________________
ગુરુ પીળો મંત્રી દેવીનો હાથી ધર્મ, સોનું, સાત્વિક ધન શુક્ર સફેદ મંત્રી દાનવોનો ઘોડો ઐશ્વર્ય, ભોગી (ઐયાશી) શનિ કાળો સેવક પાડો શ્રમ, કઠોરતા રાહુ કાળો પડછાયા વાઘ ગુંચવાડો,
અચાનક કાર્યમાં સફળતા કેતુ લીલો પડછાયા સર્પ મંત્રસિદ્ધિ, એકાગ્રતા, અસંતોષ
માનવી જ્યારે જન્મે છે ત્યારે અથવા જીવનમાં કોઈ સારું કાર્ય કરવું હોય ત્યારે જ્યોતિષી પાસે જાય છે, જ્યોતિષીઓ ઉપરના ગ્રહોને બાર ખાનાની કુંડલી (કાગળ ઉપર દોરી) બનાવીને તેમાં યોગ્ય જગ્યાએ તે બધાને સ્થાન આપે. ત્યાર પછી તેની સાથે પરસ્પર સંવાદ કરી શુભાશુભ ભવિષ્ય ભાખે છે. ગમે તે હોય પણ જન્મ લેતી વખતે જન્મનાર વ્યક્તિ પોતાના ભાગ્યને પુણ્ય-પાપની પરિસ્થિતિને લલાટે પણ લખી આવેલી હોય છે. પછી હાથની રેખામાં કે કાગળની કંડલીમાં તે ગ્રહોને જોઈ આંકના આધારે કે લીટા (રેખા)ને આધારે ભવિષ્ય જ્યોતિષી કહે છે. અંગવિદ્યા દ્વારા પણ વ્યક્તિના ભવિષ્યને ઘણાં કહે છે.
ગ્રહને વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત સાથેના સંબંધને આ પ્રસંગે વિચારીએ.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણિત મકાન (ઘર), દુકાન વગેરે મનને પ્રસન્ન રાખવામાં મદદરૂપ થાય છે. જીવનમાં શાંતિ, પ્રગતિ અને ધંધામાં વિકાસ કરાવે છે. એક દશકો ફળવંત બનાવે છે. | મુખ્યત્વે વાસ્તુશાસ્ત્ર દિશાઓ ઉપર આધારિત છે. તે દિશાઓનું સૂચન કરી તે તે દિશામાં અમુક વસ્તુ રાખવા સૂચવે છે. ટૂંકમાં જ્યોતિષીઓ દિશાઓ ઉપર પણ ગ્રહોનું પ્રભુત્વ છે એમ સમજાવે છે.
ઉદાહરણ : વાસ્તુશાસ્ત્ર ઈશાન ખૂણામાં ઈષ્ટદેવની સ્થાપના કરવા કહે છે. ગુરુ ગૃહધર્મનું કારક હોવાથી તેનું પ્રભુત્વ ઈશાન ખૂણામાં છે. બીજું ભગવાનનું મુખ અથવા પ્રવેશદ્વાર પણ પૂર્વ-ઉત્તર દિશામાં રખાય છે. કેટલીક માન્યતા છે કે, જે ઘરમાં સૂર્યના કિરણ-પ્રકાશ આવતો હોય તે ઘરમાં પ્રસન્નતા, નિરોગીપણું વસે છે.*
* વાસ્તુશાસ્ત્રના વિચારો ખાસ કરી સ્વતંત્ર ઘર-દુકાન માટે ઉપયોગી સમજવા.