________________
જીવન
સંયમી
અસંયમી જીવા મુત્તા સંસારણોય, તસ થાવરાય સંસારી !
પુઢવી જલ જલણવાઉ, વણસઈ થાવરા નેયા / ભાવાર્થ : જીવો, સંસારી અને મુક્ત એમ બે પ્રકારના છે. સંસારીને ત્રણ અને સ્થાવર એમ બે પ્રકાર થાય છે અને સ્થાવરના પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એમ પાંચ ભેદ જાણવા. (જીવવિચાર).
આ પ્રકરણથી જીવ અને જીવનના વિચારોનો પ્રારંભ થાય છે.
સંસારમાં જીવના પ્રકાર કેટલા એવું કોઈ પૂછે તો જીવો ૫૬૩ પ્રકારના કહીશું. હવે જીવને જન્મ લેવાની યોની કેટલી એવું કોઈ જીજ્ઞાસુ પૂછે તો ૮૪ લાખ યોની કહીશું અને ગતિ કેટલી? એમ પૂછવામાં આવે તો ચારગતિ એમ પૂછનાર જીજ્ઞાસુને ટૂંકમાં જવાબ આપીશું.
પુણ્ય-પાપના કારણે ચાર ગતિના જીવો સુખ-દુઃખ ભોગવે છે. દેવગતિના જીવો પરમ સુખી હોય છે. નરકગતિના જીવો પરમ દુઃખી હોય છે. તિર્યંચગતિના જીવો ૭૫ ટકા દુઃખી અને ૨૫ ટકા સુખી હોય છે. જ્યારે મનુષ્યગતિના જીવો અપેક્ષાએ ૭૫ ટકા થી ૮૦ ટકા સુખી અને ૨૦ ટકા થી ૨૫ ટકા દુઃખી કહેવા પડશે. આ સુખ અને દુઃખના અનુભવો કર્માધીન છે, એ ભૂલવું ન જોઈએ. યાદ રાખો, કર્મ મહાન છે. “કર્મ તારી ગતિ ન્યારી, બધાને તું નચાવે છે.”
આજે દુનિયામાં સુખ-દુઃખના વિચારો મનુષ્ય પોતાના અંગત જીવન માટે પોતાની માન્યતા પ્રમાણે કરે છે. તેથી એ વિચારો અપૂર્ણ હોવાથી બાજુ પર રાખી, શાસ્ત્રોક્ત વિચારોને અહીં સ્થાન આપીશું.