહિ ?' એના જવાબમાં “અષ્ટાપદ તીર્થની સ્વ-શરીરે જાત્રા કરનાર મોશે જાય.' એમ કહ્યું. આ વાત સાંભળી પૂર્ણ શ્રદ્ધાથી ગૌતમસ્વામી સ્વલબ્ધિથી સૂર્યકિરણોનું આલંબન લઈ અષ્ટાપદ તીર્થની સ્વદેહે જાત્રા કરી આવ્યા. અંબડ પરિવ્રાજક દ્વારા પ્રભુવીરના ધર્મલાભ'નો સંદેશ સાંભળી સુલસા-શ્રાવિકા શ્રદ્ધાભક્તિથી આનંદ પામી. ટૂંકમાં ઉપકારી નજીક હોય કે દૂર હોય શ્રદ્ધાના તારથી આત્મબળે તેનું ફળ અનુભવ રૂપે પ્રાપ્ત થયા વિના રહેતું નથી.
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy