Book Title: Jintattva Granth 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/002039/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જિldre ગ્રંથ પહેલો રમણલાલ ચી. શાહ Page #2 -------------------------------------------------------------------------- ________________ મુખપૃષ્ઠ ચિત્ર પરિચય સંપત્તિ અથવા લક્ષ્મીનું પ્રતીક શ્રીમંત્ર છે. બુદ્ધિ અથવા સરસ્વતીનું પ્રતીક ધિમંત્ર છે. હીંવાર મંત્ર સંયમ અથવા આત્માનાં શાસનનું પ્રતીક છે. હીંવાર મંત્ર નું સ્થાન શ્રીયંત્ર અને હિમંત્રની વચ્ચે છે. એનો મર્મ એ છે કે સંયમનો વિકાસ થાય પછી જ સંપત્તિ અને બુદ્ધિ આશીર્વાદ રૂપ બને છે. સંયમ વિનાની સંપત્તિ અને સંયમ વિનાની બુદ્ધિ વિનાશને માર્ગ લઈ જાય છે. આમ હીંવાર મંત્ર સમૃદ્ધિ અને શાંતિનું કારણ છે.... ડૉ. રમણલાલ ચી. શાહ જન્મ : તા. ૩-૧૨-૧૯૨૭ દેહવિલય : તા. ૨૪-૧૦-૨૦૦૫ પિતા : શ્રી ચીમનલાલ અમતલાલ શાહ માતા : શ્રીમતી રેવાબહેન ચી. શાહ જન્મ અને પ્રાથમિક શાળાનું શિક્ષણ વડોદરા પાસે ગામ પાદરામાં. માધ્યમિક શિક્ષણ બાબુ પન્નાલાલ હાઈસ્કૂલ મુંબઈમાં. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં એમ. એ. અને પીએચ. ડી.નો અભ્યાસ, એ જ કૉલેજમાં ૨૦ વર્ષ ગુજરાતીના | પ્રાધ્યાપક અને અધ્યક્ષ. ઉપરાંત N.C.C.માં | મેજરની પદવી. | મુંબઈ યુનિવર્સિટીમાં ૧૮ વર્ષ ગુજરાતી ભાષા વિભાગના અધ્યક્ષ. ૧૮ વિદ્યાર્થીઓને પીએચ. ડી નું માર્ગદર્શન આપ્યું. જૈન દર્શનના | પરમ આરાધક અને અભ્યાસી શ્રી રાકેશભાઈ | ઝવેરીને “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પર પીએચ. ડી. | માટે માર્ગદર્શન આપ્યું. વિશ્વ પ્રવાસી ડૉ. રમણભાઈ ચી. શાહના ‘પાસપોર્ટની પાંખે' અને અન્ય પુસ્તકો સાહિત્ય | જગતમાં સારો આવકાર પામ્યાં છે. [અનુસંધાન પાછળના લૅપ પ૨]. lain Education International Page #3 -------------------------------------------------------------------------- ________________ સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ ટ્રસ્ટ-ગ્રંથશ્રેણી ગ્રંથ એકવીસમો જિનતત્ત્વ ગ્રંથ પહેલો લેખક રમણલાલ ચી. શાહ પ્રકાશક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ JINATATTVA : VOLUME I (Parts I to V) (A Collection of articles on Jain subjects) by DR. RAMANLAL C. SHAH Published by - SHREE MUMBAIJAIN YUVAK SANGH 33, Mohamadi Minar, 14th Khetwadi, Mumbai--100) 004. INDIA) Price : RS. 300-00 મૂલ્ય : ૩૦૦-૦૦ પ્રથમ આવૃત્તિ : ઓકટોબર, ૨૦૦૨ બીજી આવૃત્તિ : જુલાઈ, ૨૦૦૭ NO COPYRIGHT પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહમદી મીનાર, ખેતીવાડી. મુંબઈ , , 1), મુખ્ય વિક્રેતા નવભારત સાહિત્ય મંદિર પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ 400 002 ગાંધી રોડ, અમદાવાદ. ૩૮૦ ૦૦૧ મુદ્રક : ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. કૉપીરાઈટનું વિસર્જન મારા પ્રગટ થયેલ પર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન, પુનઃપ્રકાશન ઇત્યાદિ માટેના કોઈ પણ પ્રકારના કૉપીરાઇટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઈ વ્યક્તિને કે કોઈ પ્રકાશકને કોઈ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કૉપીરાઇટ આપેલા હોય તો તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારા કોઈ પણ લખાણ માટે કૉપીરાઈટ રહેશે નહિ. મુંબઈ રમણલાલ ચી. શાહ તા. ૧-૧-૧૯૯૨ Page #5 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પિતાતુલ્ય પરમ સારસ્વત પંડિત સુખલાલજીને સાદર, સવિનય વંદન સાથે એઓશ્રીની સવા શતાબ્દી નિમિત્તે રમણભાઈ ચી. શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ નિવેદન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ ટ્રસ્ટની ગ્રંથશ્રેણીમાં અત્યાર સુધીમાં જિનતત્ત્વના ભાગ ૧ થી ૭ પ્રકાશિત થયા છે અને ભાગ ૮મો થોડા વખતમાં પ્રકાશિત થશે . જિનતત્ત્વ'ના આ ભાગોમાંથી હવે ભાગ ૧ થી ૫ એક જ ગ્રંથસ્વરૂપે પ્રકાશિત કરવામાં આવે છે, કારણ કે કોઈકને કોઈક ભાગ અનુપલબ્ધ રહેતો કે જેથી જેઓને બધા ભાગ જોઈતા હોય તેઓને તે મળતા નહિ. આ ભાગો એક જ ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થતાં વાચકોને સરળતા રહેશે. જ ન દા વિશેના આ બધા લેખો માં થી. દાણાપરા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્ર “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલા છે. મારા આ લેખોમાં છબસ્થપણાને લીધે, મતિમંદતા કે અનવધાનદોષને કારણે કંઈ પણ સરતચૂક થઈ હોય કે દોષ રહી ગયા હોય, મુદ્રણની ક્યાંક અશુદ્ધિ રહી ગઈ હોય અથવા ક્યાંય જિનાજ્ઞા વિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય તો તે માટે મિચ્છામિ દુક્કડે ! આ લેખો કોઈને પણ પ્રેરણારૂપ બનશે તો મારો પ્રયાસ સાર્થક માનીશ. આ ગ્રંથના પ્રકાશન માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો તથા સરસ પ્રકાશન-આયોજન માટે ડૉ. શિવલાલ જેસલપુરા તથા શ્રી ગિરીશભાઈ જેસલપુરાનો હું આભારી છું. મુંબઈ - રમણલાલ ચી. શાહ તા. ૬-૯-૨૦૦૨ બીજી આવૃત્તિનું નિવેદન ડૉ. રમણલાલ ચી. શાહ લિખિત “જિનતત્ત્વ' ગ્રંથ-૧ હવે અનુપલબ્ધ છે. અભ્યાસીઓએ તેમાં દર્શાવેલાં રસ અને તેમની માંગને અનુલક્ષીને તેની બીજી આવૃત્તિ પ્રકાશિત કરતાં અમે આનંદ અને સંતોષની લાગણી અનુભવીએ છીએ. જિનતત્ત્વના છૂટક ભાગ ૬ થી ૯ના જૈનધર્મ વિષયક લેખો “જિનતત્ત્વ' ગ્રંથ-૨માં છપાઈ રહ્યા છે તે ટૂંક સમયમાં જ પ્રકાશિત થશે. વાચકની સગવડ ખાતર “જિનતત્ત્વ ગ્રંથ-૧ના વિષયોની સૂચિ જિનતત્ત્વ' ગ્રંથ-૨માં પાછળ આપવામાં આવી છે અને ગ્રંથ-૨ની સૂચિ ગ્રંથ-૧માં પાછળ આપવામાં આવી છે જેથી વિષયોનો સમગ્રપણે ખ્યાલ આવી શકે. આ ગ્રંથના પ્રકાશન માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો અને સરસ પ્રકાશન આયોજન માટે શ્રી ચંદ્રિકા પ્રિન્ટરીનો હૃદયપૂર્વક આભાર માનું છું. - તારાબહેન રમણલાલ શાહ તા. ૩૦મી જૂન, ૨૦૦૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકી સંગ્રહ * શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ * ગુલામોનો મુક્તિદાતા * ઉપાધ્યાય શ્રી યશોવિજયજી * હેમચંદ્રાચાર્ય * શ્રી મોહનલાલજી મહારાજ » વંદનીય હૃદયસ્પર્શ * શેઠ મોતીશાહ ત્ર પ્રભાવકસ્થવિરો, ભાગ ૧ થી ૬ * બેરથી બ્રિગેડિયર * તિવિહેણ વંદામિ * પંડિત સુખલાલજી પ્રવાસ-શોધ-સફર * એવરેસ્ટનું આરોહણ ૪ પ્રદેશે જય-વિજયના * રાણકપુર તીર્થ * પાસપોર્ટની પાંખે - ભાગ-૧ * ઉત્તરધ્રુવની શોધ-સફર * પાસપૉર્ટની પાંખે - ઉત્તરાલેખન ભાગ-૨ જક ન્યૂઝીલેન્ડ * પાસપૉર્ટની પાંખે - ભાગ-૩ ત્ર આંસ્ટ્રેલિયા નિબંધ * સાંપ્રત સહચિંતન, ભાગ ૧થી ૧૫ અભિચિંતના સાહિત્ય-વિવેચન * ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) * નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય » સમયસુંદર * બંગાકુ શુમિ * પડિલેહા * ક્રિતિકા * ૧૯૬૨નું ગ્રંથસ્થ વાલ્મય * નળ-દમયંતીની કથાનો વિકાસ * ગુર્જર ફાગુ સાહિત્ય સંશોધન સંપાદન * નલ-દેવદતી રાસ (સમસુંદરકૃત) * જંબુસ્વામી રાસ (યશોવિજયકૃત) * કુવલયમાળા (ઉદ્યોતનસૂરિકૃત) ૨૯ મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરકૃત) * નલ-દવદંતી પ્રબંધ (ગુણવિનયકૃત) ૯ થાવગ્યાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત) * નલરાય-દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિકૃત) Page #8 -------------------------------------------------------------------------- ________________ * ધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) * બે લઘુ રાસકૃતિઓ (જ્ઞાનસાગરકત અને ક્ષમા કલ્યાણકૃત) * નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરફત) ધર્મ-તત્ત્વજ્ઞાન * જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) * જૈન ધર્મ (હિન્દી આવૃત્તિ) * જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) * બોદ્ધ ધર્મ * જિનતત્ત્વ, ભાગ ૧થી ૮ * નિર્તવવાદ * કફ્યુશિયસનો નીતિધર્મ * તાજી દર્શન * વીરપ્રભુનાં વચનો-ભાગ ૧-૨ ૮ અધ્યાત્મસાર, ભાગ ૧ - ૨ ૩ * અધ્યાત્મસાર * જ્ઞાનસાર * Buddhism - An Intorduction * Jina Vachana * Shraman Bhagwan Mahavir & Jainism સંક્ષેપ * સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાઠ્યસંક્ષેપ) અનુવાદ * રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલી) * ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિધી ) સંપાદન (અન્ય સાથે) * મનીષા * શ્રેષ્ઠ નિબંધિકાઓ * શબ્દલોક * ચિંતનયાત્રા * નીરાજના * અવગાહન * જીવનદર્પણ - કવિતા લહરી * સમયચિંતન * તત્ત્વવિચાર અને અભિવંદના * મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી * જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨ ૩-૪ ત્ર શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ * શ્રીમદ યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ પ્રકીર્ણ - એન. સી. સી. * જૈન લગ્નવિધિ ડૉ. રમણલાલ ચી. શાહ - સાહિત્ય સૌરભ ગ્રંથ શ્રેણી » ગ્રંથ-૧ - જૈન ધર્મદર્શન ક ગ્રંથ-૫ - પ્રવાસદર્શન * ગ્રંથ-ર - જૈન આચારદર્શન * ગ્રંથ-૬ - સાંપ્રત સમાજદર્શન * ગ્રંથ-૩ - ચરિત્ર દર્શન * ગ્રંથ-૭ - શ્રુત ઉપાસક જ ગ્રંથ-૪ - સાહિત્યદર્શન ડૉ. રમણલાલ ચી. શાહ Page #9 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ ૧. ૨. 3. 6. ત્રિવિષય પ્રતિસેવા નિચાણુ સંલેખના ૫. કરુણાની ચરમ કોટિ ૬. સાંવત્સરિક ક્ષમાપના ૭. સમુદ્ધાત અને શૈલેશીકરણ કાઉસગ્ગ ૮. ૯. કલ્પસૂત્ર ૧૦. પચ્ચક્ખાણ ૧૧. આલોચના ૧૨. જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા ૧૩. સંયમની સહચરાં ગોચરી ૧૪. વર્ધમાન તપની ઓળી ૧૫. પર્વાધિરાજ પર્યુષણ ૧ ૧૬.પર્વાધિરાજ પર્યુષણ ૨ ભાગ ૨ ૧૭. લાંછન ૧૮. પ્રભાવના ૧૯. પરીષહ ૨૦. ઉપસર્ગ ૩ ૧. કેશલોચ ૨૨. લશ્ ૨૩. સમવસરણ ૨૬. નિરામિષાહાર ૨૫. મલ્લિનાથની પ્રતિમા અનુક્રમ જૈન દ્રષ્ટિએ VII પૃષ્ઠ કછુ છુæ 25 ૫૭ ૬૫ ન ૨ ૪ ૪ ૪ ૧૦૩ ૧૧૩ ૧૨૪ ૧૩૮ ૧૪૩ ૧૫૫ ૧૭૧ ૧૮૦ ૧૮૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૯૨ ૧૯૭ ૨૧૩ ૨ ૨૬ ૨૬. સમર્થ ગયH H THI ૨૭. ધર્મધ્યાન ૨૮. પ્રતિક્રમણ ૨૯. દાનધર્મ ૩૦. સ્વાધ્યાય ૩૧. જાતિસ્મરણ જ્ઞાન ૩૨. સંયમનો મહિમા ૩૩. શીલવિઘાતક પરિબળ ભાગ ૪ ૨૫૧ ૨૬૫ ૨૭૫ ૨૮ ૧ ૨(૮ ૩૦૨ ૩૧૩ ૩૨૪ ૩૪. મનુષ્યજન્મની દુર્લભતા ૩પ. નવકારમંત્રમાં સંપદા ૩૬. નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી ૩૭. નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ૩૮. દિવ્ય ધ્વનિ ૩૯. લોગસ્સ સૂત્ર ૪૦. દયાપ્રેરિત હત્યા – ઇતર અને જૈન તત્ત્વદૃષ્ટિ ૪૧. ભક્તામર સ્તોત્ર – કેટલાક પ્રશ્નો ભાગ ૫ ૩૪૬ ૩૫૬ ૩૭૮ ૩-૨ ૪૦૩ XOC ૪૨) ૪૨. પર્વારાધના ૪૩. અભ્યાખ્યાન ૪૪. નવકારમંત્રની શાશ્વતતા ૪૫. ઉપાધ્યાય-પદની મહત્તા ૪૬. સામાયિક ૪૭. બોધિદુર્લભ ભાવના ૪૩) ૪૫૩ ४८४ VIII Page #11 -------------------------------------------------------------------------- ________________ ત્રિવિજય જીવ માત્રના દેહની કેટલીક ખાસિયતો છે. જીવન ટકાવી રાખવા માટે દરેક જીવને પોતાની કક્ષાનુસાર સ્થૂળ કે સૂક્ષ્મ આહારની જરૂર પડે છે. જીવસૃષ્ટિમાં ઉચ્ચતમ કક્ષામાં મનુષ્ય છે. મનુષ્યને પોતાનું શરીર ટકાવી રાખવા માટે આહાર લેવો પડે છે. આહાર ઉપરાંત નિદ્રાની પણ જરૂર રહે છે. નિદ્રાવસ્થામાં શરીર ઘણુંખરું મર્યાદિત હલનચલનવાળું બને છે. પરંતુ જાગ્રત અવસ્થા પ્રાપ્ત થતાં શરીરને સારું રાખવા માટે હલનચલન, વ્યાયામ, હરવું-ફરવું ઇત્યાદિની અપેક્ષા રહે છે. દેહમાં આત્મા વસેલો છે. આત્મા અને દેહનાં લક્ષણો વિભિન્ન છે. આહાર ન લેવો એટલે કે અણાહારીપણું એ આત્માનો સ્વભાવ છે. પરંતુ અનાદિથી જીવને આહારના સંસ્કાર પડેલા છે. આહારની સંજ્ઞા વળગેલી છે. આહાર એ આત્માની વિભાવ દશા છે. તેવી જ રીતે સતત જાગ્રત અવસ્થા એ આત્માનો સ્વભાવ છે. પરંતુ અનાદિથી જીવને નિદ્રાના સંસ્કાર પડેલા છે. નિદ્રા એ આત્માની વિભાવ દશા છે. સંપૂર્ણ સ્થિરતા- અચલત્વ એ આત્માનો સ્વભાવ છે. પરંતુ અનાદિથી જીવને ચંચલતાના સંસ્કાર પડેલા છે. ચંચલતા એ આત્માની વિભાવ દશા છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આહાર, નિદ્રા અને ચંચલત્વનાં લક્ષણો સામાન્ય રીતે રહ્યાં કરે છે. એ ત્રણેય ઉપર જેટલે અંશે વિજય મેળવી શકાય તેટલે અંશે આત્માના સ્વભાવ તરફ ગતિ કરી શકાય. માણસ આહાર ઓછો લે અથવા ન લે અને છતાં પ્રસન્ન રહે એ સરળ વાત નથી. માણસ અલ્પ નિદ્રા લઈને અથવા નિદ્રા ન લઈને સ્ફૂર્તિમય રહે એ કઠિન વાત છે. માણસ એક જ આસને લાંબો સમય બેસી શકતો નથી. અંગાંગો જકડાઈ જાય છે, શરીર થાકી જાય છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ સારું ખાવું-પીવું, હરવું-ફરવું, આરામ કરવો, આનંદપ્રમોદમાં સમય પસાર કરવો એ તન અને મનનું ભૌતિક સુખ છે, આત્મિક સુખ નથી. માણસ ભૂખ્યા રહેવાનો, ઓછી નિદ્રા લેવાનો અને કોઈ એક આસને લાંબો સમય સ્થિર રહેવાનો મહાવરો જો કરવા માંડે તો ક્રમે ક્રમે તેમાં આગળ વધી શકે. પરંતુ એવું કરવાની જરૂર શી ? – એવો પ્રશ્ન થશે. આત્માના મૂળ સ્વભાવ પ્રતિ ગતિ કરવા માટે જ એની જરૂર છે. એ માટે આનંદ, ઉલ્લાસ, ધગશ, પુરુષાર્થ ઇત્યાદિના ઉત્કટ ભાવ હોય તો ચૈતન્યનો સવિશેષ આવિષ્કાર થાય, અન્યથા આ બધું માત્ર દેહકષ્ટ કે વેઠ બરાબર લાગે. જે મનુષ્ય આહાર, નિદ્રા અને આસન ઉપર થોડો પણ કાબૂ મેળવે છે તે પોતાની સ્થૂળ તથા સૂક્ષ્મ ઇન્દ્રિયો ઉપર સંયમ મેળવવા લાગે છે. થોડો પણ યોગાભ્યાસ થતાં એનો અનુભવ કરી શકાય છે. ચિત્ત સ્વેચ્છાએ સંયમમાં રહ્યું હોય તો દેહની કેટલીક ક્રિયાઓ કેટલોક વખત અટકાવી શકાય છે. કોઈ જાહેર સભામાં બેઠેલો માણસ ભૂખ, શૌચાદિ હાજતનો કુદરતી નિરોધ કરી શકે છે. પંડિત યુગના એક ગુજરાતી લેખક માટે કહેવાય છે કે તેમને દર પંદર-વીસ મિનિટે લઘુશંકા માટે ઊઠવું પડે એવો વ્યાધિ થયો હતો, પરંતુ તેઓ પદ્માસન કે અર્ધપદ્માસન લગાવી ધ્યાન કે સ્વાધ્યાયમાં બેસી જતા તો ત્રણચાર કલાક સુધી પણ ઊઠવાની જરૂર પડતી નહિ ! - યમ, નિયમ, આસન-પ્રાણાયામ, ઇત્યાદિ યોગના આરંભનાં પગથિયાં સિદ્ધ કર્યા પછી જેઓને ધ્યાન અને સમાધિમાં જવાનો મહાવરો ઠીક ઠીક હોય છે તેઓને ચિત્ત દ્વારા ઇન્દ્રિય-સંયમ સહજ બને છે અને દેહની કુદરતી જરૂરિયાતો તેટલો સમય ખાસ જણાતી નથી. મહાન યોગીઓ જીભની ખેચરી મુદ્રા વડે તેમાંથી અમૃતબિંદુ પ્રાપ્ત કરીને આઠ-દસ દિવસ સુધી આહાર વગર રહી શકે છે. કેટલાક મહાત્માઓ દિવસોના દિવસો સુધી નિદ્રારહિત સતત જાગ્રત અવસ્થામાં પ્રસન્નતાપૂર્વક રહી શકે છે. ધ્યાન અને સમાધિમાં એવી તાકાત છે કે ચિત્ત અથવા તો આત્મા સમગ્ર દેહ ઉપર પૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કરી લે છે. દેહ ઉપર વિજય મેળવવાનું કામ બધાં માટે એકસરખું ન હોઈ શકે. દરેકના દેહ એકસરખા નથી હોતા, તેમ દરેકની ચિત્તશક્તિ પણ એકસરખી ન હોઈ શકે. જૈન ધર્મની માન્યતા અનુસાર વર્તમાન સમયમાં, પાંચમા આરામાં મનુષ્યને જે દેહ મળ્યો છે તેની મર્યાદામાં રહીને તે કેટલુંક સિદ્ધ Page #13 -------------------------------------------------------------------------- ________________ ત્રિવિજય કરી શકે છે. જૈન ધર્મે દેહના સંઘયણ અને સંસ્થાનના પ્રકાર બતાવ્યા છે. શરીરનાં હાડકાંઓનો જે બંધ હોય છે તેન સંઘયણ કહેવામાં આવે છે, અને શરીરના આકારવિશેષને સંસ્થાન કહેવામાં આવે છે. સંઘયણના આ પ્રમાણે છ પ્રકાર ઊતરતા ક્રમમાં છે : (૧) વજ્ર, ઋષભના૨ાચ સંઘયણ, (૨) ઋષભનારાચ સંઘયણ, (૩) નારાચ સંઘયણ, (૪) અર્ધનારાચ સંઘયણ, (૫) કીલિકા સંઘયણ, અને (૬) સેવાર્ત સંઘયણ. એ જ રીતે સંસ્થાનના આ પ્રમાણે છ પ્રકાર ઊતરતા ક્રમમાં છે : (૧) સમચતુરસ્ર સંસ્થાન, (૨) ન્યગ્રોધ, (૩) સાદિ, (૪) વામન, (૫) કુબ્જ, અને (૬) હુંડક. વળી આહારના ત્રણ પ્રકાર બતાવ્યા છે : (૧) ઓજાહ૨, (૨) લોમાહાર અને (૩) કવળાહાર. આ બધા પારિભાષિક પ્રકારોની સમજણ જૈન શાસ્ત્રગ્રંથોમાં સાંપડે છે. જે પ્રમાણે દેહ અને સંસ્થાન, તે પ્રમાણે તે જીવ પોતાની આત્મશક્તિને વધુ સ્ફુરાવી શકે છે. તીર્થંકરો અને કેવળજ્ઞાનીઓના દેહનાં સંધયણ અને સંસ્થાના બંને ઉત્તમ પ્રકારનાં હોય છે. ચરમ તીર્થંકર દેવાધિદેવ ભગવાન મહાવીરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે લગભગ સાડા બાર વર્ષ જે તપસ્યા કરી તે અજોડ છે. વીરસ્ય ઘોરમ્ તો । એમ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે યથાર્થ જ કહ્યું છે. ભગવાન મહાવીર ક્ષત્રિય રાજકુમાર હતા. ખાનપાન આદિ ભોગવિલાસની કોઈ કમી નહોતી છતાં એનો ત્યાગ કરીને તેઓ તપશ્ચર્યા કરવા નીકળી પડ્યા. લગભગ સાડા બાર વર્ષના સાધનાકાળમાં એમણે બહુ જ ઓછા દિવસ આહાર લીધો હતો. એક વખત સળંગ છ મહિના સુધી ઉપવાસ કર્યા; બીજી વખત છ મહિનામાં થોડા દિવસ ઓછા એવા સળંગ ઉપવાસ કર્યો. આઠ-પંદર દિવસ કે મહિનાના ઉપવાસ તો કેટલીય વાર કર્યા. શાસ્ત્રકારોએ નોંધ્યું છે કે ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ દરમિયાન જેટલા ટંક આહાર લીધો તેનો સરવાળો કરવામાં આવે તો લગભગ એક વર્ષ જેટલો થાય. એટલે કે સાડા બાર વર્ષ દરમિયાન લગભગ ૧૧ વર્ષથી અધિક સમય તેમણે આહાર વગર ચલાવ્યું. એવી જ રીતે એ સાધનાકાળ દરમિયાન એમણે નિદ્રારહિત એવાં કેટલાંય દિવસરાત સતત જાગ્રત અવસ્થામાં પસાર કર્યાં. શરીર ઉપર એમણે એટલો બધો સંયમ મેળવી લીધો હતો કે કોઈ પણ એક આસનમાં ઘણા લાંબા સમય સુધી તેઓ સ્થિર રહી શકતા. એમણે છેવટે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે પણ, ગોવાળ પગમાં તાંબડી ભરાવી ગાય દોહવા બેસે એવા કઠિન ગોદોહિકા નામના આસનમાં. ૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ભગવાન મહાવીરે, આમ, આહાર, નિદ્રા અને આસન એ ત્રણ ઉપર અપૂર્વ વિજય મેળવ્યો હતો અને એમાંથી જ એમની બીજી અનેક શક્તિઓ પ્રગટી હતી. આ ત્રિવિજયની શક્તિ તેમણે ધ્યાનની પ્રક્રિયામાંથી મેળવી હતી એમ કહેવાય છે. ત્રિવિજય દ્વારા જ તેમણે ભયંકર ઘાતી કર્મોનો ક્ષય કર્યો. ધ્યાન દ્વારા જ તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્રિવિજયયુક્ત આવી ઘોર તપશ્ચર્યાને કારણે વર્ધમાનકુમાર તે ભગવાન મહાવીર બન્યા. એમની સાધનાનો ઇતિહાસ સાધકોને માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રતિસેવના કોઈકના માંદગીના સમાચાર સાંભળતાં આપણાથી સહજ પુછાઈ જાય છે : “શું થયું છે ?' સામાન્ય રીતે કોઈક રોગનું નામ કહેવાય છે. દાક્તર રોગનું બરાબર નિદાન કરે તે પછી ઉપચાર થાય છે. કોઈક વખત એવું પણ સાંભળીએ છીએ : “છેલ્લી ઘડી સુધી શું રોગ હતો તે જ ખબર ન પડી. યોગ્ય નિદાન થયું નહિ અને મૃત્યુ પામ્યો.” કોઈક વખત એવું પણ સાંભળીએ છીએ : “નિદાન બરાબર હતું, પરંતુ દવા બરાબર નિયમિત થઈ નહિ.” તો કોઈ વખત એવું સાંભળીએ છીએ કે : “નિદાન બરાબર હતું, પરંતુ દવા લાગુ પડી નહિ, કારણ કે રોગ ઘણો આગળ વધી ગયો હતો. રોગ થવો, એનાં કારણોની તપાસ થવી, યોગ્ય નિદાન થવું, ઉપાચર નક્કી થવો, ઉપચારનો તરત બરાબર અમલ થવો અને દર્દી સાજો થવો – આ બધા તબક્કામાં જેઓ અત્યંત સાવધ રહી ચટપૂર્વક વર્તે છે તે રોગથી મુક્ત થઈ શકે છે. જેમ શરીરના રોગ હોય છે એમ મનના અને આત્માના રોગ પણ હોય છે. શરીરના રોગનાં ચિહ્નો તરત નજરે પડે છે. પરંતુ મન અને આત્માના રોગનાં ચિહ્નો જણાતાં વાર લાગે છે. ક્યારેક જણાતાં પણ નથી. વળી તેના ઉપચારો પણ સૂક્ષ્મ હોય છે અને તેનું પરિણામ ક્યારેક વિલંબિત હોય છે. રોગના નિરાકરણ માટે દદીએ પોતાની વાત પ્રામાણિકપણે કહી દેવી જોઈએ. એથી દાક્તરને નિરાકરણ કરવામાં અનુકૂળતા રહે છે. જો તે છુપાવે તો કેટલીક વાર ઉપચાર ઊંધા પણ પડે. પ્રાચીન સમયમાં એક સરસ દૃષ્ટાંત છે. એક તાપસ વનમાં ખૂબ તપશ્ચર્યા કરતો અને ફળફળાદિ ખાઈને પોતાનો નિર્વાહ ચલાવતો. એક દિવસ એક Page #16 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ સ્થળેથી બીજે સ્થળે એ જતો હતો એવામાં એને કકડીને ભૂખ લાગી હતી. પરંતુ આસપાસ ક્યાંય કશું ખાવાનું મળ્યું નહિ. એમ કરતાં કરતાં તે એક નદી પાસે આવ્યો. તેની ભૂખ વધી ગઈ હતી. એણે કેટલાક માછીમારોને નદીમાંથી માછલી પકડતા જોયા. માછીમારો પછી માછલી રાંધીને ખાવા બેઠા. તાપસને બહુ ભૂખ લાગી હતી. તાપસ માત્ર ફળાહાર કરતો હતો. પરંતુ ભૂખ બહુ લાગી હતી એટલે માછીમારોએ આપેલી માછલી એણે પેટ ભરીને ખાધી. પરંત એણે પહેલાં ક્યારેય માછલી ખાધી નહોતી. એટલે અજીર્ણના દોષને કારણે એને તાવ ચઢ્યો. આશ્રમમાં એ પહોંચ્યો ત્યારે એની તબિયત ઘણી બગડી ગઈ. વૈદે કરેલા સામાન્ય ઉપચારોની કંઈ અસર ન થઈ, કારણ કે તાપસે વૈદને માત્ર ફળાહારની વાત કરી, માછલીની નહિ. એટલે વૈદે કહ્યું, મારા ઉપચારો ઊંધા પડ્યા છે. માટે તમારાથી જરૂ૨ કોઈ એવી વસ્તુ ખવાઈ ગઈ હશે જે તમને યાદ આવતી નહિ હોય. માટે બરાબર યાદ કરો.” પરંતુ તાપસે ફરીથી કહ્યું કે પોતે ફળાહાર સિવાય કશું જ ખાધું નથી. વૈદના જુદા જુદા ઉપચારો ઊંધા પડવા લાગ્યા. હવે તો કદાચ પ્રાણ બચશે નહિ એમ વૈદને લાગ્યું. વૈદે ફરી એક વખત તાપસને કહ્યું, “તમે જે કંઈ ખાધું હોય તે બધું હજી બરાબર યાદ કરો, કારણ કે મારા બધા ઉપચારો ઊંધા પડે છે કે તમારો જાન હવે જોખમમાં છે.” એટલે તાપસે કબૂલ કર્યું કે પોતે માછલી ખાધી છે. વૈદે તરત જ એ પ્રમાણે ઉપચારોમાં ફેરફાર કર્યા અને થોડા દિવસમાં તાપસ સાજો થઈ ગયો. જેમ તાપસની બાબતમાં એમ પોતાના જીવનની બાબતમાં માણસ જો પોતાના દોષોનો સમયસર પ્રામાણિકપણે એકરાર કરી લે છે તો તે ભૌતિક, નિતિક અને આધ્યાત્મિક નુકસાનમાંથી બચી જઈ શકે છે. ખાન, પ્રક્ષાલન, દંતધાવન ઇત્યાદિ દ્વારા પ્રતિદિન પોતાના દેહની શુદ્ધિ માટે મનુષ્ય જેટલો પ્રયત્નશીલ હોય છે તેટલો ચિત્તની શુદ્ધિ કે આત્માની શુદ્ધિ માટે હોતો નથી. આત્માનું સ્વરૂપ કેવું છે, આત્માના ગુણો ક્યા કયા છે, આત્માને કયા ક્યા દોષોથી બચાવવાનો હોય છે તે જે જાણે છે તે આત્માની વિશુદ્ધિ માટે પ્રયત્નશીલ રહી શકે છે. દોષોનું સેવન કરવાથી આત્મા અશુદ્ધ બને છે. આ પ્રકારના દોષસેવનને શાસ્ત્રીય પરિભાષામાં “પ્રતિસેવના' કહેવામાં આવે છે. પ્રતિસેવન થવાનાં દસ Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રતિસેવના મુખ્ય કારણો છે. “ભગવતીસૂત્રમાં કહ્યું છે : રવિ પડિલેવા પત્તા. આ દસ પ્રકારની પ્રતિસેવના નીચે પ્રમાણે છે : (૧) દપ પ્રતિસેવના : અહંકારને કારણે થતી સંયમની વિરાધના. (૨) પ્રમાદ પ્રતિસેવના : મદ્યપાન, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રકારના પ્રમાદના સેવનથી જીવનમાં આવતી અશુદ્ધિ. (૩) અનાભોગ પ્રતિસેવના : અનાભોગ એટલે અજ્ઞાન. એને કારણે થતાં દુષ્કર્મો. (૪) આતુર પ્રતિસેવના સુધા, તૃષા વગેરેની પીડાથી વ્યાકુળ થઈ મનુષ્ય જે પાપનું સેવન કરે તે. (૫) આપઐતિસેવના : આપત્તિ આવી પડતાં થતી ચારિત્રની શિથિલતા. ચાર પ્રકારની મુખ્ય આપત્તિ ગણાવાય છે : (અ) દ્રવ્યાપત્તિ (યોગ્ય આહાર આદિ ન મળે), (બ) ક્ષેત્રાપત્તિ (ભયંકર જંગલ કે અનાર્ય પ્રદેશમાં સંયમ ન સચવાય), (ક) કાલાપત્તિ (દુકાળ, રેલ, ધરતીકંપ વગેરે કુદરતી સંકટોમાં વ્યાકુળ થઈ મનુષ્ય અકાર્ય કરે), (ડ) ભાવાપત્તિ (માંદગી, અસ્વસ્થતા વગેરેને કારણે મનુષ્ય ચિત્ત ઉપરનો સંયમ ગુમાવી બેસે તે). (ક) સંકીર્ણ પ્રતિસેવના આહાર વગેરમાં દોષની શંકા થવા છતાં તેનો ઉપયોગ કરવાથી થતી વિરાધના. (૭) સહસાકાર પ્રતિસેવના : અચાનક વગર-વિચાર્યું થઈ જતું અનુચિત કાર્ય. (૮) ભય પ્રતિસેવન : અપમાન, લોકનિંદા, સજા, મૃત્યુ ઇત્યાદિના ભયને કારણે મનુષ્ય અસત્ય બોલે, બીજા ઉપર આળ ચઢાવે અથવા નિંદા કરે, ભયને ભૂલવા વ્યસનો સેવે ઇત્યાદિ અકાર્ય. (૯) પ્રદોષ પ્રતિસેવના : ક્રોધ વગેરે કષાય દ્વારા થતી અશુદ્ધિ. (૧૦) વિમર્શ પ્રતિસેવના : કોઈની પરીક્ષા કે કસોટી કરવાના ઇરાદાથી જાણીજોઈને ખોટો આરોપ મૂકવામાં આવે તેવું કાર્ય. ચિત્તશુદ્ધિ માટે આ દશ પ્રકારની પ્રતિસેવનાથી બચવાની આવશ્યકતા છે. જીવન એટલું બધું સંકુલ અને ગહન છે કે પ્રતિસેવનારૂપી સૂક્ષ્મ રોગ ક્યારે ચિત્તમાં પેસી જાય છે તેની ખબર પડતી નથી. એ રોગનું નિદાન વ્યક્તિએ Page #18 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ પોતે ક૨વાનું રહે છે અને નિદાન થયા પછી તેનો ઉપચાર પણ પોતે જ તરત કરવાનો રહે છે. ८ પોતાના જીવનમાં આવી જતી ત્રુટિ કે અશુદ્ધિની શોધ અને શુદ્ધિ માટે માણસ જો વિલંબ કરે તો જંગલમાં પોતાના બંને પગમાં વાગેલા કાંટાઓ તરત દૂર ન કરનાર શિકારી, જેમ સિંહના હુમલા વખતે દોડી ન શક્યો અને સિંહના શિકારનો ભોગ બન્યો તેના જેવી સ્થિતિ થાય. દોષરૂપી કાંટાના તત્કાલ શોધનની આવશ્યકતા ઉપર એટલા માટે જ શાસ્ત્રકારોએ ભાર મૂક્યો છે. રોગની જેમ દોષોની બાબતમાં પણ મનુષ્ય પ્રમાદી બની જાય છે. એટલા માટે જ પોતાના જીવનવ્યવહારનું પ્રતિક્ષણ અવલોકન કરવું અને દોષોનું તત્ક્ષણ શોધન કરવું એ ઉત્તમ પુરુષોનું લક્ષણ ગણાયું છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ નિયાણુ ‘નિયાણુ’ એ જૈન શાસ્ત્રોનો પારિભાષિક શબ્દ છે. સંસ્કૃત ‘નિવાન’ શબ્દ ઉપ૨થી તે આવેલો છે. પ્રાકૃતમાં ‘નિયાણ’ અથવા ‘નિયાણુ’ શબ્દ વપરાય છે. નિદાન શબ્દના બે અર્થ છે : (૧) નિદાન એટલે પૃથક્કરણ અને (૨) નિદાન એટલે નિશ્ચિત દાન. જૈન શાસ્ત્રોમાં ‘નિયાણુ' શબ્દ નિશ્ચિત દાનના અર્થની દૃષ્ટિએ પ્રયોજાયેલો છે. પરંતુ અહીં તે સ્થૂલ કોઈ દ્રવ્યના દાનના અર્થમાં વપરાયો નથી. ચિત્તનું દાન યર્થાત્ કોઈ પણ એક વિષય કે વિચારમાં ચિત્તને તીવ્રપણે અર્પી દેવું તે અર્થમાં ‘નિદાન’, ‘નિયાણ’, ‘નિયાણુ’ શબ્દ વપરાયો છે. નિશ્વિતં दानं इति निदानं । अथवा भोगाङ्काक्षया नियतं दीयते चित्तं तस्मिंस्तेनेति वा નિવાનમ્। એવી વ્યાખ્યા ‘નિવન’ શબ્દની અપાય છે. ચિત્તમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ ઊઠે છે અને વિવિધ પ્રકારની અભિલાષાઓ જાગે છે. માણસની ઇચ્છાઓને કોઈ અંત હોતો નથી. ઇન્દ્રિયજન્ય વિવિધ પ્રકારનાં સુખ ભોગવવાની ઇચ્છા માણસને કુદરતી રીતે થાય છે. કેટલાંક ભોતિક સુખ સહજ પ્રાપ્ત થાય છે; કેટલાંક સુખ માટે પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. ક્યારેક પુરુષાર્થ કર્યા વગર જ પ્રાપ્ત થતાં સાંસારિક સુખો તે પૂર્વનાં સંચિત પુણ્યકર્મના ઉદયે જ થાય છે એમ માનવામાં આવે છે. કેટલાક એને પ્રારબ્ધ કહે છે; પરંતુ આવા પ્રારબ્ધમાં પણ કોઈક નિયમ પ્રવર્તતો હોય છે અને તે નિયમ છે કર્મનો. કોઈક વખત એક તરફ શુભ કર્મનું ઉપાર્જન થતું હોય અને બીજી બાજુ ચિત્તમાં સુખોપભોગની તીવ્ર અભિલાષા જન્મતી હોય એવું બને છે. કોઈક વખત ઉપાર્જિત શુભ કર્મના ઉદયરૂપે એ અભિલાષા સંતોષાય છે. કર્મની નિર્જરા અને શુભ કર્મના ઉપાર્જન માટેનું મોટામાં મોટું એક Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જિનતત્ત્વ સાધન તે બાહ્ય અને અત્યંતર તપશ્ચર્યા છે. શુભ ભાવથી કરેલી કઠોર તપશ્ચર્યા ક્યારેય નિષ્ફળ જતી નથી; પરિણામ જન્માવ્યા વિના તે રહેતી નથી. અમુક સિદ્ધિઓ મનુષ્યને આવા પ્રકારનાં કોઈક ને કોઈક તપને પરિણામે મળતી હોય છે. આવી સિદ્ધિ વગર-ઇચ્છાએ, એની પોતાની મેળે મળે તેવું પણ ઘણી વાર બને છે. કોઈક વાર મનુષ્ય પોતાના તપના બદલામાં કશુંક પ્રાપ્ત કરવાની ઇચ્છા કરે છે અને એ રીતે પણ તે પ્રાપ્ત થાય છે. કેટલીક વખત કોઈક વસ્તુની પ્રાપ્તિ અર્થે માણસ તપશ્ચર્યા શરૂ કરે છે અથવા તપશ્ચર્યા કરતાં કરતાં કે કર્યા પછી તેના ફળરૂપે માણસ કોઈક ઇચ્છાનું ચિત્તમાં સેવન કરે છે. તપના બદલામાં કોઈક ફળ ઇચ્છવું તેને નિયાણુ' કહે છે. “નિયાણું બાંધવું” અથવા “નિયાણુ કરવું” એવો રૂઢ પ્રયોગ વપરાય છે. નિયાણ બાંધવાનો કે કરવાનો જૈન શાસ્ત્રોમાં નિષેધ ફરમાવવામાં આવ્યો છે, કારણ કે નિયાણ બાંધવાથી તેનું ફળ જોકે પ્રાપ્ત થાય છે, પરંતુ તેના પરિણામે પછીથી જે શુભાશુભ કર્મો બંધાય છે – વિશેષત: જે અશુભ કર્મો બંધાય છે - એનાથી વિપરંપરા વધે છે અને તે દુર્ગતિનું કારણ બને છે. નિયાણુ ત્રણ પ્રકારનાં ગણાવવામાં આવ્યાં છે : (૧) પ્રશસ્ત નિયાણુ, (૨) ભોગકત નિયાણ અને (૩) અપ્રશસ્ત નિયાણુ. તપના ફળરૂપે સાધુપણું, બોધિલાભ, સમાધિમરણ, ઇત્યાદિ સંયમની આરાધના માટેની સામગ્રીની અભિલાષા કરવી એ પ્રશસ્ત નિયાણું છે. તપના ફળરૂપે સ્ત્રી-પુત્રાદિકની ઇચ્છા કરવી, ઇન્દ્રિયાર્થ પદાર્થોના સુખની અભિલાષા કરવી, ચક્રવર્તી કે દેવદેવીનાં સુખની વાંછના કરવી તે ભોગત નિયાણું છે. તપના ફળરૂપે કોઈકને મારી નાખવાની, કોઈકના શુભ કાર્યમાં વિઘ્ન નાખવાની, કોઈકને તન કે ધનની હાનિ પહોંચાડવાની કે કશાકનો વિનાશ કરવાની ઇચ્છા કરવી તે અપ્રશસ્ત નિયાણું છે. તપના ફળરૂપે વિશેષપણે જીવો ભોગકત નિયાણ બાંધે છે. તપના ફળરૂપે ભોગપભોગ ભોગવવાની ઇચ્છા માણસને વધુ થાય છે, કારણ કે મોક્ષપ્રાપ્તિનું પોતાનું લક્ષ્ય ભૂલી જઈને, સંસારમાં પોતાના કરતાં વધુ સાંસારિક સુખો ભોગવતા જીવોને જોઈને તેવું સુખ ભોગવવા જીવ લલચાય છે. એને પરિણામે ધનસંપત્તિ, ભોગોપભોગનાં સાધનો, સ્ત્રી-પુત્રાદિક પરિવાર, સત્તા, કીર્તિ વગેરેની અભિલાષા તીવ્ર બનતાં ક્યારેક સભાનપણે, તો ક્યારેક અભાનપણે નિયાણું બંધાઈ જાય છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ નિયાણું ગૃહસ્થજીવન કરતાં સાધુજીવનમાં નિયાણ બાંધવાનો સંભવ વિશેષ છે, કારણ કે સાધુનું સમગ્ર જીવન તપશ્ચર્યારૂપ છે. અલબત્ત અન્ય પક્ષે સાચા સાધુજીવનમાં ગૃહસ્થ કરતાં ચિત્તની જાગૃતિનો કે અપ્રમત્તતાનો સંભવ વિશેષ હોય છે. એટલે એ દષ્ટિએ વિચારીએ તો ક્યારેક સાધુજીવન કરતાં ગૃહસ્થજીવનમાં નિયાણુનો સંભવ વિશેષ હોય છે. | નિયાણ બાંધવાની બાબતમાં જૈન આગમગ્રંથોમાં સંભૂતિ મુનિ અને નંદિષેણ મુનિનાં ઉદાહરણો સુપ્રસિદ્ધ છે. સંભૂત મુનિએ ઘણી કઠોર તપશ્ચર્યા કરી હતી, અને તપસ્વી તરીકે તેમનું નામ ચારે બાજુ સુપ્રસિદ્ધ થઈ ગયું હતું. આવા મુનિને વંદન કરવા માટે અનેક લોકો આવવા લાગ્યા હતા. ખુદ સનતકુમાર ચક્રવર્તીને પણ આવા મુનિનાં દર્શન કરવા જવાનું મન થયું. પોતાના પરિવાર સાથે તેઓ ગયા અને વંદન કરવા લાગ્યા, એ વખતે સનતકુમાર ચક્રવર્તીની રાણીઓમાં સર્વશ્રેષ્ઠ રાણી – સ્ત્રીરત્ન જેવી રાણી સુનંદા જ્યારે વંદન કરતી હતી ત્યારે નીચા નમતાં તેના ચોટલાના વાળનો અગ્રભાગ સંભૂતિ મુનિને જરાક સ્પર્શી ગયો. આટલો સ્પર્શ થતાં જ સંભૂતિ મુનિએ રોમાંચ અનુભવ્યો. તેમના મનમાં થયું કે આ સ્ત્રીના વાળનો જો આટલો બધો પ્રભાવ હોય તો તે સ્ત્રી પોતે તો કેવી હશે ? આવી કોઈક સ્ત્રી જન્માન્તરમાં પોતાને ભોગવવા મળે તો કેવું સારું ! પરંતુ એવી રત્ન સમાન સ્ત્રી તો માત્ર ચક્રવર્તી રાજાઓને જ મળે. આથી સંભૂતિ મુનિએ આ પ્રમાણે નિયાણુ બાંધ્યું : “મેં જે કંઈ ઉગ્ર તપશ્ચર્યા કરી છે તેના ફળરૂપે જન્માન્તરમાં મને ચક્રવર્તીપણું પ્રાપ્ત થાઓ.” આ નિયાણુના પરિણામે પછીના એક જન્મમાં સંભૂતિ મુનિનો જીવ બ્રહ્મદત્ત ચક્રવર્તી થાય છે અને સ્ત્રીસુખ ભોગવે છે. પરંતુ ચક્રવર્તીના જીવનમાં તો અનેક મોટાં પાપો કરવાના પ્રસંગો આવતા હોય છે. એટલે જ ત્યાગ અને સંયમના માર્ગે ન ગયેલા ચક્રવર્તીઓ ભૌતિક સુખ અને સત્તા ભોગવતાં ચક્રવર્તી તરીકે મૃત્યુ પામે તો ભવાન્તરમાં નરકગતિ પામતા હોય છે. તેવી રીતે બ્રહ્મદત્ત ચક્રવર્તી પણ નરકગતિ પામે છે. બીજું ઉદાહરણ નંદિષેણ મુનિનું છે. તેઓ પણ નિયાણ બાંધી ભવાન્તરમાં દુર્ગતિ પામે છે. મંદિષણ મુન બીજા સાધુઓની વૈયાવચ્ચ કરવા માટે સુપ્રસિદ્ધ હતા. દેવો એમની કસોટી કરવા આવે છે અને એ કસોટીમાંથી પણ તેઓ પાર પડે છે; પરંતુ એક વખત રૂપવતી રમણીઓને જોતાં Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જિનતત્ત્વ યુવતીજનવલ્લભ થવાનું તેમને મન થાય છે. પરિણામે તેઓ પણ એવું જ નિયાણું બાંધે છે. એમનું તપ એટલું મોટું હતું કે જન્માત્તરમાં તેઓ એવું સુખ પ્રાપ્ત કરે છે, પરંતુ પરિણામે ત્યારપછી ભવાન્તરમાં તેઓ દુર્ગતિ પામે છે. જૈન કર્મસિદ્ધાંત પ્રમાણે જેટલા વાસુદેવો થાય છે તેટલા હમેશાં પૂર્વભવમાં નિયાણ બાંધવાપૂર્વક થાય છે, અને વાસુદેવ થયા પછી ભવાન્તરમાં તેઓ અવશ્ય નરકે જાય છે. એટલા માટે કહેવાયું છે કે જેટલો વાસુદેવો અને બલરામ થાય છે તેમાં વાસુદેવ હમેશાં નીચ ગતિવાળા બને છે અને બલરામ ઊર્ધ્વ ગતિવાળા બને છે. उढ्ढंगामी रामा केसव सब्वेवि जं अहोगामी । तित्थवि नियाण कारण मइउं अमइउं इमं वज्जे ।। [બધા બલદેવ ઊર્ધ્વ ગતિવાળા હોય છે અને બધા વાસુદેવો નીચા ગતિવાળા હોય છે. ત્યાં પણ એ નિયાણુનું જ કારણ જાણવું. માટે નિયાણાને વર્જવું] જૈન પાંડવકથા પ્રમાણે દ્રૌપદીને પાંચ પતિ પ્રાપ્ત થાય છે તે પૂર્વજન્મમાં નિયાણ બાંધવાને કારણે. દ્રૌપદી પૂર્વભવમાં સુકુમાલિકા નામની રૂપવતી શ્રેષ્ઠીપુત્રી હતી. તે નિરુપાયે, મન વગર, દીક્ષા લઈ સાધ્વી થાય છે. એક વખત પાંચ પુરુષો સાથે સમાગમ કરતી દેવદત્તા નામની વેશ્યાને જોઈને તેવા સુખની અભિલાષા થઈ જતાં સુકમાલિકા સાધ્વીથી નિયાણ બંધાઈ જાય છે. પરિણામે જન્માત્તરમાં દ્રૌપદીના ભાવમાં તેને પાંચ પતિ મળે છે. કોઈક વખત કઠોર તપશ્ચર્યા ચાલતી હોય ત્યારે તપનો ઉલ્લાસ ઘટી જાય અને કષ્ટ સહન ન થાય તેવે વખતે તપશ્ચર્યા ન કરનાર એવા જીવો પોતાના કરતાં કેટલા બધા સુખી છે એવો ભાવ જો તીવ્રપણે સેવાય તો તેને પ્રસંગે અજાણતાં નિયાણુ બંધાઈ જાય છે. ઉદ્યોતનસૂરિકૃત “કુવલયમાલા માં એક ઉંદરની કથા આવે છે. પંદરમા તીર્થંકર ધર્મનાથ ભગવાન વિચરતા હતા ત્યારે એક વખત સમોવસરણમાં એક ઉંદર આવે છે અને તલ્લીન બનીને ધર્મનાથ ભગવાનની દેશના સાંભળે છે. એ ઉંદરને જોતાં જ બધાને એમ લાગે છે કે આ કોઈ જેવોતેવો જીવ નથી. ધર્મનાથ ભગવાનને એના વિશે પૂછવામાં આવે છે ત્યારે તેઓ કહે છે, “આ ઉંદરને અત્યારે જાતિસ્મરણજ્ઞાન થયું છે અને તેથી તે અહીં ઉપદેશ Page #23 -------------------------------------------------------------------------- ________________ નિયાણું સાંભળવા આવ્યો છે. પૂર્વના એક ભવમાં તે રાજકુમાર હતો. તેણે દીક્ષા લીધી હતી. આરંભમાં તેને સાધુજીવન સારું લાગ્યું, પરંતુ રાજવૈભવમાં ઊછરેલા એવા તેને પછીથી તે ઘણું કઠોર અને કષ્ટપૂર્ણ લાગવા માંડ્યું. તેનાથી ઉગ્ર વિહાર અને તપશ્ચર્યા થતાં નહોતાં. એક દિવસ તે વિહાર કરતો હતો ત્યારે રસ્તામાં એક ખેતરમાં આમતેમ આનંદપૂર્વક દોડાદોડી કરતા ઉંદરોને જોઈને તેના મનમાં ભાવ થાય છે કે “મારા કરતાં આ ઉંદરો કેટલા બધા સુખી છે ! એમને વિહારનું કોઈ કષ્ટ નથી કે ગોચરીની કોઈ ચિંતા નથી.” આટલો વિચાર આવતાં જ તે યુવાન સાધુથી નિયાણુ બંધાઈ જાય છે. એ સાધુનો જીવ હવે ઉંદર બન્યો છે; પરંતુ ઉંદરના ભવમાં તેને હવે જાતિસ્મરણજ્ઞાન થયું છે અને પોતાના નિયાણા માટે પશ્ચાત્તાપ થાય છે. આવી રીતે કોઈક વખત તપશ્ચર્યા દરમિયાન બીજા કેટલાક જીવોને ભોગપભોગ ભોગવતા જોઈને પોતાના કરતાં તેઓ કેટલા બધા સુખી છે તેવો તીવ્ર ભાવ જન્મે તો તે દ્વારા જાણતાં-અજાણતાં નિયાણુ બંધાઈ જાય છે. કોઈક વખત તપશ્ચર્યા દરમિયાન પોતાને બીજાના તરફથી કષ્ટ પડે અથવા તપશ્ચર્યામાં વિપ્ન કે વિક્ષેપ પડે તો તેવે વખતે ક્રોધ જન્મ અને તે ક્રોધના આવેગમાં અશુભ નિયાણું બંધાઈ જાય છે. પોતાને સતાવનાર કે પોતાના તપમાં જાણતાં કે અજાણતાં વિક્ષેપ નાખનાર માનવ, વ્યક્તિ કે પશુપક્ષી વગેરે તિર્યંચને મારવાનો કે મારી નાખવાનો ભાવ જન્મે છે અથવા કોઈક વખત એનું અહિત થાઓ એવો ભાવ પણ પેદા થાય છે. આ પ્રકારનું નિયાણુ તે અશુભ અથવા અપ્રશસ્ત નિયાણું કહેવાય છે. હરિભદ્રસૂરિએ રચેલી સમરાદિત્ય કેવલી'ની કથામાં પુરોહિતપુત્ર અગ્નિશર્મા અને રાજકુમાર ગુણસેન વચ્ચે આ પ્રકારની ઘટના બને છે. પોતાના બેડોળપણાની અવહેલના રાજકુમાર કરે છે તે અગ્નિશમ સહન કરી લે છે. જીવનથી કંટાળેલો અગ્નિશર્મા દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી માસખમણ કરે છે. તેની ખબર પડતાં પારણું કરાવવા માટે રાજા ગુણસેન નિમંત્રણ આપે છે. પારણું કરવાનું નિમંત્રણ આપ્યા પછી રાજા ગુણસેન દ્વારા અજાણતાં સાધુ અગ્નિશર્માની જે અવહેલના થાય છે તેને પરિણામે ગુણસેનને ભવોભવ મારી નાખવાનું નિયાણુ સાધુ અગ્નિશર્મા બાંધે છે. આવું નિયાણુ બાંધવાને પરિણામે અગ્નિશમની પછીના ભાવોમાં ઉત્તરોત્તર દુર્ગતિ થાય છે, જ્યારે ગુણસેનનો જીવ ઉત્તરોત્તર ચડિયાતી ગતિ પામી નવમા સમરાદિત્યના ભવમાં કેવળજ્ઞાન પામે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ દ્વૈપાયન નામના તાપસનો પણ અપ્રશસ્ત નિયાણુનો પ્રસંગ છે. એમની ઉગ્ર તપશ્ચર્યામાં વિક્ષેપ પડે છે. તેને પરિણામે આખી દ્વારિકા નગરી બાળી નખવાનું નિયાણુ તેઓ બાંધે છે અને પોતાની તેજોલેશ્યાથી નગરી બાળી નાંખે છે. ૧૪ ભગવાન મહાવીરસ્વામીના પૂર્વના સોળમા ભવમાં પણ નિયાણુની ઘટના બને છે. તેઓ વિશ્વભૂતિ નામના મુનિ છે. ઉગ્ર તપશ્ચર્યાને કારણે શરીર અશક્ત બન્યું છે. રસ્તામાં ચાલતાં ગાયની અડફેટમાં આવતાં તેઓ પડી જાય છે. તે વખતે એમની મશ્કરી થાય છે. ત્યાર આવેશમાં આવી જઈને ગાયને શિંગડાંથી પકડી જોરથી આકાશમાં તેઓ ઉછાળે છે અને નિયાણુ બાંધે છે કે ભવાન્તરમાં એથી પણ વધુ શક્તિ પોતાને મળે. ઉગ્ર તપશ્ચર્યાયુક્ત નિયાણાને પરિણામે અઢારમા ભવમાં તેઓ ત્રિપૃષ્ઠ વાસુદેવ બને છે. શ્રેણિક રાજા અને ચેલ્લણા રાણીનો પુત્ર અજાતશત્રુ (અથવા કોણિક) પણ અપ્રશસ્ત નિયાણુ બાંધે છે અને નિયાણુના પરિણામે પોતાના પિતા શ્રેણિકના મૃત્યુનું નિમિત્ત બને છે. વ્યવહારમાં ભોગકૃત નિયાણુ મુખ્યત્વે નવ પ્રકારનાં બતાવવામાં આવ્યાં છે. માણસને ભૌતિક સુખની વાંછના અતિશય હોય છે. તે પોતાના સુખને બીજાના સુખની સાથે વારંવાર સરખાવે છે, અને બીજાના જેવું સુખ પોતાને પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવા લાગે છે. આવો સંકલ્પ ઉગ્ર તપની સાથે સંલગ્ન થતાં નિયાણુ બની જાય છે. (૧) રાજા, (૨) શ્રેષ્ઠી, (૩) પુરુષ, (૪) સ્ત્રી, (૫) ૫૨-પ્રવિચાર, (૬) સ્વ-પ્રવિચાર, (૭) અલ્પવિકાર, (૮) દરિદ્રી અને (૯) વ્રતધારી શ્રાવક એવાં મુખ્ય નવ પ્રકારનાં ભોગત નિયાણુ શાસ્ત્રોમાં ગણવામાં આવ્યાં છે. કોઈકને રાજા કે શ્રેષ્ઠીનું સુખ ભોગવવાની ઇચ્છા થાય છે; કોઈકને પુરુષપણું તો કોઈકને સ્ત્રીપણું સુખ માટે વધુ અનુકૂળ અને યોગ્ય લાગે છે; કોઈકને દેવદેવીઓના ભોગ ભોગવવાની ઇચ્છા થાય છે; કોઈકને દરિદ્ર અર્થાત્ અકિંચન રહેવામાં ભૌતિક સુખની શક્યતા વિશેષ જણાય છે; તો કોઈકને વ્રતદારી શ્રાવક બનાવવામાં વધારે સુખ લાગે છે. આમ મુખ્ય નવ પ્રકારનાં ભોગકૃત નિયાણુ ગણાવવામાં આવે છે. પણ તે ઉપરાંત બીજાં અનેક પ્રકારનાં નિયાણુ હોઈ શકે. દુનિયામાં સૌથી વધુ સુખી Page #25 -------------------------------------------------------------------------- ________________ નિયાણુ ૧૫ કોણ ? એ પ્રશ્નના જવાબમાં ચક્રવર્તી રાજાથી માંડીને ભિખારી સુધીની તમામ અવસ્થાઓ ભિન્ન ભિન્ન અપેક્ષાએ વધુ કે ઓછી સુખી લાગવાનો સંભવ છે. કાશીએ કરવત મુકાવવા ગયેલા કોઈક દુઃખી મોચીને ‘ભવાન્તરમાં તારે શું થવું છે ?’ એમ પૂછવામાં આવતાં જે જે સુખી વ્યક્તિઓનાં જીવનનો એણે વિચાર કર્યો તે દરેકના જીવનમાં દુ:ખ પણ એટલું જ એણે જોયું અને છેવટે એને લાગ્યું કે મોચી જેવું કોઈ સુખી જીવન નથી. માટે એણે કહ્યું, ‘મેલ કરવત ! મોચીના મોચી.’ - જેઓ ભોગત નિયાણુ બાંધે છે તેઓની આરાધના નિષ્ફળ જાય છે. એવાં મનુષ્યો, સર્વ દુઃખરૂપી રોગનો નાશ કરનાર એવા સંયમનો ભોગકૃત નિયાણુ દ્વારા નાશ કરે છે. કોઈક વખત પોતાના તપના ફળરૂપે આત્મવિકાસમાં સહાયરૂપ અને પુરુષત્વ, શરીરબળ, વજવૃષભનારાચાદિ સંઘયણ વગેરે ઉત્તમ વસ્તુઓની યાચના માણસ કરે છે. આ પ્રકારનું નિયાણુ તે પ્રશસ્ત નિયાણુ કહેવાય છે. ‘મને મોક્ષગતિ પ્રાપ્ત થાઓ’, ‘મને હમેશાં તીર્થંકર પરમાત્માનું શરણ મળી રહો', ‘મારાં કર્મોનો ક્ષય થઓ’‘મારાં દુઃખોનો ક્ષય થાઓ’, ‘મને સમ્યક્બોધિ પ્રાપ્ત થાઓ', ‘મને સમાધિમરણ સાંપડો' ઇત્યાદિ પ્રકારનાં નિયાણુ તે પ્રશસ્ત નિયાણુ ગણાય છે. અલબત્ત આ નિયાણુ પણ અંતે તો શલ્યરૂપ છે. ગૌતમસ્વામીનો ભગવાન મહાવીરસ્વામી પ્રત્યેનો રાગ પ્રશસ્ત હતો પરંતુ તે કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાયરૂપ હતો, તેવી રીતે પ્રશસ્ત નિયાણુ પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાયરૂપ બને છે. તેથી આવું શુભ નિયાણુ પણ અભિમાનને વશ થઈ, માનકષાયથી પ્રેરાઈને, દ્વેષ કે ઈર્ષ્યાથી અન્ય જીવોને પરાજિત કરવાના કે પાછળ પાડી દેવાના આશયથી બંધાયું હોય અથવા બંધાયા પછી એવો કોઈ અશુભ આશય ચિત્તમાં થવા લાગે તો તે નિયાણુ પ્રશસ્ત મટીને અપ્રશસ્ત બની જાય છે. તીર્થંકર, ગણધર, આચાર્ય વગેરે બનવાની અભિલાષામાં જો સૂક્ષ્મ માનકષાય રહેલો હોય તો તે માટેનું નિયાણુ પણ અપ્રશસ્ત બની જાય છે. - माणेण जाइकुलरुवमादि आइरियगणधरजिणत्तं । सोभग्गाणादयं पत्थंतो अप्पसत्थं તુ || પ્રશસ્ત નિયાણુ સમ્યક્ ભાવથી અને સાચી દષ્ટિથી જો બંધાયું હોય તો Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જિનતત્ત્વ મોક્ષમાર્ગ પર દઢ રહેવામાં સહાયભૂત બને છે. અજ્ઞાની જીવને ખબર નથી હોતી કે ભવાત્તરમાં પોતાને ક્યાં ક્યાં, કેવી રીતે રખડવાનું આવશે. કોઈક ભવમાં મનુષ્યજન્મ પ્રાપ્ત થયો હોવા છતાં આખો અવતાર મિથ્યાત્વના અંધકારમાં પૂરો થઈ જાય છે. એટલા માટે ભવોભવ તીર્થંકર પરમાત્માનું શરણ પોતાને સાંપડે એવું પ્રશસ્ત નિયાણ અમુક કક્ષાના જીવોને માટે ઇષ્ટ ગણાયું છે. “જયવીયરાય' નામના સ્તોત્રમાં વીતરાગ પ્રભુની સ્તુતિમાં કહેવાયું છે : वारिज्जइ जइ वि नियाणबंधणं वीयराय तुह समये । तहवि मम हुज्ज सेवा भवेभवे तुम्ह चलणाणं ।। હિં વીતરાગ પ્રભુ! તમારા સિદ્ધાંત પ્રમાણે તો નિયાણુ બાંધવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તો પણ હે પ્રભુ ! ભવોભવ તમારાં ચરણોની સેવા કરવાનું સદ્ભાગ્ય મને સાંપડે એવું ઈચ્છું છું.] આ નિયાણુ પ્રશસ્ત છે. જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી એ માર્ગથી વિચલિત ન થવાય એ માટેનું આ નિયાણું છે. આવું પ્રશસ્ત નિયાણ કેટલીક અપેક્ષાએ દોષરૂપ ગણાતું નથી. અલબત્ત એથી ઉચ્ચતર સ્થિતિ તો એ જ છે કે નિયાણું બાંધ્યા વગર પણ જીવાત્મા પોતાના સમ્યક દર્શન અને સભ્ય જ્ઞાન વડે મોક્ષમાર્ગ પર સ્વયમેવ દઢ રહી શકે; પરંતુ એમ બનવું તે કોઈક વિરલ આત્માઓ માટે જ શક્ય છે. બધા જીવો માટે એ શક્ય કે સરળ નથી. નિયાણુ ન કરવા છતાં રત્નત્રયીના સાચા આરાધકને અન્ય જન્મમાં માનવદેહ, પુરુષત્વ, સુગુરુનો યોગ, સંયમની આરાધના વગેરે અવશ્ય પ્રાપ્ત થાય છે. કહ્યું છે : पुरिसत्तादीणि पुणो संजमलाभो च होई परलोए । ' आराधस्स णियमा तत्थमकदे णिदाणे वि ।। [નિયાણુ ન કરવા છતાં આરાધકને અન્ય ભવમાં પુરુષત્વ ઇત્યાદિ સંયમલાભ અવશ્ય થાય છે.] શાસ્ત્રોમાં ત્રણ પ્રકારનાં શલ્ય બતાવવામાં આવ્યાં છે : માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય. શલ્ય એટલે કાંટો. જેમ મિથ્યાત્વ અને માયા આત્મામાં કાંટાની જેમ ભોંકાયા કરે છે અને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં અંતરાયરૂપ બને છે, તેવી રીતે નિયાણુ માણસને પોતાની ઇચ્છા પ્રમાણે ભોગ વગેરેની પૂર્તિ જોકે કરાવે છે, તો પણ અંતે તો શલ્ય જ છે, કારણ કે એથી નિકાચિત કર્મ બંધાય છે અને એને પરિણામે તે આત્માને પ્રતિબંધક બને છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ નિયાણુ નિયાણુ ક૨વામાં જે કર્મબંધન થાય છે તે ભલે શુભ કે અશુભ પ્રકારનાં હોય પણ તે નિકાચિત કર્મ હોય છે અને તેથી ઉદયમાં આવતાં તે કર્મ અવશ્ય ભોગવવાં જ પડે છે. એટલા માટે નિયાણુ આત્મવિકાસમાં – મુક્તિ પ્રાપ્ત ક૨વામાં – પ્રતિબંધક બને છે. જેઓ નિયાણુ કરે છે તેમને માટે સમકિત અને સર્વવિરતિ દુર્લભ બને છે અને હોય તો પણ તે ચાલ્યાં જાય છે. માટે જ સાચા મુમુક્ષુ મુનિઓ ક્યારેય નિયાણુ બાંધતા નથી. - ૧૭ એક પ્રશ્ન એવો થાય છે કે શું નિયાણુ હમેશાં સફળ જ થાય ? કોઈ વખત નિષ્ફળ ન જાય ? એનો ઉત્તર એ છે કે જો તે નિયાણુ હોય તો અવશ્ય ફળ આપે અને જો તે સફળ ન થાય તો તે નિયાણુ નથી, માત્ર અભિલાષા છે. માણસો વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે છે. તેમાં મન, વચન અને કાયાનો ઉત્કૃષ્ટ યોગ હોય તો તે ઊંચા પ્રકારની તપશ્ચર્યા બને છે. કેટલીક વખત માણસની તપશ્ચર્યા કાયાથી સવિશેષ હોય પણ તેની સાથે મનના તેવા ઉચ્ચતમ ભાવો ન પણ જોડાયા હોય; કેટલીક વખત મનના ઉચ્ચતમ ભાવો હોય, પરંતુ તેને અનુરૂપ કાયિક તપશ્ચર્યા ન પણ હોય. પોતાની તપશ્ચર્યા કેવી થઈ રહી છે તે બીજાંઓ કરતાં માણસને પોતાને વધારે સમજાય છે, પરંતુ કેટલીક વખત તપશ્ચર્યા વખતે મન, વચન અને કાયાના યોગોની ઉત્કૃષ્ટતા કેટલી છે તેની ખુદ પોતાને પણ ખબર નથી પડતી. એટલે તપશ્ચર્યા સાથે પોતે કરેલો સંકલ્પ નિયાણુમાં પરિણમ્યો છે કે નહિ તેની કેટલીક વાર ખુદ પોતાને પણ ખબર પડતી નથી. વળી ઇન્દ્રિયાર્થ પદાર્થોનો યોગ, અનુભવ, વાસના, સ્મરણ, સંકલ્પ, ભાવના, ધ્યાન, અભિલાષા ઇત્યાદિ વિવિધ તબક્કાઓમાંથી ચિત્ત પસાર થાય છે. એટલે દરેક ઇચ્છા એ નિયાણુ નથી. પરંતુ ઉગ્ર તપશ્ચર્યા સાથે તીવ્ર રસપૂર્વક અભિલાષ સહિત કરેલો દૃઢ સંકલ્પમાત્ર નિયાણુ બને છે. પ્રસંગ સાંપડ્યો હોય છતાં પણ નિયાણુ ન બાંધે એવા મહાત્માઓનાં દૃષ્ટાંતો પણ જોવા મળે છે. જ્યારે ઘણી ઘોર તપશ્ચર્યા થઈ હોય ત્યારે દેવો આવીને તેવા તપસ્વીઓની કંઈ ઇચ્છા હોય તો તે પૂરી કરવા માટે વિનંતી કરતા હોય છે. પરંતુ તામલી તાપસ કે નમિ રાજર્ષિ જેવા મહાત્માઓએ પોતાના તપને વટાવી ખાવાનો ઇન્કાર કર્યો હતો. ભગવાન મહાવીરસ્વામીને, કેવળજ્ઞાન થયું તે પૂર્વે સંગમદેવે પણ એવી વિનંતી કરી હતી. પરંતુ મહાવીરસ્વામીએ તેનો અસ્વીકાર કર્યો હતો. તપ દ્વરા જે કર્મની નિર્જરા થાય Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જિનતત્ત્વ છે તે એટલી બધી મહત્ત્વની હોય છે કે તેના બદલામાં કંઈક યાચના કરવી એ મોંઘી વસ્તુ આપીને સસ્તી વસ્તુ લેવા બરાબર છે – છેતરાવા બરાબર છે. એથી અંતે તો આત્માને જ હાનિ થાય છે. એટલા માટે જ કહેવાયું છે કે : सुवहुपि तवंपि तंसु दीहंमवी पालिअं सुसामन्नं । तो काउण नियाणं मुहाहि हारंति अत्तानं ।। રૂિડી રીતે તપ કરીને સુસાધુપણું પામ્યો, તો પછી નિયાણ કરીને શા માટે આત્માને ફોગટ હારે છે ? सीलवाई जो बहु फलाइं हंतुणसुहमहिलसइधिइ । दुब्बलो तवसी कोडीए कांगणि कुणाइ ।। [જે શીલવ્રતાદિક બહુ ફળ આપનારાં છે તે ફળને હણીને જે તુચ્છ સુખની વાંછા કરે છે તે દુર્બળ બુદ્ધિવાળો તપસ્વી કાંગણી જેવા તુચ્છ ધાનને માટે કોડી ધન ગુમાવે છે. તપશ્ચર્યામાં ઉત્કૃષ્ટ અને અતિ કઠિન એવી તે સંલેખના છે. સંલેખના એટલે મારણાંતિક અનશન. એવી તપશ્ચર્યા અંતિમ આરાધનારૂપે મહાત્માઓ કરતા હોય છે ત્યારે ચિત્તની વિશુદ્ધ સમાધિમાંથી તેઓ જો વિચલિત થઈ જાય અને આ લોકનાં કે પરલોકનાં સુખની વાંછા કરવા લાગે, અથવા પોતાને માટે માનપાનયુક્ત મહોત્સવની ઇચ્છા કરવા લાગે, અથવા એવો મહોત્સવ જોઈ વધુ જીવવાની ઇચ્છા કરવા લાગે, તો સંલેખનાવ્રતના આ અતિચારો છે અને તેનું સેવન ન થાય તે માટે ચિત્તને સજાગ રાખવું ઘટે, કે જેથી તે નિયાણુમાં ન પરિણમે. પોતાનાથી નિયાણું ન બંધાય એ માટે માણસે ઇચ્છાનિરોધની વૃત્તિ કેળવવી જોઈએ. ચિત્તમાં તૃષ્ણાઓ સતત જાગતી રહે છે. સાધકે ક્રમે ક્રમે તૃષ્ણાઓ ઓછી કરતાં જવું જોઈએ. કેટલાક માણસો અજાચકવ્રત ધારણ કરતા હોય છે, અને અનાસક્ત ભાવે પોતાનું કર્તવ્ય કરતા જાય છે. બદલામાં સ્થળ લાભની ઇચ્છા તેઓ નથી કરતા. પણ પોતે કરેલા કાર્યની પ્રશંસાની કે માનપાનની સૂક્ષ્મ એષણા ક્યારેક તેમના મનમાં રહે છે. જેઓ ખરેખર મહાન છે તેઓ તો બીજી એષણાઓ ઉપરાંત લોકેષણાથી પણ પર થઈ જાય છે. આવા મહાત્માઓની નિયાણુરહિત તપશ્ચર્યા તેમને મુક્તિ તરફ ત્વરિત ગતિ અપાવે છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ સંલેખના સંલેખના એ જૈનોમાં વપરાતો પારિભાષિક શબ્દ છે. સંસ્થા વિષય તેના રૂતિ સંવના – એવી સંલેખનાની વ્યાખ્યા છે. કાયાને અને કષાયોને કૃશ કરવાં એટલે કે પાતળાં બનાવવાં એનું નામ સંલેખના. સંલેખના એ એક પ્રકારનું તપ છે. જૈન શાસ્ત્રોમાં બતાવેલાં છ પ્રકાનાં બાહ્ય અને છ પ્રકારનાં આભ્યતર તપમાં સંખનાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, કારણ કે “સંલેખના” એ તપ માટે વિશાળ અર્થમાં વપરાતો શબ્દ છે. તેમાં બાહ્ય અને આત્યંતર બંને પ્રકારનાં તપનો સમાવેશ થઈ જાય છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, ઇત્યાદિ બાહ્ય તપ તે કાયાને પાતળી બનાવવાને માટે છે અને પશ્ચાત્તાપ, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ આત્યંતર તપ તે મનમાં જાગતા વિકરો, દુર્ભાવો, કષાયોને પાતળા કરવા માટે છે. આમ, સંખનામાં બાહ્ય અને આત્યંતર બંને પ્રકારનાં તપનો સમાવેશ થઈ જાય છે. સંલેખનાનો સાદો અર્થ ઉપર પ્રમાણે છે; પરંતુ એનો વિશિષ્ટ અર્થ છે : “મૃત્યુ માટેની પૂર્વતૈયારી માટે લેવાતું વ્રત'. આ પ્રકારના વ્રત માટે “સંલેખના” ઉપરાંત “અનશન', “સંથારો” વગેરે શબ્દ પણ વપરાય છે. આ વ્રતને વધારે સ્પષ્ટ કરવા માટે “મારણાંતિક અનશન' કે “મારણાંતિક સંથારો” એવા શબ્દો પણ પ્રયોજાય છે. જ્યારે વૃદ્ધાવસ્થા આવે અને શરીર બરાબર ચાલતું ન હોય, ઊઠવાબેસવામાં કે પથારીમાં પડખું ફરવામાં પણ અત્યંત શ્રમ પડતો હોય, શરીર રોગોથી એવું ઘેરાઈ ગયું હોય કે જેથી સાધુઓનો સંયમધર્મ પાળવાનું, સાધુઓના આચારોનું ચુસ્ત પાલન કરવાનું કઠિન બની જતું હોય, તેવે વખતે સ્વેચ્છાએ દેહ છોડવા માટે ગુરુમહારાજ પાસે અનુમતિ માગવામાં આવે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૦, જિનતત્ત્વ કોઈક વખત દુકાળ, યુદ્ધ કે એવી બીજી કોઈ આપત્તિ આવી પડે ત્યારે પણ ગુરુમહારાજની અનુમતિથી સ્વેચ્છાએ દેહ છોડવા માટે સંલેખનાવ્રત સ્વીકારવામાં આવે છે. મૃત્યુ જ્યારે સાવ નજીક દેખાતું હોય અથવા વિષમ સંજોગોમાં ધર્મને અને પોતાની જાતને અધર્મથી રક્ષવા માટે મૃત્યુ ઇષ્ટ ગણાતું હોય ત્યારે એવા કોઈ વિરલ સંજોગોમાં પણ ગુરુમહારાજ સંલેખનાવ્રત સ્વીકારવા માટે શિષ્ય-સાધુને કે ગૃહસ્થ-ભક્તને અનુજ્ઞા આપે છે. આ પ્રકારે સ્વેચ્છાએ સ્વીકારેલું મૃત્યુ તે આત્મઘાત કે આપઘાત નથી, કારણ કે આપઘાત અને સંલેખના વચ્ચે તાત્વિક દૃષ્ટિએ ઘણો મોટો તફાવત છે. જન્મ અને મૃત્યુ એ જીવનની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. “જે જાયું (જન્મે) તે જાય' એમ કહેવાય છે. જેનો જન્મ છે તેનું મૃત્યુ છે. જન્મજન્માંતરની દૃષ્ટિએ જોઈએ તો જીવન પછી મૃત્યુ છે, અને મૃત્યુ પછી મુક્તિ છે અથવા જીવન છે. પરંતુ મુક્ત દશાને પામવી એ સહેલી વાત નથી. એટલે સામાન્ય જીવો માટે તો જન્મજન્માંતરનું ચક્ર ચાલ્યા જ કરતું હોય છે. જન્મ અને મૃત્યુમાં ઘણોબધો ફરક છે. જીવનના બે અંતિમ છેડાનાં આ તત્ત્વો છે. સંસારમાં જન્મને લોકો આનંદમય, મંગળ માને છે અને મૃત્યુને અશુભ, અમંગળ માને છે. જન્મ સાથે આશા છે, મૃત્યુ સાથે નિરાશા છે. પરંતુ જ્ઞાનીઓ મૃત્યુને મંગળ માને છે, અને જન્મને અમંગળ માને છે. જે મૃત્યુ નવા જન્મને સ્થાન ન આપે એ મૃત્યુ મુક્તિ, મોક્ષ, નિર્વાણ અપાવે છે. જન્મ પછી અપવાદરૂપ પ્રસંગો સિવાય મૃત્યુ તરત જ હોતું નથી. જન્મ પછી જીવન છે – અને જીવનને અંતે મૃત્યુ છે. પરંતુ મૃત્યુ પછી કોઈક એક ગતિમાં ગર્ભ કે અન્ય રૂપે નવો જન્મ તરત જ હોય છે. જન્મમાં બહુ વૈવિધ્ય નથી હોતું. કોઈનો જન્મ થયો હોય ત્યારે કેવી રીતે જન્મ થયો એવો પ્રશ્ન સહેજે આપણને થતો નથી. પરંતુ કોઈકનું મૃત્યુ થાય છે ત્યારે કેવી રીતે મૃત્યુ થયું એવો પ્રશ્ન આપણને સહેજે થાય છે, કારણ કે મૃત્યુમાં અપાર વૈવિધ્ય છે. વૃદ્ધાવસ્થાથી, જીવલેણ રોગથી, ઝેરી કે હિંસક પ્રાણીઓના ભોગ બનવાથી, કોઈક અકસ્માતથી, ખૂનથી, આત્મહત્યા કે સ્વાર્પણથી, ઘરમાં કે ઘરની બહાર એમ વિવિધ રીતે મૃત્યુને માટે અવકાશ હોય છે. જે વિવિધ રીતે મૃત્યુ થાય છે, તેના મુખ્યત્વે સત્તર જુદા જુદા પ્રકાર જૈન શાસ્ત્રોમાં ગણાવવામાં આવ્યા છે : (૧) આવી ચીમરણ, Page #31 -------------------------------------------------------------------------- ________________ સંલેખના (૨) અવધિમ૨ણ, (૩) આત્યંતિકમરણ, (૪) બલાયમરણ, (૫) વશાńમ૨ણ, (૬) અંતઃશલ્યમ૨ણ, (૭) તદ્ભવમરણ (૮) બાલમરણ, (૯) પંડિતમરણ, (૧૦) બાલપંડિતમરણ, (૧૧) છદ્મસ્થમરણ, (૧૨) કેવલીમરણ, (૧૩) વેહાયસમરણ, (૧૪) ગૃધ્રપૃષ્ઠમરણ (૧૫) ભક્તપરિજ્ઞામ૨ણ, (૧૬) ઇંગિનીમરણ, (૧૭) પાદપોપગમનમરણ. આ બધા પ્રકારોની સમજણ જૈન શાસ્ત્રગ્રંથોમાં જોવા મળે છે. જે માણસોનાં જીવનમાં કોઈ પણ પ્રકારના સંયમને કે વિરતિને સ્થાન હોતું નથી અને મૃત્યુ આવતાં જેઓ અત્યંત ભયભીત થઈ જાય છે અને આર્નરૌદ્ર ધ્યાનમાં, મમત્વ અને અહમ્ના વિચારમાં જેમનું મૃત્યુ થાય છે તે પ્રકારના મૃત્યુને બાલમ૨ણ કહેવામાં આવે છે. રેલવે, વિમાન કે મોટર ઇત્યાદિના અકસ્માતમાં જે માણસો અચાનક મૃત્યુ પામે છે તે માણસો સામાન્ય રીતે બાલમરણ પામતાં હોય છે. ૨૧ જે માણસોનું જીવન સંયમપર્વકનું હોય છે, જેમણે મૃત્યુના આગમન પૂર્વે બધાં વ્રત સ્વીકારી લીધાં હોય છે, દેહ અને આત્માની ભિન્નતા સમજીને જેઓ મૃત્યુને કુદરતના એક ક્રમ તરીકે વધાવી લેતાં હોય છે અને એ માટેની આધ્યાત્મિક પૂર્વતૈયારી કરી લેતાં હોય છે તેઓનું મૃત્યુ પંડિતમરણ કહેવાય છે. અંત સમયે તેઓને કોઈ વાસના હોતી નથી; પૂરી શાંતિ અને સમાધિથી તેઓ પોતાનો દેહ છોડે છે. એમાં પણ કેટલીક વ્યક્તિઓ તો ધ્યાનમાં, કાઉસગ્ગમાં, પ્રભુના નામનું રટણ કરતાં કે મંત્રનો જાપ કરતાં કરતાં પોતાનો દેહ છોડે છે. આ ઉચ્ચતર સમાધિમરણ કોઈક વિરલ વ્યક્તિઓને જ સાંપડે છે. જેઓનાં જીવનમાં થોડેક અંશે ત્યાગ અને સંયમને સ્થાન હોય છે છતાં ક્યારેક ક્યારેક તેઓ અશુભ ભાવ ધરાવતા હોય છે એવાં માણસો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તે મૃત્યુને બાલપંડિતમરણ કહેવામાં આવે છે. આમ બાલમરણથી પંડિતમરણ સુધીમાં ઘણી જુદી જુદી કોટિ હોઈ શકે છે અને એટલા માટે કેટલાક શાસ્ત્રકારો બાલમરણ, બાલપંડિતમરણ, પંડિતબાલમરણ, પંડિતમરણ, પંડિતપંડિતમરણ એવું વર્ગીકરણ પણ કરે છે. વસ્તુત: એમાં શુભ કે અશુભ ધ્યાનની તરતમતા અંત સમયે કેટલી હોય છે તેના ઉપર તે મરણના પ્રકારનો આધાર રહે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જિનતત્ત્વ મૃત્યુના વિવિધ પ્રકારોને મુખ્ય બે પ્રકારોમાં વહેંચી શકાય ? (૧) માણસને જીવવામાં રસ હોય, મૃત્યુ ગમતું ન હોય અને છતાં એના જીવનનો અંત આવે; (૨) માણસને જીવનમાંથી સ્વાભાવિક રીતે રસ ઊડી જાય અને સ્વેચ્છાએ તે પોતાના જીવનનો અંત આણે. અલબત્ત, આ બંને પ્રકારનાં મૃત્યુના ઘણા પેટાપ્રકાર હોઈ શકે છે. અહીં આપણે સ્વેચ્છાએ થતા મૃત્યુનો વિચાર કરીશું. જેઓ સ્વેચ્છાએ પોતાના જીવનનો અંત આણે છે, તેના પણ આત્મહત્યા, સ્વાર્પણ કે શહીદી, સમાધિ, સંથારો કે સંલેખના ઇત્યાદિ જુદા જુદા પ્રકારો પડે છે. અત્યંત દુ:ખ કે નિરાશા આવી પડતાં કે સામાજિક ભય કે લજ્જાને કારણે, અથવા એવા પ્રકારના માનસિક રોગને કારણે, માણસ જ્યારે પોતાના જીવનનો અકાળે અંત આણે છે ત્યારે તેને આપણે આત્મહત્યા કહીએ છીએ. આત્મહત્યામાં તીવ્ર આવેગ, જાત પ્રત્યેનો તિરસ્કાર, અસહિષ્ણુતા, ઉગ્ર રાગદ્વેષ અને તેનામાંથી જન્મતાં અશુભ ભાવ કે અશુભ ધ્યાન વગેરે હોય છે. આત્મહત્યા અશુભ, અમંગળ, નિદ્ય અને પાપરૂપ ગણાય છે. કાયદાની દૃષ્ટિએ તે ગુનો લેખાય છે. કુટુંબને ખાતર, સમાજને ખાતર, રાષ્ટ્રને ખાતર, ધર્મને ખાતર જેઓ સ્વેચ્છાએ પોતાના પ્રાણને હોડમાં મૂકે છે અને જરૂર પડે ત્યારે પોતાના પ્રાણનો ભોગ પણ આપે છે, તેને આપણે બલિદાન, શહીદી, સ્વાર્પણ ઇત્યાદિ તરીકે ઓળખાવીએ છીએ. તેની પાછળ પોતાના પક્ષની દૃષ્ટિએ શુભ હેતુ હોય છે. પરંતુ એ હેતુ સાંસારિક હોય છે અને તેથી તેમાં ઉગ્ર રાગદ્વેષ હોવાનો સંભવ રહે છે. આ પ્રકારનું મૃત્યુ સ્વપક્ષમાં સ્તુત્ય અને વિપક્ષમાં નિદ્ય મનાતું હોય છે. જ્યાં સ્વપક્ષ કે વિપક્ષ જેવી ભેદરેખા નથી હોતી ત્યાં તે ઘણા લોકોના આદરને પાત્ર થાય છે. જે માણસો પ્રભુભક્તિમાં ખૂબ લીન થયાં હોય છે, અથવા અધ્યાત્મની ઊંચી કક્ષાએ પહોંચેલાં હોય છે, તેઓ દેહ અને આત્માની ભિન્નતાને સતત નિહાળ્યા કરે છે. દેહની ક્ષણભંગુરતા અને આત્માની અમરતા તેમનામાં એટલી વસી ગઈ હોય છે કે સ્વેચ્છાએ દેહ છોડી દેવાનો તેઓ વિચાર કરે છે. ખાસ કરીને સંયમના હેતુ માટે જ્યારે દેહ અવરોધરૂપ બનતો હોય છે ત્યારે આવો વિચાર વધુ થાય છે. કેટલાંક જળસમાધિ લેતાં હોય છે. કેટલાંક ભૂમિમાં ખાડો ખોદી તેમાં દટાઈ Page #33 -------------------------------------------------------------------------- ________________ સંલેખના ભૂમિસમાધિ લેતાં હોય છે. કેટલાંક ચિતા પર ચઢી અગ્નિસમાધિ લેતાં હોય છે. કેટલાંક ડુંગરનાં શિખર પરથી પ્રભુના નામનું રટણ કરતાં કરતાં પડતું મૂકે છે. આ પ્રકા૨ના મૃત્યુમાં જીવનનો અંત એના સ્વાભાવિક ક્રમે નહિ, પરંતુ સ્વેચ્છાએ અચાનક વહેલો આણવામાં આવે છે. જૈન સાધુઓ અનશન, સંથારો કે સંલેખના કરે છે તેમાં તે કરનાર વ્યક્તિ આહાર-પ્રાણી ક્રમે ક્રમે ઘટાડે છે; શરીરને કૃશ બનાવે છે; આહારનિહારની કુદરતી હાજતો બંધ થઈ જતાં એક જ સ્થાનમાં રહે છે અને પ્રભુનું રટણ કરતાં કરતાં, મંત્રોચ્ચાર કરતાં કરતાં, શુભ ધ્યાનમાં પોતાના જીવનનો સ્વાભાવિક ક્રમે અંત આવવા દે છે. આમ, સંલેખના દ્વારા મૃત્યુ, એ તમામ પ્રકારનાં મૃત્યુમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે. ૨૩ મૃત્યુના વિવિધ પ્રકારો ગણાવવામાં આવે છે, તેમાં સંલેખના વ્રત માટે ત્રણ પ્રકારનાં મૃત્યુને ખાસ બતાવવામાં આવેલ છે : (૧) ભક્તપરિજ્ઞામરણ, (૨) ઇંગિનીમરણ અને (૩) પાદપોપગમનમરણ. (૧) ભક્તપરિજ્ઞામરણ : આ પ્રકારના મરણમાં સાધક ક્રમે ક્રમે પોતાનાં આહા૨-પાણી ઓછાં કરવા લાગે છે અને અમુક સમય પછી ‘ભક્ત’ અર્થાત્ આહાર અને પાણી લેવાનાં સદંતર બંધ કરી દે છે. એમ કરવાથી દેહની શક્તિ ક્રમે ક્રમે ઘટતી જાય છે અને એક દિવસ દેહ એની મેળે અટકી પડે છે, અર્થાત્ સાધક દેહ છોડી દે છે. જે સમયે વ્રત લેવામાં આવે છે તે સમયથી તે દેહ છૂટે ત્યાં સુધીમાં, સાધકના શરીરની અવસ્થા પ્રમાણે, માસ-દોઢ માસ કે બે માસ જેટલો સમય વીતતો હોય છે. એથી વધારે સમય વીતે એવો સંભવ પહેલથી જણાતો હોય તો ગુરુમહારાજ સામાન્ય રીતે સંલેખના માટે અનુજ્ઞા આપતા નથી અથવા તો મારણાંતિક સંલેખનાને બદલે આરંભમાં થોડા થોડા સમય માટેની અનુજ્ઞા આપી, સાધકની આરાધનાનું અવલોકન કરી, ઠીક લાગે તો અને ત્યારે જ વ્રત ચાલુ રાખવા માટે ફરીથી અનુજ્ઞા આપે છે. કોઈ વિરલ સંજોગોમાં તપસ્વી સાધુઓ બાર વર્ષ અગાઉથી સંલેખનાવ્રત સ્વીકારે છે અને એમ કરવામાં ક્રમે ક્રમે એક પછી એક પ્રકારનો આહાર છોડતા જઈ છેવટે માસિક મારણાંતિક સંલેખના સુધી આવી પહોંચે છે, અને એ રીતે બાર વર્ષને અંતે પોતાનો દેહ છોડે છે. પરમ ઉચ્ચ સાધકો જ આવી રીતે બાર વર્ષ અગાઉથી સંલેખનાવ્રત અંગીકાર કરે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૪ (૨) ઇંગિનીમરણ : આ પ્રકારના મરણમાં સાધક ભક્તપરિજ્ઞા-મરણની જેમ આહાર-પાણી તો છોડી જ દે છે. પરંતુ પછી કોઈ એક નિશ્ચિત સ્થળમાં જ પોતાનો સંથારો (પથારી) કરીને એની બહાર ન જવાનો નિયમ કરે છે, અને મૌનવ્રત ધારણ કરીને બોલવાનું સદંતર બંધ કરે છે. મૃત્યુ આવતાં સુધી અનિવાર્ય હોય તેવા પ્રસંગે બીજા સાધુઓને જે કંઈ કહેવાનું હોય તે ઇંગિત એટલે કે ઇશારા દ્વારા જ તેઓ કહે છે. આમાં સાધક સંથારામાં ઊઠી-બેસી શકે છે. સૂતાં સૂતાં પડખું ફેરવી શકે છે. માત્ર સ્થળ, અન્ન-પાણી અને વાણીની મર્યાદા એ બાંધી દે છે, અને પોતાનો વ્યવહાર ઇશારા દ્વારા ચલાવે છે. માટે આ પ્રકારના મરણને ઇંગિનીમરણ કહેવામાં આવે છે. જિનતત્ત્વ (૩) પાદપોપગમનમરણ : ભક્તિપરિજ્ઞામરણ કરતાં ઇંગિનીમરણ વધારે કઠિન મરણ છે, પરંતુ એના કરતાં પણ વધારે કઠિન મરણ તે પાદપોપગમનમરણ છે. પાદપ એટલે વૃક્ષ. કોઈ પણ પ્રકારની ગતિ કર્યા વગર, પવન ન હોય ત્યારે વૃક્ષ જેમ નિશ્ચેષ્ટ, હલનચલન વગરનું દેખાય છે તેવી રીતે આ પ્રકારના મરણમાં સાધક કોઈ એકાંત સ્થળમાં જઈ મૃત્યુ આવે ત્યાં સુધી નિશ્ચેષ્ટ રહે છે; તેઓ હાથપગ પણ હલાવતા નથી, કોઈની સાથે ઇશારાથી પણ કોઈ વ્યવહાર રાખતા નથી. પડખું પણ ફરતા નથી, અને ધ્યાનમગ્ન બનીને પોતાના દેહમાંથી આત્માને છૂટી જવા દે છે. આ પ્રકારનું મરણ અત્યંત કઠિન છે. દેહ ઉપર અસાધારણ પ્રભુત્વ આવી ગયું હોય અને આત્મકલ્યાણની અખૂટ શ્રદ્ધા હોય ત્યારે આ પ્રકારના મરણ દ્વારા સંલેખનાવ્રત માટે ગુરુમહારાજ અનુજ્ઞા આપે છે. દીર્ઘ સમયના કઠિન અભ્યાસ પછી જ આ પ્રકારની સજ્જતા સાધકને પ્રાપ્ત થાય છે. કેટલાક સાધુઓએ ભગવાન મહાવીર પાસે પાદપોપગમનમરણ માટે અનુજ્ઞા માગી અને ભગવાન મહાવીરે તે આપી હતી. તે પછી બીજા કેટલાક સાધુઓએ ભગવાનને પૂછ્યું હતું કે ‘આવું અપ્રતિમ આત્મબળ તેઓ ક્યાંથી મેળવે છે ?’ ત્યારે ભગવાને કહ્યું હતું કે ‘જિનેશ્વર ભગવાનના વચનમાં અવિચલ અને ઉત્કટ શ્રદ્ધા હોય ત્યારે જ આ પ્રકારનું આત્મબળ સાધકમાં આવે છે.' જે વ્યક્તિ સંલેખનાવ્રત સ્વીકારે છે તે વ્યક્તિએ પોતાના વ્રતનો ભંગ ન થાય તે માટે પાંચ પ્રકારના અતિચારથી બચવું જોઈએ. એ પાંચ અતિચાર આ પ્રમાણે છે : Page #35 -------------------------------------------------------------------------- ________________ સંલેખના ૨૫ (૧) જે વ્યક્તિ સંલેખનાવ્રત સ્વીકારે છે તે વ્યક્તિને ક્યારેક પોતાના વ્રતના પુણ્યોપાર્જનથી પછીના મનુષ્ય-જન્મમાં લૌકિક, ભૌતિક સુખ ભોગવવાની આકાંક્ષાઓ થવાનો સંભવ છે. એવી આકાંક્ષાઓ ન થવી જોઈએ. (૨) જેમ આ લોકનાં સુખની આકાંક્ષા ન થવી જોઈએ, એવી રીતે પરલોકમાં, દેવ વગેરે ગતિમાં પણ સુખ ભોગવવાની આકાંક્ષા ન થવી જોઈએ. (૩) વ્રત આચરનાર વ્યક્તિ પાસે આસપાસના લોકો ખૂબ પ્રેમ અને આદરથી આવતા હોય છે અને વંદન કરતા હોય છે. પ્રેમ-આદર અને ભક્તિ સંથારો લેનારને ગમવા લાગે અને એને પરિણામે થોડું વધુ જીવવા મળે તો સારું એવો ભાવ થવાનો સંભવ રહે છે; પરંતુ વધુ જીવવાનો તેવો ભાવ ન જ થવો જોઈએ. (૪) અન્ન-પાણીના ત્યાગ પછી દેહની અશાતા જ્યારે વધતી જતી હોય છે ત્યારે પોતાના જીવનનો અંત વહેલો આવી જાય તો જલદી છૂટાય એવો સાધકને ભાવ પણ થવાનો સંભવ છે. જેમ વધારે જીવવાની આકાંક્ષા ન થવી જોઈએ, તેમ મૃત્યુ વહેલું આવે એવી આકાંક્ષા પણ ન થવી જોઈએ. (૫) સંલેખનાના વ્રત દરમિયાન વ્યક્તિને પાછળથી ક્યારેક સારું ખાવાનું, સારું સાંભળવાનું કે અન્ય પ્રકારના ભોગ ભોગવવાનું મન થાય એવો સંભવ છે. એવે વખતે મનથી ભોગોપભોગની એવી ઇચ્છા ન થવી જોઈએ. આમ, પાંચેય પ્રકારના અતિચારની બાબતમાં વ્રત કરનારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે અતિચાર થતાં અસમાધિ થવાનો સંભવ છે. સંલેખનાવ્રત સ્વીકાર્યા પછી મૃત્યુ સુધીનો સમય પસાર કરવો એ સહેલી વાત નથી. વ્રત લેનાર વ્રતથી કંટાળી જાય, વ્રતમાંથી પાછો આવી જાય, જાણતાં કે અજાણતાં વ્રતભંગ કરે વગેરે ઘણાં ભયસ્થાનો આ પ્રકારના વ્રતમાં રહેલાં છે. કારણ કે મારણાંતિક સંખનાનું વ્રત પૂરું કરતાં કોઈકને દસ-પંદર દિવસ લાગે તો કોઈકને મહિનો કે બે મહિના પણ લાગે, અને એટલા લાંબા સમયમાં ચિત્ત સતત સ્વસ્થ, પ્રસન્ન અને ધ્યાનમગ્ન રહે એ સહેલી વાત નથી. વ્રત લેનાર વ્યક્તિને સમાધિમરણ પ્રાપ્ત થવું જોઈએ. એટલે વ્રતના કાળ દરમિયાન કોઈ પણ પ્રકારે અસમાધિ ન થાય તેવી સાવચેતી ગુરુમહારાજે રાખવાની હોય છે. વ્રત લેનારની પાત્રતા, સ્થળ અને સમયની અનુકૂળતા ઇત્યાદિ જોવાં, Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જિનતત્ત્વ ઉપરાંત વ્રત લેનારની વૈયાવચ્ચ કરવા માટે ઓછામાં ઓછા બીજા બે (વધુમાં વધુ અડતાળીસ) સાધુઓ ન હોય ત્યાં સુધી ગુરુમહારાજ વ્રત માટે અનુજ્ઞા આપતા નથી હોતા. જે સાધુઓ આ પ્રકારની વૈયાવચ્ચ કરે છે તેને “નિઝામણાં' (નિર્ધામણા) કહેવામાં આવે છે. જ્યાં સુધી આહાર-પાણી લેવાની છૂટ હોય ત્યાં સુધી સાધકને માટે યોગ્ય સમયે, યોગ્ય આહાર મેળવવાની જવાબદારી તથા સાધકને બીજા લોકો આવીને વ્રતમાંથી ચલિત ન કરે તે જોવાની જવાબદારી, સાધકને સતત આત્મ-રમણતામાં રહેવા માટે પ્રોત્સાહિત કરવાની જવાબદારી અને સાધકને દેહભાવ આવી જતો હોય ત્યારે તેને આત્મભાવમાં સ્થિર કરવા માટે તેવા પ્રકારનાં વચનો, સ્તોત્રો, મંત્રો ઇત્યાદિ સંભળાવવાની જવાબદારી આ નિઝામણાં કરાવનાર સાધુઓની હોય છે, કારણ કે વ્રત લેવું એ તો કઠિન છે જ, પરંતુ અંત સુધી તેનું પાલન કરવું, અને અંત સમય સુધી અસમાધિનો ભાવ ન આવે તે જોવું એ તો એથી પણ અત્યંત કઠિન છે. સંખનાવ્રત સ્વીકારનારે અંતિમ સમયની વિવિધ આરાધનાઓ કરવાની હોય છે, જેમાં ચાર શરણ, ક્ષમાપના, પાપસ્થાનોની અને અતિચારોની આલોચના, પંચપરમેષ્ઠિને નમસ્કાર વગેરેનો સમાવેશ થાય છે. આમ, સંલેખનાગ્રત જૈનોનું એક પરમ ઉચ્ચ વ્રત છે. દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કરનાર વિરલ વ્યક્તિઓ જ આ વ્રત અંગીકાર કરી તેને સાંગોપાંગ પૂર્ણ કરી શકે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ કરુણાની ચરમ કોટિ દુનિયામાં કોઈ પણ ધર્મને સદાકાળ માટે સર્વ અનુયાયીઓ સાચા, શુદ્ધ અને પરિપૂર્ણ મળી રહે એવું બની શકે નહિ. ધર્મને પોતાની સમજણ અનુસાર જીવનમાં પ્રામાણિકપણે ઉતારવાનો પ્રયત્ન કરનાર અનુયાયીઓમાં પણ અનેક કક્ષા હોઈ શકે. અજ્ઞાન કે અધૂરી સમજણથી ધર્માચરણ કરનાર માણસોનો વર્ગ સામાન્ય રીતે મોટો રહેવાનો. જાણતાં-અજાણતાં ધર્મના સિદ્ધાંતોથી ઊલટું આચરણ કરનારા અને છતાં પોતાને ધાર્મિક કહેવડાવનાર લોકો પણ દરેક ધર્મમાં મળવાના. અણસમજથી અધૂરું આચરણ કરનાર કેટલાંક મનુષ્યોના ખોટા દાખલાથી ધર્મ વગોવાય છે. બીજી બાજુ ધર્મનાં સાચાં તત્ત્વો કે રહસ્યોને સમજ્યા વગર કે તેનો અભ્યાસ કર્યા વગર ધાર્મિક માણસોની ટીકા કે વગોવણી કરનારાઓનો એક વર્ગ પણ હોય છે. સદાચારની કોઈ નાનકડી પ્રવૃત્તિથી માંડીને ઊંડી આત્મખોજ સુધી, મોક્ષગતિ સુધી, ધર્મનું ક્ષેત્ર વિસ્તરેલું છે. એ પૂર્ણપણે પામવું એ કોઈક વિરલ વ્યક્તિ માટે શક્ય છે. સામાન્ય માણસો તો દુરાચાર કરતાં અટકે અને સદાચારી બની રહે એ પણ ઘણી મોટી વાત કહેવાય. પરંતુ ધર્મની ચરમસીમા ત્યાં આવી ગઈ એમ માનીને જેઓ ત્યાં અટકી જાય છે તેઓ પોતે શાનાથી વંચિત રહી જાય છે તે જાણતાં નથી. દુનિયામાં દરેક ધર્મ ખોટા અનુયાયીઓને કારણે વગોવાયો છે. તપશ્ચર્યા અને અહિંસાની ભાવનાના ઉચ્ચતમ કોટિના સિદ્ધાંતોને કારણે કેટલાંક સામાન્ય માણસો, જો યોગ્ય માર્ગદર્શન ન મળે તો સાધનાનાં કેટલાંક પગથિયાં ચૂકી જાય એવો સંભવ રહે છે. ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પૂર્વે અહિંસાનો જે ઉપદેશ આપ્યો Page #38 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૨૮ તે ઘણી જ ઊંચી કોટિનો છે. સમગ્ર વિશ્વનાં રોજિંાં સુખશાંતિને માટે તે જેમ ઉપયોગી છે તેમ વ્યક્તિની આધ્યાત્મિક સાધનાને માટે પણ ઉપયોગી છે. ‘દરેક જીવને જીવવું ગમે છે અને કોઈને મરવું ગમતું નથી. માટે કોઈ પણ જીવને મારવો નહિ.' અહિંસાનું ભગવાન મહાવીરે આપેલું આ સર્વમાન્ય સૂત્ર છે. પરંતુ બધા જીવો એકસરખા નથી. માણસ, ગાય, પક્ષી, માખી, વાંદો કે કીડી એ દરેકને મારી નાખવાનું પાપ એકસરખું ન હોઈ શકે, કારણ કે ઇન્દ્રિયો અને ચિત્તનો વિકાસ બધાંમાં એકસરખો નથી હોતો. એવી રીતે મનુષ્યમાં પણ બાળક, વૃદ્ધ, ગર્ભવતી સ્ત્રી, દુર્જન, સંતમહાત્મા એ દરેકની હત્યાનું પાપ પણ એકસરખું ન હોઈ શકે. વળી હત્યા કરનાર દરેકના મનના આશય અને ભાવો એકસરખા નથી હોતા. બીજા જીવોને પોતાના દ્વારા પ્રતિકૂળતા થવી કે બીજાના મનને દૂભવવું ત્યાંથી માંડીને ઘોર હત્યા કરવી ત્યાં સુધીનું ક્ષેત્ર હિંસાનું ગણાયું છે. પરિણામે હિંસાની તરતમતા અનંત કોટિની હોઈ શકે. પ્રેમ અને કરુણા એ મનુષ્યના નૈસર્ગિક ગુણો છે. એ જેમ વધુ સતેજ બને તેમ મનુષ્યની અહિંસાની ભાવના સ્થૂલમાંથી સૂક્ષ્મ તરફ ગતિ કરે. મનુષ્યમાં રહેલાં પ્રેમ અને કરુણા માત્ર પોતાનાં કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, જ્ઞાતિ, ધર્મ કે સમુદાયનાં મનુષ્યો પૂરતાં જ સીમિત ન રહેવાં જોઈએ. માનવપ્રેમ જગતના તમામ માનવો સુધી વિસ્તરવો જોઈએ. પોતાનો દ્વેષ કે ધિક્કાર કરનાર દુશ્મનને પણ જે સાચી રીતે ચાહી શકે તેની ભાવના તેટલી ઊંચી. કેટલાંક માણસોનો પ્રેમ મનુષ્ય ઉપરાંત માત્ર પાળેલાં પ્રાણીઓ સુધી વિસ્તરે છે. એથી આગળ વધી કેટલાંક માણસો હિંસક કે અહિંસક એવાં તમામ પશુપક્ષીઓને ચાહે છે; પણ નાનાં જીવજંતુઓને મારવામાં તેમને કશું જ પાપ જણાતું નથી. તો બીજાં કેટલાંક એથી પણ આગળ વધી નાનામાં નાના એકેન્દ્રિય જીવોની પણ હિંસા ન થાય તેવી રીતે પોતાનો જીવનવ્યવહાર ગોઠવે છે. હવા, પાણી, માટી વગેરેમાં રહેલા સૂક્ષ્મ જીવોનો વિચાર કરીએ તો હિંસા વિના એક ક્ષણ પણ જીવન ન ટકી શકે. એટલે જ અલ્પતમ હિંસાનું ધ્યેય સ્વીકારાયું છે. કેટલાક વિદ્યાર્થીઓ જેમ આગળ ભણે અને પાછળનું ભૂલે, તેમ કેટલાંક માણસો અહિંસાની ભાવનામાં નાનામા નાના જીવો પ્રતિ પહોંચે છે, પરંતુ Page #39 -------------------------------------------------------------------------- ________________ કરુણાની ચરમ કોટિ મોટા જીવોને ભૂલી જાય છે. કીડીને બચાવે, પણ ગરીબ કે લાચાર માણસનું ક્રૂર શોષણ કરતાં જરા પણ ન અચકાય. આવાં માણસોના એકાંગીણ વ્યવહારથી અહિંસાની ભાવના વિશે સામાન્ય લોકોમાં ગેરસમજ પ્રવર્તતી હોય છે, અને ધર્મ વગોવાય છે. કેટલાંક માણસોની ધર્મભાવના માનવદયાથી વધુ વિસ્તરતી નથી. તેઓ એમ માને છે કે માનવહિતનું અને માનવનાં સુખશાંતિનું કાર્યક્ષેત્ર જ એટલું મોટું છે કે એથી બહાર જવાની જરૂર નથી. આ માન્યતા અધૂરી છે, કારણ કે જગતનાં તમામ મનુષ્યોને સર્વકાળ માટે સર્વ રીતે સુખી કરી શકાય તેવું સંસારનું સ્વરૂપ નથી. વળી, માનવતાનું તમામ કાર્ય પૂર્ણ થયા પછી જ અન્ય પ્રાણીઓ પ્રત્યે દયા પ્રગટવી જોઈએ એવું વિભાજિત ઊર્મિતંત્ર મનુષ્યનું નથી. એટલે મનુષ્ય પોતાની ચેતનાનો વિસ્તાર અન્ય મનુષ્ય પૂરતો જ સીમિત કરવાનો પ્રયત્ન કરે તે યોગ્ય નથી. કેટલાક મહાત્માઓના હૃદયમાં જગતનાં તમામ મનુષ્યો પ્રત્યે જેમ પ્રેમ અને કરુણા રહેલાં હોય છે, તેમ જગતનાં તમામ પશુપક્ષીઓ તેમજ સ્થળ કે સૂક્ષ્મ જીવજંતુઓ પ્રત્યે અર્થાત્ તમામ જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા રહેલાં હોય છે. તેમનો કોઈ પણ વ્યવહાર સંસારના કોઈ પણ જીવને મન, વચન અને કાયાથી તથા કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રિવિધેત્રિવિધ જરા પણ દુઃખ ન થાય એ કોટિનો હોય છે. ભગવાન મહાવીરે અહિંસાની ભાવનાને માનવદયા પૂરતી સીમિત ન કરતાં સમગ્ર વિશ્વના તમામ જીવો પ્રતિની દયા સુધી તેને વિસ્તારી. આવી ઉચ્ચતમ જીવદયામાં માનવદયા તો અવશ્ય સમાવિષ્ટ જ છે તે ક્યારેય ભુલાવું ન જોઈએ. ભગવાન મહાવીરે અહિંસાની, પ્રેમ અને કરુણાની ભાવનાને પોતાના જીવનમાં એની ચરમ કોટિ સુધી પહોંચાડી. આ ભાવનાની તરતમતાને પારખવી એ કેટલાંક માટે જો સહેલી વાત ન હોય તો તેને સમજપૂર્વક જીવનમાં ઉતારવી તે તો કેટલી બધી કઠિન વાત ગણાય ! ધર્મની સાચી સમજણ પ્રાપ્ત થાય અને તે પ્રમાણે આચરણ પણ થાય તો એ દ્વારા આત્મશાંતિ અને વિશ્વશાંતિ ઉભય સાધી શકાય. Page #40 -------------------------------------------------------------------------- ________________ સાંવત્સરિક ક્ષમાપના જીવન જીવવા માટે અનેક લોકોના સ્થૂળ કે સૂક્ષ્મ સહકારની અપેક્ષા રહે છે. બધાંની શારીરિક, માનસિક કે આત્મિક શક્તિ એકસરખી હોતી નથી, એથી વ્યક્તિ-વ્યક્તિના પુરુષાર્થમાં ફરક રહે છે; પરંતુ જેમની પાસે કર્મયોગે વધુ શક્તિ હોય છે તેવી વ્યક્તિઓમાં ક્યારેક સહકારને બદલે અસહકાર, સ્વાર્થ, અહંકાર જેવાં લક્ષણો આવી જાય છે. એથી વ્યવહારની સમતુલા ખોરવાય છે. વૈષ, ધિક્કાર, ઈર્ષા, નિંદા, અહિતચિંતા વગેરે ભાવોમાંથી ઘર્ષણ અને વૈરવૃત્તિ પ્રગટ થાય છે. એકબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થાય છે. બદલો લેવાની ભાવના જાગે છે. અનુદારતા, અસહિષ્ણુતા, અક્ષમા વગેરે ની વૃત્તિઓ જોર પકડતાં પરસ્પરનો વ્યવહાર દૂષિત થાય છે. ઉપેક્ષાઅણબનાવથી માંડીને લડાઈ-ઝઘડા સુધી વાત પહોંચે છે. એવા દૂષિત વ્યવહારને ફરીથી સ-રસ, સુખમય, શાંતિમય બનાવવા માટે પ્રેમ, સહકાર, ઉદારતા, સહિષ્ણુતા વગેરેની સાથે ક્ષમાની પણ અતિશય આવશ્યકતા રહે છે. પોતની ભૂલનો એકરાર કરીને ક્ષમા માગવી અને પોતાના પ્રત્યે બીજાએ ભૂલ કરી હોય તો તે માટે તેને ઉદાર દિલથી ક્ષમા આપવી એમ ઉભય પ્રકારે, ક્ષમાપના કરવાની હોય છે. આપણું અજ્ઞાન, આપણી ક્યાં ભૂલ થઈ છે તેનું ભાન આપણને ક્યારેક થવા દેતું નથી. કેટલીક ભૂલો તદ્દન નજીવી હોય છે; તો કેટલીક ભયંકર, જીવસંહારની કોટિ સુધીની હોય છે. જે માણસ જાગ્રત છે તે પોતાની ભૂલ સમજાતાં એકરાર કરીને તત્પણ ક્ષમા માગી લે છે. ક્યારેક ભૂલની ખબર મોડી પડતાં ક્ષમા માગવામાં સકારણ વિલંબ થાય છે. ક્યારેક આપણી ભૂલ ઇરાદાપૂર્વકની હોય, તો ક્યારેક અજાણતાં થઈ ગઈ હોય. ક્યારેક કેટલાક અશુભ વિચારો આપણા ચિત્તમાં ઊઠીને શમી જાય છે. એના માત્ર આપણે Page #41 -------------------------------------------------------------------------- ________________ સાંવત્સરિક ક્ષમાપના ૩૧ પોતે જ સાક્ષી હોઈએ છીએ. ક્યારેક અશુભ વિચારા બીજા આગળ શબ્દમાં વ્યક્ત થઈ જાય છે, પરંતુ એ પ્રમાણે સ્થૂળ આચરણ કરતાં આપણે અટકીએ છીએ; તો ક્યારેક વિચારના આવેગ કે ભાવના આવેશ પ્રમાણે સ્થૂળ દોષ પણ કરી બેસીએ છીએ. મનુષ્યનું ચિત્તતંત્ર એટલું બધું સંકુલ છે કે એમાં ઊઠતા પ્રત્યેક અશુભ વિચારની ગણતરીપૂર્વકની નોંધ રાખવાનું સરળ નથી. માટે જ ક્ષમાપનાનો આચાર વ્યાપક કારણે અને ધોરણે સ્વીકારવાની જરૂર રહે છે. એટલા માટે જ મન, વચન અને કાયાથી તથા કરતાં, કરાવતાં અને અનુમોદતાં એમ ત્રિવિધેત્રિવિધ પ્રકારે (નવ કોટિએ) અને તે પણ જાણતા-અજાણતાં થયેલો દોષો માટે ક્ષમા માગવાની હોય છે. એ માગતી વખતે ગરીબ-તવંગર, સુશિક્ષિત-અશિક્ષિત, નાના-મોટા, ગુરુ-શિષ્ય, શેઠ-નોકર ઇત્યાદિના ભેદનો વિચાર ન કરતાં પોતે જ સામેથી ક્ષમા માગી લેવી જોઈએ. આપણે કયા માણસની ક્ષમા માગીશું ? માત્ર માણસ શા માટે ? સમસ્ત જીવરાશિની હાથ જોડી, નતમસ્તકે, હૃદયમાં ધર્મભાવ ધારણ કરીને ક્ષમા માગીએ, કે જેથી અજાણતાં કોઈ પણ જીવની ક્ષમા માગવાનું રહી ન જાય. શાસ્ત્રકાર કહે છે : सव्वस्स जीवरासिस्स भावओ धम्मनिहिअ निअ चित्तो। सव्वं खमावईता खमामि सव्वस्स अहयंपि।। શાસ્ત્રકારોએ કાળની દૃષ્ટિએ દૈનિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એવા ચાર મુખ્ય પ્રકાર ક્ષમાપના માટે બતાવ્યા છે. પહેલા ત્રણ પ્રકાર ચૂકી જવાય તો છેવટે સાંવત્સરિક ક્ષમાપના તો દરેક માણસે અવશ્ય કરી જ લેવી જોઈએ, કે જેથી એ ઋણમાંથી મુક્ત થઈ જવાય. શાસ્ત્રકારો કહે છે કે જે માણસ સાંવત્સરિક ક્ષમાપના ચૂકી જાય છે એના કષાયો અનંતાનુબંધી બની જાય છે. વળી એને જો સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તો તે ચાલ્યું જાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે અને કષાયોની મંદતા માટે ક્ષમાના તત્ત્વને એથી જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે. ભૂલ તો બધાંની થાય, પણ ક્ષમા બધાં માગતાં નથી. પરંતુ જે ક્ષમા માગે છે અથવા બીજાને ક્ષમા આપે છે તેના જીવનમાં દૈવી અંશો પ્રગટ થાય છે. To er is human, but to forgive is divine. ક્ષમા માગવી અને આપવી એ અપ્રમત્ત ચિત્તની નિશાની છે. ક્ષમા સાથે જો પશ્ચાત્તાપ, હૃદય-પરિવર્તન, Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૨. જિનતત્ત્વ ફરી એવી ભૂલ ન થાય તે માટેનો સંકલ્પ ઇત્યાદિ સંકળાયેલાં હોય તો તે પ્રકારની ક્ષમા ઊંચા પ્રકારની બને છે. માત્ર ઉપચાર તરીકે શબ્દોચ્ચાર કરીને “મિચ્છા મિ દુક્કડમ્' કહેવું એ દ્રવ્ય-ક્ષમા છે. વ્યવહારમાં એની પણ આવશ્યકતા છે; પરંતુ માણસે દ્રવ્યક્ષમામાં અટકી ન જતાં ભાવ-ક્ષમા સુધી પહોંચવાનું છે. ક્ષમાના પાંચ પ્રકાર ગણાવવામાં આવે છે : ઉપકાર-ક્ષમા, અપકારક્ષમા, વિપાક-ક્ષમા, વચન-ક્ષમા (આજ્ઞા-ક્ષમા) અને ધર્મ-ક્ષમા. જેણે આપણા ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો હોય તેવી વ્યક્તિને એની ભૂલ માટે આપણે તરત માફ કરી દઈએ છીએ. એ ઉપકાર-ક્ષમા છે. જેના તરફથી આપણા ઉપર અપકાર થવાનો ડર રહે છે તેની આપણે તરત માફી માગી લઈએ છીએ. એ અપકાર-ક્ષમા છે. મોટાં અશુભ કર્મોનો દુ:ખદાયક વિપાક જ્યારે થાય છે ત્યારે તે વખતે આપણે આપણાં ભૂતકાલીન અશુભ કર્મોને માટે તથા ભવિષ્યમાં એવાં મોટાં દુઃખો ન આવી પડે એવા ભયથી ક્ષમા માગી લઈએ છીએ. એ વિપાક-ક્ષમા છે. તીર્થકર ભગવાનની આજ્ઞા-વચન સાંભળીને એમના ઉપદેશ અનુસાર આપણે ક્ષમાયાચના કરીએ છીએ તે વચન-ક્ષમા. સમ્યકત્વ હોય તો જ આવી ક્ષમા આવે. ધર્મની સાચી સમજણમાંથી આત્માના સ્વાભાવિક ધર્મ તરીકે એટલે કે આત્માના સ્વભાવ તરીકે ક્ષમાનો જે ભાવ પ્રગટ થાય છે તે ધર્મ-ક્ષમા છે. ભયંકર નિમિત્તો મળતાં પણ ગજસુકુમાલ, મેતારજ મુનિ વગેરેની જેમ ક્ષમાનો ભાવ રહે તે ધર્મ-ક્ષમા. પહેલા ત્રણ પ્રકારની ક્ષમા અજ્ઞાની-મિથ્યાત્વી માણસોને પણ હોઈ શકે. આ વિવિધ પ્રકારની ક્ષમામાં ધર્મ-ક્ષમા શ્રેષ્ઠ છે. તે અનાયાસ હોય છે. પ્રતિક્ષણ તમામ જીવો પ્રત્યે ક્ષમાનો ભાવ સહજ રીતે જ વહ્યા કરે તે સહજ ક્ષમા છે. આપણી ધર્મક્ષમા સહજ ક્ષમા બની રહેવી જોઈએ. ભૂલનો બચાવ કરી બીજાની સાથે લડવા માટે તત્પર એવા ઘણા લોકો હોય છે. પરંતુ ઘણા એવા સરળ માણસો પણ હોય છે કે જેઓ ભૂલનો સ્વીકાર કરી, તે માટે તરત ક્ષમા માગી લે છે. ક્ષમા માગવી એ બહુ અઘરી વાત નથી. પરંતુ બીજા કોઈએ આપણા પ્રત્યે ભૂલ કરી હોય તો તેનો બદલો ન લેતાં તેને સાચા દિલની ક્ષમા આપવી એ દુષ્કર કાર્ય છે. ઘણાં માણસો બીજા માણસને એની નાનકડી ભૂલ માટે બરાબર પાઠ ભણાવવાના આશયથી ઘણું Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સાંવત્સરિક ક્ષમાપના મોટું વેર વાળે છે. પરંતુ સહિષ્ણુ અને ઉદાર એવા મહામના માણસો એવા પ્રસંગે પણ એને સાચી ક્ષમા આપી, એનું હિત ઇચ્છે છે. બીજા જીવો પ્રત્યે હૃદયમાં સાચો કરુણાભાવ હોય તો જ આમ બની શકે. ક્ષમા એ કરુણાની બહેન છે, અને અહિંસાની દીકરી છે. ક્ષમા ધારણ કરવામાં ઘણી મોટી નૈતિક હિમતની અપેક્ષા રહે છે. એટલા માટે જ ક્ષHIL वीरस्य भूषणम्, क्षमा तेजस्विनाम् गुणः, क्षमा रूपं तपस्विनाम् वगैरे स्तिो પ્રચલિત છે. એટલા માટે જ ક્ષમાના અવતાર એવા પંચ પરમેષ્ઠીને - સાધુથી અરિહંતો(તીર્થકરો)ને આપણે “ક્ષમાશ્રમણ' (ખમાસમણ) કહીને વંદન કરીએ છીએ. કેટલાક કહે છે કે ક્ષમા એ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેની સીડી છે. કેટલાક એને સ્વર્ગના દ્વાર તરીકે ઓળખાવે છે. “Mutual forgiveness of each vice, Such are the gates of paradise." જૈન ધર્મમાં તો ક્ષમાને મોક્ષના ભવ્ય દરવાજા તરીકે ઓળખાવવામાં આવી છે. ક્ષમાના હૃદયપૂર્વકના સાચા ભાવથી જીવને મોટી કર્મનિર્જરા થાય છે. ક્ષમા કર્મક્ષય દ્વારા, મુક્તિ સુધી જીવને પહોંચાડે છે. ક્ષમાપના વગર કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક આરાધના પરિપૂર્ણ થતી નથી. જેણે આરાધનાની ઇમારત ચણવી હોય તેણે ક્ષમાનો પાયો નાખવો પડશે. ક્ષમા માગીને તથા ક્ષમા આપીને જે ઉપશાન્ત થતો નથી તે સાચો આરાધક બની શકતો નથી. ભદ્રબાહુવામીએ એટલા માટે જ કહ્યું છે : जो उवसमइ तस्स अत्थि आराहणा। जो न उवसमइ तस्स नत्थि आराहणा। तम्हा अप्पणा चेव उवसमियव्यं । ક્ષમાની સાથે મૈત્રી જોડાયેલી છે. મૈત્રી હોય ત્યાં વેરભાવ ન હોય. ક્ષમા સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતા સ્થાપવામાં ઘણો મોટો ફાળો આપે છે. એટલા માટે જ કેટલાક લોકોનું નિરંતર ભાવરટણ હોય છે : खामेमि सव्व जीवे, सब्वे जीवा खमंतु मे। मित्ती मे सव्व भूएसु, वेरं मज्झ न केणई।। Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જિનતત્ત્વ હિં બધા જીવોને ખમાવું છું. બધા જીવો મને ક્ષમા આપે. સર્વ જીઓ સાથે મારે મૈત્રી છે. કોઈ સાથે મારે વૈરભાવ નથી.) જૈનોનું પર્યુષણ પર્વ એ ક્ષમાપનાનું પર્વ છે. પર્વ નિમિત્તે પરસ્પર ક્ષમાપના કરાય છે. એમાં ઔપચારિકતા ઘણી હશે. તો પણ જીવનને સુસંવાદી બનાવવામાં આ પર્વનો ફાળો ઓછો નથી. વિશ્વશાંતિની દિશામાં એ એક મોટું પગલું છે. દુનિયાના કોઈ ધર્મમાં ક્ષમાપનાનું અલગ, વિશિષ્ટ, મોટું પર્વ મનાવવાનું ફરમાવ્યું હોય તો તે માત્ર જૈન ધર્મમાં છે. એ એનું મોટું યોગદાન છે. માનવજાત માટે એ મોટું વરદાન છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ સમુદ્દાત અને શૈલેશીકરણ સમુદ્ધાત અને શૈલીકરણ, એ જૈન ધર્મના બે પારિભાષિક શબ્દો છે. એ વિશે જૈન ધર્મમાં જેવી વિચારણા કરવામાં આવી છે તેવી અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. ‘સમુદ્દાત’ એટલે સમ + ઉદ્દાત. સમ એટલે સરખું અને ઉદ્દાત એટલે આરંભ, પ્રયત્ન, સંચલન. એટલે કે કર્મોની સ્થિતિને સરખી ક૨વા માટેનો પ્રયત્ન તે સમુદ્દાત. શૈલ એટલે પર્વત, આત્મ-પ્રદેશોને મેરુ પર્વતની જેમ અચલ કરવાની ક્રિયા તે શૈલેશીકરણ. જડ અને ચેતન તત્ત્વનો સંયોગ એ એક અદ્ભુત ઘટના છે. તેવી જ રીતે જડ અને ચેતન તત્ત્વનો વિયોગ એ પણ એક રહસ્યમય વિસ્મયકારક ઘટના છે. આ સચરાચર વિશ્વમાં જડ અને ચેતન તત્ત્વના સંયોગ અને વિયોગની પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. ચેતન તત્ત્વથી રહિત એવું જડ તત્ત્વ નજરે જોવા મળે છે, પરંતુ જડ તત્ત્વથી રહિત એવું નિર્ભેળ શુદ્ધ ચેતન તત્ત્વ આત્મ તત્ત્વ –નજરે જોઈ શકાતું નથી. જડ અને ચેતન તત્ત્વના સંયોગ-વિયોગની ઘટનાઓમાં બે મહત્ત્વની ઘટનાઓ તે જન્મ અને મૃત્યુની છે. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોથી માંડીને સંન્ની પંચેન્દ્રિય જીવો સુધીમાં આયુષ્ય પ્રમાણે જન્મ-મરણની ઘટના સતત ચાલ્યા કરે છે. જન્મની ઘટનામાં જેટલું વૈવિધ્ય છે તેથી વિશેષ વૈવિધ્ય મૃત્યુની ઘટનામાં છે. વળી જન્મ કરતાં મૃત્યુની ઘટના મનુષ્યને વિશેષ સંવેદનશીલ અને ચિંતનશીલ બનાવે છે. - બધાંનું મૃત્યુ એકસરખું હોતું નથી. તેવી જ રીતે બધાંનો ચેતનરહિત મૃતદેહ પણ એકસરખો હોતો નથી. કોઈકના શબને ઊંચકવા માટે ચાર ડાઘુઓ પણ મળતા નથી. કોઈકના મૃતદેહને નજરે નિહાળવાનું લોકો ટાળતા Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જિનતત્ત્વ હોય છે. બીજી બાજુ કોઈ સંત મહાત્માના મૃતદેહનાં અંતિમ દર્શન કરવા માટે હજારો-લાખો માણસોનો ધસારો થાય છે. કેટલાક એ માટે હજારો માઈલનો પ્રવાસ પણ ખેડે છે. કોઈકનો મૃતદેહ તરત કરમાવા લાગે છે, કાળો અને વિરૂપ બનવા લાગે છે; કોઈકના મૃત ચહેરા ઉપર શાંતિ અને પ્રસન્નતા ઝગારા મારે છે. મહાન સંતો અને યોગી પુરુષોના મૃતદેહ વિશે અવનવી ચમત્કારભરેલી ઘટનાઓ આપણે સાંભળીએ છીએ. સંત ફ્રાન્સિસ ઝેવિયરનો મૃતદેહ ચારસો વર્ષે પણ હજુ અસ્તિત્વમાં છે. (બસો વર્ષ પહેલાં એ કબરમાંથી અખંડ મળી આવ્યો હતો.). મૃત્યુની આગાહી કેટલાકને અગાઉથી થઈ જાય છે. કેટલાક તો દિવસ અને સમય પણ નિશ્ચિત જણાવે છે. “કાળજ્ઞાન' નામના પ્રાચીન ગ્રંથમાં અંતિમ ક્ષણની આગાહીરૂપ વિવિધ લક્ષણો, સમયમર્યાદાઓ સાથે દર્શાવવામાં આવ્યાં છે. મૃત્યુની બરાબર ક્ષણે ઘણાંખરાં માણસો ભાનમાં રહેતાં નથી. કોઈક વિરલ મહાત્માઓ એ ક્ષણે પણ પૂરેપૂરો જાગ્રત હોય છે. જે કેવળજ્ઞાનીઓ હોય છે તેઓ દેહની અંતિમ ક્ષણ સુધી, જડ અને ચેતન તત્ત્વના વિયોગની પળ સુધી, સંપૂર્ણપણે જાગ્રત હોય છે. તે સમયે તેઓ શૈલેશીકરણ નામના સૂમ ક્રિયા કરે છે. એની પહેલાં કેટલાક કેવળજ્ઞાનીઓ સમુઠ્ઠાતની સૂક્ષ્મ ક્રિયા પણ કરે છે. જૈન ધર્મ પ્રમાણે કેવળજ્ઞાન પામ્યા પછી જ મોક્ષપ્રાપ્તિ છે. કેવળી ભગવંતો મોક્ષપ્રાપ્તિ પહેલાં સંપૂર્ણ કર્મક્ષય માટે દેહ અને આત્માની જે મહત્ત્વની ક્રિયાઓ કરે છે તે અનુક્રમે સમુદ્ધાતની અને શૈલેશીકરણની છે. - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય -- એ ચાર ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન પ્રગટે છે. જે જીવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તે જીવનો એ છેલ્લો કે ચરમ ભવ રહે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછીથી તે નિર્વાણના સમય સુધી માત્ર ચાર અઘાતી કર્મો – આયુ, નામ, ગોત્ર અને વેદનીય બાકી રહે છે. ચારેય અઘાતી કર્મોનો ક્ષય થતાં જીવ દેહ છોડી નિર્વાણ પામે છે, એટલે કે આત્મા મોક્ષગતિ અથવા સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી કેવળી ભગવંતોને જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આ ચારેય અઘાતી કર્મો ભોગવવાનાં રહે છે. પરંતુ એમાં આયુષ્યકર્મ કરતાં બાકીનાં ત્રણ કર્મો જો વધુ હોય તો તે એકસરખાં કરવાને Page #47 -------------------------------------------------------------------------- ________________ સમુદ્ધાત અને શેલેશીકરણ માટે એટલે કે એ બાકીનાં ત્રણે કર્મોની સ્થિતિ આયુષ્યકર્મની સ્થિતિ પ્રમાણે કરવા માટે કેવળી ભગવંતો સમુદુઘાત નામની ક્રિયા કરે છે કે જેથી નિર્વાણ સમયે ચારેય કર્મોનો એકસાથે ક્ષય થાય. આયુષ્યકાળ જ્યારે છ મહિના જેટલો કે તેથી ઓછો રહે ત્યારે તેઓ સમુદૂઘાત કરીને વધારાનાં કર્મોને વહેલાં ભોગવી લે છે. કેવળી-સમુદ્ધાત આઠ “સમયમાં કરવામાં આવે છે. સમય એટલે જૈન પરિભાષા પ્રમાણે કાળનું સૂક્ષ્મતમ એકમ. આંખના પલકારા જેટલા કાળમાં અસંખ્યાત “સમય' વીતી જાય છે. સમુદ્ધાતમાં દંડ, કપાટ (કબાટ), પ્રતર (મંથાન) અને લોકપૂરણ (અંતરા) એ નામની ચાર ક્રિયા કરવામાં આવે છે. આ ક્રિયા માટે કેવળી ભગવંતો શરીરમાં રહેલા પોતાના આત્માને – આત્મપ્રદેશોને શરીરની બહાર ફેલાવે છે. પ્રથમ સમયે તેઓ દંડ કરે છે. એટલે કે પોતાના આત્મપ્રદેશોને ચૌદ રાજલોકમાં લોકાત્તપર્યંત ઉપર-નીચે એટલે કે ઊર્ધ્વ શ્રેણીએ અને અધો શ્રેણીએ ગોઠવે છે. એથી આત્મપ્રદેશોની દંડ કે સ્તંભ જેવી આકૃતિ થાય છે. ત્યારપછી બીજા સમયે, દંડરૂપે બનેલા આત્મપ્રદેશોને, દંડની બંને બાજુને (પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ દિશામાં) લોકાન્ત સુધી વિસ્તારે છે. એટલે કબાટ જેવી આકૃતિ થાય છે. ત્રીજા સમયે આત્મપ્રદેશોને બાકીની બે દિશાઓમાં લોકાન્ત સુધી વિસ્તરે છે. એટલે કબાટ જેવી આકૃતિ હવે પ્રતર અથવા મંથાન એટલે કે રવૈયા જેવી થાય છે. ત્યારપછી ચોથા સમયે, બાકી રહેલા આંતરાઓમાં પોતાના આત્મપ્રદેશોને ફેલાવીને લોકપૂરણની ક્રિયા કરે છે. આ રીતે ચાર સમયમાં કેવળી ભગવંતનો આત્મા ચૌદ રાજલોકમાં, સમગ્ર વિશ્વમાં વ્યાપી રહે છે. દરેક આકાશપ્રદેશ ઉપર એકેક આત્મપ્રદેશને ગોઠવી તેઓ કાર્મણ વર્ગણાના વધારાના પુદ્ગલ પરમાણુઓને ખંખેરી નાખે છે. એમ કરવાથી નામ, ગોત્ર અને વેદનીય, એ ત્રણેય કર્મોની સ્થિતિ આયુષ્યકર્મની સ્થિતિ જેટલી થઈ જાય છે. ત્યારપછી કેવળી ભગવંત આત્મપ્રદેશોને સંકોચવાની ક્યિા કરે છે. હવે એનો ક્રમ ઊલટો છે. પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા સમયે અનુક્રમે લોકપૂરણ, મંથાન, કપાટ અને દંડને તેઓ સંકેલી લે છે. એમનો આત્મા હવે ફરીથી શરીરપ્રમાણ થઈ જાય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૮. જિનતત્ત્વ આમ, આંખના પલકારા જેટલા કાળમાં કેવળી ભગવંતના શરીરમાં રહેલો આત્મા શરીર ઉપરાંત બહાર પ્રસરી, ચૌદ રાજલોકમાં વ્યાપી, ફરી પાછો પોતાના શરીરમાં આવી જાય છે. જે કેવળજ્ઞાનીઓની અઘાતી કર્મોની સ્થિતિ એકસરખી હોય તેઓને સમુઘાત કરવાની આવશ્યકતા રહેતી નથી. શૈલેશીકરણની ક્રિયા બધા જ કેવળી ભગવંતો કરે છે. યોગનિરોધ દ્વારા શૈલેશીકરણ થાય છે. યોગ મુખ્યત્વે ત્રણ પ્રકારના છે : મનોયોગ, વચનયોગ, અને કાયયોગ. ચિત્ત, વાણી અને શરીરના આ યોગ સૂક્ષ્મ અને સ્થળ (અથવા બાદર) એમ બે પ્રકારના હોય છે. જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી ધૂળ કે સૂક્ષ્મ પ્રવૃત્તિ છે, એટલે કે સ્થૂળ કે સૂક્ષ્મ યોગ છે. જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી શરીરમાં રહેલા આત્મપ્રદેશો કંપાયમાન રહ્યા કરે છે. જ્યાં સુધી આત્મપ્રદેશો કંપાયમાન રહે છે ત્યાં સુધી કર્મબંધન રહ્યા કરે છે. નવું અઘાતી કર્મ બંધાય નહિ તે માટે આત્મપ્રદેશોને શૈલેશની જેમ, મેરુ પર્વતની જેમ સ્થિર અચલ કરવા જોઈએ. એ માટે મન, વચન અને કાયાના યોગનો નિરોધ કરવો જોઈએ. કેવળી ભગવંતો જીવનની અંતિમ ક્ષણે બધા યોગોનો વિરોધ કરી, શૈલેશીકરણની ક્રિયા કરી, વેશ્યારહિત બની, દેહ છોડી, જન્મ-મરણના પરિભ્રમણમાંથી મુક્ત બની, મોક્ષગતિ પામે છે. એમનો દેહરહિત શુદ્ધાત્મા સિદ્ધશિલાના ઉપરના ભાગમાં હંમેશને માટે, અનંતકાળ માટે બિરાજમાન થાય છે. આમ, સમુદ્ધાત અને શૈલેશીકરણ એ બે સૂક્ષ્મ પ્રક્રિયાઓ છે. સામાન્ય માણસને તરત રસ કે સમજ ન પડે એવી એ ગહન વાત છે. આવું બધું ખરેખર હશે કે કેમ એવી શંકા પણ કેટલાકને થાય. તત્ત્વની જેમને રુચિ હોય અને સમ્યક શ્રદ્ધા હોય તેમને આવી સૂક્ષ્મ યોગ પ્રક્રિયામાં જરૂર રસ પડે. જેને રસ પડે તેને આપણા તત્ત્વજ્ઞાનમાં આવતી આવી ગહન વાતોનું આકલન કરતાં વિસ્મયનો અનુભવ થાય. Page #49 -------------------------------------------------------------------------- ________________ કાઉસગ કાઉસગ્ગ' શબ્દ સંસ્કૃત શબ્દ છાયોત્સf ઉપરથી આવેલો છે. કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ. કાચ ઉત્સ: કાયોત્સા ઉત્સર્ગ એટલે છોડી દેવું, ત્યજી દેવું. કાયોત્સર્ગ એટલે કાયાના હલનચલનાદિ વ્યાપારોને છોડી દેવા અથવા કાયાને છોડી દેવી – ત્યજી દેવી. અર્થાત્ શરીર પરની મમતા છોડી દેવી. જૈન શાસ્ત્રગ્રંથોમાં કાયોત્સર્ગ ઉપરાંત ચૂત્સ શબ્દ પણ વપરાયો છે. ભૂત્ય એટલે વિશેષપણે છોડી દેવું. બૃત્ય ઉપરથી અર્ધમાગધી “ઉસગ્ગ” શબ્દ આવેલો છે. કાઉસગ્નની વ્યાખ્યા શાસ્ત્રકારો નીચે પ્રમાણે આપે છે : (૧) હે મમત્વનિરીક્ષ: કાયોત્સ: . અથવા (૨) રિમિતાવિયા શરીરે મમત્વનિવૃત્તિઃ વાયોત્સ: | કાઉસગ્નમાં નિયત અથવા અનિયત સમય માટે શરીરને સ્થિર કરી, શરીર પરના મમત્વને દૂર કરી, સાધક જિનેશ્વર ભગવાનના ક્ષમા આદિ ઉત્તમ ગુણોનું ચિંતન કરતાં કરતાં આત્મસ્વરૂપમાં લીન થાય છે. ભગવાન મહાવીરે તપના જુદા જુદા પ્રકાર બતાવ્યા છે. એમાં છ પ્રકાર બાહ્ય તપના છે અને છ પ્રકાર આવ્યંતર તપના છે. બાહ્ય તપના પ્રકાર આ પ્રમાણે છે : અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા. આત્યંતર તપના પ્રકાર નીચે પ્રમાણે છે : (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) કાઉસગ્ગ. Page #50 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ બાહ્ય તપ કરતાં આત્યંતર તપ ચડિયાતું છે, અને આવ્યંતર તપમાં કાઉસગ્ગને ઊંચામાં ઊંચું, છેલ્લું સ્થાન આપવામાં આવ્યું છે. તપથી કર્મની નિર્જરા થાય છે. એટલે કે કર્મની નિર્જરાને માટે કાયોત્સર્ગ અથવા કાઉસગ્ગ મોટામાં મોટા પ્રકારનું તપ છે. ૪૦ આત્યંત૨ તપમાં ધ્યાન કરતાં પણ કાઉસગ્ગને ચડિયાતું સ્થાન આપવામાં આવ્યું છે, એ પરથી પણ એનું મહત્ત્વ સમજી શકાશે. એનું કારણ એ છે કે ધ્યાનમાં મન અને વાણી ઉપર સંયમ કે નિયંત્રણ હોય છે. શરીર ઉપરનું નિયંત્રણ હોય તો તે ઇષ્ટ છે, પરંતુ એની અનિવાર્યતા હોતી નથી. કાઉસગ્ગમાં તો મન અને વાણીના સંયમ અથવા નિયંત્રણ ઉપરાંત શરીર ઉપરના સંપૂર્ણ નિયંત્રણની પૂરેપૂરી અપેક્ષા રહે છે. નિયંત્રણથી ઇન્દ્રિયો તથા ચિત્ત સંયમમાં આવી જાય છે. માત્ર વાણીના સંયમને મૌન કહેવામાં આવે છે. વાણી અને મન બંને ઉપરના સંયમને ધ્યાન કહેવામાં આવે છે અને વાણી, મન તથા કાયા એ ત્રણેની સ્થિરતાને કાઉસગ્ગ કહેવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે કાઉસગ્ગમાં ધ્યાન અપેક્ષિત છે. એકલા ધ્યાન કરતાં કાઉસગ્ગ-ધ્યાનને વધારે ચડિયાતું ગણવામાં આવ્યું છે, કારણ કે કાઉસગ્ગ-ધ્યાન વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તીર્થંકર પરમાત્માઓ કાઉસગ્ગ-મુદ્રામાં જ કેવળજ્ઞાન પામે છે અને નિર્વાણ પણ કાઉસગ્ગ-મુદ્રામાં જ પામે છે. એટલે જ કાઉસગ્ગની એ મુદ્રાઓને ‘જિનમુદ્રા’ પણ કહેવામાં આવે છે. ‘ઉપદેશપ્રાસાદ'માં પૂ. લક્ષ્મીસૂરિએ કહ્યું છે : ― प्रायो वाङ्मनसोरेव स्याद ध्याने हि नियंत्रणा । कायोत्सर्गे तु कायस्याप्यतो ध्यानात् फलं महत् । । [ધ્યાનમાં પ્રાય: વાણી અને મનની જ નિયંત્રણા હોય છે; પરંતુ કાયોત્સર્ગમાં તો કાયાની પણ નિયંત્રણા થાય છે. એટલા માટે ધ્યાન કરતાં કાયોત્સર્ગનું ફળ મોટું છે.) અલબત્ત ધ્યાન અને કાઉસગ્ગ ઘણે અંશે પરસ્પરાવલંબી તપ છે તે ભૂલવું ન જોઈએ. જ્યાં ધ્યાન છે ત્યાં અનુક્રમે કાયાની સ્થિરતા આવવાનો સંભવ છે અને જ્યાં કાઉસગ્ગ છે ત્યાં ધ્યાન પ્રવર્ત્યા વગર રહેતું નથી. મનુષ્યના જીવનમાં કાયા, શ્વાસોચ્છ્વાસ, વાણી અને મન એ ચારે Page #51 -------------------------------------------------------------------------- ________________ કાઉસગ્ન ૪૧ ચંચલતાથી, પ્રકંપનથી ભરેલાં છે. એને સ્થિર કરવાની ક્રિયાને જો ધ્યાન કહેવામાં આવે તો ફક્ત કાયાની સ્થિરતાને કાયિક ધ્યાન, શ્વાસોચ્છવાસની મંદતા અથવા સ્થિરતાને અનાપાન ધ્યાન, વાણીની સ્થિરતાને વાચિક ધ્યાન અને મનની સ્થિરતાને માનસિક પ્લાન કહી શકાય. એ ચારેનો સમન્વય થાય તો ઉત્તમ કાઉસગ્ગ-ધ્યાન બને. કાઉસગ્ગ આપણી આવશ્યક ક્રિયાઓમાંની એક ક્રિયા છે. સામાયિક, ચઉવિસત્થો (ચોવીસ તીર્થકરોની સ્તુતિ), ગુરુવંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચકખાણ – એમ છ પ્રકારની ક્રિયાઓને આવશ્યક તરીકે ગણાવી છે. આવશ્યક એટલે અવશ્ય-અચૂક કરવા જેવી આ ક્રિયાઓ દરેકે રોજેરોજ ઓછામાં ઓછી બે વાર કરવી જોઈએ. આ ક્રિયાઓમાં પાંચમી ક્રિયા તે કાઉસગ્ગ છે અને તે પંચમ ગતિને, એટલે કે મોક્ષને અપાવનારી છે એમ કહેવાય છે. કાઉસગ્નમાં ઘણુંખરું નવકારમંત્રનું અથવા લોગસનું ધ્યાન ધરવામાં આવે છે. ક્યારેક અતિચારોનું, જિનેશ્વર ભગવંતના ઉત્તમ ગુણોનું, આત્મસ્વરૂપનું ધ્યાન પણ ધરાય છે. નવકારમંત્ર દ્વારા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ – એ પંચ પરમેષ્ઠિનું ધ્યાન ધરાય છે. લોગસ્સમાં ભગવાન ઋષભદેવથી તે મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થકરોનું ધ્યાન ધરતાં ધરતાં પોતાને એવી સિદ્ધ દશા પ્રાપ્ત થાઓ એવી પ્રાર્થના સહિતનું ધ્યાન ધરાય છે. નવકારમંત્રનો કાઉસગ્ગ આઠ શ્વાસોચ્છવાસના પ્રમાણનો ગણાય છે. લોગસ્સનો કાઉસગ્ગ પચીસ શ્વાસોચ્છવાસ-પ્રમાણ કરવાનો હોય છે. એટલા માટે શ્વાસોચ્છવાસ-પ્રમાણ લોગસ્સનો કાઉસગ્ગ ચંદેસ નિમલ્લયરા” એ પદ સુધીનો કરવાનો હોય છે. લોગસ્સ સૂત્ર ગણધરરચિત મનાય છે. એ સૂત્ર મંત્રગર્ભિત છે અને એની સાથે યોગપ્રક્રિયા જોડાયેલી છે. લોગસ્સમાં દર સાતમા તીર્થંકર પછી, એટલે કે સાત, ચૌદ અને એકવીસમા તીર્થંકરના નામ પછી “જિણ' શબ્દ વપરાયો છે. સાત તીર્થંકરના નામોચ્ચાર સાથે એક વર્તુળ પૂરું થાય છે. ચોવીસ તીર્થકરોના નામોચ્ચાર સાથે એ રીતે સાડા ત્રણ વર્તુળ થાય છે. આપણા શરીરમાં મૂલાધાર ચક્ર પાસે આવેલી કુંડલિની શક્તિ, સાડા ત્રણ વર્તુળની છે. લોગસ્સનો કાઉસગ્ગ દ્વારા આ કુંડલિની શક્તિને જાગ્રત કરવાની હોય છે. એટલા માટે લોગસ્સનો કાઉસગ્નમાં શ્વાસોચ્છવાસની ક્રિયા પ્રત્યેક પદ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સાથે (યજ્ઞના ૩HTFT) જોડવાની હોય છે. પ્રતિક્રમણમાં લોગસ્સનો કાઉસગ્ગ કરાય છે. જેમ પ્રતિક્રમણ મોટું તેમ કાઉસગ્ગ પણ મોટો. દૈનિક પ્રતિક્રમણમાં ચાર લોગસ્સનો, પાક્ષિકમાં બારનો, ચાતુર્માસિકમાં વીસનો અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં ચાલીસ લોગસ્સ ઉપરાંત એક નવકારનો એટલે કુલ ૧૦૦૮ શ્વાસોચ્છ્વાસનો કાઉસગ્ગ કરાય છે, કારણ કે ૧૦૦૮ની સંખ્યા મહિમાવંતી છે. જે વ્યક્તિ લોગસ્સનો કાઉસગ્ગ શ્વાસોચ્છવાસનું બરાબર ધ્યાન રાખીને કરે છે, તે કાઉસગ્ગ દ્વારા વિશિષ્ટ શક્તિ અનુભવે છે. જિનતત્ત્વ જેઓ પ્રાણાયામ સાથે નવકારમંત્ર કે લોગસ્સનો કાઉસગ્ગ કરવાને અસમર્થ હોય છે, તેઓ મંત્ર કે સૂત્રના વાચિક કે માનસિક જાપ કરવા સાથે કાઉસગ્ગ કરી શકે છે. અલબત્ત પ્રાણાયામ સાથેના કાઉસગ્ગ કરતાં આવા કાઉસગ્ગનું ફળ ઓછું છે, એવું શાસ્ત્રકારોએ દર્શાવ્યું છે. કાયોત્સર્ગ વિવિધ હેતુઓથી કરાય છે. કોઈ શુભ કાર્યમાં બાધા, વિઘ્ન કે અંતરાય ન આવે તે માટે પ્રારંભમાં કાઉસગ્ગ થાય છે. તેવા કાર્યની પૂર્ણાહુતિ પછી પણ કાઉસગ્ગ કરાય છે. ક્રોધ, માન, માયા અને લોભના ઉપશમ માટે, દુઃખક્ષય માટે કે કર્મક્ષય માટે, દોષોની આલોચના માટે, શ્રુતદેવતા, ક્ષેત્રદેવતા, ભુવનદેવતા, શાસનદેવતા વગેરેની આરાધના માટે, પ્રાયશ્ચિત્ત માટે, છીંક, અપશુકન વગેરેના નિવારણ માટે, જિનેશ્વર દેવોના વંદન-પૂજન માટે, તપ-ચિંતન માટે, નવપદ, વીસ સ્થાનક, સૂરિમંત્ર વગેરેની આરાધના માટે, તીર્થયાત્રા માટે, કુસ્વપ્ન-દુ:સ્વપ્ન નિષ્ફળ બનાવવા માટે, પ્રતિષ્ઠા, અંજનશલાકા ઇત્યાદિ ક્રિયાઓ પ્રસંગે, દીક્ષા, પદવી, યોગોહન, ઉપધાન ઇત્યાદિ ક્રિયાઓ પ્રસંગે, સાધુ-સાધ્વીઓના કાળધર્મ પ્રસંગે, ઉત્તરીકરણ માટે, પ્રાયશ્ચિત્ત માટે, વિશુદ્ધિકરણ માટે, નિ:શલ્ય થવા માટે, પાપનો ક્ષય કરવા માટે, મોક્ષપ્રાપ્તિ માટે એમ વિવિધ પ્રસંગે વિવિધ હેતુઓ માટે જૈન શાસ્ત્રોમાં કાઉસગ્ગ કરવાનું વિધાન જોવા મળે છે. ટૂંકમાં કહેવું હોય તો કહેવાય કે કાઉસગ્ગ વગરની કોઈ ધર્મક્રિયા નથી. જૈન ધર્મમાં આ રીતે કાઉસગ્ગ ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. સામાયિક, ચૈત્યવંદન, પ્રતિક્રમણ, પચ્ચક્ખાણ ઇત્યાદિ રોજની કેટલીય ધર્મક્રિયાઓમાં પણ કાઉસગ્ગ અનિવાર્ય મનાયો છે. ‘ઇરિયાવહી’, ‘તસ્સુત્તરી’, ‘કરેમિ ભંતે’, ‘અન્નત્થ', ‘અરિહંત ચેઇયાણં’, ‘વૈયાવચ્ચગરાણં' ઇત્યાદિ Page #53 -------------------------------------------------------------------------- ________________ કાઉસગ્ગ ૪૩ સૂત્રોમાં કાઉસગ્નના હેતુ, આગાર, ક્રિયા વગેરે અર્થસભર શબ્દોમાં દર્શાવવામાં આવ્યા છે. “ચૈત્યવંદન-ભાષ્ય'માં કહ્યું છે : चउ तस्स उत्तरीकरण-पमुह सद्धाइआ य पण-हेऊ। वेयावच्चगराणं तिणि इअ हेउ-वारसगं।। તસ્સ ઉત્તરીકરણ' પ્રમુખ ચાર હેતુઓ, “સદ્ધાએ, મેહાએ..” ઇત્યાદિ પાંચ હેતુઓ અને “વૈયાવચ્ચગરાણ' પ્રમુખ ત્રણ હેતુઓ – એમ કુલ બાર હેતુઓ કાયોત્સર્ગના જાણવા. “તસ્સ ઉત્તરીકરણ'ના ચાર હેતુઓ છે : (૧) થયેલાં પાપોની આલોચના માટે, (૨) પાપના પ્રાયશ્ચિત્ત માટે, (૩) અંતરની વિશદ્ધિ માટે અને (૪) નિ:શલ્ય થવા માટે “સદ્ધાએ, મેહાએ...” ઇત્યાદિ પાંચ હેતુઓ છે : (૧) શ્રદ્ધાની વૃદ્ધિ માટે, (૨) મેધા નિર્મળ થવા માટે, (૩) ચિત્તની સ્વસ્થતા માટે, (૪) ધારણાની વૃદ્ધિ માટે અને (૫) અનુપ્રેક્ષા માટે. “વેયાવચ્ચગરાણ પ્રમુખ ત્રણ હેતુઓ છે : (૧) સંઘના વૈયાવૃજ્ય માટે, (૨) રોગાદિ ઉપદ્રવોને શાંત કરવા માટે અને (૩) સમ્યગુ-દષ્ટિઓને સમાધિ કરાવવા માટે દેવ-દેવીઓની આરાધના નિમિત્તે. આમ, બાર હેતુઓ માટે “કાઉસગ્ગ” બતાવવામાં આવ્યો છે. કાયોત્સર્ગમાં દેહની મમતાના ત્યાગ ઉપર ભાર મુકાયો છે. દેહને સ્થિર કરી દેવામાં આવ્યો હોય, પરંતુ સ્થળ દેહ પ્રત્યે પ્રબળ આસક્તિ રહ્યા કરતી હોય તો તે કાયોત્સર્ગ માત્ર સ્થળ બની રહે છે. જ્યાં સુધી શરીર પ્રત્યેની આસક્તિ છે ત્યાં સુધી આધ્યાત્મિક સાધના અધૂરી રહે છે. સાધનામાં શરીરની મમતા બાધારૂપ બને છે. સાધક પોતાના દેહને સ્નાન-વિલેપન ઇત્યાદિ દ્વારા સુશોભિત, વસ્ત્ર-અલંકાર ઇત્યાદિ દ્વારા સુસજ્જ અને મંડિત કરવામાં રચ્યોપચ્યો રહે છે ત્યાં સુધી એણે કરેલો કાઉસગ્ગ સારો કાઉસગ્ગ બનતો નથી, કારણ કે દેહરાગનો ત્યાગ તે સાચા કાઉસગ્નનું પ્રથમ લક્ષણ છે. શરીરની મમતા ઓછી થવા લાગે અથવા છૂટે તો માણસ બહિર્મુખ મટી અંતર્મુખ બની શકે છે. દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કરવા માટે, દેહાધ્યાસ છોડવા માટે, આત્મામાં લીન બનવા માટે કાયોત્સર્ગ મોટામાં મોટું સાધન છે. કાયોત્સર્ગમાં શરીરની નિશ્ચલતા પર્વત જેવી અચલ હોવી જોઈએ. દેહાધ્યાસ ઓછો થાય ત્યારે કાઉસગમાં સ્થિર થયેલા માણસને ડાંસ-મચ્છર કરડે તો પણ માણસ નિશ્ચલ રહી શકે છે. ઊંચી કોટિએ પહોંચેલા મહાત્માઓ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જિનતત્ત્વ ઘોર ઉપસર્ગો થાય તો પણ કાઉસગ્ન-ધ્યાનમાંથી ચલિત થતા નથી. કાઉસગ્નધ્યાનમાં રહેલા સાધકને કોઈ ચંદનનું વિલેપન કરે તો પણ તે પ્રસન્નતા ન અનુભવે અને કોઈ તાડન-છેદન કરે તો તે આર્ત-રૌદ્ર ધ્યાન ન ધરે. “આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે મનુષ્ય, તિર્યંચ કે દેવ દ્વારા ઉપસર્ગ થાય તો પણ જે સમતાપૂર્વક સહન કરે છે તેનો કાઉસગ્ગ વિશુદ્ધ હોય છે. तिविहाणुवसग्गाणं दिव्वाणं माणुसाण तिरियाणं। सम्ममाहयासणाए काउसग्गो काउसग्गो हवइ सुद्धो।। જિનદાસગણિએ કાઉસગ્નના બે મુખ્ય પ્રકાર બતાવ્યા છે : દ્રવ્ય કાઉસગ્ગ અને ભાવ કાઉસગ્ગ. દ્રવ્ય કાઉસગ્નમાં શરીરની ચંચળતા અને મમતા દૂર કરીને જિનમુદ્રામાં સ્થિર થવાનું હોય છે. સાધન જ્યારે એવી રીતે દ્રવ્ય કાઉસગ્નમાં સ્થિર થઈને ધર્મધ્યાન અને શુક્લ-ધ્યાનમાં મગ્ન બને છે ત્યારે એનો કાઉસગ્ન ભાવ કાઉસગ્ગ બને છે. ભાવ કાઉસગ્નમાં સાંસારિક વાસનાઓના ત્યાગ ઉપર, આર્ત અને રૌદ્ર ધ્યાનના ત્યાગ ઉપર, કષાયોના ત્યાગ ઉપર તથા અશુભ કર્મબંધનના ત્યાગ ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ઉત્થિત, આસિત અને શાયિત એમ મુખ્ય ત્રણ પ્રકારના કાઉસગ્નમાં ઉસ્થિત કાઉસગ્ગ સર્વશ્રેષ્ઠ મનાયો છે. આ પ્રકારનો કાઉસગ્ન કરનારે સીધા ટટ્ટાર ઊભા રહેવું જોઈએ. બે પગ સરખા રહેવા જોઈએ અને બંને પગ ઉપર સરખો ભાર રહેવો જોઈએ. બંને એડી પાછળથી જોડેલી અને પંજા વચ્ચે ચાર આંગળનું અંતર હોવું જોઈએ. બંને હાથ બંને બાજુ સીધા લટકતા હોવા જોઈએ. દૃષ્ટિ સીધી સામે અથવા નાસાગ્ર ઉપર સ્થિર હોવી જોઈએ. લશ્કરી તાલીમમાં Attention Position (સાવધાન) કરાવાય છે તેવી રીતે કાઉસગ્ગ હોવો જોઈએ. આવા પ્રકારના કાઉસગ્ગને કાયાની દૃષ્ટિએ વિશુદ્ધ કહ્યો છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે : वोसिरियबाहुजुगले, चउरंगुले अंतरेण समपादो । सव्वगचलणरहिओ, काऊसग्गो विसुद्धो दु ॥१५१।। ભાવાર્થ તે કાયોત્સર્ગ વિશુદ્ધ છે કે જેમાં પુરુષ બંને હાથ લાંબા કરીને, સમપાદ ઊભો રહે છે અને બે પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખે છે તથા શરીરનો કોઈ પણ ભાગ હલાવતો નથી. Page #55 -------------------------------------------------------------------------- ________________ કાઉસગ્ગ આસિત કાઉસગ્ગમાં સાધકે પદ્માસન કે સુખાસનમાં બેસી, કરોડરજ્જુ સીધી ટટ્ટાર રાખી, બંને હાથ બંને ઢીંચણ ઉપર ખુલ્લી હથેળી સાથે ગોઠવી (અથવા બંને હથેળી ચરણ ઉપર નાભિ પાસે એકની ઉપર એક એમ ગોઠવી), દૃષ્ટિ સામેની દિશામાં સીધી અથવા નાસાગ્ર ઉપર સ્થિર કરવી જોઈએ. શાયિત કાઉસગ્ગમાં શવાસનમાં હોઈએ તેવી રીતે સૂતાં સૂતાં, હાથ-પગ ફેલાવ્યા કે હલાવ્યા વગર શરીરને ઢીલું રાખી દૃષ્ટિને સ્થિર કરવાની હોય છે. શરીર અને ચિત્તની જુદી જુદી અવસ્થાને લક્ષમાં રાખી નીચે પ્રમાણે ચાર પ્રકારના કાઉસગ્ગ બતાવવામાં આવ્યા છે : (૧) ઉત્થિત-ઉત્થિત (૨) ઉત્થિત-નિવિષ્ટ ૪૫ (૩) ઉપવિષ્ટ-ઉત્થિત (૪) ઉપવિષ્ટ-નિવિષ્ટ કાયોત્સર્ગ મુદ્રામાં સાધક જ્યારે ઊભો હોય છે અને એનું ચિત્ત જાગ્રત હોય છે, તથા અશુભ ધ્યાનનો ત્યાગ કરીને શુભ ધ્યાનમાં તે લીન હોય છે ત્યારે ઉત્થિત-ઉત્થિત પ્રકારનો કાઉસગ્ગ થાય છે. સાધક જ્યારે કાઉસગ્ગ ધ્યાનમાં ઊભો હોય છે, પરંતુ એનું મન સાંસારિક વિષયોમાં રોકાયેલું હોય છે, અર્થાત્ આર્ત્ત કે રૌદ્રના પ્રકારનું અશુભ ધ્યાન એના ચિત્તમાં ચાલતું હોય છે ત્યારે ઉત્થિત-નિવિષ્ટ પ્રકારનો કાઉસગ્ગ બને છે. કેટલીક વાર સાધક વૃદ્ધાવસ્થાને કારણે કે શારીરિક અશક્તિને કારણે ઊભો રહી શકતો નથી, ત્યારે પદ્માસન કે સુખાસનમાં બેસી કાઉસગ્ગ કરે, પરંતુ એનું જાગ્રત અપ્રમત્ત ચિત્ત જો ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાનમાં લીન બન્યું હોય તો તે ઉપવિષ્ટ-ઉત્થિત પ્રકારનો કાઉસગ્ગ થાય છે. સાધક તંદુરસ્ત અને સશક્ત હોય છતાં પ્રમાદ અને આળસને કારણે બેઠાં બેઠાં કાઉસગ્ગ કરે. વળી કાઉસગ્ગમાં તે અશુભ વિષયોનું ચિંતન કરે અર્થાત્ એની ચિત્તશક્તિ પણ ઊર્ધ્વ બનવાને બદલે બેઠેલી રહે ત્યારે ઉપવિષ્ટનિવિષ્ટ પ્રકારનો કાઉસગ્ગ થાય છે. ભદ્રબાહુસ્વામીએ શરીરની સ્થિતિ તથા મનના ભાવ એ બંને અનુસાર વધુ પ્રકાર પાડી કાઉસગ્ગના નવ પ્રકાર બતાવ્યા છે. કાઉસગ્ગ ઊભાં ઊભાં, બેઠાં બેઠાં, અને સૂતાં સૂતાં કરી શકાય છે. એ ત્રણેય સ્થિતિના ત્રણ ત્રણ એમ નવ પ્રકાર એમણે દર્શાવ્યા છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ४७ જિનતત્ત્વ ધ્યાનના ચાર પ્રકાર છે : આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. આર્ત અને રૌદ્ર ધ્યાન અશુભ ધ્યાન છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન શુભ ધ્યાન છે. ક્યારેય શુભ કે અશુભ એવું કોઈ ધ્યાન ચિત્તમાં ન ચાલતું હોય અને કેવળ શૂન્ય દશા પ્રવર્તતી હોય એવું પણ બને છે. શરીરની સ્થિતિ ઉપરાંત ચિંતનની શુભાશુભ ધારાને લક્ષમાં રાખી ઉપર્યુક્ત નવ પ્રકારો ભદ્રબાહુસ્વામીએ દર્શાવ્યા છે. ભદ્રબાહુસ્વામીએ પ્રયોજનની દૃષ્ટિએ કાયોત્સર્ગના બે પ્રકાર દર્શાવ્યા છે : (૧) ચેષ્ટા કાયોત્સર્ગ અને (૨) અભિભવ કાયોત્સર્ગ. ચેષ્ટા કાયોત્સર્ગ સામાન્ય રીતે દોષની વિશુદ્ધિ માટે કરવામાં આવે છે. અવરજવર કરવામાં, આહાર, શૌચ, નિદ્રા વગેરેને લગતી ક્રિયાઓ કરવામાં જે કંઈ દોષ લાગે છે તેની વિશુદ્ધિને અર્થે દિવસ કે રાત્રિને અંતે અથવા પક્ષ, ચાતુર્માસ કે સંવત્સરને અંતે ચેષ્ટા કાઉસગ્ગ કરવામાં આવે છે. તે નિયત શ્વાસોચ્છવાસ-પ્રમાણ હોય છે. અભિભવ કાયોત્સર્ગ આત્મચિંતન માટે, આત્મિક શક્તિ ખીલવવા માટે, ઉપસર્ગો કે પરીષદોને જીતવા માટે કરવામાં આવે છે. સાધક જંગલ, ગુફા, સ્મશાનભૂમિ, ખંડિયેર વગેરે કોઈ એકાંત સ્થળમાં જઈને અભિભવ કાઉસગ્ગ કરે છે. અભિભવ કાયોત્સર્ગ અચાનક કોઈ સંકટ આવી પડે ત્યારે પણ કરવામાં આવે છે. આગ લાગવી, ધરતીકંપ થવો, હોનારત થવી, દુકાળ પડવો, યુદ્ધ થવું, રાજ્ય તરફથી દમન-પીડન થવું વગેરે પરિસ્થિતિમાં સાધક અભિભવ પ્રકારના કાઉસગ-ધ્યાનમાં સ્થિર થઈ જાય છે; અથવા એવા કાઉસગ્નમાં રહેલા મહાત્માઓ ગજસુકુમાલ, દમદંત રાજર્ષિ વગેરેની જેમ, ઉપસર્ગો થવા છતાં જરા પણ ચલિત થતા નથી; જરૂર પડ્યે પ્રાણત્યાગ થવા દે છે. અભિભવ કાયોત્સર્ગ ઓછામાં ઓછો અંતર્મુહૂર્તનો અને વધુમાં વધુ એક વર્ષની હોય છે. શક્તિ અનુસાર તે અલ્પ સમય, દિવસ, રાત, પક્ષ, ચાતુર્માસ કે એક વર્ષ સુધી કરાય છે. ભગવાન ઋષભદેવના વખતમાં સળંગ એક વર્ષ સુધીના ઉપવાસ કરી શકાતા હતા. ત્યારે એવું શરીરબળ હતું. બાહુબલિએ પોતાના ભાઈ ભરત મહારાજા સાથે યુદ્ધ છોડી દઈને યુદ્ધભૂમિમાં જ એક વર્ષ સુધીનો કાયોત્સર્ગ કર્યો હતો. ધ્યાનમાં તેઓ એવા લીન હતા Page #57 -------------------------------------------------------------------------- ________________ કાઉસગ ૪૭. અને શરીરથી એવા અચલ હતા કે પક્ષીઓએ એમના કાનમાં કે એમની દાઢીના વાળમાં માળા બાંધ્યા હતા. ઉત્તરાધ્યયનસૂત્ર'ના ૨૯મા અધ્યયનમાં કાયોત્સર્ગનો મહિમા સમજાવવામાં આવ્યો છે. પ્રભુ મહાવીરસ્વામીને પ્રશ્ન પૂછવામાં આવે છે : “હે ભગવાન, કાયોત્સર્ગથી જીવને શો લાભ થાય છે ?' ભગવાને કહ્યું : “હે આયુષ્યમાન, કાયોત્સર્ગથી ભૂત અને વર્તમાનકાળના પ્રાયશ્ચિત્ત-યોગ્ય અતિચારોની શુદ્ધિ થાય છે. જેમ મજૂર પોતાના માથેથી બોજો ઉતારી નાખ્યા પછી હળવો થાય છે, તેમ જીવ કાયોત્સર્ગથી કર્મના ભારને ઉતારીને હળવો બને છે. કાર્યોત્સર્ગથી પ્રશસ્ત અધ્યવસાયોમાં વર્તતો જીવ સુખપૂર્વક વિચરે છે.” જૈન માન્યતા અનુસાર કાયોત્સર્ગના શ્વાસોચ્છવાસથી દેવતાનું આયુષ્ય બંધાય છે. અલબત્ત, જીવની પોતાની કક્ષા અને કાયોત્સર્ગના પ્રકાર ઉપર પણ એનો ઘણો આધાર રહે છે. ભવ્ય જીવો કાયોત્સર્ગના એક શ્વાસોચ્છવાસથી ૨,૪૫,૪૦૮ પલ્યોપમ જેટલું દેવગતિનું આયુષ્ય બાંધે છે. એક લોગસ્સના પચીસ શ્વાસોચ્છવાસમાં ૬૧,૩૫, ૧૦ પલ્યોપમનું આયુષ્ય બંધાય છે. આમ શ્રદ્ધા, મેધા, ધી, ધારણા, અનુપ્રેક્ષા ઇત્યાદિ વડે કરાયેલા ઉત્તમ કાયોત્સર્ગનું ઘણું મોટું ફળ શાસ્ત્રકારોએ બતાવ્યું છે. કાયોત્સર્ગમાં કાયાને એક જ સ્થળે સ્થિર કરી દેવાની પ્રતિજ્ઞા લેવાય છે. એની સાથે વાણીની સ્થિરતાની –- મૌનની પ્રતિજ્ઞા પણ લેવાય છે, અને નિશ્ચિત પ્રમાણમાં નિશ્ચિત વિષયનું ધ્યાન કે ચિંતન કરાય છે. (ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણે વોસિરામિ) કાયોત્સર્ગમાં જે ધ્યાન ધરાય છે એ જો શુભ પ્રકારનું રહે તો તે ઉત્તમ કોટિની સાધના બને છે. કાઉસગ્ગ દ્વારા જન્મજન્માંતરનાં મોટાં અશુભ કર્મોનો ઝડપથી ક્ષય કરી શકાય છે. કાઉસગ્ગ આત્મામાં રહેલા દોષોને, દુર્ગુણોને દૂર કરે છે અને ગુણોની વૃદ્ધિ કરે છે. કાઉસગ્ગથી આત્માની શુદ્ધિ થાય છે, અને શુદ્ધિમાં ક્રમે ક્રમે વૃદ્ધિ થતાં, અર્થાત સંપૂર્ણ શુદ્ધિ પામતાં મુક્તિ પ્રાપ્ત થાય છે. જે દોષો કે અતિચારોની શુદ્ધિ એકલા પ્રતિક્રમણથી પણ થતી નથી, તે શુદ્ધિ કાયોત્સર્ગથી થાય છે એમ કહેવાય છે. “ચઉમરણ-પયન્ના'માં કાઉસગ્ગને માટે વ્રણ-ચિકિત્સાની ઉપમા આપવામાં આવી છે. જુઓ : Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જિનતત્ત્વ चरणाईयाराणं जहक्कम वण-तिगिच्छ-रूबेणं। पडिक्कमणासुद्धाणं सोही तह काउसग्गेणं ।। જેવી રીતે ગૂમડાને મલમપટ્ટા લગાડી રોગ નિર્મૂળ કરવામાં આવે છે, તેવી રીતે જીવનમાં રહેલી અશુભ વૃત્તિઓ કે અશુદ્ધિઓને નિર્મૂળ કરીને આત્માના શુદ્ધીકરણનું કાર્ય કાયોત્સર્ગથી થાય છે. કાઉસગ્નમાં શરીરની સ્થિરતાની સાથે ચિત્તની એકાગ્રતાનું અનુસંધાન થતાં ચિંતનધારા વધુ ઉત્કટ ને વિશેષ ફલવતી બને છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાયોત્સર્ગ ધ્યાનમાં ઉગ્ર તપશ્ચર્યા કરે છે. એ જોઈ શ્રેણિક રાજાએ ભગવાન મહાવીરને કરેલા પ્રશ્નનો જવાબ ભગવાન બે વખત જુદે જુદો આપે છે. શુભ વિચારધારામાંથી અશુભ વિચારધારામાં રાજર્ષિ એટલા નીચે ઊતરી જાય છે કે જો તે વખતે દેહ છોડે તો સાતમી નરકે જાય. પરંતુ તત્પણ પોતાની અવસ્થા ત૩૧ ૧તાનું મૂળ આત્મસ્વરૂપ વિચારી, શુભ ધ્યાનની પરંપરાએ રાજર્ષિ ચડવા લાગે છે. જો તેઓ તે વખતે દેહ છોડે તો સર્વાર્થસિદ્ધની દેવગતિ પામે. પરંતુ રાજર્ષિ તો શુભ ચિંતનધારામાં એથી પણ ઊંચે ચડ્યા અને શુક્લ ધ્યાન વડે કેવળજ્ઞાન પામ્યા. ધારો કે આ પ્રકારનું શુભાશુભ ધ્યાન રાજર્ષિએ કાઉસગ્ગ વિના એમ ને એમ કર્યું હોત તો ? તો કદાચ આટલા તીવ્ર શુભાશુભ પરિણામની શક્યતા અને અશુભમાંથી શુભમાં જવાના પરિવર્તનની આટલી ત્વરિત શક્યતા ન હોત. કાઉસગ્ગ ધ્યાનની આ વિશિષ્ટતા છે. સંયમની આરાધના માટે ત્રણ પ્રકારની ગુપ્તિ બતાવવામાં આવી છે : મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. કાયગુપ્તિ બે પ્રકારની છે : એક પ્રકારની કાયપ્તિમાં શરીરની કોઈ પણ પ્રકારની ચેષ્ટાનો સર્વથા અભાવ હોય છે. અને બીજા પ્રકારની કામગુપ્તિમાં શરીરની ચેષ્ટાઓ નિયંત્રિત હોય છે. “ઉપદેશપ્રાસાદમાં શ્રી લક્ષ્મીસૂરિએ કહ્યું છે : कायगुप्तिर्द्विधा प्रोक्ता चेष्टानिवृत्तिलक्षणा। यथागमं द्वितीया च, चेष्टानियमलक्षणा।।१।। પ્રથમ પ્રકારની કામગુપ્તિમાં જો ધ્યાન ઉમેરાય તો તે કાઉસગ બને છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ દ્વારા ઉપસર્ગનો ભય હોય અથવા ભૂખ, તરસ વગેરે પરીષહોનો સંભવ હોય તો પણ કાયાને અડોલ રાખવામાં આવે તો એવી કાયગુપ્તિ કાયોત્સર્ગ બની રહે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ કાઉસગ્ગ ૪૦ આમ કાયપ્તિ અને કાઉસગ્ગ વચ્ચે ભેદ બતાવવો હોય તો એમ કહી શકાય કે જ્યાં જ્યાં કાઉસગ્ગ છે ત્યાં ત્યાં કાયગુપ્તિ અવશ્ય રહેલી છે, પરંતુ જ્યાં જ્યાં કાયગુતિ છે ત્યાં ત્યાં કાઉસગ હોય કે ન પણ હોય. બાહ્ય તપનો એક પ્રકાર “કાયક્લેશ' નામનો છે. એમાં સાધક દેહને સહેતુક કષ્ટ આપે છે. દેહની આસક્તિ છોડવા તથા પ્રવચનની પ્રભાવના કરવા માટે અયન, શયન, આસન, સ્થાન, અવગ્રહ અને યોગ એ છ પ્રકારે સાધક કાયાને કષ્ટ આપે છે. સમ્ય દર્શન સહિત કરેલી આવી વિવિધ કાયક્લેશની ક્રિયાઓ દ્વારા આત્મબળની વૃદ્ધિ થાય છે અને કર્મોની નિર્જરા થાય છે. એક પગે ઊભા રહેવું, એક પડખે સૂઈ રહેવું, સૂર્યની સામે ખુલ્લી નજરે જોયા કરવું, કાંટા, ખંજવાળ સ્વેચ્છાએ સહન કરવાં ઇત્યાદિ પ્રકારનું આ તપ સામાન્ય રીતે ગૃહસ્થો માટે નહિ, પણ સાધુઓ માટે હોય છે. કાયોત્સર્ગમાં કોઈ એક મુદ્રામાં શરીરને સ્થિર કરવાનું છે, એટલે દ્રવ્ય કાયોત્સર્ગનો સમાવેશ કાયક્લેશમાં થાય છે, પરંતુ પ્રત્યેક કાયક્લેશનો પ્રકાર એ કાઉસગ્ગ નથી. કાઉસગ્ગથી કર્મની નિર્જરા થતાં આત્મિક શક્તિ ખીલે છે. વળી કાઉસગ્ગ દ્વારા ચેતનાશક્તિનો વિસ્તાર પણ સાધી શકાય છે. કાઉસગ્ગ દ્વારા અન્યને પણ સહાય કરી શકાય છે. જૈન કથાનુસાર મનોરમાએ શૂળીની સજા પામેલા પોતાના પતિ સુદર્શન શેઠ માટે કાઉસગ્ન કર્યો હતો. યક્ષા સાધ્વીજીને સીમંધર સ્વામી પાસે મોકલવા માટે સમગ્ર સંઘે કાઉસગ કર્યો હતો. આવાં દૃષ્ટાંતો દર્શાવે છે કે કાઉસગ્ગ દ્વારા અન્યને પણ કર્મસિદ્ધાન્તની મર્યાદામાં રહીને સહાય કરી શકાય છે. સાધકે કાઉસગ્ગ પોતાની શક્તિ અનુસાર કરવો જોઈએ. ક્ષેત્ર અને કાળને અનુલક્ષીને સાધકે કાઉસગ્ગ દ્વારા દોષોને નિર્મળ કરતાં જઈ આત્મિક શક્તિ વિકસાવવી જોઈએ. શક્તિ કરતાં ઇરાદાપૂર્વક બીજાને બતાવવા માટે જે સાધક વધુ કે ઓછા સમય માટે કાઉસગ્ગ કરે છે તે સાધક દંભી કે માયાચારી બને છે. સાધકે સારી રીતે કાઉસગ્ન કરવાને માટે જીવજંતુરહિત શુદ્ધ સ્થળ અને વાતાવરણની એવી પસંદગી કરવી જોઈએ કે જેથી વિક્ષેપ ન પડે. પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખીને એકાંત સ્થળમાં કાઉસગ્ન થાય તો તે ઉત્તમ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જિનતત્ત્વ જિનપ્રતિમાની સન્મુખ બેસી પ્રતિમાનું દર્શન કરતાં કરતાં પણ કાઉસગ્ગ કરી શકાય છે. કાયોત્સર્ગ કરવામાં અર્થાત્ શરીરને સ્થિર કરવામાં સાધકે કેટલાક દોષોનું નિવારણ કરવું જોઈએ. શાસ્ત્રોમાં એવા ૧૦ પ્રકારના અતિચાર દર્શાવ્યા છે. ઉદાહરણ તરીકે “ઘોટકપાદ અતિચાર' એટલે કે ઘોડો કેમ થાક ખાવા એકાદ પગ ઊંચો રાખીને ઊભો રહે છે તેવી રીતે ઊભા રહેવું; કુડયાશ્રિત' એટલે કે ભીંતને અઢેલીને ઊભા રહેવું; “કાકાવલોકન' એટલે કે કાગડાની જેમ આમતેમ નજર કરતાં કરતાં કાઉસગ્ગ કરવો; “લતાવક્ર એટલે કે લતા અથવા વેલ પવનમાં જેમ આમતેમ વાંકી ઝૂલે છે તેવી રીતે શરીરને હલાવતાં કાઉસગ્ન કરવો. આવા અતિચારો ન લાગે તેવો કાઉસગ્ન કરવો જોઈએ. કાઉસગ્ન એક પ્રકારની આધ્યાત્મિક યોગપ્રક્રિયા છે. પરંતુ તેથી શારીરિક લાભ પણ અવશ્ય થાય છે. કાઉસગ્ગ દ્વારા શરીર અને ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થતાં રુધિરાભિસરણમાં ફરક પડે છે, શરીર તથા મન તનાવમુક્ત બને છે. કેટલીક શારીરિક કે માનસિક બીમારી માટે દ્રવ્યકાઉસગ્ગ કે ભાવ-કાઉસ અસરકારક ઇલાજ બની રહે છે. . આમ, કાઉસગ્ગ અને કાઉસગ્ગ-ધ્યાન વિશે જેટલી છણાવટ જૈન પરંપરામાં થઈ છે એટલી અન્યત્ર થઈ નથી. સામાન્ય રીતે લોકોનો વિશાળ સમુદાય બાહ્ય તપ કરનારો હોય છે. એમ થવું સ્વાભાવિક પણ છે. પરંતુ ધ્યાન અને કાઉસગ્ગ ઉપર એટલો જ, બલકે એથી પણ વધુ ભાર મૂકવામાં આવ્યો છે એ આપણે ભૂલવું ન જોઈએ. અલબત્ત, એ કક્ષાએ સાચા અધિકારપૂર્વક પહોંચનારી વ્યક્તિઓ ઓછી રહેવાની એ તો દેખીતું છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર જૈનોની શ્વેતામ્બર પરંપરામાં પર્યુષણના દિવસો દરમિયાન ‘કલ્પસૂત્ર’ વાંચનાની પ્રથા સૈકાઓથી ચાલી આવી છે. ‘કલ્પસૂત્ર'નું ખરું નામ ‘પર્યુષણાકલ્પ’ છે. એ ઉપરથી પણ પ્રતીત થાય છે કે આ ગ્રંથની રચના પર્યુષણાપર્વ માટે થયેલી છે. આ ગ્રંથના રચનાર છેલ્લા શ્રુતકેવલી પૂજ્ય શ્રી ભદ્રબાહુસ્વામી છે. વસ્તુત: ‘કલ્પસૂત્ર’ અથવા ‘પર્યુષણાકલ્પ’ એ સ્વતંત્ર ગ્રંથ નથી. પરંતુ ભદ્રબાહુસ્વામીએ રચેલા ‘દશાશ્રુતસ્કંધ' નામના એક વિસ્તૃત ગ્રંથનો તે એક ભાગ છે. ‘દશાશ્રુતસ્કંધ'માં દશ અધ્યયન આપવામાં આવ્યાં છે. એમાંનું આઠમું અધ્યયન તે ‘પર્યુષણાકલ્પ’ છે. આ અધ્યયનનું પઠન-વાંચન પર્યુષણના દિવસોમાં કરવાનો મહિમા હોવાથી એનું મહત્ત્વ એક સ્વતંત્ર ગ્રંથ જેટલું બની ગયું છે. કલ્પ એટલે આચાર. કલ્પ એટલે નીતિ, વિધિ અથવા સમાચારી. વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે તે પ્રમાણે જ્ઞાન, શીલ અને તપની જે વૃદ્ધિ કરે અને દોષોનો નિગ્રહ કરે તે કલ્પ. જૈન શાસ્ત્રોમાં એવા દશ પ્રકારના કલ્પ દર્શાવવામાં આવ્યા છે, જેમ કે આચેલક્યકલ્પ, વ્રતકલ્પ, પ્રતિક્રમણકલ્પ, માસકલ્પ વગેરે. એમાં પર્યુષણાકલ્પ ઘણો મહત્ત્વનો છે, કારણ કે પર્યુષણ એ આરાધનાનું મોટામાં મોટું વાર્ષિક પર્વ છે. પર્યુષણ એ લોકોત્તર પર્વ મનાય છે. એ પર્વના દિવસો દરમિયાન કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ અત્યંત પવિત્ર મનાયું છે. કલ્પસૂત્રનો મહિમા દર્શાવનારાં અનેક વિધાનો પૂર્વાચાર્યોનાં મળે છે. કલ્પસૂત્ર કલ્પવૃક્ષની જેમ મનોવાંછિત ઋદ્ધિ, સમૃદ્ધિ અને આત્મિક સુખ આપે છે. પૂર્વાચાર્યોએ કહ્યું છે કે જે માણસ જિનશાસનની પ્રભાવના કરવાપૂર્વક એકાગ્ર ચિત્તે એકવીસ વાર શ્રદ્ધાસહિત કલ્પસૂત્રનું શ્રવણ કરે છે તે ભવસાગરને જલદી તરી જાય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ एगग्गा चित्ता जिणसासणम्मि पभावणा पूअपरायणा जे । . तिसत्तवारं निसुणंति कप्पं भवन्नवं ते लहुसा तरंति ।। દુનિયામાં ધર્મો ઘણા છે. દરેક ધર્મ વિશે ઠીક ઠીક સાહિત્ય મળે છે. જેમ ધર્મ વધુ ગહન અને પ્રાચીન તેમ તે ધર્મ વિશે લખાયેલું સાહિત્ય સહજ રીતે વિપુલ હોય. હિન્દુ ધર્મ દુનિયાના પ્રાચીન ધર્મોમાંનો એક ધર્મ છે. જૈન ધર્મની પણ જગતના પ્રાચીનતમ ધર્મોમાં ગણના થાય છે. કેટલાક ધર્મોના સાહિત્યમાં કોઈક એક મુખ્ય ગ્રંથ પવિત્ર, પ્રમાણભૂત અને પ્રતિનિધિરૂપ મનાય છે. એમાં તે ધર્મનો બધો નિચોડ આવી જાય છે. હિન્દુ ધર્મમાં “શ્રીમદ્ ભગવદ્ગીતા', ખ્રિસ્તી ધર્મમાં “બાઇબલ' અને ઇસ્લામ ધર્મમાં “કુરાન' પ્રતિનિધિરૂપ ગ્રંથ મનાય છે. કોઈને પ્રશ્ન થાય કે જૈન ધર્મનો એવો પ્રતિનિધિ૩૫ ગ્રંથ ક્યો ? જૈન ધર્મમાં પ્રાચીન ગ્રંથો તે પિસ્તાલીસ આગમો છે. એમાંના કેટલાકમાં ભગવાન મહાવીરની વાણી સચવાયેલી છે અને કેટલાક ગ્રંથો ટીકા કે વિવરણરૂપે લખાયા છે. દિગંબર સંપ્રદાયના પણ કેટલાક પ્રાચીન ગ્રંથો મળે છે. આ બધા ગ્રંથોમાંથી કોઈ એક જ ગ્રંથને પ્રતિનિધિ ગ્રંથ ગણવો હોય તો કોને ગણીશું ? જૈનોના બધા જ ફિરકાને માન્ય અને જેમાં જૈન તત્ત્વજ્ઞાનનો નિષ્કર્ષ આપવામાં આવ્યો છે તેવો ગ્રંથ વાચક ઉમાસ્વાતિકત “તત્ત્વાર્થસૂત્ર' છે. પરંતુ તે ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે; વળી તે ઉત્તરકાલીન છે. એનાથી પ્રાચીન અને અર્ધમાગધીમાં લખાયેલા ગ્રંથોમાંથી કેટલાક એક દષ્ટિએ મહત્ત્વના છે, તો કેટલાક બીજી દષ્ટિએ. આવી જ સ્થિતિ બૌદ્ધ ધર્મગ્રંથોની પણ છે. એના ત્રિપિટક ગ્રંથોના ઘણા વિભાગો છે. અંગ્રેજોએ ભારતમાં અદાલતોની સ્થાપના કરી ત્યારે ધર્મના સોગંદ ખાવા માટે માણસને એના હાથમાં એના ધર્મનો પવિત્ર ગ્રંથ આપવાની પ્રથા ચાલુ થઈ. હિન્દુ, મુસલમાન અને ખ્રિસ્તી માટે તેમનો ધર્મગ્રંથ નિશ્ચિત હતો. તે સમયે જૈનોએ પોતાના એક પવિત્ર ગ્રંથ તરીકે “કલ્પસૂત્ર'નું નામ માન્ય કરાવ્યું હતું. બૌદ્ધોના પ્રતિનિધિરૂપ ધર્મગ્રંથ તરીકે ધમ્મપદનું નામ નિશ્ચિત થયું હતું. જોકે ત્યારે ભારતમાં બૌદ્ધોની ખાસ કશી વસ્તી ન હતી. કલ્પસૂત્ર પ્રતિનિધિરૂ૫ ગ્રંથ છે એટલે એમાં ૪૫ આગમનો સાર આવી જાય છે એવું નથી. (એવો ગ્રંથ હવે તૈયાર કરાવવામાં આવ્યો છે અને એનું નામ સમUIકુત્તરાખવામાં આવ્યું છે. અલબત્ત, એ સંકલનના પ્રકારનો ગ્રંથ Page #63 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ૫૩ છે. કેટલાકની દૃષ્ટિએ એ સંકલન સંતોષકારક નથી.) જૈનોના પ્રાચીન ગ્રંથો તો ઘણા છે, પરંતુ પવિત્ર ગ્રંથ તરીકે કલ્પસૂત્ર મશહૂર છે, કારણ કે એની રચના ચરમ શ્રુતકેવલી પૂજ્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ કરેલી છે અને આ ગ્રંથનું વાચન હજાર કે પંદરસો કરતાં વધુ વર્ષથી જૈન સંઘોમાં પર્યુષણના દિવસો દરમિયાન સાધુ-ભગવંતો દ્વારા સતત થતું આવ્યું છે. કલ્પસૂત્રની ભાષા અર્ધમાગધી છે અને ભગવાનની વાણીની યાદ અપાવે એવી લલિતકોમલ એની પદાવલિ છે. મધુર અને હૃદયસ્પર્શી ભાષામાં લખાયેલા આ ગ્રંથનો પ્રત્યેક શબ્દ જાણે ઘૂંટીઘૂંટીને લખ્યો હોય, એક પણ શબ્દ નિરર્થક લખાયો ન હોય એવી સઘન સમાસયુક્ત એની શૈલી છે. ગ્રંથકાર આખા ગ્રંથમાં શ્રમણ ભગવાન મહાવીરને વારંવાર યાદ કરે છે. તેvi ઋાનેvi તે સમgri Hu મવં મહાવરે.. જેવો વાક્યખંડ ઘણીબધી કંડિકાઓમાં વાંચવા મળે છે. છતાં તે પુનરુચ્ચારણનો દોષ તરીકે કઠતો નથી. બલ્લે તે તાદૃશતા અને ભાવની દઢતાને માટે સુમધુર રીતે પોષક બને છે. કલ્પસૂત્રમાં મુખ્ય ત્રણ વિભાગ છે : (૧) તીર્થકરોનાં ચરિત્ર, (૨) વિરાવલિ અને (૩) સાધુઓની સમાચારી. તીર્થકરોનાં ચરિત્રનો આરંભ ભગવાન મહાવીરસ્વામીના ચરિત્રથી થયો છે. ત્યારથી ભૂતકાળમાં ક્રમાનુસાર ગતિ કરતાં હોઈએ તેમ ત્રેવીસમા પાર્શ્વનાથ ભગવાન, પછી બાવીસમા નેમિનાથ ભગવાન અને એમ કરતાં છેવટે પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનનું ચરિત્ર વર્ણવાયું છે. આ ચરિત્રોમાં સૌથી સવિસ્તર ચરિત્ર તે ભગવાન મહાવીરસ્વામીનું છે. મહાવીરસ્વામીના ચરિત્ર માટે જ જાણે ગ્રંથ લખાયો હોય એવી છાપ પડે છે, કેમ કે આ ગ્રંથમાં સવિસ્તૃત મહત્ત્વ તેને જ અપાયું છે. મહાવીરસ્વામી પછી સાધારણ વિસ્તારથી ચરિત્ર અપાયાં હોય તો તે પાર્શ્વનાથ, નેમિનાથ અને ઋષભદેવ ભગવાનનાં છે. બાકીના તીર્થંકરો વિશે તો એકેક કંડિકામાં નામોલ્લેખ સહિત સમયનો કેટલો આંતરો પસાર થયો તે દર્શાવાયું છે. વિરાવલિના વિભાગમાં ભગવાન મહાવીરસ્વામીના મુખ્ય ગણધર ગૌતમસ્વામીથી શરૂ કરીને સુધર્મા, જંબૂ, પ્રભવ, શäભવ, ભદ્રબાહુ, સ્થૂલિભદ્ર, સુહસ્તી, વજસ્વામી, કાલક, રક્ષિત વગેરે સ્થવિરોની પરંપરા અને તેની શાખાઓ દેવદ્ધિગણિ સુધી વર્ણવાઈ છે. ભદ્રબાહુસ્વામીએ આ ગ્રંથની Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જિનતત્ત્વ રચના કરી હોવાથી એમના પછી થયેલા દેવદ્ધિગણિ સુધીની પાટપરંપરા કેવી રીતે વર્ણવાય એવો પ્રશ્ન સહજ થાય. એટલા માટે જ, વિરાવલિમાં કેટલોક ભાગ પાછળથી ઉમેરાયેલો છે એવો વિદ્વાનોમાં મત પ્રવર્તે છે. જોકે ઉમેરણની ભાષા અને શૈલી મૂળ ગ્રંથને અનુરૂપ છે. સમાચારીના વિભાગમાં સાધુઓના ચાતુર્માસ-વર્ષાવાસ (વાવ) અને તેમના આચારોની વિચારણા કરવામાં આવી છે. એટલે ઘણી કંડિકાઓનો આરંભ વાસવાસ પૂMાવિયા શબ્ધથી થાય છે. સમાચારી એટલે આચાર-પાલન માટેના નિયમો. જૈન સાધુ-સાધ્વીઓ પંચ મહાવ્રતધારી છે. એમના વ્રતના પાલન માટે વિચારપૂર્વક ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે, જેથી આચાર-પાલનમાં શિથિલતા ન આવી જાય. રહેઠાણ, ગોચરી, વિહાર, સ્વાધ્યાય, તપ, ગુરુ આજ્ઞા, પ્રાયશ્ચિત્ત વગેરેને લગતા જે નિયમો આપવામાં આવ્યા છે તે પરથી શ્રમણ-સમુદાયનું જીવન કેટલું કડક, ઊંચું અને આદરણીય છે તે સમજાય છે. પોતાના ઘેષો માટે ક્ષમા માગવી અને બીજાને એના દોષો, અપરાધો માટે ક્ષમા આપવી એ બંને ઉપર ઘણો ભાર તેમાં મૂકવામાં આવ્યો છે. જૈન સાધુ-સાધ્વીઓ ક્ષમાના સાક્ષાત્ અવતાર જેવાં હોવાં જોઈએ. એટલે જ ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે કે જે ક્ષમા માગીને તથા ક્ષમા આપીને શાંત, ઉપશાંત થતો નથી તે સાચો આરાધક થઈ શકતો નથી. जो उवसमइ तस्स अत्थि आराहणा। जो न उवसमइ तस्स नत्थि आराहणा। तम्हा अप्पणा चेव उवसमियव्वं । પર્યુષણના દિવસોમાં સાધુ-સાધ્વીઓએ કલ્પસૂત્રનું વાચન કે શ્રવણ અવશ્ય કરવું જોઈએ, એવી પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. એટલા માટે પર્યુષણના દિવસોમાં વ્યાખ્યાનમાં કલ્પસૂત્ર વંચાય છે અને તેના ઉપર (ઘણુંખરું ખીમશાહી પોથી અનુસાર) વિવરણ થાય છે. કલ્પસૂત્રનું લખાણ ૨૯૧ કંડિકા જેટલું છે. એનું માપ ૧૨૦૦ થી વધુ ગાથી કે શ્લોકપ્રમાણ જેટલું ગણી શકાય. એટલા માટે કલ્પસૂત્ર “બારસાસૂત્ર' તરીકે પણ ઓળખાય છે. પર્યુષણના છેલ્લા સંવત્સરીના દિવસે વ્યાખ્યાન દરમિયાન સાધુ-ભગવંતો આખું બારસાસૂત્ર’ સળંગ વાંચી જાય છે, જે આ પવિત્ર સૂત્રની મહત્તા કેટલી બધી છે તે દર્શાવે છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર પપ પર્યુષણના દિવસોમાં વ્યાખ્યાનમાં કલ્પસૂત્રના વાચનમાં ત્રિશલા માતાનાં ચૌદ મહાસ્વપ્ન અને ભગવાન મહાવીર સ્વામીના જન્મ વિશેનું લખાણ જે દિવસે વંચાય છે તે દિવસ “મહાવીર જયંતી' (મહાવીર જન્મકલ્યાણક વાચન દિન) તરીકે ઊજવાય છે. તે દિવસે સુપન (સ્વખ) ઉતારવાની અને જન્મવધાઈનો ઉત્સવ ઊજવવાની પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવી છે. કલ્પસૂત્ર એક એવો અપૂર્વ ગ્રંથ છે કે જેના ઉપર સમયે સમયે પૂર્વાચાર્યોને સવિસ્તર ટીકા કે વિવરણ લખવાનું મન થયું છે. હજારો શ્લોક એના ઉપર વિવરણરૂપે લખાયા છે જે કલ્પસૂત્રની મૂલ્યવત્તા દર્શાવે છે. એના ઉપર લખાયેલા સંખ્યાબંધ મહત્ત્વના ગ્રંથોમાંના કેટલાક નીચે મુજબ છે : (૧) કલ્પપંજિકા (જિનપ્રભસૂરિકત – વિ. સં. ૧૩૬૪; શ્લોકસંખ્યા ૨૫૦૦). (૨) કલ્પકિરણાવલિ (ઉપાધ્યાય ધર્મસાગરકૃત – વિ. સં. ૧૯૨૮; શ્લોકસંખ્યા ૪૮૧૪) (૩) કલ્પદીપિકા (પંન્યાસ જયવિજયકત - વિ.સં. ૧૯૭૭; શ્લોકસંખ્યા ૩૪૩૨) (૪) કલ્પપ્રદીપિકા (પંન્યાસ સંઘવિજયકૃત – વિ. સં. ૧૯૮૧; શ્લોકસંખ્યા ૩૫૦) (૫) કલ્પસુબોધિકા (ઉપાધ્યાય વિનયવિજયજીકૃત – વિ. સં. ૧૬૯૬) (૯) કલ્પકૌમુદી (ઉપાધ્યાય શાંતિસાગરકૃત – વિ. સં. ૧૭૦૭; શ્લોકસંખ્યા ૩૭૦૭) (૭) કલ્પલતા (ઉપાધ્યાય સમયસુંદરકૃત – વિ. સં. ૧૬૮૫; શ્લોકસંખ્યા ૭૭૦૦). કલ્પસૂત્ર ઉપર આ ઉપરાંત બીજી પણ સંખ્યાબંધ ટીકાઓ મળે છે. વર્તમાન સમયમાં દુનિયાની ઘણી ભાષાઓમાં કલ્પસૂત્રનાં ભાષાંતરો થયાં છે. જર્મનીના ડૉ. હર્મન જે કોબીએ કલ્પસૂત્રનો અંગ્રેજી અનુવાદ અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના સાથે પ્રગટ કર્યો ત્યારથી પાશ્ચાત્ય વિદ્વાનોમાં કલ્પસૂત્રનું નામ વિશેષ જાણીતું થયેલું છે. કલ્પસૂત્રની હસ્તપ્રત તૈયાર કરાવીને જ્ઞાનભંડારમાં પધરાવવાનું કાર્ય અત્યંત પવિત્ર મનાતું આવ્યું છે. એથી કલ્પસૂત્રની ઘણી હસ્તપ્રતો મળે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૬. જિનતત્ત્વ કેટલીક સચિત્ર હસ્તપ્રતો તો સુવર્ણાક્ષરે લખાયેલી છે. કેટલાક શ્રીમંત માણસો કલ્પસૂત્રની સુવર્ણાક્ષરવાળી પ્રત પોતાના ઘરે વસાવે છે. દુનિયાની મોંઘામાં મોંઘી હસ્તપ્રતોમાં કલ્પસૂત્રની હસ્તપ્રતોની ગણના થાય છે. કલ્પસૂત્રની અત્યાર સુધીમાં મળતી જૂનામાં જૂની હસ્તપ્રત વિ. સં. ૧૨૪૭માં તાડપત્ર ઉપર લખાયેલી મળે છે. કલ્પસૂત્ર' એ આપણો અમૂલ્ય વારસો છે. શ્રુતકેવલી પૂ. ભદ્રબાહુસ્વામીની વાણીનો આપણા જીવન ઉપર કેટલો મોટો પ્રભાવ પડ્યો છે ! Page #67 -------------------------------------------------------------------------- ________________ પચ્ચક્ખાણ ‘પચ્ચક્ખાણ’ એ જૈન પારિભાષિક શબ્દ છે. સંસ્કૃત ‘પ્રત્યાખ્યાન’ શબ્દ પરથી આ પ્રાકૃત શબ્દ આવેલો છે. ‘પચખાણ’, ‘પંચખ્ખાણ', ‘પચ્ચખાણ’, ‘પચક્ખાણ' એમ જુદી જુદી રીતે તે ઉચ્ચારાય કે લખાય છે. પ્રત્યાખ્યાન શબ્દ વિશિષ્ટ રીતે યોજાયેલો છે. એમાં ‘પ્રતિ’ અને ‘આ’ એ છે બે ઉપસર્ગો અને ‘ખ્યા’ ધાતુ છે અને તેને ‘અન’ પ્રત્યય લાગેલો છે. ‘પ્રતિ’ એટલે પ્રતિકૂળ, અર્થાત્ આત્માને જે પ્રતિકૂળ હોય તેવી અવિરતિરૂપ પ્રવૃત્તિ. ‘આ’ એટલે મર્યાદા, અને ‘ખ્યા’ એટલે કથન કરવું. આમ, પ્રત્યાખ્યાન એટલે આત્માને પ્રતિકૂળ એવી અવિરતિરૂપ પ્રવૃત્તિઓને મર્યાદામાં બાંધવારૂપ કથન ગુરુસાક્ષીએ ક૨વું તે. એટલા માટે રિહરળીય વસ્તુ પ્રતિ આવ્યાનું કૃતિ પ્રત્યાાનમ્ । એવી વ્યાખ્યા પ્રત્યાખ્યાનની આપવામાં આવે છે. પચ્ચક્ખાણ એટલે સ્વેચ્છાએ લીધેલી એક પ્રકારની પ્રતિજ્ઞા. મનુષ્યના ચિત્તમાં અનેક પ્રકારના સાચા-ખોટા વિચારો ઊઠે છે, અને અનેક પ્રકારની શુભાશુભ અભિલાષાઓ જન્મે છે. બધાં જ મનુષ્યો જો પોતાના ચિત્તમાં ઊઠતી બધી જ અભિલાષાઓને પૂર્ણ કરવા પુરુષાર્થ આદરે, તો જગતમાં સંઘર્ષ અને કલહ એટલો બધો વધી જાય કે મનુષ્યજીવન ટકી જ ન શકે. માણસના ચિત્તમાં જાગતી કેટલીક ગાંડીઘેલી ઇચ્છા બીજાં આગળ વ્યક્ત કરવા જેવી હોતી નથી. કેટલાક દુષ્ટ વિચારોને માણસ પોતાની મેળે અંકુશમાં રાખે છે, કારણ કે એ વ્યક્ત કરવાથી વ્યવહારમાં કેવાં અનિષ્ટ પરિણામો આવશે તે એ જાણે છે. મનુષ્યમાં સાધારણ સમજણશક્તિ અને વિવેકશક્તિ રહેલી છે. એવી કેટલીક અનિષ્ટ ઇચ્છાઓનો તે તરત નિરોધ કરે છે. મનુષ્યનું જીવન સ્વેચ્છાએ જો સંયમમાં રહેતું હોય તો નિયમો કરવાની બહુ જરૂર ન પડે. પરંતુ અજ્ઞાન, પ્રમાદ, કષાય વગેરેને કારણે કેટલીક ન ક૨વાયોગ્ય પ્રવૃત્તિઓ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જિનતત્ત્વ માણસ કરે છે, અથવા એનાથી થઈ જાય છે. ક્યારેક ક૨તી વખતે અને ક્યારેક કર્યા પછી પણ માણસ તેમાં રાચે છે, તો ક્યારેક તેવી પ્રવૃત્તિઓ કરતી વખતે કે કર્યા પછી તેને તે માટે ખેદ થાય છે અને તેવી પ્રવૃત્તિ ફરી ન કરવાનો સંકલ્પ કરે છે, અથવા એવી પ્રતિજ્ઞા લે છે. કરવાયોગ્ય પ્રવૃત્તિ કરવાની પ્રતિજ્ઞા લેવી તેને વ્રત કહેવામાં આવે છે અને ન કરવાયોગ્ય પ્રવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા લેવી તેને પચ્ચક્ખાણ કહેવામાં આવે છે. આથી વ્રત-પચ્ચક્ખાણ શબ્દો ઘણી વાર સાથે બોલાય છે. સામાન્ય વ્યવહારમાં લોકો આ બંને શબ્દોને ક્યારેક એકબીજાના પર્યાય તરીકે વાપરે છે. પચ્ચક્ખાણ એટલે આત્માને અનિષ્ટ કરનાર અથવા આત્માને અહિત કરનાર કાર્યનો મન, વચન અને કાયાથી નિષેધ કરવો તે. એટલા માટે પચ્ચક્ખાણ કરનારે મન, વાણી અને ઇન્દ્રિયોને સંયમમાં રાખવાની આવશ્યકતા છે. જે તે કરી શકે છે તે જ પચ્ચક્ખાણ લેવાને યોગ્ય બને છે. જીવનમાં પચ્ચક્ખાણની આવશ્યકતા શી ? – એવો પ્રશ્ન કોઈકને થાય. માવચિત્ત એટલું બધું ચંચલ છે કે ક્યારે તે અશુભ અને અનિષ્ટ વિચારો અને પ્રવૃત્તિઓમાં રાચશે તે કહી શકાય નહિ. એટલા માટે માણસે જો કોઈકની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી હશે તો તેવી પ્રવૃત્તિ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થતાં તે અચાનક થંભી જશે. પચ્ચક્ખાણ ચિત્તને દૃઢ બનાવવામાં સહાયરૂપ બને છે. પચ્ચક્ખાણ એ એક પ્રકારની વાડ, પાળ અથવા કિલ્લો છે કે જેના વડે અંદર રહેલું ચિત્ત સુરક્ષિત બની જાય છે. જેમ ગાય, ભેંસ વગેરે ઢોર ખેતરમાં ઘૂસી જઈને નુકસાન ન કરે તે માટે ખેતરને વાડ કરવામાં આવે છે, જેમ પાણી વહી ન જાય અથવા ગંદું પાણી અંદર આવી ન જાય એટલા માટે પાળ કરવામાં આવે છે, તેવી રીતે પચ્ચક્ખાણથી મન અને ઇન્દ્રિયોને વશ રાખવાની દૃઢતા આવે છે. જેમ ઘરમાં ચોર, કૂતરું વગેરે પેસી ન જાય તે માટે ઘરનું બારણું બંધ રાખવામાં આવે છે, તેવી રીતે આપણા ચિત્તમાં પાપરૂપી ચોર કે કૂતરું ઘૂસી ન જાય તે માટે પચ્ચક્ખાણરૂપી બારણું બંધ રાખીએ છીએ. માણસ ઘોડા ઉપર સવારી કરે અને તેના હાથમાં જો ઘોડાની લગામ ન હોય તો ઘોડો અંકુશરહિત બની ફાવે તેમ દોડે અને કદાચ પોતાના ઉ૫૨ બેઠેલા સવારને ફગાવી દે. પરંતુ જો લગામ હાથમાં હોય તો ઘોડાને ઇચ્છાનુસાર નિયંત્રણમાં રાખી શકાય. તેવી રીતે ચિત્તરૂપી ઘોડાને નિયંત્રણમાં રાખવાને માટે પચ્ચક્ખાણરૂપી લગામની આવશ્યકતા છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૯ આપણા જીવનને ધર્મરૂપી રાજમાર્ગ ઉપર રાખવાને માટે અને ઇતર પ્રલોભનોમાંથી બચાવવાને માટે પચ્ચક્ખાણ એ ઉત્તમ ઉપાય છે. શાસ્ત્રકારો એટલા માટે કહે છે કે પચ્ચક્ખાણ વિના સુગતિ નથી, મોક્ષ નથી. જો પચ્ચક્ખાણની આવશ્યકતા ન હોય તો નિગોદના જીવો સીધા મોક્ષે જાય. ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો હતો : ‘હે ભગવાન ! પચ્ચક્ખાણનું ફળ શું ?' ભગવાને કહ્યું, ‘હે ગૌતમ ! પચ્ચક્ખાણનું ફળ સંયમ છે.’ सेणं । पच्चख्खाणे किं फले । ગોયમા संजमे નેે પચ્ચખાણ ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : पचख्खाणेण आसवदाराइं निरुंभइ । पचख्खाणेण इच्छानिरोहं जणयई । એટલે કે પ્રત્યાખ્યાનથી આશ્રવદ્વારો એટલે કે પાપનાં દ્વારો બંધ થાય છે અને ઇચ્છાનિરોધ અથવા તૃષ્ણાનિરોધ જન્મે છે. નવાં કર્મ બંધાતાં અટકાવવાં તેને ‘સંવર’ કહે છે. પચ્ચક્ખાણ એટલા માટે સંવરરૂપ ધર્મ ગણાય છે. જૈન ધર્મમાં આરાધક માટે રોજેરોજ કવાયોગ્ય એવાં છ આવશ્યક કર્તવ્યો ગણાવવામાં આવ્યાં છે : (૧) સામાયિક, (૨) ચઉવીસત્યો (ચોવીસ તીર્થંકરોની સ્તુતિ), (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાઉસગ્ગ અને (૬) પચ્ચક્ખાણ. આમાં પચ્ચક્ખાણને પણ રોજની અવશ્ય કરવાયોગ્ય ક્રિયા તરીકે ગણાવવામાં આવ્યું છે. ‘આવશ્યક'ની શુદ્ધિથી દર્શનની શુદ્ધિ, એથી ચારિત્રની શુદ્ધિ, એથી ધ્યાનની શુદ્ધિ થતાં કર્મનો ક્ષય કરી જીવ પરંપરાએ સિદ્ધગતિ પામે છે. જીવન હમેશાં સંયમમાં રહે, કુમાર્ગમાંથી પાછું વળે, પાપાચરણથી અટકે અને સદાચારી બને એટલા માટે મનુષ્ય કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવારૂપ નિયમો ગ્રહણ કરવા જોઈએ. આરંભમાં માણસ પોતાની શક્તિ અને મર્યાદાને લક્ષમાં રાખીને એવા નિયમો ગ્રહણ કરે કે જેનું પાલન ઘણું જ સરળ હોય અર્થાત્ તેવું પાલન કષ્ટ વિના સ્વયમેવ થઈ જ જાય. જેમ જેમ સમય વીતતો જાય, વધુ અને વધુ મહાવરો અથવા અભ્યાસ થતો જાય તેમ તેમ માણસ તેના નિયમોનો સંક્ષેપ કરતો જાય અને શક્તિ વધતાં વધુ કઠિન નિયમો પણ ગ્રહણ કરવા લાગે. આ દૃષ્ટિએ જૈન ધર્મમાં પ્રત્યેક કક્ષાની નાની-મોટી તમામ Page #70 -------------------------------------------------------------------------- ________________ SO જિનતત્ત્વ વ્યક્તિઓની શક્તિ અને મર્યાદાને અનુલક્ષીને ત્યાગ કરવારૂપ પચ્ચક્ખાણના એટલા બધા પ્રકારો દર્શાવ્યા છે કે માણસને જો પચ્ચક્ખાણ લેવાની રૂચિ હોય તો પોતાની પ્રકૃતિ અનુસાર તેવા પ્રકારના પચ્ચક્ખાણની પસંદગી કરવાની અનુકળતા તેને અવશ્ય મળી રહે. આહારના ચાર પ્રકાર છે : અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. વળી દિવસના પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયમાં વિભાજન કરી નિશ્ચિત સમય માટે નિશ્ચિત આહારનો ત્યાગ કરવારૂપ પચ્ચકખાણ રોજેરોજ લેવાનું જૈનોમાં સુપ્રચલિત છે. આહારની જેમ ધનસંપત્તિ તથા ચીજવસ્તુઓના પરિગ્રહની મર્યાદા તથા ગમનાગમન માટે દિશા, અંતર તથા વાહનોની મર્યાદા પણ કેટલાક લોકો રોજેરોજ કરતા હોય છે. હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ વગેરે કેટલાંક મોટાં પાપમાંથી બચવા માટે તથા ક્રોધ, માન, માયા, લોભ, નિંદા, ચાડી વગેરે દૂષણોનો યથાશક્તિ ત્યાગ કરવા માટે આરાધકો વિવિધ પ્રકારનાં પચ્ચકખાણ શક્તિ અનુસાર નિશ્ચિત સમય માટે સ્વીકારતા હોય છે. કેટલીક બાબતોમાં તો કેટલીક વસ્તુના ત્યાગનાં પચ્ચખાણ માવજીવન માણસો લેતાં હોય છે. પચ્ચકખાણ શક્ય તેટલી શુદ્ધ રીતે લેવાં અને તેનું પાલન કરવા પ્રયત્ન કરવો જોઈએ. કેટલાંક માણસો આવેગમાં આવી જઈ, ક્રોધને વશ બનીને કોઈક વસ્તુનો ત્યાગ કરવાની તરત પ્રતિજ્ઞા જાહેર કરી દે છે. ક્યારેક અભિમાનથી, ક્યારેક લુચ્ચાઈથી, ક્યારેક કપટ કરવાના આશયથી, ક્યારેક લોભલાલચને વશ થઈ માણસ પચ્ચકખાણ લે છે. ક્યારેક દુઃખ અને ક્લેશને કારણે, ક્યારેક રાગ અને દ્વેષને કારણે, તો ક્યારેક વેરભાવ અને વટને કારણે માણસ પચ્ચકખાણ લે છે. આવાં પચ્ચકખાણ શુદ્ધ નથી. ભાવશુદ્ધિ એ પચ્ચખાણની પ્રથમ આવશ્યકતા છે. પરાણે, કોઈકના કહેવાથી, મન વગર, નછૂટકે માણસ પચ્ચખાણ લે તો તેમાં ભાવશુદ્ધિ રહેતી નથી. અને તેથી તેવા પચ્ચખાણનું ઝાઝું ફળ મળતું નથી. દ્રવ્ય અને ભાવ ઉભય દૃષ્ટિએ પચ્ચકખાણ શુદ્ધ હોવું જોઈએ. પચ્ચકખાણ ત્રણ પ્રકારનાં શલ્યમિથ્યાત્વશલ્ય, માયાશલ્ય અને નિયાણુશલ્યથી રહિત હોવું જોઈએ. પચ્ચખાણ માટે શાસ્ત્રકારોએ વિવિધ પ્રકારની શુદ્ધિ દર્શાવી છે. ભાવની દૃષ્ટિએ પચ્ચકખાણમાં નીચે પ્રમાણે છે પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ : Page #71 -------------------------------------------------------------------------- ________________ પચ્ચક્ખાણ (૧) સ્પર્શિત (વિધિપૂર્વક ઉચિત કાળે લેવું), (૨) પાલિત (વારંવાર સંભારીને સારી રીતે પાલન કરવું), (૩) શોધિત (શુદ્ધ રીતે કરવું), (૪) તીરિત (સમયમર્યાદા પૂરી થાય તેથી પણ થોડા અધિક કાળ માટે કરવું), (૫) કીર્તિત (સારી રીતે પૂરું થાય પછી ફરીથી તેને સંભારવું) અને (૬) આરાધિત (પહેલી પાંચે શુદ્ધિ સાથે સંપૂર્ણ રીતે આનંદ અને ઉલ્લાસપૂર્વક પાર પાડવું). વળી (૧) શ્રદ્ધાશુદ્ધિ, (૨) જ્ઞાનશુદ્ધિ, (૩) વિનયશુદ્ધિ, (૪) અનુભાષણશુદ્ધિ, (૫) અનુપાલનશુદ્ધિ અને (૬) ભાવશુદ્ધિ એમ છ પ્રકારની શુદ્ધિ પણ પચ્ચક્ખાણની ગણાવવામાં આવે છે. ૧ મનુષ્યના મનના વ્યાપારોનું અને એની બાહ્ય ક્રિયાનું કેટલું ઝીણવટપૂર્વક સૂક્ષ્મ અવલોકન પૂર્વાચાર્યોએ કર્યું છે તે પચ્ચક્ખાણની વિવિધ પ્રકારની શુદ્ધિ ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે તે પરથી જોઈ શકાય છે. પચ્ચક્ખાણ અથવા પ્રત્યાખ્યાન વિશે જૈન પરંપરામાં છેક પ્રાચીન સમયથી મીમાંસા થતી આવી છે. પ્રત્યાખ્યાન વિશે જૈન આગમસાહિત્યમાં વિશદ અને ગહન છણાવટ થયેલી છે. ભગવતીસૂત્રના સાતમા શતકમાં ‘પ્રત્યાખ્યાન’નું સ્વરૂપ, તેનાં ભેદો અને લક્ષણો આપવામાં આવ્યાં છે. જૈન આગમગ્રંથોમાંનું ‘દૃષ્ટિવાદ' નામનું બારમું અંગ લુપ્ત થઈ ગયું છે. પરંતુ અન્ય સંદર્ભો પરથી નિશ્ચિતપણે જાણી શકાય છે કે ‘દૃષ્ટિવાદ’ નામના અંગમાં ‘પ્રત્યાખ્યાન પ્રવાદપૂર્વ’ નામનું એક ‘પૂર્વ’ હતું. આ ‘પૂર્વ'માં પચ્ચક્ખાણ વિશે ચોરાસી લાખ જેટલાં પદ હતાં એમ કહેવાય છે. પચ્ચક્ખાણ વિશેના લુપ્ત થઈ ગયેલા આ પૂર્વની પદસંખ્યા જોતાં પણ સહેજે સમજી શકાય એમ છે કે તેમાં એ વિશે કેટલી બધી વિગતે છણાવટ થઈ હશે ! પચ્ચક્ખાણ વિશે આગમસાહિત્ય, આવશ્યકનિર્યુક્તિ વગેરે ટીકાગ્રંથો ઉપરાંત ઘણા બીજા ગ્રંથોમાં વિગતે વિચારણા થઈ છે. તે બધામાં હરિભદ્રસૂરિ અને હેમચન્દ્રાચાર્યના ગ્રંથો ઉપરાંત ‘શ્રાદ્ધવિધિ', ‘પ્રવચનસારોદ્વાર', ‘યતિદિનચર્યા’ તથા ચૈત્યવંદન અને ગુરુવંદન વિશે ભાષ્ય લખનાર મહાન જૈનાચાર્ય દેવેન્દ્રસૂરિના ‘પ્રત્યાખ્યાન’ વિશેના ભાષ્યમાં એ વિષયની મહત્ત્વની છણાવટ થઈ છે. એવી જ રીતે શ્રી માણવિજયગણિવરે ‘ધર્મસંગ્રહ’ નામના ગ્રંથમાં પણ પચ્ચક્ખાણના અધિકારમાં એના પ્રકારો અને પેટાપ્રકારોની ઝીણવટપૂર્વક ચર્ચાવિચારણા કરી છે. આ ઉપરાંત ‘સંવેગ રંગશાળા' વગેરે Page #72 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ બીજા કેટલાક ગ્રંથોમાં પણ પચ્ચકખાણના વિષયનું વિશદ નિરૂપણ થયેલું છે. આ બધા શાસ્ત્રગ્રંથોમાં પચ્ચખાણના વિવિધ પ્રકારો અને તેના પેટાપ્રકારો બતાવવામાં આવ્યા છે. પચ્ચખાણના મુખ્ય બે પ્રકારો તે “મૂળ ગુણાત્મક' અને “ઉત્તર ગુણાત્મક' છે. કહ્યું છે : प्रत्याख्यानं द्विधा प्रोक्तं मूलोत्तरगुणात्मकं । द्वितीयं दशधा ज्ञेयं अनागतादिभेदकं ।। અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચને મૂળ ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. સામાયિક, પૌષધ, દિપરિમાણ, અતિથિસંવિભાગ વગેરેને ઉત્તર ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. ઉત્તર ગુણ મૂળ ગુણના પોષણને અર્થે હોય છે. પચ્ચખાણના આ બે મુખ્ય પ્રકારો ઉપરાંત નીચે પ્રમાણે દસ પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે : (૧) અનાગતઃ અનાગત એટલે ભવિષ્ય. ભવિષ્યમાં જે પચ્ચખાણ કરવાની ભાવના હોય, પરંતુ થઈ શકે તેમ ન હોય, તે પચ્ચખાણ અનિવાર્ય સંજોગોને કારણે વહેલું કરી લેવું તે અનાગત પચ્ચખાણ કહેવાય છે. જેમ કે પર્યુષણના પર્વમાં એક ઉપવાસ, અઠ્ઠમ કે અઠ્ઠાઈ કરવાની ભાવના હોય, પરંતુ કોઈ સાદું -માંદું હોય અને તેને કારણે અથવા બીજા કોઈ કારણે પર્યુષણમાં તેવી તપશ્ચર્યા થઈ શકે તેવા સંજોગો ન હોય, માટે તે તપશ્ચર્યા વહેલી કરી લેવાનું પચ્ચખાણ લેવામાં આવે. આ અનાગત પચ્ચખાણ છે. (૨) અતિક્રાન્ત: પર્વના કે એવા બીજા દિવસોએ અમુક તપશ્ચર્યા કરવાની ભાવના હોય, પરંતુ સંજોગોવશાત તે વખતે તે ન થઈ શકી, તો એ પર્વના દિવસો વીતી ગયા પછી તેવી તપશ્ચર્યા કરી લેવાનું પચ્ચકખાણ લેવું તે અતિક્રાન્ત પચ્ચખાણ છે. (૩) કોટિસહિતઃ એક પચ્ચખાણનો કાળ પૂરો થવા આવ્યો હોય તે પહેલાં જ તેવું કે તેવા પ્રકારનું બીજું પચ્ચકખાણ ઉમેરી લેવું તે કોટિસહિત પચ્ચકખાણ છે. આ પચ્ચકખાણના બે પેટાપ્રકાર છે : જેમ કે ઉપવાસની સાથે ઉપવાસ, આયંબિલની સાથે આયંબિલનું પચ્ચકખાણ ઉમેરી લેવું તેને (૧) સમકોટિસહિત પચ્ચકખાણ કહે છે અને ઉપવાસની સાથે એકાસણું કે અઠ્ઠમની Page #73 -------------------------------------------------------------------------- ________________ પચ્ચક્ખાણ સાથે છઠ્ઠું વગેરે પ્રકારનું પચ્ચક્ખાણ ઉમેરી લેવું તેને (૨) વિષમ કોટિસહિત પચ્ચક્ખાણ કહે છે. ૧૩ (૪) નિયંત્રિત : ગમે તેવા વિપરીત સંજોગો હોય, સંકટ કે વિઘ્ન આવે, રોગ કે ઉપસર્ગ થાય તો પણ લીધેલું પચ્ચક્ખાણ નિશ્ચયપૂર્વક પાર પાડવું જ તે નિયંત્રિત પચ્ચક્ખાણ છે. આ પ્રકારના પચ્ચક્ખાણનો વર્તમાનકાળમાં વિચ્છેદ થયો છે, કારણ કે એવું પચ્ચક્ખાણ ક૨વા માટે શરીરનું જે સંઘયનબળ તથા આયુષ્યબળ જોઈએ તેવું બળ, તથા ભવિષ્યકાળનું જેવું જ્ઞાન હોવું જોઈએ તેવું જ્ઞાન હવેના સમયમાં રહ્યું નથી. (૫) અનાગાર : આગાર એટલે છૂટ અથવા અપવાદ. કોઈ પણ પ્રકારના અપવાદ વગર પ્રાણાન્તે પણ પચ્ચક્ખાણ પાર પાડવામાં આવે તે અનાગાર પચ્ચક્ખાણ કહેવાય. આ પચ્ચક્ખાણમાં પણ ‘અન્નથણાભોગ’ (અજ્ઞાનને લીધે) અને ‘સહસાગાર’ (અચાનક) એવા બે અપવાદો તો રાખવા જ પડે છે. (૭) સાગાર : સાગાર એટલે આગારસહિત અર્થાત્ છૂટ અથવા અપવાદસહિત. પચ્ચક્ખાણમાં જો અપવાદ ન હોય તો પચ્ચક્ખાણનો વારંવાર ભંગ થવા લાગે અને ભંગ થવાની બીકે માણસો પચ્ચક્ખાણ લેતાં ડરે. પરંતુ શાસ્ત્રકારોએ વિવિધ પ્રકારની પરિસ્થિતિનું તથા મનુષ્યના ચિત્ત અને પ્રકૃતિનું સૂક્ષ્મ અવલોકન કરીને કેટલાક અપવાદો સાથે પચ્ચક્ખાણ લેવાનું ફરમાવ્યું છે, જેમ કે અન્ય સ્થાને જતાં અચાનક પચ્ચક્ખાણનું વિસ્મરણ થઈ જાય અને અજાણતાં ભંગ થઈ જાય તો તેવા પ્રકારના ભંગને ભંગ કહ્યો નથી. જેમ કે કોઈએ અમુક ખાદ્ય પદાર્થોનો ત્યાગ કર્યો હોય અને કોઈક ભૂલથી તેવા પદાર્થવાળી વાનગી આપી દે અને ખાધા પછી જ ખબર પડે કે આ પદાર્થનું એમાં મિશ્રણ થયેલું છે. આવે પ્રસંગે અન્નથ્થણાભોગનો અપવાદ રાખેલો હોવાથી પચ્ચક્ખાણના ભંગનો દોષ લાગતો નથી. અલબત્ત, અતિચારનો દોષ લાગે છે, જેની શુદ્ધિ થઈ શકે છે. બીજો આગાર તે સહસાગાર છે. સહસા એટલે અચાનક. માણસને ખ્યાલ આવે તે પહેલાં જ કોઈક એવી ઘટના બની જાય કે જેથી પચ્ચક્ખાણનો ભંગ થાય. તેવી પરિસ્થિતિની છૂટ રાખવામાં આવે છે, જેમ કે કોઈકને ઉપવાસનું પચ્ચક્ખાણ હોય અને વાત કરતાં બેઠાં હોય તે વખતે દૂધ કે એવી કોઈ બીજી વસ્તુનો અચાનક ક્યાંકથી છાંટો ઊડી મોઢામાં પડે તો પચ્ચક્ખાણનો ભંગ થતો નથી. તેવી પરિસ્થિતિની છૂટ તે ‘સહસાગાર' છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૪ જિનતત્ત્વ આમ, દરેક પચ્ચકખાણમાં ઓછામાં ઓછા બે આગાર એટલે કે બે અપવાદ અચૂક રાખવામાં આવે છે : એક “અન્નથ્થણાભોગ” અને બીજો “સહસાગાર”. આ બે ઉપરાંત જુદા જુદા પચ્ચકખાણના પ્રકારને લક્ષમાં રાખીને જુદા જુદા આગાર બતાવવામાં આવે છે. એવા મુખ્ય બત્રીસ આગાર શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. (૭) નિરવશેષઃ ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવો તે નિરવશેષ પચ્ચકખાણ છે. આ પચ્ચખાણ મરણ સમયે લેવાય છે. જેઓ સંખનાગ્રત (સંથારો) લે છે તેમને પણ આ પચ્ચકખાણ લેવાનું હોય છે. (૮) પરિમાણકૃત : પરિમાણ એટલે માપ. આહાર વગેરેમાં અમુક જ વાનગીનું કે અમુક કોળિયાનું માપ નક્કી કરીને આહાર કરવાનું પચ્ચક્ખાણ લેવું તે પરિમાણકૃત પચ્ચકખાણ છે. (૯) સંકેત: કેટલીક વખત અમુક સમયમર્યાદા માટેનું પચ્ચખાણ કર્યું હોય, પરંતુ તે સમયમર્યાદા પૂરી થયા છતાં પચ્ચકખાણ પૂર્ણ કરવાનો અવસર પ્રાપ્ત ન થાય એમ હોય ત્યારે બાકીનો સમય અવિરતિમાં પસાર કરવા કરતાં કોઈ સંકેત ધારણ કરી લેવામાં આવે અને એ સંકેત પ્રાપ્ત થતાં પચ્ચકખાણ પૂર્ણ કરવામાં આવે. કોઈક વખત પચ્ચખાણને યાદ રાખવા માટે પણ એવો સંકેત આલંબનરૂપ બને છે. “મુઠ્ઠી (મૂઠી) સહિત” કે “ગન્ડી (ગાંઠ) સહિત' એ બે પ્રચલિત સંકેતો છે. માણસ મુઠ્ઠી વાળી રાખે અને મુઠ્ઠી ખોલે ત્યારે પચ્ચકખાણ પારે અથવા વસ્ત્રને ગાંઠ વાળી રાખે અને ગાંઠ છોડે ત્યારે પચ્ચકખાણ પૂર્ણ કરે તો તે સંકેત પચ્ચક્ખાણ છે. દીવો બળ્યા કરે ત્યાં સુધી પચ્ચકખાણ કરવું અને દીવો બુઝાય ત્યારે પચ્ચકખાણ પારવું એવી રીતે પણ સંકેત પચ્ચકખાણ લેવાય છે. (૧૦) અદ્ધાઃ અદ્ધા એટલે કાળ. કાળને અનુલક્ષીને જુદા જુદા પ્રકારના આહારની વિવિધ મર્યાદાઓ બાંધવાપૂર્વક જે પચ્ચકખાણ લેવાય છે તેના નીચે પ્રમાણે દસ પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) નવકારસી, (૨) પોરસી, (૩) પુરિમઢ, (૪) એકાસણું, (૫) એકલઠાણું, (૬) આયંબિલ, (૭) ઉપવાસ, (૮) દિવસચરિમ કે ભવચરિમ, (૯) અભિગ્રહ અને (૧૦) વિગઈ. આ બધા પારિભાષિક પેટાપ્રકારોની સૂક્ષ્મ છણાવટ ભિન્ન ભિન્ન જૈન શાસ્ત્રગ્રંથોના પચ્ચકખાણ વિશેના અધિકારમાં થઈ છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ આલોચના આલોચના' અને “અતિચાર' એ બંને જૈન ધર્મના પારિભાષિક શબ્દો છે. આલોચના(અથવા પ્રાકૃત શબ્દ “આલોયણા')નો સાદો અર્થ છે અવલોકન, નિરીક્ષણ, વિવેચન. પોતાના સ્થૂલ કે સૂક્ષ્મ દોષોનું ઝીણવટપૂર્વક અવલોકન કરવું અને ગુરુમહારાજ સમક્ષ તેનો સ્વીકાર કરવો એ માટે જૈન પારિભાષિક શબ્દ છે “આલોચના” અથવા “આલોયણા'. “આલોયણા કરવી” અથવા આલોયણા લેવી' એવો રૂઢપ્રયોગ વપરાય છે. ભગવતીસૂત્ર'ની ટીકામાં “આલોચના'ની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવી છે : आ अभिविधिना सकलदोषाणां लोचनो-गुरुपुरतः प्रकाशना आलोचना। પાપનો અથવા કોઈ દોષનો ચિત્તમાં વિચાર સ્ફરે ત્યારથી શરૂ કરીને તેવું પાપકાર્ય થઈ જાય ત્યાં સુધીની સૂક્ષ્મ અને સ્થૂળ ક્રિયાના ચાર તબક્કા જૈન શાસ્ત્રોમાં ગણાવવામાં આવ્યા છે : અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. આમાં અતિચાર ન કરવા ઉપર જૈન ધર્મમાં બહુ ભાર મૂકવામાં આવ્યો છે કે જેથી અનાચારમાંથી બચી શકાય. માણસે રોજેરોજ સવાર-સાંજ પોતાનાં પાપોની અને ખાસ તો અતિચારોની આલોચના કરવાની હોય છે. ગુરુ કે વડીલ સમક્ષ પ્રામાણિકતાથી, કશું છુપાવ્યા વગર પોતાના દોષો કે અતિચારો કહેવામાં આવે તો તે આલોચના છે. આલોચના (અથવા આલોયણા; આલોયણ) એ પ્રાયશ્ચિત્તનો પણ એક પ્રકાર છે. કેટલાક દોષો એટલા નાના હોય છે કે એના સ્વીકારરૂપ આલોચનાથી એની શુદ્ધિ થઈ જાય છે. એમાં આલોચના એ જ પ્રાયશ્ચિત્ત બની જાય છે. કેટલાક દોષો વધુ ગંભીર હોય છે. એની આલોચના સાંભળ્યા પછી વડીલ વ્યક્તિ કે ધર્મગુરુ તે દોષોની ગંભીરતા મુજબ, પ્રાયશ્ચિત્ત Page #76 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ તરીકે, તેવા દોષો ફરીથી ન થાય તે માટે, શિક્ષારૂપે ઉપવાસાદિ તપ-જપ કરવાનું કહે છે. વ્રતધારી સાધુઓથી થતા દોષો વધારે ગંભીર સ્વરૂપના ગણાય છે. સ્થૂળ કે સૂક્ષ્મ હિંસા, અસત્યકથન, ચોરી કરવી, ચીજવસ્તુ સંતાડવી, બ્રહ્મચર્યનું ખંડન, પાસે પૈસા કે સોનારૂપાની કે ઝવેરાતની વસ્તુઓ રાખવી, ઇત્યાદિ દોષો ક્યારેક સાધુઓથી પણ જાણતાં કે અજાણતાં, સહેતુક કે અહેતુક થઈ જતા હોય છે. એવા અતિચારોની આલોયણા સાધુઓએ પોતાના ગુરુ પાસે લેવાની હોય છે, પરંતુ અતિચારોની આલોચના કરતી વખતે ક્યારેક આલોચનાના અતિચારો પણ થઈ જતા હોય છે. ૭૭ પોતાના દોષોનો એકરાર કરવા માટે ઘણી મોટી નૈતિક હિંમતની જરૂર છે. દોષોનો એકરાર કરવાથી કેટલીક વખત માણસની પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાનો સંભવ છે. લોકનિંદાનો ડર જેવોતેવો નથી. સામાજિક પ્રતિષ્ઠા ધરાવનારા લોકનેતાઓ પોતાની ભૂલનો જાહેરમાં એકરાર કરતાં ખચકાતા હોય છે. ક્યારેક તેમને પોતાના અનુયાયીઓનું બળ ઓછું થવાનો ભય પણ રહે છે. જેમણે વ્રત અંગીકાર કર્યાં હોય એવા સાધુમહાત્માઓ પણ ક્યારેક પોતાના વ્રતભંગની કબૂલાત કરવા વિશે વિમાસણમાં પડી જાય છે. બીજી બાજુ પોતાના નાના કે મોટા એવા તમામ દોષોનો દંભ કે અભિમાન વિના, હૃદયની સરળતા અને નિર્મળતાથી સ્વીકાર કરનાર મહાપુરુષોનાં ઉદાહરણો પણ ઓછાં નથી. એવા સાધુમહાત્માઓ ચારિત્ર્યધર્મની આરાધનામાં પોતાનાથી થતી તમામ ક્ષતિઓનો તરત સ્વીકાર કરી લે છે અને ચિત્તશુદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ કરે છે. આલોચના દ્વારા જીવ માયારહિત થઈ ઋજુભાવ ધારણ કરે છે. જ્યારે વ્યક્તિમાં પોતાના દોષોનો એકરાર કરવાનું નૈતિક બળ થોડું ઓછું હોય છે અને બીજી બાજુ એકરાર કર્યા વગર છૂટકો નથી હોતો ત્યારે એકરારને કારણે પરિણમતી પરિસ્થિતિમાંથી જેટલા બચી શકાય તેટલા બચી જવાની વૃત્તિ તેમનામાં રહે છે. ત્યારે તેવી વ્યક્તિ પોતાના કેટલાક દોષોનો સ્વીકાર કરે છે અને કેટલાક દોષો છુપાવે છે. એવો સ્વીકાર કરતી વખતે પણ તેમનું ચિત્ત કંઈક તર્ક અને કંઈક યુક્તિથી સ્વબચાવ કરવા તરફ રહે છે. કેટલાક સાધુઓમાં પણ ક્યારેક આવી વૃત્તિ જોવા મળે છે. આપણા શાસ્ત્રકારોએ એવા સાધુઓની મનોવૃત્તિઓનું સૂક્ષ્મ અવલોકન કરીને દોષશુદ્ધિ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૭. આલોચના માટે આલોયણા લેવા તત્પર થયેલા સાધુમાં પણ કેવા કેવા દોષો પ્રવેશી જાય છે, તેનું સરસ મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ કરેલું છે. સાધુઓ પણ જ્યારે પોતાના ગુરુ પાસે પોતાના દોષોની આલોચના કરે ત્યારે તેઓએ દસ પ્રકારના અતિચારોમાંથી બચવું જોઈએ એમ ભગવતીસૂત્રમાં લખ્યું છે. दस आलोयणादोस पण्णत्ता, तं जहा - आकंपित्ता, अणुमाणइत्ता, जं दिजें, बायरं य सुहुमं वा। છાં, સદાપત્તાં, વહુ, વ્યત્ત, તવા આકપિત, અનુમાનિત, યદ્દષ્ટ, બાદર, સૂક્ષ્મ, પ્રચ્છન્ન, શબ્દકુલ, બહુજનપૃચ્છા, અવ્યક્ત અને તત્સવી એમ દસ પ્રકારના આલોયણાના દોષ ગણાવવામાં આવ્યા છે. (૧) આકંપિત પોતાના દોષો ગુરુને કહેતાં પહેલાં, એટલે કે આલોયણા લેતાં પહેલાં સાધુ પોતે પોતાના ગુરુની ખૂબ સેવાચાકરી કરે, એમનાં આહારપાણીનું બરાબર ધ્યાન રાખે, એમને વંદન કરવાની વિધિનું ચીવટપૂર્વક સમયસર પાલન કરે અને ગુરુમહારાજને બરાબર પ્રસન્ન કર્યા પછી, એમનામાં દયાભાવ પ્રગટ કર્યા પછી આલોયણા લે કે જેથી ગુરુમહારાજ ઓછું પ્રાયશ્ચિત્ત આપે. ઓછું પ્રાયશ્ચિત્ત લેવાના આશયથી ગુરુમહારાજને પ્રસન્ન કરી લેવાની વૃત્તિ થવી તે યોગ્ય નથી. એ એક પ્રકારનો આલોચનાનો અતિચાર છે. (૨) અનુમાનિત ગુરુ પોતાને કઈ રીતે ઓછું પ્રાયશ્ચિત્ત આપશે એ વિશે પહેલાં અનુમાન કર્યા પછી જ સાધુ પોતાના અતિચારોની આલોચના કરે તે અનુમાનિત દોષ છે. પ્રાયશ્ચિત્તના જુદા જુદા કેવા પ્રકારો છે એ વિશે પહેલાં ગુરુમહારાજને પૂછીને અને પોતાના એકાદ નાનકડા અતિચારની પ્રથમ આલોચના કરીને ગુરુ શું પ્રાયશ્ચિત્ત આપે છે તે જોવું અને તે ઉપરથી અનુમાન કરીને પછી પોતાના કયા કયા અતિચારોનું પ્રાયશ્ચિત્ત લેવાનું પોતાને ફાવશે તેનો વિચાર કર્યા પછી બાકીના કેટલાક અતિચારોનું પ્રાયશ્ચિત્ત લેવું તે અનુમાનિત દોષ છે. એ માટે શિષ્ય પોતે કોઈક વખત ઇરાદાપૂર્વક ગુરુને ખોટું કહે કે, “હે ગુરુમહારાજ ! મારી તબિયત બરાબર રહેતી નથી; મારું શરીર દુર્બળ બની ગયું છે. મારી પાચનક્રિયા બગડી ગયેલી છે. મારાથી તપશ્ચર્યા થતી નથી. માટે આપ જો થોડુંક હળવું પ્રાયશ્ચિત્ત આપો તો હું મારા Page #78 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ અતિચારોની આલોચના કરું.” આમ કહીને, પ્રથમ ગુરુના મનનું અનુમાન કરીને પછી પોતાના અતિચારોની આલોચના કરે તો તેથી પણ “અનુમાનિત પ્રકારનો દોષ થાય છે. (૩) યદષ્ટઃ પોતાના જે દોષો બીજા કેટલાક લોકો જોઈ ગયા છે તેની આલોચના લીધા વગર છૂટકો નથી, એમ સમજીને જે શિષ્ય પોતાના ફક્ત બીજાએ જોયેલા દોષોની આલોચના કરે છે અને જે દોષો બીજાએ જોયા નથી, તે કપટભાવથી પોતાના મનમાં સંતાડી રાખે છે તે શિષ્ય આલોચનાનો યદષ્ટ નામનો દોષ કરે છે. (૪) બાદરઃ કેટલીક વાર આરાધક પોતાનાથી થયેલ અતિચારોમાંથી માત્ર મોટા અને સ્થળ અતિચારોની આલોચના કરે છે, પરંતુ પોતાના સૂક્ષ્મ અતિચારોની આલોચના કરતો નથી. એના મનમાં એવો ભાવ હોય છે કે ગુરુ સમક્ષ હું મારા મોટા મોટા દોષની આલોચના કરું તો એનાથી એવી છાપ ઊભી થશે કે જે વ્યક્તિ મોટા દોષની આલોચના કરે તે નાના નાના દોષની આલોચના તો જરૂર કરે જ ને? આવી રીતે નાના દોષોની આલોચનામાંથી બચી જવા માટે ફક્ત થોડાક મોટા દોષની આલોચના કરવી તે એક પ્રકારનો આલોચનાનો અતિચાર છે. (૫) સૂક્ષ્મ : કેટલીક વાર સાધક પોતાના નાના નાના અતિચારોની આલોચના કરે છે અને પોતાના મોટા દોષોને છુપાવે છે. “જે વ્યક્તિ પોતાના નાનામાં નાના દોષોની આલોચના કરે છે તે મોટા દોષોની આલોચના તો અચૂક કરતી જ હોવી જોઈએ ને ?' એવી છાપ ઊભી કરીને, ગુરુનો વિશ્વાસ પ્રાપ્ત કરીને જે સાધુઓ મોટા દોષો છુપાવે છે અને માત્ર નાના દોષો પ્રગટ કરે છે તે સાધુઓ ભય, મદ અને કપટને કારણે જિનવચનથી વિમુખ બને છે. કેટલીક વખત સાધકના મનમાં ભય રહેલો હોય છે કે પોતાના મોટા દોષોને માટે ગુરુમહારાજ કદાચ વધારે પડતું મોટું પ્રાયશ્ચિત્ત આપી દેશે. એટલા માટે તે પોતાના નાના દોષોની ગુરુ સમક્ષ આલોચના કરીને શું પ્રાયશ્ચિત્ત મળે છે તેનો અંદાજ કાઢ્યા પછી મોટા દોષોનો વિચાર કરે છે. એવા સાધકના મનમાં કપટભાવ રહેલો હોય છે. એટલે તેઓ સાચા સાધક બની શકતા નથી. (૭) પ્રચ્છન્ન : કેટલીક વાર સાધકને પોતાનાં પાપોનો એકરાર કરવામાં લજ્જા ને લોકનિંદાનો એટલો બધો ડર રહે છે કે ગુરુ સમક્ષ પોતાના Page #79 -------------------------------------------------------------------------- ________________ આલોચના અતિચારોનો એકરાર કરતાં તેઓને સંકોચ થાય છે. બીજી બાજુ પોતાના માટે તેમનો અંતરાત્મા ડંખતો હોય છે. એવે વખતે તે બીજાનું કાલ્પનિક નામ આપી અમુક અતિચાર થયો હોય તો તેનું શું શું પ્રાયશ્ચિત્ત મળે એ ગુરુ પાસેથી જાણી લઈને પોતાની મેળે ખાનગીમાં એ પ્રાયશ્ચિત્ત કરી લે છે. (પ્રાચીન કાળમાં લક્ષ્મણા નામનાં સાધ્વીએ એ પ્રમાણે કર્યું હતું.) આ પણ એક પ્રકારનો કપટભાવ છે. એટલે ગુપ્ત રીતે પોતાની મેળે પ્રાયશ્ચિત્ત લઈ પોતાનાં પાપોની શુદ્ધિ કરી લીધી હોવા છતાં તેનું ખાસ ફળ મળતું નથી. કેટલીક વાર સાધક તક જોઈને ગુરુ પાસે બીજું કોઈ હાજર ન હોય તેવે વખતે, પ્રચ્છન્ન સ્થાનમાં ગુરુ સમક્ષ પોતાના અતિચારો માટે આલોચના કરે છે. વળી એ લેતી વખતે પણ પ્રચ્છન્ન રીતે, ગુરુ પણ બરાબર સાંભળી કે સમજી ન શકે તે રીતે પોતાના અતિચારોની આલોચના કરે છે. આ પણ એક પ્રકારનો આલોચનાનો અતિચાર છે. (૭) શબ્દાકુલ શબ્દાકુલ એટલે મોટા અવાજ સાથે અથવા મોટા અવાજ વચ્ચે. કેટલીક વખત પોતાના અતિચારોની આલોચના કરતી વખતે સાધકના મનમાં દેખાવ કરવાની વૃત્તિ જાગે છે. પોતે કેટલા પ્રામાણિક છે અને શુદ્ધ થવાને તત્પર છે એ બીજાઓને બતાવવા માટે, બધા બરાબર સાંભળી શકે એ રીતે જોરશોરથી ગુરુ સમક્ષ તે પોતાના દોષોની આલોચના કરે છે. પોતાના અતિચારો માટે લઘુતા કે લજ્જાનો ભાવ જન્મવાને બદલે પોતાની પ્રશંસા થાય એવો ભાવ તેનામાં જન્મે છે. આત્મશુદ્ધિ માટે નહિ પણ આત્મપ્રશંસા માટે તે આલોચના કરે છે. સાધુએ કે ગૃહસ્થ એવી રીતે આલોચના ન કરવી જોઈએ. સાધુઓમાં પાક્ષિક, ચાતુર્માસિક કે સાંવત્સરિક આલોયણા મોટા સમુદાયમાં જ્યારે લેવાની હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ ત્યાં એકસાથે ઘણા સાધુઓ પોતપોતાના અતિચારોની આલોયણા મોટેથી બોલીને લેતા હોય છે. તે વખતે ત્યાં તે અવાજોની વચ્ચે પોતાના અતિચારો વિશે અસ્પષ્ટ રીતે બોલીને આલોયણા લઈ લેવી એ શબ્દાકુલ પ્રકારનો દોષ છે. (૮) બહુજનપૃચ્છા કેટલીક વાર સાધક પોતાના એક દોષને માટે એક ગુરુ પાસે આલોયણા લીધા પછી પોતે કેટલા બધા સરળ, પ્રામાણિક અને જાગ્રત છે એ બતાવવા અને પોતાનો યશ વધે એટલા માટે બીજા ગુરુઓ પાસે પણ એ જ દોષ માટે ફરીથી આલોયણા લે છે. આમ કરવા પાછળ સાધકનો Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જિનતત્ત્વ આશય પોતાની શુદ્ધિ કરવા કરતાં પોતાની પ્રશંસા વધારવાનો હોય છે. કેટલીક વખત સાધક પોતાના અતિચારોની વાત કર્યા વગર પ્રચ્છન્ન રીતે ઘણા આચાર્યોને તેની આલોયણા વિશે પૂછે છે અને તેમાંથી જે ઓછામાં ઓછું પ્રાયશ્ચિત્ત બતાવે તેમની પાસે જઈને પોતાના અતિચારો કહીને આલોયણા લે છે. આ બહુજનપૃચ્છાના પ્રકારનો આલોયણાનો દોષ છે. કેટલીક વખત સાધકને પોતાના ગુરુમહારાજે આપેલા પ્રાયશ્ચિત્તમાં શ્રદ્ધા બેસતી નથી અને તેથી એ પ્રાયશ્ચિત્ત યોગ્ય છે કે નહિ તેની ચર્ચા બીજા ઘણા વડીલ સાધુઓ સાથે કરે છે. આ રીતે ઘણાની સાથે પોતાના અતિચાર અને પ્રાયશ્ચિત્તની યોગ્યાયોગ્યતાની પૂછપરછ કરવી તે યોગ્ય નથી. (૯) અવ્યક્ત કેટલાક સાધુઓને કયા કયા દોષ માટે શું શું પ્રાયશ્ચિત્ત આપી શકાય તે વિશે ઊંડો શાસ્ત્રીય અભ્યાસ હોતો નથી. કેટલાક સાધુઓ ધક્ષાપર્યાયમાં નાના હોય છે. કેટલાક સાધુઓ જ્ઞાનાભ્યાસમાં નાના હોય છે. આવા ચારિત્રબાલ અથવા આગમબાલ સાધુઓ કે જેમને આલોચના અને પ્રાયશ્ચિત્તની પૂરી ખબર ન હોય તેમની પાસે હેતપૂર્વક જઈને આલોયણા લઈ લેવી અને તેમના અજ્ઞાનનો લાભ ઉઠાવવો એ અવ્યક્તના પ્રકારનો દોષ છે. (૧૦) તત્સવી : તત્સવી એટલે તેવા પ્રકારના દોષોનું સેવન કરનાર. કેટલાક મોટા સાધુઓ પોતે પતનના માર્ગે ઘસડાયા હોય છે. એવા સાધુઓ પાર્શ્વત્થ કહેવાય છે. એમની પાસે પોતાના અતિચારોની આલોયણા લેવી એ પણ એક દોષ છે. સાધક કેટલીક વાર એવો કતર્ક દોડાવે છે, કે જે દોષોનું સેવન પોતાનાથી થયું છે તેવા દોષોનું સેવન અમુક વડીલ સાધુ પણ કરે છે, માટે જો તેમની પાસે દોષોની આલોચના કરવામાં આવે તો તેઓ સહાનુભૂતિપૂર્વક ઓછું પ્રાયશ્ચિત્ત આપશે, કારણ કે પોતાની મર્યાદા તેઓ પણ જાણતા હોય છે. આ રીતે પાર્શ્વત્યમુનિ પાસે આલોયણા લેવી એ તભેવીના પ્રકારનો દોષ છે. સાધુમહાત્માઓના ચિત્તમાં પણ પ્રમત્તાવસ્થામાં કેવા કેવા દોષો પ્રવેશી જાય છે તેનું સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ આપણા આગમગ્રંથોમાં થયું છે. જેમ સાધુઓની બાબતમાં તેમ ગૃહસ્થોના જીવનમાં બને છે. પોતાની ભૂલ, પોતાના વાંક કે દોષનો બચાવ કરવા માટે, પોતાનું ખરાબ ન દેખાય એ માટે, પોતાની માનહાનિ ન થાય એ માટે માણસ અસત્ય, અર્ધસત્ય, અલ્પસત્ય, Page #81 -------------------------------------------------------------------------- ________________ આલોચના વિકૃત સત્ય, સત્યાભાસ, કુતર્ક, વિકલ્પ, અપવાદ, આક્ષેપ, પ્રતિપ્રહાર, નિર્દોષતાનો આડંબર, મિથ્યાભિમાન, દોષદર્શિતા વગેરેનો આશ્રય લેવા લલચાય છે. પારદર્શક વ્યક્તિત્વ કેટલું બધું વિરલ છે તે આવા પ્રસંગોએ આપણને સમજાય છે. એટલા માટે જ સાધક જો નીચે પ્રમાણે દસ ગુણોથી યુક્ત હોય તો જ તે આલોચના લેવા માટે યોગ્ય પાત્ર ગણાય છે : (૧) જાતિસંપન્ન, (૨) કુલસંપન્ન, (૩) વિનયસંપન્ન, (૪) જ્ઞાનસંપન, (૫) દર્શનસંપન્ન, (૬) ચારિત્રસંપન્ન, (૭) ક્ષાન્તક્ષમાવાન, (૮) દાન્ત-ઇન્દ્રિયોને સંયમમાં રાખનાર, (૯) અમારી-માયાકપટ ન કરનાર અને (૧૦) અપશ્ચાત્તાપી-અતિચારની આલોચના કર્યા પછી તે માટે પશ્ચાત્તાપ ન કરનાર. માણસને જે વ્યક્તિમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય તેની પાસે તે પોતાનાં પાપનો એકરાર કરે છે. પોતે કરેલા એકરારની વાત ફૂટી જશે એવો જ્યારે એને ડર રહે છે ત્યારે તે તેમ કરતાં સંકોચ અનુભવે છે. બધાં સમક્ષ જાહેરમાં પોતાનાં પાપોનો એકરાર કરવો એ ઉત્તમ પરિસ્થિતિ છે, પરંતુ તે હંમેશાં વ્યવહારુ નથી. કેટલીક વાર પોતાની સાથે પાપમાં સંડોવાયેલી અન્ય વ્યક્તિઓને જાણતાં-અજાણતાં છાંટા ઊડવાનો સંભવ રહે છે. અન્ય વ્યક્તિઓના હિતને નુકસાન ન થાય એટલા માટે પણ કેટલાક લોકો જાહેરમાં પાપનો એકરાર કરતા નથી, અથવા કરે છે તો પૂરી વિગત વિના કરે છે. જેમની પાસે પાપનો એકરાર કરવાનો હોય એવી વ્યક્તિ સુપાત્ર હોવી જોઈએ, કારણ કે આલોચના કરનાર અને સાંભળનાર એ બે વચ્ચે ભવિષ્યમાં કદાચ અણબનાવ થાય ત્યારે પણ પાપના એકરારની વાતનો તે ગેરલાભ ઉઠાવે નહિ કે તે વડે વેર લેવાનો પ્રયત્ન કરે નહિ. દોષોની આલોચના સાંભળી પ્રાયશ્ચિત્ત કરાવનાર વ્યક્તિના આઠ પ્રકારના ગુણ “ભગવતીસૂત્ર'માં નીચે પ્રમાણે બતાવ્યા છે : (૧) આચારવાનઃ જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ અને વીર્ય એ પાંચ આચારોથી યુક્ત. (૨) અવધારણાવાન : સારી યાદશક્તિ અને ગ્રહણશક્તિ ધરાવનાર, જેથી દોષ અનુસાર શાસ્ત્રસંમત, યોગ્ય પ્રાયશ્ચિત્ત બતાવી શકે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭ર જિનતત્વ (૩) વ્યવહારવાન : આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત એ પાંચ પ્રકારના વ્યવહારના જાણકાર. (૪) અપ્રવિડકઃ લજ્જા કે સંકોચને કારણે શિષ્ય પોતાના દોષ ન બતાવી શકે તો મધુર વત્સલ વાણી દ્વારા એની લજ્જાને દૂર કરી આલોચના કરવા પ્રેરે. (૫) પ્રકુર્વક આલોચના કરનારને અતિચારોની તરત શુદ્ધિ કરાવવામાં સમર્થ. () અપરિસાવી: આલોચના કરનારના દોષોની વાત બીજાને ન જણાવનાર. બીજાના દોષોની ગુપ્ત વાત પોતાના મનમાં જ રાખવી જોઈએ. એ બીજાને કહી દેવાથી આલોચના કરનારનો વિશ્વાસ ઊઠી જાય છે. વળી એથી પોતાને પણ દોષ લાગે છે. (૭) નિર્યાપકઃ આલોચના કરનારને પ્રાયશ્ચિત્ત આપી તે પાર પડાવવામાં કુશળ; આલોચના કરનારની શક્તિને લક્ષમાં રાખી ક્રમે ક્રમે તેની પાસે પ્રાયશ્ચિત્ત કરાવી દોષોની શુદ્ધિ કરાવવામાં સમર્થ. (૮) અપાયદર્શી આલોચના કરવામાં આનાકાની કરનારને તે ન કરવાથી કેવાં કેવાં દુ:ખ ભોગવવાં પડે છે તે શાસ્ત્રાનુસાર સમજાવી તેને આલોચના કરવાની પ્રેરણા કરવામાં નિપુણ. દોષોના એકરાર વખતે સામાન્ય રીતે બે જ વ્યક્તિ હોવી જોઈએ : એક દોષ કહેનાર અને બીજી એ દોષ સાંભળીને તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપનાર. આ પ્રકારની આલોચનામાં ફક્ત બે જ વ્યક્તિ હોવાથી દોષની વાત સાંભળનાર માત્ર ચાર જ કાન હોય છે. માટે એ પ્રકારની આલોચનાને “ચતુષ્કર્ણા આલોચના' કહેવામાં આવે છે. કેટલીક વખત અપવાદરૂપ સંજોગોમાં બીજી એક અથવા બે વ્યક્તિની ઉપસ્થિતિ આવશ્યક મનાય છે, જેમ કે સાધુ વૃદ્ધ હોય, સ્થવિર હોય અને આલોચના લેનાર કોઈ યુવાન સાધ્વી હોય તો તે પ્રસંગે બીજી એક પ્રૌઢ અને જ્ઞાનદર્શનસંપન્ન સાધ્વી પણ ઉપસ્થિત હોવી જોઈએ, જેથી આલોચના લેનાર સાધ્વી લજ્જા કે સંકોચ અનુભવે નહિ. આમાં ત્રણ વ્યક્તિઓ હોય છે માટે આ પ્રકારની આલોચનાને “પકર્ણ આલોચના' કહેવામાં આવે છે. કોઈક વખત આલોચના લેનાર સાધ્વી યુવાન હોય અને આલોચના Page #83 -------------------------------------------------------------------------- ________________ આલોચના ૭૩ આપનાર સાધ પણ યુવાન હોય તો તેવા પ્રસંગે બીજા એક સાધુ અને બીજી એક સાધ્વીની ઉપસ્થિતિ આવશ્યક મનાય છે, જેથી ઉભય પક્ષે કંઈ ગેરસમજ ન થાય અને યુવાન સાધુસાધ્વીની નિષ્કારણ નિંદા ન થાય. આવા પ્રસંગે કુલ ચાર વ્યક્તિ હોવાથી એ પ્રકારની આલોચનાને “અષ્ટકર્તા આલોચના” કહેવામાં આવે છે. આલોચના સાંભળતી વખતે ગુરુ પાસે સામાન્ય રીતે આલોચના લેનાર એક જ શિષ્ય હોવો જોઈએ. શિષ્ય આલોચના કરે તે વખતે એક કરતાં વધારે વડીલ સાધુઓ હાજર હોય તો આલોચના લેનાર શિષ્ય લજ્જિત થઈ જાય, સંકોચ અનુભવે અને પોતાના બધા દોષોની વાત ન પણ કહે. એવી જ રીતે ગુરુમહારાજ એકસાથે ઘણા બધા શિષ્યોને બોલાવીને પોતાના દોષોનો એકરાર કરવાનું કહે તો ગુરુ પોતે બધાની આલોચના એકાગ્રતાથી સાંભળી ન શકે, કદાચ યોગ્ય પ્રાયશ્ચિત્ત ન દઈ શકે. વળી શિષ્ય પોતાના દોષ કહેતાં સંકોચ અનુભવે અને કોઈકના દોષની વાત ફૂટી જવાનો સંભવ પણ રહે. માટે એક સમયે એક જ શિષ્યની આલોચના ગુરુએ પોતે એકલાએ જ પૂરી એકાગ્રતાથી સાંભળવી જોઈએ. અતિગંભીર દોષોની બાબતમાં આ સાવધાની રાખવી જોઈએ. સામાન્ય દોષોની બાબતમાં પ્રસંગાનુસાર અપવાદ કરી શકાય. પોતાના દોષોના કથનની રીતની દૃષ્ટિએ આલોચનાના બે પ્રકાર પાડવામાં આવે છે. કેટલીક વાર શિષ્યના એટલા બધા દોષ થયા હોય કે એનાં સર્વ વ્રતોનું ખંડન થઈ જાય. આવો શિષ્ય પોતાના બધા દોષો ક્રમવાર કહેવાને બદલે સામાન્ય નિવેદન કરતાં કહે કે “હું પાપી છું, તુચ્છ છું, દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય એ રત્નત્રયીની આરાધનામાં કાચો રહ્યો છું. મારે મુનિપણામાં ફરી સ્થિર થવું છે. આ રીતે કરેલી આલોચનાને “સામાન્ય આલોચના' અથવા ઓઘ આલોચના' કહેવામાં આવે છે. જે આલોચનામાં પ્રત્યેક દોષ તેના કાળ તથા પ્રદેશની વિગત સાથે ક્રમબદ્ધ રીતે કહેવાય એ આલોચનાને વિશેષ આલોચના” અથવા “પદવિભાગી આલોચના' કહેવામાં આવે છે. નિશ્ચય અને વ્યવહારની દૃષ્ટિએ આલોચનાના બે પ્રકાર ગણાવવામાં આવ્યા છે. પોતાનાથી થયેલા સર્વ દોષોનો સ્વીકાર કરી, એવા દોષોનો સર્વથા ત્યાગ કરી, તેવા દોષો ફરીથી ન થાય તેવો દઢ સંકલ્પ કરવો કે વ્રત ધારણ કરવું તે “નિશ્ચય આલોચના” છે. પોતાના જે દોષો થયા હોય તેને માટે પશ્ચાત્તાપપૂર્વક માત્ર નિદા કરવી તે “વ્યવહાર આલોચના' છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ દ્રવ્યાદિની અપેક્ષાએ આલોચનાના ચાર પ્રકાર થાય છે : (૧) દ્રવ્ય આલોચના – સચિત્ત, અચિત્ત કે મિશ્ર, પરંતુ અકલ્પનીય એવા કોઈ દ્રવ્યનું સેવન થઈ ગયું હોય તે માટેની આલોચના. (૨) ક્ષેત્ર આલોચના – ગામ કે નગરમાં કે ત્યાં જવાના માર્ગમાં કોઈ દોષનું સેવન થયું હોય તે માટેની આલોચના. (૩) કાલ આલોચના–દિવસે, રાત્રે, પર્વના દિવસે, દુકાળમાં, સુકાળમાં કોઈ દોષનું સેવન થયું હોય તે માટેની આલોચના. (૪) ભાવ આલોચના – પ્રસન્ન કે અપ્રસન્ન ભાવથી, અહંકાર, દ્વેષ કે ગ્લાનિ વગેરેના ભાવથી કોઈ દોષનું સેવન થઈ ગયું હોય તે માટેની આલોચના. આમ, આલોચના (આલોયણા) ઉપર ઘણો ભાર જૈન દર્શનમાં મૂકવામાં આવ્યો છે. રોજેરોજ સવાર-સાંજના પ્રતિક્રમણમાં સાધુએ કે ગૃહસ્થ પોતાના દોષોની આલોચના કરવાની હોય છે. જે આલોચના કરે છે તે જ સાચો આરાધક બની શકે છે. “આવશ્યકનિર્યુક્તિ'માં કહ્યું છે કે જે માણસ ગુરુજન સમક્ષ બધાં શલ્યો દૂર કરી આલોચના-આત્મનિંદા કરે છે તે માથા ઉપરનો બોજો ઉતારી નાખનાર ભારવાહકની જેમ હળવો થઈ જાય છે. उद्धरियसव्वसल्लो आलोइय-निंदओ गुरुसगासे। होइ अइरेहलहुओ ओहरियभारोव्व भारवहो।। Page #85 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ તપશ્ચર્યા પર્યુષણ પર્વના દિવસો આવે એટલે જેનોમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યા ચાલુ થાય. સંવત્સરીને દિવસે તપની પૂર્ણાહુતિ થાય એવી રીતે ત્રીસ દિવસ અગાઉથી કેટલાક લોકો ઉપવાસ ચાલુ કરે છે. એક મહિનાના આ ઉપવાસ “માસખમણ' તરીકે ઓળખાય છે. કેટલાક એકવીસ દિવસના, સોળ દિવસના, ચૌદ કે અગિયાર દિવસના ઉપવાસ કરે છે. એથી વિશેષ, પર્યુષણના આઠેઆઠ દિવસના ઉપવાસ-અઠ્ઠાઈ કરનારાઓની સંખ્યા ઘણી હોય છે. કેટલાક છેવટે સંવત્સરીની દિવસે ઉપવાસ કરે છે. પર્વના દિવસો પૂરા થાય એટલે દરેક સંઘ પોતાને ત્યાં અઠ્ઠાઈ અને તેથી મોટી કેટલી તપશ્ચર્યા થઈ તેની યાદી બહાર પાડે છે; તપસ્વીઓનું સન્માન થાય છે; પ્રભાવના થાય છે; તપસ્વીઓના ઘરે ઉજવણું થાય છે. દર વર્ષે કોઈક કોઈક વ્યક્તિઓ ત્રીસ ઉપવાસ કરતાં વધુ તપશ્ચર્યા કરે છે. ૪૫ દિવસ, ૬૦ દિવસ, ૭૫ દિવસ, ૯૦ દિવસ, ૧૧૦ દિવસના ઉપવાસ - એમ મોટી આકરી તપશ્ચર્યાઓ પણ થાય છે. જૈનોનો એક ઉપવાસ એટલે બાર કલાકનો નહિ પણ છત્રીસ કલાકનો. ઉપવાસ કરનાર આગલી સાંજથી ઉપવાસના બીજા દિવસે સવારે સૂર્યોદય સુધીના છત્રીસ કલાકમાં અન્નનો એક દાણો પણ મોઢામાં ન નાખે. દિવસ દરમિયાન કેટલાક ઉકાળેલું પાણી પીએ, કેટલાક બિલકુલ પાણી ન પીએ. સામાન્ય માણસ માટે એક દિવસનો એવો ઉપવાસ કરવો એ સહેલી વાત નથી. ઉપવાસ ઉપરાંત એકાસણું, આયંબિલ, ફક્ત કોઈ એક જ ધાન્ય કે વાનગીનો આહાર લેવો વગેરે વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ થાય છે. આ બધી બાહ્ય પ્રકારની તપશ્ચર્યાઓ ગણાય છે. બાહ્ય અને આભ્યતર તપશ્ચર્યાઓ મુખ્યત્વે બાર પ્રકારની બતાવવામાં આવી છે : (૧) અનશન (ઉપવાસ), Page #86 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ (૨) ઉણોદરી, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયક્લેશ અને (૬) સંલીનતા એ છ પ્રકારનાં બાહ્ય તપ છે. (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (ક) કાઉસગ્ગ (કાયોત્સર્ગ) એ છ પ્રકારનાં આભ્યતર તપ છે. બાહ્ય તપ કરતાં આવ્યંતર તપ ચઢિયાતું મનાય છે. પરંતુ બંને પ્રકારનાં તપ કર્મનિર્જરા માટે આવશ્યક મનાય છે. - ભગવાન મહાવીરે બાહ્ય અને આત્યંતર એમ ઉભય પ્રકારનું તપ સાડા બાર વર્ષ સુધી કર્યું. એક વખત એમણે સળંગ છ મહિનાના ઉપવાસ કર્યા હતા. સાડા બાર વર્ષમાં એમણે ખાધું હોય એટલા ટંકનો સરવાળો કરવાથી થાય એવા દિવસ ઘણા ઓછા–લગભગ એક વરસ જેટલા જ છે. ભગવાન મહાવીરે જેટલી આકરી તપશ્ચર્યા લાંબા સમય સુધી કરી છે એટલી ઇતિહાસમાં બીજી કોઈ વ્યક્તિના જીવનમાં જોવા મળતી નથી. એટલા માટે એમને “દીર્ઘતપસ્વી” તરીકે ઓળખાવવામાં આવે છે. જૈન માન્યતા પ્રમાણે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના સમયમાં વધુમાં વધુ ઉપવાસ એક વર્ષના થતા. ત્યારે તે પ્રકારનું શરીરબળ રહેતું. બીજા તીર્થંકરથી તે તેવીસમા તીર્થંકર સુધીના સમયમાં શરીરબળ અનુસાર વધુમાં વધુ ઉપવાસ આઠ મહિનાના થતા અને છેલ્લા તીર્થંકર મહાવીરસ્વામીના સમયમાં વધુમાં વધુ છ મહિનાના ઉપવાસ થતા. ભગવાન મહાવીરે વધુમાં વધુ છ મહિનાના ઉપવાસ કર્યા હતા. - શરીરના પોષણ માટે આહારની જરૂર છે. એક ટંક ખાવાનું ન મળતાં માણસને નબળાઈ વરતાય છે. એક દિવસ ખાવાનું ન મળતાં માણસ ઢીલો થઈ જાય છે; માથું દુ:ખે છે; ઊબકા અને ઊલટી શરૂ થાય છે; ચક્કર આવવા લાગે છે. આઠ-દસ દિવસ ખાવાનું ન મળતાં માણસ બેભાન થઈ જાય છે; મૃત્યુ પણ પામે છે. સળંગ એક મહિના સુધી ખોરાક ન લેનાર માણસ માટે જીવવાની શક્યતા ઘણી ઓછી રહે છે. ભગવાન બુદ્ધ નિગ્રંથ ભગવાન મહાવીરની ઘોર તપશ્ચર્યાની વાત સાંભળી હતી. એથી તેમણે પણ તપશ્ચર્યાનો માર્ગ લીધો અને ઘોર તપશ્ચર્યા શરૂ કરી હતી. એથી એમનું શરીર એકદમ અત્યંત કુશ બની ગયું હતું. બૌદ્ધ ગ્રંથોમાં વર્ણન છે તે પ્રમાણે એમનું શરીર સુકાઈને એવું થઈ ગયું હતું કે તેઓ ચાલતા ત્યારે હાડકાંનો ખડખડ અવાજ આવતો; પેટની ચામડી પીઠની ચામડીની લગોલગ થઈ ગઈ હતી; હાથપગ દોરડી જેવા થઈ ગયા હતા; Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ તપશ્ચર્યા આંખો ઊંડી ઊતરી ગઈ હતી અને બાકોરા જેવી લાગતી હતી. શરીરની નસો બહાર નીકળીને લબડતી હતી. આવી ઘોર તપશ્ચર્યાને કારણે તેઓ વારંવાર બેભાન થઈ જતા. એક વખત એવી રીતે બેભાન બની એક વૃક્ષ નીચે તેઓ પડ્યા હતા તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ગાયિકાના એક વૃદે નજીકમાં આરામ માટે મુકામ કર્યો. તે સમયે પોતાની વીણાને સજ્જ કરવા માટે મુખ્ય ગાયિકાએ બીજીને સૂચના આપી કે “એના તાર વધારે પડતા ખેંચીને મજબૂત ન કરતી, નહિ તો તાર તૂટી જશે અને ઢીલા પણ ન રાખતી, નહિ તો સંગીતની મધુરતા જન્મશે નહિ; તાર મધ્યમસર રાખજે.' તે સમયે જાગ્રત થતાં ભગવાન બુદ્ધ આ શબ્દો સાંભળ્યા અને તરત એમને થયું કે તપશ્ચર્યાની બાબતમાં પણ પોતે મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ જેથી બેભાન થઈ ન જવાય. પછી તો સાધનાની પ્રત્યેક બાબતમાં એમણે મધ્યમ માર્ગ અપનાવ્યો. હું એમ માનું છું કે ભગવાન બુદ્ધ જો ભગવાન મહાવીરને મળ્યા હોત તો તપશ્ચર્યા માટે કદાચ જુદો જ અભિગમ એમણે અપનાવ્યો હોત. ભગવાન બુદ્ધ તપશ્ચર્યાને ઇન્દ્રિય ઉપરના સંયમ અને મનની નિર્મળતા માટે સ્વીકારી, પરંતુ ભગવાન મહાવીરે તદુપરાંત કર્મની નિર્જરા માટે પણ તપશ્ચર્યા સ્વીકારી છે એ એક મહત્ત્વની વાત ભૂલવી ન જોઈએ. , દુનિયાના બધા ધર્મોમાં બાહ્ય તપ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને ત્યાં તેનો હેતુ આરોગ્ય, દેહની શુદ્ધિ, ઇન્દ્રિયો ઉપર સંયમ અને ચિત્તની નિર્મળતાનો છે. ગીતાના સત્તરમા અધ્યાયમાં શારીરિક, વાચિક અને માનસિક તપના સાત્વિક, રાજસ અને તામસ એવા પ્રકારો બતાવવામાં આવ્યા છે. તપથી દેહશુદ્ધિ થાય છે એ નિર્વિવાદ વાત છે. ઓપરેશન કરવું હોય તો ડોક્ટરો પણ આગલી સાંજથી ખાવાની અને આપરેશન પછી બાર કે ચોવીસ કલાક પાણી પીવાની પણ મનાઈ કરે છે. એકાસણું, આયંબિલ કે ઉપવાસથી કબજિયાત, અજીર્ણ વગેરે રોગો દૂર થાય છે, એમ વૈદો કહે છે. અમુક સમય સુધી સ્વેચ્છાએ આહાર ન લેતાં ઇન્દ્રિયો શાંત પડે છે, અને અનુક્રમે ચિત્ત પણ શાંત થાય છે. ચિત્તમાં સવિચારો ફુરે છે. માણસ પ્રસન્નતા અનુભવે છે. ગીતા કહે છે : विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः । Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જિનતત્ત્વ આહારનો ત્યાગ કરનાર વ્યક્તિની ઇન્દ્રિયોના વિષયો નિવૃત્ત થઈ જાય છે. તપનો મહિમા તો છે જ. પરંતુ જૈન ધર્મ વિશેષ એમ માને છે કે તપ વડે કર્મની નિર્જરા થાય છે. જ્યારે શુભ કે અશુભ કર્મ બંધાય છે ત્યારે કાર્યણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ આત્માને-આત્મપ્રદેશોને ચોટે છે. અને એ કર્મ ઉદયમાં આવી જ્યારે ભોગવાય છે ત્યારે એ પુદ્ગલ ૫૨માણુઓ ઊખડી જાય છે, નીકળી જાય છે, ખરી પડે છે, એટલે કે કર્મની નિર્જરા થાય છે. આત્માના આઠ રુચક પ્રદેશો સિવાયના પ્રદેશોને કાર્યણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ ચોંટવાની અને ખરી પડવાની આ પ્રક્રિયા પ્રતિસમય નિરંતર ચાલ્યા કરે છે. ઉપવાસ વગેરે તપશ્ચર્યાથી દેહમાં આવી એક પ્રકારની તપ્તતા ઉદ્ભવે છે જેથી કાર્મણ વર્ગણાના કેટલાક પુદ્ગલ પરમાણુઓ ખરી પડે છે. આમ, તપથી કર્મની નિર્જરા થાય છે. તેમાં પણ સ્વેચ્છાએ ભાવોલ્લાસપૂર્વક તપ કરીને શરીરને કષ્ટ આપ્યું હોય તો કર્મની નિર્જરા વિશેષ થાય છે. એમાં માત્ર આ જન્મના જ નહિ, પણ જન્મજન્માન્તરનાં કર્મોની નિર્જરા થાય છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં કહ્યું છે : મવઝોડી ત્વિયં માંં તવસા નિરપ્નદ્ । (કરોડો ભવનાં સંચિત થયેલાં કર્મો તપથી નિર્જરિત થાય છે.) ‘આવશ્યક સૂત્ર’ની ટીકામાં કહ્યું છે : તાપતિ અષ્ટપ્રાર્ ર્મ વૃત્તિ તપઃ (આઠ પ્રકારનાં કર્મોને જે તપાવે છે તેનું નામ તપ છે.) ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : તવેન વોહાનું નળયર્ (તપથી વ્યવદાન અર્થાત્ કર્મોની શુદ્ધિ થાય છે.) તપથી કર્મની નિર્જરા દ્વારા અશુભ લેશ્યાઓનો પરિહાર થાય છે અને સમ્યગ્દર્શન નિર્મળ થાય છે. આમ, જૈન દર્શનમાં તપશ્ચર્યા ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. જેમ અહિંસાની બાબતમાં તેમ તપશ્ચર્યાની બાબતમાં પણ જૈન ધર્મ અન્ય ધર્મોની અપેક્ષાએ અંતિમ કોટિની વાત કરે છે. એટલે જ જેટલી ઉગ્ર તપશ્ચર્યા જૈન લોકોમાં જોવા મળે છે, એટલી દુનિયાના બીજા કોઈ ધર્મના લોકોમાં જોવા મળતી નથી. મુસલમાનો રમઝાનના દિવસો દરમિયાન એક મહિના સુધી રોજ રોજા કરે ત્યારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પાણીનું ટીપું પણ મોઢામાં નાખતા નથી. પરંતુ રાત્રે તેઓ ખાઈ શકે છે. તેમની આ તપશ્ચર્યા જૈનોના ઉપવાસની સરખામણીમાં હળવી તપશ્ચર્યા છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા છ પ્રકારની બાહ્ય તપશ્ચર્યામાં આત્માના અનાહારી પદનો અનુભવ કરાવનાર અનશન(ઉપવાસ)ને શ્રેષ્ઠ ગણી છે. દિવસમાં એક ટંક રસહીન લુખ્ખો આહાર લેવો તે આયંબિલ નામનું તપ છે. સંયમપાલન માટે તે ઘણું મહત્ત્વનું તપ ગણાય છે. ઉણોદરીમાં પેટ ઊભું-અધૂરું રાખીને ખાવાનું વ્રત હોય છે. વૃત્તિસંક્ષેપમાં નિશ્ચિત કરેલી વાનગીઓ જ ખાવાથી હોય છે. કર્મની નિર્જરા સાથે, આ પ્રકારની બાહ્ય તપશ્ચર્યા સાથે આહા૨સંજ્ઞા ઉપર વિજય મેળવવાના પુરુષાર્થ ઉપરાંત અહિંસાની ભાવના સંકળાયેલી છે, કારણ કે ન ખાવાથી કે ઓછું ખાવાથી એટલી ઓછી જીવહિંસા થાય છે. ગાંધીજી હંમેશાં પાંચ જ વાનગી જમવામાં લેતા. એક વખત કોઈકે એમને પૂછ્યું કે પાંચ વાનગી જ ખાવાથી શો લાભ ? ગાંધીજીએ કહ્યું, ‘આપણી જમવાની પાંચ વાનગી નિશ્ચિત થઈ જાય અને આપણે હવે છઠ્ઠી વાનગી ખાવામાં લેવાના નથી જ એવો આપણો નિયમ હોય તો તેથી બાકીના બધા જીવોને આપણા તરફથી અભયદાન મળે છે.' ગાંધીજીના આ ઉત્તરમાં જૈનોની અહિંસાની ભાવના બરાબર વ્યક્ત થઈ છે, કારણ કે અન્નમાં પણ જીવ છે અને એ બધા જીવોની હિંસા ઓછામાં ઓછી થાય એ અહિંસાની ભાવના છે. ઉપવાસમાં આ ભાવના સૌથી વધુ પોષાય છે. વાઘ આપણને ખાઈ જવા માટે ધસી આવે અને એના મુખમાંથી આપણે બચી જઈએ તો આપણને કેટલો બધો આનંદ થાય ! વાઘ પાંજરામાં પુરાયેલો હોય તો આપણે કેટલી નિર્ભયતાથી આનંદપૂર્વક આમતેમ ફરી શકીએ છીએ ! એવી જ રીતે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણે આપણી જાતને પાંજરામાં પૂરી દઈએ છીએ જેથી બીજા જીવોને આપણા તરફથી અભયદાન મળે છે. વનસ્પતિ, ફળફૂલ વગેરેમાં પણ જીવો છે એમ જે સમજે છે અને શ્રદ્ધાપૂર્વક માને છે એમને માટે આ વાત છે. ઈશ્વરે આ સૃષ્ટિમાં આપણા ખાવા માટે બધા જીવો ઉત્પન્ન કર્યા છે એમ માનવાવાળાને આ સૂક્ષ્મ વાત સહેલાઈથી નહિ સમજાય. ઉપવાસ વગેરે બાહ્ય તપશ્ચર્યામાં પણ વિવિધ પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તતી હોય છે. ખાવું હોય અને છતાં ખાવાનું ન મળે અને ઉપવાસ થાય એ એક સ્થિતિ છે. અને ખાવાનું મળતું હોય અને છતાં સ્વેચ્છાએ પ્રેમભાવથી, જ્ઞાનથી, શ્રદ્ધાથી, તપ કરવાની ભાવનાથી ખાવાનું ન ખાવું એ બીજી સ્થિતિ છે. બંને સ્થિતિમાં દેહને કષ્ટ પડે છે, પરંતુ એકમાં એ કષ્ટ તીવ્ર લાગે છે, બીજામાં એ એટલું તીવ્ર લાગતું નથી. પોતે ભૂખ્યા રહી પોતાના બાળકને ૭૯ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૦ | જિનતત્ત્વ ખાવાનું ખવડાવતી માતાને ભૂખ્યા રહેવાનું કષ્ટ ખાસ લાગશે નહિ, બલ્ક એને બહુ આનંદ થશે. બાહ્ય તપમાં પણ આવું જ છે. એ ભાવોલ્લાસપૂર્વક કરવાનું હોય છે. ઉપવાસ કરનારને આનંદ થવો જોઈએ. તપ એટલે ઇચ્છાનિરોધ; તપ એટલે વાસનાઓ ઉપર વિજય; તપ એટલે તૃષ્ણાનો ત્યાગ. તપમાં અભ્યાસથી આગળ વધી શકાય છે. એકાસણું પણ ન કરી શકનાર ક્રમે ક્રમે અભ્યાસથી માસખમણ સુધી પહોંચી શકે છે. કોઈ કોઈ સ્થળે માસખમણ કરેલાં માણસોને હરતાંફરતાં અને બધું કાર્ય કરતાં આપણે જોઈ શકીએ છીએ ત્યારે આ વાતની સાશ્ચર્ય પ્રતીતિ થાય છે. તપશ્ચર્યા સાથે ચિત્તની પ્રસન્નતા ટકી રહેવી જોઈએ. ચિત્તની પ્રસન્નતા ટકે નહિ એટલી હદ સુધી તપશ્ચર્યા કરવાનો નિષેધ છે. “દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે : बलं थामं च पेहाए सद्धामारोग्गमप्पणो। खेतं कालं च विन्नाय तहप्पाणं निजुंजए।। _દિરેકે પોતાની શક્તિ, દૃઢતા, શ્રદ્ધા, આરોગ્ય તથા ક્ષેત્ર અને કાળ પ્રમાણે સમજી-વિચારીને પોતાના આત્માને તપમાં જોડવો જોઈએ.]. ભગવાન મહાવીરે આથી સ્પષ્ટ જ કહ્યું છે કે પોતાની શક્તિની ઉપરવટ જઈને તપશ્ચર્યા કરવી ન જોઈએ. આરોગ્ય સારું ન હોય તેવી વ્યક્તિએ પરાણે ઉપવાસ વગેરે પ્રકારની કઠોર તપશ્ચર્યા કરવાની નથી હોતી. ગર્ભવતી સ્ત્રી, બાળકને સ્તનપાન કરાવતી માતા કે રોગિષ્ઠ સ્ત્રી-પુરુષને આવી તપશ્ચર્યા કરવાની સખ્ત મનાઈ શાસ્ત્રકારોએ ફરમાવેલી છે. તપ ત્યાં સુધી જ કરવાનું હોય છે જ્યાં સુધી ઇન્દ્રિયો જાગ્રત હોય છે અને ચિત્ત સ્વસ્થ અને નિર્મળ હોય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “જ્ઞાનસારમાં તપના અષ્ટકમાં કહ્યું છે : तदेव हि तपः कार्य दुर्थ्यानं यत्र नो भवेत्। येन योगा न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च ।। ચિત્તમાં દુર્બાન ન આવી જાય, યોગોને હાનિ ન પહોંચે અને ઇન્દ્રિયો ક્ષીણ ન થઈ જાય ત્યાં સુધી જ તપ કરવું જોઈએ.]. આમ, જૈન ધર્મે તપશ્ચર્યામાં સરળ મધ્યમ માર્ગ ન સ્વીકારતાં ઉગ્ર તપશ્ચર્યા ઉપર ભાર મૂક્યો છે. પરંતુ તે મનના ભાવો ન બગડે અને ઇન્દ્રિયો અસ્વસ્થ ન બને ત્યાં સુધી. અલબત્ત, ઉગ્ર તપશ્ચર્યા કરનારે વિશેષ સાવધ રહેવાની જરૂર છે. વધુ પડતું જ્ઞાન જો પચાવ્યું ન હોય તો જેમ અહંકાર જન્માવે છે, તેમ વધુ પડતું તપ જો આત્મસાત્ ન થાય તો ક્રોધ Page #91 -------------------------------------------------------------------------- ________________ જેન દૃષ્ટિએ તપશ્ચર્યા ૮૧ જન્માવે છે. વધુ પડતા તપથી ક્યારેક જડતા અને યાંત્રિકતા આવે છે. તપથી દેહ શુદ્ધ થવો જોઈએ અને આત્મા પવિત્ર બનાવો જોઈએ. પરંતુ ભાવવિહીન યંત્રવત્ તપ કરનારમાં કેટલીક વાર ખાસ કંઈ પરિવર્તન દેખાતું નથી. એવું તપ ફળ આપે છે ખરું, પણ ઘણું ઓછું. ભગવાન મહાવીરસ્વામીના પૂર્વેના સમયમાં તામલી નામનો તાપસ થઈ ગયો. તે ઘણી ઉગ્ર તપશ્ચર્યા કરતો. માસખમણના પારણે માસખમણ કરતો અને પારણામાં જે આહાર લેતો તે વારંવાર ધોઈને રસકસહીન બને પછી લેતો. આટલી બધી ઉગ્ર તપશ્ચર્યા તે કરતો, પરંતુ તે ભાવોલ્લાસ વગર, યંત્રવત્ કરતો. એટલે તેને કેવળજ્ઞાન થયું નહિ. માત્ર દેવગતિ મળી. ભાવોલ્લાસ સાથે એથી ઘણી ઓછી તપશ્ચર્યા એણે કરી હોત તો પણ એને કેવળજ્ઞાન પ્રાપ્ત થાત. બાલ તપશ્ચર્યા એટલે ભાવ વગર, અજ્ઞાનપૂર્વક કરેલી તપશ્ચર્યા મુક્તિ અપાવતી નથી. માટે જ કહ્યું છે : ટુ વનવે મુવવૃત્તા તો પછી પ્રશ્ન થશે કે શું તપશ્ચર્યા કરવી જ નહિ ? માત્ર લાંઘણ કરતા હોય એવી તપશ્ચર્યાથી ફાયદો શો ? એનો જવાબ એ છે કે તપશ્ચર્યા બિલકુલ ન કરતા હોય અને ભોગવિલાસ તથા પ્રમાદમાં સમય વિતાવતા હોય તેના કરતાં લાંઘણ જેવી તપશ્ચર્યા પણ સારી. જેઓ આજે એવી તપશ્ચર્યા કરતા હશે તેઓ કાલે ભાવપૂર્વક કરશે. જે તપશ્ચર્યામાં કર્મની નિર્જરા થવા કરતાં કર્મોનો બંધ વધારે થતો હોય, તેવી તપશ્ચર્યા ન કરવી જોઈએ. સામાન્ય રીતે અજ્ઞાનપૂર્વક તપ કરનારાઓનો વર્ગ જેમ મોટો હોય છે તેમ તપની અજ્ઞાનપૂર્વક ટીકા કરનારો વર્ગ પણ મોટો હોય છે. ખાધેપીધે સુખી હોય અને એને લીધે તપ કરવાની જેમને બિલકુલ રુચિ થતી ન હોય તથા તપનો જરા પણ મહાવરો ન હોય તેવા લોકો બાલતપ કરનારા થોડા લોકોનો ખોટો દાખલો આગળ ધરી તપ કરનારા લોકોને માટે ટીકા કરવા મંડી જતા હોય છે. એમની ટીકા કેટલીક વાર અસંપ્રજ્ઞાતપણે એમની અશક્તિમાંથી પ્રગટ થતી હોય છે. જેમણે થોડી પણ ભાવપૂર્વક તપશ્ચર્યા કરી છે એવા માણસો સામાન્ય રીતે તપશ્ચર્યાના વિરોધી હોતા નથી. અલબત્ત, બાહ્ય તપ કરતાં આત્યંતર તપ ચડિયાતું છે, એ નિસંશય છે. પરંતુ એથી બાહ્ય તપનો નિષેધ કરવામાં નથી આવ્યો. ખુદ ભગવાન મહાવીરે બાહ્ય અને આત્યંતર એમ બંને પ્રકારની તપશ્ચર્યા કરી છે. બધા જ તીર્થકરોના જીવનમાં બાહ્ય તપશ્ચર્યા પણ જોવા મળશે. દીક્ષા, કેવળજ્ઞાન Page #92 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૮૨ અને નિર્વાણ વખતે બધા જ તર્થંકરોના જીવનમાં અનશન-બાહ્ય તપ અચૂક હોય છે. સંસારમાં બધા જીવો એકસરખી રુચિ, કક્ષા અને શક્તિવાળા નથી હોતા. એટલે જ બાહ્ય અને આત્યંતર બંને પ્રકારનાં તપમાં પેટાપ્રકારો બતાવાયા છે, અને દરેકે પોતાની રુચિ, કક્ષા અને શક્તિ અનુસાર તપની પસંદગી કરવાની હોય છે. અને તેમાં પોતાના આત્માની શક્તિને ફોરવીને ઉચ્ચતમ તપશ્ચર્યા સુધી પહોંચવાનું હોય છે. તપશ્ચર્યા વર્તમાન જીવનમાં માણસને માટે શ્રેયસ્કર નીવડે છે અને આત્મા માટે મોક્ષપથગામિની બની શકે છે. એટલા માટે જ જૈન ધર્મે તપને ઉત્કૃષ્ટ મંગલમાં સ્થાન આપ્યું છે, પંચાચારમાં સ્થાન આપ્યું છે, નવ પદમાં સ્થાન આપ્યું છે અને વીસ સ્થાનકમાં સ્થાન આપ્યું છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ સંયમની સહચરી ગોચરી ભગવાન મહાવીરના નિર્વાણને ૨૫૦૦થી વધુ વર્ષ થઈ ગયાં. એમના જીવન અને સંદેશનો વિચાર કરીએ છીએ ત્યારે તીર્થંકર પરમાત્માની વાણી કેવી ત્રિકાલાબાધિત હોય છે તેની પ્રતીતિ થાય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થંકર પરમાત્મા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. એ સંઘમાં ત્યાગી સાધુ-સાધ્વીઓના આચારના નિયમ એવા ચુસ્ત અને કડક હોય છે કે તેનું આજીવન સંપૂર્ણ પાલન કરવાનું બધાંને માટે સહેલું નથી. આમ છતાં અઢી હજાર વર્ષથી તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીનું શાસન અખંડિત પરંપરાથી ચાલ્યા કરે છે એ આપણે નજરે જોઈ શકીએ છીએ. આજે પણ જૈન મુનિઓને પોતાનું પવિત્ર જીવન જીવતા અને એક સ્થળેથી બીજા સ્થળે વિહાર કરતા આપણે જોઈએ ત્યારે ભગવાન મહાવીર કેવી રીતે વિચરતા હશે તેની પ્રતીતિ આપણને થાય છે : દિગંબર સાધુઓએ જોતાં તેની સવિશેષ પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે. દિવસમાં માત્ર એક જ વખત ઊભાં ઊભાં હાથમાં લઈને આહારપાણી કરી લેવાં અને પછી બીજા દિવસ સુધી અન્નનો દાણો કે પાણીનું ટીપું મોઢામાં ન મૂકવું, સખત શિયાળો હોય કે ભર ઉનાળો હોય, શરીર ઉપર એક પણ વસ્ત્ર ધારણ ન કરવું – એવી રીતે સમગ્ર જીવન વિતાવવું એ સરળ વાત નથી. દેહભાવ ઓછો થાય અને આત્મ-૨મણતા વધવા લાગે તેને માટે જ આવું કપરું તપસ્વી જીવન શક્ય છે. અઢી હજાર વર્ષથી સાધુ-સાધ્વીઓની પરંપરા પ્રતિકૂળ કે વિપરીત સંજોગોમાં પણ ટકી શકી તેનાં ઘણાં કારણોમાંનું એક કારણ તે તેઓની ગોચરી અને પાદવિહારની આચારસંહિતા છે. રાગદ્વેષરહિત સંયમી જીવન માટે ભગવાને પ્રબોધેલી તે અનોખી પરંપરા છે. એક સ્થળેથી બીજે સ્થળે સતત Page #94 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ વિહાર કરતાં રહેવાને કારણે તથા રોજ જુદા જુદા વિસ્તારનાં જુદાં જુદાં ઘરોમાંથી થોડો થોડો આહાર વહોરી લાવવાને લીધે જૈન સાધુ-સાધ્વીઓને સ્થળ, સંઘ કે વ્યક્તિઓ સાથે રાગદ્વેષનાં નિમિત્તો ઓછાં રહેવાથી સમાજને તેમના પ્રત્યે પૂજ્યભાવ રહે છે. ભગવાન મહાવીર રાજકુમાર હતા. રાજવૈભવમાં તો ઉત્તમ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક એવો વિવિધ પ્રકારનો આહાર, માણસથી ખાઈ શકાય તે કરતાં પણ વિપુલ પ્રમાણમાં, સ્વાધીનપણે મળે; પરંતુ એવા રાજવૈભવનો ત્યાગ કરી ભગવાન મહાવીરે સ્વેચ્છાએ સંન્યાસ સ્વીકારી, એક ઘરેથી બીજા ઘરે ફરીને લુખ્ખો-સૂકો આહાર ગ્રહણ કરવાનું ચાલુ કર્યું તે ઉપરથી જ દેહભાવ કરતાં તેમનો આત્મભાવ કેટલો ઊંચો હશે તેની પ્રતીતિ થાય છે. ભગવાન મહાવીરે લગભગ સાડા બાર વર્ષ આવું કઠિન તપસ્વી જીવન વિતાવ્યું. સંનિષ્ઠ બ્રહ્મચર્યમય સંયમી જીવન જીવવા માટે આહારની જરૂર ઘણી ઓછી રહે છે એ ભગાવન મહાવીરે પોતાના જીવનમાં સિદ્ધ કરી બતાવ્યું. લગભગ સાડા બાર વર્ષના તપશ્ચર્યામય જીવનમાં એમણે કુલ જેટલા ટંક આહાર કર્યો એનો જો સરવાળો કરીએ તો લગભગ એક વર્ષ જેટલો સમય થાય, એટલે કે જુદા જુદા દિવસો મળીને આશરે ૧૧ વર્ષ જેટલો સમય એમણે આહાર વગર ચલાવ્યો એમ કહી શકાય. આ અત્યંત વિરલ કહી શકાય એવી સિદ્ધિ છે. માણસનો સૌથી મોટો ઉદ્યમ ઉદરભરણને કાજે હોય છે. ઉદરપોષણ અટકે તો જીવન અટકે. એટલે જ ઉદરપોષણ અર્થે કરાતી કમાણી માટે આજીવિકા' શબ્દ વપરાય છે. કેટલાક એમ માને છે કે માણસને જો પેટ ન હોત તો આ સંસારમાં ઘણી શાંતિ હોત, કારણ કે પેટ માટે માણસને જે ધાંધલ-ધમાલ કે ઢસરડા કરવા પડે છે તે કરવા ન પડત. બીજા કેટલાક એમ માને છે કે માણસને જો પેટ ન હોત તો કદાચ સંસારમાં બહુ ક્લેશ, કંકાસ, કલહ અને અશાંતિ હોત, કદાચ યુદ્ધો પણ વધુ થતાં હોત, કારણ કે પેટ માટેના ઉદ્યમમાંથી નવરો પડેલો નિશ્ચિત માણસ ખોટી દિશામાં પોતાની બધી શક્તિ વાપરતો થયો હોત. મનુષ્યને પેટ છે માટે જ તે આટલો બધો રોકાયેલો રહે છે અને છતાં પેટ નથી એમ સમજીને આહારનો જે વ્યવહાર કરે છે તેવા સંયમી માણસો સાચી શાંતિ અનુભવી શકે છે અને આસપાસ પ્રસરાવી શકે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ સંયમની સહચરી ગોચરી આજીવિકા માટે શું બધાંએ જ ઉદ્યમ કરવાની જરૂર છે? જો થોડાં માણસો વધુ ઉદ્યમ કરે તો બીજાં થોડાં માણસોને ઘણી રાહત રહે. બાળકો, વૃદ્ધો, અશક્ત અને માંદાઓ, કેટલેક અંશે સ્ત્રીઓ પણ આજીવિકા માટે ઉદ્યમ કરતાં નથી. કુટુંબના અન્ય સભ્યો પ્રેમ કે ફરજરૂપે તેમની દેખભાળ રાખે છે. બદલામાં તેઓ કુટુંબ માટે યથાશક્તિ અન્ય કામો કરે છે. જે વ્યક્તિ પ્રત્યે આદર કે પૂજ્યભાવ હોય તેવી વ્યક્તિને જમાડતાં આપણને આનંદ થાય છે. સાધુ-સંતોના આહારની જવાબદારી એટલા માટે જ સમાજ સહર્ષ ઉપાડ લે છે. જે પવિત્ર આત્મા પરહિતાર્થે જીવન સમર્પિત કરી દે છે તેના નિભાવની જવાબદારી ઉપાડી લેવી એ સમાજનું પરમ કર્તવ્ય બને છે. સાધુસંતો મફતનું ખાઈને, સમાજના “પેરેસાઇટ' બનીને જીવે છે એવી ટીકા કોઈ કરતું નથી. સાધુ-સંન્યાસીઓના સમુદાયમાં કોઈ ખોટા માણસો ભરાઈ બેઠા હોય તો તે જરૂર ટીકાને પાત્ર છે, પરંતુ તેથી તેમના સમગ્ર સમુદાયને વગોવી શકાય નહિ. સાધુઓ, સંન્યાસીઓ, બાવાઓ, ફકીરો, વિદ્યાર્થીઓ, લોકસેવકો, અતિથિઓ, યાત્રાળુઓ, અપંગો, નિર્ધન માણસો વગેરેને ખાવાપીવાની સગવડ પૂરી પાડવા માટે ભારતમાં બહુ પ્રાચીન કાળથી અન્નક્ષેત્રો, દાનશાળાઓ, સદાવ્રતો, ભોજનશાળાઓ વગેરેની વ્યવસ્થા વખતોવખત થતી આવી છે. સમાજ એ જવાબદારી હર્ષપૂર્વક ઉઠાવતો રહ્યો છે. આ બધાંમાં સાધુ-સંન્યાસીને સમાજ સવિશેષ પ્રેમાદરપૂર્વક ભોજન આપતો રહ્યો છે. બીજી બાજુ સાધુ-સંન્યાસીઓ પણ કોઈ વ્યક્તિ કે સંસ્થા ઉપર બહુ બોજો ન પડે એ રીતે જુદા જુદા ઘરેથી ભિક્ષાન ગ્રહણ કરતા રહે છે. “માધુકરી', ભિક્ષાચરી', “ગોચરી' જેવા શબ્દો આ પ્રથા માટે વપરાય છે. કોઈ અન્નક્ષેત્ર કે સદાવ્રતમાં જઈ જમી લેવું, રોજ જુદા જુદા ઘરે જઈ ભોજન કરી લેવું, જુદા જુદા ઘરેથી અનાજ, લોટ વગેરે માંગી લાવી પોતાને માટે રાંધી લેવું કે જુદા જુદા ઘરેથી થોડો થોડો આહાર મેળવી લાવવો – એવી પોતપોતાના ધર્મ કે સંપ્રદાય અનુસાર પરંપરા ભારતમાં ચાલી આવે છે. આ બધી પરંપરાઓમાં ભગવાન મહાવીરે પોતાના વર્ષોના સ્વાનુભવના આધારે જૈન સાધુઓ માટે “ગોચરી'ની દોષરહિત પરંપરાની જે હિમાયત કરી તે ઘણી કડક અને વિશિષ્ટ કોટિની છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ જૈન સાધુઓ કોઈના ઘરે જઈને ભોજન લેતા નથી કે સંઘના કોઈ રસોડે જઈ જમવા બેસતા નથી. પરંતુ પ્રત્યેક ટંકે જુદા જુદા ઘરે જઈ આધાર વહોરી લાવી, પોતાના સ્થાનમાં આવી, કોઈ ગૃહસ્થ ન દેખે તેવી રીતે આહાર વાપરે છે. આહાર મેળવવાની તેમની પદ્ધતિને “ગોચરી' કહેવામાં આવે છે, કારણ કે ગાય જેમ એક જ જગ્યાએથી ઉપરઉપરથી થોડું થોડું ઘાસ ખાય છે, તેવી રીતે સાધુઓ કોઈને પણ બોજો ન પડે તે રીતે જુદી જુદી જગ્યાએથી થોડું થોડું લાવીને પોતાનો આહાર કરી લે છે. ગોચરી'ની જેમ “માધુકરી' શબ્દ પણ વપરાય છે. “દશવૈકાલિકસૂત્ર'માં લખ્યું છે કે જેવી રીતે ભ્રમર પુષ્પને જરા પણ ઈજા પહોંચાડ્યા વગર કે પીડા કર્યા વગર રસ ચૂસે છે તેવી રીતે સાધુએ દાતાને જરા પણ કષ્ટ ન પડે તે રીતે આહાર ગ્રહણ કરવો જોઈએ. આ પ્રકારની સાધુની ચર્યાને એષણાસમિતિ' કહેવામાં આવે છે. જુઓ : जहा दुमस्स पुष्फेसु भमरो आवियइ रसं। ण य पुष्पं किलामेइ सो य पीणेइ अप्पयं ।। एमेए समणा मुत्ता जे लोप संति साहुणो। विहंगमा व पुप्फेसु दाणभत्तेसणेरया।। એષણાસમિતિની વ્યાખ્યા આપતાં કહેવાયું છે : કૃત, કારિત અને સમર્થન રહિત તથા પ્રાસુક, પ્રશસ્ત અને બીજા દ્વારા અપાયેલો આહાર સાધુએ સમભાવપૂર્વક ગ્રહણ કરવો એ એષણાસમિતિ છે. સાધુએ અપ્રાસક (સચિત્ત), ક્રીત (પોતાના માટે ખરીદાયેલો), દેશિક (પોતાના માટે ખાસ બનાવાયેલો) અને આહત (સાધુ માટે સામેથી લવાયેલો) આહાર ગ્રહણ ન કરવો જોઈએ. ભૂલથી ગ્રહણ થઈ ગયો હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ. ભૂલથી ઉપયોગ થઈ ગયો તો તે માટે પ્રાયશ્ચિત્ત લઈ લેવું જોઈએ. નિ:સ્વાર્થબુદ્ધિથી, કોઈ પણ પ્રકારના લોભ કે લાલચના પ્રયોજન વગર ભિક્ષા વગેરેનું દાન જે આપે છે તેને “મુધાદાયી” કહેવામાં આવે છે. તેવી જ રીતે કોઈ પણ પ્રકારના લોભ કે લાલચના પ્રયોજન વગર માત્ર પોતાના સાધુજીવનના નિર્વાહ અર્થે જે ભિક્ષાન્ન ગ્રહણ કરે છે તેને “બુધાજીવી” કહેવામાં આવે છે. સાચા “મુધાદાયી' અને સાચા “મુધજીવી” બન્ને દુર્લભ મનાય છે. એવા દુર્લભ જીવો જલદી સુગતિ પામે છે. કહ્યું છે : Page #97 -------------------------------------------------------------------------- ________________ સંયમની સહચરી ગોચરી दुल्लहा उ मुहादाई, मुहाजीवी वि दुल्लहा । मुहादाई मुहाजीवी, दोवि गच्छंति सोग्गई।। સાધુઓએ ગૃહસ્થના ઘરેથી આહાર ગ્રહણ કરતી વખતે ઘણો સૂક્ષ્મ વિચાર કરવો જોઈએ. આહાર બનાવવાની પૂર્વતૈયારીરૂપે હિંસાદિ જે દોષ થાય તેને “ઉગમદોષ' કહે છે. આહાર બનાવતી વખતે થતા દોષને “ઉત્પન્ન દોષ' કહેવામાં આવે છે, અને ભોજન કરતી વખતે જે દોષો થવાનો સંભવ હોય તેને “અશન દોષ' કહેવામાં આવે છે. જે આહારની બાબતમાં ઉદ્ગમ, ઉત્પાદન અને અશનના પ્રકારના સ્થૂળ-સૂક્ષ્મ હિસાદિ બહુ દોષ રહેલા હોય તેવો આહાર ગૃહસ્થના ઘરેથી ગ્રહણ ન કરવો જોઈએ. એવા અભક્ષ્ય કે અગ્રાહ્ય ખાદ્ય પદાર્થોની સવિસ્તર યાદી શાસ્ત્રગ્રંથોમાં આપવામાં આવી છે. જૈન સાધુઓએ શક્ય હોય ત્યાં સુધી દિવસમાં ફક્ત એક જ વાર આહાર લેવો જોઈએ. બીજી વાર આહાર લેવાની જરૂર પડે તો તે અત્યંત અલ્પ પ્રમાણમાં લેવો જોઈએ. તેઓએ બેતાલીસ પ્રકારના (માંડલીના પાંચ સહિત સુડતાલીસ પ્રકારના) દોષથી રહિત એવો આહાર માત્ર દેહને ટકાવવા ખાતર જ લેવાનો હોય છે, સ્વાદેન્દ્રિયને સંતોષવા, કે દેહને બળવાન, હૃષ્ટપુષ્ટ બનાવવા માટે નહિ. શરીર કે મનમાં વિકારો જન્માવે એવો આહાર (વિગઈ) વર્ય ગણાયો છે. એથી જ તેઓ બ્રહ્મચર્યનું પાલન સારી રીતે કરી શકે છે અને સ્વાધ્યાય, ધ્યાન અને અન્ય ધાર્મિક ક્રિયાઓમાં ચિત્તને સારી રીતે પરોવી શકે છે. મિતાહારી, કૃશકાય સાધુ ધાર્મિક સંપ્રદાયની શોભારૂપ મનાય છે. એટલા માટે ગોચરીને સંયમની સહચરી તરીકે ઓળખાવવામાં આવે છે. જૈન સાધુઓએ પોતાના આહારને માટે ગોચરી વહોરવા એવી રીતે જવું જોઈએ કે જેથી ગૃહસ્થોને તેમના પ્રત્યે અનાદરનો ભાવ થાય નહિ, પોતાના કે અન્ય ધર્મના બીજા સાધુઓ કે ભિક્ષુકોને દ્વેષ કે ઈર્ષ્યા થાય નહિ તથા પોતાના સંયમપૂર્ણ વ્યવહારને ગોચરી માટેના આવાગમનના કારણે દોષ લાગે નહિ. ગૃહસ્થોના ઘરે એમનું ભોજન પતી ગયા પછી જો સાધુ આહાર લેવા જાય તો વધેલા આહારમાંથી ગોચરી વહોરાવતાં ગૃહસ્થોને સંકોચ થાય નહિ; એમને માથે બોજો પડે નહિ; એમનું મન પ્રસન્ન અને આદરયુક્ત રહે. જ્યાં જમણવાર (સંખડી) હોય ત્યાં સાધુએ ગોચરી વહોરવા ન જવું જોઈએ, કારણ કે ત્યાંનો આહાર ભારે સ્વાદિષ્ટ અને રસેન્દ્રિયને સતેજ કરે તેવો, મનમાં વિકારો જન્માવે તેવો હોય છે. વળી ત્યાં ગિરદી, પડાપડી કે ધસારો બહુ Page #98 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ હોવાના કારણે સાધુ પ્રત્યે આદરભાવ સચવાય નહિ. સાધુએ ગર્ભવતી કે બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રી પાસેથી ગોચરી ન વહોરવી જોઈએ. સાધુઓએ જે ઘરમાં પુરુષ વર્ગ હાજ૨ હોય નહિ અને યુવતી કે યુવતીઓ હોય તેવા ઘરે એકલા વારંવાર જવું નહિ, અને જવું પડ્યું હોય તો નીચી દૃષ્ટિ રાખી ગોચરી વહોરી લેવી જોઈએ. ગોચરીને નિમિત્તે મહિલાવર્ગ સાથે વાત-વ્યવહાર ન વધે એ પ્રત્યે સાધુઓએ અત્યંત સાવધ રહેવું જોઈએ. ગોચરી તેમના સંયમિત જીવનને પોષનારી, શોભાવનારી બનવી જોઈએ, તેમને પ્રમાદી કે પતિત કરનારી નહિ. એટલા માટે સાધુઓએ રોજ જુદી જુદી દિશામાં જુદા જુદા ઘરે ગોચરી વહોરવા જવું જોઈએ, જેથી અમુક જ ધર કે ભક્ત પ્રત્યે અનુરાગ જન્મે નહિ. ‘પંચાશક’ ગ્રંથમાં ‘પિRsવિધાન’ વિશે કહ્યું છે કે જે સાધુ દોષરહિત ભાતપાણી ગ્રહણ કરીને સંયમનો રાશિ એકત્ર કરે છે તે સાધુ ભવિરહ(સંસારનો વિચ્છેદ – મોક્ષ)ને શીઘ્રપણે પ્રાપ્ત કરે છે. પં સંયમજાયું सो भवविरहं लहु लहति । ८८ સાધુએ ભિક્ષા માગવા ક્યારે જવું અને ક્યારે ન જવું, ક્યાં ક્યાં જવું અને ક્યાં ક્યાં ન જવું, કેવી રીતે જવું અને કેવી રીતે ન જવું, કેવો આહાર ગ્રહણ કરવો અને કેવો ગ્રહણ ન કરવો, ભિક્ષાન્ત તરીકે પોતાને અપાતો આહાર જોઈને મનમાં કેવા કેવા ભાવો ન આણવા, કેવા કેવા માયાચાર ન ઇત્યાદિને લગતી વિગતવાર છણાવટ ‘આચારાંગસૂત્ર'ના બીજા ખંડમાં, ‘કલ્પસૂત્ર’માં તથા ‘પંચાશક' આદિ અન્ય ગ્રંથોમાં કરવામાં આવી છે. સાધુઓએ સાત પ્રકારની પિંડૈષણા અને સાત પ્રકારની પાનૈષણાનું પાલન યથાશક્તિ ક૨વા ઉપર પણ બહુ ભાર મૂકવામાં આવ્યો છે. કરવા - પોતાનું સંયમી જીવન આત્મસાધનાર્થે ટકાવી રાખવા માટે જ આહારની જરૂર હોવાથી પારકા ઘેરથી ભિક્ષા ગ્રહણ કરતી વખતે સાધુના મનમાં દીનતાનો કે લાચારીનો ભાવ ક્યારેય આવવો ન જોઈએ. પોતાને યોગ્ય (સૂઝતો--કલ્પનીય) આહાર ન મળે તો સાધુએ શોક કે ખેદ ન કરવો જોઈએ. ક્યારેક ભૂખ્યા રહેવાનો વખત આવી પડે તો તે સુધાને, પરીષહ સમજીને, કર્મનિર્જરાનું નિમિત્ત સમજીને સમભાવપૂર્વક સહન કરી લેવી જોઈએ. સારો આહાર મળતાં સાધુએ હર્ષિત ન થવું જોઈએ કે મળેલા વિવિધ પ્રકારના આહાર વિશે બીજા સાધુઓ પાસ પ્રશંસા, છણાવટ, ટીકા કે નિંદા ન કરવી જોઈએ. Page #99 -------------------------------------------------------------------------- ________________ સંયમની સહચરી ગોચરી જૈન સાધુઓની આહાર મેળવવાની આ કડક પરંપરા દુનિયાના બીજા કોઈ પણ ધર્મમાં જોવા મળતી નથી. સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી જૈન સાધુઓ આહાર તો નહિ જ, ઉપરાંત પાણી પણ પીતા નથી. તેઓ ભિક્ષા વહોરી લાવે છે તે પણ આખા દિવસની સામટી વહોરતા નથી. એક ટંકનું વધેલું ભોજન બીજા ટેક માટે રાખવાની તેમને છૂટ હોતી નથી, બલ્ક પોતાની જરૂરિયાત કરતાં હંમેશાં થોડું ઓછું જ વહોરી લાવે છે, જેથી અન્ન ફેંકી દેવાનો દોષ ન લાગે. ગોચરી વહોરતી વખતે પણ જૈન સાધુઓએ વિશુદ્ધ, યોગ્ય (સૂઝતો) આહાર મેળવવા માટે ઘણી જ કાળજી રાખવી પડે છે. આચારાંગસૂત્ર', “કલ્પસૂત્ર' અને બીજા ગ્રંથોમાં ગોચરીના ઘણા બધા કડક નિયમો દર્શાવવામાં આવ્યા છે. અલબત્ત કેટલાક નિયમો વર્તમાન સમયમાં કેટલાક સાધુઓ બરાબર પાળતા ન હોય તો તે જુદી વાત છે, પરંતુ એકંદરે તો ગોચરીની પ્રથા અખંડિત જળવાઈ રહી છે. આ પ્રથાને કારણે જ જૈન સાધુ-સાધ્વીઓનું ત્યાગમય જીવન હંમેશાં આદરને પાત્ર રહ્યું છે. એટલા માટે હજારો જૈન સાધુ-સાધ્વીઓના નિર્વાહની જવાબદારી જૈન સમાજ પ્રાચીન સમયથી બહુમાનપૂર્વક આનંદથી ઉઠાવતો રહ્યો છે. એટલા માટે જૈન ગૃહસ્થોને સાધુ-સાધ્વીનાં માતા-પિતા તરીકે ઓળખવામાં આવે છે. માટે જ સાધુ- સાધ્વી પોતાને આંગણે ગોચરી વોરવા આવે એને શ્રદ્ધાળુ જૈનો પોતાનું પરમ સદ્ભાગ્ય સમજે છે. સુપાત્રદાન એ કર્મની નિર્જરાનું મોટું નિમિત્ત બને છે કે પુણ્યના બંધનું કારણ બને છે. સાધુ-સાધ્વીઓ માટે સંયમની સહચરી જેવી ગોચરીનો આટલો બધો મહિમા છે ! Page #100 -------------------------------------------------------------------------- ________________ વર્ધમાન તપની ઓળી તપશ્ચર્યાનો મહિમા જેટલો જૈન ધર્મમાં બતાવવામાં આવ્યો છે તેટલો દુનિયાના બીજા કોઈ ધર્મમાં જોવા મળતો નથી. ભગવાન બુદ્ધ તપશ્ચર્યાના માર્ગે ગયા; પરંતુ એ માર્ગ એમને ઘણો આકરો લાગ્યો એટલે પાછા ફર્યા અને મધ્યમ માર્ગનો ઉપદેશ આપ્યો. એમની પહેલાં ભગવાન મહાવીરે તપશ્ચર્યાનો માર્ગ અપનાવ્યો, અને એ માર્ગે તેઓ ચરમસીમા સુધી પહોંચ્યા. એટલા માટે ભગાવન મહાવીરને આપણે ‘દીર્ઘ તપસ્વી' તરીકે ઓળખાવીએ છીએ. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે એટલા માટે ‘સકલાર્હત્ સ્તોત્ર'માં ભગવહાવી૨ વિશે કહ્યું છે : વીરસ્યોર તપઃ । માણસનું મન અત્યંત ચંચલ છે. ચંચલ મન શરીરને પણ ચંચલ બનાવે છે. આંખ, નાક, જીભ અને સ્પર્શ એ ઇન્દ્રિયો દ્વારા થતા વધુ પડતા ઉપભોગથી કેવા અનર્થો થાય છે એ સૌના અનુભવની વાત છે. ઊઠતાં, બેસતાં, ખાતાં, કે વાત કરતાં માણસ જો મર્યાદા સાચવે નહિ તો તેનાં માઠાં પરિણામ ભોગવવાનો તેને વખતે આવે છે. એવો વખત ન આવે એટલા માટે તે વિશે સમજવાની જરૂ૨ છે; એટલે કે આરોગ્ય અને સામાજિક વ્યવહાર માટે પણ ઇન્દ્રિયોને સંયમમાં રાખતાં આપણે શીખવું જોઈએ. ઇન્દ્રિયોને સંયમમાં રાખવાની ક્રિયા તે તપશ્ચર્યા. બધી ઇન્દ્રિયો એક દિવસમાં કાબૂમાં આવી જતી નથી. એ માટે સતત અભ્યાસની જરૂર પડે છે. આવો અભ્યાસ એટલે પણ તપશ્ચર્યા. જેમ ઇન્દ્રિયોને તેમ ચિત્તને પણ સંયમમાં રાખવાની જરૂર પડે છે. કેટલાક વિચારો આપણને સતાવ્યા કરે છે. આપણો પીછો છોડતા નથી. તેનું કારણ ચિત્ત ઉપર આપણો સંયમ નથી એ છે. જેમ શરીરને તેમ ચિત્તને સંયમમાં રાખવાની ક્રિયા તે પણ તપશ્ચર્યા છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ વર્ધમાનતાપની ઓળી બધાં જ માણસો એકસરખી તપશ્ચર્યા કરી શકતાં નથી. ઉંમર, શરીરની અવસ્થા, સમયની અનુકૂળતા, ઘરનું વાતાવરણ, વ્યવસાયની ચિંતા, ચિત્તની શક્તિ વગેરે પ્રમાણે દરેક માણસની તપશ્ચર્યા કરવાની શક્તિ જુદી જુદી હોય છે. કોઈ ઉપવાસ કરી શકે; કોઈ એકાસણું કરી શકે; કોઈ આયંબિલ કરી શકે; કોઈ એક જગ્યાએ બેસી ક્રિયાકાંડ કરી શકે; કોઈ સ્વાધ્યાય કરી શકે; કોઈ જપ કરી શકે; કોઈ ધ્યાન ધરી શકે. કોઈક માણસો એક કરતાં વધારે પ્રકારની તપશ્ચર્યા એકસાથે કરી શકે અને એમાં પણ શક્તિ વધતા આગળ વધી શકે. ભગવાન મહાવીર ઉપવાસ કરતાં કરતાં છ મહિનાના ઉપવાસ સુધી પહોચી શક્યા. તેઓ આંખનું મટકું માર્યા વિના, ખુલ્લી આંખે લાંબા સમય સુધી ધ્યાનમાં મગ્ન રહી શકતા. જૈન ધર્મમાં આરાધના કરવા માટે કોઈ પણ વ્યક્તિનો અનાદર નથી કે કોઈ પણ વ્યક્તિની અપાત્રતા ગણી નથી. ગમે તે માણસ ગમે ત્યારે ગમે ત્યાંથી આરાધના શરૂ કરી શકે છે. નવકારશીથી બે-ત્રણ મહિનાના ઉપવાસ સુધી માણસ પહોંચી શકે છે. જેનાથી ભૂખ્યા ન રહેવાતું હોય તે ખાવાની વાનગીઓ ઓછી કરી શકે છે. મનમાં તપશ્ચર્યા કરવાનો ભાવ અને ઉત્સાહ હોય તો તપશ્ચર્યાના અનેક રસ્તા છે. શાસ્ત્રોમાં તપશ્ચર્યાના મુખ્ય બાર પ્રકાર બતાવ્યા છે : અનશન વગેરે છ પ્રકારની બાહ્ય તપશ્ચર્યા અને પશ્ચાત્તાપ વગેરે છ પ્રકારની આત્યંતર તપશ્ચર્યા. કોઈને પ્રશ્ન થાય કે ઈશ્વરે દુનિયામાં ખાવાપીવાની આટલી બધી સગવડ આપી તો ખાઈ-પીને લહેર કરવાને બદલે હાથે કરીને શરીરને કે મનને કષ્ટ કેમ આપવું ? જેઓ જૈન ધર્મના હાર્દને સમજતા નથી તેઓ આ પ્રશ્ન કરે એ સ્વાભાવિક છે. વસ્તુત: મોક્ષપ્રાપ્તિ એ જો આપણું અંતિમ ધ્યેય હોય અને સંપૂર્ણ કર્મક્ષય વિના મોક્ષપ્રાપ્તિ નથી એ જો આપણને બરાબર સમજાઈ ગયું હોય અને શ્રદ્ધાપૂર્વક નજર સમક્ષ તે વાત જો સતત રહ્યા કરે તો આવો પ્રશ્ન થાય જ નહિ. ઈશ્વરે ખાવાપીવાની આટલી બધી સગવડ કરી છે એવો ભ્રામક ખ્યાલ તેઓના મનમાં પછી નહિ રહે. ખાવું પડે છે એ જીવની લાચારી છે; અનાદિની પડેલી ટેવ છે. અનાહારીપણું એ જ આત્માનો સાચો સ્વભાવ છે. આહારથી કર્મ બંધાય છે. તપશ્ચર્યાથી કર્મનો ક્ષય થાય છે. વળી તપશ્ચર્યાથી ઇન્દ્રિયો ઉપર સંયમ આવે છે અને સંયમથી નવાં કર્મ ઓછાં બંધાય છે; પરંતુ જીવની મોહદશાને કારણે મોક્ષપ્રાપ્તિનું અંતિમ ધ્યેય અને એ માટેના ઉપાયોની Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જિનતત્ત્વ વિચારણા એની નજર સામેથી ખસી જાય છે. માટે જ ઇન્દ્રિયોના અલ્પજીવી સુખને એ સનાતન સુખ માનવા લાગે છે. બાહ્ય પ્રકારની તપશ્ચર્યામાં “રસત્યાગની તપશ્ચર્યા પણ ઘણી અગત્યની છે. રસત્યાગ એટલે સ્વાદનો ત્યાગ; એટલે કે લૂખો આહાર, રસેન્દ્રિય એટલે કે જીભ ઉપર સંયમ મેળવ્યા વગર રસત્યાગ સહેલો નથી. આયંબિલ (આચાર્લી-આંબેલ) રસત્યાગના પ્રકારની તપશ્ચર્યા છે. આયંબિલ કરનારે દિવસમાં ફક્ત એક જ વાર, એક આસને બેસી ઘી-તેલ, ખાંડ, ગોળ ઇત્યાદિ સ્નિગ્ધ પદાર્થો વગર અને સ્વાદેન્દ્રિયને ઉત્તેજનાર એવા મસાલા વગરનો લૂખો આહાર લેવાનો હોય છે. આયંબિલ કરતાં ઉપવાસ કઠિન છે, કારણ કે ઉપવાસમાં બિલકુલ આહાર લેવાનો નથી; પરંતુ કેટલાંકને ઉપવાસ કરવો સહેલો લાગે છે, પણ આયંબિલ એટલું સહેલું લાગતું નથી, કારણ કે ન ભાવતું ભોજન કરવા માટે રસેન્દ્રિય ઉપર અસાધારણ સંયમની જરૂર છે. સળંગ નવ દિવસ સુધી આયંબિલ કરવાની તપશ્ચર્યાને આયંબિલની ઓળી (આવલી – એટલે હારમાળા : નવ દિવસની હાર) કહેવામાં આવે છે. ચૈત્ર મહિનામાં અને આસો મહિનામાં એમ વર્ષમાં બે વાર આયંબિલની ઓળીનો ઉત્સવ આવે છે. પર્વમાં તે શ્રેષ્ઠ મનાય છે. વળી તે શાશ્વત પર્વ મનાય છે. ઓળીના નવ દિવસને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ – એમ નવ પદ સાથે જોડવામાં આવે છે, અને રોજેરોજ એક એક પદની આરાધના, નિશ્ચિત કરેલાં ખમાસણાં, લોગસ્સના કાઉસગ્ગ, એ પદના જાપની નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે કરવામાં આવે છે. આયંબિલ કરવા સાથે જે જુદા જુધ પ્રકારની તપશ્ચર્યા થાય છે તેમાં એક ઘણી આકરી અને ધીરજની ભારે કસોટી કરનારી લાંબા સમયની મોટી તપશ્ચર્યા તે વર્ધમાન તપની ઓળી છે. વર્ધમાન એટલે વધવું. જેમ જેમ સમય જાય તેમ તેમ તપ વધતું જાય એવું તપ તે વર્ધમાન તપ. આ તપમાં મુખ્ય આયંબિલ છે અને સાથે ઉપવાસ હોય છે. એમાં એક આયંબિલની ઓળીથી ક્રમે ક્રમે વધતાં વધતાં સો આયંબિલની ઓળી સુધી પહોંચવાનું હોય છે. આ તપ કરનારે પ્રથમની પાંચ ઓળી એકસાથે કરવાની હોય છે. એક આયંબિલ અને એક ઉપવાસ, પછી બે આયંબિલ અને એક ઉપવાસ, ત્રણ આયંબિલ અને એક ઉપવાસ, ચાર આયંબિલ અને એક ઉપવાસ અને પાંચ આયંબિલ અને એક ઉપવાસ - એ રીતે Page #103 -------------------------------------------------------------------------- ________________ વર્ધમાનતાપની ઓળી એકસાથે સળંગ વીસ દિવસ સુધીમાં કુલ પંદર આયંબિલ અને પાંચ ઉપવાસ કરવાનાં હોય છે. ત્યારપછી શક્તિ, રુચિ અને અનુકૂળતા પ્રમાણે કાં તો તરત અથવા થોડા દિવસ પછી, છ આયંબિલ અને એક ઉપવાસ કરવાનાં હોય છે. એમ અનુકૂળતા પ્રમાણે અનુક્રમે સો આયંબિલ અને એક ઉપવાસ સુધી પહોંચવાનું હોય છે. આમ, વર્ધમાન તપની આયંબિલની ઓળીમાં કુલ ૫૦૫) આયંબિલ અને સો ઉપવાસ કરવાના આવે છે. બે ઓળી વચ્ચે અંતર રાખી શકાય છે, પરંતુ નાની-મોટી ઓળીમાં વચ્ચે ખાડો પાડી શકાય નહિ. પડે તો ફરીથી તે કરવી પડે. બે ઓળી વચ્ચે એક પણ દિવસનો ખાડો પાડ્યા વગર સળંગ આયંબિલ અને ઉપવાસની તપશ્ચર્યા કરે તો પણ માણસને સો ઓળીની આ તપશ્ચર્યા પૂરી કરતાં ૫૧૫૦ દિવસ એટલે કે ચૌદ વર્ષ કરતાં વધુ સમય લાગે. બે ઓળી વચ્ચે છૂટના જેમ વધારે દિવસ પસાર થાય તેમ એ તપશ્ચર્યા લંબાય. ક્યારેક વીસ-પચીસ વર્ષ પણ થાય. લાખો માણસોમાં કોઈક વિરલ માણસો જ આટલાં બધાં વર્ષ ધીરજપૂર્વક આ તપશ્ચર્યા કરી શકે. પરંતુ એવી દીર્ઘકાલીન તપશ્ચર્યા કરનારાં માણસો આજે પણ વિદ્યમાન છે એ આનંદની વાત છે. કેટલાકે તો પોતાના જીવનમાં ત્રણ કે ચાર વર્ધમાન તપની ઓળી કરી હોય એવા દાખલા નોંધાયા છે. આ તપશ્ચર્યા કરનારે પણ રોજ જિનપૂજન, દેવવંદન, પડિલેહણ, ગુરુવંદન, પ્રતિક્રમણ વગેરે આવશ્યકાદિ ક્રિયાઓ યથાશક્તિ કરવાની હોય છે. સાથે નવ પદમાંથી અરિહંતપદ, સિદ્ધપદ કે તપપદમાંથી કોઈ પણ એક પદનું રોજ ખમાસમણાં, કાઉસગ્ગ, નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે યથાશક્તિ આરાધન કરવાનું હોય છે. વર્ધમાન તપની ઓળીની આરાધના જો શુદ્ધ અને શુભ ભાવથી કરવામાં આવી હોય તો એથી ઐહિક જીવનમાં શુભ કાર્યોમાં વિઘ્નો કે અંતરાયો દૂર થાય છે, પણ એથી મોટામાં મોટો લાભ તો એ છે કે આ આરાધનાથી તીર્થકર નામકર્મ બંધાય છે. કેટલાક જીવોને બાહ્ય તપશ્ચર્યા કઠિન લાગે છે તો કેટલાકને આત્યંતર તપશ્ચર્યા. વસ્તુતઃ બંને પ્રકારની તપશ્ચર્યાની જરૂર છે. માણસ ઉપવાસ, આયંબિલ કરે અને સાથે ક્રોધ પણ એટલો કરે તે બરાબર નથી. તેમ સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધ્યાન, ઇત્યાદિ કરે અને સાથે ભક્ષ્યાભઢ્ય Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જિનતત્ત્વ ખાવાપીવાના અને નાટકનાચગાનના એટલા જ જલસા કરે તે પણ બરાબર નથી; પરંતુ એટલા માટે તપશ્ચર્યા કરનારે તપશ્ચર્યા કરતાં અટકી જવાનું નથી. બાહ્ય કે આત્યંતર તપથી ઇન્દ્રિયો પર અને ચિત્ત ઉપર સંયમ આવે એ જ પ્રથમ અગત્યની વસ્તુ છે. તપશ્ચર્યા કરનાર યંત્રવતુ તપશ્ચર્યા કરે તો એનામાં જડતા કે ભાવશૂન્યતા આવી જાય એવો સંભવ રહે છે. તપશ્ચર્યા કરનાર માત્ર લૌકિક ફળ માટે, સાંસારિક લાભો માટે તપશ્ચર્યા કરે એવું પણ કેટલીક વાર બને છે. પણ તેઓએ તેનાથી આગળ વધી આધ્યાત્મિક ધ્યેય તરફ વળવું જોઈએ. વસ્તુત: તપશ્ચર્યા કરનારમાં ક્રોધ, માન વગેરે કષાયો ક્રમે ક્રમે ઘટતા જવા જોઈએ, સાંસારિક વાસનાઓ દૂર થતી જવી જોઈએ, અને ક્ષમાનો ભાવ વધતો જવો જોઈએ. એમ થાય તો જ તપશ્ચર્યાથી કર્મની નિર્જરાનો હેતુ સિદ્ધ થાય અને મોક્ષમાર્ગ તરફ પ્રગતિ થાય. એટલા માટે જ દુનિયાના બીજા ધર્મો કરતાં જૈન ધર્મમાં તપશ્ચર્યાનો મહિમા સૌથી વધુ બતાવવામાં આવ્યો છે. માટે જ જૈન ધર્મના હાર્દને અને તપશ્ચર્યાના રહસ્યને જે સમજે છે તે તપશ્ચર્યાનો ક્યારેય વિરોધ કરતા નથી, બલ્ક તપશ્ચર્યાની અનુમોદના કરે છે, કારણ કે અનુમોદના એ પણ તપશ્ચર્યાના માર્ગે જવાનું એક પગથિયું છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ પર્વાધિરાજ પર્યુષણ – ૧ અનેક માણસો જ્યારે પોતાના આનંદને સામુદાયિક રીતે વ્યક્ત કરે છે ત્યારે તેમાંથી ઉત્સવ કે પર્વનું નિર્માણ થાય છે. મનુષ્ય ઉત્સવપ્રિય પ્રાણી છે, માટે જ કહેવાય છે : ઉત્સવપ્રિયા: વન્તુ મનુષ્યાઃ। માનવજાતે વ્યક્તિ અને કુટુંબ, રાષ્ટ્ર અને વિશ્વ, જન્મ અને મૃત્યુ, આરંભ અને પૂર્ણાહુતિ, ઋતુઓ અને તિથિઓ ઇત્યાદિ ઘણા વિષયોને અનુલક્ષીને ઉત્સવોનું નિર્માણ કર્યું છે. તેમાં ધર્મ, ધર્મપુરુષો, ધર્મપ્રસંગો ઇત્યાદિને અનુલક્ષીને સૌથી વધુ ઉત્સવોની યોજના થઈ છે. સંદર્ભો બદલાતાં કેટલાક વ્યક્તિલક્ષી, સામાજિક કે રાજકીય ઉત્સવો કાલગ્રસ્ત થાય છે. ધાર્મિક ઉત્સવો પ્રમાણમાં વધુ ચિરકાલીન હોય છે. જૈનો જે વિવિધ ધાર્મિક પર્વોની ઉજવણી કરે છે તેમાં સૌથી મોટું પર્વ તે પર્યુષણ છે. ‘પજુસણ’ કે ‘પજોષણ’ એવા તદ્ભવ નામથી સામાન્ય લોકોમાં તે વિશેષ પ્રચલિત છે. સૌથી મોટું એ પર્વ હોવાથી પર્વશ્રેષ્ઠ, પર્વશિરોમણિ, પર્વાધિરાજ તરીકે, લોકોત્તર પર્વ તરીકે તે ઓળખાય છે. પર્વ એટલે આનંદ અને ઉલ્લાસ. જેવું પર્વ અને જેવો એનો મહિમા તેવી એની ઉજવણી. કેટલાંક પર્વોમાં સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરવા દ્વારા, વિધવિધ વાનગીઓના ઉપભોગ વડે, પરસ્પર મિલન અને શોભાયાત્રા વડે આનંદોલ્લાસ વ્યક્ત થતો હોય છે, તો કેટલાંક પર્વોમાં ધાર્મિક અનુષ્ઠાનો, વિધિવિધાનો, એકટાણું, ઉપવાસ, ત્યાગ-તપશ્ચર્યા, દાન અને દયા વગેરે દ્વારા સાદાઈપૂર્વક આનંદ વ્યક્ત થતો હોય છે. પર્વનો મહિમા લોકહૃદયમાં કેવો અને કેટલો છે તે એ દિવસની લોકોની પ્રવૃત્તિ પરથી જાણી શકાય છે. ‘પર્યુષણ' શબ્દ સંસ્કૃત છે. સાચો શબ્દ છે ‘પર્યુષણા;’ સંસ્કૃત પર + ૩૧ળા (ઉપન્) પરથી તે આવેલો છે. એનો અર્થ થાય છે સમસ્ત પ્રકારે વસવું અર્થાત્ એક સ્થળે સારી રીતે રહેવું. ચોમાસા દરમિયાન આ પર્વ આવે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૬ જિનતત્ત્વ પરંતુ સાધુઓને માટે તો સમસ્ત ચાતુર્માસને લક્ષમાં રાખીને આ શબ્દ પ્રયોજાયો હશે, કારણ કે સાધુ-સંતોએ ચાતુર્માસ દરમિયાન એક જ સ્થળે સ્થિર વસવાટ કરી ધર્મની આરાધના કરવાની હોય છે. ‘પર્યુષણા’ શબ્દનો લાક્ષણિક અર્થ એ છે કે આ પર્વ દરમિયાન માણસે આત્માની સમીપ જઈને વસવાનું, એટલે કે આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ વળવાનું હોય છે. શ્રાવણ મહિનાના અંતના અને ભાદરવા મહિનાના આરંભના એમ મળી આઠ દિવસનું આ પર્વ છે. એટલા માટે જૈનોના શ્વેતામ્બર વર્ગમાં પર્યુષણને ‘અઠ્ઠાઈ મહોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વ દરમિયાન ઇન્દ્ર વગેરે દેવતાઓ નંદીશ્વર દ્વીપમાં જઈને શાશ્વત જિનમંદિરોમાં અઠ્ઠાઈ મહોત્સવ ઊજવે છે, એમ શાસ્ત્રોમાં કહેવાયું છે. પર્યુષણ પર્વ એ ત્યાગ અને તપશ્ચર્યાનું પર્વ છે. દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા ન મળે એટલી કઠિન તપશ્ચર્યા જૈનોમાં આ પર્વ દરમિયાન જોવા મળે છે. ગામેગામ જ્યાં જ્યાં જૈનોની વસ્તી હોય છે ત્યાં કેટલાંયે માણસો એવાં મળશે કે પર્યુષણના આઠેય દિવસ ઉપવાસ કરતાં હોય. આઠ દિવસ સુધી અન્નનો દાણો પણ મોઢામાં નાખ્યા વગર તપશ્ચર્યા અને ધાર્મિક ક્રિયાઓ કરવી એ જેવુંતેવું વ્રત નથી. કેટલાંક શક્તિવાળાં સ્ત્રી-પુરુષો બાર, સોળ, એકવીસ, ત્રીસ, પિસ્તાલીસ દિવસના ઉપવાસ કરે છે. કોઈક વાર સાઠ-પાસંઠ કે તેથી વધુ દિવસના પણ થાય છે. જેમનાથી વધુ ઉપવાસ ન થાય તે ચાર, ત્રણ, બે કે છેવટે પર્વના છેલ્લા દિવસનો – સંવત્સરીનો એક ઉપવાસ કરે છે, ઉપવાસ ન થાય તો એકાસણું - એકટાણું કરે છે. પર્યુષણ એ દાન અને દયાનું પણ પર્વ છે. દુનિયાના અર્થશાસ્ત્રીઓ કહે છે કે જૈન સમાજ દાનમાં જેટલો પૈસો ખર્ચે છે, તેટલો વ્યક્તિદીઠ સરેરાશે ભાગ્યે જ બીજો કોઈ સમાજ ખર્ચતો હશે. એ દાનની સૌથી મોટી પ્રવૃત્તિ પર્યુષણ દરમિયાન થાય છે. અનુકંપાદાન, સુપાત્રદાન અને અભયદાન – એમ ત્રિવિધ પ્રકારે એ પ્રવૃત્તિ થાય છે. અભયદાન એ સૌથી શ્રેષ્ઠ દાન છે. દયા, વિશેષત: જીવદયા એ જૈનોના લોહીમાં છે. વ્યક્તિગત રીતે કેટલાંકનું વર્તન અપૂર્ણ, અણસમજવાળું કે વિપરીત હોય તેથી સમસ્ત સમાજને દોષ દઈ શકાતો નથી. પર્યુષણ પર્વ એ ઘણું પ્રાચીન પર્વ છે, શાસ્ત્રોમાં વર્ણન આવે છે તે પ્રમાણે ભગવાન મહાવીરસ્વામી જ્યારે રાજગૃહી નગરીમાં પધાર્યા હતા ત્યારે મગધના રાજા શ્રેણિકે ભગવાન મહાવીરને પર્યુષણ પર્વ વિશે પ્રશ્નો પૂછ્યા Page #107 -------------------------------------------------------------------------- ________________ પર્વાધિરાજ પર્યુષણ ૧ હતા, પર્યુષણ પર્વની આરાધના સારામાં સારી રીતે કોણે કરેલી એવા પ્રશ્નના જવાબમાં ભગવાને કહેલું કે ભૂતકાળમાં ગજસિંહ નામના રાજાએ એવી સરસ આરાધના કરેલી કે જેથી તેઓ પૂર્વમહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરપદ પામ્યા અને મુક્તિપદ પ્રાપ્ત કરશે. પર્યુષણ પર્વ એ સંયમ અને સાધનાનું પર્વ છે. એ માટે શાસ્ત્રોમાં અગિયાર દ્વારે આરાધના કરવાનું ફરમાવ્યું છે. જિનપૂજા, ચૈત્ય-પરિપાટી (આસપાસનાં જિનમંદિરોમાં જઈ જિનેશ્વર ભગવંતને દ્રવ્ય અને ભાવથી નમસ્કાર કરવા), સાધુસંતોની ભક્તિ, સંઘમાં પ્રભાવના, જ્ઞાનની આરાધના, સાધર્મિક વાત્સલ્ય, ‘કલ્પસૂત્ર’ સાંભળવું, તપશ્ચર્યા કરવી, જીવોને અભયદાન આપવું, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું, પરસ્પર ક્ષમાપના કરવી એમ અગિયાર પ્રકારે આ આરાધના કરવાની હોય છે. એ આરાધના વધુ દીપી ઊઠે એ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું, દાન દેવું, દયા પાળવી, પાપકર્મ થાય તેવાં કાર્યોનો ત્યાગ કરવો, અશુભ વચનો ન બોલવાં, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ વગેરે વ્રતક્રિયા કરવાં, ગુરુમહારાજની ઉપદેશવાણી સાંભળવી, ભગવાન મહાવીરનાં માતાએ સ્વપ્નમાં જોયેલી ચૌદ વસ્તુઓનો–ચૌદ સુપનનો – મહોત્સવ કરવો વગેરે આવશ્યક મનાયાં છે. આ પર્વ દરમિયાન મસ્તકે લોચ કરવો (એટલે માથા અને મોઢા પરના વાળ હાથથી ખેંચીને કાઢી નાખવા), ઓછામાં ઓછું અઠ્ઠમ(ત્રણ દિવસના ઉપવાસ)નું તપ કરવું, ‘કલ્પસૂત્ર’ વાંચવું, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું અને માંહોમાંહે ક્ષમાપના કરવી એ સાધુઓનાં વિશેષ કર્તવ્ય મનાયાં છે. ૯૭ - અન્ય દિવસ કરતાં પર્વના દિવસે કરેલી ધર્મારાધના વિશેષ લવતી માનવામાં આવે છે. બીજી બાજુ પર્વના દિવસે કરેલું પાપ પણ મોટું અને માણસને ભયંકર કર્મબંધનમાં મૂકી દેનારું મનાય છે. જેમ તીર્થને માટે તેમ પર્વને માટે (અને પર્વને પણ જંગમ તીર્થ જ કહેવામાં આવે છે) પણ સાચું છે કે : अन्य दिने कृतं पापं पर्वदिने विनश्यति । पर्वदिने कृतं पापं वज्रलेपो भविष्यति ।। એટલા માટે પર્યુષણ પર્વ એ પુણ્યના પોષણનું અને પાપના પ્રતિક્રમણનું પર્વ છે; દૈવી સંપત્તિના સર્જનનું અને આસુરી સંપત્તિના વિસર્જનનું પર્વ છે. કવિ શ્રી જ્ઞાનવિમલસૂરિએ ‘પર્યુષણમહાપર્વ-માહાત્મ્યની સજ્ઝાયમાં કહ્યું છે : www.jainelibrary.örg Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પુણ્યની પોષણા, પર્વ પર્યુષણા આવિયાં ઇણિ પરે જાણિયે એ; હિયડલે હર્ષ ધરી, છઠ્ઠું અક્રમ કરી, ઓચ્છવે કલ્પ ઘર આણિયે એ. જૈન માન્યતા પ્રમાણે માણસનો આયુષ્યબંધ કેટલીક વાર પર્વના દિવસે પડતો હોય છે. એક જન્મ પૂરો થતાં અન્ય જન્મમાં માણસ શું થવાનો છે (મનુષ્ય, દેવ, તિર્યંચ કે નારક) તે જે ક્ષણે નક્કી થાય છે તેને આયુષ્યનો બંધ કહેવામાં આવે છે. આથી પર્વના દિવસે, મન, વચન અને કાયાની શુદ્ધિથી કરેલી આધ્યાત્મિક આરાધના માણસને ભવાન્તરમાં ઉત્તમ ગતિ અપાવે છે, ત્વરિત મુક્તિ અપાવે છે, જ્યારે પર્વના દિવસે કરેલી પાપપ્રવૃત્તિ માણસને જન્માંતરમાં ભયંકર દુર્ગતિમાં ઘસડી જાય છે. જિનતત્ત્વ પર્યુષણ એ મૈત્રી અને ક્ષમાનું પર્વ છે. પર્યુષણનો છેલ્લો દિવસ સંવત્સરી તરીકે જાણીતો છે. એ દિવસે તમામ જૈનો એકબીજાને ‘મિચ્છા મિ દુક્કડં' (મિથ્યા મે ુષ્કૃતમ્) કહી ક્ષમા માગે છે, અને ક્ષમા આપે છે, ક્ષમાથી વૈરવૃત્તિ શમે છે. ક્રોધ અને અહંકારને સ્થાને મૈત્રી અને નમ્રતા વિકસે છે. એથી જગતમાં પ્રેમ અને શાંતિ પથરાય છે. જૈનોનો એક વર્ગ જે દિગમ્બરના નામે ઓળખાય છે તે પોતાનાં પર્યુષણ જુદાં ઊજવે છે. સંવત્સરીના આ દિવસ પછી બીજા દિવસથી તેઓ આ પર્વ દસ દિવસ ઊજવે છે. માટે તેને ‘દસ લક્ષણી' કહેવામાં આવે છે. ક્ષમા, માર્દવ, આર્જવ, ત્યાગ, સંયમ, તપ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય – એ દસ પ્રકારના યતિધર્મને લક્ષમાં રાખી આ પર્વ ઊજવાતું હોવાથી તેને ‘દસ લક્ષણી’ કહેવામાં આવે છે. પર્વોની ઊજવણી સાથે એની ફલશ્રુતિ સંકળાયેલી હોય છે. પર્યુષણ પર્વ સાથે કોઈ ભૌતિક સુખ, આકાંક્ષા, અભિલાષાની નહિ પણ આધ્યાત્મિક સિદ્ધિની ફલશ્રુતિ રહેલી છે. એથી જ પર્યુષણ પર્વ એ ત્યાગ અને સંયમ, દાન અને દયા, પ્રાયશ્ચિત્ત અને પ્રતિક્રમણ, મૈત્રી અને ક્ષમા, તપ અને સમતા, ભક્તિ અને ભાવના દ્વારા, આત્મનિરીક્ષણ અને આત્મસંશોધન દ્વારા આત્માનો પ્રકાશ પ્રાપ્ત કરી મુક્તિના પંથે વિચરવાનું અમોઘ પર્વ છે પર્વાધિરાજ છે. - Page #109 -------------------------------------------------------------------------- ________________ પર્વાધિરાજ પર્યુષણ - ૨ એક તુચક્ર પૂરું થતાં વર્ષ પૂરું થાય છે. વર્ષ નવું પણ ઘટમાળ જૂની, એવો જીવનક્રમ ઘણાંનો હોય છે. પ્રત્યેક નવા વર્ષે નવી પ્રેરણા, નવું ચેતન અને નવો ઉત્સાહ દાખવનારાં, ઉત્તરોત્તર અધિક સિદ્ધિ પ્રાપ્ત કરનારાં મનુષ્યો પણ ઓછાં નથી હોતાં. ઘટનાક્રમ જૂનો હોય પણ તેમાંથી પસાર થવામાં અભિનવતા અનુભવાતી હોય, પર્વ એનું એ હોય પણ એની આરાધનામાં વધુ તાઝગી, વધુ ઉત્સાહ અને વધુ શક્તિ અનુભવાતી હોય એ પણ એક સદભાગ્ય છે. કોઈક આધુનિક બુદ્ધિવાદીને પ્રશ્ન થાય કે એની એ વાતમાં ફરીથી કેમ રસ પડે ? પણ શાસ્ત્રકારોએ કહ્યું છે કે જેમ ભોજનમાં, ઔષધમાં, અધ્યયનમાં પુનરુક્તિ એ દોષ નથી પણ ગુણ છે, તેમ પર્વની આરાધનામાં પણ પુનરુક્તિ એ દોષ નથી, બલકે ઇષ્ટ અનિવાર્યતા છે. પર્વન્' શબ્દના વિવિધ અર્થ થાય છે. એમાં મુખ્ય અર્થ છે “પવિત્ર દિવસ” અથવા “તહેવાર'. (બીજા અર્થો છે : “પર્વ” એટલે ગ્રંથનો ભાગ; “પર્વ' એટલે શેરડીનો બે ગાંઠા વચ્ચેનો ભાગ). સ્વ. પૂ. સાગરાનંદસૂરિજીએ તો, પર્વ” અને “તહેવાર' વચ્ચે પણ ભેદ દર્શાવતાં કહ્યું છે કે કોઈ એક ઘટના કે વસ્તુનું મહત્ત્વ દર્શાવવા કોઈ એક દિવસ સાથે એને જોડી દેવાય તે તહેવાર, અને દર મહિને, ચાર મહિને કે વર્ષે નિયમિતપણે, સામુદાયિક આરાધના સાથે જ ઊજવાય તે પર્વ. મહાવીર જયંતી કે ગાંધી જયંતી એ તહેવાર છે ને જ્ઞાનપંચમી કે પર્યુષણા એ પર્વ છે. અલબત્ત, વ્યવહારમાં તહેવાર' અને “પર્વ' એ બંને શબ્દો એકબીજાના પર્યાય તરીકે વપરાય છે. પર્યુષણા' (પરિ + ઉષ૬) શબ્દનો અર્થ થાય છે સારી રીતે સ્થિર થવું. વર્ષાવાસ દરમિયાન સ્કૂલ રીતે સ્થિર થવા ઉપરાંત આત્મામાં સ્થિર થવા માટે વિશેષ ભાર આ આધ્યાત્મિક પર્વમાં મૂકવામાં આવ્યો છે. જીવદયા, દાન, Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જિનતત્ત્વ બ્રહ્મચર્ય, અઠ્ઠમ વગેરે પ્રકારની તપશ્ચર્યા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધવ્રત, જિનપૂજા, ગુરુવંદના, સાધર્મિક વાત્સલ્ય, શ્રુતશ્રવણાદિ જ્ઞાનારાધના, ચૈત્યપરિપાટી ઇત્યાદિ વિવિધ પ્રકારે આ પર્વની આરાધના કરવાની હોય છે. એટલે જ કહેવાય છે કે “પુણ્યનાં પોષણાં, પર્વ પર્યુષણાં'. શ્રાવણ મહિનો એટલે પર્વોનો મહિનો. વર્ષાઋતુમાં જ્યારે ઘણોખરો વરસાદ પડી ચૂક્યો હોય, ખેતીમાં કામે લાગેલાં માણસો જ્યારે લગભગ નિવૃત્ત થઈ ગયેલાં હોય, સફર માટે સાગરનું વાતાવરણ સાનુકૂળ બની ગયું હોય, નદી કે નાળાંનાં પૂર સરી ગયાં હોય, વાતવરણમાં હજુ ઠંડક હોય, આકાશમાં આમતેમ છૂટાંછવાયાં વાદળાં ટહેલતાં કે ઘડીક વરસતાં હોય એવા વાતાવરણમાં શ્રાવણ-ભાદરવામાં મનુષ્ય અનેરો ઉલ્લાસ અનુભવે છે. ચોમાસાના ચાર મહિનામાં આ એવો ઉત્તમ કાળ છે કે જ્યારે માણસ સમય ફાજલ પાડીને ઉત્સવમાં ભાગ લઈ શકે છે, આરાધનામાં જોડાઈ શકે છે. ઉત્સવ એ મનુષ્ય-જીવનનું મોટામાં મોટું પ્રેરક બળ છે. ઉત્સવ એટલે માણસ ઘર છોડી બહાર નીકળી સમુદાયમાં ભળે, અનેક લોકો સાથે પ્રેમ, આદર, સહકાર, સત્કાર વગેરેની લાગણી અનુભવે. ઉત્સવ એટલે મનુષ્યની સામુદાયિક ચેતનાનો વિસ્તાર અને વિકાસ. ઉત્સવ ન હોય તો મનુષ્યજીવન ક્રમે ક્રમે જડ અને પાંગળું બની જાય. કટાઈ જતા જીવનને ઉત્સવ નવો ઓપ આપે છે. ભારતીય પરંપરામાં ભોગ ને ત્યાગ બંનેનું મહત્ત્વ સ્વીકારાયું છે. પરંતુ ત્યાગ દ્વારા ભોગ (તેન ચન મુંગીથા) ની ભાવનાનું પ્રાધાન્ય ભારતીય પરંપરામાં જેવું છે તેવું બીજે બહુ ઓછું જોવા મળશે. ખાવાના આનંદ કરતાં સહેતુક ભૂખ્યા રહેવાનો આનંદ ઘણો ચઢિયાતો છે, એની પ્રતીતિ તો જેઓ એવું આચરે છે તેમને વિશેષ હોય છે. આપણાં પર્વોમાં ખાદ્ય પદાર્થો અને વસ્ત્રાલંકાર દ્વારા દેહને રીઝવવાનાં જેમ કેટલાંક લૌકિક પર્વો છે, તેમ ત્યાગ ને સંયમ દ્વારા આત્માની અનુભૂતિના આનંદને માણવા માટેનાં લોકોત્તર પર્વો પણ છે. પર્યુષણ પર્વનો મહિમા લોકોત્તર પર્વ તરીકેનો છે. જીવની એ ખાસિયત છે કે જો તે જાગ્રત ન રહે તો ઘડીકમાં પ્રમાદી અને મલિન બની જાય. આત્મશુદ્ધિ એ સતત કરવાનું કાર્ય છે. પર્યુષણ પર્વ Page #111 -------------------------------------------------------------------------- ________________ પર્વાધિરાજ પર્યુષણ – ૨ એ માટેના પુરુષાર્થને પ્રેરે છે. પર્વનું જો આયોજન ન હોય તો ગમે તે માણસ ગમે તેટલું સારું કાર્ય કરે તો પણ એનો સામાજિક પ્રભાવ બહુ પડતો નથી. અનેક માણસો એકસાથે આવા કાર્યમાં જોડાય છે ત્યારે તેઓ પરસ્પર એકબીજાને માટે પ્રેરક બને છે અને એનો સામાજિક પ્રભાવ ઘણો મોટો પડે છે. પર્યુષણા પર્વ દરમિયાન જૈનોમાં ઉપવાસ વગેરે પ્રકારની જે નાની-મોટી તપસ્યા કરવામાં આવે છે એનો જો સરવાળો કરવામાં આવે તો આત્મશુદ્ધિના કાર્યમાં એનું કેટલું મોટું યોગદાન છે એ સમજી શકાશે. માત્ર જડતાથી કે દેખાદેખીથી તપશ્ચર્યા કરનારા કેટલાક જરૂ૨ હશે (અને ભલે હોય) અને એવી તપશ્ચર્યાની ખોટી ટીકા કે નિંદા કરનારા પણ કેટલાક હશે (અસમર્થો ગૃહામે સમર્થો ગૃહમનને) તો પણ સમગ્રપણે જોતાં માનવજાતિની આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં પ્રતિવર્ષ આ પર્વ દ્વારા ઘણું મોટું કાર્ય થાય છે એમ સ્વીકારવું જ પડશે. ૧૦૧ ધર્મની આરાધના દાન, શીલ, તપ અને ભાવ – એ ચાર પ્રકારે કરવાની કહી છે. દરેક પોતાની શક્તિ ને રુચિ અનુસાર એક યા બીજા પ્રકારે તેમાં પ્રવૃત્ત થઈ શકે છે. પર્યુષણા પર્વનું હાર્દ તે સાંવત્સરિક ક્ષમાપના છે. પોતાના દોષો માટે ક્ષમા માગવી અને બીજાને એમના દોષો માટે ક્ષમા આપવી એ સરળ વાત નથી. ક્યારેક તેમાં પારંપરિક ઉપચાર રહેલો હોય છે તો પણ એકંદરે પરસ્પર ક્ષમાપના દ્વારા જીવન સુસંવાદી ને સ્નેહમય બને છે. શાસ્ત્રકારો કહે છે કે જીવને એના અંતિમ લક્ષ્ય સુધી – મુક્તિ સુધી – પહોંચવામાં આ ક્ષમાપનાનું તત્ત્વ જ વધુ સહાયરૂપ થાય છે. પર્વની ઉજવણી દરમિયાન વખતોવખત એક યા બીજી વાતનો અતિરેક થઈ જતો હોય છે. પર્વોની ઉજવણી પણ સમતોલ રહ્યા કરે, અતિરેક થાય તો તે શુભ તત્ત્વોનો ઇષ્ટ અતિરેક જ હોય એ પ્રત્યે સમાજના વિવિધ વર્ગના ગૃહસ્થથી સંત-મહાત્મા સુધીના – સૂત્રધારોએ લક્ષ આપવું જોઈએ. જ્યારે અનિષ્ટ અતિરેક થતો હોય ત્યારે એવી દોરવણીની ઘણી અપેક્ષા રહે છે. પર્વ આનંદોત્સવને બદલે ક્યારેક સમાજના વિભિન્ન સાંપ્રદાયિક વર્ગો વચ્ચે ફ્લેશકંકાસ કે ઈર્ષ્યા-નિંદાનું નિમિત્ત બને છે. ક્ષમાપનાના દિવસે જ અક્ષમાનો ભાવ વધુ આવી જાય છે. એના જેવું દુર્ભાગ્ય કયું હોઈ શકે ? પર્વદિન વેપારી કે નોકરિયાત માણસો માટે જો નિવૃત્તિદિન હોય, વિદ્યાર્થીઓને માટે રજાનો દિવસ હોય, તો પર્વની ઉજવણીમાં બધાં સારી રીતે Page #112 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૧૦૨ ભાગ લઈ શકે. તહેવારો માત્ર ધાર્મિક જ હોય એવું નથી, સામાજિક કે રાષ્ટ્રીય પણ અવશ્ય હોવા જોઈએ. પરંતુ આપણી સરકારો સૈકાઓથી ઊજવાતા આવેલા એવા કેટલાક ધાર્મિક-સાંસ્કૃતિક તહેવારોની રજા ૨દ કરીને કેટલાક રાજકીય તહેવારોનો ઉમેરો કરે છે તે યોગ્ય નથી. સમય પલટાતાં રાજકીય તહેવારો તરત વાસી બની જશે. માત્ર સ૨કારી દફ્તરો ને કૅલેન્ડરો પૂરતી જ એની નોંધ લેવાશે. પ્રજાજીવનમાં નવી ચેતના જગાડવામાં એમનો હિસ્સો ખાસ નહિ હોય. સૈકાઓથી ઊજવાતા આવેલા મોટા ધાર્મિક તહેવારોની રજા ૨૬ ક૨વાથી એકંદરે તો આપણી ભારતીય ભાવનાઓને હાનિ પહોંચે છે. રજાના સમયનો કેટલાક લોકો દુર્વ્યય કરે છે, એ ફરિયાદ ખોટી નથી, તો પણ કામના કલાકોનું આયોજન એવી રીતે થવું જોઈએ કે જેથી મોટાં ધાર્મિક પર્વોની ૨જા રદ કરવાની જરૂર ન પડે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વિભિન્ન વિદેશી આક્રમણો અને વિષમ પરિસ્થિતિઓ દરમિયાન ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખનારાં પરિબળોમાં આપણા ધાર્મિક પર્વોનું યોગદાન ઓછું નથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ લાંછન લાંછન' સંસ્કૃત શબ્દ છે અને તેનો અર્થ થાય છે “નિશાની” અથવા ચિહ્ન'. લાંછન ઉપરથી પ્રાકૃત અને અપભ્રંશમાં લંછણ શબ્દ પણ વપરાય છે. લાંછન' માટે “પતિનાવિક વિ', ‘તંછvi સંશો ધિં', “ઉભુજાતિમિરન' ઇત્યાદિ ઉલ્લેખો પ્રાચીન ગ્રંથોમાં મળે છે. લાંછન માટે ‘ચિહ્ન' ઉપરાંત “ધ્વજ', ‘લિંગ” જેવા શબ્દો પણ વપરાય છે. કેટલાક શબ્દોના અર્થમાં ચડતી પડતી થાય છે. અર્થવિસ્તાર, અર્થસંકોચની પ્રક્રિયા શબ્દોની બાબતમાં થયા કરે છે. કેટલાક શબ્દો વખત જતાં હલકા અર્થમાં પણ વપરાવા લાગે છે, એટલે કે તેના અર્થવિનિપાતની ક્રિયા પણ થાય છે. “લાંછન' શબ્દ તીર્થકરોની બાબતમાં શ્રેષ્ઠ ચિનના, અર્થમાં વપરાય છે, પરંતુ વર્તમાન સમયમાં લોકવ્યવહારની ભાષામાં “લાંછન” શબ્દ “કલંક” અથવા “ડાઘ'ના અર્થમાં પણ વપરાય છે. વ્યક્તિની ઓળખ માટે એનાં લક્ષણો ઉપકારક નીવડે છે. કેટલાંક લક્ષણો સારાં હોય છે અને કેટલાંક ખરાબ હોય છે. આંખે કાણો, હાથે ટૂંઠો, પગે લંગડો, કોઢવાળો કે એવાં કોઈક ખરાબ લક્ષણો દ્વારા પણ માણસ તરત ઓળખાઈ આવે છે. જેમ વ્યક્તિ પુણ્યશાળી કે ભાગ્યવાન તેમ એના શરીરમાં અસામાન્ય શુભ લક્ષણો જોવા મળે છે અને તે લક્ષણોને વધુ મહત્ત્વ અપાય છે. તીર્થકરોને ઓળખવા માટે એમનાં અસામાન્ય એવાં અનેક શુભ બાહ્ય લક્ષણોમાંથી કોઈ વિશિષ્ટ એકાદ લક્ષણને સૌથી મહત્ત્વનું ગણવામાં આવે છે. એ રીતે “લાંછન' એ તીર્થકરને ઓળખવા માટેનું એક વિશિષ્ટ લક્ષણ છે. અજાણી કોઈ વ્યક્તિને ઓળખવા માટે ઊંચાઈ, આંખોનો રંગ, ચામડીનો વર્ણ વગેરે લક્ષણો કામ લાગે છે. એવાં સામાન્ય લક્ષણો દેહનું વર્ણન કરવામાં મદદરૂપ બને છે. એમ છતાં જ્યારે એવા વર્ણનવાળી સમાન વ્યક્તિ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જિનતત્ત્વ એક કરતાં વધુ હોય ત્યારે તેમાં ગેરસમજ થવાનો સંભવ રહે છે. પરંતુ દરેક મનુષ્યનાં અંગાંગોમાં, મસ્તક કે ચહેરા ઉપર, હાથે કે પગે અથવા શરીરના અન્ય કોઈ ભાગમાં એવી કોઈક વિશિષ્ટ નિશાની હોય તો તે વડે એને તરત ઓળખી શકાય છે. તલ, મસો, લાખું, રુઝાયેલો ઘા, રસોળી, ડાઘો, રુંવાટી, ભૂરી આંખો, ધોળા વાળ, માથે ટાલ વગેરે જેવા કોઈ લક્ષણથી અજાણી વ્યક્તિને ઓળખવાનું અઘરું નથી. જ્યાં સમાન ચહેરા હોય કે જ્યાં સમાન દેહાકૃતિ હોય ત્યાં આવાં જુદાં કોઈક લક્ષણોની અપેક્ષા વધારે રહે છે. વર્તમાન સમયમાં શરીર પરનાં વિશિષ્ટ લક્ષણો દ્વારા તથા ફોટોગ્રાફ દ્વારા અજાણ્યા માણસને ઓળખવાનું સરળ થઈ પડે છે. પાસપોર્ટ માટે અને પોલીસ ખાતાના રેકોર્ડ માટે અનેક માણસોના ફોટાઓ ઉપરાંત એનાં વિશિષ્ટ લક્ષણો (Identification Marks)ની નોંધ રાખવામાં આવે છે. બે માણસના હાથ અને પગની રેખાઓ સરખી હોતી નથી. તેમાં પણ, એમ કહેવાય છે કે દુનિયામાં કોઈ પણ બે માણસના હાથના અંગૂઠાની રેખાઓની છાપ ક્યારેય સરખી હોતી નથી. એ રેખાઓમાં અનંત વૈવિધ્ય રહેલું છે. એટલે કે દરેક માણસના શરીરમાં એવું તો કંઈક લક્ષણ હોય છે કે જે એનું પોતાનું વિશિષ્ટ, એકલાનું જ હોય છે. તેવા એક લક્ષણ દ્વારા કે થોડાંક લક્ષણોના સમૂહ દ્વારા માણસને ઓળખવાનું સરળ થઈ પડે છે. શરીરનાં વિવિધ અંગોનાં અવલોકન ઉપરથી માનવજાતિએ પોતાના અનુભવને આધારે કેટલાંક લક્ષણોને ઉત્તમ પ્રકારનાં, કેટલાંકને મધ્યમ પ્રકારનાં અને કેટલાંકને કનિષ્ઠ પ્રકારનાં ગણાવ્યાં છે. શરીરના વિભિન્ન અવયવોમાં રહેલાં એવાં ઉત્તમ લક્ષણોમાંથી જેનામાં બત્રીસ ઉત્તમ લક્ષણો હોય તેવા માણસને બત્રીસલક્ષણો' કહેવામાં આવે છે. તે માણસ ભાગ્યશાળી અને શુકનવંતો ગણાય છે. ભારતીય સામુદ્રિકશાસ્ત્રમાં માનવશરીરનાં વિભિન્ન લક્ષણોનું જેટલું ઝીણવટભર્યું અવલોકન, પૃથક્કરણ અને અધ્યયન થયું છે અને તે દ્વારા જે શુભાશુભ અનુમાનો તારવવામાં આવ્યાં છે તેવું દુનિયાના અન્ય કોઈ સાહિત્યમાં જોવા મળતું નથી. શરીરનાં વિવિધ અંગોને પણ લક્ષણ, વ્યંજન (મસો, તલ વગેરે), ગુણ, માન (પાણીથી માપ), ઉન્માન (વજનથી મા૫), પ્રમાણ (આંગળથી માપ)ની દૃષ્ટિએ તપાસી તેના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. ભગવાન મહાવીરના શરીરનું વર્ણન Page #115 -------------------------------------------------------------------------- ________________ લાંછન ‘કલ્પસૂત્ર’માં લખવામાં આવ્યું છે : અહીન पडिपुत्रपंचिंदियसरीर નવાવંનમુનોવવેય માજીમ્માળપમાળડિપુત્રમુનાય સવ્વસુંવા।' (અર્થાત્ હીનતારહિત, પાંચેય ઇન્દ્રિયોથી પરિપૂર્ણ શરીરવાળા તથા લક્ષણો, વ્યંજનો અને ગુણોથી યુક્ત, માન, ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ, સુજાત અને સર્વાંગસુંદર...) મનુષ્યનાં બત્રીસ ઉત્તમ લક્ષણોની ગણનામાં જુદા જુદા ગ્રંથોમાં થોડો ફરક છે. ગુણની દૃષ્ટિએ આ પ્રમાણે ઉત્તમ બત્રીસ લક્ષણ ગણાવવામાં આવે છેઃ (૧) નખ, (૨) હાથ, (૩) પગ, (૪) જીભ, (૫) હોઠ, (૬) તાળવું, (૭) નેત્રના ખૂણા – આ સાતે ૨ક્તવર્ણા હોય, (૮) કાખ, (૯) વક્ષસ્થળ, (૧૦) ગળું, (૧૧) નાસિકા, (૧૨) નખ, (૧૩) મૂછ – એ છ ઊંચાં હોય; (૧૪) દાંત, (૧૫) ત્વચા, (૧૬) વાળ, (૧૭) આંગળીનાં ટેરવાં, (૧૮) નખ આ પાંચ નાનાં પાતળાં હોય; (૧૯) આંખ, (૨૦) હૃદય, (૨૧) નાક, (૨૨) હડપચી, (૨૩) ભુજા આ પાંચ લાંબાં હોય; (૨૪) લલાટ, (૨૫) છાતી, (૨૬) મુખ – આ ત્રણ વિશાળ હોય; (૨૭) ડોક, (૨૮) જાંઘ (૨૯) પુરુષચિહ્ન – આ ત્રણ લઘુ હોય; (૩૦) સત્ત્વ, (૩૧) સ્વર, (૩૨) નાભિ આ ત્રણ ગંભીર હોય – એવાં બત્રીસ શુભ લક્ષણવાળો પુરુષ બત્રીસલક્ષણો, શ્રેષ્ઠ અને ભાગ્યશાળી મનાય છે. - and a ૧૦૫ 1 શરીરનાં અંગોઅંગમાં રહેલી બત્રીસ મંગળ આકૃતિઓની દૃષ્ટિએ પણ ‘બત્રીસલક્ષણો’ માણસ કહેવાય છે. એ લક્ષણો નીચે પ્રમાણે છે : (૧) છત્ર, (૨) કમળ, (૩) ૨૫, (૪) વજ્ર, (૫) કાચબો, (૬) અંકુશ, (૭) વાવડી, (૮) ધનુષ્ય, (૯) સ્વસ્તિક, (૧૦) તોરણ, (૧૧) બાણ, (૧૨) સિંહ, (૧૩) વૃક્ષ, (૧૪) શંખ, (૧૫) ચક્ર, (૧૬) હાથી, (૧૭) સમુદ્ર, (૧૮) કળશ, (૧૯) મહેલ, (૨૦) મત્સ્ય, (૨૧) જવ, (૨૨) યજ્ઞસ્તંભ, (૨૩) સ્તૂપ, (૨૪) કમંડળ, (૨૫) ૫ર્વત, (૨૭) ચામર, (૨૭) દર્પણ, (૨૮) વૃષભ, (૨૯) પતાકા, (૩૦) લક્ષ્મી, (૩૧) માલા અને (૩૨) મોર. શરીરનાં અંગાંગોમાં જેમ વધુ ઉત્તમ લક્ષણો તેમ તે વ્યક્તિ વધુ ભાગ્યશાળી મનાય છે. બત્રીસથી વધુ ૧૦૮ કે ૧૦૦૮ ઉત્તમ લક્ષણો ગણાવવામાં આવે છે. એવાં ઉત્તમ લક્ષણો જેનામાં હોય તેવી વ્યક્તિ શ્રેષ્ડતરશ્રેષ્ઠતમ ગણાય છે. જૈન માન્યતાનુસાર બળદેવોમાં ૧૦૮ ઉત્તમ લક્ષણો હોય છે, અને ચક્રવર્તીઓમાં તથા તીર્થંકરોમાં એવાં ૧૦૦૮ ઉત્તમ લક્ષણો હોય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જિનતત્વ આમ લક્ષણોની દૃષ્ટિએ, તીર્થકરોનાં શરીર સર્વશ્રેષ્ઠ મનાય છે. શુભ કર્મના ઉદયથી તેવાં લક્ષણો સાંપડે છે. बत्तीसा अट्ठसयं, अट्ठ सहस्सं व बहुतराई च। देहेसु देहीणं लक्खणाणी सुभकम्म जणिताणि ।। આ બધાં દેહનાં બાહ્ય લક્ષણો છે. સ્વભાવ કે પ્રકૃતિનાં લક્ષણો તે અત્યંતર લક્ષણો છે. એના વૈવિધ્યનો તો પાર નથી. दुविहा य लक्खणा खलु, अभंतर-बाहिरा उ देहीणं । बाहिया सुर वगाइ, अंतो सब्भाव सत्ताई।। બાહ્ય લક્ષણોના અંગભૂત અને અંગબાહ્ય એવા બે પ્રકાર છે. શરીરમાં રહેલા અને સામાન્ય રીતે કાઢી ન શકાય એવાં (સિવાય કે ઓપરેશનથી) લક્ષણો તે અંગભૂત અને વસ્ત્ર, આભૂષણ વગેરે દ્વારા ઓળખાતાં લક્ષણો તે અંગબાહ્ય કહેવાય છે. લશ્કરના સૈનિકો, સાધુ-સંન્યાસીઓ, હોસ્પિટલનાં ડૉક્ટર-નર્સ, વગેરે પોતાના ગણવેશના લક્ષણથી ઓળખાઈ આવે છે. પણ તે કાઢી કે બદલી શકાય એવાં લક્ષણો છે. મૂછ, દાઢી, નખ, માથાના વાળ વગેરે અંગભૂત લક્ષણોમાં પણ ફેરફાર કરી શકાય છે. તીર્થંકરનું સર્વશ્રેષ્ઠ અંગભૂત લક્ષણ અને અર્થ, ભાવ તથા જીવનની દૃષ્ટિએ સર્વથા અનુરૂપ એવું કોઈ એક લક્ષણ તે “લાંછન” તરીકે ઓળખાય છે. બધાં જ લક્ષણોને “લાંછન' તરીકે ન ઓળખાવી શકાય. આમ, “લાંછન” એ લક્ષણ છે, પણ કોઈ પણ વિશિષ્ટ લક્ષણ “લાંછન' હોય કે ન પણ હોય. તીર્થકરોનાં આ લાંછન આવ્યાં ક્યાંથી? કોણે નક્કી ક્યાં ? પ્રાચીન ગ્રંથો વાંચતાં એમ માલૂમ પડે છે કે દરેક તીર્થકરની પોતાની જાંઘ ઉપર (કે શરીરના જમણા અંગ ઉપર) આવું એક લાંછન – ચિહ્નાકૃતિ જન્મથી હોય છે. “અભિધાન ચિતામણિ'ની વોપજ્ઞ ટીકામાં શ્રી હેમચન્દ્રાચાર્ય લખે છે : एते खलु दक्षिणाङ्ग विनिवेशिनो लांच्छनभेदा इति। આમ હેમચન્દ્રાચાર્યના જણાવ્યા પ્રમાણે તીર્થકરોનાં લાંછન એમના શરીરના જમણા ભાગમાં હોય છે. આવશ્યક નિર્યુક્તિ” (ગાથા ૧૦૮૦)માં કહ્યું છે કે ઋષભદેવ ભગવાનની બંને જાંઘ ઉપર બળદનું લાંછન હતું. માટે તેઓ ઋષભજિન તરીકે Page #117 -------------------------------------------------------------------------- ________________ લાંછન - ૧૦૭ ઓળખાતા હતા. વળી એમની માતાને સ્વપ્નમાં પ્રથમ બળદનું દર્શન થયું હતું. જુઓ : उरुसु उसमलच्छण उसभ सुमिणम्मि तेतेण उसभजिणो। તીર્થકરના દેહ ઉપરનું લાંછન તે એમના નામકર્મ અનુસાર હોય છે. તદુપરાંત એ લાંછન એમની પ્રકૃતિને દર્શાવનાર પ્રતિનિધિરૂપ પણ ગણાય છે. લાંછનો બળદ, હાથી, ઘોડો, સિંહ, મગરમચ્છ, વાંદરો, મહિષ, ગેંડો, હરણ વગેરે જેવાં પશુઓનાં; કૌંચ, બાજ વગેરે પક્ષીઓનાં; સૂર્ય, ચંદ્ર વગેરે અવકાશી પદાર્થોનાં સ્વસ્તિક, નંદ્યાવર્ત, કમળ, કળશ, શંખ વગેરે મંગલરૂ૫ મનાતાં પ્રતીકોનાં – એમ વિવિધ પ્રકારનાં હોય છે. આ પ્રત્યેક લાંછનનો પોતાનો કોઈક ઉત્કૃષ્ટ ગુણ હોય છે અને એ ઉત્કૃષ્ટ ગુણ અનંત ગુણના ધારક એવા તીર્થંકર પરમાત્માના જીવનમાં ઉત્કૃષ્ટપણે જોવા મળે છે. માતાને આવેલાં સ્વપ્ન, પોતાના શરીરનો વર્ણ કે અન્ય રૂપ કે લક્ષણ પણ લાંછનની સાથે કે એના ગુણ સાથે સંકળાયેલ હોય છે. ઉ.ત., પદ્મપ્રભુની કાન્તિ અથવા પ્રભા પદ્મના સમૂહ જેવી હતી, એમનું શરીર પાના રાતા વર્ણ જેવું હતું. એમની માતાને પદ્મની શયામાં શયન કરવાનો દોહલો (દોહદ) થયો હતો, માતાએ સ્વપ્નમાં પદ્મ-સરોવર પણ જોયું હતું અને ભગવાનના પોતાના શરીર પર પદ્મનું લાંછન હતું. એવી રીતે ચંદ્રપ્રભુની કાન્તિ ચંદ્ર જેવી હતી, એમની માતાને ચંદ્રનું પાન કરવાનો દોહદ થયો હતો, એમની માતાને ચૌદ સ્વપ્નમાં ચંદ્રનું સ્વપ્ન આવ્યું હતું અને ભગવાનના શરીર ઉપર ચંદ્રનું લાંછન હતું. પાર્શ્વનાથ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા પછી એક અંધારી રાત્રે માતાને અંધારામાં પણ સર્પ દેખાયો હતો જે એમના પિતા રાજા અશ્વસેનને દેખાયો નહોતો, જે ગર્ભમાં રહેલા પુત્રનો જ ચમત્કાર હતો. વળી ભગવાનના શરીર ઉપર સર્પનું લાંછન હતું. આમ લાંછન માત્ર શરીર પરનું એક ચિહ્ન જ માત્ર ન રહેતાં તીર્થકરના સમગ્ર જીવનમાં અર્થ અને ભાવની દૃષ્ટિએ વિવિધ રીતે તે સંકળાયેલું જોવા મળે છે. જૈન માન્યતા અનુસાર આ અવસર્પિણીના કાળમાં ભરત ક્ષેત્રમાં ચોવીસ તીર્થકરો થઈ ગયા. આ દરેક તીર્થકરનું પોતાનું જુદું લાંછન છે, જેમ કે “બળદ” એ ઋષભદેવનું લાંછન છે; હાથી અજિતનાથનું લાંછન છે; “સર્પ પાર્શ્વનાથનું લાંછન છે; “સિંહ” મહાવીરસ્વામીનું લાંછન છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકરોનાં લાંછન નીચે પ્રમાણે છે. (૧) ઋષભદેવ - બળદ; (૨) અજિતનાથ - હાથી; (૩) સંભવનાથ - ધોડો; (૪) અભિનંદનસ્વામી - વાંદરો; (૫) સુમતિનાથ - ક્રૌંચપક્ષી; (૬) પદ્મપ્રભુ - કમળ (પદ્મ); (૭) સુપાર્શ્વનાથ - સ્વસ્તિક (સાથિયો); (૮) ચંદ્રપ્રભુસ્વામી - ચંદ્ર; (૯) સુવિધિનાથ - મગર; (૧૦) શીતલનાથ - શ્રીવત્સ; (૧૧) શ્રેયાંસનાથ - ગેંડો; (૧૨) વાસુપૂજ્યસ્વામી - પાડો; (૧૩) વિમલનાથ - ભૂંડ; (૧૪) અનંતનાથ - બાજ; (૧૫) ધર્મનાથ - વજ; (૧૯) શાંતિનાથ હરણ; (૧૭) કુંથુનાથ બકરો; (૧૮) અરનાથ નન્દાવર્ત; (૧૯) મલ્લિનાથ - ઘડો અથવા કુંભ (કળશ); (૨૦) મુનિસુવ્રતસ્વામી - કાચબો; (૨૧) નિમનાથ - નીલકમળ; (૨૨) નેમિનાથ - શંખ; (૨૩) પાર્શ્વનાથ - સર્પ અને (૨૪) મહાવીરસ્વામી - સિંહ. - ૧૦૮ ચોવીસ તીર્થંકરોનાં લાંછનો અનુક્રમે જણાવતાં શ્રી હેમચન્દ્રાચાર્યે અભિધાનચિંતામણિમાં લખ્યું છે : वृषो गर्जोऽश्वः प्लवंगः क्रौञ्चोऽब्जं स्वस्तिकः शशी । मकरः श्रीवत्सः खड्गी महिष शूकरस्तथा ।। श्येनो वज्र मृगश्छागो नन्द्यावर्तो घटोऽपि च । कूर्मो नीलोत्पलं शङ्खः फणी सिंहोऽर्हतां ध्वजः । । હેમચંન્દ્રાચાર્યે લાંછન માટે અહીં ‘ધ્વજ' શબ્દ પ્રયોજ્યો છે. શ્રી પ્રદ્યુમ્નસૂરિએ ‘વિચારસારપયરણમાં ચોવીસ લાંછનો પ્રાકૃત ભાષામાં નીચે પ્રમાણે અનુક્રમે આપ્યાં છે वसह गय तुरय वानर कुञ्चो कमलं च सत्थिओ चन्दो । मयर सिखिच्छ गण्डय महिस वराहो य सेणो य ॥ वज्ज हरिणो छगलो नन्दवत्तो य कलस कुम्मो य । नीलुप्पल सख फणी सीहा य जिणाण चिन्धाई || શ્રી પ્રદ્યુમ્નસૂરિએ લાંછન માટે અહીં ‘ચિહ્ન' (પ્રા. ચિન્ધ) શબ્દ પ્રયોજ્યો છે. તીર્થંકરોની માતાને આવતાં સ્વપ્નોની બાબતમાં જેમ શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરા વચ્ચે થોડો ભેદ જોવા મળે છે તેમ તીર્થંકરોનાં લાંછનની બાબતમાં પણ શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરા વચ્ચે થોડો ભેદ જોવા મળે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ લાંછન છે છે. પાંચમા સુમતિનાથ ભગવાનનું લાંછન શ્વેતામ્બર પરંપરા પ્રમાણે ક્રૌંચ પક્ષી અને દિગમ્બર પરંપરા પ્રમાણે ચક્રવાક પક્ષી છે. દસમા શીતલનાથ ભગવાનનું લાંછન શ્વેતામ્બર પરંપરા પ્રમાણે શ્રીવત્સ છે અને દિગમ્બર પરંપરા પ્રમાણે કલ્પવૃક્ષ છે. ચૌદમાં અનંતનાથ ભગવાનનું લાંછન શ્વેતામ્બર પરંપરા પ્રમાણે બાજ પક્ષી છે અને દિગમ્બર પરંપરા પ્રમાણે શાહુડી છે. અઢારમા અરનાથ ભગવાનનું લાંછન શ્વેતામ્બર પરંપરા પ્રમાણે નંદ્યાવર્ત છે અને દિગમ્બર પરંપરા પ્રમાણે મત્સ્ય છે. આ ઉપરાંત બીજાં બે લાંછનમાં પણ બંને પરંપરા વચ્ચે સહેજ ફરક છે. પંદરમા ધર્મનાથ ભગવાનનું લાંછન શ્વેતામ્બર પરંપરા પ્રમાણે વજ્ર છે અને દિગમ્બર પરંપરા પ્રમાણે વજદંડ છે. વળી એકવીસમા મિનાથ ભગવાનનું લાંછન શ્વેતામ્બર પરંપરા પ્રમાણે નીલકમળ છે અને દિગમ્બર પરંપરા પ્રમાણે રક્તકમળ છે. દરેક તીર્થંકરના શરીર ઉ૫૨ અદ્વિતીય (અર્થાત્ અન્ય કોઈ તીર્થંકરના શરીરમાં ન હોય એવું) સર્વથા જુદું જ લાંછન હોય એવું નથી. અલબત્ત, વર્તમાન ચોવીસીના ચોવીસે તીર્થંકરોનાં બધાનાં લાંછન જુદાં જુદાં છે, પરંતુ વીસ વિહરમાન જિનેશ્વરોમાં બળદ, હાથી, સૂર્ય, ચંદ્ર, કમળ જેવાં લાંછન એક કરતાં વધારે તીર્થંકરોનાં છે. નીચેની યાદી ઉપરથી એ સ્પષ્ટ થશે. મહાવિદેહ ક્ષેત્રમાં હાલ વિચરતા વીસ વિહરમાન તીર્થંકરોનાં લાંછન નીચે પ્રમાણે છે : (૧) સીમંધર - બળદ; (૨) યુગમંધર (યુગંધર) - હાથી; (૩) બાજિન - હરણ; (૪) સુબાહુ - વાંદરો; (૫) સુજાત - સૂર્ય; (૬) સ્વયંપ્રભ ચંદ્ર; (૭) ઋષભાનન સિંહ; (૮) અનંતવીર્ય- હાથી; (૯) સુરપ્રભ - ઘોડો; (૧૦) વિશાલ - સૂર્ય; (૧૧) વજ્રધર - શંખ; (૧૨) ચંદ્રાનન - બળદ; (૧૩) ચંદ્રબાહુ - કમળ; (૧૪) ભુજંગ - કમળ; ૯૧૫) ઈશ્વર - ચંદ્ર; (૧૭) નેમિપ્રભ - સૂર્ય; (૧૭) વીરસેન [વારિષણ] - બળદ; (૧૮) મહાભદ્ર હાથી; (૧૯) ચન્દ્રયશા - ચન્દ્ર; (૨૦) અજિતવીર્ય - સ્વસ્તિક. ‘વિવિધ પ્રશ્નોત્તરમાં વિહરમાન જિનેશ્વરોનાં લાંછન ગણાવતાં લખ્યું છે: वसह गय हरिण कपि रवि ससि सिंह करी य चंदमाणू य । संखो वसहो कमलो कमलो ससि सूर वसहो य हत्थि य चन्दो सत्थिय ।। (આ યાદી પ્રમાણે સૂરપ્રભ તીર્થંકરનું લાંછન ઘોડો નહિ પણ ચન્દ્ર છે.) - - Page #120 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ વીસ વિહરમાન તીર્થંકરોમાં કેટલાંક લાંછન સમાન છે, પરંતુ તે જુદા જુદા પાંચ મહાવિદેહનાં હોવાથી જુદાં ગણાવી શકાય. ૧૧૦ અજિતનાથ ભગવાનના સમયમાં પાંચેય ભરત, પાંચેય ઐરાવત અને પાંચેય મહાવિદેહક્ષેત્રમાં મળીને કુલ ૧૭૦ તીર્થંકરો એક જ સમયે વિચરતા હતા. તો એ બધા તીર્થંકરોનાં બધાં જ લાંછન જુદાં જુદાં નહોતાં. એટલે કે કુલ ૧૭૦ જેટલાં જુદાં જુદાં લાંછનો હતાં એવું નથી. અલબત્ત એ બધાં તીર્થંકરોનાં લાંછનોની સંપૂર્ણ માહિતી આપણને મળતી નથી. પરંતુ વર્તમાન સમયના વીસ વિહરમાન તીર્થંકરોનાં લાંછનોમાંથી ઉપર દર્શાવ્યું તેમ કેટલાંક લાંછનો એક કરતાં વધુ તીર્થંકરોનાં છે. એ ઉ૫૨થી પણ સ્પષ્ટ થાય છે કે સર્વકાળને માટે દરેક તીર્થંકરનું જુદું જુદું અનન્ય લાંછન હોવું જોઈએ એવું અનિવાર્ય નથી. પરંતુ પોતપોતાના ક્ષેત્ર અનુસાર અનન્ય હોય છે. ઋષભ, ચંદ્રાનન, વર્ધમાન અને વારિષણ એ ચાર તીર્થંકરો શાશ્વત મનાય છે. એટલે કે એમાંના જે કોઈ તીર્થંકરો નિર્વાણ પામે કે તરત તે નામના બીજા તીર્થંકરો થાય છે. એ ચારે તીર્થંકરોનાં લાંછન પણ એના એ જ શાશ્વત રહે છે એવી માન્યતા છે. જોકે આ વિશે જ્ઞાની ભગવંતો તરફથી વધુ પ્રકાશ પડવાની અપેક્ષા રહે છે, કારણ કે શાશ્વત જિનની પ્રતિમાઓનાં લાંછનમાં ક્યાંક ફરક જોવા મળે છે. અતીત અને અનાગત ચોવીશીના તીર્થંકરોનાં લાંછનો વર્તમાન ચોવીશીના ઊલટા ક્રમે હોય છે. ઉ.ત. ચોવીસમા શ્રી મહાવીરસ્વામીનું લાંછન સિંહ છે તો આવતી ચોવીસીના પહેલા તીર્થંકર શ્રી પદ્મનાથ ભગવાનનું લાંછન સિંહ છે. ભારતીય સંસ્કૃતિમાં જૈન, હિન્દુ, બૌદ્ધ, દેવદેવીઓની સંખ્યાનો કોઈ પાર નથી. દેવ કે દેવીની મુખાકૃતિ તો શિલ્પીઓ પોતાની કલા અનુસાર લગભગ સરખી બનાવે. એકલી મુખાકૃતિઓ પરથી દેવો કે દેવીઓને ઓળખવાનું સરળ નથી. પરંતુ દેવ-દેવીનાં વાહન, આયુધ તથા અન્ય ઉપકરણ દ્વારા તેમને ઓળખવાનું સરળ થઈ પડે છે. વાઘ, સિંહ, પાડો, કાચબો, ઊંદર, હંસ, મોર, ગરુડ, હાથી, બળદ વગેરે પશુ-પક્ષી વાહન તરીકે જોવા મળે છે. કેટલાંક દેવ-દેવીનાં વાહન સમાન હોય છે પણ એમનાં આયુધ કે ઉપકરણ ઉપરથી તેમની ઓળખ નક્કી થઈ શકે છે. હાથમાં કમળ, પુસ્તક, માળા, શંખ, ચક્ર, વીણા, પાશ, ભાલો, ધનુષ્ય, ફરસી, ત્રિશૂલ વગેરેમાંથી શું શું છે, કેટલા Page #121 -------------------------------------------------------------------------- ________________ લાંછન હાથ છે અને ડાબા તથા જમણા હાથમાં શું શું છે તેના ઉપરથી પણ દેવદેવીઓની આકૃતિ ઓળખી શકાય છે. કેટલાંક દેવ-દેવીઓની મુખાકૃતિ મનુષ્ય જેવી નહિ પણ પશ કે પક્ષીઓ જેવી હોય છે. એ ઉપરથી પણ તેમને ઓળખી શકાય છે. મસ્તક ઉપર કે હાથે કે પગે પહેરેલા અલંકારો દ્વારા પણ તેઓને ઓળખી શકાય છે. આમ નિશાની દ્વારા દેવ-દેવીઓને ઓળખવાનું જાણકારો માટે અઘરું નથી. જૈન મંદિરોમાં ચોવીસ તીર્થકરોનાં યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ હોય છે. તેમજ ક્યાંક સોળ વિદ્યાદેવીઓની મૂર્તિઓ હોય છે. એ બધાંને એમના વાહન, આયુધ કે ઉપકરણ દ્વારા ઓળખી શકાય છે. અલબત્ત એમાં પણ કોઈક-કોઈકની બાબતમાં થોડો ફરક જોવા મળે છે, પરંતુ ઓળખવાનું અઘરું નથી. ઉદાહરણ તરીકે, જૈન મંદિરોમાં પાર્શ્વ યક્ષની મૂર્તિને ઘણા હાથીની સૂંઢને કારણે ગણપતિની મૂર્તિ માનવાની ભૂલ કરે છે, પરંતુ ગણપતિનું વાહન ઉદર છે અને પાર્શ્વ યક્ષનું વાહન કાચબો છે. વળી હાથમાં રહેલી વસ્તુઓમાં ફરક છે. એવી રીતે હિંદુ અંબામાતા અને નેમિનાથનાં યક્ષિણી અંબિકામાં પણ ફરક છે. વળી કેટલીક દેવીઓની પ્રતિમાઓમાં પરંપરાથી ફરક જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ચક્રેશ્વરીદેવીનું વાહન ક્યાંક ગરુડ બતાવવામાં આવે છે તો ક્યાંક વાઘ પણ બતાવવામાં આવે છે. કુશળ શિલ્પીઓ એ બધાં દેવ-દેવીઓનાં વૈિયક્તિક લક્ષણોના સારા જ્ઞાતા હોય છે. કેટલાક તવિદો પણ આ બાબતમાં સારું જ્ઞાન ધરાવતા હોય છે. પાદલિપ્તસૂરિકત “નિર્વાણકલિકા' ગ્રંથમાંથી તીર્થકરોનાં લાંછનો અને દેવ-દેવીઓનાં વાહન, આયુધ, ઉપકરણ વગેરે વિશે આધારભૂત માહિતી સાંપડે છે. - જિનેશ્વર ભગવાનની પ્રતિમા વીતરાગની પ્રતિમા છે. એમાં સરાગતાનાં કોઈ ચિહ્ન, આયુધ ઇત્યાદિ હોઈ શકે નહિ. બધા જ તીર્થકરોની પ્રતિમા એકસરખી હોય છે. એટલે એ પ્રતિમાઓને ઓળખવા માટે લાંછન એ સૌથી અગત્યનું સાધન છે. શિલ્પશાસ્ત્રની પરંપરામાં આ લાંછન તીર્થંકરની પ્રતિમાની નીચેના મધ્ય ભાગમાં કોતરવામાં આવે છે. જ્યાં સુધી આ લાંછન કોતરવામાં આવ્યું નથી હોતું ત્યાં સુધી પ્રતિમા “સામાન્ય જિન' પ્રતિમા ગણાય છે. “લાંછન” કોતરવામાં આવતાં તે કોઈ એક નિશ્ચિત તીર્થંકરની પ્રતિમા બને છે. જિનેશ્વર ભગવાનની પ્રતિમા એમની નિર્વાણઅવસ્થા અનુસાર બનાવાય છે. પ્રત્યેક તીર્થંકર પદ્માસનમાં અથવા ખગાસનમાં (કાઉસગ્ગ ધ્યાનમાં) Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જિનતત્ત્વ નિર્વાણ પામે છે. એટલે તીર્થકર ભગવાનની પ્રતિમા કાઉસગ્ગ ધ્યાનમાં પદ્માસનવાળી અથવા ઊભેલી એવી હોય છે. આ બે સિવાય અન્ય કોઈ આસનમાં તીર્થકર ભગવાનની પ્રતિમા હોઈ શકે નહિ. (કેટલીક પ્રતિમાઓ અર્ધ પદ્માસનમાં હોય છે. પરંતુ તે પદ્માસનનો જ એક પ્રકાર છે.) આમ, તીર્થકરોની પ્રતિમા મુખ્ય બે આસનમાં હોવાથી અને તેમના હાથમાં કોઈ આયુધ કે ઉપકરણ ન હોવાથી, કઈ પ્રતિમા કયા તીર્થંકરની છે એ ઓળખવા માટે અન્ય કોઈ આલંબનની જરૂર રહે છે. ચોવીસ તીર્થંકરમાં કોઈક રાતા વર્ણના, કોઈક નીલ વર્ણના, કોઈક શ્યામ વર્ણના અને કોઈ કાંચન વર્ણના હોય છે. વર્ણ અનુસાર પ્રતિમા બનાવવામાં આવી હોય તો પણ એક વર્ણની એક કરતાં વધુ તીર્થકરની પ્રતિમા હોઈ શકે છે, એટલે પણ ઓળખવામાં મુશ્કેલી રહે છે. પરંતુ એકંદરે તો વર્ણ અનુસાર પ્રતિમા બનાવવામાં આવી હોય એવું ઓછું જોવા મળે છે. એટલે તીર્થંકરોની પ્રતિમાને લાંછન ન હોય તો ઓળખવામાં મુશ્કેલી રહે છે. પાર્શ્વનાથ ભગવાનની મોટા ભાગની પ્રતિમાઓમાં માથે નાગની ફણા જોવા મળે છે. એટલે લાંછન વગર પણ તેને ઓળખી શકાય છે. બીજી બાજુ માથે ફણા ન હોય એવી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ પણ ઠીક ઠીક જોવા મળે છે. વળી કોઈ કોઈ ઠેકાણે સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ફણાવાળી જોવા મળે છે એટલે કે દેહવર્ણ અને ફણા વગેરે દ્વારા પ્રતિમાને નિશ્ચિતપણે ઓળખવામાં પણ કેટલીક મુશ્કેલી તો રહે છે. આમ, જિનપ્રતિમાઓ આકૃતિની દૃષ્ટિએ લગભગ એક જ સરખી હોવાથી એમને ઓળખવા માટે કોઈ વિશિષ્ટ લક્ષણની અપેક્ષા રહે છે. આ વિશિષ્ટ લક્ષણ તે “લાંછન' છે. આમ, તીર્થકરોનાં લાંછનની એક વિશિષ્ટ પરંપરા જૈન શાસ્ત્રોમાં તેમજ શિલ્પવિદ્યામાં જોવા મળે છે, જે અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવના પ્રભાવના' શબ્દ જૈનોમાં વિશેષ પ્રચલિત છે. મંદિરોમાં-ઉપાશ્રયોમાં કેટલીક વાર “પ્રભાવના વહેંચવામાં આવે છે. દેરાસરમાં સ્નાત્રપૂજા કે કોઈ મોટી પૂજા પછી કે અન્ય કોઈ ધાર્મિક અનુષ્ઠાનપ્રસંગે એમાં ભાગ લેનાર કે ઉપસ્થિત રહેનારાં સૌ કોઈને પતાસાં, શ્રીફળ, લાડુ, રોકડ નાણું, સિક્કા કે એવી કોઈ ચીજવસ્તુઓ ભેટ તરીકે આપવામાં આવે છે. ઉપાશ્રયમાં વ્યાખ્યાન પછી, જા૫ પછી, પ્રતિક્રમણ પછી કે એવી કોઈ સામુદાયિક ધાર્મિક વિધિ પછી કેટલીક વાર સૌકોઈને કોઈ ચીજવસ્તુની ભેટ આપવામાં આવે છે. કોઈ ગૃહસ્થના ઘરે તપશ્ચર્યા વગેરેના કોઈ મંગલ પ્રસંગે કે ભક્તિસંગીતના પ્રસંગે પણ ભેટ અપાય છે. ધર્મના ક્ષેત્રે, ધર્મના પ્રસંગે, ધર્મના નિમિત્તે અપાતી ભેટ કે લ્હાણી માટે જેનોમાં પ્રભાવના' શબ્દ સુપ્રચલિત છે. ધર્મનો પ્રભાવ જેનાથી વધે, અર્થાત્ જેનાથી ધર્મ પ્રત્યે આકર્ષણ થાય એવા નિમિત્તને માટે અપાતી વસ્તુ માટે “પ્રભાવના' શબ્દ પૂલ અર્થમાં રૂઢ થઈ ગયો છે. બાલજીવોને લક્ષમાં રાખી આવો શબ્દ પ્રયોજાયેલો છે. પણ પ્રભાવના'નો આ તો માત્ર સ્થૂલ અર્થ છે. એનો સૂક્ષ્મ અર્થ એથી પણ વધુ મહત્ત્વનો છે. પ્રભાવના શબ્દ “પ્ર + ભાવના એ રીતે આવેલો છે. પ્રએટલે વિશેષ, પ્રભાવના એટલે વિશેષપણે પ્રવર્તતી ભાવના, વ્યવહારથી કેટલાક એવો અર્થ કરે છે કે ભાવના એટલે પોતાનામાં રહેલી શુભ ભાવના અને પ્રભાવના એટલે પોતાનામાં તથા અન્યમાં પ્રવર્તાવવામાં આવતી શુભ ભાવના. “પ્રભાવના' શબ્દ અન્યને લક્ષીને વિશેષ પ્રયોજાય છે. પ્રભાવના શબ્દ “પ્રભા' ઉપરથી આવેલો પણ મનાય છે. “પ્રભા” એટલે વિશિષ્ટ તેજ અથવા પ્રકાશ. પ્રભાવ એટલે વિશિષ્ટ અસર. જે ક્રિયાથી આત્માનું તેજ વધે તે ક્રિયાને “પ્રભાવના' કહી શકાય. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જિનતત્ત્વ પ્રભાવનાના નિશ્ચય પ્રભાવના' અને “વ્યવહાર પ્રભાવના' એવા બે પ્રકાર બતાવવામાં આવે છે. નિશ્ચય પ્રભાવનાની સમજણ આપતાં કહેવાયું છે: सम्यग्दर्शनज्ञानचारित्ररत्नत्रयप्रभावेन आत्मनः प्रकाशन प्रभावनम्। (સમ્યમ્ દર્શન, સમ્યગું જ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપી રત્નત્રયના પ્રભાવથી આત્માને પ્રકાશમાન કરવો એનું નામ પ્રભાવના છે.) विज्जारहमारूढो मणोरहपएसु ममई जो चेदा। सो जिणणाणपहावी सम्मदिट्ठा मुणेयव्वो।। (જે આત્મવિદ્યારૂપી રથ ઉપર આરૂઢ થઈને જ્ઞાનરૂપી રથના માર્ગમાં ભ્રમણ કરે છે તે જિનેશ્વર ભગવાનના જ્ઞાનની પ્રભાવના કરનાર સમ્યગ્દષ્ટિ જીવ છે એમ કહેવાય છે.) मोहारतिक्षतेः शुद्धः शुद्धाच्छुद्धतरस्ततः। जीवः शुद्धतमः कश्चिदयस्तीत्यात्मप्रभावना।। (મોહરૂપી શત્રુનો નાશ કરતાં જઈ શુદ્ધમાંથી શુદ્ધતા અને શુદ્ધતરમાંથી શુદ્ધતમ ભૂમિકા ઉપર પહોંચવાનો પુરુષાર્થ તે આત્મપ્રભાવના છે.) વળી કહેવાયું છે કે વ્યવહારરૂપ પ્રભાવનાના ગુણથી મિથ્યાત્વ તથા વિષય-કષાય વગેરેના વિભાવનો નાશ કરીને શુદ્ધોપયોગ દ્વારા પોતાના શુદ્ધાત્માને પ્રકાશમાન કરવો એનું નામ પ્રભાવના છે. આમ, પ્રભાવના એટલે પ્રગટ કરવું, પ્રકાશિત કરવું, ઉઘાત કરવું. આ પ્રમાણે પોતાના જ્ઞાનને નિરંતર વધારતાં જવું એને નિશ્ચિયદૃષ્ટિએ પ્રભાવના કહેવામાં આવે છે. વ્યવહાર પ્રભાવના એટલે એવી ધર્મક્રિયા કે જેનાથી ધર્મનો પ્રભાવ વધે એટલે કે ઘણાં લોકો ધર્મ પ્રત્યે આકર્ષાય. ઘર્મનો પ્રભાવ ઘણી જુદી જુદી રીતે થઈ શકે છે. એટલે પ્રભાવનાના જુદા જુદા પ્રકાર દર્શાવવામાં આવે છે. | સંસારમાં તરણતારણની દૃષ્ટિએ ચાર પ્રકારના જીવો બતાવવામાં આવે છે. કેટલાક એવા જીવો હોય છે કે જે પોતાના આત્માનું કલ્યાણ કરી શકે Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવના ૧૧૫ છે, પણ બીજા કોઈનું કલ્યાણ કરતા નથી. જિનકલ્પી સાધુઓ એ પ્રકારના હોય છે. કેટલાક એવા જીવો હોય છે જે બીજાનું કલ્યાણ કરી શકે છે, પરંતુ ખુદ પોતાનું આત્મકલ્યાણ કરી શકતા નથી, કારણ કે પોતે જે ઉપદેશ આપે છે તે ઉપદેશમાં પોતાને જ શ્રદ્ધા હોતી નથી. અભવ્ય જીવો આ પ્રકારના હોય છે. કેટલાક જીવો એવા હોય છે કે જે બીજા અનેક જીવોને ધર્મના કલ્યાણપંથે વાળે છે, અને પોતાનું પણ આત્મકલ્યાણ બરાબર કરે છે. તીર્થકરોના જીવો આ પ્રકારના હોય છે. તદુપરાંત કેટલાક સમ્યગ્દષ્ટિ આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ વગેરે આ પ્રકારના હોય છે. કેટલાક જીવો એવા હોય છે જે પોતાનું કે બીજા કોઈનું કલ્યાણ કરવાને સમર્થ નથી હોતા. મિથ્યાદૃષ્ટિ સામાન્ય જીવો આ પ્રકારના હોય છે. જે જીવો સ્વકલ્યાણ સાધવા સાથે અનેક જીવોને ધર્મના પંથે વાળી શકે તેઓ ધર્મની પ્રભાવના વિશેષપણે કરી શકે છે. જે વ્યક્તિને ધર્મતત્ત્વમાં રુચિ અને શ્રદ્ધા હોય અને તેની સહજ સાચી પ્રતીતિ અનુભવી હોય તે જ વ્યક્તિ પોતાની વિશિષ્ટ શક્તિ વડે બીજાની પાસે ધર્મની વાત વધુ અસરકારક રીતે રજૂ કરી શકે. જેને પોતાને જ ધર્મમાં શ્રદ્ધા ન હોય તેવી વ્યક્તિ બીજાની પાસે ધર્મની વાત અસરકારક રીતે મૂકી ન શકે; પોતાની વાચાળ શક્તિથી કદાચ મૂકે તો પણ એની અસર ઝાઝો સમય ટકે નહિ. આમ, ધર્મની પ્રભાવના કરવા માટે ધર્મમાં સાચી સમજણપૂર્વકની ઊંડી શ્રદ્ધાની પ્રથમ આવશ્યકતા છે. સમ્યગ્દષ્ટિ વ્યક્તિ જ ધર્મની સારી પ્રભાવના કરી શકે. એથી જ પ્રભાવનાને સમ્યગદર્શન સાથે ગાઢ સંબંધ છે. એટલા માટે પ્રભાવના એ દર્શનાચારનો વિષય છે. - જૈન ધર્મ આચારપ્રધાન ધર્મ છે. દરેકેદરેક વિષયમાં શું શું કરવા યોગ્ય છે અને શું શું ન કરવા જેવું છે તેની વિગતે છણાવટ જૈન ધર્મમાં કરવામાં આવી છે. મોક્ષમાર્ગમાં સહાયરૂપ ત્રણ મુખ્ય તત્ત્વ છે : સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર. એ ત્રણેને પુષ્ટિ આપવા માટે તપ અને વીર્ય ઉપર પણ એટલો જ ભાર મૂકવામાં આવ્યો છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પંચાચારની નિરતિચાર શુદ્ધિવૃદ્ધિ માટે કેટલાક આચારો દર્શાવવામાં આવ્યા છે. (૧) વિધિપૂર્વક દોષરહિત થઈને જ્ઞાન ગ્રહણ કરવું તે જ્ઞાનાચાર છે. (૨) શંકા વગેરે દોષોનો ત્યાગ કરીને શુદ્ધ સમ્યકત્વની સાચી આરાધના કરવી તે દર્શનાચાર છે. (૩) પાંચ પ્રકારની Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭. જિનતત્ત્વ સમિતિ અને ત્રણ પ્રકારની ગુપ્તિનું શુદ્ધ પાલન કરવું તે ચારિત્રાચાર છે. (૪) આત્મકલ્યાણને માટે બાર પ્રકારનું તપ યથાશક્તિ કરતાં રહીને કર્મની નિર્જરા કરવી તે તપાચાર છે. (૫) ધર્મકરણીમાં શક્ય તેટલી શક્તિ સ્કરાવવી તે વિર્યાચાર છે. દર્શનાચારના આઠ પ્રકાર શાસ્ત્રકારોએ નીચે પ્રમાણે બતાવ્યા છે : 'निस्संकिअ निक्कंखि निव्वतिगिच्छा अमूढ दिअि; उपवुह थिरीकरणे, वच्छल पभावणे अठ.' (૧) નિઃશક્તિ – જિનવચનમાં સંશય ન રાખવો. (૨) નિઃકાંતિ – અન્ય મિથ્યા દર્શનોની આકાંક્ષા ન કરવી. (૩) નિર્વિચિકિત્સા - સાધુઓનાં મલિન વસ્ત્રાદિ જોઈ દુર્ગછા ન કરવી, જુગુપ્સા ન કરવી અથવા ધર્મના ફળ વિશે સંશય ન કરવો. (૪) અમૂઢતા – વિદ્યાવંત કીર્થિકની ઋદ્ધિ કે ઠાઠમાઠ દેખીને ચલિત ન થઈ જવું. (૫) ઉપબૃહણા – સાધર્મિક જીવોના દાનશીલાદિ સદ્ગણોની પ્રશંસા, અનુમોદના કરવી અને તેના સગુણોની વૃદ્ધિ થાય તેમ કરવું. (૩) સ્થિરીકરણ – ધર્મમાંથી ચલિત થવા જતા જીવોને ધર્મમાર્ગમાં પુનઃ સ્થિર કરવા. (૭) વાત્સલ્ય – સાધર્મિકોની ભોજનવસ્ત્રાદિ દ્વારા બહુમાનપૂર્વક ભક્તિ કરવી અને તેમનું વત્સલતાથી હિત ચિંતવવું. (૮) પ્રભાવના – પ્રવચન, ધર્મકથા, વાદવિજય, દુષ્કર તપ વગેરે કરવા દ્વારા ધર્મનો પ્રભાવ વધારવો. એવાં કાર્યો કરવાં કે જેથી અન્ય લોકો પણ ધર્મની પ્રશંસા, અનુમોદના કરે અને ધર્મનું આલંબન સ્વીકારવા પ્રેરાય. ધર્મની પ્રભાવના સર્વોત્તમ રીતે તો તીર્થંકર પરમાત્મા જ કરતા હોય છે. એમની અનુપસ્થિતિમાં પ્રભાવક આચાર્ય ભગવંતો, પ્રભાવક ઉપાધ્યાય ભગવંતો, પ્રભાવક સાધુ ભગવંતો વગેરે ધર્મનો ઘણો સારો પ્રભાવ કરે છે. પ્રભાવનાનો સમ્યકત્વ સાથે સંબંધ છે. સમકિતના સડસઠ બોલમાં પ્રભાવનાનો નિર્દેશ બે વખત કરવામાં આવ્યો છે. સમકિતનાં પાંચ ભૂષણમાંનું એક ભૂષણ તે પ્રભાવના છે. આ દર્શાવે છે કે સ્વ-પર ઉપકારક એવી પ્રભાવનાનું મહત્ત્વ કેટલું બધું છે. પ્રભાવના એટલા માટે તીર્થંકર નામકર્મના કારણરૂપ મનાય છે. “જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસનરસી.” Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવના ૧૧૭ એવી ભાવદયા દ્વારા તીર્થકર નામકર્મની નિકાચના થાય છે, જે ધર્મપ્રભાવનાના મૂળમાં રહેલી છે. પોતપોતાના ધર્મનો પ્રચાર કરવાનું સૌ કોઈને ગમે. પોતાના ધર્મમાં અન્ય લોકોને રસ લેતા જોઈને અથવા પોતાનો ધર્મ સ્વીકારતા અને આચરતા જોઈને સૌ કોઈને આનંદ થાય એ સ્વાભાવિક છે. દુનિયામાં બધા જ ધર્મો સમાન, એકસરખા છે, એમ કહેવું તત્ત્વની દૃષ્ટિએ યોગ્ય નથી. દરેક ધર્મને પોતાની કંઈક વિશેષતા હશે, તોપણ માત્ર વ્યાવહારિક સદાચારની ભૂમિકાથી માંડીને આત્મહત્ત્વની ઊંડી વિચારણા સુધી જનારા ધર્મો ઘણા ઓછા છે. તેમાં પણ સમગ્ર જીવનસૃષ્ટિને આવરી લેનાર, સંસારની સમગ્ર ઘટનાઓનો સકારણ પ્રતીતિકર ખુલાસો આપનાર, આત્મતત્ત્વની ગહન વિચારણા કરનાર ધર્મ વિરલ છે. ધર્મનો પ્રચાર થાય એ ગમતી વાત છે, પરંતુ પ્રચાર' શબ્દ બીજા વિશ્વયુદ્ધ પછી વર્તમાન સમયમાં કંઈક વગોવાયેલો છે. અસત્યનું વારંવાર પુનરુચ્ચારણ કરવાથી તે સત્ય જેવું ભાસે છે એવી પ્રચારની યુદ્ધનીતિ જાણીતી છે. જગતમાં કેટલાક ધર્મોનો ફેલાવો તલવારના જોરે કે બંદૂકની અણીએ થયો છે. બળજબરીથી થયેલી ધર્મની વટાળપ્રવૃત્તિ ઇતિહાસે જોઈ છે. અન્ય ધર્મીઓની જ્યારે સામુદાયિક કતલ કરવામાં આવી છે ત્યારે પોતાના પ્રાણ બચાવવાને માટે માણસે ધર્માન્તર કર્યું છે. ક્યારેક રાજાનો ધર્મ પ્રજાએ સ્વીકાર્યો છે અને રાજા ધર્માન્તર કરે ત્યારે પ્રજા પણ ધર્માન્તર કરે એવી ઘટનાઓ પણ બની છે. ગરીબ, અજ્ઞાન લોકોને પૈસા અને ચીજવસ્તુઓ દ્વારા લલચાવીને તેમની પાસે ધર્માન્તર કરાવવામાં આવ્યું હોય એવા ઘણા દાખલા છે. ધર્મપ્રચારમાં અસત્યનો, અનીતિનો, લાલચનો, છેતરપિંડીનો, ત્રાસવાદનો આશ્રય પણ કેટલીક વાર લેવાયો છે. આવી રીતે થતો ધર્મપ્રચાર વ્યાપક ભલે ગમે તેટલો થાય, પરંતુ તેમાં ઊંડાણ નથી હોતું. એ આચરનારા લોકો પણ સપાટી પરનું ધર્માચરણ કરતા હોય છે. પોતાના ધર્મનો પ્રચાર પ્રામાણિકતાથી કરવામાં આવે એને માટે “પ્રચાર” શબ્દ કરતાં “પ્રસાર' શબ્દ વધુ યોગ્ય છે. પરંતુ ક્યારેક એમાં સંખ્યા વધારવાની લાલચમાં ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનો ભોગ અપાય છે. અનેક લોકો પ્રેમથી ધર્મ સ્વીકારે છે, પરંતુ એના હાર્દ સુધી ઓછા લોકો પહોંચે છે. રાજ્યસત્તાના Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જિનતત્ત્વ આશ્રયે અથવા પુષ્કળ નાણાં ખર્ચાને, ભાડૂતી ધર્મપ્રચારકો રોકીને ધર્મનો પ્રચાર કરાવાય છે. એવા પ્રચારમાં લોકો ધર્મ તરફ આવે છે એમ કહેવા કરતાં ધર્મને લોકો તરફ લઈ જવામાં આવે છે એમ કહેવું વધુ યોગ્ય ગણાય. પ્રચાર” કે “પ્રસાર' કરતાં “પ્રભાવના' શબ્દ ચઢિયાતો છે. પ્રભાવનામાં ઉત્તમ ધર્મની પ્રતીતિ થતાં લોકો પોતે જ સ્વેચ્છાએ એ ધર્મ પ્રતિ આકર્ષાય છે, એથી આનંદિત થાય છે અને જીવનમાં તે ધર્મ ઉતારવા માટે પ્રવૃત્ત બને છે. પ્રભાવનામાં અસત્ય, અનીતિ, છેતરપિંડી, લાલચ, કૃત્રિમ પ્રયાસ ઇત્યાદિનો આશ્રય લેવામાં આવતો નથી. પ્રભાવનાના પાયામાં સત્ય, ન્યાય, નીતિ, પ્રામાણિકતા, અનુકંપા, લોકહિતની સાચી ભાવના ઇત્યાદિ રહેલાં હોય છે. જીવમાત્રના ઐહિક તથા પારલૌકિક કલ્યાણનો પરમ સંદેશ પ્રભાવનામાં સહજ રીતે અનુસ્મૃત રહેલો છે. જૈન ધર્મમાં પોતપોતાની વિશિષ્ટ શક્તિ વડે ધર્મનો પ્રભાવ વધારનારી મહાન વ્યક્તિઓના આઠ જુદા જુદા પ્રકાર આ પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે : (૧) પ્રવચન પ્રભાવક, (૨) ધર્મકથક પ્રભાવક, (૩) વાદી પ્રભાવક (અથવા નિરપવાદ પ્રભાવક), (૪) નિમિત્તવેત્તા પ્રભાવક (અથવા ત્રિકાલજ્ઞ પ્રભાવક), (૫) તપસ્વી પ્રભાવક, ) વિદ્યા પ્રભાવક, (૭) સિદ્ધ પ્રભાવક (અથવા વ્રતાચરણ પ્રભાવક), (૮) કવિ પ્રભાવક. શાસ્ત્રગ્રન્થોમાં કહ્યું છે : पावयणी धम्मकही, વાઈ નિમત્તિમો તવણી જા विज्जा सिद्धो य कवि, अद्वैव पभावगा भणिया।। (પાવયણી એટલે કે પ્રવચન કરનાર, ધર્મકથી એટલે ધર્મકથા કરનાર, વાદી, નિમિત્તક, તપસ્વી, વિદ્યાના જાણકાર, સિદ્ધ અને કવિ એમ આઠ પ્રકારના પ્રભાવક કહેવામાં આવ્યા છે.) અન્ય મતાનુસાર આઠ પ્રકારના પ્રભાવકોમાં “અતિશેષદ્ધિ પ્રભાવક” અને “રાજગણસંમત પ્રભાવક' એવા બે પ્રકારો પણ ગણવામાં આવ્યા છે. પ્રવચન-સારોદ્ધારમાં કહ્યું છે : आइसेस इड्ढि धम्मकही, वाई आयरिय खवग नमिती। Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવના ૧૧૯ विज्जा रायगणसम्मया, ય તીથ્ય માર્વતિા. અતિશેષદ્ધિ એટલે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ધરાવનાર તથા આકર્ષ ઔષધિ આદિ અતિશય સમૃદ્ધિ ધરાવનાર પ્રભાવક. રાજસંમત એટલે રાજાની પ્રીતિવાળા અને ગણસંમત એટલે મહાજનના બહુમાનવાળા પ્રભાવક. વર્તમાન સમયમાં અતિશેષદ્ધિના પ્રકારના પ્રભાવકો જોવા મળતા નથી. આ જુદા જુદા પ્રકારના પ્રભાવકોમાં વર્તમાન સમયમાં તેવા પ્રકારની શક્તિ વિશેષ ન હોવાને કારણે અથવા તેવા પ્રકારનાં પ્રયોજનો કે પ્રસંગો ના હોવાને કારણે નિમિત્ત પ્રભાવક, વિદ્યા પ્રભાવક, સિદ્ધ પ્રભાવક જેવા પ્રકારના પ્રભાવકો હવે જોવા મળતા નથી. આ બધા પ્રભાવકોમાં પ્રવચન પ્રભાવકનું મહત્ત્વ ઘણું મોટું છે, કારણ કે અન્ય કેટલાક પ્રભાવકોથી બાલજીવો આકર્ષાય છે, પરંતુ બાલજીવો સહિત બુદ્ધિશાળી જીવો તો પ્રવચન પ્રભાવકથી જ વધુ આકર્ષાય. સાચી વ્યક્તિના અંતરમાં વિસ્મય કે ચમત્કારથી નહિ, પરંતુ બુદ્ધિપૂર્વકની તર્કસંગત આંતરપ્રતીતિ દ્વારા પ્રવચન પ્રભાવકો ધર્મનાં બીજ-મૂળ ઊંડાં વાવી શકે છે. જેમ પ્રવચન પ્રભાવકોની સંખ્યા મોટી તેમ ધર્મનો પ્રચાર અને પ્રભાવ વિશેષ થઈ શકે; પરંતુ પ્રવચન પ્રભાવક બનવા માટે દેશવિરતિમય કે સર્વવિરતિમય નિરતિચાર સંયમી જીવન અને દર્શનવિશુદ્ધિની સાથે સાથે પ્રવચનના મર્મને જાણવાની વિશિષ્ટ શક્તિની અપેક્ષા રહે છે. જે બધામાં હોઈ ન શકે. પ્રવચન એટલે દ્વાદશાંગી. જિનેશ્વર ભગવાનની દેશનાને ગણધરો દ્વાદશાંગીમાં ગૂંથી લે છે. આ આગમોના અર્થ અને ગૂઢ રહસ્યને જાણનારા યુગપ્રધાન આચાર્યો પોતાનાં વ્યાખ્યાનો દ્વારા અનેક જીવોને બોધ પમાડે છે. પ્રવચન પ્રભાવનાનો દર્શનવિશુદ્ધિ સાથે અવિનાભાવ સંબંધ છે. એટલે કે એક ન હોય તો બીજું પણ ન હોય. દર્શનવિશુદ્ધિ ન હોય તો પ્રવચન પ્રભાવના પણ ન જ હોય. કેટલાક મહાત્માઓ પાસે એવી ઉપદેશલબ્ધિ હોય છે કે એમનો ઉપદેશ સાંભળતાં જ બીજાનાં જીવન ઉપર ઘણી ઊંડી અસર પડે છે. વજસ્વામી પાસે અને બીજા પણ અનેક મહાત્માઓ પાસે એવી ઉપદેશલબ્ધિ હતી. જેઓ ધર્મકથા દ્વારા શ્રોતાને ધર્મના રંગે રંગી ધર્મશ્રદ્ધા ઉપજાવે અને ધર્મબોધમાં સ્થિર કરી શકે તેઓ ધર્મકથક નામના પ્રભાવક કહેવાય. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ જિનતત્ત્વ સર્વ કળામાં ધર્મકળા શ્રેષ્ઠ કળા છે. ઉદાહરણો સહિત અને યુક્તિપૂર્વક શાસ્ત્રની વાતો સાંભળીને જડ માણસો પણ કોમળ અને સરળ બની જાય છે. કહેવાતા નાસ્તિક માણસો પણ ધર્મકથા સાંભળી આસ્તિક બની જાય છે. ઉત્તમ ધર્મકથા એવી હોય કે જે સાંભળતાં જ શ્રોતાના મનમાં અતિશય આનંદ થાય અને સાથે સાથે ધર્મબોધ પણ થાય. જૈન શાસ્ત્રગ્રંથોમાં ધર્મકથા ચાર પ્રકારની બતાવવામાં આવી છે : (૧) આક્ષેપણી, (૨) વિક્ષેપણી, (૩) સંવેગની અને (૪) નિર્વેદની. આપણી કથાના ચાર પેટા પ્રકાર છે : (૧) આચાર વગેરેને વર્ણવનારી તે આચારાપણી કથા, (૨) પ્રમાદથી લાગેલાં દૂષણો દૂર કરવા માટે પ્રાયશ્ચિત લેવા રૂપી કથા તે વ્યવહારક્ષેપણી કથા, (૩) શ્રોતાના મનના સંશયને મધુર વચન વડે દૂર કરનારી તે પ્રજ્ઞસ્વાપણી કથા અને (૪) સાંભળનારને ગમી જાય એવા નયથી, દૃષ્ટિકોણથી તત્ત્વનું નિરૂપણ કરનારી તે દૃષ્ટિવાદાપણી કથા. વિક્ષેપણી કથાના ચાર પેટા પ્રકાર છે : (૧) પોતાનો સિદ્ધાંત કહેતાં, સમજાવતાં, પરસિદ્ધાંત સમજાવવો, (૨) પરસિદ્ધાંત સમજાવતાં સમજાવતાં સ્વસિદ્ધાંત સ્થાપવો, (૩) સમવાદ કહેતાં મિથ્યાવાદ પણ સમજાવવો અને (૪) મિથ્યાવાદ સમજાવતાં સમવાદ સમજાવવો. સંવેગની કથા સંસારની અસારતા સમજાવી ત્યાગ-વૈરાગ્ય ઉત્પન્ન કરે છે. તેના ચાર પેટા પ્રકાર છે ; (૧) આ લોક સંબંધી, (૨) પરલોક સંબંધી, (૩) પરશરીર સંબંધી અને (૪) સ્વશરીર સંબંધી. - નિર્વેદની કથા કામભોગના પદાર્થો તરફ અરુચિ પેદા કરી સંસાર પ્રત્યે નિર્વેદ, વિરક્તિ ઉત્પન્ન કરે છે. તેના ચાર પેટા પ્રકાર છે : (૧) આ લોકમાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ આ લોકમાં મળે છે એવું નિરૂપતી કથા, (૨) આ લોકમાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ પરલોકમાં મળે છે એવું વર્ણવતી કથા, (૩) પરલોકમાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ આ લોકમાં મળે છે એવું બતાવતી કથા, અને (૪) પરલોકમાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ પરલોકમાં પણ મળે છે એવું દર્શાવતી કથા. ધર્મકથાનો લાભ બહુ મોટો છે. ગૌતમસ્વામીએ મહાવીર ભગવાનને Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવના ૧૨૧ પૂછ્યું, “હે ભગવંત ! ધર્મકથા સાંભળનારને અને સંભળાવનારને શો લાભ થાય છે ?' ભગવાને કહ્યું, “ધર્મકથા સાંભળવાથી કે સંભળાવવાથી જીવ સૌભાગ્યશાળી બને છે અને કર્મની નિર્જરા કરે છે.” ધર્મકથા દ્વારા ઉપદેશ આપનારના ઉપદેશનો પ્રભાવ તો જ પડે છે જો એના પોતાના જીવનમાં પોતાનો ઉપદેશ બરાબર ઊતર્યો હોય. તર્કયુક્ત દલીલોથી, નય અને નિક્ષેપથી, પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી શાસ્ત્રાર્થ કરવામાં કેટલાક મહાત્માઓ ઘણા નિપુણ હોય છે. એમણે દરેક વિષયનું પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષની દૃષ્ટિએ એવું ચિંતન કર્યું હોય છે કે એમની પાસે કોઈની દલીલ ચાલતી નથી. પ્રામાણિક જિજ્ઞાસુ માણસની પાસે જ્યારે દલીલ ન રહે અને પોતાના અજ્ઞાનની પ્રતીતિ થાય ત્યારે તે ઉત્સાહપૂર્વક સાચા દિલથી બીજાનો મત સ્વીકારવા તૈયાર થાય છે. કેટલાક મહાત્માઓ પાસે વાદવિવાદની એવી સરસ લબ્ધિ હોય છે કે અનેક લોકોના મોટા સમુદાય વચ્ચે કુશળતાપૂર્વક સરસ વાદ કરી શકે છે. પ્રાચીન સમયમાં રાજ્યના આશ્રયે, રાજાની અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં આવી વાદસભાઓ યોજવામાં આવતી અને જેનો મત જીતે તેનો પ્રભાવ લોકોમાં વધતો. જે હારે તે વિજેતાનો શિષ્ય બની જાય એવી પરંપરા પણ હતી. મલ્લવાદસૂરિ, વૃદ્ધવાદસૂરિ, વાદિદેવસૂરિ, વાદી વેતાલ શાંતિસૂરિ વગેરે વાદવિદ્યામાં નિપુણ હતા અને એમણે વાદ દ્વારા ધર્મની સારી પ્રભાવના કરી હતી. નૈમિત્તિક એટલે કાળ, ચોઘડિયું, પશુપક્ષીઓના અવાજો, સ્વપ્નો ઇત્યાદિ વિવિધ પ્રકારનાં લક્ષણો દ્વારા ત્રિકાળ સંબંધી લાભાલાભ વિશે આગાહી કરી શકનાર જ્ઞાની મહાત્માઓ. ભદ્રબાહુસ્વામી શ્રુતકેવલી હતા અને મહાન નૈમિત્તિક પણ હતા. નૈમિત્તિક પ્રભાવક પ્રસંગાનુસાર પોતાના નિમિત્તના જ્ઞાનનો ઉપયોગ કરી ધર્મની પ્રભાવના કરે છે. જૈન ધર્મમાં તપશ્ચર્યા ઉપર ગણો ભાર મૂકવામાં આવ્યો છે. વળી જૈનોની તપશ્ચર્યા ઘણી આકરી ગણાય છે. ઉપવાસ, આયંબિલ વગેરે કઠિન તપશ્ચર્યાઓ જૈનોમાં જાણીતી છે. કેટલીક વ્યક્તિઓ આઠ, સોળ, એકવીસ, ત્રીસ, પિસ્તાલીસ એમ લગભગ સવાસો દિવસ સુધીના આહાર વગરના ઉપવાસ કરે છે. અકબર બાદશાહના સમયમાં ચંપા શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યાનું કહેવાય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જિનતત્ત્વ તપથી રોગ દૂર થાય છે, ઇન્દ્રિયો સંયમમાં રહે છે; લબ્ધિ પ્રગટ થાય છે; આત્મશક્તિ ખીલે છે અને કર્મની નિર્જરા થાય છે. તપનો મહિમા જૈન ધર્મમાં બહુ મોટો છે. તપની પ્રભાવનાથી ધર્મની વૃદ્ધિ થાય છે. કેટલાક માણસોનાં હૃદયમાં તપ પ્રત્યે સ્વાભાવિક રીતે જ ઉદાસીનતા કે અરુચિ હોય છે. એવા માણસોને તપનું માહાસ્ય સમજાય અને સ્વાનુભવથી પ્રતીતિ થાય તો તેઓ ઉત્તરોત્તર અધિક તપ કરવા લાગે છે. ઉગ્ર તપશ્ચર્યાની બાબતમાં બધા ધર્મોમાં જૈન ધર્મ સર્વપ્રથમ છે. ભગવાન મહાવીર “દીર્ઘ તપસ્વી' તરીકે સુપ્રસિદ્ધ છે. તપથી ધર્મની અનેરી પ્રભાવના થઈ શકે છે. વિદ્યા-પ્રભાવક મહાત્માઓ પ્રજ્ઞપ્તિ વગેરે વિવિધ પ્રકારની વિદ્યાઓના જાણકાર હોય છે. વળી તેઓને શાસનદેવીની સહાય છે. પોતાની વિદ્યાઓ વડે તેઓ ચમત્કાર ભરેલી ઘટના કરી શકે છે. વજસ્વામી, હેમચન્દ્રાચાર્ય વગેરે મહાત્માઓ એવી વિદ્યાઓ ધરાવનાર હતા. જરૂર પડે તો પોતાની વિદ્યાના પ્રભાવથી તેઓ રાજા કે લોકોને ધર્મ પમાડતા. અંજન, ચૂર્ણ, લેપ, ગુટિકા વગેરેના વિવિધ યોગની સિદ્ધિ ધરાવનાર તથા વૈક્રિય વગેરે લબ્ધિ ધરાવનાર, સિદ્ધ યોગીઓ પોતાના તેવા અદ્ભુત પ્રયોગોથી ધર્મની અનન્ય પ્રભાવના કરી શકે છે. પાદલિપ્તસૂરિ વગેરે મહાન આચાર્યોએ એવી ધર્મપ્રભાવના કરી હતી. જેમની પાસે બીજાને પ્રતિબોધ પમાડે એવી કાવ્યરચનાની અદ્ભુત શક્તિ હોય એવા મહાપુરુષોને કવિ-પ્રભાવક તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય માણસ કરતાં કવિની વાણી વિશિષ્ટ પ્રકારની હોય છે. અનેક લોકોને તેઓ મુગ્ધ કરે છે. કવિતા વાંચતાં વાચકોને અતિશય આનંદ થાય છે. કવિત્વશક્તિ નૈસર્ગિક છે. બધાંમાં એ નથી હોતી. એટલે જેની પાસે આ વિશિષ્ટ શક્તિ હોય તેને સાંભળવા માટે અનેક લોકો ઉત્સુક હોય છે. સિદ્ધસેન દિવાકર, માનતુંગસૂરિ, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી, આનંદઘનજી, દેવચંદ્રજી વગેરેની કતિઓ સૈકાઓ થયાં હજુ વંચાય છે. અનેકનાં જીવન ઉપર એ કૃતિઓએ અસર કરી છે. શ્રીમદ્ રાજચંદ્રનાં કેટલાંક પદોએ કેટલાંયનાં જીવનમાં પરિવર્તન આપ્યું છે. કેટલાકની પાસે એવી Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવના ૧૨૩ કવિત્વશક્તિ હોય છે કે તેઓ પ્રસંગાનુસાર તરત રચના કરી શકે. એવા કવિઓને શીઘ્ર કવિ કે આશુ કવિ કહેવામાં આવે છે. તેઓ પણ પોતાની વિશિષ્ટ કવિત્વશક્તિ દ્વારા ધર્મનો સારો પ્રભાવ કરી શકે છે. વર્તમાન સમયમાં પ્રચારનાં માધ્યમો વધ્યાં છે. છાપાં, સામયિક, રેડિયો, ચલચિત્ર, ટી.વી., વિડિયો ફિલ્મ વગેરે પ્રકારનાં માધ્યમો દ્વારા કોઈ એક વાત અલ્પ સમયમાં લાખો કે કરોડો માણસો સુધી પહોંચી જઈ શકે છે. આવાં માધ્યમો દ્વારા પણ ધર્મની સરસ પ્રભાવના થઈ શકે છે. જેની પાસે આવાં માધ્યમના ઉપયોગની આવડત કે શક્તિ સારા પ્રમાણમાં હોય છે તેઓ ધર્મનો સારો પ્રચાર કરી શકે છે. અલબત્ત જો સાતત્ય ન હોય તો આવો પ્રચાર પણ અલ્પજીવી બની જાય છે. વળી પ્રચારકની પોતાની પાત્રતા બરાબર ન હોય તો ધર્મના નામે જાણતાં-અજાણતાં ખોટો પ્રચાર થવાનો સંભવ પણ રહે છે. વળી મોટાં પ્રચાર-માધ્યમો માટે નિરંતર પ્રચાર-સામગ્રી અને બહુસંખ્ય પ્રચારકોની અપેક્ષા રહે છે. પરિણામે અનેક સાચા-ખોટા માણસો આવાં ક્ષેત્રોમાં ઘૂસે છે. એટલે કેટલીક વાર પ્રચાર કરતાં પ્રચારનો આભાસ જ માત્ર રહે છે. મોટાં પ્રચાર-માધ્યમોની શક્તિ જેમ મોટી છે તેમ એની મર્યાદાઓ પણ મોટી છે. સાચવીને વાપરવા જેવાં એ માધ્યમો છે. એનાં પ્રલોભનોમાં ઉતાવળે પડવા જેવું નથી. પ્રચાર-માધ્યમો ગમે તેટલાં વધે તો પણ જેના જીવનમાં ધર્મ ચરિતાર્થ થયો છે એવી વ્યક્તિ દ્વારા ધર્મની જેટલી સંગીન પ્રભાવના થઈ શકે તેટલી અન્યથી ન થઈ શકે. જે મહાન ધર્મપ્રભાવકોમાં સમ્યગુદર્શનની જ્યોતિ અનેરી ઝગમગે છે તેઓનું કર્તવ્ય છે કે પોતાની એ જ્યોતિને પ્રકાશિત રાખવા અને અન્યમાં એ જ્યોતિને પ્રગટાવવા માટે દર્શનાચારનાં લક્ષણો પોતાના જીવનમાં સારી રીતે ઉતારે. એવા મહાન પ્રભાવકો દ્વારા ધર્મની ઘણી મોટી પ્રભાવના થઈ શકે છે. એવી પ્રભાવના જ ચિરકાળ ટકી શકે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ પરીષહ પરીષહ જૈન પારિભાષિક શબ્દ છે. જૈન શાસ્ત્રોમાં તે અનેક સ્થળે વપરાયેલો જોવા મળે છે. પરિષદ' શબ્દ પૂરિ + સદ ઉપરથી આવ્યો છે. પરિ એટલે ચારે બાજુ અથવા વિશેષપણે. સદ એટલે સહન કરવું. ર + સદની સંધિ થતાં પરિષદ થાય છે. (વિકલ્પ પરીસહ, પરિસહ, પરિષહ, પરીષહ પણ લખાય છે.) પરીષહની સાદી વ્યાખ્યા આપતાં કહેવાયું છે કે પરિપતે રૂતિ પરીષદના (રદિનેતે તિ પરિસદ ) એટલે જે સારી રીતે સહી શકાય એમ છે અથવા જે સારી રીતે સહન કરી લેવા જોઈએ તે પરીષહ. સહન કરવાનું કષ્ટોની બાબતમાં હોય છે. કષ્ટો શારીરિક હોય છે અને માનસિક પણ હોય છે. કેટલાંક કષ્ટો સુધા, તૃષાની જેમ શરીરની અંદરથી ઉત્પન્ન થયેલાં હોય છે. અતિશય ઠંડી કે અતિશય ગરમી જેવાં કેટલાંક કષ્ટો બહારથી ઉદ્દભવેલાં હોય છે. સામાન્ય માણસોમાં હર્ષથી કષ્ટ સહન કરવાની વૃત્તિ નથી હોતી. લાચારીથી મન વગર કષ્ટ સહન કરવો પડે તે જુદી વાત છે. પોતાની શારીરિક કે માનસિક તાકાત વધારવા માટે કેટલાક માણસો સ્વેચ્છાએ કષ્ટ સહન કરવાની ટેવ પાડે અને વધારે છે તે પણ જુદી જ વાત છે. યુદ્ધમાં સૈનિકો ભારે કષ્ટો સહન કરીને, ભૂખ કે તરસ વેઠીને, લાંબું અંતર ચાલીને પણ લડી શકે અથવા સાધારણ ઘવાયા હોય તો પણ ઝઝૂમી શકે, એ માટે તેઓને આરંભથી જ મોટાં ભારે કષ્ટો સહન કરવાની વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. મજૂરો, નોકર-ચાકરો વગેરે વર્ગ આજીવિકા માટે ભારે વજન ઊંચકવું, સતત ઊભા રહેવું, ઉજાગરા કરવા, ભૂખ્યા રહેવું વગેરે પ્રકારનાં કષ્ટો સહન કરે છે. પરંતુ જો તેમાં લાભ કે સ્વાર્થનું પ્રયોજન ન હોય તો સ્વેચ્છાએ કષ્ટ સહન કરવા બહુ ઓછાં માણસો તૈયાર રહે છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ પરીષહ ૧૨૫ ધાર્મિક હેતુથી શ્રદ્ધાપૂર્વક કેટલાંક માણસો કષ્ટ સહન કરવા તૈયાર હોય છે, પણ તેમાં ઘણી વાર તપશ્ચર્યાની ભાવના હોય છે. અગ્નિમાં ચાલવું, ખીલાની શય્યા પર સૂઈ જવું, શરીરે ચાબખા મારવા, ઊંધા લટકવું વગેર પ્રકારનાં કષ્ટો તેવા પ્રકારના તપસ્વીઓ સહન કરે છે. “કાયક્લેશ” એ એક પ્રકારનું તપ છે. યોગીઓ કષ્ટસાધ્ય એવાં આસનોમાં લાંબો સમય બેસવાનો મહાવરો રાખે છે. કેટલાક તપસ્વીઓ ઉપવાસ, આયંબિલ, એકટાણું (એકાસણું) વગેરે પ્રકારની એવી તપશ્ચર્યા કરે છે કે જેમાં શરીરને સ્વેચ્છાએ કષ્ટ આપવાનું હોય છે. પરીષહ અને આ પ્રકારની તપશ્ચર્યામાં ફરક એ છે કે પરીષહમાં કષ્ટ આવી પડે તો અને ત્યારે તેમાંથી દૂર ન ભાગતાં તે સમભાવથી સહી લેવાનું હોય છે, જ્યારે કાયક્લેશાદિ તપશ્ચર્યામાં તેવું કષ્ટ અચાનક આવી પડેલું હોતું નથી; પણ તેવી વ્યક્તિ સ્વેચ્છાએ, સામેથી તેવું કષ્ટ સહન કરવા માટે તનમનથી સજ્જ થાય છે. ગૃહસ્થો આવી પડેલાં કષ્ટોને સહન કરવા માટે સામાન્ય રીતે ઉત્સુક હોતા નથી. તેમાંથી મુક્ત થવા ઉત્સુક રહેવું તેમને માટે સ્વાભાવિક હોય છે. માટે પરીષહની વાત જૈન ધર્મમાં ગૃહસ્થો કરતાં મુખ્યત્વે સાધુઓને લક્ષમાં રાખીને કહેવામાં આવી છે. અલબત્ત, એનો અર્થ એ નથી કે ગૃહસ્થોએ ક્યારેય પરીષહનો વિચાર કરવાનો નથી. બાર વ્રતધારી શ્રાવકો કે અન્ય જે કોઈ ગૃહસ્થો સ્વેચ્છાએ સમભાવપૂર્વક પરીષહ સહન કરી લે તો તેથી તેમને પણ સંયમ, સંવર, નિર્જરાદિનો લાભ થાય છે. આમ વ્રતધારી ગૃહસ્થોને માટે અને ખાસ કરીને સાધુઓ માટે વિવિધ પ્રકારનાં શારીરિક અને માનસિક કષ્ટ એટલે કે પરીષહ સહન કરવાની વાત વ્યવસ્થિતપણે, સવિગત અને સૈદ્ધાંતિક દૃષ્ટિએ જો કોઈ ધર્મમાં કરવામાં આવી હોય તો તે જૈન ધર્મમાં જ છે. સાધુઓએ પરીષહ શા માટે સહન કરવા જોઈએ ? તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ પરીષહની વ્યાખ્યા બાંધતાં લખ્યું છે : मार्गाच्यवननिर्जरार्थ परिषाढव्याः परीषहाः। અર્થાત્ સંયમના માર્ગમાંથી ચલિત ન થવાને માટે તથા કર્મોની નિર્જરી માટે જે સહન કરવા યોગ્ય છે તેને પરીષહ કહેવામાં આવે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ જિનતત્ત્વ પરીષહની વ્યાખ્યા આપતાં અન્યત્ર કહેવાયું છે કે : क्षुधादिवेदनोत्पात्तौ कर्मनिर्जरार्थ सहनं परीषहः । (સુધા વગેરે વેદનાની ઉત્પત્તિને કર્મનિર્જરાની દૃષ્ટિથી સહન કરી લેવી તેનું નામ “પરીષહ” છે.) જૈન શાસ્ત્રોમાં નીચે પ્રમાણે બાવીસ પ્રકારના પરીષહ ગણવામાં આવ્યા છે. “નવતત્ત્વ પ્રકરણમાં સંવરતત્ત્વના વિવરણમાં કહ્યું છે : खुहा पिवासा सी उन्हें दंसा चेलारईत्थिओ। चरिया निसिहिया सिज्जा, अक्कोस वह जायण। अलाभरोग तणफासा, मल सक्कार परीसहा। पन्ना अन्नाण सम्मतं इअ बावीस परीसहा।। ૧. સુધા, ૨. પિપાસા, ૩. શીત, ૪. ઉષ્ણ, ૫. દંશ, ૬. અચેલ, ૭. અરતિ, ૮. સ્ત્રી, ૯, ચર્યા, ૧૦. નૈષધિકી, ૧૧. શય્યા, ૧૨. આક્રોશ. ૧૩. વધ, ૧૪. યાચના, ૧૫. અલાભ, ૧૬. રોગ, ૧૭. તૃણસ્પર્શ, ૧૮. મલ, ૧૯. સત્કાર-પુરસ્કાર, ૨૦. પ્રજ્ઞા, ૨૧. અજ્ઞાન અને ૨૨. દર્શન. ઉત્તરાધ્યયન સૂત્ર'નું આખું બીજું અધ્યયન પરીષહ વિષેનું છે. એમાં આ બાવીસ પરીષહ સમજાવવામાં આવ્યા છે. એ અધ્યયનમાં સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે : ____ इह खलु बावीसं परीषहा समणेणं भगवया महावीरेणं कोसवेणं पवेइया, जे भिक्खु सोच्चा नच्चा जेच्चा अभिमुय, भिक्खायरियाए परिच्चयंतो पुट्ठो ना વિહન્નેન્ના / (કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે આ બાવીસ પરીષહ કહ્યા છે. જેને સાંભળીને, જાણીને, જીતીને, પરાભવ કરીને ભિક્ષુ ભિક્ષાચારીમાં જતાં જો સપડાય તો કાયર ન બને, અર્થાત્ ભિક્ષુ પરીષહથી વિચલિત ન થાય.) આ બાવીસ પરીષહમાંથી કેટલાક શારીરિક છે, કેટલાક માનસિક છે; કેટલાક અનુકૂળ પરીષહ છે અને કેટલાક પ્રતિકૂળ પરીષહ છે. વસ્તુતઃ જે અનુકૂળ પરીષહ હોય તે અનુકૂળતા કરીને કે પ્રમાદી ચિત્તમાં ગમવાનો ભાવ ઉત્પન્ન કરીને સાધુને સંયમમાર્ગથી ચલિત કરનાર છે. જે પ્રતિકૂળ પરીષહ છે તે કષ્ટો આપીને ચલિત કરનાર છે. પરંતુ પરીષહથી વિચલિત ન થવું અને સંયમમાર્ગમાં દૃઢ રહેવું એ જ સાધુનું કર્તવ્ય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ પરીષહ ભગવાન મહાવીરે સાધુઓને, સાધક આત્માઓને પરીષહ અને ઉપસર્ગ બંને સહન કરી લેવાનો બોધ આપ્યો છે. પરીષહ અને ઉપસર્ગ વચ્ચે તાત્ત્વિક ભેદ એ છે કે પરીષહ સામાન્ય રીતે સહ્ય હોય છે, ઉપસર્ગ વધુ ભયંકર હોય છે. કેટલાક ઉપસર્ગોની સામે માણસ ટકી શકે છે, તો કેટલાક ઉપસર્ગો મરણાન્ત હોય છે. પરીષહ કરતાં ઉપસર્ગમાં માણસની વધુ કસોટી થાય છે. જે પરીષહ સહન ન કરી શકે તે ઉપસર્ગ સહન ન જ કરી શકે. પરીષહ કરતાં ઉપસર્ગમાં સામાન્ય રીતે કર્મક્ષયને વધુ અવકાશ રહેલો છે. કેટલાક પરીષહ અતિશય તીવ્ર બનતાં ઉપસર્ગમાં પરિણમે છે. પરીષહથી ક્યારેક અશાતાનો, ક્રોધાદિ કષાયોનો અનુભવ થવાનો સંભવ રહે છે. એવે વખતે સાધુઓએ ચિત્તમાં સમતા, સ્વસ્થતા ધારણ કરવી જોઈએ કે જેથી નવાં અશુભ કર્મો બંધાય નહિ, અને ઉદયમાં આવેલાં અશુભ કર્મો ભોગવાઈ જાય. એટલા માટે પરીષહ એ સંવરનું મોટું નિમિત્ત બને છે, અને કર્મક્ષય કરવામાં મદદરૂપ થાય છે. માટે જ પરીષહ અને ઉપસર્ગ પ્રત્યે સાચા સાધકે મિત્રબુદ્ધિથી જોવું જોઈએ; પોતાના ઉપર ઉપકાર થઈ રહ્યો છે એવી ઉપકારબુદ્ધિથી પરીષહ અને ઉત્સર્ગ પ્રત્યે સાધુઓએ, આરાધકોએ વિચારવું જોઈએ. શાસ્ત્રોમાં ગણાવેલ બાવીસ પરીષહ નીચે પ્રમાણે છે : ૧૨૭ (૧) ક્ષુધા પરીષહ : મુનિ મહારાજે ક્ષુધા સંતોષવાને અર્થે ગોચરી વહોરવા જવું પડે છે. મુનિઓએ શાસ્ત્રોમાં બતાવેલા ૪૨ પ્રકારના દોષથી રહિત હોય એવી ભિક્ષા વા૫૨વાની હોય છે. કોઈ વખત શાસ્ત્રાજ્ઞા અનુસાર ગોચરી ન મળે તો ક્ષુધાનું કષ્ટ વેઠવાનું આવે છે. તેવે વખતે તે પરીષહ સાધુઓએ ઉલ્લાસપૂર્વક સહન કરી લેવો જોઈએ. આજ્ઞાનું ઉલ્લંઘન કરીને દોષિત ગોચરી વાપરવી ન જોઈએ. વળી દોષરહિત ગોચરી ન મળે તો તેવી ગોચરી બનાવવા માટે ગૃહસ્થને સૂચના ન કરવી જોઈએ. યોગ્ય ગોચરી મળી હોય તો સારું થાત એવો ભાવ પણ મનમાં ન આણવો જોઈએ. ગોચરી ન મલવાને કારણે મનમાં ખિન્નતા ન આણવી જોઈએ. સાધુ-ભગવંતોએ ગોચરીની બાબતમાં એવા ભાવનું સેવન ક૨વું જોઈએ કે પોતાને જો યોગ્ય ગોચરી મળશે તો સંયમની વૃદ્ધિ અને જ્ઞાનની આરાધના થશે તેમજ જો નહિ મળે તો તપની વૃદ્ધિ થશે અને ક્ષુધાવેદનીય કર્મનો ક્ષય થશે. હંમેશાં ઉદય ભાવમાં રહેતા ક્ષુધાવેદનીય કર્મને જીતવાનું કાર્ય Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જિનતત્વ ઘણું કઠિન છે. સાધુ-ભગવંતોએ સુધા પરીષહ ઉપર વિજય મેળવવાનો છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે : कालीव्वंगसंकासे किसे धमणिसंतए। मायन्ने असणपाणस्स अदीनमणसो चरे।। (ભૂખથી સુકાઈને શરીર કાગડાના પગ જેવું કુશ થઈ જાય, નસો દેખાવા લાગે તો પણ આહારપાણીની મર્યાદા જાણનાર સાધુ મનમાં દીનતા લાવ્યા વગર વિચરે.) (૨) તૃષા (પિપાસા-પીવાસા) પરીષહ : તરસ લાગી હોય તો મુનિ મહારાજ દોષરહિત અચેત પાણી જ વાપરે. તે ન મળે તો તૃષા સહન કરે, પરંતુ ગમે તેટલી તરસ લાગી હોય તોપણ દોષયુક્ત કાચું, સચિત્ત પાણી ન વાપરે. એટલું જ નહિ, તે વાપરવાની મનમાં ઇચ્છા પણ ન સેવે. આવી રીતે ગમે તેવી તરસ લાગી હોય તો પણ તેઓ પોતાના ચિત્તને સ્વસ્થ રાખે. (૩) શીત (સીય) પરીષહ : શિયાળામાં ગમે તેવી કડકડતી ઠંડી પડતી હોય તોપણ મુનિ મહારાજ તે સહન કરે. ઠંડીથી બચવા માટે પોતાની વસ્ત્રની મર્યાદા ઉપરાંત વધુ વસ્ત્રો કામળી, કામળા રાખે નહિ, અને તે માટેની મનમાં ઇચ્છા પણ કરે નહિ. પોતાના મનને સ્વસ્થ અને સ્થિર રાખી શીત પરીષહને તેઓએ સહન કરી લેવો જોઈએ. (૪) ઉષ્ણ (ઉસિણ) પરીષહ : પ્રખર ઉનાળામાં ગમે તેટલી ગરમી પડતી હોય તો પણ મુનિ ભગવંત આકુળવ્યાકુળ થયા વગર તે ગરમીથી બચવા સ્નાનાદિ ક્રિયા ન કરે, કે જળ વગેરેનો ઉપયોગ ન કરે, વળી ઔષધકીય કે અન્ય કોઈ પણ પ્રકારનો શીતોપચાર સેવે નહિ અને તે માટે ઇચ્છા પણ ન કરે. (૫) દંસ (દંસમસગ) પરીષહ : શરીર ઉપર ડાંસ, મચ્છર, માખી, માંકડ વગેરે પીડા કરે તો મુનિ ભગવંત તે સમભાવથી સહન કરી લે. તે જીવોને શરીર પરથી ઉડાવવા કે ખસેડવા પ્રયત્ન કરે નહિ અને તે જીવો વિશે મનથી અશુભ પણ ચિતવે નહિ. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે : Page #139 -------------------------------------------------------------------------- ________________ પરીષહ ૧૨૯ न संतसे न वारेज्जा मणं पि न पआसए। उवेह न इणे चाणे भुंजते मंससोणियं ।। (માંસ અને લોહીને ચૂસે – ખાય છતાં સાધુ પ્રાણીઓને સતાવે નહિ, અટકાવે નહિ, હણે નહિ એટલું જ નહિ એ માટે પોતાના મનને પણ દૂષિત ન કરે.) (ક) અચલક પરીષહ : સાધુ મહારાજનાં વસ્ત્રો જૂનાં થઈ ગયાં હોય, ફાટી ગયાં હોય કે ચોર વગેરે કોઈ ઉઠાવી ગયા હોય તોપણ લજ્જા, ચિંતા, ખેદ ઇત્યાદિ કરે નહિ. વળી સારા વસ્ત્રની ઇચ્છા કરે નહિ. પોતાના શરીર પરનાં જીર્ણ, મલિન કે ફાટેલાં વસ્ત્રને માટે મનમાં ક્ષોભ કે દીનતાનો ભાવ આવવા દે નહિ. અથવા સારાં વસ્ત્રો મેળવવા કે પહેરવા માટેની મનમાં અભિલાષા ન રાખે. જે વસ્ત્ર મળ્યું તે સમભાવથી ગ્રહણ કરે. સારું વસ્ત્ર મળ્યું હોય તો મનમાં રાજી પણ ન થાય અને હલકું વસ્ત્ર મળ્યું હોય તો મનમાં ખિન્ન પણ ન થાય. જિનકલ્પી સાધુઓ અથવા દિગમ્બર સાધુઓ વસ્ત્રરહિત હોય તો તેઓએ નગ્ન પરીષહને સ્વેચ્છાએ સ્વીકારી લેવો જોઈએ. તે માટે મનમાં ક્ષોભ કે લજ્જાનો ભાવ ન આવવા દેવો જોઈએ. (૭) અરતિ (અરઇ) પરીષહ : અરતિ એટલે આનંદનો અભાવ; અરતિ એટલે ગ્લાનિ, શોક, ચિંતા વગેરે. સાધુ ભગવંતને સંયમમાર્ગની આરાધનામાં કોઈ પણ પ્રતિકૂળ પદાર્થો મળે તોપણ તેથી ચિત્તમાં સંયમમાર્ગ માટે કે તેવાં નિમિત્તો માટે અરતિ કે અરુચિનો ભાવ આવવા ન દેવો જોઈએ. પોતાના જીવે પૂર્વજન્મમાં નરક કે તિર્યંચ ગતિમાં જે કંઈ દુ:ખો સહન કર્યા હશે તેની સરખામણીમાં વર્તમાન પ્રતિકુળ પદાર્થોનું કષ્ટ તો કશી જ વિસાતમાં નથી એવો શુભ ભાવ મનમાં સેવી અરતિ પરીષહને સહન કરી લેવો જોઈએ. (૮) સ્ત્રી (ઇન્દી) પરીષહ : - સાધુ ભગવંતોને પાપિણી સ્ત્રીઓ તરફથી પરીષહ સહન કરવાના પ્રસંગો ક્યારેક આવી પડે છે. બ્રહ્મનિષ્ઠ મહાત્માઓ તરફ વિવિધ લાલસાઓના કારણે દુરાચારી સ્ત્રીઓને આકર્ષણ થવાના પ્રસંગો દુનિયામાં બન્યા કરે છે. એવી સ્ત્રીઓ સાધુ ભગવંતને હાવભાવ, કટાક્ષ, મધુર વચન Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩) જિનતત્ત્વ વગેરે દ્વારા આકર્ષવા માટેની સરાગ ચેષ્ટાઓ એકાંતમાં કરે છે. તેવે વખતે ભલભલા સાધુઓનું, મન, વચન કે કાયાથી કે એ ત્રણેથી પતન થઈ જાય છે એટલા માટે સાધુઓએ સ્ત્રીઓ સાથેનો એકાંત-પ્રસંગ બિલકુલ રાખવો ન જોઈએ, અને બ્રહ્મચર્યવ્રતનું નવવાડપૂર્વક સાચી નિષ્ઠાથી સેવન કરવું જોઈએ. કોઈ સ્ત્રી દુરાચારી જણાય તો તેના તરફથી પોતાના મનને નિવૃત્ત કરી લેવું જોઈએ. “દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે – समाए पेहाए परिव्ययंतो। સિયા મને નિસર વહિના न सा महं नो वि अहं पि तीसे। __ इच्चेव ताओ विणएज्ज रागं।। (સમબુદ્ધિ રાખીને વિચરતાં સ્ત્રીઓ વગેરેને જોઈને કદી સાધુનું મન સંયમથી ખસી ભ્રમિત થઈ જાય તો તે મારા નથી અને હું તેમનો નથી' – એવો વિચાર કરી તેના પરનો સ્નેહ-રાગ નિવારવો.) आयावयाही चय सागमल्लं। વાને માટી નિયં ૩ યુવા छिंदाहि दोसं विणएज्ज रागं। एवं सुहि होहिसी संपराए ।।५।। શરીરનું સુકોમળપણું છોડી સૂર્યની આતાપના લેવી, ઉણોદરી વગેરે બાર પ્રકારનું તપ કરવું, આહાર ઓછો કરવો, ભૂખ સહન કરવી – એમ કરવાથી શબ્દાદિક કામભોગ અને તેનાથી ઉત્પન્ન થતાં રાગદ્વેષ દૂર રહેશે અને આત્માને સુખ પ્રાપ્ત થશે. જેમ સાધુઓએ સ્ત્રીઓથી અને કામભોગના પદાર્થોથી વિમુખ રહેવું જોઈએ તેમ સાધ્વીઓએ પણ પુરુષો અને કામભોગના પદાર્થોથી વિમુખ બની સંયમમાર્ગમાં સ્થિર રહેવું જોઈએ. એવા અનુકૂળ પરીષહોથી ન આકર્ષાતાં ચિત્તને દૃઢતાથી ચારિત્રશુદ્ધિમાં એકાગ્ર કરી દેવું જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહ્યું છે : संगो एस मणुस्साणं जाओ लोगम्मि इथिओ। जस्स एया परिन्नाया सुकडं तस्स सामण्णं ।। (લોકમાં સ્ત્રીઓ મનુષ્યોને આસક્તિના નિમિત્તરૂપ છે એવું જેમણે જાણ્યું તેમનું શ્રમણત્વ સફળ થયું સમજવું.) Page #141 -------------------------------------------------------------------------- ________________ પરીષહ ૧૩૧ (૯) ચર્યા (ચરિયા) પરીષહ : - સાધુ ભગવંતોએ એક ગામથી બીજે ગામ વિચરતાં રહેવું જોઈએ. આવી રીતે વિહાર કરવામાં શારીરિક થાક લાગે છે કે કષ્ટો પડે છે, પરંતુ તે સમભાવપૂર્વક સહન કરી લેવા જોઈએ, કારણ કે સાધુ મહાત્માઓએ કોઈ પણ એક જ સ્થળે લાંબો સમય નિવાસ કરવો ન જોઈએ. તેમ કરવાથી તે સ્થળ અને ત્યાંની વ્યક્તિઓ પ્રત્યે રાગદ્વેષ થવાનાં ઘણાં નિમિત્તો ઊભાં થાય છે. એટલા માટે જિનેશ્વર ભગવાને સાધુઓને એક ગામથી બીજે ગામ વિહારની આજ્ઞા કરેલી છે. ચાતુર્માસમાં કોઈ પણ એક સ્થળે ચાર મહિના માટે સ્થિર વાસ કરી શકાય, જેથી એ સ્થળને ધર્મબોધનો વિશેષ લાભ મળે. બાકીના સમયમાં, શેષકાળમાં કોઈ પણ એક સ્થળે, ખાસ મહત્ત્વનું કે વિશિષ્ટ પ્રયોજન ન હોય તો, એક મહિનાથી વધુ સમય વાસ ન કરી શકાય, એટલે કે શૈષકાળના આઠ મહિનામાં ઓછામાં ઓછા આઠ વિહાર તો થવા જ જોઈએ. ચાતુર્માસનો એક વિહાર અને આઠ મહિનાના આઠ વિહાર એમ વર્ષ દરમિયાન ઓછામાં ઓછો કુલ નવકલ્પી વિહાર સાધુ ભગવંતોએ અવશ્ય કરવો જોઈએ. વૃદ્ધ, રોગી અને તપસ્વી સાધુ ભગવંતો માટે તથા એમની વૈયાવચ્ચ કરનાર મુનિઓ માટે અપવાદ રાખવામાં આવ્યો છે. તેવી જ રીતે વિદ્યાભ્યાસ માટે ગુરુ ભગવંત કે સંઘની આજ્ઞા સહિત મુનિને માટે એક સ્થળે વધુ સમય વાસ કરવાનો અપવાદ પણ રાખવામાં આવ્યો છે. (૧૦) રેધિકી (નિસીરિયા) પરીષદ: સાધુ મહારાજોને વિહારમાં ચાલતાં ચાલતાં રસ્તામાં વિશ્રામ કરવો પડે અથવા ક્યાંક કાયોત્સર્ગ, પ્રતિક્રમણ ઇત્યાદિ ક્રિયા કરવી પડે તે વખતે જે જે સ્થળ મળે તે સમભાવથી સ્વીકારી લેવું જોઈએ. સ્મશાનભૂમિ હોય, જંગલ, ખંડિયેર કે એવી બીજી કોઈ જગ્યા હોય તો તેવા સ્થળ માટે મનમાં ગમાઅણગમાના કે રાગદ્વેષના ભાવ ન ઊઠવા દેવા તેનું નૈષધિથી પરીષહ છે. (૧૧) શધ્યા (સેન્જા) પરીષહ : વિહારમાં કે ચાતુર્માસ દરમિયાન પોતાને બેસવા કે સૂવા માટે મળેલી જગ્યા ઊંચી-નીચી હોય, બહુ તડકો, ટાઢ કે પવનવાળી જગ્યા હોય તોપણ તે માટે મનમાં જરા પણ ઉગ ન આણવો અને ભગવાનની આજ્ઞા પ્રમાણે પ્રસન્ન ચિત્તથી તેનો સ્વીકાર કરી લેવો તે શય્યા પરીષહ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ (૧૨) આક્રોશ પરીષહ : સાધુ-ભગવંતોનો વેશ એવો છે કે તે જોઈને જ કૂતરાંઓ ભસે; અદેખા કે અજ્ઞાન માણસો અપમાન કરે; પરધર્મી મનુષ્યો કઠોર વચન કહે; કોઈ તુચ્છકારે; કોઈ નિંદ્ય કરે; કોઈ આળ ચઢાવે કે અપશબ્દો બોલે; કોઈ ‘દંભી’, ‘પાખંડી’ કહીં ગુસ્સો કરે તો તેવા પ્રસંગે પોતે સામે ગુસ્સો કે આક્રોશ ન કરવો, પરંતુ પોતાનાં અશુભ કર્મોનો ઉદય છે એમ સમજીને તે બધું સમભાવથી સહન કરી લેવું જોઈએ. જિનતત્ત્વ (૧૩) વધ પરીષહ : કોઈ પણ માણસ વધુ પડતા ક્રોધમાં આવી જઈને માર મારે તોપણ મુનિ મહારાજે શાંત ચિત્તથી તે સહન કરી લેવું જોઈએ. કદાચ કોઈ પોતાનો વધ કરવા આવે તો તે વખતે પણ તેવી વ્યક્તિ પ્રત્યે કશો પણ અશુભ ભાવ ન ચિંતવતાં ‘હું તો અજરામર અખંડિત આત્મા છું.’ એવી ભાવનાનું સેવન કરવું જોઈએ. (૧૪) યાચના (જાયા) પરીષહ : જેમણે સંયમનો માર્ગ ગ્રહણ કરી સાધુ-જીવન સ્વીકાર્યું છે તેમને નિર્વાહ માટે યાચના કરવાના પ્રસંગો તો અનેક વાર કોઈ રાજકુમારે અથવા શ્રીમંત કે કુળવાન ઘરના દીકરા કે દીકરીએ દીક્ષા લીધી હોય અને પછી એમ વિચાર કરે કે ‘હું માગવા માટે કેમ જાઉં ? મને તો શરમ આવે છે.’ તો તે યોગ્ય નથી. તેઓએ એવો ભાવ સેવવો ન જોઈએ. સાધુ-જીવનમાં ગોચરી, ઔષધ, ઉપકરણ વગેરેની યાચના કરવાના પ્રસંગે અભિમાન, ક્ષોભ કે લજ્જાનો ભાવ આવવા દેવો ન જોઈએ. પોતાનું એ કર્તવ્ય છે એમ સમજી વિનમ્રતાના ભાવથી યાચના કરવી જોઈએ. સાધુ-સાધ્વીઓને માટે કોઈ વટનો પ્રશ્ન હોઈ શકે નહિ. બીજી બાજુ આવશ્યકતા વિના માગવાના સ્વભાવવાળા પણ ન બની જવું જોઈએ, કારણ કે એથી આત્માનું સત્ત્વ હણાય છે, તૃષ્ણા કે વાસના વધે છે. માગવાનો પોતાનો હક છે એવો ગર્વ રહે છે, સંયમશીલ સંકોચ ચાલ્યો જાય છે અને આત્માની દીનતા પ્રગટ થાય છે. સાધુ ભગવંતોએ એકંદરે તો અયાચક જ રહેવું જોઈએ, પણ યાચના કરવાનો પ્રસંગ આવે ત્યારે તે પરીષહ સહન કરી લેવો જોઈએ. Page #143 -------------------------------------------------------------------------- ________________ પરીષહ (૧૫) અલાભ પરીષહ : સાધુ-જીવનનો નિર્વાહ યાચનાથી થાય છે, પરંતુ પોતાને ખપતી ગોચરી કે ચીજવસ્તુઓ જ્યાં પોતે જાય ત્યાં તરત જ તે મળી જાય એવું નથી હોતું. કોઈ વખત ન પણ મળે. આપવાની શક્તિ હોવા છતાં ગૃહસ્થ ન પણ આપે. એવે વખતે મનમાં ખેદ કે ગ્લાનિ ન કરવાં જોઈએ. ગૃહસ્થ પ્રત્યે મનમાં તિરસ્કાર કે બીજા કોઈ પ્રકારનો દુર્ભાવ ન આણવો જોઈએ. એવે વખતે પોતાનું લાભાંતરાય કર્મ ઉદયમાં આવ્યું છે એમ સમજી સમતા અનુભવવી જોઈએ. (૧૬) રોગ પરીષહ : સંયમ લીધા પછી સાધુ-જીવનમાં ખાવાપીવાની બાબતમાં ઘણી મર્યાદાઓ આવી જાય છે. રાત્રિભોજનનો સર્વથા ત્યાગ હોય છે. કેટલીક વખત પોતાના શરીરની પ્રકૃતિને અનુકૂળ અને અનુરૂપ ગોચરી ન મળે તો પિત્ત, વાયુ વગેરેનો ઉપદ્રવ થાય છે. વૃદ્ધાવસ્થા આવતાં શરીરમાં જાતજાતના રોગ પેદા થવા લાગે છે. રોગ ઉત્પન્ન થાય ત્યારે મુનિઓએ દીનતા ન અનુભવવી જોઈએ. પોતાનાં અશુભ કર્મ ભોગવાઈ રહ્યાં છે એમ ચિંતવી રોગ સહન કરી લેવો જોઈએ. ઉત્તમ મહાત્માઓ તો ઔષધ વગેરેની ઇચ્છા પણ ન કરે. રોગ વખતે સમાધિભાવમાં રહે. આવી રીતે રોગ પરીષહને જીતી શકાય. ૧૩૩ (૧૭) તૃણસ્પર્શ (તણાસ) પરીષહ : કોઈ વખત ઘાસના સંથારામાં સૂવું પડે અને ઘાસની અણીઓ વાગે તો તે સાહજિકતાથી સહન કરી લેવી એ તૃણસ્પર્શ પરીષહનો અર્થ છે. સાધુઓની સંયમચર્યા ઘણી કઠિન હોય છે. બેસતાં-સૂતાં ખરબચડી જમીનનો કઠણ સ્પર્શે પોતાના શરીરથી સહન ન થાય તેવે વખતે પણ તે સમભાવથી સહન કરી લેવો જોઈએ અને પોતાના ગૃહસ્થ જીવનની સૂવા-બેસવાની અનુકૂળ સ્થિતિને યાદ ન કરવી જોઈએ. (૧૮) મલ પરીષહ : જે મહાત્માઓ બ્રહ્મચર્યવ્રતનું અખંડ પાલન કરે છે તેમને પરસેવો કે મેલ ઓછા હોય છે. જૈન સાધુ-સાધ્વીઓ સ્નાન કરતાં નથી, દંત, પ્રાલન કે Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જિનતત્ત્વ કોગળા કરતાં નથી તેમ છતાં તેમના શરીરમાંથી કે મુખમાંથી સામાન્ય રીતે દુર્ગધ આવતી નથી, તે તેમના બ્રહ્મચર્યવ્રતના પ્રતાપે જ છે. જૈન સાધુઓએ સ્નાન કરવાનું હોતું નથી. અવરજવરને કારણે અને સૂવા-બેસવાને કારણે તેમના શરીર ઉપર મેલ ચોંટી જાય અને વસ્ત્રો મેલાં થાય એ સ્વાભાવિક છે. એવે વખતે સાધુઓએ સ્નાન વગેરેની ઇચ્છા ન કરવી જોઈએ. શરીર ઉપરના કે વસ્ત્રો ઉપરના મલને સહન કરી લેવો તે મલ પરીષહ છે. (૧૯) સત્કાર-પુરસ્કાર (સક્કાર પુરસ્કાર) પરીષહ : ત્યાગી સાધુ-સાધ્વીઓ સામાન્ય રીતે વંદનીય ગણાય છે. તેમ છતાં કોઈ. વ્યક્તિ પોતાને વંદન કે નમસ્કાર ન કરે અથવા કોઈ સ્થળે પોતાનો સરખો આદર-સત્કાર ન થયો હોય તો તેથી સાધુઓએ મનમાં જરા પણ માઠું લગાડવું જોઈએ નહિ. પોતાનો આદર-સત્કાર બરાબર થવો જોઈએ એવી અપેક્ષા તેઓએ રાખવી જોઈએ નહિ. વખતોવખત અનેક લોકો વંદન કરતા હોય તો તેથી પોતાના મનમાં પોતે કેવી પરમ વંદનીય વ્યક્તિ છે એવો ગર્વ પણ આણવો જોઈએ નહિ. અનેક શ્રીમંતો અને સત્તાધીશો પોતાને વંદન કરવા આવવાના હોય ત્યારે પોતાના વાળ, વસ્ત્ર, શરીર વગેરેની શોભા વધારવાની ઇચ્છા મનમાં ન સેવવી જોઈએ. પોતાની ક્યાંક પ્રશંસા થતી હોય તો તે વખતે તે ગમવાનો ભાવ મનમાં ન આણવો જોઈએ. (૨૦) પ્રજ્ઞા પરીષહઃ સાધુ-સંતોએ ત્યાગ અને સંયમનો માર્ગ સ્વીકાર્યો હોવાથી શ્રુત સાહિત્યના સ્વાધ્યાય માટે તેમને વિશેષ અવકાશ રહે છે. કેટલાંક સાધુસાધ્વીઓ નાની ઉમરમાં ઘણું જ્ઞાન સંપાદિત કરી લે છે. એવે વખતે મોટી ઉંમરની કોઈ વ્યક્તિ પોતાની પાસે ભણવા માટે કે શંકા-સમાધાન માટે આવે ત્યારે પોતે કેવા મોટા જ્ઞાની છે એવો ગર્વ મનમાં આવવા દેવો નહિ. પૂર્વે થઈ ગયેલા તીર્થકરો, કેવલી ભગવંતો કે મહાન આચાર્યો પાસે તો પોતે કશી જ વિસાતમાં નથી એમ ચિંતવવું જોઈએ. જ્ઞાન તો મહાસાગર જેવું છે અને તેમાં પોતાનું જ્ઞાન તો માત્ર બિન્દુ સમાન છે એમ સમજવું જોઈએ. પોતે જે કંઈ જ્ઞાન ધરાવે છે તે સર્વજ્ઞ-કથિત અથવા તીર્થકર ભગવાને કહેલું જ છે. એમાં પોતાની માલિકીનું કશું જ નથી એમ વિચારવું જોઈએ. પોતાની પાસે Page #145 -------------------------------------------------------------------------- ________________ પરીષહ ૧૩૫ શાસ્ત્રજ્ઞાન વિશેષ હોય એટલે પોતાની પાસે શંકા-સમાધાન માટે અનેક વ્યક્તિઓ આવે અને તેથી પોતાને જોઈએ તેટલો આરામનો સમય ન પણ રહે એવા કષ્ટદાયક પ્રસંગે પણ “હું ભણ્યો ન હોત તો કેટલું સારું થાત' કે હું મૂર્ખ હોત તો આવી કોઈ તકલીફ ન થાત” – એવો વિપરીત ભાવ પણ મનમાં આવવા દેવો ન જોઈએ. પોતે જે જાણતા હોય તેનાથી વિરુદ્ધ પ્રકારની દલીલ થાય તો “હું જ સાચો છું અને તમે ખોટા છો' એવો ઉગ્ર આગ્રહ કે અભિનિવેશ પણ મનમાં રાખવો ન જોઈએ. અપેક્ષાભેદથી, જુદા જુદા નયથી વિભિન્ન મત હોઈ શકે એમ વિચારવું જોઈએ. અંતે તો કેવલી ભગવંતો જે જાણે છે તે જ સાચું છે એમ સમજી પોતાનો મતાગ્રહ છોડી દેવો જોઈએ. (૨૧) અજ્ઞાન (અનાણ) પરીષહ : પૂર્વનાં જ્ઞાનાવરણીય કર્મના ઉદયને કારણે કેટલાંક સાધુ-સાધ્વીઓને ઘણી મહેનતે પણ જ્ઞાન ચઢતું નથી; કઠિન તત્ત્વજ્ઞાન સમજાતું નથી. સાદી સરળ વસ્તુઓ યાદ રહેતી નથી. એવે વખતે પોતાના અજ્ઞાનને માટે મનમાં ખેદ આણવો નહિ કે સંક્લેશ કરવો નહિ. કોઈ “મૂર્ખ” કે “અજ્ઞાની' કહી સંબોધે તો પણ માઠું લગાડવું નહિ. પોતાના જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે એમ સમજી, આયંબિલાદિ તપ કરી જ્ઞાનપ્રાપ્તિ માટે ઉદ્યમ કરવો જોઈએ. પોતાનું જીવન વ્યર્થ છે એમ સમજવું નહિ અને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપી અષ્ટ પ્રવચન ધરાવનારાઓને પણ ભગવાને જ્ઞાની આરાધક કહ્યા છે તેમ ચિતવી સંતોષ માનવો જોઈએ. (૨૨) દર્શન (દંસણ) પરીષહ : આ પરીષહને “સમ્યકત્વ પરીષહ' પણ કહેવામાં આવે છે. “અદર્શન પરીષહ” તરીકે પણ તે ઓળખાય છે. સાધુ-ભગવંતો વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે, સંયમ પાળે, જ્ઞાનની આરાધના કરે ત્યારપછી પોતાને લબ્ધિસિદ્ધિરૂપ કોઈ ફળ ન મળે અથવા કોઈ દેવદેવીનાં દર્શન ન થાય એટલે કે પોતાની શ્રદ્ધાની કસોટીનો વખત આવે તેવા સમયે તર્કવિતર્ક ન કરતાં પોતાની શ્રદ્ધામાં દૃઢ રહે. પોતે જે કંઈ આરાધના કરી છે તેનું ફળ આ નહિ તો ઇતર જન્મમાં અવશ્ય મળવાનું જ છે અને કેવલી ભગવંતોએ જે પ્રકારે જોયું હશે તે પ્રકારે જ બનવાનું છે તેવી શ્રદ્ધા રાખે. ટૂંકામાં પોતાના સમ્યકત્વને માટે સાચી શ્રદ્ધાને Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જિનતત્ત્વ માટે જ્યારે પણ કસોટીનો પ્રસંગ આવે ત્યારે તે સહન કરી લઈને પોતાની શ્રદ્ધામાંથી ચલિત ન થવું જોઈએ. નવતત્ત્વ પ્રકરણમાં આ પ્રત્યેક પરીષહ પ્રાચીન કાળમાં કોણે કોણે ઉત્કૃષ્ટ રીતે સહન કર્યા હતા તે વિશે હસ્તિભૂતિ મુનિ, શર્મા મુનિ, અરણિક મુનિ, ભદ્ર મુનિ, સ્થૂલિભદ્ર મુનિ, સંયમસૂરિ, સોમદત્ત મુનિ, બલભદ્ર મુનિ, સનતકુમાર ચક્રવર્તી, સાગરાચાર્ય, માતુષમારુષ મુનિ, અષાઢાચાર્ય વગેરેનાં પ્રેરક દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે. આ બાવીસ પરીષહમાં કેટલાક પરીષહ પરસ્પર વિરુદ્ધ પ્રકારના અથવા પરસ્પર ભિન્ન છે. એટલે કે એક સમયે તેમાંથી કોઈ એક જ પરીષહ સહન કરવાનો આવે. ઉ.ત., ઠંડી અને ગરમી એ બે પરીષહમાંથી કોઈ પણ એક સમયે સાધુને એક પરીષહ સહન કરવાનો આવે. તેવી રીતે શયા, નિષદ્ધા અને ચર્યા એ ત્રણમાંથી કોઈ પણ એક પરીષહ એક સમયે હોઈ શકે છે. આવી રીતે ઉપરના પાંચમાંથી ત્રણ પરીષહ બાદ થતાં કોઈ પણ સાધુને એકસાથે એક સમયે વધુમાં વધુ ઓગણીસ પરીષહ સહન કરવાના આવી શકે. જોકે એકસાથે ઓગણીસ પરીષહ સહન કરવાનો પ્રસંગ બહુ વિરલ જ હોઈ શકે. પરંતુ તાર્કિક દૃષ્ટિએ તે અસંભવિત નથી. જૈન ધર્મમાં આત્માના ક્રમિક વિકાસનાં સામાન્ય કક્ષાથી સર્વોચ્ચ કક્ષા સુધીનાં મહત્ત્વનાં ચૌદ પગથિયાં દર્શાવવામાં આવ્યાં છે. એને ગુણસ્થાનક કહેવામાં આવે છે. એમાં એકથી છ-સાત ગુણસ્થાનક સુધીમાં ઘણા જીવાત્માઓ ચડઊતર કરતા હોય છે. ક્રોધ, માન, માયા અને લોભરૂપી તીવ્ર કષાયો હોય ત્યાં સુધી છઠ્ઠા ગુણસ્થાનક સુધી રહેલા આત્માને બધા જ પરીષહ સહન કરવાના આવે છે. સાતમા અને એથી ઉપરના ગુણસ્થાનકે વર્તતા જીવાત્માને ઉત્તરોત્તર ઓછા પરીષહ સહેવાના આવે છે. બારમા-તેરમા ગુણસ્થાનકે તો અગિયાર જેટલા પરીષહ માત્ર ઉપચારથી સહન કરવાના આવે છે. વસ્તુત: અન્યની દૃષ્ટિએ જે પરીષહ છે તે તેવા ભવ્ય જીવાત્માઓ માટે પરીષહરૂપ રહેતા નથી, કારણ કે તેમની આત્મરમણતા એવી કોટિએ પહોંચી હોય છે. બારમે-તેરમે કે ચૌદમે ગુણસ્થાનકે જ્યાં સુધી વેદનીય કર્મ છે ત્યાં શીતોષ્ણાદિ પરીષહ રહેવાના, પરંતુ તે પરીષહ તેમના માટે પરીષહરૂ૫ રહેતા નથી. સાધુ-ભગવંતોએ આ બધા પરીષહ સમભાવપૂર્વક મધ્યસ્થતાથી સહન કરી લેવા જોઈએ. તેમને માટે પરીષહ આર્ત કે રૌદ્ર ધ્યાનનું નિમિત્ત ન બનવા Page #147 -------------------------------------------------------------------------- ________________ પરીષહ જોઈએ. જેમ જેમ દેહ ઉપરની મમતા ઓછી થતી જાય તેમ તેમ પરીષહ ઉપરનો વિજય સરળ થતો જાય. દેહ ઉપરનો રાગ ઓછો કરવા માટે, દેહાધ્યાસ છોડવા માટે, દેહ અને આત્માની ભિન્નતા પ્રતીત કરવાને માટે વૈરાગ્યની અનિત્યાદિની બાર ભાવનાઓનું વારંવાર ચિંતવન કરવું જોઈએ. જેઓ વૈરાગ્યની આ ભાવનાઓનું મનન-સેવન કરે છે, તેના ધ્યાનમાં લીન બની જાય છે તેઓ પરીષહ ઉપર સહજ રીતે વિજય મેળવી શકે છે. વસ્તુત: પછી તો એવી ઉચ્ચ આત્મિક દશાએ તેઓ પહોંચે છે કે જ્યારે પરીષહ એમને માટે પરીષહરૂપ રહેતો નથી. પરીષહ તરફ એવા ઉચ્ચ આત્માઓનું લક્ષ સુધ્ધાં જતું નથી. પરીષહજય તેમને માટે સ્વાભાવિક ઘટના બની જાય છે. ૧૩૭ Page #148 -------------------------------------------------------------------------- ________________ ઉપસર્ગ ‘૩પસ’ શબ્દ સંસ્કૃત ભાષાનો છે. એના જુદા જુદા અર્થ થાય છે, જેમ કે (૧) માંદગી, વ્યાધિ, (૨) દુર્ભાગ્ય, (૩) ઈજા અથવા હાનિ, (૪) ગ્રહણ, (૫) ભૂતપ્રેતાદિનો વળગાડ, (૬) મૃત્યુ આવવાની નિશાની અથવા આગાહી, (૭) અપશુકન, (૮) મરણનો ભય, (૯) આફત, (૧૦) વ્યાકરણમાં અવ્યયનો એક પ્રકાર – ધાતુની આગળ અથવા ધાતુ પરથી બનેલા નામની આગળ જોડાતો શબ્દ, (૧૧) મહાકાવ્યનો એક નાનો ખંડ, (૧૨) દેવ, મનુષ્ય વગેરે તરફથી થતી કનડગત. જૈનોમાં ‘૩પ' શબ્દ એક વિશિષ્ટ લાક્ષણિક પારિભાષિક અર્થમાં વપરાય છે. સંસ્કૃત ‘૩પ' ઉપરથી આવેલા પ્રાકૃત-અર્ધમાગધી શબ્દ ૩વસ' પણ વપરાય છે. “HIST' (સૂત્રકૃતાંગ) નામના આગમગ્રંથમાં ડેવલપ’ ઉપર એક અધ્યયન પણ આપેલું છે. “વસ દરમ્' નામનું ચમત્કારિક સ્તોત્ર જૈનોમાં સુવિખ્યાત છે. અનેક ધાર્મિક તથા અન્ય પ્રસંગોએ એ સ્તોત્રનું પઠન થાય છે. ભદ્રબાહુરચિત મનાતા એ મંત્રગર્ભિત સ્તોત્રનો નીચેનો શ્લોક મંગલ સ્તુતિ – માંગલિક તરીકે બોલવા-સંભળાવવાની પરંપરા પણ જૈનોમાં પ્રચલિત છે. उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः। मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे।। જૈન પરંપરામાં ઉપસર્ગનો અર્થ થાય છે આવી પડેલું ભયંકર કષ્ટ. ક્યારેક એ કષ્ટ મારણાત્તિક પણ હોય છે, એટલે કે મૃત્યુમાં પરિણમનારું, હોય છે. જૈન શાસ્ત્રકારોએ “૩૫-૩વસ' ની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે : Page #149 -------------------------------------------------------------------------- ________________ ઉપસર્ગ (૧) ૩પ + સૃન્ જોડાવું जीव उपसृज्यते सम्बध्यते पीडादिभिः सह यस्मात् तत् उपसर्गः । (જેના વડે જીવ પીડા વગેરે સાથે જ સંબંધોવાળો થાય છે તે ઉપસર્ગ કહેવાય છે.) (૨) ૩ = सामीप्ये; सृग् વિTM; = उपसरंति इति उपसर्गाः । (જે પાસે આવે છે અને પીડિત કરે છે તે ઉપસર્ગ.) ( 3 ) उवसृजन्ति वा अनेन उपसर्गाः (જે કષ્ટનું ઉપસર્જન કરે છે, એટલે કે જે કષ્ટને ઉત્પન્ન કરે છે તે ઉપસર્ગ.) - (४) उपसृज्यते - क्षिप्यते च्याव्यते प्राणी धर्मादिभिरित्युपसर्गाः । (જે પ્રાણીને ધર્મથી ખેંચી લે છે, ચ્યુત કરે છે તે ઉપસર્ગ.) (૫) ઉપર્વ: ઉપદ્રવઃ (હેમચન્દ્રાચાર્ય, ‘અભિધાનચિંતામણિ' નામના કોષમાં કહે છે કે ઉપસર્ગ એટલે ઉપદ્રવ.) (५) उपसर्गान् देवादिकृतान् उपद्रवान् । (દેવો વગેરેએ કરેલો ઉપદ્રવ તે ઉપસર્ગ.) ઉપસર્ગના મુખ્ય ત્રણ પ્રકારો છે : (૧) દેવતાકૃત, (૨) મનુષ્યકૃત અને (૩) તિર્યંચકૃત. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના ૩૧મા અધ્યયનમાં કહ્યું છે કે : दिव्वे य जे उवसग्गे ૧૩૯ तहा तिरिच्छ माणुस्से । जे भिक्खू सहइ निच्चं से न अच्छइ मण्डले ।। (જે ભિક્ષુ દેવતા, તિર્યંચ અને મનુષ્યે કરેલા ‘ઉપસર્ગો’ને નિત્ય સહન કરે છે, તે મંડલમાં રહેતો નથી, અર્થાત્, તેને આ સંસારરૂપી મંડલમાં પરિભ્રમણ કરવું પડતું નથી.) કેટલીક વા૨ માણસને માથે આવી પડેલા કષ્ટ કે સંકટનું વ્યાવહારિક બુદ્ધિગમ્ય નિરાકરણ થઈ શકતું નથી. કોઈક અતીન્દ્રીય શક્તિ એમાં કામ કરી Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. જિનતાવ ગઈ છે એવું માનવા મન પ્રેરાય છે. શ્રદ્ધાળુ લોકો માને છે કે ભૂત, પ્રેત, પિશાચ, વ્યંતર, શાકિની, ડાકિની ઇત્યાદિ કોઈ દેવ-દેવી ઇરાદાપૂર્વક એ કષ્ટ આપે છે. જૈન માન્યતા અનુસાર કેટલાક દેવો અદૃશ્ય રહીને વ્યક્તિને ત્રાસ આપવા અથવા સાધનામાંથી ચલિત કરવા, બિહામણાં દશ્યોરૂપી ઉપસર્ગો કરે છે. સંગમદેવે ભગવાન મહાવીર ઉપર કે કમઠ – મેઘમાળી દેવે ભગવાન પાર્શ્વનાથ ઉપર ઉપસર્ગો કર્યાની વાત જાણીતી છે. આવા ઉપસર્ગો દેવકૃત મનાય છે. માણસો વેર લેવાને માટે અથવા પોતાનો એવો રોષ પ્રગટ કરવાને માટે, ગુનાની શિક્ષા કરવા માટે અથવા કેવળ પોતાના સ્થળ, નિર્દય આનંદમાં રાચવા માટે બીજાને ભયંકર કષ્ટો આપે છે. એવાં કષ્ટોને પરિણામે કેટલીક વાર માણસ મૃત્યુ પામે છે. ક્યારેક માણસ બીજા ઉપર વેર લેવાને માટે મંત્ર-તંત્ર વગેરેના પ્રયોગો પણ કરે છે. આ પ્રકારના ઉપસર્ગો તે મનુષ્યકત ઉપસર્ગો છે. ભયંકર હિંસક પ્રાણીઓ માણસને મારી નાખે છે અથવા કરડીને ઘણું અસહ્ય કષ્ટ પહોંચાડે છે. વાઘ, સિંહ, ગાંડો હાથી, મગર, સાપ, વીછી, ગરુડ વગેરે તરફથી થતા ઉપસર્ગોને તિર્યચક્ત ઉપસર્ગ કહેવામાં આવે છે. આ ત્રણ પ્રકારના મુખ્ય ઉપસર્ગ ઉપરાંત “આત્મસંવેદનીય' નામનો ચોથો પ્રકાર પણ બતાવવામાં આવે છે. “અર્થ કલ્પલતા માં લખ્યું છે કે – उपसर्गाः दिव्य - मानुष - तैरश्वाऽत्मसंवेदनीयभेदाच्चतुर्विधाः। (चउव्विहा उवसग्गा पण्णत्ता । तं जहा दिव्वा माणुसा तिरिक्खजोणिया आयसंचेयणिज्जा।) આત્મસંવેદનીય એટલે અશાતા વેદનીય કર્મના ઉદયથી શરીરને ભોગવવી પડતી અસહ્ય વેદના. આ વેદના, કષ્ટ, દુઃખ, આત્માને માટે ઉપસર્ગ સમાન બને છે. આવા પ્રસંગે દેવ, મનુષ્ય કે તિર્યંચકૃત ઉપસર્ગ નથી હોતો, પરંતુ પોતાનાં પૂર્વસંચિત તીવ્ર અશુભ કર્મોનો ભારે ઉદય ઉપસર્ગ સમાન બને છે. ઉપસર્ગના બાહ્ય અને આત્યંતર એવા પ્રકારો પણ પાડવામાં આવે છે. બાહ્ય શારીરિક કષ્ટવાળા ઉપસર્ગો તે બાહ્ય અને રોગાદિથી થતા આત્મસંવેદનીય પ્રકારના ઉપસર્ગ તે આત્યંતર ઉપસર્ગ કહેવાય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ઉપસર્ગ ૧૪૧ સાધુઓ જેમ સ્વેચ્છાએ સમતાભાવથી પરીષહ સહન કરે છે તેમ તેઓએ મનુષ્ય, દેવતા વગેરે દ્વારા થતા ઉપસર્ગો પણ સમતાભાવથી સહન કરવા જોઈએ. એ વખતે મનમાં જરા પણ ધ, ફ્લેશ વગેરે ન આણવાં જોઈએ અને કસોટીમાંથી પાર પડવાનું લક્ષ્ય રાખવું જોઈએ. સાચા મુમુક્ષુ સાધુઓએ દુઃખ કે કષ્ટ આવી પડે ત્યારે પણ સમતામય જીવન જીવવું જોઈએ. ભયંકર કમની નિર્જરા માટે પોતાને એક અપૂર્વ નિમિત્ત મળ્યું છે એમ સમજવું જોઈએ. અલબત્ત એવી મનની સ્થિતિએ કોઈ વિરલ મહાત્માઓ જ પહોંચી શકે. શાસ્ત્રકારે આ ચાર મુખ્ય પ્રકારના ઉપસર્ગના સોળ પેટાપ્રકાર નીચે પ્રમાણે કહ્યા છે : ૧. દેવકૃત : (૧) રાગથી અથવા હાસ્યથી, (૨) કેષથી, (૩) વિમર્શથી અથવા પરીક્ષાથી (વેદના સહન કરી શકે છે કે નહિ તે દઢતા જોવા માટે પરીક્ષા કરવી તે), (૪) પૃથવિમાત્રા (ધર્મની ઈર્ષ્યા આદિને અંગે વૈક્રિય શરીર કરીને ઉપસર્ગ કરે છે તે). ૨. મનુષ્યકૃતઃ (૧) રાગથી અથવા હાસ્યથી, (૨) દ્વેષથી, (૩) વિમર્શથી, (૪) કુશીલથી (ઉ.ત., બ્રહ્મચારીથી પુત્ર થાય તે બળવાન હોય છે એમ ધારીને કોઈ સ્ત્રી ધર્મવાસના વિનાના સાધુને બ્રહ્મચર્યથી ચલિત કરવા અનુકૂળ ઉપસર્ગ કરે તે.) ૩. તિર્યંચકૃત: (૧) ભયથી મનુષ્યને જોઈને તે મને મારશે એમ ધારીને વાઘ, સિંહ વગેરે સામે ધસે તે), (૨) દ્વેષથી, (૩) આહાર માટે (ભૂખ લાગ્યાથી તેનું નિવારણ કરવા માટે વાઘ, શિયાળ, ગરુડ વગેરે ઉપસર્ગ કરે તે) અને (૪) પોતાના સંરક્ષણ નિમિત્તે સામો પ્રહાર કરે તે. ૪. આત્મકૃત અથવા આત્મસંવેદનીયઃ (૧) વાતથી (વાયુથી), (૨) પિત્તથી, (૩) કફથી અને (૪) સંનિપાતથી થતા ભયંકર રોગરૂપી ઉપસર્ગ. આત્મસંવેદનીયના આ ચાર પેટાપ્રકાર બીજી રીતે પણ ગણાવવામાં આવે છે; જેમ કે, (૧) નેત્રમાં પડેલ કણું વગેરે ખેંચવું, Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જિનતત્ત્વ (૨) અંગોનું ખંભિત થવું, (૩) ખાડા વગેરે ઉપરથી પડી જવું અને (૪) બાહુ વગેરે અંગોનું પરસ્પર અથડાવું. મનુષ્યના જીવનમાં વિવિધ પ્રકારની આપત્તિઓ, જાતજાતના ઉપદ્રવો અચાનક આવી પડે છે. એ વખતે સામાન્ય મનુષ્ય મૂંઝાય છે, કાયર થઈ જાય છે. દેવ-દેવીઓનું શરણું લે છે, બાધા-આખડી માને છે. શ્રદ્ધાળુ માણસો માટે, સંકટોથી બચાવનાર દેવ-દેવીઓની સ્તુતિ પણ લખાઈ છે. “નવરત્નમાલામાં એક સ્તુતિમાં વિજયા-જયા દેવીને ઉદ્બોધન કરવામાં આવ્યું છે કે “હે દેવી ! તું લોકોનું નીચેના ભયો તથા ઉપદ્રવોમાંથી રક્ષણ કર : ૧. અતિવૃષ્ટિ, પાણીનાં પૂર કે બીજી કોઈ પણ રીતે ઉત્પન્ન થતો “જલ ભય', ૨. અચાનક આગ ફાટી નીકળવી, દવ પ્રકટવો કે બીજી કોઈ પણ રીતે ઉત્પન્ન થતો “અગ્નિ ભય', ૩. સ્થાવર કે જંગમ “વિષ ભય', ૪. જુદી જુદી જાતના સાપો તરફથી થતો વિષધર ભય', ૫. ગોચરમાં વિશિષ્ટ સ્થાને પડેલા ગ્રહો તરફથી થતો “ગ્રહચાર ભય', ૬. જુદાં જુદાં અનેક કારણોથી ઉત્પન્ન થતો “રાજ ભય”, ૭. કફ, પિત્ત અને વાયુનાં જુદાં જુદાં કારણોથી ઉત્પન્ન થતો “રોગ ભય”, ૮. લડાઈ કે યુદ્ધનો ભય, ૯. રાક્ષસનો ભય, ૧૦. શત્રુ-સમૂહનો ભય, ૧૧. મરકી કે અન્ય જીવલેણ રોગ ફાટી નીકળવાથી ઉત્પન્ન થતા ઉપદ્રવનો ભય, ૧૨. ચોર-ડાકુ તથા ધાડપાડુ વગેરેનો ઉપદ્રવ, ૧૩. ઉદર, તીડ વગેરે સાત પ્રકારની ઇતિઓથી ઉત્પન્ન થતો ઉપદ્રવ, ૧૪. સિંહ, વાઘ, વરુ, રીંછ વગેરે શિકારી પશુઓથી ઉત્પન્ન થતો ઉપદ્રવ અને ૧૫૧૬. ભૂત, પિશાચ વગેરે હલકી કોટિના દેવોનો તથા શાકિની, ડાકિની વગેરે હલકી કોટિની દેવીઓનો ઉપદ્રવ. ઋષિમંડળ સ્તોત્ર'માં સિંહ, હાથી, પન્નગ, વૃશ્ચિક, રાક્ષસ, કુગ્રહ, તસ્કર, દુર્જન, શત્ર, ડાકિની, શાકિની, વ્યંતરી વગેરે અડતાલીસ પ્રકારના ભય સામે રક્ષણ માટે પ્રાર્થના કરવામાં આવી છે. લોકપ્રચલિત ઉપદ્રવો કેવા કેવા હોય છે તેનો ખ્યાલ આના ઉપરથી આવે છે. દેશકાળ અનુસાર કેટલાક ઉપદ્રવો અલ્પ, હળવા કે લુપ્ત થઈ જાય છે, તો કેટલાક નવા પ્રકારના ઉપદ્રવો અસ્તિત્વમાં આવે છે. રેલ, ધરતીકંપ, જ્વાળામુખીનું ફાટવું વગેરે પ્રકારના કુદરતી ઉપદ્રવો હોય છે. અલબત્ત, એ બધા વ્યક્તિલક્ષી નથી હોતા, સર્વસામાન્ય હોય છે, પરંતુ તે અનેકના જીવનનો અંત આણે છે. ક્ષેપકાસ્ત્ર, બોમ્બ, મશીનગન વગેરે ઘાતક શસ્ત્રોના પ્રચાર પછી માનવસર્જિત ભયંકર ઉપદ્રવો અનેક નિર્દોષ લોકોનો સંહાર કરે છે. આવા Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉપસર્ગ ૧૪૩ શસ્ત્રો દ્વારા બીજાનો જીવ લેવાનું સરળ થઈ ગયું છે. માણસને ખબર ન પડે એવી રીતે ક્ષણવારમાં એના પ્રાણ હણાઈ જાય છે. એમાં શારીરિક કષ્ટ કે વેદનાને ખાસ અવકાશ હોતો નથી. આવા પ્રકારના ઉપદ્રવોમાંથી કર્મક્ષયની દૃષ્ટિએ ઉપકારક એવા ઉપસર્ગો કેટલા તે વિચારણીય વિષય છે. ઉપસર્ગનાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ પણ છ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. ઉપસર્ગના પ્રતિલોમ અને અનુલોમ એવા બે મુખ્ય પ્રકાર પણ દર્શાવવામાં આવ્યા છે. પ્રતિલોમ એટલે પ્રતિકૂળ અર્થાત્ શરીરને અતિશય કષ્ટ આપનારા ઉપસર્ગો. જે સાધકોમાં સ્થિરતા, અચલતા આવી નથી હોતી તેવા નિર્બળ સાધકો ઉપસર્ગ સહન ક૨વાની વાતો શૂરવીરતાપૂર્વક કરે છે, પરંતુ ખરેખર ઉપસર્ગ આવી પડે છે ત્યારે ડરી જાય છે, ડગી જાય છે, સાધનાથી ભ્રષ્ટ થઈ જાય છે. જે સાધકો સંયમસાધનામાં અડગ હોય છે તે સાધકો ભયંકર ઉપસર્ગોમાં પણ ડગી જતા નથી. ગજસુકુમાલ, અવંતીસુકુમાલ, ખંધક મુનિ, મેતાર્ય મુનિ વગેરે સાધકોએ પ્રતિકૂળ ઉપસર્ગો ઉપર વિજય મેળવ્યો હતો. અનુલોમ ઉપસર્ગ એટલે અનુકૂળ ઉપસર્ગ. પ્રતિલોમ ઉપસર્ગ કરતાં પણ ક્યારેક અનુકૂળ ઉપસર્ગ ઉપર વિજય મેળવવાનું કઠિન બને છે. સાધક પોતાની સંયમસાધનામાં મગ્ન હોય તેવે વખતે માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર ઇત્યાદિ સ્વજનો તરફથી અથવા કુશીલ સ્ત્રીઓ તરફથી ખાનપાન ઇત્યાદિની વધુ પડતી સંભાળ રાખવામાં આવે, વિવિધ પ્રકારની ભોજનસામગ્રી માટે લલચાવવામાં આવે, રુદન વગેરે કરી આર્દ્ર બનાવવા કોશિશ કરે તે વખતે મમતાના ભાવથી સાધક ડગી જઈ તેવી ભોગસામગ્રી સ્વીકા૨વા વશ બની જાય છે અને પરિણામે પોતાની સાધનામાંથી વ્યુત થઈ જાય છે. જે સાચા મુમુક્ષુ સાધકો હોય છે તેઓ આવા અનુકૂળ ઉપસર્ગ વખતે પણ અડગ રહે છે. તેઓ પ્રલોભનથી આકર્ષાઈને સંયમથી પતિત થતા નથી. એટલા માટે ‘સૂત્રકૃતાંગમાં કહ્યું છે : संखाय पेसलं धम्मं दिट्ठिमं परिनिव्वुडे । उवसग्गे नियामित्ता आमोक्खाए परिव्वज्जासि ।। Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જિનતત્ત્વ ઉપસર્ગથી અસહ્ય પીડાનો, અશાતાનો અનુભવ થાય છે. એ અશાતા જ્યારે અનુભવાય છે ત્યારે ચિત્તનું સ્વસ્થ રહેવું એ ઘણી અઘરી વાત છે. અશાતા વખતે અશાતા કરનાર પ્રત્યે ક્રોધ, વેરભાવ, તેનો નાશ કરી નાખવાની વૃત્તિ વગેરે અશુભ આવેગો અનુભવાય છે, અને તેથી નવું અશુભ કર્મ બંધાય છે. અશાતાના અનુભવ વખતે ચિત્તમાં જો સમતા, માધ્યસ્થતા અને સ્વસ્થતા રહ્યા કરે તો કર્મની ભારે નિર્જરા થાય અને નવું કર્મ બંધાય નહિ પરંતુ એવી સ્થિતિએ તો કોઈ વિરલ મહાત્માઓ જ પહોંચી શકે. “જ્ઞાનસારના એક અષ્ટકમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે : विषं विषस्य वह्नश्च वह्निरेव यदौषधम्। तत्सत्य भवभीतानामुपसर्गेऽपि यन्न भिः।। (વિષનું ઔષધ વિષ છે અને અગ્નિનું ઔષધ અગ્નિ છે; એ સાચું છે, કારણ કે ભવથી (સંસારથી) ભય પામેલાને ઉપસર્ગો પ્રાપ્ત થાય તો પણ ભય હોતો નથી.) મન, વચન, કાયા એ ત્રણ દ્વારા શુભાશુભ કર્મો બંધાય છે. ઓછાં કર્મો બંધાય એટલા માટે સાધુઓએ પાંચ મહાવ્રતના પાલન સાથે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું (મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિનું) પાલન કરવાનું હોય છે. એમાં કાયગુપ્તિના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : ૧. ચેષ્ટા-નિવૃત્તિરૂપ કાયગુપ્તિ અને ૨. યથાસૂત્ર ચેષ્ટા-નિયમિનીરૂપ કાયગુપ્તિ. ઘોર ઉપસર્ગ વગેરે થવા છતાં જે મહાત્માઓ પોતાની કાયાને જરાય ચલાયમાન થવા નથી દેતા તે એમની ચેષ્ટા-નિવૃત્તિરૂપ કાયમુર્તિ છે. (કેવલી ભગવંતો ચૌદમાં ગુણસ્થાનકે યોગનિરોધ કરે છે તે પણ ચેષ્ટાનિવૃત્તિરૂપ કાયગુપ્તિ કહેવાય છે.) શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કાયાનું મર્યાદિત, સંયમિત, હલનચલન-ગમનાગમન કરવું તે યથાસૂત્ર ચેષ્ટા નિયમિનીરૂપ કાયગુપ્તિ કહેવાય છે. આથી જેમ જેમ કાયગુપ્તિનો અભ્યાસ થતો જાય તેમ તેમ ઉપસર્ગો સહન કરવાની, ઉપસર્ગ વખતે દઢ સમતા ધારણ કરવાની શક્તિ આવે છે. જે મહાત્માઓ દેહાતીતપણાના ભાવમાં મગ્ન હોય છે તેમને તો પોતાને ઉપસર્ગ થયો હોવા છતાં તે થયાનો ખ્યાલ પણ નથી આવતો, ઉપસર્ગ એમને માટે ઉપસર્ગ રહેતો નથી. Page #155 -------------------------------------------------------------------------- ________________ ઉપસર્ગ ૧૪૫ શ્રીમદ્ રાજચંદ્ર “અપૂર્વ અવસરમાં કહ્યું છે : આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો, ઘર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો.” ઉપસર્ગ અને કાયક્લેશ નામની તપશ્ચર્યા વચ્ચે તફાવત છે. ઉપસર્ગમાં આવી પડેલું કષ્ટ હોય છે. કાયકલેશ નામની તપશ્ચર્યામાં સ્વેચ્છાએ હર્ષપૂર્વક કાયાને કષ્ટ આપવાનું હોય છે. એટલા માટે કાયક્લેશની ગણના બાહ્ય તપના એક પ્રકાર તરીકે થાય છે. ગૃહસ્થ કરતાં સાધુ-સંન્યાસીઓ આવું તપ વિશેષ કરતા હોય છે. શરીર જકડાઈ જાય ત્યાં સુધી એક આસને બેસી રહેવું કે ઊભા રહેવું, ખીલા પર સૂઈ જવું, અંગારા ઉપર ચાલવું, સૂર્ય સામે એકીટશે જોયા કરવું, હાથપગે બેડીઓ પહેરી રાખવી, શરીરે ચાબખાનો માર મારવો ઇત્યાદિ પ્રકારની ક્રિયાઓ કાયક્લેશના પ્રકારની ગણાય છે. એથી કર્મની નિર્જરા થાય છે, પરંતુ એમાં સાધકો સામેથી હર્ષ કે સ્વેચ્છાપૂર્વક એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે, એટલે એને ઉપસર્ગ કહી શકાય નહિ. - પરીષહ અને ઉપસર્ગ વચ્ચે તાત્ત્વિક ભેદ એ છે કે પરીષહ સામાન્ય રીતે સહ્ય એટલે કે સહન કરી શકાય એવો હોય છે. એમાં તાત્કાલિક મૃત્યુનો ડર નથી હોતો. ઉપસર્ગ વધુ ભયંકર હોય છે. કેટલાક ઉપસર્ગો સામે માણસ ટકી શકે છે, તો કેટલાક ઉપસર્ગો મરણાન્ત હોય છે. પરીષહ કરતાં ઉપસર્ગમાં માણસની વધુ કસોટી થાય છે. ભગવાન પાર્શ્વનાથ, ભગવાન મહાવીર જેવા તીર્થકરોના જીવનમાં પણ ઉપસર્ગોની ઘટના બની છે, પરંતુ તેઓ ઉપસર્ગોથી ચલિત થયા નથી. તીર્થકરો ઉપસર્ગને નમાવનારા હોય છે. માટે તેઓ નમસ્કારને યોગ્ય હોય છે. એટલા માટે કહેવાયું છે : रागदोसकसाह इंदियाणि अ पंच वि। परिसहे उपसग्गे नामयंता नमोऽरिहा ।। (રાગ, દ્વેષ, કષાય, પાંચ ઇન્દ્રિયો, પરીષહ અને ઉપસર્ગને નમાવનાર અરિહંતોને નમસ્કાર હો.) વળી કહેવાયું છે : इंदियविसय कसाये परिसहे वेयणा उवसग्गे। एए अरिणो हन्ता अरिहंता तेण वुच्चंति।। Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ જિનતત્ત્વ (ઇન્દ્રિય, વિષય, કષાય, પરીષહ, વેદના, ઉપસર્ગરૂપી એ દુશ્મનોને હણનાર હોવાથી તેઓ અરિહંત કહેવાય છે.) તીર્થંકર પરમાત્માઓ પણ ઉપસર્ગથી મુક્ત નથી હોતા. પૂર્વે કરેલાં ભારે નિકાચિત કર્મોનો ઉદય થાય ત્યારે તે ભોગવવાં જ પડે છે. ભગવાન મહાવીરે જ્યારે સંસાર ત્યાગ કર્યો ત્યારે ઇન્દ્ર એમને પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ ! આપને માથે ઉપસર્ગો ઘણા છે, માટે બાર વર્ષ સુધી હું આપનું રક્ષણ કરવા, આપની વૈયાવચ્ચ કરવા આપની સાથે રહું.” પરંતુ ઇન્દ્રની એ સેવાનો પ્રભુએ અસ્વીકાર કર્યો હતો, કારણ કે પ્રભુ તો પોતાનાં ભારે કર્મો ખપાવવા માટે ઘોર ઉપસર્ગો સહન કરવા તૈયાર હતા. પોતાનાં કર્મો ખપે એટલા માટે તો તેઓ સ્વેચ્છાએ જાણી જોઈને લાઢ પ્રદેશમાં, અનાર્ય પ્રદેશમાં ગયા હતા. ઘાતી કર્મોનો ક્ષય થયા પછી એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થકરો જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં બધી દિશાઓમાં મળી કુલ સવાસો યોજન જેટલા વિસ્તારમાં રોગ, વેર, ઉદર, તીડ વગેરેનો ઉપદ્રવ, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુકાળ, રમખાણો, બળવો, વિદેશી સત્તા સાથે યુદ્ધ ઇત્યાદિ પ્રકારના ઉપસર્ગો થતા નથી. તીર્થંકર પરમાત્માઓના જીવનમાં ઘાતી કર્મોના ક્ષયને કારણે જે અતિશયો થાય છે તેના પરિણામે પોતે જ્યાં વિચરતા હોય ત્યાં સવાસો યોજનાના વિસ્તારમાં આવા ઉપસર્ગોનો અભાવ હોય છે. ઉપસર્ગો દ્વારા ઘોર ઘાતી કર્મોનો ક્ષય થાય છે. સાધક મહાત્મા પોતાના જીવનમાં જ્યારે આવા ઉપસર્ગો આવી પડે છે ત્યારે તેનાથી બચવાનો પ્રયત્ન કરવાને બદલે પોતાના કર્મક્ષયને માટે આ અપૂર્વ અવસર છે એમ સમજીને સમતા ભાવથી તે ઉપસર્ગોને સહન કરી લે છે. તેઓ ઉપસર્ગ કરનાર પ્રત્યે અને ખુદ ઉપસર્ગો પ્રત્યે પણ મૈત્રીભાવ રાખે છે. એક મહાત્માએ તો ઉપસર્ગોને સંબોધીને કહ્યું છે કે “હે ઉપસર્ગો ! તમારો મારા ઉપર કેટલો બધો ઉપકાર છે ! તમે જો આ સંસારમાં ન હો તો નિકાચિત ભયંકર ઘાતી કર્મોનો ક્ષય કરવામાં મને બીજું કોણ મદદ કરત ? તમે છો એટલે જ અનેક મહાત્માઓ પોતાનાં ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય કરીને મુક્તિપંથગામી બની શક્યા છે.” મૃત્યુને આણનારા ઘોર, બિહામણા ઉપસર્ગો પ્રત્યે પણ કેવી સરસ સવળી તાવિક દૃષ્ટિ જૈન ધર્મમાં પ્રવર્તે છે ! Page #157 -------------------------------------------------------------------------- ________________ કેશ-લોચ પર્યુષણ પર્વ આવે એટલે અનેક જૈન સાધુ-સાધ્વીઓ કેશલોચ કરે એટલે કે પોતાના મુખ-મસ્તક પરના વાળ ખેંચીને કાઢી નાખે. કેશ એટલે વાળ. સંસ્કૃતમાં જે કેટલાક એકાક્ષરી શબ્દો છે તેમાં “ક' શબ્દના પણ જુદા જુદા અર્થ થાય છે. “ક”નો એક અર્થ થાય છે “માથું”. “કેશ' એટલે માથા પર જે રહેલા છે તે વાળ. શેરતિ રૂતિ ક્રશ – એમ કહેવાય છે. લોચ સંસ્કૃત શબ્દ છે. “લું...” ધાતુ પરથી તે આવેલો છે. લંચ' એટલે તોડવું, ઉખાડી નાખવું, ખેંચી કાઢવું, “કેશલોચ” એટલે મુખ અને મસ્તક પરના વાળ ખેંચીને ઉખાડી નાખવાની ક્રિયા. એ માટે ફક્ત “લોચ' શબ્દ પણ રૂઢ થયો છે. મનુષ્યના શરીરમાં વાળનું અનોખું સ્થાન છે. વાળ સતત વૃદ્ધિ પામે છે. એની વૃદ્ધિ નખની વૃદ્ધિ જેવી વરવી લાગતી નથી. વાળ શરીરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. વાળથી માણસ હોય તેના કરતાં વધુ દેખાવડો લાગે છે. વાળ મુખનું મંડન છે. સુસંસ્કૃત માનવજાતે કેશગૂંફણની અને કેશકર્તનની કલા ઘણી વિકસાવી છે. વાળના લાંબા કે ટૂંકા કદ દ્વારા વિવિધ કલા ખીલવી શકાય છે. સ્ત્રીઓના લાંબા કે ટૂંકા વાળ દ્વારા કેશકલાપનો ઘણો વિસ્તાર થયો છે. કુદરતી વાળવાળી વિગ-(Wig)ની સગવડ પછી તો એક વ્યક્તિના વાળ બીજી વ્યક્તિને કેવા કામ લાગે છે અને માણસ પોતાનું કુદરતી રૂપ કેટલું ફેરવી શકે છે તે જોવા મળે છે. એટલે જ ફક્ત વાળના પણ વિવિધ વ્યવસાયો દુનિયામાં વિકસ્યા છે. વાળ કાઢી નાખવા, વાળ વધતા અટકાવવા, વાળ વધારવા, વાળના રંગ બદલવા, વાળથી થતા રોગો નિવારવા કે તેના ઉપચાર કરવા – એમ વાળની માવજત માટે પાશ્ચાત્ય દેશોમાં લૅબોરેટરીમાં સંશોધનો થતાં રહે છે. મનુષ્ય અને પ્રાણીઓના વાળનો ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ મનુષ્યના શરીરમાં મસ્તક પરના વાળ સૌથી વધુ વધે છે. નાનું બાળક જન્મે છે ત્યારે મસ્તક ઉપર વાળ સાથે જન્મે છે, અથવા જન્મ્યા પછી તરત એના માથાના વાળ વધે છે. બાળકના શરીરના અન્ય ભાગો ઉપર વાળ હોતા નથી. સમય જતાં શરીર પર રુવાંટી થાય છે. કિશોરાવસ્થામાં મૂછ-દાઢી વગેરેના વાળ ઊગે છે, પણ તે બધામાં મસ્તક પરના વાળનું વધવું સૌથી ઝડપી હોય છે. ૧૪૮ વાળ દેહલાવણ્યનું અંગ છે. વિવિધ પ્રસાધનો વડે અને વિવિધ પદ્ધતિએ વાળનું ગુંફન કરીને એ લાવણ્યને વધારી શકાય છે. પુરુષ કરતાં સ્ત્રી વાળથી વધુ આકર્ષક દખાય છે. વાળની સરખી માવજત જો કરવામાં ન આવી હોય તો તેની રુક્ષતા ચહેરાની વિરૂપતામાં ઉમેરો કરે છે. અલબત્ત, એમાં અપવાદ હોઈ શકે છે. સાધુ-સાધ્વીએ પોતાના શરીરનું આકર્ષકપણું પ્રયત્નપૂર્વક ટાળવાનું હોય છે. એટલા માટે મસ્તકમુંડનની, માથાના વાળા ઉતરાવવાની પ્રણાલિકા હિન્દુ, જૈન, બૌદ્ધ ધર્મમાં, ભારતીય સંતપરંપરામાં જોવા મળે છે. ગૃહસ્થોમાં પણ વાળ ઉતરાવવાની માનતા મનાય છે. સ્વજનના, વડીલના અવસાન નિમિત્તે પણ મુંડન કરાવાય છે. મસ્તક ઉપર વાળ ન હોય અને જે હોય તેની જરા પણ માવજત ક૨વામાં ન આવી હોય તો લાવણ્યની દૃષ્ટિએ સાધુ-સાધ્વીઓમાંથી ગૃહસ્થ જીવનનું આકર્ષકપણું નીકળી જાય છે. કેશનું મુંડન, ગુંન, પુષ્પાદિ અલંકારોથી સુશોભન રાગ જન્માવે છે, ચિત્તમાં વિકાર આણે છે. સ્વમુખનું પ્રતિબિંબ જોવાની લાલસા જાગે છે. કેશના અમંડનથી કે મુંડનથી ચિત્તમાં ક્રમે ક્રમે નિર્વિકારતા આવે છે. આ નિર્વિકારતા બ્રહ્મચર્યના પાલનમાં સહાયરૂપ થાય છે. મુંડિત મસ્તક એ સંયમની શોભા છે. પરંતુ કેશલોચ દ્વારા મુંડિત થયેલું મસ્તક ઇન્દ્રિયો અને ચિત્તને વિશેષપણે વશ રાખે છે. કેશલોચ અહિંસા ધર્મના અને સંયમના પાલન માટે હેતુરૂપ થવા ઉપરાંત કર્મની નિર્જરાના હેતુરૂપ બને છે. ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પ્રાચીન સમયથી શરીર પરના વાળ ન કાપવાની એક પરંપરા પણ ચાલી આવી છે. તાપસો પોતાના મસ્તક પરના વાળ જેટલા વધે એટલા વધવા દેતા અને લાંબા વાળની જટા બાંધતા. સામાન્ય ગૃહસ્થો કરતાં પોતે ભિન્ન છે અને કેશ-સુશોભનમાં પોતે રાયતા નથી એ Page #159 -------------------------------------------------------------------------- ________________ કેશ-લોચ ૧૪૯ એમની આ જટા પરથી દેખાઈ આવતું. આજે પણ ઘણા સાધુ-સંન્યાસીઓ જટા રાખે છે. પરંતુ જટા રાખનારે માથામાં જૂ, લીખ, ખોડો વગેરે ન થાય એની સતત કાળજી રાખવી પડે છે. સ્ત્રીઓ (શીખોમાં તો પુરુષો સુધ્ધાં) લાંબા વાળ રાખે છે, ચોટલો, અંબોડો ગૂંથે છે. પરંતુ તેમણે પણ બહુ સાવધ રહેવું પડે છે. એ માટે તેલ, સાબુ કે તેવાં ઔષધોનો ઉપયોગ પણ વખતોવખત કરવો પડે છે. - સાધુ જો લાંબા વાળ રાખે તો વાળની વખતોવખત માવજત કરવાની જરૂર પડે. એ માટે સ્નાન કરવું પડે; તેલ-સાબુ વગેરેનો ઉપયોગ પણ જરૂરી બને. વળી માથામાં છૂ કે લીખ પડે અને તીવ્ર ખંજવાળ દિવસમાં ઘણી વાર આવે તો ચીડ, કંટાળો, ઉદ્વેગ, ગુસ્સો વગેરે અશુભ ભાવો અને સંકલેશ પરિણામો રહ્યા કરે. વારંવાર માથામાં ખંજવાળને કારણે સ્થલ કે સૂક્ષ્મ જીવહિંસા પણ થયા કરે. અહિંસાના મહાવ્રતનું અત્યંત સૂક્ષ્મ પાલન કરનારા, સ્નાનાદિ ક્રિયા ન કરનારા જૈન સાધુઓ એટલા માટે જ જટા રાખતા નથી, અને સમયે સમયે વાળનો લોચ કરે છે. કેશલોચની પ્રથા દુનિયામાં એક માત્ર જૈન ધર્મમાં જ જોવા મળે છે. વ્યક્તિગત રીતે કોઈ પણ ધર્મની કોઈ કોઈ વ્યક્તિ કેશલોચ કરતી હોય તે જુદી વાત છે, પણ શાસ્ત્રની આજ્ઞા કે ધાર્મિક પરંપરા અનુસાર બધાં જ સાધુસાધ્વીઓ કેશલોચ કરતાં હોય તેવું માત્ર જૈન ધર્મમાં જ જોવા મળે છે. અસ્ત્રા કે કાતરથી મુંડન કરવાની પ્રથા વિભિન્ન નિમિત્તે કેટલાક ધર્મોમાં જોવા મળે છે. કેટલાક સંન્યાસીઓ નિયમિત મુંડન કરાવે છે; પણ પોતાના મસ્તક અને ચહેરા પરના વાળ આંગળીઓ વડે ખેંચીને કાઢી નાખવાની લોચની પદ્ધતિનો મહિમા અનોખો છે. સ્વાનુભવથી એની વિશેષ પ્રતીતિ થાય છે. શું સંયમ ધારણ કરવા માટે અર્થાત્ સાધુ બનવા માટે મુંડાવવાની જરૂર ખરી ? મસ્તકનું મુંડન ન કરાવ્યું હોય છતાં માણસમાં સાધુના ગુણો ન હોઈ શકે ? હોઈ શકે. ભગવાન મહાવીરે કહ્યું છે કે મસ્તક મુંડાવવાથી માણસ મુનિ થઈ જતો નથી; પણ મુનિએ મસ્તક ન જ મુંડાવવું જોઈએ એવું પણ ભગવાને કહ્યું નથી. જેમ મસ્તકના મુંડનની બાબતમાં તેમ વેશની બાબતમાં પણ કહી શકાય. સાધુનો વેશ ધારણ કરવા માત્રથી સાધુ થઈ જવાતું નથી. અન્ય પક્ષે વેશ ધારણ ન કર્યો હોય તેવી વ્યક્તિમાં પણ સાધુના ઉત્તમ ગુણો હોઈ શકે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ જિનતત્ત્વ તેમ છતાં સાધુનો બાહ્ય વેશ અને મુંડન દ્વારા બાહ્ય દેખાવ સાધુજીવનને અવશ્ય ઉપકારક થાય છે. જોકે દંભી, ઢોંગી સાધુઓ માટે કહેવાય છે : શિરમુંડનમેં તીન ગુણ, મિટ જાને શિરકી ખાજ | ખાનેકો લડુ મિલે ઔર લોક કહે મહારાજ || આંતર અને બાહ્ય દેખાવની એટલે કે સમગ્ર જીવનની એકરૂપતા હોવી તે ઘણી અઘરી વાત છે. છતાં જેઓ એ સિદ્ધિ મેળવે છે તેઓના પતન માટે ભયસ્થાનો ઓછાં રહે છે. બાહ્ય વેશ અંતરના તેવા ભાવોને પોષણ આપે છે, અને ન હોય તો તેવા ભાવો જગાડે છે. અનેક વ્યક્તિઓના, સૈકાઓ સુધીના અનુભવ પરથી પરંપરા સર્જાય છે. ભારતીય સંસ્કૃતિમાં મસ્તક-મુંડનની પરંપરા સાધુઓ માટે એટલે જ ઇષ્ટ ગણવામાં આવી છે. જૈન સાધુઓના કેશલોચનું મહત્ત્વ તો એથી પણ વિશેષ છે. સંયમપાલનની અને અહિંસાધર્મની દૃષ્ટિ લક્ષમાં લેતાં એ મહત્ત્વ સમજાય એવું છે. લોચ ત્રણ પ્રકારના બતાવવામાં આવ્યા છે : (૧) ઉત્તમ, (૨) મધ્યમ અને (૩) કનિષ્ઠ, (૧) દર બે મહિને એટલે કે વર્ષમાં કુલ છ વખત લોચ કરવામાં આવે તો તેને ઉત્તમ લોચ કહેવામાં આવે છે, કારણ કે બે મહિના જેટલા સમયમાં માણસના મસ્તકના વાળ ગોલોમ જેટલા, ગાયની રુવાંટી જેટલા (એક-બે ઇંચ જેટલા) વધી જાય છે. (૨) દર ત્રણ મહિને લોન્ચ કરવામાં આવે તેને મધ્યમ લોચ કહેવામાં આવે છે. (૩) દર ચાર મહિને લોન્ચ કરવામાં આવે તેને કનિષ્ઠ લોચ કહેવામાં આવે છે. દિગમ્બર મુનિઓમાં દર બે, ત્રણ કે ચાર મહિને લોન્ચ કરવાની પરંપરા ચુસ્તપણે ચાલી આવે છે. શ્વેતામ્બરોમાં દર ચાતુર્માસે અથવા દર બાર મહિને, પર્યુષણ પર્વ પહેલાં લોન્ચ કરવાની પરંપરા ચાલી આવે છે. - સામાન્ય રીતે કેશ-લોચ કરવાના દિવસે સાધુએ ઉપવાસ કરવાનો રહે છે. કેશ-લોચની ક્રિયા દિવસ દરમિયાન કરવાની હોય છે. કોઈના વાળ આંગળીમાં તરત ન આવે કે છટકી જાય એવા હોય તે તે માટે ભસ્મ અથવા રાખનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે. વાળ ખેંચતી વખતે Page #161 -------------------------------------------------------------------------- ________________ કેશ-લોચ ૧૫૧ મસ્તકની ત્વચામાંથી લોહીની ટશર ફૂટે તો તે અટકાવવા ને મટાડવા માટે પણ ભસ્મ ઉપયોગી બને છે. કેશ-લાચ મન ફાવે તેમ જમણી કે ડાબી બાજુ, આગળ કે પાછળ ગમે ત્યાંથી કરાતો નથી. નિયમ પ્રમાણે કપાળની ઉ૫૨ના મધ્ય ભાગથી શરૂ કરી જમણી બાજુથી ડાબી બાજુ એમ નજીક-નજીકના વાળના લોચ આવર્ત પ્રમાણે કરાય છે. જે જગ્યાએ વાળનો લોચ થઈ ગયો હોય તેની આજુબાજુમાં મસ્તકની ત્વચામાં થોડી ઓછી સંવેદના રહે છે કે જેથી ત્યાંથી લોચ કરવાનું સરળ પડે છે. વારંવાર લોચ કરવાથી મસ્તકની ચામડી એવી થઈ જાય છે કે જેથી સમય જતાં લોચની વેદના ઓછી રહે છે. શ્વેતામ્બર પરંપરા પ્રમાણે જૈનોના સાધુના નીચે પ્રમાણે સત્તાવીસ ગુણ બતાવવામાં આવે છે : પાંચ મહાવ્રતોને પાળનાર (૫), રાત્રિ-ભોજનનો ત્યાગ (૧), છકાય જીવની રક્ષા (૬), પાંચ ઇન્દ્રિયો ઉપર સંયમ (૫), ત્રણ ગુપ્તિનું પાલન (૩), લોભ રાખે નહિ (૧), ક્ષમા ધારણ કરે (૧), ચિત્તને નિર્મળ રાખે (૧), પડિલેહણ કરે (૧), સંયમમાં રહે (૧), પરીષહો સહન કરે (૧) અને ઉપસર્ગ સહે (૧). દિગમ્બર પરંપરા પ્રમાણે સાધુના ગુણોની ગણતરી થોડી જુદી રહી છે. શ્વેતામ્બર પરંપરામાં કેશ-લોચને સાધુના મૂળ ગુણમાં ગણવામાં આવ્યો નથી. દિગમ્બર પરંપરા પ્રમાણે સાધુના અઠ્ઠાવીસ ગુણ ગણવામાં આવે છે, અને કેશલોચનો સમાવેશ સાધુના મૂલ ગુણમાં કરવામાં આવેલ છે. સાધુના અઠ્ઠાવીસ મૂલ ગુણ આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે : પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિયોનો નિરોધ, છ આવશ્યક, કેશ-લોચ, અચેલકત્વ, અસ્નાન, ભૂમિશયન, અદંતધાવન, ઊભાં ઊભાં આહાર અને ૨૪ કલાકમાં એક વખત આહાર. આમ શ્વેતામ્બર પરંપરા કરતાં દિગમ્બર પરંપરાના સાધુઓમાં કેશલોચનું મહત્ત્વ ઘણું વધારે છે. તેઓ કેશ-લોચ જાહેરમાં અને કેટલીક વાર ઉત્સવપૂર્વક કરે છે. કોઈ પણ વ્યક્તિ દીક્ષિત થઈ જૈન સાધુ બને છે ત્યારે પ્રથમ તેનું મસ્તક મુંડવામાં આવે છે; અને ત્યારપછી એને સાધુનાં વસ્ત્ર પહેરાવવામાં આવે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૧૫૨ એ વખતે મસતક-મુંડન હાથથી લોચ દ્વારા કરાય તો તે ઉત્તમ છે. કેટલેક ઠેકાણે તે પ્રમાણે જ કરાય છે, પરંતુ સમય અને સંજોગાનુસાર તથા વ્યવહારષ્ટિએ કાતર કે અસ્ત્રાથી પણ મુંડન કરાય છે. દીક્ષા લેતી વખતે વ્યક્તિનું ધૈર્ય જો ઓછું હોય તો લોચના કષ્ટથી પહેલા દિવસે જ દીક્ષા પ્રતિ અભાવ થઈ જવાનો સંભવ રહે છે. લોચની વેદના જેવી-તેવી નથી. મસ્તક કરતાં મૂછ-દાઢીના વાળ ખેંચવામાં વધુ વેદના થાય છે. એથી મોઢા ઉપર સોજો આવી જાય કે ગૂમડાં થાય છે. સ્વેચ્છાએ વેદના સહન કરવાની છે. વેદના જે પ્રમાણે સહન થાય તે ગતિએ લોચ કરાય છે. ક્યારેક પોતાને હાથે ન ફાવે તો સાધુઓ એકબીજા પાસે પણ લોચ કરાવી લે છે. ક્યારેક લોચની વેદના અતિશય વધી જાય તો સાધુ કે સાધ્વીને આંખે તમ્મર પણ આવી જાય છે. કેટલાંક દૃઢ મનનાં અને સહિષ્ણુ ચિત્તવાળાં સાધુસાધ્વીઓ તમ્મર આવી ગયા પછી પાછાં જેવા સ્વસ્થ થાય કે તરત પોતાના લોચની ક્રિયા ચાલુ રખાવે છે. એટલા માટે જ કેશલોચની ક્રિયા એ જૈન ધર્મની મહિમાવંતી અદ્વિતીય ક્રિયા ગણાય છે. લોચ કરાવવાને બદલે વાળ જેમ વધતા જાય તેમ તેમ કાતર કે અસ્ત્રાથી હજામ દ્વારા અથવા જાતે કાપી નાખવામાં આવે તો તેમાં શો વાંધો છે ? એવો પ્રશ્ન કદાચ કોઈકને થાય. એનો ઉત્તર એ છે કે જૈન સાધુઓ અપરિગ્રહી, અકિંચન હોય છે. હજામ દ્વારા મુંડનમાં પૈસાનો વ્યવહાર આવે છે, જે સાધુઓ માટે સ્વીકાર્ય નથી. સાધુઓ અલ્પતમ એવાં અનિવાર્ય ઉપકરણો પોતાની પાસે રાખે છે. કાતર કે અસ્ત્રાની એવી અનિવાર્યતા નથી. પોતાની પાસે કાતર કે અસ્ત્રો ન રાખે પણ જરૂર પડે ત્યારે કોઈકની પાસે મંગાવીને વાપરે તેમાં શો વાંધો ? એનો ઉત્તર એ છે કે ઘરબાર અને બધાંનો ત્યાગ કરનાર સર્વ વિરતિવાળા સાધુઓને તેમ કરવા જતાં આ બાબતમાં પરાધીન રહેવું પડે. માગવાનો અને પાછા આપવાનો વ્યવહાર વખતોવખત ક૨વો પડે. સાચા જૈન સાધુઓ તો અયાચક વૃત્તિવાળા હોય છે, એટલે લોચ ક૨વાથી સ્વાધીનપણાની ભાવનાને અને અયાચકવૃત્તિને પોષણ મળે છે. વળી કાતર-અસ્ત્રો વાપરવાથી વાળ સરખા કાપવાનો અને સારા દેખાવાનો ભાવ જાગવાનો સંભવ છે. સાધુને જ્યાં અરીસામાં મોઢું જોવાનું વર્જ્ય છે ત્યાં કાતરઅસ્ત્રા વાપરવા કરતાં લોચની ક્રિયા જ એમને માટે ઉત્તમ સંયમપોષક છે એમ મનાયું છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ કેશ-લોચ ઉંમર, રોગ, વેદના સહન કરવાની અશક્તિ ઇત્યાદિને કારણએ અપવાદરૂપ સંયોગોમાં કેશ-લોચને બદલે “સુરમુંડન' (અસ્ત્રાથી મુંડન) અથવા કર્તરીમુંડન (કાતરથી મુંડન)ની છૂટ આપવામાં આવે છે. પરંતુ જેઓ સુરમુંડન કરતા હોય તેમણે દર મહિને અને કર્તરીમુંડન કરતા હોય તેમણે દર પંદર દિવસે મુંડન કરાવવું જોઈએ, કારણ કે મુનિઓના વાળ ગોલોમ કરતાં ન વધવા જોઈએ. જે સાધુઓના વાળ ઝડપથી વધી જતા હોય તેમને વચ્ચે વચ્ચે પણ લોન્ચ કરવાનું કહેવામાં આવ્યું છે. તીર્થંકર પરમાત્મા જ્યારે ગ્રહવાસ છોડીને, ઉપવનમાં જઈને સ્વયં દીક્ષિત થાય છે ત્યારે તેઓ પોતાને હાથે જ પોતાના મુખ અને મસ્તક ઉપરના વાળનો લોચ કરે છે. એ ચોથા આરામાં એમનું શરીરબળ એટલું મોટું હોય છે કે એક સાથે ઘણા બધા વાળ મૂઠીમાં લઈ એક ઝાટકે ખેંચીને તેઓ કાઢી નાખે છે. ભગવાન મહાવીરે પંચમુષ્ટિ લોન્ચ કર્યો હતો. એટલે કે મુખ અને મસ્તક પરના તમામ વાળ પાંચ વખત મુઠ્ઠીમાં ભરાવીને એમણે ખેંચી કાઢ્યા હતા. ભગવાન ઋષભદેવે ચતુર્મષ્ટિ લોન્ચ કર્યો હતો. ભગવાન 28ષભદેવ માટે એમ કહેવાય છે કે એમણે ચારમુષ્ટિ લોચ કર્યો, તે પછી ઇન્દ્ર મહારાજે તેમને બાકીનો એકમુષ્ટિ લોચ ન કરવા વિનંતી કરી. ભગવાને એમની વિનંતી માન્ય રાખી. એટલે એમના મસ્તક પરના પાછળના બાકીના વાળ ખભા અને પીઠ ઉપર ઝૂલતા રહ્યા હતા. આથી જ ઋષભદેવ ભગવાનની કેટલીક પ્રાચીન પ્રતિમાઓમાં ખભા ઉપર વાળની લટ કોતરેલી જોવા મળે છે. જૈન ધર્મની માન્યતા અનુસાર તીર્થંકર પરમાત્માના જે અતિશયો બતાવવામાં આવે છે તેમાં દેવકૃત અતિશય અનુસાર તેમના વાળ અને નખ વધતા નથી. એક માન્યતા અનુસાર તીર્થકર ભગવાન ગૃહવાસ છોડીને ઉપવનમાં જઈ પંચમુષ્ટિ લોચ કરે તે પછી એમના વાળ વધતા નથી, કારણ કે ઇન્દ્ર એમના મસ્તક ઉપર વજ ફેરવે છે. વાળ એ શરીરની એક પ્રક્રિયાનો ભાગ છે. કેટલાક માણસોનાં શરીરમાં એવા ફેરફારો થાય છે કે જેથી અકાળે વાળ ખરી પડે છે. આખે માથે ટાલ પડે છે અને ફરી ક્યારેય વાળ ઊગતા નથી. બ્રહ્મચર્યના સંનિષ્ઠ પાલનથી શરીરમાં એવી આંતરિક પ્રક્રિયા થાય છે કે જેથી વાળની વૃદ્ધિ ઓછી થઈ જાય છે, અટકી જાય છે. કેટલીક વખત કેશ-લોચ કર્યા પછી ફરી ત્યાં વાળ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જિનતત્ત્વ નહિ જેવા જ ઊગે છે. આ સુક્ષ્મ આંતરિક પ્રક્રિયા બધાની એકસરખી હોતી નથી. તીર્થંકર પરમાત્માના પરમ ઔદારિક દેહમાં એવી અતિશયયુક્ત પ્રક્રિયા થતી હશે કે જેથી એમના વાળ વધતા નથી. કેશ-લોચમાં કષ્ટ સહન કરવાનું હોય છે, પરંતુ એનો સમાવેશ બાવીસ પ્રકારના પરીષહમાં કરવામાં આવ્યો નથી, કારણ કે પરીષહ એટલે આવી પડેલી પરિસ્થિતિમાં મનથી સહન કરવાનું કષ્ટ. જ્યારે કેશ-લોચમાં તો પોતે પોતાની અનુકૂળતા અનુસાર સ્વેચ્છાએ કષ્ટ ભોગવવાનું હોય છે. માથા ઉપરના વાળ હાથે તોડવાથી કષ્ટ અનુભવાય છે. શરીરને સ્વેચ્છાએ આપેલું કષ્ટ એક પ્રકારની તપશ્ચર્યા બની જાય છે. એટલા માટે કેશ-લોચનો સમાવેશ કાયક્લેશ નામની તપશ્ચર્યામાં કરવામાં આવે છે. સાધુઓ પોતે પોતાની ઇચ્છાનુસાર નિશ્ચય કરીને કેશલોચ કરે છે. માટે આ કાયક્લેશ નામની તપશ્ચર્યા કર્મની નિર્જરાનું કારણ બને છે. કેશ-લોચથી કષ્ટ સહન કરવાનો અભ્યાસ થાય છે; સહિષ્ણુતા વધે છે; ઇન્દ્રિયોના સુખમાંથી આસક્તિ નીકળી જાય છે; દેહાભિમાન ઓગળી જાય છે; દેહની મમતા દૂર થાય છે; સારા દેખાવાની વાસના ચાલી જાય છે; સરળતા, સ્વાભાવિકતા અને નિર્દોષતાના ગુણો ખીલે છે; સંયમપાલનમાં દઢતા આવે છે; આત્માને સ્વવશ કરી શકાય છે; કર્મની નિર્જરા થાય છે; અને સૂક્ષ્મ જીવોની પણ હિંસા ન થાય એટલી કોટિ સુધી અહિંસાના મહાવ્રતનું પાલન થાય છે. એટલે જ કેશ-લોચનો મહિમા જૈન ધર્મમાં ઘણો મોટો છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિ દિવાળીના દિવસે મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા અને કાર્તિક સુદ પ્રતિપદાને દિવસે, નૂતન વર્ષના પ્રભાતે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું. એટલા માટે દિવાળીના શારદાપૂજનની વિધિમાં જૈન વેપારીઓ પૂજનના પાનામાં જે શુભાકાંક્ષાઓ દર્શાવે છે તેમાં ‘ગુરુ ગૌતમસ્વામીની લબ્ધિ હોજો' એમ પણ લખે છે. ગૌતમસ્વામીને લબ્ધિના ભંડાર તરીકે ઓળખાવવામાં આવે છે. ‘અનંતલબ્ધિનિધાન’ જેવું બિરુદ પણ એમને માટે વપરાય છે. ગૌતમસ્વામી અષ્ટાપદ પર્વત ઉપર જંઘાચરણ લબ્ધિ વડે સૂર્યનાં કિરણો પકડીને ચડી ગયા હતા. ત્યાંથી પાછા ફર્યા પછી એક પાત્રમાં રહેલી ખીર વડે પંદરસો ત્રણ તાપસોને એમણે પારણું કરાવ્યું હતું. એ પાત્રમાં જમણા હાથનો અંગૂઠો રાખવાથી એમાંની ખીર ખૂટી નહોતી. પોતાની અક્ષીણ – મહાનસી લબ્ધિ વડે તેઓ તેમ કરી શક્યા હતા. ગૌતમસ્વામીના જીવનમાં લબ્ધિના ચમત્કારની આવી કેટલીક ઘટનાઓ બની હતી એવું વાંચવા મળે છે. લોકોને આશ્ચર્યમુગ્ધ કરી નાખે એવા ચમત્કારભર્યા શક્તિવિશેષને આપણે ‘લબ્ધિ' તરીકે ઓળખીએ છીએ. લબ્ધિ શબ્દ સંસ્કૃત ‘હમ્’ ધાતુ પરથી આવ્યો છે. ‘ત્તમ્’ એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. ‘લબ્ધિ’ એટલે ‘લાભ’ અથવા ‘પ્રાપ્તિ.’ જે અસામાન્ય વિશિષ્ટ કોટિની શક્તિ વડે ઇચ્છિત વસ્તુઓની ચમત્કારભરી રીતે અનાયાસ પ્રાપ્તિ થાય તે શક્તિને ‘લબ્ધિ’ તરીકે ઓળખાવવામાં આવે છે. આત્મા ઉપરનાં કર્મનાં ગાઢ આવરણો જેમ જેમ દૂર થાય તેમ તેમ આત્મામાં આવી શક્તિઓ, લબ્ધિઓ પ્રગટ થતી જાય છે એમ જૈન ધર્મ માને છે. ‘લબ્ધિ’ શબ્દ જૈન શાસ્ત્રગ્રન્થોમાં ‘અહિંસા’ના અર્થમાં પણ વપરાયો છે. વળી વીર્યંતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતી શક્તિના અર્થમાં Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જિનતત્ત્વ લબ્ધિ' શબ્દ વપરાયો છે, અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયોપશમ માટે પણ “લબ્ધિ' શબ્દ વપરાયો છે. લબ્ધિની શાસ્ત્રકારોએ નીચે પ્રમાણે જુદી જુદી વ્યાખ્યા આપી છે : लभ्भनं लब्धिः। का पुनरसौ। ज्ञानावरणकर्मक्षयोपशमविशेषः । (લબ્ધિ એટલે પ્રાપ્ત થયું. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતા શક્તિવિશેષને લબ્ધિ કહેવામાં આવે છે.) इन्द्रियनिर्वृत्तिहेतुः क्षयोपशमविशेषे लब्धिः। यत्संनिधानादात्मा द्रव्येन्द्रिरयनिवृत्तिं प्रति व्याप्रियते स ज्ञानावरण क्षयोपशम विशेषो विज्ञायते। (ઇન્દ્રિયની નિવૃત્તિના કારણભૂત એવો વિશિષ્ટ ક્ષયોપશમ તે લબ્ધિ. જેના સંનિધાનથી આત્મા દ્રવ્યન્દ્રિયોના વ્યાપારમાં પ્રવૃત્ત થાય છે એવા જ્ઞાનાવરણના ક્ષયોપશમનો વિશેષ તેને લબ્ધિ કહેવામાં આવે છે.) मतिज्ञानावरणक्षयोपशमोत्था विशुद्धजीवस्यार्थग्रहणशक्तिलक्षणलब्धिः । (મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી વિશુદ્ધિથી જીવમાં પદાર્થોને ગ્રહણ કરવાની જે વિશિષ્ટ શક્તિ ઉત્પન્ન થાય છે તે લબ્ધિ.) तपोविशषात्ऋद्धिप्राप्तिर्लब्धिः। (તપવિશેષથી પ્રાપ્ત થતી ઋદ્ધિ તે લબ્ધિ.) सम्मदसण - णाण - चरणेसु जीवस्स समागमो लद्धिणाम। (લબ્ધિ એટલે સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર સાથે જીવનો સમાગમ.) विकरणा अणिमादयो मुक्तिपर्यन्ता इषुवस्तूपलम्भा लब्ध्यः। (મુક્તિ સુધીની ઇષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ કરાવી આપનાર અણિમાદિ વિક્રિયાઓ તે લબ્ધિ.) गुणप्रत्ययो हि सामर्थ्यविशेषो लब्धिरिति प्रसिद्धिः। (ગુણોનો સામર્થ્યવિશેષ લબ્ધિ તરીકે ઓળખાય છે.) आत्मनः शुभभावावरण क्षयोपशये लब्धिः। (આત્માના શુભ ભાવ ઉપરના આવરણના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય તે લબ્ધિ .) Page #167 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિ આમ, બાહ્ય અને આત્યંતર તપ દ્વારા જ્ઞાનાવરણીય, અંતરાય વગેરે કર્મોનો ક્ષયોપશમથી આત્મા નિર્મળ થતાં જે ગુણસમૂહ પ્રગટ થાય છે તે દ્વારા સર્જાતા સામર્થ્યયુક્ત ચમત્કારવિશેષને લબ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્યમાં વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક શક્તિઓ રહેલી છે. જ્યારે કોઈક વ્યક્તિમાં અસાધારણ એવી શક્તિ જોવા મળે તો લોકોને આશ્ચર્ય થાય છે. એમાં કેટલીક શક્તિઓ તો એવી હોય છે કે જેનો પ્રભાવ નજરે ન જોયો હોય તો માન્યામાં ન આવે. સામાન્ય લોકોને એવી વાત ચમત્કારયુક્ત લાગે અને તેના તરફ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો ભાવ ધારણ કરે. એવી શક્તિઓની વાત સાંભળીને બૌદ્ધિક લોકોને તે અપ્રતીતિકર, ધતિંગ કે ગપ્પાં જેવી લાગે, પરંતુ જો તેઓને નજરે જોવાની તક મળે અને જાતે ખાતરી કરે તો તેઓ પણ તે માનવા તૈયાર થાય. કેટલાક નાસ્તિક માણસો નજરે આવી ઘટના જોયા પછી આસ્તિક કે શ્રદ્ધાવાન બની જાય છે. એક શબ્દ સાંભળતાં આખી વાત સમજાઈ જવી, દૂર ક્યાંક બનતી ઘટનાને જાણે નજરે નિહાળતાં હોઈએ તેમ જોવી અને તેનું વર્ણન કરવું, બીજાના મનમાં ઊઠતા વિચારો અને ભાવો બરાબર સમજી લેવા અને તે પ્રમાણે કહેવા, એક ઇન્દ્રિય દ્વારા બીજી ઇન્દ્રિયના વિષયને જાણી લેવો (જેમ કે સુગંધ પરથી પદાર્થનો રંગ કેવો હશે તે કહી આપવું), જમીનથી અધ્ધર રહેવું, આકાશમાં ગમન કરવું, હાથમાંથી કે વાણીમાંથી અમૃત ઝરતું હોય તેવો અનુભવ થવો, પાત્રમાં પડેલું અન્ન ખૂટે નહિ એવો ચમત્કાર થવો, તેજલેશ્યાની પ્રાપ્તિ થવી (જે વડે કશુંક બાળી શકાય કે ઠંડું કરી શકાય), પોતાના શરીરના મેલ કે પરસેવા દ્વારા બીજાના રોગ મટાડી શકાય, શરીરના નખ, વાળ, દાંત વગેરે દ્વારા બીજાના રોગો મટાડી શકાય, પોતાની શક્તિથી ડુંગરને કંપાયમાન કરી શકાય, ઉપદ્રવ કે સંકટને તત્ક્ષણ શાંત કરી શકાય, વિછી કે સર્પના ઝેરને ઉતારી શકાય, પોતાનાં વચન અનુસાર ઘટના કરી શકાય, વશીકરણ, સ્તંભન કે મોચન વગેરેનો બીજાને અનુભવ કરાવી શકાય, પરકાયાપ્રવેશ કરી શકાય, શરીરને નાનું કે મોટું કરી શકાય – આવી આવી ઘટનાઓ જેમના જીવનમાં થતી હોય તેવી વ્યક્તિઓએ કોઈક વિશેષ શક્તિ પ્રાપ્ત કરી છે એમ કહી શકાય. આવી શક્તિ તપના પ્રભાવે કે જ્ઞાનના વિકાસથી કે અમુક કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. એને લબ્ધિ તરીકે ઓળખાવવામાં આવે છે. વર્તમાન દેશકાળ અનુસાર ઘણી લબ્ધિઓ ક્ષીણ થઈ Page #168 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૧૫૮ ગઈ છે અથવા એવી લબ્ધિઓ ધરાવનાર મહાત્માઓ વિરલ થઈ ગયા છે, અને તેઓ પણ ઓછામાં ઓછો જનસંપર્ક રાખતા હોય છે. વૈદિક દર્શનમાં વિશિષ્ટ પ્રકારની ચમત્કારિક શક્તિને માટે ‘વિભૂતિ’ શબ્દ વપરાયો છે. વેદો, ઉપનિષદો, પાતંજલ યોગસૂત્ર, ભગવદ્ગીતા, પુરાણો વગેરેમાં વિવિધ પ્રકારની વિભૂતિઓનું વર્ણન જોવા મળે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એ દરેક પ્રકારના યોગાંગ દ્વારા અથવા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સ્વાધ્યાય, તપ, ઈશ્વરપ્રણિધાન વગેરે દ્વારા આવી વિવિધ વિભૂતિઓ પ્રગટ થાય છે એમ ઉપનિષદો, યોગસૂત્ર, યોગદર્શન, ભગવદ્ગીતા ઇત્યાદિ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે. બૌદ્ધ પરંપરાના સાહિત્યમાં પણ લબ્ધિરૂપી વિવિધ ચમત્કારિક શક્તિઓના ઉલ્લેખો મળે છે. આવી લબ્ધિને બૌદ્ધ પરિભાષા પ્રમાણે ‘અભિજ્ઞા’ નામથી ઓળખવામાં આવે છે. ‘વિશુદ્ધિમગ્ગો’ નામના ગ્રંથમાં બતાવ્યું છે કે અભિજ્ઞાઓ બે પ્રકારની છે : (૧) લૌકિક અને (૨) લોકોત્તર. આકાશગમન (ઋદ્ધિવિધ), પશુ-પક્ષીઓની બોલીનું જ્ઞાન (દિવ્ય સ્રોત), પરચિત્ત વિજ્ઞાનતા, પૂર્વજન્મનું જ્ઞાન (પૂર્વનિવાસાનુસ્મૃતિ), દૂર રહેલી વસ્તુઓનું દર્શન વગેરે અભિજ્ઞાઓ લૌકિક પ્રકારની છે. સાધક જ્યારે અર્હત્ અવસ્થાની પ્રાપ્તિ કરે છે અને લોકોને નિર્વાણમાર્ગ સમજાવવાને સમર્થ બને છે ત્યારે તેની તે શક્તિને લોકોત્તર અભિજ્ઞા કહેવામાં આવે છે. 1 લબ્ધિઓ કેટલી છે ? આમ જો જોવા જઈએ તો આત્માને જેટલી શક્તિ તેટલી લબ્ધિઓ છે એમ કહી શકાય. અર્થાત્ અનંત શક્તિમાન એવા આત્મામાંથી અનંત પ્રકારની લબ્ધિઓ પ્રગટ થઈ શકે. એટલા માટે ગૌતમસ્વામીને ‘અનંત લબ્ધિનિધાન ' અર્થાત્ અનંત લબ્ધિઓના ભંડાર તરીકે ઓળખાવવામાં આવે છે. પરંતુ કેટલીક મહત્ત્વની વિશિષ્ટ લબ્ધિઓના જે ઉલ્લેખો જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી જુદા જુદા શાસ્ત્રગ્રંથોમાં જોવા મળે છે એમાં પાંચ, દસ, અઠ્ઠાવીસ, અડતાલીસ, પચાસ કે ચોસઠ પ્રકારની વિભિન્ન લબ્ધિઓનાં નામો મળે છે. લબ્ધિના પ્રકારો ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુથી ભિન્ન ભિન્ન દર્શાવવામાં આવ્યા છે. આધ્યાત્મિક વિશુદ્ધ દૃષ્ટિ લક્ષમાં રાખીને આત્માની અવસ્થા અનુસાર પાંચ પ્રકારની લબ્ધિ ગણાવાય છે : (૧) ક્ષયોપશમ લબ્ધિ, (૨) વિશુદ્ધ લબ્ધિ, (૩) દેશના લબ્ધિ, (૪) પ્રાયોગ્યતા લબ્ધિ, (૫) કરણ લબ્ધિ Page #169 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિ ૧૫૯ - એમ મુખ્ય પાંચ પ્રકારની લબ્ધિમાં પ્રથમ ચાર લબ્ધિ ભવ્ય કે અભવ્ય બંને પ્રકારના જીવોને પ્રાપ્ત થાય છે, પરંતુ કરણ લબ્ધિ તો ફક્ત ભવ્ય જીવોને જ પ્રાપ્ત થાય છે અને તે પણ સમ્યત્વની પ્રાપ્તિ પછી. લયોપશમને કારણે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને ક્ષયોપશમી લબ્ધિ કહેવામાં આવે છે. પ્રતિસમય શુભ કર્મોના બંધમાં નિમિત્તભૂત અને અશુભ કર્મોના બંધની વિરોધી એવી લબ્ધિને વિશુદ્ધિ લબ્ધિ કહેવામાં આવે છે. પડદ્રવ્ય અને નવતત્ત્વના ઉપદેશરૂપી ઉપદેશ આપવાની શક્તિને દેશના લબ્ધિ કહેવામાં આવે છે. સમ્યગ્દષ્ટિ મહાત્માઓ જ આવી દેશના લબ્ધિ ધરાવે છે. કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ અને ઉત્કૃષ્ટ અનુભાગનો ઘાત કરીને અંત: કોડાકોડી સ્થિતિમાં અને દ્વિસ્થાનીય અનુભાગમાં અવસ્થાન કરવું તેને પ્રાયોગ્ય લબ્ધિ કહેવામાં આવે છે. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના ક્ષયોપશમ સાથે જે ભવ્યાત્મા અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે છે તેની લબ્ધિ કરણ લબ્ધિ કહેવાય છે. કાલ, કરણ, ઉપદેશ, ઉપશમ અને પ્રાયોગ્યતારૂપ પાંચ ભેદોને કારણે પણ લબ્ધિના પાંચ પ્રકાર બતાવવામાં આવે છે. ધન, લાભ, ભોગ, પરિભોગ અને વીર્ય એમ પાંચ પ્રકારની લબ્ધિ પણ ગણાવવામાં આવે છે. જુઓ : लद्धी पंचः वियप्पा दाण-लाह-भोगुपभोग-वीरियमिदि। દાન, લાભ, ભોગ, પરિભોગ, વિર્ય, સમ્યત્વ, દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ નવ પ્રકારની કેવળ લબ્ધિ બતાવવામાં આવે છે. दाणे-लाभे-भोगे-परिभोगे वीरिय सम्मते। णव केवली लद्धीओ दंसण-णाणं चरिते य।। ભગવતીસૂત્રમાં ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને દસ પ્રકારની લબ્ધિ બતાવી છે. જુઓ – गोयमा। दसविहा लद्धी पण्णत्ता तं जहा नाणलद्धी, सणलद्धी, चरितलद्धी चरिताचरितलद्धी, दाणलद्धी, लाभलद्धी, भोगलद्धी, उवभोगलद्धी, वीरयलद्धी, રૂઢિચત્ની Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૯O. જિનતત્ત્વ હિં ગૌતમ ! દસ પ્રકારની લબ્ધિ છે, જેમ કે (૧) જ્ઞાનલબ્ધિ, (૨) દર્શનલબ્ધિ, (૩) ચારિત્રલબ્ધિ, (૪) ચારિત્રાચારિત્ર લબ્ધિ, (૫) દાનલબ્ધિ, (૬) લાભલબ્ધિ, (૭) ભોગલબ્ધિ, (૮) ઉપભોગલબ્ધિ, (૯) વીર્યલબ્ધિ અને (૧૦) ઇન્દ્રિયલબ્ધિ.] આ લબ્ધિઓમાં જ્ઞાનલબ્ધિના પાંચ, દર્શનલબ્ધિના ત્રણ, ચારિત્રલબ્ધિના પાંચ એમ દરેકના પેટાપ્રકાર પણ ભગવતીસૂત્રમાં દર્શાવવામાં આવ્યા છે. આવશ્યક નિર્યુક્તિ', “પ્રવચન સારોદ્વાર' વગેરે ગ્રંથોમાં અઠ્ઠાવીસ પ્રકારની લબ્ધિ બતાવવામાં આવી છે; દિગમ્બર પરંપરાના ગ્રન્થ “ષટખંડાગમમાં ૪૪ પ્રકારની, “વિદ્યાનુશાસન'માં ૪૮ પ્રકારની, “મંત્રરાજ રહસ્યમાં તથા “સૂરિમંત્રબૃહત્કલ્પ વિવરણમાં ૫૦ પ્રકારની અને તિલોય પણત્તિ'માં ૬૪ પ્રકારની લબ્ધિ બતાવવામાં આવી છે. કોઈ કોઈ ગ્રન્થોમાં કોઈક લબ્ધિનાં નામોમાં અથવા એના પેટાવિભાગોમાં ફરક જોવા મળે છે. સિદ્ધચક્રની આરાધનામાં પણ લબ્ધિઓનો મહત્ત્વનો ઉલ્લેખ છે. એમાં લબ્ધિધારકોને નમસ્કાર કરવામાં આવે છે. સિદ્ધચક્રમાં, એના યંત્રમાં એક આવર્તનમાં સોળ લબ્ધિપદ હોય છે. એ રીતે ત્રણ આવર્તનમાં સુપ્રસિદ્ધ એવા ૪૮ લબ્ધિપદ આવે છે. $ ર્દી મર્દ નો – એ મંત્રપદ સહિત લબ્ધિધારકોને પ્રત્યેકને નમસ્કાર કરવામાં આવે છે. પ્રવચન સારોદ્ધાર માં બતાવ્યા પ્રમાણે અઠ્ઠાવીસ લબ્ધિઓ તપના પરિણામથી પ્રગટ થાય છે. જયશેખરસૂરિએ “ઉપદેશ ચિંતામણિમાં લખ્યું છે તે પ્રમાણે પરિમિતિ વસેvi gવું હૃતિ દ્ધિનં. (તપના પરિણામના વશથી આ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.) આ અઠ્ઠાવીસ લબ્ધિઓ નીચે પ્રમાણે છે : (૧) મામઈ મૌષધ (માનસિદિ) “આમર્ષ' એટલે સ્પર્શ, જે સ્પર્શ રોગનું નિવારણ કરનાર હોવાથી ઔષધિરૂપ હોય એમને “આમર્ષ ઔષધિ લબ્ધિ' કહેવામાં આવે છે. જે સાધકો પોતાના સ્પર્શ માત્રથી રોગનું નિવારણ કરવાની શક્તિ ધરાવતા હોય તેઓ આવી લબ્ધિવાળા કહેવાય છે. (૨) વિપૃષીષદ (વિપ્રોસક્રિ) વિપુષ” એટલે વિષ્ટા અને મૂત્ર, જે યોગીઓનાં મળ-મૂત્ર ઔષધિ તરીકે Page #171 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિ ૧૬૧ કામ લાગે અને રોગોનું નિવારણ કરી શકે તેવા યોગીઓ વિખુષ લબ્ધિવાળા કહેવાય છે. (૩) વેનૌષધ (વેનોદિ) ખેલ' એટલે શ્લેખ અથવા બળખો. જે સાધકોના ખેલ એમની લબ્ધિના કારણે સુગંધિત થઈ જાય છે અને તે વડે તેઓ બીજાના રોગનું નિવારણ કરવાને માટે સમર્થ બને છે તે ખેલૌષધિ લબ્ધિવાળા કહેવાય છે. (૪) નન્નઘ (નક્નોદ) “જલ્લ” એટલે મેલ. આ લબ્ધિવાળા સાધકોનો શરીરનો મેલ લબ્ધિના કારણે સુગંધિત થઈ જાય છે અને બીજાના રોગોનું નિવારણ કરવાને માટે સમર્થ બને છે. તેઓ જલ્લૌષધિ લબ્ધિવાળા કહેવાય છે. (૧) ધ (સભ્યોરિ) જે સાધકોનાં મળ-મૂત્ર-શ્લેષ્મ, મેલ, નખ અને વાળ સુગંધવાળાં અને વ્યાધિનો નાશ કરવા માટે સમર્થ હોય તેમની લબ્ધિ સર્વોષધિ તરીકે ઓળખાય છે. (६) संभिन्नश्रोती “સંભિન્ન' એટલે પ્રત્યેક. આ પ્રકારની લબ્ધિવાળા યોગીઓ માત્ર કાનથી જ નહિ, શરીરના કોઈ પણ અંગ દ્વારા સાંભળવાને સમર્થ હોય છે. એમની જુદી જુદી ઇન્દ્રિયો એકબીજીનું કાર્ય કરવાને શક્તિમાન હોય છે. (૭) મઘજ્ઞાન જે મહાત્માઓને પોતપોતાના જ્ઞાનની મર્યાદા અનુસાર વર્તમાન, ભૂત તથા ભવિષ્યના રૂપી પદાર્થોનું દર્શન થાય છે અને ઉપયોગ મૂકીને તે પ્રમાણે કથન કરવાને સમર્થ હોય છે તેઓની લબ્ધિને “અવધિજ્ઞાન લબ્ધિ' કહેવામાં આવે છે. (2) 28નુમતિ “ઋજુ' એટલે સામાન્યથી. આમ, આ લબ્ધિ મન:પર્યવ જ્ઞાનવાળા મુનિઓને પ્રાપ્ત થાય છે. એ દ્વારા તેઓ સંજ્ઞી જીવોના મનોગત ભાવોને સામાન્ય રૂપથી જાણી શકે છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૧૬૨ (3) દિપુનમતિ વિપુલ' એટલે વિસ્તારથી. મન:પર્યવ જ્ઞાનવાળા મુનિઓ આ લબ્ધિ દ્વારા ઘટપટ વગેરે વસ્તુના ધોળા, રાતા વગેરે સમસ્ત પર્યાયોને ગ્રહણ કરી શકે છે. (૧૦) વારા દિવ્ય (વંથાવાર-વિદ્યાવાર) આ લબ્ધિવાળા સાધકો આકાશમાં આવવા-જવાની વિશિષ્ટ શક્તિ ધરાવે છે. જે મુનિઓ સૂર્યનાં કિરણો પકડીને એક પગલું ઉપાડીને તેમાં રુચક દ્વીપે જાય છે અને ત્યાંથી પાછા ફરતાં પહેલું પગલું ઉપાડીને નંદીશ્વર દ્વિીપે અને બીજું પગલું ઉપાડીને પોતાના સ્થાને પાછા આવે છે તેઓ જંઘાચરણ લબ્ધિવાળા કહેવાય છે. આવી લબ્ધિવાળા ઊર્ધ્વગતિમાં એક પગલું ઉપાડીને પાંડુક વનમાં જાય છે અને ત્યાંથી પાછા ફરતાં પહેલું પગલું ઉપાડીને નંદનવનમાં જાય છે, અને બીજું પગલું ઉપાડીને પોતાના સ્થાનમાં પાછા આવે છે. જે મુનિઓ પોતાની લબ્ધિથી પહેલું પગલું ઉપાડીને નંદીશ્વર દ્વીપે જાય છે અને ત્યાંથી પાછા ફરતાં એક પગલું ઉપાડીને પોતાના સ્થાનકે પાછા આવી જાય છે તેઓ વિદ્યાચરણ લબ્ધિવાળા કહેવાય છે. આ લબ્ધિવાળા મુનિઓ ઊર્ધ્વગતિમાં પહેલું પગલું ઉપાડીને નંદનવનમાં અને બીજું પગલું ઉપાડીને પાંડુકવનમાં જાય છે. ત્યાંથી પાછા ફરતાં એક જ પગલું ઉપાડીને પોતાના સ્થાને આવી જાય છે. (११) आशीविष આ લબ્ધિવાળા યોગીઓ ફક્ત એક જ વચન બોલીને તે દ્વારા શાપ (અથવા આશીર્વાદ) આપવાની શક્તિ ધરાવે છે. (૧૨) વર્તી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોના ક્ષયથી કેવળજ્ઞાનરૂપી લબ્ધિ પ્રગટ થાય છે. (१३) गणधर આ લબ્ધિ પ્રાપ્ત કરનાર તીર્થકર ભગવાનના ગણધરનું પદ મેળવવાને સમર્થ બને છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિ (१४) पूर्वधर આ લબ્ધિ મેળવનાર મહાત્માઓ અંતર્મુહૂર્તમાં ચૌદ પૂર્વનું જ્ઞાન મેળવી શકે છે. (૧૧) રિહંત આ લબ્ધિ દ્વારા અરિહંત ભગવાનનું પદ મેળવી શકાય છે. (૧૬) વૈવર્તી આ લબ્ધિ દ્વારા ચક્રવર્તીનું પદ મેળવી શકાય છે. ચક્રવર્તી એટલે છ ખંડ ધરતીના સ્વામી અને ચૌદ રત્નના ધારક કહેવાય છે. (१७) बलदेव આ લબ્ધિ દ્વારા બલદેવના પદની પ્રાપ્તિ થાય છે. ૧૬૩ (૧૮) વાસુવ આ લબ્ધિ દ્વારા વાસુદેવના પદની પ્રાપ્તિ થાય છે. (१९) क्षीरमधुसर्पिरात्रव ‘ક્ષીર’ એટલે ચક્રવર્તીની ગાયનું દૂધ, ‘મધુ’ એટલે સાકર વગેરે પદાર્થો, ‘સર્પિ’ એટલે અતિશય સુગંધવાળું ઘી. આવી લબ્ધિવાળા મહાત્માઓની વાણી સાંભળનારા માણસોને તે સાંભળતાં દૂધ, મધ તથા ઘીની મધુરતા જેવો અનુભવ થાય છે. (२०) कोष्ठकबुद्धि ‘કોષ્ટક’ એટલે કોઠાર. કોઠારમાં રાખેલું ધાન્ય ઘણા લાંબા સમય સુધી એવું ને એવું સારું રહે છે અને બગડી જતું નથી. તેવી રીતે ગુરુના મુખથી એક વખત શ્રવણ કરેલાં વચનો સ્મૃતિમાં એવાં ને એવાં હંમેશને માટે સચવાઈ રહે તેને કોષ્ઠકબુદ્ધિ લબ્ધિ કહેવામાં આવે છે. (૨૧) પાનુઽરની શ્લોકના કોઈ પણ એક પદને સાંભળવાથી આખા શ્ર્લોકનાં બધાં પો સમજાઈ જાય તેને પદાનુસારિણી લબ્ધિ કહેવામાં આવે છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જિનતત્ત્વ (२२) बीजवुद्धि એક અર્થ પરથી ઘણા અર્થોને ધારણ કરનારી બુદ્ધિ તે બીજબુદ્ધિ લબ્ધિ કહેવાય છે. (ર૩) તેનલી (તેનોનેરશ્યા) ક્રોધે ભરાયેલા સાધુ જેના ઉપર ક્રોધ કર્યો હોય તેવા માણસોને અથવા ધૂળ કે સૂક્ષ્મ પદાર્થોને, પર્વત કે મોટાં નગરોને પોતાના મુખમાંથી નીકળેલી વાળા વડે બાળી નાખવાને સમર્થ હોય તે તેજસી લબ્ધિવાળા (તેજોવેશ્યાવાળા) કહેવાય છે. (૨૪) માદરવા શરીરના પ્રકારોમાં એક પ્રકાર તે આહારક શરીરનો છે. આહારક લબ્ધિવાળા મહાત્માઓ પોતાના સંશયનું નિવારણ કરવાને માટે અથવા તીર્થકર ભગવાનનું સાક્ષાત્ દર્શન કરવાને માટે પોતાના શરીરમાંથી વિશિષ્ટ શુભ પુદ્ગલ પરમાણુઓ આહાર કરી – એટલે કે એકત્ર કરી એક હાથ જેટલું પોતાની આકૃતિનું શ્વેત પૂતળું પોતાના મસ્તકમાંથી બહાર કાઢી તીર્થકર ભગવાન પાસે મોકલે અને સંશયનું સમાધાન કરી, દર્શન કરી પાછું આવી એ પૂતળું પોતાના શરીરમાં દાખલ થઈ જાય છે. આવી લબ્ધિ આહારક લબ્ધિ તરીકે ઓળખાય છે. (२५) शीतलेश्या તેજોલેશ્યાથી રક્ષણ કરવા માટે પ્રાપ્ત થયેલી શક્તિ તે શીતલેશ્યા કહેવાય છે. એ જ્યારે છોડવામાં આવે છે ત્યારે શીતળતા પ્રસરે છે. એથી ઉષ્ણ તેજોવેશ્યા ખાસ અસર કરી શકતી નથી. (२६) वैक्रिय देहधारी આ લબ્ધિથી શરીરને નાનું, મોટું, હલકું કે ભારે કરી શકાય છે અને શરીરનું રૂપ પણ બદલી શકાય છે. (૨૭) પક્ષી માનસી મહાનસ એટલે રસોડું – રસોઈ. અક્ષણ એટલે ખૂટે નહિ તેવું. આ પ્રકારની લબ્ધિથી નિપજાવેલું ભોજન પોતે ખાય તે જ ઓછું થાય, પરંતુ બીજા Page #175 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિ ૧૭૫ અનેક માણસો ખાય તો પણ ખૂટે નહિ. અર્થાત્ લબ્ધિધારી યોગી પોતે જ્યાં સુધી આહાર ન કરે ત્યાં સુધી ખાવાનું ખૂટતું નથી. (૨૮) પુત્તા આ લબ્ધિ દ્વારા સાધક એવી શક્તિ પ્રાપ્ત કરે છે કે પોતાના દંડમાંથી પૂતળું કાઢીને શત્રુની સેનાને પરાજિત કરી શકે છે. ચક્રવર્તીનો પણ નાશ કરવાને તે સમર્થ થાય છે. આમ, મુખ્ય અને મહત્ત્વની અઠ્ઠાવીસ લબ્ધિઓ અહીં સમજાવી છે. શ્રી જિનપ્રભસૂરિ-કૃત ‘સૂરિમંત્રબૃહત્કલ્પ-વિવરણ'માં નીચે પ્રમાણે પચાસ લબ્ધિનો ઉલ્લેખ છે : . ૧. પ્રળવનમોયુનિન, ૨. સધિ રૂ. પરમાધિ, ૪. અનન્ત, ૬. અનન્તાન્ત, ૬. સર્વાધિ, ૭. વીન, ૮. જોવ્રુદ્ધિ, ૧. પાનુસારી, ૧૦. મિત્ર, ૧૧. વીર, ૧૨, મહુઆ, ૧૨. અમયાસવ ૧૪. અવી, ૧૬. આમોસ, ૧૬. વિપ્પો, ૧૭, શ્વેત, ૧૮. ખત્ત, ૧૧. સોશહિ, ૨૦. વેવિય, ૨૧. સવ્વુદ્ધિ, ૨૨. ૩′મ૬, ૨૩. વિતમ ્, ૨૪. ગંધા, ૨૧. વિષ્ના, ૨૬. પક્ષમા, ૨૭. વિગ્નાતિન્દ્ર, ૨૮. આસામ, ૨૭. તત્તત્તેસ, ૨૦. સીઝનેસ, રૂ૧. તેવોસ, ૨૨. વયવિસ, રૂરૂ. બલવિસ, ૩૪. વિવિસ, રૂ. ચારળ, રૂદ્દ. મહામુમિળ, રૂ૭. તેઽનિસTM, રૂ૮. વાડ્, રૂ૧. સ ંનિમિત્ત, ૪૦. ડિમાપડિવન્ન, નિમ્બ વહિવન, ૪૨. માસિદ્ધ, ૪રૂ. સામન, ૪૪. મવર્ત્ય, ૪. અમવત્યવત્તિ, ૪૬. ૩ાતવ, ૪૭. વિત્તતવ, ૪૮. ઘસદ્દસપુથ્વી, ૪૬. પુથ્વી, ૧૦. પગારની ૪૬. [આ પચાસ લબ્ધિ નીચે પ્રમાણે છે : (૧) જિન લબ્ધિ, (૨) અધિ લબ્ધિ, (૩) પ૨માવધિ લબ્ધિ, (૪) અનંતાવધિ લબ્ધિ, (૫) અનન્તાન્તાવધિ લબ્ધિ, (૬) સર્વાધિ લબ્ધિ, (૭) બીજબુદ્ધિ લબ્ધિ, (૮) કોષ્ઠબુદ્ધિ લબ્ધિ, (૯) પાનુસારી લબ્ધિ, (૧૦) સંભિન્નશ્રોત લબ્ધિ, (૧૧) ક્ષીરાસવ લબ્ધિ, (૧૨) મધ્યાસવ લબ્ધિ, (૧૩) અમૃતાસવ લબ્ધિ, (૧૪) અક્ષીણ મહાનસી લબ્ધિ, (૧૫) આમર્ષાધિ લબ્ધિ, (૧૬) વિપુૌષધિ લબ્ધિ, (૧૭) શ્લેષ્મઔષધિ લબ્ધિ, (૧૮) જલ્લોષધિ લબ્ધિ, (૧૯) સર્વોષધિ લબ્ધિ, (૨૦) વૈક્રિય લબ્ધિ, (૨૧) સર્વ લબ્ધિ, (૨૨) ઋજુમતિ લબ્ધિ, (૨૩) વિપુલમતિ લબ્ધિ, (૨૪) જંઘાચરણ લબ્ધિ, (૨૫) વિદ્યાચરણ લબ્ધિ, (૨૬) પ્રજ્ઞાક્ષમણ લબ્ધિ, (૨૭) વિદ્યાસિદ્ધ લબ્ધિ, (૨૮) આકાશગામિની લબ્ધિ, (૨૯) Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જિનતત્ત્વ તખલેશ્યા લબ્ધિ, (૩૦) શીતલેશ્યા લબ્ધિ, (૩૧) તેજોવેશ્યા લબ્ધિ, (૩૨) વાવિષ લબ્ધિ, (૩૩) આશીવિષ લબ્ધિ, (૩૪) દૃષ્ટિવિષ લબ્ધિ, (૩૫) ચારણ લબ્ધિ, (૩૬) મહાસ્વપ્ન લબ્ધિ, (૩૭) તેજાગ્નિનિસર્ગ લબ્ધિ, (૩૮) વાદિ લબ્ધિ, (૩૯) અષ્ટાંગ નિમિત્ત કુશલ લબ્ધિ, (૪૦) પ્રતિમાપ્રતિપન્ન લબ્ધિ. (૪૧) જિનકલ્પ-પ્રતિપન લબ્ધિ, (૪૨) અણિમાદિ સિદ્ધિ લબ્ધિ, (૪૩) સામાન્ય કેવલિ લબ્ધિ, (૪૪) ભવત્થ કેવલિ લબ્ધિ; (૪૫) અભવત્ય કેવલિ લબ્ધિ, (૪૬) ઉગ્રતા લબ્ધિ, (૪૭) દીપ્ત તપ લબ્ધિ, (૪૮) ચતુર્દશપૂર્વ લબ્ધિ, (૪૯) દશપૂર્વ લબ્ધિ, (૫૦) એકાદશાંગ (શ્રત) લબ્ધિ.] જૈન ધર્મમાં આમ પચાસ પ્રકારની લબ્ધિનો મહિમા બહુ વર્ણવાયો છે, ઉગ્ર તપશ્ચર્યાથી પ્રગટ થતી આ વિશિષ્ટ લબ્ધિઓ છે. આપણા ધાર્મિક સાહિત્યમાં નીચેનો દુહો પ્રચલિત છે : કર્મ ખપાવે ચીકણાં, ભાવ મંગલ તપ જાણ, પચાશ લબ્ધિ ઊપજે, નમો નમો તપ ગુણ ખાણ” (તપને ભાવ મંગલ જાણવું, કારણ કે તે ગમે તેવાં ચીકણાં કમ ખપાવી દે છે અને પચાસ લબ્ધિઓને ઉત્પન્ન કરે છે. આવા મહાન ગુણના સ્થાનરૂપ તપને વારંવાર નમસ્કાર હો.). આ બધી વિવિધ પ્રકારની લબ્ધિઓમાંથી શ્વેતામ્બર પરંપરાની માન્યતાનુસાર અરિહંત લબ્ધિ, ચક્રી લબ્ધિ, વાસુદેવ લબ્ધિ, બલદેવ લબ્ધિ, સંભિન્ન લબ્ધિ, ચારણ લબ્ધિ, પૂર્વ લબ્ધિ, ગણધર લબ્ધિ, પુલાક લબ્ધિ અને આહારક લબ્ધિ અભવ્ય પુરુષોને, અભવ્ય સ્ત્રીઓને અને ભવસિદ્ધિક સ્ત્રીઓને પ્રાપ્ત થતી નથી. વળા અભવ્ય પુરુષો અને અભવ્ય સ્ત્રીઓને કેવલી લબ્ધિ, 28જુમતિ લબ્ધિ અને વિપુલમતિ લબ્ધિ પણ પ્રાપ્ત થતી નથી. જો આમ હોય તો મલ્લિનાથ સ્ત્રી તરીકે તીર્થકર કેવી રીતે થયા એવો પ્રશ્ન થાય. એના જવાબમાં શ્વેતામ્બર પરંપરાના શાસ્ત્રકારો કહે છે કે એ અપવાદરૂપ છે અને એટલા માટે એ ઘટનાની ગણના અચ્છેરામાં (આશ્ચર્યકારક ઘટનામાં) થાય છે. (દિગમ્બર પરંપરામાં મલ્લિનાથ સ્ત્રી તરીકે તીર્થંકર થયા એમ મનાતું નથી. મલ્લિનાથ પુરુષ તરીકે તીર્થકર થયા એમ મનાય છે. દિગમ્બર પરંપરા પ્રમાણે સ્ત્રીને કેવળજ્ઞાન , મોક્ષ કે તીર્થંકરપણું પ્રાપ્ત થઈ શકતું નથી.) Page #177 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિ ૧૬૭ લબ્ધિ વિવિધ પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાઓ દ્વારા પ્રાપ્ત થાય છે. લબ્ધિની પ્રાપ્તિ માટે “લબ્ધિવિધાન'ના પ્રકારની એક તપશ્ચર્યાનો ઉલ્લેખ પણ શાસ્ત્રગ્રંથોમાં મળે છે. એમાં વિશેષત: ભાદ્રપદ, મહા અને ચૈત્ર મહિનાની અમુક નિશ્ચિત તિથિએ એક ઉપવાસ અને પારણું અથવા ત્રણ ઉપવાસ અને પારણું અથવા એક ઉપવાસ અને એકાસણું અથવા એક કે બે ઉપવાસ અને એકાસણું એમ વિવિધ રીતે તપ કરવાનું હોય છે. આવી રીતે છ વર્ષ સુધી સળંગ તપશ્ચર્યા કરવામાં આવે અને દિવસમાં ત્રણ વખત “ૐ હૂ મહાવીરાય નમ:' એ મંત્રનો જાપ કરવામાં આવે તો એ પ્રકારના તપ અથવા વ્રતને ‘લબ્ધિવિધાન' તપ તરીકે ઓળખવામાં આવે છે. અઠ્ઠાવીસ લબ્ધિતપમાં અઠ્ઠાવીસ દિવસ સુધી સળંગ એકાસણાં અથવા એકાસણું અને ઉપવાસ કરવામાં આવે છે. એમાં દરરોજ જુદી જુદી લબ્ધિના નામપૂર્વક ગણણું, કાઉસગ્ગ, સાથિયા, ખમાસમણાં ઇત્યાદિ ક્રિયા કરવામાં આવે છે અને નીચેનો દુહો બોલાય છે : લબ્ધિ અઠ્ઠાવીશ ધરી, ગુરુ ગોયમ ગણેશ; ધ્યાવો ભાવિ શુભ કરી, ત્યાગી રાગ અને રીશ.” તેજલેશ્યાની લબ્ધિની પ્રાપ્તિ માટે બ્રહ્મચર્યવ્રત સહિત છઠ્ઠને પારણે છઠ્ઠ કરવામાં આવે અને પારણામાં એક મૂઠી બાફેલા અડદ અને એક અંજલિ જેટલું પાણી લેવામાં આવે છે. એ પ્રકારની “અપાનકેન' નામની તપશ્ચર્યા કરવા માટે જોઈતું શરીરબળ વર્તમાન સમયમાં રહ્યું નથી એમ મનાય છે. લબ્ધિ મેળવવાની લાલસાથી ઉગ્ર તપશ્ચર્યા કરવામાં આવે એ એક સ્થિતિ છે અને કર્મક્ષયના આશયથી, મોક્ષપ્રાપ્તિના ધ્યેયથી બાહ્ય અને આવ્યંતર ઉભય પ્રકારની ઉગ્ર તપશ્ચર્યા કરવામાં આવે અને એમ કરવા જતાં, આત્મા નિર્મળ થતાં સહજ રીતે લબ્ધિઓ પ્રગટ થવા લાગે એ બીજી સ્થિતિ છે. આત્માને માટે આ બીજી સ્થિતિ જ વિશેષ હિતકર છે. વિશિષ્ટ પ્રકારની ચમત્કારિક શક્તિ માટે લબ્ધિ ઉપરાંત વિદ્યા' શબ્દ પણ જૈન ગ્રંથોમાં વપરાયેલો જોવા મળે છે. ત્યાં વિદ્યાનો અર્થ છે એકસરખા વિષયની જુદી જુદી લબ્ધિઓનો સમૂહ. આમ “વિદ્યા' શબ્દમાં લબ્ધિનો અર્થ સમાવિષ્ટ છે. આઠ જુદા જુદા પ્રકારની વિદ્યા માટે કઈ કઈ લબ્ધિઓ પ્રગટ થયેલી હોવી જોઈએ તે માટે નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે : Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જિનતત્ત્વ (૧) બંધમોક્ષિણી વિઘા (બંધનમાંથી છોડાવવાની વિદ્યા) માટે જિન લબ્ધિ, અવધિ લબ્ધિ, પરમાવધિ લબ્ધિ, અનન્તાવધિ લબ્ધિ, અનન્તાન્તાવધિ લબ્ધિ, સ્વયંબુદ્ધ લબ્ધિ, પ્રત્યેકબુદ્ધ લબ્ધિ અને બુદ્ધબોધિત લબ્ધિ એ આઠ લબ્ધિઓ જોઈએ. (૨) પરવિદ્યોચ્છેદની (બીજાઓની વિદ્યાઓનો ઉચ્છેદ કરનારી) વિદ્યા માટે ઉગ્રતા લબ્ધિ, ચારણ લબ્ધિ, દીપ્તતપ લબ્ધિ અને પ્રતિમાપ્રતિપન્ન લબ્ધિ એ ચાર લબ્ધિઓ જોઈએ. (૩) સરસ્વતી (જ્ઞાન વધારનારી) વિદ્યા માટે ચતુર્દશપૂર્વ લબ્ધિ, દશપૂર્વ લબ્ધિ, એકાદશાંગ લબ્ધિ, પદાનુસારી લબ્ધિ, ઋજુમતિ લબ્ધિ અને વિપુલમતિ લબ્ધિ એ છ લબ્ધિઓ જોઈએ. (૪) રોગાપહારિણી (રોગ મટાડનારી) વિદ્યા માટે શ્લેષ્મષધિ લબ્ધિ, વિપુષષધિ લબ્ધિ, જલ્લૌષધિ લબ્ધિ, આમર્ષોષધિ લબ્ધિ, સર્વોષધિ લબ્ધિ, એ પાંચ લબ્ધિઓ જોઈએ. (૫) વિષાપહારિણી (વિષ ઉતારનારી) વિદ્યા માટે વિદ્યાસિદ્ધ લબ્ધિ, ક્ષીરાસવ લબ્ધિ, મધ્વાસ લબ્ધિ અને અમૃતાસવ લબ્ધિ એ ચાર લબ્ધિઓ જોઈએ. (૯) શ્રી-સંપાદિની (લક્ષ્મી વધારનારી) વિદ્યા માટે બીજબુદ્ધિ લબ્ધિ, કોષ્ઠબુદ્ધિ લબ્ધિ, સંભિન્નશ્રોત, લબ્ધિ, અક્ષણ મહાનસી લબ્ધિ અને સર્વાષધિ લબ્ધિ એ પાંચ લબ્ધિ હોવી જોઈએ. (૭) દોષ નિનાશિની (ભૂતપ્રેતાદિના દોષ નિવારનારી) વિદ્યા માટે વૈક્રિય લબ્ધિ, આકાશગમન લબ્ધિ, જંઘાચરણ લબ્ધિ અને વિદ્યાચરણ લબ્ધિ એ ચાર લબ્ધિઓ જોઈએ. (૮) આશિવોઘશમની (ઉપસર્ગો શાંત કરનારી) વિદ્યા માટે તેજલેશ્યા લબ્ધિ, શીતલેશ્યા લબ્ધિ, તખલેશ્યા લબ્ધિ, દષ્ટિવિષ લબ્ધિ, આશીવિષ લબ્ધિ, વાગ્વિષ લબ્ધિ, ચારણ લબ્ધિ, મહાસ્વપ્ન લબ્ધિ અને તેજાગ્નિનિસર્ગ લબ્ધિ એ નવ લબ્ધિઓ જોઈએ. લબ્ધિ શબ્દની સાથે સિદ્ધિ શબ્દ પણ વપરાય છે. વસ્તુતઃ લબ્ધિ એ જ સિદ્ધિ છે. લબ્ધિની સિદ્ધિ અથવા લબ્ધિની પ્રાપ્તિ એ લબ્ધિસિદ્ધિ તરીકે ગણવામાં આવે છે. આમ છતાં આઠ પ્રકારની મહાસિદ્ધિઓ નીચે પ્રમાણે Page #179 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિ ૧૬૯ દર્શાવવામાં આવે છે, જેનો સમાવેશ એક અથવા બીજી લબ્ધિમાં થઈ શકે છે : ૧. અણિમા – અણુ જેટલા થઈ જવાની શક્તિ. ૨. લધિમા – હલકા થઈ જવાની શક્તિ. ૩. મહિમા – પર્વત જેટલા મોટા થઈ જવાની શક્તિ. ૪. પ્રાપ્તિ - દૂરની વસ્તુને પાસે લાવવાની શક્તિ. ૫. પ્રાકામ્ય – ઇચ્છા અવશ્ય પાર પડે જ એવી શક્તિ. ૭. વશિત્વ – વશ કરવાની શક્તિ. ૭. ઈશિત્વ - બીજા ઉપર સત્તા ચલાવવાની શક્તિ. ૮. પત્રકામાવસાવિત્વ – બધા સંકલ્પો પાર પાડવાની શક્તિ. લબ્ધિઓમાં કેટલીક આધ્યાત્મિક પ્રકારની છે અને કેટલીક ભૌતિક પ્રકારની છે. અરિહંત લબ્ધિ, કેવલી લબ્ધિ, ગણધર લબ્ધિ, પૂર્વધર લબ્ધિ વગેરે લબ્ધિઓ ઉચ્ચતમ પ્રકારની આધ્યાત્મિક લબ્ધિઓ છે. ખેલૌષધિ, સર્વોષધિ, અક્ષણ મહાનસી વગેરે પ્રકારની ભૌતિક લબ્ધિઓ છે. ભૈતિક કરતાં આધ્યાત્મિક લબ્ધિઓનું મૂલ્ય વિશેષ છે અને એ આરાધ્ય છે એ તો સ્પષ્ટ છે. એક વખત ભૌતિક લબ્ધિઓ પ્રગટ થઈ એટલે તે કાયમને માટે રહે જ એવું હંમેશાં બનતું નથી. મન, વચન અને કાયાના અશુભ – અશુદ્ધ યોગને કારણે આત્મા જ્યારે ફરી પાછો મલિન થવા લાગે છે ત્યારે લબ્ધિઓનું બળ ઘટવા લાગે છે. એટલે કે ચમત્કારિક શક્તિઓ ઓસરવા લાગે છે. એક વખત લબ્ધિ પ્રગટ થાય અને માણસને પોતાને એની ખાતરી થાય તે પછી આત્માને સંયમમાં રાખવાનું કામ ઘણું અઘરું છે. જેઓ પરકલ્યાણ અર્થે ગુપ્ત રીતે લબ્ધિનો ઉપયોગ કરે છે અને રાગદ્વેષરહિત એવી પોતાની દશાને ટકાવી રાખે છે તેઓની લબ્ધિ ઝાઝો સમય અથવા કાયમને માટે સચવાઈ રહે છે. પરંતુ જેઓ લોકેષણા પાછળ પડી જાય છે, વારંવાર પોતાની તેવી શક્તિનો ઉલ્લેખ કરવા લાગી જાય છે, તે માટે યશ લે છે અથવા અભિમાન કરવા લાગે છે, તે વડે બીજાને ડરાવવા કે વશ કરવા લાગે છે, જાહેરમાં તેના પ્રયોગો કરવા લલચાય છે, તેવા પ્રયોગો કરી બતાવી બદલામાં ધન, સ્ત્રી ઇત્યાદિ ભોગોપભોગની સામગ્રી મેળવવા પ્રયત્ન કરે છે ત્યારે તેઓની તેવી લબ્ધિશક્તિ ક્ષીણ થવા લાગે છે. એક વખત પ્રગટેલી લબ્ધિ લુપ્ત થઈ ગયા પછી ફરી તેવી લબ્ધિ તે જ જન્મમાં મેળવવાનું કાર્ય દુર્લભ બની જાય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જિનતત્ત્વ ગુણસ્થાનકની દૃષ્ટિએ વિચારીએ તો આત્મા જેમ જેમ નિર્મળ થતો જાય તેમ તેમ ઉપરના ગુણસ્થાનકે ચડતો જાય છે. એમાં દસમા ગુણસ્થાનકે પહોંચેલા આત્માને જાતજાતની લબ્ધિઓ પ્રગટ થવા લાગે છે. પરંતુ આ લબ્ધિ પ્રત્યે જો તે આકર્ષાય તો ફરી પાછો તે નીચે પડવા લાગે છે. મોહનીય કર્મનો સદંતર ક્ષય થયો હોતો નથી, એટલે જીવ પોતાનામાં પ્રગટ થયેલી આવી અદભુત શક્તિઓ જોઈને રાજી થાય છે, તેમાં રાચે છે અને તેના પ્રયોગો કરવા માટે લલચાય છે. એટલે કે આ લબ્ધિઓને વાપરવા માટે સૂક્ષ્મ લોભ-કષાય હજુ ગયો નથી હોતો. માટે આ ગુણસ્થાનકને સૂક્ષ્મ સંપરાય તરીકે ઓળખાવવામાં આવે છે. લબ્ધિ-સિદ્ધિઓની દષ્ટિએ ભવ્યાત્માઓની કસોટી કરનારું આ મહત્ત્વનું ગુણસ્થાનક છે. પોતાનામાં પ્રગટ થયેલી લબ્ધિઓ પ્રત્યે અનાસક્ત રહેવું તે સાધક માટે અત્યંત મહત્ત્વનું છે. સામાન્ય રીતે સાચા સાધકો પોતાનામાં પ્રગટ થયેલી લબ્ધિઓનું ગોપન કરે છે. પરહિત માટે, યુદ્ધ, દુકાળ કે અન્ય પ્રકારની આપત્તિ આવી પડે ત્યારે આવી લબ્ધિનો તેઓ ઉપયોગ કરે છે. પરંતુ એ લબ્ધિઓનો પોતાના સ્વાર્થ માટે કે વાસનાઓના સંતોષ માટે ક્યારેય ઉપયોગ કરતા નથી. સનતકુમાર ચક્રવર્તીની જેમ લબ્ધિઓ પ્રત્યે પણ તેઓ નિસ્પૃહ રહે છે. દસમા ગુણસ્થાનકમાં આ લબ્ધિઓ જ્યારે પ્રગટ થઈ હોય ત્યારે તે માટે મનથી પણ રાજી ન થવાનો ભાવ રાખવાનો હોય છે, કારણ કે એવી લબ્ધિશક્તિ માટેનો સૂક્ષ્મ લોભ પણ આત્માને નીચો પાડે છે. જેઓ આ કસોટીમાંથી પાર ઊતરે છે, તેઓ ઉપરના ગુણસ્થાનકે ચડી શકે છે. એટલા માટે ઊંચી આધ્યાત્મિક સાધનાના વિષયમાં અર્થાત્ મોક્ષપ્રાપ્તિ માટેના પુરુષાર્થમાં ભૌતિક ચમત્કાર કરનારી લબ્ધિઓનું બહુ મૂલ્ય નથી. Page #181 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ મહાવીર જયંતીનો ઉત્સવ આવે એટલે એ દિવસે ભગવાન મહાવીરના જીવનના અનેક પ્રસંગોનું સ્મરણ થાય. એ પ્રસંગોમાં સમવસરણમાં બેસી દેશના (ઉપદેશ) આપતા તીર્થંકર પરમાત્માનું દશ્ય શ્રદ્ધા-ભક્તિયુક્ત જનોને હર્ષથી રોમાંચિત કરે એવું હોય છે. તીર્થકરોનું જીવન ચોત્રીસ અતિશયોથી યુક્ત હોય છે. અતિશય એટલે સામાન્ય રીતે ન બનતી એવી ચમત્કારયુક્ત ઘટના. મનુષ્યજીવનમાં બધી જ ઘટનાઓ તર્કયુક્ત કે વૈજ્ઞાનિક રીતે પુરવાર કરી શકાય એવી નથી હોતી. તીર્થંકર પરમાત્માના વિષયમાં તો કેટકેટલી ઘટનાઓ એવી બને છે કે જે વર્તમાન સમયમાં સામાન્ય માણસોને ચમત્કારરૂપ અને તરત ન માની શકાય એવી લાગે છે. પોતાના સમયના કેટલાક મહાપુરુષોના કે અન્ય લોકોના જીવનમાં કોઈ અસામાન્ય, ચમત્કારરૂપ ઘટના જ્યારે કોઈએ નજરે જોઈ હોય છે ત્યારે એવી વ્યક્તિને કેટલીક ચમત્કારિક ઘટનાઓમાં વિશ્વાસ બેસે છે. એટલે જ શ્રદ્ધાનો સ્વીકાર સ્વાનુભવથી સવિશેષ દૃઢ થાય છે. જૈન ધર્મમાં તીર્થંકર ભગવાનનું સ્વરૂપ જે રીતે વર્ણવાયું છે અને એમના જે જુદા જુદા અતિશયો બતાવવામાં આવ્યા છે તે એક શ્રદ્ધાનો વિષય છે. એમાં ભગવાનના સમવસરણની વાત પણ એટલા માટે શ્રદ્ધાનો જ વિષય છે. જેઓ કેવળ તર્ક અને દલીલ સિવાય આગળ વધી શકતા નથી અને વર્તમાન કાળની દૃશ્યમાન સૃષ્ટિ જ માત્ર જેમની સીમા છે તેવા માણસોને માટે સમવસરણનો વિષય ગમ્ય નથી. જેઓ ત્રિકાલિક તત્ત્વને પામવાને માટે શ્રુતજ્ઞાનની આરાધના કરે છે તેઓને ચમત્કારયુક્ત સમવસરણની વાતની આંતરપ્રતીતિ થઈ શકે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે ભગવાન જ્યારે સાક્ષાત્ વિચરતા હોય તેવા સમયે પણ સંશયવાળા મિથ્યાદૃષ્ટિ જીવો સમવસરણમાં Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જિનતત્ત્વ પ્રવેશી નથી શકતા, તો પછી વર્તમાન સમયમાં તેવા પ્રકારના જીવોને આવા વિષયોમાં રસ કે શ્રદ્ધા ઉત્પન્ન ન થાય એમાં શી નવાઈ ? “સમોવસરણ શબ્દના “એકત્ર મળવું', 'મિલન', “સમુદાય', “સંચય', રાશિ', “સમૂહ' એવા જુદા જુદા અર્થ થાય છે. “ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે : 'समोसरण निचय उवचय चए य गुम्मे य रासी य.' “આગમન', “પધારવું', “દાર્શનિકોનો સમુદાય', “ધર્મવિચાર', “આગમ વિચાર’ એવા જુદા જુદા અર્થ પણ સમોસરણ શબ્દના થાય છે. સમવસરણ” અથવા “સમોસરણ” એ જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. તીર્થંકર પરમાત્માની દેશના – ભૂમિને માટે અથવા એમની પર્ષા માટે સમવસરણ” શબ્દ વપરાય છે. “સમવસરણ' શબ્દ “સમવસૂત” શબ્દ પરથી વ્યુત્પન્ન કરવામાં આવે છે. “સૂત્રકતાંગ ચૂર્ણિમાં કહ્યું છે : 'समवसरंति जेसु दरिसणाणि दिठ्ठीओ वा ताणि समोसरणाणि।' જ્યાં અનેક દર્શન (દષ્ટિઓ) સમવસૃત થાય છે તેને “સમવસરણ' કહે છે. સમવસરણ”માં “અવસર' શબ્દ આવે છે, એ ઉપરથી જેમાં બધા સર, અસુર આવીને ભગવાનના દિવ્ય ધ્વનિના અવસરની પ્રતીક્ષા કરે છે તે “સમવસરણ' એવો અર્થ પણ કરાય છે. “સૂત્રકૃતાંગ', “સમવાયાંગ', “આવશ્યક ચૂર્ણિ', ‘વિશેષ આવશ્યક ભાષ્ય', કલ્પસૂત્ર', “લલિતવિસ્તરા', કુવલયમાળા”, “ચઉપન-મહાપુરિસ ચરિયમ્', હરિવંશપુરાણ”, “વીતરાગસ્તવ' “લોકપ્રકાશ' વગેરે ઘણા ગ્રંથોમાં “સમવસરણ'નું સવિગત વર્ણન જોવા મળે છે. સાધનાકાળ પૂર્ણ થતાં, ચાર ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થતાં, જે સમયે ભગવાનને કેવળજ્ઞાન થાય છે તે જ સમયે પૂર્વના ત્રીજા ભવમાં બાંધેલું તીર્થંકર ના સ્કર્મ ઉદયમાં આવે છે. એમ થતાં જ ઇન્દ્રોનાં આસન કંપાયમાન થાય છે. ઉપયોગૈમૂકીને જોતાં તેમને જણાય છે કે ભગવાનના જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, અર્થાત્ ભગવાન હવે તીર્થંકર થયા છે. એટલે ઇન્દ્રો પોતાના પરિવાર સહિત તે સ્થળે આવી આઠ પ્રાતિહાર્યયુક્ત સમવસરણની રચના કરે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ વળી તીર્થંકર ભગવાન ત્યારપછી પણ જ્યારે જ્યારે દેશના આપવાના હોય છે ત્યારે ત્યારે પણ દેવો સમવસરણની રચના આઠ પ્રાતિહાર્યસહિત કરે છે. પ્રતિહાર એટલે છડીદાર-સેવક. તેઓ દેવાધિદેવના અસ્તિત્વને જાહેર કરવા માટે અને લોકોને તીર્થંકર પરમાત્મા પાસે લાવવા માટે જે ચમત્કારયુક્ત રચના કરે તે પ્રાતિહાર્ય કહેવાય છે. એ આઠ પ્રાતિહાર્ય નીચે પ્રમાણે છે : ૧૭૩ ૧. અશોકવૃક્ષ, ૨. પુષ્પવૃષ્ટિ, ૩. દિવ્ય ધ્વનિ, ૪. ચામર, ૫. સિંહાસન, ૬. ભામંડલ, ૭. દુંદુભિ અને ૮. ત્રણ છત્ર. વર્તમાન સમયમાં જેમ હજારો – લાખો લોકોને સંબોધવા માટે રાષ્ટ્રની સર્વોચ્ચ વ્યક્તિ પધારવાની હોય ત્યારે મંચ, માઇક, બેઠકો, વાહનવ્યવહાર, માણસોની અવરજવર વગેરે માટે દષ્ટિપૂર્વક આયોજન સરકારના માણસો દ્વારા કરવામાં આવે છે, તેમ તીર્થંકર પરમાત્મા જ્યારે દેશના માટે પધા૨વાના હોય ત્યારે એમને અનુરૂપ એવું આયોજન દેવો પોતાની વૈક્રિયાદિ લબ્ધિનો ઉપયોગ કરીને, સમવસરણ માટે કરે છે. સમવસરણની રચના કરતી વખતે સૌપ્રથમ વાયુકુમાર દેવતાઓ એક યોજન પ્રમાણ ભૂમિને, કચરો, કાંટા વગેરે કાઢી નાખીને એકદમ શુદ્ધ કરે છે. પછી મેઘકુમાર દેવો સુગંધી જળનો છંટકાવ કરે છે જેથી ઊડતી રજ બેસી જાય અને વાતાવરણમાં પરિમલ પ્રસરે. પછી છ ઋતુના અધિષ્ઠાયક દેવો પંચવર્ણ પુષ્પની વૃષ્ટિ કરે છે. તે પછી વ્યંતર દેવતાઓ ત્યાં એક પીઠની રચના કરે છે. આ પીઠ જમીનથી સવા કોશ ઊંચી હોય છે અને સુવર્ણ તથા રત્નોથી ખચિત હોય છે. આ બીજા ગઢમાં ઉપર ચારે બાજુ પાંચસો ધનુષ્ય પ્રમાણ પ્રતર અથવા સમતલ ભૂમિ હોય છે. આ પ્રતરને અંતે ત્રીજો ગઢ હોય છે. એ ગઢ રત્નનો હોય છે. વૈમાનિક દેવો એની રચના કરે છે. એ ગઢનાં પગથિયાં પાંચ હજાર હોય છે. (આમ ત્રણે ગઢનાં મળી કુલ વીસ હજાર પગથિયાં થાય છે.) દરેક પગથિયું એક હાથ પહોળું અને એક હાથ ઊંચું હોય છે. (અન્ય તીર્થંકરોના સમવસરણમાં તેનાં માપ જુદાં જુદાં હોય છે.) ત્રીજા ગઢની ઉપર ચારે બાજુ એક ગાઉ અને છસો ધનુષ્ય લાંબી એવી સમતલ ભૂમિ (પ્રતર અથવા પીઠ) હોય છે. તેના મધ્ય ભાગમાં ભગવાન માટે સિંહાસનયુક્ત દેવચ્છંદો બનાવવામાં આવે છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ દરેક ગઢની ભીંતો પાંચસો ધનુષ્ય ઊંચી હોય છે, દરેક ગઢને ચાર દરવાજા હોય છે, અને દરેક દરવાજે ઉપર ચડવાનાં ત્રણે ગઢનાં મળી વીસ હજાર પગથિયાં હોય છે. એટલે ચાર દરવાજાનાં મળીને કુલ એંસી હજાર પગથિયાં હોય છે. દરેક દરવાજા ઉપર મણિમય તોરણો હોય છે. તદુપરાંત સમવસરણમાં ઉપવનો, નૃત્યશાળાઓ, ચૈત્યપ્રાસાદો, વાપિઓ, ધજાઓ, પુષ્પવાટિકાઓ, વેદિકાઓ, પૂતળીઓ, અષ્ટમંગલ, ધૂપઘટી, કળશ ઇત્યાદિની આઠ ભૂમિકામાં સુશોભિત રચનાઓ હોય છે. તેમાં મિથ્યાદષ્ટિ અભવ્ય જીવો સાત ભૂમિકા સુધી પ્રવેશ કરી શકે છે. ૧૭૪ દરેક ગઢમાં દરેક દિશામાં દ્વારપાળ અને દ્વારપાલિકા તરીકે દેવ-દેવીઓ હોય છે. પ્રથમ ગઢમાં પૂર્વના દ્વાર ઉપર તુંબરુ નામનો દેવ હોય છે. દક્ષિણ દિશામાં ખાંગી નામનો દેવ, પશ્ચિમ દિશામાં કપાલિ નામનો દેવ અને ઉત્તર દિશામાં જટામુકુટધારી નામનો દેવ હોય છે. બીજા ગઢમાં પૂર્વ દ્વારમાં જયા નામની બે દેવીઓ, દક્ષિણ દિશામાં વિજયા નામની બે દેવીઓ, પશ્ચિમ દિશામાં અજિતા નામની બે દેવીઓ અને ઉત્તર દિશામાં અપરાજિતા નામની બે દેવીઓ દ્વારપાલિકા તરીકે હોય છે. ત્રીજા ગઢમાં પૂર્વ દિશાના દ્વારમાં સોમ નામનો વૈમાનિક દેવ, દક્ષિણ દિશામાં યમ નામનો વ્યંતર દેવ, પશ્ચિમ દિશામાં વરુણ નામનો જ્યોતિષી દેવ અને ઉત્તર દિશામાં ધનદ નામનો ભુવનપતિ દેવ દ્વારપાળ તરીકે હોય છે. પહેલા ગઢના પ્રત૨માં વાહનો માટેની વ્યવસ્થા હોય છે. બીજા ગઢના પ્રતરમાં સિંહ, વાઘ, બકરી, હરણ, મોર વગેરે તિર્યંચોને બેસવાની વ્યવસ્થા હોય છે. ત્રીજા ગઢના પ્રતરમાં મનુષ્યો અને દેવ-દેવીઓને માટે વ્યવસ્થા હોય છે. ત્રીજા ગઢની ઉપર, સમભૂતલ પીઠની મધ્યમાં એક યોજન વિસ્તારવાળું અશોકવૃક્ષ હોય છે. તે ભગવાનના શરીરથી બાર ગણું ઊંચું હોય છે. પુષ્પો, પતાકાઓ, તોરણો અને છત્રથી અશોકવૃક્ષ શોભે છે. અશોકવૃક્ષમાં મૂળમાં દેવો ભગવાનને ઉપદેશ આપવા માટે ચાર દિશામાં ચાર સિંહાસનની રચના પાદપીઠસહિત કરે છે. આ સિંહાસનો અને પાદપીઠો સોનાનાં બનાવેલાં અને રત્નોથી જડેલાં હોય છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ ૧૭૫ આવા દિવ્ય સમોવસરણમાં ભગવાન સૂર્યોદય સમયે દેવતાઓ સાથે, સુવર્ણકમળ ઉપર પગ મૂકીને ચાલતા આવે છે અને પૂર્વ દ્વારમાંથી પ્રવેશે છે. તે વખતે દેવતાઓ સિંહનાદ વડે જયજયકાર કરે છે. સમવસરણમાં ભગવાનના પ્રવેશ પછી પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરીને અગ્નિ દિશામાં પહેલાં ગણધરો, ત્યારપછી કેવલીઓ અને એમ અનુક્રમે મન:પર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાનીઓ, ચૌદ પૂર્વધરો અને અન્ય સાધુઓ, ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈને બેસે છે. તેમની પાછળ કલ્પવાસી દેવીઓ અને સાધ્વીઓ ઊભાં રહે છે. દક્ષિણ દિશાના દ્વારથી પ્રવેશીને નૈઋત્ય દિશામાં ભુવનપતિ, જ્યોતિષી, તથા વ્યંતર દેવોની દેવીઓ આવીને ઊભાં રહે છે. પશ્ચિમ દિશાના દ્વારથી પ્રવેશીને વાયવ્ય દિશામાં ભુવનપતિ, જ્યોતિષ, વ્યંતર દેવો પોતાનું સ્થાન લે છે. વૈમાનિક દેવો તથા મનુષ્ય સ્ત્રીપુરુષો ઈશાન દિશામાં બેસે છે. ચોસઠ ઇન્દ્રો ભગવાનની સન્મુખ હાથ જોડીને ઊભા રહે છે. સમવસરણમાં સ્ત્રી-પુરુષો, દેવ-દેવીઓ કે તિર્યંચ ગતિના વિવિધ જીવો ભગવાનની દેશના સાંભળવા આવે છે. ભગવાનના સાંનિધ્યમાં સર્વ જીવો પોતાનો પરસ્પર જન્મગત કુદરતી વેરભાવ ભૂલી જાય છે. વાઘ-બકરી કે ઉંદર-બિલાડી સાથે પ્રેમથી બેસે છે. તીર્થંકર પરમાત્માના સમવસરણની ભૂમિનો વિસ્તાર એક યોજન જેટલો હોય છે, પરંતુ એટલા વિસ્તારમાં કરોડો દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચો આવીને બેસે છે. આટલા વિસ્તારમાં આટલા બધા લોકોનો સમાવેશ કેવી રીતે થાય એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે, પરંતુ એ બધાંનો સમાવેશ થઈ જાય છે. એ પણ ભગવાનનો જ એક અતિશય ગણાય છે. આટલાં બધાંનો સમાવેશ થતો હોવા છતાં કોઈને સંકોચાઈને બેસવું પડતું નથી કે કોઈને એકબીજાને અડીને બેસવું પડતું નથી. સૌ કોઈ પૂરી અનુકૂળતા સાથે બાધારહિતપણે, સુખેથી બેસી શકે છે એ પણ ભગવાનનો અતિશય મનાય છે. દરેક સિંહાસનની બંને બાજુ બે ચામરધારી દેવતાઓ હોય છે. દરેક સિંહાસનના આગળના ભાગમાં સુવર્ણકમળ ઉપર ધર્મચક્ર હોય છે. ચારે દિશામાં એક મહાધ્વજ હોય છે. ઘંટાઓ અને પતાકાઓથી શોભતા આ મહાધ્વજો એક હજાર યોજન ઊંચા હોય છે. એ ધ્વજ અનુક્રમે પૂર્વ દિશામાં Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જિનતત્ત્વ ધર્મધ્વજ, દક્ષિણ દિશામાં માનધ્વજ, પશ્ચિમ દિશામાં ગજધ્વજ અને ઉત્તર દિશામાં સિંહધ્વજ હોય છે. ભગવાન જ્યારે વિહરતા હોય છે ત્યારે ઉપર આકાશમાં દેવો અશોકવૃક્ષની રચના કરે છે, જે ભગવાનની સાથે સાથે ચાલે છે અને ભગવાનને છાંયો આપે છે. ભગવાન જ્યારે સમોવસરણમાં બિરાજમાન થાય છે ત્યારે આ અશોકવૃક્ષ સમુચિત રીતે ભગવાનની ઉપર ગોઠવાઈ જાય છે. એ અશોકવૃક્ષ ઉપર સર્વ ઋતુઓનાં સર્વોત્તમ પુષ્પો હોય છે. વળી તેના ઉપર ત્રણ છત્ર, ધજાઓ, ઘંટાઓ, પતાકાઓ વગેરેની રચના પણ દેવો કરે છે. આ અશોકવૃક્ષની ઊંચાઈ દરેક તીર્થકરની ઊંચાઈ કરતાં બાર ગણી હોય છે. અશોકવૃક્ષની ઉપર ચૈત્યવૃક્ષની રચના દેવો કરે છે. દરેક તીર્થંકરને કેવળજ્ઞાન કોઈક એક વૃક્ષની નીચે અથવા તેની સમીપે થાય છે. એટલા માટે એ જ્ઞાનદાતા એવા વૃક્ષને ચૈત્યવૃક્ષ કહેવામાં આવે છે. ભગવાન ઋષભદેવથી શરૂ કરીને ભગવાન મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થકરોને જે જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું હતું તે ચૈત્યવૃક્ષોનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે : (૧) ન્યગ્રોધ, (૨) સપ્તપર્ણ, (૩) સાલ, (૪) પ્રિયક, (૫) પ્રિયંગુ, (૬) છત્રાધ, (૭) સરિસ, (૮) નાગવૃક્ષ, (૯) માલીક, (૧૦) પીલશુ, (૧૧) હિંદુગ, (૧૨) પાડલ, (૧૩) જંબુ, (૧૪) અશ્વત્થ, (૧૫) દધિપણ, ૧૭) નંદી, (૧૭) તિલક, (૧૮) અંબ, (૧૯) અશોક, (૨૦) ચંપક, (૨૧) બકુલ, (૨૨) વેડસ, (૨૩) ધવ અને (૨૪) સાલ. સમોસરણમાં પ્રવેશ કર્યા પછી તીર્થંકર ભગવાન અશોકવૃક્ષને (તે દ્વારા ચૈત્યવૃક્ષને) ત્રણ પ્રદક્ષિણા કરે છે. પછી ભગવાન પૂર્વ દિશાના સિંહાસન ઉપર બિરાજમાન થાય છે અને પાદપીઠ ઉપર એક અથવા બંને ચરણ ટેકવે છે. ભગવાન પોતે પૂર્વ દિશામાં સિંહાસન ઉપર બેસે છે અને બાકીની ત્રણે દિશામાં વ્યંતર દેવતાઓ ભગવાનની ત્રણ પ્રતિકૃતિ (સિંહાસન અને પાદપીઠ સહિત) કરે છે. આ પ્રતિકૃતિ ભગવાનના પ્રભાવથી જ થાય છે અને તે સાક્ષાત્ ભગવાન જેવી જ લાગે છે. એમ જે થાય છે તે ભગવાનનો જ અતિશય છે. સમવસરણમાં ભગવાન દેવતાઓની દિવ્ય રચનાને કારણે ચતુર્મુખ હોય છે, છતાં દરેક જીવને ભગવાનનું ફક્ત એક જ મુખ દેખાય છે. કોઈ પણ Page #187 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ • ૧૭૭ જીવને એક કરતાં વધારે, બે કે ત્રણ કે ચાર મુખ દેખાતાં નથી. આ પણ ભગવાનનો જ અતિશય છે. પૂર્વ દિશામાં ભગવાન સાક્ષાત્ બેઠા હોય છે અને બાકીની ત્રણે દિશામાં ભગવાનની માત્ર પ્રતિકૃતિ જ હોય છે, તેમ છતાં બાકીની ત્રણે દિશાના કોઈ પણ જીવને એવો આભાસ થતો નથી કે આ ભગવાનની પ્રતિકૃતિ છે. દરેક જીવને ભગવાન એકસરખા જ દેખાય છે. વળી પૂર્વ દિશામાં રહેલા ભગવાનના મુખમાંથી જે વાણી પ્રગટે છે અને એમના મુખ ઉપર જેવા ભાવો હોય છે તે જ વાણી અને તેવા જ ભાવો, તે જ સમયે અન્ય દિશાની પ્રતિકૃતિઓમાં પણ જોવાય છે. દરેક જીવને ભગવાન પોતાની સન્મુખ છે, એવું લાગે છે. ભગવાન ક્યારેય કોઈ પણ જીવને માટે પરાભુખ હોતા નથી. વીતરાગ સ્તવ'ની અવચૂરિમાં કહ્યું છે કે : ___ 'तीर्थकरा हि सर्वतः सन्मुखा एव, न तु पराङ्मुखाः क्वापि।' સમવસરણમાં બિરાજમાન થયા પછી દેશના આપતાં તીર્થકર ભગવાન સર્વપ્રથમ “નમો તિસ્થલ્સ' એમ કહી તીર્થને નમસ્કાર છે. અહીં તીર્થ એટલે ચતુર્વિધ સંઘ. ભગવાન સર્વપ્રથમ સંઘને નમસ્કાર કરે છે. પોતે તીર્થકરપણું પ્રાપ્ત કર્યું હોવા છતાં સર્વ જીવોએ પૂજનીય વસ્તુની પૂજા કરવી જોઈએ એવો આદર્શ બતાવવા ભગવાન સંઘને નમસ્કાર કરે છે. એમાં એમનો વિનય ગુણ રહેલો છે, અને સંઘનું માહાભ્ય રહેલું છે. તીર્થનો એક અર્થ થાય છે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાનની આરાધનાથી જ અરિહંતપણું પ્રાપ્ત થાય છે. એટલે શ્રુતજ્ઞાન પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા દર્શાવવા માટે પણ ભગવાન તીર્થ’ને નમસ્કાર કરે છે. ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે પાંત્રીસ ગુણથી યુક્ત, પુષ્કર નામના મેઘ સમાન ગંભીર એવી ભગવાનની વાણી સર્વ જીવોને પોતપોતાની ભાષામાં સમજાય છે, કારણ કે તે દિવ્ય ધ્વનિમય હોય છે. ભગવાન જે દેશના આપે છે તે માલકૌશાદિ રાગમાં હોય છે, એથી સર્વ જીવોને તે કર્ણમધુર, અમૃતતુલ્ય, પ્રિય લાગે છે. વળી દિવ્ય ધ્વનિયુક્ત ભગવાનની આ દેશનાને દેવો પોતાનાં વાજિંત્રો વડે વધારે પ્રિય બનાવે છે. ભગવાનની વાણી ચારે બાજુ એક યોજન સુધીના વિસ્તારમાં સાંભળી શકાય છે. એ સાંભળીને સર્વ જીવો અપાર હર્ષ અને શાંતિ અનુભવે છે. ભવભ્રમણનો તાપ ટાળનારી ભગવાનની વાણી કેટલાયે જીવોને તો તે જ જન્મમાં મુક્તિ અપાવનારી નીવડે છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ . જિનતત્ત્વ પ્રથમ તીર્થંકર ભગવાન ઋષિદેવથી તે ચોવીસમા તીર્થકર ભગવાન મહાવીરસ્વામી સુધીના સર્વ તીર્થકરોએ જ્યારે જ્યારે દેશના આપી છે ત્યારે દેવોએ ત્યાં સમવસરણની રચના કરી છે. પરંતુ દરેક તીર્થંકરના દેહમાન અનુસાર સમવસરણની રચના કરાય છે. ચરમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીના સમવસરણની રચના અનુસાર ઘણી વિગતો અને માપ અહીં દર્શાવ્યાં છે. સમવસરણની રચના જુદા જુદા દેવો મળીને કરે છે. પરંતુ કોઈ એક જ દેવ સમગ્ર સમવસરણની રચના કરવા પણ શક્તિમાન હોય છે. સમવસરણની રચના સામાન્ય રીતે વર્તુળાકાર હોય છે, પરંતુ ક્યારેક ચોરસ રચના પણ કરાય છે. સમવસરણની રચના જુદી જુદી ભૂમિકા અથવા કોઠામાં કરવામાં આવે છે. જે મિથ્યાદષ્ટિ અભવ્ય જીવો હોય છે તેઓ સમવસરણની બાહ્ય કેટલીક રચનાઓ જોઈ શકે છે, તેનાથી તેઓ અંજાઈ જાય છે; પરંતુ તેઓ ભગવાનને સાક્ષાત્ જોઈ શકતા નથી. જે જીવો સંદેહ કે સંશયવાળા હોય, ધર્મવિમુખ હોય કે વિપરીત અધ્યવસાયવાળા હોય, ભગવાનનાં દર્શન કરવાને અપાત્ર હોય તેવા જીવો પણ સમવસરણમાં ભગવાનનાં દર્શન કરી શકતા નથી, કરવા જાય તો ભગવાનના અને સમવસરણના દેદીપ્યમાન સ્વરૂપના પ્રકાશથી એમનાં નેત્ર એવાં અંજાઈ જાય છે કે એમને કશું દેખાતું નથી. તેઓ અંધ જેવા થઈ જાય છે. સાચી જિજ્ઞાસા જેમના મનમાં હોય છે અથવા જેમના મનમાં જાણવાની ઇંતેજારીથી પ્રશ્નો ઊઠે છે એવા જીવોના મનનું સમાધાન સમવસરણમાં ભગવાનનાં માત્ર દર્શનથી કે દેશનાના શ્રવણથી પણ થઈ જાય છે. સમવસરણમાં તીર્થંકર ભગવાનનાં ચાર દિશામાં ચાર સરખાં રૂપ હોય છે. દરેક જીવને પોતાની સન્મુખ એવું એક જ રૂપ દેખાય છે. પરંતુ સમવસરણનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે ચારે દિશામાં રહેલા ભગવાનનાં ચારે રૂપનો તાદશ ચિતાર આપણા મનમાં આવે છે. પદ0, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવા ચાર પ્રકારના ધ્યાનમાંથી તીર્થકર ભગવાનનું રૂપસ્થ ધ્યાન ધરવું હોંય તો તેમાં સમવસરણમાં બિરાજમાન ભગવાનના ચતુર્મુખ સ્વરૂપનું ધ્યાન ધરવું વિશેષ લાભકારક છે. સમવસરણને વિષય બનાવીને આ રીતે જે ધ્યાન ધરાય છે તેને “સમવસરણ ધ્યાન' કહેવામાં આવે છે. હેમચન્દ્રાચાર્ય-કૃત “યોગશાસ્ત્ર', દેવભદ્રાચાર્ય-કૃત Page #189 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ ૧૭૯ ‘સિરિપાલનાદિ વરિષ' વગેરે ગ્રંથોમાં “સમવસરણ ધ્યાનની પ્રક્રિયા સમજાવવામાં આવી છે. સર્વ પ્રકારના કર્મક્ષયને માટે, વિશેષત: ભારે અંતરાય કર્મના ત્વરિત લય માટે “સમવસરણ ધ્યાન” ઘણું ઉપકારક છે. તીર્થંકર પરમાત્મા જ્યાં દેશના આપે છે એ સમવસરણનું સ્વરૂપ એવું દિવ્ય છે કે એની આરાધના માટે શાસ્ત્રકારોએ તપ-જપ-ધ્યાન ઇત્યાદિની ધર્મયા પણ દર્શાવેલી છે. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે, એવી રીતે બાર બાર મહિનામાં કુલ ચોવીસ દિવસ માટે, સમવસરણને નિમિત્તે ઉપવાસ કરવાના વ્રતને “સમવસરણ વ્રત' કહેવામાં આવે છે. સમવસરણ વ્રત દરમિયાન ૐ ह्रीं जगदापद्विनाशाय सकलगुणकरण्डाय श्री सर्वज्ञाय अर्हत्परमेष्ठिने नमःनो ત્રિકાલ જાપ કરવામાં આવે છે. આમ, તીર્થંકર ભગવાનના સમવસરણનો મહિમા જૈન ધર્મમાં અપાર છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ નિરામિષાહાર – જૈન દષ્ટિએ આમિષ એટલે માંસ. આહાર તરીકે આમિષનો ઉપયોગ કરનારા આમિષાહારી કહેવાય. પોતાના આહારમાં માંસનો ઉપયોગ ન કરનારાઓ નિરામિષાહારી' તરીકે ઓળખાય છે. પોતાના આહારમાં ફક્ત વનસ્પતિનો ઉપયોગ કરનાર માણસો વનસ્પત્યાહારી-Vegetarian-કહેવાય છે. એમને માટે “શાકાહારી' શબ્દ ખોટી રીતે રૂઢ થઈ ગયો છે, કારણ કે શાકાહારી ફક્ત શાક ખાઈને જ જીવતા નથી. અનાજ વગેરે પણ તેઓ ખાય છે, અને ગાય, ભેંસ કે બકરીનું દૂધ પણ તેઓ વાપરે છે. પણ ગુજરાતીમાં “શાકાહાર' શબ્દ રૂઢ અને વધુ પ્રચલિત બની ગયો હોવાથી તે વાપરી શકાય છે. પશ્ચિમના કેટલાક દેશોમાં ચુસ્ત વનસ્પત્યાહારી લોકો માંસાહાર કરતા નથી. ઈંડાં – માછલી પણ ખાતા નથી. એટલું જ નહિ, વનસ્પતિ સિવાય બીજું કશું આહાર તરીકે તેઓ લેતા નથી. દૂધ અને દૂધમાંથી બનેલા દહીં, માખણ, ચીઝ તેમજ દૂધ-દહીંની મીઠાઈઓ વગેરે પણ તેઓ લેતા નથી. જીવતાં પ્રાણીઓમાંથી મેળવેલા પદાર્થો પણ તેઓ ખાતા નથી. એવા સુસ્ત વનસ્પત્યાહારી લોકો “Vegan” તરીકે ઓળખાય છે. દુનિયામાં ખાદ્યાખાદ્યના નિયમો જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી રીતે જુદા જુદા ધાર્મિક, સામાજિક વગેરે દૃષ્ટિકોણથી પ્રચલિત છે. પશુપંખીઓ પોતાનો આહાર પોતાના માટે યોગ્ય છે કે કેમ તે જોવા સુંઘવાથી સમજી શકે છે. પ્રત્યેક જીવને આહારસંજ્ઞા મળેલી હોય છે. દરેક પ્રકારના જીવોને પોતાનો ખોરાક મળી રહે એવી કુદરતની વ્યવસ્થા છે. કીડીને કણ અને હાથીને મણ એ ન્યાયે બધા જીવો સામાન્ય રીતે પોતપોતાનો આહાર મેળવી લે છે. સમસ્ત જીવસૃષ્ટિમાં મનુષ્ય સર્વોચ્ચ કક્ષાએ છે. મનુષ્ય સૌથી વધુ બુદ્ધિશાળી પ્રાણી હોવાથી આહારની બાબતમાં એની પસંદગી ઘણી મોટી રહી Page #191 -------------------------------------------------------------------------- ________________ નિરામિષાહાર – જૈન દષ્ટિએ ૧૮૧ છે. વનસ્પતિ અને પશુપંખી સાથેનો એનો સંબંધ આદિકાળથી ગાઢ રહેલો છે એના ઉપરનું વર્ચસ્વ પણ એટલું જ રહેલું છે. એટલે મનુષ્યની ખોરાકીની પસંદગીને કોઈ સીમા નથી. આદિકાળનો માણસ માંસાહારી હતો. શિકાર દ્વારા પોતાનું પેટ તે ભરતો. મનુષ્યજીવનમાં માંસાહારની પરંપરા આદિકાળથી ઓછેવત્તે અંશે આજ દિવસ સુધી સતત ચાલતી આવી છે. આખી દુનિયા સંપૂર્ણપણે શુદ્ધ શાકાહારી થઈ ગઈ હોય એવો કાળ ઇતિહાસમાં ક્યારેય આવ્યો નથી, કારણ કે સમસ્ત માનવજાત પણ સંપૂર્ણપણે જ્ઞાની થઈ જાય એવો કાળ પણ ક્યારેય આવ્યો નથી અને આવવાનો નથી. બુદ્ધિશાળી મનુષ્ય અનેક પ્રયોગો દ્વારા હજારો વર્ષ દરમિયાન અનેક વનસ્પતિઓના ગુણધર્મોના અભ્યાસ અનુસાર ખાદ્યાખાદ્યના અવનવા પ્રયોગો કરેલા છે. વિવિધ ખાદ્ય પદ્યર્થોને ખાંડવા, દળવા, શેકવા, બાફવા, તળવા, સૂકવવા, ઉકાળવા, મિશ્ર કરવા એમ જાતજાતના પ્રયોગો કરીને અને તેમાં જુદ્ધ જુદા પ્રમાણમાં મસાલા જેવા વિવિધ પદાર્થોને ભેળવીને સ્વાદિષ્ટ બનાવવા માટે અનેકવિધ પ્રયોગો કરેલા છે. એમાં પણ સમયે સમયે નવાં નવાં સાધનોની શોધ થતાં કેટલીયે નવીન વાનગીઓ પ્રચલિત બનતી જાય છે. આપણી કલ્પનામાં ન આવે એવી એવી વાનગીઓ એકવીસમી સદીના અંતે માણસ ખાતો-પીતો થઈ ગયો હશે! માનવજાતે પોતાના ખોરાક માટે જેમ સંશોધન કર્યું છે તેમ ઊંડું ચિંતનમનન કર્યું છે અને પ્રયોગો તથા અનુભવને આધારે આહારના નિયમો ઘડ્યા છે. આહારનો સૌથી પહેલો સંબંધ શરીર સાથે, તેના પોષણ અને સંવર્ધન સાથે, તેના આરોગ્ય સાથે છે. આહાર વિના શરીર ન ટકી શકે. સુદઢ અને સશક્ત શરીર બનાવવા માટે વિશિષ્ટ પ્રકારના આહારની જરૂર પડે. શરીરને નીરોગી બનાવવા માટે કેટલાક પ્રકારના આહાર ઇષ્ટ અને કેટલાક પ્રકારના આહાર વર્ય ગણાયા છે. એની વધુ કે ઓછી માત્રાનો પણ પરામર્શ થયો છે. તનની સાથે મનને પણ સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાની દૃષ્ટિએ ધર્માચાર્યો દ્વારા, સમાજશાસ્ત્રીઓ દ્વારા અને વિવિધ કોટિના ચિકિત્સકો દ્વારા આહારમીમાંસા થયેલી છે. આહારથી થતી તનની અને મનની વિકતઓનો પણ વિચાર થયેલો છે. મનુષ્યજીવન સદાચારી અને સંયમિત રહે એ દૃષ્ટિએ પણ ખાનપાનની ચર્ચાવિચારણા થયેલી છે. ખોરાકના, વનસ્પતિના શીતોષ્ણ Page #192 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ગુણધર્મો બતાવવામાં આવ્યા છે અને ઉંમર, ઋતુ, કાળ વગેરેની દૃષ્ટિએ પણ પથ્યાપથ્યનો વિચાર થયો છે. આહારથી તનમનમાં સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રિગુણની દૃષ્ટિએ કેવાં પરિવર્તન થાય છે તે પણ તપાસવામાં આવ્યું છે. ભારતીય પરંપરામાં તો રસોઈ બનાવનારના મનના ભાવ અને પીરસનારના ચિત્તના અધ્યવસાયો ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ‘અન્ન તેવા ઓડકાર' જેવી કહેવતો એવા અનુભવોને આધારે પ્રચલિત થઈ છે. ૧૮૨ ખાદ્ય પદાર્થોની વિચારણા આર્થિક દૃષ્ટિએ પણ થયેલી છે. વનસ્પત્યાહાર આર્થિક દૃષ્ટિએ સસ્તો છે એ વિષે બે મત નથી. પોષક તત્ત્વોની દૃષ્ટિએ પણ વનસ્પત્યાહારમાં બધું જ મળી રહે છે એ વિષે પણ હવે વિવાદ રહ્યો નથી. દુનિયાના ઘણા ધર્મોએ ધાર્મિક દૃષ્ટિએ આહારનો વિચાર કર્યો છે અને કેટકેટલા વિધિનિષેધો ફરમાવ્યા છે. ઇષ્ટદેવ માટે બલિ તરીકે પ્રાણીઓનો વધ પણ ક્યાંક થાય છે, તો પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા ન આચરવાની દૃષ્ટિએ માંસાહારનો ત્યાગ કરવાનું કેટલાક ધર્મોમાં કહેવામાં આવ્યું છે. પશ્ચિમના દેશોમાં જ્યાં ઘણાખરા લોકો માંસાહારી છે ત્યાં પણ પ્રાણીદયાની ભાવનાથી પ્રેરાઈને કેટલાય લોકો શાકાહારી બની ગયા છે, અને તેમની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. જૈન ધર્મમાં આહારનું અતિ સૂક્ષ્મ વિશ્લેષણ ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી કરાયું છે. અહિંસાની ભાવના સર્વોપરી છે. એટલે માણસે પોતાનો જીવન-વ્યવહાર શક્ય તેટલી ઓછી હિંસા દ્વારા ચલાવવો જોઈએ. ભગવાન મહાવીરે કહ્યું છે કે ‘દરેક જીવને જીવવું ગમે છે. કોઈને મરવું ગમતું નથી. માટે પ્રાણીઓનો વધ કરવો નહિ.' જૈન ધર્મ માને છે કે માત્ર પશુ-પંખીઓમાં જ નહિ, વનસ્પતિમાં પણ જીવ છે. હવા, પાણી અને માટીમાં પણ સૂક્ષ્મ જીવો રહેલા છે. પોતાના નિર્વાહ માટે માણસે ઓછામાં ઓછી હિંસા કરવી જોઈએ. અહિંસાનું મહાવ્રત ધારણ કરનાર સાધુ-સાધ્વીઓના જીવનમાં શક્ય તેટલી ઓછામાં ઓછી જીવહિંસા રહેલી હોય છે. બિનજરૂરી, શૂળ કે સૂક્ષ્મ હિંસા કરવી એ પણ મોટું પાપ છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ વગેરેમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવો છે. વનસ્પતિમાં પણ જીવ છે. અનાજના પ્રત્યેક દાણામાં, વૃક્ષના પ્રત્યેક પાંદડામાં જીવ છે, આત્મા છે. તેમાં રહેલો આત્મા કે ગાય, ભેંસ, ઘેટું, મરઘી વગેરેમાં રહેલો આત્મા આત્મતત્ત્વની દૃષ્ટિએ સમાન છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ નિરામિષાહાર - જૈન દૃષ્ટિએ ૧૮૩ જો ગાય, ઘેટું, મરઘીમાં કે શાકભાજીમાં અને ઘઉં-ચોખા વગેરેના પ્રત્યેક દાણામાં પણ જીવ છે, તો પછી શાકાહારીઓ દ્વારા વનસ્પતિનો આહાર લેવામાં જેટલા જીવોની હિંસા થાય છે તેના કરતાં માંસાહારીઓ દ્વારા ઓછા જીવોની હિંસા થાય છે એમ ન કહી શકાય ? એક ઘેટું મારીને આહાર કરનાર માણસ એક જીવનો વધ કરે છે, ત્યારે રોટલી, દાળ, ભાત ખાનાર વ્યક્તિ કેટલા બધા દાણાનો અર્થાત્ કેટલા બધા જીવોનો વધ કરે છે! તો આ બેમાં વધુ હિંસા કોની ? આવો પ્રશ્ન આજે જ ઊઠ્યો છે એવું નથી. હજારો વર્ષ પહેલાં પણ આ પ્રશ્નની વિચારણા થયેલી છે. બહુ પ્રાચીન સમયમાં તાપસોનો એક પંથ હતો. એ હસ્તિ-તાપસ' નામે ઓળખાતો હતો. એક હાથીને મારીને એનું માંસ ખાઈને ઘણા તાપસો કેટલાક દિવસ સુધી નિર્વાહ કરતા. તેઓ એમ કહેતા કે “અમે ઘણા બધાએ ભેગા મળીને ફક્ત એક જ જીવનો વધ કર્યો છે અને તેનું પાપ પણ અમારામાં ઘણા બધા વચ્ચે વહેંચાઈ ગયું છે. એટલે દરેકને ભાગે બહુ ઓછું પાપ આવે છે.' આ હસ્તિ-તાપસનો પંથ લાંબો સમય ચાલ્યો નહિ, કારણ કે જીવના વધની બાબતમાં માત્ર સંખ્યાનો જ વિચાર કરાતો હોય તો માંસાહારી કરતાં શાકાહારી લોકો વધુ જીવોની હિંસા કરે છે એમ માનવું પડે. પરંતુ સંખ્યા ઉપરાંત વેદનાનો સિદ્ધાંત પણ સ્વીકારવામાં આવ્યો છે. માટે જ માંસાહારી કરતાં શાકાહારી ઓછી હિંસા કરે છે એમ સ્વીકારાયું છે. જૈન ધર્મે સમગ્ર જીવસૃષ્ટિનું વર્ગીકરણ ઇન્દ્રિય અનુસાર કર્યું છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, 2ઇન્દ્રિય, ચઉન્દ્રિય, પંચેન્દ્રિય એમ ઇન્દ્રિયની સંખ્યા અનુસાર જીવસૃષ્ટિના પ્રકાર પાડવામાં આવ્યા છે. જેમ વધુ ઇન્દ્રિય તેમ તે વધુ શક્તિશાળી જીવ. એકેન્દ્રિયમાં માત્ર સ્પર્શની ઇન્દ્રિય હોય છે. તમામ વનસ્પતિને આ સ્પર્શેન્દ્રિય હોય છે. બેઇન્દ્રિય જીવોને સ્પર્શ તથા રસના (જીભ). એ બે ઇન્દ્રિયો હોય છે. ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને તદુપરાંત ધ્રાણેન્દ્રિય (નાક) હોય છે. ચઉન્દ્રિય જીવોને તદુપરાંત ચક્ષુ હોય છે. પંચેન્દ્રિય જીવોને તદુપરાંત શ્રવણ (કાન) હોય છે. પંચેન્દ્રિય જીવોમાં પણ મનવાળા (સંજ્ઞી) અને મન વગરના (અસંજ્ઞી). એમ બે પ્રકાર પડે છે. મનવાળા જીવોમાં પણ વિકસિત વાચા-ભાષાવાળા અને અવિકસિત વાચાવાળા જીવો હોય છે. જૈન ધર્મ કહે છે કે જીવની પાસે જેમ વધુ ઇન્દ્રિય અને વધુ વિકસિત મન તેમ સુખ કે દુઃખને અનુભવવાની એટલે Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જિનતત્ત્વ કે વેદનને અનુભવવાની તેની શક્તિ વધારે. મનુષ્યો પાંચ ઇન્દ્રિયો, મન અને વાચા દ્વારા ભૌતિક સુખોનો વધુમાં વધુ અનુભવ કરી શકે છે. તે જ પ્રમાણે દુ:ખનો પણ તે વધુમાં વધુ અનુભવ કરે છે. એકાદ મર્મભેદક શબ્દથી પણ મનુષ્યના પ્રાણ હરાઈ જાય છે. જ્યારે ઘણા પ્રહાર કરવા છતાં પણ કેટલાક પશુઓને ખાસ કશી વેદના થતી નથી અને થયેલી વેદનાનું ઘડીકમાં વિસ્મરણ થાય છે. આ દૃષ્ટિએ મનુષ્યની હિંસામાં સૌથી વધુ પાપ રહેલું છે. મનુષ્યમાં પણ બાળક, વૃદ્ધ, ચોર કે સંત-મહાત્મા એ બધાંના વધનું એકસરખું પાપ નથી. સંત-મહાત્માના વધનું પાપ વધુ ગણાય છે. વળી મારતી વખતના સંજોગો અને મારનારના મનના ભાવો પણ લક્ષમાં લેવાય છે. એટલે મન, વચન અને કાયાથી થતી હિંસાના સ્વરૂપમાં પણ ઘણી તરતમતા હોય છે. જેમ ઇન્દ્રિય ઓછી તેમ વેદન ઓછું. પરિપૂર્ણ પાંચેય ઇન્દ્રિયવાળા મનુષ્ય કરતાં આંધળો, બહેરો અને મૂંગો માણસ સુખ-દુઃખને ઓછાં અનુભવી શકે છે. એકેન્દ્રિય જીવોને માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે. વનસ્પતિ એકેન્દ્રિય જીવ છે એટલે એને માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે. વળી, એ જીવોની ચેતના સુષુપ્ત દશામાં હોય છે. આથી આહાર માટે વનસ્પતિના જીવોની જ્યારે હિંસા થાય છે, ત્યારે તેમને પહોંચેલી કુલ વેદનાનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. એક મરઘીની હિંસાથી એ જીવને જેટલી વેદના પહોંચાડાય છે તેના કરતાં અનાજના હજાર દાણાને પહોંચાડેલી કુલ વેદના ઘણી જ ઓછી હોય છે. એટલે શાકાહારમાં જીવોની સંખ્યા વધુ હોય છે તો પણ હિંસા દ્વારા તેઓને પહોંચાડાતી કલ વેદના ઘણી જ ઓછી હોય છે. વનસ્પતિમાં પણ સૂકી વનસ્પતિ કરતાં લીલી વનસ્પતિ વધુ વેદના અનુભવે છે. એટલા માટે આ જ સિદ્ધાંતને લંબાવીને લીલી વનસ્પતિનો – લીલોતરીનો આહાર શક્ય એટલો ઓછો કરવા તરફ જૈનોનું લક્ષ્ય હોય છે. કેટલાક જૈનો આજીવન લીલોતરીનો ત્યાગ કરે છે, કેટલાક ચાતુર્માસમાં ત્યાગ કરે છે, તો કેટલાક પાંચમ, આઠમ, ચૌદશ જેવી પર્વતિથિએ લીલોતરીનો ત્યાગ કરે છે. એ ત્યાગમાં એકેન્દ્રિય જીવોને પણ પોતાના તરફથી શક્ય તેટલા ઓછા પ્રમાણમાં વેદના પહોંચાડાય એવી શુભ ભાવના રહેલી હોય છે. અલબત્ત, કેટલાય લોકો આવી સમજણ વિના માત્ર પરંપરાથી આચરણ કરે છે એ જુદી વાત છે. સાધુ-સાધ્વીઓ આ ભાવનાનો અમલ વધુ ઊંચી કોટિએ કરે છે. તેઓ તો સૂકી વનસ્પતિમાં પણ કેટકેટલી વસ્તુઓનો ત્યાગ કરવાના નિયમવાળા હોય છે. અલબત્ત, ફક્ત Page #195 -------------------------------------------------------------------------- ________________ નિરામિષાહાર – જૈન દૃષ્ટિએ ૧૮૫ આહારમાં જ ધર્મના તમામ નિયમો આવી જાય છે એવું નથી. વળી ખાનપાનના ધાર્મિક નિયમોનું ચુસ્ત પાલન કરનારાઓના જીવનમાં અન્ય વધુ હિંસાત્મક કે અનીતિમય પ્રવૃત્તિઓ રહેલી હોય એવું પણ જોવા મળશે. જીવનવ્યવહારમાં અને ધર્માચરણમાં બીજી અનેક વસ્તુઓ સંકળાયેલી છે. અલબત્ત કેટલાક લોકો અજ્ઞાનથી, અંધશ્રદ્ધાથી કે ગતાનગતિકતાથી ધર્માચરણ કરતા હોય તો તેથી ધર્મના સિદ્ધાંતો ખોટા ઠરતા નથી. માંસાહાર કરતાં શાકાહાર ચડિયાતો છે એમ માનનારા લોકો જે જુદી જુદી દલીલો કરે છે તેમાં કેટલીક વિવાદમય દલીલો પણ હોય છે. કેટલાક શાકાહારી લોકો માને છે કે પશુ-પક્ષીમાં જેમ જીવ છે, તેમ વનસ્પતિમાં પણ જીવ છે. અનાજના પ્રત્યેક દાણામાં જીવ છે. આવું માનનારાઓને માંસાહારી લોકો કહે છે : “જો તમને પશુ-પક્ષીના માંસનો આહાર કરવાથી પાપ લાગે તો તે પ્રમાણે વનસ્પતિમાં જીવ હોવાથી તેનો આહાર કરવાથી પણ પાપ લાગે જ.” એના જવાબમાં કેટલાક શાકાહારીઓ સિદ્ધાંત સમજ્યા વગર એમ કહે છે કે “તમે તો મરેલાનું માંસ ખાવ છો, જ્યારે અમો તો જીવતા જીવોને ખાઈએ છીએ. મરેલાનું માંસ ખાવા કરતાં જીવતા જીવને ખાવાનું અર્થાત્ શાકાહાર કરવાનું શ્રેષ્ઠ છે; તમે જો જીવતા વાઘ-વરુ ખાવ તો તમે ચડિયાતા ગણાવ. મરેલાંનું માંસ ખાવામાં કંઈ બહાદુરી નથી.” શાકાહારીઓની આ દલીલ ભ્રામક છે. કારણ કે જીવતા પ્રાણી ખાનારને જો ચડિયાતા ગણવામાં આવે તો ચીન અને કોરિયામાં કેટલાય એવા જંગલી માણસો છે કે જે જીવતા ઉદર કે સાપને ખાઈ જાય છે. ઉત્તર ધ્રુવમાં કેટલાય એસ્કિમો છે જે સીલ નામના પ્રાણીને જીવતું ખાઈ જાય છે. મેક્સિકોમાં કેટલાક આદિવાસીઓ છે જે જીવતી માખીઓને ખાઈ જાય છે. આફ્રિકામાં મગરનું માંસ ખાનારા આદિવાસીઓ પણ છે. જો જીવતાને પકડીને ખાનારને ચડિયાતો ગણવામાં આવે તો તેવા જંગલી આદિવાસીઓને ચડિયાતા ગણવા પડશે. જૂના વખતમાં નરભક્ષી જંગલી લોકો જીવતા માણસને ખાઈ જતા. વળી વાઘ, સિંહ, બિલાડી, સાપ વગેરે હિંસક પશઓને આ દલીલ અનુસાર શાકાહારી મનુષ્યો કરતાં ચડિયાતાં ગણવાં પડશે. માટે એવી દલીલ કરવી તે વ્યર્થ છે. વળી, કેટલાક એવી દલીલ કરે છે કે “માંસાહાર કરતાં શાકાહાર શ્રેષ્ઠ છે, કારણ કે પશુને જીવતું કે મરેલું દફનાવી દેવામાં આવે તો તેમાંથી કશું ઉત્પન્ન થતું નથી. જ્યારે અનાજના દાણાને જમીનમાં દાટવામાં આવે તો Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ જિનતત્ત્વ તેમાંથી અનાજ, વનસ્પતિ વગેરે ઊગે છે. એક દાણામાંથી બીજા અનેક દાણા પ્રાપ્ત થાય છે.” પરંતુ આ દલીલ પણ પૂરી તર્કયુક્ત નથી. દરેક જાતિના જીવોનો ઉત્પત્તિનો જે ક્રમ છે તે દૃષ્ટિએ તેનો વિચાર થવો જોઈએ. બધા જીવોનો માત્ર જમીનમાં ઘટવાની દૃષ્ટિએ વિચાર ન કરાય. દરેક જીવમાં બીજા જીવોને ઉત્પન્ન કરવાની શક્તિ પોતપોતાની યોનિ, જાતિ, પ્રકૃતિ અનુસાર રહેલી હોય છે. વનસ્પતિની ઊગવાની પ્રક્રિયા જમીન સાથે સંકળાયેલી છે. માછલીની ઉત્પત્તિ પાણી સાથે સંકળાયેલી છે. અનાજના કેટલાક પ્રકારના દાણા પાણીમાં નાખવાથી કે શેકવાથી નષ્ટ થઈ જાય છે, જ્યારે માછલી પાણીમાં રહીને બીજી અનેક માછલીઓ ઉત્પન્ન કરી શકે છે. કેટલાક સૂક્ષ્મ જીવો હવામાં ઉત્પન્ન થાય છે, અને માછલી પાણીની બહાર હવામાં મૃત્યુ પામે છે. એટલે અન્ય જીવોને ઉત્પન્ન કરવાની દૃષ્ટિએ શાકાહારને માંસાહાર કરતાં ચડિયાતો બતાવવાનો તર્ક અયોગ્ય છે. સંસારના તમામ જીવોને આહારસંજ્ઞા વળગેલી છે. જીવો જે આહાર ગ્રહણ કરે છે તેનું રૂપાંતર શરીરમાં થાય છે. આહાર એના એ સ્વરૂપે શરીરમાં રહેલો નથી. રૂપાંતરની આ પ્રક્રિયા મુખ્યત્વે સાત પ્રકારની બતાવવામાં આવી છે. એને સાત ધાતુ કહેવામાં આવે છે. એ ધાતુનો ક્રમ આ પ્રમાણે છે : (૧) રસ, (૨) રુધિર, (૩) માંસ, (૪) મેદ, (૫) અસ્થિ, () મજ્જા અને (૭) શુક્ર. બધા જીવોના શરીરમાં ધાતુઓના આ સાત-સાત તબક્કા હોતા નથી. કેટલાક જીવોને ફક્ત એક જ ધાતુ હોય છે. કીડી વગેરે કેટલાકને રસ અને રુધિર હોય છે, પરંતુ માંસ, મેદ, અસ્થિ વગેરે હોતાં નથી. મનુષ્યમાં સાતેસાત ધાતુ હોય છે. એકેન્દ્રિય જીવોમાં ફક્ત રસ ધાતુ જ હોય છે. વનસ્પતિ એકેન્દ્રિય જીવ છે અને તે પોતાનું પોષણ પૃથ્વી, પાણી, વાયુ, પ્રકાશ વગેરેમાંથી મેળવે છે. તેમાંથી માત્ર રસ દ્વારા જ તેના દેહની વૃદ્ધિ થાય છે. વનસ્પતિમાં રુધિર હોતું નથી. વેદના રુધિરની સાથે ગાઢપણે સંકળાયેલી છે. તેમાં પણ રુધિર સાથે અન્ય ધાતુઓ હોય તો વેદનાની અનુભૂતિનું પ્રમાણ વધી જાય છે. એટલે આહાર માટે એકેન્દ્રિય જીવોની થતી હિંસાથી તે જીવોને જેટલી વેદના પહોંચે છે તેના કરતાં બેન્દ્રિય વગેરે જીવોની હિંસા દ્વારા તે તે જીવોને ઘણી વધારે વેદના પહોંચે છે. રુધિરનું દશ્ય મનુષ્ય માટે અસહ્ય થઈ પડે છે. માંસાહારી Page #197 -------------------------------------------------------------------------- ________________ નિરામિષાહાર – જેને દૃષ્ટિએ ૧૮૭ લોકોને પણ પોતાની આહારની વાનગીમાંથી જે લોહી ટપકતું હોય તો તેવી વાનગી ખાવાની ગમતી નથી. એટલા માટે જેમાં રુધિર ન હોય તેવો આહાર જે માણસોએ લેવો હોય અને રુધિર દ્વારા પહોંચાડાતી વેદનાથી દૂર રહેવું હોય તો તેવા માણસોએ માંસાહારનો ત્યાગ કરીને વનસ્પત્યાહાર સ્વીકારવો જોઈએ. રસ અને પોષણની દૃષ્ટિએ વનસ્પત્યાહારમાં એટલું બધું વૈવિધ્ય છે કે માણસને માંસાહાર તરફ જવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ગાય-ભેંસ પાસેથી સહજ રીતે મેળવાતા દૂધનો નિષેધ જૈન ધર્મે કર્યો નથી, પરંતુ તે વાછરડાના ભોગે કે નિર્દયતાથી મેળવાતું હોય તો તે વર્ય છે. આનંદોલ્લાસપૂર્વક ગાય-ભેંસ દૂધ દોહવા દે એવી પદ્ધતિ ભારતીય સંસ્કૃતિએ પ્રાચીન સમયથી વિકસાવેલી છે. તેનો વધુ પ્રચાર થાય એ ઇષ્ટ છે. જૈન ધર્મે અહિંસાના સિદ્ધાંતની દૃષ્ટિએ, મન, વચન અને કાયાના સંયમની દૃષ્ટિએ તેમજ આત્માના વિશદ્ધપણાની દષ્ટિએ આહારની બાબતમાં જેટલી સૂક્ષ્મ અને તલસ્પર્શી મીમાંસા કરી છે તેટલી અન્ય કોઈ ધર્મમાં કરવામાં આવી નથી. જૈન ધર્મ માંસાહારનો નિષેધ તો કરે જ છે; પરંતુ શાકાહારમાં પણ બત્રીસ પ્રકારના અનંતકાય સહિત બાવીસ પ્રકારની અભક્ષ્ય વસ્તુઓનો નિષેધ પણ કરે છે. જૈન ધર્મ પ્રમાણે વનસ્પતિના બે પ્રકાર છે : (૧) પ્રત્યેક વનસ્પતિકાય અને (૨) સાધારણ વનસ્પતિકાય. પ્રત્યેક વનસ્પતિકાયમાં પ્રત્યેકમાં એક જીવ હોય છે. સાધારણ વનસ્પતિકાયમાં એક શરીરમાં અનંત જીવો રહેલા હોય છે. તેવી વનસ્પતિઓને અનંતકાય કહેવામાં આવે છે. બટાટા, કાંદા, લસણ, સૂરણ, લીલું આદુ, લીલી હળદર, રતાળુ, ગરમર, ગાજર, મૂળા વગેરે પ્રકારની વનસ્પતિ અનંતકાય છે. એવી વનસ્પતિનો આહાર કરવાથી એકસાથે એક સમયે અનંતાનંત સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે. વળી રીંગણાં, ટેટા વગેરે બહુબીજ, ઘોળવડાં (વિદળ), માખણ, મધ, મદિરા વગેરે જેમાં એકસાથે ઘણા જીવો રહેલા હોય છે અથવા અલ્પ સમયમાં બહુ જીવોની ઉત્પત્તિ થતી હોય છે તેવી વસ્તુઓને પણ જૈન ધર્મમાં અભક્ષ્ય તરીકે ઓળખાવવામાં આવી છે. આ ઉપરાંત રાત્રિના સમય દરમિયાન આહારમાં સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ ઘણી બધી વધી જતી હોવાને કારણે રાત્રિભોજનનો નિષેધ પણ જૈન ધર્મમાં કરવામાં આવ્યો છે. ગૃહસ્થોએ તેમજ સાધુઓએ આહારનો આ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જિનતત્ત્વ નિયમ પાળવાનો હોય છે. એમાં સાધુ-સાધ્વીઓ તો અત્યંત કડક અને ચુસ્તપણે આ નિયમનું પાલન કરે છે. તેઓ પાણી પણ ઉકાળેલું, જીવરહિત થયેલું વાપરે છે. આહાર-પાણીની આટલી બધી સૂક્ષ્મ મર્યાદા દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા મળતી નથી. અલ્પતમ હિંસાથી કર્મનો અલ્પતમ બંધ થાય છે. અને આત્મા જેમ જેમ કર્મનાં બંધનોમાંથી મુક્ત થતો જાય તેમ તેમ સંપૂર્ણ કર્મક્ષય કરી, વિશુદ્ધ સ્વરૂપને પામી, મોક્ષ ગતિ મેળવે છે. મોક્ષપ્રાપ્તિ પછી આત્માને ફરી પાછા જન્મમરણના ચક્કરમાં, સંસારના પરિભ્રમણમાં આવવાનું રહેતું નથી. મોક્ષનું લક્ષ્ય પ્રાપ્ત થવું, એ માટે મનુષ્યજન્મ મળવો, જન્મ-જન્માંતરની વાતમાં શ્રદ્ધા બેસવી વગેરે ઘણી દુર્લભ વાત છે. જૈન ધર્મ માને છે કે આત્મા સ્વભાવે અણાહારી છે. અનાદિ કાળના સંસ્કારને કારણે જીવને આહારસંજ્ઞા વળગેલી છે. પરંતુ આત્માના મૂળ અણાહારી સ્વભાવ તરફ જવાનું લક્ષ્ય સુદઢપણે નક્કી થઈ જાય તો તેવા જીવોને આહારમાં પછી રસ પડતો નથી. આહારની રસલોલુપતા તે આત્માના અણાહારીપદના વિસ્મરણની નિશાની છે. આહારની બાબતમાં અહિંસાની ભાવનાની દૃષ્ટિને અને કાર્યક્ષયના સિદ્ધાંતને લક્ષમાં રાખીને જૈન ધર્મમાં ઘણી સૂક્ષ્મ વિચારણા વિવિધ દૃષ્ટિકોણથી થયેલી છે, એના વિસ્તારમાં જવાને અહીં અવકાશ નથી. સાચી રુચિ અને સાચી દઢ શ્રદ્ધા વગર તેમાં પ્રવેશ કરવાનું સરળ નથી. જ્યાં પાયાની શ્રદ્ધા નથી, જ્યાં જ માંતર અને મોક્ષની પ્રતીતિ નથી, જ્યાં ભૌતિક વિજ્ઞાને સિદ્ધ કરી આપી હોય તે સિવાયની કોઈ વાતનો સ્વીકાર નથી, જ્યાં ભોગાપભોગની દૃષ્ટિએ ઐહિક જીવનને સુખસગવડભર્યું બનાવવું એ જ માત્ર મુખ્ય ધ્યેય છે ત્યાં આહારની અને તેમાં પણ અનંતકાય વગેરેની ચર્ચામાં ઊતરવું નિરર્થક છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ મલ્લિનાથની પ્રતિમા જેનોમાં શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાય વચ્ચે મહત્ત્વના બે સૈદ્ધાંતિક મતભેદ આ છે : (૧) સ્ત્રી-મુક્તિ અને (૨) કેવલી-ભુક્તિ. (કવળજ્ઞાનીના આહાર વિશે ). દિગમ્બરો માને છે કે સ્ત્રી મોક્ષે ન જઈ શકે. શ્વેતામ્બરો માને છે કે ભલે અલ્પ પ્રમાણમાં પણ સ્ત્રી અવશ્ય મોક્ષગતિ પ્રાપ્ત કરી શકે છે. શ્વેતામ્બરો માને છે કે આ અવસર્પિણી કાળમાં સૌપ્રથમ મોક્ષે જનાર મરૂદેવા માતા (ભગવાન ઋષભદેવનાં માતા) છે. દિગમ્બરો માને છે કે મરુદેવા માતા સ્ત્રી હોવાથી મોક્ષે ન જઈ શકે. પ્રથમ મોક્ષે જનાર તે ભગવાન ઋષભદેવના પુત્ર બાહુબલિ છે. એટલા માટે તીર્થકરોની પ્રતિમાની સાથે સાથે બાહુબલિની પ્રતિમાની પૂજાનો પ્રચાર દિગમ્બરોમાં વિશેષ છે. શ્વેતામ્બરો માને છે કે ચોવીસ તીર્થંકરોમાં ૧૯મા તીર્થંકર મલ્લિનાથ તે સ્ત્રી હતાં – મલ્લિકંવરી હતાં. પૂર્વભવમાં તપની બાબતમાં માયાકપટ કરવાને કારણે એમને સ્ત્રી તરીકે જન્મ મળ્યો હતો. દિગમ્બરો માને છે કે મલ્લિનાથ પુરુષ હતા, કારણ કે સ્ત્રી જો કેવળજ્ઞાન ન પામી શકે, મોક્ષગતિ પ્રાપ્ત ન કરી શકે તો તીર્થકર થવાની વાત જ શી ? શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાય વચ્ચેનો આ મતભેદ જમાનાજૂનો છે અને એવું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ કે સાબિતી નથી કે જેથી આ મતભેદનું તરત નિરાકરણ થઈ શકે. બંને સંપ્રદાયના પૂર્વાચાર્યોએ એકબીજાના મતનું ખંડન કરવા માટે ઘણી દલીલો કરી છે. શ્વેતામ્બર પરંપરા જો એમ માને છે કે મલ્લિનાથ સ્ત્રી હતા અને સ્ત્રીરૂપે તીર્થકર થયા હતા, તો પછી મલ્લિનાથની પ્રતિમા પુરુષના આકારની કેમ છે ? એ માટે નીચેના કેટલાક મુદ્દા વિચારવા જેવા છે : Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જિનતત્ત્વ (૧) જૈન ધર્મ માને છે કે સ્ત્રી, પુરુષ કે નપુંસક તરીકેના ભાવો તે તે કર્મને કારણે છે. નવા પ્રકારના નોકષાયમાં સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદનો સમાવેશ થાય છે. સાધક સ્ત્રી વ્યક્તિ હોય કે પુરુષ, અમુક પ્રકારનો કર્મક્ષય થતાં, નવમા ગુણસ્થાનકે પહોંચતાં સ્ત્રી-પુરુષના કોઈ ભેદ તેનામાં રહેતા નથી. પુરુષ હોય તો હું પુરુષ છું” અથવા સ્ત્રી હોય તો હું સ્ત્રી છું” એવી કોઈ સભાનતા, લાગણી, વાસના, આવેગ ઇત્યાદિ કશું જ તેઓ અનુભવતાં નથી. બલકે સ્વાભાવિક રીતે જ તેઓ તેવા ભાવથી પર થઈ ગયાં હોય છે. તેમની સાધના એટલી ઉચ્ચ કોટિની હોય છે કે વિજાતીય વ્યક્તિ તરફ ન તેમને કોઈ આકર્ષણ, અહોભાવ, પક્ષપાત ઇત્યાદિ હોય છે કે ન તો અભાવ, અરુચિ, અનાદર ઇત્યાદિ હોય છે. સર્વ જીવો માટે તેમનામાં સમત્વભાવ હોય છે. સર્વ જીવો તેમને સરખા સિદ્ધસ્વરૂપી ભાસે છે. વળી તેમની પોતાની મુખમુદ્રા એવી પવિત્ર-તેજસ્વી હોય છે કે વિજાતીય વ્યક્તિને પણ તેમના પ્રત્યે જાતીય આકર્ષણ, આદર, પક્ષપાત કે અભાવ ઇત્યાદિ થતાં નથી. જો અનેક સાધકોની બાબતમાં આમ જોવા મળે છે, તો તીર્થંકરની બાબતમાં તે એથી વિશેષ કેમ ન હોય? (૨) તીર્થંકરના જીવનમાં કેટલાક અતિશય હોય છે. “અતિશય' શબ્દ પારિભાષિક છે. અતિશયનો સામાન્ય અર્થ કરવો હોય તો એમ કરાય કે સાધારણ લોકોમાં ન હોય એવી, ચમત્કૃતિ જેવી લાગે એવી સવિશેષ ઘટના. શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરા વચ્ચે અતિશયોની સંખ્યાની બાબતમાં મતભેદ છે, પરંતુ તીર્થકરોને અતિશય હોવાની બાબતમાં મતભેદ નથી. તીર્થકરોને ચાર અતિશય જન્મથી હોય છે. અગિયાર અતિશય કર્મક્ષયથી હોય છે અને ઓગણીસ અતિશય દેવોએ કરેલા હોય છે. એમ કુલ ચોત્રીસ અતિશયો હોય છે, જેમાં એમના શરીરના અતિશયો પણ આવી જાય છે. તીર્થંકરનું શરીર અદ્ભુત રૂપવાળું, અદ્ભુત સુગંધવાળું, રોગરહિત, પ્રસ્વેદરહિત, મલરહિત હોય છે. તેમની વાણી યોજનગામિની અને સર્વ જીવોને પોતપોતાની ભાષાવાચા અનુસાર સમજાય એવી હોય છે. તેઓ જ્યાં વિચરતા હોય છે ત્યાં તેમની આસપાસના વિસ્તારમાં રોગ, વેરભાવ, અતિવૃષ્ટિ, દુકાળ, યુદ્ધ, આંતરવિગ્રહ ઇત્યાદિ કશું જ સંભવે નહિ અને હોય તો તે શાંત થઈ જાય. તીર્થંકરના નખ, વાળ, રોમરાજિ ઇત્યાદિ વૃદ્ધિ ન પામે. Page #201 -------------------------------------------------------------------------- ________________ મલ્લિનાથની પ્રતિમા ૧૯૧ આવા ચોત્રીસ અતિશયયુક્ત તીર્થંકરનું શરીર એવું અલૌકિક હોય છે કે એમાં સ્ત્રી-પુરુષના આવા ભેદ સંભવી શકે નહિ. (૩) એટલા માટે જ તીર્થંકરની પ્રતિમા, જેમ મલ્લિનાથની બાબતમાં સ્ત્રીની આકૃતિવાળી નથી, તેમ અન્ય તીર્થકરોની બાબતમાં પણ પુરુષ જેવી કડક મુખમુદ્રાવાળી, મૂછ-દાઢીવાળી હોતી નથી. તીર્થકરની પ્રતિમા સૌમ્ય ભાવવાળી, ચંદ્રના પ્રકાશ જેવી શીતલ, માતા જેવા વાત્સલ્યભાવવાળી, જગતના સર્વ જીવો માટે કરુણાસહિત અમીભરેલી આંખોવાળી, ધ્યાનસ્થ મુદ્રાવાળી, અપૂર્વ ઉપશમભાવવાળી હોય છે. એટલા માટે તીર્થંકરની મુખમુદ્રામાં સ્ત્રીની પ્રતિકૃતિ જોવી હોય તો પણ જોઈ શકાય છે, અને પુરુષની પ્રતિકૃતિ જોવી હોય તો તે પણ જોઈ શકાય છે. એટલા માટે જ તીર્થકરોની પ્રતિમાનું શિલ્પવિધાન જ્યારથી ચાલુ થયું ત્યારથી સર્વ તીર્થકરોની પ્રતિમા એકસરખી જ રહી છે. તીર્થકરો હંમેશાં કાં તો પર્યકાસન (પદ્માસન) મુદ્રામાં અથવા કાયોત્સર્ગ મુદ્રામાં નિર્વાણ પામે છે. એટલા માટે જિનપ્રતિમા હંમેશાં એ બે મુદ્રામાં જ હોય છે. સ્ત્રી-પુરુષના ભેદ શરીરના હોય છે, આત્માના નહિ. તીર્થકર થયા પછી સ્ત્રી-પુરુષનો ભેદ હોતો નથી, રહેતો નથી. એટલા માટે મલ્લિકુંવરી તીર્થકરને પણ “મલ્લિનાથ” તરીકે ઓળખવાની અને એમની પ્રતિમા અન્ય તીર્થકરો જેવી બનાવવાની પ્રથા શ્વેતામ્બરોમાં પરાપૂર્વથી ચાલી આવી છે. (અપવાદરૂપે મલ્લિનાથની એક પ્રાચીન ધાતુપ્રતિમા સ્ત્રી સ્વરૂપે છે, જે લખનૌના મ્યુઝિયમમાં છે.) મલ્લિનાથ સ્ત્રી તરીકે તીર્થંકર થયા એ ઘટનાને શ્વેતામ્બર સંપ્રદાય અચ્છેરા' તરીકે એટલે કે સામાન્ય રીતે ન બને એવી આશ્ચર્યકારક ચમત્કૃતિભરેલી ઘટના તરીકે ઓળખાવે છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ समयं गोयम, मा पमायओ। દિવાળીનો દિવસ એ ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણનો દિવસ, તીર્થંકર પરમાત્માના નિર્વાણનો દિવસ કલ્યાણક તરીકે ઊજવાય છે. અનેક લોકોનું કલ્યાણ જે ઘટનાથી થાય તેને કલ્યાણક કહેવામાં આવે છે. પ્રત્યેક તીર્થંકરનાં પાંચ કલ્યાણકોમાં નિર્વાણનો પ્રસંગ પણ આનંદ અને ઉત્સવનો પ્રસંગ બને છે. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણના પ્રસંગને અનેક લોકોએ અસંખ્ય દીપક પ્રગટાવીને ઊજવ્યો હતો, માટે એ પર્વને દીપાવલિ–દિવાળી પર્વ કહેવામાં આવે છે. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણની ઘટના સાથે ગુરુ ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એ મહત્ત્વની ઘટના સંકળાયેલી છે. જ્યાં સુધી મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા નહોતા ત્યાં સુધી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું નહોતું. તેનું મુખ્ય કારણ એ હતું કે એમને ભગવાન પ્રત્યે તીવ્ર અનુરાગ હતો. એ અનુરાગ વાસ્તવિક દુનિયાની દૃષ્ટિએ પ્રશસ્ત, પ્રશંસાને યોગ્ય હતો; પરંતુ મોક્ષમાર્ગમાં, કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં તે અંતરાયરૂપ હતો. દિવાળીના દિવસે મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા અને બેસતા વર્ષના પ્રભાતે રાગરહિત અવસ્થા પ્રાપ્ત થતાં ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું હતું. મહાવીરસ્વામી અને ગૌતમસ્વામીનો સંબંધ ત્રીસ વર્ષનો હતો. મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયું અને બીજે દિવસે પાવાપુરીમાં ઇન્દ્રભૂતિ ગૌતમ સહિત અગિયાર પ્રકાંડ બ્રાહ્મણ પંડિતોનો એમને મેળાપ થયો. તેઓ બધાએ પોતપોતાના મનની શંકા અનુસાર ભગવાનની સાથે શાસ્ત્રાર્થ કર્યો, તેથી સંતોષ પામ્યા અને પોતપોતાના શિષ્યસમુદાય સહિત પછી એમના શિષ્યો થયા, અર્થાત્ ગણધરો થયા. એ દિવસથી તે નિર્વાણના દિવસ સુધી એમ સતત લગભગ ૩૦ વર્ષ જેટલા સુદીર્ઘ સમય સુધી ગૌતમસ્વામી ભગવાનની સાથે જ વિચરતા રહ્યા. Page #203 -------------------------------------------------------------------------- ________________ समयं गोयम, मा पमायो। - ૧૯૩ મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન ગૌતમસ્વામીને થયાં હતાં, પરંતુ ભગવાન પ્રત્યેના તીવ્ર અનુરાગને કારણે એમને કેવળજ્ઞાન થતું ન હતું. નવાઈ તો એ હતી કે ગૌતમસ્વામી જેને જેને દીક્ષા આપે તેને કેવળજ્ઞાન થતું, પરંતુ ખુદ પોતાને કેવળજ્ઞાન થતું નહિ. દ્વેષ ઉપર વિજય મેળવવાનું એટલું કઠિન નથી, જેટલું રાગ ઉપર વિજય મેળવવાનું છે. ગૌતમસ્વામીના મનની આ સ્થિતિ ભગવાન જાણતા હતા, અને એટલા માટે જ તેઓ એમને અનેક વાર કહેતા “હે ગૌતમ ! તું સમય (અલ્પતમ ક્ષણ) માત્રનો પણ પ્રમાદ ન કરીશ.” સમર્થ રોયમ મા પમાય – એ ગૌતમસ્વામીને ઉદ્દેશીને કહેલા ચાર શબ્દો આગમગ્રન્થોની કેટલીય ગાથાઓમાં કેટલીય વાર આવે છે. (ઉત્તરાધ્યયનના દસમા અધ્યયનમાં તો એ પ્રત્યેક ગાથાનું છેલ્લું ચરણ છે.) ભગવાને ઉચ્ચારેલા એ શબ્દો એમના બીજા કેટલાય શબ્દોની જેમ અઢી હજાર વર્ષથી લોકોના શ્રવણમાં અને ચિત્તમાં ગુંજન કરતા ચાલ્યા આવ્યા છે. સાધારણ માણસે ઉચ્ચારેલ શિખામણના શબ્દો ઘડીકમાં વિસરાઈ જાય છે, પણ કેટલાક શબ્દો એવા હોય છે કે જે કાલાતીતપણાને પામે છે. હજારો વર્ષો સુધી લોકોમાં એટલા જ વેગ અને બળથી એ શબ્દો વહેતા રહે છે. શબ્દમાં અનંત શક્તિ છે. શબ્દને “બ્રહ્મ' તરીકે ઓળખવામાં આવે છે. આખા વિશ્વમાં ઘૂમી વળવાની તાકાત શબ્દમાં રહેલી છે. બોલનાર વ્યક્તિ શબ્દમાં કેટલું બળ પૂરે છે તેના ઉપર એનો આધાર રહે છે. વિશ્વમાં મનુષ્ય સહિત અનંત જીવો વ્યક્ત કે અવ્યક્ત ધ્વનિનું – શબ્દોનું પ્રતિક્ષણ ઉચ્ચારણ કર્યા કરે છે. એ તમામ શબ્દો કાળના પ્રવાહમાં તણાઈ જાય છે, વીખરાઈ જાય છે, લુપ્ત થઈ જાય છે. કોઈ કોઈ શબ્દો પાંચ-પચીસ વર્ષ કે બે-ચાર સૈકા સુધી જીવંત રહે છે, તો કોઈ કોઈ શબ્દો હજારો વર્ષો સુધી એકસરખું ગુંજન કર્યા કરે છે. મયં જોયમ માં પાય – એ શબ્દો એવા છે કે જે હજુ હજારો વર્ષ સુધી માનવજાતને માટે પથદર્શક બની રહેશે. કેટલાક શબ્દો વ્યક્તિના હૃદયમાંથી ફુરે છે. કેટલાક શબ્દો ચિત્તના અતલ ઊંડાણમાંથી પ્રગટ થાય છે. એવા કેટલાક શબ્દોમાં વ્યક્તિનાં નિર્દોષ, વાત્સલ્યપૂર્ણ, પ્રામાણિક, કલ્યાણકારી તીવ્ર સ્પંદનો રહેલાં હોય છે. સાંભળનારને તે તરત સ્પર્શી જાય છે. કેટલાક શબ્દો માત્ર હૃદય કે ચિત્તમાંથી જ નહિ, પરંતુ સમગ્ર આત્મામાંથી, સમગ્ર અસ્તિત્વમાંથી એના નિચોડરૂપે Page #204 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ સહજપણે સરી પડે છે. એ ભલે એકાદ વ્યક્તિને સંબોધીને બોલાયા હોય, પણ બોલનાર વ્યક્તિ કરુણાર્દ્ર હૃદયે સર્વ જીવોનું એક માત્ર હિત ચિંતવી એ શબ્દો બોલે છે, અથવા એમનાથી અનાયાસ એવા હિતકારી શબ્દો બોલાઈ જાય છે, અથવા એમનાથી બોલ્યા વગર રહી શકાતું નથી. એ શબ્દોમાં એવું જબરું બળ હોય છે કે કાળના પ્રવાહમાં એને ઘસારો લાગતો નથી. બલકે કાળ એને ઘસીઘસીને વધુ ને વધુ સુંદર અને ચકચકિત બનાવે છે. ભગવાને ગૌતમસ્વામીને કહેલા આ શબ્દોમાં પણ એવું જ દિવ્ય અને અલૌકિક બળ છે. ૧૯૪ ભગવાને ગૌતમસ્વામીને અને એમના દ્વારા અનેક જીવોને અનેક બાબતમાં ઘણો મહત્ત્વનો ઉપદેશ આપ્યો છે. એમાં ગૌતમસ્વામીને વારંવાર અપાયેલો ઉપદેશ તે પ્રમાદ ન કરવા વિશે છે. આમ જોઈએ તો આ એક પ્રકારનો નિષેધરૂપ ઉપદેશ છે. મનુષ્ય શું શું ન કરવું જોઈએ એવી નિષેધરૂપ હજારો શિખામણો વડીલો, જ્ઞાનીઓ, શિક્ષકો કે સંતમહાત્માઓ તરફથી વ્યાવહારિક, સામાજિક, વૈયક્તિક કે સામુદાયિક જીવનને લક્ષીને અપાયા કરે છે. ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગે પણ એવી ઘણીબધી શિખામણો અપાયેલી છે. ભગવાને ગૌતમસ્વામીને આપેલી આ નાનકડી શિખામણ આમ જોઈએ તો સ્પષ્ટ છે, પરંતુ આધ્યાત્મિક માર્ગની તે ગહનતમ, સૂક્ષ્માતિસૂક્ષ્મ શિખામણ છે. એ જો સંપૂર્ણપણે અમલમાં મૂકી શકાય તો કેવળજ્ઞાન અને મોક્ષ ક્ષણવારમાં પ્રાપ્ત થઈ શકે. સારી રીતે જીવવું એ જીવોનું પાર્થિવ લક્ષણ છે. પરંતુ ભોગોપભોગથી ભરેલા આ પાર્થિવ જીવનથી પર કોઈ સનાતન, નિરુપાધિક અસ્તિત્વ છે એની આંતરપ્રતીતિ તો કોઈક વિરલ મનુષ્યોને જ થાય છે. વ્યવહારમાં જેમ અનેક કાર્યો પ્રમાદને લીધે થઈ શકતાં નથી, તેમ આધ્યાત્મિક માર્ગની કેટલીક સિદ્ધિઓ ચિત્તની પ્રમત્તાવસ્થાના કારણે પ્રાપ્ત થતી નથી. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ જગત જ્ઞાનીઓની દૃષ્ટિએ તો અજ્ઞાન અથવા મિથ્યાત્વના ગાઢ અંધકારથી ભરેલું છે. મિથ્યાત્વનો અંધકાર જેમનામાંથી ચાલ્યો ગયો છે, સાચી સમજણ જેમને પ્રાપ્ત થઈ શકી છે, તેઓ પણ પ્રમાદને કારણે અવિરતિમાં અટકી પડે છે. પ્રમાદ જગતના જીવોને જટિલ જંજાળોમાં જકડી રાખે છે. ક્રોધાદિ કષાયો અને મન, વચન તથા કાયાના યોગો જીવને સન્માર્ગે જતાં અટકાવે છે. જે જીવો પોતાની આત્મશક્તિને ખીલવે છે તેઓ બધા અંતરાયોને ભેદીને Page #205 -------------------------------------------------------------------------- ________________ समयं गोयम, मा पमायो। ૧૯૫ મુક્તિપથ પર પ્રગતિ કરી શકે છે, પરંતુ તેમાં પણ ક્ષણક્ષણની, સમયસમયની અપ્રમત્તાવસ્થા પ્રાપ્ત થવી ઘણી દુષ્કર છે. એવા માર્ગે ગયેલા મનુષ્યોમાંથી પણ મોટા ભાગના મનુષ્યોની સ્થિતિ તો એવી હોય છે કે ધર્મ શું છે તે સમજાય છે પરંતુ તેમાં પ્રવૃત્ત થવાતું નથી, અને અધર્મ શું છે તે પણ સમજાય છે પરંતુ તેમાંથી નિવૃત્ત થવાતું નથી. जानामि धर्म न च मे प्रवृत्तिः। जानाम्यधर्म न च मे निवृत्तिः।। આમ છતાં, આટલું જાણવા જેટલી સ્થિતિએ પહોંચાયું છે, ધર્મ કે અધર્મ વિશેના અજ્ઞાનની સ્થિતિ નથી, એટલી જાગૃતિ પણ ઇષ્ટ છે. સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાન પ્રાપ્ત થવાં સરળ નથી, પરંતુ એ પ્રાપ્ત થયા પછી તદનુસાર સમચારિત્ર ઘડવું એ પણ ઘણી દુષ્કર વાત છે. પ્રમાદ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મોહનીય કર્મ જીવને ભગાડે છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ રાગ જીવથી છૂટતો નથી. વીતરાગપણું સહેલાઈથી મેળવી શકાતું નથી, અથવા મેળવ્યું હોવા છતાં પ્રમાદને કારણે ન મેળવ્યા જેવું ઘડીએ ઘડીએ ચાલ્યા કરે છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનક વચ્ચે જીવ અનેકવાર ચડઊતર કર્યા કરે છે. ઉપરના ગુણસ્થાનકે જીવ પ્રમાદના કારણે જ સ્થિર થઈ શકતો નથી. વારંવાર સ્થિર થવાનો મહાવરો જેઓ અનેક વખત કરતા રહે છે તેઓ તેના ઉપર પછી સ્થિર થઈ જાય છે. કોઈ વિરલ મહાત્માઓ પ્રથમ પ્રયાસે જ અપ્રમત્ત બની સ્થિર થઈ જાય છે, ઊર્ધ્વગામી બને છે. ચિત્તની આ ક્રિયા અતિ સૂક્ષ્મ છે. ભગવાને એટલા માટે શબ્દ વાપર્યો છે “સમય”. ભગવાને ગૌતમસ્વામીને કહ્યું છે કે “સમયમાત્રનો પણ પ્રમાદ ન કરીશ.” સમયનો સાદો અર્થ છે કાળ. પરંતુ અહીં “સમય' શબ્દ જૈન પારિભાષિક અર્થમાં વપરાય છે. સમય એટલે કાળાં નાનામાં નાનું એકમ (unit). આંખના એક પલકારામાં આઠ કરતાં પણ ઘણો વધારે, “અસંખ્યાત સમય’ વીતી જાય છે. સમયનું સ્વરૂપ અને સમયનું માપ સમજવા માટે સરસ પ્રતીતિકર ઉદાહરણો અપાયાં છે. કોઈ માણસ ફૂલની સો કે હજાર પાંદડી સાથે રાખીને સોયથી તે તમામને ક્ષણમાત્રમાં આરપાર વીંધે તો તેમાં એક પાંદડીમાંથી પસાર થઈને સોય બીજી પાંદડીમાં પ્રવેશ કરે એટલા સૂક્ષ્મ કાળને “સમય” કહેવામાં આવે છે. અથવા કોઈ માણસ કોઈ લાંબા જીર્ણ વસ્ત્રને એક ઝાટકે ક્ષણમાત્રમાં ફાડી નાંખે તો એક તાંતણો તૂટ્યા પછી બીજો તાંતણો તૂટે તેમાં Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ જિનતત્ત્વ પસાર થયેલા તેટલા સૂક્ષ્મ કાળને માટે “સમય” શબ્દ વાપરી શકાય. આપણું ચિત્ત સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. પ્રતિક્ષણ, બલ્ક પ્રતિસમય એમાં વિચારોનો, ભાવોનો, સ્પંદનોનો પ્રવાહ નિરંતર ચાલ્યા કરે છે. પ્રતિસમય એ પ્રવાહ પ્રમાદરહિત રહ્યા કરે એ ઘણી દુર્લભ વાત છે. મહાન સાધકો જ એ સિદ્ધ કરી શકે છે. આ પંચમ કાળમાં તો એ શક્ય જ નથી, પરંતુ એ દિશામાં પુરુષાર્થ અશક્ય નથી. ભગવાન મહાવીરસ્વામીએ પંચાચારનું ચુસ્ત પાલન કરનાર, સમર્થ આરાધક, ચાર જ્ઞાનના ધણી એવા શ્રી ગૌતમસ્વામીને “રમવું જોમ મા vમાય' એવો જે ઉપદેશ અનેક વાર આપ્યો તે મુક્તિમાર્ગના પ્રવાસીઓને માટે ભાથું બની રહે – શિવપથ સંબલ બની રહે એવો છે. એનો અંશ માત્ર પણ આપણા વર્તમાન જીવનમાં ઊતરે તોયે ઐહિક જીવનમાં પણ કંઈક આધ્યાત્મિક કૃતાર્થતા અનુભવી શકાય. Page #207 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ‘ધરમધ્યાન’ (ધર્મધ્યાન) શબ્દ બહુ પ્રચલિત છે અને વિશાળ સામાન્ય અર્થમાં લોકોમાં વપરાય છે. માણસના જીવનમાં અનીતિ, દુરાચાર વગેરે વધી જાય છે ત્યારે વડીલો, મિત્રો તેને ‘ધરમધ્યાન' તરફ વળવા માટે ભલામણ કરે છે. કેટલાક નિવૃત્ત માણસોને પોતે સમય કેવી રીતે પસાર કરે છે તે વિશે પૂછવામાં આવે છે ત્યારે તેઓ ધર્મધ્યાનમાં સમય પસાર કરે છે તેવું કહે છે. આમ લોક-વ્યવહારમાં વિવિધ પ્રકારની ધર્મપ્રવૃત્તિ માટે ‘ધરમધ્યાન’ જેવો તળપદો શબ્દ સામાન્ય અર્થમાં રૂઢ થઈ ગયો છે; પરંતુ જેટલી જેટલી ધર્મપ્રવૃત્તિ છે તે બધીને ‘ધર્મધ્યાન’ના પારિભાષિક પ્રકારની પ્રવૃત્તિ નહિ કહી શકાય. પારિભાષિક અર્થમાં ‘ધર્મધ્યાન' એ ધ્યાનનો એક વિશિષ્ટ પ્રકાર છે. એટલે બધી જ ધર્મક્રિયાઓને ધર્મધ્યાન' તરીકે ઓળખાવવી તે શાસ્ત્રીય દૃષ્ટિએ યોગ્ય નથી. કેટલાક માણસો વ્યવહારમાં અનેક લોકોને વિવિધ પ્રકારની ધર્મક્રિયાઓ અને બાહ્ય તપ કરતાં જોઈને એવું માનવા પ્રેરાય છે કે જૈન ધર્મમાં ધ્યાનને બહુ સ્થાન નથી. જૈન ધર્મ કરતાં બૌદ્ધ ધર્મમાં ધ્યાનનું સ્થાન વધારે મહત્ત્વનું છે એવું પણ કેટલાક માને છે. પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો જૈન શાસ્ત્રગ્રંથોમાં ધ્યાનને ઘણું જ મહત્ત્વ અપાયું છે. છ પ્રકારના આપ્યંતર તપમાં ધ્યાનને સ્થાન અપાયું છે. કાયોત્સર્ગ ધ્યાનને તેથી પણ સવિશેષ ચડિયાતું ગણવામાં આવ્યું છે. એટલે ઘણા લોકોને ઉપવાસાદિ બાહ્ય તપશ્ચર્યા વિશેષપણે કરતા જોઈને જૈન ધર્મમાં ધ્યાનને મહત્ત્વનું સ્થાન નથી અપાયું એમ કહેવું તે માત્ર અજ્ઞાનમૂલક છે. જૈન ધર્મમાં સામાયિક – પ્રતિક્રમણ, ચૈત્યવંદન વગેરે ક્રિયાઓમાં પણ કાયોત્સર્ગ દ્વારા ધ્યાનને સંલગ્ન કરી લેવામાં આવ્યું છે. પરંતુ સમુદાયમાં થતી એ ધ્યાનની પ્રક્રિયા જેટલી શુદ્ધ રીતે થવી જોઈએ તેટલી થતી નથી. આમ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જિનતત્ત્વ એક અથવા અન્ય કારણે સૂક્ષ્મ ધ્યાનની પરંપરા જેવી ચાલવી જોઈએ તેવી જૈન ધર્મમાં હાલ ચાલતી નથી. એને લીધે સામાન્ય ગૃહસ્થોમાં ધ્યાનમાર્ગની પરંપરા ઘણે અંશે લુપ્ત થઈ ગયા જેવી સ્થિતિ છે. સાધુસમુદાયમાં ધ્યાનની પરંપરા હજુ પણ જોવા મળે છે અને અનેક મહાત્માઓના જીવનમાં આજે પણ ધર્મધ્યાનની પ્રક્રિયા જીવંત જોઈ શકાય છે. એવા મહાત્માઓ પ્રસિદ્ધિ અને પ્રશસ્તિથી દૂર હોય છે. એટલે ધ્યાનમાર્ગ દ્વારા સાધના કરવા ઇચ્છનારાઓનો પોતે એમની પાસે જવું જોઈએ. પાતંજલ યોગસૂત્ર'માં અષ્ટાંગ યોગનું મહત્ત્વ વિશદ રીતે સમજાવવામાં આવ્યું છે. યોગમાં પ્રવેશ કરનારને માટે અહિંસાદિ વ્રતો કેવાં ઉપકારક નીવડે છે તેનું મહત્ત્વ પણ તેમાં દર્શાવવામાં આવ્યું છે. અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ક્રમે યોગની ઉત્તરોત્તર સાધના દર્શાવવામાં આવી છે. એમાં બતાવ્યા પ્રમાણે ધ્યાનની સાધના કરતાં પૂર્વે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણા સિદ્ધ કરવાં અત્યંત મહત્ત્વનાં છે. શ્રી હરિભદ્રસૂરિજીએ “યોગદષ્ટિસમુચ્ચયમાં આઠ યોગદષ્ટિનો ક્રમિક વિકાસ દર્શાવ્યો છે. વર્તમાન સમયમાં અમુક વર્ગોમાં જિજ્ઞાસા અને રુચિને કારણે અથવા માત્ર દેખાદેખીથી, આધુનિક ગણાવાની વૃત્તિથી ધ્યાનનો પ્રચાર વધ્યો છે અને કેટલાક લોકો ધ્યાન ધરવાનો સીધો પ્રયત્ન કરતા કે કરાવતા હોય છે, પરંતુ જીવનમાં જ્યાં સુધી યમ-નિયમ ન આવે ત્યાં સુધી ધ્યાનનું બહુ ફળ મળતું નથી. એટલે ધ્યાન ધરનારના પોતાના જીવનમાં નીતિ, સદાચાર, વ્યસનમુક્તિ, વિવિધ પ્રકારની વાસનાઓ અને એષણાઓ ઉપર સંયમ ઇત્યાદિ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તેને ધ્યાનનું બહુ સારું પરિણામ જોવા ન મળે તે સ્વાભાવિક છે. કદાચ કંઈક ફળ મળે તો પણ તે વધુ વખત ટકતું નથી. જીવનમાં યમ-નિયમ આવ્યા વગર ધ્યાન નથી ધરી શકાતું એમ નહિ. એવી રીતે ધ્યાન ધરવાથી જીવનમાં ક્રમે ક્રમે યમનિયમ આવ્યા હોય, ભૌતિક જીવનમાં કંઈક સારું પરિણામ આવ્યું હોય એવું જોવા મળતું નથી એમ પણ નહિ કહી શકાય. એટલે યમ-નિયમ અને ધ્યાન પરસ્પરાવલંબી છે એમ એક દૃષ્ટિએ કહી શકાય. તો પણ પ્રથમ યમ-નિયમમાં દઢતા આવ્યા પછી ધરેલું ધ્યાન વધુ સારું અને વધુ સ્થિર બને છે અને ઉત્તમ ફળ આપે છે એમાં સંશય Page #209 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૧૯૯ નથી. સાચા આરાધકે તો પોતાના જીવનમાં પ્રથમ યમ-નિયમને એટલે કે સંયમ, નીતિ, ત્યાગ, સદાચારને સ્થાન આપવું જોઈએ. બધાં ઇન્દ્રિયસુખો રસપૂર્વક ભોગવવાની તીવ્ર લાલસા સહિત ધ્યાન ધરનારના જીવનમાં ખાસ પ્રગતિ થતી નથી. ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા. મનુષ્યનું ચિત્ત અત્યંત ચંચળ છે. કોઈ એક વિષય ઉપર લાંબો સમય તે સ્થિર થઈ શકતું નથી કે સ્થિર રહી શકતું નથી. એ માટે અભ્યાસની સતત જરૂર છે. જે વિષયમાં માણસને વધુ રસ પડે તે વિષયમાં માણસ વધુ મગ્ન બની શકે છે. વ્યવહારજગતમાં, કારખાનાંઓમાં, ધંધામાં, રમતગમતમાં, નાણાંની લેવડદેવડમાં, વાહન ચલાવવામાં, વિદ્યાભ્યાસમાં, રસોઈ બનાવવામાં એમ અનેકવિધ પ્રવૃત્તિઓમાં માણસના ચિત્તને જગતના બાહ્ય અને રૂપી પદાર્થોમાં મગ્ન થવું જેટલું સરળ છે તેટલું અમૂર્ત, અદૃષ્ટ કે કાલ્પનિક પદાર્થોમાં ચિત્તને સતત પરોવેલું રાખવું સરળ નથી. મનુષ્યનું રાગદ્વેષથી ભરેલું સામાન્ય જીવન સતત બહિર્મુખ રહ્યા કરે છે. એથી એના ચિત્તની એકાગ્રતા બાહ્ય પદાર્થોમાં વિશેષ રહે છે. સ્થૂલ ઇન્દ્રિયાર્થ મનગમતા પદાર્થોમાં એનું ચિત્ત વધારે રોકાયેલું રહે છે. ભૌતિક આનંદને મેળવવા તે વધુ પ્રયત્નશીલ હોય છે. તેમ ન થાય ત્યારે માણસ નિરાશા, સંતાપ, કષ્ટ, પીડા, દુ:ખ અનુભવે છે. ક્યારેક વધુ ઉગ્રતા આવે ત્યારે એના ચિત્તમાં કૂરતા કે નિર્દયતાના ભાવો જન્મે છે; ક્યારેક એવા ભાવોને પરિણામે તે ખૂન, ચોરી, લૂંટ, પ્રપંચ વગેરે પ્રકારનાં મોટાં અપકત્યો પણ કરી બેસે છે. આ પ્રકારની અશુભ એકાગ્રતામાંથી ચિત્તને નિવૃત્ત કરીને શુભ, સૂક્ષ્મ, પારલૌકિક વિષયોમાં પરોવવું અને સ્થિર કરવું એ ઘણું અઘરું કાર્ય છે. એવું અઘરું કાર્ય કરનારા પણ અનેક સંતો, મહાત્માઓ આ જગતમાં છે. ચિત્તના સ્થિર અધ્યવસાયને ધ્યાન કહેવામાં આવે છે. અધ્યવસાયના ત્રણ પ્રકાર છે : (૧) ચિંતા (ચિંતન), (૨) ભાવના અને (૩) અનુપ્રેક્ષા. એક મત અનુસાર ચિંતા અને ભાવનાથી જનિત એવા સ્થિર અધ્યવસાયને ધ્યાન કહેવામાં આવે છે. ચિતાના તત્ત્વચિંતા, સ્વરૂપચિતા વગેરે પ્રકાર અને ભાવનાના જ્ઞાનભાવના, દર્શનભાવના વગેરે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. કોઈ પણ એક વિષય ઉપર ચિંતનધારા સ્થિર થઈ જાય છે ત્યારે તેને ધ્યાન કહેવામાં આવે છે, પરંતુ ચિત્ત જ્યારે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ Page #210 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ઉપર અને બીજા પદાર્થ ઉપરથી ત્રીજા પદાર્થ ઉપર સહજ રીતે ગતિ કરે છે ત્યારે તેને ભાવના, ચિંતા કે અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. એક મત પ્રમાણે ચિત્ત જ્યારે ચિંતા અને ભાવના દ્વારા કોઈ એક પદાર્થમાં સ્થિર થઈ ગયા પછી પાછું ફરે છે અને તે વખતે પદાર્થોનું જે પુનચિંતન કરે છે તેને અનુપ્રેક્ષા કહે છે. અનુપ્રેક્ષા શબ્દના આધારે પણ આવો અર્થ ઘટાવવામાં આવે છે. અનુપ્રેક્ષામાં સામાન્ય રીતે વૈરાગ્યની અનિત્યાદિ બાર ભાવનાઓનું ચિંતન સવિશેષ હોય છે. એવી અનુપ્રેક્ષા પણ જ્યારે કોઈ એક ભાવનામાં સ્થિર થઈ જાય છે ત્યારે તે ફરી પાછી ધ્યાનમાં પરિણમે છે. એટલા માટે કેટલાક મહર્ષિઓ અનુપ્રેક્ષાનો પણ ધર્મધ્યાનમાં સમાવેશ કરે છે. ‘ધ્યાનવિચાર' નામના ગ્રંથમાં ધ્યાનના નીચે પ્રમાણે ચોવીસ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે : (૧) ધ્યાન, (૨) પરમ ધ્યાન, (૩) શૂન્ય, (૪) ૫૨મ શૂન્ય, (૫) કલા, (૬) પરમ કલા, (૭) જ્યોતિ, (૮) ૫૨મ જ્યોતિ, (૯) બિન્દુ, (૧૦) પરમ બિન્દુ, (૧૧) નાદ, (૧૨) ૫૨મ નાદ, (૧૩) તારા, (૧૪) પરમ તારા, (૧૫) લય, (૧૯) પરમ લય, (૧૭) લવ, (૧૮) પરમ લવ, (૧૯) માત્રા, (૨૦) ૫૨મ માત્રા, (૨૧) ૫૬, (૨૨) પરમ પદ, (૨૩) સિદ્ધિ, (૨૪) પરમ સિદ્ધિ ૨૦૦ ચિત્તની વિવિધ અવસ્થાઓ, ધ્યાનમાં જવા માટે શ્વાસોશ્વાસ, નાડીઓ, દૃષ્ટિ વગેરેની પ્રક્રિયા, ધ્યાનના આલંબનરૂપ વિષયો અને તેમાં ચિત્તની લીનતા, ધ્યાન વખતે શરીરમાં ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના સૂક્ષ્મ નાદનું શ્રવણ, કર્મક્ષયની પ્રક્રિયા, ગુણસ્થાનક, પંચપરમેષ્ઠિના રૂપમાં પોતાના આત્માનું ચિંતન, સિદ્ધાત્માઓના ગુણનું ચિંતન ઇત્યાદિ અનુસાર ધ્યાનના આ ચોવીસ પ્રકારના પણ ઘણા જુદા જુદા પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે. ધ્યાનનો વિષય અત્યંત વિશાળ, ગહન, સૂક્ષ્મ છે અને એમાં અનેક પ્રકારની અનુભૂતિઓ રહેલી છે. શ્વાસોશ્વાસનું અવલોકન, ચિત્તમાં પસાર થતા વિચારોનું અવલોકન, આત્માની વિભિન્ન અવસ્થાઓનું અવલોકન, પરમ સમાધિ, નિર્વિકલ્પતા, શૂન્યતાનો અનુભવ વગેરેનો સમાવેશ ધ્યાનના વિષયમાં આવી જાય છે. ધ્યાનનો માર્ગ અત્યંત ગહન છે. અનુભૂતિનો એ વિષય છે. ધ્યાનનો અભ્યાસ કરનાર બધા જ ધ્યાતાઓની અનુભૂતિ એકસરખી ન હોઈ શકે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ધર્મધ્યાન તેમજ એકના એક ધ્યાતાને અમુક કક્ષા સુધી ધ્યાનના દરેક પ્રસંગે એકસરખી અનુભૂતિ ન રહે. એના ચિત્તના અધ્યવસાયોની તરતમતા પણ એકસરખી ન રહે. ધ્યાનની કેટલીક અનુભૂતિ એટલી બધી સૂક્ષ્મ હોય છે કે તે શબ્દમાં સંપૂર્ણપણે વર્ણવી શકાતી નથી. ઉપાધ્યાય યશોવિજય લખે છે : નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી; અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ, કોણ જાણે નરનારી ? ધ્યાનના આલંબનના વિષયો અનુસાર પણ ધ્યાનની અનુભૂતિમાં વૈવિધ્ય રહે છે. તેવી જ રીતે ધ્યાન સાથે ધ્યાતાના દેહની આકૃતિ અને પ્રકૃતિ અનુસાર પણ ધ્યાનની અનુભૂતિમાં વૈવિધ્ય રહે છે. ચિત્તની શક્તિ અપાર છે. એનો સંપૂર્ણ તાગ મેળવવાનું અશક્ય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયપક્ષમ અનુસાર જુદી જુદી વ્યક્તિની ચિત્તશક્તિ જુદી જુદી કક્ષાની હોવાનો સંભવ રહે છે. ભગવાન મહાવીર સ્વામી અને એની પૂર્વેના કાળમાં વ્રજ ઋષભનારાચસંઘયણના પ્રકારનાં શરીર હતાં. એટલે ધ્યાન ધરવાની તેઓની શક્તિ તે સમયે ઘણીબધી વિશેષ હતી, એવી શક્તિની કલ્પના અત્યારે આપણને ચમત્કારભરેલી, સહેલાઈથી માન્યામાં ન આવે એવી લાગવા સંભવ છે. જૈન ધર્મમાં ધ્યાનના મુખ્ય બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) અશુભ ધ્યાન, અને (૨) શુભ ધ્યાન. અશુભ ધ્યાનના બે પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) આર્તધ્યાન અને (૨) રૌદ્રધ્યાન. શુભ ધ્યાનના પણ બે પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) ધર્મધ્યાન અને (૨) શુક્લધ્યાન. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને દ્રવ્ય ધ્યાન તરીકે, ધર્મધ્યાનને ભાવપ્લાન તરીકે અને શુક્લધ્યાને પરમધ્યાન તરીકે પણ ઓળખાવવામાં આવે છે. આર્તધ્યાનના ચાર પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) અનિષ્ટ સંયોગ, (૨) ઇષ્ટ વિયોગ, (૩) રોગચિંતા, (૪) અગ્ર શૌચ અથવા ભવાર્ત (ભવિષ્યની ચિંતા). Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જિનતત્ત્વ રૌદ્રધ્યાનના ચાર પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) હિંસાનુબંધી, (૨) મૃષાનુબંધી, (૩) સ્તેયાનુબંધી અને (૪) પરિગ્રહાનુબંધી. જ્યાં સુધી જીવનમાં અહમ્ અને મમત્વ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે, રાગ અને દ્વેષની ઉગ્ર પરિણતી ચાલ્યા કરે છે ત્યાં સુધી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના પ્રસંગો વારંવાર બન્યા કરે છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં પ્રવર્તનાર જીવ અનેક પ્રકારનાં દુઃખ અનુભવે છે અને ચાર ગતિરૂપ સંસારમાં તેનું પરિભ્રમણ સતત ચાલ્યા કરે છે. અશુભ ધ્યાનમાં વર્તતો જીવ પાંચમા કે વધુમાં વધુ છઠ્ઠા ગુણસ્થાનક સુધી પહોંચી શકે છે. એવા અશુભ ધ્યાનમાં ચિત્તની વેશ્યાઓ પણ અશુભ એટલે કે કૃષ્ણ, કાપોત અને નીલ એ ત્રણ પ્રકારની સંભવે છે. શુભધ્યાનમાં ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ અનુક્રમે ચડિયાતાં ધ્યાન છે. ધર્મધ્યાન ઐહિક જીવનમાં સુખશાંતિ પમાડનાર અને પરંપરાએ શુક્લધ્યાન તરફ લઈ જનાર છે. ધર્મધ્યાનના ચાર પેટાપ્રકાર છે : (૧) આજ્ઞાવિચય, (૨) અપાયરિચય, (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય. શુક્લધ્યાનના પણ તેવી રીતે ચાર પેટાપ્રકાર દર્શાવવામાં આવ્યા છે : (૧) પૃથકત્વ વિતર્ક સપ્રવિચાર, (૨) એકત્વ વિતર્ક સપ્રવિચાર, (૩) સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ અને (૪) ઉચ્છિન્ન ક્રિયાનુવૃત્તિ. જે ધ્યાન ધર્મથી યુક્ત હોય એ ધ્યાનને ધર્મધ્યાન કહી શકાય. પરંતુ ધર્મ શબ્દ અત્યંત વ્યાપક અને ગહન છે. જૈન ધર્મ અનુસાર દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી ધર્મ મોક્ષમાર્ગરૂપ છે. તેમાં પણ પંચ પરમેષ્ઠિની ભક્તિ, તદનુસાર, અનુષ્ઠાનો, અહિંસાદિ પાંચ મહાવ્રતો, સમિતિ અને ગુપ્તિ, દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારે આરાધના, ક્ષમાદિ દસ પ્રકારનો યતિધર્મ ઇત્યાદિ વિવિધ વિષયોનો સમાવેશ ધર્મના વિષયમાં કરાય છે. કર્મક્ષય કરવામાં ઉપયોગી અને નવાં અશુભ કર્મબંધનો થતાં અટકાવનાર જે જે સાધન કે ક્રિયા છે તે બધાંનો પણ ધર્મના વિષયમાં સમાવેશ થાય છે. જ્યાં સુધી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જાય નહિ ત્યાં સુધી ધર્મધ્યાન જલદી આવતું નથી. બીજી બાજુ જીવનમાં ધર્મધ્યાનને લાવવાનો જેમ જેમ Page #213 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૦૩ દઢ પુરુષાર્થ કરતાં જઈએ તેમ તેમ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ઓછાં થવાં લાગે. એટલે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પૂરેપૂરાં જાય પછી જ ધર્મધ્યાન ધરવા માટે રાહ જોનાર જીવ જલદી ધર્મધ્યાન ઉપર આરૂઢ થઈ શકતો નથી. જૈન ધર્મની માન્યતા અનુસાર આ પાંચમા આરામાં, વર્તમાન કાળમાં શક્તધ્યાનનો સંભવ નથી, કારણ કે તે માટે જરૂરી એવું શરીર-સંવનન મનુષ્ય પાસે નથી. એટલે વર્તમાન કાળમાં આ ભરતક્ષેત્રમાં મનુષ્ય ધર્મધ્યાનની ઉચ્ચતમ પરંપરા કે ધારા સુધી આવીને અટકી જાય છે. શુક્લધ્યાન વગર કેવળજ્ઞાન નથી અને કેવળજ્ઞાન વગર મુક્તિ નથી. તો પછી માણસે અત્યારથી શુક્લધ્યાન તરફ લઈ જનાર ધર્મધ્યાનની ધમાલમાં પડવાની જરૂર શી ? – એવો પ્રશ્ન કદાચ કોઈકને થાય. તેનો જવાબ એ છે કે આ દુષમ કાળમાં મોક્ષ નથી એ વાત સાચી છે, તો પણ મોક્ષની પરંપરા તો જરૂર છે જ. એટલે ધર્મધ્યાન દ્વારા ભવની, જન્મમરણની પરંપરાને ઘટાડીને મોક્ષની પરંપરામાં આગળ ગતિ કરી શકાય છે. શુભધ્યાન દ્વારા પોતાની ભવ-પરંપરા જીવોએ ઘટાડી હોય એવાં અનેક ઉદાહરણો પ્રાચીન સમયનાં સાંપડે છે. મનુષ્યજન્મની દુર્લભતા છે. તે મળ્યા પછી પણ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યગ્રચારિત્રરૂપી રત્નત્રયીની પ્રાપ્તિ ત્વરિત થાય એટલા માટે ધર્મધ્યાનની આવશ્યકતા રહેલી છે. ધર્મધ્યાનના પેટાપ્રકારો નીચે પ્રમાણે છે : આજ્ઞાવિય ધર્મધ્યાન વિચય એટલે વિચાર. આજ્ઞાવિચય એટલે આજ્ઞાનો વિચાર કરવો. સર્વજ્ઞ ભગવાને જે વચનો કહ્યાં હોય તે વચનોમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવવી અને તે વચનોને આજ્ઞાની જેમ સ્વીકારવાં તેનો અર્થ આજ્ઞાવિચય થાય છે. સર્વજ્ઞ ભગવાનનાં વચનો ક્યારેય પરસ્પર-વિરોધી હોતાં નથી. સંસારના સર્વ જીવોના કલ્યાણને માટે તેઓ ઉપદેશ આપે છે. એમની વાણી દ્વારા સંસારનું સ્વરૂપ સમજાય છે. એમણે છ દ્રવ્યનું સ્વરૂપ, સિદ્ધનું સ્વરૂપ, નિગોદનું સ્વરૂપ, ચૌદ રાજલોકનું સ્વરૂપ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જ છે એમ સમજી તેમાં રસ, રુચિ અને હર્ષોલ્લાસ સહિત શ્રદ્ધા ધરાવવી જોઈએ. એ વચનોને આજ્ઞારૂપ માનવાં જોઈએ. ભગવાનનાં વચનોને આજ્ઞારૂપ માન્યા વગર ગમે તેવી કરણી કરવાથી બહુ ફળ મળતું નથી. એટલા માટે “ગાશે Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જિનતત્ત્વ ધબ્બો' – “આજ્ઞાથી ધર્મ” એમ કહેવાય છે. સર્વજ્ઞ ભગવાને નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મ, ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગની પ્રરૂપણા કરેલી છે. એમણે ચારે પ્રકારે નિક્ષેપોનું સ્વરૂપ કહ્યું છે; સાધુનાં પાંચ મહાવ્રત અને શ્રાવકનાં બાર વ્રત સમજાવ્યાં છે. એમણે પાંચેય મહાવ્રતની ભાવનાઓ પણ સમજાવી છે. વીતરાગ ભગવાને પોતાના કેવળજ્ઞાન વડે જે જે વસ્તુનું કથન કર્યું છે તે પ્રમાણે વર્તવાથી દુ:ખનો નાશ થાય છે, કર્મનો ક્ષય થાય છે, ભવપરંપરાનો અંત આવે છે એવી દઢ શ્રદ્ધા થવી જોઈએ. ધ્યાનશતકમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જિનેશ્વર ભગવાનની આજ્ઞાની લાક્ષણિકતાઓ દર્શવતાં નીચે પ્રમાણે લખે છે : सुनिउण मणाइनिहणं, भूयहियं भूयभावणमणग्धं । अमियमजियमहत्थं - महाणुभावं महाविसयं ।। झाइज्जा निरवज्जं जिणाणमाणं जगप्पईवाणं। अणिउणजण दुण्णेयं नयभंगपमाणगमगहणं ।। (સુનિપુણ, અનાદિ, અનંત, સર્વ જીવોનું કલ્યાણ કરવાવાળી, સત્ય નિરૂપણવાળી, મહામૂલી, અમૃત સરખી મીઠી, અજિત, મહા અર્થવાળી, મહા સામર્થ્યવાળી, મહા વિષયવાળી, પાપરહિત અનિપુણમતિવાળા જીવોથી દુર્રીય તથા નય–ભંગ–પ્રમાણ વગેરેથી અતિ ગહન એવી જગતના પ્રદીપ સમાન જિનેશ્વરની આજ્ઞાનું ધ્યાન ધરવું.) ભગવાનની વાણી દરેકેદરેક મનુષ્યને સમજાય એવું હોતું નથી. જૈન કુટુંબમાં જન્મ થયો હોવા છતાં અને જૈન ધર્મ મળ્યો હોવા છતાં પણ ભગવાનની વાણીમાં શ્રદ્ધા ન બેસે એવા અનેક દાખલા જોવા મળશે. એના કારણો દર્શાવતાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ લખે છે : तत्थयमइदोब्बलेणं - तबिहारिय विरहओ वा वि। णेयगहणत्तणेण य णाणावरणोदएण च।। हेउदाहरणासंभवे य - सईसुठुजं न बुइझेज्जा। सवण्णुमयवितहं तहावि तं चिंतए मइमं ।। [(૧) મતિની દુર્બળતાથી, (૨) તેવા પ્રકારના કુળશ આચાર્ય ન મળવાથી, (૩) શેય પદાર્થની ગહનતાથી, (૪) જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી, (૫) જિનવચનને સિદ્ધ કરવા તેને અનુરૂપ હેતુ ન મળવાથી, (૬) કાલ્પનિક Page #215 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૦૫ અથવા સાચું ઉદાહરણ ન મળવાથી જિનેશ્વર ભગવાનની વાણી સમજાતી નથી કે સમજવાની રુચિ થતી નથી.] જેઓ નિ:સ્વાર્થ છે, નિ:સ્પૃહ છે, પરહિતચિંતક છે, લોકકલ્યાણની ભાવનાવાળા છે, શુદ્ધ છે, કપટરહિત છે, સમતાધારક છે એવા મહાત્માઓનાં પ્રિય વચનો કેટલાક માણસો આજ્ઞાની જેમ ઉઠાવવા તત્પર બને છે. કોઈ સંતમહાત્મા પાણી માગે તો તેમને પાણી આપવા દસ જણા દોડાદોડી કરે, અને જેને પાણી આપવાનો લહાવો મળે તે પોતાની જાતને ધન્યભાગ્ય માને. સંતના વચનોને તેઓ આજ્ઞાની જેમ ધારણ કરે છે. એવી રીતે તીર્થંકર પરમાત્માએ અર્થાત્ જિનેશ્વર ભગવાને કહેલાં વચનો અનેક જીવો આજ્ઞાની જેમ જીવનમાં ઉતારે છે. એમાં તાબેદારી નથી, અનિચ્છા નથી, કષ્ટ નથી અને હોય તોય તે ઇષ્ટ અને પ્રિય છે, સ્વહિતકર છે. એથી જીવનમાં કૃતાર્થતા, ધન્યતા અને ઉલ્લાસ અનુભવાય છે. અજિતશાંતિ સ્તોત્રમાં કહ્યું છે : જો ઇચ્છહ પરમામય અહવા કિર્તિ સુવિFર્ડ ભુવણે તા તેલકદ્ધરણે જિણવયણે આયર કણહ. જિો તમે પરમપદ એટલે મોક્ષની ઇચ્છા કરતા હો અથવા ત્રણ ભુવનમાં વિસ્તાર પામે એવી કિર્તિને ઇચ્છતા હો તો ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર જિનેશ્વર ભગવાનનાં વચનોનો આદર કરો] અપાયરિચય ધર્મધ્યાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ધ્યાનશતકમાં લખે છે : रागदोसकसाया - सवादिकिरियासुवट्टमाणाणं-। इहपरलोयावाए झाइज्जा वज्जपरिवज्जो।। રિાગ, દ્વેષ, કષાય, આસવ આદિ ક્રિયામાં વર્તતા જીવને લોકમાં અને પરલોકમાં કેવાં દુ:ખો પડે છે તેનું ચિંતન કરવું]. અપાય એટલે કષ્ટ અથવા પીડા. જીવને વિવિધ કારણોને લીધે જે દુ:ખ અનુભવવું પડે છે તેનો વિચાર કરતાં કરતાં ધર્મધ્યાન ધરનારે પોતાના શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યમય, અવિનાશી, અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય એવા આત્મસ્વરૂપનું વારંવાર ચિતવન કરવું જોઈએ. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જિનતત્ત્વ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ આસવ છે એટલે કે પાપનાં દ્વાર છે. તેનાથી આ લોકમાં અને પરલોકમાં ઘણાં દુ:ખ ભોગવવાં પડે છે. આસવ પુદ્ગલરૂપ છે. અનાદિકાળથી આત્માની સાથે તે લાગેલાં છે. માટે તેનાથી મુક્ત થવું એ આત્માનો ધર્મ છે. ક્રોધ, માન, માયા અને લોભરૂપી કષાયો ભવપરંપરા તો વધારે છે, પરંતુ ઐહિક જીવનમાં પણ ક્રોધ દ્વારા પ્રીતિનો, માન દ્વારા વિનયનો, માયા દ્વારા મિત્રતાનો અને લોભ દ્વારા સર્વ ગુણોનો નાશ થાય છે. કષાયો આત્માના અધ્યવસાયોને બગાડે છે, અને અશુભ કર્મનો બંધ કરાવે છે. રાગદ્વેષને લીધે સંસારના અનેક જીવોને કેટલાં બધાં દુ:ખોનો અનુભવ થાય છે, સર્વજ્ઞ ભગવાનના માર્ગની પ્રાપ્તિ ન થવાથી અનેક જીવોને ભવાટવિમાં કેટલું બધું ભટક્યા કરવું પડે છે તેનું ચિંતવન કરવા સાથે પોતાના પૂર્વના પુણ્યના ઉદયથી મનુષ્યભવની પ્રાપ્તિ અને સમકિતની ઝાંખી થઈ છે, માટે હવે અપ્રમત્ત ભાવથી પોતે પૌલિક સંબંધો ઓછા કરતા જઈ મોક્ષમાર્ગ તરફ વધવાનું છે, સિદ્ધગતિ મેળવવાની છે એવું ચિતવન કરવું તે અપાયરિચય ધર્મધ્યાન. વિપાકવિચય ધર્મધ્યાન ધ્યાનશતકમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ લખે છે : पयइठिपएसाणुभावभिन्नं सुहासुह विहत्तं । जोगाणुभाव जणि कम्मविवागं विचिंतेज्जा।। [પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને રસના વિભાગથી, ભિન્ન ભિન્ન યોગાનુભાવથી (કષાયોથી) ઉત્પન્ન થયેલ શુભ અને અશુભ કર્મના વિપાકનો વિચાર કરવો.] આ સંસારમાં વિવિધ પ્રકારના જીવોની વિવિધ પ્રકારની ગતિ સતત ચાલ્યા કરે છે. જ્યારે પોતાની બુદ્ધિ કે તર્ક કામ ન કરી શકે એવી અચાનક સારી કે માઠી ઘટનાઓ બને છે ત્યારે માણસ વિચાર કરતો થઈ જાય છે. જો તેની પાસે સાચી સમજણ હોય તો તેને ખ્યાલ આવે છે કે કોઈ અદૃષ્ટ તત્ત્વને કારણે આ બધી ઘટનાઓ બને છે. જૈન ધર્મ માને છે કે આ અદૃષ્ટ તત્ત્વ તે જીવોનાં પોતાનાં શુભાશુભ કર્મ છે. કોઈ પણ જીવ જે કંઈ શુભાશુભ કર્મ કરે છે તે કર્મનો વિપાક કે ઉદય Page #217 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૦૭ જ્યારે થાય ત્યારે તે ભોગવવાનો આવે છે. કર્મનાં વિચિત્ર ફળ કેવી રીતે ઉદયમાં આવે છે અર્થાત્ તેનો કેવી રીતે વિપાક થાય છે તેનું ચિંતવન કરવું તે વિપાકવિચય નામનું ધર્મધ્યાન છે. જ્યારે જ્યારે આવાં કર્મોનો વિપાક થાય છે ત્યારે સુખ અથવા દુ:ખ જે કંઈ ભોગવવાનું આવે છે તે સમયે આ બધું કર્મના વિપાકને કારણે છે એવી સમદષ્ટિ ધર્મધ્યાન ધરનારાઓએ રાખવી જોઈએ. વિપાકવિચય ધર્મધ્યાન કરનારે કર્મના આઠ મુખ્ય પ્રકારનો તથા પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એમ ચાર ભેદે બંધાયેલાં કર્મો વિશે અને તે જ્યારે જ્યારે જેના જેના ઉદયમાં આવે ત્યારે ત્યારે તેને અવશ્ય ભોગવવાં પડે છે એનું ચિંતન કરવું. કર્મના ઉદયથી કોઈ માતા થાય છે, કોઈ પિતા થાય છે, કોઈ પુત્ર કે પત્ની થાય છે, કોઈ રાજા કે રંક થાય છે, કોઈ જળચર કે ખેયર થાય છે, કોઈ ભોગી કે રોગી થાય છે. એમ અનેક પ્રકારે કર્મની ગતિ સંસારમાં ચાલ્યા કરે છે. તીર્થંકર પરમાત્માના જીવને પણ પૂર્વે કરેલાં કર્મો અવશ્ય ભોગવવાં જ પડે છે. પાર્શ્વનાથ ભગવાનને ઉપસર્ગ સહન કરવા પડ્યા હતા. મહાવીરસ્વામી ભગવાનના કાનમાં ગોવાળે ખીલા ઠોક્યા હતા. એક અપેક્ષાએ આત્મા જ કર્મનો કર્તા છે અને આત્મા જ કર્મનો ભોક્તા છે, માટે કર્મ બાંધતાં પહેલાં ખૂબ જ વિચાર કરવો જોઈએ. હસતાં હસતાં બાંધેલાં અશુભ કર્મો ઉદયમાં જ્યારે આવે છે ત્યારે રડતાં રડતાં યાતનાપૂર્વક ભોગવવાં પડે છે એ લક્ષમાં રહેવું જોઈએ. એટલા માટે જ કહેવાયું છે કે ‘બંધ સમય સિદ્ધ ચેતીએ રે, ઉદયે શો સંતાપ?’ મિથ્યાત્વ (અજ્ઞાન), અવિરતિ, કષાય અને યોગને કારણે જીવો અનેક પ્રકારનાં કર્મો બાંધે છે. કેટલાક લોકો કર્મો એવા તીવ્ર રસથી બાંધે છે કે જે નિકાચિત પ્રકારનાં બની જાય છે. એવાં કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તે ભોગવ્યાં વિના છૂટકો હોતો નથી. આત્મા સ્વભાવે શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યસ્વરૂપ છે, પરંતુ કર્મોને કારણે તેનું સ્વરૂપ દબાયેલું રહે છે. અનંતજ્ઞાન એ આત્માનો ગુણ છે, પરંતુ જ્ઞાનાવરણીય કર્મથી તેનો જ્ઞાનસ્વભાવ દબાયેલો રહે છે. અનંતદર્શન આત્માનો ગુણ છે, પરંતુ દર્શનાવરણીય કર્મને કારણે આત્માનો તે ગુણ સંપૂર્ણ પ્રગટ થતો નથી. અવ્યાબાધ, અનંત, અક્ષય સુખનો અનુભવ કરવો તે આત્માનો ગુણ છે, પરંતુ વેદનીય કર્મને કારણે તેને તેવો અનુભવ થતો નથી. આત્માના જ્ઞાયિક સમકિત Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જિનતત્ત્વ ગુણને મોહનીય કર્મ પ્રગટ થવા દેતો નથી. અક્ષય સ્થિતિરૂપી ગુણ આયુષ્યકર્મને લીધે પ્રગટ થતો નથી. આત્માનો અરૂપી ગુણ નામકર્મને લીધે પ્રગટ થતો નથી. આત્માના અગુરુ-લ ગુણને ગોત્રકર્મ આવરે છે. અનંતવીર્ય નામનો આત્માનો ગુણ અંતરાયકર્મથી દબાયેલો રહે છે. આત્મામાં અનંત શક્તિ હોવા છતાં આ આઠેય કર્મ ભેગાં મળીને આત્માને અશક્ત, પરાધીન, ગુલામ જેવો વિવશ બનાવી દે છે. કર્મના પ્રકાર, કર્મબંધનાં કારણો, ઉદીરણા અને ઉદયનું સ્વરૂપ, કર્મક્ષયથી પ્રગટ થતી આત્માની વિશુદ્ધિ ઇત્યાદિનું જેમ જેમ ચિંતન થતું જાય તેમ તેમ આત્મા શુદ્ધ થતો જાય. આમ કર્મવિપાકની એકાગ્ર ચિત્તથી ચિંતન કરનાર આરાધકનો આત્મા ઉત્તરોત્તર વધુ નિર્મળ થતો જાય છે. સંસ્થાનવિચય ધર્મધ્યાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ધ્યાનશતક'માં લખે છે : जिणदेसियाइ लक्खण संठाणासणविहाणमाणाइं । उप्पाय ठिइ भंगाइ पज्जवा जेय दव्वाणं ।। पंचत्थिकाय मइयं लोगमणाइनिहणं जिणक्खायं । णामाइ भेय विहियं तिविहमहो लोयभेयाइं । । खिइवलय दीवसागर नरय विमाण भवणाइ संठाणं । दोसाइ पइट्ठाणं निययं लोगट्ठिइ विहाणं ।। उवओग लक्खणमणाइणिहणमत्थंतरं सरीराओ । जीवमरूविं कारिं भोयं च सयस्स कम्मस्स ।। [ચોથા સંસ્થાનવિચય ધર્મધ્યાનમાં જિનેશ્વર ભગવાને કહેલ દ્રવ્યોનાં લક્ષણ, સંસ્થાન, આધાર, પ્રકાર, પ્રમાણ અને ઉત્પાદ-વ્યય સ્થિતિ વગેરે પર્યાયોનું ચિંતન કરવું. વળી જિનેશ્વર ભગવાને કહેલા અનાદિ અનંત એવા પંચાસ્તિકાયમય લોકનું નામાદિ ભેદથી આઠ પ્રકારે તથા ઊર્ધ્વ, અધઃ, તિńલોક એમ ત્રણ પ્રકારે ચિંતન કરવું તથા પૃથ્વી, વલયો, દ્વીપ, સાગર, નરક, વિમાન, ભવન, આકાશ, વાયુ વગેરેથી યુક્ત એવી શાશ્વત લોકવ્યવસ્થાનું ચિંતન કરવું. વળી આત્મા ઉપયોગ લક્ષણવાળો છે. અનાદિ અનંત છે, શરીરથી ભિન્ન છે, અરૂપી છે તથા પોતના કર્મનો કર્તા છે અને ભક્તા પણ છે એમ ચિંતવવું.] Page #219 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૦૯ - સંસ્થાન એટલે પદાર્થનું સ્વરૂ૫. જિનેશ્વર ભગવાને પંચાસ્તિકાયરૂપ અનાદિ અને અનંત એવા ચૌદ રાજલોકરૂપ વિશ્વનું અને ઉત્પત્તિ, વ્યય અને ધ્રુવયુક્ત સર્વ પદાર્થોનું જ સ્વરૂપ સમજાવ્યું છે તેનું ચિંતવન કરવું તે સંસ્થાનવિચય ધર્મધ્યાન છે. જિનેશ્વર ભગવાનનાં વનચોમાં સંપૂર્ણ શ્રદ્ધા વગર આ પ્રકારનું ધર્મધ્યાન પ્રાપ્ત થવું સરળ નથી. ચૌદ રાજલોકરૂપ સમસ્ત વિશ્વના એક એક પદાર્થના સવિગત ચિંતવનમાં જેટલો કાળ પસાર થાય તેટલો ઓછો લાગે છે. એ ચિંતનધારા પર ચઢતાં જ આત્મા ઉત્તરોત્તર વિશુદ્ધ થવા લાગે છે. હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં (અજિતનાથ ભગવાનના ચરિત્રમાં) સંસ્થાનવિય ધર્મધ્યાનના પદાર્થોનું સવિસ્તર વર્ણન કર્યું છે. હેમચંદ્રાચાર્યે ધર્મધ્યાનના પિંડ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ચાર પ્રકાર દર્શાવ્યા છે. ધર્મધ્યાનના આ બધા ભેદો છે, પરંતુ તે સાલંબન ધ્યાન હોવાથી ગમે ત્યારે ગમે તે પ્રકારે તેના સ્વરૂપનું ચિંતવન કરવામાં પરસ્પર વિરોધ કે બાધ આવતો નથી. સર્વજ્ઞ ભગવાનનાં વચનોનું આવી જુદી જુદી રીતે ધ્યાન ધરવાથી તત્ત્વનો બોધ થાય છે. એમના ઉપદેશમાં રહેલાં રહસ્યોનું એકાગ્રતાથી, ગહનતાથી અને નિષ્ઠાથી ચિંતવન કરતાં ચિત્તમાં અપાર શાંતિનો અને અલૌકિક અતીન્દ્રિય સુખનો અનુભવ થાય છે. કથાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ એ ચાર પ્રકારના શ્રુતજ્ઞાન દ્વારા વસ્તુની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશનું સ્વરૂપ, તેના ક્રમ અને પર્યાય, તેની અનાદિ-અનંત, અનાદિ-સાન્ત, આદિ-સાન્ત વગેરે વ્યવસ્થાનું જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ તેમ ધ્યાતાના અજ્ઞાનનો નાશ થાય છે અને એનો આત્મા વિશુદ્ધ, નિર્મળ થતો જાય છે. રાગદ્વેષથી મુક્ત થઈને સમતા ધારણ કરવા માટે, એટલે કે સમત્વ પ્રાપ્ત કરવા માટે ધર્મધ્યાનનો અભ્યાસ આવશ્યક છે. ધર્મધ્યાનના વ્યવહાર ધ્યાન અને નિશ્ચયધ્યાન એવા બે પ્રકાર પણ પાડવામાં આવે છે. આજ્ઞાવિચય, અપાયરિચય અને વિપાકવિચય ધર્મધ્યાનને વ્યવહાર ધર્મધ્યાન અને સંસ્થાનવિચય ધર્મધ્યાનને નિશ્ચય ધર્મધ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે આ ભેદ પણ એટલા સૂક્ષ્મ છે કે ધર્મધ્યાન વ્યવહારમાંથી નિશ્ચયમાં અને Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જિનતત્ત્વ નિશ્ચયમાંથી વ્યવહારમાં ક્યારે કેવી રીતે સરી પડે છે તેની સ્પષ્ટ ભેદરેખા દોરવી મુશ્કેલ છે. ધર્મધ્યાન સાલંબન ધ્યાન છે, અને શુક્લધ્યાન નિરાલંબ ધ્યાન છે. નિરાલંબ ધ્યાનમાં જવા માટે સાલંબન ધ્યાનના અભ્યાસની પ્રથમ અપેક્ષા રહે છે. ધર્મધ્યાનના અભ્યાસ માટે શાસ્ત્રોમાં પાંચ પ્રકારનાં આલંબન બતાવવામાં આવ્યાં છે : (૧) વાચના – ગુરુ પાસે વિનયપૂર્વક નવો અભ્યાસ કરવો, (૨) પૃચ્છના – ગુરુ પાસે જે અભ્યાસ કર્યો હોય તેમાં જે કંઈ સંશય થાય તેનું પૂછીને ગુરુ પાસેથી નિરાકરણ મેળવવું, (૩) પરાવર્તન – જે કંઈ અભ્યાસ કર્યો હોય તેનું વારંવાર પઠન કરવું, (૪) અનુપ્રેક્ષા – જે અભ્યાસ કર્યો હોય તેનાં રહસ્યોનું મૌલિક ચિંતન, અનુચિંતન કરવું અને (૫) ધર્મકથા – ધર્મોપદેશને જીવનમાં દઢ કરે એ પ્રકારનાં ધર્મદષ્ટાંતો, ઉદાહરણો, જીવનપ્રસંગો વારંવાર યાદ કરવાં. 'આ પાંચ પ્રકારનાં આલંબનો ઉપરાંત સામાયિક, પ્રતિક્રમણ, ગુરુવંદન ઇત્યાદિ ચારિત્રધર્મનાં અનુષ્ઠાનો પણ ધર્મધ્યાનના આલંબન તરીકે મહત્ત્વનું કાર્ય કરે છે. કોઈ એક મંત્રનો જાપ કરવામાં આવે તો તેને ધર્મધ્યાન કહેવામાં આવે કે નહિ એવો પ્રશ્ન કેટલાકને થાય છે. શાસ્ત્રકારો એમ કહે છે કે મંત્રના જાપમાં ગણના છે એટલે કે ગણવાનું છે. સત્તાવીશ વાર, એકસો આઠ વાર કે લાખ વાર એમ જુદી જુદી સંખ્યામાં જુદા જુદા મંત્રનો જાપ છે. આવી જ્યાં ગણના છે ત્યાં એક જ પદાર્થ ઉપર ચિત્ત એકાગ્ર ન કરી શકાય. એટલે એ દષ્ટિએ મંત્રજાપનો ધ્યાનમાં સમાવેશ ન થાય. પરંતુ મંત્રજાપમાં ગણના જો છૂટી જાય અને ચિત્ત સ્થિર થઈ જાય અથવા અજપાજ૫ જેવી સ્થિતિ થાય તો તે ધ્યાનમાં પરિણમે છે એમ મનાય છે. ધર્મધ્યાનમાં પ્રવેશ કરવાની પાત્રતા પ્રાપ્ત કરવા માટે સાધકે જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના અને વૈરાગ્યભાવના એ ચાર પ્રકારની ભાવનાના અભ્યાસથી પોતાના ચિત્તને ભાવિત કરવું જોઈએ. જ્ઞાનભાવનાથી શ્રુતજ્ઞાન દ્વારા અશુભ વિચારોને કે અશુભ અધ્યવસાયોને રોકવાની શક્તિ ખીલવા લાગે છે; સૂત્ર અને અર્થની વિશુદ્ધિ વધે છે; ભવ પ્રત્યે એટલે કે સાંસારિક સુખો પ્રત્યે નિર્વેદ થવા લાગે છે; જીવ-અજીવ વગેરે પદાર્થોને પારખવાની તત્ત્વદૃષ્ટિ ખીલે છે. દર્શનભાવનાથી ચિત્તમાં Page #221 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૨૧૧ સંશયરહિતતા, સ્થિરતા અને ઉપશમ આવે છે. ચારિત્રભાવનાથી ક્રોધાદિ ' કષાયો પાતળા પડવા લાગે છેક્ષમાદિ દસ પ્રકારના ઉત્તમ ધર્મોની આરાધના થાય છે; જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પંચાચારની પવિત્રતા સચવાય છે અને મન, વચન અને કાયાના યોગ ઉપર સંયમ આવી જતાં જૂનાં કર્મોની નિર્જરા થાય છે અને નવાં કર્મો ઓછાં અને હળવાં બંધાય છે. વૈરાગ્યભાવના દ્વારા નિસંગપણું અને નિર્ભયતા આવે છે; માન-સન્માનની ઇચ્છા જતી રહે છે; આકાંક્ષા અને આશંસા ચાલ્યાં જાય છે અને વૈરાગ્ય માટેની અનિત્યાદિ બાર ભાવનાઓનું દઢપણે સેવન થવા લાગે છે. ધર્મધ્યાન માટે દેશ, કાળ અને આસનનો કોઈ નિશ્ચિત કડક નિયમ શાસ્ત્રકારોએ દર્શાવ્યો નથી, પરંતુ પોતપોતાની સ્વસ્થતા અનુસાર દેશ, કાળ અને આસન સ્વીકારવાનો અનુરોધ કર્યો છે, કારણ કે ધર્મધ્યાન મન, વચન અને કાયાના યોગની શુદ્ધિ ઉપર વધારે આધાર રાખે છે. એટલે સાધકે દેશ, કાળ અને આસનની પસંદગી પોતાના યોગોની શુદ્ધિ સચવાય એ રીતે પોતાની પ્રકૃતિ અને ચિત્તની સ્વસ્થતા અનુસાર કરવી જોઈએ. વળી જેમ જેમ ધ્યાનનો અભ્યાસ વધતો જાય તેમ તેમ પણ દેશ, કાળ અને આસનમાં ફેરફાર કરી શકાય છે. એમાં આગળ વધતાં વધતાં એવો પણ અનુભવ થવાનો સંભવ છે કે આરંભમાં જે દેશ, કાળ અને આસન પ્રતિકૂળ લાગતાં હોય તે પછીથી સાવ અનુકૂળ લાગવા માંડે. થોડીક ક્ષણોમાં જ મનુષ્યનું ચિત્ત ધ્યાનની શુભાશુભ પરંપરામાં કેટલી ઝડપથી ગતિ કરી શકે છે તેના એક ઉત્તમ ઉદાહરણ તરીકે પ્રસન્નચંદ્ર રાજર્ષિનો પ્રસંગ ગણી શકાય. કાયોત્સર્ગ સહિત ધર્મધ્યાનમાં સ્થિર થયેલા એ મહાત્માના કાને થોડાક શબ્દો પડતાં તેઓ આર્ત અને રૌદ્રધ્યાનની તીવ્રતામાં એટલા બધા સરી પડ્યા છે તે જ ક્ષણે જો દેહ છોડે તો નરકગતિ પામે. પરંતુ થોડી જ ક્ષણોમાં સ્વ સ્વરૂપનો ખ્યાલ આવતાં તેઓ ઝડપથી અશુભ ધ્યાનમાંથી નિવૃત્ત થઈ ધર્મધ્યાનમાં પાછા આવી ગયા. તે ક્ષણે જો તેઓ દેહ છોડે તો ઉત્તમ દેવગતિ પ્રાપ્ત કરે, પરંતુ તેઓ તો ધર્મધ્યાનની ઉત્કૃષ્ટ પરિણતિ દ્વારા શુક્લધ્યાન ઉપર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામ્યા અને તે જ ભવમાં મોક્ષના અધિકારી બન્યા. અશુભ અધ્યવસાયોમાં પડી ગયેલા ચિત્તને તેમાંથી મુક્ત કરીને શુભ ઉચ્ચતમ અધ્યવસાયોમાં પ્રસ્થાપિત કરવાનું સરળ નથી. પરંતુ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨. જિનતત્ત્વ પ્રસન્નચંદ્ર રાજર્ષિએ અલ્પ સમયમાં એટલો જબરો આધ્યાત્મિક પુરુષાર્થ કર્યો કે નરકગતિને બદલે કેવળજ્ઞાન અને મોક્ષના અધિકારી તેઓ થઈ ગયા. જેના જીવનમાં ધર્મધ્યાન આવવા લાગ્યું હોય તેનામાં સ્વાભાવિક રીતે જ કેટલુંક પરિવર્તન થવા લાગે છે. એવી વ્યક્તિને જિનેશ્વર ભગવાન પ્રત્યે અને એમનાં વચનો પ્રત્યે કુદરતી અનુરાગ થવા લાગે છે. તીર્થંકર પરમાત્માનાં ગુણકીર્તન કરવાનું એને મન થાય છે. શ્રુતજ્ઞાન પ્રત્યે એને બહુમાન થાય છે; સંયમમાં રુચિ થાય છે; વિષયવાસના વગેરે વાસનાઓ ક્રમે ક્રમે છૂટી જવા લાગે છે; ચિત્તની પ્રસન્નતા વધે છે; વિષમ પરિસ્થિતિમાં સ્વસ્થતા અને સમતા રહે છે; રાગદ્વેષ ઘટવા લાગે છે; પક્ષપાતી કે અન્યાયી વલણ નીકળી જાય છે; સાધુ મહાત્માઓ પ્રત્યે વિનય અને વૈયાવચ્ચેના ભાવ જાગે છે; ચિત્તમાં અનેક શુભ ભાવનાઓ થવા લાગે છે; સ્વભાવમાંથી નિષ્ફરતા ચાલી જાય છે; વાણી સૌમ્ય અને પ્રિય બને છે; શરીર નીરોગી, કાંતિવાળું અને દુર્ગધરહિત બને છે; મળમૂત્ર ઓછાં થઈ જાય છે અને તે પણ દુર્ગધરહિત બને છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં ધ્યાતાનાં આ પ્રમાણે લક્ષણ દર્શાવ્યાં છે ? (૧) સંયમી, (૨) આત્મદર્શી, (૩) પરીષહ સહન કરનાર, (૪) મુમુક્ષુ, (૫) કષાયજયી, (૯) નિર્લેપ, (૭) નિષ્કામ, (૮) નિ:સ્પૃહ, (૯) સંવેગી, (૧૦) સમતાવાન, (૧૧) કરુણાયુક્ત, (૧૨) નિષ્કપ, (૧૩) આનંદદાયક, (૧૪) નિઃસંગ, (૧૫) સુધી (સુ – ધી = સારી બુદ્ધિ ધરાવનાર– પ્રાજ્ઞ.) | ધર્મધ્યાનથી ચિત્તની એકાગ્રતા વધે છે; એથી અનાસક્તિનો, ત્યાગનો, સંયમનો, વૈરાગ્યનો ભાવ જાગે છે; અશુભ યોગો રોકાઈ જાય છે; વેશ્યાની શુદ્ધિ થવા લાગે છે; અશુભ કર્મનો બંધ રોકાઈ જાય છે; કર્મની નિર્જરા થવા લાગે છે અને અતીન્દ્રિય દિવ્ય સુખનો અનભવ થાય છે, જે સ્વસંવેદ્ય છે. સાનુકૂળ દેશકાળમાં મનષ્ય ધર્મધ્યાન પરથી શુક્લધ્યાન તરફ જઈ શકે છે, જાય છે. ધર્મધ્યાન દ્વારા જીવ ઉત્તમ ગતિ અવશ્ય પ્રાપ્ત કરે છે. ધર્મધ્યાનથી ધર્મક્રિયાઓ શુદ્ધ અને સરળ બને છે અને આરાધના ફળવતી બને છે. ધર્મધ્યાનથી આત્મશુદ્ધિ, આત્મશાંતિ અને આત્મનિશ્ચલતા પ્રાપ્ત થાય છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ ‘પ્રતિક્રમણ’ (પડિકમણું) એ જૈનોનો વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે. પાપમાંથી પાછા હઠવા માટેની ક્રિયા માટે આ શબ્દ વપરાય છે. પ્રતિક્રમણ શબ્દમાં ‘પ્રતિ’ ઉપસર્ગ છે. એના જુદા જુદા અર્થ થાય છે. અહીં ‘પ્રતિ’ એટલે ’છું, પ્રતિકૂળ, ઊલટું, વિપરીત, વિરુદ્ધ એવો અર્થ થાય છે. ‘મ્’ એ ધાતુ છે. તેનો અર્થ થાય છે ગમન, પહોંચવું, પસાર થવું, ચઢવું, દાખલ થવું, પગલાં ઇત્યાદિ. એ ધાતુને ‘અણ’ પ્રત્યય લાગતાં ‘મળ’ શબ્દ બને છે. ઉપસર્ગ, ધાતુ અને પ્રત્યયથી આ રીતે પ્રતિમા શબ્દ થાય છે. આમ ‘પ્રતિક્રમણ’ શબ્દનો યૌગિક અર્થ થાય છે ‘પાછા ફરવું’ અથવા ‘મૂળ સ્થાને પાછા આવવું'. એનો વિશેષ અર્થ છે : ‘પ્રમાદને વશ થવાને કારણે શુભ યોગથી અશુભ યોગમાં ક્રાંત થયેલા જીવનું શુભ યોગમાં પાછા ફરવું'. વિશાળ અર્થમાં પ્રતિક્રમણ એટલે પાપનો પશ્ચાત્તાપ, અતિચારોની આલોચના, દોષોનું નિવારણ, અશુભની નિવૃત્તિ, અપરાધો માટે ક્ષમાપના. પ્રતિક્રમણની વ્યાખ્યા આપતાં આવશ્યક-વૃત્તિ'માં હરિભદ્રસૂરિએ કહ્યું છે : स्वस्थानद्यत्परस्थानं प्रमादस्य वशादतः । तत्रेव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ।। [પ્રમાદને વશ થવાથી પોતાના સ્થાનથી પરસ્થાને ગયેલાએ મૂળસ્થાને પાછું ફરવું તેનું નામ પ્રતિક્રમણ.] વળી તેમણે કહ્યું છે : क्षायोपशमिकाद भावादौदयिकस्य वशं गतः । तत्रापि च स एवार्थः प्रतिकूलगमात्स्मृतः ।। {ક્ષયોપશમિક ભાવ થકી ઔયિક ભાવને વશ થનાર જીવનું તેને જ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જિનતત્ત્વ વિશે પાછું ગમન થવું એટલે કે ઔદયિક ભાવથી ક્ષાયોપથમિક ભાવમાં પાછાં આવવું, તેને પ્રતિકૂળ ગમન અર્થાત્ પ્રતિક્રમણ કહે છે.] પ્રતિક્રમણ શબ્દની શાસ્ત્રગ્રન્થોમાં નીચે પ્રમાણે જુદી જુદી વ્યાખ્યાઓ પણ સાંપડે છે : (૧) તીષ માં શક્તિમાનું પાછા ફરવું (સ્વ-ધર્મમાં, સ્વ-સ્વરૂપમાં, સદ્ભાવમાં, શુદ્ધોપયોગમાં) એનું નામ પ્રતિક્રમણ. (૨) “રાજવાર્તિક” તથા “સર્વાર્થસિદ્ધિ ગ્રંથમાં કહ્યું છે : मिथ्यादुष्कृताभिधानादभिव्यक्त प्रतिक्रियं प्रतिक्रमणम्। મારાં દુષ્કૃત્યો મિથ્યા હો એવું નિવેદન કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરવી તેનું નામ પ્રતિક્રમણ. (3) प्रतिक्रम्यते प्रमादकृतदैवसिकादिदोषौ निराक्रियते अनेनेति प्रतिक्रमणम्। પ્રમાદને કારણે થયેલા દેવસિકાદિ દોષોનું જેના દ્વારા નિરાકરણ કરવામાં આવે છે તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. (૪) “રાજવાર્તિક' ગ્રંથમાં કહ્યું છે : અતિવનિવર્તિ પ્રતિમા ભૂતકાળમાં થયેલા દોષોની નિવૃત્તિ એટલે પ્રતિક્રમણ. (૫) ભગવતી આરાધનામાં કહ્યું છે : स्वकृतादशुभयोगात्प्रतिनिवृत्तिः प्रतिक्रमणम् । પોતાનાથી થયેલા અશુભ યોગોમાંથી પાછા ફરવું તેનું નામ પ્રતિક્રમણ. (s) शुभयोगेभ्याऽशुभात् संक्रान्तस्य शुभेप्येव प्रतीपं प्रतिकूलं वा क्रमणं प्रतिक्रमणमिति। શુભ યોગમાંથી અશુભ યોગમાં સંક્રાંત થયેલા આત્માનું ફરી શુભ યોગમાં પાછાં આવવું તેનું નામ પ્રતિક્રમણ. સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે : कम्मं न पुव्वकय सुहासुह मणेय वित्थर विसेसं। तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं ।। Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ ૨૧૫ પૂર્વે બાંધેલાં કર્મોના શુભાશુભ ભાવોથી આત્માને અલગ કરી દેવો તેનું નામ પ્રતિક્રમણ છે. દુનિયાના તમામ ધર્મોમાં પાપની નિવૃત્તિ માટે કે દોષના નિવારણ માટે કોઈક ને કોઈક પ્રકારની ધાર્મિક ક્રિયાનું વિધાન છે. વૈદિક પરંપરામાં સંધ્યાકર્મનો આદેશ છે. યજુર્વેદમાં સંધ્યાકર્મ કરવા માટેનો જે મંત્ર છે તેમાં મન, વાણી અને દેહ દ્વારા થયેલા દુરાચારોનાં વિસર્જન માટે પ્રાર્થના કરાય છે. પારસીઓના અવેસ્તા ગ્રંથમાં પણ મન, વાણી અને કાયા દ્વારા જાણતાં કે અજાણતાં થયેલા દોષોને માટે રોજેરોજ પશ્ચાત્તાપ કરવાનું વિધાન છે. બૌદ્ધ ધર્મમાં જૈન ધર્મની જેમ ‘પાપદેશના' અથવા ‘પ્રવારણા' નામની ક્રિયા છે. દિવસ અને રાત્રિ દરમિયાન જુદે જુદે સમયે વ્યક્તિગત રીતે કરવાની ‘પાપદેશના’રૂપ ક્રિયા ઉપરાંત ભિખ્ખુ અને ભિખુણીઓને માટે સામૂહિક રીતે નિશ્ચિત સ્થળે, નિશ્ચિત દિવસે એકત્ર થઈ પોતાનાં પાપોની આલોચના કરવાની ‘પ્રવારણા’ નામની ક્રિયા પણ છે. પખવાડિયામાં ઓછામાં ઓછી એક વાર કરાતી આ ક્રિયાને ‘પ્રવારણા’ કહેવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં કન્ફેશન્સ (Confessions) અને રિટ્રિટ(Retreat)ની ધર્મક્રિયાનું વિધાન છે. રિટ્રિટ શબ્દ ‘પ્રતિક્રમણ’ શબ્દના પર્યાય જેવો જ છે. ઘણા દિવસ સુધી ચાલતી એની ક્રિયામાં મૌન, ધ્યાન, આત્માવલોકન, પ્રાર્થના ઇત્યાદિ દ્વારા આત્માને નિર્મળ કરવાની ભાવના છે. ઇસ્લામ ધર્મમાં ‘તોબાહ’ની ધર્મક્રિયા છે. આમ દુનિયાના જુદા જુદા ધર્મમાં પાપની આલોચના અને વિશુદ્ધિકરણ માટે કોઈક ને કોઈક ધર્મક્રિયા ફરમાવવામાં આવેલી છે. કોઈ પણ માણસ પોતાના પૂર્વજીવનનું અવલોકન કરે તો તેને પોતાની કોઈક ને કોઈક ભૂલ જણાયા વગર ન રહે, ઊઠતાં, બેસતાં, ખાતાંપીતાં, બોલતાં, ચાલતાં, હરતાંફરતાં, વિચાર કરતાં, ચિંતન-મનન કરતાં માણસથી સ્થૂલ કે સૂક્ષ્મ પ્રકારની કોઈક ને કોઈક ભૂલ જાણતાં-અજાણતાં થઈ જાય છે. જ્યાં સુધી સર્વજ્ઞતા ન આવે ત્યાં સુધી ભૂલ થવા સંભવ છે. સામાન્ય રીતે જીવન સંપૂર્ણ કે પરિપૂર્ણ સંભવી ન શકે. સર્વજ્ઞતાના અભાવમાં એક જીવનો બીજા જીવો સાથેનો વ્યવહાર પણ સંપૂર્ણ અને સર્વ પક્ષે સર્વથા સંતોષકારક ન હોઈ શકે. કેટલીક ભૂલો માણસને તરત સમજાય છે, તો કેટલીક ભૂલો સમજાતી નથી. વળી કેટલીક ભૂલો સમજાય છે, તો સ્વીકારાતી નથી. પોતે ભૂલ કરી Page #226 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ છે એવું માનવાને પણ માણસ ક્યારેક તૈયાર થતો નથી. એકને જે સાચું લાગે છે તેમાં બીજાને ભૂલ જણાય. પોતાની ભૂલ થઈ હોય અને તેને માટે માણસને જો પશ્ચાત્તાપ થાય તો તેવી ભૂલ ફરી ન થાય તે માટે તે જાગ્રત રહેવા પ્રયત્ન કરે છે. જે ભૂલથી પોતાના જીવનવ્યવહારમાં માણસને પૈસા, કૌટુંબિક કે વ્યાવહારિક સંબંધોની બાબતમાં મોટું નુકસાન થાય છે, તેવી બાબતમાં ભૂલ ફરી ન થાય તે માટે માણસ વિશેષ સજાગ અને સાવધ રહે છે. ૨૧૬ કેટલીક ભૂલો એવી હોય છે કે જેનાથી માણસને વ્યવહારમાં નુકસાન થતું નથી, બલ્કે ક્યારેક લાભ પણ થાય છે, પરંતુ તેવા દોષથી આત્માને ઘણું નુકસાન થાય છે. કોઈ માણસ દ્રવ્યની ચોરી પકડાયા વગર કરે તો એને દ્રવ્યનો લાભ થાય છે, પરંતુ તેના આત્માને ચોરીના મલિન સંસ્કારો પડે છે. કોઈ માણસ અસત્ય બોલી લાભ ઉઠાવી જાય છે, પરંતુ તેનો આત્મા એટલો નીચે પડે છે. જે માણસો હિંસા, અસત્ય, ચોરી વગેરે દ્વારા કેટલાક લાભો મેળવે છે તેઓને ક્યારેક તો તેનાં માઠાં પરિણામ ભોગવવાં જ પડે છે. જ્યારે એમ થાય છે ત્યારે માણસને પોતાની ભૂલ માટે અફસોસ થાય છે. કોઈ પણ વ્યક્તિ મન, વચન અને કાયાના યોગોની બાબતમાં સતત દોષરહિત કે નિરતિચાર રહી શકતી નથી. કેટલીક વાર અજાણતાં દોષ થઈ જાય છે, તો કેટલીક વાર શુભાશયથી કરેલી ક્રિયા અન્યને હાનિકર્તા નીડવાથી દોષરૂપ સિદ્ધ થાય છે. પોતાના દોષોનું સતત અવલોકન કરી ફરી તેવા દોષોથી બચવા માણસ જેમ વધુ ઉદ્યમશીલ બને તેમ તેવા દોષો થવાનો સંભવ ઓછો રહે, પરંતુ તેની બાબતમાં માણસ જેમ વધુ પ્રમાદ કરે તેમ દોષોરૂપી કચરો ઉત્તરોત્તર એવો વધતો જાય કે તેને સાફ કરવા માટે પ્રબળ પરિશ્રમયુક્ત પુરુષાર્થ કરવો પડે. સવારસાંજ માણસ જો પોતાની જાતનું અવલોકન કરી આવી વિશુદ્ધિની ક્રિયા કરે તો તેનું જીવન અને તેનો આત્મા વધુ નિર્મળ રહે. પોતાના દોષો કે અતિચારો માટે પશ્ચાત્તાપ થાય તો ત્યાંથી પ્રતિક્રમણની ભાવના અને ક્રિયા શરૂ થઈ ગણાય. પોતાના દોષોને માટે પ્રાયશ્ચિત્ત કરવું તથા તેને માટે ગુરુ કે વડીલ દ્વારા પ્રાયશ્ચિત્ત રૂપે અપાતી જે કંઈ શિક્ષા હોય તે ભોગવવા તત્પર રહેવું અથવા પોતાના મનથી પણ પોતે સ્વૈચ્છિક શિક્ષા ભોગવવા પ્રવૃત્ત થવું તેને પણ પ્રતિક્રમણ કહી શકાય. જૈન ધર્મમાં પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનાં બતાવ્યાં છે, અને તેમાં પ્રતિક્રમણને પણ પ્રાયશ્ચિત્તના એક પ્રકાર તરીકે ગણવામાં આવ્યું છે. કહ્યું છે : Page #227 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ ૨૧૭ आलोयण पडिक्कमणे मीस विवेगे तहा वि उसग्गे। तवच्छेय मूल अणवठ्याय पारंचिए चेव ।। (૧) આલોચના, (૨) પ્રતિક્રમણ, (૩) મિશ્ર, (૪) વિવેક, (૫) કાયોત્સર્ગ, (૯) તપ, (૭) છેદ, (૮) મૂલ, (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિત એમ દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત છે. જે માણસ સાચા દિલથી, નિર્મળ ભાવથી પ્રાયશ્ચિત્ત કરે છે તે માણસ એ જ પ્રકારનું પાપ સામાન્ય રીતે ફરીથી હેતુપૂર્વક કરવા પ્રવૃત્ત થતો નથી. અપવાદરૂપ એવા જીવો અલબત્ત હોય છે કે જે વારંવાર પ્રાયશ્ચિત્ત કરવા છતાં અજ્ઞાન, પ્રમાદ કે મોહદશાના કારણે એવા દોષોનું આચરણ ફરી ફરી કરે છે. પ્રાયશ્ચિત્ત એ વિશુદ્ધિનો માર્ગ છે. આત્માને લાગેલી મલિનતાનું એના વડે પ્રક્ષાલન થાય છે. એટલા માટે પ્રતિક્રમણ એ પ્રાયશ્ચિત્તનો એક વિશિષ્ટ પ્રકાર છે. ધર્મના માર્ગે આરાધના કરનારને માટે જૈન ધર્મમાં છે આવશ્યક કર્તવ્ય બતાવવામાં આવ્યાં છે : (૧) સામાયિક, (૨) ચઉવિસથ્થો (ચતુર્વિશતિસ્તવ), (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાઉસગ્ગ અને (૬) પચ્ચકખાણ. સાચા જૈન આરાધકે આ છ ક્રિયાઓ રોજેરોજ અવશ્ય કરવી જોઈએ. એટલા માટે એને આવશ્યક ક્રિયા તરીકે ઓળખવામાં આવી છે. જૈન આગમ ગ્રંથોમાં આ છ ક્રિયાઓ ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. “આવશ્યક સૂત્ર' ગણધરરચિત છે અને તેના ઉપર નિર્યુક્તિ વગેરે પ્રકારની રચનાઓ દ્વારા ઘણો પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રતિક્રમણ એ છ ક્રિયાઓમાંની બરાબર વચ્ચે આવતી એક મહત્ત્વની ક્રિયા છે. વળી તેની મહત્તા એટલી બધી છે કે એક પ્રતિક્રમણની ક્રિયાની અંદર છએ છે આવશ્યક ક્રિયાઓ આવી જાય છે. સામાયિક લઈને પ્રતિક્રમણની વિધિ કરવામાં આવે છે. અને તેમાં ચતુર્વિશતિસ્તવ (ચોવીસ તીર્થંકરની સ્તુતિ), ગુરુવંદન, કાઉસગ્ગ અને પચ્ચકખાણની વિધિ કરવામાં આવે છે અને તે પૂરી થતાં સામાયિક પારવામાં આવે છે. એટલા માટે પ્રતિક્રમણ ઓછામાં ઓછું બે ઘડીનું (૪૮ મિનિટનું) હોવું જોઈએ. પંચ મહાવ્રતધારી સાધુઓએ મહાવ્રતોને ઉદ્દેશીને અને ગૃહસ્થોએ પાંચ અણુવ્રત સહિત બાર વ્રતોને ઉદ્દેશીને પ્રતિક્રમણની વિધિ કરવાની હોય છે. ગૃહસ્થ અને સાધુની વિધિમાં એટલા માટે એ દૃષ્ટિએ થોડો ફરક પણ હોય છે. સાધુઓએ યાવત્ જીવન સાવદ્ય યોગનાં (પાપયુક્ત પ્રવૃત્તિનાં) Page #228 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ પચ્ચક્ખાણ લીધાં હોય છે. એટલે સૈદ્ધાન્તિક દૃષ્ટિએ તેઓ નિરંતર સામાયિકના ભાવમાં હોય છે અને હોવા જોઈએ. એટલા માટે તેઓને સામાયિકની જુદી ક્રિયા કરવાની હોતી નથી. દિગમ્બર પરંપરામાં પ્રતિક્રમણ કરતાં સામાયિકની ક્રિયા ઉપર વધુ ભાર મુકાયો છે. ક્યારેક પ્રતિક્રમણ અને સામાયિક એ બંનેનું લક્ષ્ય લગભગ એકસરખું જણાયાથી તે એકબીજાના પર્યાય જેવાં બની રહે છે. એને લીધે દિગમ્બર મુનિઓ નિશ્ચિત સમયે સવિધિ સામાયિકની ક્રિયા પણ કરે છે. ૨૧૮ પ્રતિક્રમણ એટલે પાપમાંથી પાછા હઠવું અને થયેલા દોષોને માટે ક્ષમા માગવી. ‘મિચ્છામિ દુક્કડમ્'ની ભાવના પ્રતિક્રમણનું હાર્દ છે. અશુભ યોગમાંથી ચિત્તને નિવૃત્ત કરવું એટલું જ પર્યાપ્ત નથી. એને શુભ યોગમાં જોડવું પણ જોઈએ. જે માણસો ‘મિચ્છા મિ દુક્કડમ્' કર્યા પછી ફરી પાછા તેવા જ પ્રકારના દોષો કરે તો તેમનું પ્રતિક્રમણ એ માત્ર બાહ્ય ક્રિયારૂપ દ્રવ્ય પ્રતિક્રમણ બને છે. પાપમાંથી પાછા હઠવાનો જરા પણ ભાવ કે ઇરાદો ન હોય તેવી રીતે પ્રતિક્રમણ કરનાર માત્ર દ્રવ્ય પ્રતિક્રમણ કરે છે. ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી લખે છે : ‘મૂલ પદે પડિક્કમણું ભાખ્યું, પાપતણું અણકરવું રે; શક્તિ ભાવ તણે અભ્યાસે, તે જસ અર્થે વરવું રે. (૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ બીજી, ગાથા ૧૮) જાગ્રત આત્મા માટે ઉત્તમ અથવા આદર્શ પરિસ્થતિ એ છે કે દોષ નજ૨માં આવે તો તત્ક્ષણ તેનું પ્રતિક્રમણ કરી લેવું, અર્થાત્ એ દોષનો સ્વીકાર કરી તેને માટે પ્રાયશ્ચિત્ત સહિત ક્ષમા માગી લેવી અને ફરી તેવો દોષ ન થાય તે માટે સંકલ્પ કરી તે દૃઢપણે પાળવો જોઈએ. ક્ષમા માગ્યા પછી પણ માણસ જો તે દોષો સેવે તો તે માયાચાર આચરે છે. એટલા માટે કહ્યું છે : મિચ્છામિ દુક્કડં દેઈ પાતિક તે ભાવે જે સેવે રે, આવશ્યક સાખે તે પરગટ માયામોસો સેવે રે. સાચા ભાવથી જેઓ પ્રતિક્રમણ કરે છે, તેમનાથી કદાચ અજ્ઞાન કે પ્રમાદના કારણે ફરી વાર પાપ થઈ જાય તો પણ તેઓ ફરી વાર ભાવથી પ્રતિક્રમણ કરે છે એટલે તેમની ક્રિયા તે માયાચાર નથી. પ્રથમ પ્રયાસે જ Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ ૨૧૯ પ્રત્યેક જીવ સર્વથા પાપરહિત થઈ જાય એવું સામાન્ય રીતે બનતું નથી. એટલે સર્વથા પાપરહિત થવા માટે દ્રવ્ય અને ભાવ એમ ઉભય પ્રકારે પ્રતિક્રમણનો મહાવરો આવશ્યકરૂપ, કર્તવ્યરૂપ મનાયો છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે કે પ્રતિક્રમણ કરનારે સંકલ્પપૂર્વક ઉદ્યમશીલ અને અપ્રમત્ત રહેવું. એમ મનાય છે કે બીજા તીર્થકર ભગવાન અજિતનાથના સમયથી તેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ સુધીના સમયમાં અર્થાત્ ચોથા આરામાં જીવો એટલા સરળ અને પ્રાજ્ઞ હતા કે તેઓને પોતાનો દોષ તરત નજરમાં આવી જતો અને તેઓ તત્ક્ષણ ક્ષમાપનાપૂર્વક પ્રત્યક્ષ કે મનોમન પ્રતિક્રમણ કરી લેતા. વિધિપૂર્વકનું જુદું પ્રતિક્રમણ કરવાની તેમને કોઈ આવશ્યકતા રહેતી નહિ. પહેલા તીર્થકર ભગવાન ઋષભદેવના સમયના માણસો સરળ છતાં જડ હતા અને છેલ્લા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના સમયમાં માણસો વક્ર અને જડ હતા. એટલે તેઓ બંનેના શાસનકાળમાં વિધિપૂર્વકનું નિશ્ચિત સમય માટે પ્રતિક્રમણ ફરમાવવામાં આવ્યું છે. પ્રતિક્રમણના મુખ્ય બે પ્રકાર છે : દેવસિક (દવસી) અને રાત્રિક (રાઈ). દિવસ દરમિયાન જે દોષો થયા હોય તે દોષોને માટે દિવસના અંતભાગમાં પ્રતિક્રમણ કરવું તે દેવસિક પ્રતિક્રમણ. રાત્રિ દરમિયાન ગમનાગમન, સ્વપ્નાદિક કે અન્ય પ્રકારના જે કંઈ બ્રેષો થયા હોય તે માટે રાત્રિના અંતભાગમાં એટલે કે વહેલી સવારે પ્રતિક્રમણ કરવું તે રાત્રિક પ્રતિક્રમણ. આમ માણસે રોજેરોજ ચોવીસ કલાકમાં બે વખત પ્રતિક્રમણ તો અવશ્ય કરવું જ જોઈએ. દેવસિક અને રાત્રિક પ્રતિક્રમણ ઉપરાંત પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ એમ પ્રતિક્રમણના બીજા ત્રણ પ્રકારો પણ બતાવાયા છે. એ ત્રણ પ્રકારો તે વસ્તુત: દેવસિક અને રાત્રિની પ્રતિક્રમણના વિશિષ્ટ પ્રકારો છે. અનુક્રમે તેમને વધુ મહત્ત્વના ગણવામાં આવ્યા છે. દર પંદર દિવસે કરાતું પ્રતિક્રમણ તે પાક્ષિક (૫મ્બી), દર ચાર માસે કરાતું પ્રતિક્રમણ તે ચાતુર્માસિક (ચોમાસી) અને દર વર્ષે કરાતું પ્રતિક્રમણ તે સાંવત્સરિક (સંવત્સરી, સમછરી, છમછરી) પ્રતિક્રમણ કહેવાય છે. રોજ જો દેવસિક પ્રતિક્રમણ બરાબર કરાતું હોય તો પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એવા જુદા પ્રકાર ગણવાની જરૂર શી એવો પ્રશ્ન કોઈકને થાય. તેનો ખુલાસો કરતાં શાસ્ત્રકારોએ કહ્યું છે કે રોજેરોજ ઘર સાફ કરવામાં આવે છે તો પણ પર્વના દિવસે તે ખૂણેખાંચરેથી બરાબર સાફ કરવામાં આવે છે તેવી રીતે રોજનું Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જિનતત્વ પ્રતિક્રમણ કરવા છતાં વિસ્મૃતિ, લજ્જા, ભય, મનની મંદતા, પ્રમાદ ઇત્યાદિના કારણે જે કોઈ અતિચારોની વિશુદ્ધિ કરવાની બાકી રહી ગઈ હોય તે વિશુદ્ધિ પાક્ષિકાદિ મોટા પ્રતિક્રમણ દ્વારા થઈ જાય છે. કહ્યું છે – जह गेहं पइदिवसंपि सोहियं तहवि पव्वसंधिसु। साहिकाई सविसेसं एव इहयंपि नायव्यं ।। [જેમ રોજેરોજ ઘર સાફ કરાય છે, તો પણ પર્વને દિવસે તે વિશેષ સાફ કરાય છે તેવી રીતે આ બાબતમાં (પાક્ષિકદિ પ્રતિક્રમણની બાબતમાં) જાણવું.) જુદાં જુદાં દૃષ્ટિબિન્દુથી પ્રતિક્રમણના ભિન્નભિન્ન પ્રકારો શાસ્ત્રગ્રંથોમાં દર્શાવવામાં આવ્યા છે. સ્થાનાંગ સૂત્રમાં છ પ્રકાર નીચે પ્રમાણે, વિશેષત: સાધુસાધ્વીઓ માટે, બતાવવામાં આવ્યા છે : छविहे पडिक्कमणे पण्णत्ते । तं जहा -- उच्चार पडिक्कमणे, पासवण पडिक्कमणे, इत्तरिए, आवकहिए, जं किंचि मिच्छा, सोमणंतिए। (૧) ઉચ્ચાર પ્રતિક્રમણ – મળ વગેરેના વિસર્જન પછી તે સંબંધી તરત ઇર્યાપથિક (ગમનાગમનને લગતું) પ્રતિક્રમણ કરવું. (૨) પ્રસવણ પ્રતિક્રમણ - લઘુશંકાના નિવારણ પછી તે માટે તરત ઇર્યાપથિક પ્રતિક્રમણ કરવું. (૩) ઇત્વર પ્રતિક્રમણ – સ્વલ્પકાળમાં કંઈ પણ ભૂલ કે દોષ થાય તો તે માટે તરત કરાતું પ્રતિક્રમણ. (૪) યાવતુકથિત પ્રતિક્રમણ – મહાવ્રતોને વિશે જે કંઈ દોષ લાગે તો તેમાંથી પાછા હઠવાના સંકલ્પપૂર્વક સમગ્ર જીવનને માટે કરાતું પ્રતિક્રમણ. (૫) યત્કિંચિત્ મિથ્યા પ્રતિક્રમણ – ક્યારેક પ્રમાદને કારણે યત્કિંચિત્ અસંયમ થઈ જાય તો તે માટે કરાતું પ્રતિક્રમણ. (૯) સ્વપ્નાંતિક પ્રતિક્રમણ – ખરાબ સ્વપ્નાં આવે, સ્વપ્નમાં વાસના કે વિકારોનો અનુભવ થયા તો તે માટે કરાતું પ્રતિક્રમણ. પ્રતિક્રમણના નીચે પ્રમાણે પાંચ પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે : (૧) આશ્રયદ્વાર પ્રતિક્રમણ, (૨) મિથ્યાત્વ પ્રતિક્રમણ, (૪) કષાય પ્રતિક્રમણ, (૪) યોગ પ્રતિક્રમણ અને (૫) ભાવ પ્રતિક્રમણ. નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ પણ પ્રતિક્રમણના પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ પ્રતિક્રમણના આ પ્રકારો ઉપરાંત બીજો એક વિશેષ પ્રકાર પણ દર્શાવવામાં આવે છે અને તે છે ‘ઔત્તમાર્થિક પ્રતિક્રમણ' અથવા ઉત્તમાર્ગે એટલે કે ઉત્તમ હેતુ માટે કરાતું પ્રતિક્રમણ, અનશન કે સંલેખના ક૨વા માટે, પાપની આલોચન કરવાપૂર્વક જે પ્રતિક્રમણ કરાય છે તે ઔત્તમાર્થિક પ્રતિક્રમણ કહેવાય છે. દૈવસિક આદિ પ્રતિક્રમણને વ્યાવહારિક પ્રતિક્રમણ કહેવામાં આવે છે અને ઔત્તમાર્થિક પ્રતિક્રમણને નિશ્ચય પ્રતિક્રમણ કહેવામાં આવે છે. डिक्कमणं देसियं राइयं च इत्तरि अभावकहियं वा । पक्खिअ चउम्मासिअ संवच्छर उत्तमठ्ठ મા ઔત્તમાર્થિક પ્રતિક્રમણ કરનાર સંલેખના વ્રત ધારણ કરી આહારનો ત્યાગ કરે છે ત્યારે દેહ ઉપરની તેની મમત્વબુદ્ધિ ચાલી જાય છે; એની આત્મરમણતા વધવા લાગે છે. પોતે માત્ર આત્મસ્વરૂપ છે, તેનું સતત ભાન રહ્યા કરે છે. એ વખતે દેહ અને આત્માની ભિન્નતાનું ભાન કરાવનાર ઔત્તમાર્થિક પ્રતિક્રમણ જીવાત્મા માટે ભેદવિજ્ઞાનનું અનોખું સાધન બની રહે છે. પ્રતિક્રમણ ‘પ્રતિક્રમણ' શબ્દના બીજા સાત પર્યાયો દર્શાવતાં કહેવાયું છે : पडिक्कमणं पडिचरणा पडिहरणा वारणा मिअत्ति अ । निंदा गरहा सोही पडिक्कमणं अठ्ठहा होई ।। (૧) પ્રતિક્રમણ, (૨) પ્રતિચરણ (અથવા પ્રતિચરણા), (૩) પ્રતિહરણા, (૪) વારણા, (૫) નિવૃત્તિ, (૬) નિંદા, (૭) ગર્હા અને (૮) શુદ્ધિ એ આઠ પ્રકારે પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ માટે આ આઠ જુદા જુદા પર્યાયવાચક શબ્દો છે, પરંતુ તે દરેકમાં કોઈક એક તત્ત્વ કે ભાવ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. એ બધાને ક્રમાનુસાર જો સાથે લેવામાં આવે તો પણ પ્રતિક્રમણની ક્રિયા માટે ઇષ્ટ એવાં બધાં તત્ત્વોનો તેમાં સુલભ સમન્વય થયેલો જણાશે. પ્રતિક્રમણથી શુદ્ધિ સુધીનો ક્રમ પણ તેમાં રહેલો છે. જયચંદ્રગણિએ ‘હેતુગર્ભ પ્રતિક્રમણક્રમવિધિ’ નામના પોતાના ગ્રંથમાં એ દરેકને સમજાવતી જુદી જુદી નાનકડી દૃષ્ટાંતકથા પણ આપી છે. પ્રતિક્રમણને ભૂતકાળ સાથે સંબંધ છે. ભૂતકાળમાં જે કંઈ દોષ થયા હોય તેને માટે ક્ષમા માગવી તેને પ્રતિક્રમણ કહે છે. વર્તમાન સમયમાં થતા દોષોને Page #232 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ અપ્રમત્તભાવે અટકાવવા તેને ‘સંવર’ કહે છે. ભવિષ્યમાં પોતાનાથી કંઈ પાપ ન થાય તે માટે પ્રતિજ્ઞા લેવી તેને ‘પચ્ચક્ખાણ' કહે છે. ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ માટે આમ ત્રણ જુદા જુદા પારિભાષિક શબ્દો જૈન ધર્મમાં વપરાય છે. તેમ છતાં શાસ્ત્રકારો ત્રણે કાળને આશ્રીને ‘પ્રતિક્રમણ' શબ્દનો વિશિષ્ટ અર્થ ઘટાવે છે. ૨૨૨ કઈ કઈ કક્ષાના મનુષ્યથી કઈ કઈ બાબતમાં શિથિલાચાર થવાનો સંભવ છે તેનો પરામર્શ કરી વ્રત, આચાર ઇત્યાદિની બાબતમાં જૈન ધર્મમાં સૂક્ષ્મ વિચાર કરવામાં આવ્યો છે. સાધુ-સાધ્વીઓને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોને વિષે લાગેલા દોષોને માટે પ્રતિક્રમણ કરવાનું હોય છે. ગૃહસ્થોએ પાંચ અણુવ્રત તથા ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતોને વિશે જે કંઈ અતિચાર થયા હોય તેને માટે પ્રતિક્રમણ કરવાનું હોય છે. સાધુ,સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ દર્શનાચાર, જ્ઞાનાચાર,ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પંચાચારના પાલનની બાબતમાં જે કંઈ દોષ લાગ્યો હોય તેને માટે પ્રતિક્રમણ ક૨વાનું હોય છે. તદુપરાંત, પાંચ વ્રત, પાંચ આચાર, પચીસ પ્રકારના મિથ્યાત્વની બાબતમાં દોષો સહિત અઢાર પાપસ્થાનક માટે પણ પ્રતિક્રમણ કરવાનું હોય છે. સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા સંલેખના વ્રત ધારણ કરે તો તેના પાંચ અતિચારો વિષે પ્રતિક્રમણ કરવાનું હોય છે. પર્વ દિવસના પ્રતિક્રમણમાં અતિચારોના નામ-પ્રકારના પઠન પછી તે દરેક માટે ક્ષમા માગવાની હોય છે. (અલબત્ત એ અતિચારોમાંના કેટલાક આજે કાળગ્રસ્ત બન્યા છે અને કેટલાક નવા અતિચારો પ્રચલિત થવા લાગ્યા છે.) પ્રતિક્રમણનાં મોટા ભાગનાં સૂત્રો અર્ધમાગધી ભાષામાં છે. નવકાર મંત્ર, લોન્ગસ, ઇરિયાવહી, નમુન્થુણં, ઉવસગ્ગહરં ઇત્યાદિ અર્ધમાગધી સૂત્રો પરાપૂર્વથી ચાલ્યાં આવે છે. કેટલાક એવો મત દર્શાવે છે કે આવાં સૂત્રોની ભાષા સમજાતી નથી, માટે તેને અર્વાચીન ભાષામાં મૂકવાં જોઈએ. એથી યુવાન વર્ગ પણ પ્રતિક્રમણ તરફ આકર્ષાય. અને પોતે શી ક્રિયા કરે છે તેની સૌને સમજ પડે, કારણ કે સમજ પડે તો ભાવ વધુ આવે. એક અપેક્ષાએ આ વાત સાચી છે. પરંતુ બીજી અપેક્ષાએ જોઈએ તો આ સૂત્રોને લીધે જ પંજાબ, રાજસ્થાન, ઉત્તર ભારત, કચ્છ, ગુજરાત કે દક્ષિણ ભારતમાં વસતા Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ ૨૨૭ કે યુરોપ, અમેરિકા, મલેશિયા તથા જાપાન વગેરે દેશોમાં જૈનોની પ્રતિક્રમણ વિધિમાં સરખાપણું રહ્યું છે અને એથી સંઘની એકતા પણ જળવાઈ રહી છે. વળી આ સૂત્રો ગણધરો કે મહર્ષિ જેવા પૂર્વાચાર્યોએ રચેલાં છે. એમની આર્ષવાણીમાં મંત્રશક્તિ રહેલી છે. કેટલાંક સૂત્રોનું તો અઢી હજાર વર્ષથી સતત ઉચ્ચારણ, પઠન-પાઠન થતું આવ્યું છે. એ સૂત્રના શ્રદ્ધાપૂર્વક પઠનથી અનેરો ઉલ્લાસ અનુભવાય છે. એની સ્વાનુભવયુક્ત પ્રતીતિ અનેકને થયેલી છે. એ સૂત્રોને પોતાની અર્વાચીન ભાષામાં ઉતારવાથી મૂળ કર્તાનો ભાવ કેટલો આવશે તે શંકાસ્પદ છે. વળી સમયે સમયે નવેસરથી અનુવાદ કરવા પડશે. એટલે સૂત્રોનો અર્વાચીન ભાષામાં અનુવાદ કરીને તે ઉચ્ચારવાં તેના કરતાં સૂત્રને મૂળ સ્વરૂપે ઉચ્ચારવાં એ જ વધુ હિતાવહ છે. અનુભવીઓ એમ કહે છે કે અર્થ ન જાણવા છતાં પણ જેઓ કંઠસ્થ કરીને એ સુત્રોને શ્રદ્ધા અને વિધિપૂર્વક ઉચ્ચારે છે તેનામાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટે છે; તેનો આત્મવિશ્વાસ વધે છે; તેના કષાયો મંદ થાય છે; તેનો આત્મા નિર્મળ થાય છે; સમય જતાં સૂત્રોના અર્થ સમજવાની જિજ્ઞાસા પણ તેનામાં જન્મે છે. આ શ્રદ્ધા અને સ્વાનુભવનો જેટલો વિષય છે તેટલો તર્ક કે વ્યવહારનો નથી, અને એટલા માટે જ હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી કે બીજા મહાન જ્ઞાની આત્માઓએ પણ પોતાના સમયમાં આ સૂત્રોએ પોતાની ભાષામાં ફેરવવાનું વિચાર્યું નથી. અર્થ ન જાણવા છતાં યહૂદીઓ પોતાની પ્રાર્થના હી ભાષામાં કરે છે; મુસલમાનો અરબીમાં, પારસીઓ અવેસ્તામાં, ચીન, જાપાન, કોરિયા વગેરે દેશના બૌદ્ધધર્મીઓ પાલિ ભાષામાં પોતાની પ્રાર્થના કરે છે. અનેક સૈકાઓથી આવી પરંપરા જગતના તમામ ધર્મોમાં જોવા મળે છે. એનું કારણ એ છે કે જેઓ સાચા ધર્માભિમુખ છે, જેઓ માત્ર બુદ્ધિથી નહિ પણ અંતરથી ધર્મ તરફ વળેલા છે તેઓને પ્રાચીન ભાષા ક્યારેય અંતરાયરૂપ થઈ નથી, બલ્ક એ ભાષા તરફ તેમનો અનુરાગ વધે છે. એટલે પ્રતિક્રમણનાં સૂત્રોને ગુજરાતી, કચ્છી, રાજસ્થાની, હિન્દી, પંજાબી, કન્નડ, તમિળ, બંગલાઅંગ્રેજી, જર્મન કે જાપાની ભાષામાં ઉતારીને એ પ્રમાણે પ્રતિક્રમણ કરવા કરતાં જરાક સરખો પુરુષાર્થ કરીને, અર્થ સમજીને, ગણધરો અને પૂર્વાચાર્યોની ભાષાને પોતાની બનાવવી એમાં વધુ શ્રેય રહેલું છે. વ્યવહાર અને તર્કથી કદાચ આ વાત તરત પ્રતીત નહિ થાય, પરંતુ શ્રદ્ધા અને ભાવયુક્ત સ્વાનુભવ જેને થયો હશે તેને આ વાતની પ્રતીતિ અવશ્ય થઈ હશે. Page #234 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ પ્રતિક્રમણની મૂળભૂત ભાવનાયુક્ત પરંપરા જૈનોના તમામ ફિરકાઓમાં અદ્યાપિ પર્યંત જળવાઈ રહી છે, તો પણ તેની ક્રિયાવિધિમાં થોડાક ફેરફારો થયેલા છે, કારણ કે કોઈ પણ સમાચારી સર્વકાલ અને સર્વ સ્થળ વિશે એકસરખી ટકે નહિ. ૨૨૪ શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરાની ક્રિયાવિધિમાં ફરક છે. શ્વેતામ્બરમાં પણ મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથીના પ્રતિક્રમણમાં પણ કેટલાક ફેરફારો થયેલા છે. મૂર્તિપૂજકમાં પણ તપગચ્છ, ખરતરગચ્છ, અચલગચ્છ, પાર્શ્વચંદ્રગચ્છની પ્રતિક્રમણની વિધિમાં પણ થોડો થોડો ફેર છે. સમયે સમયે આવા થોડા ફેરફારો તો થતા રહ્યા છે અને થતા ૨હેવાના. તેમ છતાં પ્રતિક્રમણના મૂળભૂત ઉદ્દેશ અને મહત્ત્વની ક્રિયા વિશે જ્યાં સુધી એકતા છે ત્યાં સુધી પ્રતિક્રમણની પરંપરા ચાલ્યા કરશે. દૈવસિક ને રાત્રિક પ્રતિક્રમણ કરતાં પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં વધારે પુરુષાર્થની અપેક્ષા હોવાથી તેમાં કેટલાંક સૂત્રો અને મોટા કાઉસગ્ગનું વિધાન દર્શાવવામાં આવ્યું છે. પાક્ષિકમાં બાર લોગ્ડમ્સ, ચાતુર્માસિકમાં ૨૦ લોગ્ડસ અને સાંવત્સરિકમાં એક નવકારસહિત ૪૦ લોગસ્સનો કાઉસગ્ગ કરવાનું શ્વેતામ્બર મૂર્તિપૂજક સમુદાયમાં ફરમાવવામાં આવ્યું છે. દિગમ્બર પરંપરામાં શ્વાસોચ્છ્વાસ પ્રમાણ નવકારમંત્રનો કાઉસગ્ગ કરાય છે. દિગમ્બરોમાં દૈવસિક પ્રતિક્રમણમાં ૧૦૮ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ, રાત્રિકમાં ૫૪ શ્વાસોચ્છવાસ પ્રમાણ, પાક્ષિકમાં ૩૦૦, ચાતુર્માસિકમાં ૪૦૦ અને સાંવત્સરિકમાં ૫૦૦ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ નવકાર મંત્રનો કાઉસગ્ગ હોય છે. ગચ્છ અને ફિરકાના ભેદે લોગ્ડમ્સ કે નવકારની સંખ્યામાં કેટલાક ફેરફારો થયેલા છે. પ્રતિક્રમણ એ જૈનોની ધાર્મિક ક્રિયા છે. પર્યુષણ પર્વ આવે એટલે પ્રતિક્રમણની ક્રિયા કરનારાઓની સંખ્યા વધે. સંવત્સરીને દિવસે સાંજે જૈન લોકો પોતપોતાના સમુદાયમાં એકત્ર થઈ પ્રતિક્રમણ કરી પરસ્પર ક્ષમાયાચના કરે છે, પોતાનાથી જાણતાં કે અજાણતાં થયેલા દોષોને માટે સંઘની સાક્ષીએ ક્ષમા માગે છે અને બીજાના જે કંઈ દોષ પોતાના પ્રતિ થયા હોય તેના માટે ક્ષમા આપે છે. લાખો જૈન લોકોની લગભગ એક જ સમયે થતી આ શુદ્ધિકરણની ક્રિયામાં જબરું બળ રહેલું છે. કેટલાય લોકો બધીય ક્રિયાનો અર્થ ન જાણતાં હોવા છતાં માત્ર દેખાદેખીથી, લજ્જા કે સંકોચથી અથવા Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ ૨૨૫ ગતાનુગતિક રૂઢ શ્રદ્ધાથી આ ક્રિયા કરતાં હશે તો પણ વિશાળ સમૂહમાં, ગુરુ અને સંઘની સાક્ષીએ શુદ્ધિકરણ માટે થતી આ ક્રિયાનો પ્રભાવ સામુદાયિક ચેતના ઉપર ઘણો મોટો પડે છે. એના ધાર્મિક કે આધ્યાત્મિક મૂલ્યની સાથે સામાજિક દૃષ્ટિએ પણ એનું મૂલ્ય ઘણું મોટું છે. કેટલાક દલીલ કરે છે કે ખરી જરૂ૨ તો હૃદય-પરિવર્તનની છે અને તે તો માણસ ઘરે બેઠાં એકલો સારી રીતે કરી શકે તેમ છે. એ માટે આ બધી દ્રવ્ય ક્રિયા કરવાની, દેખાડો કરવાની કોઈ આવશ્યકતા નથી. આવી દ્રવ્ય ક્રિયા કરનારાઓની ટીકા, નિંદા કે હાંસી કરનારો અમુક નિંદક-સમીક્ષક વર્ગ હંમેશાં રહેવાનો, પરંતુ જેમણે એક વાર પણ સમજણપૂર્વક અર્થભાવ સહિત આવી ક્રિયા કરી હશે તેઓ પછીથી એ ક્રિયાના ટીકાકાર રહેતા નથી. શાસ્ત્રકારે કહ્યું છે : अविहिकया वरमकयं उस्सुअवयणं वयति सव्वणु। पायच्छित्तं जम्हा अकए गुरु कए लहुअं।। અવિધિ કરવા કરતાં નહિ કરવું એ શ્રેષ્ઠ છે એવા વચનને સર્વજ્ઞો ઉત્સુત્ર વચન કહે છે, કારણ કે નહિ કરનારને ગુરુ (મોટું) પ્રાયશ્ચિત્ત અને અવિધિએ કરનારને લઘુ (નાનું) પ્રાયશ્ચિત્ત આવે છે. આમ પ્રતિક્રમણ એ જૈન આચારધર્મનો પાયો છે. આત્માની નિર્મળતા માટેનું અમોઘ સાધન છે. ચારિત્રધર્મના પ્રાણ તરીકે તેની ગણના થાય છે. દિવસ કે રાત્રિ દરમિયાન પોતાનાથી કંઈ પણ દોષ ન થયેલો હોય તો પણ વિધિપૂર્વક પ્રતિક્રમણ કરવું એ આવશ્યક કર્તવ્ય મનાયું છે. રોગ હોય તો તેનું નિવારણ કરે અને ન હોય તો શરીરને બળ આપે એવા પ્રકારના ઔષધ તરીકે પ્રતિક્રમણને ગણાવાયું છે. ભગવાન મહાવીરના સમયથી ચાલી આવેલી આ પ્રતિક્રમણની વિધિએ અનેક જીવાત્માઓ ઉપર અનંત ઉપકાર કર્યો છે. ભાવ પ્રતિક્રમણ તો બે-ચાર મિનિટમાં પૂરું થઈ શકે છે, પરંતુ દ્રવ્ય પ્રતિક્રમણ એ એક પ્રકારની યોગક્રિયાયુક્ત સાધના છે. એના સતત અભ્યાસ વગર ભાવ પ્રતિક્રમણમાં સ્થિર રહેવું ઘણું કઠિન છે. એટલે જ આત્માર્થીઓ માટે ભાવયુક્ત દ્રવ્ય પ્રતિક્રમણ અનિવાર્ય મનાયું છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ दाणं सोहग्गकरं, दाणं आरुग्गकारणं परम् । दाणं भोगनिहाणं दाणं ठाणं गुणगणाणम् ।। दाणेण फुरइ कित्ती दाणेण होइ निम्मला कंति। दाणावज्जिअहिअओ वइरा वि हु पाणिय वहइ।। | (દાનકુલક) દાન સૌભાગ્યકારી છે; દાન પરમ આરોગ્યકારી છે; દાન ભોગનું નિધાન છે; દાન ગુણગણોનું સ્થાન છે. દાનથી કીર્તિ વધે છે; દાનથી નિર્મળ કાંતિ પ્રાપ્ત થાય છે; દાનથી વશ થયેલા હૃદયવાળો વેરી પણ દાતારના ઘરે પાણી ભરે છે दानेन भोगाः सुलभा भवन्ति, નેન વૈરાગ્ય વ્યક્તિ નારાષ્ટ્ર दानेन भूतानि वशीभवन्ति तस्माद्धि दानं सततं प्रदेयम्।। (મનુસ્મૃતિ) દાન વડે ભોગ સુલભ થાય છે; દાનથી વૈર નાશ પામે છે; દાનથી પ્રાણીઓ વશ થાય છે; તેથી નિરંતર દાન દેવું જોઈએ. - - = = दक्षिणावन्तो अमृतं भजन्ते। दक्षिणावन्त प्रतिरन्त आयुः।। (ઋગ્વદ) [દાતા અમૃત પામે છે; દાતા દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરે છે... Page #237 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ देयं भोज घनं धनं सुविधिना नो संचितव्यं कदा श्रीकर्णस्य बलस्य विक्रमनृपस्याद्यापि कीर्तियतः । येनेदं बहु पाणिपादयुगलं घृष्यन्ति भो मक्षिका अस्माकं मधु दानभोगरहितं नष्टं चिरात् संचितम् ।। [હે ભોજરાજા ! મળેલા દ્રવ્યનું વિધિપૂર્વક બહુ દાન દેવું, પણ એકઠું કર્યા ન કરવું, કારણ કે દાનથી જ શ્રી કર્ણરાજા, બલિરાજા અને વિક્રમરાજાની કીર્તિ હજુ સુધી પ્રસિદ્ધ છે. એટલા કારણે જ અહો, મધમાખીઓ પોતાના હાથપગને બહુ ઘસે છે અને એ દ્વારા જણાવે છે કે ‘ઘણા વખતથી સંચિત કરેલું અમારું મધ દાન અને ભોગથી રહિત હોવાથી તત્કાળ નાશ પામ્યું છે'.] જગતમાં દાનની ક્રિયા એટલી સતત અને વ્યાપકપણે પરાપૂર્વથી ચાલતી આવી છે કે સમયે સમયે અનેક મહાત્માઓએ દાનનો અપાર મહિમા પોતપોતાની વિવિધ શૈલીથી સઘન અને સચોટ ભાષામાં વ્યક્ત કર્યો છે. સેંકડો એવી પંક્તિઓ સુભાષિત જેવી બની ગઈ છે. - ૨૨૭ દાનનો અર્થ ફક્ત ધન પૂરતો સીમિત નથી. આ સંસારમાં કોઈ પણ જીવ અન્ય જીવોના સહકાર વિના કે કુદરતી તત્ત્વોના આલંબન વિના પોતાનું જીવન ટકાવી ન શકે. સ્થૂલ દૃષ્ટિએ જોઈએ તો ધરતી પર વસતા માનવીને હવા, પાણી અને પ્રકાશની જરૂર જીવન ટકાવવા માટે પડે છે. પૃથ્વી, વાયુ, તેજ વગેરેમાં પણ તે પ્રકારના સ્થૂલસૂક્ષ્મ જીવો છે એમ જો સ્વીકારીએ તો કોઈ પણ જીવને જીવવા માટે બીજા જીવોની જરૂર પડે છે એ નિર્વિવાદ સત્ય છે. એ દૃષ્ટિએ તમામ જીવો વચ્ચે પરસ્પર અનુગ્રહ અને આલંબનની ઘટના સતત, અવિરત ચાલે છે. એટલા માટે જ વાચક ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે ‘પરસ્પરોપગ્રહો નીવાનામ્’ વળી એમણે દાનની વ્યાખ્યા કરતાં કહ્યું છે : 'अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ।' આમ દાનની પ્રવૃત્તિનાં ત્રણ મહત્ત્વનાં અંગો છે : (૧) પોતાની માલિકીની કોઈ વસ્તુ હોવી, (૨) તેનો અતિસર્ગ એટલે કે ત્યાગ કરવો, (૩) એ ત્યાગ બીજાના કલ્યાણ માટે હોવો જોઈએ. Page #238 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ હૃદયની સાચી ઉદારતા વિના દાનની સાચી પ્રવૃત્તિ સંભવી શકે નહિ. મનુષ્યની ચેતનાનો જેટલો વિસ્તાર હોય તેટલો વિસ્તાર તેની ઘનની ભાવનાનો થઈ શકે. જે માણસ સ્વાર્થી કે અહકેન્દ્રી છે તે માણસ જલદી દાન દઈ શકતો નથી. અને દે તો પણ ગણતરીપૂર્વકનું અને પોતાના સ્વાર્થની વૃદ્ધિ માટેનું હોવાનો સંભવ છે. જ્યાં ‘મારા અને પરાયા’નો ભાવ છે ત્યાં દાનની પ્રવૃત્તિ મર્યાદિત રહેવાની. સમગ્ર સંસારમાં તમામ જીવો પ્રત્યે મૈત્રીની ઊંચી ભાવના જ્યાં વિકસે છે ત્યાં અન્ય જીવોના લાભાર્થે પોતાની સ્થૂલ કે સૂક્ષ્મ સંપત્તિનું વિસર્જન સતત ચાલ્યા કરે છે. ‘પંચતંત્રમાં કહ્યું છે કે : अयं निजः परो वेत्ति गणना लघुचेतसाम् । उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ।। ૨૨૮ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારની ધર્મઆરાધનામાં શાસ્ત્રકારોએ દાનને જે પ્રથમ સ્થાન આપ્યું છે તે ઘણી દૃષ્ટિએ ઉચિત છે, કારણ કે દાન સકલ ગુણોને ઉદ્દીપ્ત કરનારું, સરળ અને સ્વપરકલ્યાણક છે. દાનની ભાવના સ૨ળ અને સુલભ છે. આબાલવૃદ્ધ સૌ કોઈ ાનની પ્રવૃત્તિ સરળતાથી ફરી શકે છે. તપની આરાધના દાન કરતાં કઠિન છે. કેટલીક વ્યક્તિઓ સહેલાઈથી તપ કરી શકતી નથી. કેટલાક વૃદ્ધ, અશક્ત, માંદા માણસો દાન આપી શકે, પણ તપશ્ચર્યા કરવી તેમને ફાવે નહિ. શીલ અને ભાવ આત્માને ઉચ્ચ કોટિએ લઈ જાય છે, પરંતુ વિશુદ્ધ ચારિત્ર્ય અને ઉદાત્ત ભાવને જીવનમાં ઉતારવાનું એટલું સરળ નથી. દાનને પ્રથમ સ્થાન આપ્યું છે, કારણ કે દાન સ્વપર-કલ્યાણકારી છે. માટે જ ‘સ્વપરોપારાર્થે વિતરાં વનમ્ ।' એમ કહેવાયું છે. શીલ, તપ અને ભાવ મુખ્યત્વે ને પ્રત્યક્ષપણે સ્વકલ્યાણકારી છે. અલબત્ત તે પરોક્ષ રીતે અને પરંપરાએ કુટુંબ, સમાજ વગેરેના કલ્યાણનું નિમિત્ત બની શકે છે. જ્યાં સુધી અન્ય જીવના કલ્યાણનો ભાવ હૃદયમાં પ્રગટ થતો નથી ત્યાં સુધી દાનની વૃત્તિ પોતાનામાં જન્મતી નથી. માણસ માત્ર પરાર્થે દાન આપતો હોય તો પણ એ દ્વારા અનાયાસ આત્મકલ્યાણ પણ સાધે છે. એક ચિંતકે કહ્યું છે, ‘Charity is never lost; it may meet with ingratitude or be of no service to those on whom it was bestowed, yet it ever does a work of beauty and grace upon the heart of the giver.' Page #239 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ ૨૨૯ દ્રવ્યદાન કરતાં ભાવદાન ચડિયાતું મનાય છે. દ્રવ્યદાનમાં રોકડનાણું, ચીજવસ્તુઓ, ઉપકરણ ઇત્યાદિનો સમાવેશ થાય છે. સ્થૂલ દ્રવ્યના દાન કરતાં પણ આત્માને માટે જ્ઞાનધન દ્વારા પરિણમતાં સમ્યકુ ધર્મક્રિયાદિ વધુ ઉપકારક થઈ શકે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે કોઈ માણસ રોજ એક લાખ ખાંડી સુવર્ણનું ધન આપે તો પણ રોજ એક સામાયિક કરનાર માણસની તોલે તે ન આવે. માણસે ધર્મની આરાધના વિવિધ પ્રકારે કરવાની છે. એમાં સ્કૂલ દ્રવ્યદાન દ્વારા થતી આરાધના નીચી ભૂમિકાએ આવે. સુપાત્રદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરે ઊંચા પ્રકારનાં ધન છે. પરંતુ દાન કરતાં પણ તપ, શીલ અને ભાવ દ્વારા થતી શદ્ધ ધર્મારાધના કેટલીક અપેક્ષાએ ચડિયાતી ગણાવાય છે. અલબત્ત, આ દરેકમાં તરતમતાના ભેદ અને પ્રભેદ હોઈ શકે છે. સ્થલ દ્રવ્યદાન કરતાં અન્ય પ્રકારની આરાધના ચડિયાતી છે એનો અર્થ એ નથી કે દાનનો નિષેધ કરવામાં આવ્યો છે. એનું તાત્પર્ય એ છે કે મનુષ્ય દ્રવ્યના ઘનધર્મમાં જ અટકી ન જતાં એથી ઉચ્ચતમ ધર્મારાધનાનું લક્ષ્ય રાખવું ઘટે. એમાં શુદ્ધ અને ઉચ્ચ ભાવથી કરેલું સુપાત્રદાન તો કર્મનિર્જરા દ્વારા મોક્ષનું સાધન પણ બની શકે છે. બૌદ્ધ ધર્મમાં જે કેટલીક “પારમિતા' નિર્વાણ માટે બતાવી છે તેમાં “દાનપારમિતા” પણ છે. - ધન દેનાર બધા એકસરખી કોટિના હોતા નથી. વળી એક જ વ્યક્તિ દરેક વખતે એક જ સરખા ભાવથી કે મનના અધ્યવસાયથી દાન આપે એવું હંમેશાં બનતું નથી. સુભાષિતકારોએ દાનના ભૂષણ ને દૂષણ પ્રત્યે એટલા માટે નિર્દેશ કર્યો છે. દાનનાં નીચે પ્રમાણે પાંચ ભૂષણ ગણવામાં આવે છે. ઉપદેશપ્રાસાદમાં કહ્યું છે : आनंदाश्रणि रोमांचो बहुमानं प्रियं वचः। तथाऽनुमोदना पात्रे दानभूषणपंचकम् ।। (૧) દાન આપતી વખતે આનંદનાં આંસુ વહે, (૨) હર્ષથી રોમાંચનો અનુભવ થાય, (૩) દાન લેનાર પ્રત્યે બહુમાનનો ભાવ રહે, (૪) પ્રિય વચનો બોલાય અને (૫) સત્પાત્રની અનુમોદના કરવામાં આવે – એ દાનનાં પાંચ ભૂષણો છે. ધનના પાંચ દૂષણો આ પ્રમાણે છે. “ઉપદેશપ્રાસાદમાં કહ્યું છે : Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩) જિનતત્ત્વ अनादरो विलंबश्च वैमुख्यं विप्रियं वचः। पश्चात्तापश्च दातुः स्यादानदूषणपंचकम् ।। (૧) દાન લેનાર તરફ અનાદરનો ભાવ થાય, (૨) દાન આપવામાં વિલંબ થાય, (૩) દાન આપતી વખતે વિમુખ થવાય, (૪) અપ્રિય વચન બોલાય અને (૫) આપ્યા પછી પશ્ચાત્તાપ થાય – એ દાનનાં પાંચ દૂષણ છે. દાનનાં આ તો મુખ્ય પાંચ ભૂષણ કે પાંચ દૂષણ છે. તે ઉપરાંત પણ બીજાં ભૂષણો કે દૂષણો હોઈ શકે છે. “વિવેકવિલાસ'માં કહ્યું છે : मायाऽहंकारलज्जाभिः प्रत्युपक्रिययाऽथवा। यत्किंचिद्दीयते दानं न तद्धर्मस्य साधकम् ।। જે કંઈ દાન માયાકપટથી, અહંકારથી, લજ્જાથી અથવા પ્રત્યુપકાર(બદલા)ના આશયથી દેવામાં આવે તે દાન ધર્મનું સાધક બનતું નથી. આમ, આ ભૂષણો કે દૂષણો દ્વારા દાતાની પોતાની પાત્રતા કે અપાત્રતાની ખબર પડી જાય છે. દાનનો માત્ર દેખાવ કરી ધન આપવા કરતાં પણ વધુ મોટો બદલો મેળવી લેવાની વૃત્તિવાળા દાતાઓ પણ હોય છે. બળતું ઘર કૃષ્ણાર્પણ' કરનારા દાનધર્મઘતાઓ પણ જગતમાં હોય છે. એવાં દાન નિષ્ફળ દાન તરીકે ઓળખાવાય છે. કેટલીક વાર માત્ર બાહ્ય ક્રિયા જ દાનની હોય, પણ તેમાં માત્ર ભાવશૂન્યતા જ નહિ, આશય પણ અધમ હોય છે. નાનાં છોકરાંને બોર આપી કડલી કઢાવી લેવાનું કામ કરનારા પણ કેટલાક હોય છે. મોંઘી ચીજવસ્તુઓ કે ઘરેણાં વગેરે ઉદારતાથી ભેટ આપી સ્ત્રીઓને વશ કરનારા કામલોલુપ માણસો પણ દુનિયામાં જોવા મળે છે. અધમાધમ દાન કેવું હોય તે વિશે પ્રાચીન જૈન સાહિત્યમાં એક પ્રહેલિકા પૂછવામાં આવી છે. ગંગા નદીના પવિત્ર કિનારે એક માણસ રોજ સવારથી સાંજ સુધી અન્નદાન આપે છે. પરંતુ આ દાન એવું છે કે લેનાર ધન લેતાં જ મૃત્યુ પામે છે અને ઘતાએ આવી રીતે ધન આપવાને કારણે અવશ્ય નરકગતિ મળવાની છે. ઘન વિશે આવી સમસ્યા સાંભળતાં વિચારમાં પડી જવાય. કદાચ આ વાત માન્યમાં પણ ન આવે. પણ પ્રહેલિકા પૂછનાર ઉત્તર આપે છે કે એ દાતા તે માછીમાર છે. સવારથી સાંજ સુધી અન્નદાન આપી માછલાંને મારે છે અને તેને પરિણામે તે નરકગતિ ભોગવનાર છે. આ દાન તે દાન નથી, પણ તેને અધમાધમ ધન તરીકે ઓળખાવવું હોય તો ઓળખાવી શકાય, કારણ કે તેમાં દાતા અને લેનાર બંનેની તેથી દુર્ગતિ છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ એકલદોકલ વ્યક્તિ જે ન કરી શકે તેવાં મોટાં કાર્યો નાનીમોટી સામુદાયિક દાનપ્રવૃત્તિથી સિદ્ધ થયેલાં જોઈ શકાય છે. એ દરેક કાર્યની ઉપયોગિતા એકસરખી ન હોય, કારણ કે દરેકની પાછળ રહેલું સામાજિક, ધાર્મિક કે આધ્યાત્મિક ધ્યેય એકસરખું ન હોય. એવાં દૂરદર્શી ધ્યેયને સમજવાના અભાવને કારણે કે પૂર્વગ્રંથિના કારણે એક યા અન્ય વર્ગ તરફથી વખતોવખત ટીકા થવાનો પણ સંભવ રહે. પરંતુ એકંદર દાનની પ્રવૃત્તિઓની ઉપયોગિતા સર્વસ્વીકૃત છે. ૨૩૧ જે સમાજમાં આર્થિક અસમાનતા મોટા પ્રમાણમાં છે, ત્યાં દ્રવ્યદાનની પ્રવૃત્તિને ઘણો અવકાશ રહેવાનો. જ્યાં સમાજવાદ, સામ્યવાદ કે કલ્યાણરાજ્ય (welfare state) દ્વારા આર્થિક અસમાનતા બહુધા દૂર થઈ ગઈ હોય ત્યાં લક્ષ્મી દ્વારા થતી દ્રવ્ય-દાનની પ્રવૃત્તિને ઓછો અવકાશ રહે છે. ગરીબોના કલ્યાણ માટે દાન-પ્રવૃત્તિ અત્યાવશ્યક છે, ઇષ્ટ છે; પરંતુ એવી પ્રવૃત્તિ જ્યાં ઘણી થતી હોય ત્યાં શોષકશોષિત વર્ગોનું પ્રમાણ મોટું છે. સમાજનું એ ભૂષણ નહિ, બલકે દૂષણ ગણાય. આદર્શ સ્થિતિ તો એ ગણાય કે જ્યાં દાતા ઘણા હોય પણ લક્ષ્મીનું દાન લેવાવાળા યાચક કોઈ ન હોય અથવા ખુદ યાચક પોતે દાતા બની જાય. પરંતુ એવી પરિસ્થિતિનું નિર્માણ થવું ઘણું અઘરું છે; નિર્માણ થયા પછી એવી સ્થિતિ ચિરકાળ ટકાવી રાખવી ઘણી કઠિન છે; અને જ્યાં ટકે છે ત્યાં અન્ય પ્રકારનાં સ્થૂલ કે સૂક્ષ્મ દૂષણો સમાજમાં કે સત્તાધારી વર્ગમાં પ્રગટ થાય છે. મનુષ્યની પ્રકૃતિ એવી છે કે સર્વથા સંપૂર્ણ અને આદર્શ કહી શકાય એવી કાયમી આર્થિક વ્યવસ્થા સંભવિત નથી. બધાંને સારું ઘર, સારું ખાવાનું, સારાં કપડાં, હ૨વાફરવાનાં સારાં સાધનો અને અન્ય પ્રકારની સર્વ સામગ્રી મળી રહે એવા આદર્શ સમાજની રચના સમગ્ર વિશ્વને માટે શક્ય નથી. ભૂતકાળમાં એવું ક્યારેય થયું નથી અને ભવિષ્યમાં થશે કે કેમ તે પ્રશ્ન છે. ગરીબ કે જરૂરિયાતવાળા માણસોને પૈસાની મદદ ક૨વી એટલો જ અર્થ દાનનો નથી. વ્યવહારમાં કેટલાંય સામુદાયિક સત્કાર્યો કે તેવી યોજનાઓ માટે લોકો પોતાના પૈસા આપે છે. એટલે દાન શબ્દ ઉદારતાથી આપેલી આર્થિક સહાયના અર્થમાં વિશેષ રૂઢ થયેલો છે. ‘રીતે રૂતિ વાનમ્’ એવી દાનની વ્યાખ્યા આપવામાં આવે છે. પ્રાચીન કાળમાં ગાય, ભેંસ, બકરી, ઘેટું વગેરે ઉપયોગી પાળેલાં પ્રાણીઓ માણસની Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર. જિનતત્ત્વ મોટી સંપત્તિરૂપ ગણાતાં અને એનું દાન બહુ મહત્ત્વનું લેખાતું. વર્તમાન સમયમાં તબીબી વિજ્ઞાનની પ્રગતિ પછી રક્તદાન, નેત્રદાન, હૃદયદાન, કિડનીદાન કે દેહદાન વગેરે પ્રકારનાં દાનનો મહિમા પણ વધતો ચાલ્યો છે. જીવંત કે મૃત્યુ પામેલા મનુષ્યદેહની કે તેના અંગાંગોની ઉપયોગિતા વધવા લાગી છે, અને એથી બીજા દુ:ખી જીવોને ઉપયોગી થવાની પ્રવૃત્તિનો, માનવતાની ભાવનાના વિકાસ સાથે, ઉપયોગ વધ્યો છે. દાનની પ્રવૃત્તિનો વ્યાપ આમ ઉત્તરોત્તર વધતો ચાલ્યો છે. જગતની તમામ પ્રજાઓમાં ધનનું દાન દેવામાં જે કેટલાક લોકો મોખરે છે તેમાં જૈનોનું સ્થાન મહત્ત્વનું છે. જૈન સમાજ સમયે સમયે વ્યક્તિગત સહાયરૂપે કે માનવકલ્યાણની વિવિધ મોટી યોજનાઓ માટે જે દાનનો પ્રવાહ વહેવડાવે છે તે અમાપ છે. દાન એ કોઈ પણ જૈનનો સામાન્ય સદ્ગુણ છે. દાન એ જૈનની શોભા છે. જે જીવનમાં ક્યારેય પણ દાન કરતો નથી તે “જૈન” શબ્દને પાત્ર ઠરતો નથી. દાનનો મહિમા કેટલો છે તે તીર્થંકરોનાં જીવન જોવાથી જણાશે. પોતાનો તે જ ભવમાં મોક્ષ નિશ્ચિત છે એવું પોતાના અવધિજ્ઞાનથી જાણવા છતાં તીર્થકર ભગાવન દીક્ષા પૂર્વે સ્વહસ્તે એક વર્ષ સુધી, પ્રતિદિન એક કરોડ આઠ લાખ સુવર્ણ મહોર લેખે મહાદાન આપે છે. તે દાન હંમેશાં માત્ર ભવ્યાત્માઓ જ પામી શકે છે. અભવ્ય જીવો તીર્થકરોએ આપેલું દાન કદાપિ પામી શકતા નથી. એટલા માટે જ તીર્થકર ભગવાન જ્યારે સાંવત્સરિક દાન આપે છે ત્યારે તે મેળવવા માટે અને મેળવીને પોતાની ભવ્યતા છે તેની પ્રતીતિ કરવા માટે અનેક જીવો પહોંચી જાય છે. એટલા માટે જ વર્તમાન સમયમાં પણ દીક્ષાદાનની શોભાયાત્રા વખતે અપાતા દાનને મેળવવા માટે -- નાનું મોટું નાણું મેળવવા માટે, જાણકાર શ્રીમંતો પણ પડાપડી કરતા હોય છે. વળી, તીર્થંકર ભગવાન પોતાની છદ્માવસ્થામાં તપશ્ચર્યા કરે છે ત્યારે તેમને પ્રથમ પારણું કરાવવારૂપી દાન આપનાર ભવ્યાત્મા અવશ્ય મોક્ષગામી બને છે. કહેવાયું છે : पढमाई पाइणाइ अकरिसु करंति तह करिस्संति। अरिहंता भगवंता जस्स घरे तेसिं धूव सिद्धिं ।। બદલાની કશી અપેક્ષા વગર દાન અપાય તે ઉત્તમ છે. તેમ છતાં દાનનો બદલો એક નહિ તો બીજી રીતે મળ્યા વગર રહેતો નથી એ પણ એટલું જ Page #243 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ ૨૩૩ નિશ્ચિત છે. કર્મનો એ સિદ્ધાંત છે. પૂર્વના ધન સાર્થવાહના ભવમાં સાધુજનોને ઘીનું દાન દેવાથી ઋષભદેવ તીર્થંકર થયા હતા. પૂર્વના ભવમાં પારેવાંને કણાભાવથી અભયદાન દેવાને કારણે શાંતિનાથ ભગવાન ચક્રવર્તીની ઋદ્ધિ પામ્યા હતા અને તીર્થકર થયા હતા. પૂર્વના ભવમાં તપસ્વી મુનિમહારાજને ક્ષીરનું દાન દેવાથી શાલિભદ્ર અત્યંત ઋદ્ધિવાન થયા હતા. પૂર્વજન્મમાં દાન દેવાથી કયવના શેઠે ઘણું સુખ ભોગવ્યું હતું. ઉદાયી રાજા, સંપ્રતિ રાજા, મૂળદેવકુમાર વગેરે દાનવીર તરીકે સુપ્રસિદ્ધ છે. ચંદનબાળા ભગવાન મહાવીરસ્વામીને અળદના બાકુળા વહોરાવીને ધન્ય બની ગયાં હતાં તે કોણ નથી જાણતું ? હિન્દુ ધર્મકથાઓમાં કર્ણ, બલિરાજા, વિક્રમાદિત્ય રાજા વગેરેનાં દૃષ્ટાંતો દાન આપવાના વિષયમાં સુપ્રસિદ્ધ છે. જૈન ધર્મમાં પાંચ મહાવ્રતોમાં અપરિગ્રહને સ્થાન આપવામાં આવ્યું છે. જૈન સાધુઓ અપરિગ્રહવ્રતનું પરિપાલન કરે છે. માટે તેઓએ સ્વયં અનુકંપાથી દ્રવ્યદાન આપવાનું હોતું નથી, પરંતુ તે માટે પ્રેરણા કરી શકે છે. ગૃહસ્થને માટે પરિગ્રહ-પરિમાણનું વ્રત હોય છે. સમયે સમયે માણસે પોતાના પરિગ્રહને તપાસી યથાશક્ય તે ઓછો કરવો જોઈએ, એટલે કે વખતોવખત એણે દાન આપતા રહેવું જોઈએ. ગૃહસ્થ બીજાં દુષ્કર વ્રતો ન પાળી શકે તો પણ દાન તો આપી શકે છે. “ધર્મકલ્પદ્રુમ માં કહ્યું છે : नो शीलं प्रतिपालयन्ति गृहिणस्तप्तुं तपो न क्षमा, आर्त्तध्याननिराकृता जडधियस्तेषां कुतो भावना। इत्येव निपुणेन हन्त मनसा सम्यग् मया निश्चितं, नोत्तारो भवकूपतोऽपि सुदृढं दानावलम्बात्परः।। ગૃહસ્થાશ્રમમાં રહેલા મનુષ્યો બ્રહ્મચર્ય પાળતા નથી, તપ કરવામાં સમર્થ નથી, તેમની જડબુદ્ધિ હોવાથી તેઓ આર્તધ્યાન વડે પરાભવ પામેલા હોય છે. તેથી તેમને ભાવના તો ક્યાંથી જ હોય ? આ પ્રમાણે હોવાથી નિપુણ મનથી વિચાર કરીને મેં નિશ્ચય કર્યો છે કે અત્યંત દઢ એવા ધનધર્મનો આશ્રય લીધા સિવાય સંસારકૂપથી ઊતરવાનો બીજો કોઈ ઉપાય નથી.] દાન હાથનું ભૂષણ છે. સમયે સમયે ધન દેવાથી લોભ કષાય મંદ પડે છે. એટલા માટે જ કેટલાક સાચા શ્રાવકો પરિગ્રહ ઓછો કરવાની બાબતમાં બહુ સજાગ અને સચિત હોય છે. અમુક ઉંમરે નવી કમાણી ન કરવી અને જે સંપત્તિ એકત્રિત કરેલી હોય તેમાંથી થોડી થોડી ઓછી કરી શુભ કાર્ય માટે Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જિનતત્ત્વ આપી દેવી એવી ભાવના સાચા શ્રાવકો સેવતા હોય છે. અલબત્ત એવા કેટલાક માણસો પણ છે જે કાળાધોળાં કે ગોલમાલ કરીને ઘણું ધન એકઠું કરે છે અને પછી સમાજમાં માનપાન માટે દાન કરે છે. પરંતુ હરિભદ્રસૂરિએ કહ્યું છે તેમ આવા માણસો પ્રથમ કાદવ-કીચડમાં પગ ખરડે છે અને પછી સાફ કરવા કોશિશ કરે છે. પોતે પ્રાપ્ત કરેલી લક્ષ્મીનો કેવી રીતે ઉપયોગ કરવો તે માટે માણસે વિચાર કરવો જોઈએ, કારણ કે ધનનો ઉપયોગ દાન, ભોગ અને નાશ એ ત્રણ પ્રકારે થાય છે. दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य । - यो न ददाति न भुङ्क्ते तस्य तृतीया गतिर्भवति ।। ધનને જવાના ત્રણ માર્ગ છે : દાન, ભોગ અને નાશ. જે આપતો નથી અને ભોગવતો નથી તેના ધનની ત્રીજી ગતિ (નાશ) થાય છે. દાન દ્વારા ત્યાગ કરેલી લક્ષ્મી એ જ એનું સાચું રક્ષણ છે એમ શ્રદ્ધાપૂર્વક મનાય છે. એટલા માટે માણસે પોતાની સંપત્તિમાંથી દાન દેવાનું લક્ષ રાખવું જોઈએ. “તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે કે : श्रद्धया देयं, अश्रद्धया देयं, श्रिया देयं, ह्रिया देयं, भिया देयं, संविदा देयम्।। શ્રદ્ધાથી દાન આપો, અરે અશ્રદ્ધાથી પણ આપો. પોતાની સંપત્તિ વધતી જતી હોય તો તે સ્થિતિમાં પણ દાન આપો, ભયથી (સામાજિક ભયથી, અપયશના ભયથી) પણ દાન આપો અને સંવિદ (વિવેકબુદ્ધિથી) પણ આપો. સામાન્ય રીતે આપણી આસપાસ દાનની ઘણી પ્રવૃત્તિ જોવા મળશે. પોતાની આજીવિકામાંથી યથાવકાશ બીજાને આપવાથી માણસને આંચ આવતી નથી. પોતાની વધી પડેલી સંપત્તિમાંથી કિંચિત્ માત્રમાં દાન કરવું એ જરાય અઘરું નથી. પરંતુ પોતે કષ્ટ વેઠીને પણ બીજાને સહાય કરે એવી વ્યક્તિઓ ઓછી હોય છે. લાખ રૂપિયાની મૂડીમાંથી હજાર રૂપિયાનું દાન દેનાર કરતાં સો રૂપિયાની મૂડીમાંથી પંચાણું કે સોએ સો રૂપિયાનું દાન દેનાર ચઢિયાતો દાનવીર છે. Not he who has much is rich, but he who gives much. દાન દેવામાં “શૂર” કે “વીર’ કહી શકાય એવી વ્યક્તિઓ તો જવલ્લે જ જોવા મળે. (જોકે આજકાલ “દાનવીર” શબ્દ બહુ સસ્તો બની ગયો છે) એટલા માટે જ ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે દસ હજાર માણસોમાંથી એકાદ Page #245 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ ૨૩૫ સારો વક્તા મળી શકે, પરંતુ દસ હજારમાંથી એકાદ સાચો દાતા મળે કે ન પણ મળે. शतेषु जायते शूरः सहस्रेषु च पण्डितः । वक्ता दशसहस्त्रेषु, दाता भवति वा न वा ।। સાચું દાન દેનાર વ્યક્તિ કેટલી ચડિયાતી હોય અને એનામાં કેવા કેવા ગુણો રહેલા હોય તે વિશે કહેવાયું છે : तुष्टिश्रद्धा विनय भजना लुब्धताक्षान्ति सत्त्वप्राण त्राण व्यवसित गुणज्ञानकालाज्ञताढ्यः । दानासक्तिर्जननमृतिभिश्चास्तिकोऽमत्सरेयों, दक्षात्मा यो भवति स नरो दातृमुख्यो जिनोक्तः । જે દાની મનુષ્ય તુષ્ટિ, શ્રદ્ધા, વિનય, ભક્તિ, નિર્લોભિતા, ક્ષમા, પ્રાણીદયા, ગુણજ્ઞતા અને કાલજ્ઞતાથી યુક્ત, જન્મ અને મરણ વિશે અનાસક્ત, આસ્તિક, મત્સરથી અને ઈર્ષ્યાથી રહિત તથા દક્ષ હોય તેવા મનુષ્યને જિનેશ્વર ભગવાને દાનીઓમાં મુખ્ય (શ્રેષ્ઠ) કહ્યો છે. જે માણસો પરાર્થ કશું જ આપી શકતા નથી એવા કૃપણ માણસો છેવટે તો બીજાને માટે જ બધું છોડીને જગતમાંથી વિદાય લેતા હોય છે. એટલે એક અપેક્ષાએ આવા કંજૂસ માણસો મોટા ત્યાગી ગણાય. એટલા માટે જ કટાક્ષમાં કહેવાયું છે : अदातापुरुषस्त्यागी धनं संत्यज्य गच्छति । दातारं कृपणं मन्ये, न मृतोऽप्यथ मुञ्चति । [દાન ન આપનાર માણસ હકીકતમાં ત્યાગી છે, કારણ કે છેવટે તે ધનલક્ષ્મીને છોડીને ચાલ્યો જાય છે. જે દાતા છે તે કૃપણ છે એમ હું માનું છું, કારણ કે મરતી વખતે તે ધન છોડીને જતો નથી. પુણ્યરૂપી લક્ષ્મી પણ તે સાથે લઈને જાય છે.] જુદી જુદી દૃષ્ટિએ દાનના જુદા જુદા પ્રકાર શાસ્ત્રકારોએ ગણાવ્યા છે. દાનના મુખ્ય બે પ્રકાર છે : દ્રવ્યદાન અને ભાવદાન. બૌદ્ધ ધર્મના ગ્રન્થ ‘અંગુત્તર નિકાય’માં પણ ‘અભિસદાન’ (ભૌતિક દાન) અને ‘ધર્મદાન' એવા બે મુખ્ય પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. જૈન આગમગ્રન્થોમાં સ્થાનાંગસૂત્રના દસમા અધ્યયનમાં દાનના દસ www.jainefibrary.org Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જિનતત્ત્વ પ્રકાર નીચે પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે ? दसविहे दाणे पण्णते, तंजहाअणुकंपा संगहे चेव, भया कालुणिते ति त। लज्जाए गारवेणं च, अहम्मे पुण सत्तमे। धम्मे य अट्ठमे वुत्ते, काही ति त कंतति त।। (૧) અનુકમ્પાદાન, (૨) સંગ્રહદાન, (૩) ભયદાન, (૪) કારુણિકદાન, (૫) લજ્જાદાન, (૯) ગૌરવદાન, (૭) અધર્મદાન, (૮) ધર્માન, (૯) કાહીદન, (૧૦) કંતતીદાન. વળી ધર્મદાનના પેટાપ્રકાર તરીકે (૧) અભયદાન, (૨) સુપાત્રદાન અને (૩) જ્ઞાનદાન એમ ત્રણ ગણાવવામાં આવ્યા છે. દાનકુલકમાં ધર્મદાન, અર્થદાન અને કામદાન એમ ત્રણ પ્રકારો બતાવી ઘર્મદાનની વિશેષતા દર્શાવવામાં આવી છે. धम्मत्थकामभेया तिविहं दाणं जयंमि विक्खायं। तहवि आ जिणिंदमणिणो धम्मिय दाणं प्रसंसति ।। [ધર્મદન, અર્થદાન અને કામધન એમ ત્રણ પ્રકારનું દાન દુનિયામાં વિખ્યાત છે, પણ જિનેશ્વર ભગવાનના શાસનના મુનિઓ ધાર્મિક દાનની જ પ્રશંસા કરે છે.] કેટલાક ગ્રંથોમાં દાનના ચાર પ્રકાર આ પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે ? (૧) અભયદાન, (૨) અનુકંપાદાન, (૨) જ્ઞાનદાન અને (૪) ભક્તિાન. ભક્તિદાન તે સુપાત્રદાનનું બીજું નામ છે અને તેમાં સાત ક્ષેત્ર – (૧) સાધુ, (૨) સાધ્વી, (૩) શ્રાવક, (૪) શ્રાવિકા, (૫) જિનાગમ, (ક) જિનમંદિર અને (૭) જિનબિંબ – ને સુપાત્ર ગણવામાં આવ્યાં છે. વળી દાનના નીચે પ્રમાણે પાંચ પ્રકાર પણ દર્શાવવામાં આવે છે ? (૧) અભયદાન, (૨) સુપાત્રદાન, (૩) અનુકંપાદાન, (૪) ઉચિત દાન અને (૫) કીર્તિદાન. વળી, નવ પ્રકારનાં પુણ્યના આધારે અન્નદાન, વસ્ત્રદાન, વસતિદાન, ઔષધિદાન વગેરે પ્રકારો દાનના ગણાવવામાં આવે છે. ગરીબ ખેડૂતોને જમીનનું દાન આપવા માટે વિનોબાજીએ “ભૂદાન'ની પ્રવૃત્તિ ઉપાડી હતી. Page #247 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ ૨૩૭ જેટલી જેટલી ચીજવસ્તુઓ તેટલા પ્રકારનાં દાન એમ ગણવા જઈએ તો અંત ન આવે. વળી દાનની પ્રવૃત્તિને પાર વગરનો અવકાશ રહે છે. થોડામાંથી થોડું પણ માણસ આપી શકે છે : એટલા માટે કહેવાય છે કે Charity is infinitely divisable. He who has a little can always give a little. 94 દ્રવ્યદાનના તેમ ભાવદાનના સન્માનદાન, સમયદાન, નમસ્કારાન, પ્રેમાન વગેરે અનેક પ્રકાર ગણાવી શકાય. શ્રીમદ્ ભગવદ્ગીતામાં સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણે ગુણની દૃષ્ટિએ દાનના સાત્ત્વિક, રાજસ અને તામસ એમ ત્રણ પ્રકાર નીચે પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે : दातव्यमिति यहानं दीयतेऽनुपकारिणे। देशे काले च पात्रे च तदानं सात्त्विकं स्मृतम् ।। यत्तु प्रत्युपकारार्थ फलमुद्दिश्य वा पुनः । दीयते च परिकिलष्टं तहानं राजसं स्मृतम्।। अदेशकाले यहानमपात्रेभ्यश्च दीयते। असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ।। (૧) દેશ, કાળ અને પાત્ર અનુસાર, કર્તવ્યબુદ્ધિથી, ગરમાગ્યું અને બદલામાં કશું મેળવવાની ઇચ્છા વગર જે દાન અપાય તે સાત્વિક દાન છે. (૨) બદલો મેળવવાની ઇચ્છાથી, ફળની આકાંક્ષા સાથે, ચિત્તમાં કુલેશ રાખીને જે દાન અપાય તે રાજસ ધન છે. (૩) દેશ અને કાળ જોયા વગર, અપાત્રને આદરસત્કાર વગર કે અવજ્ઞાના ભાવ સાથે જે ધન આપવામાં આવે તે તામસ દાન કહેવાય છે. એવી જ રીતે પારાશરસ્મૃતિમાં દાનના ઉત્તમ, મધ્યમ, અધમ અને નિષ્ફળ એવા ચાર પ્રકાર નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે. अभिगम्योत्तमं दानमाहूयैव तु मध्यम्। __ अधमं याचमानाय सेवादानं तु निष्फलम्।। જે વ્યક્તિ ધન લેવા યોગ્ય હોય તેને વગરમાગ્યે સામે જઈને દાન આપવું તે ઘન ઉત્તમ પ્રકારનું છે. તેને પોતાની પાસે બોલાવીને દાન આપવું તે મધ્યમ પ્રકારનું છે. તેના માગ્યા પછી આપવું તે અધમ દાન છે, અને ધન માગનાર પાસે બદલામાં કશીક કામસેવા કરાવી લઈને દાન આપવું તે નિષ્ફળ Page #248 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૨૩૮ દાન છે. ‘ચન્દ્રચરિત્ર'માં પણ એ જ રીતે નીચે પ્રમાણે ઉત્તમ, મધ્યમ અને અધમાધમ પ્રકાર દર્શાવ્યા છે : उत्तमोऽप्रार्थितो दत्ते मध्यमः प्रार्थितः पुनः । याचकैर्याच्यमानोऽपि दत्ते न त्वधमाधमः । । જેઓ પોતાના નામ માટે કે પોતાના વડીલો, પૂર્વજો ઇત્યાદિના સ્મરણાર્થે સંસ્થાઓમાં નામ, ફોટો, પૂતળું વગેરે મૂકવાની શરતે દાન આપે છે તેને કીર્તિદાન કહેવામાં આવે છે. બદલામાં કશુંક મેળવી લેવાની વૃત્તિથી અપાયેલું એ દાન રાજસ કે તામસ પ્રકારનું દાન કહેવાય. એ બહુ ઊંચા પ્રકારનું દાન નથી, તો પણ એનો નિષેધ નથી કારણ કે એવા પ્રકારના દાનથી અન્ય લોકોમાં પ્રેરણા કે અનુમોદના થાય છે. એટલા વ્યવહારની દૃષ્ટિએ કીર્તિદાનની ઉપયોગિતા અવશ્ય ગણાય છે. કીર્તિદાન કરતાં ગુપ્તદાન વધુ ચડિયાતું ને મોટું ફળ આપનારું મનાયું છે એમાં સંશય નથી. દાન આપનારે દાન આપ્યા પછી પોતે એનાં વખાણ ન કરવાં જોઈએ. કહ્યું છે : ‘ન વત્તા પરિત્ઝીર્તયેત્ ।’ ગુપ્ત દાનનો જેટલો મહિમા છે એટલો પ્રગટ દાનનો નથી. એટલી હદ સુધી કહેવાયું છે કે તમારા જમણા હાથે દાન આપ્યું હોય એની તમારા ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. સામાન્ય રીતે દાન આપનારનો હાથ ઉપર હોય છે અને લેનારનો હાથ નીચે હોય છે. આથી આપના૨માં સભાનતા, ગૌરવ, અહંકાર, બીજા પ્રત્યે તુચ્છતા વગેરેના ભાવ આવી જવાનો સંભવ છે. અને લેનારમાં દીનતા, લાચારી, લઘુતા, લજ્જા વગેરેના ભાવો આવવા સંભવ છે. તેમ ન થાય માટે ઉત્તમ માર્ગ એ છે કે ગુપ્ત દાન અપાય અને તે પણ એવી રીતે અપાય કે પોતે કોને દાન આપ્યું છે તેની દાતાને ખબર ન રહે અને પોતાને કોના તરફથી દાન મળ્યું છે એની જાણ દાન મેળવનારને પણ ન થાય. આવી રીતે ગુપ્તદાન આપવાની અનુકૂળતા ન ૨હે ત્યારે દાન આપીને પોતે બીજા કોઈ ઉપર ઉપકાર નથી કરતા, પરંતુ પોતાની જાત ઉપર ઉપકાર કરે છે એવો શુભ ભાવ સેવવો જોઈએ. સંત શેખ સાહેબ જ્યારે પણ દાન આપતા ત્યારે નીચું માથું રાખીને આંખો ઢાળીને દાન આપતા. (અન્ય સંતો માટે પણ આ દંતકથા પ્રચલિત છે.) લોકોએ એમને પ્રશ્ન કર્યો કે - - કૈસી સીખે શેખજી એસી દેના દેન ? જ્યાં જ્યોં કર નીચા કરો, ત્યોં નીચા રાખો નૈન. Page #249 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ ત્યારે તેનો જવાબ આપતાં તેમણે કહ્યું : દેને વાલા ઓર હૈ, ભેજત હૈ દિન-રેન; લોગ નામ હમરો કહે, તાકે નીચે નૈન. દાનના ભિન્ન ભિન્ન દૃષ્ટિથી જે ભિન્ન ભિન્ન પ્રકારો ગણાવવામાં આવે છે, તે બધાં જ વર્ગીકરણોમાં અભયદાનને મુખ્ય ગણવામાં આવ્યું છે. એક અપેક્ષાએ બધાં દાનમાં સર્વશ્રેષ્ઠ દાન તે અભયદાન છે. પોતાના તરફથી અન્ય જીવોને ભય રહે નહિ, અભય પ્રાપ્ત થાય તો તેથી તે જીવો સુખેથી રહી શકે છે, વેરભાવનું કારણ ટળી જાય છે અને એથી સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતા સ્થપાય છે. અભયદાનમાં પણ પોતાના તરફથી બીજા જીવોને મૃત્યુનો—હિંસાનો ભય ન રહે એ ઉત્તમ સ્થિતિ છે. એટલે અભયદાનને ચરિતાર્થ કરનારે પોતના જીવનમાં સર્વ પ્રથમ અહિંસાની સાચી ઉદાર ભાવનાની સ્થાપના કરવી જોઈએ. ૨૩૯ અભયદાન એટલે કોઈને પણ ભયરહિત થવામાં ઉપકારક થવું. ભય અનેક પ્રકારના હોય છે. જૈન શાસ્ત્રોમાં જીવોને રહેતા કે થતા વિવિધ પ્રકારના અનેક ભયનું વર્ગીકરણ મુખ્ય સાત પ્રકારના ભયમાં ક૨વામાં આવ્યું છે. એ સાત ભય નીચે પ્રમાણે છે : (૧) ઈહલોકભય, (૨) પરલોકભય, (૩) આદાનભય, (૪) અકસ્માતભય, (૫) આજીવિકાભય, (૬) અપયશભય અને (૭) મરણભય. આ બધા ભયમાં મૃત્યુનો ભય મોટો છે. દરેકને પોતાનો જીવ વહાલો છે. મનુષ્ય હોય કે પશુપક્ષી, આપત્તિના પ્રસંગે પોતાનો જીવ બચાવવા કેટલી દોડાદોડી તે કરી મૂકે છે ! એટલે જ જગતના સર્વ જીવો પ્રત્યે આત્મીયતા, આત્મોપમ્યનો ભાવ કેળવી તેમને અભયનું દાન કરવું તે શ્રેષ્ઠ દાન છે એમ શાસ્ત્રકારો કહે છે. સંસા૨માં વખતોવખત વિસંવાદ, સંઘર્ષ, યુદ્ધ વગેરે થાય છે. મોટાં યુદ્ધોમાં તો હજારો-લાખો માણસોનો સંહાર થાય છે. ઘણાં ભયંકર ઘાતક શસ્ત્રોની શોધ થતી જાય છે. એટલે જગતમાં ભયનું વાતાવરણ નિર્માયા કરે છે. વે૨ની અને સંહારની પરંપરા ચાલે છે. આ તો મનુષ્યોના ભયની વાત થઈ. પણ મનુષ્યોના આહાર માટે પ્રાણીઓનો કેટલો બધો સંહાર દિવસે દિવસે વધતો જાય છે ! એ સર્વને અભયરહિત કરવા હોય તો શું કરવું ? જ્યાં સુધી માણસની પાસે ઘાતક શસ્ત્ર કે યંત્ર છે ત્યાં સુધી તો બીજાને એનો ભય રહેવાનો. વળી ભયભીત માણસ કે પશુ પોતે પણ સ્વબચાવમાં બીજાની હિંસા કરવા પ્રેરાવાનાં. એટલે Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪o જિનતત્ત્વ જગતમાં અભયદાનની ભાવના પ્રસરાવવા અને તેવા પ્રકારનું પ્રેમ અને વિશ્વાસનું વાતાવરણ જન્માવવા માટે માણસે પોતે પહેલાં નિઃશસ્ત્ર થવું જોઈશે અને ભયરહિત બનવું પડશે. આ તો પ્રાથમિક આવશ્યકતા છે. પરંતુ એથી આગળ જઈ અહિંસા, પ્રેમ, કરુણાની ભાવનાને પોતાના જીવનમાં પ્રસ્થાપિત કરવી જોઈશે. જ્યાં સાચી અહિંસા હોય છે ત્યાં જીવોનો પરસ્પર જાતિગત વેરભાવ હોય તો તે પણ ચાલ્યો જાય છે. અહિંસાની સાથે સાથે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એમ પાંચ મહાવ્રતોનું પરિપાલન બીજા જીવોને તે તે પ્રકારનું અભયાન આપવા માટે વ્યક્તિને પાત્ર બનાવે છે. મૃત્યુના ભય ઉપરાંત જીવને અન્ય પ્રકારના ભય હોય તો તે પણ દૂર થઈ જાય છે. તીર્થંકર પરમાત્માના સાંનિધ્યમાં જીવને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. એટલે જ તીર્થકર ભગવાન માટે “શસ્તવમાં વપરાયેલાં વિશેષણોમાંનું એક વિશેષણ તે ‘સમયથા” પણ છે. શાંતિનાથ ભગવાન પૂર્વના મેઘરથ રાજાના ભવમાં પક્ષીને બચાવવા પોતાના પ્રાણ આપવાની તૈયારી બતાવે છે એ અભયદાનનું એક ઉત્તમ ઉદાહરણ છે. મહાભારતમાં શિબિરાજાનું પણ તેવું જ ઉદાહરણ છે. નેમિનાથ ભગવાન પોતાના લગ્નના જમણવાર નિમિત્તે એકઠાં કરાયેલાં પશુઓને છોડાવે છે. મેઘકુમાર પૂર્વના હાથીના ભવમાં સસલાને બચાવે છે. ગર્દભિલ્લ મુનિ અને સંયતિ રાજા પણ પશુઓને અભયદાન દેવા માટે પ્રસિદ્ધ છે. અન્ય જીવને બચાવવા જતાં પોતાના પ્રાણનો પણ ભોગ આપ્યાનાં ઉદાહરણો દુનિયામાં જોવા મળે છે. અન્ય જીવો પ્રતિ અંતરમાં સાચી પ્રીતિ અને કહ્યા વગર એમ બની શકે નહિ. અભયદાનનો હિન્દુ ધર્મમાં પણ એટલો જ મહિમા દર્શાવાયો છે. નીચેના કેટલાક શ્લોક પરથી તે જણાશે : वरमेकस्य सत्त्वस्य दत्ता ह्यभयदक्षिणा। न तु विप्रेसहस्त्रेभ्यो गोसहस्रमलकृतम।। હજારો બ્રાહ્મણોને અલંકારો વડે શણગારેલી ગાયો દાનમાં આપવી તેના કરતાં એક જ પ્રાણીને અભયરૂપી દક્ષિણા આપવી તે વધુ ઉત્તમ છે. વળી કહ્યું છે : जीवानां रक्षणं श्रेष्ठं, जीवा जीवितकाक्षिणः। तस्मात्समस्तदानेभ्योऽभयदानं (માર્કંડેયપુરાણ) રા Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ સર્વ જીવોને જીવવાની ઇચ્છા હોય છે, તેથી સર્વ જીવોનું રક્ષણ કરવું તે શ્રેષ્ઠ છે. એટલા માટે જ સમસ્ત પ્રકારનાં દાનોમાં અભયદાનની અધિક પ્રશંસા થાય છે. દાનધર્મ * यो ददाति सहस्राणि गवामश्वशतानि च । अभयं सर्वसत्त्वेभ्यस्तद्दानमतिरिच्यते । । (મહાભારત–શાંતિપર્વ) જે મનુષ્ય હજારો ગાયો અને સેંકડો અશ્વોનું દાન કરે છે તેના કરતાં સર્વ પ્રાણીઓને જે અભયદાન આપે છે તે વધી જાય છે. * * * अभयं सर्वभूतेभ्यो दत्वा यश्चरते मुनिः । न तस्य सर्वभूतेभ्यो भयमुत्पद्यते क्वचित् ।। જે મુનિ સર્વ પ્રાણીઓને અભયદાન આપીને વિચરે છે તેને સર્વ પ્રાણીઓ તરફથી ક્યારેય ભય ઉત્પન્ન થતો નથી. અભયદાન પછી બીજા મહત્ત્વના દાન તરીકે જૈન શાસ્ત્રગ્રંથોમાં સુપાત્રદાનને ગણાવ્યું છે. સુયોગ્ય વ્યક્તિને દાન આપવું તે ઉભયને માટે ગૌરવભર્યું છે. સુપાત્ર શબ્દમાં સુ + પા + ત્ર એમ ત્રણ અક્ષરો છે. પા એટલે પાપ અને ત્ર એટલે રક્ષણ, જેઓ પોતાની જાતને અને ઉપદેશ દ્વારા અન્યને પાપથી બચાવે છે તે ‘પાત્ર’ કહેવાય છે. એમાં પણ જે વધુ સારી યોગ્યતાવાળા હોય તે ‘સુપાત્ર’ કહેવાય છે. સાધુસંતો સુપાત્ર કહેવાય છે. જે વ્યક્તિમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, શીલ, દયા, સંયમ વગેરે ગુણો હોય તે સુપાત્ર ગણાય. મુખ્યત્વે સાધુ-સંતોમાં એવા ગુણ હોય છે એટલે તે દાનના વિશેષ અધિકારી બને છે. ગૃહસ્થોમાં પણ કેટલાક સુપાત્ર હોય છે. એટલા માટે સુપાત્રના ત્રણ પ્રકાર બતાવવામાં આવે છે : ઉત્તમ, મધ્ય અને જઘન્ય. સાધુસાધ્વી, સંત-સંન્યાસીઓ ઉત્તમ સુપાત્ર છે, વ્રતધારી શ્રાવક-શ્રાવિકા મધ્યમ સુપાત્ર છે અને માર્ગાનુસા૨ી સાધર્મિક બંધુઓ જઘન્ય સુપાત્ર ગણાય છે. ઉત્તમ સુપાત્ર એવાં સાધુ-સાધ્વીઓમાં પણ માર્ગમાં ચાલવાથી થાકી ગયેલા, રોગ વગેરેને કારણે પીડા અનુભવતાં, લોચ કરેલાં, અધ્યયન કરવાવાળાં તથા ‘ઉત્તર પારણાં'વાળાં સુપાત્રોને દાન આપવાથી વધુ ફળ મળે છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ અન્ય રીતે ધનનો ઉપયોગ કરવા કરતાં સુપાત્રને આપવાથી વિશેષ લાભ થાય છે. નીચેના શ્લોક પરથી તેનો મહિમા જણાશે : ૨૪૨ व्याजे स्याद्विगुणं वित्तं, व्यवसाये चतुर्गुणम् । क्षेत्रे दशगुणं प्रोक्तं, पात्रेऽनन्तगुणं भवेत् ।। (૩àશતરંગિળી) વ્યાજે ધન આપવાથી તે ધન બમણું થઈ શકે છે, વેપારમાં ધન ચારગણું થાય છે, સારા ક્ષેત્રમાં વા૫૨વાથી દશગણું થાય છે, અને પાત્ર વ્યક્તિને આપેલું ધન અનંતગણું થાય છે એમ કહ્યું છે. સુપાત્રદાનનો મહિમા દર્શાવતાં શાસ્ત્રકાર કહે છે : चारित्रं चिनुते तनोति विनयं ज्ञानं नयत्युन्नतिं, पुष्णाति प्रशमं तपः प्रबलयत्युल्लासयत्यापदम् । पुण्यं कन्दलयत्यघं दलयति स्वर्गं ददाति क्रमा न्निर्वाणश्रियमातनोति निहितं पात्रे पवित्रं धनम् ।। પવિત્ર ધનને સુપાત્રમાં સ્થાપન કર્યું હોય તો તે ચારિત્રને એકઠું કરે છે, વિનયને વિસ્તારે છે, જ્ઞાનને ઉન્નત કરે છે, પ્રશમ-શમતાને પોષે છે, તપને બળવાન કરે છે, આગમને ઉલ્લસિત-વિકસ્વર કરે છે, પુણ્યને ઉત્પન્ન કરે છે, પાપનો નાશ કરે છે, સ્વર્ગને આપે છે ને અનુક્રમે – પરંપરાએ – મોક્ષલક્ષ્મીને પણ આપે છે. – - (સિંદૂર પ્રરા) દાન આપવું અને તે પણ સુપાત્રને દાન આપવું એ આપણે ધારીએ તેટલું સરળ નથી. માણસની પાસે ન્યાયનીતિથી પ્રાપ્ત થયેલું શુદ્ધ ધન હોવું એ પહેલી આવશ્યકતા છે. એવું ધન હોય પણ દાન આપવા જેટલી હૃદયની ઉદારતા ન હોય. ક્યારેક હૃદયની ઉદારતા હોય પણ ત્યારે પોતાની પાસે એવું અને એટલું ધન ન હોય. ક્યારેય ધન હોય અને હૃદયની ઉદારતા હોય તો પણ દાન લેનાર યોગ્ય પાત્ર ન હોય. ચિત્તની ઉદારતા, યોગ્ય ધન અને સુપાત્રઆ ત્રણેનો યોગ તો પ્રબળ પુણ્યના ઉદય વિના થવો શક્ય નથી. એટલે જ કહેવાયું છે : केसिं च होई वित्तं चितं केसिंपि उभयमन्नेसिं । चित्तं वित्तं च पात्रं च तिन्नि लभन्ति पुण्हेहिं । । Page #253 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ ૨૪૩ માટે એવો યોગ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે માણસે તે તક ઝડપી લેવી જોઈએ. ક્યારેક સુપાત્ર ચાલ્યું જાય છે., ક્યારેક કાળ વીતી જાય છે અને ક્યારેક અવસર ચૂકી જતાં, સમય વીતતાં મનના ભાવો પણ બદલાવા લાગે છે. ‘ભગવતીસૂત્રમાં ગૌતમસ્વામી ભગવાન મહાવીરસ્વામીને સુપાત્રદાન વિશે જે પ્રશ્ન કરે છે તે નીચે પ્રમાણે છે : समणोवागस्सणं भंते । तहारूवं समणं वा, माहणं वा, फासुएसणिज्जेणं असणपाण- खाइम- साइमेणं पडिलाभेमाणस्स किं कज्जइ ? गोमा एगंतसो निज्जरा कज्जइ, नत्थि य से पावे कम्मे कज्जइ । ગૌતમસ્વામી પૂછે છે, ‘હે ભગવાન ! કોઈ શ્રમણોપાસક જો તથારૂપ શ્રમણ અથવા માહણને પ્રાસુક એષણીય અશન, પાણ, ખાઈમ અને સાઈમરૂપી ચાર. પ્રકારનો આહાર આપે તો તેને શો લાભ થાય ?’ ભગવાને કહ્યું, ‘હે ગૌતમ ! એથી તેને એકાન્તે કર્મનિર્જરા થાય છે. એથી એને જરા સરખું પણ પાપકર્મ બંધાતું નથી.’ આથી સ્પષ્ટ છે કે સુપાત્રદાનનો મહિમા ઘણો મોટો છે, કારણ કે તેમાં પાપકર્મ માટે અવકાશ નથી અને કર્મની નિર્જરાનું તે કારણ બને છે. કોઈક કદાચ પ્રશ્ન કરે કે સુપાત્રદાન આપવા છતાં કેટલાક કર્મની નિર્જરા નથી પામતા તેનું કારણ શું ? તેનો ઉત્તર એ છે કે સુપાત્ર પણ સર્વ પ્રકારના આરંભથી રહિત હોય, વળી આપવા માટેની ખાવાપીવાની વસ્તુઓ આધાકર્માદિના દોષથી રહિત હોય અને આપનાર કપટરહિત તથા શુદ્ધ ભાવવાળો હોય એવી રીતે ત્રણેનો યોગ મળે તો જ કર્મની નિર્જરારૂપી ફળ પ્રાપ્ત થાય. એટલા માટે જ કહેવાયું છે કે ન્યાયથી ઉપાર્જન કરેલાં અને ગુરુને કલ્પે તેવાં અન્નપાનાદિક દ્રવ્યો વડે દેશ, કાળ, શ્રદ્ધા અને સત્કારના ક્રમપૂર્વક અત્યંત ભક્તિથી સાધુભગવંતોને – સુપાત્રોને દાન આપવું જોઈએ. ‘ઉપદેશચિંતામણિમાં સુપાત્ર દાન વિશે વિચારણા કરતાં કવિ જયશેખરસૂરિ તેના મહિમાની ગાથા ટાંકે છે : जं कालविसेसेणं पत्ते भावेण दिज्जए दाणं । तं कप्पहुमचिंतामणीणमाहप्पभवहरइ ।। Page #254 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ કાલવિશેષે પાત્રને ભાવથી જે દાન અપાય છે તે દાન કલ્પવૃક્ષ અને ચિંતામણિરત્નના પ્રભાવને પણ હઠાવી આપે છે. ૨૪૪ દાતા તો સુપાત્રને દાન આપે, પરંતુ સુપાત્ર એવા મુનિઓએ દાન લેતી વખતે દાતાના મનના ભાવોનો પણ વિચાર કરીને તે પછી જો યોગ્ય લાગે તો જ દાન લેવું જોઈએ. કવિ જયશેખરસૂરિ ‘ઉપદેશચિંતામણિ'માં બીજી એક ગાથા નીચે પ્રમાણે ટાંકે છે : करुणाइ परिखाए लोभेण भयेण अमरिसेणं वा । जसपसिठा दाणं अरिहंति कयावि न हु मुणिणो ।। કરુણાથી, પરીક્ષાથી, લોભથી, ભયથી અથવા અદેખાઈથી તેમજ યશ અને જ્યોતિષાદિ નિમિત્તથી દાન લેવાને ક્યારેય પણ મુનિઓ યોગ્ય નથી. ‘મારા આપ્યા વિના આ બિચારા મુનિઓનું શું થશે એમ વિચારવું તે કરુણા કહેવાય, મુનિઓ નિર્લોભી હોય છે એમ સાંભળ્યું છે પણ તે સાચું છે કે નહિ તે માટે મારું આપેલું લે છે કે નહિ એમ વિચારવું તે પરીક્ષા કહેવાય, દાન આપવાથી તે ભવમાં કે બીજા ભવ માટે ભોગાદિકની પ્રાર્થના કરવી તે લોભ કહેવાય, આ મુનિઓને સત્કારપૂર્વક હું દાન નહિ આપું તો તેઓ મને શાપ આપશે એમ વિચારવું તે ભય કહેવાય, અમુક માણસે દાન આપ્યું છે પણ તેનાથી હું જરાય ઓછો નથી એમ વિચારીને આપવું તે અમર્ષ કહેવાય. દાન લેનારના કે બીજાના મુખથી પ્રશંસા સાંભળવાની ઇચ્છા કરવી તે યશ કહેવાય. મેં દાન આપ્યું છે એટલે હવે તે મુનિ હું જ્યારે પણ પૂછીશ ત્યારે જ્યોતિષ, મંત્રવિદ્યા વગેરે મને કહેશે.' – સાચા મુનિઓએ આવી રીતે મળતું દાન લેવું ન જોઈએ. પોતાના નિસ્તારની બુદ્ધિથી યોગ્ય ભક્તિદાન લેવાને જ તેમનો અધિકાર છે. સુપાત્રદાનની જેમ જ્ઞાનદાન અથવા શ્રુતદાનનું પણ એટલું જ મહત્ત્વ સ્વીકારાયું છે. એક અપેક્ષાએ સર્વ દાનોમાં શ્રુતદાનને પ્રધાન ગણવામાં આવ્યું છે, કારણ કે એ દાનથી જ આત્મા મોક્ષમાર્ગ પર આરૂઢ થઈ મોક્ષગતિ પ્રાપ્ત કરે છે. અન્ય કેટલાક પ્રકારનાં દાનો તે મેળવનારને ભૌતિક સુખસગવડ કે અનુકૂળતા કરી આપનારાં હોય છે, જે દરેકની પરંપરાએ પરિણિત એકસરખી ન હોય. સાચું જ્ઞાનદાન, આપનાર અને લેનાર બંનેના આત્માને Page #255 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ વધુ વિશુદ્ધ બનાવનાર હોય છે. સર્વ પ્રકારનાં શ્રુતદાનોમાં તીર્થંકર પરમાત્મા સમવસરણમાં જે દેશના-દાન આપે છે તે સર્વોત્તમ છે. જ્ઞાની ભગવંતોએ જ્ઞાનદાનના વિતરણ વખતે તે ગ્રહણ કરનારની પાત્રતા કે અપાત્રતાનો વિચાર ક૨વો જોઈએ. જ્ઞાનદાનને લાયક પાત્રમાં પણ બાળક જેવા, મંદબુદ્ધિવાળા અને બુદ્ધ(પંડિત) એવા પ્રકારો હોય છે અને ઉત્સર્ગપ્રિય, અપવાદપ્રિય અને પારિણામિક એવા પ્રકારો પણ હોય છે. તે દરેકની પાત્રતા અનુસાર જ્ઞાનદાન કરવું જોઈએ, કે જેથી જે કક્ષાએ લેનારનો આત્મા હોય ત્યાંથી તે ઊંચે ચડે. ‘ધર્મરત્નપ્રકરણ'માં કહ્યું છે : सव्वंपि जओ दाणं दिन्नं पत्तम्मि दायगाण हियं । इहरा अणत्थजणगं पहाणदाणं च सुयदाणं ।। [જે સર્વ દાન યોગ્ય પાત્રને દેવાયું હોય તો તે તેના આપનારને હિતકર થાય છે. અન્યથા તે અનર્થ ઉત્પન્ન કરે છે. બધાં દાનમાં શ્રુતદાન તે પ્રધાન દાન છે.] વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે કે જેઓ જીવાજીવાદિ તત્ત્વોને જાણનાર હોય અને સમભાવથી સર્વ કોઈ જીવોની રક્ષા માટે ઉદ્યમી હોય તે જ્ઞાનદાન માટે યોગ્ય પાત્ર કહેવાય. જેઓ પરિગ્રહમાં અને આરંભસમારંભમાં તીવ્ર આસક્તિવાળા હોય તેઓ જ્ઞાનદાનને માટે કુપાત્ર ગણાય. તેઓને અપાયેલું જ્ઞાનદાન અનર્થ કરનારું અને વિપરીત ફળ આપનારું બનવા સંભવ છે. એટલા માટે અપાત્ર કે કુપાત્રને શ્રુતદાન ન આપવું જોઈએ. ‘ધર્મરત્નપ્રકરણમાં કહ્યું છે : ૨૪૫ सुठुयरं च न देयं एयमपत्तम्मि नायतत्तेहिं । इय देणावि सुद्धा इहरा मिच्छत्तत्रमगणाइ । । [જ્ઞાનતત્ત્વ એટલે તત્ત્વના જાણકારે, આગમોના સદ્ભાવને જાણનાર મહાત્માઓએ આવું ઉત્તમ શ્રુતજ્ઞાન અપાત્રને આપવું ન જોઈએ. રાગવાન, દ્વેષવાન, મૂઢ કે ભ્રમિત મતિવાળા અપાત્રને શ્રુતદાન આપવાથી દેશના અશુદ્ધ થાય છે અને મિથ્યાત્વમાં ગમન થાય છે.] દાનના એક પ્રકાર તરીકે ઉચિતદાન ગણાવવામાં આવે છે. વસ્તુતઃ ઉચિતતા અથવા ઔચિત્ય એ દાનનું લક્ષણ હોવું ઘટે છે. માણસે પોતાની શક્તિ અનુસાર દાન આપવું જોઈએ. શક્તિ કરતાં ઓછું દાન આપવાનો બોધ Page #256 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ ક્યાંય પણ અપાયો નથી. પરંતુ શક્તિનું માપ તો દરેકે પોતપોતાની મેળે પ્રામાણિકતાથી અને શુદ્ધ ભાવથી કાઢવું જોઈએ. દાન આપતી વખતે પોતાના આગળપાછળના સંજોગોનો અને ભિન્નભિન્ન અપેક્ષાઓનો વિચાર પણ કરવો પડે છે. એટલા માટે દાન દેવામાં માણસે વિવેક ન ચૂકવો જોઈએ. માણસે પોતાના ઉત્સાહના પૂરને ન અટકાવવું જોઈએ એ સાચું, કારણ કે આવેલા સદ્ભાવો ઝાઝી વાર ટકે કે ન ટકે પરંતુ કોઈ માણસ પોતાનું દેવું જાણીજોઈને ન ચૂકવતો હોય અને દાન કરવા નીકળે તો તે યોગ્ય ગણાય નહિ. કેટલાક માણસો આરંભમાં અત્યુત્સાહને કારણે ઘણું બધું દાન આપે છે, ખ્યાતિ પામે છે, પરંતુ પછીથી યાચકોનો જ્યારે ધસારો થાય છે, ત્યારે ત્રાસ, ખેદ, ઉદ્વેગ અનુભવે છે. યાચકો પ્રત્યે રોષે ભરાય છે, અપમાન કરે છે અને એમને ધિક્કારવા લાગે છે. કેટલીક વાર આરંભના અતિશય દાનને કારણે મળેલી પ્રતિષ્ઠાને કારણે એ આડાઅવળા ધંધા કરવા લાગે છે, દાનનાં આપેલાં વચનો પાળતો નથી. એટલા માટે દાન આપવામાં માણસે વિવેક ન ચૂકવો જોઈએ. ‘પંચસૂત્ર'માં કમાણી અનુસાર ઉચિત દાન આપવાની ભલામણ એટલા માટે કરી છે કે જેથી દાન આપવાની માણસની પ્રવૃત્તિ કાયમ ચાલ્યા કરે. અવિવેકી દાન ક્યારે બંધ થઈ જશે તે કહેવાય નહિ પણ ઉચિત દાન દીર્ઘ કાળ સુધી સતત ચાલ્યા કરે છે. વળી દાન એવી રીતે આપવું જોઈએ કે જેથી પોતાનામાં રહેલો દાનનો ગુણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો રહે. ૨૪૬ દાન આપતી વખતે પાત્રની ઉચિતતા પણ જોવી જોઈએ. કેટલાંક દાન પૃથાદાન જેવાં નીવડે છે. જેને દાનની જરૂર નથી એને દાન આપવાથી કંઈ અર્થ સરતો નથી. વૃથા વાન ધનાચેવુ એટલા માટે જ કહેવાય છે. વળી જે વ્યક્તિને જે ઉચિત હોય તેનું દાન દેવું જોઈએ. અનુચિત વસ્તુનું દાન આપવાથી તે દાન વૃથા બને છે. કહ્યું છે : यतिने काञ्चनं दत्ते, ताम्बूलं ब्रह्मचारिणे । चौरेभ्योऽप्यभयं दत्ते स दाता नरकं व्रजेत ।। યતિ-સાધુને સોનું આપનાર, બ્રહ્મચારીને પાન આપનાર અને ચોરને અભયદાન આપનાર દાતા નરકે જાય છે.] આમ, દાન દેવામાં વિવિધ પરિસ્થિતિ પ્રવર્તે છે અને પ્રત્યેક પરિસ્થિતિને વ્યાવહારિક અને સૈદ્ધાન્તિક એમ વિભિન્ન અપેક્ષાથી તપાસી શકાય છે. તે દરેકમાં ઔચિત્ય એ પણ એક મહત્ત્વનું લક્ષણ છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ દાનનો અન્ય એક મહત્ત્વનો પ્રકાર તે અનુકંપાદાન છે. એ દયાદાન કે કરુણાદાન તરીકે પણ ઓળખાય છે. સંસારમાં જેમ સુખ છે તેમ દુ:ખ પણ છે અને દુ:ખમાં બીજાની સહાયની જરૂર પડે છે. સ્વજનનું મૃત્યુ, સંકટ, કુદરતી આપત્તિ, અસાધ્ય રોગ, દેવાળું, દરિદ્રતા, અન્યાય, લાચારી વગેરેને કારણે માણસને માથે જ્યારે દુ:ખ આવી પડે છે ત્યારે તે જોનારના હૃદયમાં દયા કે કરુણાનો ભાવ જો ઊભરાય છે તો તરત મદદ કરવાનું મન થાય છે. આવું અનુકંપાદાન જાતિ, ધર્મ, સંપ્રદાય, રાજ્ય વગેરેના ભેદભાવથી પર રહીને આપવામાં આવે તો તે વધુ ફળ આપનાર બને છે. જ્યાં હૃદયમાં સાચી માનવતા છે ત્યાં અનુકંપાદાન પ્રગટ થયા વગર રહે નહિ. જૈન ધર્મ તો પશુપંખી સહિત નાનામોટા સર્વ પ્રત્યે દયાનો ભાવ રાખીને તે પ્રમાણે તેનું પાલન કરવાનું કહે છે. એટલે જૈનોમાં અનુકંપાદાનનો મહિમા પણ ઘણો બધો છે. એથી દયા, ઉદારતા, હૃદયની વિશાળતા, જીવો પ્રત્યે મૈત્રી અને આત્મીયતાની ભાવના વિકાસ પામે છે. અનુકંપાદાન પુણ્યોપાપાર્જનનું મોટું નિમિત્ત બને છે. પોતે મેળવેલી અઢળક સંપત્તિ તે સમાજના સીધા કે આડકતરા શોષણ દ્વારા પ્રાપ્ત થઈ છે એવી સમજણ બહુ ઓછા શ્રીમંતોને હોય છે. જો આવી સમજણ આવે તો કર્તવ્યબુદ્ધિથી અને શ્રદ્ધાથી સમાજને અનુકંપાદાન આપવું જોઈએ. દાનધર્મ અનુકંપાદાનના વિષયમાં જૈન ધર્મમાં એક સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ ગરીબ કે દુ:ખી હોય તેને સહાય કરવા માટે દાનની ૨કમ આપવામાં આવે પરંતુ એ રકમથી જો તે માંસાહાર કરવાનો હોય અથવા વ્યસની હોવાને કારણે તે દારૂ, જુગાર કે અન્ય વ્યસનમાં તે રકમ વા૫૨વાનો હોય તો તેવી વ્યક્તિને દાન આપવું કે નહિ ? આ ઘણો વિવાદાસ્પદ પ્રશ્ન છે. વ્યવહાર અને સિદ્ધાંતની દૃષ્ટિએ તથા માનવતા અને આત્મધર્મની દૃષ્ટિએ એના જુદા જુદા ઉત્તરો છે. અલબત્ત દાન દેતી વખતે લેનાર વ્યક્તિની પરિસ્થિતિ અને દાનમાં મળેલી વસ્તુ વાપરવા માટેના આશય વિષે બધી જ માહિતી હોતી નથી. એટલે જ્યાં ખબર કે જાણકારી હોય ત્યાં અહિંસાદિ ધર્મની પુષ્ટિ થાય એવી રીતે દાન આપવું જોઈએ; પરંતુ જ્યાં કશી માહિતી ન હોય ત્યાં કેવળ અનુકંપાના ભાવથી પણ દાન અવશ્ય આપવું જોઈએ. દાતાના હૃદયમાં અનુકંપાનો ભાવ રહ્યા કરે તે જ ઇષ્ટ છે. જો અનુકંપાદાનનો નિષેધ કરવામાં આવે તો પરંપરાએ સુપાત્રદાન, જ્ઞાનદાન, અભયદાનનો પણ નિષેધ કરવાનો વખત આવશે. સાધુને અન્ન-વસ્ત્રાદિનું દાન આપવાથી તે Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જિનતત્ત્વ સુપાત્ર હોવાથી જ્ઞાનાભ્યાસ અને સ્વપરકલ્યાણમાં પ્રવૃત્ત બની શકે, પણ કોઈ સાધુ અન્નવસ્ત્રાદિ મેળવ્યા પછી પ્રમાદમાં પડી રહે, કામભોગના વિચાર, તીવ્ર અભિલાષ કે પ્રવૃત્તિ કરે તો તે બધી માહિતી દરેક વખતે મેળવવી દાતાને માટે શક્ય નથી. કોઈ બીજાને જ્ઞાનદાન કરે પણ તે મેળવનાર વ્યક્તિ તેથી કદાચ અહંકાર કરે, તેનો દુરુપયોગ પણ કરે. આવી અનેક પ્રકારની સમવિષમ પ્રવૃત્તિઓની શક્યતા છે. અને અનુક્રમે વિવિધ પ્રકારની ઉત્તરક્રિયાની પરંપરાની પણ શક્યતા છે. એટલે તે દરેકમાં શુભાશય અને શુભપ્રવૃત્તિ ૨હેશે એમ પહેલેથી કેમ કહી શકાય ? એટલા માટે તો દાતાનું કર્તવ્ય જ્યાં પોતાને યોગ્ય લાગે ત્યાં દાન આપવાનું છે અને પછી ત્યાંથી ખસી જવાનું છે. એટલા માટે જ ‘નેકી કર ઔર કૂવેમેં ડાલ' એમ કહેવાય છે. દાન આપનાર પોતાના દાનની વ્યવસ્થા કેવી રીતે થાય છે તેની વર્ષો સુધી દેખભાળમાં કે વહીવટમાં જો પડી જાય છે, તો ત્યાં દાન આપ્યા પછી ક્લેશ, પશ્ચાત્તાપ, આર્દ્રધ્યાન, રૌદ્રધ્યાન વગેરેના પ્રસંગો આવવાનો ઘણો સંભવ રહે છે. એટલા માટે જ ‘વવા વાનેન વર્ધત’ એ નિયમાનુસાર હૃદયમાં દયાની વૃદ્ધિ માટે દાન આપતાં રહેવું એમ કહેવાય છે. દંતકથા પ્રમાણે હેમચંદ્રાચાર્યે રાજા કુમારપાળને કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ અનુકંપાના ભાવથી અન્ય ધર્મીઓને દાન ન આપે ત્યાં સુધી ‘મહાશ્રાવક'ના બિરુદને યોગ્ય ન ગણાય. એવી જ રીતે ભગવાન પાર્શ્વનાથના સમયમાં દાનની બાબતમાં જિનમતની નિંદા-લઘુતા ન થાય એ માટે કેશી ગણધરના ઉપદેશથી પ્રદેશી રાજાએ દીન, અનાથ, દુ:ખી વગેરે સર્વ માટે દાનશાળા મંડાવી હતી. અનુકંપાદાન વિષે ‘હિતોપદેશમાલા’માં શ્રી પ્રભાનંદસૂરિ લખે છે : दीणाण अणाहाण य बन्धवरहियाण वाहिविहुराण । चारय पडियाण विएसियाण वसणावलीढाणं ।। अंधाण य पंगूण य कुणीमरकुज्जाणं वामणाणं च । बालाण य वुड्ढाण य, छुहियाण मिवासियाणं च ।। एवं विहाण पाणीण, दिंति करुणामहन्नवा जमिए । तं अणुकंपायाणं मन्नइ सन्नाणसालीहिं ।। [દીન, અનાથ, બાંધવરહિત, વ્યાધિથી દુ:ખી, જેલમાં પુરાયેલા, વિદેશથી આવેલા (થાકેલા મુસાફરો), વ્યસનોમાં સપડાયેલા અંધ, પંગુ, ઠૂંઠા, કુબડા, વામણા, બાળક, ઘરડા, ભૂખ્યાં, તરસ્યાં એવાં દુ:ખી પ્રાણીઓને Page #259 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ ૨૪૯ કરુણાના સાગર એવા માણસો પોતાનું જે કંઈ આપે છે તેને કેવળજ્ઞાનીઓએ અનુકંપાદાન કહ્યું છે.] એટલા માટે જ મોક્ષફળને મેળવવાની બાબતના દાનને વિશે સુપાત્રઅપાત્રનો વિચાર કરવો જોઈએ, પરંતુ દીનદુઃખી લોકો માટે કરુણાભાવથી અપાતા દાનનો નિષેધ કરવામાં નથી આવ્યો. કહ્યું છે : जं मुखठा दाणं तं पइ एसो विही समर उं। अणुकंपादाणं पुण जिणेहिं न कयावि पडिसिद्धं ।। [જે મોક્ષને અર્થે દાન છે તેના સંબંધમાં આ વિધિ (સાધુ વિના બીજા કોઈને દાન ન આપવું) કહ્યો છે, પરંતુ જિનેશ્વરોએ અનુકંપાદાનનો ક્યાંય નિષેધ કર્યો નથી.] इयं मोक्षफले दाने पात्रापात्रविचारणा। दयादानं तु सर्वज्ञैः कुत्रापि न निषिध्यते।। આિ પાત્ર છે અને આ અપાત્ર છે એવો વિચાર મોક્ષરૂપી ફળ મેળવવાના દાનને વિશે કરવાનો છે. પરંતુ દયાદાન (અનુકંપાદાન)નો તો સર્વજ્ઞોએ ક્યાંય પણ નિષેધ કર્યો નથી.] એટલા માટે જ “સૂત્રકતાંગ'માં કહ્યું છે કે – जे एणं पडिसेहति वितिज्छेयं करेंति ते। જે આનો – અનુકંપાદાનનો અસ્વીકાર કરે છે તે વૃત્તિ-આજીવિકાનો છેદ કરે છે. ભગવાન મહાવીરના સમયમાં તંગિયા નગરીના આદર્શ શ્રાવકો એટલા માટે અનુકંપાદાન આપતા હતા. કેટલાક માણસો પોતાની તેવી શક્તિ ન હોવાને કારણે દાન આપી શકતા નથી. કેટલાક પોતાની શક્તિ હોવા છતાં દાન આપતા નથી અને બીજાએ આપેલા દાનથી, શ્રેણિક મહારાજની કપિલાદાસીની જેમ આનંદિત થતા નથી, પરંતુ દાન આપનારની દ્રષપૂર્વક ઈર્ષા, નિંદા કે ટીકા કરવા લાગે છે. પોતાની શક્તિ હોય કે નહિ, અન્ય માણસે આપેલા દાનની સાચા દિલથી અનુમોદના કરવી તે પણ એટલું જ ફળ આપનાર છે એમ શાસ્ત્રકારો કહે છે : Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ फलं यच्छति दातृभ्यो दानं नात्रास्ति संशयः । फलं तुल्यं ददात्येतदाश्चर्यं त्वनुमोदकम् ।। (ઉપદેશપ્રાસાદ) દાન દાતારને ફળ આપે છે, તેમાં તો કંઈ પણ સંશય નથી; પરંતુ દાતારના જેવું ફળ અનુમોદના કરનારને પણ આપે છે એ આશ્ચર્ય છે. વળી કહેવાયું છે કે : चिरादेकेन दानादिक्लेशैः पुण्यं यदर्जितम् । तस्यानुमोदनाभावात् क्षणादन्यस्तदर्जयेत् ।। એક મનુષ્ય ચિરકાળ સુધી દાનાદિકના ક્લેશ વડે-કષ્ટ વડે જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય તે પુણ્ય બીજો મનુષ્ય એક ક્ષણ વાર તેની અનુમોદના કરવાથી ઉપાર્જન કરે છે. જિનતત્ત્વ દાનનો કેટલો બધો મહિમા છે તે વર્ણવતાં ‘ધર્મ-કલ્પદ્રુમ 'માં કવિએ સરસ કહ્યું છે : दानं दुर्गतिवारणं गुणगणप्रस्तारविस्तारणं, तेजः सन्ततिधारणं कृतविपच्छ्रेणीसमुत्सारणम् । अंहः सन्ततिदारणं भवमहाकूपारनिस्तारणम्, धर्माभ्युन्नति कारणं विजयते श्रेयः सुखाकारणम् ।। દાન દુર્ગતિને નિવા૨ના૨ છે, ગુણના સમૂહને વિસ્તારનાર છે, તેજના સમૂહને ધારણ કરનાર છે, વિપત્તિના સમૂહનો નાશ કરનાર છે, પાપના સમૂહને વિદારનાર છે, ભવરૂપી સમુદ્રમાંથી તા૨ના૨ છે, ધર્મની અભ્યુન્નતિનું કારણ છે અને મોક્ષના સુખને અપાવનાર છે. એવું દાન વિજય પામે છે. આમ, દાનનું ક્ષેત્ર ઘણું વિશાળ છે, એનું સ્વરૂપ અત્યંત ગહન છે, એના પ્રકાર અનેક છે અને એનો મહિમા અપાર છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય મનુષ્યની પાસે વાણી, ભાષા અને સાહિત્ય ન હોત તો મનુષ્યનું જીવન પશુજીવન જેવું જ રહ્યું હોત. મનુષ્ય પાસે વિકસિત મન અને વાચા છે અને તેથી તે પોતાના વિચારોને અને અનુભવોને સારી રીતે વ્યક્ત કરી શકે છે. અલબત્ત, કેટલાક અનુભવો ઇન્દ્રિયાતીત હોવાથી ભાષામાં તે યથાતથ રજૂ કરી શકાતા નથી. ભાષાનું માધ્યમ તે માટે અપૂર્ણ છે એવી ત્યારે પ્રતીતિ થાય છે. વિકસિત વાણી અને ભાષા દ્વારા માનવજાત પોતાનાં વિચારો, અનુભવો, સંવેદનો, કલ્પનાઓ, એષણાઓ વ્યક્ત કરી શકે છે અને બીજામાં સંક્રાન્ત કરી શકે છે એટલે કે બીજાના ચિત્ત સુધી પહોંચાડી શકે છે. મનુષ્યજીવનને સારું બનાવવા માટે શું ઉપયોગી છે અને શું નિરુપયોગી છે તેની સમજણ એટલે કે સારાસારવિવેક ભાષા વડે મનુષ્ય દર્શાવી શકે છે. લિપિની શોધ પછી ભાષાના માધ્યમ દ્વારા સાહિત્યનું સવિશેષ નિર્માણ થતું રહ્યું છે, અને એક વ્યક્તિએ રચેલું સાહિત્ય સ્થળ અને કાળની મર્યાદા ઓળંગીને અન્ય સ્થળે, અન્ય કાળમાં, અન્ય વ્યક્તિ પાસે પહોંચી જઈ શકે છે. જ્યારે લિપિ નહોતી ત્યારે, ભલે મર્યાદિત પ્રમાણમાં, પણ આવું સાહિત્ય શ્રવણપરંપરાથી, એક વ્યક્તિ પાસેથી સાંભળીને બીજી વ્યક્તિ પાસે, એક પેઢી પાસેથી સાંભળીને બીજી પેઢી પાસે પહોંચી શકતું હતું. એટલા માટે એ સાહિત્યને શ્રુત સાહિત્ય આપણે કહીએ છીએ. આજે “કૃત સાહિત્ય' અથવા “શ્રુતજ્ઞાન' જેવા શબ્દો શબ્દના માધ્યમ દ્વારા પ્રાપ્ત એવા તમામ સાહિત્ય માટે વપરાવા લાગ્યા છે. જે કોઈ વ્યક્તિમાં ભાષાની અભિવ્યક્તિની જરા સરખી પણ શક્તિ હોય છે તે કંઈક વિશિષ્ટ બોલવા કે લખવા પ્રેરાય છે, પરંતુ જેટલું બોલાયું અને લખાયું તેટલું બધું જ કાયમને માટે સંગ્રહી રાખવાની પાત્રતાવાળું હોતું નથી. સમય અને સંદર્ભ બદલાતાં કેટલુંયે સાહિત્ય જુનવાણી થઈ જાય છે અને પોતપોતાનું આયુષ્ય પૂર્ણ કરી કાળના ગર્તમાં વિલીન થઈ જાય છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ જિનતત્ત્વ માનવજાતને સર્જાતા સારાનરસા તમામ સાહિત્યનો ભાર વહન કરવાનું પરવડે એવું નથી. જે સાહિત્ય પોતાના જીવનમાં કામ લાગ્યું છે અને ભવિષ્યમાં અનેક લોકોને કામ લાગશે એવી પ્રતીતિ થાય તો જ માનવજાત તે સાહિત્યને બીજીત્રીજી પેઢી સુધી આગળ પહોંચાડવાનો પુરુષાર્થ કરતી રહે છે. કેટલુંક સાહિત્ય એકાદ યુગ જેટલું જીવંત રહે છે, તો કેટલુંક સાહિત્ય હજારો વર્ષ સુધી જીવંત રહે છે. માનવજાત પોતાના સ્વાર્થને ખાતર આવા ચિરંતન સાહિત્યને જીવની જેમ સાચવે છે. વેદો-ઉપનિષદો, આગમો-ત્રિપિટકો, કે રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યોનું સાહિત્ય આજ દિવસ સુધી સચવાઈ રહ્યું છે. તે નષ્ટ થઈ જાય તો કંઈ વાંધો નથી એવો પ્રમાદ આજ દિવસ સુધી માનવજાતે સેવ્યો નથી અને સેવશે કે કેમ તે પ્રશ્ન છે. અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન વગેરેના કેટલાયે ગ્રંથો પચીસ-પચાસ વર્ષે, નવી નવી શોધ થતાં અને નવી નવી થિયરી પ્રચલિત થતાં કાળગ્રસ્ત બની જાય છે. કેટલુંયે સાહિત્ય વર્તમાન ભૌતિક જીવનને સુખસગવડભર્યું, સૌંદર્યમંડિત અને ઉલ્લાસમય કેમ બનાવી શકાય તેના ઉપાયોને લગતું હોય છે. કેટલુંયે સાહિત્ય તત્કાલીન બનતા બનાવો કે પ્રશ્નોની વિગત માહિતી આપનારું હોય છે. પરંતુ થોડા દિવસમાં જ તે વાસી થઈ જાય છે. ગ્રંથસ્થ થવાને તેની પાત્રતા રહેતી નથી, અને ગ્રંથસ્થ થાય તો પણ તે ઝા સચવાતું નથી. છાપાંઓ, સાપ્તાહિકો અને અન્ય પ્રકારનાં ચોપાનિયાંઓનું ઘણુંખરું સાહિત્ય આ પ્રકારનું હોય છે. તેમાંના કેટલાંકનું ઐતિહાસિક દસ્તાવેજી મૂલ્ય કદાચ રહે તો રહે, પરંતુ એકદંરે તો સમય વીતતાં તે નિર્માલ્ય બની જાય છે. એક ચીની ફિલસૂફને કોઈકે પૂછ્યું, કે “તમે છાપાં કેમ વાંચતા નથી ? તેણે કહ્યું, “છાપાં વાંચવાની મારે કંઈ જરૂર નથી, કારણ કે દુનિયામાં જે કંઈ મહત્ત્વની જાણવા જેવી ઘટનાઓ બને છે તેની માહિતી કોઈક ને કોઈક મારફત મોડી કે વહેલી મને મળી રહે છે. અને ન જાણવા જેવી જે કંઈ ઘટનાઓ વિશેની માહિતી છાપાંઓમાં આવે છે તેની મારે કંઈ જરૂર રહેતી નથી. એટલે છાપાંઓ વાંચવામાં મારો કીમતી સમય હું બગાડવા ઇચ્છતો નથી.” જગતમાં કેટલાયે મહાત્માઓ આ પ્રમાણે છાપાં-ચોપાનિયાં વાંચવામાં પોતાનો સમય નિરર્થક વ્યતીત કરવા ઇચ્છતા નથી હોતા. જેઓ રાજકારણમાં પડેલા હોય છે, જેઓ અમુક પ્રકારના વ્યવસાયમાં પડેલા હોય છે, જેઓ માત્ર Page #263 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય ૨૫૩ વર્તમાનમાં જ જીવવા ઇચ્છતા હોય છે અથવા ગમે તેમ કરીને પોતાનો નિવૃત્ત સમય ભરવા કે પસાર કરવા ઇચ્છતા હોય છે તેઓને છાપાં-ચોપાનિયાં વગર ન ચાલે તે દેખીતું છે, પરંતુ જેઓ આત્માર્થી છે તેઓને માટે છાપાંચોપાનિયાંનું કશું જ મૂલ્ય નથી. આટલા બધા સાહિત્યમાંથી માણસે શું વાંચવું અને શું ન વાંચવું ? કેટલુંક ઉત્તમ સાહિત્ય વાંચવા માટે પણ એક જિંદગી ઓછી પડે. માટે જ માણસે પોતપોતાની પસંદગી કરી લેવાની રહે છે. કહ્યું છે : अनन्तशास्त्रं बहुला च विद्या अल्पश्च कालो बहुविघ्नता च। यत्सारभूतं तदुपासनीयं हंसो यथा क्षीरमिवाम्बुमध्यात्।। શાસ્ત્રો અનંત છે, વિદ્યાઓ ઘણીબધી છે, સમય થોડો છે અને વિદ્ગો ઘણાંબધાં છે. એટલે માણસે હંસની જેમ, પાણીમાંથી દૂધ પ્રાપ્ત કરવાની ક્ષીરનીર વિવેકબુદ્ધિ વાપરી શાસ્ત્રોમાં અને વિદ્યાઓમાં જે સારભૂત તત્વ હોય તે ગ્રહણ કરીને તેની ઉપાસનામાં લાગી જવું જોઈએ. આમ, તત્ત્વની વિચારણા કરતું, આત્મોન્નતિના વિવિધ ઉપાયો સૂચવતું, અનેકવિધ પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિઓ ઉપર પ્રકાશ પાડનારું, અતીન્દ્રિય શક્તિઓનો પરિચય કરાવનારું- એવું એવું સાહિત્ય સુપાત્ર અધિકારી વ્યક્તિને હાથે જો લખાયું હોય અને તેમાં તેમની ઉચ્ચ, પવિત્ર, પ્રભાવક પ્રતિભાનું દર્શન થતું હોય તો તેવું સાહિત્ય માનવજાત દીર્ઘકાળ સુધી સાચવી રાખે છે. સાહિત્યના આમ મુખ્ય બે પ્રકાર પડે છે : એક મિથ્યાશ્રુત અને બીજું સમ્યકશ્રુત. જે સાહિત્ય જીવને ભૌતિક મોહદશામાં રાચતો કરી દે, જે એના મિથ્યાત્વને પોષીને એના ભવભ્રમણને વધારી દે તે સાહિત્ય એ મિથ્યાશ્રુત. જે સાહિત્ય જીવને સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રનો માર્ગ દર્શાવે, જીવને એ માર્ગ ઉપર આરૂઢ થવા પ્રેરે અને મુક્તિ તરફ લઈ જાય તે સમ્યકશ્રુત. એકંદરે મિથ્યાગ્રુત કરતાં સમ્યફ્યુતની રુચિ ઓછા જીવોને થાય, કારણ કે તેમ થવા માટે પાત્રતાની આવશ્યકતા રહે અને તેવી પાત્રતા દુર્લભ હોય છે. કોઈ પણ પ્રકારના લખાણનું ચીવટપૂર્વક વાંચન કરવું અને તે વાંચન મનનપૂર્વક વારંવાર કરવું તે અધ્યયન છે. આવું અધ્યયન સમ્યકુશ્રુતનું તેમ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જિનતત્ત્વ મિથ્યાશ્રતનું પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે, વ્યવહારુ શિક્ષણ લેતા શાળાકોલેજના વિદ્યાર્થીઓ પરીક્ષાને અર્થે પોતાના પાઠ્યગ્રંથોનું (મિથ્યાશ્રુતનું) વારંવાર અધ્યયન કરતા હોય છે. તેનો હેતુ અમુક સમય પૂરતો મર્યાદિત રહે છે. અધ્યયન કરતાં સ્વાધ્યાય શબ્દ અર્થની દૃષ્ટિએ વધુ ચડિયાતો છે. અનેક જ્ઞાની મહાત્માઓએ અધ્યાત્મજ્ઞાનના એક એક પદાર્થ ઉપર વિવધ દૃષ્ટિકોણથી પ્રકાશ પાડ્યો છે, જે કેટલાય જીવોને આત્મિક કલ્યાણની દૃષ્ટિએ ઉપયોગી નીવડે છે. એવા ગ્રંથોનું વારંવાર અધ્યયન સ્વઅર્થે, આત્મકલ્યાણ અર્થે જ્યારે થાય છે ત્યારે તે અધ્યયન સ્વાધ્યાય બને છે. વારંવાર સ્વાધ્યાય કરવાથી જીવને પોતાનામાં રહેલાં સારાસાર તત્ત્વોનો પરિચય થાય છે, હેય અને ઉપાદેય તત્ત્વોની પ્રતીતિ થાય છે અને એથી પ્રેરાઈને પોતાના પુરુષાર્થ વડે યોગ્ય માર્ગદર્શન સહિત પોતાના આત્માને નિર્મળ કરવા તરફ તે વળે છે. સમ્યકકૃતના સ્વાધ્યાયથી આ રીતે સવિશેષ આત્મિક લાભ થાય છે. સ્વાધ્યાય' શબ્દની નીચે પ્રમાણે વ્યાખ્યા આપવામાં આવે છે : (૧) સ્વચ: આત્મિનઃ અધ્યયન સ્વાધ્યાય: પોતાનું એટલે કે આત્માનું અધ્યયન તે સ્વાધ્યાય. (૨) અધ્યયનમોઃ સુ સુરો થાય: સ્વાધ્યાયઃ સુંદર અધ્યયન અર્થાત્ સત્ શાસ્ત્રનું મર્યાદાપૂર્વક અધ્યયન તે સ્વાધ્યાય. (૩) “સ્થાનાંગ સૂત્ર'ની ટીકામાં લખ્યું છેઃ शोभनं आ-मर्यादया अध्ययनश्रुतस्याधिकमनुसरणं स्वाध्यायः । વિધિ અનુસાર, મર્યાદા સહિત શ્રતનું અધ્યયન, કે અનુસરણ તે સ્વાધ્યાય. (४) सुष्ठु आ-मर्यादया अधीयते इति स्वाध्यायः। સત્ શાસ્ત્રનું મર્યાદા સહિત અધ્યયન કરવું તેનું નામ સ્વાધ્યાય. (५) स्वाध्यायस्तत्त्वज्ञानस्याध्ययनमध्यापनं स्मरणं च। તત્ત્વજ્ઞાન ભણવું, તે ભણાવવું કે તેનું સ્મરણ કરવું તે સ્વાધ્યાય છે. (૬) જ્ઞાનમાવનાત્ત અત્યા: સ્વાધ્યાય આળસનો ત્યાગ કરી જ્ઞાનની ભાવના કે આરાધના કરવી એ સ્વાધ્યાય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય ૨૫૫ (૭) વારસંગ નિખર્વ સાયં થતં વધેલા બાર અંગ જે જિનેશ્વર ભગવાને કહેલાં છે એને પંડિતજન સ્વાધ્યાય કહે છે. જે અધ્યયનથી આત્મસ્વરૂપની ઉપલબ્ધિનો સંભવ હોય એટલે કે આત્મકલ્યાણનો સંભવ હોય એવા શ્રેષ્ઠ ગ્રંથોના ધ્યાન સહિતના અધ્યયનને સ્વાધ્યાય કહેવામાં આવે છે. ગમે તે પ્રકારના ગમે તે ગ્રંથનું વાંચન કરવું એ અધ્યયનનો સામાન્ય અર્થ છે, પરંતુ સ્વ એટલે આત્માને ઉપકારક એવા ગ્રંથોનું અધ્યયન જ સ્વાધ્યાય કહેવાય. છાપાં વાંચવાં, સામાજિક વિષયો, આર્થિક વિષયો કે રાજનૈતિક વિષયોની ચર્ચા કરતાં ચોપાનિયાં વાંચવાં, શૃંગારિક વાર્તાઓ વાંચવી, પ્રણયપ્રવૃત્તિ કે સામાજિક વિષયોની કવિતાઓ વાંચવી ઇત્યાદિ તમામ વાંચન જીવને બહિર્મુખ બનાવનારું છે. જે વાંચન જીવને અંતર્મુખ બનાવે અને એનામાં રહેલી અશુદ્ધિ કે મલિનતાને દૂર કરે એવું વાંચન તે સ્વાધ્યાય. વ્યાવહારિક દૃષ્ટિએ જોઈએ તો સ્વાધ્યાય. ચિતાહરણની જડીબુટ્ટી છે. માણસ ગમે તેટલો નિરાશ થયો હોય, ચિંતામાં આવી પડ્યો હોય ત્યારે જો તે સગ્રંથોનું વાચન ચાલુ કરી દે છે તો બધી ચિંતા ભુલાવા લાગે છે. જોકે માણસને સૌપ્રથમ તો સ્વાધ્યાયમાં રસ પડવો જોઈએ. રસ પડે અને તેમાં તલ્લીન બની જાય તો એ આનંદ બ્રહ્માનંદસહોદર જેવો છે. જ્ઞાતા, જ્ઞાન ને શેય એ ત્રિપુટીનો એમાં વિલય થાય છે. કિશોરલાલ મશરૂવાળાએ એક સ્થળે એવું લખ્યું છે કે, “ગમે તેવા અતિશય નિરાશાજનક સંજોગોમાં હું આવી પડ્યો હોઉં ત્યારે શ્રીમદ્ ભગવદ્ગીતાનું વાંચન ચાલુ કરી દઉં છું. એમ કરવાથી થોડી વારમાં જ મારાં ચિંતા અને નિરાશા ચાલ્યાં જાય છે.' લોકમાન્ય ટિળકે ક્યાંક એવું લખ્યું છે કે “મારા મનપસંદ ધર્મગ્રન્થો સ્વાધ્યાય માટે મને પાસે રાખવા દો, પછી તમે મને નરકમાં મોકલો તો ત્યાં પણ સ્વર્ગ જેટલો આનંદ હું અનુભવીશ.' માણસ જેમ વધુ ને વધુ સ્વાધ્યાય કરે છે તેમ તેમ તેનું જ્ઞાન અને તેની વાણી સમૃદ્ધ બને છે. આથી એક જ વિષયને વિવિધ દૃષ્ટિકોણથી વિવિધ રૂપે, વિવિધ રીતે વ્યક્ત કરવાની કુશળતા એનામાં આવે છે, અને પરિણામે સ્વાધ્યાય કરનાર વ્યક્તિની વક્નકલા ખીલે છે. ની વસ્તૃત્વકલામાં Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ જિનતત્ત્વ આડંબર કે દંભ હોતાં કે રહેતાં નથી. પોતે કરેલો સ્વાધ્યાય જીવનમાં પરિણમવાને કારણે સાચો સ્વાધ્યાય કરનારાઓનાં મુખમાંથી નીકળતાં વચનો પ્રભાવશાળી હોય છે. લોકો ઉપર એની તરત અસર થાય છે. એમની વાણીમાં અનુકંપા, માધુર્ય, ઋજુતા, નિર્મળતા, વાત્સલ્ય, સરળતા વગેરે ગુણો રહેલા હોય છે. જૈન ધર્મની દૃષ્ટિએ આવો સ્વાધ્યાય એ આત્યંતર તપનો એક પ્રકાર છે. જૈન ધર્મમાં છ પ્રકારનાં બાહ્ય અને છ પ્રકારનાં આત્યંતર તપ બતાવવામાં આવ્યાં છે. એમાં આવ્યંતર તપ આ પ્રમાણે છે : (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન, (૬) કાઉસગ્ગ. દિગંબરાચાર્ય અમિતગતિએ કહ્યું છે : नियम्यते येन मनोऽतिचञ्चलं " વિત્નીત્તે યેન રતિ રા: विहीयते येन भवाश्रवोऽखिलः स्वधीयते तज्जिनवाक्यमर्चितं ।। જેના વડે અત્યંત ચંચળ એવું મન વશ થાય છે, જેના વડે પૂર્વે ઉપાર્જિત કરેલાં કર્મોરૂપી રજ નાશ પામે છે, જેનાથી સંસાર વધારનાર બધાં જ કર્મનો આશ્રવ રોકાઈ જાય છે, તે જિનેન્દ્રદેવની વાણીના સ્વાધ્યાયને “સ્વાધ્યાય” નામનું તપ કહે છે. હિન્દુ ધર્મમાં પણ સ્વાધ્યાયને વાણીના તપ તરીકે ઓળખાવ્યું છે. ભગવદ્ગીતામાં કહ્યું છે : स्वाध्यायाभ्यासनं चैव वाङ्मय तप उच्यते। સ્વાધ્યાયથી માણસની વાણી યથાર્થ શબ્દને પકડે છે અને યથાર્થ અર્થને વ્યક્ત કરવાનું શીખે છે. સ્વાધ્યાયથી વાણી વધારે નિર્મળ થાય છે. સ્વાધ્યાય એટલા માટે મુખમંડન જેવો બની રહે છે. વારંવાર સ્વાધ્યાય કરવાના પરિણામે અને તે સ્વાધ્યાયનું રહસ્ય જીવનમાં ઊતરવાને પરિણામે સ્વાધ્યાય કરનાર વ્યક્તિનાં વચનો અમોઘ બને છે. - સાધુઓ માટે પ્રતિલેખન, પ્રતિક્રમણ, વૈયાવૃત્યાકરણ અને ધ્યાન એ જેમ રોજનાં નિયત કાર્ય છે તેમ સ્વાધ્યાય પણ સાધુઓ માટે રોજનું નિયત કાર્ય છે. સાધુ સવારના ઊઠી પડિલેહણ કરી ગુરુમહારાજને પૂછે છે, “ગુરુ ભગવંત, Page #267 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય ૨પ૭ મારે હવે શું કરવું જોઈએ ? વૈયાવચ્ચ કે સ્વાધ્યાય ? તે માટે આજ્ઞા આપશોજી.” એવે વખતે ગુરુ જે પ્રમાણે આજ્ઞા આપે તે પ્રમાણે શિષ્ય હર્ષપૂર્વક કરે છે. સાધુઓએ દિવસનો પ્રથમ પ્રહર સ્વાધ્યાયમાં વિતાવવો જોઈએ. બીજો પ્રહર ધ્યાનમાં. “ઉત્તરાધ્યયનમાં કહ્યું છે : “પઢાં પરિસિ નાર્થ, વીશા શયાય ' સાધુએ ત્રીજા પ્રહરે ભિક્ષા અને ચોથા પ્રહરે ફરી સ્વાધ્યાય કરવો જોઈએ. રાત્રે સાધુએ પ્રથમ પ્રહરે સ્વાધ્યાય, બીજા પ્રહરે ધ્યાન, ત્રીજા પ્રહરે નિદ્રા અને ચોથા પ્રહરે સ્વાધ્યાય કરવો જોઈએ. આમ દિવસરાત મળીને સાધુઓએ રોજ ચાર વાર સ્વાધ્યાય કરવાનું વિધાન છે. ગુરુ ગૌતમસ્વામી એ પ્રમાણે ચાર વખત સ્વાધ્યાય કરવાના કાર્યમાં સદાય અપ્રમત્ત રહેતા. સાધુ સવાર અને સાંજ પ્રતિક્રમણ કરે છે ત્યારે દિવસ કે રાત્રિ દરમિયાન જો સ્વાધ્યાય ન કર્યો હોય તો તે માટે ક્ષમા માંગે છે, તેનું પ્રતિક્રમણ કરે છે : ‘આવશ્યક સૂત્રમાં કહ્યું છે : पडिक्कमाणि चाउक्कालं सज्जाजस्य अकरणयाए। [ચારે કાળ મેં સ્વાધ્યાય નથી કર્યો તેના માટે હું પ્રતિક્રમણ કરું છું.] દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે : सज्जायसज्जाणरयस्स ताइणो, अपावभावस्स तवे रयस्स। विसुज्जइ जंसि मलं पूरे कडं, समीरियं रुप्पमलं व जोइणो।। જેવી રીતે અગ્નિમાં તપાવવાથી ચાંદી-સોનાનો મેલ નષ્ટ થઈ જાય છે તેવી રીતે સ્વાધ્યાય અને સધ્યાનમાં લીન તથા શુદ્ધ અંત:કરણવાળા અને તપમાં અનુરક્ત એવા સાધુઓ, પૂર્વનાં કરેલાં કર્મોનો મેલ નષ્ટ થતાં વિશુદ્ધ થાય છે. મૂલાચાર માં કહ્યું છે : सज्जायं कुव्वंतो, पंचेदियसंवुडो तिगुत्तो य। हवदि य एगग्गमणो, विणएण समाहिओ भिक्खू।। Page #268 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ પંચેન્દ્રિયોમાં સંયમવાળા, ત્રણ ગુપ્તિને ધારણ કરવાવાળા તથા વિનયસમાધિયુક્ત મુનિ સ્વાધ્યાય ક૨તાં એકાગ્રચિત્તવાળા બની જાય છે. ૨૫૮ દિવસ દરમ્યાન બધો સમય સ્વાધ્યાય થઈ શકતો નથી. એટલે સ્વાધ્યાયની સાથે ધ્યાન અને જપને જોડવામાં આવ્યાં છે. એટલા માટે ‘શ્રાદ્ધવિધિ’માં કહ્યું છે : जपश्रान्तो विशेद ध्यानं, ध्यानश्रान्तो विशेज्जपम् । द्वाभ्यां श्रान्तः पठेत् स्तोत्रमित्येवं गुरुभिस्मृतम् ।। જપથી શ્રાન્ત થનારે થાકી જનારે ધ્યાન ધરવું જોઈએ. ધ્યાનનો થાક લાગતાં ફરી જપ કરવો જોઈએ. જ૫ અને ધ્યાન બંનેનો થાક લાગે ત્યારે સ્તોત્ર વાંચવું જોઈએ (અર્થાત્ સ્વાધ્યાય કરવો જોઈએ) એવું ગુરુ મહારાજે કહ્યું છે. એ જ પ્રમાણે ‘તત્ત્વાનુશાસનમાં લખ્યું છે : स्वाध्यायाद् ध्यानमध्यास्तां, ध्यानात् स्वाध्यायमामनेत् । ध्यान स्वाध्यायसंध्या, परमात्मा प्रकाशते । । ८१ ।। यथाभ्यासेन शास्त्राणि, स्थिराणि सुमहान्त्यपि । तथाध्यानपिस्थैर्य, નમતેડભ્યાસતિનામ્ || ૮૨।। સ્વાધ્યાય દ્વારા ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. અને ધ્યાન દ્વારા સ્વાધ્યાયને ચરિતાર્થ કરવો જોઈએ. ધ્યાન અને સ્વાધ્યાય એ બંનેની સંપ્રાપ્તિથી, પોતાનામાં રહેલા પરમાત્મા પ્રકાશિત થાય છે, અર્થાત્ એથી ઉચ્ચ આત્માનુભૂતિ થાય છે. — અભ્યાસથી જેમ શાસ્ત્રો પોતાનામાં સ્થિર થાય છે તેવી રીતે અભ્યાસ કરનારનું ધ્યાન સ્થિર થઈ જાય છે. સ્વાધ્યાય એ તપનો એક ઉત્તમ પ્રકાર છે. સ્વાધ્યાયલમં તો નત્તિ એમ કહેવાય છે. કર્મની નિર્જરા કરવામાં તે બહુ ઉપયોગી છે. ‘ચંદ્રપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે : बहुभवे संचियं खलु, सज्जाण खणे खवेइ । અનેક ભવોનાં સંચિત કર્મોનો સ્વાધ્યાય દ્વારા ક્ષણભરમાં ક્ષય કરી શકાય છે. એમાં પણ વિશેષપણે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય ‘ઉત્તરાધ્યયન સૂત્ર’માં જણાવ્યા પ્રમાણે ભગવાનને પૂછવામાં આવે છે : સન્ધાળુનું મંતે નીવે વિં નાય? (હે ભગવંત ! સ્વાધ્યાયથી જીવ શું મેળવે છે ?) ભગવાન કહે છે : સજ્જાનું નાગાવન્નિ મં હવેફ (સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મ ખપાવે છે.) સર્વ આચરણનું મૂળ સ્વાધ્યાયમાં રહેલું છે. જેમ જેમ સ્વાધ્યાય વધતો જાય અને શ્રદ્ધાપૂર્વક પરિણમતો જાય તેમ તેમ સ્વાધ્યાય કરનારનું આચરણ વિશેષ શુદ્ધ થતું જાય છે. એટલા માટે સ્વાધ્યાય-તપનો વિશિષ્ટ મહિમા દર્શાવતાં કહેવાયું છે કે તીર્થંકરોએ કહેલા એવા છ અત્યંતર અને છ બાહ્ય એવા બાર પ્રકારના તપને વિષે સજ્ઝાય સમાન બીજું એકે તપકર્મ હમણાં નથી, અને ભવિષ્યમાં નહિ થાય. बारसविहम्मि वि ता सब्मिंतरबाहिरे कुसलदिठ्ठे । न वि अत्थि न विय होही सज्झायसमं तवोकम्मं ।। સ્વાધ્યાયનું ફળ દર્શાવતાં ‘(પાતંજલયોગદર્શન’માં કહ્યું છે : સ્વાધ્યાયાવિષ્ટદેવતા-સંપ્રયોTM: । (સ્વાધ્યાયથી ઇષ્ટદેવતાનો સાક્ષાત્કાર થાય છે.) વળી, સ્વાધ્યાયનો મહિમા દર્શાવતાં કહેવામાં આવ્યું છે : स्वाध्यायगुणने यत्नः, सदा कार्यो मनीषिभिः । कोटिदानादपि श्रेष्ठं, स्वाध्यायस्य फलं यतः । । ૨૫૯ બુિદ્ધિમાનોએ હમેશાં સ્વાધ્યાય ગણવામાં યત્ન કરવો જોઈએ, કારણ કે કરોડોનાં દાન કરતાં પણ સ્વાધ્યાયનું ફળ શ્રેષ્ઠ છે.] ‘સર્વાર્થસિદ્ધિ’માં સ્વાધ્યાય-તપનો મહિમા દર્શાવતાં કહ્યું છે : प्रज्ञातिशयः प्रशस्ताध्यवसायः रित्येवमाद्यार्थः । परमसंवेगस्तपोवृद्धिंतिचारविशुद्धि પ્રજ્ઞામાં અતિશય લાવવા માટે, અધ્યવસાયને પ્રશસ્ત કરવાને માટે, ૫૨મસંવેગને માટે, તપવૃદ્ધિ અને અતિચાર-શુદ્ધિને માટે સ્વાધ્યાય-તપ આવશ્યક છે. આરાધક મુમુક્ષુ આત્માઓ માટે સ્વાધ્યાયની આવશ્યકતા દર્શાવતાં ‘ભગવતી આરાધનામાં કહેવાયું છે : Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ सज्झायं कुव्वंतो पंचिंदियसुंवडो तिगुत्तो य । हवदि य एयग्गमणो विणएण समाहिदो मिक्खू ।। जह जह सुदमोग्गाहदि अदिसयरसपसरमसुदपुव्व तु । तह तह पल्हादिज्जदि नवनवसंवेगसड्ढाए । । आयापायविदण्डू दंसणणाणतवसंजम ढिच्चा । विहरदि विसुज्झमाणो जावज्जीवं दु णिवकंवो । । જે સાધુ સ્વાધ્યાય કરે છે તે પાંચ ઇન્દ્રિયોનો સંવર કરે છે, મન વગેરે ગુપ્તિઓને પણ પાળવાવાળો હોય છે અને એકાગ્રચિત્ત બનીને વિનયથી સંયુક્ત થાય છે. જેમાં અતિશય રસનો પ્રસાર છે અને જે અશ્રુતપૂર્વ છે એવા શ્રુતમાં તે જેમ જેમ અગવાહન કરે છે તેમ તેમ અતિશય નવીન ધર્મશ્રદ્ધાથી સંયુક્ત બનીને પરમ આનંદનો અનુભવ કરે છે. સ્વાધ્યાયથી પ્રાપ્ત આત્મા વિશુદ્ધિ દ્વારા નિષ્કર્મી તથા હેયોપાદેયમાં વિચક્ષણ બુદ્ધિથી યાવજ્જીવન રત્નત્રય માર્ગમાં પ્રવર્તે છે. જિનતત્ત્વ ‘ભગવતીસૂત્ર’માં સ્વાધ્યાયના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે : सज्जए पंचविहे पणत्ते, तं जहा વાયા, ત્રિપુચ્છના, રિયટ્ટા, અમુળેઠા ઘમ્માહીં| સ્વાધ્યાયના પાંચ પ્રકાર કહ્યા છે – જેમ કે (૧) વાચના, (૨) પૃચ્છમા, (૩) પરિવર્તના (અથવા પરાવર્તના), (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા. - આ પાંચ પ્રકારમાંથી વાચના, પૃચ્છના અને પરાવર્તના એ ત્રણે પ્રકારને દ્રવ્યશ્રુત કહેવામાં આવે છે અને અનુપ્રેક્ષાને ભાવદ્યુત કહેવામાં આવે છે. તત્ત્વનું રહસ્ય સમજાયા પછી શ્રુતજ્ઞાનનું બીજાઓને દાન દેવા રૂપી પાંચમો પ્રકાર ‘ધર્મકથા’ ફક્ત ગીતાર્થ સાધુઓ માટે હોય છે. આ પાંચે પ્રકારનું ક્રમશઃ અને વિધિપૂર્વક આસેવન કરવાથી સ્વાધ્યાય સારો થાય છે. માટે કહ્યું છે : यत्तु खलु वाचनादेरासेवनमत्र भवति विधिपूर्वम् । धर्मकथान्तं क्रमशस्तत्स्वाध्यायो વિનિર્દિષ્ટ ।। એ સમજાવતાં જયશેખરસૂરિ ‘ઉપદેશચિંતામણિ'માં લખે છે : Page #271 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય ૨૩૧ तत्रानधीतस्य सूत्रस्य ग्रहणं वाचना १, ततः संदेहे सति प्रच्छना पृच्छा २, निश्चितस्य सूत्रस्य अविस्मरणार्थं गुणनं परिवर्तना ३, सूत्रवदर्थस्यापि चिंतनमनुप्रेक्षा ४, अभ्यस्तसूत्रार्थस्य परं प्रत्युपदेशदानं धर्मकथेति । આ પાંચ પ્રકારમાં નહિ અભ્યાસ કરેલા સૂત્રનું જે ગ્રહણ કરવું તે વાચના કહેવાય છે. તેમાં સંદેહ પડતાં જે કંઈ પૂછવું તે પૃચ્છના કહેવાય છે. પછી નિશ્ચય કરેલા સૂત્રને ન ભૂલી જવા માટે ગણવું તે પરિવર્તના કહેવાય છે. સૂત્રની પેઠે અર્થનું પણ ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા કહેવાય છે તથા અભ્યાસ કરેલા સૂત્ર તથા અર્થનો બીજાને ઉપદેશ આપવો તે ધર્મકથા કહેવાય છે. ‘ઉપદેશકલ્પવલ્લી’માં પણ સ્વાધ્યાયના પ્રકાર નીચે પ્રમાણે સમજાવ્યા છે ઃ स्वाध्यायः पञ्चधा ज्ञेयो वाचना प्रच्छना तथा । परावृत्तिरनुप्रेक्षा, धर्मसम्बन्धिनी कथा | वाचना तु गुरुपान्तऽध्ययनं विनयेन यत् । प्रच्छनाऽधीतशास्त्रान्तर्गतसंशयनिर्णयः ।। परावृत्तिः पुराधीतागमाच्चारः पुनः पुनः । तद्विचारस्त्वनुप्रेक्षा, व्याख्या धर्मकथा भवेत् ।। વાચના, પ્રચ્છના (પૃચ્છના), પરાવૃત્તિ, અનુપ્રેક્ષા અને ધર્મ સંબંધી કથા એ પ્રમાણે પાંચ પ્રકારે સ્વાધ્યાય જાણવો. ગુરુમહારાજ પાસે વિનયપૂર્વક જે ભણવું તે વાચના કહેવાય અને ભણેલાં શાસ્ત્રોની અંદર રહી ગયેલા સંશયોને પૂછી તેનો નિર્ણય કરવો તે પૃચ્છના કહેવાય. અગાઉ ભણેલાં શાસ્ત્રોનો વારંવાર ઉચ્ચાર કરવો – આવૃત્તિ કરવી તે પરાવૃત્તિ કહેવાય, એ ભણેલાં શાસ્ત્રોની વિચારણા કરવી તે અનુપ્રેક્ષા કહેવાય અને તેનું વ્યાખ્યાન કરવું તે ધર્મકથા કહેવાય. વાચના વગેરે પ્રકારોના કેટલાક પેટા પ્રકારો પણ દર્શાવવામાં આવે છે, જેમ કે વાચનાના ચાર પ્રકાર છે : (૧) નંદા, (૨) ભદ્રા, (૩) જયા અને (૪) સૌમ્યા. ગુરુ શિષ્યોને અધ્યાપન કરાવતી વખતે અન્ય દર્શનોનો પૂર્વપક્ષ પહેલાં સમજાવી, પછી તેનું નિરાકરણ કરી, પોતાનો પક્ષ સમજાવે તેવી વાચનાને નંદા કહેવામાં આવે છે. પૂર્વાપર વિરોધનો પરિહાર કરીને સિદ્ધાંત Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જિનતત્ત્વ કે તેમાં રહેલા તત્ત્વની વ્યાખ્યા કરવામાં આવે તે ભદ્રા વાચના છે. પૂર્વાપર વિરોધની આવશ્યકતા રહિત સિદ્ધાંતોના અર્થનું કથન કરવામાં આવે તે જયા વાચના છે અને ક્યાંક ક્યાંક સ્ખલિત વૃત્તિથી વ્યાખ્યા કરવામાં આવે તે સૌમ્યા વાચના છે. ગુરુ પાસેથી વાચનાદિ પ્રકારે સ્વાધ્યાય કરતી વખતે પ્રથમ મૂંગાં મૂંગાં શ્રવણ કરી જવું પછી બીજી વાર શ્રવણ કરતી વખતે હોંકારો ભણવો વગેરે વિધિ જૈન શાસ્ત્રગ્રંથોમાં બતાવવામાં આવી છે, અને યોગવિધિ (જોગ)સહિત સ્વાધ્યાયની વિધિ પણ દર્શાવવામાં આવી છે. - કેટલાક લોકો સ્વાધ્યાય કરતા હોય છે, પરંતુ તેમાં તેનું પ્રયોજન જો માત્ર વિદ્વત્તા કે પ્રસિદ્ધિ મેળવવા પૂરતું જ હોય છે તો તેનું આધ્યાત્મિક દૃષ્ટિએ ખાસ કશું મૂલ્ય નથી અને તેનું ખાસ કશું ફળ મળતું નથી. શ્રદ્ધારહિત, ભાવરહિત કે સરહિત કરેલો સ્વાધ્યાય નિરર્થક છે. જ્ઞાનધ્યાન માટે સ્વાધ્યાયની જ્યારે વાત કરવામાં આવે ત્યારે તેમાં શ્રદ્ધા અપેક્ષિત જ હોય છે. તે ન હોય તો ‘જ્ઞાનધ્યાન’ જેવો શબ્દ જ તે માટે અપ્રસ્તુત બની જાય છે. આત્મપદને માટે હેય અને ઉપાદેય શું શું છે તેનો બોધ કરાવે અને ભેદજ્ઞાનમાં પરિણમે તેવો સ્વાધ્યાય જ જીવને માટે ઉપકારક નીવડે છે. સમ્યક્ત્વ સહિતનો સ્વાધ્યાય જ આત્માર્થીઓને વિશેષ ઉપકારક બને છે, અન્યથા તે માત્ર ભાર વહન કરવાની વેઠ જેવો બની રહે છે. એટલે જ કહેવાયું છે કે – “સંસારો વિરુષાં શાસ્ત્રમધ્યાત્મરહિતાનાં' – જેઓ અધ્યાત્મરહિત છે એવા વિદ્વાનો માટે તો શાસ્ત્ર એ સંસાર છે અને સંસાર એ શાસ્ત્ર છે. જૈન શાસ્ત્રગ્રંથોમાં સ્વાધ્યાયની વિશિષ્ટ વિધિ દર્શાવવામાં આવી છે. ગમે ત્યારે ગમે તે વાંચવું એ સ્વાધ્યાય નથી. પરંતુ ગુરુ કે વડીલ જ્ઞાની પાસેથી વિનયપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું તે સ્વાધ્યાય છે. એને માટે નિશ્ચિત કાલ, સ્થળ, આજ્ઞા વગેરે દર્શાવવામાં આવ્યાં છે. વળી દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની દૃષ્ટિએ કેટલાક નિષેધ ફરમાવવામાં આવ્યા છે. એવા સ્વાધ્યાયના કાળમાં સ્વાધ્યાય કરી શકાતો નથી. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, પાસે મૃત કલેવર પડ્યું હોય, લોહી વગેરે અશુચિ હોય, આકાશમાં વીજળી થતી હોય વગેરે પ્રકારના અસ્વાધ્યાયનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ હોય ત્યારે સ્વાધ્યાય ક૨વાથી અસમાધિ, વ્યાધિ, કલહ, ઉપદ્રવ, વિયોગ વગેરે થવાનો સંભવ છે એવી અનુભવોને આધારે માન્યતા થયેલી છે. અલબત્ત એવા અસ્વાધ્યાય કાળમાં વાચના, Page #273 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય ૨૬૩ પૃચ્છના, પરાવર્તનાના પ્રકારનો સ્વાધ્યાય નથી થઈ શકતો, પણ અપવાદરૂપે અનુપ્રેક્ષાના પ્રકારનો સ્વાધ્યાય કેટલાક નિયમો સાથે થઈ શકે છે. સ્વાધ્યાય શબ્દ ઉપરથી પ્રાકૃતમાં “સજઝાય' શબ્દ આવેલો છે. સક્ઝાય શબ્દ વિશિષ્ટ પ્રકારની જૈન સાહિત્યકૃતિઓ માટે પણ વપરાય છે. પ્રાકૃતમાં જેમ સ્તોત્ર, સ્તવન, સઝાય છે તેમ સ્તવન અને સક્ઝાય એ બે પ્રકારની લઘુકૃતિઓ ગુજરાતીમાં પણ વિશેષ પ્રચલિત બનેલી છે. સ્તવનમાં તીર્થંકર ભગાવનની સ્તુતિ હોય છે અને સક્ઝાયમાં આત્મચિંતનના અવલંબન માટે કોઈ મહાપુરુષોનાં ચરિત્ર કે વિવિધ તત્ત્વવિચાર લેવાય છે. ભરતેશ્વર બાહુબલિની સક્ઝાયમાં પૂર્વે થઈ ગેલાં ભરતેશ્વર, બાહુબલિ, અભયકુમાર, ઢંઢણકુમાર, અર્ણિકાપુત્ર, અતિમુક્તક, મેતાર્યમુનિ, વગેરે સંત મહાત્માઓ તથા બ્રાહ્મી, સુંદરી, સુલસા, ચંદનબાળા, મનોરમા, દમયંતી, રાજિમતી, મૃગાવતી વગેરે મહાસતીઓનું સ્મરણ કરવામાં આવે છે. ક્રોધ, માન, માયા, લોભ વગેરે કષાયો કે તે સહિત અઢાર પાપસ્થાનકો અથવા સમકિતના સડસઠ બોલ વગેરેની સક્ઝાયોમાં તે તે વિષય ઉપર ચિંતન થયેલું હોય છે, જેનું ભાવન આત્મવિશુદ્ધિમાં અત્યંત ઉપયોગી છે. જૈન સઝાય-સાહિત્ય પણ બહુ સમૃદ્ધ છે. આ સાહિત્યપ્રકાર જેનોએ વિશિષ્ટ રીતે વિકસાવ્યો છે. આમ, સ્વાધ્યાયનું મહત્ત્વ ઘણું છે. વારંવાર સ્વાધ્યાય કરવા છતાં એમાં પુનરુક્તિનો કે પુનરાવૃત્તિનો દોષ આવતો નથી, બલકે પુનરુક્તિ સ્વાધ્યાય માટે ઇષ્ટ મનાય છે. સ્વાધ્યાયનો મહિમા દર્શાવતાં કહેવાયું છે : उवसमइ किण्हसप्पो जह मंतेण विधिणा पउत्तेण । तह हिदयकिण्हसप्पो सुट्ठवजुत्तेण गाणेण ।। જેવી રીતે વિધિથી પ્રયુક્ત મંત્ર દ્વારા કૃષ્ણસર્પ શાંત થઈ જાય છે તેવી રીતે સપ્રયુક્ત જ્ઞાનથી મનરૂપી કાળો સાપ શાંત થઈ જાય છે. વળી ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : जहा सुई ससुत्ता पडिया वि न विणस्सइ। तहा जीवे ससुत्ते संसारे न विणस्सइ ।। જેવી રીતે સૂત્ર (દોરાથી યુક્ત) સોઈ પડી જવાથી પણ વિનિષ્ટ (ગુમ). નથી થતી એવી રીતે સસૂત્ર (શ્રુતસંપન્ન) જીવ સંસારમાં ગુમ નથી થતો. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જિનતત્ત્વ આ રીતે સાચો સ્વાધ્યાય જીવને પરંપરાએ સંસારમાંથી મુક્તિ અપાવે છે. “ભગવતીસૂત્રમાં કહ્યું છે : सवणे नाणे य विन्नाणे, पच्चक्खाणे य संजमे। अणण्टए तव चेव, वादाणे अकिरिया सिद्धि ।। સાધુની સંગતિથી ધર્મશ્રવણ સાંપડે છે. ધર્મશ્રવણથી તત્ત્વજ્ઞાન, તત્ત્વજ્ઞાનથી વિજ્ઞાન (વિશિષ્ટ તત્ત્વબોધ), વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન (સાંસારિક પદાર્થોની વિરક્તિ અને તે માટેના નિયમો), પ્રત્યાખ્યાનથી સંયમ, સંયમથી અનાશ્રવ (નવાં કર્મોનો અભાવ), અનાશ્રવથી તપ, તપથી વ્યવદાન (પૂર્વબદ્ધ કર્મોનો નાશ), વ્યવદાનથી અકસ્મતા (કર્મરહિતતા – નિષ્કર્મતા) અને નિષ્કર્મતાથી સિદ્ધિ (મુક્તિ) પ્રાપ્ત થાય છે. એટલા માટે જ “તૈત્તિરીયોપનિષદમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે મુક્તિલક્ષી આત્માઓએ સ્વાધ્યાયની બાબતમાં પ્રમાદ ન કરવો જોઈએ. स्वाध्यायान्मा प्रमदः। Page #275 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મરણ જ્ઞાન જાતિસ્મરણ જ્ઞાન એટલે પૂર્વના ભવનું જ્ઞાન. જ્ઞાતિ સંસ્કૃત શબ્દ છે. એનો એક અર્થ થાય છે જન્મ. એનો બીજો એક અર્થ થાય છે પૂર્વેનું (અથવા પૂર્વજન્મનું). જાતિસ્મરણ એટલે કે પૂર્વના કોઈ એક અથવા વધુ જન્મનું એટલે કે ભવનું સ્મરણ થવું તે. જૈન ધર્મમાં આ પ્રકારના સ્મરણને જ્ઞાનના એક પ્રકાર તરીકે ઓળખાવવામાં આવે છે, માટે તેને જાતિસ્મરણ જ્ઞાન' કહેવામાં આવે છે. જાતિસ્મરણ માટે ‘જાતિસ્મર,’ ‘જાતિસ્મૃતિ,’ ‘જાતિસરણ,’ ‘જાઈસર,’ ‘જાઈસ્મર’, ‘જાઈસ્મરણ,’‘જાઈસુમિણ’ વગેરે સંસ્કૃત કે પ્રાકૃત શબ્દો પ્રચલિત છે, અને તેના ઉપરથી ગુજરાતી, હિન્દી, મરાઠી વગેરે કેટલીક અર્વાચીન ભારતીય ભાષાઓમાં જાતિસ્મૃતિ અથવા ‘જાતિસ્મરણ’ શબ્દ પ્રચલિત રહેલો છે. તે નામ તરીકે પણ વપરાય છે અને વિશેષણ તરીકે પણ વપરાય છે. ‘જાતિસ્મરણ’ની નીચે પ્રમાણે વ્યાખ્યા આપવામાં આવે છે : (9) અતીતનન્મવૃત્તાન્તસ્મૃતિઃ । (૨) ખાતિ મરતીતિ નાતિસ્મર (૨) નાતિસ્મરોડનુમુત્તમવસ્મર્તા। (४) जातिस्मरः आभिनिबोधिकज्ञानविशेषः । વર્તમાન સમયમાં જાતિસ્મરણ જ્ઞાન વિશે દુનિયાના ઘણા દેશોમાં અભ્યાસ-સંશોધન થઈ રહ્યાં છે. જાતિસ્મરણ જ્ઞાનનો માનસ-વિજ્ઞાનના વિષયના એક પેટા વિભાગ તરીકે Parapsychologyના વિભાગ તરીકે – ભારતમાં અને ભારત બહાર અનેક દેશોમાં અભ્યાસ ચાલે છે. જુદી જુદી કેટલીક યુનિવર્સિટીઓમાં જાતિસ્મરણ જ્ઞાનના સેંકડો કિસ્સાઓ નોંધાયેલા છે. અલબત્ત, બધા જ કિસ્સાઓમાં કહેવાયેલી બધી જ વાતો સાચી પડી હોય એવું Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ જિનતત્ત્વ નથી. કેટલીક વાતો ખોટી પણ ઠરી છે. કેટલીક ખોટી વાતો ઇરાદાપૂર્વક ચલાવવામાં આવી હોય એવું પણ બન્યું છે. કેટલીક વાતોમાં થોડુંક મળતાપણું જોવા મળ્યું છે, તો કેટલાક કિસ્સાઓમાં ઘણુંબધું સામ્ય જોવા મળ્યું છે. યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ પુનર્જન્મમાં માનતા નથી. પરંતુ આવા કિસ્સાઓ વખતોવખત નોંધાયા હોવાને કારણે પૂર્વજન્મ-પુનર્જન્મ જેવી કોઈ ઘટના છે એવું પાશ્ચાત્ય જગતના કેટલાક લોકો હવે સ્વીકારવા લાગ્યા છે. બધા જ પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો પુનર્જન્મના સિદ્ધાન્તનો સદંતર અસ્વીકાર કરતા હોય એવું હવે રહ્યું નથી. આ જાતિસ્મરણ જ્ઞાન અથવા જાતિસ્મૃતિ જ્ઞાન છે શું ? દુનિયાના જુદા જુદા ધર્મોનાં સાહિત્યનું અવલોકન કરીશું તો જાતિસ્મરણ જ્ઞાનના ઉલ્લેખો જૈન ધર્મમાં જેટલા જોવા મળે છે તેટલા અન્ય ધર્મમાં ભાગ્યે જ જોવા મળશે. જૈન ધર્મની કેટલીયે કથાઓમાં અને તીર્થકરોનાં પૂર્વભવ સહિતનાં ચરિત્રોમાં જાતિસ્મરણ જ્ઞાનની ઘટનાનો ઉલ્લેખ જોવા મળે છે. આગમગ્રંથોમાં જાતિસ્મરણ જ્ઞાનનો ઉલ્લેખ “ઉત્તરાધ્યયનસૂત્ર'ના ઓગણીસમા મૃગાપુત્રીય અધ્યયનમાં થયેલો છે. જુઓ : साहुस्स दरिसणे तस्स अज्झवसाणम्मि सोहणे। मोहं गयस्स सन्तस्स जाइसरणं समुप्पन्नं ।। देवलोगा चुओ संतो माणुसं भवमागओ। सन्निनाणे समुप्पण्णे जाइं सरइ पुराणयं ।। जाइसरणे समुष्पन्ने मियापुत्ते महिड्ढिए। सरइ पोराणियं जाई सामण्णं च पुराकयं ।। બલભદ્ર રાજા અને મૃગારાણીનો બનશ્રી નામનો પુત્ર લોકોમાં તો મૃગાપુત્ર' તરીકે જ જાણીતો હતો. સુખમાં દિવસો પસાર કરનાર મૃગાપુત્ર રાજમહેલના ગવાક્ષમાં બેસી લોકોની અવરજવર નિહાળતો હતો ત્યાં અચાનક એક સંયમધારી સાધુને તે જુએ છે. અનિમેષ દૃષ્ટિએ તે એ સાધુને જોઈ રહે છે અને મનમાં ચિંતન કરતાં કરતાં “મેં આવું પહેલાં ક્યાંક જોયું છે' એવા ભાવમાં ઊંડા ઊતરી જતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. આમ સાધુનાં દર્શન થતાં અને અધ્યવસાયોની નિર્મળતા થતાં એને પૂર્વજન્મની સ્મૃતિ થઈ. (દેવલોકથી ચ્યવીને તે મનુષ્યભવમાં આવ્યો. સમનસ્ક જ્ઞાન ઉત્પન્ન થતાં તેને Page #277 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મરણ જ્ઞાન પૂર્વજન્મની સ્મૃતિ થઈ.) જાતિસ્મૃતિ જ્ઞાન ઉત્પન્ન થતાં મહર્દિક મૃગાપુત્રને પૂર્વજન્મ અને પૂર્વકૃત સાધુપણાની સ્મૃતિ થઈ આવી. જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં જ એની વિષયોની આસક્તિ તરત નીકળી ગઈ અને એણે દીક્ષા લેવાની પોતાની ઇચ્છા માતાપિતા પાસે દર્શાવી. મૃગાપુત્રનું વૃત્તાન્ત આ પ્રમાણે ‘ઉત્તરાધ્યયનસૂત્ર’માં વર્ણવવામાં આવ્યું છે. જૈન પરંપરામાં જાતિસ્મરણની અન્ય ઘટનાઓ પણ નોંધાયેલી છે. ઋષભદેવના પ્રપૌત્ર શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. તદુપરાંત મલ્લિકુંવરીએ અશુચિ ભાવના સમજાવવાથી રાજકુમારોને, અભયકુમારે મોકલાવેલી જિનેશ્વર ભગવાનની પ્રતિમા જોતાં આર્દ્રકુમારને, ફૂલોનો ગુચ્છ જોતાં બ્રહ્મદત્ત ચક્રવર્તીને, ‘દીક્ષા' શબ્દ સાંભળતાં વજસ્વામીને અને આર્યસુહસ્તિસૂરિને જોતાં સંપ્રતિ મહારાજને જાતિસ્મરણ જ્ઞાન થયાનાં ઉદાહરણો પણ નોંધાયેલાં છે. ૨૬૭ તિર્યંચ ગતિના જીવોને પણ જાતિસ્મરણ જ્ઞાન થાય છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના જીવનના પ્રસંગમાં તે જોવા મળે છે. પોતે પ્રતિષ્ઠાનપુરમાં હતા તે વખતે એક અશ્વને પ્રતિબોધ પમાડવા માટે તેઓ વિહાર કરી પ્રતિષ્ઠાપુરથી ભરૂચ પધાર્યા અને ત્યાં લોકોને દેશના આપી. એ સમયે યજ્ઞ માટે લાવેલા ઘોડાએ એ દેશના સાંભળી. પ્રભુને જોતાં અને પરિચિત ઉપદેશ સાંભળતાં ઘોડાને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. એવી રીતે ભગવાન મહાવીરના શબ્દો સાંભળતાં ચંડકૌશિક સર્પને પૂર્વભવનું જ્ઞાન થયું હતું. તિર્યંચ ગતિમાંથી મનુષ્યજન્મમાં આવેલા જીવોને પોતાના તિર્યંચ ભવનું પણ જ્ઞાન થાય છે. ભરૂચમાં નર્મદા નદીને કાંઠે વૃક્ષમાં માળો બાંધી એક સમળી રહેતી હતી. એને એક દિવસ કોઈ એક મ્લેચ્છે બાણ મારી ધરતી ઉપર પાડી. તે વખતે ત્યાંથી પસાર થઈ રહેલા કોઈ એક મુનિએ એ તરફડતી સમળીને જોઈને એને નવકારમંત્ર સંભળાવ્યો. સમળીએ એ નવકારમંત્ર બહુ ધ્યાનથી સાંભળી દેહ છોડ્યો. મૃત્યુ પામીને સમળી સિંહલદ્વીપની રાજકુમારી થઈ. એક વખત રાજસભામાં છીંક આવતાં ઋષભદત્ત નવકારમંત્રનું પહેલું પદ ‘નમો અરિહંતાણં’ બોલ્યા. એ સાંભળતાં જ રાજકુમારીને થયું કે પોતે આવું ક્યાંક સાંભળ્યું છે. તરત એવી ચિંતનધારાએ ચડી જતાં એને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. એવી રીતે ભગવન મહાવીરના સમજાવ્યાથી મેઘકુમારને પોતાના હાથીના ભવનું જ્ઞાન થયું હતું. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જિનતત્ત્વ જૈન ધર્મમાં પાંચ પ્રકારનાં જ્ઞાન બતાવવામાં આવ્યાં છે : (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન. આ પાંચ પ્રકારનાં જ્ઞાનમાંથી કોઈ પણ ગતિના જીવને ઓછેવત્તે અંશે મતિજ્ઞાન અવશ્ય હોય છે. જાતિસ્મરણ જ્ઞાન એ મતિજ્ઞાનનો જ પ્રકાર છે એમ જૈન ધર્મ માને છે. જૈન માન્યતા અનુસાર મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી એ ચારેય ગતિમાં જીવોને જાતિસ્મરણ જ્ઞાન થઈ શકે છે. તિર્યંચ ગતિમાં ફક્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવને જ (પાંચે ઇન્દ્રિય તથા મનવાળા જીવને જ) જાતિસ્મરણ જ્ઞાન થઈ શકે. અસંજ્ઞી જીવોને ઉ. ત., કીડી, વાંદો, મચ્છર, પતંગિયું, માખી, ઈયળ વગેરે જીવોને જાતિસ્મરણ જ્ઞાન થાય નહિ, કારણ કે મતિજ્ઞાનનો એ પ્રકાર હોઈ જેને સંજ્ઞા (દ્રવ્ય મન) હોય તે જીવને જ આ જ્ઞાન થાય. જાતિસ્મરણ જ્ઞાન મુખ્યત્વે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. એ ચિત્તનો એક વિશિષ્ટ પ્રકારનો ઉઘાડ છે. આ ઉઘાડ દરેકને એકસરખો હોતો નથી અને દરેકને ચિરકાલીન રહેતો નથી. વળી, આ જ્ઞાનનો પ્રકાશ કાયમ એકસરખો પણ રહેતો નથી. એમાં વધઘટ થવાનો સંભવ રહે છે. કેટલાકને કેટલાક દિવસ સુધી એ જ્ઞાન રહે છે અને પછી કાયમને માટે ચાલ્યું જાય છે; કેટલાકને તે વધુ સમય રહે છે. મતિજ્ઞાનમાં જેમ સ્મૃતિ છે એમ વિસ્મૃતિ પણ છે. એટલે જાતિસ્મરણ જ્ઞાનને વિષે સ્મૃતિ અને વિસ્મૃતિ બંનેનો સંભવ રહે છે. મતિજ્ઞાનના ચાર પેટા પ્રકાર છે : (૧) અવગ્રહ, (૨) ઈહા, (૩) અવાય અને (૪) ધારણા. “અવગ્રહ એટલે “આ કંઈક છે' એવો સ્પષ્ટ ભાસ થવો. “આ શું છે ? એ જાણવા માટે ચિત્તમાં ઊહાપોહ થવો અને કંઈક અસ્પષ્ટ નિર્ણય થવો તેનું નામ “ઈહા.” “ આ શું છે ?' તે વિશે વિશેષ વિચાર થવો અને તે આ જ છે' એવો સ્પષ્ટ નિર્ણય થવો તેનું નામ “અવાય.” જે નિર્ણય થયો હોય તે ચિત્તમાં દૃઢપણે અંકિત થઈ જાય અને કેટલાક સમય સુધી ટકી રહે તેનું નામ “ધારણા.” આમ ઇન્દ્રિયો અને મન દ્વારા શબ્દ, રસ, સ્પર્શ, રૂપ, ગંધ વગેરે વિષયોમાં અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા રૂપી જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન. ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ એમ એના ત્રણ પ્રકાર બતાવવામાં આવે છે. જુદી જુદી દષ્ટિએ મતિજ્ઞાનના ચાર, ચોવીસ, બત્રીસથી માંડીને ૩૮૪ જેટલા ભેદપ્રભેદ Page #279 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મરણ જ્ઞાન ૨૬૯ પણ બતાવવામાં આવે છે. મતિ, સ્મૃતિ, સંજ્ઞા (પ્રત્યભિજ્ઞાન), ચિન્તા (તર્ક), અભિનિબોધ વગેરે એકબીજાના પર્યાયવાચી શબ્દ તરીકે પણ વપરાય છે. સ્મૃતિનો સમાવેશ ધારણામાં થઈ જાય છે. ધારણા એટલે પોતાના જોયેલા, સાંભળેલા કે અનુભવેલા પદાર્થોને કે વિચારોને ચિત્તમાં ધારણ કરી રાખવાની કે સંગ્રહી રાખવાની શક્તિ. આ શક્તિ ફક્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ હોય છે. જાતિસ્મરણ જ્ઞાન એ ધારણાનો જ એક પ્રકાર હોવાથી તે જ્ઞાન સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ થાય છે. કીડી, માખી, ઈયળ વગેરેને ધારણાશક્તિ નથી હોતી એટલે કે સ્મૃતિ નથી હોતી. મનુષ્ય અને કેટલાંક પ્રાણીઓને સ્મૃતિ હોય છે અને સ્મૃતિના આધાર ઉપર રહેલી તાલીમ પણ તેમને આપી શકાય છે. ઘોડો, રીંછ, સિંહ, હાથી વગેરે સર્કસનાં પ્રાણીઓને અથવા કૂતરું, ગાય, બળદ, બકરી વગેરે પાળેલાં પ્રાણીઓને અમુક કરવું અને ન કરવું એની તાલીમ એમની ધારણાશક્તિ પ્રમાણે આપી શકાય છે. પ્રાણીઓ કરતાં મનુષ્યની ધારણાશક્તિ ઘણી વિશેષ હોય છે. કેટલીક વાર જાતિસ્મરણ જ્ઞાન કશા જ નિમિત્ત વગર થાય છે, તો કેટલીક વાર પૂર્વભવમાં કોઈ પદાર્થની કે વ્યક્તિની જોયેલી આકૃતિનો અણસાર મળતાં કે અમુક શબ્દો સાંભળતાં એકદમ મતિજ્ઞાન ઉપરનું આવરણ હઠી જાય છે અને પૂર્વભવ સ્પષ્ટ રૂપે ભાસે છે. આમ જાતિસ્મરણ જ્ઞાન સનિમિત્તક અને અનિમિત્તક એમ બે પ્રકારનું છે. “અભિધાન રાજેન્દ્રકોશ'માં કહ્યું છે : जातिस्मरणं द्विविधम् - सनिमित्तकं, अनिमित्तकं च। तत्र यद् बाह्यं निमित्तमुद्दिश्य जातिस्मरणमुपजायते तत्सनिमित्तकम् । यथा वल्कलचीर - प्रभृतीनाम् । यत्पुनरेव तदावारककर्मणां क्षयोपशमेनोत्पद्यते तदनिमित्तकं यथा स्वयंबुद्धकपिलादीनाम् । જાતિસ્મરણ જ્ઞાન એ અવધિજ્ઞાનનો પ્રકાર નથી. એ બંને જુદા જુદા પ્રકારનાં જ્ઞાન છે. અવધિજ્ઞાન જાતિસ્મરણ કરતાં ઘણું ચડિયાતું જ્ઞાન છે. જેને જાતિસ્મરણ જ્ઞાન થયું હોય તેવી વ્યક્તિ દૂરના કોઈ સ્થળ અને એવી વ્યક્તિઓ વિષે બોલવા લાગે છે. એમાં વર્તમાનની તત્કણ બનતી જતી ઘટનાઓની વાત હોતી નથી, પરંતુ પૂર્વે બની ગયેલી ઘટનાનું સ્મરણ હોય છે. અને તે પણ કોઈ નિશ્ચિત સ્થળ અને સમય પૂરતું મર્યાદિત હોય છે. વળી જેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે તેને પૂર્વના ભવનું સ્મરણ થાય છે, પરંતુ તેને ભાવિ વિશે કશું Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ જિનતત્ત્વ જ્ઞાન હોતું નથી. અવધિજ્ઞાનમાં તો ભૂત, વર્તમાન અને ભાવિ એ ત્રણે કાળનું પોતપોતાની સ્થળ અને કાળની સીમા અનુસાર જ્ઞાન થાય છે. એટલે જાતિસ્મરણ જ્ઞાન એ અવધિજ્ઞાનનો કોઈ પ્રકાર નથી એ સ્પષ્ટ સમજી લેવું જોઈએ. અવધિજ્ઞાનમાં વ્યક્તિ પોતે ઉપયોગ મૂકે ત્યારે તેને તે જ્ઞાન થાય છે. જાતિસ્મરણ જ્ઞાનમાં, અવધિજ્ઞાનની જેમ, એ રીતે ઉપયોગ મૂકવાની વાત સામાન્ય રીતે હોતી નથી. જીવના જ્ઞાનની વૃદ્ધિ સતત ચાલ્યા કરે છે. એમાં સ્મૃતિ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જે કંઈ જ્ઞાન આપણે મેળવ્યું તે બધું જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જીવનપર્યત ટકી રહે એવું હોતું નથી. એક સમયે મોટા જ્ઞાની તરીકે વિખ્યાત બનેલા મહાત્માઓને પણ વૃદ્ધાવસ્થામાં અનેક વાતોનું વિસ્મરણ થાય છે. યુનિવર્સિટીઓનું પ્રમાણપત્ર મેળવનાર વ્યક્તિઓનું તો તે વિષયનું જ્ઞાન, જો મહાવરો ન હોય તો ઝાંખું થઈ જાય છે. એક જન્મમાં ગમે તેટલું જ્ઞાન મેળવ્યું હોય તો પણ બીજા જન્મમાં જીવને નવેસરથી શરૂઆત કરવાની રહે છે. અલબત્ત એમાં પૂર્વેનાં જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ એને કામ લાગે છે. તો પણ ભાષા શીખવાથી માંડીને જ્ઞાન સંપાદન કરવાની બધી ક્રિયા તેને ફરીથી કરવી પડે છે. જન્મ અને મૃત્યુ એ બે એવી મોટી ઘટનાઓ છે કે જેને કારણે જીવનો દેહાધ્યાસ ઘણોબધો વધી જાય છે અને જેમ દેહાધ્યાસ વધુ તેમ જ્ઞાનનો ઉઘાડ ઓછો. મૃત્યુ વખતે વેદના, આસક્તિ વગેરેને કારણે જીવનો દેહાધ્યાસ ઘણો વધી જાય છે અને ત્યાર પછી નવા ગર્ભવાસનું દુ:ખ પણ ઓછું નથી હોતું. એટલે નવો જન્મ થતાં મગજની પાટી ફરીથી કોરી થઈ જાય છે. એટલે જ જીવોને સામાન્ય રીતે પૂર્વના ભવનું જ્ઞાન એટલે કે જાતિસ્મરણ જ્ઞાન થતું નથી. કોઈકને કદાચ પ્રશ્ન થાય કે જાતિસ્મરણ જ્ઞાન બધાંને કેમ થતું નથી ? હરિભદ્રસૂરિ “યોગબિન્દુમાં એ માટે લખે છે : न चैतेषामपि हयेतदुन्मादग्रहयोगतः । सर्वेषामनुभूतार्थ स्मरणं स्यादिव शेषतः।। આમાં પણ જીવોને જ્ઞાનાવરણીય કર્મના તેવા પ્રકારના ઉદયને કારણે, ઉન્માદ અથવા ગ્રહ વગેરેના વળગાડથી અને એવા બીજા પ્રકારના બાહ્ય તેમજ અંત:કરણના યોગથી પૂર્વભવ સંબંધી અનુભવેલા અર્થોનું સ્મરણ વિશેષ પ્રકારે થતું નથી. Page #281 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મરણ જ્ઞાન ૨૭૧ કેટલીક વાર માણસ એક સ્થળેથી બીજે સ્થળે જાય છે ત્યારે પોતે ક્યાંથી આવ્યો તેનું સ્મરણ રોગ વગેરેને કારણે; ઉન્માદ, મતિભ્રમ વગેરેને કારણે; ભૂતપ્રેત વગેરેના વળગાડને કારણે થતું નથી. તેવી રીતે ‘હું કોણ છું ?’ ‘હું ક્યાંથી આવ્યો ?’ ‘હું ક્યારે આવ્યો ?’ ‘હું કયા કારણે આવ્યો ?' ‘હું પૂર્વભવમાં કોણ હતો ?' – વગેરેનું સ્મરણ જીવને થતું નથી. - કેટલાક જીવોને દેહાધ્યાસ બહુ ઓછો હોય છે. અંતસમયે પણ દેહની કે અન્ય સાંસારિક વાસનાઓ કે આસક્તિ તેમને હોતી નથી. તેઓનું આત્મામાં લીનપણું વિશેષ હોય છે. તેવા નિર્મળ જીવોના જ્ઞાનના સંસ્કાર કેટલેક અંશે સચવાઈ રહે છે. એવા જીવોને જન્માન્તરમાં જ્ઞાનાવરણીય કર્મના તેવા પ્રકારના ક્ષયોપશમને લીધે જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પરંતુ એવી વ્યક્તિઓ હજારો-લાખોમાં કોઈક જ હોય છે. હરિભદ્રસૂરિ ‘યોગબિન્દુમાં કહે છે : ब्रह्मचर्येण तपसा सद्वेदाध्ययनेन च । विद्यामन्त्रविशेषेण सत्तीर्थासेवनेन च ।। पित्रोः सम्यगुपस्थानाद् ग्लानभैषज्यदानतः । देवादिशोधनाच्चैव भवेज्जातिस्मरः पुमान् ।। (‘યોગબિન્દુ', શ્લોક ૫૭-૫૮) બ્રહ્મચર્ય વડે, તપ વડે, સત્યવેદના અધ્યયન વડે, વિદ્યામંત્રવિશેષથી, સત્યતીર્થના સેવનથી, પૂજ્ય માતા-પિતા વગેરે ઊંચા સ્થાને રહેલાની સેવાભક્તિ કરવાથી, ગ્લાન વૃદ્ધોને દવા વગેરે આપવાથી, દેવગુરુધર્મની શુદ્ધિ કરવાથી (ધર્મસ્થાનકોનો ઉદ્ધાર કરવાથી) ભવ્યાત્માઓને જાતિસ્મરણ થાય છે એટલે કે પૂર્વભવનું જ્ઞાન થાય છે. જાતિસ્મરણ જ્ઞાન જીવની નિર્દોષ અને નિર્મળ અવસ્થામાં પ્રગટ થાય છે. સામાન્ય રીતે આવી અવસ્થા બાલ્યકાળમાં વિશેષ હોય છે, એટલે બાલ્યકાળમાં જાતિસ્મરણ જ્ઞાન થવાની ઘટનાઓ વિશેષ જોવા મળે છે. આમ છતાં આ જ્ઞાન માત્ર બાલ્યકાળમાં જ થાય એવું નથી. સદાચાર, સત્સંગ, સ્વાધ્યાય, આત્મચિંતન, આરાધના વગેરે દ્વારા પ્રાપ્ત થયેલી આત્માની નિર્મળતાથી કિશોરવયે કે યુવાનવયે કે મોટી ઉંમરે પણ જાતિસ્મરણ જ્ઞાન થવાની ઘટના નોંધાયેલી જોવા મળે છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર જિનતત્ત્વ જાતિસ્મરણ જ્ઞાન થવા માટે સમય કે વ્યક્તિની બાબતમાં કોઈ નિશ્ચિત નિયમો હોતા નથી. જે નિયમ છે તે જ્ઞાનાવરણીય કર્મના અને સાથે સાથે દર્શનાવરણીય તથા મોહનીય કર્મના ક્ષયોપશમનો જ છે. તીર્થકરોના સમયમાં, ચોથા આરામાં અનેક લોકોને જાતિસ્મરણ જ્ઞાન થયાના ઉલ્લેખો મળે છે. વર્તમાન સમયમાં એ જ્ઞાન થવાનો સંભવ ઘટતો ગયો છે. શ્રીમદ્ રાજચંદ્રને એ જ્ઞાન થયું હતું તે ઘટના સુપ્રસિદ્ધ છે. કાળના પ્રભાવના કારણે જીવોની તે માટેની યોગ્યતા ઘટતી ગઈ છે. એટલે આવી ઘટના વિરલ બનતી હોવાને કારણે એની વાત સાંભળતાં અનેક લોકોને કૌતુક થાય એ સ્વાભાવિક છે. જૈન માન્યતા પ્રમાણે જાતિસ્મરણ જ્ઞાન એ એક પ્રકારનું માત્ર મતિજ્ઞાન જ છે. તે ઇન્દ્રિયાતીત જ્ઞાન નથી કે અતીન્દ્રિય ચમત્કાર નથી. એ કોઈ દેવદેવીઓએ કરેલો ચમત્કાર પણ નથી કે ભગવાનનો સાક્ષાત્કાર નથી. એટલે જૈન ધર્મમાં એ જ્ઞાનનું જેમ એક અપેક્ષાએ ઘણું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે, તેમ અન્ય અપેક્ષાએ એનું બહુ મૂલ્ય આંકવામાં આવતું નથી. એ જ્ઞાન જવલ્લે જ કોઈકને થાય છે માટે લોકોને તે ચમત્કારરૂપ ભાસે છે. - જેને જાતિસ્મરણ જ્ઞાન થાય તે વ્યક્તિ અચાનક અસંબદ્ધ બોલતી હોય તેવું આસપાસના લોકોને લાગે છે. એમાં જો કંઈ સાબિતી મળે કે કંઈ અણસાર મળે તો તેવી વાત પ્રસરે છે. અનેક લોકોને એ વાતની જિજ્ઞાસા થાય છે પરંતુ લોકો તેવી વ્યક્તિને પ્રશ્નો પૂછી પૂછીને એના ચિત્તને થકવી નાખે છે. અને પરિણામે એના જ્ઞાનની વૃદ્ધિ થતી નથી. એથી કેટલીક વાર તેનું જ્ઞાન વહેલું ચાલ્યું જાય છે. પરિણામે જાતિસ્મરણ જ્ઞાન થાય તે જીવને તે જ્ઞાન આત્મસાધનામાં ઉપકારક નીવડતું નથી. જે જીવને જાતિસ્મરણ જ્ઞાન થાય તે જીવ તેનો બહુ બાહ્ય ઉપયોગ ન કરતાં એકાંતમાં રહીને જો પોતાના આત્મામાં જ તેનો ઊહાપોહ વધારે તો તેનું જ્ઞાન વૃદ્ધિ પામે છે. એને પોતાના પૂર્વભવનું વધુ અને વધુ દર્શન થાય છે. વળી જેમ જેમ આ જ્ઞાન વધતું જાય છે તેમ તેમ તે જીવ વધુ નિર્મળ બને છે અને તે જ્ઞાન તેને આત્મસ્વરૂપનું ભાન કરાવી તેની આત્મસાધનામાં ઉપકારક નીવડે છે. એટલા માટે જ પોતાને થયેલા જાતિસ્મરણ જ્ઞાનની ઘટનાની ઘણી જાહેરાત આત્માર્થીઓ માટે ઉપયોગી મનાતી નથી. જાતિસ્મરણ જ્ઞાન થયું હોય એવી કેટલીક વ્યક્તિઓ અચાનક પૂર્વભવની ભાષા બોલવા લાગે છે. કેટલીક વખત પૂર્વભવની કોઈ ચેષ્ટા પણ કરવા લાગે Page #283 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મરણ જ્ઞાન ૨૭૩ છે. શ્રીમદ્ રાજચંદ્ર લખ્યું છે કે “જેમ બાલ્યાવસ્થાને વિશે જે કંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે ને કેટલાકને ન રહે, ન રહેવાનું કારણ એ છે કે પૂર્વ દેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે, અને નવો દેહ પામી તેમાં જ આસક્ત રહે છે. તેને પૂર્વ પર્યાયનું ભાન રહે નહિ; આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યો હોય તેને પૂર્વનો ભવ અનુભવવામાં આવે છે. પૂર્વ પર્યાય છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, દેહ ધારણ કરતાં ગર્ભવાસને લઈને, બાલપણામાં મૂઢપણાને લઈને અને વર્તમાન દેહમાં અતિલીનતાને લઈને, પૂર્વે પાયાની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતો નથી; તથાપિ જેમ ગર્ભવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહિ તેથી કરીને તે નહોતાં એમ નથી; તેમ ઉપરનાં કારણોને લઈને પૂર્વ પર્યાય સ્મૃતિમાં રહે નહિ. તેવી રીતે આંબા આદિ વૃક્ષોની કલમ કરવામાં આવે છે તેમાં સાનુકૂળતા હોય તો થાય છે. તેમ જો પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાને લયોપશમ આદિ સાનુકૂળતા (યોગ્યતા) હોય તો જાતિસ્મરણ જ્ઞાન થાય.” જાતિસ્મરણ જ્ઞાન ફક્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ થતું હોવાને કારણે જે જીવને એ જ્ઞાન થાય તે જીવને પોતાના પૂર્વના એક અથવા વધારે ભવનું સ્મરણ થાય છે. એ ભવોમાં પણ પોતે અસંશી જીવ તરીકે એટલે કે કીડી, વાંદો, મચ્છર, સૂક્ષ્મ જીવાણુ ઇત્યાદિ કે વનસ્પતિ એકેન્દ્રિય જીવ તરીકે જે ભવ કર્યા હોય તે ભવનું સ્મરણ ન થાય. જાતિસ્મરણ જ્ઞાન એકંદરે તો કોઈ એક પ્રસંગે એકાદ વ્યક્તિને થાય, પરંતુ ક્યારેક તે જ્ઞાન એકસાથે એકથી વધુ વ્યક્તિને પણ ઉત્પન્ન થાય. પૂર્વના ભવની સામુદાયિક ઘટના એવી રીતે બની હોય અને વર્તમાન ભવમાં તેવા કેટલાક જીવોનો જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ એવો સારો હોય છે તેવી બધી વ્યક્તિને એકસાથે પૂર્વના ભવથી તે ઘટનાનું સ્મરણ થાય. એના સુપ્રસિદ્ધ ઉદાહરણ તરીકે મલ્લિકુંવરીના (મલ્લિનાથના) જીવનનો પ્રસંગ છે. મલ્લિકુંવરીના પૂર્વના જન્મના છ મિત્રો વર્તમાન ભવમાં જુદા જુદા નગરના રાજકુમાર થયા હતા. મલ્લિકુમારીને પરણવા એ છ રાજકુમારો જ્યારે આવ્યા ત્યારે મલ્લિકુમારીએ અશુચિ ભાવના સમજાવીને પૂર્વભવની વાત કહી. એ સાંભળી છયે રાજકુમારોને એક જ વખતે Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જિનતત્ત્વ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને તેઓ બધાએ દીક્ષા લીધી હતી. જાતિસ્મરણ જ્ઞાન ફક્ત સમકિતી જીવોને જ થાય એવું નથી. તે સમકિતીને થાય અને મિથ્યાત્વીને પણ થાય. જેને જેને જાતિસ્મરણ જ્ઞાન થાય તે બધા જ જીવો બહુ ઊંચી કોટિના પવિત્ર સમકિતી જીવ છે એવું માનવું અનિવાર્ય નથી. જાતિસ્મરણ જ્ઞાન વિશે, બ૯ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ પ્રકારના જ્ઞાન વિશે જૈન ધર્મમાં જેટલી સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે તેવી વિચારણા અન્યત્ર ક્યાંય થઈ નથી. Page #285 -------------------------------------------------------------------------- ________________ સંયમનો મહિમા ભારતમાં ધાર્મિક પર્વોની ઉજવણી સાથે વ્રતસંયમ અને ત્યાગ-તપશ્ચર્યા અવિનાભાવે સંકળાયેલાં છે. ભારતીય પરંપરામાં અનેક સંત-મહાત્માઓએ જીવનને સમજવાનો, તેના હેતુને પામવાનો સ્થૂલ-સૂક્ષ્મ પુરુષાર્થ કર્યો છે. પોતાના અને અન્ય અનેક લોકોના અનુભવોના આધારે તેઓએ જીવનનાં સ્થલ તથા સૂક્ષ્મ રહસ્યોની શોધ કરીને માનવકલ્યાણ માટે ઉત્તમ જીવનવ્યવસ્થાનો બોધ કર્યો છે. માનવદેહને સ્પર્શાદિ પાંચ મુખ્ય ઇન્દ્રિયો મળી છે. એ ઇન્દ્રિયોના વ્યાપારને ચલાવનાર સૂક્ષ્મ મન પણ મળેલું છે. અર્થાત્ મનુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણી છે. મન એટલું સૂક્ષ્મ, ગહન અને અકળ છે કે એના તમામ વ્યાપારોને, તરંગોને, સ્પંદનોને ખુદ મનુષ્ય પોતે સમજી શકતો નથી. મનના વ્યાપારોને ગતિમાન કરનાર આત્મા છે. એની શક્તિ અપાર, અમાપ છે. ઇન્દ્રિયોના કેટલાક વ્યાપારો નજરે જોઈ શકાય છે. ચિત્તના વ્યાપારો દેખાતા નથી કે બીજાને બતાવી શકાતા નથી, પરંતુ અનુભવાય કે સમજાય છે. આત્મતત્ત્વ દશ્યમાન નથી, પરંતુ તર્કથી સિદ્ધ છે અને અનુભવથી પ્રતીત છે. આત્મતત્વનો સાક્ષાત્કાર, આત્મસ્વરૂપનું દર્શન અલ્પ સમયને માટે ક્યારેક કોઈ વિરલ મહાત્માઓને થાય છે. અહોરાત્ર દેહ અને આત્માની ભિન્નતા પોતાને સ્પષ્ટ રહ્યા કરે એવી અનુભૂતિ તો એથી પણ વિરલ છે. ભારતીય જીવનમીમાંસકોએ ઉપભોગ કરતાં ત્યાગ અને સંયમ ઉપર વધારે ભાર મૂક્યો છે. મનુષ્ય અને મનુષ્ય વચ્ચેના તથા ઇતર જીવસૃષ્ટિ સાથેના પરસ્પરના સુખમય, શાંતમિય વ્યવહારને માટે કેટલાક નિયમોની આવશ્યકતા રહે છે. પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે જેમ કેટલાક નિયમો જરૂરી છે, જેમ સમાજને તંદુરસ્ત રાખવા માટે પણ કેટલાક નિયમોની જરૂર છે, તેમ પોતાનાં મન અને આત્માને સ્વસ્થ રાખવા માટે પણ નિયમોની Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જિનતત્વ જરૂર છે. આપણે ત્યાં પ્રાચીન સમયથી “યમ” અને “નિયમ” એવા બે શબ્દો વપરાતા આવ્યા છે. વ્યવહારમાં પરસ્પરની અનુકૂળતા માટે વ્યક્તિ, સમાજ કે રાજ્ય દ્વારા નક્કી થયેલાં નિયંત્રણોને “નિયમ” કહી શકાય. કેટલાંક નિયમો, નિયંત્રણો કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે અને તેનું ઉલ્લંઘન કરનારને શિક્ષા થાય છે. માણસ સ્વેચ્છાએ પોતાના જીવનને માટે કેટલાંક નિયંત્રણો સ્વીકારી લે તેને “યમ” કહેવામાં આવે છે, મનુષ્યનું જીવન જેટલું યમપ્રધાન તેટલા નિયમો QUEOL $2441 43. 'The best government is that which governs the least' એ યમપ્રધાન સમાજમાં શક્ય છે; પરંતુ મનુષ્યનું જીવન જેમ વધુ યમરહિત તેમ કુટુંબ, જ્ઞાતિ, સમાજ કે રાજ્યને વધુ નિયમો ઘડવા પડે. જેમ નિયમો અને કાયદાઓ વધારે કરવા પડે તેમ સમાજમાં તેના ઉલ્લંઘનનું અને સરવાળે દંભ, અપ્રામાણિકતા અને કુટિલતાનું પ્રમાણ વધે અને એની ક્રિયાપ્રતિક્રિયા ઉત્તરોત્તર વધતી ચાલે. ભારતીય સંસ્કૃતિ ઉપભોગ-પ્રધાન નહિ, પરંતુ સંયમ-પ્રધાન રહી છે. ઈશાવાસ્યકથિત તેન ચન મુંના | એ એનો મંત્ર છે. ત્યાગ અને સંયમ ઉપર દુનિયાના બધા જ ધર્મોમાં ઓછોવત્તો ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ જોઈએ તો પાશ્ચાત્ય સંસ્કૃતિ કરતાં પૌરમ્ય સંસ્કૃતિમાં ત્યાગ અને સંયમનો મહિમા વિશેષ છે. પૂલ ઇન્દ્રિયો દ્વારા ભોગવાતા ભૌતિક સુખમાં જ એકંદરે મોટા ભાગનાં મનુષ્યો રચ્યાંપચ્યાં રહે છે. સારું કમાવું, સારું ખાવુંપીવું, સુંદર વસ્ત્રો પરિધાન કરવાં, સરસ સજાવેલા ઘરમાં રહેવું, ખૂબ હરવું-ફરવું, મહેફિલોની મોજ માણવી, સ્વજનો, મિત્રો, સંબંધીઓ સાથે મળીને વ્યવહારના પ્રસંગો ઊજવવા ઇત્યાદિમાં જ જીવનનું પરમ ધ્યેય સમાપ્ત થઈ જતું હોય એવું અનેક લોકોના જીવનમાં જોવા મળે છે. પરંતુ ઇન્દ્રિયાર્થ પદાર્થ દ્વારા મળતું સુખ પૂલ અને ક્ષણિક છે, બલ્ક સુખાભાસ છે, એવી પ્રતીતિ થાય અને ત્યાગ અને સંયમમાં રહેલું સુખ વધુ ચડિયાતું છે એવો જેને ઊંડો અનુભવ થયો હોય તે જ એ પ્રકારના સુખનું સાચું મૂલ્ય સમજી શકે. સંયમ એટલે સમ્યફ યમ. અર્થાત્ રસ અને રુચિપૂર્વક સાચી શ્રદ્ધા સાથે ઉચ્ચતર ધ્યેય માટે સ્વેચ્છાએ સ્વીકારેલું નિયંત્રણ. સંયમ એટલે સમ્યક યમનું Page #287 -------------------------------------------------------------------------- ________________ સંયમનો મહિમા ૨૭૭ પાલન કરવું અથવા યમનું સમ્યક્ પ્રકારે પાલન કરવું. જેમના જીવનમાં સ્વેચ્છાએ હર્ષપૂર્વક સંયમનું થોડું પણ પાલન થતું હશે તે અનુભવથી કહી શકશે કે અસંયમિત જીવન કરતાં સંયમિત જીવન કેટલું બધું ચઢિયાતું છે! સ્વેચ્છાએ સમજણપૂર્વક ભોગોપભોગનાં સાધનો કે પદાર્થોનો ત્યાગ કરવા રૂપ સંયમનો મહિમા ઘણો મોટો બનાયો છે. સંત-મહાત્માઓના પરિચયથી, સત્સંગથી કે ઉત્તમ ગ્રન્થોના પરિશીલનથી સારાસાર વિવેક આવે છે. જીવનમાં શું ગ્રહણ કરવા યોગ્ય છે અને શું ત્યાજ્ય છે એ વિશે પરિપક્વ બુદ્ધિ એથી ખીલે છે. સંયમનું પાલન સહજ અને આનંદપૂર્વક થાય તો એમાં કોઈ કષ્ટ લાગતું નથી, પરંતુ માણસ જો જાગ્રત ન રહે તો સંયમમાંથી એની શ્રદ્ધા ઊડી જવાનો સંભવ છે. ક્યારેક આરંભમાં સ્વેચ્છાએ લીધેલા સંયમનું પછીથી પરાણે પાલન કરવું પડે એવું પણ બને છે. ત્યારે સંયમ ન રહેતાં નિગ્રહ અથવા ઇન્દ્રિયદમન થઈ જાય છે. સંયમનો માર્ગ ઘણો કઠિન છે. શાસ્ત્રકારોએ એને ખાંડાની ધાર પર ચાલવા બરાબર જણાવ્યો છે. સંયમનો માર્ગ રેતીના કોળિયા જેવો નિ:સ્વાદ, લોઢાના ચણા ચાવવા જેવો કઠિન અને ભુજા વડે સમુદ્ર તરવા જેવો દુષ્કર છે. ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાન મહાવીરે કહ્યું છે : वालुया कवले चेव निरस्साए उ संजमे । असिधारागमणं चेव दुक्करं चरिउं तवो ।। जहा भुयाहिं तरिउं दुक्करं रयणायरो | तहा अणुवसंतेनं दुक्करं दमसागरो ।। ધર્મ કે તત્ત્વજ્ઞાનની અપેક્ષા વગર કેવળ વ્યવહારદૃષ્ટિથી જોઈએ તો પણ મનુષ્યજીવનમાં સુખ અને શાંતિને માટે સંયમની આવશ્યકતા ઘણી મોટી છે. જો બધા જ માણસો અસંયમી બની જાય તો હિંસા, ચોરી, મારામારી, બળાત્કાર, છેતરપિંડી વગેરેનું પ્રમાણ વધી જતાં મનુષ્યજીવનનાં સુખશાંતિ નષ્ટ થઈ જાય છે. એટલા માટે જ જીવનમાં સંયમનો આદર થાય છે, સંયમી સ્ત્રી-પુરુષોના ગુણગાન ગવાય છે. રૂઢિગત ધર્મમાં ન માનનાર કે પોતાની જાતને નાસ્તિક કહેવડાવનાર માણસો પણ અસંયમની નહીં, પરંતુ સંયમની જ પ્રશંસા કરે છે. મનુષ્ય સંસારમાં સ્ત્રી, પુત્ર, પરિવાર, ઘર, ધન, મિલકત, નોકરચાકર વગેરેમાં ઘણો જ આસક્ત રહે છે. જીવંત વ્યક્તિઓ અને દૃશ્યમાન સ્થૂલ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ જિનતત્ત્વ પદાર્થો તરફની તીવ્ર રાગવાળી અભિરુચિ એ ધરાવે છે. વળી મનથી પણ તે ભિન્ન ભિન્ન ઇન્દ્રિયોના મનગમતા વિષયોની કલ્પના કરી રાચે છે, તો વળી ક્યારેક તેના વિપરીત અનુભવોનો ખ્યાલ કરી તે ખેદ, ક્લેશ કે સંતાપ પણ કરે છે. એટલે જીવને સંયમમાં રાખવા માટે સર્વ પ્રથમ ઇન્દ્રિયોને સંયમમાં રાખવાની આવશ્યકતા ઊભી થાય છે. ઇન્દ્રિયો તથા મનને સંયમમાં રાખવા માટે ભોગપભોગના પદાર્થોનો ત્યાગ કરવાથી અથવા તેમાંથી રસ કે આસક્તિ ખેંચી લેવાથી સંયમ તરફ જીવને વાળી શકાય છે. પરંતુ એ વાળવા માટે શ્રદ્ધા સહિત જ્ઞાનની અપેક્ષા રહે છે. ઇન્દ્રિયાર્થ પદાર્થો તુચ્છ અને અનર્થકારી છે, જીવને સંસારમાં ભમાડનાર છે, એવી આંતર-પ્રતીતિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મન અને ઇન્દ્રિયો એવા પદાર્થો તરફ વારંવાર દોડી જાય છે. વૃત્તિઓનું ક્રમે ક્રમે શુભ ભાવમાં ઊર્ધ્વરોહણ કરવાથી અને ચિત્તમાં ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, દયા, સંસારની ક્ષણિકતા અને અનિત્યતા ઇત્યાદિ ભાવોનું વારંવાર સ્મરણ કરવાથી ચિત્ત તથા ઇન્દ્રિયોની ભૌતિક સુખના પદાર્થોમાંથી નિવૃત્તિ થાય છે. પરાણે કરેલું દેહદમન બહુ ઇષ્ટ નથી. ક્યારેક તેની પ્રતિક્રિયા થાય છે. એવા દેહદમનથી મન અને ઇન્દ્રિયો બમણા વેગથી ભોગપભોગ માટે લલચાય છે. આમ છતાં ઇન્દ્રિયદમન અને મનોનિગ્રહનો શાસ્ત્રકારોએ સર્વથા નિષેધ કર્યો નથી. કેટલાક જીવો એવા હોય છે કે જેઓ એક વખત ઇન્દ્રિયદમન કે મનોનિગ્રહ કરીને સંયમ તરફ વળે તો પછી તેઓ સ્વાભાવિક રીતે જ ઉલ્લાસપૂર્વક શ્રદ્ધાસહિત સંયમમાં રહે છે. બાલજીવોને માટે આ વિશેષ સાચું છે. શિક્ષાના ભયથી માણસ પ્રામાણિક રહે કે ફાંસીની સજાના ભયથી માણસ ખૂન કરતો અટકે તો પણ તે વ્યક્તિ તથા સમાજને માટે ઇષ્ટ જ છે. એક વખત ભયથી અટકેલો માણસ સમય જતાં સમજણથી પણ અટકતો થઈ જાય. જેમ શાળાનાં બાળકો માટે ફરજિયાત શિસ્તપાલન અંતે ઉપકારક નીવડે છે તેમ બાલજીવોને માટે ઇન્દ્રિયદમન ઉપકારક નીવડે એ અસંભવિત નથી. સર્વ ઇન્દ્રિયો અને મન ઉપર વિજય મેળવવાથી જીવ સંયમમાં આવી જાય છે. ઇન્દ્રિયોમાં પણ સ્વાદેન્દ્રિય એટલે કે જિદ્દા ઉપર વિજય મેળવવો ઘણો કઠિન મનાયો છે. આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શ એ પાંચ ઇન્દ્રિયોમાં રસેન્દ્રિય એવી જીભ ઉપર, સ્વાદ તથા વાચાની દૃષ્ટિએ, વિજય મેળવવાનું પ્રમાણમાં દુષ્કર છે અને અનુભવની વાત છે. જીભ ઉપરાંત સ્પર્શેન્દ્રિય, ઉપસ્થ Page #289 -------------------------------------------------------------------------- ________________ સંયમનો મહિમા ૨૭૯ ઇન્દ્રિય ઉપર સંયમ ધરાવવાનું પણ એટલું જ કઠિન શાસ્ત્રકારોએ દર્શાવ્યું છે. કામભાગની લાલસા જીવને વારંવાર થયા કરે છે. તીવ્ર મનોબળ ન હોય તો જીવને અસંયમમાં તે ઘસડી જાય છે. જે માણસ જિવાને વશ કરી શકે છે, સ્વાદ કે રરસ ઉપર વિજય મેળવે છે તે માણસ ક્રમે ક્રમે ઉપસ્થ સહિત બધી ઇન્દ્રિયો ઉપર વિજય મેળવે છે. ઇન્દ્રિયો ઉપર સંયમ મેળવ્યા પછી ચિત્ત પરનો સંયમ સરળ બને છે. કેટલીક વ્યક્તિઓની બાબતમાં ચિત્તના સંયમ પછી ઇન્દ્રિયો પરનો સંયમ સરળ બને છે. પહેલાં ઇન્દ્રિયો ઉપરનો સંયમ કે પહેલાં ચિત્ત ઉપરનો સંયમ ? એ વિવાદમાં એકાન્ત કોઈ નિયમ નથી, કારણ કે ચિત્ત અને ઇન્દ્રિયોના વ્યાપારો પરસ્પરાવલંબી, વ્યાપક, ગહન અને અકળ હોય છે. દરેકે પોતાના અનુભવ અને શક્તિને આધારે પોતાનો નિયમ ઘડવાનો હોય છે. ક્યારેક નિમિત્ત મળતાં ક્રોધાદિ કષાયો ચિત્તમાં ઊઠે છે. તેને પ્રસંગે જીવ તેને વશ બની જાય છે. ક્યારેક જ્ઞાન કે સમજણ હોવા છતાં પણ પ્રસંગવશાત્ પ્રમાદથી ક્રોધ, માન, માયા અને લોભ એ કષાયોને વશ બની જવાય છે. કષાયો પાપરૂપ છે એમ સમજી તરત મિચ્છામિ દુક્કડમ્ કરી લઈને પોતાના ચિત્તને આત્મચિંતનમાં, પરમાત્માના ધ્યાનમાં અથવા વૈરાગ્યની ભાવનાઓમાં જોડી દેવું જોઈએ. શાસ્ત્રકારોએ ઉપમા આપી છે કે જે સરોવરનું જળ નિર્મળ અને પારદર્શક હોય છે તેમાં હિંસક જળચરો રહેતાં નથી. તેવી રીતે માણસ જો પોતાના હૃદયને નિર્મળ અને પારદર્શક બનાવે તો તેમાં ક્રોધાદિ કષાયોરૂપી હિંસક જળચરો રહી શકે નહિ. ક્રોધાદિ કષાયોને બધા માણસો એક દિવસમાં નિર્મૂળ કરી શકતા નથી. શુભ ભાવનાઓને વારંવાર ભાવન-સેવન કરવાથી, શુભ ધ્યાનમાં ચિત્તને વખતોવખત પરોવવાથી સંયમનો મહાવરો થતો જાય છે અને એ રીતે કષાય ઉપર ક્રમેક્રમે વિજય મેળવી શકાય છે. ક્ષમાના ભાવ દ્વારા ક્રોધને, માર્દવ અથવા વિન્રમતાના ભાવ દ્વારા માયાને અને સંતોષ દ્વારા લોભને જીતી શકાય છે. જે માણસ કષાયોને મંદ પાડતો નથી, પરંતુ તેને વધવા દે છે તે માણસના કષાયો અનંતાનુબંધી બનતા જાય છે, અને સમય જતાં તેને મિથ્યાત્વમાં ઘસડી જાય છે. સમિતિ, ગુપ્તિ, વ્રત, તપ, ચારિત્ર્ય, વિરતિ, વૈરાગ્ય, નિગ્રહ, સંયમ વગેરે શબ્દો વિશાળ અર્થમાં એકબીજાના પર્યાય જેવા ગણાય છે, તો પણ Page #290 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૨૦૦ દરેકની વિશિષ્ટ પારિભાષિક અર્થચ્છાયા છે. ઉદાહરણ તરીકે મૌનને વાણી ઉપરના સંયમ તરીકે કોઈ ઓળખાવી શકે, પરંતુ વસ્તુત: તેનો વચનગુપ્તિમાં સમાવેશ થઈ જાય છે. શરીરની કેટલીક પ્રવૃત્તિઓ ન કરવી તેને કાયા ઉપરના સંયમ તરીકે ઓળખાવી શકાય, પરંતુ વસ્તુતઃ તેનો સમાવેશ ઈર્યા સમિતિમાં થઈ જાય છે. જીવોની હિંસા ન કરવી તેને કોઈ સંયમ તરીકે ઓળખાવી શકે, પરંતુ વસ્તુત: તેનો સમાવેશ ચારિત્ર્યમાં થઈ જાય છે. પાંચ સમિતિ ધારણ કર્યા વગર અણુવ્રત કે મહાવ્રત ધારણ કર્યાં હો તો તેને માત્ર વિરતિ કહેવામાં આવે છે. પાંચ સમિતિ સહિત અણુવ્રત કે મહાવ્રત ધારણ કરવામાં આવ્યાં હોય તો તેને સંયમ કહેવામાં આવે છે. આમ, બીજા કેટલાક પર્યાયો કરતાં ‘સંયમ’ શબ્દ વધુ મહત્ત્વનો અને ગહન અર્થવાળો છે. સંયમના પ્રકાર જુદી જુદી દૃષ્ટિએ જુદા જુદા ગણવામાં આવે છે. મન, વચન અને કાયાને લક્ષમાં રાખી સંયમના મનઃસંયમ, વચનસંયમ અને કાયસંયમ એમ ત્રણ મુખ્ય પ્રકાર ગણાવાય છે. કેટલાક આ ત્રણ પ્રકારની સાથે ‘ઉપકરણ સંયમ'ને ઉમેરીને સંયમના ચાર પ્રકાર દર્શાવે છે. સંયમ (અથવા ચારિત્ર)ના ‘સ્થાનાંગ સૂત્ર'માં પાંચ પ્રકાર દર્શાવ્યા છે : (૧) સામાયિક સંયમ, (૨) છેદોપદસ્થાનીય સંયમ, (૩) પરિહાર-વિશુદ્ધિ સંયમ, (૪) સૂક્ષ્મ સંપરાય સંયમ અને (૫) યથાખ્યાત સંયમ. સંયમના ઉપર્યુક્ત જુદા પ્રકારોને સમાવી લેવા સાથે ચાર કષાયો, ઇન્દ્રિય અનુસાર જીવના જુદા જુદા ભેદો તથા અજીવ તત્ત્વને લક્ષમાં રાખી સંયમના ૧૭ પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે. સંયમ એટલે જીવન જીવવાની કળા. સંયમ એટલે જીવનનો મહામંત્ર. સંયમ એટલે આશ્રવનો નિરોધ. સંયમ એટલે ઇન્દ્રિયો અને ચિત્ત ઉપર વિજય મેળવી આત્મામાં લીન થવાનું અમોઘ સાધન. ‘આચારાંગ નિર્યુક્તિ'માં કહ્યું છે કે સંસારનો સાર ધર્મ છે; ધર્મનો સાર જ્ઞાન છે; જ્ઞાનનો સારા સંયમ છે અને સંયમનો સાર નિર્વાણ છે. लोगस्स सारं धम्मो, धम्मं च नाणसारयं बिंति । नाणं संजमसारं, संजमसारं च निव्वाणं । એટલા માટ જ ભગવાન મહાવીરે ઉત્કૃષ્ટ ધર્મમંગલમાં અહિંસા અને તપથી સાથે સંયમનો પણ સમાવેશ કર્યો છે : धम्मो मंगलमुक्कि अहिंसा संजमो तवो । Page #291 -------------------------------------------------------------------------- ________________ શીલવિઘાતક પરિબળો ત્યાગ અને સંયમ સર્વત્ર પૂજ્ય, આદરણીય ગણાય છે. ભારતીય પરંપરામાં સાધુ-સંન્યાસી હોય એવા ગુરુનો મહિમા ઘણો મોટો મનાયો છે. આપણા ધાર્મિક સાહિત્યમાં અનેક કવિ-લેખકોએ પોતાના ગુરુનો મહિમા બહુ ભક્તિભાવથી ગાયો છે. ગર વિના જ્ઞાન નહિ' એ ઉક્તિ યથાર્થ જ છે. ભારતીય ગુરુ-શિષ્યપરંપરામાં જ્ઞાનની આરાધના માટે ગુરુના જ્ઞાન કરતાં પણ ગુરુના આશીર્વાદનુંગુરુકૃપાનું મહત્ત્વ વિશેષ મનાયું છે. શિષ્યના પક્ષે સાચો વિનય ન હોય તો જ્ઞાન પ્રાપ્ત થાય નહીં એવું અનુભવકથન છે. ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, સાક્ષાત્ પરબ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હોય એટલા બધા જ સાધુ-સંન્યાસીઓ પૂરી પાત્રતા વિના પોતાને પ્રગટ પરબ્રહ્મ માની લે તો ભારે અનર્થ થાય. સાધુ-સંન્યાસીનો વેશ અને ગુરુનું પદ એ બંને જો પચાવી ન શકાયાં હોય અથવા અપાત્ર વ્યક્તિના હાથમાં આવ્યાં હોય તો તે પોતાને અને અનુયાયીઓને દુર્ગતિમાં ઘસડી જાય છે. ત્યાગ અને સંયમનો માર્ગ ખાંડાની ધાર જેવો છે. દુનિયામાં જેટલા સાધુઓ, સંન્યાસીઓ, મહંતો, ભિખુઓ, ફકીરો, પાદરીઓ હોય છે તે દરેકે તીવ્ર વૈરાગ્ય અનુભવી, સ્વેચ્છાએ સમજણપૂર્વક સંયમનો માર્ગ સ્વીકાર્યો હોય છે તેવું હોતું નથી. એમાં કેટલાકે સંજોગોવશાત્ એ માર્ગ ગ્રહણ કરેલો હોય છે; કેટલાકે અજ્ઞાન કે લાચારીથી સંન્યસ્ત સ્વીકાર્યો હોય છે; કેટલાકને બાલ્યાવસ્થામાં કોઈ ભોળવીને ઉપાડીને લઈ જાય છે અને પછી એમને બાવો બનાવી દેવાયો હોય છે. કેટલાક અનાથ કે અનાશ્રિત હોવાના કારણે, કેટલાક આજીવિકા મેળવવાને અસમર્થ હોવાને લીધે, કેટલાક એમની પોતાની સ્વભાવગત વિચિત્રતા કે મંદબુદ્ધિને કારણે, કેટલાક શારીરિક ખોડખાંપણને કારણે આ માર્ગમાં આવી પડ્યા હોય છે. વેશથી તેઓ સાધુ હોય છે, પરંતુ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જિનતત્ત્વ તેમના હૃદયને વૈરાગ્યનો પાકો રંગ લાગ્યો નથી હોતો. સાધુ-સંન્યાસીઓમાં કે કહેવાતા ત્યાગી-વૈરાગીઓમાં અનેક માત્ર વેશથી જ તેવા હોય છે. તેઓ માત્ર દ્રવ્યલિંગી હોય છે. સંસારનું નાશવંત સ્વરૂપ સમજાતાં કે તીવ્ર દુ:ખનો અચાનક અનુભવ થતાં કેટલાકના હૃદયમાં વૈરાગ્ય જન્મે છે; પરંતુ જીવનના અંત સુધી એ વૈરાગ્ય એકસરખા ઉચ્ચ ભાવવાળો ટકી રહેવો એ ઘણી કઠિન વાત છે. વળી આંખ, નાક, જીભ વગેરે ઇન્દ્રિયોનો સ્વભાવ એવો છે કે જો તેના વિષયોનું પોષણ, ઉત્તેજન થયા કરે તો હૃદયમાં જન્મેલો ત્યાગ-વૈરાગ્યનો સાચો ભાવ પણ જલદી અદશ્ય થઈ જાય છે અને ભોગવિલાસની ઝંખના થવા લાગે છે. એટલે એવા દાખલાઓમાં ભલે સાચી સમજણપૂર્વક સ્વેચ્છાએ દીક્ષા લીધી હોય તો પણ આત્મિક સુખ કરતાં ઇન્દ્રિયાર્થ પદાર્થોના સુખની અભિલાષાઓ જાગ્રત થવાનો વિશેષ સંભવ રહે છે. ભોગવિલાસ માટેની દબાવેલી વૃત્તિઓ તક મળતાં ક્યારેક બમણા જોરથી પ્રવૃત્ત થવા લાગે છે. સાધુઓએ ઘર, સ્ત્રી, પુત્રાદિક, ધન વગેરેનો સંપૂર્ણ ત્યાગ કર્યો હોય છે. પરંતુ પછીથી જ્યારે વાસનાઓ જાગે છે ત્યારે તેવું સુખ ભોગવવાની લાલસા થાય છે. જો બાહ્યવેશ પોતાને તેમ કરતાં અટકાવે છે તો ચિત્ત તેવું સુખ ભોગવવામાં કલ્પનાથી રાચે છે. નળરાજાના ભાઈ પુષ્કરે રાજ્યસુખ છોડીને વનમાં જઈને તાપસનું જીવન ચાલુ કર્યું હતું, પણ સમય જતાં એણે જંગલમાં પણ પોતાનું માનસી રાજ્ય સ્થાપ્યું હતું. વર્તમાન સમયમાં કેટલાક સાધુઓએ ઘર અને પૈસાનો ત્યાગ કર્યો હોય છે, પરંતુ જાહેર ઘરો અને જાહેર પૈસા ઉપર સ્વામિત્વનો ભાવ તેઓ ભોગવતા હોય છે. ક્યારેક તો તેમની ભાષામાં પણ “મારું” શબ્દ દ્વારા સ્વામિત્વનો ભાવ વારંવાર વ્યક્ત થઈ જાય છે. જૈન ધર્મ પ્રમાણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ તથા અશુભ યોગો મોટા મોટા સમર્થ માણસોને પણ પછાડે છે અને ભાડે છે. માણસ બુદ્ધિશાળી હોય છે અને પોતાના દોષોનો બચાવ જુદી જુદી અપેક્ષાએ બુદ્ધિપૂર્વક કરે છે. પણ મનમાં તે જાણતો હોય છે કે પોતે કેવી કેવી વાસનાઓથી ઘેરાયેલો છે, કેવા કેવા કષાયોમાં ફસાયેલો છે. વિષય અને કષાય એ સાધુજીવન જીવનારા મહાત્માઓના મોટા શત્રુઓ છે. કદાચ વચન અને કાયાથી વિષયકષાયને વશ કરી શકે તો પણ મનથી વશ કરવા કેટલા બધા દુષ્કર છે તે તેઓ સારી રીતે જાણતા હોય છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ શીલવિઘાતક પરિબળો ૨૮૩ ભલભલા મહાન સાધુઓને પણ પતનના માર્ગે લઈ જનારું એક મોટું વિઘાતક બળ તે લોકેષણા છે. વર્તમાન સમયમાં લોકપ્રસિદ્ધિનાં ક્ષેત્રો અને માધ્યમો ઘણાં બધાં વધી ગયાં છે. માણસ સાધુ-સંન્યાસી થાય એટલે અનેક લોકો વંદન-દર્શન માટે આવે, પ્રશંસા થાય, વાહવાહ બોલાય એમાંથી સૂક્ષ્મ રાગ જન્મે. પછીથી અહંકાર જન્મ અને ઉત્તરોત્તર વધુ મોટા થવાનું મન થાય. પ્રશંસા ગમવા લાગે, વધતી જાય અને પ્રસિદ્ધિની નવી નવી આકાંક્ષાઓ જન્મે; ભક્તોને આજ્ઞા કરવાની ટેવ પડે. બીજા મહાત્માઓ કરતાં આગળ નીકળી જવાનું અથવા અનેક લોકોને પોતાના તરફ વાળી લેવાનું મન થાય. આરંભમાં કરુણાનો ભાવ હોય. અનેક લોકોને સન્માર્ગે દોરી જવાની ભાવના હોય; પોતાના ઉપદેશથી અનેકના જીવનમાં પરિવર્તન આવ્યું છે એવું લાગે. પરંતુ સમય જતાં માત્ર સૂક્ષ્મ માન-કષાયથી જ તે પ્રવૃત્તિ ચાલ્યા કરતી હોય છે. લોકેષણા સાધુજીવનને ક્યારે દગો દેશે તે કહી શકાય નહિ. સંયમનું એક પગથિયું ચૂકતાં સીડીનાં કેટલાં પગથિયાં તેઓ ગબડી પડશે તે કહેવાય નહિ. જેઓ નિશ્ચયદષ્ટિ રાખે છે, આત્મધર્મમાં સ્થિર રહે છે તેઓ જ લોકેષણાના વમળમાં ડૂબતા નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : જિમ જિમ બહુ મત, બહુ જન સમ્મત; બહ શિષ્ય પરવરિયો, તિમ તિમ જિન શાસનનો વેરી; જો નવી નિશ્ચય દરિયો... સાચી સાધુતા જગતમાં સહેલી અને સસ્તી નથી. સાધુ, ભિખુ કે સંન્યાસી તરીકે દિક્ષા લેવી અને એના સમુદાયના બધા જ આચારો પાળવા એ કઠિન બાબત છે. જૈન, બૌદ્ધ કે હિંદુ ધર્મના શાસ્ત્રકારોએ અનુભવોના આધારે સંયમપાલનના નાનામોટા સેંકડો નિયમો દર્શાવ્યા છે. મનુષ્યનું ચિત્ત જ્યારે પ્રમાદશીલ બની જશે અને ક્યારે ત્યાગસંયમને બદલે ઇન્દ્રિયોના ભોગવિલાસમાં રાચશે એ કહી શકાય નહિ. ગૃહસ્થો સાથે અતિ સંસર્ગ, વિજાતીય વર્ગ સાથે નર્મમર્મયુક્ત વચનો, એકલવિહાર, ખાવાપીવામાં અસાવધાની ઇત્યાદિ ક્રિયાઓ સાધુ-સંન્યાસીઓને પ્રમાદી બનાવી દે છે. ગારવા એટલે ગૃદ્ધિ અથવા આસક્તિ અથવા ગમવાપણું. એવાં ત્રણ ગારવ – રસગારવ, ત્રદ્ધિગારવ અને શાતાગારવ મહાત્માઓને પણ પતનના માર્ગે લઈ જાય છે. પોતાની પ્રેરણાથી ગૃહસ્થો ધર્મકાર્યમાં અઢળક નાણાં ખર્ચતા હોય Page #294 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૨૮૪ ત્યારે તેમાંથી થોડો હિસ્સો પોતાની આજ્ઞાનુસાર ખર્ચાય એવી વૃત્તિ જન્મે છે. તેમાંથી થોડાં નાણાં પોતાને માટે વપરાય, ભોગવાય એવો ભાવ જન્મે છે. અને સમય જતાં પોતાની માલિકીનાં ટ્રસ્ટો સ્થપાય છે. અને એ ધન ઉપર સ્વામિત્વ ભોગવાય છે. ભવિષ્યમાં સાધુનો વેશ છોડવો પડે તો એ નાણાંથી પોતાની આજીવિકા સારી રીતે ચાલશે એવો વિશ્વાસ રહે છે. ક્યારેક એવા વિશ્વાસથી જ અગાઉથી નાણાં એકઠાં કરવાની પ્રવૃત્તિ ચાલુ થઈ જાય છે. સાધુનો વેશ ધારણ કરતી વખતે સાચી ભાવનાથી ધારણ કર્યો હોય, પરંતુ પછીથી વેશનાં માનપાન તથા ખાનપાનના લાભ એટલા બધા મળવા લાગે કે ત્યાગસંયમની વાત બાજુ પર રહી જાય છે. આવા વેશધારી અથવા વેવિડંબક સાધુઓ સામે પ્રાચીન સમયથી પૂર્વાચાર્યો, શાસ્ત્રકારો ચેતવણી આપતા આવ્યા છે. અવંદનીય સાધુઓની વાત કરતી વખતે પણ એમનાં હૃદયમાં તો તેઓ ફરી પાછા વંદનીય કેમ બને તે માટેની ચિંતાજનક કરુણા જ રહેલી હોય છે. હિન્દુ ધર્મ હોય કે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ હોય કે ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ હોય કે યહૂદી ધર્મ, દરેક ધર્મમાં સાધુઓની કંઈક ને કંઈક સમસ્યાઓ ઊભી થતી કે ચાલ્યા કરતી હોય છે. સાધુઓનું સ્થાન સમાજમાં પરમવંદનીય ગણાય છે. એટલે એમની માનવસહજ કોઈ નબળાઈઓની જાહેરમાં ટીકા, નિંદ કે ચર્ચા બહુ ઇષ્ટ ન ગણાય. પરંતુ તેમને તેમના હિતનો બોધ અંગત રીતે ખાનગીમાં વડીલ સાધુ આપે તે ઇષ્ટ અને આવશ્યક ગણાય છે. તેમ છતાં કોઈ દુષ્ટ વ્યક્તિ સાધુ થઈને બીજા સાધુઓને ન બગાડે તે માટે શિક્ષા અને પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા દરેક ધર્મ અને સંપ્રદાયમાં રહેલી છે. સાધુ-સંન્યાસીઓને પ્રલોભનો આપી બગાડવાનું કાર્ય ઘણી વાર ગૃહસ્થો જ કરતા હોય છે. પોતાનો પૂજ્યભાવ વેવલા થઈને તેઓ વ્યક્ત કરે છે. તેઓ તેમની વધુ પડતી સારસંભાળ રાખે છે અને ગુપ્ત રીતે તેમની ખાનપાનની ઇચ્છા અને ક્યારેક તો વિષયવાસના સંતોષવા સગવડ કરી આપે છે. કોઈક કિસ્સામાં તો સાધુના શાપના ડરથી તેઓ તેમ કરે છે. જેટલે અંશે ગૃહસ્થો સાધુઓ પ્રત્યે પોતાના કર્તવ્યમાં સજાગ તેટલે અંશે સાધુસમુદાય સજાગ અને તેમની અવનતિનાં કારણો ઓછાં રહેવાનાં, પોતાના ઉપર અંગત રીતે સાધુમહાત્માનો ગમે તેટલો ઉપકાર હોય તો પણ પોતે તેમની ઇચ્છાઓને સંતોષવામાં મર્યાદા રાખવી જોઈએ, અને તેમની અવનતિના નિમિત્ત ન Page #295 -------------------------------------------------------------------------- ________________ શીલવિઘાતક પરિબળો ૨૮૫ બનવું જોઈએ. કેટલીક વાર ગૃહસ્થ સ્ત્રી-પુરુષો ચોરી, ખૂન, વ્યભિચાર જેવી પોતાની અંગત ગંભીર ભૂલોનો સાધુમહાત્માઓ પાસે એકરાર (confession) કરી પ્રાયશ્ચિત્ત માગે છે, પણ પછી સાધુ-સંન્યાસીઓ, પાદરીઓ તેનો એટલે બધો ગેરલાભ ધમકીઓ આપીને ઉઠાવે છે કે એ ગૃહસ્થ સ્ત્રી-પુરુષો એમનાં ગુલામ જેવાં બની જાય છે. ક્યારેક પોતાના ખાનગી વ્યભિચારનો એકરાર કરનારી સ્ત્રીને એ સાધુના વ્યભિચારનો લાચારીથી ભોગ બનવું પડે છે. ભારતીય સંસ્કૃતિ એના સાધુ-સંન્યાસીઓની ગૌરવભરી પ્રાચીન પરંપરાથી શોભે છે. આપણા દર્શનિક પૂર્વાચાર્યોએ માવનમનનાં અતલ ઊંડાણોને માપીને, નબળાઈઓનો ગંભીર વિચાર કરીને એવી વિગતવાર સમાચારી દર્શાવી છે કે જેથી કોઈ સાધુને પતિત થવું હોય તો પણ ઠીક ઠીક વાર લાગે. આપણા પૂર્વસૂરિઓની સૂક્ષ્મ અવલોનશક્તિની, પૃથક્કરણશક્તિની, ક્રાંત દષ્ટિની એ પ્રતીતિ કરાવે છે. જૈન શાસ્ત્રગ્રંથોમાં પાંચ પ્રકારના સાધુઓને અવંદનીય ગણવામાં આવ્યા છે. દેવેન્દ્રસૂરિકૃત “ગુરુવંદન ભાષ્યમાં કહ્યું છે : पासत्थो ओसन्नो कुसील संसत्तओ जहाछंदो। युग-युग-ति-दु-णेग-विहा अवंदणिज्जा जिणमयंमि।। આ પાંચ પ્રકાર તે (૧) પાર્થસ્થ, (૨) અવસન, (૩) કુશીલ, (૪) સંસક્ત અને (૫) યથાછંદ. આ પાંચેના પેટાપ્રકાર અનુક્રમે બે, બે, ત્રણ, બે અને અનેક છે. આ પાંચને જૈનદર્શનમાં અવંદનીય કહ્યા છે. પાસસ્થા અથવા ‘પાસસ્થા' શબ્દ સંસ્કૃત ‘' ઉપરથી આવ્યો છે. થ એટલે રહેવું. પાર્થ એટલે બાજુ. જેઓ આત્મામાં નહિ પણ બહાર કે બાજુમાં રહે છે, જેઓ ધર્મમાં નહિ પરંતુ ધર્મની બહાર રહે છે, જેઓ જ્ઞાન, દર્શન ને ચારિત્રરૂપી રત્નત્રયીમાં નહિ પણ તેનાથી દૂર રહે છે તેને “ર્થથ’ કહેવામાં આવે છે. પત્થા ' શબ્દ “પશશુ ઉપરથી પણ વ્યુત્પન્ન કરવામાં આવે છે. “પાશ” એટલે ફાંસો અથવા જાળ. જેઓ કર્મબંધનના હેતુરૂપ મોહમાયાની કે મિથ્યાત્વની જાળમાં લપેટાઈ ગયા છે તેને પણ પાસસ્થા' કહેવામાં આવે છે. “પાર્થસ્થબે પ્રકારના છે : (૧) સર્વ પાર્શ્વસ્થ અને (૨) દેશ પાર્થસ્થ. Page #296 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ જે સાધુ સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્ર્યથી સર્વથા રહિત હોય અને માત્ર વેશધારી સાધુ હોય અને ગૃહસ્થની જેમ વર્તન-વ્યવહાર કર્યા કરે તે ‘સર્વ પાર્શ્વસ્થ’. જે સાધુઓ મોટા અધિકારીઓના કે શ્રીમંતોના ઘેરથી આહાર મેળવે અથવા મંગાવે અથવા પોતે અગાઉથી નક્કી કરેલાં ઘરોમાંથી નક્કી કરેલો આહાર મેળવે, અથવા ગૃહસ્થોના જમણવાર વગેરેમાંથી સ્વાદિષ્ટ આહાર મેળવવાની લાલસા રાખે, ગૃહસ્થોની વારંવાર ખુશામત કર્યા કરે, પોતાના સાધુપણાનો ગર્વ કે ઘમંડ કર્યા કરે, તે સાધુને ‘દેશ પાર્શ્વસ્થ’ કહેવામાં આવે છે. ‘દેશ પાર્શ્વસ્થ' સાધુઓ શય્યાતર પિંડ (જેના મકાનમાં વાસ કર્યો હોય તેનો આહાર), અભ્યાદ્ભુત પિંડ (સામેથી લાવેલો આહાર), રાજપિંડ (રાજનો અથવા રાજાના અમુક અધિકારીઓના ઘરનો આહાર), નિત્યપિંડ (‘તમે રોજ જરૂર પધારજો' એવી ગૃહસ્થે પહેલેથી નિમંત્રણા કરી રાખેલા કોઈ એક જ ઘરેથી નિત્ય આહાર લેવો) અને અગ્રપિંડ (અગ્ર એટલે ઉપરનો. ગૃહસ્થે પોતાને માટે આહાર કાઢ્યા પહેલાં જો ગોચરી વહોરવી તે) વિના કારણ ભોગવતા હોય છે. વળી તેઓ કુલનિશ્રાએ વિચરતા હોય છે, એટલે કે પોતાના મનગમતાં કુટુંબોમાંથી જ આહાર લે છે અને વિહાર વગેરેમાં પણ તેમના તરફ્રથી સહાય મેળવવાની વૃત્તિ ધરાવે છે તથા તેઓ સ્થાપનાકુલમાં પ્રવેશ કરે છે એટલે કે પોતાના ગુરુમહારાજની અને પોતાના સમુદાની સવિશેષ ભક્તિ કરનારાં કુટુંબોમાં જ ગોચરી તથા અન્ય પ્રયોજનો માટે વારંવાર જતા હોય છે. ૨૮૭ જે સાધુ પોતાની સાધુ તરીકેની સમાચારી પાળવામાં શિથિલ કે અનુત્સાહી હોય તેવા સાધુને ‘અવન્ન’ (ઓસો) કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે : દેશ અવસન્ન’ અને ‘સર્વ અવસન્ન’. પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાય, ભિક્ષાચાર્ય, તપશ્ચર્યા, આગમન, નિર્ગમન, આસન, શયન વગરેને લગતી દસ પ્રકારની સમાચારી જાણે પોતે વેઠ ઉતારતા હોય તેવી રીતે મન વગર હીનાધિક કરે, અરધીપરધી કરે, ગુરુની આજ્ઞાને કારણે પરાણે કરે તે સાધુને ‘દેશ અવસન્ન' કહેવામાં આવે છે. જે સાધુ ચોમાસા વિના પાટ-પાટલા વાપરે, સંથારાનું પડિલેહણ ન કરે, દિવસે વારંવાર પ્રમાદપૂર્વક શયન કરે, આખો દિવસ સંથારો પાથરેલો રાખે, ‘સ્થાપના ભોજી’ હોય (આહાર રાખી મૂકીને પછીથી ખાય) તથા ‘પ્રાકૃતિકાભોજી' એટલે કે ગૃહસ્થ પાસેથી મનભાવતો આહાર વહોરી લાવીને તેનું ભોજન કરતા હોય તે ‘સર્વ અવસન’ Page #297 -------------------------------------------------------------------------- ________________ શીલવિઘાતક પરિબળો ૨૮૭ કહેવાય છે. ખરાબ આચરણવાળા સાધુને કુશીલ કહેવામાં આવે છે. જ્ઞાનકુશીલ, દર્શનકશીલ અને ચારિત્રકુશીલ એવા એના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. જે કાલ, વિનય, બહુમાન વગેરે આઠ પ્રકારના જ્ઞાનાચારની વિરાધના કરે તથા ભણેલા જ્ઞાનનો આપમતે જાણીજોઈને અવળો અર્થ કરે તેને જ્ઞાનકુશીલ કહેવામાં આવે છે. જે શંકા, કાંક્ષા, વિચિકિત્સા વગેરે કવાસનાવાળા માણસો સાથે સોબત રાખે, કારણ વિના તેમની સાથે આલાપ-સંલાપ કરે અને એ રીતે આઠ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે તેને દર્શનકુશીલ કહેવામાં આવે છે. જે મંત્રતંત્રના ચમત્કાર બતાવી ભક્તોને ભોળવે, લોભાવે, જ્યોતિષ કે વખનાં ફળ કહીને લલચાવે, કામણ-વશીકરણ કરે, જડીબુટ્ટી કરે, પુરુષનાં અંગલક્ષણો કહે, પોતાના શરીરને સ્નાનાદિથી વિભૂષિત રાખવાનો પ્રયત્ન કરે, પોતાનાં જાતિકુલ પ્રકાશિત કરે, ચારિત્રની અનેક પ્રકારે વિરાધના કરે તેને ચારિત્રકુશીલ કહેવામાં આવે છે. કેટલાક સાધુઓમાં કેટલાક સારા ગુણ હોય, પરંતુ તેની સાથે સાથે કેટલાક મોટા દોષો પણ હોય તેવા સાધુને “સંસક્ત' કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે : “સંક્લિષ્ટ સંસક્ત” અને “અસંક્લિષ્ટ સંસક્ત”. જે સાધુઓ જીવહિંસાદિ આશ્રવનાં દ્વાર સેવે, પારકાના ગુણ સહન ન કરી શકે, રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવ – એ ત્રણ ગારવનું સેવન કરે, સ્ત્રી, ઘર વગેરેને લગતા પોતાના દોષો ચલાવી લે કે તેનો બચાવ કરે તે સંક્લિષ્ટ સંસક્ત કહેવાય છે. જે સાધુ પ્રસંગાનુસાર બદલાયા કરે એટલે કે સંવિજ્ઞ સાધુઓ પાસે હોય ત્યારે સંવિજ્ઞ ગુણ-આચારવાળો થવા ઇચ્છે અને પાર્થસ્થાદિ સાથે હોય ત્યારે તેવા અનાચાર કરવા લાગે તે અસંક્લિષ્ટ સંસક્ત કહેવાય છે. જે સાધુ ગુરુમહારાજની, ધર્માચાર્યોની અવહેલના કર્યા કરે, સાંસારિક કાર્યોમાં રસ લે, શાસ્ત્રગ્રંથોનો ઇરાદાપૂર્વક અનર્થ કરી પોતાની ઇચ્છાનુસાર વર્તન કરે, સ્વાર્થ સધાય તેવાં વચનો બોલે, ઉસૂત્ર (શાસ્ત્રવિરુદ્ધ) પ્રરૂપણા કરે, વારંવાર ક્રોધ-આક્રોશ કરે, ત્રણ ગારવયુક્ત એશઆરામનું જીવન વિતાવવામાં પ્રવૃત્ત રહે તેને યથાછંદ કહેવામાં આવે છે. આવા સાધુઓ અનેક પ્રકારના જોવા મળે છે. તેઓ પોતે સંસારમાં ડૂબે છે અને તેમનો આશ્રય લેનારને પણ ડુબાડે છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જિનતત્ત્વ આપણા પૂર્વાચાર્યોએ પાર્શ્વસ્થ, અવસગ્ન, કુશીલ, સંસક્ત અને યથાવૃંદ સાધુને અવંદનીય કહ્યા છે. “આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે એમને વંદન કરવાથી કર્મનિર્જરા થતી નથી, પરંતુ કાયક્લેશ અને કર્મબંધ થાય છે. કોઈ સાધુ વંદનીય છે કે અવંદનીય એની પહેલેથી ખબર તો ન જ પડે. એટલે સાધુનો વેશ ધરાવનાર સર્વ વંદનને યોગ્ય જ છે એમ સમજી પ્રથમ તો વંદન કરવું જોઈએ; પરંતુ પરિચયે જો જણાય કે સાધુ પાસત્યાદિ છે તો તેવા સાધુઓ વંદનને પાત્ર નથી, અવંદનીય છે એમ સમજવું જોઈએ. દુનિયાના બધા જ ધર્મોમાં શીલ ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. સાધુચરિત જીવ પતિત ન થાય તે માટે શાસ્ત્રકારોએ સાવધાનીની કેટલી બધી વાડ દર્શાવી છે ! જૈન ધર્મે તો શીલના અઢાર હજાર અંગો (૩ યોગ x ૩ કરણ x ૪ સંજ્ઞા ૪ ૫ ઇન્દ્રિયો x ૧૦ પૃથ્વીકાયાદિ x ૧૦ યતિધર્મ = ૧૮૦૦૦) દર્શાવ્યા છે. “સકલતીર્થમાં કવિ કહે છે : અઢી દ્વીપમાં જે અણુગાર, અહાર સહસ શીલાંગના ધાર; પંચ મહાવ્રત સમિતિ સાર; પાળે પળાવે પંચાચાર; બાહ્ય અત્યંતર તપ ઉજમાલ, તે મુનિ વંદું ગુણમણિમાલ.' વર્તમાન સમયમાં સુખસગવડ માટે નવી નવી વૈજ્ઞાનિક શોધો થતી જવાને કારણે શીલને વિઘાતક એવાં પરિબળો દુનિયાભરમાં વધવા લાગ્યાં છે. સુખશીલ થવાનાં ઉપકરણો વધતાં જાય છે. વિજ્ઞાન દ્વારા ભૌતિક સાધનોનો પ્રભાવ વધતો ચાલ્યો છે. ગૃહસ્થ જીવન અને સાધુ જીવન વચ્ચે સુખસગવડની દૃષ્ટિએ અંતર વધવા લાગ્યું છે. સાધુ જીવન માટે ભૌતિક પ્રલોભનો વધવા લાગ્યાં છે. યુરોપ, અમેરિકા હોય કે એશિયાના દેશો હોય, સાધુના (અને ગૃહસ્થના પણ) શીલને શિથિલ કરે એવું વાતાવરણ ચારે બાજુ ફેલાતું જાય છે. એટલે જ શીલસંપન્ન સાધુઓએ વધુ સજાગ રહેવું પડે એવી સ્થિતિ ખાસ કરીને મોટાં શહેરોની થતી જાય છે. સાચા સાધુઓને અચલ રહેવા માટે મોટા ઉદ્યમની અપેક્ષા વધતી જાય છે. જેઓ અપ્રમત્તભાવે જાગે છે એમને જગાડવાની જરૂર ન જ હોય ! તેઓ તો પરમ વંદનીય છે. જેઓ ઊંધે છે તેમને જગાડી શકાય છે. પરંતુ જેઓ ઊંઘતા છતાં જાગવાનો કે જાગવા છતાં Page #299 -------------------------------------------------------------------------- ________________ શીલવિઘાતક પરિબળો ૨૮૯ ઊંધવાનો ઢોંગ કરે છે તેને માટે શું કરી શકાય? બસ પ્રાર્થના જ કરવી રહી ! જૈન ધર્મમાં કેશલોચ, ગોચરી, પાદવિહાર, અપરિગ્રહ વગેરે ઘણાબધા કડક નિયમોને કારણે તથા ચુસ્ત લોકમતને કારણે પતન કે શિથિલાચારને પ્રમાણમાં અવકાશ ઓછો રહ્યો છે. પરંતુ જે ધર્મ કે સંપ્રદાયમાં સ્નાન અને ખાનપાનની છૂટછાટ છે, પાસે પૈસા રાખવાની છૂટ છે, વાહનનો ઉપયોગ કરી શકાય છે, ગૃહસ્થોને ઘરે દિવસે કે રાત્રે ગમે ત્યારે જઈ શકાય છે, પ્રવાસ વગેરેમાં સાધુવેશ છોડી ગૃહસ્થવેશ ધારણ કરી શકાય છે તેવા ધર્મો કે સંપ્રદાયોમાં અધ:પતન કે શિથિલાચારને ઘણોબધો અવકાશ રહે છે. બધી વાતો બહાર આવતી નથી, પરંતુ જેઓ અંદર પડેલા છે તેઓ જાણતા હોય છે કે ત્યાં કેટલી બધી મલિનતા કે અનાચાર વ્યાપેલાં હોય છે. ગૃહસ્થ અને પત્નીપુત્રાદિક તથા માલમિલકત ધરાવવાની છૂટ હોય છે એવા જે સંતો હોય છે તેમના અંગત જીવનમાં પણ કેટલો બધો કાદવકીચડ પાસે આવનારને દેખાય છે. માત્ર વેશધારી સાધુઓને જ નહિ, સાચા સાધુઓને માટે પણ શીલવિઘાતક પરિબળો કેટલાં બધાં વધતાં જાય છે. આમ છતાં સ્વેચ્છાએ ત્યાગ, વૈરાગ્ય, અકિંચનત્વ, સંયમ, સમતા અને સાધનાની ઊંચી કોટિએ પહોંચેલા મહાત્માઓ દરેક ધર્મમાં જોવા મળે છે. ભૌતિક સંપત્તિ વચ્ચે રહેતા હોવા છતાં અને ઇન્દ્રિયાર્થ પદાર્થો પાસે વિચરતા હોવા છતાં જનક વૈદેહીની જેમ અંતરથી અળગા રહેનારા, નિ:સ્પૃહ અને અનાસક્ત રહેનારા મહાત્માઓ પણ કેટલા બધા જોવા મળે છે ! ભારતીય સંસ્કૃતિએ સાધુતાનો આદર્શ ઘણો ઊંચો રાખ્યો છે. માટે જ અનેક ઝંઝાવાતો વચ્ચે પણ ભારતીય સંસ્કૃતિ એની સાધુતા વડે હજારો વર્ષોથી ટકી શકી છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યજન્મની દુર્લભતા કોઈકને કદાચ પ્રશ્ન થાય કે મનુષ્યજન્મ કેવી રીતે દુર્લભ હોઈ શકે? એ તો દેખીતું જ છે કે દુનિયામાં મનુષ્યોની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે. પચાસેક વર્ષ પહેલાં પૃથ્વી પરની માનવવસ્તી લગભગ બે અબજની હતી. અત્યારે માનવવસ્તી લગભગ છ અબજે પહોંચી છે અને એકવીસમી સદીના અંતે દસ અબજ કરતાં પણ વધુ માનવવસ્તી હશે એવું અનુમાન માનવવસ્તીના આંકડાશાસ્ત્રીઓ કરે છે. આમ મનુષ્યોની વસ્તી દિવસે દિવસે જો વધતી જતી હોય તો માનવજન્મ દુર્લભ છે એમ કેવી રીતે કહી શકાય? માનવજન્મ વધુ પડતો સુલભ છે એમ જ અત્યારે તો દેખાય છે, કારણ કે આજકાલ તો માણસ થવાને પાત્ર ન હોય એવાં પણ અસંખ્ય માણસો દુનિયામાં જોવા મળે છે. ઉપરઉપરથી જોનારને મનુષ્યજન્મ સુલભ છે એવું કદાચ લાગવાનો સંભવ છે. પરંતુ સમગ્ર વિશ્વની જીવરાશિનો જો વિચાર કરવામાં આવે તો મનુષ્યજન્મની દુર્લભતા સમજાશે. વળી એ સમજવા માટે પુનર્જન્મના – જન્મજન્માન્તર(Rebirth)ના સિદ્ધાન્તમાં શ્રદ્ધા જોઈશે. જૈન ધર્મ પ્રમાણે જીવોની ચાર પ્રકારની ગતિ છે : (૧) મનુષ્ય, (૨) તિર્યંચ, (૩) દેવતા અને ૪) નારકી. આ ચાર પ્રકારની ગતિના જીવો કેટલા પ્રમાણમાં છે તે દર્શાવવા પ્રત્યેક ગતિની બાબતમાં જૈન ધર્મે ગણિતની સંજ્ઞા આપી છે. એ પ્રમાણે મનુષ્યની વસ્તી સંખ્યાતા’ છે. દેવતા અને નારકીના જીવો “અસંખ્યાતા” છે અને તિર્યંચગતિના જીવો અનંત છે. સંખ્યાતા એટલે જેની સંખ્યા ગણી શકાય તે. જૈન ધર્મના ગણિતાનુયોગ પ્રમાણે એકથી ઓગણત્રીસ આંકડા (એકમ – Digit) સુધીની સંખ્યા તે Page #301 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યજન્મની દુર્લભતા ૨૯૧ સંખ્યાતા કહેવાય છે. ૩૦ કે તેથી વધુ આંકડાની ૨કમ એ અસંખ્યાતા કહેવાય છે. થોડે સુધી ગણી શકાય પણ પછી ગણવાનું ફાવે નહિ અને ચોક્કસ આંકડો મળે નહિ એવી સંખ્યાને અસંખ્યાતા કહેવામાં આવે છે. જે સંખ્યા ગણવાનું ફાવે નહિ અને ગણતાં ક્યારેય પાર આવે નહિ તેવી સંખ્યાને અનંત કહેવામાં આવે છે. મનુષ્યની વસ્તી અત્યારે દસ આંકડા જેટલી છે. બાર આંકડા સુધીની ૨કમ ગણવામાં આવે તો તે 100 અબજ કે તેથી વધુ થાય. મનુષ્યની એટલી વસ્તી થાય તો પણ તે સંખ્યાતા કહેવાય. ૧૨ને બદલે ૨૯ આંકડા સુધી મનુષ્યની વસ્તી કદાચ પહોંચે તો પણ તે સંખ્યાતા કહેવાય. જૈન ધર્મ પ્રમાણે ચાર ગતિના જીવો જ્યાં સુધી પાંચમી ગતિ – મોક્ષગતિ પામતા નથી ત્યાં સુધી એક ગતિમાંથી બીજી ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. એ પરિભ્રમણના પણ નિયમો છે. “દંડક પ્રકરણમાં ચારે ગતિના જીવોની ગતિ અને આગતિ સમજાવી છે અને એક ગતિમાં બીજી ગતિના ક્યા કયા જીવો આવી શકે અને એ ગતિના જીવો બીજી ગતિઓમાં ક્યાં ક્યાં કેટલે સુધી ઉત્પન્ન થઈ શકે તે વિગતે બતાવ્યું છે. એમાંથી મોટી રૂપરેખા પ્રમાણે જોઈએ તો દેવગતિનો જીવ આયુષ્ય પૂર્ણ કરીને ફરી દેવગતિમાં ઉત્પન્ન થઈ શકતો નથી. તેવી જ રીતે દેવગતિનો જીવ દેવગતિમાંથી સીધો નરકગતિમાં ઉત્પન્ન થઈ શકતો નથી. દેવગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યગતિમાં કે તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. એવી જ રીતે નરકગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને તરત નરકગતિમાં ફરીથી ઉત્પન્ન થઈ શકતા નથી. તેમ તેઓ નરકગતિમાંથી સીધા દેવગતિમાં પણ ઉત્પન્ન થઈ શકતા નથી. નરકગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યગતિમાં કે તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. તિર્યંચગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી તિર્યંચગતિમાં ઉત્પન્ન થઈ શકે છે; મનુષ્યગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે; તિર્યંચગતિના સંશી પંચેન્દ્રિય જીવો દેવગતિમાં કે નરકગતિમાં જઈ શકે છે. પરંતુ તિર્યંચગતિના જીવો સીધી મોક્ષગતિ પામી શકતા નથી. મનુષ્યગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી મનુષ્યજન્મ પ્રાપ્ત કરી શકે છે, અથવા તિર્યંચગતિમાં ઉત્પન્ન થઈ શકે છે, અથવા દેવગતિ કે નરકગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. મનુષ્યજનમ એ એક જ એવી ગતિ છે કે જ્યાંથી મોક્ષગતિ પ્રાપ્ત થઈ શકે છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જિનતત્ત્વ સુખવૈભવ, અવધિજ્ઞાન, દીર્ધાયુષ્ય, વૈક્રિયશરીર, આકસ્મિક મૃત્યુનો અભાવ વગેરેની દૃષ્ટિએ દેવગતિ મનુષ્યગતિ કરતાં ચડિયાતી હોવા છતાં મોક્ષપ્રાપ્તિ માત્ર મનુષ્યગતિ દ્વારા જ શક્ય હોવાથી દેવો પણ મનુષ્યગતિ માટે ઝંખે છે એમ કહેવાય છે. ચારે ગતિમાં મનુષ્યગતિની શ્રેષ્ઠતા દર્શાવતાં “ઉત્તરાધ્યયનસૂત્ર'માં કહ્યું છે: माणसत्तं भवे मूलं लाभो देवगइ भवे। मूलच्छेएण जीवाणं णरगतिरिखत्तणं धुवं ।। [મનુષ્યજન્મ પ્રાપ્ત કરવો એ મૂલ ધનની રક્ષા છે. દેવત્વ પ્રાપ્ત કરવું એ લાભસ્વરૂપ છે અને નરક તથા તિર્યંચગતિમાં જન્મ લેવો તે મૂલ ધન ખોઈ નાખવા બરાબર છે.] તિર્યંચગતિના જીવો ફરીથી તિર્યંચગતિમાં અનુક્રમે સતત અનેક વાર ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ મનુષ્યગતિના જીવો સતત મનુષ્યજન્મ સાત કે આઠ વાર મેળવી શકે છે. આમ ચારેય ગતિના જીવોના પરિભ્રમણનો વિચાર કરીએ તો દેવ અને નરકગતિના અસંખ્યાતા જીવો અને નિગોદના જીવો સહિત તિર્યંચગતિના તો અનંતાનંત જીવોમાંથી એ જીવોને મનુષ્યગતિમાં સ્થાન મળવું એ ઘણી દુર્લભ વાત છે. મનુષ્યગતિમાં સ્થાન સંખ્યાતા છે અને આવવા ઇચ્છનાર અનંતા છે. આમ જગ્યા કરતાં ઉમેદવારો અનંતગણા છે એ જો લક્ષમાં આવે તો મનુષ્યગતિના સ્થાનની દુર્લભતા સમજાય. માત્ર વધતી જતી મનુષ્યવસ્તી પ્રત્યે લક્ષ આપવાથી આ દુર્લભતા નહિ સમજાય. સમગ્ર વિશ્વની તમામ જીવરાશિના સતત ચાલતા પરિભ્રમણનું દશ્ય આંતરચલ સમક્ષ જેઓ ખડું કરી શકે તેમને આ દુર્લભતાની પ્રતીતિ થયા વગર રહે નહીં. સમગ્ર વિશ્વની જેટલી માનવવસ્તી અત્યારે છે અને ભવિષ્યમાં કઈ પણ કાળે માનો કે પાંચસો-સાતસો અબજ જેટલી કે તેથી વધારે હશે તો પણ તે માત્ર “સંખ્યાતા” જ હશે. સમગ્ર વિશ્વની માનવવસ્તી કોઈ પણ કાળે જેટલી હોય છે તેથી વધુ જીવો પાણીના એક બિન્દુમાં હોય છે, કારણ કે એ બિન્દુમાં અસંખ્યાતા જીવો હોય છે. એવી જ રીતે હવામાં, પાણીમાં, તેજમાં, વનસ્પતિમાં રહેલા જીવોનો વિચાર કરીએ તો તેની અપેક્ષાએ Page #303 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યજન્મની દુર્લભતા ૨૯૩ મનુષ્યની વસ્તીની અલ્પતા અને મનુષ્યજન્મની દુર્લભતા સમજાશે. જૈન ધર્મે તો નિગોદના જીવોની જે વિચારણા કરી છે તે સમજાય તો પણ મનુષ્યજન્મની . દુર્લભતાની પ્રતીતિ થાય. એટલે, અત્યારે મનુષ્યોની વસ્તી વધતી રહી છે તો પણ તે તેના ‘સંખ્યાતા'ના માપમાં જ છે. લાખો-કરોડો વર્ષના ભૂતકાળમાં માનવવસ્તી ક્યારેક ક્યારેક વર્તમાન સમય કરતાં પણ વધુ હતી એમ મનાય છે. વર્તમાન સમયમાં મનુષ્યોની વસ્તી વધતી જતી હોય તો અન્ય ગતિના જીવો મનુષ્યજન્મ મેળવવાને વધુ પાત્ર બને છે એમ માનવું રહ્યું. પરંતુ તેમ છતાં સર્વ જીવરાશિની અપેક્ષાએ મનુષ્યજન્મની દુર્લભતા તો સ્વીકારવી જ પડશે. મનુષ્યજન્મ અત્યંત દુર્લભ છે એ જૈન, હિંદુ કે બૌદ્ધ ધર્મના અનેક ગ્રંથોમાં ભારપૂર્વક દર્શાવવામાં આવ્યું છે. સર્વ જીવોમાં મનુષ્યની શ્રેષ્ઠતા તો દુનિયામાં દરેક ધર્મે જ નહિ, વિજ્ઞાને પણ સ્વીકારી છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ના ત્રીજા અધ્યયનમાં કહ્યું છે : चतारि परमंगाणि दुल्लाहाणीह जंतूणो । माणुसत्तं सुई सद्धा, संयममि य वीरियं । । [ચાર પરમ વસ્તુઓ જીવને અત્યંત દુર્લભ છે : (૧) મનુષ્યપણું, (૨) ધર્મશ્રવણ, (૩) ધર્મમાં શ્રદ્ધા અને (૪) સંયમમાં વીર્ય અર્થાત્ સંયમ આચરવા માટેની શક્તિ.. વળી, ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં અન્યત્ર કહ્યું છે : માનુલ્લું છુ સુનુનહં] મનુષ્યજન્મ ખરેખર બહુ દુર્લભ છે. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે : दुर्लभो मानुषो देहो देहिनां क्षणभंगुरः । तत्रापि दुर्लभं मन्ये वैकुठप्रियदर्शनम् ।। [મનુષ્યજન્મ મેળવવો એ દુર્લભ છે. વળી મનુષ્યનું શરીર ક્ષણભંગુર છે. એટલે મનુષ્યજન્મ મેળવીને તે દરમિયાન વૈકુંઠમાં પ્રિયજનોનું (ભગવાનના પ્રિય ભક્તોનું) દર્શન કરવું એ તો એથી પણ વધુ દુર્લભ છે.] વળી, મનુષ્યજન્મ મળ્યો એટલે પ્રાપ્ત કરવા જેવું બધું પ્રાપ્ત થઈ ગયું એવું નથી. મનુષ્યજન્મમાં મોક્ષગતિની દૃષ્ટિએ પ્રાપ્ત કરવાયોગ્ય બીજી વસ્તુઓ મળવી પણ દુર્લભ છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ જિનતત્ત્વ “સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે : छठाणाई सब्बजीवाणं सुलभाई भवंति - तं जहा - माणुस्सए भवे, आरिए खित्ते जम्मे, सुकुले पच्चायाति, केवली पन्नतस्स, धम्मस्स सवंणया, सुयस्स वा सदहणया, सद्दहियस्स वा पत्तियस्स वा रोइयस्स वा सम्मं काएणं कासणया।। સિર્વ જીવોને માટે છ વસ્તુઓ દુર્લભ છે : (૧) મનુષ્યભવ, (૨) આર્યક્ષેત્ર, (૩) ઉત્તમ કુળમાં જન્મ, (૪) કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ, (૫) શ્રવણ કરેલા એ ધર્મ ઉપર શ્રદ્ધા અને (ક) શ્રદ્ધા કરેલા, પ્રતીતિ કરેલા, રુચિ કરેલા ધર્મ પ્રમાણે આચરણ.] શંકરાચાર્યું પણ કહ્યું છે : दुर्लभं त्रयमेवेतद् देवानुग्रहहेतुकम्। मनुष्यत्वं मुमुक्षत्वं महापुरुष संश्रयः।। [મનુષ્યપણું, મુમુક્ષત્વ (એટલે મોક્ષ મેળવવાની ભાવના) અને મહાપુરુષોની સંગતિ – એ ત્રણ દુર્લભ છે અને દેવોની કૃપા હોય, પુણ્યોદય હોય તો જ મળી શકે એમ છે.] મનુષ્યજન્મની દુર્લભતા દર્શાવતાં વળી અન્યત્ર કહેવાયું છે: एवं भ्रमतः संसारसागरे दुर्लभं मनुष्यत्वम्। संसारमहत्त्वाधार्मिकत्वदुष्कर्मबाहुल्यैः।। સંસાર ઘણો મોટો હોવાથી, વળી તેમાં ઘણી અધાર્મિકતા અને દુષ્કર્મોની બહુલતા હોવાથી, સંસારરૂપી સાગરમાં ભ્રમણ કરતા જીવને મનુષ્યપણે મેળવવું અત્યંત દુર્લભ છે.] ननु पुनरिदमतिदुर्लभमगाधसंसारजलधिविभ्रष्टम् । मानुष्यं खद्योतकतडिल्लताविलसित प्रतिमम् ।। [આગિયા અને વીજળીના પ્રકાશ જેવો અત્યંત ચંચલ આ મનુષ્યભવ અગાધ સંસારરૂપી સમુદ્રમાં જો સરી પડશે તો ફરીથી પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે.] આમ, મનુષ્યગતિની દુર્લભતા અને શ્રેષ્ઠતા શાસ્ત્રકારોએ સમજાવી છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યજન્મની દુર્લભતા ૨૯૫ જીવનું પરમ લક્ષ્ય તે સંસા૨પરિભ્રમણમાંથી મુક્તિ છે અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ છે. કેવળજ્ઞાન વગર મોક્ષ નથી. કેવળજ્ઞાન માત્ર મનુષ્યગતિમાં જ શક્ય છે. મનુષ્યગતિ ઉપરાંત બીજી ગતિમાં કેવળજ્ઞાન હોય તો બીજી ગતિના જીવો પણ મનુષ્યગતિ જેવી તુલ્યતા ધરાવી શકે, અને મનુષ્યગતિનું તો પછી બહુ મહત્ત્વ ન રહે. પણ અન્ય ગતિમાં વધુમાં વધુ પ્રથમનાં ત્રણ જ્ઞાન મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે. મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન માત્ર મનુષ્યગતિમાં જ છે. માટે જ મનુષ્યગતિને મુક્તિના દ્વાર તરીકે ઓળખાવવામાં આવે છે. કેવળજ્ઞાન ફક્ત મનુષ્યગતિમાં જ શા માટે? કારણ કે ઘાતી કર્મોના ક્ષય વિના કેવળજ્ઞાન થાય નહિ અને ઘાતી કર્મોના ક્ષય માટે મહાન ઔષધિરૂપ સર્વવિરતિ (દ્રવ્યથી અને ભાવથી) માત્ર મનુષ્યોને જ હોય છે. દેવતા અને નારકી અવિરતિ હોય છે. તિર્યંચગતિના જીવોને દેશવિરતિ સંભવી શકે છે, પણ સર્વવિરતિ હોતી નથી. એટલે કેવળજ્ઞાન માત્ર મનુષ્યગતિમાં જ છે. વળી શરીરના ઔદારિક, તેજસ, કાર્મણ અને આહારક જેવા પ્રકારો બતાવવામાં આવ્યા છે. તેમાં માત્ર મનુષ્યના ઔદારિક શરીરમાં વજ્રઋષભનારાય સંધયણ, કુંડલિની શક્તિ, મૂલાધાર વગેરે સૂક્ષ્મ શક્તિચક્રો તથા ઉત્કૃષ્ટ ચિત્તશક્તિ ઇત્યાદિ રહેલાં છે, જે આત્મશક્તિને સ્ફુરાયમાન કરી ઘાતી કર્મોનો ક્ષય કરવામાં સહાયરૂપ બને છે. તિર્યંચગતિના ઔદારિક શરીરમાં આ પ્રકારની શક્તિ હોતી નથી. દેવતા અને નારકીને ઔદારિક શરીર હોતાં નથી. તદુપરાંત આહાર, ભય, મૈથુન, પરિગ્રહ વગેરે સામાન્ય સંજ્ઞાઓ બધી ગતિના જીવોને હોય છે અને તે કર્મ બંધાવે છે. દીર્ઘકાલિકી સંજ્ઞા એટલે કે લાંબા ભૂતકાળ વિશે અથવા લાંબા ભવિષ્યકાળ વિશે સ્મૃતિ, કલ્પના, તર્ક વગેરે દ્વારા વિચારવાની શક્તિ દેવતા, નારકી અને મનુષ્યને હોય છે. તિર્યંચગતિના અસંજ્ઞી જીવોને એ સંજ્ઞા હોતી નથી. પરંતુ દેવોને પુણ્ય ભોગવવાનું હોય છે. દેવો તીર્થંકર પરમાત્માનું સમોવસરણ રચી શકે, જિનેશ્વર ભગવાનની ભક્તિ કરી શકે, પણ દીર્ઘકાલિકી સંજ્ઞાનો ઉપયોગ કરીને પોતાના ભૂતકાળનાં ભારે કર્મોનો ક્ષય ન કરી શકે. નારકીના જીવોને સતત દુઃખ ભોગવવાનું હોય છે. સુખદુ:ખ શું છે તે તેઓ સમજી શકે છે, વિચારી શકે છે, વચનયોગથી તે વ્યક્ત Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જિનતત્ત્વ પણ કરી શકે છે, પરંતુ તેમની પાસે કર્મક્ષય માટે જરૂરી એવો ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ નથી. મનુષ્ય પાસે દીર્ઘકાલિકી સંજ્ઞા છે. તે લાંબા ભૂતકાળનો, પૂર્વના ભવોનો પણ વિચાર કરીને, કરેલી ભૂલો માટે પશ્ચાત્તાપ કરી શકે છે, પ્રાયશ્ચિત્ત લઈ શકે છે. તેવા દોષો ભવિષ્યમાં ન થાય તે માટે સંકલ્પ, પ્રતિજ્ઞા, પચ્ચખાણ કરી તે પ્રમાણે વર્તી શકે છે, ત્યાગસંયમ ધારણ કરી શકે છે. મનુષ્ય સ્વેચ્છાએ ભૌતિક સુખ છોડી દઈ શકે છે અને સ્વેચ્છાએ કષ્ટ, દુઃખ ભોગવી શકે છે, તપશ્ચર્યા કરી શકે છે. સંવર અને નિર્જરા માટે મનુષ્યગતિમાં જ પૂરો અવકાશ છે. એટલે દીર્ઘકાલિકી સંજ્ઞા અને દૃષ્ટિવાદોપદેશિકી (કાદશીના જ્ઞાનની) સંજ્ઞા દ્વારા માત્ર મનુષ્યગતિમાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. આવો દુર્લભ મનુષ્યજન્મ પરિભ્રમણશીલ જીવને મળે કઈ રીતે ? આગમગ્રંથોમાં મનુષ્યગતિ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે દર્શાવતાં કહ્યું છે : चउहिं ठाणहिं जीवा मणुसत्ताए कम्मं पगरेंति तं जहापगइभद्रभयाए, पगइविणीययाए साणुक्कोसयाए अमच्छरियाए। (“સ્થાનાંગસૂત્ર') [ચાર કારણોથી જીવ મનુષ્યગતિનું આયુષ્ય બાંધે છે : (૧) સરળ પ્રકૃતિથી, (૨) વિનીત પ્રકૃતિથી, (૩) દયાભાવથી અને (૪) મત્સરના અભાવથી.] कम्माणं तु पहाणाए, आणुपुप्वीं कयाइउ। जीवा सोहिमणप्पत्ता आययंति मणुस्सयं ।। (‘ઉત્તરાધ્યયનસૂત્ર'). અનુક્રમે કર્મોનો ક્ષય કરતાં કરતાં શુદ્ધિને પ્રાપ્ત કરીને જીવો ઘણા દીર્ઘ કાળ પછી મનુષ્યજન્મ પ્રાપ્ત કરે છે. ધર્મકલ્પદ્રુમમાં કહ્યું છે : अनुलोमो विनीतश्च दयादानरुचिम॒दुः । सहर्षो मध्यदर्शी च मनुष्यादागतो नरः।। [જે બધાંની સાથે અનુકૂળ થઈને રહેતો હોય. વિનયવાન હોય, દયા અને દાનને વિશે રુચિવાળો હોય, સ્વભાવે કોમળ હોય, હર્ષવાળો હોય અને Page #307 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યજન્મની દુર્લભતા ૨૯૭ મધ્યમ દૃષ્ટિવાળો હોય તે માણસ મનુષ્યગતિમાંથી આવેલો છે એમ જાણવું.] निर्दम्भः सदयो दानी दान्तो दक्षः सदा मृदुः । साधुसेवी जनोत्साही, भावी चात्र नरः पुनः ।। [જે હંમેશાં નિર્દભ, દયાળુ, દાતાર, ઇન્દ્રિયોનું દમન કરનાર, દક્ષ, મૃદુ, સાધુ-સંતોની સેવા કરનાર અને અન્ય મનુષ્યોને ઉત્સાહ આપનાર હોય તે મનુષ્ય સંસારમાં ફરીથી મનુષ્યપણું પામે છે.] ‘વિવેકવિલાસ’માં એ જ પ્રમાણે થોડા શબ્દફેરે કહેવાયું છે : निर्दम्भः सदयो दानी दान्तो दक्षः ऋजुः सदा । मर्त्ययोनिसमुद्भूतो भवी तत्र पुनः पुमान् । । [જે મનુષ્ય હંમેશાં નિર્દભ હોય, દયાળુ હોય, દાન આપવાવાળો હોય, ઇન્દ્રિયો ઉપર સંયમ રાખનાર હોય, ડાહ્યો અને સરળ હોય તે મનુષ્યયોનિમાંથી આવેલો હોય છે અને ફરીથી પાછો મનુષ્યગતિમાં જાય છે.] જૈન પરંપરામાં મનુષ્યજન્મ દસ દૃષ્ટાન્ત દુર્લભ કહેવાય છે. ‘ઉત્તરાધ્યયન’ની નિર્યુક્તિમાં લખ્યું છે : चुल्लगपासगधन्ने जुए रयणे य सुमिणचक्के य । चम्मजुगे परमाणु दस दिट्ठता मणुयलंभे ।। મનુષ્યજન્મની દુર્લભતા બતાવવા માટે (૧) ફૂલો, (૨) પાશક, (૩) ધાન્ય, (૪) દ્યૂત, (૫) રત્ન, (૬) સ્વપ્ન, (૭) ચક્ર, (૮) ચર્મ, (૯) યુગ (ઘૂંસરું) અને (૧૦) પરમાણુ એમ દસ દૃષ્ટાંત આપવામાં આવ્યાં છે. એ દરેક દૃષ્ટાંતમાં વાસ્તવિક રીતે લગભગ અશક્ય કે અસંભવિત વસ્તુની વાત બતાવવામાં આવી છે અને સમજાવ્યું છે કે એવી વસ્તુ પણ ક્યારેક શક્ય કે સંભવિત બને છે, પણ મનુષ્યગતિમાં જન્મ મેળવવો એટલો સુલભ નથી. આ દસ દૃષ્ટાંતો સંક્ષેપમાં નીચે પ્રમાણે છે : (૧) ચૂલો : બ્રહ્મદત્ત નામનો ચક્રવર્તી રાજા કોઈ એક બ્રાહ્મણ પર ખુશ થયો અને એને કંઈક માગવાનું કહ્યું. બ્રાહ્મણે માગ્યું, ‘આખા રાજ્યમાં જેટલા ઘરે ચૂલા છે તે દરેક ઘરની રસોઈ રોજ એક દિવસ મને ખાવા મળો.’ રાજાએ એની એ માગણી મંજૂર રાખી અને પોતાના ઘેરથી જ શરૂઆત કરી. ચક્રવર્તી રાજાના ઘરના ચૂલાની રસોઈ ખાઈને બ્રાહ્મણને એટલો આનંદ અને એટલી Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ જિનતત્ત્વ તતિ થઈ કે બીજી વાર રાજાને ઘેર ખાવાનું એને મન થઈ ગયું. પણ હવે તો છ ખંડના આખા રાજ્યના બધે ઘેર એકએક દિવસ એ ખાઈ લે ત્યારપછી રાજાને ઘેર ફરી એનો વારો આવે, પણ ત્યાં સુધી એ જીવે એવો સંભવ જ નહોતો. તેમ છતાં કદાચ રાજાને ઘેર બીજી વાર જમવાની એને તક મળે એ શક્ય છે. પણ માનવજન્મ મેળવવો એ એટલી સહેલી વાત નથી. (૨) પાસો : ચાણક્યની પાસે દેવતાઈ સિદ્ધિના પ્રતાપે એવી વિદ્યા હતી કે જે વડે ઘૂતમાં કેવા પાસા પડવાના છે એની એને ખબર પડી જતી અને એ હંમેશાં જીતી જતો. એટલે એનો હરીફ કોઈ દિવસ જીતી શકતો જ નહિ. તેમ છતાં એ વિદ્યાનો પ્રભાવ ઘટી જતાં કોઈક વખત ચાણક્ય હારી પણ જાય, પણ તે તો લગભગ અશક્ય જ. માનવજન્મ પણ એવો જ દુર્લભ છે. (૩) ધાન્યઃ આખા ભારતવર્ષના બધા ચોખાનો એક જબરદસ્ત મોટો ઢગલો કરવામાં આવે અને એમાં એક શેર સરસવના દાણા નાખીને હલાવી નાખવામાં આવે. ત્યારપછી એક ડોશીમાને એમાંથી સરસવના બધા દાણા જુદા કાઢી એકઠા કરી આપવાનું કહે તો તે શક્ય નથી; પણ કદાચ કોઈક વખત એ શક્ય બને. પણ માનવભવ એટલી સહેલાઈથી મળવો શક્ય નથી. (૪) ધૂત એક રાજ્યસભાના ૧૦૮ સ્તંભો છે અને દરેક સ્તંભને ૧૦૮ ખૂણા છે. એ રીતે જેટલા ખૂણા થાય એટલી વાર, એક પણ વખત હાર્યા વિના, કંઈ પણ ઠગાઈ કે વિદ્યા વગર જુગારમાં જીતવું શક્ય તો નથી જ. છતાં પણ ક્યારેક એ શક્ય બને. પણ માનવજન્મ એટલો સહેલો નથી. (૫) રત્ન: કોઈ એક ધનાઢ્ય વેપારી બહારગામ ગયો. દરમ્યાન એના પુત્રે એનાં અનેક કીમતી રત્નો વેચી ખાધાં. એકની પાસેથી બીજા પાસે જતાં અને એમ કરતાં કરતાં જુદા જુદા માણસો મારફત ફરતાં ફરતાં એ રત્નો આખા દેશમાં ફેલાઈ ગયાં. ઘણે વર્ષે પાછા ફરેલા એ વેપારીને એની ખબર પડી. પરંતુ હવે બધાં જ રત્નો પાછાં મેળવવાં એને માટે અશક્ય છે. છતાં એ કદાચ જેટલી સહેલાઈથી શક્ય બને એટલી સહેલાઈથી માનવજન્મ મળવો શક્ય ન બને. (૩) સ્વપ્નઃ મૂળદેવ નામના એક જુગારીને સ્વપ્ન આવ્યું કે પોતે ચંદ્રને ગળી ગયો. ત્યારપછી સાતમે દિવસે એને થોડા સમય માટે રાજ્ય મળ્યું. પણ એનું એ સ્વપ્ન એને ફરી આવે અને ફરી એને સાતમે દિવસે રાજ્ય મળે એ Page #309 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યજન્મની દુર્લભતા શક્ય નથી, છથાં પણ ક્યારેક એ શક્ય બને. પણ માનવજન્મ એટલો સહેલો નથી. (૭) ચર્મ : એક લાખ જોજન પહોળા સરોવર પર ચામડા જેવી સેવાળ જામી છે. અંદર એક કાચબો સપરિવાર રહે છે. એક દિવસ પવનથી સેવાળમાં છિદ્ર પડ્યું. બરાબર એ વખતે કાચબો ત્યાં હતો. છિદ્રમાંથી જોતાં કાચબાને શરદપૂર્ણિમાના ચંદ્રનો ઉદય દેખાયો. પોતાના પરિવારને એ બતાવવાનું કાચબાને મન થયું. પણ એ પોતાના પરિવારને સરોવરમાંથી શોધી લાવીને આવે, બરાબર તે વખતે પવનથી સેવાળમાં ફરી છિદ્ર પડે અને બરાબર તે વખતે શરદપૂર્ણિમાના ચંદ્રનો ઉદય હોય એ શક્ય નથી. છતાં કોઈક વાર એ શક્ય બને, પણ માનવજન્મ એટલો સહેલો નથી. ૨૯૯ (૮) ચક્ર : આમાં રાધાવેધનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. રાધા નામની એક પૂતળીની આંખ નીચે આઠ ચક્રો ઊલટાસૂલટી ફરતાં હોય છે. એ ચક્રો બરાબર અમુક રીતે આવે ત્યારે ક્ષણ માત્રને માટે રાધાની આંખ દેખાય. ધનુર્વિદ્યાના જાણકાર તેલની કઢાઈમાં પ્રતિબિમ્બ જોઈ ઉ૫૨ બાણ એવી રીતે છોડે કે જે પેલાં આઠે ચક્રોમાંથી પસાર થઈ રાધાની આંખ વીંધે; એને રાધાવેધ કહે છે. એવો રાધાવેધ બહુ જ ગણતરીવાળા તથા પૂરેપૂરી ચોકસાઈવાળા માણસથી પણ ક્યારેક જ સિદ્ધ થાય. પણ માનવભવ તો એથી પણ વધારે દુર્લભ છે. (૯) યુગ : બે લાખ જોજન જેટલા વિશાળ સમુદ્રમાં એક કિનારે ગાડાનું ધૂંસરું અને સામે કિનારે એમાં ભરાવવાનું સમોળ (ઊભું લાકડું) નાખવામાં આવે. એ સમોળ આપમેળે ખસતું આવી ધૂંસરામાં ભરાઈ જાય એવું બને જ નહિ, છતાં ક્યારેક એ શક્ય બને, પણ માનવભવ એટલી સહેલાઈથી મળે નહિ. (૧૦) પરમાણુ : એક વિશાળ સ્તંભનો ચૂરો કરી પહાડ પરથી ઉડાડવામાં આવે. પછી એ બધો જ ચૂરો ભેગો કરી આપવાનું કહેવામાં આવે તો તે અશક્ય છે, પરંતુ કદાચ કોઈ કાળે એ શક્ય બને, પણ માનવભવ એટલી સહેલાઈથી મળે નહિ. આમ, મનુષ્યજન્મની દુર્લભતા વિવિધ રીતે, વિવિધ દૃષ્ટાંતથી સમજાવવામાં આવી છે. તેમ છતાં ઘણાંને તેની પ્રતીતિ થતી નથી કે તે વાતમાં Page #310 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૩૦૦ શ્રદ્ધા બેસતી નથી. સાવ નિર્ધન માણસને ધન મેળવવા માટે જે પરિશ્રમ કરવો પડે અને એને ધનની દુર્લભતા જેટલી સમજાય તેટલી દુર્લભતા ગર્ભશ્રીમંત માણસને ન સમજાય. તેવી જ રીતે આપણને મનુષ્યજન્મ પ્રાપ્ત થઈ ગયો છે માટે તેની દુર્લભતા આપણને સમજાતી નથી. અન્ય ગતિમાં કોઈનો જીવ હોય અને મનુષ્યજન્મ મેળવવા માટે તેનો પુરુષાર્થ ચાલતો હોય ત્યારે મનુષ્યગતિમાં સ્થાન મેળવવાનું કેટલું બધું દુર્લભ છે તે સમજાય. અકામ નિર્જરા અને પુણ્યના યોગે મનુષ્યજન્મ મેળવવામાં ક્યારેક તો અનંતકાળ વીતી જાય અથવા અનંત પુદ્ગલ પરાવર્તન જેટલો કાળ પણ વીતી જાય. મનુષ્યજન્મની દુર્લભતા આ દૃષ્ટિએ સમજવાની છે. દસ દૃષ્ટાંતે દુર્લભ એવો મનુષ્યજન્મ પ્રાપ્ત થયો એટલે બધું જ પામી ચૂક્યા એવું નથી. મનુષ્યજન્મ પ્રાપ્ત થવા છતાં સંસારમાં કેટલાયે જીવો તિર્યંચગતિના જીવો જેવું, ભાર વહન કરનાર બળદ કે ઘોડા જેવું કે બધેથી હડધૂત થનાર કૂતરા જેવું આખું જીવન વિતાવે છે. મનુષ્યજન્મ મળવા છતાં કેટલાય જીવો જન્મથી અપંગપણાને લીધે, ગાંડપણને લીધે તિર્યંચ કે નરકગતિના જીવો જેવું દુ:ખ વેઠે છે. એટલે દુર્લભ મનુષ્યજન્મની પ્રાપ્તિ થઈ હોય તો તેને સાર્થક કરી ધર્મનું આલંબન લઈ મોક્ષ માટેનો પુરુષાર્થ કરવામાં એ જન્મનો ઉપયોગ કરવો એ તો એથીય વધુ દુર્લભ છે. જયશેખરસૂરિએ ‘ઉપદેશચિંતામણિમાં કહ્યું છે : दशहिं उदाहरणेहिं दुलहं मणुयत्तणं जहा भणियम् । तह जाईकुलाईणिवि दस दिट्टंतेहिं दुलहाई ।। [જેમ મનુષ્યભવ દસ દૃષ્ટાંતે દુર્લભ કહ્યો છે તેવી જ રીતે જાતિ, કુલ વગેરે પણ એ દસ દૃષ્ટાન્ત પ્રમાણે દુર્લભ જાણવાં.] આવો દુર્લભ મનુષ્યજન્મ મળ્યા પછી અનેક મનુષ્યો તેને વ્યર્થ ગુમાવી દે છે. ‘સિન્દૂરપ્રકરણ'માં આવા અજ્ઞાની માણસોની સરસ અને સચોટ સરખામણી કરી છે. જુઓ : स्वर्णस्थाले क्षिपति स रजः पाद शौचं विधत्ते । पीयूषेण प्रवरकरिणं वाहयत्येन्धभारम् । Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ મનુષ્યજન્મની દુર્લભતા चिन्तारतं विकरति कराद् वायसोड्डाय थं, यो दुष्प्राप्यं गमयति मुधा मर्त्यजन्म प्रमत्तः।। [જે માણસ પ્રમાદને વશ થઈ દુષ્માપ્ય એવા મનુષ્યજન્મને વ્યર્થ ગુમાવી દે છે તે અજ્ઞાની માણસ સોનાની થાળીમાં માટી ભરી રહ્યો છે, અમૃતથી પગ ધોઈ રહ્યો છે, શ્રેષ્ઠ હાથી ઉપર લાકડાનો ભારો ભરી રહ્યો છે અને ચિંતામણિરત્ન કાગડાને ઉડાડવા માટે ફેંકી રહ્યો છે.] માટે જ કહ્યું છે : તુર્તમ પ્રાપ્ય માનુષ્ય, દારયä મુદ્દેવ ના (પાર્ચચરિત્ર) [દુર્લભ મનુષ્યજન્મ મેળવીને એને વ્યર્થ ગુમાવી ન દેશો.) વળી કહેવાયું છે : दुल्लहं माणुस्सं जन्म लभ्रूण रोहणं व शेरेण। रयणं व धम्मरयणं बुद्धिमया हंदि वित्तव्वं ।। [જેમ દરિદ્ર માણસ રોહણાચલ પર પહોંચીને રત્ન મેળવે છે તેમ દુર્લભ એવો મનુષ્યજન્મ પામીને બુદ્ધિમાન જીવોએ ધર્મરત્નને ગ્રહણ કરી લેવું જોઈએ.] શ્રી લક્ષ્મીસૂરિએ “ઉપદેશપ્રાસાદમાં કહ્યું છે ? यः प्राप्य मानुषं जन्मं दुर्लभं भवकोटिभिः। धर्म शर्मकरं कुर्यात् सफलं तस्य जीवितम् ।। [કરોડો ભવ કરવા છતાં પણ જે પામી નથી શકાતો એવો દુર્લભ મનુષ્યભવ પામીને જે જીવ કલ્યાણધર્મ આચરે છે તેનું જીવન સફળ થાય છે.] મનુષ્યજન્મ પ્રાપ્ત થયા પછી મનુષ્યગતિની દુર્લભતા પોતાને સમજાય અને ધર્મતત્ત્વમાં શ્રદ્ધા બેસે અને મોક્ષગતિની દુર્લભતા સમજાય એ પણ અત્યંત દુર્લભ વાત છે. અંધશ્રદ્ધા કે ગતાનુગતિક શ્રદ્ધા ઘણી વ્યાપક હોય છે, પરંતુ તત્ત્વનિશ્ચયરૂપ સાચી શ્રદ્ધા ઘણી દુર્લભ છે એટલે જ ભગવાન મહાવીરે કહ્યું છે 3 सद्धा परम दुल्हहा। Page #312 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રમાં સંપદા સમરો મંત્ર ભલો નવકાર' એ પદમાં આપણે ગાઈએ છીએ : અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણો, અડસિદ્ધિ દાતાર; સમરો મંત્ર ભલો નવકાર.. નવકારમંત્રની સઝાયમાં શ્રી કીર્તિવિમલસૂરિએ કહ્યું છે : સમર જીવ એક નવકાર નિજ હેજ-શું, અવર કાંઈ આળપંપાળ દાખે; વર્ણ અડસઠ નવકારનાં નવ પદ, સંપદા આઠ અરિહંત ભાખે. તેવી જ રીતે શ્રી લબ્ધિસૂરિના શિષ્ય શ્રી પદ્મવિજયે કહ્યું છે : અડસઠ અક્ષર તીરથ સાર; સંપદા આઠ સિદ્ધિ દાતાર; મંગલમય સમરો નવકાર. નવકારમંત્રના બાહ્ય સ્વરૂપનું માહાસ્ય દર્શાવતાં કહેવાયું છે કે એનાં નવ પદ નવ નિધિ આપે છે, અડસઠ અક્ષર અડસઠ તીર્થની યાત્રાનું ફળ આપે છે અને એની આઠ સંપદા આઠ સિદ્ધિ અપાવે છે. નવકારમંત્ર અનાદિ સિદ્ધ ગણાય છે. એ ચૂલિકા સહિત નવ પદનો છે. પંચ પરમેષ્ઠિને – અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને -- એ ' પ્રત્યેકને – નમસ્કાર કરવારૂપ પાંચ પદ નમસ્કારનાં છે. ત્યારપછી નમસ્કારનો Page #313 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રમાં સંપદા ૩૦૩ મહિમા દર્શાવનારાં ચાર પદ ચૂલિકાનાં છે. આમ નમસ્કાર મહામંત્રમાં નવ પદના બધા મળીને અડસઠ અક્ષર થાય છે. એમાં એકસઠ અક્ષર લઘુ છે અને સાત અક્ષર ગુરુ છે. નવકારમંત્રનું આ બાહ્ય સ્વરૂપ છે. ‘મહાનિશીથ સૂત્ર', નમસ્કારપંજિકા, ‘પ્રવચનસારોદ્વાર' વગેરે શાસ્ત્રોમાં શાસ્ત્રકારોએ નવકારમંત્રના બાહ્ય સ્વરૂપમાં નવ પદ અને અડસઠ અક્ષર ઉપરાંત આઠ સંપદાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સંપદા એટલે શું ? સંપા (સંપ′) સંસ્કૃત શબ્દ છે. એ માટે અર્ધમાગધીમાં સંપવા શબ્દ વપરાય છે. સંપદા શબ્દના જુદા જુદા અર્થ સંસ્કૃત કોશમાં આપવામાં આવ્યા છે, જેમ કે : (૧) સંપદા એટલે સંપત્તિ, લક્ષ્મી, સમૃદ્ધિ. (૨) સંપદ્ય એટલે ઋદ્ધિ, વૃદ્ધિ. (૩) સંપદા એટલે સિદ્ધિ. (૪) સંપદા એટલે ઇચ્છાઓ સારી રીતે પાર પડે તે. (૫) સંપદા એટલે લાભ. (૬) સંપા એટલે પૂર્ણતા. (૭) સંપદા એટલે સુશોભન. (૮) સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન; સહયુક્ત પદાર્થ (પદ + અર્થ) યોજના. (૯) સંપા એટલે શુભ અને ઉજ્જ્વલ ભવિષ્ય. (૧૦) સંપદા એટલે વિકાસ અથવા પ્રગતિ. (૧૧) સંપદા એટલે સમ્યક્ રીતિ. (૧૨) સંપદા એટલે મોતીનો હાર. આમ ‘સંપદા’ શબ્દ વિવિધ અર્થમાં પ્રયોજાય છે. પરંતુ નવકારમંત્રનો મહિમા દર્શાવવા માટે ‘સંપદા’ શબ્દ અર્થના વિશ્રામસ્થાનને માટે પ્રયોજાયેલો છે એમ શાસ્ત્રકારો જણાવે છે. અલબત્ત, ‘સંપદા’ શબ્દ નવકારમંત્રની આરાધનાથી પ્રાપ્ત થતી સિદ્ધિના અર્થમાં ઘટાવી શકાય છે, એમ પણ સાથે સાથે કહેવાયું છે. સંવવાની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે છે : साङ्गत्येन पद्यते - परिच्छिद्यतेऽर्थो याभिरिति संपदः । અર્થાત્ જેનાથી સુસંગત રીતે અર્થ જુદો પાડી શકાય તે ‘સંપદા’. એટલે સંપદાનો અર્થ થાય છે – કોઈ નિશ્ચિત અર્થ દર્શાવવા માટે પાસે પાસે યોગ્ય રીતે ગોઠવાયેલા શબ્દોનો સમૂહ. સંપદા એટલે એક અર્થ પૂરો થતાં આવતું વિશ્રામસ્થાન. સંપદા એટલે માત્ર શબ્દનું વિરામસ્થાન એવો અર્થ નથી ઘટાવાતો. લાંબું વાક્ય હોય તો તે ઉચ્ચારતાં માણસને શ્વાસ લેવા (pause) માટે વચ્ચે થોભવું Page #314 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૩૦૪ પડે છે. એમાં પોતપોતાની ઉચ્ચારણશક્તિ અનુસાર માણસ ગમે ત્યાં થોભી શકે છે. સામાન્ય માણસો માટે વાક્યમાં અલ્પવિરામ કે અર્ધવિરામનાં ચિહનો આવે છે. પરંતુ કંઠને વિશ્રામ આપવા માટે અનુકૂળતા અનુસાર ગમે ત્યાં રોકાવું તેનું નામ સંપદા નથી એમ શાસ્ત્રકારો કહે છે. નાનામોટા કોઈ પણ વાક્યમાં અર્થનું એક એકમ (unit) પૂરું થતું હોય ત્યારે જે વિશ્રામસ્થાન આવે એનું નામ સંપદા એવો વિશિષ્ટ અર્થ એ શબ્દનો ઘટાવવામાં આવે છે. કવિતામાં, મંત્રમાં કે એવા પ્રકારની લાઘવયુક્ત રચનાઓમાં અર્થ અને લયની દષ્ટિએ યતિ અથવા વિરામસ્થાન અથવા વિશ્રામસ્થાન આવે છે. કવિતા કે મંત્રનું પઠન સામાન્ય વાતચીત કરતાં વિશેષ છટા અને ગૌરવવાનું હોવાથી તેમાં યોગ્ય સ્થળે વિશ્રામસ્થાનની આવશ્યકતા રહે છે. એટલા માટે એના રચયિતાઓ રચના કરતી વખતે આ દૃષ્ટિને પણ ખાસ લક્ષમાં રાખે છે. પરંતુ સામાન્ય મંત્રો કરતાં અનાદિ સિદ્ધ નવકારમંત્રની તો વાત જ અનોખી છે. નવકારમંત્ર એ મંત્રના સ્વરૂપની રચના હોવાથી તેમાં સ્વર-વ્યંજનની યોજના સહિત યોગ્ય વિશ્રામસ્થાનની અપેક્ષા રહે છે. આ વિશ્રામસ્થાન ગમે ત્યારે ગમે ત્યાં હોતું નથી. શબ્દ અને અર્થની દૃષ્ટિએ યોગ્ય સ્થળે જ જો તે આવે તો જ તેનું મહત્ત્વ રહે છે. એમ ન થાય તો તેના પઠનમાં અનિયમિતતા, કર્કશતા, સંકીર્ણતા, લયરહિતતા, અને અર્થની સંદિગ્ધતા ઊભી થવાનો સંભવ રહેછે. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં સ્વરભારનું પણ ઘણું મહત્ત્વ પ્રાચીન સમયથી સ્વીકારાયેલું છે. એકના એક શબ્દમાં કે વાક્યમાં જ્યાં સ્વરભાર આવવો જોઈએ તેને બદલે બીજે સ્થળે જ સ્વરભાર આવે તો અર્થનો અનર્થ થઈ ગયાનાં ઉદાહરણો પ્રાચીન સાહિત્યમાં ટાંકવામાં આવે છે. એટલા માટે જ વેદની ઋચાઓના પઠનમાં આરોહ-અવરોહનું પણ એટલું જ મહત્વ રહેલું છે. કેટલાક મંત્રોમાં ઉચ્ચારણની શુદ્ધિ ઉપર ઘણો જ ભાર મૂકવામાં આવે છે. જો ઉચ્ચારણની શુદ્ધિ ન જળવાય તો મંત્ર પાછો પડે છે અને તેનું અશુદ્ધ ઉચ્ચારણ કરનારને તે હાનિ પહોંચાડે છે એમ મંત્રવિદો માને છે. એટલે એમાં સંપદાનું – વિશ્રામસ્થાનનું વર્ગીકરણ ગંભીરતાપૂર્વક વિચારાયું છે. | નવકારમંત્રમાં પદની જે ગણના કરવામાં આવે છે તે વ્યાકરણ અનુસાર નથી. વ્યાકરણ અનુસાર વિમાન્ત પર્વ એટલે કે જેને છેડે વિભક્તિ છે તે પદ કહેવાય. એનો સાદો અર્થ કરવો હોય તો કહેવાય કે વાક્યમાં વપરાયેલો શબ્દ તે પદ કહેવાય. શબ્દકોશમાં આપેલો શબ્દ તે શબ્દ છે. તે શબ્દ જો Page #315 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રમાં સંપદા ૩૦૫ વાક્યમાં વપરાયો હોય તો તે પદ બને છે. “પિતા” શબ્દ શબ્દકોશમાં હોય તો તે શબ્દ છે અને પિતા આવ્યા” એમ વાક્યમાં વપરાયો હોય તો તે પદ ગણાય છે. એટલે વ્યાકરણના નિયમ પ્રમાણે તો નવકારમંત્રનો પ્રત્યેક શબ્દ પદ ગણી શકાય. એ રીતે નવકારમંત્રમાં વ્યાકરણની દૃષ્ટિએ વીસ પદ આવે છે. પરંતુ નવકારમંત્રમાં આવાં બે કે ત્રણ પદના સમૂહનું અર્થની દૃષ્ટિએ એક જ પદ ગણવામાં આવ્યું છે. “નમો અરિહંતાણં માં વ્યાકરણની દૃષ્ટિએ બે પદ છે, પણ અર્થની દષ્ટિએ તે એક જ પદ . નવકારમંત્રમાં એવાં નવ પદ છે. પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવારૂપ પ્રત્યેક પદને અંતે અર્થની દૃષ્ટિએ વિશ્રામસ્થાન આવે છે. એટલે નવકારમંત્રનાં પહેલાં પાંચ પદમાં પાંચ સંપદા આવી જાય છે એ તો સ્પષ્ટ છે. હવે બાકીનાં ચાર પદમાં ત્રણ સંપદા શાસ્ત્રકારો કેવી રીતે બતાવે છે તે જોઈએ. છછું પદ છે “એસો પંચ નમુક્કારો અને સાતમું પદ છે “સલ્વ પાવપ્પણાસણો' – આ બે પદના મળીને સોળ અક્ષર થાય છે. આ બે પદમાં બીજી બે સંપદાઓ રહેલી છે, એટલે કે છઠ્ઠા અને સાતમા પદમાં છઠ્ઠી અને સાતમી સંપદા રહેલી છે. આઠમું પદ છે “મંગલાણં ચ સવ્વસિ” અને નવમું પદ છે “પઢમમ્ હવઈ મંગલમ્” – આ બે પદના મળીને સત્તર અક્ષર થાય છે. પરંતુ આ બે પદમાં ફક્ત એક સંપદા રહેલી છે એમ બતાવવામાં આવે છે. “ચૈત્યવંદન ભાષ્ય', “પ્રવચન સારોદ્ધાર' વગેરે ગ્રંથોમાં આઠમી સંપદા ઉપર પ્રમાણે સત્તર અક્ષરની બતાવવામાં આવી છે. પ્રવચનસારોદ્ધારમાં લખ્યું છે : पंचपरमेट्ठिमंते पए पए सत्त संपया कमसो। पजतसत्तरसक्खरपमाणा अट्ठमी भणिया।। (पंचपरमेष्ठिमंत्रे पदे पदे सप्त संपदः क्रमशो। पर्यन्तस्ततदशाऽक्षरप्रमाणा अष्टमी भणिता।।) [પંચ પરમેષ્ઠિ મંત્રમાં બધાં મળીને નવ પદ છે તેમાં ક્રમશઃ પ્રથમ સાત પદની સાત સંપદા છે. સત્તર અક્ષરનાં છેલ્લાં બે પદની આઠમી એક સંપદા છે.] , ચૈત્યવંદન ભાષ્યમાં લખ્યું છે કે – पन्नट्ठसठि नवपथ, नवकारे अट्ठ संपया तत्थ। सगसंपय पयतुल्ला, सतरवर अट्ठमी दुपया।। ३०।। Page #316 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ [નવકારમંત્રમાં વર્ણ (અક્ષર) અડસઠ છે, પદ નવ છે અને સંપદા આઠ છે. તેમાં સાત સંપદા સાત પદ પ્રમાણે જાણવી અને આઠમી સંપદા સત્તર અક્ષરવાળી બે પદની જાણવી.] ૩૦૭ ‘ચૈત્યવંદન ભાષ્ય’માં એના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિએ ચૈત્ય-વંદનનાં સૂત્રોમાં બધી મળીને સત્તાણું સંપદાઓ રહેલી છે તેમ જણાવ્યું છે. તેમાં લખ્યું છે : अठ्ठट्ठनवठ्ठ य अठ्ठावीस सोलस य वीस वीसामा । कमसो मंगल इरिया सक्कथयाईसु सगनतुई ।। २९ । । ચૈત્યવંદનનાં સૂત્રોમાં નવકારમંત્રની ૮, ઇરિયાવહીની ૮, શક્રસ્તવ(નમૃત્યુર્ણ)ની ૯, ચૈત્યસ્તવ (અરિહંત ચેઇઆણં)ની ૮, લોગસ્સની ૨૮, શ્રુતસ્તવ (પુકખરવ૨દી)ની ૧૬ અને સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણં)ની ૨૦ આ પ્રમાણે બધી મળીને ૯૭ સંપદા થાય છે. એમાં જણાવ્યું છે તે પ્રમાણે સંપદા એટલે મહાન પદની ગણતરી અથવા વિસામાની ગણતરી. = સંપદાનું પ્રયોજન તે તે સ્થાને વિશ્રામ કરવાને માટે છે. જે ગાથામાં ચાર ચરણ હોય તો તેમાં પ્રત્યેક ચરણને પદ ગણીને તે ગાથાની ચાર સંપદા સામાન્ય રીતે ગણવામાં આવે છે. નવકારમંત્રમાં ચૂલિકાની ગાથામાં ચાર પદ હોવા છતાં એની સંપદા ત્રણ જ ગણવામાં આવી છે. એટલે કે નવકારમંત્રમાં કુલ પદ નવ છે અને એની સંપદા આઠ બતાવવામાં આવી છે. આ આઠ સંપદાનો નિર્દેશ પ્રાચીન સમયથી થતો આવે છે. જિનેશ્વર ભગવાને એ પ્રમાણે આઠ સંપદા ભાખેલી છે એમ પણ કહેવાય છે. એટલે સંપદાની સંખ્યા વિશે મતમતાંતર નથી. બધા જ શાસ્ત્રકારો આઠની સંખ્યાનું સમર્થન કરે છે. નવકારમંત્રની પાંચ પદની પાંચ સંપદાઓ વિશે કોઈ વિભિન્ન મત નથી. વળી ચૂલિકાનાં ચાર પદની કુલ ત્રણ સંપદાઓની સંખ્યા વિશે પણ વિભિન્ન મત નથી. પરંતુ ચાર પદમાં ત્રણ સંપદા કેવી રીતે ગણવી તે વિશે બે જુદા જુદા મત છે. તેમાં મુખ્ય મત ઉપર પ્રમાણે જ છે. પરંતુ ‘ચૈત્યવંદન ભાષ્ય’, ‘પ્રવચનસારોદ્વાર’ વગેરેમાં જણાવ્યું છે કે કેટલાક આચાર્યોની માન્યતા પ્રમાણે ૬ઠ્ઠી સંપદા ૨ પદની (૧૬ અક્ષરની) ‘એસો પંચ નમુક્કારો સવ્વ પાવપ્પણાસણો’ની, સાતમી સંપદા ‘મંગલાણં ચ સવ્વેસિ ' એ આઠમા પદના Page #317 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રમાં સંપદા ૩૦૭ આઠ અક્ષરની અને આઠમી સંપદા “પઢમં હવઇ મંગલ” એ નવ અક્ષરની છે. તેઓ કહે છે : “નવરqકું િતુપથ છઠ્ઠી' (એટલે કે છઠ્ઠી સંપદા બે પદની સમજવી અને આઠમી સંપદા “પઢમં હવઈ મંગલ” એ નવ અક્ષરની સમજવી.) નવકારમંત્રમાં નવ પદ છે એટલે એમાં તેટલી સંખ્યાની જ સંપદા હોવી જોઈએ એવું અનિવાર્ય નથી. પદ અને સંપદાની ગણતરીમાં માત્ર નવકારમંત્રમાં જ આવો ફરક જોવા મળે છે એવું નથી. “ઇરિયાવહી સૂત્ર'માં કુલ ૩૨ પદ છે, પણ તેની સંપદા ફક્ત આઠ જ ગણવામાં આવી છે. એવી જ રીતે “શકસ્તવ(નમુત્યુણ)માં ૩૩ પદ છે અને સંપદા ૯ બતાવવામાં આવી છે. તથા “અરિહંત ચેઇઆણ” સૂત્રમાં તો પદ ૪૩ જેટલાં છે અને એની સંપદા ફક્ત આઠ જ બતાવવામાં આવી છે. આમ આ બધાં સૂત્રોમાં પદની સંખ્યાના પ્રમાણમાં સંપદાઓ ઓછી બતાવવામાં આવી છે. બીજી બાજુ “લોગસ્સ સૂત્રમાં ૨૮ પદ છે, અને ૨૮ સંપદા બતાવવામાં આવી છે. “પુખ્ખરવરદી સૂત્રમાં ૧૬ પદ છે અને ૧૬ સંપદા બતાવવામાં આવી છે, તથા “સિદ્ધાણ બુદ્ધાણં સૂત્ર'માં ૨૦ પદ છે અને તેની સંપદા પણ ૨૦ બતાવવામાં આવી છે. આમ સંપદાની સંખ્યા પદ કરતાં ઓછી હોઈ શકે છે અથવા વધુમાં વધુ પદની સંખ્યા જેટલી હોઈ શકે છે. પદ કરતાં સંપદા વધુ હોય એવું બની શકે નહિ. - સંપાની ગણતરીમાં આમ ફરક શા માટે હશે તેની કોઈ વિશેષ સ્પષ્ટતા “ચૈત્યવંદન ભાષ્ય', “પ્રવચનસારોદ્ધાર' વગેરે ગ્રંથોમાં કરવામાં આવી નથી, પરંતુ જે રીતે એની સંપદાઓ બતાવવામાં આવી છે તે રીતે તેની પાછળ કોઈ વિશિષ્ટ પ્રયોજન રહ્યું હશે તેમ માની શકાય. શાસ્ત્રકારોએ સંપદાને અર્થના વિશ્રામસ્થાન તરીકે ઓળખાવી છે અને તે વિશ્રામસ્થાને વિશ્રામ લેવાઈ જાય છે એમ કહેવા કરતાં વિશ્રામ અવશ્ય લેવો જોઈએ એવો આદેશ કરેલો છે. એ ઉપરથી પણ એમ ભાસે છે કે સંપદાઓની ગણતરી પાછળ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ રહેલો હોવો જોઈએ. મંત્રો કે સૂત્રોનો ઉચ્ચાર વિશુદ્ધ અને ગૌરવવાળો હોવો જોઈએ. બોલનાર અને સાંભળનારના ચિત્તમાં તે પ્રસન્નતા અને ઉત્સાહનો ભાવ જન્માવે એવું વ્યવહારુ પ્રયોજન તો તેમાં રહેલું હશે જ, પરંતુ તે ઉપરાંત આંતરચેતનાની અનુભૂતિ અનુસાર કોઈ વિશિષ્ટ પ્રયોજન પણ રહેલું હશે એવું આ બધા તફાવત ઉપરથી લાગે છે. સંપદામાં અક્ષર કરતાં અર્થનું મહત્ત્વ વધારે છે. મંત્રમાં “નમો સિદ્ધા” Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જિનતત્ત્વ - એ પદમાં પાંચ અક્ષર છે. અને તેની એક સંપદા ગણવામાં આવી છે. બીજી બાજુ “તર્સ ઉત્તરી' સૂત્રમાં “તશ ઉત્તરીથી કાનિ ઋાઉસTI' સુધીનાં છ પદ અને ૪૯ અક્ષરની માત્ર એક જ સંપદા ગણવામાં આવી છે. તેવી જ રીતે ઈરિયાવહી સૂત્ર'માં “અભિયા'થી “તસ્સમિચ્છામિ દુક્કડ' સુધીનાં અગિયાર પદના ૫૧ અક્ષરની પણ માત્ર એક જ સંપદા ગણવામાં આવી છે. પૂર્વાચાર્યોએ સંપદાની આ રીતે જે ગણતરી કરી છે તે ઉપરથી એમ અનુમાન કરી શકાય છે કે માત્ર અર્થની પૂર્ણતા અનુસાર સંપદા ગણવામાં આવે છે એટલું જ નહીં, પરિપૂર્ણ અર્થના ગૌરવ અનુસાર પણ સંપદાનો વિચાર કરવામાં આવે છે. સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન એમ નહિ, પણ બે પદ વચ્ચે આવતું વિશ્રામસ્થાન એવો તર્ક કરીને નવ પદની વચ્ચે આઠ વિશ્રામસ્થાન આવે છે માટે આઠ સંપદા હશે એમ કદાચ કોઈક બતાવે. “પઢમમ્ હવઈ મંગલમ્' એ છેલ્લું પદ ઉચ્ચારતાં મંત્ર પૂરો થાય છે, એટલે ત્યાં વિશ્રામસ્થાન ગણવાની આવશ્યકતા રહેતી નથી. પરંતુ આ તર્ક સ્વીકાર્ય નથી, કારણ કે ઇરિયાવહી, શક્રસ્તવ, સિદ્ધસ્તવ, ચૈત્યસ્તવ વગેરે સૂત્રોમાં બે પદ વચ્ચેનાં જેટલાં વિરામસ્થાનો છે એટલી સંપદા ગણવામાં આવી નથી. વળી, એ પ્રમાણે ગણીએ તો “લોગસ્સ સૂત્રનાં ૨૮ પદ વચ્ચે ૨૭ વિશ્રામસ્થાન ગણવાં પડશે, પરંતુ તેમાં ૨૭ નહિ પણ પદ અનુસાર ૨૮ સંપદા છે. તેવી જ રીતે “પુખ્ખરવરદી” તથા “સિદ્ધાણં બુદ્ધાણં” માં પણ પદ પ્રમાણે સંપદા છે. એટલે સંપદાનો અર્થ બે પદ વચ્ચે આવતું વિશ્રામસ્થાન એવો નહિ ઘટાવી શકાય. નવકારમંત્રમાં આઠ સંપદા હોવાથી એના ઉપધાન (જ્ઞાન-આરાધન માટેના તપોમય અનુષ્ઠાન)ની વિધિમાં નવકારને આઠ અધ્યયનસ્વરૂપ ગણીને, પ્રત્યેક અધ્યયન માટે એક આયંબિલ એમ કુલ આઠ આયંબિલ કરવાનું શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે એ ઉપરથી પણ નિશ્ચિત થાય છે કે નવકારમંત્રમાં આઠ સંપદા છે. નવકારમંત્રમાં પહેલાં સાત પદની પ્રત્યેકની એક એમ સાત સંપદા છે. એ પ્રમાણે સાત પદના સાત આલાપક છે, સાત અધ્યયન છે અને સાત આયંબિલ છે. આઠમા અને નવમા પદની મળીને એક સંપદા છે. તેનો એક આલાપક છે. તેનું એક અધ્યયન છે. અને તે માટે ઉપધાન તપની વિધિમાં એક આયંબિલ કરવાનું હોય છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રમાં સંપદા ૩૦૯ આમ સંપદાની કુલ આઠની સંખ્યા માટે સર્વ શાસ્ત્રકારો સંમત છે. ચૈત્યવંદન ભાષ્યમાં ઇરિયાવહી, શસ્તવ અને અરિહંત ચેઇઆણંની સંપદાઓનાં પ્રત્યેકનાં ભિન્ન ભિન્ન નામ પણ દર્શાવવામાં આવ્યાં છે. એ નામો નીચે પ્રમાણે છે : ઇરિયાવહીની સંપદાઓ અનુક્રમે આ પ્રમાણે છે : (૧) અભ્યુપગમ સંપા, (૨) નિમિત્ત સંપદા, (૩) ઓધ હેતુ સંપદા, (૪) ઇતર હેતુ સંપદા, (૫) સંગ્રહ સંપદા, (૬) જીવ સંપા, (૭) વિરાધના સંપદા, (૮) પડિક્કમણ સંપદા. શક્રસ્તવની સંપદાઓ અનુક્રમે આ પ્રમાણે છે : (૧) સ્તોતવ્ય સંપદા, (૨) ઓધ હેતુ સંપદા, (૩) વિશેષ સંપદા, (૪) ઉપયોગ સંપદા, (૫) તદ્વેતુ સંપદા, (૬) સવિશેષોપયોગ સંપદા, (૭) સ્વરૂપ સંપદા, (૮) નિજસમલદ સંપદા અને (૯) મોક્ષ સંપા. ચૈત્યસ્તવની સંપદા અનુક્રમે આ પ્રમાણે છે : (૧) અલ્યુપગમ સંપદા, (૨) નિમિત્ત સંપદા, (૩) હેતુ સંપદા, (૪) એકવચનાન્ત સંપદા, (૫) બહુવચનાન્ત આગાર સંપદા, (૬) આગંતુક આગાર સંપદા, (૭) કાયોત્સર્ગ વિધિ સંપદા અને (૮) સ્વરૂપ સંપદા. પરંતુ નવકારમંત્રની આઠ સંપદાઓનાં જુદાં જુદાં નામ ક્યાંય જોવા મળતાં નથી. અલબત્ત, અન્ય કેટલાંક સૂત્રોની સંપદાઓનાં આપેલાં નામો ઉપરથી અનુમાન કરી શકાય કે નવકારમંત્રનાં પહેલાં પાંચ પદની સંપદા તે ‘સ્તોતવ્ય સંપા’ હોઈ શકે, કારણ કે તેમાં અનુક્રમે પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવે છે. સ્તોતવ્ય સંપદાને ‘અરિહંત સ્તોતવ્ય સંપદા’, ‘સિદ્ધસ્તોતવ્ય સંપદા’ એમ પણ અનુક્રમે ઓળખાવી શકાય. બાકીની સંપદાઓમાં ‘એસો પંચ નમુક્કારો,’ ‘સવ્વ પાવપ્પણાસણો'ની સંપદાને ‘વિશેષ હેતુ સંપદા’ કહી શકાય. અને ‘મંગલાણં ચ સવ્વ સિં,' ‘પઢમં હવઇ મંગલમ્'-ની સંપદાને ‘સ્વરૂપ સંપદા’ અથવા ‘ફલ સંપદા' કહી શકાય. અલબત્ત આ તો માત્ર અનુમાન છે. આ વિષયમાં જાણકારો વધુ પ્રકાશ પાડી શકે. એક મત એવો પણ છે કે નવકારમંત્ર સંપદા એટલે વિશ્રામસ્થાન એવો અર્થ ન ઘટાવતાં ‘સંપદા’ એટલે ‘સિદ્ધિ’ એવો સીધો અર્થ જ ઘટાવવો જોઈએ. એ રીતે નવકારમંત્રમાં આઠ સંપદા એટલે આઠ સિદ્ધિ રહેલી છે એવો અર્થ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જિનતત્ત્વ ઘટાવવાનો છે. [જુઓ “શ્રી મંત્રરાજ ગુણકલ્પમહોદધિ' (૫. જયદલાલ શર્મા), છઠ્ઠો પરિચ્છેદ.] સિદ્ધિ આઠ પ્રકારની બતાવવામાં આવે છે. એને મહાસિદ્ધિ પણ કહેવામાં આવે છે. એ નીચે પ્રમાણે છે : (૧) અણિમા – અણુ જેટલા સૂક્ષ્મ થઈ જવાની શક્તિ. (૨) લધિમા – ઇચ્છાનુસાર હલકા અને શીઘગામી થઈ જવાની શક્તિ. (૩) મહિમા – મહાન અને પૂજાવાને યોગ્ય થઈ જવાની શક્તિ. (૪) ગરિમા – ઇચ્છાનુસાર મોટા અને ભારે થઈ જવાની શક્તિ. (૫) પ્રાપ્તિ – દૂરની વસ્તુને પાસે લાવવાની શક્તિ. (૯) પ્રાકામ્ય – બધી જ ઇચ્છા અવશ્ય પાર પડે જ એવી શક્તિ. (૭) ઈશિત્વ – બીજા ઉપર પ્રભુત્વ, સ્વામિત્વ કે સત્તા ધરાવવાની શક્તિ. (૮) વશિત્વ – બીજાને વશ કરવાની શક્તિ. (આઠ સિદ્ધિઓનાં આ નામોના ક્રમમાં કેટલાક ફેરફાર જુદા જુદા ગ્રંથોમાં જોવા મળે છે. વળી સિદ્ધિઓનાં નામોમાં અને પ્રકારોમાં પણ ફરક જોવા મળે છે.) નવકારમંત્રનાં નીચેનાં આઠ પદનું ધ્યાન ધરવાથી આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્રકારો જણાવે છે : (૧) નમો – અણિમા સિદ્ધિ. (૨) રિહંતા – મહિમા સિદ્ધિ. (૩) સિદ્ધાર્જ – ગરિમા સિદ્ધિ. (૪) ગારિયા – લધિમાં સિદ્ધિ. (૫) વનાવાળું – પ્રાપ્તિ સિદ્ધિ. (૯) સવ્વ સાહૂ – પ્રાકામ્ય સિદ્ધિ. (૭) પંઘ નમુક્કારો – ઈશિત્વ સિદ્ધિ. (૮) મંતા – વશિત્વ સિદ્ધિ. (૧) નમો – નમો એટલ નમસ્કાર, નમવાની ક્રિયા. જ્યાં સુધી અહંકારનો ભાર છે ત્યાં સુધી નમાતું નથી. એ ભાર નીકળી જાય છે ત્યારે ભાવપૂર્વક નમવાની ક્રિયા થાય છે. નમવાનો મનોભાવ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ નવકારમંત્રમાં સંપદા અણિમા એટલે અણુ જેટલા થઈ જવાની શક્તિ પ્રાપ્ત કરાવનારી સિદ્ધિ. નમો' પદનું ધ્યાન ધરતાં ધરતાં અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૨) હરિહંતાનું – અરિહંત પરમાત્મા પૂજાને પાત્ર ગણાય છે, એટલે કે એમનો મહિમા થાય છે. અરિહંત માટે “મર્દ' શબ્દ પણ પ્રયોજાય છે. અહંતુ એટલે યોગ્યતા ધરાવનાર અથવા મહિમા ધરાવનાર, ‘રિહંતાઈ' પદનું ધ્યાન ધરવાથી મહિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૩) લિદ્ધા – આ પદમાં રહેલા ત્રણે અક્ષરો ગુરુ છે. વળી સિદ્ધિપદ બધા પદોમાં સૌથી મોટું-ગુરુ છે અને ગૌરવ આપનારું છે એટલે સિદ્ધા પદનું ધ્યાન ગરિમા નામની સિદ્ધિ આપનારું છે. (૪) ઝારિયા – આચાર્ય ભગવંતો સમસ્ત વિશ્વના જીવોને ઉપદેશ આપવાને યોગ્ય છે. એટલે આચાર્ય ભગવંતો આગળ સમસ્ત જગત લઘુ છે. પોતાનામાં લધુતાનો ભાવ ધારણ કર્યા વગર આચાર્યનો ઉપદેશ ગ્રહણ થઈ શકતો નથી. એટલે ‘મારિયા' પદનું ધ્યાન ધરવાથી લઘિમા નામની સિદ્ધિ પ્રગટ થાય છે. (૫) વેન્નાયા – ઉવજ્જાય શબ્દ ૩૫, ૩ય અને સાથ એ ત્રણ શબ્દનો બનેલો છે. ૩૫ એટલે પાસે, ધ એટલે અંતઃકરણ અને કાય એટલે પ્રાપ્તિ અથવા મેળવવું. ઉપાધ્યાય પાસે સિદ્ધાંતનું અધ્યયન કરવાથી શ્રુત જ્ઞાનનો લાભ થાય છે. એટલે વMાયા પદનું ધ્યાન ધરવાથી “પ્રાપ્તિ' નામની સિદ્ધિ મળે છે. (૬) સવ્વ સાહૂM – સાહુ એટલે સાધુ એટલે સારા, ભલા. સાધુઓ પોતે પૂર્ણકામ (પૂર્ણ સંતોષી) હોય છે અને બીજાઓની ઇચ્છાઓને કે કાર્યોને સફળ કરી આપવામાં સહાયભૂત થાય છે. એટલે સબ સાદુળ પદનું ધ્યાન ધરવાથી “પ્રાકામ્ય' નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૭) પંઘ નમુક્કારો – પંચપરમેષ્ઠિનું સ્થાન સર્વોત્તમ છે. તેઓ જગતના જીવોને માટે સ્વામી જેવા ગણાય છે. એટલે “પં નમુક્કારો' પદના ધ્યાનથી “ઈશિત્વ' નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૮) મંતાઇi – સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ તે ધર્મ છે. ધર્મની સાચી આરાધના કરનારને સર્વ પ્રકારની અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે. અને બીજા જીવો પ્રેમથી તેમને વશ થઈને રહે છે, તથા તેમની આજ્ઞા ઉઠાવવા તત્પર Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ જિનતત્ત્વ બને છે. એટલે પદનું ધ્યાન ધરવાથી “વશિત્વ' નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વશિત્વ એ આઠમી સિદ્ધિ છે અને મંગલની સંખ્યા પણ આઠની ગણાવાય છે. અષ્ટમંગલ એટલા માટે જ કહેવાય છે. એટલે “વશિત્વ સિદ્ધિ મંગલાણં' સાથે સંખ્યાની દૃષ્ટિએ પણ અનુરૂપ ગણાય છે. આમ નવકારમંત્રમાં આઠ સંપદાઓ રહેલી છે અને એ મહામંત્રની આરાધના નિર્મળ ચિત્તથી પૂરી નિષ્ઠા અને ધ્યાનથી એકાગ્રતાપૂર્વક કરનારને આઠ સિદ્ધિ અપાવનાર છે એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. સર્વ મંત્રોમાં નવકારમંત્રનું સ્થાન એટલા માટે જ સર્વોપરી છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી જૈનોમાં નવકારમંત્રની અનાનુપૂર્વી ગણવાની પ્રણાલિકા બહુ પ્રાચીન સમયથી ચાલી આવી છે. ચિત્તને નવકારમંત્રમાં કેન્દ્રિત કરવા માટેની આ એક ઉત્તમ પ્રક્રિયા છે. નવકારમંત્રના પદસ્થ ધ્યાનની શરૂઆત કરવા માટે આ ઉપાય બહુ સહાયક નીવડે છે. ચંચળ વૃત્તિના બાળ જીવોને માટે તો ચિત્તને સ્થિર કરવાના અભ્યાસની દૃષ્ટિએ તે એક અસરકારક સાધન છે. આનુપૂર્વી અને અનાનુપૂર્વી એ બે શબ્દો મૂળ સંસ્કૃત શબ્દ અનુપૂર્વ ઉપરથી આવ્યા છે. “અનુ' એટલે પાસે, પાછળ, બાજુમાં, નીચે, નિયમિત. પૂર્વ' એટલે આગળનું અથવા પહેલાંનું. અનુ + પૂર્વ એટલે આગળપાછળનો નિયમિત વ્યવસ્થિત ક્રમ. આનુપૂર્વી-આનુપૂર્થ (પ્રાકૃત : “આણુપુથ્વી”) એટલે અનુક્રમ, પરિપાટી, પૌવપર્ય ભાવ અથવા વિશિષ્ટ રચના. શબ્દકોશમાં એના પર્યાયો આપતાં કહેવાયું છે : નાનુપૂર્વી અનુમોડનુરિપાટીતિ પર્યાયઃ || આિનુપૂર્વી એ કર્મસિદ્ધાંતની પરિભાષાનો એક શબ્દ પણ છે. નામકર્મની એક પ્રકૃતિ માટે તે વપરાય છે. જીવને જે ગતિનું આયુષ્ય ઉદયમાં આવ્યું હોય તે જ ગતિમાં લઈ જાય અને બીજી ગતિમાં જવા ન દે તેવા પ્રકારનું નામકર્મ તે આનુપૂર્વી નામકર્મ કહેવાય છે.] આનુપૂર્વી શબ્દ જૈન શાસ્ત્રોમાં વિવિધ સંદર્ભમાં વપરાયો છે. દસ પ્રકારની આનુપૂર્વ બતાવવામાં આવે છે, જેમાં નામ-આનુપૂર્વી, સ્થાપનાઆનુપૂર્વી, દ્રવ્ય-આનુપૂર્વી, ક્ષેત્ર-આનુપૂર્વી, કાળ-આનુપૂર્વી, ભાવ-આનુપૂર્વ વગેરે આનુપૂર્વીનો સમાવેશ થાય છે. આનુપૂર્વી એટલે જેમાં નિયમિત અનુક્રમ સચવાયેલો રહેલો હોય તે. એકથી દસની સંખ્યા લઈએ તો ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦માં Page #324 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૩૧૪ સળંગ નિયમિત ક્રમ રહેલો છે. એવી જ રીતે વિપરીત રીતે, છેલ્લેથી કે ઊંધેથી લઈએ તો ૧૦, ૯, ૮, ૭, ૬, ૫, ૪, ૩, ૨, ૧માં પણ સળંગ નિયમિત ક્રમ રહેલો છે. એટલે એ બંનેને આનુપૂર્વી કહી શકાય. આનુપૂર્વીના ત્રણ પેટાપ્રકારો બતાવવામાં આવે છે. (૧) મૂળથી નિશ્ચિત કરેલા અંત સુધી જે ક્રમ હોય છે તેને પૂર્વાનુપૂર્વી કહેવામાં આવે છે. એટલે કે એકથી દસ સુધીની સંખ્યા નિશ્ચિત કરી હોય (અથવા સંખ્યા વધારે કે ઓછી પણ કરી શકાય) અને તે ક્રમાનુસાર હોય તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય છે. (૨) આપેલી સંખ્યાને અંતથી મૂળ સુધી ક્રમાનુસાર ગોઠવવામાં આવી હોય તો તેને પશ્ચાનુપૂર્વી અથવા પશ્ચાતનુપૂર્વી (અથવા પશ્ચિમાનુપૂર્વી) કહે છે. ઉ. ત. દસથી એક સુધી ક્રમાનુસાર સંખ્યા હોય તો તેને પશ્ચાનુપૂર્વી અથવા પશ્ચાતનુપૂર્વી કહેવામાં આવે છે. (૩) યથાતથ આનુપૂર્વી (યથાતથાનુપૂર્વી) – જે આનુપૂર્વીમાં મરજી મુજબ ગમે ત્યાંથી શરૂ કરી ક્રમાનુસાર ગમે ત્યાં પૂરું કરવામાં આવે તો તે યથાતથ આનુપૂર્વી કહેવાય છે. ધારો કે સંખ્યા એકથી દસ સુધીની હોય પરંતુ તેમાં કોઈક વ્યક્તિ ત્રણ કે ચાર કે ગમે ત્યાંથી શરૂ કરી દસ સુધીમાં ગમે ત્યાં અટકે તો તે યથાતથ આનુપૂર્વી કહેવાય. ઉદાહરણ તરીકે ૨, ૩, ૪, ૫ અથવા ૫, ૬, ૭, ૮, ૯ અથવા ૮, ૯, ૧૦ એ યથાતથ આનુપૂર્વી કહેવાય. એવી જ રીતે ૯, ૮, ૭, ૯ અથવા ૭, ૬, ૫, ૪, ૩ જેવા વિપરીત ક્રમને પણ યથાતથ આનુપૂર્વી કહેવાય. અનાનુપૂર્વી એટલે આનુપૂર્વી નહિ તે. જેમાં આનુપૂર્વીનો ક્રમ સાચવવામાં આવ્યો ન હોય અથવા તે ક્રમને હેતુપૂર્વક બદલવામાં આવ્યો હોય તો તે અનાનુપૂર્વી બને છે. નવકારમંત્રના એકથી પાંચ અથવા એકથી નવ સુદીનાં પદના પૂર્વાનુપૂર્વી કે પશ્ચાનુપૂર્વીના ક્રમને સાચવવામાં ન આવે અને તેમાંથી જ બીજી કોઈ સંખ્યા વચ્ચે મૂકીને એ ક્રમને તોડવામાં આવે તો તે અનાનુપૂર્વી બને છે. ઉદાહરણ તરીકે ૧, ૩, ૩, ૪, ૫ અથવા ૫, ૪, ૩, ૨, ૧ એ બંને આનુપૂર્વી છે; પરંતુ ૧, ૩, ૪, ૨, ૫ અથવા ૩, ૨, ૪, ૫, ૧ એ અનાનુપૂર્વી છે. પૂર્વાનુપૂર્વી ફક્ત એક જ હોય છે. તેવી રીતે પશ્ચાનુપૂર્વી પણ ફક્ત એક જ હોય છે. પરંતુ અનાનુપૂર્વી સંખ્યા અનુસાર એક કરતાં વધુ હોય છે. આનુપૂર્વી વગર અનાનુપૂર્વી સંભવી ન શકે. અનાનુપૂર્વીના સમગ્ર એટલે કે કુલ સંખ્યાંકમાં આનુપૂર્વીનો સમાવેશ થઈ જાય છે. વસ્તુતઃ અનાનુપૂર્વીમાં બંને Page #325 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી ૩૧૫ છેડે આનુપૂર્વી જ હોય છે. પૂર્વાનુપૂર્વીની પ્રથમ સ્થાપના કર્યા પછી તેના આંકડાઓમાં ગાણિતિક પદ્ધતિએ એવા ક્રમાનુસાર ફેરફાર કરતા જવામાં આવે છે કે જેથી એક પણ વિકલ્પ અજાણતાં રહી ન જાય કે એક પણ વિકલ્પ ભૂલથી બેવડાય નહિ અને છેલ્લે અનાનુપૂર્વી પદ્માનુપૂર્વીમાં પૂરી થાય છે. એટલા માટે જ ગણિતની દૃષ્ટિએ અનાનુપૂર્વીમાં બંને આનુપૂર્વીનો સમાવેશ થઈ જાય છે. વિક્રમના પંદરમા શતકમાં થઈ ગયેલા મહાન જૈનાચાર્ય શ્રી સોમસુંદરસૂરિના તેજસ્વી શિષ્યરત્ન શ્રી જિનકીર્તિસૂરિ કહે છે : तत्थ पढमाणुपुवी चरमा पच्छाणुपुव्विया नेया । सेसा उ मज्झिमाओ अणाणुपुव्विओ सव्वाओ ।। [એમાં પ્રથમ ભંગસંખ્યા તે આનુપૂર્વી (પૂર્વાનુપૂર્વી) છે. છેલ્લી ભંગસંખ્યાને પશ્ચાનુપૂર્વી તરીકે જાણવી જોઈએ. મધ્યમાં આવેલી સર્વ ભંગસંખ્યા તે અનાનુપૂર્વી છે.] એટલા માટે જ ‘નવકારમંત્રની આનુપૂર્વી' એમ કહેવા કરતાં ‘નવકારમંત્રની અનાનુપૂર્વી' એમ કહેવું વધુ યોગ્ય છે. ‘નવકારમંત્રની આનુપૂર્વી' એમ કહેવાથી તો સીધો નવકારમંત્ર બોલવાનો જ અર્થ થશે. એમાં અનાનુપૂર્વીનો અર્થ નહિ આવે, પરંતુ અનાનુપૂર્વીમાં આનુપૂર્વીનો અર્થ પણ આવી જાય છે. આનુપૂર્વી સહિત અનાનુપૂર્વીની સંખ્યાને ગણિતની ભાષામાં permutation & combination કહેવામાં આવે છે. કોઈ પણ આપેલી સંખ્યાની આનુપૂર્વી સહિતની અનાનુપૂર્વીની કુલ સંખ્યા કાઢવી હોય તો તેની સાદી રીત એ છે કે પ્રત્યેક સંખ્યાનો ઉત્તરોત્તર ગુણાકાર કરતા જવું જોઈએ. અને છેલ્લે જે જવાબ આવે તે અનાનુપૂર્વીની કુલ સંખ્યા ગણાય. ૧ થી ૩ સુધીની અનાનુપૂર્વીની સંખ્યા કાઢવી હોય તો ૧ × ૨ × ૩= ૬ થાય. ૧ થી ૪ સુધીની સંખ્યાની અનાનુપૂર્વી કરવી હોય તો ૧ × ૨ × ૩ × ૪ = ૨૪ થાય. નવકારમંત્રનાં પાંચ પદની અનાનુપૂર્વી કરવી હોય તો ૧ × ૨ × ૩ × ૪ × ૫ = ૧૨૦ થાય. નવ પદની અનાનુપૂર્વી કરવી હોય તો ૧ × ૨ × ૩ ૪ ૪ × ૫ x ૩ x ૭ x ૮ x ૯ = ૩,૬૨,૮૮૦ થાય. Page #326 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ શ્રી જિનકીર્તિસૂરિએ વિ. સં. ૧૪૯૭માં શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારમહાસ્તોત્ર' (અથવા શ્રી નમસ્કારસ્તવ) નામની કૃતિમાં આનુપૂર્વીઅનાનુપૂર્વી ગણિતની દૃષ્ટિએ કેવી રીતે ક્રમાનુસાર, ભૂલચૂક વગર બનાવવામાં આવે છે તે અઘરા વિષયની બહુ જ વિગતવાર સમજણ આપી છે. જૈન શાસ્ત્રકારોએ આવા ગાણિતિક વિષયમાં પણ કેટલું ઊંડાણથી વ્યવસ્થિત મનન-નિરૂપણ કર્યું છે તે આ કૃતિ જોવાથી જણાશે. ૩૧૩ નવકારમંત્રનાં પાંચ પદની અનાનુપૂર્વી કે નવપદની ૩૬૨૮૮૦ અનાનુપૂર્વી બનાવવાની હોય તો બે અનાનુપૂર્વી સરતચૂકથી એકસરખી ન થઈ જાય અથવા કોઈ અનાનુપૂર્વી ભૂલમાં રહી ન જાય તે માટે ઘણી ચીવટ રાખવી પડે. જો ગાણિતિક પદ્ધતિ પ્રમાણે ક્રમાનુસાર અનાનુપૂર્વીના કોઠાઓ બનાવવામાં આવે તો એક પણ કોઠો રહી ન જાય અને ભૂલચૂક થાય નહિ. શ્રી જિનકીર્તિસૂરિએ ક્રમાનુસાર કોઠા બનાવવા માટે નીચે પ્રમાણે ગાણિતિક પદ્ધતિ દર્શાવી છે. તેઓ લખે છે : अणुव्विभंगहिट्ठा जिट्ठट्ठविअग्गओ उवरि सरिसं । पूव्विं जिट्ठाइकमा मुत्तुं समयभेयं । । [આનુપૂર્વીના ભંગની નીચે આવતી પંક્તિમાં પ્રથમ જ્યેષ્ઠ અંકની સ્થાપના કરો, તે પછીના અંકોમાં ઉપ૨ પ્રમાણે નીચે સમાન અંકની સ્થાપના કરો, તથા સમયભેદને છોડીને બાકીના અંકોની જ્યેષ્ઠાદિ ક્રમથી (ખાલી પડેલી જગ્યામાં) પૂર્વ બાજુથી સ્થાપના કરો.] અહીં જ્યેષ્ટ અંક એટલે સંખ્યાની દૃષ્ટિએ મોટો અંક એવો અર્થ લેવાનો નથી, પણ ક્રમની દૃષ્ટિએ પૂર્વનો અંક એવો લેવાનો છે, જેમ કે ૧, ૨, ૩, ૪, ૫ વગેરે અંકોમાં ૫નો જ્યેષ્ઠ ૪ છે, ૪નો જ્યેષ્ઠ ૩ છે, ૩નો જ્યેષ્ઠ ૨ છે, ૨નો જ્યેષ્ઠ ૧ છે. એકનો જ્યેષ્ઠ કોઈ નથી. એટલે તેની જગ્યા ખાલી પડે. હવે ઉદાહરણ તરીકે ૧ થી પની અનાનુપૂર્વી કરવી હોય તો પ્રથમ આનુપૂર્વી ૧, ૨, ૩, ૪, ૫ મૂકવી. પછી તેની નીચે ઉપરના નિયમ પ્રમાણે પંક્તિ મૂકવી. એટલે ૧ની નીચેની જગ્યા ખાલી રહેશે, કારણ કે એકનો જ્યેષ્ઠ કોઈ નથી. ૨ની નીચે જ્યેષ્ઠ ૧ આવશે, પછી ૩, ૪, ૫ ઉપરના ક્રમ પ્રમાણે Page #327 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી આવશે. હવે વધેલો અંક તે ૨ છે; પૂર્વ બાજુથી ખાલી પડેલી જગ્યા ૧ની નીચે છે. ત્યાં ૨નો અંક મૂકવો. આ રીતે અનાનુપૂર્વી થશે ૨, ૧, ૩, ૪, ૫. હવે તે પછીની અનાનુપૂર્વી કરવી હોય તો તેની નીચે ઉપરના નિયમ પ્રમાણે આંકડાઓ મૂકીને ક૨વી. પરંતુ તેમાં ‘સમયભેદ' છોડી દેવાનો. સમયભેદ એટલે અગાઉ આવી ગયેલી અનાનુપૂર્વી જેવો સરખો ક્રમ. એકની નીચે ખાલી પડેલી જગ્યા તથા સમયભેદની ખાલી પડેલી જગ્યામાં વધેલા અંકો પૂર્વ બાજુથી જ્યેષ્ઠાદિ ક્રમથી ગોઠવવાના રહે છે. આ રીતે એક પછી એક અનાનુપૂર્વી બનાવતા જઈએ એટલે છેલ્લે પશ્ચાનુપૂર્વી આવે, જેમ કે ૧, ૨, ૩, ૪, ૫ની પશ્ચાનુપૂર્વી ૫, ૪, ૩, ૨, ૧ આવે. આવી રીતે ગમે તેટલા આંકડાની અનાનુપૂર્વી બનાવી શકાય. અલબત્ત, એમાં જેમ એક એક આંકડો વધતો જાય તેમ અનાનુપૂર્વીની સંખ્યા, કૂદકે કૂદકે વધતી જાય. એ કૃતિમાં શ્રી જિનકીર્તિસૂરિ આગળ લખે છે : गाईण पयाण गणअन्ताणं परोप्परं गुणणे । अणुपुव्विप्पमुहाणं भंगाणं हुंति संखाओ ।। [ગણપર્યન્ત એક વગેરે પદોના સંખ્યાંકનો પરસ્પર ગુણાકાર કરવાથી આનુપૂર્વી વગેરેની (અનાનુપૂર્વી સહિત) ભંગસંખ્યા થાય છે.] વળી, તેઓ સમજાવે છે કે : एगस्स एग मंगो दोहं दो चैव तिन्ह छब्भंगा । चउवीसं च चउण्हं विसुत्तरसयं च पंचण्हं । । सत्त य सयाणि वीसा छण्हं पणसहस्स चत सत्तण्हं । चालीस सहस्स तिसया वीसुत्तरा हुंति अट्टहं । । लक्खतिगं बास्टठी सहस्स अट्ठ य खयाणि तह असिई । नवकार नवपयाणं मंगयसंखा उ सव्वा उ ।। ૩૧૭ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ જિનતત્ત્વ [એકનો ભંગ એક છે; બેના બે છે; ત્રણના ભંગ છ છે; ચારના ભંગ ચોવીસ છે અને પાંચના ભંગ એકસો વીસ છે. છના ભંગ સાત સો વીસ છે; સાતના પાંચ હજાર ચાલીસ છે. આઠના ચાલીસ હજાર ત્રણ સો વીસ ભંગ છે. અને નવકારનાં નવ પદોની ભંગસંખ્યા ત્રણ લાખ બાસઠ હજાર આઠ સો એંસી થાય છે.] (ગણિતની દૃષ્ટિએ – permutation & combinationની દષ્ટિએ એકની સંખ્યાનો જવાબ એક છે અને ૧ X ૨નો જવાબ બે છે. એ બંને આનુપૂર્વી જ થશે છતાં તેની અનાનુપૂર્વમાં પણ ગણના કરવી હોય તો થઈ શકે છે.) ૧ અને ૨ એ બે જ સંખ્યા લેવામાં આવી હોય તો તેમાં ફક્ત પૂર્વાનુપૂર્વી ૧, ૨ થશે અને પશ્ચાનુપૂર્વી ૨, ૧ થશે, પરંતુ તેમાં અનાનુપૂર્વી નહિ થઈ શકે. એટલે કે નમો અરિહંતાણ અને નમો સિદ્ધાણં એ બે પદનો જ જો જાપ કરવો હોય તો આનુપૂર્વીપૂર્વક જાપ થશે. તેના જાપમાં અનાનુપૂર્વી નહિ આવી શકે, કારણ કે અનાનુપૂર્વી માટે ઓછામાં ઓછી ત્રણ સંખ્યાની આવશ્યકતા રહે છે. ૧ થી ૩ સુધીની સંખ્યામાં ૧, ૨, ૩ એ પૂર્વાનુપૂર્વ અને ૩, ૨, ૧ એ પશ્ચાનુપૂર્વી ઉપરાંત ૨, ૧, ૩; ૨, ૩, ૧; ૩, ૧, ૨ અને ૧, ૩, ૨ એ ચાર અનાનુપૂર્વી થશે. આમ ૧ થી ૩ સુધીની સંખ્યામાં બે આનુપૂર્વી અને વધુમાં વધુ ચાર અનાનુપૂર્વી થઈ શકે એટલે કે એકથી ત્રણ સુધીની સંખ્યાની કુલ અનાનુપૂર્વી (ગણિતની દૃષ્ટિએ આનુપૂર્વી સહિત) છ થાય છે. નવકારમંત્રનાં પ્રથમ પાંચ પદ લીધાં હોય અને તે ક્રમાનુસાર હોય એટલે કે નમો અરહિંતાણ, નમો સિદ્ધાણે, નમો આયરિયાણ, નમો ઉવજ્જાયાણં, નમો લોએ સવ્વ સાહૂણં એ પ્રમાણે ક્રમ હોય તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય. અને વિપરીત ક્રમ હોય, છેલ્લેથી હોય, એટલે કે નમો લોએ સવ્વ સાહુણ, નમો ઉવજ્જાયાણ, નમો આયરિયાણં, નમો સિદ્ધાણે, નમો અરિહંતાણં - એ પ્રમાણે ક્રમ હોય તો તે પશ્ચાનુપૂર્વી કહેવાય. એવી જ રીતે નવકારમંત્રનાં નવ પદ હોય તો નમો અરિહંતાણંથી ક્રમાનુસાર પઢમં હવઈ મંગલમ્ સુધીનો ક્રમ પૂર્વાનુપૂર્વી કહેવાય અને પઢમમ્ હવઈ મંગલમથી નમો અરિહંતાણ સુધીનો ક્રમ પશ્ચાનુપૂર્વી કહેવાય. એકથી પાંચ સુધીનાં અથવા એકથી નવ સુધીનાં પદમાંથી અધવચ ગમે Page #329 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી ૩૧૯ ત્યાંથી શરૂ કરીને ક્રમાનુસાર આગળ કે ક્રમાનુસાર પાછળ બોલવામાં આવે તો તેને યથાતથાનુપૂર્વી કહેવામાં આવે છે, જેમ કે નમો આયરિયાણં, નમો ઉવાયાણ, નમો લોએ સવ્વ સાહુર્ણ, એસો પંચ નમુક્કારો, સબ પાવ પણાસણો – એટલાં પદ ક્રમાનુસાર લીધાં હોય અથવા એસો પંચ નમુક્કારો, નમો લોએ સવ્વ સાહૂણ, નમો ઉવજ્જાયાણું – એટલાં પદ વિપરીત ક્રમાનુસાર લીધાં હોય તો તે યથાતથ આનુપૂર્વી કહેવાય. એના આવા બીજા કેટલાક વિકલ્પો પણ સંભવી શકે. જેમ નવકારમંત્રમાં તેમ ચોવીસ તીર્થંકરોનાં નામોમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવથી શરૂ કરી ચોવીસમા મહાવીર સ્વામી સુધીનાં નામ ક્રમાનુસાર બોલવામાં આવે તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય. મહાવીર સ્વામીથી શરૂ કરી, પાર્શ્વનાથ, નેમિનાથ, નમિનાથ એમ ક્રમાનુસાર બોલતા જઈ પ્રથમ તીર્થંકર ઋષભદેવ સુધી બોલવામાં આવે તો તે પશ્ચાનુપૂર્વી કહેવાય અને અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ એમ વચ્ચેથી ગમે ત્યાંથી ક્રમાનુસાર બોલવામાં આવે અથવા વિપરીત ક્રમાનુસાર વચ્ચેથી બોલવામાં આવે તો તે યથાતથાનુપૂવ કહેવાય. નવકારમંત્રનાં નવ પદની અનાનુપૂર્વીની સંખ્યા ઘણી બધી મોટી હોવાથી પાંચ પદની આખી અનાનુપૂર્વ ગણવાનું સરળ છે. એક કોઠામાં પાંચ અનાનુપૂર્વી ગોઠવી હોય એવી રીતે ૨૪ કોઠાની અંદર પાંચ પદની અનાનુપૂર્વી આપી શકાય છે, અને તેનું જપધ્યાન કરવાનું સરળ બને છે. ચોવીસ તીર્થકરોની દર્શન ચોવીસીની પુસ્તિકામાં પ્રત્યેક તીર્થકર સાથે એક એવા ચોવીસ કોઠાઓ આપવામાં આવે છે. જો એક કોઠામાં છ અનાનુપૂર્વી આપવામાં આવે તો એવા વીસ કોઠામાં પાંચ પદની આખી અનાનુપૂર્વી આવી જાય. વીસ વિહરમાન જિનેશ્વરો સાથે આવા વીસ કોઠા ગોઠવી શકાય. કેટલાક મહાત્માઓ નવ પદની ૩,૩૨,૮૮૦, અનાનુપૂર્વીના ૪૦૩૨૦ કોઠા તૈયાર કરી તે પ્રમાણે નવકારમંત્રનું સંપૂર્ણ અનાનુપૂર્વીપૂર્વક ધ્યાન ધરે છે. અનાનુપૂર્વના કોઠામાં જ્યાં ૧નો સંખ્યાંક હોય ત્યાં પ્રથમ પદ “નમો અરિહંતાણં ” બોલવું, જ્યાં ૨ હોય ત્યાં “નમો સિદ્ધાણં' બોલવું; જ્યાં ૩ હોય ત્યાં “નમો આયરિયાણં', જ્યાં ૪ હોય ત્યાં “નમો ઉવજ્જાયાણ અને જ્યાં ૫ હોય ત્યાં “નમો લોએ સવ્વ સાહૂણ' બોલવું. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ જિનત જો નવ પદની અનાનુપૂર્વીનો કોઠો હોય તો જ્યાં ૬ હોય ત્યાં “એસો પંચ નમુક્કારો', ૭ હોય ત્યાં “સબ પાવપ્પણાસણો', ૮ હોય ત્યાં “મંગલાણં ચ સવ્વસિ” અને ૯ હોય ત્યાં “પઢમં હવઈ મંગલમ્' બોલવું. નમૂનારૂપ પાંચ પદની અનાનુપૂર્વીનો આરંભનો અને અંતનો એક એક કોઠો નીચે આપવામાં આવ્યો છે. એવા બીજા બાવીસ જુદા જુદા કોઠા (કુલ ચોવીસ કોઠામાં ૧૨૦ અનાનુપૂર્વી) થાય છે. નવકારમંત્રનાં પાંચ પદની પાંચ બંગસંખ્યાવાળો સૌથી પહેલો કોઠો નીચે પ્રમાણે છે, જેમાં પ્રથમ ભંગસંખ્યા તે પૂર્વાનુપૂર્વી છે. જુઓ : ૨ ૩ ૪ ૫ في م می ه م به xxxxx می به به ૧ ૨ ૨ ૧ ૫ જ ! નવકારમંત્રનાં પાંચ પદની પાંચ ભંગસંખ્યાવાળો સૌથી છેલ્લા ચોવીસમો કોઠો નીચે પ્રમાણે છે, જેમાં છેલ્લી ભંગસંખ્યા પચ્યાનુપૂર્વી છે. જુઓ : ૩ ૫ ૨ ૧ ૫ ૪ ૨ ૧ ૨ ૩ ૪ ૨ ૧ ૪ ૫ ૩ ૨ ૧ ૫ ૪ ૩ ૨ ૧ છે ર Page #331 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી ૩૨૧ | ૩ ૦ ૦ ૦ નવકારમંત્રનાં પાંચ પદની જેમ નવ પદની ૩૬૨૮૮૦ અનાનુપૂર્વીના ૪૦૩૨૦ કોઠા થાય, જેમાં નમૂનારૂપ નીચે એક કોઠો આપ્યો છે, જેમાં પ્રથમ ભંગસંખ્યા તે પૂર્વાનુપૂર્વી છે. જુઓ : ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૨ ૧ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧ ૩ ૨ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૩ ૧ ૨ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૨ ૩ ૧ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૩ ૨ ૧ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧ ૨ ૪ ૩ ૫ ૬ ૭ ૮ ૯ ૨ ૧ ૪ ૩ ૫ ૬ ૭ ૮ ૯ ૧ ૪ ૨ ૩ ૫ ૬ ૭ ૮ ૯ ૦ જ ૦ ૦ જ જ ૪ - - • • ૦ બ જ ૦ - છ છ છ છ છ vvvvvvvvv છ છ ) ક જ એક પણ પંક્તિ બેવડાય નહિ કે એક પણ રહી ન જાય એ રીતે નવ સંખ્યાના આમ ૪૦૩૨૦ કોઠા બનાવી શકાય, જેમાં છેલ્લા કોઠામાં છેલ્લી પંક્તિ તે પશ્ચાનુપૂવ ૯, ૮, ૭, ૯, ૫, ૪, ૩, ૨, ૧ હોય. ખરેખર આટલા બધા કોઠા બનતા હશે કે કેમ તે સામાન્ય માણસના માન્યામાં ન આવે એવી વાત છે, પરંતુ ઉચ્ચ ગણિતના નિષ્ણાત માણસોને પૂછવાથી આ વાતની પ્રતીતિ થશે. - અનાનુપૂર્વીનો કોઠો નજર સામે રાખી જાપ કરવાનો હોય તો આડી લીટી પ્રમાણે ડાબી બાજુથી જમણી બાજુના સંખ્યાંક પ્રમાણે જાપ કરવાથી પાંચ પરમેષ્ઠિનો જાપ આવી જશે. ઊભી લીટી પ્રમાણે ઉપરથી નીચે સુધીનો સંખ્યાંક લેવા જતાં પદનો જાપ નહિ થાય. તે પાંચ પદની અનાનુપૂર્વી નહિ બને અને કેટલાક કોઠાની છેલ્લી ઊભી લીટીમાં તો એક જ પદનું પુનરાવર્તન થશે. (વિશેષ પ્રયોગ તરીકે તેમ કરવામાં આવે તો તે જુદી વાત છે.) એકથી પાંચ સુધીનાં પદમાં પ્રત્યેક પદ માટે તેનો સંખ્યાંક આપવામાં આવે છે અને તે સંખ્યાંક પ્રમાણે પદ બોલવાનું હોય છે. ઉદાહરણ તરીકે ૨, ૩, ૫, ૧, ૪ એ પ્રમાણે સંખ્યા આપેલી હોય તો તે વાંચતી વખતે તેના અનુક્રમે Page #332 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો લોએ સવ્વ સાહુણં, નમો અરિહંતાણં અને નમો ઉવજ્ઝાયાણં એ પ્રમાણે બોલવું જોઈએ. દરેક સંખ્યા સાથે કયું પદ રહેલું છે એ યાદ કરવામાં ચિત્ત પરોવાઈ જાય છે, એટલે કે ચિત્ત બહાર અન્ય વિચારોમાં ઓછું ભટકે છે અથવા ભટકતું બંધ થઈ જાય છે. પૂર્વાનુપૂર્વી અનુસાર સીધા ક્રમમાં જ્યારે જાપ કરવામાં આવે છે ત્યારે તે જાપ યંત્રવત્ બની જવાનો સંભવ વધુ રહે છે. જીભ માત્ર રટણ કરતી હોય અને ચિત્ત તો ક્યાંય બહાર અન્ય વિષયોમાં કે વિચારોમાં ભટક્યા કરતું હોય એવું બને છે. એવા ચંચળ ચિત્તને નવકારમંત્રમાં કેન્દ્રિત કે સ્થિર કરવા માટે અનાનુપૂર્વીની પદ્ધતિ સર્વોત્તમ છે. એટલા માટે જ અનાનુપૂર્વી ગણવાનો મહિમા ઘણો બધો દર્શાવવામાં આવ્યો છે. એથી ચિત્તની ઉપયોગશક્તિ ક્રમે ક્રમે વધતી જાય છે, જે એને કર્મબંધન છેદવામાં ઉપકારક નીવડે છે. શ્રી જિનકીર્તિસૂરિજી મહારાજ અનાનુપૂર્વીનું માહાત્મ્ય સમજાવતાં કહે છે : ૩૨૨ इय अणुपुव्वीप्पमुहे भंगे सम्मं विआणिउं जोउ । भावेण गुणइ निच्चं, सो सिद्धिसुहाई पावेइ । । १ । । जं छम्मासियवरिसिअ - तवेण तिव्वेण झिज्झए पावं । नमुक्कार अणणुपुवी - गुणणेण तयं खणद्वेण । । २ ।। जो गुणइ अणणुपुव्वी, भंगे सयले वि सावहाणमणा । दढरोसबेरिंएहिं वद्धोवि स मुच्चए सिंग्धं ॥ ३ ॥ एएहिं अभिमंतिअ, वासेणं सिरिसिरिवत्तमित्तेण । साइणिभूअप्पमुहा, नासंति खणेण सव्वगहा । ।४ ।। अन्नेवि अ उवसग्गा, रायाइभयाइं दुट्टरोगा य । नवपय अणणुपुवी, गुणणेण जंति उवसामं । । ५ । । तवगच्छं मंडणाणं सीसो सिरि सोमसुंदर गुरुणं । परमपय संपयत्थी जं पइ नव पय थुयं एयं । । ६ ।। पञ्चनमुक्कार थुय एयं सयं करंति संझमवि । जोझएइ लहहसो जिणकित्तिअमहिमसिद्धि सुहं ॥ ७ ॥ Page #333 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી ૩૨૩ શ્રિી પંચ પરમેષ્ઠિ નમસ્કારના આનુપૂર્વી આદિ ભંગોને સારી રીતિએ સમજીને ભાવપૂર્વક પ્રતિદિન ગણે છે, તે આત્મા સિદ્ધિસુખોને પ્રાપ્ત કરે છે. જે પાપ છ-માસિક કે વાર્ષિક ભારે તપ કરવાથી નાશ પામે છે, તે પાપ નમસ્કારની અનાનુપૂર્વી ગણવાથી અર્ધક્ષણમાં નાશ પામે છે. જે મનુષ્ય સાવધાન મનવાળો બનીને અનાનુપૂર્વીના સર્વ ભંગોને ગણે છે, તે મનુષ્ય અતિશય ક્રોધાયમાન એવા વૈરીઓ વડે બંધાયેલો હોય તો પણ શીઘ મુક્ત થઈ જાય છે. નવકારમંત્રથી અભિમંત્રિત “શ્રી શ્રીવત્ત' (શ્રીવેઝ) નામના વાસક્ષેપથી શાકિની, ભૂત, સર્વ દુષ્ટ ગ્રહો આદિ એક ક્ષણ માત્રમાં શમી જાય છે. બીજા પણ ઉપસર્ગો (ઉપદ્રવો), રાજા આદિના ભય તથા દુષ્ટ રોગ શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્રની અનાનુપૂવને ગણવાથી શાંત થઈ જાય છે. તપગચ્છના મંડનરૂપ શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય પરમપદરૂપ સંપત્તિના અભિલાષી થઈને આ નવપદસ્તોત્રનું કથન કર્યું છે. પંચ નમસ્કાર સ્તોત્રનું સંયમમાં તત્પર થઈને જે પઠન કરે છે તથા ધ્યાન ધરે છે તે એવું સુખ પ્રાપ્ત કરે છે કે જેનો મહિમા જિનેશ્વર ભગવાનોએ વર્ણવેલો છે.] અનાનુપૂર્વીનો મહિમા દર્શાવતાં આ જ પ્રમાણે ગુજરાતીમાં કહેવાયું છે : અણાણુપૂર્વી ગણજ્યો જોય, છ માસી તપનું ફળ હોય; સંદેહ નવ આણો લગાર, નિર્મળ મને જપો નવકાર. શુદ્ધ વસ્ત્ર ધારી વિવેક, દિન દિન પ્રત્યે ગણવી એક એમ અણાણુપૂર્વી જે ગણે, તે પાંચસે સાગરનાં પાપ હશે. Page #334 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ મંત્રશિરોમણિ નવકારમંત્રના આપ્યંતર સ્વરૂપનો મહિમા તો અપરંપાર છે, પરંતુ એના બાહ્ય સ્વરૂપનો, એનાં પદ અને અક્ષરનો મહિમા પણ ઓછો નથી. મનુષ્ય પોતાના મુખનાં કંઠ, જીભ, હોઠ, તાળવું, પડજીભ, દાંત વગેરે અવયવોની સહાય દ્વારા જુદા જુદા ધ્વનિઓનું ઉચ્ચારણ કરે છે. એવા કેટલાક ધ્વનિઓ માટે સાંકેતિક કે પ્રતીકાત્મક સંજ્ઞા તરીકે વર્ણ અથવા અક્ષર લખાય છે. પ્રત્યેક વર્ણમાં પોતાનામાં જ કંઈક અર્થબોધ કરવાની વિશિષ્ટ શક્તિ રહેલી છે. એને લીધે એવા વર્ણો પોતે પણ શબ્દ સમાન ગણાય છે. એવા કેટલાયે એકાક્ષરી શબ્દો છે કે જેના એક કરતાં વધુ અર્થ થાય છે. જુા જુદ અક્ષરો મળીને શબ્દ થાય છે. સ્વર-વ્યંજનયુક્ત આવા કેટલાય શબ્દોના પણ એક કરતાં વધુ અર્થ થાય છે. કેટલાક શબ્દોમાં એક વાક્ય જેટલી શક્તિ રહેલી હોય છે. શબ્દસમૂહ દ્વારા એક વાક્યની રચના થાય છે. વાક્ય દ્વારા સવિશેષ, સવિસ્તર, સુનિશ્ચિત અર્થ વ્યક્ત કરી શકાય છે, પણ તે માટે શબ્દ ઉપર પ્રભુત્વ જોઈએ. અન્યથા વધુપડતા શબ્દો દ્વારા અર્થની વધુ ગૂંચવણ કે સંદિગ્ધતા પણ જન્મી શકે છે. ‘શબ્દને શું વળગી રહો છો? શબ્દના ઉચ્ચારણ કરતાં એના અર્થનું અને તેથી પણ વધુ તો તેના ભાવનું મહત્ત્વ છે' આવું કહેતાં કેટલાકને આપણે સાંભળીએ છીએ. એક અપેક્ષાએ આ બહુ જ સાચું છે, પણ બીજી અપેક્ષાએ શબ્દનું પણ એટલું જ મૂલ્ય છે. વળી શબ્દ કરતાં પણ તેના ઉચ્ચારનારનું એથી પણ વધુ મહત્ત્વ છે. એકનો એક શબ્દ એક સામાન્ય કે અધમ માણસે ઉચ્ચાર્યો હોય અને તે જ શબ્દ કોઈ રાષ્ટ્રની સર્વસત્તાધીશ વ્યક્તિએ જાહે૨માં ઉચ્ચાર્યો હોય અથવા કોઈ તપસ્વી, જ્ઞાની સંતમહાત્માએ ઉચ્ચાર્યો હોય તો તે દરેકના પ્રભાવમાં ઘણો ફરક પડે છે. જો મહાત્માઓની સામાન્ય વાતચીતના શબ્દોનો Page #335 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રનું પદાર સ્વરૂપ ૩૨૫ આટલો બધો પ્રભાવ પડતો હોય છે તો મહાત્માઓમાં પણ જે મહાત્મા ગણાતા હોય તેવા સાધક મનીષી મહાપુરુષોએ વિશિષ્ટ, ઉચ્ચ, કલ્યાણકારી પ્રયોજનપૂર્વક અક્ષરોનું ઉચ્ચારણ કર્યું હોય તો તે અક્ષરોનું મૂલ્ય કેટલું બધું વધી જાય! એવા અક્ષરો સંખ્યામાં ઝાઝા નથી હોતા, પણ તેની શક્તિ અદ્ભુત હોય છે. એ અક્ષરો મંત્રરૂપ બની જાય છે. અર્થની અપેક્ષા વગર પણ એ અક્ષરોનું ઉચ્ચારણ સમર્થ અને શક્તિસ્વરૂપ હોય છે. એ અક્ષરોના ધ્વનિતરંગોમાં રહેલા અકળ સામર્થ્યને કારણે જ તે મંત્રરૂપ બની જાય છે. મંત્રવિદ્યા એ એક ગૂઢ વિદ્યા ગણાય છે. મંત્રમાં એટલા માટે અક્ષરોનું ઘણું મહત્ત્વ છે. એટલા માટે જ કહેવાય છે કે નિર્વાનમાં નાતિ અથવા નાજ્યનાં મંત્રમ – એટલે કે નિબજ (મંત્રશક્તિરહિત) એવો કોઈ અસર નથી અને અસરરહિત કોઈ મંત્ર નથી. આમ, શબ્દના અર્થનું કે ભાવનું મહત્ત્વ સ્વીકારાયું છે. મંત્રાલરોમાં તદુપરાંત જો ભાવની વિશદ્ધિ પણ વણાઈ જાય તો પછી તેની શક્તિની તો વાત જ શી કરવી! નવકારમંત્ર એ મંત્ર છે. આપણે જોયું તેમ, મંત્રમાં અક્ષરનું ઘણું મહત્ત્વ હોય છે. સામાન્ય લખાણ કે વાતચીતમાં માત્ર અક્ષરનો જ નહિ, શબ્દોનો પણ વિસ્તાર હોય છે. મંત્ર અક્ષરની દૃષ્ટિએ સઘન હોય છે. પ્રત્યેક અક્ષરનું વિશિષ્ટ પ્રયોજન અને મહત્ત્વ હોય છે. મંત્રમાં અક્ષરનો અનાવશ્યક ઉપયોગ ન હોય. મંત્રના અવરોને વેડફી નાખી શકાય નહિ, કારણ કે એથી મંત્રની શક્તિ ઘટે છે અને કાર્યસિદ્ધિમાં વિલંબ થાય છે અથવા તે નિષ્ફળ નીવડે છે. એટલા માટે અલરને મંત્રદેવતાના દેહ તરીકે માનવામાં આવે છે. મંત્રની રચના મંત્રદ્રષ્ટાઓ કરતા હોય છે. તેઓ પ્રત્યેક અક્ષરનાં સ્વરૂપ, ધ્વનિતરંગ, સૂક્ષ્મ રંગ, રહસ્ય, શક્તિ ઇત્યાદિને પોતાના અતીન્દ્રિય અનુભવ દ્વારા જાણતા હોય છે. અને તેથી તેઓ મંત્રમાં પરિણામની દૃષ્ટિએ એટલે કે ઇષ્ટફલની દષ્ટિએ અવરોનું સંયોજન કરે છે. નવકારમંત્ર અનાદિ સિદ્ધ મનાયો છે. તે મંત્ર સ્વરૂપ હોવાને કારણે તેમાં પણ પ્રત્યેક અક્ષરનું મહત્ત્વ સ્વીકારાયું છે. નવકારમંત્રનો એક એક અક્ષર ઘણા બધા અર્થો અને ભાવોથી સભર છે. અક્ષર ઉપરાંત તેના પ્રત્યેક શબ્દમાં પણ ઘણા અર્થો અને ભાવો રહેલા છે. એટલે જ નવકારમંત્રના શબ્દોના અર્થનું વિવરણ કરતા જઈએ અને તે વિવરણનું પણ વિવરણ એમ ઉત્તરોત્તર કરતા જઈએ તો ચૌદ પૂર્વ જેટલું લખાણ થાય. એટલા માટે જ નવકારમંત્રને ચૌદ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ જિનતત્ત્વ પૂર્વના સાર તરીકે ઓળખાવવામાં કોઈ અતિશયોક્તિ થયેલી નથી. વળી, નવકારમંત્રમાંથી પ્રણવ, માયા, અહ વગેરે પ્રભાવશાળી મંત્ર બીજાક્ષરોની ઉત્પત્તિ થઈ છે એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. એટલે નવકારમંત્ર એ મંત્રોનો પણ મંત્ર છે, મહામંત્ર છે એમ સ્વીકારાયું છે. મંત્રમાં અક્ષરોના ઉચ્ચારણમાં પ્રમાદ કે શિથિલતા ન ખપે. “ચાલશે” એવી વૃત્તિ કે વલણ મંત્રસાધનામાં ન ચાલે. અક્ષર એ મંત્રદેવતાનો દેહ હોવાથી ઉચ્ચારણમાં જો ઓછુંવતું થાય કે અક્ષરો ચૂકી જવાય તો તેથી મંત્રદેવતાનું શરીર વિકૃત થાય છે એવી માન્યતા છે. એ માટે બે વિદ્યાસાધકોનું દૃષ્ટાંત અપાય છે. ગુરુએ તેમને ગુપ્ત વિદ્યા આપી અને તેની આમ્નાય - સાધનાની રીત - પણ શીખવી. તે અનુસાર તેઓ બંનેએ વિદ્યાદેવીની સાધના કરી. પરંતુ એથી જે વિદ્યાદેવીઓ તેમને પ્રત્યક્ષ થઈ તેમાંની એક લાંબા દાંતવાળી દેખાઈ અને બીજી એક આંખે કાણી દેખાઈ. આથી તેમને આશ્ચર્ય થયું. તરત એમને પોતાની ભૂલ સમજાઈ કે અક્ષરોના ઉચ્ચારણમાં કંઈક ફરક પડ્યો હોવો જોઈએ. તેઓએ ફરીથી મંત્રનો પાઠ અક્ષરની દષ્ટિએ બરાબર શુદ્ધ કર્યો. એથી વિદ્યાદેવીઓ ફરીથી પોતાના મૂળ સુંદર સ્વરૂપે પ્રગટ થઈ. મંત્રમાં અક્ષરો અને તેના સંયોજનનું તથા તેની પાઠશુદ્ધિનું કેટલું મહત્ત્વ છે, તે આ દૃષ્ટાંત પરથી સમજાશે. જુદા જુદા કેટલાક મંત્રો એના અક્ષરોની સંખ્યાથી પણ સુપ્રસિદ્ધ થયા છે. પંચાક્ષરી, સપ્તાક્ષરી, અષ્ટાક્ષરી, ષોડશાલરી વગેરે મંત્રોની જેમ નવકારમંત્ર અડસઠ અક્ષરોથી જાણીતો છે. મંત્રોના અક્ષરોની સંખ્યા સુનિશ્ચિત અને સુપ્રસિદ્ધ હોવાથી મંત્રમાં તેની વધઘટ થવાનો સંભવ રહેતો નથી. નવકારમંત્ર એના અડસઠ અક્ષરથી તેમ જ નવ પદથી સુપ્રસિદ્ધ છે. નવનો સંખ્યાંક અખંડિત અને શુકનવંતો મનાયો છે. ગુણાકાર, ભાગાકાર વગેરે ગણિતના પ્રયોગોમાં પણ તે છેવટે નવ ઉપર આવીને રહે છે. નવકારમંત્રના નવ પદનો મહિમા વર્ણવતાં વચનો પણ ઘણાં છે. ઉ. ત., નવ પદ એનાં નવનિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે. નવ પદ એ છે નવે નિધાન, સેવો હૃદયે ધરી બહુમાન. Page #337 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ૩૨૭ નવ પદ ધ્યાને દુઃખ વિસરાઈ, પગ પગ ઋદ્ધિ સુખ વિશાળ. નવકારમંત્રના એક પદનો, બે પદનો, ત્રણ પદનો, પાંચ પદનો અને નવ પદનો એમ જુદી જુદી દૃષ્ટિએ મહિમા દર્શાવવામાં આવ્યો છે. પહેલાં પાંચ પદ પાંચ પરમેષ્ઠિનાં હોવાથી કેટલાક પાંચ પદ ઉપર ભાર મૂકી તેટલો જ મંત્ર ગણવાનો આગ્રહ રાખે છે. એ પાંચ પદનો મહિમા અપાર છે તેમ છતાં નવ પદના મંત્રનો જાપ કરવાની પરંપરા બહુ પ્રાચીન સમયથી ચાલી આવે છે. “મહાનિશીથ સૂત્રમાં નવકારમંત્રને પાંચ અધ્યયન અને એક ચૂલિકાવાળો કહ્યો છે અને તેના અક્ષરોની સંખ્યા ૬૮ની જણાવી છે. નવકારમંત્રમાં પાંચ પદના પાંત્રીસ વર્ણ અને ચૂલિકાના તેત્રીસ વર્ણ એમ કુલ અડસઠ વર્ણ છે. “નમસ્કાર પંજિકા'ની નીચેની ગાથામાં પણ તે જણાવ્યું છે. पंचपयाणं पणतीस वण्ण चुलाइ - वण्ण तितीसं। एवं इमो सम्प्रपइ फुडमक्खरमट्ठसठ्ठीए।। [પાંચ પદોના પાંત્રીસ વર્ણ અને ચૂલાના તેત્રીસ વર્ણ એમ આ (નવકારમંત્ર) સ્પષ્ટ અડસઠ અક્ષર સમર્પે છે.] બૃહન્નમસ્કારફલમાં કહ્યું છે : सत्तपणसत्तसत्त य नवखरपमाणपयडं पंचपयं । __ अखर तितिस वर चूलं सुमरह नवकारवरमंतं ।। સિાત, પાંચ, સાત, સાત અને નવ અક્ષર પ્રમાણ જેનાં પ્રગટ પાંચ પદો છે તથા તેત્રીસ અક્ષર પ્રમાણ શ્રેષ્ઠ ચૂલિકા જેની છે એવા ઉત્તમ શ્રી નવકારમંત્રનું તમે નિરંતર સ્મરણ કરો.] ચૂલિકા શબ્દ ચૂલા ઉપરથી આવ્યો છે. “ચૂડા” શબ્દ પણ પ્રયોજાય છે. ચૂલા એટલે આભૂષણ; ચૂલા એટલે શોભા વધારનાર; ચૂલા એટલે શિખ૨. “નંદીસૂત્રમાં કહ્યું છે કે શ્રુતરૂપી પર્વત ઉપર શિખરની જેમ જે શોભે તે ચૂલા. નવકારમંત્રમાં પાપના ક્ષયરૂપી અને શ્રેષ્ઠતમ મંગલરૂપી એનો મહિમા ચૂલિકામાં ચાર પદમાં દર્શાવવામાં આવ્યો છે. નવકારમંત્રનાં જે નવ પદ ગણાવવામાં આવે છે તેમાં “પદ' શબ્દ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જિનતત્ત્વ વિશિષ્ટ અર્થમાં વપરાયો છે. સંસ્કૃતમાં વૅ શબ્દના ઘણા જુદા જુદા અર્થ થાય છે, જેવા કે પવૅ એટલે પગ, પગલું, નિશાની, સ્થાન, અધિકાર, ચોથો ભાગ, વિરામસ્થાન, પ્રતિષ્ઠા, વ્યવસાય, વાટાઘાટ, રહેઠાણ, વિષય, શબ્દ, વિભક્તિવાળો શબ્દ, વાક્યમાંથી છૂટો પડેલો શબ્દ, વર્ગમૂળ, માપ, ૨ક્ષણ, સંભાળ, શતરંજની રમતનું ખાનું, સરવાળા માટેની સંખ્યાઓમાંની કોઈ એક સંખ્યા, તેજકિરણ, શ્લોકનું એક ચરણ વગેરે. નવકા૨મંત્રમાં પદ એટલે શબ્દોનો સમૂહ અથવા વિવક્ષિત અર્થવાળા શબ્દોનો સમુચ્ચય. નવકારમંત્રનાં છેલ્લાં ચાર પદને શ્લોકના ચરણના અર્થમાં પણ પદ તરીકે ઓળખાવી શકાય. નવકારમંત્રમાં જે નવ પદ છે તેમાં, જેને અંતે વિભક્તિ છે તે પદ, એવો વ્યાકરણની દૃષ્ટિએ અર્થ લેવાનો નથી, પણ અપેક્ષિત અર્થની સમાપ્તિ જ્યાં થાય છે તે પદ એવો અર્થ લેવાનો છે. એટલે ‘મર્યાદિત શબ્દસમૂહ અપેક્ષિત અર્થ પ્રમાણે એકમ જેવો બની રહે તે પદ’ એવા અર્થની દૃષ્ટિએ નવકારમંત્રમાં નીચે પ્રમાણે નવ પદ છે અને તે રીતે જ નવ પદ સુપ્રસિદ્ધ છે : (૧) નમો અરિહંતાણં (૨) નમો સિદ્ધાણં (૩) નમો આયરિયાણં (૪) નમો उवज्जायाणं (५) नमो लोए सव्वसाहूणं (६) एसो पंचनमुक्कारो (७) सव्व पावप्पणासणो (८) मंगलाणं च सव्वेसि (९) पढमं हवइ मंगलम् નવકારમંત્રનાં પદની ગણના, જુદી જુદી દૃષ્ટિએ વિશેષ વિચારણા માટે જુદી જુદી રીતે થયેલી છે. ‘પ્રત્યાખ્યાન નિર્યુક્તિ'ની ચૂર્ણિમાં ચૂલિકા સિવાયના નવકારનાં છ ૫૬ ગણાવ્યાં છે, એમ દસ પદ પણ ગણાવ્યાં છે. છ પદ નીચે પ્રમાણે છે : (૧) નમો (૨) અરિહંત (૩) સિદ્ઘ (૪) આવિ (૫) વન્નાય ( 9 ) साहूणं [ नमो अरिहंत सिद्ध आयरिय उवज्झाय साहूणं ] વળી નવકારનાં દસ પદ ગણાવવામાં આવ્યાં છે, જેમ કે (૧) નમો (૨) અરિહંતાળ (૩) નમો (૪) સિદ્ધાળું (૫) નમો (૫) આરિયાળું (૭) નમો (૮) વન્નાયામાં (૯) નો (૧૦) સાકૂળ વળી, અન્યત્ર નવકારનાં અગિયાર પદ ગણાવવામાં આવે છે, જેમ કે (૧) નમો (૨) અરિહંતાણં (૩) નમો (૪) સિદ્ધાણં (૫) નમો (૭) આરિયાળ (૭) નો (૮) વન્સાવાળું (૯) નમો (૧૦) તોડ્ (૧૧) સવ્વસાહૂળ વ્યાકરણશાસ્ત્રમાં પ૬ની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવી છે : Page #339 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ૩૨૯ વિમવન્ત પર અર્થાત્ વિભક્તિવાળું તે પદ. અથવા તદ્દન સરળ વ્યાખ્યા કરવી હોય તો વાક્યમાં વપરાયેલો શબ્દ તે પદ એમ કહી શકાય. પ્રત્યેક પદ તે અવશ્ય શબ્દ હોય છે, પરંતુ પ્રત્યેક શબ્દ પદ હોય કે ન હોય. વળી જેમ શબ્દ એકાક્ષરી હોઈ શકે છે તેમ પદ પણ એકાક્ષરી હોઈ શકે છે. - વ્યાકરણશાસ્ત્રની આ વ્યાખ્યા પ્રમાણે નવકારમંત્રમાં નીચે પ્રમાણે કુલ વિસ પદ છે : (૧) નમો (૨) ગરિહંતાણં (૩) નમો (૪) સિદ્ધાળ (૫) નમો () મારિા (૭) નમો (૮) વન્નાથામાં (૯) નો (૧૦) નોY (૧૧) સવ્વસાહૂf (૧૨) gો (૧૩) પંચનમુવારો (૧૪) સવ્વપાવપૂVIt (૧૫) સંતાપ (૧૩) (૧૭) સન્વેસિ (૧૮) પઢમં (૧૯) હવ૬ (૨૦) માન. આ પદોમાં સવ્વસાહૂ એ બે પદોનો બનેલો સમાસ છે. એટલે તે એક જ પદ છે. તેવી રીતે સવ્વપાવપૂતો એ ત્રણ શબ્દનો બનેલો સમાસ છે એટલે તે પણ એક જ પદ ગણાય છે. તેવી જ રીતે પંથનમુવારોમાં પંચ અને નમુક્કારો એ બે શબ્દનો સમાસ થયો છે. એટલે તેને બે જુદાં પદ ગણવાને બદલે એક જ પદ ગણવાનું છે, કારણ કે તે સામાસિક પદ છે. જો બંને જુદું પદ ગણીએ તો તે પછી આવતું નમુવારી પદ જે એકવચનમાં છે તેને બહુવચનમાં નમુવારા એમ મૂકવું પડે અને જો પંનિમુવાર એમ બહુવચનમાં મૂકીએ તો gો પદને પણ બહુવચનમાં મૂકવું પડે અને સર્વ પવUMI પદને પણ બહુવચનમાં મૂકવું પડે. પરંતુ તેમ થયું નથી. એટલે વંવનમુવારોને એક જ પદ તરીકે સ્વીકારવામાં આવે છે. વ્યાકરણની દૃષ્ટિએ નવકારમંત્રમાં પદો જે રીતે વપરાયાં છે તે નીચે મુજબ છે : (૧) નમો – નપાતિક પદ છે - અવ્યય છે. (૨) રિહંતા – ‘રિહંત' શબ્દ છઠ્ઠી વિભક્તિ, બહુવચનમાં છે. (૩) સિદ્ધાનં – સિદ્ધ' શબ્દ છઠ્ઠી વિભક્તિ બહુવચનમાં છે. (૪) ગારિયા – “માયરિય’ શબ્દ છઠ્ઠી વિભક્તિ બહુવચનમાં છે. (૫) વવન્નાથ – વન્નાથ શબ્દ છઠ્ઠી વિભક્તિ બહુવચનમાં વપરાયો છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ (૬) તોપુ - નોમ (સં. હો) શબ્દ સાતમી વિભક્તિ એકવચનમાં છે. સવ્વસાહુ (સં. સર્વસાધુ) શબ્દ છઠ્ઠી વિભુંક્ત (७) सव्वसाहूणं બહુવચનમાં છે. ૩૭૦ (૮) સો સ (સં. . :) શબ્દ દર્શક સર્વનામ છે. (૯) વંચનનુવારો – વંચનનુવાર (સં. વંઘનમÓાર) શબ્દ સમાસ છે. તે પહેલી વિભક્તિ એકવચનમાં છે. - - (૧૦) સવ્વપાવપ્પાતળો – સવ્વપાવાસનો (સં. સર્વપાપપ્રનાશ) શબ્દ સમાસ છે. તે પહેલી વિભક્તિ એકવચનમાં વપરાયો છે. (૧૧) મંમતાળ – મંત્ત શબ્દ છઠ્ઠી વિભક્તિ એકવચનમાં વપરાયો છે. (૧૨) ૬ અવ્યય છે. નૈપાતિક પદ છે. સમુચ્ચયના અર્થમાં વપરાયો છે. (૧૩) સવ્વેસિ સવ્વ (સર્વ) શબ્દ સર્વનામ છે. તે શબ્દ છઠ્ઠી વિભક્તિ બહુવચનમાં વપરાયો છે. — (૧૩) પઢમં – પઢન (સં. પ્રથમ) શબ્દ ‘મંત્ત’ પદનું વિશેષણ છે અને તે પહેલી વિભક્તિ એકવચનમાં વપરાયું છે. (૧૪) હવદ્ – હો (સં. મુ) ધાતુ ઉપરથી બનેલો શબ્દ વર્તમાનકાળમાં ત્રીજો પુરુષ એકવચનમાં વપરાયો છે. (૧૬) મંનં – મંન્તિ શબ્દ પહેલી વિભક્તિ એકવચનમાં વપરાયો છે. પૂ. શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજે ‘નમસ્કાર સ્વાધ્યાયમાં નવકારમંત્રનાં નવ પદનું છંદની દૃષ્ટિએ સવિગત પૃથક્કરણ કરી બતાવ્યું છે. એ પ્રમાણે નવકારમંત્રનાં પ્રથમ પાંચ પદ ગદ્યબદ્ધ છે, છતાં તે લયબદ્ધ છે. તેનું બંધારણ આલાપક(આલાવા)નું છે. નવકારમંત્રનાં આ પાંચમાંથી પ્રથમ ત્રણ પદનું એક ચરણ અને ચોથા તથા પાંચમા પદનું બીજું ચરણ એમ જો તે બે ચરણમાં મૂકવામાં આવે તો ત્રિકલ અને ચતુષ્કલના આવર્તનયુક્ત તે ગાથા (ગાહા) છંદની એક કડી જેવું લાગે, કારણ કે ગાથા છંદમાં પ્રથમ ચરણમાં ૩૦ માત્રા અને બીજા ચરણમાં ૨૭ માત્રા હોય છે, જ્યારે નવકારમંત્રમાં નીચે પ્રમાણે પહેલામાં ૩૧ અને બીજામાં ૨૭ માત્રા થાય છે. એટલે કે પહેલા ચરણમાં ફક્ત એક જ માત્રાનો ફરક છે, જે નિર્વાહ્ય છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ૩૩૧ જુઓ : નનો રિહંતાણં નમો સિદ્ધાણં નમો માયરિયાણા - ૩૧ માત્રા નમો ઉવળાયા નો તો સવ્ય[િvil - ૨૭ માત્રા નવકારમંત્રમાં ચૂલિકાનાં ચાર પદ . તે પદ્યબદ્ધ છે. તે અનુષ્ટ્રપ છંદમાં છે. તેને શ્લોક તરીકે (પ્રાકૃતમાં સિલોગો તરીકે) પણ ઓળખાવાય છે. ચૂલિકાનાં પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરુ છે. બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ અને આઠમો અક્ષર ગુરુ છે. અનુષ્ટ્રપ શ્લોકમાં પ્રત્યેક ચરણના આઠ અક્ષર, એમ ચાર ચરણના બત્રીસ અસર હોય છે. નવકારમંત્રની ચૂલિકાના સિલોગોના ૩૨ને બદલે તેત્રીસ અક્ષર છે; પરંતુ ૩૩ અક્ષરનો શ્લોક પ્રાકૃતમાં પ્રચલિત છે. “હવઇના “ઇને અનક્ષર તરીકે ગણતાં શ્લોકનું માપ બરાબર સચવાય છે. વળી, તેત્રીસ અક્ષર હોવા છતાં શ્લોકના ઉચ્ચારણમાં કશો ફરક પડતો નથી. નવકારમંત્રના પ્રથમ પદ “નમો અરિહંતાણમાં સાત અક્ષરો છે. એ સાત અક્ષરનો પણ વિશિષ્ટ મહિમા બતાવાયો છે. કહેવાયું છે : सप्तक्षेत्रीव सफला सप्तक्षेत्रीव शाश्वती। सप्ताक्षरीयं प्रथमा सप्त हन्तु भयानि मे।। સિાત ક્ષેત્રો (જિન મંદિર, જિન પ્રતિમા, જિનાગમ વગેરે)ની જેમ સફળ અને સાત ક્ષેત્ર(ભરતાદિ)ની જેમ શાશ્વત એવી આ સપ્તાક્ષરી મારા સાત ભયને દૂર કરો] શ્રી “મહાનિશીય સૂત્રના પાંચમા અધ્યયનમાં પણ આ સાત અક્ષરોનો મહિમા દર્શાવાયો છે. જુઓ : नमो अरिहंताणं। सत्तक्खर परिमाणं अणंत गमपज्जवत्थसाहग, सव्व महामंतपवरविज्जाणं परमबीअभूअं। (નમો અરિહંતાણ – એ સાત અક્ષર પ્રમાણ, અનંત ગમ પર્યવયુક્ત અર્થસાધક તથા સર્વ મહામંત્ર અને પ્રવર વિદ્યાઓનું પરમ બીજભૂત છે.) ઉપદેશતરંગિણી'માં કહ્યું છે : पंचादौ यत्पदानि त्रिभुवनपतिभिर्व्याहता पंचतीर्थी तीर्थान्येवाष्टषष्टिर्जिन समयरहस्यानि यस्याऽक्षराणि। Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ यस्याष्टीसम्पदश्वानुपमतमहासिद्धयोऽद्वैतशक्ति जयाद् लोकद्वयश्चाऽभिलिषितफलदः श्री नमस्कारमन्त्रः ।। [આ લોક અને પરલોક એમ બંને લોકમાં ઇચ્છિત ફ્ળને આપનાર શ્રી નમસ્કાર મંત્ર જયવંતો વર્તે કે જેનાં પહેલાં પાંચ પદોને ત્રૈલોક્યપતિ શ્રી તીર્થંકર દેવોએ પંચતીર્થ તરીકે કહ્યાં છે; જિન સિદ્ધાંતના રહસ્યભૂત એના અડસઠ અક્ષરોને અડસઠ તીર્થો તરીકે વખાણ્યા છે. અને તેની આઠ સંપાઓને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારી આઠ અનુપમ સિદ્ધિઓ તરીકે વર્ણવી છે.] નવકારમંત્રમાં કુલ ૬૮ અક્ષર છે. તેમાં પ્રથમનાં પાંચ પદ, પાંચ અધ્યયનસ્વરૂપ છે, મંત્રસ્વરૂપ છે. તે પાંચ પદના વ્યંજનસહિત ૩૫ અક્ષરો છે. મંત્રશાસ્ત્રમાં અક્ષરોમાં જોડાક્ષર-સંયુક્તાક્ષરને ગુરુ અથવા ભારે અને અન્ય અક્ષરોને લઘુ અથવા હળવા ગણવામાં આવે છે. એ પ્રમાણે પ્રથમ પાંચ પદમાં ૩૨ લઘુ અને ૩ ગુરુ અક્ષર છે. પછીનાં ચાર પદ ચૂલિકાનાં છે. તેના વ્યંજનરહિત ૩૩ અક્ષરો છે. તેમાં ૨૯ લઘુ અને ૪ ગુરુ અક્ષરો છે. પ્રત્યેક ૫૬માં આ દૃષ્ટિએ લઘુગુરુ અક્ષરો કેટલા છે તે જુઓ : (૧) પ્રથમ પદ નમો અરિહંતામાં સાત અક્ષર છે. આ સાતે અક્ષર લઘુ છે. - = (૨) બીજા પદ – નમો સિદ્ધાળમાં પાંચ અક્ષરો છે. તેમાં ચાર લઘુ અક્ષર છે અને એક ગુરુ છે. (૩) ત્રીજા પદ નમો આયરિયામાં સાત અક્ષરો છે. એ સાતે અક્ષર લઘુ છે. જિનતત્ત્વ (૪) ચોથા પદ – નમો વત્ત્તાવાળમાં સાત અક્ષરો છે. તેમાં છ લઘુ અને એક ગુરુ છે. (૫) પાંચમા પદ નમો તો! સવ્વસાહૂળમાં નવ અક્ષર છે. તેમાં આઠ લઘુ અને એક ગુરુ છે. (૬) છઠ્ઠા પદ – તો વંચનમુવારોમાં આઠ અક્ષરો છે. તેમાં સાત લઘુ અક્ષર છે અને એક ગુરુ છે. સવ્વ પાવપ્પાસળોમાં આઠ અક્ષર છે. તેમાં છ લઘુ (૭) સાતમા પદ અને બે ગુરુ અક્ષર છે. - Page #343 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રનું પાતર સ્વરૂપ (૮) આઠમા પદ લઘુ અને એક ગુરુ છે. (૯) નવમા પદ લઘુ છે. - ૩૩૭ માનાનું ચ સવ્વુત્તિમાં આઠ અક્ષર છે. તેમાં સાત પઢમં હવદ્ મંત્તમાં નવ અક્ષર છે. તે નવ અક્ષર આમ, નવકારમંત્રના નવ પદની વર્ણસંખ્યા એટલે અક્ષરસંખ્યા અનુક્રમે ૭+૫+૭+૭+૯+ ૮ + ૮ + ૮ +૯ = ૬૮ છે. તેમાં લઘુવર્ણ ૬૧ અને ગુરુવર્ણ ૭ છે. જોડાક્ષરમાં એક અડધો અક્ષર (સ્વરરહિત વ્યંજન) અને એક આખો અક્ષર હોય છે. એટલે ગણિતની દૃષ્ટિએ દોઢ અક્ષર થાય. પરંતુ ભાષામાં, વ્યાકરણમાં અક્ષરોની ગણનામાં જોડાક્ષરને એક જ અક્ષર તરીકે ગણવામાં આવે છે, ઘેઢ તરીકે નહિ. લઘુ-ગુરુની દૃષ્ટિએ જોડાક્ષર ગુરુ અક્ષર ગણાય છે. એટલે નવકારમંત્રમાં લઘુ-ગુરુની દૃષ્ટિએ બધા મળીને અડસઠ અક્ષર છે એ સુપ્રસિદ્ધ છે અને પ્રાચીન સમયના શાસ્ત્રકારો, કવિઓ એના અડસઠ અક્ષરનો મહિમા ગાતા આવ્યા છે. ઉ. ત. જુઓ : અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર. * * * * સાત અક્ષર છે ગુરુ જેહના, એકસઠ લઘુ ઉચ્ચાર; સાત સાગરનાં પાતક વર્ણો, પદે પંચાસ વિચાર. * સઘળા અક્ષર મહિમાવંતા, ગણજો નર ને નાર; પંચપરમેષ્ઠિ ભાવે નમતાં, ઉતારે ભવ પાર. કવિતામાં છંદશાસ્ત્રની દૃષ્ટિએ અ, ઈ, ઉ વગેરે પાંચ હ્રસ્વ સ્વર છે. વ્યંજનસહિત દૃસ્વ સ્વર તે પણ લઘુ સ્વર ગણાય છે અને તેની એક માત્રા ગણાય છે. જોડાક્ષર પૂર્વેના સ્વર ઉપર ભાર આવતો હોવાથી તે સ્વર ગુરુ ગણાય છે અને તેની બે માત્રા ગણાય છે. ઉ. ત. સિદ્ધાળમાં ‘’િ હ્રસ્વ સ્વર છે, પણ તેની પછી સંયુક્તાક્ષર ‘દ્વા’ આવતો હોવાથી તે ત્તિ નો સ્વર દીર્ઘ સ્વર ગણાય છે. છંદશાસ્ત્રમાં પદાન્ત કે ચરણાન્તે આવતા લઘુ સ્વરને પણ ગુરુ ગણી શકાય છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ જિનતત્ત્વ વળી, જો તે સ્વર અનુસ્વારયુક્ત હોય તો પણ તેને ગુરુ ગણી શકાય છે અને તેની બે માત્રા ગણાય છે. નવકારમંત્રમાં પિંગળશાસ્ત્રની દષ્ટિએ નીચે પ્રમાણે હ્રસ્વ અને દીર્ઘ સ્વરની – લઘુ અને ગુરુ સ્વરની ગણના કરવામાં આવે છે : (૧) નમો રિહંતાઈ – આ પ્રથમ પદમાં ન, , રિ, એ ત્રણમાં હ્રસ્વ સ્વર છે અને મો, હું, તા, એ ચારમાં દીર્ઘ સ્વર છે. (૨) નમો સિદ્ધાdi – આ બીજા પદમાં નમાં હ્રસ્વ સ્વર છે અને નો, લિ, દ્ધા, જે એ ચારમાં દીર્ઘ સ્વર છે. (૩) નમો માલિi – આ ત્રીજા પદમાં , ૨, રિ, એ ત્રણમાં હ્રસ્ત સ્વર છે અને નો, મ, ય, vi એ ચારમાં દીર્ઘ સ્વર છે. (૪) નો ઉવજ્ઞાા – આ ચોથા પદમાં ૨, ૩ એ બેમાં હ્રસ્વ સ્વર છે અને મો, વ, દ્ગા, યા, અi એ પાંચમાં દીર્ઘ સ્વર છે. (૫) નમો નg સવ્વસાહૂi – આ પાંચમાં પદમાં ન, વ એ બેમાં હ્રસ્વ સ્વર છે, અને મો, નો, , 1, સી, દૂ, એ સાતમાં દીર્ઘ સ્વર છે. () gો વંવનમુક્કારો – આ છઠ્ઠા પદમાં અને ન એ બેમાં હસ્વ સ્વર છે અને , સો, પં, , વા, તે એ છમાં દીર્ઘ સ્વર છે. (૭) સવ્વપાવપ્પલો – આ સાતમા પદમાં વ્ય, પ, સ એ ત્રણમાં હ્રસ્વ સ્વર છે અને ૫ (પહેલો અક્ષર), પ, વ, બા, જો એ પાંચમાં દીર્ઘ સ્વર છે. (૮) મંના ર સવ્વલિ – એ આઠમા પદમાં ૧ અને ર એ બેમાં હ્રસ્વ સ્વર છે અને મ, ના, પાં, , વે, લિ એ છમાં દિર્ઘ સ્વર છે. (૯) પઢમં હવે નં – એ નવમા પદમાં , ૪, ૨, ૩, ૩, એ છમાં હૃસ્વ સ્વર અને મું, , નં એ ત્રણમાં દીર્ઘ સ્વર છે. આમ નવકારમંત્રનાં નવ પદમાં ૩+૧+૩+ ૨ + ૨ + ૨ +૩+૨+ = ૨૪ હ્રસ્વ સ્વર અને ૪+૪+૪+ ૫ + ૭+૩+૫ + ૯ + ૩ = ૪૪ દીર્ઘ સ્વર છે. • ચોવીસ હ્રસ્વ સ્વર ચોવીસ તીર્થંકરનાં પ્રતીકરૂપ બની રહે છે અને જ. દીર્ઘ સ્વર ચોવીસ તીર્થકર તથા વીસ વિહરમાન જિનેશ્વર એમ મળીને ૪૪ અરિહંત પરમાત્માના પ્રતીકરૂપ બની રહે છે. નવકારમંત્રના અધ્યયનસ્વરૂપ પ્રથમ પાંચ પદના પાંત્રીસ અક્ષર છે. તેમાં પ્રથમ પદ નમો રિહંતાઈ ના સાત અક્ષર છે. તેવી જ રીતે ત્રીજા અને ચોથા Page #345 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ૩૩૫ પદના પણ પ્રત્યેકના સાથ સાત અક્ષર છે. બીજા પદના પાંચ અક્ષર છે, તો પાંચમા પદના નવ અક્ષર છે. એ રીતે બીજા અને પાંચમા પદના મળીને ચૌદ અક્ષર થાય છે. એટલે એ બે પદના સરેરાશ સાત સાત અક્ષર થાય. પાંચે પદના અક્ષર સાથે ગણવામાં આવે તો પણ પાંત્રીસ અક્ષર પ્રમાણે પ્રત્યેક પદના સરેરાશ સાત અક્ષર આવે અને સાતનો અંક પણ સોંકારસ્વરૂપ અને અખંડિત મનાય છે. કોઈકને કદાચ પ્રશ્ન થાય કે પાંચમા પદમાં તોપુ અને સવ્વ એ બે પદ પાંત્રીસની સંખ્યા પૂરી કરવા માટે તો નથી બેસાડી દેવામાં આવ્યાં ને ? તેમ થયું હોય તો પણ તે પ્રયોજન ગૌણ હોઈ શકે. તોપુ અને સવ્વ એ બે પદ એવાં છે કે માત્ર પાંચમા પદમાં નહિ, પ્રત્યેક પદમાં તે પ્રયોજી શકાય છે. નમો તો સવ્વ અરિહંતાણં કે તોપુ સવ્વ સિદ્ધાણં જેવી પદરચના પણ થઈ શકે છે. એકલું સવ્વુ પદ કે એકલું નોહ્ પદ પ્રથમ ચાર પદમાં પ્રયોજી શકાય છે. મંત્રમાં બીજા પદમાં માત્ર સવ્વુ પદ ઉમેરીને અને પાંચમા પદમાં માત્ર તોડ્ રાખીને પ્રત્યેક પદના સાત સાત અક્ષર સ્પષ્ટ રીતે કરી શકાયા હોત. તેમ છતાં બીજા પદના પાંચ અક્ષર રાખી પાંચમા પદના નવ અક્ષર કેમ કરાયા હશે એવો પ્રશ્ન થાય. વસ્તુતઃ તોÇ અને સવ્વ એ બે શબ્દ પાંચમા પદમાં જ સુસંગત અને સર્વ દષ્ટિએ ઉચિત છે. તોપુ અથવા સબ્દ શબ્દમાંથી કોઈ એક શબ્દ અથવા તે બંને શબ્દો આરંભના કોઈ પણ પદમાં મૂકવામાં આવે તો અર્થની દૃષ્ટિએ ફરક નહિ પડે, પણ ત્યારપછીના પદમાં તે અવશ્ય મૂકવાં જ પડે, નહિ તો અર્થ મર્યાદિત થાય અને સંશય જન્માવે. નમો સવ્વ સિદ્ધાળું એવી પદરચના કર્યા પછી નમો સવ્વ આયરિયાળું ન હોય અને માત્ર નો આરિયાળું હોય તો મનમાં પ્રશ્ન થાય કે શું બધા આચાર્યોને નમસ્કાર નહિ હોય ? એવી જ રીતે હોર્ શબ્દ બીજા પદમાં પ્રયોજવામાં આવે અને પછી ન પ્રયોજાય તો પણ અર્થ મર્યાદિત છે કે કેમ તે વિશે સંશય રહે. એટલે તો! અને સવ્વ બંને શબ્દો પાચમા ૫૬માં વપરાયા છે, તે જ સર્વ રીતે યોગ્ય છે, કારણ કે છેલ્લા પદમાં હોય તો ઉપરનાં ચારે પદમાં એ અર્થ આપોઆપ આવી જ જાય છે એમ સ્વાભાવિક તર્કથી પણ સમજી શકાય. વળી પદના અક્ષરોની દૃષ્ટિએ પણ સાતના સંખ્યાંકની સાથે પાંચ અને નવના સંખ્યાંક પણ એટલા જ પવિત્ર મનાયા છે. એટલે પ્રત્યેક પદના સરેરાશ સાત અક્ષર થવા સાથે પાંચ, સાત અને નવ એ ત્રણે સંખ્યાંક ગૂંથી લેવાયા છે. વળી લયબદ્ધ આલાપકની દૃષ્ટિએ પણ તે સુસંગત, સુસંવાદી અને વૈવિધ્યમય બન્યા છે. નવકારમંત્રમાં વ્યંજનરહિત સ્વર આ પ્રમાણે છે (મંત્રમાં તે કેટલી વાર આવે છે તેના સંખ્યાંકો કૌંસમાં જણાવ્યા છે) : અ (૧), આ (૧), ઇ (૧), Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ જનતત્વ ઉ (૧), એ (૨). સ્વરસહિત સંયુક્તાક્ષરો આ પ્રમાણે છે : કકા (૧), ક્ઝા (૧), દ્વા (૧), પ (૧), વ (૨), બે (૧). “અ” સ્વર અને “અ” વરસહિત એટલે કે અકારાન્ત વ્યંજન આ પ્રમાણે છે : અ (૧), ગ (૨), ૨ (૨), ઢ (૧), ન (૯), ૫ (૧), ૩ (૧), વ (૩), સ (૪), હ (૧), પ (૧), વ (૨). “આ” સ્વર અને “આ” કારાન્ત વ્યંજનો આ પ્રમાણે છે : આ (૧), ક્કા (૧), ઝા (૧), ણા (૧), તા (૧), દ્વા (૧), પા (૧), યા (૨), લા (૧), સા (૧). - “ઇ” સ્વર અને “ઇ”કારાત્ત વ્યંજનો આ પ્રમાણે છે : ઇ (૧), રિ (૨), સિ (૧), સિ (૧). “ઉ” અને “ઊ' સ્વર અને “ઉ-ઊ'કારાન્ત વ્યંજનો આ પ્રમાણે છે : ઉ (૧), મુ (૧), હૂ (૧). “એ” સ્વર અને “એ'કારાત્ત વ્યંજનો આ પ્રમાણે છે : એ (૨), બે (૧). ઓ' સ્વર અને “ઓ'કારાત્ત વ્યંજનો આ પ્રમાણે છે : ણો (૧), મો (૫), રો (૧), લો (૧), સો (૧). “અંકારાન્ત વ્યંજનો આ પ્રમાણે છે : ણં (), ૫ (૧), (૩), ૯ (૧), હં (૧). આમ, અકારાન્ત (૨૫), આકારાન્ત (૧૧), ઇકારાત્ત (પ), ઉકારાન્ત (૩), એકારાત્ત (૩), ઓકારાન્ત (૯) અને અંકારાન્ત (૧૨) – એમ ૬૮ અક્ષરો છે. નવકારમંત્રમાં કંઠસ્થાનીય વ્યંજનો આ પ્રમાણે છે : ક્કા (૧), ગ (૨). તાલવ્ય વ્યંજન આ પ્રમાણે છે : ચ (૨), ન્ઝા (૧). મૂર્ધન્ય વ્યંજનો આ પ્રમાણે છે : ઢ (૧), ણં (ડ), ણા (૧), ણો (૧). દત્ય વ્યંજનો આ પ્રમાણે છે: તા (૧), ન (ડ), દ્વા (૧). ઓષ્ઠ-સ્થાનીય વ્યંજનો આ પ્રમાણે છે : ૫ (૧), પા (૧), પ (૧), ૫ (૧), મુ (૧), મો (૫), મ (૩). અર્ધસ્વર આ પ્રમાણે છે : ય (૧), યા (૨), રિ (૨), રો (૧), લા (૧), લો (૧), લ (૧), વ (૩), બે (૨), બે (૧). Page #347 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ઉષ્માક્ષરો આ પ્રમાણે છે : સ (૪), સા (૧), સો (૧), સિ (૧), સિં (૧), હ (૧), હૂ (૧), હં (૧). આમ નવકારમંત્રમાં ૬ સ્વર અને ૬૨ સ્વરયુક્ત વ્યંજન (૩+૩+ ૯ + ૮ + ૧૩ + ૧૫ + ૧૧) એમ કુલ ૬૮ વર્ણ અથવા અક્ષર છે. ૬ શુદ્ધ સ્વર છે અને સંયુક્તાક્ષરમાં રહેલા એવા કેવળ વ્યંજનો સાત છે. એમાં વ્યંજન વ્ ત્રણ વાર વપરાયો છે. 888 નવકારમંત્રમાં ખ, ઘ, છ, ટ, ઠ, ડ, ફ, બ, ભ, શ, ષ જેવા વ્યંજનો વપરાયા નથી. જોકે આમાંના ઘણા વ્યંજનો અન્ય મંત્રોમાં પણ ઓછા વપરાયેલા કે ન વપરાયેલા જોવા મળશે. વળી નવકારમંત્ર અર્ધમાગધીમાં હોવાથી તેમાં શ, ૫ જેવા વ્યંજનોને અવકાશ નથી. આ પૃથક્કરણ ઉપરથી જોઈ શકાશે કે નવકારમંત્રમાં અનુનાસિક સ્વર અને અનુનાસિક વ્યંજનોનું સંખ્યાપ્રમાણ સૌથી વધારે છે. ૬૮ અક્ષરમાં વૈવિધ્યની દૃષ્ટિએ સ્વરો અને વ્યંજનો ઠીક ઠીક પ્રમાણમાં વપરાયેલા જોવા મળશે. કેટલાક મંત્રો અક્ષરોની દૃષ્ટિએ કષ્ટોચ્ચાર્ય હોય છે. નવકારમંત્ર કષ્ટોચ્ચાર્ય નથી. તરત જીભે ચડી જાય એવો આ મંત્ર છે. બાળક બોલતાં શીખે એની સાથે નવકારમંત્ર બોલતાં શીખી શકે એટલી સરળતા એના ઉચ્ચારણમાં છે. ભાષાની દૃષ્ટિએ જેને હજુ સરખું બોલતાં ન આવડતું હોય એવાં દોઢ-બે-અઢી વર્ષનાં બાળકો નવકારમંત્ર હોંશે હોંશે બોલતાં શીખી ગયાં હોય એવાં અનેક દૃષ્ટાંતો જોવા મળશે. મુખના ઉચ્ચારણના અવયવોની કંઈક ખોડ કે ખામીવાળાં માણસો પણ નવકારમંત્ર બોલી શકતાં હોય છે. એટલી સરળતા અને ક્ષમતા નવકામંત્રમાં છે. નવકારમંત્રના અધ્યયનસ્વરૂપ કે મંત્રસ્વરૂપ એવાં પહેલાં પાંચ પદ ‘નમો’ શબ્દથી શરૂ થાય છે. આ શબ્દના બંને વ્યંજનો અનુનાસિક વ્યંજનો છે. અનુનાસિક ઉચ્ચારણ સરળ, શ્રમ વિનાનું અને કર્ણપ્રિય હોય છે. મુખ ખોલ્યા વગર પણ અનુનાસિક ઉચ્ચારણ થઈ શકે છે. બાળક બોલતાં શીખે છે ત્યારે ‘ના’, ‘મા' જેવા એકાક્ષરી અનુનાસિક ઉચ્ચારવા લાગે છે. એટલે નવકારમંત્રમાં ‘નમો’ પદના ઉચ્ચારણમાં મુખના ઉચ્ચારણ-અવયવોને ઓછું કાર્ય કરવું પડે છે અને તેથી તેના ઉચ્ચારણમાં અભાવ, આનાકાની કે પ્રતિક્રિયાનો સંભવ રહેતો નથી. વળી નવકારમંત્રના સ્વર-વ્યંજનો વિશે એમ કહેવાય છે કે દરેકમાં Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ જિનતત્ત્વ એટલું બધું સામર્થ્ય છે કે બાલ્યાવસ્થા, ઉચ્ચારણના અવયવોની ખોડ, શિખાઉ અવસ્થા કે અજ્ઞાનને કારણે તે સ્વરભંજનનું અશુદ્ધ કે આઘુંપાછું ઉચ્ચારણ થઈ જાય અથવા એકને બદલે અન્ય સ્વર કે અન્ય વ્યંજનનું જો ઉચ્ચારણ થઈ જાય તો પણ તેનો કંઈક મહત્ત્વનો અને અનુરૂપ અર્થ અવશ્ય થાય જ છે. વળી, તેવા ઉચ્ચારણમાં અશાતનાનો દોષ લાગતો નથી. નમસ્કારમંત્રના ચિંતકોએ આ મંત્રનાં એવાં કેટલાંયે સંભવિત અન્ય ઉચ્ચારણોનાં ઉદાહરણ આપીને તે દરેકનો પણ સરસ અર્થ ઘટાવી આપ્યો છે. એકલા પ્રથમ પદ “નમો અરિહંતાણં'ના પણ કેટલા બધા અર્થ પૂર્વસૂરિઓએ દર્શાવ્યા છે ! એ પરથી સમજાશે કે નવકારમંત્રમાં સ્વર વ્યંજનના ઉચ્ચારણમાં અન્ય મંત્રોની જેમ અશુદ્ધિના દોષ ઉપર ભાર મૂકીને તેનો ભય બતાવવામાં નથી આવ્યો. અલબત્ત, તેમ છતાં શુદ્ધિ માટેનો આગ્રહ તો અવશ્ય ઇષ્ટ ગણાયો છે. શું મંત્રદ્રષ્ટાઓ પહેલાં બધા સ્વરભંજનોનો વિચાર કરી, તેમાંથી પસંદગી કરી, અમુક ક્રમે તેમને ગોઠવીને મંત્રની રચના કરતા હશે ? આ પ્રશ્નોનો જવાબ એ છે કે મંત્રરચના એ કોઈ બૌદ્ધિક વ્યાયામ નથી, પરંતુ મંત્રદ્રષ્ટાઓને પોતાની વૈયક્તિક સાધના અનુસાર સ્વરૂપ, પ્રયોજન, આરાધના, કાર્યસિદ્ધિ, ઇત્યાદિની દૃષ્ટિએ પોતાના આત્મસ્વરૂપમાં, આત્મસંવેદનામાં જે સ્વરભંજનો સહજ રીતે ઊઠતા, અનુભવાતા હશે તે જ સ્વરભંજનો એની મેળે ગોઠવાઈ જઈને મંત્રસ્વરૂપ બની જતા હશે. આ એક અંત્યત સૂક્ષ્માતિસૂક્ષ્મ અનુભૂતિનો વિષય છે. તેમાં પણ બે સાધકોની અનુભૂતિ જુદી જુદી હોઈ શકે છે. એટલે એમાં કોઈ એક જ નિશ્ચિત નિયમ ન પ્રવર્તી શકે. નવકારમંત્રના અક્ષરો ગૂઢ રહસ્યમય અને સાંકેતિક છે. નવકારમંત્રમાં જે રીતે તે સ્થાન પામ્યા છે તેમાં તેનું માત્ર ગાણિતિક દૃષ્ટિએ પણ વિશિષ્ટ પ્રયોજન જોઈ શકાય છે. નવકારમંત્ર અક્ષરોની દષ્ટિએ સર્વસંગ્રહ છે એમ દર્શાવતાં પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ “અનુપ્રેક્ષા” ગ્રંથમાં લખે છે : “નવકારમાં ચૌદ “નકાર છે. પ્રાકૃત ભાષામાં “ન' અને “” બંને વિકલ્પ આવે છે.] તે ચૌદ પૂર્વોને જણાવે છે, અને નવકાર ચૌદ પૂર્વરૂપી શ્રુતજ્ઞાનનો સાર છે એવી પ્રતીતિ કરાવે છે. નવકારમાં બાર “અ”કાર છે તે બાર અંગોને જણાવે છે. નવ “ણકાર છે તે નવ નિધાનને સૂચવે છે. પાંચ “નકાર પાંચ જ્ઞાનને, આઠ “સકાર આઠ સિદ્ધને, નવ “મ'કાર ચાર મંગળ અને પાંચ Page #349 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ૩૩૯ મહાવ્રતોને, ત્રણ ‘લકાર ત્રણ લોકને, ત્રણ “હકાર આદિ, મધ્ય અને અંત્ય મંગળને, બે “ચ'કાર દેશ અને સર્વ ચારિત્રને, બે “ક”કાર બે પ્રકારનાં ઘાતીઅઘાતી કમને, પાંચ “પ'કાર પાંચ પરમેષ્ઠિને, ત્રણ “રકાર (જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી) ત્રણ રત્નોને, ત્રણ ‘ય’કાર (ગુરુ અને પરમગુરુ એમ) બે પ્રકારના ગુરુઓને, બે “એ'કાર સાતમો સ્વર હોવાથી સાત રાજ ઊર્ધ્વ અને સાત રાજ અધો એવા એવા ચૌદ રાજલોકને સૂચવે છે.” વળી તેઓ લખે છે : “મૂળ મંત્રના ચોવીસ ગુરુ અક્ષરો ચોવીસ તીર્થકરોરૂપી પરમ ગુરુઓને અને અગિયાર લઘુ અક્ષરો વર્તમાન તીર્થપતિના અગિયાર ગણધર ભગવંતોરૂપી ગુરુઓને પણ જણાવનારા છે.” નવકારમંત્રના વર્ષોના ભિન્ન ભિન્ન સ્વર અને વ્યંજનને લક્ષમાં રાખીને આવાં બીજાં પણ કેટલાંક સાંકેતિક અર્થઘટન દર્શાવવામાં આવે છે, જેમ કે એક વખત આવતો ઝ અનેકાન્તવાદ સૂચવે છે; એક વખત આવતો ન આણાએ ધમો સૂચવે છે; એક વાર આવતો જ્ઞા ઝાણ (ધ્યાન) સૂચવે છે; એક વાર આવતો ન જીવ-જગતનું સૂચન કરે છે; એક વાર આવતો ત તત્ત્વ (આત્મતત્ત્વ) સુચવે છે, એક વાર આવતો ર દેવ (વીતરાગ પ્રભુ)નું સૂચન કરે છે; એક વાર આવતો ઘ ધર્મક્રિયા સૂચવે છે; એક વખત આવતો દ હિંસાત્યાગ સૂચવે છે. ત્રણ વાર આવતો ત્રણ યોગ (મન, વચન અને કાયાના)નું સૂચન કરે છે; નવ વખત આવતો વ નવ વાડ (બ્રહ્મચર્યની)નું સૂચન કરે છે. આમ, નવકારમંત્રના જુદા જુદા અક્ષરોનો મહિમા ઘણી જુદી જુદી રીતે દર્શાવાયો છે. નવકારમંત્રના અક્ષરનો મહિમા દર્શાવતાં વળી કહેવાયું છે : मन्त्रपंच नमस्कार कल्पकारस्कराधिकः। अस्ति प्रत्यक्षराष्टानोत्कृष्टविद्यासहस्रकः।। કિલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળા પંચ -પરિમેષ્ઠિ નમસ્કારના પ્રત્યેક અક્ષર ઉપર એક હજાર ને આઠ વિદ્યાઓ રહેલી છે.]. नवकार एक अक्खर पावं फेडेइ सत्तअयराणं। पन्नासं च पएण सागर पणसय समग्गेणं।। [શ્રી નવકારમંત્રનો એક અક્ષર સાત સાગર (સાગરોપમ)નાં પાપનો નાશ કરે છે. તેના એક પદ વડે પચાસ સાગરોપમનું પાપ નાશ પામે છે.] Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૪. જિનતત્ત્વ શ્રી કુશળલાભ વાચક “નવકારમંત્રના છંદ'માં એનો મહિમા વર્ણવતાં આરંભમાં જ કહે છે : અડસઠ અક્ષર અધિક ફલ, નવ પદ નવે નિધાન, વીતરાગ સ્વયં મુખ પદે, પંચ પરમેષ્ઠિ પ્રધાન; એક જ અક્ષર એક ચિત્ત, સમર્યા સંપત્તિ થાય, સંચિત સાગર સાતનાં પાતિક દૂર પલાય. નવકારમંત્રમાં જેને નમસ્કાર કરવામાં આવ્યો છે તે પદો - રિહંતાdi, સિદ્ધા, મારિયા, સવજ્ઞાપા, સાદૂi પદો, વ્યક્તિવાચક નહિ, પણ જાતિવાચક કે ગુણવાચક હોવાથી જ નવકારમંત્ર સર્વવ્યાપક અને સનાતન રહ્યો છે. એથી જ આ મંત્ર અન્ય ધર્મને પણ સ્વીકાર્ય બની શકે છે. એનાં ગુણવાચક પદોની આ મહત્તા છે. નવકારમંત્રનાં પાંચ પદ, ચૂલિકાનાં ચાર પદ, અને ચૂલિકાસહિત નવ પદના સંખ્યાંક પ્રમાણે તથા તે દરેકનાં સ્વર, વ્યંજન, માત્રા વગેરેના સંખ્યાંક પ્રમાણે તથા તેનાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે કરવાથી પ્રાપ્ત થતાં સંખ્યાંક પ્રમાણે તેની સાથે ત્રણ તત્ત્વ, ચાર કષાય, ચાર ગતિ, પાંચ આચાર, પાંચ મહાવ્રત, પાંચ જ્ઞાન, છ દ્રવ્ય, સાત નય, આઠ કર્મ, નવ તત્ત્વ, નવ નિધિ, અગિયાર ગણધર, દ્વાદશાંગી, ચૌદ ગુણસ્થાન, ચૌદ રાજલોક, બાવીસ પરીષહ, ચોવીસ તીર્થંકર વગેરેનો સંખ્યાંક જોડીને તેનો મહિમા બતાવાય છે. અમુક રીતે ગુણાકાર વગેરે કરવાથી સર્વ શ્રુતજ્ઞાનના અક્ષરોની સંખ્યા પણ આવે છે એમ દર્શાવાય છે. એકંદરે નવકારમંત્રના અક્ષરો મંત્રરૂપ હોવાથી અને તેની વિવિધ સંખ્યા સાંકેતિક હોવાથી તે નવકારમંત્રના મહિમાને સવિશેષ દર્શાવે છે. આમાં ઉપલક દૃષ્ટિએ કોઈએ માત્ર જોડી કાઢેલી ગણિતની રમત દેખાય, પરંતુ અનુપ્રેક્ષા દ્વારા તેમને સૂક્ષ્મ અનુભૂતિ થઈ હોય તેમને પ્રત્યેક અક્ષર યથાસ્થાને, યથાર્થ, પરમ રહસ્યનો બોધ કરાવનાર અને સમગ્રપણે મોક્ષમાર્ગના પ્રમાણ માટે પથપ્રદર્શક લાગે છે. હજારો વર્ષ પૂર્વેથી જે મંત્ર સાતત્યપૂર્વક ચાલ્યો આવતો હોય એમાં જુદી જુદી પરંપરામાં કોઈ કોઈ અક્ષરમાં ફરક પડ્યો છે, પણ એવા ફરકનું ખાસ મહત્ત્વ નથી. વળી પદની દૃષ્ટિએ તથા અર્થ અને ભાવની દૃષ્ટિએ તેમાં કશો જ ફરક પડ્યો નથી. શ્વેતામ્બર પરંપરામાં કોઈક ફિરકાના કેટલાક લોકોમાં મરિહંતાને Page #351 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ૩૪૧ બદલે અહંતાનું શબ્દ બોલાય છે. રિહતાળને બદલે અહંતાનું અથવા ઞરુહંતાણં પાઠ પ્રાચીન ગ્રંથોમાં પણ મળે છે] નમો જોય્ સવ્વસાહૂળને બદલે નમો સવ્વસાદુળ એવો પાઠ પણ ‘ભગવતી સૂત્રમાં મળે છે. દિગમ્બર પરંપરામાં આરિયાળને બદલે આરિયાળ, નમુારોને બદલે ળમોવારો અને હવને બદલે હોર્ પાઠ વધુ બોલાય છે, પરંતુ તેથી અર્થ અને ભાવની દૃષ્ટિએ કંઈ ફરક પડતો નથી. નવકારમંત્રમાં પ્રથમ પદ નમોને બદલે મને પણ વપરાય છે. શ્વેતાંબરોમાં નમો અને દિગમ્બરોમાં નમો એકંદરે વધુ પ્રચલિત છે, તેમ છતાં બંને પદ બંને સંપ્રદાયોમાં વિકલ્પે વપરાય છે. નવકારમંત્રમાં જે નમો ૫૬ છે તેમાં પ્રથમ વ્યંજન દંત્ય તરીકે ન બોલાય છે. તથા વિકલ્પે મૂર્ધન્ય ‘’ પણ બોલાય છે. સંસ્કૃત ભાષાના ૬ જેટલો પ્રચલિત છે, તેટલો જ્ઞ નથી, પરંતુ પ્રાકૃતમાં – અર્ધમાગધીમાં ન કરતાં ‘’ વધુ પ્રચલિત છે. નવકારમંત્ર પ્રાકૃત ભાષામાં હોવાથી નમોને બદલે મો બોલાય-લખાય તે વધુ યોગ્ય છે એમ કેટલાક માને છે. પ્રાકૃતમાં નને સ્થાને નો આદેશ થાય છે. વરરુચિ નામના વૈયાકરણ પ્રમાણે પ્રાકૃતમાં ‘જ્ઞ’નો ‘’ થવો જોઈએ, ‘પ્રાકૃત પ્રકાશ' નામના વ્યાકરણ ગ્રંથમાં નો જ સર્વત્ર। નામનું સૂત્ર આપ્યું છે, જે બતાવે છે કે પ્રાકૃતમાં બધે જ 7નો ॥ થાય છે, પરંતુ હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન'માં આ અંગે વૌ સૂત્ર (૮ ૧ ૨૨૯) આપ્યું છે તે પ્રમાણે વ। એટલે વિકલ્પે અને સૌ એટલે આદિમાં અર્થાત્ શબ્દારંભે રહેલા અસંયુક્ત નનો ॥ થાય છે. પ્રાકૃતમાં લખાયેલા કેટલાક ગ્રંથોમાં ૬નો વિકલ્પ ॥ જોવા મળે છે. હસ્તપ્રતોમાં પણ 7 અને જ એ બંને અનુનાસિક વ્યંજનો વિકલ્પે લખાયેલા જોવા મળે છે. વળી ઓરિસ્સાની ઇસવીસન પૂર્વેની ગુફામાં નો કોતરાયેલું તથા મથુરાના સ્તૂપ ઉપર પણ નો કોતરાયેલું જોવા મળે છે. આમ અત્યંત પ્રાચીન કાળથી બંને પદો પ્રચલિત રહ્યાં છે. એટલે ન અને રૂ એ બંને પ્રયોગો શુદ્ધ છે એમ કહી શકાય. માટે જ નમોને બદલે મો હોય અથવા નમુ∞ારોને બદલે નમુવારો હોય તો તે બંને સાચાં છે. પરંતુ નોને બદલે મો જ થવું જોઈએ એવો આગ્રહ યોગ્ય નથી. - મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ ગમો અને નમો એ બંને પદ યોગ્ય છે. મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ થી ૬ સુધીના બધા જ અક્ષરો મંત્રસ્વરૂપ છે. માતૃકાક્ષરોનાં જે - Page #352 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ શુભાશુભ ફલ મંત્રશાસ્ત્રના ગ્રંથોમાં દર્શાવવામાં આવ્યાં છે તેમાં નને ‘સંતોષ આપનાર’ તરીકે અને ને ‘શ્રમ કરાવનાર' તરીકે ઓળખાવાયો છે. ‘મંત્રાભિધાન' ગ્રંથમાં નાં ૨૦ નામો આપવામાં આવ્યાં છે : જેમ કે (૧) નિર્ગુણ (૨) રતિ (૩) જ્ઞાન (૪) વૃંભન (૫) પક્ષિવાહન (૬) જ્યા (૭) શંભુ (૮) નરકજિત (૯) નિષ્કલ (૧૦) યોગિનીપ્રિય (૧૧) દ્વિમુખ (૧૨) કોટવી (૧૩) શ્રોત્ર (૧૪) સમૃદ્ધિ (૧૫) બોધિની (૧૬) રાઘવ (૧૭) શંખિની (૧૮) વીર (૧૯) (૨૦) નિર્ણય. ૩૪૨ ‘મંત્રાભિધાન’માં તદુપરાંત એવી જ રીતે નનાં ૩૫ નામ નીચે પ્રમાણે આપવામાં આવ્યાં છે : જેમ કે (૧) ગજ્જિની (૨) ક્ષમા (૩) સૌરિ (૪) વારુણી (૫) વિશ્વપાવની (૬) મેષ (૭) સવિતા (૮) નેત્ર (૯) દંતુર (૧૦) નારદ (૧૧) અંજન (૧૨) ઊર્ધ્વવાસી (૧૩) દ્વિરંડ (૧૪) વામપાદાંગુલિમુખ (૧૫) વૈનર્તય (૧૬) સ્તુતિ (૧૭) વર્ષન (૧૮) તરણિ (૧૯) વાલિ (૨૦) આગળ (૨૧) વામન (૨૨) જ્વાલિની (૨૩) દીર્ઘ (૨૪) નિરીહ (૨૫) સુગતિ (૨૬) વિયત્ (૨૭) શબ્દાત્મા (૨૮) દીર્ધઘોણા (૨૯) હસ્તિનાપુર (૩૦) પંચક (૩૧) ગિરિનાયક (૩૨) નીલ (૩૩) શિવ (૩૪) અનાદિ અને (૩૫) મહામતિ. આમ રૂ કરતાં નનો મહિમા મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ વધુ બતાવવામાં આવ્યો છે. છંદશાસ્ત્રની દૃષ્ટિએ જ દગ્ધાક્ષર હોવાથી નિષિદ્ધ મનાયેલો છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ ” જ્ઞાનનો વાચક છે. માટે તે મંગલમય છે. તેવી રીતે ન પણ જ્ઞાનનો વાચક છે અને તે પણ મંગલમય મનાય છે. આમ નવકારમંત્રમાં નો અને મો બંને પદ વિકલ્પે વપરાય છે. બંને શુદ્ધ અને સાચાં છે. તેમ છતાં મો કરતાં નમોનો મહિમા વધુ મનાયો છે. વળી નો પદ વધુ પ્રચલિત રહ્યું છે. નવમું પદ પઢમં હવદ્ માતમ્ ને બદલે પઢમં હોર્ મંત્ત એ પ્રમાણે પણ બોલાય છે. શ્વેતામ્બરોમાં દ્દવરૂ અને દિગમ્બરોમાં હોર્ વિશેષપણે બોલાય છે. અર્થની દૃષ્ટિએ હવદ્ અને હોર્ બંને બરાબર છે. અને બંને સાચાં છે. હવદ્ અને ઢોરૂ એ બંને પદ વ્યાકરણની દૃષ્ટિએ વર્તમાનકાળમાં તૃતીય પુરુષ એકવચનમાં વપરાય છે, તેનું મૂળ ધાતુ ‘હો' છે. સંસ્કૃત ભાષામાં મૂ ધાતુ Page #353 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ઉપરથી વર્તમાનકાળમાં તૃતીય પુરુષ એકવચનમાં મત્ત થાય છે. તે પ્રમાણે પ્રાકૃતમાં વરૂ અથવા હોદ્દ થાય છે. પરંતુ હોદ્દ કરતાં હવઽ વધુ પ્રચલિત છે, કારણ કે જો વોટ્ટુ બોલવામાં આવે તો ચૂલિકાનાં ચાર પદના ૩૨ અક્ષર થશે, એટલે કે નવકારમંત્રના ૬૭ અક્ષર થશે. વરૂ બોલવાથી ચૂલિકાના ૩૩ અક્ષર થશે. અને નવકારમંત્રના ૬૮ અક્ષર થશે. ચૂલિકાના ૩૩ અક્ષર [તિતીમ સવવર] છે અને તેમાં નવમા પદમાં હૅવફ છે એવો સ્પષ્ટ નિર્દેશ ‘મહાનિશીથ સૂત્ર'માં થયેલો છે તે જુઓ : ૩૪૩ तहेव इक्कारसपथपरिच्छिन्नति आलावगतित्तीस अक्खरपरिमाणं एसो पंच नमुक्कारो, सव्वपावप्पणासणो, मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ति चूलम् । દિગમ્બર ગ્રંથ ‘મૂલાચાર'ના ષડાવશ્યકાધિકારમાં નીચેની ગાથા આપેલી છે : एसो पंचणमोयारो सव्वपावप्पणासणो । मंगलेसु य सव्वेसु, पढमं हवदि मंगलं ।। આ ગાથા દિગમ્બર શાસ્ત્રોમાં છે. તેમની પૂજનવિધિમાં પણ તે આવે છે. આમાં હતિ છે, જે ઉપરથી વરૂ થાય અને તે વધુ પ્રચલિત છે. તેમાં છેલ્લા પદમાં ૯ અક્ષર છે એટલે આ શ્લોકના ૩૨ ને બદલે ૩૩ અક્ષર થાય છે. નવકારમંત્રમાં ચૂલિકા અનુષ્ટુપ છંદમાં છે. અનુષ્ટુપ છંદમાં પ્રત્યેક ચરણ આઠ અક્ષરનું હોય છે. એ રીતે ચૂલિકાનાં ચાર ચરણના ૩૨ અક્ષર થાય. એટલે છેલ્લા ચરણમાં હોર્ લઈએ તો ૩૨ અક્ષર બરાબર થાય અને વક્ લેતાં ૩૩ અક્ષર થાય અને તેથી છંદોભંગનો દોષ આવે એવી એક દલીલ કરવામાં આવે છે, પરંતુ અનુષ્ટુપ છંદમાં ૩૨ ને બદલે વિકલ્પે ૩૩ અક્ષર હોય એવાં અનેક ઉદાહણ ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિક વગેરેની ગાથાઓમાંથી મળશે. છંદની આ છૂટ પરાપૂર્વથી લેવાતી આવી છે. પ્રાકૃત કવિતામાં તે વિશેષપણે જોવા મળે છે. એટલે નવકારમંત્રમાં હવદ્ પદને લીધે ચૂલિકાના અનુષ્ટુપ છંદના ૩૩ અક્ષર થાય છે એ છંદોભંગનો દોષ નથી. વળી ચૂલિકાના ૩૨ ને બદલે ૩૩ અક્ષ૨નું પ્રયોજન અન્ય એક દૃષ્ટિએ દર્શાવવામાં આવે છે. ‘નમસ્કારાવલિકા' નામના ગ્રંથમાં નવકારમંત્રનો મહિમા બતાવતાં જણાવ્યું છે કે કોઈ ખાસ પ્રયોજન કે પ્રસંગ ઉપસ્થિત થાય તે વખતે Page #354 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ચૂલિકાનાં ચાર પદોનું ધ્યાન ધરવું. એ ધ્યાન કર્ણિકાસહિત બત્રીસ પાંખડીના કમળનું ધરવાનું હોય છે, અને તે દરેક પાંખડીમાં એક એક અક્ષર અને એક અક્ષર કર્ણિકામાં એમ ૩૩ અક્ષરનું સ્થાપન કરીને ધ્યાન ધરવાનું ગ્રંથકારે ફરમાવ્યું છે. એટલે ચૂલિકાના ૩૩ અક્ષરો હોય તો જ આવું કમળની પાંખડીઓવાળું ધ્યાન ધરી શકાય. એટલે ચૂલિકાના ૩૩ અક્ષરોને એનું સમર્થન મળે છે. ૩૪૪ : નવકારમંત્રના ધ્યાનના ક્રમમાં પણ અક્ષરો અને પદોનું મહત્ત્વ છે. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબ ‘નમસ્કાર મીમાંસા'માં લખે છે ‘પ્રથમ અક્ષરમય, પછી પદમય, પછી રૂપસ્થ અને છેલ્લે રૂપાતીત એ ધ્યાનનો ક્રમ છે. અક્ષરધ્યાન આકૃતિ અને વર્ણ ઉભય પ્રકારે કરાય છે. મંત્રનો દરેક અક્ષર પવિત્ર છે, કેમ કે તે વડે મંત્રદેવતાના દેહનું નિર્માણ થાય છે. મંત્રનું આત્મા સાથે–આત્માની ચિત્તશક્તિ સાથે અનુસંધાન થવું તે શબ્દાનુસંધાન છે. અક્ષરમય ધ્યાન વડે શબ્દાનુસંધાન, પદમય ધ્યાન વડે અર્થાનુસંધાન અને રૂપસ્થ ધ્યાન વડે તત્ત્વાનુસંધાન થાય છે.’ વળી તેઓ ‘નમસ્કારમીમાંસા'માં લખે છે: ‘મંત્રદૃષ્ટિએ નમસ્કારના વર્ણો પરમ પવિત્ર છે. પવિત્ર પુરુષોના મુખમાંથી નીકળેલા છે. અને પરમ પવિત્ર એવા પરમેષ્ઠિ પદને પમાડનારા છે. શબ્દશક્તિ અચિંત્ય છે; આ વર્ણો અભેદ-પ્રણિધાન કરાવનારા છે; ધ્વનિરૂપે અનાહત નાદ સુધી પહોંચાડનારા છે; અને જ્ઞાનરૂપે અવ્યક્ત એવા આત્મતત્ત્વને પમાડનાર છે. પ્રથમ વર્ણોચ્ચાર પછી વર્ણસ્મૃતિ, ત્યારપછી, અનાહત નાદ અને અંતે અવ્યક્તની પ્રાપ્તિ, એવો ક્રમ છે.' નવકારમંત્રમાં માતૃકાઓનું ધ્યાન, એક એક અક્ષરનું અલગ અલગ ધ્યાન, પણ મહત્ત્વનું અને આધ્યાત્મિક વિકાસમાં ઉપયોગી મનાયું છે. ધ્યાન ધરવામાં આગળ વધેલા મહાપુરુષો જ્યારે સંભેદ-પ્રણિધાન-પદ્ધતિથી નવકારમંત્રના કોઈ પણ એક અક્ષરનું ધ્યાન કરે છે ત્યારે તેની સામે પોતાના આત્માને એકાકાર બનાવી દે છે. તેઓ તે અક્ષરમય બની જાય છે. નવકારમંત્રના અડસઠ અક્ષરોનું ધ્યાન કુંડલિની શક્તિ જાગ્રત કરવા માટે પણ કરાય છે. અડસઠ અક્ષરોને કુંડલિની આકારે સાડા ત્રણ વર્તુલમાં ક્રમાનુસાર ગોઠવી એક પછી એક અક્ષરનું મૂલાધાર ચક્રમાં ધ્યાન ધરાય છે. આમ, નવકારમંત્રના અડસઠ અક્ષરનું ધ્યાન અડસઠ તીરથની જાત્રા સમાન ગણાય છે. (અડસઠ તીર્થનાં નામોની ગણના જુદી જુદી રીતે થાય છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ૩૪૫ વળી તેનો સ્થૂલ અર્થ ઉપરાંત આધ્યાત્મિક અર્થ પણ ઘટાવાય છે.) અડસઠ અક્ષરનું ધ્યાન ભવોદધિ તરવા માટે નૌકા સમાન ગણાય છે. નવકારમંત્રના અક્ષરો સંસારસાગરનો પાર કરાવનાર, મોક્ષપદનો દાતાર ગણાય છે. નવકારમંત્રના અક્ષરનું ધ્યાન આત્માને એના અક્ષર- સ્વરૂપમાં લઈ જાય છે અને અક્ષર (અક્ષય) પદ અપાવે છે. નવકારમંત્ર આવો પરમ અદ્વિતીય મંત્ર ગણાતો હોવા છતાં આપણી આસપાસ નજર કરીએ તો જણાશે કે સંસારનાં અનેક મનુષ્યોને નવકારમંત્રની કંઈ જ ખબર નથી. શાસ્ત્રકારો કહે છે કે મંત્રમાં રહેલા મંત્રસ્વરૂપ અક્ષરોની જીવનમાં પ્રાપ્તિ થવી એ પણ પૂર્વના પુણ્યોદય વિના, તેવા પ્રકારના શુભ કર્મના ઉદય વિના શક્ય નથી. માણસ અનેકને નમવાની દ્રવ્યક્રિયા કરતો હોય અને છતાં નવકારમંત્રના પ્રથમ પદ ‘નમો અરિહંતાણં’ને તો શું પણ પ્રથમ પદના પ્રથમ અક્ષર 7 ને પામી શકતો નથી. માણસ વર્ણમાળાના 7 અક્ષરનું ઉચ્ચારણ પોતાના જીવનમાં અનેક વાર, અસંખ્ય વાર કરતો હોવા છતાં નવકારમંત્રના મંત્રસ્વરૂપ અક્ષર 7 સુધી તે પહોંચી શકતો નથી. તેને પામી શકતો નથી. નવકારમંત્રની જાણ થયા પછી, એના અર્થની સમજણ પામ્યા પછી પણ શ્રદ્ધાપૂર્વક પંચપરમેષ્ઠિ પ્રત્યે પ્રીતિ, ભક્તિ વગેરે પ્રગટ થવાનું સરળ નથી. નવકારમંત્ર સ૨ળ મંત્ર છે, છતાં તેને જીવનમાં સાચી રીતે પામવો, સારી રીતે જીવનમાં તે પ્રતિષ્ઠિત થવો કે સિદ્ધ થવો અત્યંત દુર્લભ મનાયો છે. એટલા માટે જ કહેવાયું છે કે : विज्झइ राहा वि फुडं उम्मूलिज्जइ गिरी वि मूलाओ । गम्म गयणयलेणं दुलहो य इमो नमुक्कारो ।। [રાધાપૂતળીને સ્પષ્ટપણે વીંધવી એ દુષ્કર નથી. ગિરિનું મૂળથી ઉન્મૂલન કરવું એ પણ દુષ્કર નથી. ગગનતલમાં ગમન કરવું એ પણ અશક્ય નથી. પણ આ એક નવકારમંત્રને સાચી રીતે પામવો એ અતિ દુર્લભ છે.] Page #356 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય ધ્વનિ તીર્થકર ભગવાનના અર્થાત્ અરિહંત પરમાત્માના જે બાર ગુણ ગણાવવામાં આવે છે, તેમાં ચાર મૂલાતિશયના (અથવા સહજાતિશયના) ચાર ગુણ સાથે આઠ પ્રાતિહાર્યના આઠ ગુણ નીચે પ્રમાણે ગણાવાય છે : (૧) અપાયાપગમાતિશય, (૨) જ્ઞાનાતિશય, (૩) પૂજાતિશય અને (૪) વચનાતિશય (આ ચાર મૂલાતિશય છે.) પ્રાતિહાર્યો આઠ છે : (૧) અશોકવૃક્ષ, (૨) સુરપુષ્પવૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) આસન, () ભામંડલ, (૭) દુંદુભિ અને (૮) છત્ર. સમવસરણ વખતે દેવો તીર્થંકર પરમાત્માનાં આ આઠ પ્રાતિહાર્યોની રચના કરે છે. આમ, ચાર મૂલાતિશય અને આઠ પ્રાતિહાર્ય મળીને બાર ગુણ થાય છે. આમાં દિવ્ય ધ્વનિ' એ તીર્થંકર પરમાત્માની પ્રાતિહાર્યનો એક પ્રકાર છે. વળી તે અરિહંત ભગવાનનો એક ઉત્તમ ગુણ છે. તીર્થંકર પરમાત્માનાં આઠ પ્રાતિહાર્ય (સંખ્યા, ક્રમ અને નામની દૃષ્ટિએ) શ્વેતામ્બર અને દિગમ્બર બને પરંપરાને માન્ય છે. પ્રાતિહાર્ય માટેનો નીચેનો શ્લોક ઘણો પ્રાચીન છે અને બંને પરંપરામાં તે પ્રચલિત છે : अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्चामरमासनं च। भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणम् ।। [અશોકવૃક્ષ, સુરપુષ્ટવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને આતપત્ર (છત્ર) એ જિનેશ્વરોનાં પ્રાતિહાર્ય છે. પ્રાચીન સાહિત્યમાં આ શ્લોક લગભગ પંદર સો વર્ષ પૂર્વે થઈ ગયેલા મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિએ પોતાના “અનેકાન્તજય પતાકા' નામના ગ્રંથમાં ક્યાંકથી ઉદ્ધત કરેલો સૌપ્રથમ જોવા મળે છે. પરંતુ આ લોક એથી કેટલો Page #357 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય ધ્વનિ ૩૪૭ વધુ પ્રાચીન છે તથા મૂળ કયા ગ્રંથનો એ છે અને એની રચના કોણે કરી છે તે વિશે પ્રમાણભૂત રીતે કશું જાણવા મળતું નથી. સૈકાઓથી પ્રચલિત બનેલો આ શ્લોક અત્યંત પવિત્ર મનાય છે અને સ્તુતિ, ચૈત્યવંદન, વિધિવિધાન વગેરેમાં બહુમાનપૂર્વક એનું પઠન થાય છે. પ્રાતિહાર્યો વિશે પ્રાકૃતમાં શ્રી નેમિચંદ્રસૂરિવિરચિત “પ્રવચન-સારોદ્ધાર' ગ્રંથમાં નીચે પ્રમાણે શ્લોક મળે છે : कंकिल्लि कुसुमवुट्ठी देवज्झुणि चामरासणाई च। भावलय मेरी छत्त जयंति जिणपाडिहेराई।। કિંકિલ્લિ (અશોકવૃક્ષ), કુસુમવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભાવલય (ભામંડળ), ભેરી (દુંદુભિ) અને છત્ર એ જિનનાં પાડિહેર (પ્રાતિહાર્ય) જય પામે છે.] પ્રાતિહાર્ય શબ્દ સંસ્કૃત પ્રતિહાર ઉપરથી આવ્યો છે. પ્રતિહાર કરે તે પ્રાતિહાર્ય. પ્રતિહાર શબ્દ પ્રતિ + ૮ ઉપરથી આવ્યો છે. પ્રત્યેવં તિ સ્વામિપાર્થમાનયતિ એટલે કે દરેકને સ્વામી પાસે લઈ આવે તે પ્રતિહાર. પ્રતિહારનો એક અર્થ થાય છે દરવાજો અથવા દ્વાર. એટલે લક્ષણાથી પ્રતિહારનો અર્થ થાય છે દ્વારપાળ, બારણાંનો રક્ષક, ચોકીદાર, પહેરેગીર. પ્રતિહારનો વિશેષ અર્થ થાય છે છડીદાર, રાજાની આગળ ચાલનાર, રાજાનો અંગરક્ષક. વળી પ્રતિહારનો બીજો અર્થ થાય છે ઇન્દ્રની આજ્ઞા મુજબ કામ કરનારા દેવો. દેવો સમવસરણમાં પ્રાતિહાર્યની એટલા માટે રચના કરે છે કે જેથી એ પ્રાતિહાર્યો જગતના લોકોને તીર્થંકર પરમાત્મા પાસે લઈ આવે. પ્રાતિહાર્યો લોકોના ચિત્તમાં આશ્ચર્ય, જિજ્ઞાસા, ઓસ્ક્ય, કુતૂહલ વગેરે ભાવો પ્રેરે છે અને તીર્થંકર પરમાત્મા પ્રત્યે પૂજ્યભાવ જન્માવે છે. એટલા માટે દેવો એની રચના કરે છે. દેવોનું આ પ્રતિહારકર્મ છે એટલે એને પ્રાતિહાર્ય (અથવા મહાપ્રાતિહાર્ય) કહેવામાં આવે છે. રાજાના રક્ષકોને કે પહેરેગીરોને પણ પ્રતિહાર કહેવામાં આવે છે. પરંતુ રાજાના પ્રતિહારો મનુષ્ય હોય છે. વળી તે પગાર લઈ નોકરી કરનારા હોય છે. ક્યારેક રાજા માટે તેમના મનમાં અભાવ કે ધિક્કાર પણ હોઈ શકે છે. તીર્થકર ભગવાનના પ્રતિહારો દેવો હોય છે. તેઓ નોકર તરીકે નહિ, પણ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જિનતત્ત્વ પોતાનામાં સહજ રીતે પ્રગટેલા ભક્તિભાવથી પ્રેરાઈને સ્વેચ્છાએ, ઉમંગ અને ઉલ્લાસથી પ્રતિહાર તરીકે કામ કરે છે. તેમની પાસે વૈક્રિય લબ્ધિ હોય છે અને તેઓ અવધિજ્ઞાની હોય છે. તેઓ વૈક્રિય લબ્ધિ કે શક્તિ વડે વિવિધ પ્રકારની રચનાઓ કે રૂપો બનાવી (વિકવી શકે છે. એટલા માટે દેવો સમવસરણમાં જે રચના કરે છે તે પ્રાતિહાર્ય કહેવાય છે. “પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે : પ્રતિદરા: કુરપતિનિયુજી સેવાશ્લેષાં મfor प्रातिहार्याणि। પ્રાતિહાર્ય' શબ્દ ઉપરથી પ્રાકૃતમાં “પાડિહેર' શબ્દ આવ્યો. પાડિહેરનો અર્થ કરવામાં આવે છે : (૧) દેવતાકૃત પ્રતિહારકર્મ, (૨) દેવતાકત પૂજાવિશેષ અને (૩) દેવોનું સાન્નિધ્ય. બૌદ્ધ ધર્મમાં પણ પ્રાતિહાર્ય શબ્દ વપરાયેલો છે. વિનયપિટકના મહાવગ્ગ” ગ્રંથમાં પંદર પ્રકારનાં પ્રાતિહાર્યો ગણાવવામાં આવ્યાં છે. ત્યાં પ્રાતિહાર્ય એટલે એક પ્રકારનો દૈવી ચમત્કાર અથવા દેવી ઋદ્ધિ એટલો અર્થ કરવામાં આવ્યો છે. ભગવાન બુદ્ધના એવા ચમત્કારના પંદર પ્રસંગો તેમાં ટાંકવામાં આવ્યા છે. દેવો સમવસરણમાં પ્રાતિહાર્યોની જે રચના કરે છે તેમાં તીર્થંકર પરમાત્માનો પ્રભાવ કે અતિશય જ રહેલો હોય છે. દેવો ભલે સ્વેચ્છાએ, પૂજ્યભાવ અને ભક્તિભાવથી તેની રચના કરતા હોય તો પણ તેમાં સવિશેષ બળ, સમૃદ્ધિ, ઓજસ, ઐશ્વર્ય ઇત્યાદિ તીર્થંકર પરમાત્માના અતિશયને કારણે જ આવે છે. એમ કહેવાય છે કે સમવસરણમાં જેવું અશોકવૃક્ષ હોય છે તેવું અશોકવૃક્ષ ખુદ ઇન્દ્રના પોતાના ઉદ્યાનમાં પણ નથી હોતું. ધારો કે તીર્થકર પરમાત્માની ઉપસ્થિતિ ન હોય તેવે પ્રસંગે બધા જ દેવતાઓ ભેગા મળીને પોતાની તમામ વૈક્રિયાદિ લબ્ધિથી કોઈ એક અશોકવૃક્ષની રચના કરે તો પણ તે અશોકવૃક્ષનું સૌંદર્ય સમવસરણના અશોકવૃક્ષ કરતાં અનેકગણું ઊતરતું કે હીન હોય. વળી બધા દેવોએ તીર્થકર ભગવાનની હાજરી વિના ઉત્પન્ન કરેલું અશોકવૃક્ષ (કે અન્ય પ્રાતિહાર્ય) જોનાર લોકોના હૃદયમાં ધર્મની ભાવના ઉત્પન્ન ન કરી શકે, જ્યારે સમવસરણમાં દેવોએ રચેલ અશોકવૃક્ષ (કે અન્ય પ્રાતિહાર્ય) લોકોના હૃદયમાં ધર્મભાવના જાગ્રત કરવાનું નિમિત્ત બને છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય ધ્વનિ ૩૪૯ - આ આઠ પ્રાતિહાર્યોમાં દિવ્ય ધ્વનિ નામના પ્રાતિહાર્યમાં કેટલીક વિશેષ વિચારણા થઈ છે અને શ્વેતામ્બર તથા દિગમ્બર પરંપરામાં તેનું કેટલુંક અર્થઘટન જુદી જુદી રીતે થયું છે. “દિવ્ય ધ્વનિ એટલે શું ? દિવ્ય એટલે દૈવી. એનો એક અર્થ થાય છે દેવકૃત' ને બીજો અર્થ થાય છે “લોકોત્તર.” એટલે દિવ્ય ધ્વનિનો એક અર્થ થાય છે દેવતાઓએ કરેલો ધ્વનિ અને બીજો અર્થ થાય છે તીર્થંકર ભગવાનની વાણીરૂપ લોકોત્તર, દિવ્ય ધ્વનિ. સમવસરણ વખતે દેવતાઓ અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, સિંહાસન વગેરે પ્રાતિહાર્યોની રચના તો કરે છે, પરંતુ દેશનાની વાણીરૂપ દિવ્ય ધ્વનિ તો તીર્થંકર પરમાત્માનો પોતાનો હોય છે. એમનું એ આત્મભૂત લક્ષણ છે. તો તેમાં પ્રાતિહાર્યપણું કેવી રીતે ઘટી શકે ? - એવો પ્રશ્ન કોઈને થાય. એનો ખુલાસો કરતાં “પ્રવચન-સારોદ્ધાર' વગેરે ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે માલવ અને કેશિકીય વગેરે રાગ વડે તીર્થંકર પરમાત્મા સમવસરણમાં જે દેશના આપે છે તે વખતે ભગવાનની બંને બાજુ રહેલા દેવો વીણા, વેણુ વગેરે વાદ્યોના ધ્વનિ વડે ભગવંતના શબ્દોને વધુ મધુર અને કર્ણપ્રિય બનાવે છે. જેમ કોઈ ગાયકના મધુર ગીતધ્વનિને સંગીતકારો વાજિંત્રોના ધ્વનિ વડે વધારે મધુર કરે છે તેવી રીતે દેવો પણ તીર્થંકર પરમાત્મા પ્રત્યેના ભક્તિભાવથી પ્રેરાઈને એમની દેશનાના દિવ્ય ધ્વનિને વધુ આલાદક બનાવે છે. એટલે જેટલા અંશમાં દેવો વાજિંત્રો વડે ભગવાનની વાણીને વધુ મધુર બનાવે છે તેટલા અંશમાં દેવોનું એ પ્રાતિહાર્યપણું ગણવામાં આવે છે. એટલે દિવ્ય ધ્વનિને પ્રાતિહાર્ય તરીકે ગણવામાં કોઈ બાધ રહેતો નથી. આના અનુસંધાનમાં બીજો પ્રશ્ન એવો થાય કે શું તીર્થંકર પરમાત્માની વાણીમાં એવી ન્યૂનતા હોય છે કે દેવોએ એને મધુર કર્ણપ્રિય બનાવવાની જરૂર પડે ? એનો ઉત્તર એ છે કે તીર્થંકર પરમાત્માની વાણી તો જન્મથી જ અતિશયયુક્ત હોય છે. એટલે એમાં ન્યૂનતા હોવાનો પ્રશ્ન જ નથી રહેતો. દેવો તે દેશના સમયે દિવ્ય ધ્વનિ કરે છે તે કોઈ ન્યૂનતા દૂર કરવા માટે નહિ, પણ પોતાના અદમ્ય ભક્તિભાવને વ્યક્ત કર્યા વગર તેઓ રહી શકતા નથી માટે તેઓ દિવ્ય ધ્વનિ કરે છે. દેવોનો દિવ્ય ધ્વનિ માત્ર માધુર્ય માટે જ નહિ પણ ભગવાનની દેશનાના ધ્વનિને એક યોજન સુધી પ્રસારવા માટે પણ હોય છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ જિનતત્ત્વ તીર્થકર ભગવાનની વાણીરૂપી દિવ્ય ધ્વનિને અતિશય તરીકે ગણાવવામાં આવે છે. તીર્થકર ભગવાનના એવા ચોત્રીસ અતિશય છે. તેમાં ચાર અતિશય તે મૂલાતિશય છે. ઓગણીસ અતિશય દેવોએ કરેલા હોય છે અને અગિયાર અતિશય કર્મનો ક્ષય થયા પછી પ્રગટ થાય છે. દિગમ્બર પરંપરા પ્રમાણે ભગવાનના ચોત્રીસ અતિશયના એ જ પ્રમાણે ત્રણ પ્રકાર બતાવવામાં આવે છે : (૧) સહજાતિશય, (૨) કર્મલયજ અતિશય, અને (૩) દેવકૃત અતિશય. પરંતુ દિગમ્બર પરંપરામાં તે દરેક પ્રકારના અતિશયોની સંખ્યામાં ફરક છે. તેમાં સહજાતિશયની સંખ્યા દસ છે, કર્મક્ષયજ અતિશયોની સંખ્યા પણ દસ છે અને દેવકૃત અતિશયની સંખ્યા ચૌદ છે. એમાં ભગવાનની જન્મથી હિતકારી અને પ્રિય વાણીને સહજાતિશય તરીકે ઓળખવામાં આવે છે અને સમવસરણની સર્વભાષારૂપ વાણીને દેવકત અતિશય તરીકે ગણવામાં આવે છે. શ્વેતામ્બર પરંપરા પ્રમાણે તીર્થંકર પરમાત્માના આઠ પ્રાતિહાર્યમાંથી અશોકવૃક્ષ, સુરપુષ્ટવૃષ્ટિ, ચામર, આસન, દુંદુભિણ્ડિત્ર એ છે પ્રાતિહાર્યનો સમાવેશ દેવત અતિશયમાં થાય છે. ભામંડળ પ્રાતિહાર્યનો સમાવેશ કર્મક્ષયજ અતિશયમાં થાય છે. પરંતુ દિવ્ય ધ્વનિ પ્રાતિહાર્યનો (એટલે દેવોએ વીણા, વેણુ વગેરે દ્વારા કરેલા ધ્વનિનો) સમાવેશ કોઈ અતિશયમાં થતો નથી. અલબત્ત, ભગવાનની પોતાની વાણીરૂપ જે દિવ્ય ધ્વનિ છે તેને ચોત્રીસ અતિશયમાંના એક અતિશય તરીકે ગણવામાં આવે છે. તીર્થંકર પરમાત્માની દિવ્ય વાણી પાંત્રીસ પ્રકારના ઉત્તમ ગુણોથી યુક્ત હોય છે. એ ગુણો નીચે પ્રમાણે છે : (૧) સંસ્કારવત, (૨) ઉદાત્ત (ઊંચા સ્વરે) (૩) ઉપચારોપેત (અગ્રામ્ય), (૪) ગંભીર શબ્દ (મેઘગંભીર), (૫) અનુનાદિ (પ્રતિધ્વનિયુક્ત – સરસ પડઘો પડે, રણકો થાય), (૬) દક્ષિણ (સરળ), (૭) ઉપનીતરાગ (માલકોશ વગેરે રાગોથી યુક્ત), (૮) મહાર્થ (મહાન અર્થવાળી), (૯) અવ્યાહત પર્વાપર્ય (પરસ્પર વિરોધ વિનાની), (૧૦) શિષ્ટ, (૧૧) અસંદિગ્ધ (સંદેહરહિત), (૧૨) અપહૃતાન્યોત્તર (બીજાં કોઈ દૂષણ ન બતાવી શકે એવી), (૧૩) હૃદયગ્રાહી, (૧૪) દેશકાલાવ્યતીત, (૧૫) તત્ત્વાનુરૂપ. (૧૬) અપ્રકીર્ણપ્રસુત, (૧૭) અન્યોન્યપ્રગૃહીત, (૧૮) અભિજાત, (૧૯) અતિસ્નિગ્ધ મધુર, (૨૦) અપરમર્મવિદ્ધ (બીજાઓનાં મર્મને-રહસ્યોને Page #361 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય ધ્વનિ ૩૫૧ ખુલ્લાં ન કરનાર, બીજાનાં હૃદયને ન વીંધનાર), (૨૧) અર્થધર્માભ્યાસનેય, (૨૨) ઉદાર, (૨૩) પરનિંદાત્મોત્કર્ષવિપ્રયુક્ત, (૨૪) ઉપગતશ્લાઘ, (૨૫) અન૫નીત, (૨૯) ઉપાદિતાચ્છિન્નકૌતુહલ, (૨૭) અદ્ભુત, (૨૮) અનાભિવિલંબિત, (૨૯) વિશ્વમવિક્ષેપ – કિલિકિંચિતાદિવિમુક્ત, (૩૦) અનેકજાતિસંશ્રયથી વિચિત્ર, (૩૧) આહિતવિશેષ(બીજાં વચનોની અપેક્ષાએ વિશિષ્ટ), (૩૨) સાકાર, (૩૩) સત્ત્વપરિગ્રહ, (૩૪) અપરિખેદિત અને (૩૫) અવ્યુચ્છેદ. કોઈ કોઈ ગ્રંથોમાં આ પાંત્રીસ ગુણોનાં નામોમાં કે ક્રમમાં ફરક જોવા મળે છે. તીર્થંકર પરમાત્માના, “શ્રવણપરમસૌખ્ય” આપનાર દિવ્ય ધ્વનિનો મહિમા સમયે સમયે ગ્રંથકાર મહર્ષિઓએ વર્ણવ્યો છે. ઉ. ત., દિવ્યધ્વનિ પ્રાતિહાર્યનું વર્ણન કરતાં “પ્રવચનસારોદ્ધાર”માં કહ્યું છે : सरसतरसुधारससोदरः सरभसविविधदेशापहृतमुक्तव्यापार - प्रसारितवदनैः कुरंगकुलैराकुलाकुलैरुत्कर्णराकर्ण्यमानः सकलनानन्द-प्रमोददायी दिव्यध्वनिर्वितन्यते। શ્રેિષ્ઠતમ અમૃતરસ સરખો, કાનને અતિપ્રિય લાગતો તથા જે સાંભળવા માટે ચરવાનું ઇત્યાદિ કાર્ય છોડી દઈ આસપાસથી જ્યાં હરણોનાં ટોળેટોળાં દોડી આવે છે તથા સર્વ જનોને આનંદપ્રમોદ આપનારો એવો દિવ્ય ધ્વનિ (દેવો સમવસરણમાં) કરે છે.] દિવ્ય ધ્વનિનું વર્ણન કરતાં કલ્યાણ મંદિર સ્તોત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકર કહે છે : स्थाने गभीरहृदयोदधिसम्भवायाः पीयूषतां तव गिरः समुदीरयन्ति। पीत्वा यतः परमसंमदसंगभाजो भव्या व्रजन्ति तरसाऽप्यजरामरत्वम् ।। હેિ સ્વામિન્! ગંભીર હૃદયરૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલી તમારી વાણીને પંડિતો અમૃતરૂપ કહે છે, તે યોગ્ય જ છે. જેવી રીતે તમારી વાણીનું પાન કરીને મનુષ્ય અજરામરપણું પામે છે તેવી જ રીતે તમારી વાણીનું શ્રોત્રેન્દ્રિય વડે પાન કરીને, ભવ્ય પ્રાણીઓ પરમાનંદના અનુભવને પામીને શીધ્રપણે અજરામરપણાને – મોક્ષને પામે છે.] Page #362 -------------------------------------------------------------------------- ________________ ઉપર જિનતત્ત્વ દિગમ્બર પરંપરાના ૪૮ શ્લોકના ‘ભક્તામરસ્તોત્ર'માં દિવ્ય ધ્વનિ પ્રાતિહાર્યનું નીચે પ્રમાણે વર્ણન થયું છે 1: स्वर्गापवर्गगममार्गविमार्गणेष्टसद्धर्मतत्त्वकथनैकपटुस्त्रिलोक्याः । दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्वभाषास्वभावपरिणामगुणप्रयोज्यः ।। [સ્વર્ગ અને મોક્ષનો માર્ગ બતાવવામાં ઇષ્ટ મિત્ર, સદ્ધર્મ અને સસ્તુનું સ્વરૂપ કહેવામાં ત્રણે લોકમાં ચતુર તથા નિર્મળ અર્થ અને સમસ્ત ભાષાસ્વભાવ-પરિણામાદિ ગુણોથી યુક્ત આપનો દિવ્ય ધ્વનિ થાય છે.] ‘વીતરાગસ્તવ’ના પાંચમા પ્રકાશમાં હેમચન્દ્રાચાર્યે ‘દિવ્ય ધ્વનિ'નો મહિમા વર્ણવતાં લખ્યું છે : मालवकैशिकी मुख्यग्रामरागपवित्रितः । तव दिव्यो ध्वनिः पीतो हर्षोद्ग्रीवैर्मृगैरपि ।। [માલકોશ વગેરે ગ્રામરાગથી પવિત્ર થયેલા આપના દિવ્ય ધ્વનિનું હર્ષ વડે ઊંચી ગ્રીવાવાળાં બનેલાં હરણાંઓ દ્વારા પણ પાન થાય છે.] દિવ્ય ધ્વનિ વિશે ‘વીતરાગસ્તવ’ની ટીકામાં કહ્યું છે : तथा धर्मोपदेशावसरे हि भगवान् स्वभावसुभगंभविष्णुना श्रोतृजनश्रोत्रपुटप्रविशत्पीयूषकुल्यातुल्येन निरायासप्रवृत्तेनैव स्वरेण देशनां विधत्ते, किन्तु वृत्तिंकृत इव सूत्रं, सुरास्तमेव स्वरमायोजनं विष्वग् विस्तारयन्ति, अतो देवकृतत्वात् स दिव्यध्वनिरभिधीयते । ધર્મનો ઉપદેશ આપતી વખતે ભગવાન, સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતા, શ્રોતાજનોના કર્ણવિવરોમાં પેસતા અમૃતની નીક જેવા અને અનાયાસે બોલાતા સ્વર વડે દેશના આપે છે. પરંતુ જેમ ટીકાકારો સૂત્રને ટીકા વડે વિસ્તૃત કરે છે, તેમ તે જ ભગવંતના સ્વરને દેવતાઓ ચારે બાજુ એક યોજન સુધી વિસ્તારે છે, તેથી પ્રસારિત ધ્વનિ દેવકૃત હોવાથી તે અપેક્ષાએ દિવ્ય ધ્વનિ કહેવાય છે.] વળી, ‘વીતરાગસ્તવ'ની અવસૂરિમાં દિવ્ય ધ્વનિનું સવિસ્તર વર્ણન કરતાં કહેવાયું છે : Page #363 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય ધ્વનિ ૩૫૩ “હે સતિશાયિ વચનના સ્વામી ! સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતી, શ્રોતાજનોના કર્ણમાં પેસતી અમૃતની નીક સમાન અને શ્રમ વિના પ્રવર્તતી વાણી વડે જ્યારે સમવસરણમાં ભવ્યજનોના કલ્યાણને માટે આપ ધર્મદેશના આપો છો ત્યારે ભક્તિથી નિર્ભર હૃદયવાળા દેવતાઓ તે વાણીને સર્વ દિશાઓમાં એક યોજન સુધી વિસ્તારે છે. એથી જ એ ધ્વનિ દેવતાઓ વડે વિસ્તારાતો હોવાથી દિવ્ય ધ્વનિ મહાપ્રાતિહાર્ય કહેવાય છે. ક્ષીરાસવી, સર્પિરાવી, મધ્વાસવી અને અમૃતાસવી મુનિવરોમાં ચૂડામણિ સમાન હે જિનદેવ ! મેરુ પર્વત વડે મંથન કરાતા ક્ષીરસમુદ્રના ધ્વનિ સમાન ગંભીર નાદ વડે જ્યારે આપ દેશના આપો છો ત્યારે માધુર્યરસથી પરિપૂર્ણ એવા આપની વાણીના ધ્વનિને અપૂર્વ આનંદમાં નિમગ્ન મન વડે દેવગણો તો સાંભળે જ છે, કિન્તુ અનુપમ સહજ પરમ સુખના પ્રકર્ષથી જેઓનાં નેત્ર અર્ધનિમીલિત થયાં છે એવાં મૃગલાંઓ પણ તેને તીવ્ર સ્પૃહાથી સાંભળે છે. સર્વ જીવોના વચનથી અનંતગુણ ઉપાદેયતાવાળાં વચનના સ્વામી ! જ્યારે તે મૃગલાંઓ આપના દિવ્ય ધ્વનિને સાંભળે છે ત્યારે તેઓની ગ્રીવાઓ હર્ષથી ઊંચી થઈ જાય છે અને જાણે ચિત્રમાં આલેખિત હોય તેવાં અતિ સ્થિર થઈ જાય છે ! હે નાથ ! આપનો તે લોકોત્તમ ધ્વનિ માલવકૅશિકી (માલકોશ) પ્રમુખ ગ્રામરાગો વડે, પવિત્રિતસંવલિત હોય છે. જગતના પરમગુરુ, હે જિનેશ્વર દેવ ! કવિઓ અહીં મૃતઃ વતઃ (તે ધ્વનિનું મૃગલાંઓ વડે પાન કરાયું) એવું એટલા માટે કહે છે કે મૃગલાંઓ ધ્વનિપ્રિય હોય છે. સર્વજ્ઞત્વના કારણે સંગીતના ગ્રામરાગોના સર્વતત્ત્વને જાણનાર તે કલાનાથ! આપ માલવકેશિકી રાગમાં ધર્મદેશના એટલા માટે આપો છો કે તે વૈરાગ્યરરસને વ્યક્ત કરવા માટે અતિ સરસ હોય છે.” દિવ્ય ધ્વનિ વિશે ઉપાધ્યાય વિનયવિજયજીએ “લોકપ્રકાશમાં કહ્યું છે - मालवकैशिकीमुख्यग्रामरागांचीतोऽर्हताम् । आयोजनं ध्वनिर्दिव्यध्वनिमिश्रः प्रसर्पति।। મિાલકોશ પ્રમુખ રાગોમાં કહેવાતી ભગવંતની દેશનાનો ધ્વનિ (દેવતાઓએ કરેલા) દિવ્ય ધ્વનિથી મિશ્ર થઈને એક યોજન સુધીમાં ફેલાય છે.] Page #364 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ દિગમ્બર પરંપરાનુસાર દિવ્ય ધ્વનિની એક વ્યાખ્યા એવી આપવામાં આવે છે કે તીર્થંકર પરમાત્માને જે સમયે કેવળજ્ઞાન થાય છે બરાબર તે જ સમયે એમના સમગ્ર શરીરનાં સર્વાંગોમાંથી મેઘગર્જના જેવો કારરૂપી દિવ્ય ધ્વનિ નીકળે છે અને તે એક યોજન સુધી સંભળાય છે. ભગવાનના મુખનાં બધાં ઉચ્ચારણ-અવયવો એટલે કે તાળવું, જીભ, કંઠ, હોઠ, મુખ વગેરે બંધ અથવા શાંત જ હોય છે, તેમ છતાં આ ધ્વનિ પ્રકટ થાય છે. એ ધ્વનિ ભગવાન પોતે પોતાની ઇચ્છાથી પ્રકટ કરે છે એવું નથી. ભગવાનની ત્યારે કોઈ ઇચ્છા હોતી નથી, પરંતુ એ ધ્વનિ એમના દેહમાંથી સહજ રીતે પ્રકટ થાય છે. એ ધ્વનિ એમ કેવી રીતે પ્રગટ થઈ શકે એવો પ્રશ્ન થાય. એનો ઉત્તર એ છે કે ભવ્ય જીવોના પુણ્યના ઉદયથી તે દિવ્ય ધ્વનિ ભવ્ય જીવોને માટે પ્રગટ થાય છે. આ ધ્વનિ ૐકારરૂપી હોય છે અને તે સાંભળનાર સર્વ જીવોને અતિશય આહ્લાદ આપે છે. સાંભળનાર સર્વ જીવોના કલ્યાણરૂપ એ દિવ્ય ધ્વનિ હોય છે. ૩૫૪ દિગમ્બર પરંપરા અનુસાર દિવ્ય ધ્વનિનો બીજો પ્રકાર તે સર્વમાગધી ભાષા છે. ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે ભવ્ય મનુષ્યોની પ્રચલિત લોકભાષામાં આપે છે, પરંતુ ભગવાનની વાણીની એ ચમત્કૃતિ હોય છે કે ત્યાં આવેલા દેવો, મનુષ્યો અને પ્રાણીઓ એ દરેકની પોતપોતાની ભાષામાં ભગવાનની એ દેશના રૂપાંતરિત થઈ જાય છે અને એથી ભગવાનની દેશના સર્વને સમજાય છે. ‘યોગશાસ્ત્ર'માં હુંપદ્રાચાર્યે કહ્યું છે : નિનનિનમાષાનુ ાતવચનધર્માવવોધરમ્। ભગવાનની વાણીનો આ એક ‘અતિશય’ છે. સમવસરણમાં ભગવાનની દેશનારૂપી સર્વમાગધી ભાષામાં જ્યારે દિવ્ય ધ્વનિ પ્રગટ થાય છે ત્યારે ગણધરો ઉપસ્થિત હોય છે. એટલે કહેવાય છે કે ભગવાનનો સર્વભાષારૂપી દિવ્ય ધ્વનિ હંમેશાં ગણધરોની ઉપસ્થિતિમાં જ પ્રગટ થાય છે. દિગમ્બર પરંપરા અનુસાર તીર્થંકર ભગવાનનો સ્વભાવત: પ્રગટ થતો દિવ્ય ધ્વનિ ત્રણેય સંધિકાળમાં નવમુહૂર્ત સુધી અસ્ખલિત નીકળે છે અને તે એક યોજન સુધી સંભળાય છે. પરંતુ સમવસરણમાં ભગવાનનો સર્વમાગધીભાષારૂપી જે દિવ્ય ધ્વનિ હોય છે તે ગણધરો, દેવો, ચક્રવર્તીઓ વગેરેના પ્રશ્નોના ઉત્તરરૂપે અન્ય કાળે પણ પ્રગટ થાય છે. ભગવાનનાં સર્વાંગમાંથી પ્રગટ થતો દિવ્ય ધ્વનિ ૐકારરૂપી હોય છે Page #365 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય ધ્વનિ ૩૫૫ અને એટલા માટે એ દિવ્ય ધ્વનિને અક્ષરાત્મક કહેવામાં આવે છે, પરંતુ ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે તેમના મુખમાંથી પ્રગટ થતો દિવ્ય ધ્વનિ અક્ષરાત્મક હોય છે. ભગવાનના સમવસરણની જ્યાં જ્યાં જે રચના થાય છે તેમાં જે ભવ્ય મનુષ્યો આવેલાં હોય છે તે બધાંની કુલ ભાષાની સંખ્યા અઢાર અને લઘુભાષાની સંખ્યા સાત સો જેટલી હોય છે અને તે દરેકને ભગવાનની દેશના પોતપોતાની ભાષામાં પરિણમે છે. તદુપરાંત સમવસરણમાં આવેલાં જુદાં જુદાં પ્રાણીઓને ભગવાનની દેશનાની ભાષા પોતપોતાની ભાષાના રૂપમાં પરિણમે છે. શાસ્ત્રકારો ઉપમા આપતાં કહે છે કે જેમ આકાશમાં મેઘવર્ષા એક રૂપે જ હોય છે, પરંતુ નીચે આવ્યા પછી ભિન્નભિન્ન સ્થળ અનુસાર તે વર્ષાનું પાણી જુદે જુદે સ્થળે જુદાં જુદં રૂપમાં પરિણમે છે, તેવી જ રીતે ભગવાનની વાણી એક જ રૂપની હોવા છતાં સર્વ જીવોને પોતપોતાની ભાષામાં પરિણમે છે. ભગવાનની વાણીનો આ એક અતિશય છે. સમવસરણ કે પ્રાતિહાર્યનું આલંબન લઈ તપ, જાપ કે ધ્યાન દ્વારા જિનેશ્વર ભગવાનની આરાધના કરાય છે. દિવ્ય ધ્વનિના આલંબન દ્વારા થતી આરાધના માટેનો મંત્ર શાસ્ત્રકારોએ આ પ્રમાણે આપ્યો છે : ૐ હ્વીં મનરામરાदित्यध्वनिप्रातिहार्योपशोभिताय श्रीजिनाय नमः । ભવ્ય જીવોને સ્વર્ગાપવર્ગના કલ્યાણમાર્ગ તરફ આકર્ષવાર જિનેશ્વર ભગવાનની દેશનારૂપી દિવ્ય વાણીનો અને પ્રાતિહાર્ય દિવ્ય ધ્વનિનો મહિમા જેવોતેવો નથી. ધર્મરુચિહીન કે તત્ત્વરુચિહીન પૃથજનને તો તેની કલ્પના પણ ન આવી શકે ! Page #366 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ સૂત્ર પ્રાચીન અને મધ્યકાલીન જૈન સાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. જગતના જુદા જુદા ધર્મોના પ્રાચીન સાહિત્યમાં વિષયો, પ્રકારો, મૌલિક તત્ત્વચિંતન વગેરેની દષ્ટિએ જૈન સાહિત્ય જેટલું સમૃદ્ધ ભાગ્યે જ અન્ય કોઈ સાહિત્ય જોવા મળશે. હજારો જૈન કૃતિઓ હજુ અપ્રકાશિત છે અને હસ્તપ્રતોમાં સચવાયેલી છે. ભિન્ન ભિન્ન જ્ઞાનભંડારોમાં સચવાયેલી કુલ વીસ લાખથી વધુ પ્રાચીન હસ્તપ્રતોનું અસ્તિત્વ એ સમગ્ર વિશ્વમાં ભાષા અને સાહિત્યની એક વિરલ અદ્વિતીય ઘટના છે. જૈન સાહિત્ય દરેક તીર્થકરના સમયમાં દ્વાદશાંગીમાં શ્રુતપરંપરારૂપે હોય છે. કાળના પ્રવાહમાં તે લુપ્ત થઈ ગયું હોય છે. હાલ ઉપલબ્ધ જૈન સાહિત્ય છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીના કાળથી, અઢી હજાર વર્ષ કરતાં વધુ સમયથી સર્જાતું આવ્યું છે. વિવિધ કક્ષા અને પ્રકારના જીવો માટે નિર્માયેલા વિવિધ પ્રકારના વિપુલ સાહિત્યમાંથી આરાધકો માટે મંત્રસાહિત્ય, સૂત્રસાહિત્ય અને સ્તોત્રસાહિત્ય મહત્ત્વનું મનાયું છે. મંત્રમાં નવકારમંત્રનો, સૂત્રમાં લોગસ્સ સૂત્રનો અને સ્તોત્રમાં ભક્તામર સ્તોત્રનો સવિશેષ મહિમા રહેલો છે. કોઈ પણ ભેદભાવ વિના તમામ જૈનોને તે માન્ય છે અને વિશેષ પ્રચારમાં છે. લોગસ્સ સૂત્રની મહત્તા એ છે કે સૂત્ર હોવા છતાં સ્તોત્ર જેટલો આનંદ તે આપે છે, કારણ કે એની પંક્તિઓ કવિતાની અને ભક્તિની ભરતીનો અનુભવ સાચા ભક્તને કરાવે એવી છે. લોગસ્સ સૂત્રનો મૂળ પાઠ નીચે પ્રમાણે છે : लोगस्स उज्जोअगरे धम्मतित्थयरे जिणे। રિહતે સિં , રવીસ રિ વસ્તી ૧T उसंभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमई च। पउमप्पहं सुपासं, जिणं च चंदप्यहं वंदे ।।२।। Page #367 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ સૂત્ર सुविहिं च पुष्पदंतं, सीअल-सिज्जंस - वासुपुज्जं च । विमलमणं तं च जिणं, धम्मं संति च वंदामि । । ३ ।। कुंथुं अरं च मल्लि, वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिट्ठनेमिं पासं तह वद्धमाणं च । ।४ ॥ एवं मए अभिथुआ, विहुय-रय - मला पहीण-जर - मरणा । चवीस पि जिणवरा, तित्थयरा में पसीयंतु ॥ ५ ॥ कित्तिय-वंदिय-महिया, जे लोगस्स उत्तमा सिद्धा । ગાળ ચોદિ-નામ, સમાવિરમુત્તમં કિંતુ।૬।। चंदेसु निम्मलयरा, आईच्चेसु अहियं पयासरा । सागरवरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु । ७ ।। લોગસ્સ સૂત્રનો શબ્દાનુવાદ નીચે પ્રમાણે છે : લોકને પ્રકાશનારા, ધર્મતીર્થ પ્રવર્તાવનારા, જિનેશ્વર એવા ચોવીસે અત્યંત કેવળીઓનું હું કીર્તન કરીશ. ૧ ૩૫૭ શ્રી ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદનસ્વામી, સુમિતનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ અને ચંદ્રપ્રભને હું વંદન કરું છું. ૨ શ્રી સુવિધિનાથ અપરનામ પુષ્પદંત, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ તથા શાંતિનાથને હું વંદન કરું છું. ૩ શ્રી કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નેમિનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ તથા વર્ધમાન(એટલે શ્રી મહાવીરસ્વામી)ને હું વંદન કરું છું. ૪ એવી રીતે મારા વડે અભિમુખ ભાવે સ્તવાયેલા, કર્મરૂપી રજ અને મળનો નાશ કરનારા, જરા અને મરણથી મુક્ત થયેલા એવા ચોવીસ જિનેશ્વરો અને તીર્થંકરો મારા ઉપર પ્રસન્ન થાઓ. ૫ જેઓ જગતના ઉત્તમ સિદ્ધ પુરુષો તરીકે સ્તવાયેલા, વંદાયેલા અને પૂજાયેલા છે તેઓ મને આરોગ્ય, બોધિલાભ અને શ્રેષ્ઠ સમાધિ આપો. ૬ જેઓ ચંદ્રો કરતાં વધુ નિર્મળ છે, સૂર્યો કરતાં વધુ પ્રકાશ કરનારા છે, શ્રેષ્ઠ સાગર કરતાં વધુ ગંભીર છે એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધગતિ આપો. ૭ Page #368 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ લોગસ્સ સૂત્રનો પ્રત્યેક શબ્દ સપ્રયોજન અને અર્થગર્ભિત છે. આ સૂત્રમાં તીર્થંકરોની સ્તુતિ હોવાને કારણે તીર્થંકરોનાં ગુણલક્ષણરૂપ મહત્ત્વના શબ્દો એમાં ગૂંથી લીધા છે, જેમ કે (૧) લોગસ્સ ઉજ્જોઅગર પદ્રવ્યાત્માક ચૌદ રાજલોકના સંપૂર્ણ સ્વરૂપને પ્રકાશનારા અથવા પંચાસ્તિકાયરૂપી લોકનો કેવળજ્ઞાનરૂપી ભાવોદ્યોત વડે પ્રકાશ કરવાના સ્વભાવવાળા. (૨) ધમ્મતિત્થયર ધર્મરૂપી તીર્થ પ્રવર્તાવી ભવસાગરમાં ડૂબતા જીવોને તારનારા, તથા સમવસરણમાં બિરાજમાન થઈ અતિશયયુક્ત વાણી દ્વારા અપૂર્વ દેશના આપી જીવોને સન્માર્ગે વાળનારા તથા ચતુર્વિધ સંધની સ્થાપના કરી શાસન પ્રવર્તાવનારા. (૩) જિન – રાગ અને દ્વેષને જીતનારા, ચાર ધાતી કર્મોનો નાશ કરનારા. (૪) અરિહંત – અરિ એટલે શત્રુ. ઇન્દ્રિયો, વિષયો, કષાયો, પરીષહો, ઉપસર્ગો ઇત્યાદિ રૂપ અરિ અથવા કર્મ રૂપી અરિને હણનારા તે અરિહંત. અરિહંત શબ્દ અર્હત્ શબ્દ ઉપરથી હોય તો વંદન, પૂજન, સત્કારને યોગ્ય, તથા સિદ્ધગમનને જે યોગ્ય છે, જેઓ અષ્ટ મહાપ્રાતિહાર્યથી અને અતિશયોથી યુક્ત છે તે અરિહંત. (૫) કેવલી – જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, જેઓ કેવળજ્ઞાન દ્વારા પંચાસ્તિકાયાત્મક સંપૂર્ણ લોકને પ્રકાશનારા છે. (૬) વિઠ્ઠય-રય-મલા – રજ એટલે ધૂળ અને મલ એટલે મેલ. ૨૪ અને મલ એટલે કર્મરૂપી કચરો, એ જેમણે ખંખેરી નાખ્યો છે, સાફ કરી નાખ્યો છે, તે. રજ એટલે બંધાતું કર્મ અને મલ એટલે બંધાયેલું કર્મ અથવા ૨૪ એટલે બંધાયેલું કર્મ અને મલ એટલે નિકાચિત કર્મ. (૭) પહીણજ૨મરણા જરા (વૃદ્ધાવસ્થા) અને મૃત્યુ જેમનાં નષ્ટ થઈ ગયાં છે, જેઓ સિદ્ધ થઈ ગયા છે. (૮) જિણવરા – જિનવરો. (૯) તિત્ફયરા તીર્થંકરો. (૧૦) લોગસ્સ ઉત્તમા પ્રાણીલોક તથા સુર- અસુર લોકમાં જે ઉત્કૃષ્ટ છે. (૧૧) સિદ્ધા – સિદ્ધગતિને, શિવગતિને, મોક્ષગતિને પામેલા. (૧૨) ચંદેસુ નિમ્મલયરા – જેઓ અનેક ચંદ્રો કરતાં વધુ નિર્મળ છે. (૧૩) આઇએસુ અહિયં પયાસય૨ા – જેઓ અનેક આદિત્યો એટલે કે સૂર્ય કરતાં વધુ પ્રકાશનારા છે. (૧૪) સાગરવરગંભીરા જેઓ શ્રેષ્ઠતમ સાગર અર્થાત્ સ્વયંભૂરમણ સમુદ્ર જેવા અથવા તેથી વધુ ગંભીર છે. (૧૫) સિદ્ધા – મોક્ષગતિને પામેલા. ૩૫૮ – - - આમ લોગસ્સ સૂત્રમાં ચોવીસ તીર્થંકરોનાં નામ સૂત્રશૈલીએ અને મંત્રસ્વરૂપે વણી લેવા સાથે તીર્થંકર ૫૨માત્માને માટે વપરાતા વિવિધ શબ્દો - Page #369 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ સૂત્ર પણ સરસ રીતે ગૂંથી લેવાયા છે. તે પ્રત્યેક શબ્દમાં ઘણો ઘણો અર્થવિસ્તાર કરવાની ક્ષમતા રહેલી છે. લોગસ્સમાં તીર્થંકર માટેના શબ્દો ઉપરાંત કિત્તિય, વંદિય, મહિયા, અભિક્ષુઆ અને પર્સીયંતુ, આરુગ્ગ, બોહિલાભં, સમાહિવર, સિદ્ધ વગેરે શબ્દો પણ અર્થસૂચક રીતે યથાક્રમે પ્રયોજાયા છે. તે દરેકનો પણ ઠીક ઠીક અર્થવિસ્તાર થાય છે. ચોવીસ તીર્થંકરોનું નામસ્મરણ, સ્તવન, ધ્યાન આટલું બધું કેમ મહત્ત્વનું મનાયું છે તે આ શબ્દોના અર્થવિસ્તાર દ્વારા અનુપ્રેક્ષા કરીએ તો સહજ પ્રતીત થશે ! અલબત્ત, ચોવીસ તીર્થંકરોની એટલે કે અર્હત્ તત્ત્વની, આર્હત્ત્વની ઉપાસના ક૨વાની પાત્રતા મળવી એ જ ઘણી દુર્લભ વાત છે. ૩૫૯ લોગસ્સ સૂત્રની સાત ગાથાઓમાંથી પહેલી ગાથા મંગલાચરણની છે. તેમાં સૂત્રકાર તીર્થંકરોની સ્તુતિ કરવાની પોતાની પ્રતિજ્ઞા દર્શાવે છે. પછીની ત્રણ ગાથા ચોવીસ તીર્થંકરોનાં નામસંકીર્તનની, ભાવવંદનની ગાથાઓ છે. આ ગાથાઓ મંત્રગાથા તરીકે ઓળખાય છે. વંદન, પૂજન તથા પ્રાર્થના-યાચનાની છેલ્લી ત્રણ ગાથાઓ પ્રણિધાનની અનુપ્રેક્ષાની ગાથાઓ છે. - લોગસ્સની પાંચમી ગાથામાં કહ્યું કે ‘મેં આ રીતે પ્રભુ પ્રત્યે અભિમુખ થઈને, એકાગ્ર ચિત્તથી ચોવીસ જિનવરોની સ્તુતિ કરી છે. તેઓ મારા ઉપર પ્રસન્ન થાઓ !' લોગસ્સની છઠ્ઠી ગાથામાં કહ્યું છે કે ‘લોકોમાં ઉત્તમ પ્રકારે સિદ્ધ થયા છે તેઓનું મેં કીર્તન કર્યું છે. મન, વચન અને કાયાના યોગથી વંદન કર્યું છે. તેઓ મને આરોગ્ય, બોધિલાભ અને સમાધિ આપો.' અહીં આરોગ્ય અને સમાધિ દ્રવ્યથી અને ભાવથી એમ ઉભય પ્રકારે છે અને દ્રવ્ય આરોગ્ય ભાવ આરોગ્ય માટે જ છે અને દ્રવ્ય સમાધિ ભાવ સમાધિ માટે જ છે. સાતમી ગાથામાં સિદ્ધ પદ આપવા માટે પ્રાર્થના છે. આમ, લોગસ્સ સૂત્રમાં સ્પષ્ટ શબ્દોમાં તીર્થંકર પરમાત્મા પાસે યાચના કરવામાં આવી છે. કોઈ પ્રશ્ન કરે કે તીર્થંકર પરમાત્મા તો રાગદ્વેષથી રહિત છે. આ ચોવીસે તીર્થંકરો હવે તો સિદ્ધસ્વરૂપે છે. તેઓ કશું આપે નહિ અને તેઓ કશું લે પણ નહિ, તો પછી તેમની પાસે માગવાનો અર્થ શો ? તેનો ઉત્તર એ છે કે તીર્થંકરો કશું આપતા ન હોવા છતાં તેમના તીર્થંકરત્વમાં એટલું સામર્થ્ય છે કે એમની સાચી ભક્તિ કરનારા એવા અપૂર્વ ભાવોલ્લાસમાં આવી જાય છે અને એનાં Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ જિનતત્ત્વ કર્મોનો એવી રીતે ક્ષય થાય છે કે ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. સ્તુતિ કરનાર મોક્ષપદની પ્રાપ્તિ અને તે માટેની સામગ્રી માગી લે છે. એટલે તેમાં કશું અનૌચિત્ય નથી. આવી માગણીથી નિયાણું બંધાય માટે તે ન બાંધવું જોઈએ એ અપેક્ષા પણ બરાબર નથી, કારણ કે મુમુક્ષુ આત્માઓએ તીર્થંકરની સ્તુતિ અને પ્રાર્થના, આવશ્યક કર્તવ્ય તરીકે વારંવાર કરવી જોઈએ એમ શાસ્ત્રકારોએ પૂરા સ્પષ્ટીકરણ સાથે ફરમાવ્યું છે. લોગસ્સ સૂત્ર આવશ્યક સૂત્રમાં આવે છે. આ સૂત્ર ગણધરરિચત મનાય છે. એમાં એ સુત્રનું નામ એના કર્તાએ દર્શાવ્યું નથી. એથી પછીના સમયમાં ટીકા, ભાષ્ય, વિવરણ વગેરે પ્રકારના ગ્રંથોમાં લોગસ્સના વિષયને અનુરૂપ એવા પ્રાકૃતમાં અને સંસ્કૃતમાં પર્યાયવાચક નામો પ્રયોજાયાં છે. લોગસ્સમાં ચોવીસ તીર્થકરોની સ્તુતિ આવતી હોવાથી ચહેવીસત્યય, ચઉવીસઇન્થય અને ચતુર્વિશતિસ્તવ નામો વપરાયાં છે. ચોવીસની સ્તુતિ એટલે કોની સ્તુતિ એવો પ્રશ્ન થાય. એટલે ચકવીસ જિણસ્થય અને ચતુર્વિશતિજિનસ્તવ જેવાં નામો પણ વપરાયાં છે. આ ઉપરાંત નામસ્તવ, નામય, નામજિસત્યય તથા ઉજ્જો, ઉજ્જઅગર, ઉજ્જોયગર જેવાં નામો પણ પ્રયોજાયાં છે. આમ લોગસ્સ સૂત્ર માટે વિવિધ નામો પ્રયોજાયાં છે. તેમ છતાં આજ સુધી લોગસ્સ'ના નામથી જ તે સૂત્ર વિશેષ પ્રચલિત રહ્યું છે. કેટલાંક સૂત્રોનાં નામ એના વિષયને અનુરૂપ ગુણનિષ્પન્ન હોય છે. લોગસ્સમાં તીર્થકરોનું ગુણોત્કીર્તન છે. આ સૂત્રમાં પ્રથમ શબ્દ નો છે. એટલે પ્રથમ શબ્દ ઉપરથી આ સૂત્રને “લોગસ્સ સૂત્ર' તરીકે ઓળખવામાં આવે છે. આ સૂત્રના વિષયને અનુરૂપ ચતુર્વિશતિસ્તવ, ચઉવિસત્યો, નામસ્તવ ઇત્યાદિ નામો હોવા છતાં તે “લોગસ્સ”ના નામથી વિશેષ પ્રચલિત છે. સૂત્ર, કવિતા, ગ્રંથ ઇત્યાદિના નામ તેના વિષય પ્રમાણે, તેના ગુણલક્ષણ પ્રમાણે આપવાનો રિવાજ છે, પરંતુ એક જ વિષય ઉપર ઘણીબધી કૃતિઓ હોય ત્યારે તે ઉપરથી અપાયેલાં નામો એકસરખાં થઈ જવાનો અને તેથી તેમાં ગોટાળો થવાનો સંભવ રહે છે. પરંતુ કતિને તેના પ્રથમ શબ્દથી જો ઓળખવામાં આવે તો એક જ વિષય ઉપર ઘણી બધી કૃતિઓ હોવા છતાં તેમાં ગોટાળો થવાનો સંભવ રહેતો નથી. આથી જ પ્રાચીન કાળથી, વિશેષત: જૈન પરંપરામાં અનેક કૃતિઓ તેના આદ્ય શબ્દ Page #371 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ સૂત્ર ૩૬૧ ઉપરથી ઓળખાય છે. બાળજીવોને પણ પ્રથમ શબ્દ ઉપરથી કતિને સરળતાથી ઓળખવાનું અને યાદ રાખવાનું વધુ ગમે છે. ઇરિયાવહી, નમુથુણં, અન્નત્વ, નમિઉણ, ભક્તામર, કલ્યાણ મંદિર, સકલાર્વત વગેરે કૃતિઓની જેમ લોગસ્સ સૂત્ર પણ એના પ્રથમ શબ્દ ઉપરથી ઓળખાય છે. લોગસ્સ સૂત્ર ૪૫ આગમોમાંથી ચાર મૂલ આગમોમાંના આગમ સૂત્ર તે આવશ્યક સૂત્ર(આવર્સીયસુત્ત)માં જોવા મળે છે. પ્રત્યેક જૈન રોજરોજ અવશ્ય કરવાનાં એવાં છ કર્તવ્યો એમાં બતાવ્યાં છે : (૧) સામાયિક (૨) ચઉવિસત્થો (૩) ગુરુવંદન (૩) પ્રતિક્રમણ (૫) કાઉસગ્ગ અને (૬) પચ્ચખાણ. આ છ આવશ્યક કર્તવ્ય આવશ્યક'ના ટૂંકા નામથી જ પ્રચલિત છે. એમાં બીજું કર્તવ્ય તે ચઉસિત્યો છે. એટલે ચતુર્વિશતિસ્તવ અર્થાત્ ચોવીસ તીર્થકરોની સ્તુતિ. ભગવાન મહાવીર સ્વામીના ગણધર ભગવંતોએ રચેલા લોગસ્સ સૂત્રમાં ચોવીસ તીર્થકરોની સ્તુતિ છે. એ સ્તુતિ જૈનોએ રોજેરોજ અવશ્ય કરવાની હોય છે. સાત ગાથાની આ રચનાના પઠન-પાઠન ઉપરાંત આધ્યાત્મિક અનુભૂતિની દૃષ્ટિએ અર્થઘટન કરી પોતપોતાની અનુભૂતિના આધારે તેના ઉપર પ્રકાશ પાડવાનું ઉપકારી કાર્ય સમયે સમયે મહાત્માઓએ કર્યું છે. લોગસ્સ સૂત્રના ઉલ્લેખો અને તેના ઉપર થયેલાં કેટલાંક વિવેચનો ઉપરથી પણ આ સૂત્રનું મહત્ત્વ સમજાશે. નીચેની કૃતિઓમાં લોગસ્સ ઉપર અર્થપ્રકાશ જોવા મળે છે : (૧) મહાનિશીથ સૂત્ર તથા (૨) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (શ્રી સુધર્મસ્વામી ગણધર), (૩) ચઉસરણ પઇન્નય (શ્રુતસ્થવિર), (૪) આવશ્યક નિર્યુક્તિ (શ્રી ભદ્રબાહુસ્વામી), (૫) નંદિસૂત્ર (શ્રી દેવવાચક), (૯) અનુયોગ દ્વાર (શ્રુતસ્થવિર), (૭) આવશ્યક ચૂર્ણિ (શ્રી જિનદાસગણિ મહત્તર), (૮) આવશ્યક ભાષ્ય (શ્રી ચિરંતનાચાર્ય), (૯) આવશ્યક ટીકા તથા (૧૦) લલિતવિસ્તારા (શ્રી હરિભદ્રસૂરિ), (૧૧) ચૈતન્યવંદન મહાભાષ્ય (શ્રી શાંતિસૂરિ), (૧૨) યોગશાસ્ત્ર વિવરણ (શ્રી હેમચંદ્રાચાર્ય), (૧૩) દેવવંદન તથા (૧૪) વંદાવૃત્તિ ભાષ્ય (શ્રી દેવેન્દ્રસૂરિ), (૧૫) આચાર દિનકર (શ્રી વર્ધમાનસૂરિ), (૧૬) ધર્મસંગ્રહ (શ્રી માનવિજય ઉપાધ્યાય). લોગસ્સ સૂત્રના અને એના ઉપરના વિવેચનના જુદી જુદી ભાષામાં Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ જિનતત્ત્વ અનુવાદો થયા છે. લોગસ્સ સૂત્ર વિશે ગુજરાતીમાં પણ કેટલાક ગ્રંથો પ્રગટ થયા છે. જિનેશ્વર ભગવાનનાં નામોનું રટણ કે સ્મરણ ભવ્ય જીવોને ઉપકારક થાય છે. તીર્થંકર પરમાત્માઓના નામસ્તવનથી તેમના ગુણોનું સ્મરણ થાય છે અને જીવોને પોતાના આત્મામાં રહેલા તેવા પ્રકારના ગુણોને ઓળખવાની અને વિકસાવવાની પ્રેરણા થાય છે. નામસ્તવ દ્વારા કીર્તનવંદનથી જીવને પરમ આનંદોલ્લાસનો અનુભવ થાય છે. જેમ પોતાનાં પ્રિયજનને નામ દઈને બોલાવતી વખતે, ફક્ત એ નામના ઉચ્ચારણમાં પણ બહુ આનંદ અનુભવાય છે, તેમ અરિહંત પરમાત્માના નામના ઉચ્ચારણ વખતે અનહદ આનંદ અનુભવાય તે સ્વાભાવિક છે. જિનેશ્વર ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરવામાં આવે તો તે નમસ્કાર જીવને સંસારસાગરમાં ડૂબતાં બચાવે છે; શ્રદ્ધાપૂર્વક કરેલા વંદનથી અશુભ કર્મનો ક્ષય થાય છે અને આત્મા વિશદ્ધ બને છે. જિનેશ્વર ભગવાનની સ્તુતિથી બોધિ(સમ્યગદર્શન)નો લાભ થાય છે, બોધિની વિશુદ્ધિ થાય છે. આમ આ સ્તુતિ ભવોભવ બોધિવિશુદ્ધિનો લાભ કરાવે છે અને સાવદ્ય યોગથી વિરમવા માટે પ્રેરક બળ બની રહે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીસમા અધ્યયનમાં ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું કે વડવાસસ્થTUi મંતા નીવે છે ના? કે “હે ભગવાન ! ચતવિંશતિસ્તવ અર્થાત્ ચોવીસ તીર્થકરોની સ્તુતિથી જીવને શો લાભ થાય છે ?” ભગવાને કહ્યું : વડવાસસ્થgo કંસાનોષ્ઠિ નાયડુ – ચતુર્વિશતિસ્તવથી જીવને દર્શન-વિશુદ્ધિનો લાભ થાય છે. “ચઉસરણ પાણણય'માં પણ કહ્યું છે : दसणयारविसोही चउवीसायथएण किच्चइ य। अच्चब्भुअगुणकित्तणवेण जिणवरिंदाणं ।। [જિનવરેન્દ્રના અતિ અદ્ભુત ગુણકીર્તન રૂપ ચતુર્વિશતિસ્તવથી દર્શનાચારની વિશુદ્ધિ થાય છે.] આમ દર્શનવિશુદ્ધિ અર્થાત્ સમ્યમ્ દર્શનની શુદ્ધિ ચોવીરા તીર્થકરોની સ્તુતિથી સારી રીતે થાય છે. એટલે જ લોગસ્સ સૂત્ર સમ્યક્ત્વની વિશુદ્ધિ માટે એક પ્રબળ સાધન ગણાયું છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ સૂત્ર ૩૬૩ “આવશ્યક સૂત્ર'માં લોગસ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરથી લોગસ્સ એ સૂત્ર છે એ તો સ્પષ્ટ રીતે ફલિત થાય છે. સૂત્રમાં ઓછામાં ઓછા શબ્દોમાં, પુનરુક્તિ કે સંદિગ્ધતાના દોષ વિના, સંક્ષેપમાં વિષયના સારતત્ત્વનું નિરૂપણ કરવામાં આવે છે. સૂત્ર કંઠસ્થ કરી શકાય એવું હોવું જોઈએ. તે પદ્યમાં પણ હોય અને ગદ્યમાં પણ હોય, પરંતુ તે વ્યાકરણશુદ્ધ હોવું જોઈએ તથા તેનું અર્થવિવરણ કરી શકાય એવું તે હોવું જોઈએ. લોગસ્સ એ દૃષ્ટિએ એક ઉત્તમ સૂત્ર છે. લોગસ્સ સૂત્ર મધુર પદ્યમાં છે એ એની વિશિષ્ટતા છે. ચેઇય વંદન ભાસ(ચૈત્ય વંદન ભાગ)માં દેવેન્દ્રસૂરિએ નીચે પ્રમાણે પાંચ દંડક સૂત્રો બતાવ્યાં છે : (૧) સક્કWય (શસ્તવ) (૨) ચેઇયWય (ચૈત્યસ્તવ) (૩) નામન્થય (નામસ્તવ) (૪) સૂયત્ય (શ્રુતસ્તવ) (૫) સિદ્ધત્થય (સિદ્ધસ્તવ) દંડકના પ્રકારનાં આ પાંચ સૂત્રોમાં “નમુત્થણ સૂત્ર એ શસ્તવ તરીકે ઓળખાય છે. “અરિહંત ચેઇઆણ” સૂત્ર ચૈત્યસ્તવ તરીકે, “લોગસ્સ” સૂત્ર નામસ્તવ તરીકે, “પુકખરવદિવ' શ્રુતસ્તવ તરીકે અને “સિદ્ધાણં બુદ્ધાણં' સિદ્ધસ્તવ તરીકે ઓળખાય છે. આમ “લોગસ્સ સૂત્ર'એ નામસ્તવ તરીકે પ્રાચીન સમયથી જાણીતું છે. તેમાં ૨૪ તીર્થકરોની સ્તુતિ એમના નામોલ્લેખ સાથે કરવામાં આવી છે. લોગસ્સ સૂત્રની ભાષા અર્ધમાગધી અથવા આર્ષ પ્રાકૃત છે. એમાં એક પણ દેશ્ય શબ્દ નથી એ નોંધવું જોઈએ. લોગસ્સમાં વિત્તિરૂંને બદલે વિત્તä જેવો પ્રયોગ થયો છે; સીયત અને લિન્કંસ એ બે નામો બીજી વિભક્તિમાં પ્રયોજાયાં હોવા છતાં તેમાં વિભક્તિનો પ્રત્યય લાગ્યો નથી; વસ્તુ અને ફિલ્વેસુ એ બે સાતમી વિભક્તિ બહુવચનનાં રૂપો પંચમીના અર્થમાં વપરાયાં છે; “મને'ના અર્થમાં “ક” અને “” એ બે રૂપો વિકલ્પ વપરાયાં છે; તથા Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ જિનતત્ત્વ વન્દ્ર ધાતુ ઉપરથી વંદે (આત્મપદ) તથા વંતાન (પરસ્મપદ) એ બે રૂપો વિકલ્પ વપરાયાં છે. આ બધી લાક્ષણિકતાઓ લોગસ્સની ભાષાની આર્ષતા, પ્રાચીનતા દર્શાવે છે. લોગસ્સ સૂત્ર સાત ગાથામાં લખાયેલું છે. એની પહેલી ગાથા સિલોગ (શ્લોક) નામના અક્ષરમેળ છંદમાં છે. ત્યારપછીની ગાથાઓ ગાહા (ગાથાસંસ્કૃતમાં આર્યા છંદ) નામના માત્રામેળ છંદમાં છે. સિલોગ (લોક) છંદ પ્રાકૃત ભાષામાં પ્રાચીન સમયથી વપરાતો આવ્યો છે. જૈન આગમ ગ્રંથોમાં તે ઘણે સ્થળે વપરાયેલો જોવા મળશે. ચાર ચરણના આ છંદનાં પ્રથમ ત્રણ ચરણ આઠ આઠ અક્ષરનાં હોય છે અને છેલ્લું ચરણ આઠ અથવા નવ અક્ષરનું હોય છે. આઠ અક્ષરનાં ચાર ચરણોવાળો છંદ અનુપ જાતિનો ગણાય છે. તેમાં લઘુગુરુના સ્થાનની દૃષ્ટિએ ૨૫૦ જેટલા ભેદ બતાવવામાં આવે છે. ગાહા છંદના પણ કેટલાક પેટાપ્રકારો છે. લોગસ્સની બીજીથી સાતમી સુધીની ગાથા અનુક્રમે (૧) હંસી, (૨) લક્ષ્મી, (૩) માધવી, (૪) જાહ્નવી, (૫) લક્ષ્મી અને (૬) વિદ્યુત નામના ગાહા છંદમાં રચાયેલી છે. આ ઉપરથી જોઈ શકાશે કે લક્ષ્મી-ગાહા છંદ લોગસ્સમાં બે વાર પ્રયોજાયો છે. બાકીના છંદો એક એક વાર પ્રયોજાયા છે. આમ સાત ગાથાના આ નાનકડા સૂત્રમાં છ જુદા જુદા પ્રકારના ગાહા છંદ પ્રયોજાયા છે એ એની મહત્તા દર્શાવે છે. ગાથા છંદના ઉચ્ચારણમાં પણ કેટલીક સહેતુક લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવે છે. પિંગળશાસ્ત્રીઓના મંતવ્ય પ્રમાણે (પ્રાકૃત પિંગળસૂત્રપક) ગાથા છંદનું પહેલું ચરણ સિંહની ગર્જનાની જેમ ઉચ્ચ સ્વરે બોલવું જોઈએ; બીજું અને ત્રીજું ચરણ હાથીની ચાલની જેમ લાલિત્યથી બોલવું જોઈએ અને ચોથું ચરણ સર્પની ગતિની જેમ ડોલતાં ડોલતાં ગાવું જોઈએ. લોગસ્સની ગાથાઓનું આ રીતે ઉચ્ચારણ કરવાથી એક વિશિષ્ટ પ્રકારનો આહ્વાદ અનુભવાય છે. એટલા માટે ગાથા છંદ પવિત્ર મનાય છે અને પ્રાચીન દાર્શનિક સાહિત્યમાં તે સવિશેષ પ્રયોજાયો છે. દેવવંદન ભાષ્યમાં દર્શાવ્યું છે તે પ્રમાણે નામસ્તવમાં – લોગસ્સ સૂત્રમાં સાત ગાથા (છંદશાસ્ત્રની દૃષ્ટિએ પ્રથમ શ્લોક અને પછી છ ગાથા) છે, તેમાં કુલ ૨૮ પદ છે. અને તેની સંપદા (અર્થનું વિશ્રામસ્થાન) પણ ૨૮ છે. લોગસ્સ સૂત્રમાં અક્ષરો ૨૫૯ છે. આ અક્ષરોનું વિભાજન નીચે પ્રમાણે છે : Page #375 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ સૂત્ર ૩૬૫ પ્રથમ શ્લોક – ૩૨ અક્ષર, બીજી ગાથા – અક્ષર ૩૯, ત્રીજી ગાથા – ૩૯, ચોથી ગાથા - ૩૫, પાંચમી ગાથા – ૪૧, છઠ્ઠી ગાથા - ૩ઃ, સાતમી ગાથા – ૩૭. કુલ અક્ષર ૨૫૬. લોગસ્સ સૂત્ર જેનોના વર્તમાન ચારેય ફિરકાને (શ્વેતામ્બર મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી અને દિગમ્બરને) એટલે કે સમસ્ત જૈનોને માન્ય છે અને તે દરેક એને એક પરમ પવિત્ર સૂત્ર તરીકે સ્વીકારે છે. શ્વેતામ્બર પરંપરાના ત્રણ ફિરકામાં આ સૂત્રમાં કોઈ પાઠભેદ નથી. દિગમ્બર પરંપરામાં અર્થની દૃષ્ટિએ કોઈ ભેદ નથી, પણ સ્વર-વ્યંજનની દૃષ્ટિએ કેટલાક ફેર છે. શ્વેતામ્બર પાઠ દિગમ્બર પાઠ લોગસ્સ ઉજ્જો અગરે લોયસુજ્જોયયરે ધમ્મતિવૈયરે જિણે ધમ્મ તિર્થંકરે જિણે વંદે કિન્નઇમ્સ કિરિસે પિ કેવલી ચેવ કેવલિણો પુષ્કત પુષ્ફયંત જે એ લોગસ્સ ઉત્તમ - એદે લોગોત્તમા જિણા જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મક્ષય વિના મુક્તિ નથી અને કર્મક્ષય માટે બાહ્ય અને આત્યંતર તપ ઉત્તમ સાધન છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાઉસગ્ગ (વ્યુત્સર્ગ) એમ છ આત્યંતર તપના પ્રકારો છે. આથી જ ગૃહસ્થો અને સાધુઓ માટેની ઘણી બધી ધાર્મિક વિધિઓમાં કાઉસગ્ન કરવાનું વિધાન છે. સામાયિક, પ્રતિક્રમણ, ચૈત્યવંદન, પૌષધ, ઉપધાન તથા અન્ય વિશિષ્ટ તપશ્ચર્યાઓ, પડિલેહન, યોગોદ્વહન વગેરેમાં કાઉસગ્ન કરવાનું વિધાન છે. આમાં મુખ્યત્વે લોગસ્સનો કાઉસગ્ગ કરાય છે. જૈન ધર્મમાં ઇરિયાવહી (એર્યાપથિકી)નું ઘણું જ મહત્ત્વ છે. ગમનાગમન કે ધ્યાનમોનાદિ યતિક્રિયામાં પણ સ્કૂલ કે સૂક્ષ્મ દૃષ્ટિએ જીવોની જે વિરાધના થઈ હોય તેનું તરત લઘુ પ્રતિક્રમણ એટલે ઇરિયાવહી. કોઈ પણ ધર્મક્રિયા, અનુષ્ઠાન ઇત્યાદિ ઇરિયાવહી કર્યા વિના ન કરી શકાય. પ્રત્યેક ધર્મક્રિયાની શુદ્ધિ ઇરિયાવહી કરવાથી થાય છે. પ્રત્યેક ઇરિયાવહી સાથે લોગસ્સ બોલવાનું અનિવાર્ય વિધાન છે. “પ્રતિક્રમણ હેતુ બત્રીસી'માં કહ્યું છે : Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૩ જિનતત્ત્વ ઇરિયા વિણુ નવિ ધર્મક્રિયા, ઇરિયાવહી તેણી હેતિ તું. દંસણસોહી લોગસ્સ ગિઇ, વંદન જ્ઞાન વિશુદ્ધિ તું. આમ, લોગસ્સ સૂત્રનો ઇરિયાવહી સાથે અવિનાભાવ સંબંધ રહેલો છે. કાઉસગ્ગ નવકારમંત્રનો અથવા લોગસ્સનો હોય છે. નવકારમંત્ર કરતાં લોગસ્સનો કાઉસગ્નનો આદેશ વિશેષપણે જોવા મળે છે. (જ્યાં લોગસ્સ ન આવડતો હોય ત્યાં એક લોગસ્સને બદલે ચાર નવકારનો કાઉસગ્ન કરાય છે.) કાઉસગ્ગ માટે નમુત્થણે, જયવીયરાય વગેરે સૂત્રોને બદલે લોગસ્સ સૂત્રનો કાઉસગ્ન કરવાનું વિધાન છે, કારણ કે લોગસ્સમાં ચોવીસ તીર્થંકરની નામસ્તવના છે અને લોગસ્સ સાથે યોગપ્રક્રિયા પણ જોડાયેલી છે. નવકારમંત્રના કાઉસગ્નમાં પંચપરમેષ્ઠિને નમસ્કાર છે. કાઉસગ્ગની સાથે ધ્યાન જોડાયેલું છે. નવકારમંત્રમાં અરિહંત, સિદ્ધ વગેરે પદો છે, વ્યક્તિવિશેષ નથી. ધ્યાનમાં પ્રવેશ કરવા માટે પદ કરતાં વ્યક્તિવિશેષનું ધ્યાન સરળ અને સહાયરૂપ થાય છે. અરિહંત શબ્દથી ચિત્ત અરિહંતના સ્વરૂપમાં જેટલું કેન્દ્રિત થાય છે તેના કરતાં ઋષભદેવનું, પાર્શ્વનાથનું, મહાવીર સ્વામીનું નામસ્મરણ કરવાથી તેમનામાં ચિત્ત વધુ સરળતાથી એકાગ્ર થઈ શકે છે. એટલે સાલંબન ધ્યાન માટે લોગસ્સના ચોવીસ તીર્થકરોનાં નામ વધુ અનુકૂળ રહે છે. ચિત્ત તેમાં પરોવાઈ શકે છે અને એકાગ્ર બની શકે છે. આરંભ કરનારાઓ માટે તે સરળ થઈ પડે છે. આથી નવકારમંત્ર કરતાં લોગસ્સના કાઉસગ્ગ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આમ છતાં લોગસ્સ દ્વારા ચોવીસ તીર્થંકર ઉપરાંત પંચપરમેષ્ઠિનું ધ્યાન પણ થઈ શકે છે. લોગસ્સની પહેલી ગાથા એ માટે મહત્ત્વની છે. એમાં તીર્થકર માટે પાંચ મહત્ત્વના શબ્દો પ્રયોજાયા છે. “લોગસ્સ ઉજ્જો અગરે' શબ્દો દ્વારા લોકના અગ્રભાગે બિરાજમાન અને “લોક' ઉપર પ્રકાશ રેલાવનાર એવા સિદ્ધ ભગવંતોનું ધ્યાન થઈ શકે છે. “ધર્મો તિત્યયરે' શબ્દમાં ધર્મતીર્થ પ્રવર્તાવનાર સમવસરણમાં બિરાજમાન અરિહંત પરમાત્માનું ધ્યાન થઈ શકે છે. “જિને ” અને “અરિહંત' શબ્દ દ્વારા તીર્થકર ભગવાનના વિવિધ ગુણોનું ધ્યાન થઈ શકે છે. “ધમ તિવૈયરે” શબ્દ દ્વારા Page #377 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ સૂત્ર ૩૬૭ ગણધરોને દીક્ષા અને ત્રિપદી આપનાર એવા અનુક્રમે આચાર્ય અને ઉપાધ્યાયનાં પદોનું પણ સ્મરણ થઈ શકે છે. “કેવલી' શબ્દ દ્વારા સાધુના પદનું સ્મરણ થઈ શકે છે. લોગસ્સની પહેલી ગાથાના આ શબ્દોને બીજી એક રીતે ઘટાવવામાં આવે છે. આ ગાથામાં પંચપરમેષ્ઠિનું સ્વરૂપ ગૂંથી લેવામાં આવ્યું છે, કારણ કે તીર્થંકર પરમાત્માના જીવનમાં પાંચ પરમેષ્ઠિનાં પદ સુનિહિત હોય છે. (૧) તેઓ જ્યારે સમવસરણમાં બિરાજમાન થઈ ધર્મતીર્થ પ્રવર્તાવે છે ત્યારે “અરિહંત ' સ્વરૂપે હોય છે. (૨) તેઓ નિર્વાણ પામે છે ત્યારપછી સિદ્ધ સ્વરૂપે હોય છે. (૩) તેઓ જ્યારે ગણધરોને દીક્ષા આપે છે ત્યારે “આચાર્યના પદે હોય છે. (૪) તેઓ જ્યારે ગણધરોને ‘ત્રિપદી' આપે છે ત્યારે ઉપાધ્યાયના પદે હોય છે. (૫) તેઓ જ્યારે ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી સ્વયં દીક્ષિત થાય છે ત્યારે સાધુના પદે હોય છે. આમ, લોગસ્સ સૂત્રના કાઉસગ્નમાં તીર્થકરોના જીવનના પ્રસંગો દ્વારા પંચ પરમેષ્ઠિનું ધ્યાન પણ ધરી શકાય છે. લોગસ્સની પહેલી ગાથામાં તીર્થકરો માટે પ્રયોજાયેલા શબ્દોને ભિન્ન ભિન્ન રીતે ઘટાવવામાં આવે છે. અરિહંત પરમાત્માના બાર ગુણ છે. તેમાં અષ્ટ પ્રાતિહાર્યના આઠ ગુણ તે દેવકૃત હોય છે. બાકીના ચાર ગુણ તે હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં સમજાવ્યું છે તે પ્રમાણે ચાર અતિશય છે : (૧) જ્ઞાનાતિશય (૨) વચનાતિશય (૩) પૂજાતિશય અને (૪) અપાયાપગમાતિશય. આ ચાર આત્મભૂત લક્ષણો લોગસ્સની ગાથાના શબ્દોમાં નીચે પ્રમાણે જોઈ શકાય છે : (૧) લોગસ્સ ઉજ્જઅગર – કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જેઓ લોકના સંપૂર્ણ સ્વરૂપને પ્રકાશનારા છે – જ્ઞાનાતિશય. (૨) ધમ્મતિવૈયર – ધર્મતીર્થ પ્રવર્તાવનાર, સમવસરણમાં સર્વભાષામાં પરિણમે એવી વાણી દ્વારા દેશના આપનાર – વચનાતિશય. (૩) જિન (તથા અરિહંત) - ચાર ઘાતી કર્મોનો નાશ કરનાર – અપાયાપગમાતિશય. (૪) અરિહંત – પૂજાતિશય. Page #378 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ઇરિયાવહી પછી કાઉસગ્ગ કરતાં પહેલાં ‘તસ્સ ઉત્તરી' સૂત્ર અને ‘અન્નત્થ’ સૂત્ર બોલવાનાં હોય છે. ‘તસ્સ ઉત્તરી’ સૂત્રમાં દોષોના નિવારણ માટે કરવાના કાઉસગ્ગનું મુખ્ય પ્રયોજન જે દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિશુદ્ધિકરણ અને (૩) વિશલ્યીકરણ કરવાની આવશ્યકતા રહે છે. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે દર્શાવ્યું છે તે પ્રમાણે આ ત્રણેની પ્રક્રિયા લોગસ્સ સૂત્રમાં ગર્ભિત રીતે સંકળાયેલી છે. લોગસ્સની પાંચમી ગાથામાં પ્રાયશ્ચિત્તની, છઠ્ઠી ગાથામાં દર્શન, જ્ઞાન અને ચારિત્રના વિશુદ્ધિકરણની અને સાતમી ગાથામાં નિરાલંબન ધ્યાન (અમનસ્ક દશા) દ્વારા વિશલ્યીકરણની પ્રક્રિયા રહેલી છે, એટલા માટે આ ત્રણ ગાથાઓને ‘પ્રણિધાન ત્રિક' તરીકે ઓળખવામાં આવે છે. ૩૭૮ હરિભદ્રસૂરિએ ‘યોગવિર્શિકા'માં યોગના પાંચ પ્રકાર દર્શાવ્યા છે : (૧) સ્થાન, (૨) વર્ણ, (૩) અર્થ, (૪) આલંબન અને (૫) નિરાલંબન. એમાં પહેલાં બે સ્થાન અને વર્ણ તે કર્મયોગ છે અને પછીનાં ત્રણ ... અર્થ, આલંબન અને નિરાલંબન એ જ્ઞાનયોગ છે. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે દર્શાવ્યું છે તે પ્રમાણે યોગના આ પાંચે પ્રકારનો પ્રયોગ લોગસ્સમાં થયો છે. લોગસ્સની પહેલી ગાથામાં સ્થાનનો, બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં વર્ણનો અને પાંચમી ગાથામાં અર્થનો ઉપયોગ છે. છઠ્ઠી ગાથામાં આલંબનનો ઉપયોગ છે. આ આલંબનથી સાધકને નિર્મળ બોધિલાભ, ઋતંભરા પ્રજ્ઞા, વ૨સમાધિ, સર્વોત્કૃષ્ટ ભાવસમાધિનો અનુભવ થાય છે. અહીં બીજું અપૂર્વકરણ થાય છે; કુંડલિની શક્તિનો સાક્ષાત્કાર થાય છે. સાતમી ગાથામાં નિરાલંબન ધ્યાન છે. અહીં અમનસ્કતા હોય છે; ધ્યાતા અને ધ્યેયની અભિન્નતા હોય છે; નિર્વિકલ્પ સમાધિ, ચિત્તની પ્રશાંતવાહિતા હોય છે. કાઉસગ્ગમાં ક્યારેક સંપૂર્ણ લોગસ્સ બોલવાનો હોય છે. અને ક્યારેક ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી બોલવાનો છે. (કેટલીક ક્રિયામાં સાગરવર ગંભીરા સુધી બોલવાનો હોય છે.) ‘ચંદ્રેસ નિમ્મલયરા' સુધી બોલવાના લોગસ્સમાં યોગપ્રક્રિયા જોડાયેલી છે. એ લોગસ્સનાં પદોનું ઉચ્ચારણ શ્વાસોશ્વાસ સાથે જોડાયેલું હોવું જોઈએ. પૂર્વાચાર્યોએ ‘પાયસમા ઉસાસા' એટલે કે જેટલાં પદ એટલા શ્વાસોશ્વાસ એ પ્રમાણે લોગસ્સનો કાઉસગ્ગ ‘ચંદેસુ નિમ્મલયરા’ પદ સુધી કરવાનો કહ્યો છે. કોઈને પ્રશ્ન થાય કે આમ અપૂર્ણ લોગસ્સનો કાઉસગ્ગ કરવાનું કેમ વિધાન હશે ? પરંતુ આ કાઉસગ્ગમાં સૂત્રના સંપૂર્ણ ઉચ્ચારણ કરતાં સૂત્રનાં પદોના ધ્યાન સાથે શરીરમાં ચાલતી શ્વાસોચ્છવાસની ક્રિયા Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ લોગસ્સ સૂત્ર મહત્ત્વની છે. એટલે ‘ચંદેસ નિમ્મલયરા' સુધીનાં પચ્ચીસ પદ પ્રમાણે એક લોગસ્સના કાઉસગ્ગમાં પચ્ચીસ વાર શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરવાની હોય છે, કારણ કે લોગસ્સનો આ પ્રકારનો કાઉસગ્ગ યોગપ્રક્રિયા સાથે જોડાયેલો છે. એથી શ્વાસોચ્છવાસની ગતિ નિયમબદ્ધ બને છે. કાઉસગ્ગમાં ચિત્ત વધુ કેન્દ્રિત બને છે. લોગસ્સના શબ્દો ને વર્ણો પ્રાણવાયુ સાથે એકરૂપ થઈ જાય છે. એવી રીતે વ્યવસ્થિત, પદ્ધતિસર, ઉતાવળ વિના, પૂરી સ્વસ્થતાથી કાઉસગ્ગ કરનાર આરાધક પદો સાથે એક પ્રકારનો લય અનુભવે છે. મંત્રશાસ્ત્રમાં એને ‘લયયોગ’ કહેવામાં આવે છે. લયયોગ સહિતના ધ્યાનવાળો કાઉસગ્ગ કર્મક્ષય વગેરેમાં વિશેષ ફળ આપનારો છે એમ શાસ્ત્રકારો કહે છે. હવે પ્રશ્ન એ થાય છે કે ‘પાયસમા ઉસાસા' અર્થાત્ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાઉસગ્ગ ‘ચંદેસ નિમ્મલયરા' સુધી શા માટે ? ‘સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ' એ છેલ્લા પદ સુધી ન કરી શકાય? પચીસ પદને બદલે અઠ્ઠાવીસ પદ સુધીનો સંપૂર્ણ લોગસ્સનો એવો કાઉસગ્ગ ન કરી શકાય ? આ પ્રશ્નનો જવાબ એ છે કે આ યોગપ્રક્રિયાની એક સૂક્ષ્મ બાબત છે અને યોગવિદ્યામાં પ્રવીણ, લબ્ધિ સિદ્ધિના જાણકાર અને મંત્રશાસ્ત્રના મર્મજ્ઞ એવા ગણધર ભગવંતોએ અને તે સમયના પૂર્વાચાર્યોએ પોતાની સૂક્ષ્મ યોગાનુભૂતિને આધારે આ પદસંખ્યા નક્કી કરી હશે. આપણને જે પ્રશ્ન થાય છે તેનો વિચાર તેઓએ અવશ્ય કર્યો જ હશે. કોઈ પણ એક ધાર્મિક ક્રિયા કરતી વખતે અથવા એક ક્રિયામાંથી બીજી ક્રિયામાં જતી વખતે તન અને મન જરા પણ ક્ષુબ્ધ હોય તો તેને શાંત કરવા માટે શ્વાસોચ્છ્વાસનું નિયમન ઉપકારક થાય છે. કાઉસગ્ગમાં કાયાને નિશ્ચલ ક૨વા સાથે ચિત્તને શાંત, સ્વસ્થ અને એકાગ્ર કરવા માટે પચીસ શ્વાસોચ્છ્વાસ જેટલા કાળની માત્રા યોગ્ય ગણાઈ હશે ! એકસરખો કાઉસગ્ગ હોવા છતાં તે દરેકની કાળની માત્રા એકસરખી નથી હોતી. શ્વાસોચ્છ્વાસ સાથે જોડ્યા વગરના કાઉસગ્ગમાં બે વ્યક્તિઓ વચ્ચે કાળની માત્રા એકસરખી ન પણ રહે. શ્વાસોચ્છ્વાસ સાથે જોડેલા કાઉસગ્ગમાં કાળની માત્રાનું એકસરખાપણું વિશેષ રહી શકે છે. વળી તેમાં ચિત્તનો ઉપયોગ પણ વિશેષ રહે છે. શ્વાસોચ્છ્વાસવાળો કાઉસગ્ગ ચક્રોમાં ન્યાસપૂર્વક અનુક્રમે ધ્યાનને કેન્દ્રિત કરતાં કરતાં ‘ચંદેસુ નિમ્મલયરા' પદ વખતે મસ્તકમાં ઉપર સહસ્રારને સ્પર્શ થઈ જાય છે માટે ત્યાં જ અટકી જવાનું હશે એવું પણ એક અનુમાન થાય છે. ચોવીસ તીર્થંકરના ચોવીસ શ્વાસોચ્છ્વાસ અને ચતુર્વિધ સંઘસ્વરૂપ Jajn Education International Page #380 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ તીર્થંકરને માટે પૂર્ણાહુતિરૂપ કળશનો એક શ્વાસોચ્છ્વાસ એ રીતે કુલ પચીસ શ્વાસોચ્છ્વાસ થાય એવું પણ અનુમાન કરાય છે. કેટલાક કાઉસગ્ગ ‘સાગ૨વ૨ ગંભીરા' સુધી ૨૭ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કરવાનું વિધાન છે. તેમાં ‘ચંદેસુ નિમ્મલયરા' એ ચંદ્ર નાડી માટે છે. ‘આઇએસ અહિયં પયાસરા’ એ આદિત્ય એટલે કે સૂર્ય નાડી માટે છે અને ‘સાગરવર-ગંભીરા ’ નાડીના ઉદ્ઘાટન માટે છે એવું પણ અનુમાન કરાય છે. અલબત્ત આ અનુમાનો છે. કાઉસગ્ગની અનુભૂતિ ઘણી સૂક્ષ્મ, ગહન અને રહસ્યમય છે. એનો સંપૂર્ણ પાર પામી શકવાનું દુષ્કર છે. એ સુષુમણા ૩૭૦ - પૂર્ણ લોગસ્સના કાઉસગ્ગમાં પણ શ્વાસોચ્છ્વાસ અને ચિત્તની એકાગ્રતા માટે અન્ય પ્રયોગો પણ થાય છે. પ્રાણાયામમાં શ્વાસની પૂરક, કુંભક અને રેચકની પ્રક્રિયા છે. શ્વાસ લેવો તે પૂરક, શ્વાસ રોકી રાખવો તે કુંભક અને ઉચ્છ્વાસ એટલે કે શ્વાસ બહાર કાઢવો તે રેચક. કેટલાક પૂરક પછી કુંભક કરી સંપૂર્ણ લોગસ્સનો કાઉસગ્ગ કરી લે છે અને પછી રેચક કરે છે. કેટલાક રેચક પછીના કુંભકમાં સંપૂર્ણ લોગસ્સનો કાઉસગ્ગ કરે છે. આમ એક જ કુંભકમાં એક લોગસ્સનો કાઉસગ્ગ મહાવરાથી કરી શકાય છે. એક જ કુંભક ચિત્તની એકાગ્રતામાં સહાયભૂત થાય છે. કેટલાક શ્વાસોચ્છ્વાસની ક્રિયા સાથે લોગસ્સનો કાઉસગ્ગ અંતિમ પદથી વિપરીત ક્રમે કરે છે. એટલે પહેલાં સિદ્ધા સિદ્ધિ મન વિતંતુ, પછી સજર્વર હંમીરા, પછી બાબ્વેતુ અહિય વાયરા એમ બોલતાં છેવટે તોTH ૩ખ્ખોલારે પદ સાથે કાઉસગ્ગ પૂરો કરે છે. પ્રણિધાન માટે આ વિપરીત ક્રમ પણ ઉપયોગી થાય છે. લોગસ્સનો કાઉસગ્ગ શ્વાસોચ્છ્વાસ પ્રમાણે જે ક૨વાનો હોય છે તેમાં સાથે ધ્યાન પણ સંકળાયેલું હોય છે. પરંતુ જે પૂર્ણ લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો હોય છે તેમાં મંત્રજાપ હોય છે, નામસ્તવના હોય છે. નામસ્તવનાનું મહત્ત્વ પણ ઓછું નથી. એટલા માટે લોગસ્સના કાઉસગ્ગ પછી તરત હમેશાં પ્રગટ લોગસ્સ બોલવાનો હોય છે અને તે સંપૂર્ણ લોગસ્સ જ હોય છે. વાણીના પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી એમ ચાર પ્રકાર બતાવવામાં આવે છે. પરા એટલે દિવ્ય વાણી, વૈખરી વાણી એટલે પ્રગટ ઉચ્ચારણ. વાણીનો એ સ્થૂલ પ્રકાર છે. કાઉસગ્ગ મનમાં જ્યારે ચાલતો હોય છે ત્યારે વાણી મધ્યમામાંથી ધીમે ધીમે પશ્યન્તી ને પરાની કક્ષા સુધી પહોંચે છે. સાધકની સાધના ઉપર એનો આધાર રહે છે. તીર્થંકર પરમાત્માનાં પરમ Page #381 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ સૂત્ર ૩૭૧ પવિત્ર અને પરમ પુણ્યવંત નામોના વાચક શબ્દોનું વૈખરી વાણીમાં પ્રગટ ઉચ્ચારણ પણ આરાધકના હૃદયમાં અનન્ય ભક્તિ અને શ્રદ્ધા પ્રગટાવે છે, બોધિની વિશુદ્ધિ કરાવે છે અને સ-વિકલ્પ તથા નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચવામાં સહાયક બને છે. એટલા માટે લોગસ્સના પ્રગટ ઉચ્ચારણની પણ આવશ્યકતા રહે છે. લોગસ્સનો કાઉસગ્ગના વિષયમાં જેમ પ્રયોજન મોટું તેમ કાઉસગ્ગ મોટો હોય છે. દુ:સ્વપ્ન તથા દુ:ખક્ષય કે કર્મક્ષય માટે રોજરોજ પ્રતિક્રમણમાં કરાતો કાઉસગ ચાર લોગસ્સનો હોય છે. પાક્ષિક, ચાતુર્માસિક સાંવત્સરિક પ્રતિક્રમણમાં ૧૨, ૨૦ અને ૪૦ લોગસ્સનો કાઉસગ્ગ હોય છે. (ફિરકાભેદે આ સંખ્યામાં થોડો ફેર હોય છે.) ઉપધાન કરનારા આરાધકોએ એ તપ દરમિયાન રોજ ૧00 લોગસ્સનો કાઉસગ્ન કરવાનો હોય છે, નવ પદની આરાધના અને વીસ સ્થાનકની આરાધનામાં પણ તે પ્રમાણ લોગસ્સનો કાઉસગ્ન કરવાનો હોય છે. (અકબરપ્રતિબોધક શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજને રોજ ઊભાં ઊભાં સો લોગસ્સનો કાઉસગ્ન કરવાનો નિયમ હતો.) કોઈ વિશિષ્ટ મોટું શુભ પ્રયોજન હોય અથવા સંઘ ઉપર કંઈ આપત્તિ કે ઉપદ્રવ હોય, તીર્થક્ષેત્રમાં કંઈ ઉપદ્રવો હોય અથવા ઉપદ્રવો ન થાય તે માટે પણ લોગસ્સના કાઉસગ્નનું વિધાન છે. લોગસ્સના કાઉસગ્નનું મહત્ત્વ શાસ્ત્રકારોએ એટલું બધું બતાવ્યું છે કે રોજ રોજ અવશ્ય કર્તવ્યરૂપ આ કાઉસગ્ગ ન કરવામાં આવે તો તેને દોષ – અતિચાર લાગે છે એમ કહ્યું છે. પાક્ષિક ઇત્યાદિ પ્રતિક્રમણમાં બોલાતા અતિચારમાં (તપાચારના અતિચારમાં) કહ્યું છે કે “કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દસ વીસનો કાઉસગ્ગ ન કીધો .... તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.' શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં સંવત્સરિ પ્રતિકર્મણમાં ૪૦ લોગસ્સનો ચંદેસ નિમ્નલયરા” સુધી તથા એક નવકારનો કાઉસગ્ન કરવામાં આવે છે. ૪૦ લોગસ્સના કુલ ૧000 શ્વાસોચ્છવાસ તથા નવકારમંત્રના ૮ શ્વાસોચ્છવાસ એમ કુલ ૧૦૦૮ શ્વાસોચ્છુવાસ થાય છે. ૪૦ લોગસ્સ ઉપર એક નવકાર ગણવાથી ૧૦૦૮ ની શુભ સંખ્યાનો પણ મેળ બેસે છે. એક લોગસ્સ બરાબર ચાર નવકારનો કાઉસગ્ગ હોય છે. નવકારના આઠ શ્વાસોચ્છવાસ ગણવામાં આવે છે. લોગસ્સના ૨૫ શ્વાસોચ્છવાસ હોય છે. એટલે Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ જિનતત્ત્વ ત્રણ નવકાર ગણતાં ૨૪ શ્વાસોચ્છુવાસ થાય. એટલે શ્વાસોચ્છવાસની ઓછી સંખ્યા કરતાં અધિક શ્વાસોચ્છુવાસનું પ્રમાણ વધુ યોગ્ય અને હિતાવહ છે. બંનેના કાલમાનની દૃષ્ટિએ પણ તે યોગ્ય છે. પદ અને સંપદાની દૃષ્ટિએ પણ ત્રણ કરતાં ચાર નવકાર વધુ યોગ્ય જણાય છે. એટલે એક લોગસ્સ બરાબર ચાર નવકારની ચાલી આવેલી પરંપરા યોગ્ય જ મનાય છે. લોગસ્સ ન આવડતો હો તો તે વ્યક્તિ ભલે કાઉસગ્ન ન કરે, પણ તેની પાસે નવકારની કાઉસગ્ગ કરાવવાની જરૂર શી છે એવી દલીલ વ્યર્થ છે. અલબત્ત, કાઉસગ્ન કરવાની સાચી ભાવનાવાળાએ ઉત્સાહપૂર્વક લોગસ્સ કંઠસ્થ કરી લેવો જોઈએ. નવકારમંત્ર કરતાં લોગસ્સ સૂત્ર મોટું અને કઠિન છે એવી દલીલમાં પણ બહુ બળ નથી, કારણ કે જો રસ, રુચિ અને લગની હોય તો ભાષા બોલતાં શીખેલાં બે-ત્રણ વર્ષનાં બાળકોએ લોગસ્સ શુદ્ધ રીતે કંઠસ્થ કરી લીધાના ઘણા દાખલા છે. લોગસ્સની સાત ગાથાઓનો સંબંધ આપણા દેહમાં રહેલાં સૂક્ષ્મ ચક્રો - શક્તિનાં કેન્દ્રો તથા સહસ્ત્રાર અથવા કુલ સાત શક્તિ કેન્દ્રો સાથે પણ દર્શાવવામાં આવે છે. પહેલી ગાથા મૂલાધાર ચક્રમાં ચિત્તે કેન્દ્રિત કરીને બોલવાની હોય છે. બીજી ગાથા સ્વાધિસ્થાન ચક્રમાં, ત્રીજી મણિપુર ચક્રમાં, ચોથી અનાહત ચક્રમાં, પાંચમી વિશુદ્ધિ ચક્રમાં, છઠ્ઠી આજ્ઞાચક્રમાં અને સાતમી સહસ્ત્રાર ચક્રમાં પ્રણિધાનપર્વક બોલવાની હોય છે. લોગસ્સની ગાથાઓની સંખ્યા સાત છે એ આકસ્મિક કે નિપ્રયોજન નથી. એ સાતની સંખ્યામાં વિશિષ્ટ અર્થ અને સંકેત રહેલો છે. લોગસ્સ સૂત્રમાં ૨૪ તીર્થકરોનાં નામો બીજી, ત્રીજી અને ચોથી એમ ત્રણ ગાથામાં આપવામાં આવ્યાં છે. દરેક ગાથામાં આઠ-આઠ તીર્થકરોનાં નામ આવે એવી સરખી વહેંચણી કરવામાં આવી છે. મંત્રસ્વરૂપ આ ત્રણ ગાથાઓમાં તીર્થકરોનાં માત્ર નામ જ આપવામાં આવ્યાં છે. તેની સાથે બહુમાનસૂચક શબ્દો જેવા કે સિરિ (શ્રી), નાહ (નાથ), દેવ, પ્રભુ વગેરે શબ્દો આગળ કે પાછળ પ્રયોજવામાં આવ્યા નથી. જ્યાં ચોવીસ તીર્થંકરોની ગણના હોય ત્યાં આવાં ફક્ત નામો જ ગણાવવામાં આવ્યાં હોય એવું અન્યત્ર પણ જોવા મળે છે. “નંદીસૂત્રમાં તિત્થયરાવલીના પાઠમાં એ પ્રમાણે છે. તદુપરાંત બૃહત્ શાંતિ સ્તોત્ર એનું સુપ્રસિદ્ધ ઉદાહરણ છે. આમાં તીર્થકરોનાં નામની ક્રમિક સંકલના કવિતા કે ભાષા ગૌરવની દૃષ્ટિએ જ ફક્ત ન કરતાં મંત્રસ્વરૂપ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ લોગસ્સ સૂત્ર અક્ષરોની દૃષ્ટિએ કરવામાં આવી છે. લોગસ્સની આ ત્રણ ગાથાઓ, એટલા માટે, મંત્રશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની છે. આ ગાથાઓમાં આવતાં ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં નામ વ્યાકરણની દૃષ્ટિએ બીજી વિભક્તિમાં પ્રયોજવામાં આવ્યાં છે. બીજી વિભક્તિમાં શબ્દના અંત્ય વ્યંજન ઉપર અનુસ્વાર (અનુનાસિક વ્યંજન મ્) એટલે બિંદુ આવે છે. પરંતુ આમાં ચોવીસ તીર્થંકરનાં ચોવીસ નામ ઉપર ચોવીસ બિંદુ નથી આવતાં. સમાસની રચના કરવાથી બિંદુઓની સંખ્યા ઘટાડી શકાય છે. તેમ છતાં ‘વંદે’ અને ‘વંદામિ' શબ્દમાં અને તીર્થંકરોનાં નામ ઉપર આવતાં હિંદુઓ મળીને કુલ ૩૫ બિંદુઓનું આયોજન આ ત્રણ ગાથામાં છે. પહેલી ગાથામાં બાર બિંદુ છે, બીજી ગાથામાં બાર બિંદુ છે અન ત્રીજી ગાથામાં અગિયાર બિંદુ છે, બિંદુના અનુનાસિક ઉચ્ચારણમાં વિશિષ્ટ નાદ અને કલા રહેલાં હોય છે. બિંદુની એ સૂક્ષ્મ અવસ્થાઓ છે. પરમાત્માનું ધ્યાન ધરતી વખતે એ બિંદુનો પણ ખ્યાલ રાખવાનો હોય છે. ઓકાર બિંદુસંયુક્ત - એમ બિંદુનો સ્પષ્ટ અલગ નિર્દેશ કરીને બતાવ્યું છે કે પરમાત્માના નામનું ઉચ્ચારણ બિંદુયુક્ત જ્યારે કરવામાં આવે છે ત્યારે તે ભૌતિક દૃષ્ટિએ ‘કામદં’ ઇચ્છાઓ પૂરી કરનાર અને ‘મોક્ષદં' મોક્ષ આપનાર નીવડે છે. (આ દર્શાવવા માટે કામદં અને મોક્ષદં શબ્દો પણ બિન્દુ સહિત પ્રયોજાય છે.) લોગસ્સની આ ત્રણ ગાથામાં અવ્યય ઘૂનો ઉપયોગ અગિયાર વખત કરવામાં આવ્યો છે. એમ દસ વખત વૅનો અર્થ ‘અને’ થાય છે અને સુવિદ્દેિ = પુતંતમાં વનો અર્થ ‘અથવા’ થાય છે. સંસ્કૃત ભાષા એટલી અનુકળ છે કે આ ત્રણે ગાથામાં = અવ્યયનો ઉપયોગ ફક્ત ત્રણ-ચાર વખત ક૨વા ધાર્યો હોય તો પણ ચાલી શકે. પરંતુ આ ગાથાઓમાં ઘનો ઉપયોગ વિશેષ ધ્યાન ખેંચે છે. ગાથા છંદની પંક્તિઓ લખતી વખતે 7 જેવો એક માત્રાવાળો વર્ણાક્ષર પાદપૂરક તરીકે ઉપયોગી થઈ શકે છે, તેમ છતાં એના અહીં થયેલા ઉપયોગમાં એક યોજના રહેલી છે. નામોની પહેલી ગાથામાં ત્રણ વખત વનો ઉપયોગ થયો છે. એક, બે, કે ત્રણ તીર્થંકરોનાં નામ પછી જે હૈં આવે છે, તેમાં સાત, ચૌદ અને એકવીસમા તીર્થંકર પછી હૈં અવશ્ય આવે જ છે. વળી લોગસ્સમાં ૬ વ્યંજન ચંદ્રપ્રભુ તીર્થંકર ચંપ્પöના નામ ઉપરાંત ચડવીસું, ચંદ્રતુ, બાબ્વેસુ જેવા શબ્દોમાં પણ વપરાયો છે. એ રીતે ઘની બહુલતા, બિન્દુની બહુલતાની જેમ ધ્યાનપાત્ર છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ 3७४ જિનતત્ત્વ આ બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં ઋષભદેવથી શરૂ કરી વર્ધમાનસ્વામી સુધીનાં ૨૪ તીર્થકરોનાં નામ ગણાવ્યાં છે. તેમાં સાત, ચૌદ અન એકવીસમા તીર્થંકરનાં નામ પછી લિvi શબ્દ પ્રયોજાયો છે. મંત્રરૂપ આ ગાથામાં નિri શબ્દ આકસ્મિક રીતે કે માત્ર પાદપૂરક તરીકે પ્રયોજાયો નથી. તેમાં ચોક્કસ ધ્યેયપર્વકનું આયોજન છે. ચોવીસ તીર્થકરોનાં નામ ત્રણ ગાથામાં આપવામાં આવ્યાં છે. તેમાં પ્રત્યેક ગાથામાં આઠ-આઠ તીર્થકરોનાં નામ છે. એટલે કે ચોવીસની સંખ્યાનું ત્રણ ગાથામાં વિભાજન વ્યવસ્થિત અને ગાણિતિક રીતે થયું છે. તેવી જ રીતે નિ શબ્દ સાત, ચૌદ અને એકવીસમા તીર્થંકર પછી આવે છે. તે શબ્દ પણ વ્યવસ્થિત રીતે અને ગણતરીપૂર્વક વિશિષ્ટ દૃષ્ટિથી પ્રયોજાયો છે. ચોવીસ તીર્થંકરોનાં નામ કુંડલિની જાગરણની દૃષ્ટિએ જો વિચારીએ તો મૂલાધાર પાસે રહેલી કુંડલિની શક્તિ લગભગ સાડા ત્રણ વલય અથવા વર્તુળની છે. સર્પના જેવું મુખ ધરાવતી શક્તિ અધોમુખ કરીને રહેલી છે. તેને જાગ્રત કરવા માટે, તેના ક્રમિક ઉત્થાન માટે પ્રત્યેક ચક્રમાં એક એક તીર્થકરનું નામસ્મરણ – ધ્યાન કરીને જો ચિત્તની એકાગ્રતા સાધવામાં આવે તો કુંડલિની શક્તિ જાગ્રત થાય. આ રીતે પહેલા વર્તુળમાં ઋષભ (મૂલાધાર ચક્ર), અજિત (સ્વાધિસ્થાન), સંભવ (મણિપુર), અભિનંદન (અનાહત), સુમતિ (વિશુદ્ધિ), પદ્મપ્રભુ (આશા), સુપાર્શ્વ (સહસ્ત્રાર) એમ સાત તીર્થકરોનાં નામોનું અનુક્રમે સ્મરણ-પ્રણિધાન કર્યા પછી નિ શબ્દ બોલવા સાથે ઉપરથી ફરીથી નીચે મૂલાધારમાં ચિત્તને જોડવાનું છે. સહસ્ત્રારમાં સંલગ્ન થયેલા ચિત્તને ઉપરથી ફરી નીચે મૂલાધારમાં સંક્રાન્ત કરવા માટે, અવરોહણ માટે, આવશ્યક સમય નિજ શબ્દના પ્રણિધાન દ્વારા પ્રાપ્ત થાય છે. અનુભવથી એની વિશેષ પ્રતીતિ થાય છે. આમ પ્રથમ વર્તુળ પૂરું થાય છે. ફરીથી ચંદ્ર (મૂલાધાર), સુવિધિ-પુષ્કૃદંત (સ્વાધિસ્થાન), શીતલ (મણિપુર), શ્રેયાંસ (અનાહત) વાસુપૂજ્ય (વિશુદ્ધિ), વિમલ (આજ્ઞા), અનંત (સહસ્ત્રાર) એ ક્રમે પ્રણિધાન કર્યા પછી ફરી નિri બોલવા સાથે ઉપરથી નીચે મૂલાધારમાં ચિત્તને લઈ જવાનું છે. ત્રીજા વર્તુળમાં ધર્મ (મૂલાધાર), શાંતિ (સ્વાધિસ્થાન), કુંથુ (મણિપુર), અર (અનાહત), મલ્લિ (વિશુદ્ધિ), મુનિ સુવ્રત (આજ્ઞા), નમિ (સહસ્ત્રાર) એમ ત્રીજું વર્તુળ પૂરું કરી નિ: શબ્દ બોલવા સાથે ઉપરથી નીચે ફરી મૂલાધારમાં ચિત્તને કેન્દ્રિત કરવાનું છે. ત્યારપછી અરિષ્ટનેમિ (મૂલાધાર), પાર્થ (સ્વાધિસ્થાન) અને વર્ધમાન (મણિપુર) એ Page #385 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ સૂત્ર ૩૭૫ પ્રમાણે ચોવીસ તીર્થકરોનું નામસ્મરણ ચક્રોમાં જો ગણવામાં આવે તો વિશિષ્ટ શક્તિ આપનાર બને છે. તીર્થકરોની કલા પણ સાડા ત્રણ ગણાવવામાં આવે છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર બાકી રહેલાં અઘાતી કર્મમાં આયુષ્યકર્મ અડધું ભોગવવાનું બાકી હોવાથી સાડા ત્રણ કર્મ બાકી રહે છે અને તીર્થંકરનાં એ અઘાતી કર્મ પ્રશસ્ત પ્રકારનાં હોવાથી “કલા” તરીકે ઓળખાય છે. એટલે સાડા ત્રણ વલય સાથે સાડા ત્રણ કલા જોડાયેલી છે. આમ લોગસ્સ સૂત્રની ગાથાઓ વિશિષ્ટ યોગપ્રક્રિયા સાથે સંકળાયેલી છે અને એનો મહિમા સવિશેષ છે. ત્રીજી ગાથામાં નવમા તીર્થંકર સુવિધિનાથનાં બે નામ આપવામાં આવ્યાં છે : (૧) સુવિહિ અને (૨) પુષ્કૃદંત. શ્વેતામ્બરોમાં સુવિધિનાથ નામ વધુ પ્રચલિત છે. દિગમ્બરોમાં પુષ્કૃદંત નામ વધુ પ્રચિલત છે. લોગસ્સમાં અન્ય કોઈ તીર્થકરનાં બે નામ નથી આપવામાં આવ્યાં. સુવિધિ અને પુદ્દત એ બે નામો આપવામાં આવ્યાં છે. એ બે નામોમાંથી કોઈ પણ એકનો વિશેષ નામ તરીકે અને બીજાનો વિશેષણ તરીકે અર્થ ઘટાવી શકાય છે. પરંતુ કર્તાએ બે નામ કેમ પ્રયોજ્યાં હશે તેનો કોઈ ખુલાસો નથી. છંદની દષ્ટિએ જરૂરી હશે એવું એક અનુમાન થાય છે. ચક્રોની દૃષ્ટિએ સુવિધિનાથનું ધ્યાન સ્વાધિસ્થાન ચક્રમાં આવે છે. એ ચક્રમાં ધ્યાનને વધુ દૃઢ કરવાનું કોઈ પ્રયોજન હશે એવું અનુમાન પણ થાય છે. લોગસ્સ સૂત્રમાં પ્રત્યેક તીર્થંકરનું નામ વિશેષ નામ તરીકે છે. પરંતુ તદુપરાંત દરેક તીર્થકરના નામનો વિશિષ્ટ અર્થ પણ છે. અને અર્થની દૃષ્ટિએ પણ તેનું માહાભ્ય છે, કારણ કે દરેક તીર્થંકરનું વિશેષ નામ અવશ્ય ગુણનિષ્પન્ન હોય છે. તીર્થકરોનું ધ્યાન જો ચક્રોમાં કરવામાં આવે તો આ વિશિષ્ટાર્થની દૃષ્ટિએ પણ ઉચિત અને અર્થપ્રેરક બને છે. તે તે તીર્થકરોનાં યક્ષ-યક્ષિણીનાં નામના વિશિષ્ટાર્થ પણ તે તે ચક્રોની દૃષ્ટિએ પણ બહુ જ સૂચક છે. આ ઘણો જ ગહન વિષય છે. જેમ જેમ પ્રણિધાન-અનુપ્રેક્ષા વધતાં જાય તેમ તેમ સાધકોને વધુ ને વધુ પ્રકાશ અને ઉઘાડનો અનુભવ થાય એવું આ લોગસ્સ સૂત્ર છે. ચોવીસ તીર્થંકરોનાં નામનું સ્મરણ, રટણ અનુક્રમે એક એક ચક્રમાં પ્રણિધાનપૂર્વક કરવામાં આ રીતે સાડા ત્રણ વર્તુળ થાય છે. તેમાં પ્રથમ વર્તુળ દર્શનનું છે, બીજું વર્તુળ જ્ઞાનનું છે, ત્રીજું વર્તુળ ચારિત્રનું છે અને ચોથું અડધું Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ જિનતત્ત્વ વર્તુળ તપનું છે. ત્રણ વર્તુળ પૂરાં થાય તે પછીના અડધા વર્તુળમાં નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી એ ત્રણ તીર્થકરોનું ધ્યાન ધરવાનું છે. એ ત્રણ તીર્થકરોનાં જીવનનું અવલોકન કરીએ તો તેમાં બાહ્ય અને આત્યંતર તપની મહત્તા સવિશેષ જણાશે. તપનું વર્તુળ અડધું જ છે, કારણ કે તપમાં વ્યક્તિએ પોતે જ પોતાના પુરુષાર્થ વડે આગળ વધવાનું છે. લોગસ્સની અનુષ્ઠાનપૂર્વકની આરાધના પણ કરવામાં આવે છે. શુદ્ધ વસ્ત્ર, આસન વગેરે સાથે, ધૂપ, દીપ, પુષ્પ, વાસક્ષેપ વગેરે સાથે ચોવીસ તીર્થંકરનું ચિત્રપટ સન્મુખ રાખી લોગસ્સનું પઠન નિયત સમય માટે કરવાથી વિશેષ લાભ થાય છે. ચોવીસ તીર્થકરોની સ્તુતિ માટે પંચષષ્ઠી(પાંસઠિયો) યંત્રની રચના કરવામાં આવે છે. આડી અને ઊભી લીટીઓ દોરી પચ્ચીસ ખાનાંનું સમચોરસ યંત્ર બનાવવામાં આવે છે. અને તેમાં ૧ થી ૨૫ ના સંખ્યાંક એવી રીતે લખવામાં આવે છે કે ગમે તે બાજુથી સરવાળો કરતાં ૬૫ની સંખ્યા જ આવે. જુદી જુદી રીતે સંખ્યા ગોઠવી ઘણા પ્રકારનાં આવાં પાંઠિયા યંત્રો બનાવવામાં આવે છે. આમાં મહાસર્વતોભદ્ર યંત્રમાં સંખ્યા એવી રીતે ગોઠવવામાં આવે છે કે બોંતેર જુદી જુદી રીતે ગણના કરતાં સરવાળો કુપનો જ આવે છે. આ યંત્રોમાં પ્રત્યેક સંખ્યાંક સાથે તે તીર્થંકરનું સ્મરણ–રટણ કરવામાં આવે છે અને ૨૫ના સંખ્યાંકમાં શ્રીસંઘને પ્રણામ કરવામાં આવે છે. લોગસ્સ સૂત્રની પ્રત્યેક ગાથા સાથે આરંભમાં જુદાં જુદાં મંત્ર બીજો જોડીને તથા છેડે પ્રાર્થના–વાચના જોડીને તેના એક કલ્પની રચના કરવામાં આવી છે, જે પ્રાચીન હસ્તપ્રતોમાં જોવા મળે છે. આ રીતે સાત ગાથાનાં સાત મંડલ બનાવવામાં આવ્યાં છે અને પ્રત્યેક મંત્રનો બ્રહ્મચર્યના પાલનપૂર્વક, દેહશુદ્ધિ તથા વસ્ત્રશુદ્ધિ સાથે, પૂર્વ દિશામાં કે ઉત્તર દિશામાં મુખ રાખીને કાઉસગ્ન અવસ્થામાં બેસીને રોજ ૧૦0૮ વાર અથવા તેની વિધિમાં દર્શાવ્યા પ્રમાણે, તેટલા દિવસ સુધી જાપ કરવામાં આવે તો ઇષ્ટફલની પ્રાપ્તિ કરાવનાર તે નીવડે છે. એ મંત્રો નીચે પ્રમાણે છે : પહેલી ગાથા - ॐ ह्री श्री ऐं लोगस्स उज्जोअगरे धम्मतित्थयरे जिणे अरिहंते कित्तइस्सं चउवीसं पि केवली मम मनोऽभीष्टं कुरु कुरु स्वाहा । Page #387 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ સૂત્ર બીજી ગાથા ँ ँ ॐ क्राँ की ही ही उसभमजिअं च वंदे संभवमभिणंदणं च सुमई च, पउमप्पहं सुपासं जिणं च चंदप्पहं वंदे स्वाहा । www ત્રીજી ગાથા ॐ ऐं हसाँ झीँ झीँ सुविहिं च पुप्फदंतं सीयल सिज्जंस वासुपुज्जं च विमलमणतं च जिणं धम्मं संति च वंदामि स्वाहा । — ચોથી ગાથા ॐ ह्रीं नमः कुंथुं अरं च मल्लिं वंदे मुणिसुव्वयं नमिजिणं च वंदामि रिट्ठनेमिं पासं तह वद्रमाणं च मनोवांछितं पूरय पूरय ह्रीं स्वाहा । ت - પાંચમી ગાથા ॐ ऐं ह्री ह्री एवं मए अभिथुआ विहुय-रय-मला पहीण-जरमरणा चउवीसं पि जिणवरा तित्थयरा मे पसीयंतु स्वाहा । છઠ્ઠી ગાથા ॐ उ द्यंबराय (?) कित्तिय वंदिय महिया जे ए लोगस्स उत्तमा सिद्धा आरुग्ग वोहिलाभं समाहिवरमुत्तमं दिंतु स्वाहा । 399 - સાતમી ગાથા ॐ ह्रीं ह्रीँ आँ जाँ जी चंदेसु निम्मलयरा आइच्चेसु अहियं पयासयरा सागरवरगंभीरा सिद्धा सिद्धिं मम दिसंतु मम मनोवांछितं पूरय पूरय स्वाहा । આ કલ્પમાં દરેક મંત્રની અનુષ્ઠાનની વિધિ પણ દર્શાવવામાં આવી છે, તથા તે કેવા પ્રકારનું ફલ પ્રાપ્ત કરાવે છે તે પણ જણાવ્યું છે. - લોગસ સૂત્રની આરાધના આમ વિવિધ દૃષ્ટિએ ક૨વામાં આવે છે. લોગસ્સ સૂત્રનો મહિમા કેટલો બધો છે અને તેમાં સાધના માટેની કેટલી બધી સામગ્રી છે તે આના પરથી સમજાશે. Page #388 -------------------------------------------------------------------------- ________________ દયાપ્રેરિત હત્યા – ઇતર અને જૈન તત્ત્વદષ્ટિ જગતમાં જન્મની જેટલી સમસ્યાઓ હોય છે તેના કરતાં મૃત્યુની સમસ્યાઓ ઘણી વધારે રહેવાની. સંસારમાં જન્મ-મરણનું ચક્ર પ્રતિક્ષણ ચાલ્યા કરે છે. મૃત્યુ કાળક્રમે નૈસર્ગિક રીતે આવ્યા વિના રહેવાનું નથી. એના આવવાની સમયાવધિ પહેલાં અકસ્માત, ખૂન, રોગચાળો, યુદ્ધ, દુકાળ, પૂર વગેરે દ્વારા અકાળે, અનિચ્છાએ એ આવે છે. સ્વેચ્છાએ પોતાના જીવનનો અચાનક અંત આણવાના પ્રયાસો આત્મહત્યા દ્વારા થાય છે. દુનિયાના કેટલાક દેશોમાં આત્મહત્યા કાયદેસર ગણાય છે અને કેટલાક દેશોમાં કાયદાની દૃષ્ટિએ એ ગુનો લેખાય છે. વૃદ્ધ, બીમાર, વિકલાંગ, ભયંકર વિરૂપ, લાચાર કે અશક્ત માણસનું વેદનાને કારણ જીવન જ્યારે અસહ્ય, બોજારૂપ કે નાલેશીભર્યું બની જાય છે અને મૃત્યુ વહાલું કે છુટકારારૂપ લાગે છે અને તેની વેદના નજરે જોવી એ બીજાઓને દુઃખમય લાગે છે ત્યારે દયાના ભાવથી પ્રેરાઈને એના જીવનનો અંત આણવો કે કેમ એ પ્રશ્નની ચર્ચા અઢી હજાર કરતાં વધુ વર્ષથી થતી આવી છે. આ પ્રકારની ઘટના માટે યૂથેનેશિયા (યૂથેનેઝિયા euthanasia), mercy killing, દયાપ્રેરિત હત્યા, દયાપ્રેરિત મૃત્યુ વગેરે શબ્દપ્રયોગો થયા છે; જોકે તે દરેકમાં થોડો થોડો અર્થફેર રહ્યો છે, તોપણ તેનો મુખ્ય ધ્વનિ તો એનો એ જ રહ્યો છે. euthanasia મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે. એનો સાદો અર્થ થાય છે ‘સરળ અને શાંત મૃત્યુ'. ઑક્સફર્ડ ડિક્શનરીમાં એનો અર્થ આપ્યો છે 'euthanasia-gentle and easy death; bringig about of this especially in case of incurable and painful disease.’ સમય જતાં યુથેનેશિયા શબ્દ થોડા વિશાળ અર્થમાં વપરાવા લાગ્યો. જે માણસની શારીરિક પીડા અસહ્ય હોય અને જેના જીવલેણ દર્દનો કોઈ જ ઉપાય ન રહ્યો હોય અને મૃત્યુ નજીક આવી રહ્યું હોય એવા દર્દીના જીવનનો, માનવતાની દૃષ્ટિએ, દયાભાવથી પ્રેરાઈને Page #389 -------------------------------------------------------------------------- ________________ દયાપ્રેરિત હત્યા – ઇતર અને જૈન તત્વદષ્ટિ ૩૭૯ ઝેરી દવા આપીને કે અન્ય રીતે, વહેલો અંત આણવો એનું નામ યૂથનેશિયા. અઢી હજાર વર્ષ પૂર્વે પ્રાચીન ગ્રીસમાં પ્લેટો, એરિસ્ટોટલ, સોક્રેટીસ વગેરેએ આ પ્રશ્નની છણાવટ કરી હતી. સેનેકાએ કહ્યું હતું કે “Just as I choose a ship to sail in or a house to live in, so I choose a death for my passage from life.” યૂથનેશિયાનો આ પ્રશ્ન ઘણો નાજુક છે. એમાં એક બાજુ લાગણી અને ભાવના રહેલાં છે, તો બીજી બાજુ બુદ્ધિ અને તર્ક રહેલાં છે. એટલે જ એની ચર્ચા આજદિવસ સુધી ચાલ્યા કરી છે. કેટલાકે એનું સમર્થન કર્યું છે તો કેટલાકે એનો વિરોધ પણ કર્યો છે. દાક્તરો, ન્યાયાધીશો, રાજ્યકર્તાઓ, સમાજસેવકો, અર્થશાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકો, ધર્માચાર્યો વગેરે ક્યારેય આ વિષયમાં સર્વસંમત થયા નથી, કારણ કે એમાં ધર્મ, નીતિ, સદાચાર, તબીબી નીતિમત્તા અને આચારસંહિતા, કાયદો અને ન્યાય, સામાજિક પ્રત્યાઘાતો, આર્થિક સંજોગો, ગેરરીતિનાં ભયસ્થાનો, માનસશાસ્ત્રીય પ્રશ્નો ઇત્યાદિ ઘણી બાબતો સંકળાયેલી છે. યુથેનેશિયા માટે ઈ. સ. ૧૯૩૧-૩૨માં ઇંગ્લેન્ડમાં ડો. કિલિક મિલાડે ઝુંબેશ ઉપાડી હતી અને તે માટે એક સોસાયટીની સ્થાપના કરી હતી. તેવી જ રીતે ઈ. સ. ૧૯૩૮માં અમેરિકામાં યૂથનેશિયા સોસાયટીની સ્થાપના થઈ હતી, પરંતુ ઇંગ્લેન્ડે કે અમેરિકાએ તેને કાયદેસરની માન્યતા આપી નહોતી. અપવાદરૂપ એકાદ-બે દેશો સિવાય દુનિયાના તમામ દેશોમાં યૂથનેશિયા કાયદેસર ગુનો લેખાય છે અને તે માટે સજા થાય છે. કોઈક કિસ્સાઓમાં સમગ્ર પરિસ્થિતિને લક્ષમાં લઈ ન્યાયાધીશે ગુનેગારને માફી આપી હોય તે જુદી વાત છે. યૂથનેશિયા જેવા ગ્રીક શબ્દ માટે વખત જતાં અંગ્રેજીમાં mercy killing જેવો શબ્દપ્રયોગ પ્રચલિત થયો છે. પરંતુ એ શબ્દપ્રયોગ માટે બધા સંમત નથી, કારણ કે mercy અને killing એ બંને શબ્દો પરસ્પર વિરુદ્ધ અર્થવાળા છે અને killing શબ્દ બહુ ભારે અને આક્રમક સ્વરૂપનો લાગે છે, એટલા માટે કેટલાક mercy ending જેવો શબ્દપ્રયોગ સૂચવે છે, પણ તે પ્રચલિત થયો નથી. ગુજરાતીમાં “દયાપ્રેરિત હત્યા' જેવો શબ્દપ્રયોગ થાય છે. પણ તેમાં ‘હત્યા’ શબ્દ ભારે લાગે છે. ‘દયાપ્રેરિત જીવન-અંત’ જેવો શબ્દપ્રયોગ પણ સ્પષ્ટ અર્થસૂચક જણાતો નથી, કારણ કે બીમાર વ્યક્તિએ પોતે નહિ, પણ Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ જિનતત્ત્વ બીજાએ આ કૃત્ય કરવાનું હોય છે. euthanasial અને mercy killing વચ્ચે થોડો અર્થફેર હશે, તો પણ એકબીજાના પર્યાય તરીકે તે વપરાય છે. માનવીને જેમ સન્માનપૂર્વક કે ગૌરવપૂર્વક જીવવાનો અધિકાર હોવો જોઈએ તેમ સન્માનપૂર્વક કે ગૌરવપૂર્વક જીવનનો અંત લાવવાનો-મરવાનો અધિકાર પણ હોવો જોઈએ, એ તર્ક સાચો હોય તોપણ દયાપ્રેરિત હત્યાની બાબતમાં એ તર્ક કેટલો સાચો છે અને કેટલો ભ્રામક છે એ વિચારણીય છે. મનુષ્ય પોતાના જીવનનો માલિક છે. એ અર્થમાં પોતાના જીવનનો અંત આણતાં એટલે કે આત્મહત્યા કરતાં એને રોકવાનું સહેલું નથી. આત્મહત્યાના સ્વરૂપનો અને એનાં વિવિધ પાસાંઓનો વિચાર અહીં કરવા જતાં લેખ ઘણો મોટો થઈ જશે, એટલે તેની વિચારણા ન કરતાં, કોઈક વ્યક્તિ દયાના ભાવથી પ્રેરાઈને અન્ય વ્યક્તિની હત્યા કરે તો તે કેટલે અંશે યોગ્ય છે – ફક્ત તેનો વિચાર માત્ર કેટલીક અપેક્ષાએ અહીં કરીશું. હવે તો મોત આવે તો સારું, કે જેથી જલદી છુટાય'-એવો ભાવ કે વિચાર જ્યારથી માનવજાતમાં જન્મ્યો હશે ત્યારથી એટલે કે હજારો વર્ષથી અથવા આદિકાળથી એક અથવા અન્ય પ્રકારે આ પ્રકારની વિચારણા થતી આવી છે. દયાપ્રેરિત હત્યા એ શબ્દો જ કેટલાકની દૃષ્ટિએ પરસ્પરવિરુદ્ધ છે. જ્યાં હત્યા છે ત્યાં દયા હોઈ શકે નહિ અને જ્યાં સાચી દયા છે ત્યાં વ્યક્તિની હત્યાનો ભાવ જન્મી શકે નહિ. એટલે આ વિષયને દયાપ્રેરિત હત્યાને બદલે નિર્દયતા-પ્રેરિત હત્યા' તરીકે જ દર્શાવવો જોઈએ એમ કેટલાકને લાગે છે. હત્યા શબ્દમાં ક્રૂરતાનો ભાવ હોવાને કારણે કેટલાક લોકો “દયાપ્રેરિત મૃત્યુ એવો શબ્દપ્રયોગ કરે છે, પરંતુ એ શબ્દપ્રયોગ ભ્રામક નીવડવાનો સંભવ છે, કારણ કે ત્યાં સ્વાભાવિક મૃત્યુની વાત નથી, પરંતુ બીજા કોઈક દ્વારા અચાનક જીવનનો અંત આણવાની વાત છે. એટલે એ માટે “મૃત્યુ” કરતાં હત્યા' શબ્દ વધુ યોગ્ય મનાય છે. દયાપ્રેરિત હત્યાના કિસ્સાઓમાં પણ જુદા જુદા પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તી શકે છે, જેમ કે (૧) અસહ્ય પીડા ભોગવતી બીમાર વ્યક્તિના જીવનનો અંત આણવાનો નિર્ણય એવી વ્યક્તિની આજીજીપૂર્વકની વિનંતીથી, એની પૂરેપૂરી સંમતિથી કરવામાં આવે. (૨) બીમાર વ્યક્તિ મંદ બુદ્ધિની હોય, એના Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ દયાપ્રેરિત હત્યા – ઇતર અને જૈન તત્ત્વદષ્ટિ મગજને નુકસાન થયું હોય, એની વિચારવાની કે નિર્ણય લેવાની શક્તિ જ ન રહી હોય, એની પાસે વાચા ન હોય અથવા વાચા ચાલી ગઈ હોય, એના અસ્તિત્વની ભૌતિક દૃષ્ટિએ કશી જ ઉપયોગિતા ન રહી હોય, બલકે એથી ઘણાંને ત્રાસ થતો હોય તેવે વખતે વ્યક્તિના હિતનો વિચાર કરી સ્વજનો અને દાક્તરો સાથે મળીને એ નિર્ણય કરે. (૨) વ્યક્તિની શારીરિક અને માનસિક યાતના ઘણીબધી હોય ત્યારે એની ઇચ્છા જાણ્યા વગર કે એને જણાવ્યા વગર સ્વજનો અને દાક્તરો એના જીવનનો અંત આણવાનો નિર્ણય કરે. અલબત્ત, આ પ્રકાર ઘણો ગંભીર છે અને મનુષ્યવધના ગુના તરીકે તે લખી શકાય છે. દયાપ્રેરિત હત્યાના વિષયની વિચારણા, ભૌતિકવાદીઓ એક રીતે કરવાના, ધર્મનેતાઓ બીજી રીતે કરવાના. વળી સમાજશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો અને તબીબો જુદી જુદી રીતે એનો વિચાર કરવાના. દરેકને પોતપોતાનો જુદો દૃષ્ટિકોણ હોય એ સ્વાભાવિક છે. દુનિયાની વધતી જતી વસ્તી અને વધતી જતી સંખ્યાઓના પરિપ્રેક્ષ્યમાં લોકો ભિન્ન ભિન્ન રીતે એનો વિચાર કરે એ સ્વાભાવિક છે. આપઘાત અને ગર્ભપાતના જેવો જ આ વિવાદાસ્પદ વિષય રહેવાનો. જેમ જેમ વિજ્ઞાન પ્રગતિ કરતું જાય છે, જીવનને લંબાવવાની અને પીડાને ઓછી કરવાની નવી નવી શોધો થતી જાય છે, સામાજિક પરિસ્થિતિ અને રહેણીકરણી બદલાતી જાય છે, આર્થિક સમસ્યાઓ ઊભી થતી જાય છે, સરકારની જવાબદારીઓ વધતી જાય છે, તબીબી સારવાર અતિ ખર્ચાળ અને બોજારૂપ બનતી જાય છે, તેમ તેમ દયાપ્રેરિત હત્યાનો વિષય નવા નવા સંદર્ભમાં જોવાય છે. મોટાં કુટુંબો કરતાં બેત્રણ સભ્યોનાં નાનાં કુટુંબોમાં આ પ્રશ્ન વધુ ગંભીર બની રહે છે. દુનિયામાં જૈન, હિન્દુ, બૌદ્ધ વગેરે કેટલાક ધર્મો જન્માન્તરમાં અને કર્મના સિદ્ધાંતમાં માને છે. બીજી બાજુ યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ પુનર્જન્મમાં માનતા નથી, એટલે દયાપ્રેરિત હત્યાના વિષયની ચર્ચા પુનર્જન્મમાં માનતા ધર્મની દૃષ્ટિએ એક પ્રકારની રહેવાની અને પુનર્જન્મમાં ન માનનારા ધર્મની દૃષ્ટિએ જુદા પ્રકારની રહેવાની. વળી જેઓ ધર્મમાં કે આત્મામાં બિલકુલ જ માનતા નથી એવા ભૌતિકવાદીઓની દૃષ્ટિ પણ આ બાબતમાં જુદી રહેવાની. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ જિનતત્ત્વ પશ્ચિમના સમૃદ્ધ દેશોમાં વસતા અને પુનર્જન્મમાં ન માનનારા, સ્વકેન્દ્રી ભૌતિકવાદી વિચારણા ધરાવનારા, પોતાના વર્તમાન અંગત જીવનને સુખસગવડમય બનાવવાની ઇચ્છા રાખનારા લોકોમાં યુથેનેશિયાનો પ્રચાર વિશેષ જોવા મળશે. જે કેટલાક દેશોમાં તમામ તબીબી સારવાર સરકાર તરફથી અપાય છે એવા દેશોમાં ભારે સરકારી ખર્ચે આવા દર્દીઓની નિરર્થક જિંદગી લંબાવાય તે સામે સરકારી કરવેરા ભરનારાઓ તરફથી ઊહાપોહ પણ થાય છે. એ દેશોમાં ગુપ્ત રીતે, પકડાયા વિના યૂથનેશિયાનો અમલ થતો હોય એવા અનેક કિસ્સાઓ પ્રતિવર્ષ બને છે. પકડાય અને સજા થાય એવા કિસ્સાઓની સંખ્યા પણ ઓછી નથી હોતી. કોઈએ કંટાળી જઈને પોતાના સ્વજનની પ્રાણવાયુની કે ખોરાક માટેની નળી ખેંચી કાઢીને તેનું વહેલું મૃત્યુ નિપજાવ્યાના કિસ્સાઓ પકડાયા છે અને તે માટે સજા પણ થઈ છે. દયાપ્રેરિત હત્યાના વિષયમાં યુવાન વ્યક્તિની હત્યા અને વૃદ્ધ વ્યક્તિની હત્યાનો વિચાર પણ જુદી જુદી રીતે થવો જોઈએ. શારીરિક પીડાથી બહુ જ રિબાતી યુવાન વ્યક્તિ પોતે ક્યારેક એમ કહેતી હોય છે કે હવે તો મોત જલદી આવે તો છૂટું.” એ જ વ્યક્તિ પોતાનું દર્દ શમી જતાં અને રોગ મટી જતાં ફરી પાછી સ્વસ્થ બની જાય છે અને એને એમ લાગે છે કે તે વખતે મૃત્યુ ન આવ્યું તે સારું થયું; મૃત્યુની સમીપ જઈ આવવાના કારણે પછીથી તેની જીવનદૃષ્ટિ પણ બદલાઈ જાય છે. એવી રીતે બચી ગયેલી કેટલીક વ્યક્તિઓ શેષ જીવન વધુ સાર્થક રીતે જીવી શકે છે. કેટલીક વાર વ્યક્તિ પોતે દર્દથી બહુ રિબાતી હોય, આગ કે અકસ્માતથી ચહેરો વિકરાળ બની ગયો હોય, શરીર ચીતરી ચડે એવું દુગંધમય બની ગયું હોય તો પણ એને પોતાને મરવું ગમતું નથી. બીજી બાજુ સગાંસંબંધીઓને એમ થાય કે હવે એ વ્યક્તિ દુ:ખમાંથી છૂટે તો સારું. આવી જ્યાં વિસંગત પરિસ્થિતિ હોય તેવે વખતે પણ દયાપ્રેરિત હત્યાની છૂટવાળા કાયદાનો ગેરલાભ લેવાય અથવા બિનજરૂરી ઉતાવળ થઈ જાય એવી શક્યતા રહે છે. વળી, બીમાર વ્યક્તિના થાકેલા કે મંદ પડેલા ચિત્તની અસ્વસ્થતાને કારણે નિર્ણયની અસ્થિરતા પણ રહેવાનો સંભવ હોય છે. અસ્વસ્થ હોય ત્યારે પોતે મૃત્યુ વાંછે અને સ્વસ્થતા આવે ત્યારે પોતાને જીવવું ગમે એવી વારંવાર બદલાતી પરિસ્થિતિમાં હત્યાનો નિર્ણય લેવાનું કેટલે અંશે ડહાપણભર્યું છે તે પ્રશ્ન પણ રહે છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ દયાપ્રેરિત હત્યા ઇતર અને જૈન તત્ત્વદષ્ટિ કોઈક વ્યક્તિને જ્યારે અસહ્ય શારીરિક પીડા થતી હોય ત્યારે મોતની ઇચ્છા કરે પણ ખાવાનું આપવામાં આવે ત્યારે એને ગમે, એને ભાવે, એમાં એટલો જ રસ પડે, તો તે વ્યક્તિની મૃત્યુની ઇચ્છા ક્ષણિક અને સંયોગવશાત્ છે એમ સમજાય. વસ્તુત: એને જીવવું ગમે છે એવો જ અર્થ થાય. આવી વિસંગત પરિસ્થિતિમાં એની મૃત્યુની ઇચ્છાને કેટલી ગંભીર ગણવી એ વિચારણીય પ્રશ્ન છે. એક તરફ પોતાના જીવનનો અંત આણવો છે અને બીજી બાજુ પોતાના જીવનનું પોષણ પણ કરવું છે એવી બેય ઇચ્છાઓ એક સાથે અથવા વારાફરતી ન થાય એવું નથી. જીવન અને મૃત્યુની સમસ્યા આપણે ધારીએ છીએ એટલી સરળ નથી. મનુષ્યના ચિત્તના વ્યાપારો કેટલા બધા ચંચલ અને સંકુલ હોય છે એની પ્રતીતિ આવે વખતે થાય છે. અસહ્ય પીડા ભોગવતી જે વ્યક્તિ ખરેખર મૃત્યુની ઇચ્છા જાગ્રતપણે ધરાવતી હોય તે વ્યક્તિ પોતાના જીવનનો અંત બીજાઓ દ્વારા આણવામાં આવે એવી ઇચ્છા કરવાને બદલે પોતે સ્વેચ્છાએ આહાર-પાણી લેવાનું સદંતર બંધ કરે તો તેના જીવનનો જલદી અંત આવી શકે છે. તેમાં કાયદાનો કોઈ પ્રશ્ન આવતો નથી. ૩૮૩ જે માણસો અતિશય વેદના ભોગવતી વખતે એમ બોલતા હોય છે કે ‘હે ભગવાન ! હવે તો મોત આવે તો સારું', એવા કેટલાક યુવાનો કે વૃદ્ધો જ્યારે ખરેખર મૃત્યુ આવીને ઊભું રહે છે ત્યારે તેનાથી દૂર ભાગવાનો વિચાર કરતા હોય છે. જે કેટલાક લોકો અંતિમ અવસ્થાનું દર્દ, આખરી માંદગી કે terminal diseaseના તબક્કામાં હોય છે, અને મૃત્યુ હવે બેચાર દિવસમાં પોતાનો કોળિયો કરી જશે એવો ભાસ થાય છે ત્યારે અત્યંત અસ્વસ્થ થઈ જાય છે. અલબત્ત કેટલાક એવા પણ હોય છે કે જેઓ તે સમયે જાગ્રત અવસ્થામાં સમાધિપૂર્વકની શાંતિ અનુભવતા હોય છે. પરંતુ તેમની ટકાવારી ઘણી ઓછી હોવાની. કોઈક વાર એવા બનાવ પણ જોયા કે સાંભળ્યા છે કે જ્યારે કોઈ એક વૃદ્ધ વ્યક્તિ બીમાર હોય, બેભાન અવસ્થામાં હોય અને ડૉક્ટરોની ટીમે બધા રિપૉર્ટને આધારે એવો અભિપ્રાય આપ્યો હોય કે આ વ્યક્તિ હવે ગણતરીના કલાકોમાં જ પોતાનો દેહ છોડશે, પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે એવી ઘટના બને છે કે એ બેભાન વ્યક્તિ ભાનમાં આવે છે, આંખ ખોલે છે, ઉપચારો થતાં Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ જિનતત્ત્વ એના શરીરમાં ફરી પાછું ચેતન આવે છે અને સ્વસ્થ થઈ એ ઘરે જાય છે. એનું આરોગ્ય પાછું સારું થાય છે અને ઘણાં વર્ષ સુખેથી તે પસાર કરે છે. વૃદ્ધ હોવા છતાં પણ નવજીવનરૂપે મળેલાં એ વર્ષો જીવનને વધુ કતાર્થ કરે છે. કોઈક વાર એવી ઘટના પણ બનતી સાંભળવા મળે છે કે પોતાના કુટુંબની એક વૃદ્ધ વડીલ વ્યક્તિ માંદી પડે છે. તેને હોસ્પિટલમાં રાખવામાં આવે છે. તેનું જીવન બચાવી લેવા માટે ઉપચારો કરવામાં આવે છે, પરંતુ એ ઉપચાર બહુ મોંઘા હોય છે, છતાં નછૂટકે મન વગર એ કરવા પડે છે. અથવા કરવાની સગાંસંબંધીઓ તરફથી ફરજ પાડવામાં આવે છે. મૃત્યુ પામનાર વ્યક્તિ પાંચ-પંદર દિવસ તબીબી ઉપચારોથી વધુ જીવે છે, પરંતુ એથી એનું કુટુંબ આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે. ક્યારેક તે કુટુંબ મોટા દેવામાં ઊતરી પડે છે. એવે વખતે ઘરનાં સ્વજનોને જનાર વ્યક્તિ માટે એટલો બધો ઉત્કટ સ્નેહરાગ નથી હોતો અને આર્થિક તકલીફને કારણે પોતાના કટુંબની વ્યક્તિ માટે “મરતા ગયા અને અમને મારતા ગયા' એવો ભાવ તેઓ અનુભવે છે. કટુંબનીજનો પોતાના ભાવ લોકભયને કારણે વ્યકત નથી કરતાં, પરંતુ મનમાં તો એમ ઇચ્છે કે જનાર વ્યક્તિ હવે જલદી છૂટે તો સારું. વૃદ્ધ, બીમાર અને રિબાતી વ્યક્તિના જીવનનો એની ઇચ્છાનુસાર જલદી અંત આણવાના નીતિ-સિદ્ધાંતનો દુરુપયોગ થવાનો પણ સંભવ રહે છે. બીમાર વ્યક્તિને કારણે પોતાને માથે ચાકરી કરવાની આવી પડેલી તકલીફમાંથી છૂટવાનો આશય તો હોય જ છે, પરંતુ તે ઉપરાંત એ વ્યક્તિનાં માલમિલકતનો વારસો મેળવવાની ઉતાવળ પણ હોય છે. ક્યારેક વારસાનો હક ધરાવનાર એક કરતાં વધારે વ્યક્તિ હોય અને તેઓમાં માંહોમાંહે વારસા માટે ઝઘડા ચાલતા હોય ત્યારે દયાપ્રેરિત હત્યા જો કાયદેસર હોય તો તેનો કોઈ ગેરલાભ ઉઠાવી જાય એવી શક્યતા રહે છે. અલબત્ત, આવા દુરુપયોગને અટકાવવાના ઉપાયો ન થઈ શકે એમ નથી. પશ્ચિમની સુશિક્ષિત પ્રજામાં પણ કેવી કેવી ગેરરીતિ સગાંસંબંધીઓએ અને દાક્તરોએ અપનાવી છે એના પ્રસંગો વાંચવાસાંભળવામાં આવે છે. પશ્ચિમમાં એક દાક્તરે તો એવી રીતે કેટલાંને કેવી રીતે મારી નાખ્યાં તે અંગે પોતે કરેલા એકરાર વિશે ગ્રંથ લખ્યો છે. કેટલીક વાર પીડાનાશક દવાઓનો ડોઝ ઇરાદાપૂર્વક વધારી દઈને દર્દીનું વહેલું મૃત્યુ દાક્તરોએ નિપજાવ્યું હોય છે અને છતાં તે વાત ગુપ્ત રાખી હોય છે. લોકોની Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ દયાપ્રેરિત હત્યા – ઇતર અને જેને તત્ત્વદષ્ટિ દૃષ્ટિએ તો દાક્તરોએ બરાબર ઉપચાર કર્યા છે એવો દેખાવ થાય છે, પણ હકીકતમાં તો તે ખૂબ જ હોય છે. કેટલીક વાર કોઈ અકસ્માતને કારણે મગજને થયેલા નુકસાનને લીધે માણસ બેભાન થઈ જાય છે. દાક્તરો મગજના રિપોર્ટના આધારે કહે છે કે, કંઈ ચમત્કાર થાય તો જુદી વાત છે; નહિ તો મગજના રિપોર્ટ પ્રમાણે એ વ્યક્તિ હવે ક્યારેય પાછી ભાનમાં આવવાની નથી. એવી વ્યક્તિ જ્યાં સુધી એનું હૃદય ચાલે છે ત્યાં સુધી જીવે છે. એને માટે બીજા તબીબી ઉપચારો પણ બહુ કરવાના રહેતા નથી. એવી કેટલીક બેભાન વ્યક્તિઓ બે દિવસ, પાંચ દિવસ કે પચીસ દિવસથી માંડીને છ-આઠ મહિના કે બે, પાંચ કે સાત વર્ષથી વધુ સમય સુધી બેભાન અવસ્થામાં જીવતી રહી હોય અને એ રીતે દેહ છોડ્યો હોય એવા પ્રસંગો બને છે. અમેરિકામાં કારના અકસ્માતમાં બચી ગયેલી, પણ મગજને થયેલી ઈજાને કારણે બોલ્યા ચાલ્યા વગર ઘરમાં પડી રહેલી પોતાની દીકરી નાન્સીને સાત વર્ષ સુધી સાચવ્યા પછી થાકેલાં માતાપિતાએ એના જીવનનો અંત આણવા માટે ન્યાયાલયની પરવાનગી માગી હતી એ કિસ્સાએ ત્યાં ઘણી ચકચાર જગાવી હતી. આવી વ્યક્તિની બીજી કશી ઉપયોગિતા ન હોવા છતાં એનું અસ્તિત્વ કોઈક કુટુંબને આશ્વાસનરૂપ રહ્યા કરે છે, કોઈક કુટુંબને તે બોજારૂપ લાગે છે, તો કોઈક કુટુંબને તે ભયંકર માનસિક યાતનારૂપ લાગે છે. જેમ દવા આપીને દર્દથી રિબાતા માણસના જીવનનો અંત લાવવાનું વિચારાય છે, તેમ દવા આપીને માણસના જીવનને લંબાવવાનો પ્રશ્ન પણ વિચારાય છે. તબીબી નીતિશાસ્ત્ર પ્રમાણે દાક્તરે દર્દીને જિવાડવાના બધા જ પ્રયાસ પ્રામાણિકપણે કરવા જોઈએ. કેન્સર કે એવાં બીજાં જીવલેણ દર્દને કારણે અથવા એવા કોઈ અકસ્માતને કારણે દર્દી મરણપથારીએ હોય, મોઢેથી તે ખોરાક લઈ શકે તેમ ન હોય, શ્વાસ વડે પ્રાણવાયુની નળીની જરૂર હોય, શૌચાદિ માટે પણ નળીની જરૂર હોય, અસહ્ય પીડા ભોગવતો હોય, મૃત્યુની ઘડીઓ ગણાતી હોય, એવા દર્દીની નસ વાટે ઇજેક્શન દ્વારા પોષક પ્રવાહી આપવામાં આવે તો તેનું આયુષ્ય લંબાવાનો સંભવ છે. અલબત્ત, તે થોડા કલાક કે થોડા દિવસ વધુ જીવે તો તેથી તેના અર્ધજાગ્રત જીવનમાં કશો જ ફરક પડવાનો નથી. તો તેવા દર્દીને દાક્તરે નસ વાટે કે નળી દ્વારા પોષક Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ જિનતત્ત્વ પ્રવાહી આપવું કે ન આપવું ? તબીબી નીતિશાસ્ત્ર કહે છે કે દાક્તરની ફરજ દર્દીને વધુમાં વધુ જિવાડવાની છે. જો એવો પોષક ખોરાક ન આપે તો દાક્તર પોતાના કર્તવ્યમાં ચૂકે છે. કેટલાક દેશોમાં તો તે કાયદેસર ગુનો ગણાય છે. આવા દર્દીઓની બાબતમાં મુખ્ય ત્રણ પરિસ્થિતિ હોઈ શકે છે : (૧) પોષક ખોરાક અને અન્ય ઔષધોપચાર દ્વારા દર્દીને વધુમાં વધુ સમય સુધી જીવતો રાખવો, (૨) પોષક ખોરાક અને ઔષધોપચાર વિના દર્દીને પોતાની મેળે જીવે ત્યાં સુધી જીવવા દેવો અને (૩) ઝેરી દવાના કે એવા કંઈ ઉપાય દ્વારા દર્દીને પીડાનો, અસાયતાનો અને સાથે સાથે એના જીવનનો અંત આણવો. આ ત્રણે પરિસ્થિતિ વચ્ચે પાતળી ભેદરેખા છે, પરંતુ દાક્તરનું કર્તવ્ય તો દર્દીને વધુ જીવવામાં મદદરૂપ થવાનું છે. આવા પ્રયાસો અને પ્રયોગો ભાવિ સંશોધન માટે પણ ઉપકારક બને છે. - કેટલીક વાર કેટલાક વૃદ્ધ માણસોનો અંતકાળ નજીક આવી રહ્યો હોય છે ને દાક્તરોના અભિપ્રાય પ્રમાણે બેભાન અવસ્થામાં રહેલી એ વૃદ્ધ વ્યક્તિ કેટલો વધુ સમય ખેંચી શકશે એ અનિશ્ચિત હોય છે. તેવે વખતે પણ એ વ્યક્તિનાં સ્વજનો એમ ઇચ્છતાં હોય છે કે એવી બેભાન અવસ્થામાં પણ પોતાના સ્વજનનું જીવન જેટલું લાંબું ટકી શકે તેટલું સારું. એ વખતે તેઓ જો પોતાની આર્થિક શક્તિ સારી હોય તો એ માટે મોંઘામાં મોંઘી દવાઓ અને મોંઘામાં મોંઘા અન્ય ઉપચારો પણ કરાવે છે. બેભાન અવસ્થામાં રહેલી એ વ્યક્તિ સાથે વાતચીતનો કોઈ વ્યવહાર થવાની શક્યતા નથી. બીમાર વ્યક્તિ પોતાનાં સ્વજનોને નજરે જોઈ શકે કે ઓળખી શકે એવી શકયતા પણ રહી નથી હોતી. એટલે કે બીમાર વ્યક્તિનું જીવન પરાધીન, વ્યવહારુ ઉપયોગિતા વિનાનું, નિષ્ક્રિય અને ખર્ચાળ હોવા છતાં તે વધુમાં વધુ સમય જીવે એવો ભાવ એનાં સ્વજનોને થાય છે, કારણ કે પોતાના વહાલા સ્વજનનો વિયોગ એ ઘણી વસમી ઘટના છે. જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી એ પ્રાણ રહ્યા કરે એવો કુદરતી ભાવ તેમને થાય છે. આ બતાવે છે કે જીવંત સ્વજન સાથેનો સંબંધ કેટલો બધો મૂલ્યવાન છે. એક વખત પ્રાણ જાય, આત્મા ચાલ્યો જાય પછી ખાલી પડેલા નશ્વર દેહની કશી જ કિંમત નથી. એ દેહનું વિસર્જન થાય છે. ચેતન તત્ત્વ એ ઘણી મૂલ્યવાન વસ્તુ છે. દર્દી ભલે બેભાન અવસ્થામાં હોય, એના વધુ જીવવાથી એને કે એનાં સગાંઓને કશો જ લાભ ન થવાનો હોય, બલકે એના વધુ જીવવાથી ઘણાંને તકલીફ પડવાની હોય તો પણ જીવને Page #397 -------------------------------------------------------------------------- ________________ દયાપ્રેરિત હત્યા - ઇતર અને જૈન તત્ત્વદૃષ્ટિ ૩૮૭ મારવાની ક્રિયા, ચેતનતત્ત્વને હરી લેવાની ઘટના ભયંકર અનિષ્ટ મનાય છે. દયાપ્રેરિત હત્યાના વધુપડતા ઉપયોગથી મનુષ્યજીવનમાં, સમાજજીવનમાં જડતા, ભાવવિહીનતા, નિષ્ફરતા વધવા લાગશે. શબની અંદર પ્રાણ પૂરવાની શક્તિ જો માણસ પાસે ન હોય તો જીવતા શરીરમાંથી પ્રાણતત્ત્વ લઈ લેવાનો અધિકાર પણ માણસને મળતો નથી. જેવી રીતે આવી કોઈક વ્યક્તિની બાબતમાં એનાં સ્વજનોને એ વધુ સમય જીવે એવો ભાવ થાય છે તેવી રીતે પોતાના પ્રાણપ્યારા ધર્મનેતા, સમાજનેતા કે રાષ્ટ્રનેતા વગેરેના જીવનના અંતકાળે એના ભક્તો, અનુયાયીઓ, ચાહકો વગેરેમાં પણ એવો ભાવ થાય છે. તે વખતે એ વૃદ્ધ, બીમાર અને બિનઉપયોગી પરંતુ પ્રાણપ્રિય વ્યક્તિના જીવનનો અંત જલી આવે તો સારું એવો ભાવ અકંદરે એના ચાહકવર્ગમાં ઉદભવતો નથી હોતો, એ બતાવે છે કે જીવંત વ્યક્તિની કિંમત કેટલી બધી છે ! કેટલાક વખત પહેલાં એવી એક ચર્ચા ચાલી હતી કે વૃદ્ધો સમાજને માટે આર્થિક રીતે બોજારૂપ છે. જે દેશની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા દેશોમાં કશું ન કમાતા અને આરામથી ખાતાંપીતાં એવાં વૃદ્ધ માતાપિતા સંતાનોને માથે આર્થિક દૃષ્ટિએ બોજારૂપ બની જાય છે. રહેઠાણ વગેરેના પ્રશ્નો પણ તેમને સતાવતા હોય છે. એવે વખતે વૃદ્ધોએ સ્વેચ્છાએ જીવન પૂરું કરી નાખવું જોઈએ. અર્થાત્ સરળ ઉપાયથી આત્મહત્યા કરી નાખવી જોઈએ અથવા સરળ ઉપચાર વડે બીજાઓએ તેમના જીવનનો અંત આણવો જોઈએ કે જેથી તેઓ સમાજને બોજારૂપ ન રહે; પરંતુ આવા પ્રશ્નમાં પણ ઘણાં પાસાં રહેલાં છે. જે વૃદ્ધોએ અથાગ પરિશ્રમ કરીને પોતાની આજીવિકા ચલાવવા ઉપરાંત વિશેષ સંપત્તિ એકત્ર કરી હોય તે વૃદ્ધોને નિવૃત્તિના સમયમાં પોતાની સંપત્તિનો ઉપયોગ કરીને જીવવાનો હક ખરો કે નહિ ? વારસાની લાલચથી સંતાનો એમ ઇચ્છતાં હોય કે વૃદ્ધ માતા-પિતા સંસારમાંથી જલદી વિદાય લે તો પોતાને મળનારી સંપત્તિ જલદી પોતાના હાથમાં આવી જાય. એ રીતે વિચારનારાં સંતાનોને વૃદ્ધ માતાપિતા કે અન્ય વૃદ્ધ વડીલો બોજારૂપ જ લાગવાનાં, પરંતુ તેમાં સામાજિક, આર્થિક, ધાર્મિક કે નૈસર્ગિક ન્યાયદૃષ્ટિ રહેલી નથી. યુવાનો પોતે જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે તેમને આ દૃષ્ટિ વધુ સારી રીતે સમજાય છે. કેટલાકે એવો મત વ્યક્ત કર્યો છે કે જે વૃદ્ધો ઉપયોગી જીવન જીવતાં હોય તે વૃદ્ધોએ પોતાના જીવનનો વહેલો અંત આણવાની જરૂર નથી. પરંતુ Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ જિનતત્ત્વ આ ઉપયોગિતા એટલે શું ? કેટલાંક વૃદ્ધો સમાજોપયોગી કાર્યો કરતાં હોય છે, કેટલાંક વૃદ્ધો કુટુંબમાં રહીને પણ ઉપયોગી થતાં હોય છે, તો કેટલાંક વૃદ્ધો સક્રિય કશું કાર્ય ન કરતાં હોવા છતાં માત્ર પોતાની હાજરીથી જ કુટુંબનાં અનેક સભ્યોને હૂંફ અને જરૂર પડ્યે માર્ગદર્શન આપે છે. ક્યારેક એમની હયાતીના કારણે જ કેટલાંક ખોટાં કામો થતાં અટકી જાય છે. કેટલાક માણસોને માટે વડીલવૃદ્ધ વ્યક્તિઓ ઓથરૂપ હોય છે અને એમની હયાતી દરમિયાન અન્ય કેટલાક સભ્યો નિર્ભયતા અનુભવે છે. એટલે “ઉપયોગી વૃદ્ધોની વ્યાખ્યા બાંધવાનું સહેલું નથી. ઘણી જુદી જુદી દૃષ્ટિએ, જુદા જુદા પ્રકારની ઉપયોગિતા સિદ્ધ કરી શકાય છે. એટલે બિનઉપયોગી વૃદ્ધોએ સમાજના અને કુટુંબના હિતમાં આત્મવિલોપન કરવું જોઈએ અથવા બીજાંઓએ તેમને કરાવવું જોઈએ તેવો વિચાર એટલી સરળતાથી સ્વીકાર્ય બને એવું લાગતું નથી. અંતે તો એનો નિર્ણય વૃદ્ધ ને એના સ્વજને જ કરવાનો રહે છે. એટલે એ વિષયમાં સર્વમાન્ય ધારો ઘડી શકાય એવી સંભવિતતા રહેતી નથી. કેટલાક લોકો આમરણ ઉપવાસ ઉપર ઊતરતા હોય છે. કોઈ ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય કે એવા કોઈક ગંભીર પ્રશ્નોની બાબતમાં પોતાની ઇચ્છાનુસાર કાર્ય ન થતાં કેટલાંક તેના વિરોધમાં મારણાત્તિક અનશન કરવાનું જાહેર કરે છે. આવા પ્રસંગોમાં ઘણીખરી વાર બેચાર ઉપવાસ પછી સમાધાનનો કોઈ રસ્તો શોધાય છે. બેય પક્ષને સમાધાનની ગરજ રહે છે. અનશનની જાહેરાત કરવી એ સહેલી વાત છે, પરંતુ પ્રામાણિકપણે અનશનને વળગી રહેવું એ એટલી સહેલી વાત નથી. ઉપવાસના બીજે-ત્રીજે દિવસે જ અનશન કરનાર વ્યક્તિ સમાધાનરૂપે આવેલી વચગાળાની કોઈ પણ દરખાસ્ત તરત સ્વીકારી લે છે અથવા પોતાના તરફથી તરત સ્વીકાર્ય બને એવી દરખાસ્ત વહેતી મૂકવામાં આવે છે અને સમાધાનનો માર્ગ શોધાય છે. ઉપવાસ પર ઊતરવું અને કોઈક પ્રશ્નની બાબતમાં પોતાના જીવનનો અંત આણવો એ ધમકી ઘણી મોટી છે; પરંતુ એ બાબત દેખાય છે એટલી સહેલી નથી. જે કોઈ વ્યક્તિએ આનો થોડો પણ અનુભવ કર્યો હશે તે આ બાબતમાં જુદો જ અભિપ્રાય આપશે. કેટલીક વાર ઉપવાસ પર ઊતરનાર વ્યક્તિ સાચી ભાવનાથી કે વટને ખાતર ખરેખર મૃત્યુ પામે છે, પરંતુ ત્યારે એનું મૃત્યુ અનેક પ્રશ્નો જગાડે છે. જે પક્ષે ન્યાય હોય છે તે પક્ષને પણ અન્યાયી અને દોષિત Page #399 -------------------------------------------------------------------------- ________________ દયાપ્રેરિત હત્યા - ઇતર અને જૈન તત્ત્વદૃષ્ટિ ૩૮૯ ઠરાવવાની કોશિશ થાય છે, કારણ કે વ્યક્તિનું જીવન એ ઘણી મહત્ત્વની બાબત છે. વળી જે વ્યક્તિ આમરણ ઉપવાસ ઉપર ઊતરે છે તે વ્યક્તિના ચિત્તમાં ઉપવાસ દરમિયાન ઉદ્ભવતા શુભાશુભ ભાવો કે વિચારો પણ મહત્ત્વના બની રહે છે. દ્વેષ અને ધિક્કારથી ધમકીરૂપે ઉપવાસ ઉપર ઊતરીને અને આત્મશુદ્ધિ માટે ઉપવાસ પર ઊતરીને જીવનનો અંત આણવો એ બે વચ્ચે ઘણો ફરક છે. આવી રીતે પોતાના જીવનનો અંત વ્યક્તિ પોતે આણે છે. બાહ્ય સંજોગોનું દબાણ હોય છે તો પણ વ્યક્તિ જો નિર્ધાર કરે તો પોતાને મૃત્યુમાંથી બચાવી શકે છે. જૈન ધર્મમાં જીવનલીલા સંકેલી લેવા માટે સંલેખના-સંથારો-અનશનની ક્રિયાવિધિ છે, પરંતુ તે આત્મહત્યા નથી, કારણ કે તેમાં કોઈ રાગદ્વેષ, નિરાશા, નિષ્ફળતાની કે અશુભ અધ્યવસાયોની વાત નથી. તે શુભ ધર્મબુદ્ધિથી, ગુરુ કે સંઘની આજ્ઞા લઈ, અનેક લોકની હાજરીમાં, દેહનું પોષણ અટકાવીને, પાંચ પ્રકારના અતિચારથી રહિત, દેહ અને આત્માની ભિન્નતા તથા દેહની નશ્વરતા અને આત્માની અમરતાને લક્ષમાં રાખી સ્વેચ્છાએ ઉલ્લાસપૂર્વક કરાતી શુદ્ધ ધર્મક્રિયા છે. એ વખતે સંથારો લેનારાને સંથારાની વિધિમાં સહાય કરનારા, એમને આત્મભાવમાં સ્થિર રાખવા માટે શાસ્ત્રશ્રવણ ઇત્યાદિ કરાવનારા, ‘નિર્ધામણા' (નિઝામણાં) કરાવનારા દયાપ્રેરિત હત્યા કરે છે એમ નહિ કહી શકાય. આ દૃષ્ટિબિંદુને બરાબર સમજવા માટે “સંથારા”ની ધર્મવિધિનો સવિગત અભ્યાસ કરવાની આવશ્યકતા રહે છે. દયાપ્રેરિત હત્યાના વિષયમાં જૈન તત્ત્વસિદ્ધાંત કંઈક જુદી જ રીતે વિચારે છે. જૈન ધર્મ જન્મ-જન્માંતરના સિદ્ધાંતમાં અને કર્મનો સિદ્ધાંતમાં માને છે. જૈન ધર્મની દૃષ્ટિએ કોઈકના પણ પ્રાણનું હરણ થાય અર્થાત્ બીજા માણસના જીવનનો હેતુપૂર્વક અંત આણવામાં આવે તો તે હિંસા છે. પ્રત્તિયોતિ પ્રાઈવ્યિવરોuvi હિંસા એવી હિંસાની વ્યાખ્યા આપવામાં આવે છે. એટલે દયાપ્રેરિત હત્યા કે ગમે તે પ્રકારની હત્યા હોય તો તેને જૈન ધર્મ સ્કૂલ પ્રાણાતિપાત તરીકે જ ઓળખાવે છે ને તેને દોષરૂપ, પાપરૂપ, વ્રતભંગરૂપ ગણાવે છે. જૈન ધર્મ તો એટલી હદ સુધી કહે છે કે આવી બીમાર અને રિબાતી વૃદ્ધ વ્યક્તિની દયાના ભાવથી હત્યા કરવી તેમાં વસ્તુતઃ સાચી દયા જ નથી. એટલું જ નહિ, પણ એવી વ્યક્તિને માટે મનમાં એમ વિચારવું કે હવે તેનું જલદી મોત આવે તો સારું – એવો વિચાર પણ ભાવહિંસારૂપ ગણાય છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ જિનતત્ત્વ યથાકાળે જે થવાનું હશે તે થશે એવી સમત્વબુદ્ધિ જ વિચારશીલ વ્યક્તિએ એવે પ્રસંગે ધરાવવી ઘટે. વળી જૈન ધર્મ એમ માને છે કે દરેક જીવને પોતપોતાનાં શુભાશુભ કર્મ ભોગવવાનાં રહે છે. તેમાં પણ નિકાચિત કર્મ અવશ્યપણે ભોગવવાં પડે છે. એક જન્મનાં શેષ અશુભ કર્મનો ઉદય ફરીથી કયા જન્મમાં આવશે તે નિશ્ચિતપણે કેવળજ્ઞાનીઓ સિવાય કોઈ કહી શકે નહિ. એટલે જે કોઈ અશાતા વેદનીય પ્રકારનાં અશુભ કર્મનો ઉદય આવ્યો હોય તે કર્મ ભોગવી લેવાય તેટલું જ સારું. અન્યથા એ કર્મ અન્ય ભવમાં તો ભોગવવાનાં રહે જ છે. ક્યારેક વિપાકે એ વધુ ભયંકર રીતે ભોગવવાનાં પણ આવી શકે છે. વૃદ્ધાવસ્થામાં, અંતિમ અવસ્થામાં ન ભોગવેલાં એ અશાતા વેદનીય કર્મ અન્ય ભવમાં યુવાનીમાં જો એ ઉદયમાં આવ્યાં તો તે એથી પણ વધુ ભયંકર નીવડવાનો સંભવ રહે છે. અલબત્ત, બધું ભવિતવ્યતા અનુસાર જ થાય છે, તો પણ એક વ્યક્તિને રિબાતા જોઈને તેના જીવનનો અંત આણવાથી તે વ્યક્તિના વર્તમાન જીવનના દર્દને કદાચ અટકાવી શકાય, પરંતુ એ આત્માના અન્ય ભવોમાં ઉદયમાં આવનારા શેષ અશાતા વેદનીય કર્મને અટકાવી શકાતું નથી, એટલે દયાપ્રેરિત હત્યા કરવા જતાં તે વ્યક્તિનું આ જન્મ પૂરતું કદાચ હિત થાય તો પણ તેના આત્માનું તો અહિત જ થવાનો સંભવ છે. વળી તેવું કરનાર વ્યક્તિ પોતાના આત્માનું પણ અહિત કરે છે. વળી જૈન ધર્મના અહિંસાના સૂક્ષ્મ સિદ્ધાંત અનુસાર રાગ-દ્વેષની જે પરિણતિ થાય છે તે જ જો હિંસારૂપ ગણાય તો દયાપ્રેરિત હત્યા એ પણ એક પ્રકારનો રાગ જ છે. એટલા માટે તે હિંસારૂપ કે દોષરૂપ જ ગણાય છે. કેટલાક લોકો મનુષ્ય પ્રત્યે દયાની વાત કરે છે, પરંતુ તેઓને પ્રાણીઓ પ્રત્યેની દયાનો પ્રશ્ન એટલો ગંભીર લાગતો નથી. હડકાયા કૂતરાને કે લંગડા ઘોડાને કે બીમાર અને પીડાતા પ્રાણીને મારી નાખીને એના જીવનનો અંત આણવામાં કાયધની દષ્ટિએ કોઈ વાંધો આવતો નથી. પછી ત્યાં દયાનો ભાવ હોય કે ન હોય. ઘણી વાર તો ત્યાં વ્યવસ્થાની અને એ બાબતનો ઝટ નિકાલ લાવવાની જ વાત હોય છે. કેટલાક લોકો પ્રાણીઓને મારી નાખવામાં નિર્દયતા ન આચરવી જોઈએ એવો મત ધરાવતા હોય છે. નિર્ભય રીતે પ્રાણીઓને મારીને તૈયાર કરવામાં આવતાં પ્રસાધનો કે મોજશોખની ચીજવસ્તુઓ ન વાપરવાની તેઓ ભલામણ કરે છે. તેટલે અંશે તે સારું છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ દયાપ્રેરિત હત્યા ઇતર અને જૈન તત્ત્વદષ્ટિ ૩૯૧ પાશ્ચાત્ય જગતમાં કેટલાક લોકો પશુઓને નિર્દયતાથી રિબાવીને મારી નાખવાનો વિરોધ કરે છે, પરંતુ કતલખાનામાં સ્વયંસંચાલિત યંત્રો દ્વારા મારેલાં પશુઓનું માંસ ખાવામાં કે પ્રયોગશાળામાં પશુઓને મારી નાખવામાં એમને કંઈ વાંધો જણાતો હોતો નથી. અહીં દયાની વાત બહુ જ સપાટી ઉપરની અને બહુ સીમિત પ્રમાણમાં રહેલી હોય છે. એમાં તાત્ત્વિક સિદ્ધાંતની બહુ ગહન વાત નથી. વળી એવી નિર્દયતાનો વિરોધ કરનારાઓની પ્રવૃત્તિ મુખ્યત્વે પંચેન્દ્રિય પ્રાણીઓ પૂરતી જ સીમિત હોય છે. વાંદા, મચ્છર, માખી, ગરોળી, સાપ, વીંછી, કીડી, મંકોડી વગેરેને મારી નાખવામાં રહેલી નિર્દયતાની કોઈ વાત એમને જણાતી કે સ્પર્શતી નથી. પ્રાણીઓને આત્મા હોતો નથી એટલી હદ સુધીની માન્યતા પણ આવા કેટલાક લોકો ધરાવે છે. જૈન ધર્મ મનુષ્યની દયાપ્રેરિત હત્યાનો અસ્વીકાર કરવા ઉપરાંત પ્રાણીઓની પણ દયાપ્રેરિત હત્યાનો અસ્વીકાર કરે છે. બીજાના પ્રાણને, દેહથી છૂટા પાડવાની ઇરાદાપૂર્વક કરેલી ક્રિયા જ જૈન ધર્મને અસ્વીકાર્ય છે. એટલું જ નહિ, જેનો દેહ નજરે દેખાતો નથી એવા સૂક્ષ્મ જીવોની હત્યા કે વનસ્પતિમાં પાંદડું, ફળ, ફૂલ કે ડાળ વગેરેમાં રહેલા એકેન્દ્રિય જીવની દયાપ્રેરિત હત્યા પણ જૈન ધર્મને અસ્વીકાર્ય છે. જો સૂક્ષ્મ જીવોની બાબતમાં જૈન ધર્મની આ માન્યતા હોય તો મનુષ્યની દયાપ્રેરિત હત્યાનો જૈન ધર્મ કેમ સ્વીકાર કરી શકે ? પોતાને માટે કે અન્ય કોઈ માટે ‘સુખ આવ્યે જીવિત ન વાંછવું ને દુઃખ આવ્યે મૃત્યુ ન વાંછવું' એવી સમદૃષ્ટિની ભલામણ જૈન ધર્મ કરે છે. જૈન ધર્મની આ આધ્યાત્મિક તત્ત્વદષ્ટિ છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર સ્તોત્ર - કેટલાક પ્રશ્નો જેમાં જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરવામાં આવી હોય એવાં સંસ્કૃત સ્તોત્રોમાં “ભક્તામર સ્તોત્ર'નું સ્થાન અદ્વિતીય છે. જેનોમાં ચારે ફિરકાને માન્ય, જૈન-જૈનતર વિદ્વાનો અને આચાર્યોએ જેની ખૂબ પ્રશંસા કરી છે, જેના ઉપર ટીકા, ભાષ્ય, પાદપૂર્તિ, સમશ્લોકી પદ્યાનુવાદ, વિવરણ વગેરે પ્રકારની અનેક રચનાઓ થઈ છે, જેનું પઠન- પાઠન અને પૂજન ચમત્કારયુક્ત મનાયું છે, એ “ભક્તામર સ્તોત્ર'ની રચના મહાકવિ શ્રી માનતુંગસૂરિએ વસંતતિલકા છંદમાં કરી છે. કવિએ પોતે એના અંતિમ શ્લોકમાં પોતાના નામનો નિર્દેશ કર્યો છે. આ સ્તોત્રના પઠન-પૂજનની ફલશ્રુતિ કર્તાએ તેના છેલ્લા શ્લોકોમાં વર્ણવી છે. આઠ પ્રકારના ભયનું એથી નિવારણ થાય છે; યશ અને લક્ષ્મી સહજ રીતે પ્રાપ્ત થાય છે; સાપવિવ4 બેડીઓ હોય તો તે તૂટી જાય છે. આ શ્લોક ઉપરથી એવી માન્યતા પ્રચલિત બની છે કે માનતુંગસૂરિએ પોતાના શરીર પરની (૪૪ અથવા ૪૮) બેડી તોડવાનો પ્રયોગ “ભક્તામરનો એક એક શ્લોક રચીને શ્રી હર્ષરાજા સમક્ષ કરી બતાવ્યો હતો. શ્રી માનતુંગસૂરિ વિશે નિશ્ચિત પ્રમાણભૂત માહિતી ઓછી મળે છે, કારણ કે એ નામના એક કરતાં વધારે આચાર્ય થઈ ગયા છે. આમ છતાં “ભક્તામર સ્તોત્ર' વિશે કે એના કેટલાક શ્લોક વિશે હેમચંદ્રાચાર્ય, હીરવિજયસૂરિ, જિનપ્રભસૂરિ, ઉપાધ્યાય યશોવિજયજી, મુનિસુંદરસૂરિ વગેરે પૂર્વસૂરિઓએ જે ઉલ્લેખો કરેલા છે તથા “પ્રભાવક ચરિત'માં એમના વિશે જે પ્રબંધ આપેલો છે તે પરથી એટલું તો નિશ્ચિત છે કે શ્રી માનતુંગસૂરિ ત્રીજીથી સાતમી શતાબ્દી સુધીના સમયગાળામાં થયા હોવા જોઈએ. તેઓ જન્મે બ્રાહ્મણ હતા; વારાણસીના વતની હતા; વેદાદિ શાસ્ત્રોમાં પારંગત હતા. તેઓ “ભક્તામર' ઉપરાંત “ભયહર સ્તોત્ર” અને “ભક્તિભમર સ્તોત્ર'ના Page #403 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર સ્તોત્ર – કેટલાક પ્રશ્નો ૩૯૩ રચયિતા હતા અને વિક્રમના સાતમા સૈકામાં શ્રી હર્ષદેવના સમયમાં વિદ્યમાન હતા એટલું ઘણાખરા વિદ્વાનો સ્વીકારે છે. ભક્તામર સ્તોત્ર’ એમના કર્તાની નમ્રતા, લઘુતા, હૃદયની નિર્મળતા તથા ભાવની ઉત્કટતાને કારણે ભક્તિના સ્તોત્ર તરીકે જેમ હૃદયસ્પર્શી છે, તેમ કર્ણમધુર વર્ણરચના, ઔચિત્યયુક્ત શબ્દસંકલન, ઉપમાદિ અલંકારો, કલ્પનાની નવીનતા અને ચિત્રાત્મકતા ઇત્યાદિને કારણે કાવ્ય તરીકે પણ તે અદ્ભુ ત છે. સંસ્કૃત ભાષામાં અર્થ સમજાતો હોય, શાંત અને અનુકૂળ અને પ્રેરક વાતાવરણ હોય, ચિત્ત પ્રસન્નતાથી અને હૃદય ભક્તિથી સભર હોય તેવે સમયે ભક્તામર'ના શ્લોકનું ઉચ્ચ સ્વરે પઠન કે ગાન કરવામાં અનેરો ઉલ્લાસ અનુભવાય છે. એવે સમયે ચિત્તમાં રહેલા અશુભ ભાવો સ્વયમેવ ગલિત થઈ જાય છે. “ભક્તામર'નો આનંદોલ્લાસ મનને નિર્મળ બનાવવાનું કાર્ય અવશ્ય કરી જાય છે. કોઈ પણ પ્રજા પોતાના નિ:સત્ત્વ સાહિત્યને ઝાઝો સમય સંઘરતી નથી. તેરસો કરતાંયે વધુ વર્ષથી સેંકડો અને હજારો લોકોના મુખે રોજે રોજ એનું આજ દિવસ સુધી પઠન થતું આવ્યું છે એ જ “ભક્તામર સ્તોત્ર'ની કાવ્ય તરીકે તેમજ સ્તોત્ર તરીકે સબળતા સિદ્ધ કરી આપે છે. ભક્તામર સ્તોત્ર' વિશે નીચેના કેટલાક પ્રશ્નો વારંવાર પુછાય છે : (૧) ભક્તામર સ્તોત્રની શ્લોક-સંખ્યા કેટલી ? આ પ્રશ્ન ઘણા સમયથી ચર્ચાતો આવ્યો છે. વાચક ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થાધિગમ સૂત્ર' જેમ શ્વેતામ્બર સમ્પ્રદાયને માન્ય છે તેમ દિગમ્બર સમ્પ્રદાયને પણ માન્ય છે. એવી જ રીતે માનતુંગસૂરિકૃત “ભક્તામર સ્તોત્ર'ની શ્લોકસંખ્યા દિગમ્બર પરંપરા પ્રમાણે ૪૮ની મનાય છે, જ્યારે શ્વેતામ્બર પરંપરામાં (કેટલાક અપવાદ સિવાય) શ્લોકસંખ્યા ૪૪ની માનવામાં આવે છે. અલબત્ત ૪૪ શ્લોકના શબ્દોના પાઠ વિશે કોઈ મતમતાંતર નથી. શ્વેતામ્બરો એમ માને છે કે “ભક્તામર સ્તોત્રના શ્લોકની સંખ્યા કલ્યાણમંદિર સ્તોત્ર'ની જેમ ૪૪ની છે. “કલ્યાણમંદિર સ્તોત્રમાં પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ છે. “ભક્તામર સ્તોત્ર'માં આદિનાથ ભગવાનની સ્તુતિ છે. બંને સ્તોત્રની રચનાની સાથે ચમત્કારની ઘટના વણાયેલી છે. શ્વેતામ્બર Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ જિનતત્વ માન્યતા એવી છે કે વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકર અને મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન એવા વીસ તીર્થંકરો એમ મળી કુલ ૪૪ તીર્થંકર થાય છે. એટલે ૪૪ની સંખ્યાને લક્ષમાં રાખીને તીર્થંકર ભગવાનની સ્તુતિરૂપ ભક્તામર સ્તોત્ર' અને “કલ્યાણમંદિર સ્તોત્ર' - આ બંનેની રચના થયેલી છે. ભક્તામર સ્તોત્રમાં ઋષભદેવ ભગવાનનો પ્રથમ જિનેન્દ્ર તરીકે આરંભમાં નિર્દેશ થયો છે એટલું જ. એ સિવાય કોઈ પણ તીર્થકર ભગવાનની સ્તુતિરૂપ એ રચના ગાઈ શકાય એવી છે અને ગવાય પણ છે. વર્તમાન સમયમાં આરાધ્ય એવા ૪૪ તીર્થકરો હોવાથી ૪૪ની શ્લોકસંખ્યા યોગ્ય છે એમ શ્વેતામ્બર પરંપરા માને છે. “ભક્તામર સ્તોત્ર' ચમત્કારયુક્ત ગણાયું છે. તેની સાથે લબ્ધિ, ઋદ્ધિની વાત પણ સંકળાયેલી છે. અને લબ્ધિઋદ્ધિ માટે “ભક્તામર સ્તોત્ર'નું યંત્રસહિત વિધિવત્ પૂજન થતું આવ્યું છે. અને લબ્ધિ-ઋદ્ધિની સંખ્યા ૪૮ હોવી જોઈએ એવો દિગમ્બર મત છે. “ભક્તામર સ્તોત્ર'ની રચના થયાને આશરે ૧૩૦૦ થી ૧૫૦૦ વર્ષ થઈ ગયાં. વિક્રમના સાતમા સૈકામાં કે તે પહેલાં માનતુંગસૂરિ થયા હોવાનું મનાય છે. “ભક્તામર સ્તોત્રની પ્રાચીનતમ જે હસ્તપ્રત મળે છે તે બધી હસ્તપ્રતોમાં ૪૪ શ્લોકોની સંખ્યા મળે છે. વિ. સં. ૧૪૨૬માં ગુણાકરસૂરિએ “ભક્તામર સ્તોત્ર'ના પ્રત્યેક શ્લોક ઉપર તેનો મહિમા દર્શાવતી એક-એક કથા આપેલી છે. એવી કથાની સંખ્યા ૪૪ શ્લોકો પ્રમાણેની ૪૪ છે. “ભક્તામર સ્તોત્ર'ના ૪૮ શ્લોક દર્શાવતી હસ્તપ્રતો અને તેના ઉપર ૪૮ કથાઓ આપવામાં આવી હોય તેવી અને તેના પૂજન માટે ૪૮ યંત્ર દર્શાવતી હસ્તપ્રતો ૨00- 800 વર્ષથી વધુ પ્રાચીન નથી. દિગમ્બર પરંપરામાં રાયમલ બ્રહ્મચારીએ “ભક્તામર કથા સંગ્રહ'ની રચના કરી છે. તેમાં ૪૮ શ્લોક છે અને તેના ઉપરની ૪૮ કથા આપવામાં આવી છે. પરંતુ એ રચના ૩૫૦ વર્ષથી પ્રાચીન નથી. એટલે કે “ભક્તામર સ્તોત્ર'ની રચના થયા પછીનાં બારસો વર્ષના ગાળામાં જુદા જુદા સમયની મળતી હસ્તપ્રતોમાં ૪૪ શ્લોકનો જ ઉલ્લેખ છે. હેમચંદ્રાચાર્ય, હીરવિજયસૂરિ, શુભશીલગણિ, ઉપાધ્યાય યશોવિજયજી વગેરે કોઈએ ભક્તામર સ્તોત્ર'ના ૪૮ શ્લોકનો ઉલ્લેખ કર્યો નથી. ભક્તામર સ્તોત્ર'ની ૪૪ ગાથાની કૃતિમાં કોઈ ગાથાનો પાઠફેર જોવા મળતો નથી. એટલે કે હસ્તપ્રતોમાં ૪૪ શ્લોકમાંથી એકને બદલે બીજો શ્લોક Page #405 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર સ્તોત્ર – કેટલાક પ્રશ્નો ૩૯૫ લખાયો હોય એવું જોવા મળતું નથી, જ્યારે ૪૮ શ્લોકવાળી જેટલી પ્રાચીન હસ્તપ્રતો જોવા મળે છે તેમાં વધારાના ચાર શ્લોક ત્રણ જુદી જુદી રીતે મળે છે. અલબત્ત એમાં રાયમલ બ્રહ્મચારીની હસ્તપ્રત પ્રમાણે જે શ્લોક 'गंभीरतार'थी २३ थाय छे थे यार दो १५ प्रतित थई गया छठे नीचे प्रभारी छ: गंभीरताररवपूरितदिग्विभाग - त्रैलोक्यलोकशुभसङ्गमभूतिदक्षः। सद्धर्मराजजयघोषणघोषक : सन् खे दुन्दुभिध्वनति ते यशसः प्रवादी। मन्दारसुन्दरनमेरुसुपारिजात - सन्तानकामदिकुसुमोत्करवृष्टिरुद्धा। गन्धोदविन्दुशुभमन्दमरुत्प्रयाता दिव्या दिवः पतति ते वचसां ततिर्वा ।। शुम्भत्प्रभावलयभूरिक्मिा विभोस्ते, लोकत्रये द्युतिमतां द्युतिमाक्षिपन्ति। प्रोद्यदिवाकरनिरन्तरभूरि सङ्ख्या दीष्या जयत्यपि निशामपि सोमसौम्याम् ।। स्वर्गापवर्गगममार्गकिमार्गणेष्टः सद्धर्मतत्त्वकथनैकपटुस्रिलोक्याः। दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्व - भाषास्वभावपरिणामगुणप्रयोज्यः।। ૪૮ શ્લોકના ભક્તામરની કેટલીક હસ્તપ્રતોમાં “ગંભીરતાર'ને બદલે નીચેના ચાર શ્લોક મળે છે : विष्वग्बभोः सुमनसः किल वर्षयन्ति। दिग्बन्धनाः सुमनसः किमु ते वदन्ति। त्वस्सङ्गताविहसतां जगती समस्ता - स्त्यामोदिनो विहसता मुदयेन धाम्नः।। Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ द्वैधापि दुस्तरतमः श्रमविप्रणाशा वीक्ष्य प्रभोर्वपुषि कञ्चनकाञ्चनामं त्साक्षात्सहस्रतकरमण्डलसम्भ्रमेण । प्रोद्बोधनं भवति कस्य न मानसाब्जम् ।। भाषाविशेषपरिणामविधौ पटिप्ठो जीवादितत्त्वविशदीकरे समर्थः । दिव्यध्वनिर्ध्वनितदिग्वलयस्तवाई नाकर्षति प्रवरमोक्षपथे मनुष्यान् ।। विश्वैकजैत्रभटमोहमहामहेन्दं सद्यो जिगाय भगवान् निगदन्निवेत्थम् । सन्तर्जयन् युगपदेव भयानि पुंसा मन्द्रध्वनिर्नदति दुन्दुभिरुच्चकैस्ते ।। આ ચાર શ્લોક પ્રચલિત થયા નથી. પરંતુ હસ્તપ્રતોમાં તે મળે છે. વસંતતિલકા છંદમાં નવી બ્લોક-રચના કરીને મૂળ સ્તોત્રમાં ઉમેરો કરવાનું અશક્ય કે અઘરું નથી. એટલે પ્રાતિહાર્યના ચાર શ્લોક ઉમેરીને ૪૮ શ્લોકનું સ્તોત્ર બનાવવાના ત્રણ જુદા જુદા પ્રયાસો થયેલા જોવા મળે છે. એ પ્રયાસ કરનાર દરેકને કદાચ બીજાએ કરેલ પ્રયાસની ખબર નહિ હોય, કારણ કે મુદ્રણકળાનો એ જમાનો નહોતો. ગમે તેમ પણ સ્તોત્રમાં વધુ ચાર શ્લોકનો ઉમેરો બે-ત્રણ સૈકાથી વધુ પ્રાચીન નથી એમ હસ્તપ્રતોના આધારે જણાય છે. જ્યારે ‘ભક્તામર સ્તોત્ર'નું પઠન લગભગ ૧૩૦૦ કે ૧૫૦૦ વર્ષથી ચાલ્યું આવે છે. જિનતત્ત્વ ‘ભક્તામર સ્તોત્ર’ની લોકપ્રિયતા અને મહત્તા એટલી બધી છે કે સૈકાઓ પૂર્વે પણ એની અનુકૃતિરૂપે અને તીર્થંકર ભગવાનની સ્તુતિરૂપે સંસ્કૃતમાં વસંતતિલકા છંદમાં કેટલીક રચનાઓ થઈ છે. શાંતિ-ભક્તામર, પાર્શ્વ-ભક્તામર, વીર-ભક્તામર, સરસ્વતી-ભક્તામર વગેરે રચનાઓમાં પણ ૪૪ શ્લોક જ જોવા મળે છે. એટલે ભક્તામરના ૪૪ બ્લોક હોવાની શક્યતાને વિશેષ સમર્થન મળે છે. શ્વેતામ્બર અને દિગમ્બર ૫રં૫રા વચ્ચે કેવલીભક્તિ અને સ્ત્રી-મુક્તિ જેવા મહત્ત્વના તાત્ત્વિક પ્રશ્નો ઉપરાંત નાની નાની બીજી કેટલીક વિગતોમાં Page #407 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર સ્તોત્ર કેટલાક પ્રશ્નો પણ જે મતભેદ છે તેમાંનો એક તે ભક્તામરની શ્લોકસંખ્યા વિશેનો પણ છે. આ અંગે છેલ્લા એક સૈકામાં વખતોવખત કેટલીક ચર્ચા થઈ છે. - ‘ભક્તામર સ્તોત્ર'માં કવિએ તીર્થંકર પરમાત્માનાં પ્રાતિહાર્યોનું વર્ણન કર્યું છે. ૪૪ શ્લોકના ભક્તામરનાં ચાર પ્રાતિહાર્યનું ચાર શ્લોકમાં વર્ણન છે. તીર્થંકર ભગવાનનાં પ્રાતિહાર્ય આઠ છે. એટલે પ્રાતિહાર્યના ચાર નહિ, આઠ શ્લોક હોવા જોઈએ એવો દિગમ્બર મત છે. એટલા માટે વધારાના ચાર શ્લોકમાં તીર્થંકર ભગવાનનાં બાકીનાં ચાર પ્રાતિહાર્યોનું વર્ણન છે. 628 શ્વેતામ્બર મત એમ કહે છે કે કવિનો આશય બધાં જ પ્રાતિહાર્યોનું વર્ણન કરવાનો નથી. જો તેમ હોત તો જે ચાર શ્લોક આપવામાં આવ્યા છે તેમાં પ્રાતિહાર્યોનું ક્રમાનુસાર વર્ણન હોત. પરંતુ તેને બદલે કવિએ અશોક વૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર–એમ પહેલાથી છેલ્લા પ્રાતિહાર્ય સુધીમાંથી ચાર પ્રાતિહાર્યોનું વર્ણન કર્યું છે. દુંદુભિ, પુષ્પવૃષ્ટિ, ભામંડલ અને દિવ્ય ધ્વનિ એ ચાર પ્રાતિહાર્યને લગતા શ્લોક જો ઉમેરવામાં આવે તો પ્રાતિહાર્યોનો ક્રમ સચવાતો નથી. કવિનો આશય જો બધાં જ પ્રાતિહાર્યોનું વર્ણન ક૨વાનો હોય તો કવિ આઠેય પ્રાતિહાર્યોનું ક્રમાનુસાર વર્ણન કરે. અહીં ક્રમાનુસાર વર્ણન નથી. એ બતાવે છે કે કવિનો બધાં જ આશય બધાં જ પ્રાતિહાર્યોનું વર્ણન કરવાનો નથી. તીર્થંકર પરમાત્માનાં પ્રાતિહાર્યો એ અતિશય છે. જો એ આઠેય અતિશયોનું વર્ણન કરવાનો કવિનો આશય હોય તો તે પછી શરૂ થતા ‘નિર્દેમ...’ શ્લોકની અંદર એક વધુ દેવકૃત અતિશયનું વર્ણન છે. એમાં તીર્થંકરો જ્યાં વિચરે ત્યાં તેમનાં ચરણ નીચે દેવો સુવર્ણકમળની રચના કરે છે. જો કવિનો આશય દેવકૃત બધા જ અતિશયોનું વર્ણન કરવાનો હોય તો પછી માત્ર સુવર્ણકમળવાળા અતિશયને વર્ણવવાની શી જરૂર ? એટલે વસ્તુત: કવિ તો દેવો દ્વારા કરાતા ઓગણીસ અતિશયમાંથી નમૂનારૂપ પાંચ અતિશયનું (ચાર પ્રાતિહાર્યનું અને એક સુવર્ણકમળનું) વર્ણન કરે છે. જો એવી દલીલ કરવામાં આવે કે દેવકૃત બધા અતિશયોનું વર્ણન ક૨વા જતાં કૃતિનો વિસ્તાર વધી જાય તો તે દલીલ પણ યોગ્ય નથી, કારણ કે તો પછી પ્રાતિહાર્યના વધુ શ્લોકની આવશ્યકતા રહેતી નથી. વળી કવિએ તીર્થંકર પરમાત્માની ભક્તિ કેવી કેવી આપત્તિમાં ચમત્કારિક રીતે રક્ષણ કરે છે તેનો મહિમા વર્ણવવા માટે આઠ-નવ જેટલા શ્લોકની રચના કરી છે, જે મહિમા બે કે ત્રણ શ્લોકમાં Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ જિનતત્ત્વ વર્ણવી શકાત. અથવા “પત્તકિપેન્દ્ર' એ એક જ શ્લોક પૂરતો છે એવી દલીલ પણ કરી શકાય. આમ, ભક્તામરની શ્લોકસંખ્યા માટે મતભેદ ચાલ્યો આવે છે. છતાં જો કોઈ આરાધકો ૪૪ને બદલ ૪૮ શ્લોકનું પઠન કરે તો તેથી કોઈ હાનિ હોવાનો સંભવ નથી. ૪૪ કે ૪૮ શ્લોકના વિવાદમાં ઊતરવું કે અમુક જ મતનો આગ્રહ રાખવો એના કરતાં પોતપોતાની શ્રદ્ધા અનુસાર એ સ્તોત્રના ભાવોલ્લાસમય પઠન દ્વારા આરાધના કરવી એ જ મહત્ત્વની વાત આરાધકો માટે હોવી ઘટે. (૨) કેટલાક પ્રશ્ન કરે છે કે ભક્તામર ઘણું કઠિન સ્તોત્ર છે, જલદી મોઢે થતું નથી. એના કરતાં એનો ગુજરાતી અનુવાદ મોઢે કરવામાં શું ખોટું છે ? ભક્તામર સ્તોત્ર' ઘણું કઠિન છે એ વાત સાચી છે. એમાં કેટલાય અપરિચિત શબ્દે અને જોડાક્ષરો આવે છે અને શબ્દો વચ્ચેની સંધિના કારણે ઉચ્ચારણ અટપટું લાગે છે. એથી સ્તોત્ર જલદી કંઠસ્થ થતું નથી એ વાત પણ કંઈક અંશે સાચી છે. એનો અર્થ સમજાતો નથી કે યાદ રહેતો નથી, એવી ફરિયાદમાં પણ કંઈક તથ્ય જરૂર રહેલું હશે ! આમ છતાં જેઓના મનમાં એક વખત “ભક્તામર સ્તોત્ર' પ્રત્યે સબહુમાન ભક્તિ- પ્રીતિ જાગે છે અને આરાધનામાં રસ અને રુચિ વધવા લાગે છે તેમને માટે “ભક્તામર સ્તોત્ર'માં કશું કઠિન નથી. અનેક લોકોના સ્વાનુભવની આ વાત છે. અભણ સ્ત્રીપુરુષો પણ ભક્તામર કંઠસ્થ કરી શક્યાં છે. ભક્તામર કંઠસ્થ કરવા માટે વિશિષ્ટ પદ્ધતિ અપનાવવી જઈએ. એક સાથે આખો શ્લોક જેમનાથી કંઠસ્થ ન થાય તેઓએ શ્લોકની અધ પંક્તિથી શરૂઆત કરવી જોઈએ. સો-બસો વખત (અથવા પોતાની જરૂરિયાત પ્રમાણે વધારે કે ઓછી વાર) એ થોડાક શબ્દનું એવું સતત રટણ કરવું જોઈએ કે જેથી એ શબ્દો જીભમાં બેસી જાય. ત્યારપછી બાકીની પંક્તિનું પણ એ પ્રમાણે રટણ કર્યા પછી એક આખી પંક્તિનું સો બસો વખત રટણ કરવું જોઈએ. એક પંક્તિ કંઠસ્થ થઈ જાય, ત્યાર પછી ત્રીજી પંક્તિ, ત્યારપછી ચોથી પંક્તિ એમ ચારે પંક્તિ કંઠસ્થ થઈ ગયા પછી આખો શ્લોક કંઠસ્થ થઈ જાય છે. શ્લોકને કંઠસ્થ કરવામાં પોતાની પ્રકૃતિ અને ફાવટ અનુસાર પદ્ધતિ અપનાવવી જોઈએ. પરંતુ કંઠસ્થ કરવાની કોઈ એક પદ્ધતિ ઉપરાંત પોતાની સાચી રુચિ, ઊંડી લગની અને અનન્ય શ્રદ્ધા ઘણું વધુ કાર્ય Page #409 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર સ્તોત્ર – કેટલાક પ્રશ્નો ૩૯૯ કરી જાય છે. જ્યાં તમન્ના છે ત્યાં કંઠસ્થ કરવાનું કાર્ય પાર પડ્યા વગર રહેતું નથી. ઊલટું, “ભક્તામર સ્તોત્ર' કંઠસ્થ કરવાનું બહુ સરળ છે એવી કેટલાય લોકોની સ્વાનુભવસિદ્ધ બાબત છે. અર્થ ન આવડતો હોય તો પણ મૂળ સંસ્કૃત ભક્તામરનું પઠન જેટલું લાભદાયી છે તેટલું તેના અનુવાદની બાબતમાં નથી. કવિતાના કોઈ પણ અનુવાદમાં કવિતાનું બધું જ હાર્દ અને સૌંદર્ય સવશે ઊતરે છે એવું બનતું નથી. વળી શબ્દોનું પોતાનું પણ સૂક્ષ્મ ઔચિત્ય અને ગૌરવ છે, જે શબ્દાન્તરને કારણે અનુવાદમાં આવતું નથી. વળી ભક્તામર માટે એમ કહેવાય છે કે એના શ્લોકો મંત્રગબિત છે. એમાં વર્ણાક્ષરોનું સંયોજન કવિએ એવી ખૂબીથી કર્યું છે કે એક બાજુ તે તીર્થંકર પરમાત્મા ઋષભદેવ ભગવાનનું સ્તવન-કીર્તન છે, તો બીજી બાજુ મંત્રાલરોનું અનાયાસ ઉચ્ચારણ પણ થાય છે. એ મંત્રો કયા છે તેની આપણને ખબર પડતી નથી. મૂળ સ્તોત્રમાં જે મંત્રાક્ષરો એના રચયિતા, આર્ષદ્રષ્ટા માનતુંગસૂરિએ ગોઠવ્યા છે, તે મંત્રાલયો ગુજરાતી, હિન્દી કે અન્ય ભાષાના અનુવાદમાં ન આવે એ સ્વાભાવિક છે. આથી અનુવાદ કરતાં મૂળ સંસ્કૃત સ્તોત્રનું પઠન વધુ લાભદાયી મનાય છે, અર્થ ન આવડતો હોય તો પણ અનાયાસ મંત્રાલરનું ફળ હર્ષોલ્લાસપૂર્વક કરેલા પઠનથી થાય છે એ અત્યંત મહત્ત્વની બાબત છે. (૩) ભક્તામર સ્તોત્રનું પઠન ક્યારે કરવું? ભક્તામર સ્તોત્ર'નું સવારે-બપોરે-સાંજે-રાત્રે એમ જુદે જુદે સમયે લોકો પોતાની અનુકૂળતા અનુસાર પઠન કરે છે. “ભક્તામર સ્તોત્ર' એક અત્યંત પવિત્ર સ્તોત્ર છે, માટે એનું પઠન સ્વાધ્યાયકાળમાં જ કરવું, અસ્વાધ્યાય કાળમાં ન કરવું એવો એક મત છે. જૈન ધર્મમાં સાધુ-સાધ્વીઓ અને ગૃહસ્થો માટે ક્યારે ક્યારે અસ્વાધ્યાય કાળ ગણવો તેના નિયમો આપેલા છે. દિવસરાત્રિના ચોવીસ કલાકમાં સંધિકાળના સમય ઉપરાંત કેટલોક સમય અસ્વાધ્યાય કાળ તરીકે બતાવ્યો છે. એ સમયે કેટલાક લોકો ભક્તામરનું પઠન કરતા નથી. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક લોકો અસ્વાધ્યાય કાળમાં ભક્તામરનું પઠન ન કરવાના નિયમનું ચુસ્તપણે પાલન કરે છે, પરંતુ અસ્વાધ્યાય કાળમાં “ભક્તામર સ્તોત્ર'નું પઠન કરવું એવું કોઈ વિધાન પ્રાચીન શાસ્ત્રગ્રન્થોમાં ક્યાંય જોવા મળતું નથી. એટલે અસ્વાધ્યાય કાળમાં ભક્તામરનું પઠન ન કરવું એ કોઈ શાસ્ત્રીય વિધાન નથી, પરંતુ લોકલાગણીથી વ્યાપક . Page #410 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ જિનતત્ત્વ બનેલી એ એક મર્યાદિત પરંપરા માત્ર છે. ઘણા જૈનો પોતાની અનુકૂળતા અનુસાર દિવસે કે રાત્રિના ગમે તે સમયે ભક્તામરનું પઠન કરે છે. ભક્તામરમાં ભગવાનની સ્તુતિ છે. સ્તુતિ એ હૃદયનો ઉદ્ગાર છે. એટલે ભક્તિભાવપૂર્ણ આ સ્તોત્રના પઠન કે ગામમાં કોઈ સમયનું બંધન હોઈ શકે નહિ, ૫. પૂ. ગચ્છાધિપતિ શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ, ૫. પૂ. (સ્વા.) વિજયધર્મસૂરિજી મહારાજ, ૫. પૂ. સ્વા.) શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ વગેરે કેટલાક આચાર્ય ભગવંતો અને મુનિ મહારાજો સાથે આ પ્રશ્નની મેં છણાવટ કરી છે અને તેઓ બધાનો એક જ મત રહ્યો છે કે ભગવાનની સ્તુતિ ગાવામાં સમયનું કોઈ બંધન હોઈ શકે નહિ. વળી ભક્તામરના છેલ્લા શ્લોકમાં આ સ્તોત્રનું પઠન ક્યારે કરવું તે માટે “અજસ' શબ્દ આવે છે. “અજ' એટલે નિત્ય અને નિત્ય એટલે સમયના કોઈ પણ બંધન વગર. આમ ખુદ કવિએ પોતે જ ભક્તામરનું પઠન ગમે ત્યારે કરી શકાય એવું સ્તોત્રમાં જ ફરમાવ્યું છે. અલબત્ત આમ છતાં અસ્વાધ્યાય કાળ કરતાં સ્વાધ્યાય કાળમાં કરેલું પઠન કે ગાન વિશેષ ફળ આપે એ સ્પષ્ટ છે. એવી જ રીતે મુખશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, સ્થળશુદ્ધિ, વાતાવરણ શુદ્ધિ વગેરે સાથે કરેલું પઠન અવશ્ય વિશેષ ફળ આપે, પરંતુ અસ્વાધ્યાય કાળમાં પઠન-ગાન કરવા માટે કોઈ શાસ્ત્રીય પ્રતિબંધ કે નિષેધ નથી. માત્ર કેટલાક લોકોમાં એવી પરંપરા થોડા સમયથી ચાલી આવી એવી જ રીતે નાહી-ધોઈને, સ્વચ્છ વસ્ત્ર પહેરીને, દેહ અને વસ્ત્રની પૂરી શુચિતા જાળવીને જ ભક્તામરનું પઠન કરી શકાય અને મોટા સમૂહ વચ્ચે અથવા ટ્રેઇનમાં કે બસમાં ભક્તામરનું પઠન ન થઈ શકે એવું વિધાન પણ સાચું નથી. મુસાફરીમાં ટ્રેન, બસ કે મોટરકારમાં ભક્તામરનું પઠન થઈ શકે છે. એ માટે પણ કોઈ પ્રતિબંધ કોઈ શાસ્ત્રીય ગ્રંથમાં જોવા મળતો નથી. નાહીધોઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા પછી જ પઠન થાય એવું પણ કોઈ વિધાન નથી. એમ કરવાથી વિશેષ લાભ મળે છે એ દેખીતું છે, પરંતુ નિષેધ નથી. અલબત્ત ભક્તામરનું મંત્ર સહિત વિધિપૂર્વક પૂજન કરનારે શુદ્ધિના બધા નિયમો સાચવવા જોઈએ, પરંતુ તેમાં પણ અસ્વાધ્યાય કાળનો નિષેધ નથી. ભક્તામર દિવસમાં એક જ વાર બોલી શકાય કે એક કરતાં વધારે વાર બોલી શકાય ? – આવો પ્રશ્ન પણ કેટલાક કરે છે. આ બાબતમાં ભક્તામર સ્તોત્રના અનન્ય આરાધક એવા શ્રી તત્ત્વાનંદવિજયજી Page #411 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર સ્તોત્ર – કેટલાક પ્રશ્નો ૪૦૧ મહારાજને પ્રશ્ન કરતાં તેમણે મને જણાવ્યું હતું કે “ભક્તામર સ્તોત્ર' તો જેટલી વાર બોલીએ તેટલી વાર વધુ લાભદાયક છે. સારી આરાધના કરનારે દિવસમાં ઓછામાં ઓછી ત્રણ વાર-સવાર, બપોર અને સાંજ અવશ્ય પઠન કરવું જોઈએ. બાર મહિના ત્રણ વખત પઠન કરનારને અવશ્ય ચમત્કારિક લાભ થયો હોવાના દાખલા નોંધાયેલા છે. ભક્તામરના પઠન વખતે ભાવપૂર્ણ હર્ષોલ્લાસ હોવો અને તીર્થંકર પરમાત્માના સ્વરૂપ સાથે તદુરૂપતા હોવી એ જ સૌથી મહત્ત્વની વાત છે. પઠન કરતી વખતે આંખમાં હર્ષાશ્રુ આવે એ એની એક સાચી કસોટી છે. (૪) “ભક્તામર સ્તોત્ર'માં સત્ત્વશ્રુતથી શરૂ થતા શ્લોકમાં નીચેની પંક્તિ આવે છે : यत्कोकिलः किल मधौ मधुरं विरोति। तच्चारुचूतकलिकानिकरैकहेतुः।। આ શ્લોક કેટલાક લોકો નીચે પ્રમાણે બોલે છે : यत्कोकिलः किल मधौ मधुरं विरोति। तच्चारुचाम्रकलिकानिकरैकहेतुः।। આ બે પાઠમાંથી કયો પાઠ સાચો એવો પ્રશ્ન કેટલાકને થયો છે. આ બે પાઠમાં ફક્ત એક શબ્દ પૂરતો જ ફરક છે. “વૃત’ને બદલે “ત્ર' શબ્દ કેટલાક બોલે છે. “પૂત” શબ્દનો અર્થ આંબો થાય છે. “સા' શબ્દનો અર્થ પણ આંબો થાય છે. પરંતુ કવિએ પ્રયોજેલો મૂળ શબ્દ તો દૂત' જ છે બધી પ્રાચીન હસ્તપ્રતોમાં એ પ્રમાણે જ છે. સંસ્કૃતમાં ‘પૂત” શબ્દ ઘણો પ્રચલિત છે. આંબાના અર્થમાં તે ઘણો વપરાયેલો છે, અને સારી રીતે રૂઢ થયેલો છે. પરંતુ છેલ્લા એક-દોઢ સૈકાથી ‘દૂત' શબ્દ ગુજરાતી, હિન્દી, મરાઠી વગેરે ભાષાઓમાં સ્ત્રીયોનિદર્શક શબ્દ તરીકે પ્રચલિત બની ગયો છે. એટલે વ્યવહારમાં બોલવામાં અશિષ્ટ અને નિષિદ્ધ મનાય છે. એટલે એ શબ્દ કેટલાકને અશ્લીલ કે બીભત્સ લાગે એવો સંભવ છે. આથી કોઈક પંડિત પોતાની મરજીથી ઘૂત’ને બદલે તેના પર્યાયરૂપ “ઝાઝૂ' શબ્દ મૂકી દીધો છે, જે છંદની દૃષ્ટિએ પણ બંધ બેસતો આવ્યો છે. પાઠશાળાઓમાં બાળકોને માટે પણ તે કેટલાકને ઉપયોગી લાગ્યો છે. અલબત્ત, ભાષા અને વ્યાકરણની દૃષ્ટિએ આ શબ્દફેર ખોટો છે, કારણ કે વરુ + સામ્ર = વાર્તા થાય. Page #412 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ‘તત્ત્વારૢતતિા-’માં સમાસરચના થયેલી છે. એટલે આ સમાસયુક્ત શબ્દમાં ‘નૂત’ને બદલે ચાર્વાશ્ત્ર શબ્દ મૂકી નહિ શકાય, કારણ કે વ્યાકરણની દૃષ્ટિએ આ અશુદ્ધ છે. તત્ત્વાર્વામ્રતિષ્ઠા ક૨વા જતાં છંદની ક્ષતિ થશે. માટે ‘નૂત’ને બદલે ચાત્ર શબ્દ મૂકી શકાય નહિ. એટલે આ એક અનધિકાર ચેષ્ટા છે. કવિએ જે શબ્દ પ્રયોજ્યો છે તે શબ્દમાં પોતાની મરજી મુજબ લોકાચારને લક્ષમાં રાખી ફેરફાર કરવાનો અધિકાર કોઈને નથી. એવો ફેરફાર કવિને અભિપ્રેત પણ ન હોય. આરાધકોએ તો કવિના મૂળ શબ્દને જ વળગી રહેવું જોઈએ. વ્યાવહારિક સૂગથી જે લોકો પર ન થઈ શકે તેમની આરાધના એટલી કાચી સમજવી. વળી કવિનો શબ્દ મનીષીનો શબ્દ છે, આર્ષદ્રષ્ટાનો શબ્દ છે. કવિને ‘ધ્ર’ શબ્દ નહોતો આવડતો માટે ‘નૂત’ શબ્દ પ્રયોજ્યો એવું નથી, પરંતુ કવિની વાણીમાં જે શબ્દ અનાયાસ સરી પડ્યો છે તે એમના આત્માના અતલ ઊંડાણમાંથી આવેલો છે. માટે સાચા આરાધકોએ મૂળ શબ્દને જ વફાદારીપૂર્વક વળગી રહેવું જોઈએ અને શાબ્દિક સૂગમાંથી ચિત્તને નિવૃત્ત કરી ઉત્તમ અધ્યવસાયમાં રમવું જોઈએ. હિન્દુઓના ગાયત્રી મંત્રમાં પણ પ્રોવયાત્ એવો એક શબ્દ આવે છે, કે જે છેલ્લા કેટલાક સૈકાઓથી અશ્લીલ કે બીભત્સ શબ્દ તરીકે પણ વપરાય છે. તેમ છતાં એ મંત્રમાં હજુ સુધી કોઈ પંડિતોએ ફેરફાર કર્યો નથી. એવી અનધિકાર ચેષ્ટા કોઈ કરે તો તે ચલાવી લેવાય નહિ. ૪૦૨ ‘ભક્તામર સ્તોત્ર' વિશે કેટલાક સામાન્ય પ્રશ્નોની છણાવટ અહીં મારી અલ્પ મતિ મુજબ કરી છે. એથી અન્ય મત પણ હોઈ શકે. મારી દૃષ્ટિએ બાહ્ય ચર્ચા કે વિવાદ કરતાં સાચી શ્રદ્ધાપૂર્વકની આરાધના જ સૌથી મહત્ત્વની છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ પર્યારાધના મનુષ્યને એકલા ખાઈપીને રહેવાથી પૂરો સંતોષ થતો નથી. રહેવાને સરસ ઘર, ખાવાને માટે સરસ ભાવતી વાનગીઓ, પહેરવાને મનપસંદ વસ્ત્રો અને હરવાફરવાનાં વિવિધ સાધનો મળ્યાં હોવા છતાં, જીવનમાં કશુંક ખૂટે છે એવું એને લાગે છે. ખાસ કરીને જ્યારે શરીર રોગગ્રસ્ત થાય છે, વૃદ્ધાવસ્થા આવે છે અને મૃત્યુ નજીક આવી રહ્યું હોય છે ત્યારે ભૂતકાળમાં ભોગવેલા ભોગોની અસારતા તેને જણાય છે. જીવનમાં કશુંક ચિરંજીવી અને મૂલ્યવાન તથા સતત સાથે રહે એવું તત્ત્વ મેળવવા તેનું ચિત્ત તલસે છે. પૂર્વભૂમિકા કે પૂર્વની તૈયારી ન હોય તો ભૂખ્યો માણસ જેમ ઘાસ ખાવા તૈયાર થાય તેમ આવી ઝંખનાવાળો માણસ જે કંઈ મળે તેનું તરત આલંબન લઈ લે છે. પૂરી સમજ ન હો તો પોતે જે મેળવ્યું છે તે જ સર્વસ્વ છે એવું માની લેવાની ભૂલ કરે છે અને એ રીતે જીવન પૂરું કરે છે. જે સુખ ભૌતિક સામગ્રીઓ નથી આપી શકતી તે સુખ શુદ્ધ ધર્મના આલંબનથી તેને મળે છે. માણસ જ્યારે ધર્માભિમુખ બને છે ત્યારે તેની દૃષ્ટિમાં પરિવર્તન આવે છે; તેની પ્રવૃત્તિઓ અને સંબંધમાં ફેરફાર થાય છે; તેના જીવનમાં સાચી સમજણનો ઉદય થાય છે. કેટલાકને આ સમજણ વેળાસર પ્રાપ્ત થઈ જાય છે. કેટલાકને મોડેમોડે પણ એ સમજણ મળે છે અને તેથી ધન્યતા અનુભવે છે. અનેક મનુષ્યો એવી સમજણ પ્રાપ્ત કર્યા વિના પોતાનું જીવન પશુવત્ જીવીને પૂરું કરે છે. દુનિયાના દરેક ધર્મમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં પર્વોની ઉજવણીની પરંપરા ચાલી આવે છે. ‘પર્વ’ શબ્દના જુદા જુદા અર્થ થાય છે. ‘પૃ’ ધાતુ ઉપરથી જો ‘પર્વ’ શબ્દ કરવામાં આવે તો ‘પૃ' ના વિવિધ અર્થ થાય છે. જેમ કે : (૧) ભરવું (૨) સાચવી રાખવું, ટકાવી રાખવું (૩) વૃદ્ધિ કરવી (૪) સંતુષ્ટ અને Page #414 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ જિનતત્ત્વ આનંદિત થવું, (૫) પાર પાડવું, સામે કિનારે પહોંચાડવું (૯) અંતિમ લક્ષ્ય સિદ્ધ કરી આપવું. “પર્વ' શબ્દના અર્થ થાય છે : (૧) ઉત્સવ (૨) ગાંઠ (૩) પગથિયું (૪) સૂર્યનું સંક્રમણ (૫) ચંદ્રની કલાની વૃદ્ધિ અનુસાર આઠમ, ચૌદસ, પૂનમ જેવી તિથિઓ. આમ “પર્વ' શબ્દ દિવસ અને પ્રવૃત્તિઓને આનંદથી ભરી દેવાનું સૂચન કરે છે. વળી પર્વ” દ્વારા વૃદ્ધિ, વિકાસ, પ્રકાશ, ઉત્તરોત્તર ઊંચે ચડવું, જે પ્રાપ્ત થયું છે તેનું સંરક્ષણ કરવું, સામે પાર અંતિમ લક્ષ્ય સુધી પહોંચી જવું, વગેરે અર્થ થાય છે. એ પ્રત્યેક અર્થ “આરાધના'ની દૃષ્ટિએ, વિશેષત: ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ અત્યંત સૂચક અને મહત્તવનો છે. “પર્વ' શબ્દ મુખ્યત્વે ઉત્સવના અર્થમાં વપરાયો છે. ઉત્સવનો અર્થ પણ જુદા જુદા દૃષ્ટિકોણથી ઘટાવી શકાય છે. પરંતુ “પર્વ' શબ્દ સામાન્ય રીતે ધાર્મિક ઉત્સવો માટે સવિશેષ વપરાય છે. ધાર્મિક ઉત્સવોમાં ભોગપભોગના આનંદ કરતાં ત્યાગ, સંયમ, દાન વગેરેનો મહિમા વધારે હોય છે. સામાજિક રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય પ્રકારના તહેવારો કરતાં ધાર્મિક ઉત્સવોનું મૂલ્ય વધુ છે કારણ કે તે માનવજીવનને સવિશેષ બળ આપે છે. જો ધાર્મિક ઉત્સવ સાચી રીતે ઊજવવામાં આવે તો તે માનવજીવનને ઉત્કર્ષ તરફ લઈ જાય છે. ઉત્સવ એટલે જ આનંદમય ઉત્કર્ષ. એ એની સાચી વ્યાખ્યા છે. કેટલાક લોકો ધાર્મિક ઉત્સવને જુગાર, મદિરાપાન કે અન્ય પ્રકારની ભોગવિલાસની પ્રવૃત્તિઓથી વિકત કરી નાખે છે તેની અહીં વાત નથી. તેવા લોકો તો થોડા અને અપવાદરૂપ હોય છે. કેટલાક લોકો માત્ર જડતાપૂર્વક, ગતાનુગતિક રીતે, ગાડરિયા પ્રવાહની જેમ, સમજણબુદ્ધિના અભાવથી, માત્ર અર્થહીન બાહ્ય ક્રિયાકાંડપૂર્વક ઉત્સવ ઊજવતા હોય છે. પરંતુ તેવો વર્ગ તો હંમેશાં રહેવાનો જ. એટલા માટે પર્વનું મૂલ્ય ઓછું ન આંકી શકાય. પર્વની આરાધના દ્વારા થોડા લોકો પણ જો કશુંક મૂલ્યવાન, ચિરંજીવી તત્ત્વ પામી શકે અને મળેલા જીવનની કૃતાર્થતા અનુભવી શકે તો પણ પર્વોનું આયોજન સાર્થક છે એમ કહી શકાશે. છેક પ્રાગૈતિહાસિક કાળથી ધાર્મિક પર્વોનું આયોજન થતું આવ્યું છે. સમુદાયમાં રહીને, સમુદાયની સાથે જો આરાધના કરવાની હોય અને તે માટે Page #415 -------------------------------------------------------------------------- ________________ પરાધના ૪ON જો દિવસો નિશ્ચિત કરેલા હોય તો જ માણસને આજીવિકા માટેના વ્યવસાયમાંથી મુક્ત થઈને આરાધના કરવી ગમે છે. આર્થિક પ્રલોભનો અને વ્યાવહારિક કાર્યો અને કર્તવ્યો એટલાં બધાં હોય છે કે જીવને તેમાંથી બહાર નીકળવાનું જલદી મન થતું નથી. વળી કુટુંબીજનો વગેરે સાથે સંઘર્ષ થવાનો કે પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાનો ભય રહે છે. પરંતુ પોતાના વર્તુળના ઘણાખરા માણસો જો વ્યવસાય છોડીને, ઘરની બહાર જઈને જાહેર સ્થળમાં આરાધના કરવા જતા હોય તો માણસને તેમાં જોડાવાનું મન થાય છે. ક્યારેક બધા લોકો આરાધના કરતા હોય ત્યારે પોતે જો કમાવામાં રચ્યોપચ્યો રહે તો લજ્જાસંકોચ થવાનો પ્રસંગ ઊભો થાય. વળી, સતત વ્યાવસાયિક-વ્યાવહારિક પ્રવૃત્તિમાં પરોવાયેલા જીવન પર્વના દિવસને નિમિત્તે મન મોકળું કરવાનો, હળવાશ અનુભવવાનો અવસર સાંપડે છે. આથી જ ધાર્મિક પર્વોનું આયોજન સામાજિક અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી પણ માનવજાત માટે ઉપકારક બન્યું છે. પર્વનો મહિમા એવો હોય છે કે માણસને ઘરમાં બેસી રહેવું ગમતું નથી. સમુદાયમાં જઈને તે કશું પ્રાપ્ત કરવા ઇચ્છે છે. સમાજના મહિલા વર્ગને પણ પર્વના દિવસોમાં બહાર જવું ગમે છે. મનુષ્યને પોતાની વૈયક્તિક ચેતનાને સામુદાયિક ચેતનાની સાથે એકરૂપ કરવાની ભાવના પર્વના દિવસોમાં થાય છે. ધાર્મિક પર્વ એ રીતે મનુષ્યની ચેતનાના વિસ્તાર અને વિકાસમાં મહત્ત્વનું યોગદાન કરે છે. જો આ ચેતનાનો વિકાસ એક જ દિશામાં સીધી ગતિએ ચાલ્યા કરતો હોય તો મનુષ્યજીવન નંદનવન જેવું બની જાય. પરંતુ ગતાનુગતિક રૂઢિવાદ, સામાજિક સમસ્યાઓ, રાજદ્વારી ઊથલપાથલો, સંઘર્ષ, કલહ, યુદ્ધ, દુકાળ, કુદરતી આપત્તિઓ વગેરે માનવજાતે પ્રાપ્ત કરેલી ભૌતિક સિદ્ધિઓને હણી નાખે છે અને મનુષ્ય ફરી પાછો કેટલાંક ડગલાં પાછો જાય છે. મનુષ્યજીવનની આ એક મોટી કરુણતા છે. આપણા પૂર્વાચાર્યોએ ધાર્મિક-આધ્યાત્મિક પર્વોની જે યોજના કરી છે કે તે એવી ખૂબીથી કરી છે કે જેથી મનુષ્યજીવનને કાળના થોડા થોડા અંતરે આત્મિક બળ મળતું રહે. જેનું લક્ષ્ય આરાધના તરફ વિશેષ રહેલું હોય એવા લોકોને માટે તો દર બીજે કે ત્રીજે દિવસે પર્વતિથિનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ, પૂનમ વગેરે તિથિઓને પર્વતિથિ તરીકે ગણાવવામાં આવી છે. જેઓ પોતાના જીવનની મર્યાદાઓને Page #416 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ કારણે આટલી પણ આરાધના ન કરી શકે તેવા ઓછી શક્તિવાળા કે ઓછી અનુકૂળતાવાળા મનુષ્યો માટે પાંચમ, આઠમ, ચૌદસ અથવા માત્ર ચૌદસ(પાખી)ની તિથિની આરાધના યથાશક્તિ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા કેટલાક પર્વદિવસોનું પણ આયોજન થયું છે. જેમ પર્વ મોટું તેમ એની આરાધનાના દિવસોની સંખ્યા પણ વધુ. જૈન ધર્મમાં આઠ દિવસની અઠ્ઠાઈ પર્વનો મહિમા વિશેષ ગણાયો છે. વર્ષમાં એવાં છ અઠ્ઠાઈ પર્વો આવે છે. શ્રી લક્ષ્મીસૂરિએ ‘ઉપદેશપ્રાસાદ'માં કહ્યું છે : अष्टानिकाः षडेवोक्ताः स्याद्वादोभयदोत्तमैः । तत्त्वरूपं समाकर्ण्य आसेव्याः पस्मार्हतैः । । [સ્યાદ્વાદને મતે કહેનારા ઉત્તમ પુરુષોએ છ અઠ્ઠાઈ પર્વ કહ્યાં છે. તેનું સ્વરૂપ બરાબર સમજીને ૫૨મ શ્રાવકોએ તે સેવવાયોગ્ય છે.] ૪૦૭ અઠ્ઠાઈ એટલે આઠ દિવસનું. અઠ્ઠાઈ પર્વ એટલે આઠ દિવસ સુધી ચાલે તેવાં મોટાં પર્વ. વર્ષ દરમિયાન આવાં છ મોટાં પર્વનું આયોજન જૈન શાસનમાં મહર્ષિ શાસ્ત્રજ્ઞોએ ફરમાવ્યું છે. આ પર્વો થોડે થોડે કાળને અંતરે ગોઠવાયાં છે. ચૈત્ર, અષાઢ, શ્રાવણ-ભાદ્રપદ, આસો, કારતક ને ફાગણ મહિનામાં તે પર્વો આવે છે. ચૈત્ર અને આસો માસમાં આયંબિલની ઓળી આવે છે. આ બે ઓળીને શાશ્વતી પર્વ તરીકે ઓળખાવવામાં આવે છે. તદુપરાંત અષાઢ, કારતક અને ફાગણ માસમાં ત્રણ ચાતુર્માસિક પર્વ ઊજવવામાં આવે છે. તથા શ્રાવણ-ભાદરવામાં પર્યુષણા પર્વ મહોત્સવપૂર્વક ઊજવવામાં આવે છે. આ છ પર્વોમાં પર્યુષણા પર્વ સૌથી વધુ મહત્ત્વનું ગણાય છે. કહ્યું છે : पर्वाणि बहुनि सन्ति प्रोक्तानि श्रीजिनागमे । पर्युषणां समं नान्यः कर्मणां मर्म भेदकृत् ।। [જિનાગમમાં કહેલાં એવાં ઘણાં પર્વ છે. પરંતુ તે બધાં પર્વોમાં કર્મના મર્મને ભેદનારું એવું પર્યુષણા પર્વ જેવું બીજું એકે પર્વ નથી. કર્મ આઠ પ્રકારનાં છે: (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૩) નામ (૭) ગૌત્ર અને (૮) અંતરાય. આ આઠ કર્મોમાં સૌથી ભયંકર કર્મ તે મોહનીય કર્મ છે. સંસારમાં અનેક જીવોને ભમાડનાર તે મોહનીય કર્મ છે. મોહનીય કર્મનો એક પેટાપ્રકાર તે મિથ્યાત્વ મોહનીય છે. એ સૌથી Page #417 -------------------------------------------------------------------------- ________________ પરાધના ૪૦૭ વધારે ભયંકર કમ છે. જ્યાં સુધી આ કર્મ જીવને લાગેલું છે ત્યાં સુધી જીવ સમ્યગ્દર્શન પામી શકતો નથી. અને સમ્યગ્દર્શન ન હોય ત્યાં સુધી કેવળજ્ઞાન અને મોક્ષની તો વાત જ શાની હોય ? આમ, આ આઠ કર્મોમાં મર્મરૂપ જો કોઈ કર્મ હોય તો તે મોહનીય કર્મ છે, તેમાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મ છે. એ મિથ્યાત્વ મોહનીય કર્મને ભેદવામાં આવે તો ત્યારપછી બાકીનાં કર્મોનો ક્ષય કરવાનું તેના જેટલું કઠિન નથી. એટલા માટે પર્યુષણ પર્વ મિથ્યાત્વ મોહનીય કર્મને હણવા માટેનું પર્વ છે અને એથી જ કહેવાયું છે કે જિનશાસનમાં જે જુદાં જુદાં પર્વ છે તેમાં પર્યુષણ પર્વ જેવું બીજું કોઈ પર્વ નથી. પર્યુષણ પર્વાધિરાજ છે, પર્વશિરોમણિ છે. આઠ પ્રકારનાં કર્મને હાથીની ઉપમા આપવામાં આવે છે. હાથીના ચાર પગ તે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય કર્મ છે. હાથીની બે આંખો તે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ છે. હાથીની પૂંછડી તે અંતરાય કર્મ છે. હાથીનું આખું શરીર તે મોહનીય કર્મ છે. અને હાથીનું ગંડસ્થળ તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે. તોફાને ચઢેલા મદોન્મત્ત હાથીને વશ કરવો હોય તો એના પગ કે સુંઢ બાંધવાથી તે વશ થતો નથી, પરંતુ અંકુશ વડે એના ગંડસ્થળને ભેદવામાં આવે તો તે તરત શાંત થઈ જાય છે, વશ થઈ જાય છે, કારણ કે મર્મસ્થાન ઉપર પ્રહાર તે સહન કરી શકતો નથી. અંકુશ એક નાનું સરખું હથિયાર છે. એની બે અથવા ત્રણ તીક્ષ્ણ પાંખ જરાક સરખી ભોંકાતાં હાથી શાંત થઈ જાય છે. આ અંકુશ ક્ષમા, વિનય, કૃતજ્ઞતારૂપી છે. એ ગુણો વડે જીવે મિથ્યાત્વ મોહનીય કર્મને હટાવવાનું છે. જિનશાસનમાં જે જુદાં જુદાં પર્વ છે તેમાંનાં કેટલાંક પર્વ દર્શનવિશુદ્ધિ માટે છે, કેટલાંક પર્વ જ્ઞાનવિશુદ્ધિ માટે છે અને કેટલાંક પર્વ ચારિત્રવિશુદ્ધિ માટે છે. પર્યુષણ પર્વ મુખ્યત્વે દર્શનવિશુદ્ધિનું મોટું પર્વ છે, કારણ કે પર્યુષણા પર્વ મિથ્યાત્વને દૂર કરી સમ્યક્તને પ્રાપ્ત કરવા માટેનું પર્વ છે. પર્યુષણ પર્વ એટલા માટે સમક્તિની આરાધના માટેનું પર્વ છે. પર્યુષણ પર્વની રૂડી પેરે આરાધના કરવી હોય તો તેને માટે પૂર્વાચાર્યોએ પાંચ મહત્ત્વનાં કર્તવ્યો બતાવ્યાં છે : (૧) અમારિ પ્રવર્તન (૨) સાધર્મિક વાત્સલ્ય (૩) અઠ્ઠમતપ (૪) ચૈત્યપરિપાટી અને (૫) ક્ષમાપના.. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ જિનતત્ત્વ પર્યુષણ પર્વની આરાધનામાં અમારિ પ્રવર્તન એટલે કે જીવહિંસા ન થાય એ માટેની સાવધાની રાખવા ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. સંસારના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રહે અને જીવની હિંસા દ્વારા વિરાધના ન થાય તે જોવું એ પરમ કર્તવ્ય છે. તેથી જગતમાં વેરઝેર ઓછાં થાય છે અને સુખશાંતિ પ્રવર્તે છે. સાધર્મિક વાત્સલ્ય, અઠ્ઠમતપ અને ચૈત્યપરિપાટી દ્વારા આરાધક પર્યુષણ પર્વનો સંયમપૂર્વક ઉલ્લાસ અનુભવે છે. આ પર્વની ચરમ કોટિ તે ક્ષમાપના છે. ક્ષમા માગીને અને ક્ષમા આપીને જે જીવ ઉપશાંત થતો નથી તે જીવ સાચો આરાધક થઈ શકતો નથી. પર્યુષણ પર્વ આ રીતે મિથ્યાત્વ મોહનીયને દૂર કરીને, જીવનમાં ક્ષમાના ભાવને અવતારીને આરાધના કરવાનો અમૂલ્ય અવસર છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાન જગતમાં સારીનરસી પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે છે. કેટલીક પ્રવૃત્તિઓ અજાણતાં થઈ જાય છે, તો કેટલીક ઇરાદાપૂર્વક કરવામાં આવે છે. કેટલી અસદ્ પ્રવૃત્તિ કર્યા પછી, માણસને તેને માટે પશ્ચાત્તાપ થાય છે. કેટલીક વાર અશુભ કાર્યોનાં પરિણામ વખતે માણસની આંખ ઊઘડે છે અને તેવું અશુભ કાર્ય ફરી ન કરવાનો તે સંકલ્પ કરે છે. શુભ કાર્યના પરિણામથી માણસને આનંદ થાય છે અને તેની તે માટેની શ્રદ્ધા-રુચિ વધે છે. પાપ-પુણ્યની આવી પ્રવૃત્તિઓ માટે બધાં જ માણસો એકસરખાં જાગ્રત, સમજદાર અને ક્રિયાશીલ નથી હોતાં. સામાન્ય માણસોની પાપ-પુણ્ય વિશે કેવી પ્રકૃતિ હોય છે તે વિશે શ્રી હરિભદ્રસૂરિએ સચોટ કહ્યું છે : पुण्यस्य फलमिच्छन्ति पुण्यं नेच्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः । [માણસોને પુણ્યના ફળની ઇચ્છા થાય છે, પરંતુ પુણ્યકાર્ય ક૨વાની ઇચ્છા હોતી નથી. તેવી જ રીતે માણસોને પાપનાં ફળ ભોગવવાની ઇચ્છા થતી નથી, પરંતુ તેઓ પાપ આદરપૂર્વક (રસપૂર્વક) કરે છે.] સંસારમાં પાપ અનેક પ્રકારનાં છે, પરંતુ શાસ્ત્રકારોએ બહોળું વર્ગીકરણ કરીને અઢાર પ્રકારનાં બતાવ્યાં છે. એમાં પાંચ પ્રકારનાં પાપ તે અહિંસાદિ વ્રતોનાં ખંડનરૂપ છે, ચાર પાપ ક્રોધાદિ ચાર કષાયનાં છે, બે પાપ રાગ અને દ્વેષરૂપી છે. તદુપરાંત કેટલાંક પાપ તો કષાયજન્ય અને મનુષ્યના મનની નિર્બળતારૂપ છે. છેલ્લું અઢારમું મોટું પાપ તે મિથ્યાત્વરૂપી છે. આ બધાં પાપોમાં તેરમું પાપ તે ખોટાં આળ ચડાવવારૂપ અભ્યાખ્યાન છે. ‘અભ્યાખ્યાન ’ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે ખોટો આરોપ મૂકવો. એ જ અર્થમાં અભ્યાખ્યાન' જૈન ધર્મનો એક પારિભાષિક શબ્દ બની ગયો છે. ‘અભ્યાખ્યાન’ શબ્દ અભિ + આખ્યાન ઉપરથી આવ્યો છે. આખ્યાન એટલે Page #420 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ 7 બોલવું, ભાષણ કરવું, વચન ઉચ્ચારવું ઇત્યાદિ. ‘અભિ’ ઉપસર્ગ છે. ‘વિશેષણપણે’, ‘ભારપૂર્વક’, ‘સામેથી’, ‘પ્રતિ ' જેવા અર્થમાં તે પ્રયોજાય છે. (સંસ્કૃતમાં ‘અભિખ્યાન' શબ્દ પણ છે. એનો અર્થ કીર્તિ થાય છે.) ૪૧૦ ભગવતીસૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશની ટીકામાં ‘અભ્યાખ્યાન'ની વ્યાખ્યા બાંધતાં કહેવાયું છે : મિમુવેનબાવ્યાનું ઢોષવિરમ્ સમ્યાાનમ્ । અભિમુખેન એટલે સામેથી, અભ્યાખ્યાન એટલે સામેથી દોષોનું આવિષ્કરણ કરવું. સ્થાનાંગ સૂત્રના પ્રથમ અધ્યયન (૪૮-૪૯)ની ટીકામાં અભ્યાખ્યાનની વ્યાખ્યા ટીકાકારે આ પ્રમાણે આપી છે : ચાવ્યાનં પ્રટમસોષારોપામ્। અભ્યાખ્યાન એટલે પ્રગટ રીતે ન હોય તેવા દોષોનું આરોપણ કરવું. એવી જ રીતે, આ જ અર્થમાં અભ્યાખ્યાનની વ્યાખ્યા નીચે પ્રમાણે અપાય છે : क्रोधमानमायालोभादिभिः परेष्वविद्यमान दोषोद्भावनमभ्याख्यानम् । [ક્રોધ, માન, માયા અને લોભને કારણે બીજા ઉપર અવિદ્યમાન હોય તેવા દોષોનો આરોપ કરવો તેને અભ્યાખ્યાન કહે છે.. हिंसादे : कर्तुविरस्य विरताविरतस्य वायमरय कर्तेरयभिधानम् अभ्याख्यानम् । [હિંસાદિ કાર્ય કરીને હિંસાથી વિરક્ત એવા મુનિ અથવા શ્રાવકને માથે આ દોષ લગાવીને ‘આ કાર્ય એમણે કર્યું છે’ એમ કહેવું તે ‘અભ્યાખ્યાન’ છે.] અભ્યાખ્યાનની નીચે પ્રમાણે એવી જ બીજી વ્યાખ્યા આપવામાં આવે છે : अभ्याख्यानं असद् अभियोगः । ‘અભિયોગ’ શબ્દના આક્રમણ કરવું, સંઘર્ષ કરવો, આક્ષેપ મૂકવો, ન્યાયાલયમાં ફરિયાદ કરવી એવા જુદા જુદા અર્થ થાય છે. અહી અસદ્ એટલે ખોટો અને અભિયોગ એટલે આક્ષેપ કરવો એવો અર્થ લેવાનો છે. ન ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ અઢાર પાપસ્થાનકની સજ્ઝાયમાં અભ્યાખ્યાન એટલે પરનાં અછતાં આળ ઉચ્ચારવાં એવો અર્થ ભાષામાં સમજાવ્યો છે. જુઓ : પાપસ્થાનક તે તેરમું છાંડીએ, અભ્યાખ્યાન દુરંતો જી; અછતાં આલ જે પરનાં ઉચ્ચરે, દુઃખ પામે તે અનંતો જી. Page #421 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાન ૪૧૧ અભ્યાખ્યાનની પ્રવૃત્તિ પરાપૂર્વથી ચાલતી આવી છે. મહાસતી સીતા, મહાસતી દમયંતી, મહાસતી અંજના, મહાસતી કલાવતી, વગેરે કેટલીક સતીઓ આવા અભ્યાખ્યાનની ભોગ થઈ પડી હતી અને ઘણું દુ:ખ ભોગવ્યા પછી નિર્દોષ પુરવાર થઈ હતી. મેતારજ મુનિ ઉપર ચોરીનો આરોપ આવ્યો હતો, તે વહેમ શંકાથી આવ્યો હતો, પરંતુ સત્ય ઉચ્ચારવા જતાં જીવહિંસા થશે એવા કરુણાભાવથી એમણે મારણાત્તિક કષ્ટ સહન કરી લીધું હતું. સમયે સમયે કેટલાય સંત-મહાત્માઓ ઉપર જો અભ્યાખ્યાન થતાં હોય તો વ્યવહારમાં સામાન્ય મનુષ્યોની તો વાત જ શી ? શાસ્ત્રકારોએ જે અઢાર પ્રકારનાં પાપસ્થાનક ગણાવ્યાં છે, એમાં તેરમા પાપસ્થાનક તરીકે અભ્યાખ્યાનને ગણાવ્યું છે. અભ્યાખ્યાનમાં બીજા ઉપર ખોટો આરોપ મૂકવામાં આવે છે, એટલે એમાં મૃષાવાદનો દોષ આવે છે. આમ છતાં મૃષાવાદ નામના બીજા પાપસ્થાનકમાં એની ગણના ન કરતાં અભ્યાખ્યાનને એક સ્વતંત્ર પાપસ્થાનક તરીકે શાસ્ત્રકારોએ ગણાવ્યું છે, કારણ કે એને જુદું ગણાવવાથી જ એમાં રહેલા પાપકર્મના ભારેપણાનો માણસને સાચો ખ્યાલ આવે. મૃષાવાદમાં નાનાં નાનાં, નજીવાં, નિહેતુક, અજાણતાં ઉચ્ચારાતાં અસત્યોથી માંડીને ભારે મોટાં જુઠ્ઠાણાં સુધીનું વિશાળ ક્ષેત્ર હોય છે અને એમાં ઘણી બધી તરતમતા હોય છે. અભ્યાખ્યાનમાં સહેતુક, દ્વેષપૂર્ણ, બીજાની જિંદગી બરબાદ કરી નાખે એવા એક જુદા જ પ્રકારના ભારે અસત્યનું કથન રહેલું હોય છે. વળી એની સાથે ક્રોધાદિ પ્રકારનાં ભારે કષાયો પણ સંલગ્ન રહેલાં હોય છે. એટલે આવા ભારે પાપકર્મને જુદું બતાવવાની આવશ્યકતા રહેલી છે. અઢાર પાપસ્થાનકોમાં કેટલાંક પાપ બોલવાથી બંધાય છે. વચનયોગનાં એ પાપોમાં મૃષાવાદ, અભ્યાખ્યાન, પૈશૂન્ય, પરંપરિવાદ વગેરે મુખ્ય ગણાવી શકાય. ક્રોધ, કલહ, માયામૃષાવાદમાં પણ વચનયોગ હોય છે. હિંસાદિ અન્ય પાપોમાં કાયાના કે મનના યોગ સાથે ક્યારેક વચનયોગ પણ હોઈ શકે છે. અસંયમિત વાણી પાપ બાંધવામાં કેવું પ્રબળ નિમિત્ત બની જાય છે તે આવા પ્રસંગે આપણને જોવા મળે છે. અભ્યાખ્યાન, પશૂન્ય અને પરંપરિવાદ એ નજીક નજીકનાં એકબીજાને મળતાં આવે એવાં પાપો છે. એમ છતાં તે દરેકને સ્વતંત્ર પાપ તરીકે ઓળખવામાં આવ્યું છે. પૈશૂન્ય એટલે ચાડી ખાવી, ગપ્ત ધિત જાહેર કરી Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ જિનતત્ત્વ દેવી. તે અસત્ય હોય કે ન પણ હોય. ૫૨પરિવાદ એટલે નિંદા કરવી, એમાં પણ અસત્ય હોય કે ન પણ હોય. પરંતુ અભ્યાખ્યાનમાં સ્પષ્ટપણે અસત્ય જ હોય. આ અસત્યનું દોષારોપણ બીજાને ઉતારી પાડવા માટે કે વગોવવા માટે જ ક૨વામાં આવ્યું હોય છે. એટલા માટે જ પેશૂન્ય કે પરપરિવાદ કરતાં અભ્યાખ્યાનનું પાપ વધારે ભયંકર મનાય છે. અભ્યાખ્યાન વચનયોગનું પાપ હોવા છતાં કેટલીક વાર માણસ મનમાં ને મનમાં કોઈક ઉપર વહેમ કે રોષથી આળ ચડાવે છે, પરંતુ બીજા આગળ તે વ્યક્ત કરવાની હિંમત હોતી નથી. ખૂન, ચોરી, દુર્વ્યસન, વ્યભિચાર, બળાત્કાર, લાંચ લેવી, ગે૨૨ીતિ-અનીતિ આચરવી, અન્યાયપૂર્વક વર્તન કરવું ઇત્યાદિ પ્રકારના ખોટા આરોપ કરવારૂપી અભ્યાખ્યાન મોટાં ગણાય છે. એવાં અસત્ય દોષારોપણો ક્યારેક ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. ‘અમુક વ્યક્તિ તમારે માટે આમ કહેતી હતી' જેવાં ખોટાં દોષારોપણો વર્ષોના ગાઢ સંબંધોને પણ વિચ્છિન્ન કરી નાખે છે. આક્ષેપો મૂકવાનું કાર્ય સરળ છે, પરંતુ તે પુરવાર કરવાનું અઘરું છે. વ્યક્તિગત અંગત સંબંધોમાં બધી જ વાતોની મોઢામોઢ સાબિતીઓ મંગાતી નથી. ઘણાં માણસો કાચા કાનના હોય છે અને સાંભળેલી વાતને સાચી માની લે છે. વર્તમાનકાળમાં એકંદરે લોકોને બીજાની સારી વાતોને બદલે નબળી વાતોમાં વધુ રસ પડતો હોય છે. સાચી કે ખોટી નબળી વાતો જલદી પ્રસરતી હોય છે. વળી, એકની એક ખોટી વાતનું સતત પુનરુચ્ચારણ સત્યાભાસ જન્માવે છે. બીજાઓ પર ખોટાં કલંક ચડાવવાનું, અભ્યાખ્યાનની પ્રવૃત્તિ કરવાનું માણસને કેમ મન થતું હશે એવો પ્રશ્ન કોઈને પણ થાય. શાસ્ત્રકારો કહે છે કે માણસથી હિંસા, ચોરી, બળાત્કાર વગેરે મોટાં પાપો થઈ જાય છે અને પકડાઈ જવાની બીક લાગે છે અથવા પકડાઈ જાય છે ત્યારે પોતે એ ગુનો કર્યો નથી પણ ફલાણાએ કર્યો છે એવો બીજા ઉપર આક્ષેપ મૂકીને તે છટકવાનો પ્રયત્ન કરે છે. વળી, શાસ્ત્રકારો કહે છે કે ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયના તીવ્ર આવેગને કારણે માણસ બીજા ઉપર આક્ષેપ મૂકે છે. તદુપરાંત બીજાની પરીક્ષા કરવા, ઉપહાસ કરવા અથવા પોતાની ઉપર થયેલા સાચા આક્ષેપનો પ્રતિકાર કરવા માણસ બીજા ઉપર ખોટો આક્ષેપ મૂકે છે. ક્યારેક વહેમને કારણે અથવા માત્ર આભાસ ઉત્પન્ન થવાને કારણે પણ બીજા ઉપર ખોટો આક્ષેપ થઈ જાય છે. સુભદ્રા, વંકચૂલ વગેરેનાં દૃષ્ટાંત એ માટે Page #423 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાન ૪૧૩ જાણીતા છે. કેટલાંક માણસોની દૃષ્ટિ જ એવી વિકૃત હોય છે કે એમને બધું વિપરીત જ દેખાય છે અને તેઓ હાલતાં ચાલતાં પોતાને જાણે જીભનો એક રોગ થયો હોય તેમ બીજા ઉપર આળ ચડાવતાં હોય છે “હિંગુલપ્રકરણ' ગ્રંથમાં અભ્યાખ્યાન વિશે લખ્યું છે : काचकामलदोषेण पश्येन्नेत्र विपर्ययम्। अभ्याख्यानं वदेग्जीह्वा तत्र रोग क उच्यते।। [આંખમાં કંઈક ઊલટું દેખાય તો તેમાં કમળાના રોગનો દોષ હોય છે, પરંતુ જીભ જો અભ્યાખ્યાન ઉચ્ચારે–પારકા ઉપર આળ ઉચ્ચારે તો ત્યાં ક્યો રોગ કહેવો અર્થાત્ કોનો દોષ કાઢવો ?]. કેટલાક માણસો એટલાં નિર્લજ્જ કે દુષ્ટ હોય છે કે બીજી વ્યક્તિ ઉપર પ્રત્યક્ષ આળ ચડાવતાં હોય છે. ખૂન કે વ્યભિચાર જેવા કલંક કરતાં ચોરીનું આળ પ્રત્યક્ષ ચડાવવાના પ્રસંગો વધુ બનતા હોય છે. તે વ્યક્તિએ એવી ચોરી નથી કરી એવું પોતે સ્પષ્ટપણે જાણતા હોવા છતાં એવું આળ ચડાવવામાં આવે છે. કેટલાંક માણસોમાં એવી હિંમત હોતી નથી કે બીજાની ઉપર પ્રત્યક્ષ આળ ચડાવે, કારણ કે પોતાને તરત ખોટા પડવાની ભીતિ હોય છે. પરંતુ પરોક્ષ રીતે તેઓ “મેં નજરે જોયું છે ... મેં સાંભળ્યું છે...” એમ કહીને અભ્યાખ્યાનની પ્રવૃત્તિ ચાલુ કરી દેતાં હોય છે. કેટલાંક માણસો એવી રોગિષ્ઠ મનોવૃત્તિવાળાં હોય છે કે થોડે થોડે વખતે તેઓ ચારિત્રહનન(Character Assasination)ની પ્રવૃત્તિ ન કરે તો તેમને ચેન પડતું નથી. બીજાનો ઉત્કર્ષ તેમનાથી ખમાતો નથી, એટલે અભ્યાખ્યાનની આવી પ્રવૃત્તિઓમાં તેઓ રાચે છે. કેટલાંક માણસોને જીવનમાં એવી સફળતા મળી હોતી નથી અથવા પોતાની શક્તિની કદર, પોતાના વિચિત્ર સ્વભાવને કારણે જ થઈ હોતી નથી. એવાં ગુણષી માણસો જો બોલકાં હોય તો બીજાને હલકા પાડવા માટે જૂઠાણાં હાંકતાં હોય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે : જે બહુમુખરી રે વળી ગુણમત્સરી અભ્યાખ્યાની હોય છે, Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ જિનતત્ત્વ પાતક લાગે રે અણકીધાં સહી, તે કીધું સવિ ખોય છે.' કેટલાંક માણસો પોતે બીજાં ઉપર ઇરાદાપૂર્વક કોઈ આળ ચડાવતાં નથી હોતાં. પરંતુ તેમનો નિંધરસ એટલો પ્રબળ હોય છે અને એમની ગુણમત્સરતા એટલી તીવ્ર હોય છે કે ક્યાંકથી સાંભળેલા અભ્યાખ્યાનને તેઓ વહેતું રાખે છે. કોઈકની નબળી વાત સાંભળવા તેઓ હંમેશાં ઉત્સુક રહે છે, ક્યારેક તે માટે સામેથી પૂછપરછ ચાલુ કરે છે; એવી વાત સાંભળવા મળે તો તેઓ તેમાં રાચે છે, રાજી થાય છે અને બીજાં કેટલાંકને પોતે એ વાત ન કહી દે ત્યાં સુધી તેમને ચેન પડતું નથી. પોતે આળ નથી ચડાવતાં, પણ સત્ય હકીકત જાણતાં હોવા છતાં બીજા ઉપર કોઈકે ચડાવેલા આળને “કહેવાય છે કે ..”, “સાંભળ્યું છે કે ..” એમ કહીને, અસારવામાં તેઓ સહર્ષ નિમિત્ત થતાં હોય છે. કેટલાંક માણસો આળ પોતે ઇરાદાપૂર્વક ઊભું કરતાં હોય છે, પરંતુ એનું કર્તુત્વ બીજાં ઉપર ઢોળી દઈને, પોતે કોઈકની પાસેથી સાંભળ્યું છે એમ કહીને એનો પ્રચાર કરતાં હોય છે. કેટલાંક માણસોની મથરાવટી જ એટલી મેલી હોય છે કે દુષ્કૃત્યોથી ભરેલા એના જીવનને લક્ષમાં રાખી પોતાના કે કોઈકનો ગુનો એને માથે ઓઢાડી દેવામાં આવે છે. પોતાના ઉપર કોઈએ આળ ચડાવ્યું હોય તો અજ્ઞાની જીવ તેની સાથે વેર બાંધે, તેનું અહિત ઇચ્છે અને પ્રતિકારરૂપે એ જ આળ કે એવું બીજું આળ કે એક કરતાં વધુ આળ તેના ઉપર સામાં ચડાવે છે. ક્યારેક પોતાની જો શક્તિ અને લાગવગ વધુ હોય અને વેર લેવાનો આક્રોશ અતિશય ઉગ્ર હોય તો આળ ચડાવનારની હત્યા પણ કરી નાખે છે. આમ એક વ્યક્તિના એક પાપમાંથી બીજી વ્યક્તિનાં બીજાં પાપ બંધાય છે. ક્યારેક આવી ક્રિયા-પ્રતિક્રિયા વધુ સમય પણ ચાલ્યા કરે છે. પોતાના ઉપર કોઈએ આળ ચડાવ્યાની ખબર પડે ત્યારે કેટલીક નિર્દોષ પણ નિર્બળ મનની વ્યક્તિ એનો આઘાત જીરવી શકતી નથી. તે દિવસરાત ઉદ્વિગ્ન બની જાય છે. પોતાની થયેલી અપકીર્તિ તેના આંતરમનને કોરી ખાય છે. ભય અને ચિંતા તેને સતત સતાવ્યા કરે છે. અનિદ્રાના વ્યાધિનો તે ભોગ થઈ પડે છે, સંસાર પ્રત્યે તેને હંમેશને માટે નિર્વેદ થઈ જાય છે. જો કોઈક Page #425 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાન ૪૧૫ વ્યક્તિ અતિશય સંવેદનશીલ હોય તો તેને કોઈને મોઢું બતાવવાનું ગમતું નથી. ‘લોકો પૂછે તો ?’ – એ જાતનો એને ડર રહ્યા કરે છે. અને પરિસ્થિતિ અસહ્ય બનતાં કાં તો તે વ્યક્તિ કોઈ માનસિક રોગનો ભોગ થઈ પડે છે, પાગલ કે ચક્રમ જેવી થઈ જાય છે, અને ક્યારેક તે આપઘાત પણ કરી બેસે છે. કેટલાંક માણસોમાં નરી જડતા હોય છે. કોઈએ પોતાના ઉપર આળ ચડાવ્યું હોય તો તેની તેમના ઉપર કંઈ અસર થતી નથી. તેઓ નિશ્ચિતપણે હરેફરે છે અને આળની વાતને હસી કાઢે છે. એવી વાતને પોતે પણ જલદી ભૂલી જાય છે. આવું કોઈ ઊંચી સમજણબુદ્ધિમાંથી નથી થતું, પરંતુ એમની પ્રકૃતિ જ એવી સરળ કે જડ હોય છે. અભ્યાખ્યાન કરનાર ભારે અશુભ કર્મ બાંધે છે. અભ્યાખ્યાનનું પાપ એવું છે કે એમાં ‘પોતે જોયું છે' કે ‘સાંભળ્યું છે' એવાં વચનો દ્વારા ફરી મૃષાવાદનું અશુભ કર્મ બંધાય છે. આ અશુભ કર્મ એવા પ્રકારનું છે કે તેમાં જાણતાં કે અજાણતાં વધુ પડતો રસ લેવાઈ જાય છે અને ભારે અશુભ કર્મની નિકાચના થઈ જાય છે. એવાં નિકાચિત કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તે ભોગવવામાં ઘણી શારીરિક-માનસિક યાતના સહન કરવી પડે છે. અભ્યાખ્યાનને પરિણામે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, અશાતાવેદનીય, નીચ ગોત્ર વગેરે પ્રકારનાં ભારે અશુભ કર્મ બંધાઈ જાય છે. અભ્યાખ્યાનનું પાપકર્મ કેટલું ખરાબ છે તે વિશે ઉપમા આપતાં ‘હિંગુલપ્રકરણ’ ગ્રંથમાં કહેવાયું છે કે : देवेषु किल्विषो देवो ग्रहेषु च शनैश्वरः । अभ्याख्यानं तथा कर्म सर्व कर्मसु गर्हितम् ।। [જેમ દેવતાઓમાં ફિલ્બિષ નામના દેવતા હલકા ગણાય છે, જેમ ગ્રહોમાં શનિશ્વર ગ્રહ હલકો ગણાય છે, તેમ બધાં કર્મોમાં અભ્યાખ્યાનનું કર્મ પારકા ઉપર આળ ચઢાવવાનું કર્મ હલકું ગણાય છે.] અભ્યાખ્યાની કેવા પ્રકારનાં કર્મ બાંધે છે અને ભોગવે છે તે વિશે ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે : जेण परं अलिएणं असंतवयणेणं अष्मक्खाणेणं अब्भकरवाई । तस्सणं तहप्पगास चेव कम्मा कज्जंति । जत्थेवणं भिसमागच्छति, तत्थेव पडिसंवेदइ । (માવતીસૂત્ર ૧/૬) Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ જિનતત્ત્વ [જેઓ બીજાં ઉપર જૂઠાં કલંક ચડાવે છે, અભ્યાખ્યાનનું પાપ આચરે છે તેઓ તેવા પ્રકારનાં કર્મ બાંધે છે. જ્યારે તે કર્મ ઉદયમાં આવે છે ત્યારે તેઓ તેવાં ફળ ભોગવે છે.] આમ, અભ્યાખ્યાનનું પાપકર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જીવને તેવા પ્રકારનાં ભારે દુઃખ ભોગવવાં પડે છે. એટલે જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે કે : અછતે દોષે રે અભ્યાખ્યાન જે, કરે ન પૂરે ઠાણ જી; તે તે દોષે રે તેને દુઃખ હોવે, ઈમ ભાખે જિન-ભાણો જી.” ધર્મ-તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે પણ જે ન હોય તેવા દોષો કે ભાવોનું આરોપણ કરવું એ પણ અભ્યાખ્યાનનો જ પ્રકાર છે. આવા અભ્યાખ્યાનીઓ મિથ્યાત્વી હોય છે. વસ્તુતઃ મિથ્યાત્વી હોવાને કારણે તેઓ અભ્યાખ્યાની બને છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે : મિથ્થામતિની રે દશ સંજ્ઞા જિજે, અભ્યાખ્યાનના ભેદો જી, ગુણ અવગુણનો જે કરે પાલટો, તે પામે બહુ ખેદો છે.” આવા મિથ્યાત્વીઓ ગુણ-અવગુણનો પાલટો કરે છે એટલે કે જ્યાં ગુણ હોય ત્યાં અવગુણનું આરોપણ કરે છે અને અવગુણ હોય તેને ગુણ તરીકે માને છે. આવા મિથ્યાત્વી અભ્યાખ્યાનના ઘણા પ્રકાર સંભવી શકે છે. પરંતુ શાસ્ત્રોમાં તેના મુખ્ય દસ પ્રકાર નીચે પ્રમાણે બતાવવામાં આવે છે : (૧) ધર્મને અધર્મ કહેવો (૨) અધર્મને ધર્મ કહેવો (૩) સન્માર્ગને ઉન્માર્ગ કહેવો (૪) ઉન્માર્ગને સન્માર્ગ કહેવો (૫) સાધુને અસાધુ કહેવો (૯) અસાધુને સાધુ કહેવો Page #427 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાન ૪૧૭ (૭) જીવને અજીવ કહેવો (૮) અજીવને જીવ કહેવો (૯) મુક્તને સંસારી કહેવો (૧૦) સંસારીને મુક્ત કહેવો જે વ્યક્તિને કર્મસિદ્ધાન્તમાં અટલ વિશ્વાસ છે અને ધર્મમાં રૂચિ અને શ્રદ્ધા છે, જે વ્યક્તિને સન્માર્ગે વિકાસ સાધવો છે, તે વ્યક્તિએ અઢારે પ્રકારનાં પાપો આચરતાં અટકવું જોઈએ. બીજાના ઉપર ઇરાદાપૂર્વક ખોટું કલંક ચડાવવારૂપી અભ્યાખ્યાનના પાપથી તો એણે અવશ્ય અટકવું જ જોઈએ, પણ એથી આગળ વધીને બીજાના સાચા જે દોષ હોય તે દોષના પ્રત્યક્ષ કે પરોક્ષ કથનથી પણ અટકવું જોઈએ. એણે ગુણદર્શી અને ગુણગ્રાહી બનવું જોઈએ. બીજામાં સદ્ગણો જોઈને એને હર્ષોલ્લાસ થવો જોઈએ. સવૃત્તાનાં TVTVIથા તોષવાવે ૫ એવી એની વૃત્તિ અને પ્રવૃત્તિ હોવી જોઈએ. ‘હિંગુલપ્રકરણમાં કહ્યું છે : यथाभक्ष्यं न भक्ष्यते द्वादशव्रतधारिभिः । अभ्याख्यानं न चोच्यते, तथा कस्यापि पंडितैः ।। જેિવી રીતે બાર વ્રતધારી માણસોએ અભક્ષ્યનું ભક્ષણ ન કરવું જોઈએ, તેવી જ રીતે ડાહ્યા માણસોએ કોઈના ઉપર ખોટું કલંક લગાડવું ન જોઈએ.] કેટલાંક સમતાધારી, સમ્યગ્દષ્ટિવાળા માણસો પર અથવા તેથી પણ આગળ વધેલા, સંસારથી વિરક્ત બનેલા સાધુ મહાત્માઓ ઉપર કોઈ અસત્યારોપણ કરે, આળ ચડાવે તો તેઓ “વાસીચંદન કલ્પ'ની જેમ માધ્યસ્થ દૃષ્ટિ રાખી તે વ્યક્તિને મનોમન માફ કરી દે છે. તેઓ પોતાના આત્માની સાક્ષીએ પોતાની જાતને પૂછી લેતા હોય છે કે આવા આળમાં તથ્ય કેટલું ? જો પોતે નિર્દોષ હોય, પોતાનો આત્મા વિશુદ્ધ હોય તો પોતાના ઉપર ચડાવેલા આળની તેમને મન કશી કિંમત હોતી નથી. તેઓ તેનાથી નિર્લેપ રહે છે. પોતાની અપકીર્તિ થાય તો પણ તેની તેમને દરકાર હોતી નથી, કારણ કે તેઓ જાણે છે કે પછી થોડા વખતમાં જ એ અપકીર્તિ દૂર થઈ જશે અને સાચી વાત બહાર આવશે કારણ કે તેઓને સત્યમાં અવિચલ શ્રદ્ધા હોય છે. કેટલાક ઊંચી કોટિના મહાત્માઓ તો આવે પ્રસંગે પણ આળ ચડાવનારનો પ્રસન્નતાપૂર્વક ઉપકાર માનતા હોય છે કે આળ ચડાવનાર પોતે ભારે અશુભ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ જિનતત્ત્વ કર્મ બાંધીને પોતાના ઉદયમાં આવેલાં અશુભ કર્મનો ક્ષય કરવામાં સહાયભૂત થાય છે. વળી એવા જીવોની દુર્ગતિનો વિચાર કરી તેઓ એને માટે દયા પણ ચિંતવતા હોય છે. પોતાની ઉપર કોઈ ક્યારેય આળ ન ચડાવે તે માટે શું કરવું જોઈએ ? માણસે પોતાનું બાહ્ય અને આંતર જીવન એવું સ્વચ્છ અને પારદર્શક જીવવું જોઈએ કે જેથી તેના વિશે અભ્યાખ્યાન કરવાનું કોઈને મન ન થાય. જે માણસ સ્વાર્થી, લોભી, ક્રોધી, છેતરપિંડી કરનારો, અહંકારી, ઉદ્ધત, નિંદાખોર અને ઠેર ઠેર અકારણ કે સકારણ સંઘર્ષ, કલહ, વિસંવાદ કરવાવાળો કે કરાવવાના સ્વભાવવાળો હોય છે તેનાથી દુભાયેલા માણસો તેને હલકો પાડવા માટે તેના ઉપર આળ ચડાવે છે. કેટલીક વાર માણસ ઉપર આવી પડેલા અભ્યાખ્યાન માટે માણસની પોતાની વિચિત્ર પ્રકૃતિ જ જવાબદાર હોય છે. જો માણસ સરળ પ્રકૃતિનો હોય, બીજાના સદ્ગુણોનો ચાહક હોય, અન્ય જીવોનું હિત ઇચ્છનારો અને તેમના પ્રત્યે વાત્સલ્યભાવ ધરાવનારો હોય, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચારે ભાવનાનું સતત શ્રદ્ધાપૂર્વક સેવન કરવાવાળો હોય તો એવા માણસો ઉપર આંળ ચડાવવાનું કોઈને ગમે નહિ. કદાચ કોઈ આળ ચડાવે તો તે ટકે નહિ. વળી એવા સદાચારી, સંયમી માણસે પોતાનો જીવનવ્યવહાર એવો ઘડવો જોઈએ કે જેથી કોઈને શંકા-કુશંકા કરવાનું મન ન થાય, કારણ કે સમાજને મોઢે ગળણું બાંધી શકાતું નથી. માણસ અંતરથી સદાચારી હોય એટલું બસ નથી, લોકોની નજરે પણ તેના સદાચારમાં ખામી ન દેખાય એવી બાહ્ય દૃષ્ટિએ પણ એણે સાવધ રહેવું જોઈએ. અને સંશય ઊપજે એવાં સ્થાન અને વાતાવરણ વર્ઝવાં જોઈએ. વળી કેટકેટલી બાબતમાં એણે પ્રતિજ્ઞા પચ્ચક્ખાણ ધારણ કરી લીધાં હોવાં જોઈએ કે જેથી પોતાનું ચિત્ત અજાણતાં ચલિત ન જઈ જાય અને લોકોને પણ શ્રદ્ધા-પ્રતીતિ રહ્યા કરે. માણસનું વ્યક્તિત્વ અને ચારિત્ર એટલાં ઊંચા હોવાં જોઈએ કે તેના વિશે કરાયેલું અભ્યાખ્યાન પાછું પડે અને ટકી ન શકે અને અભ્યાખ્યાનીની જ એ માટે વગોવણી થાય. સૂર્ય સામે ધૂળ ઉડાડનારથી સૂર્ય ઢંકાતો નથી પરંતુ ઉડાડનારની આંખમાં ધૂળ પડે છે તેવું સંતમહાત્માઓ વિશે અભ્યાખ્યાન કરનારનું થાય છે. કોઈ માણસથી જાણતાં કે અજાણતાં કોઈ અભ્યાખ્યાન થઈ ગયું હોય અને પછી પોતાની ભૂલ સમજાઈ હોય અથવા તેનાં તરત દુષ્પરિણામ * Page #429 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાન ૪૧૯ ભોગવવાનાં આવ્યાં હોય કે આવવામાં હોય અને પોતે જે દુષ્કૃત્ય કર્યું તે નહોતું કરવું જોઈતું એવી સમજણ આવી હોય તો તેવી વ્યક્તિએ શું કરવું જોઈએ ? એવી વ્યક્તિએ પોતાની ભૂલનો સ્વીકાર વડીલજન, ગુરુ ભગવંત કે તીર્થકર પરમાત્માની સાક્ષીએ કરવો જોઈએ. તેઓએ પશ્ચાત્તાપપૂર્વક પોતાના પાપની નિંઘ અને ગઈ કરવી જોઈએ. એવા પાપ માટે યોગ્ય પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ અને ફરી એવું પાપ પોતાનાથી ન થઈ જાય તે માટે દઢ સંકલ્પપૂર્વક પ્રતિજ્ઞાબદ્ધ થવું જોઈએ. એ માટે માણસે પોતાની દુવૃત્તિઓને ઉપશાત્ત કરવી જોઈએ અને ચિત્તની સતત જાગૃતિપૂર્વક સંયમ તરફ શ્રદ્ધા સાથે વળવું જોઈએ. સતત ધર્મશ્રવણથી, જિનેશ્વર ભગવાનની વાણીનું શ્રવણપરિશીલન કરવાથી આવા ઘેષોમાંથી બચી શકાય છે અને કરેલાં ભારે કર્મ એથી હળવાં થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે : પરનાં આળ ન છતાં દીજિયે, પીજીએ જો જિનવાણી જી; ઉપશમરસર્યું રે ચિત્તમાં ભીજીએ, કીજીએ સુજસ કમાણી છે.” Page #430 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રની શાશ્વતતા નવકારમંત્રને નિત્ય, શાશ્વત, અનાદિ સિદ્ધ, સનાતન, અવિનાશી તરીકે ઓળખાવવામાં આવે છે. શું નવકારમંત્ર ખરેખર શાશ્વત છે? એને “શાશ્વત' કહેવામાં અતિશયોક્તિ તો નથી થતી ને? એને “નિત્ય' કહેવામાં જૈન ધર્મનું મિથ્યાભિમાન તો નથી રહ્યું ને ? નવકારમંત્રની ભાષા તો અર્ધમાગધી છે. અર્ધમાગધી ભાષા તો ચારપાંચ હજાર કે તેથી થોડાં વધુ વર્ષ જૂની છે. તો પછી નવકારમંત્ર એથી વધુ જૂનો કેવી રીતે હોઈ શકે ? આવા આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. પરંતુ એ વિશે શાંત ચિત્તે, પૂર્વગ્રહરહિત થઈને, વિશ્વના વિશાળ ફલક ઉપર અને કાળના અનંત પ્રવાહના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવાથી આ બધા સંશયો ટળી જશે. નિત્ય એટલે હંમેશનું, કાયમનું. જેનું અસ્તિત્વ કાયમ કે સતત રહ્યા કરે તે નિત્ય કહેવાય. શાશ્વત એટલે જેનો ક્યારેય નાશ થવાનો નથી. અનાદિ એટલે આદિ વગરનું, જેનો આરંભ ક્યારેય થયો નથી અથવા જેનો આરંભ ક્યારે થયો તે કહી ન શકાય એવું. આરંભ વિનાનું એટલે અનાદિ. અમુક કાળે તેનો આરંભ થયો એમ કહીએ તો તે અનાદિ ગણાય નહિ અને અસંગતિનો દોષ આવે. સનાતન એટલે પ્રાચીન કાળથી ચાલ્યું આવતું. આમ નિત્ય, શાશ્વત, સનાતન, અવિનાશી, અનાદિ એ બધા શબ્દો નજીક-નજીકના અર્થવાળા છે. નવકારમંત્રને નિત્ય, શાશ્વત અનાદિસિદ્ધ તરીકે ઓળખાવવામાં રહસ્યપૂર્ણ યથાર્થ પ્રયોજન રહ્યું છે. નમવાની ક્રિયા આ વિશ્વમાં સર્વત્ર જોવા મળે છે. વૈજ્ઞાનિક અને ભૌગોલિક દૃષ્ટિથી જોઈએ તો કેટલીક વસ્તુઓ ભારથી નમી જાય છે. વૃક્ષો, લતાઓમાં એમ થવું સહજ છે. ગુરુત્વાકર્ષણના નિયમને લીધે નમવું, નીચા થવું એ પદાર્થનો સ્વભાવ બની જાય છે. વાદળો નીચે વરસે Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ નવકારમંત્રની શાશ્વતતા છે, પાણી નીચાણમાં વહે છે, નદીઓ પર્વતોમાંથી નીકળી નીચે વહેતી વહેતી સમુદ્રને મળે છે. પ્રકૃતિમાં જેમ નમવાની ક્રિયા છે તેમ સ્વેચ્છાએ ભાવપૂર્વક નમવું એવી ક્રિયા જુદી જુદી કોટિના જીવોમાં પણ જોવા મળે છે. પશુપંખીઓમાં પણ પોતાના સંતોષ કે આનંદને વ્યક્ત કરવા માટે, પોતના ઉપર થયેલા ઉપકારના સ્વીકારનો ભાવ વ્યક્ત કરવા માટે કોઈક શારીરિક કે વાચિક ક્રિયા થાય છે. મનુષ્યનું ઉત્તમાંગ તે એનું મસ્તક છે. પોતાના ભાવો દર્શાવવા માટે, જેમ કે હા-ના, સ્વીકાર-અસ્વીકાર, સંતોષઅસંતોષ ઇત્યાદિ ભાવો દર્શાવવા માટે મસ્તકના હલનચલનની ક્રિયા કુદરતી રીતે થઈ જાય છે. સ્વીકાર માટે, વડીલો કે ગુરુજનો પ્રત્યે પૂજ્યભાવ દર્શાવવા માટે, પોતે ઉપકત થયા છે એવો ભાવ બતાવવા માટે મસ્તક નમાવવાની ક્યિા આદિ કાળથી કે અનાદિ કાળથી ચાલી આવી છે. એવી ક્રિયા અમુક કાળ પછી બંધ થઈ જશે એમ કહી શકાય નહિ. આમ વિશ્વમાં નમન કરવાની ક્રિયાનું નિયત્વ, સાતત્ય જોવા મળે છે. એટલા માટે નમસ્કારની સ્કૂલ ક્રિયા વિશ્વમાં શાશ્વત છે એમ કહી શકાય. ક્યારેક મનમાં નમવાનો ભાવ ન હોય પણ ઔપચારિકતા ખાતર, વિવેક ખાતર, દેખાદેખીથી, સ્વાર્થના પ્રયોજનથી નમવું પડે છે. એવો પૂલ નમસ્કાર તે માત્ર દ્રવ્ય નમસ્કાર છે. ક્યારેક મનમાં નમવાનો ભાવ સહજ સાચો હોય પણ શારીરિક કે સંજોગોની પ્રતિકૂળતાને કારણે અથવા સહજ તેવી સ્થિતિને કારણે તેમ થઈ શકતું નથી. એવો નમસ્કાર તે દ્રવ્ય નમસ્કાર નહિ પણ માત્ર ભાવ નમસ્કાર છે. નમસ્કારના આ રીતે ત્રણે પ્રકાર જોવા મળે છે : (૧) માત્ર દ્રવ્ય નમસ્કાર, (૨) ભાવસહિત દ્રવ્ય નમસ્કાર અને (૩) માત્ર ભાવ નમસ્કાર. એ ત્રણે પ્રકારના નમસ્કાર સંસારમાં સતત જોવા મળતા રહે છે. આમ નમન કરવાની ક્રિયા વિશ્વમાં અનાદિ કાળથી છે, તે નિત્ય છે અને શાશ્વત છે. નવકારમંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવ્યા છે. હવે કોઈ કદાચ પ્રશ્ન કરે કે નમવાની ક્રિયા આ વિશ્વમાં અનાદિ કાળથી ચાલી આવે છે એ સાચું, પરંતુ અરિહંત, સિદ્ધ વગેરે પચંપરમેષ્ઠિ અનાદિ કાળથી ન હો તો પછી નમવાની ક્રિયાનું કે નવકારમંત્રનું કોઈ પ્રયોજન રહેતું નથી. એના ઉત્તરમાં શાસ્ત્રકારો પંચપરમેષ્ઠિની શાશ્વતતા તો સમજાવે છે, પરંતુ તે પહેલાં જે વડે આ વિશ્વ બનેલું છે એ મૂળભૂત દ્રવ્યોની નિત્યતા પણ સમજાવે છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે : ‘નહીં પંચ અસ્થિવાયા નિન્દ્રા વં નમુવારો વિ।’ અર્થાત્ જેમ પાંચ અસ્તિકાય નિત્ય છે તેમ નમસ્કારમંત્ર પણ નિત્ય છે. જૈન ધર્મ પ્રમાણે આ વિશ્વમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ અને છ દ્રવ્યો છે. તેમાંથી ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ એ પાંચ અસ્તિકાય (પ્રદેશોનો સમૂહ) ગણાય છે. સમગ્ર વિશ્વમાં આ પાંચે દ્રવ્યો ગુણથી નિત્ય છે, અનાદિ અને અનંત છે. તેનો ક્યારેય નાશ થયો નથી, થતો નથી અને થવાનો નથી. તેવી જ રીતે નવકારમંત્ર નિત્ય છે. તેનો ક્યારેક નાશ થવાનો નથી. આમ ચૂર્ણિકારે નવકારમંત્રની નિત્યતા પંચાસ્તિકાયનું ઉદાહરણ આપીને દર્શાવી છે. ૪૨૨ ‘નમસ્કારફલ પ્રકરણમાં કહ્યું છે : एसो अणाइकालो अणाइजीवो अणाइजिणधम्मो । तइया वि ते पढता, इसुच्चियजिणनमुक्कारो ।। [આ કાળ અનાદિ છે, આ જીવ અનાદિ છે અને આ જૈન ધર્મ પણ અનાદિ છે. જ્યારથી એ છે ત્યારથી આ જિન નમસ્કાર (નવકારમંત્ર) ભવ્ય જીવો વડે ભણાય છે.] આમ આ ગાથામાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે કાળ અનાદિ છે, જીવ અનાદિ છે, જૈન ધર્મ અનાદિ છે અને તે પ્રમાણે નવકારમંત્ર પણ અનાદિ છે. હવે કાળની બાબતનો વિચાર કરીએ. ક્યારેય એમ નહિ કહી શકાય કે અમુક વખતે કાળની શરૂઆત થઈ. જો એમ કહીએ તો તે પહેલાં શું હતું અને શા માટે તેમ હતું તેવા પ્રશ્નો ઊભા થશે અને તેનો કોઈ તર્કયુક્ત બુદ્ધિગમ્ય જવાબ નહિ આપી શકાય. માટે કાળને આરંભ વગરનો અનાદિ માનવો પડશે. એવી જ રીતે જીવને અર્થાત્ આત્માને પણ અનાદિ, નિત્ય માનવો પડશે. જૈન ધર્મમાં આત્મા વિશે છ પદ ગણાવવામાં આવે છે : (૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્મનો કર્તા છે. (૪) આત્મા કર્મનો ભોક્તા છે (૫) મોક્ષ છે અને (૬) મોક્ષનો ઉપાય છે. આ ષટ્ સ્થાનક વિશે શાસ્ત્રકાર કહે છે : अत्थि जिओ सो निच्चो, कत्ता भोत्ता य पुन्नपावाणं । अत्थि धुवं निव्वाणं, तदुवाआ अत्थि छठ्ठाणे ।। Page #433 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રની શાશ્વતતા ૪૨૩ આમ જીવને (આત્માને) નિત્ય માનવામાં આવ્યો છે. અમુક કાળે આત્મા ઉત્પન્ન થયો અને અમુક કાળે આત્મા નાશ પામશે એમ કહેવું અસંગત ઠરે છે. આત્મા નિત્ય એટલે શાશ્વત, અનાદિ, અનંત છે. શરીરનો નાશ થાય છે, પણ આત્માનો ક્યારેય નાશ થતો નથી. આત્મા નિત્યસ્વરૂપનો છે એ સાંખ્યાદિ હિંદુ દર્શનો પણ સ્વીકારે છે. માટે જ શ્રીમદ્ ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાં આત્માનાં લક્ષણો દર્શાવતાં કહેવાયું છે : न जायते म्रियते वा कदाचिन्नपि भूत्वा भविता न भूयः । अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे । । [તે (આત્મા) જન્મતો નથી કે મરતો નથી. અથવા તે પૂર્વે નહોતો અને પછી પણ નહિ હોય એવું પણ નથી. આત્મા અજ (જેનો જન્મ થતો નથી તે), નિત્ય, શાશ્વત અને પુરાતન છે. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ આત્મા હણાતો નથી.] જેવી રીતે કાળ અને આત્મા અનાદિ, નિત્ય, શાશ્વત છે, તેવી રીતે જૈન ધર્મ પણ શાશ્વત છે. અહીં જૈન ધર્મનો એકાદ ઉત્સર્પિણ કે અવસર્પિણીની દૃષ્ટિએ નહિ પણ મૂળ મોક્ષમાર્ગ અને એની સાધનાની સૂક્ષ્મ દૃષ્ટિએ તથા સનાતન વહેતા કાળપ્રવાહની દૃષ્ટિએ વિચાર કરવાનો છે. જ્યાં સુધી જીવે છે, મનુષ્યગતિ છે, મોક્ષમાર્ગ છે અને સિદ્ધદશા છે ત્યાં સુધી એટલે કે અનાદિ અનંત કાળને વિશે જૈન ધર્મ પણ છે. જેમ કાળ, જીવ અને જૈન ધર્મ અનાદિ છે તેમ જિનેશ્વર ભગવાનને કરાયેલો નમસ્કાર અર્થાત્ નવકારમંત્ર પણ અનાદિ, નિત્ય, શાશ્વત છે. માટે જ કવિ કુશળલાભ વાચક કહે છે : આગે ચોવીસી હુઈ અનંતી, હોશે વાર અનંત, નવકાર તણી કોઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત.’ ચોવીસ તીર્થંકરોની ચોવીસી ક્યારથી શરૂ થઈ ? જેમ વર્તમાન અવસર્પિણી કાળની ચોવીસી પણ હતી અને હશે. મહાવિદેહક્ષેત્રમાં જેમ હાલ વીસ તીર્થંકરોની વીસી છે તેમ ગત તેમજ અનાગત વીસી પણ હતી અને હશે. આમ જ્યારે કાળની ગણના કરીશું ત્યારે તીર્થંકરોની ગણના કરવી જ પડશે. પરંતુ કાળ તો અનાદિ છે, અનંત છે. માટે જ કવિ કુશળલાભે કહ્યું છે કે અનંત ચોવીસીઓ થઈ ગઈ અને અનંત ચોવીસીઓ થશે. એટલા માટે અરિહંત પરમાત્મા, જિનેશ્વર ભગવાનનું પદ અનાદિ અનંત છે. નવકારમંત્રમાં કોઈ Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ જિનતત્ત્વ એક જ તીર્થકર ભગવાનને નમસ્કાર નથી, પણ અનાદિ- અનંતકાળના સર્વ ક્ષેત્રના સર્વ તીર્થકરોને નમસ્કાર છે. જેવી રીતે અરિહંત પરમાત્માનું પદ અને સ્વરૂપ શાશ્વત છે તેવી જ રીતે સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંતનાં પદ અને સ્વરૂપ પણ શાશ્વત છે, અનાદિ અનંત છે. નવકારમંત્રમાં અરિહંત ઉપરાંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુને કરાતા નમસ્કારમાં પણ કોઈ એક જ નિશ્ચિત વ્યક્તિને નમસ્કાર નથી, પણ અનાદિ-અનંત કાળના તે તે સર્વેને નમસ્કાર છે. એટલે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે આ પંચપરમેષ્ઠિ હોય ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે તે સર્વને નમસ્કાર છે. એટલા માટે જ કવિ કુશળલાભ કહ્યું કે, “નવકાર તણી કોઈ આદિ ન જાણે.' આમ નવકારમંત્ર અનાદિ કાળથી સિદ્ધ થયેલો શાશ્વત મંત્ર છે. માટે જ કુશળલાભ વાચક નવકારમંત્રના છંદમાં એનો મહિમા વર્ણવતાં કહે છે : નિત્ય જપીએ નવકાર, સાર સંપત્તિ સુખદાયક, સિદ્ધ મંત્ર એ શાશ્વતો, એમ જપે શ્રી જગનાયક.' પ્રવચનસારોદ્ધાર” વૃત્તિમાં કહ્યું છે : सर्वमन्त्ररत्नानामुत्पत्त्याकरस्य, प्रथमस्य कल्पितपदार्थ करणैक कल्पद्रुमस्य, विषविषधर शाकिनी डाकिनीयाकिन्यादिनिग्रह निरवग्रह स्वभावस्य सकलजगद्वशीकरणाकृष्टयादाव्यभिचारी प्रौढ प्रभावस्य चतुर्दश पूर्वाणां सारभूतस्य पञ्चपरमेष्ठि नमस्कारस्य महिमाइत्येयं भूतं परिवर्तते त्रिजगत्यत्कालमेति निष्प्रतिपक्षमेतत् सर्व समयविदाम् । અહીં વૃત્તિકારે સર્વ શાસ્ત્રકારોને સંમત એવા નવકારમંત્રનાં ભિન્ન ભિન્ન વિશેષણો દર્શાવ્યાં છે : (૧) નવકારમંત્ર અન્ય સર્વ મંત્રરૂપી રત્નોને ઉત્પન્ન થવા માટે ખાણ સમાન છે. (૨) નવકારમંત્ર પ્રથમ છે. એટલે નવકારમંત્ર મૂળ મંત્ર છે, અનાદિ કાળનો મંત્ર છે. (૩) સર્વ મનોવાંછિત પદાર્થો આપવા માટે કલ્પવૃક્ષ સમાન છે. (૪) નવકારમંત્ર સર્વ વિષ, વિષધર, શાકિની, ડાકિની, યાકિની વગેરેનો નિગ્રહ (પરાભવ) કરવાવાળો તથા નિરવગ્રહ (અસર થઈ હોય તો તેમાંથી મુક્ત કરાવવાનો) સ્વભાવવાળો મંત્ર છે. (૫) સકલ જગતનું વશીકરણ અને આકર્ષણાદિ કરવામાં સફળ અને પ્રૌઢ પ્રભાવવાળો છે. (૬) નવકારમંત્ર ચૌદપૂર્વના સાર જેવો છે. આવા મહામંત્રનો મહિમા ત્રણે જગતમાં અનાદિકાળથી અભુત વર્તે છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રની શાશ્વતતા ૪૨૫ વૃત્તિકારે અહીં ‘જ્ઞાન' શબ્દ પ્રયોજ્યો છે. આકાલ એટલે જ્યારે કાળ શરૂ થયો ત્યારથી. પરંતુ કાળ તો અનાદિ છે. માટે આકાલનો અર્થ અહીં અનાદિ એવો થાય છે. કોઈકને કદાચ એમ પ્રશ્ન થાય કે નવકારમંત્ર અનાદિ છે તે તો સમજાય છે, પરંતુ તે નિત્ય છે, અનંત છે, શાશ્વત કાળ માટે રહેશે એમ કહેવાય ? કારણ કે આ અવસર્પિણીનો પાંચમો આરો પૂરો થયા પછી છઠ્ઠા આરામાં જો ધર્મ જ નહિ રહે, તો નવકારમંત્ર ક્યાં રહેશે ? છઠ્ઠો આરો પૂરો થયા પછી ફરી ઉત્સર્પિણી કાળ આવે ત્યારે માનો કે નવકાર મંત્ર ફરીથી ચાલુ થાય તો પણ એટલો કાળ તો એનો વિચ્છેદ થયો એટલે કે એનું સાતત્ય તૂટ્યું એમ ન કહી શકાય ? તો પછી એની નિત્યતા, શાશ્વતતા ક્યાં રહી ? આ પ્રશ્નનો ઉત્તર છે કે નવકારમંત્રની નિત્યતા કે શાશ્વતતા જે કહેવામાં આવી છે તે ચૌદ રાજલોકની દૃષ્ટિએ કહેવામાં આવી છે. છઠ્ઠા આરામાં ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાંથી એટલો કાળ નવકારમંત્રનો વિચ્છેદ થશે, પરંતુ મહાવિદેહ ક્ષેત્ર કે જ્યાં સદાય ચોથા આરા જેવી સ્થિતિ પ્રવર્તે છે, જ્યાં કાયમ તીર્થંકર પરમાત્માઓ વિચરે છે અને જ્યાં મોક્ષમાર્ગ, કેવળજ્ઞાન, નિર્વાણ માટેનાં દ્વાર નિરંતર ખુલ્લાં જ છે ત્યાં નવકારમંત્રનો કયારેય વિચ્છેદ થતો નથી. ત્યાં શાશ્વતકાળને માટે નવકારમંત્ર વિદ્યમાન જ છે. માટે જ આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે : जदा हि भरहेरवएहिं वुच्छिज्जति । तथा वि महाविदेहे अवुच्छिन्नो । [જ્યારે ભરત અને ઐરાવતક્ષેત્રોમાંથી તે વિચ્છેદ પામે છે, ત્યારે પણ મહાવિદેહ ક્ષેત્રમાં તે અવિચ્છિન્ન રહે છે.] મહાવિદેહક્ષેત્રમાં નવકારમંત્ર નિત્ય બોલાય છે, ભણાય છે. ‘નમસ્કાર ફલ પ્રકરણ' નામના ગ્રંથમાં એના કર્તા એટલે જ કહે છે : सठ्ठियं विजयाणं पवराणं जत्थ सासओ कालो । तत्थ वि जिण नवकारो इय एस पढिज्जइ निच्चं । । [એકસો આઠ વિજયો (મહાવિદેહક્ષેત્રની) કે જ્યાં કાળ શાશ્વત છે ત્યાં પણ આ જિનનમસ્કાર નિત્ય ભણાય છે.] નવકારમંત્ર અર્થથી કે ભાવથી અનાદિ છે એ હજુ સમજાય, પણ શબ્દથી અનાદિ એ કેવી રીતે માનવું ? કારણ કે ભાષા તો સતત પરિવર્તનશીલ Page #436 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ માધ્યમ છે. પરંતુ શાસ્ત્રકારો કહે છે કે નવકારમંત્ર જેમ અર્થ કે ભાવથી નિત્ય છે તેમ શબ્દથી પણ નિત્ય છે. ૪૨૬ આ પૃથ્વી ઉપર મનુષ્યજીવનની ઉત્પત્તિ અમુક કરોડ વર્ષ કે અમુક અબજ વર્ષ પહેલાં થઈ એવું કેટલાક વૈજ્ઞાનિકો અનુમાન કરે છે, તો પણ તે માત્ર અનુમાન છે. ગત શતકમાં કેટલાક વૈજ્ઞાનિકો કહેતા કે આ પૃથ્વી ઉપર અમુક લાખ વર્ષ પહેલાં માનવજીવનની ઉત્પત્તિ થઈ હતી. પરંતુ વૈજ્ઞાનિક હવે કરોડો અને અબજો વર્ષની વાત પર આવ્યા છે. પરંતુ એના વિવાદમાં ન ઊતરતાં એટલું જ કહીએ કે જૈન ધર્મ માત્ર આ પૃથ્વી પૂરતી જ વાત નથી કરતો. સમગ્ર બ્રહ્માંડ, ચૌદ રાજલોકની વાત જૈન ધર્મ કરે છે. જૈન ધર્મની દૃષ્ટિએ ચૌદ રાજલોકનો મધ્યભાગ અથવા તિÁલોક એ મનુષ્યલોક છે. (મહાવિદેહક્ષેત્રમાં પણ મનુષ્યો વસે છે. આપણી પૃથ્વીની બહારનો આ પ્રદેશ છે.) એટલે જૈન ધર્મ પ્રમાણે મનુષ્ય આ વિશ્વમાં અનાદિ કાળથી છે અને અનંતકાળ રહેશે. આપણી આ પૃથ્વી ઉપર પણ મનુષ્ય હતો, છે અને રહેશે. મનુષ્યની આકૃતિ નાની-મોટી હોઈ શકે, એનો વર્ણ ભિન્ન ભિન્ન હોઈ શકે, પરંતુ એની દેહાકૃતિ (બે હાથ, બે પગ, મુખ, બે આંખ, બે કાન, નાક, જીભ વગેરે સહિત) મનુષ્યની જ રહેવાની. એટલે એના ધ્વનિના ઉચ્ચારણના અવયવો – કંઠ, જીભ, સ્વરતંત્રી, પડજીભ, તાળવું, હોઠ વગેરે આવાં જ રહેવાનાં. અમુક કાળ પછી આ સ્વર-વ્યંજન ચાલ્યા જશે અને બીજા નવા સ્વર-વ્યંજન આવશે એમ તર્કયુક્ત રીતે નહિ કહી શકાય. કાગડો અનાદિ કાળથી કા... કા... કરે છે અને અનંત કાળ કા... કા... જ કરશે. તેવી જ રીતે મનુષ્યનાં ધ્વનિ ઉચ્ચારણો, વર્ણાક્ષરો આવાં જ રહેશે. કોઈક સ્વર કે કોઈ વ્યંજન અમુક દેશકાળમાં લુપ્ત થઈ જાય એમ બને. (જેમ કે ‘ઋ’ સ્વર કે ‘ભૃ’ સ્વર અત્યારે લુપ્ત છે.) કેટલાક કષ્ટોચ્ચાર્ય સ્વર-વ્યંજનોની બાબતમાં એમ બની શકે, પરંતુ તે પણ ભરત, ઐરાવત કે મહાવિદેહ ક્ષેત્રની સમગ્ર દૃષ્ટિએ ન કહી શકાય. સરળતાથી ઉચ્ચારી શકાય એવા વર્ણોની બાબતમાં તેવો સંભવ નથી. અને નવકારમંત્રમાં તો સરળ વર્ણાક્ષરો જ છે. એટલે માત્ર વર્ણાક્ષરની દૃષ્ટિએ વિચારીએ તો નવકા૨મંત્રના વર્ણાક્ષરો ચૌદ રાજલોકમાં એના એ જ રહેવાના છે. એટલે કે તે નિત્ય છે, શાશ્વત છે. નવકાર મંત્રમાં વર્ણમાળાના બધા જ અક્ષરોને સ્થાન નથી મળ્યું. એનો અર્થ Page #437 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રની શાશ્વતતા ૪૨૭ જ એ કે કાળના અનંત પ્રવાહમાં વખતોવખત લુપ્ત થઈ જવાના સ્વભાવવાળા વર્ણાક્ષરો નવકારમંત્રમાં અનાદિકાળથી સ્વાભાવિક રીતે સ્થાન પામી શક્યા નથી. હવે પ્રશ્ન એ થાય કે શું નવકારમંત્રના શબ્દોના એના એ જ અર્થ રહેશે ? કારણ કે કેટલાયે શબ્દોમાં ફેરફારો થાય છે અને કેટલાય શબ્દોના અર્થોમાં પણ ફેરફાર થાય છે. એના ઉત્તર એ છે કે ભાષામાં કેટલુંક તત્ત્વ પરિવર્તનશીલ છે અને કેટલુંક તત્ત્વ નિત્ય છે. વર્તમાન સમયમાં ઉપલબ્ધ પ્રાચીનતમ ભાષા તે વેદકાલીન સંસ્કૃત, પ્રાકૃત ભાષા છે. એમાં કેટલાયે શબ્દોના અર્થ બદલાઈ ગયા છે, તો બીજી બાજુ ઇતિહાસકારોની દૃષ્ટિએ પાંચ દસ હજાર વર્ષ પસાર થઈ જવા છતાં કેટલાયે શબ્દો વેદકાળમાં જે રીતે બોલાતા હતા અને એનો જે અર્થ થતો હતો તે જ રીતે તે શબ્દો આજે પણ બોલાય છે અને તેનો એ જ અર્થ થાય છે. આ એક સાદું ઉદાહરણ બતાવે છે કે કેટલાક શબ્દાર્થને દસ હજાર કે તેથી વધુ વર્ષ સુધીમાં કશો જ ઘસારો લાગ્યો નથી. કર્યું એવું તત્ત્વ છે કે જેને લીધે એને કાળનો કશો ઘસારો લાગતો નથી ? એ અક્ષરો અને એ શબ્દોમાં પોતાનામાં જ એવું કોઈક દૈવી તત્ત્વ છે કે જે કાલાતીત છે. એટલા માટે અવિનાશી એવા એક એક અક્ષરનું, માતૃકાનું ધ્યાન પણ ઘણું મોટું ફળ આપનારું છે. શાસ્ત્રકારોએ નવકારમંત્રને અનાઢિ પૂનમંત્રોડક્ કહ્યો છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય “યોગશાસ્ત્રના આઠમા પદસ્થ ધ્યાનનું સ્વરૂપ સમજાવતાં નવકારમંત્રને તેઓ અનાદિ સંસિદ્ધ તરીકે ઓળખાવે છે. જુઓ : घ्यायतोऽनादिसंसद्धिदान वर्गानेतान्, यथाविधि। नष्टादिविषये ज्ञान धातुरुत्पद्यते क्षणात्।। [અનાદિસિદ્ધ એવા આ વર્ગોનું વિધિપૂર્વક ધ્યાન કરનારને નષ્ટ વગેરે થયેલું જ્ઞાન ક્ષણવારમાં ઉત્પન્ન થાય છે.] यत्पदानि पवित्राणि समालम्ब्य विधीयते। तत्पदस्थं समाख्यातं ध्यानं सिद्धान्तपारगेः।। [પવિત્ર મંત્રાલરાદિ પદોનું અવલંબન લઈને જે ધ્યાન કરાય તેને સિદ્ધાંતનો પાર પામેલા મહાત્માઓ પદસ્થ ધ્યાન કહે છે.] આ પદસ્થ ધ્યાનમાં સ્વરો અને વ્યંજનોનું – માતૃકાક્ષરોનું ધ્યાન ધરનાર Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ જિનતત્ત્વ યોગી શ્રુતજ્ઞાનનો પારગામી થાય છે. એટલા માટે અનાદિ સિદ્ધ એવા વર્ગોનું વિધિપૂર્વક ધ્યાન કરનારને ભૂત, વર્તમાન અને ભાવિકાળનું જ્ઞાન ક્ષણવારમાં ઉત્પન્ન થાય છે. નવકારમંત્રના આ અવિનાશી માતૃકાક્ષરોમાં આટલું સામર્થ્ય રહેલું છે. આથી પ્રતીત થશે કે નવકારમંત્રના અક્ષરો તો અનાદિ સિદ્ધ છે, પરંતુ એ અક્ષરો જે ક્રમે આવે છે તે પણ અનાદિ સિદ્ધ છે. એટલે નવકારમંત્રની અક્ષરાનુપૂર્વી અને અર્થસહિત શબ્દાનુપૂર્વી પણ અનાદિ સિદ્ધ, શાશ્વત છે. આ સમજવા માટે દૃષ્ટિની વિશાળતા અને વ્યાપકતાની સાથે સાથે ગહન ચિંતનમનનની ઊંડી અનુપ્રેક્ષાની આવશ્યકતા રહે છે. નવકારમંત્રની અક્ષરાનુપૂર્વી અને શબ્દાનુપૂર્વી શાશ્વત ન હોય તો નવકારમંત્ર સાંભળવાથી જાતિસ્મરણ જ્ઞાન થયાની વાતો બહુ પરિમિત કાળની માનવી પડે. નવકારમંત્રના અક્ષરો અને શબ્દો બદલાતા હોય તો તે સાંભળવાથી જાતિસ્મરણ-જ્ઞાન થાય નહિ. પરંતુ વસ્તુત: નવકારમંત્રના અક્ષરો અને શબ્દો એ જ ક્રમે રહે છે અને તેથી જ અનંત ભવભ્રમણમાં જીવને પૂર્વે સાંભળેલા નવકારમંત્રથી જાતિસ્મરણજ્ઞાન થવાની સંભાવના રહે છે. જેમ દ્વાદશાંગી માટે કહેવાય છે તેમ એમ પણ કહેવાય છે કે નવકારમંત્રને અર્થથી અરિહંત ભગવાન કહે છે અને શબ્દથી ગણધર ભગવાન ગૂંથે છે. એટલા માટે આનો અર્થ કોઈ કદાચ એમ કરે કે ભગવાન મહાવીર સ્વામીએ નવકારમંત્ર અર્થથી કહ્યો છે અને ગૌતમ સ્વામીએ એને શબ્દથી ગૂંથી લીધો છે. માટે નવકારમંત્ર વધુમાં વધુ ભગવાન મહાવીર સ્વામીના સમય જેટલો પ્રાચીન હોઈ શકે. પરંતુ એમ કહેવું યથાર્થ નથી, કારણ કે આવી રીતે નવકારમંત્રને અર્થથી કહેવાની અને શબ્દથી ગૂંથવાની ક્રિયા તો દરેક તીર્થકરના સમયમાં થતી હોય છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવના સમયમાં પણ એ પ્રમાણે થયું છે, અતીત ચોવીસીના તીર્થકરોના સમયમાં પણ એમ થયું છે. એ જ રીતે ચોવીસીના અનંત તીર્થંકરોના સમયમાં એ જ પ્રમાણે થયું છે. | નવકારમંત્ર અને દ્વાદશાંગી વચ્ચે આટલો ફરક સમજવો જરૂરી છે. દ્વાદશાંગી માટે પણ એમ કહેવાય છે કે તીર્થંકર ભગવાન અર્થથી દેશના આપે છે અને એમના ગણધર ભગવંતો એ દ્વાદશાંગીને સૂત્રથી ગુંથી લે છે. તો પછી શું અનાદિ કાળથી દરેક તીર્થંકર પરમાત્માના ગણધર ભગવંતોએ શબ્દથી ગૂંથેલી દ્વાદશાંગી એક જ સરખા શબ્દાનુપૂર્વીવાળી હશે ? આપણે જોયું તેમ Page #439 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રની શાશ્વતતા ૪૨૯ કેટલાક શબ્દો હજારો, લાખો વર્ષ સુધી એના એ જ સ્વરૂપે રહે છે તો બીજી બાજુ કેટલાય શબ્દોના અર્થ બદલાય છે અને કેટલાક અર્થ માટે બીજા શબ્દો પ્રચલિત બની જાય છે. એટલે સમગ્ર દ્વાદશાંગીના શબ્દોમાં અને શબ્દાનુપૂર્વીમાં ફરક પડવાનો સંભવ રહે છે. દ્વાદશાંગીના વિષયો, પદાર્થો અને રહસ્યબોધ તો સર્વ તીર્થંકરોના સમયમાં એ જ પ્રમાણે રહે છે, પરંતુ તેની ભાષામાં ફરક પડી શકે છે. પરંતુ નવકારમંત્રની બાબતમાં તો અક્ષરો, અક્ષરાનુપૂર્વી કે શબ્દાનુપૂર્વીમાં પણ ફરક પડતો નથી, કારણ કે તે મંત્રસ્વરૂપ છે એમ શાસ્ત્રકારો કહે છે. માટે જ મહાવીરસ્વામીના સમયની પૂર્વે પણ નવકારમંત્ર એ જ સ્વરૂપે હતો. એટલે જ પાર્શ્વનાથ ભગવાને બળતા નાગને નવકારમંત્ર સંભળાવ્યો હતો. તેવી જ રીતે મુનિસુવ્રતસ્વામીના સમયમાં સિંહલદ્વીપના રાજદરબારમાં આવેલો કોઈ શ્રાવક વેપારી છીંક આવતાં ‘નમો અરિહંતાણં’ શબ્દો બોલ્યો ત્યારે એ સાંભળીને રાજકન્યા સુદર્શનાને જાતિસ્મરણજ્ઞાન થયું હતું અને પૂર્વના પોતાના સમડીના ભવમાં કોઈ મુનિ મહારાજે સંભળાવેલા નવકારમંત્રનું સ્મરણ થયું હતું. સૈકાઓ પૂર્વે જ્યારે મુદ્રિત ગ્રંથો નહોતા અને અભ્યાસ અને સંશોધનની સર્વ સામગ્રી સુલભ નહોતી, ત્યારે એક સંપ્રદાયમાં એક મત એવો પ્રવર્તો હતો કે નવકારમંત્ર સૌ પ્રથમ ‘પખંડાગમ' ગ્રંથમાં જોવા મળે છે, માટે એ ગ્રંથના રચયિતા પુષ્પદન્તાચાર્યે નવકારમંત્રની રચના કરી છે, પરંતુ પૌરસ્ય અને પાશ્ચાત્ય વિદ્વાનોએ ગઈ સદીમાં હસ્તપ્રતો, ઓરિસ્સાની ઉદયગિરિની ગુફામાં બ્રાહ્મી લિપિમાં કોતરાયેલો લેખ તથા અન્ય શિલાલેખો ઇત્યાદિના આધારે જે અધિકૃત સંશોધન કર્યાં છે તે દર્શાવે છે કે નવકારમંત્રના ઉલ્લેખો એથી પણ પ્રાચીનકાળના મળે છે. એટલે પુષ્પદન્તાચાર્યે સૌ પ્રથમ નવકારમંત્રની રચના કરી છે એવો મત હવે સ્વીકાર્ય રહ્યો નથી. આ તો ઉપલબ્ધ સામગ્રીની વાત થઈ, પરંતુ કાળના પ્રવાહમાં નષ્ટ થઈ ગયેલી સામગ્રીનું પ્રમાણ અનેકગણું છે. માટે જ કવિ કુશળલાભ વાચકે કહ્યું છે તેમ ‘નવકારતણી આદિ કોઈ ન જાણે.' આમ, જિનશાસનના અને ચૌદ પૂર્વના સારરૂપ પંચમંગલ મહાશ્રુતસ્કંધ, મંત્રશિરોમણિ નવકારમંત્ર અનાદિસંસિદ્ધ, નિત્ય, શાશ્વત અને અવિનાશી છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા ચૌદ પૂર્વના સારરૂપ, પંચમંગલ મહાશ્રુતસ્કંધસ્વરૂપ નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર છે, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ જગતનાં સર્વોત્કૃષ્ટ મંગલમય આરાધ્ય પદો છે. નવકારમંત્રમાં “નમો અરિહંતાણં” અને “નમો સિદ્ધાણં' એ બે પદમાં અરિહંત અને સિદ્ધને નમસ્કાર છે. અરિહંત અને સિદ્ધમાં દેવતત્ત્વ રહેલું છે. “નમો આયરિયાણં', “નમો ઉવજઝાયાણં' અને “નમો લોએ સવ્વ સાહૂણં' એ ત્રણ પદમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણમાં ગુરુતત્ત્વ રહેલું છે. “એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો; મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઈ મંગલમ્” – ચૂલિકાનાં આ ચાર પદમાં ધર્મતત્ત્વ રહેલું છે. દેવ, ગુરુ અને ધર્મ – એ ત્રણે તત્ત્વમાં જ્યાં સુધી સાચી સ્વાભાવિક શ્રદ્ધા ન પ્રગટે ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય. જ્યાં સુધી નવકારમંત્રમાં રસરુચિ ન થાય ત્યાં સુધી જીવ આધ્યાત્મિક માર્ગે બીજી ગમે તેટલી સાધના કરે તો પણ તે બહુ ફળદાયી ન નીવડે. એટલા માટે જ શાસ્ત્રકારે ‘નમસ્કાર બૃહત્ ફળ પ્રકરણમાં કહ્યું છે : सचिरंपि तवो तवियं, चिन्नं चरणं च बह पढियं। जइ ता न नम्मुकारे रई, तओ तं गयं विहलं ।। [ઘણા લાંબા કાળ સુધી તપશ્ચર્યા કરી હોય, બહુ સારી રીતે ચારિત્રને પાળ્યું હોય, શ્રુતશાસ્ત્રનો બહુ અભ્યાસ કર્યો હોય, પરંતુ જો નવકારમંત્રમાં રતિ ન થઈ હોય (આનંદ ન આવતો હોય, તો તે સઘળું નિષ્ફળ ગયું એમ જાણવું.) નવકારમંત્રમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેને કરેલા Page #441 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા નમસ્કારમાં ગુરુને નમસ્કાર છે. કોઈકને પ્રશ્ન થાય કે દેવને નમસ્કાર કરવામાં અરિહંત અને સિદ્ધને જુદા જુદા નમસ્કાર કરાય છે, કારણ કે દેવનાં એ બે સ્પષ્ટ ભિન્ન સ્વરૂપ છે. પરંતુ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેને જુદા જુદા નમસ્કાર કરવાને બદલે એ ત્રણે માટે માત્ર ‘ગુરુ’ શબ્દ પ્રયોજીને નમસ્કાર ન કરાય ? દેવ, ગુરુ અને ધર્મનું શરણું આપણે લઈએ છીએ ત્યારે ચા૨ શરણ જુદાં જુદાં બોલીએ છીએ. ‘ચત્તારિ શરણું...'માં અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચા૨નું શરણું લઈએ છીએ. આચાર્ય અને ઉપાધ્યાયનું જુદું શરણ લેતા નથી. સાધુના શરણમાં તેમનું શરણ આવી જાય છે. તો પછી નવકારમંત્રમાં તેમ ન કરી શકાય ? વસ્તુત: આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે મુખ્યત: અને પ્રથમત: સાધુ જ છે. એક અપેક્ષાએ તેઓ ત્રણે સમાન છે. તેઓ ત્રણે માટે ‘શ્રમણ’ શબ્દ જ વપરાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પંચાચારનું પાલન, પાંચ મહાવ્રતોનું તથા સમિતિ અને ગુપ્તિનું પાલન, બાર પ્રકારનું તપ, દસ પ્રકારનો મુનિધર્મ, પરીષહ અને ઉપસર્ગનું સહન કરવું, આહાર, શય્યા, વેશ ઇત્યાદિ બાબતોમાં તેઓ વચ્ચે કોઈ ભેદ નથી. તેમ છતાં આધ્યાત્મિક વિકાસક્રમની દૃષ્ટિએ સાધુ અને આચાર્ય વચ્ચે તરતમતાની અનેક ભૂમિકાઓ રહેલી છે. નવદીક્ષિત સાધુથી શરૂ કરીને આદર્શ આચાર્ય સુધીનો વિકાસક્રમ આરાધકના લક્ષમાં રહેવો જોઈએ. એટલા માટે જ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને જુદા જુદા નમસ્કાર કરવાની આવશ્યકતા છે. ૪૩૧ કોઈકને કદાચ પ્રશ્ન થાય કે તો પછી આચાર્ય અને સાધુને નમસ્કાર કરવાની વાત યોગ્ય જણાય છે, પણ વચ્ચે ઉપાધ્યાયના પદની શી આવશ્યકતા છે ? દેવતત્ત્વમાં જેમ અરિહંત ને સાધુ એવા બે વિભાગ પાડ્યા તેમ ગુરુતત્ત્વમાં આચાર્ય અને સાધુ એવા બે વિભાગ શું બસ નથી ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જૈન શાસનની પરંપરા જો બરાબર વ્યવસ્થિત રીતે ચલાવવી હોય તો ઉપાધ્યાયનું પદ માત્ર આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. સાધુ અને આચાર્ય વચ્ચે માત્ર ઉપાધ્યાયનું પદ જ નહિ, બીજાં ઘણાં પદ ઊભાં કરવાં હોય તો કરી શકાય. પરંતુ તેમાં આદર્શ સ્વરૂપનું સ્તંભરૂપ પદ હોય તો તે એકમાત્ર ઉપાધ્યાયનું જ છે. તીર્થંકર પરમાત્માએ પ્રબોધેલા મોક્ષમાર્ગના જ્ઞાનને લોકો સુધી, અને વિશેષપણે સર્વવિરતિ સાધુ સુખી વ્યવસ્થિત રીતે પહોંચાડવાનું કાર્ય Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જિનતત્ત્વ ઉપાધ્યાય ભગવંતો જ કરતા હોય છે. વ્યવહારમાં ઉપાધ્યાય નામધારી બધા જ ઉપાધ્યાયો એકસરખી કોટિના ન હોઈ શકે, પરંતુ જૈનદર્શનમાં ઉપાધ્યાય ભગવંતનો જે આદર્શ રજૂ કરવામાં આવ્યો છે અને એમના જે ગુણો દર્શાવવામાં આવ્યા છે તે જોતાં નવકારમંત્રમાં ઉપાધ્યાય-વિજ્રાય ભગવંતને જે નમસ્કાર કરવામાં આવે છે તેની યથાર્થતાની સર્વથા સઘપ્રતીતિ થયા વગર રહેશે નહિ. શ્રુતજ્ઞાનના ધારક ઉપાધ્યાય ભગવંત ન હોય તો મોક્ષમાર્ગ ઝડપથી લુપ્ત થઈ જાય. એટલા માટે જ અનાદિ સિદ્ધ નવકારમંત્રમાં “નમો વિઝાયાણં' પદનું એટલું જ મહત્ત્વ રહેલું છે. ઉપાધ્યાય (અર્ધમાગધીમાં વિઝાય) શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે જોવા મળે છે : उत्पेत्य अधीयतेऽस्मात्। [જેમની પાસે જઈને અધ્યયન કરવામાં આવે છે તે ઉપાધ્યાય) उप-समीपे अधिवसनात् श्रुतस्य आयो-लाभो भवति येभ्यस्ते उपाध्यायाः । જેિમની પાસે રહેવાથી શ્રુતનો આય (લાભ) થાય છે તે ઉપાધ્યાય.) હેમચંદ્રાચાર્ય “અભિધાનચિંતામણિમાં કહે છે : उपाध्यायस्तु पाठकः। [જે ભણાવે, પઠન કરાવે તે ઉપાધ્યાય अधि-आधिक्येन गम्यते इति उपाध्यायः। જેમની પાસે અધિક વાર જવાનું થાય તે ઉપાધ્યાય.] स्मर्यते सत्रतो जिनप्रवचनं येभ्यस्ते उपाध्यायाः। [જેમની પાસે જિન પ્રવચનનું સ્મરણ તાજું કરવામાં આવે છે તે ઉપાધ્યાય.] Page #443 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪૩૩ उपाधानभुपाधिः सन्निधिस्तेनोपाधिना उपाधौ वा आयोलाभः श्रुतस्य येषामुपाधीनां बा विशेषणानां प्रक्रमाच्छोभनानामायो-लाभो येभ्यस्ते उपाध्यायाः। [જેમની ઉપાધિ અર્થાત્ સંનિધિથી શ્રુતનો આય અર્થાત્ લાભ થાય છે તે ઉપાધ્યાય] आधिनां मनः पीडानामायो लाभः-आध्यायः अधियां वा (नञः कुत्सार्थत्वात्) कुबुद्धीनामायोऽध्यायः, दुर्ध्यानं वाध्यायः उपहतः आध्यायः वा यैस्ते उपाध्यायः। જિઓએ આધિ, કુબુદ્ધિ અને દુર્ગાનને ઉપહત અર્થાત્ સમાપ્ત કરી દીધું છે તે ઉપાધ્યાય છે.]. આવશ્યકચૂર્ણિ'માં કહ્યું છે : तमुपेत्य शिष्टा अधियन्त ईत्युपाध्यायः । [જેમની પાસે જઈને શિષ્ય અધ્યયન કરે છે તે ઉપાધ્યાય છે.] “આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે : उति उवओगकरणे वत्ति अ पावपरिवज्जणे होई। ज्ञत्ति अ झाणस्स कए उत्ति अ ओसक्कणा कम्मे ।। [જેઓ ૩ એટલે ઉપયોગપૂર્વક, વ એટલે પાપકર્મનું પરિવર્જન કરતાં કરતાં, એટલે ધ્યાન ધરીને, ૩ એટલે કર્મમળને દૂર કરે છે તે ઉપાધ્યાય છે.] રાજવાર્તિકમાં તથા “સર્વાર્થ સિદ્ધિ માં ઉપાધ્યાયની વ્યાખ્યા આપતાં કહ્યું છે : विनयेनोपेत्य यस्माद् व्रतशीलभावनाधिष्ठानादागमं श्रुताख्यमधियते इत्युपाध्यायः। [જેમની પાસે ભવ્યજનો વિનયપૂર્વક જઈને શ્રુતનું અધ્યયન કરે છે એવા વ્રતશીલ અને ભાવનાશાળી મહાનુભાવ ઉપાધ્યાય કહેવાય છે.] Page #444 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ‘નિયમસાર’માં શ્રી કુંદકુંદાચાર્યે ઉપાધ્યાય મહારાજનાં લક્ષણો દર્શાવતાં કહ્યું છે : ૪૩૪ रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा । णिक्खस्वभावसहिया उवज्झाया एरिसा होंति । । [રત્નત્રયથી સંયુક્ત, જિનકથિત પદાર્થોનો ઉપદેશ કરવામાં શૂરવીર તથા નિ:કાંક્ષા ભાવવાળા એવા ઉપાધ્યાય હોય છે.] * દિગમ્બર પરંપરાના ‘ધવલા’ ગ્રંથમાં કહ્યું છે : चोहस - पुव्व-महोपहिमहिगम्म सिवरित्थिओ सिवत्थीणं । सीलधराणं वत्ता होई मुणीसो उवज्झायो । । [જેઓ ચૌદ પૂર્વરૂપી મહાસાગરમાં પ્રવેશ કરીને મોક્ષમાર્ગમાં સ્થિત છે તથા મોક્ષની ભાવનાવાળા શીલંધરોને (મુનિઓને) ઉપદેશ આપે છે એવા મુનીશ્વરો તે ઉપાધ્યાય છે.] ઉપાધ્યાય ભગવંતનો મહિમા કેટલો બધો છે તે શાસ્ત્રકારોએ એમના ગણાવેલા ગુણો ઉપરથી સમજાય છે. પંચપરમેષ્ઠિના કુલ ૧૦૮ ગુણ ગણાવવામાં આવે છે. તેમાં અરિહંતના બાર, સિદ્ધના આઠ, આચાર્યના છત્રીસ, ઉપાધ્યાયના પચીસ અને સાધુના સત્તાવીસ ગુણ હોય છે. ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ નીચે પ્રમાણે ગણાવવામાં આવે છે ૧૧ ગુણ : અગિયાર અંગશાસ્ત્ર પોતે ભણે અને ગચ્છમાં બીજાઓને ભણાવે. ૧૨ ગુણ : બાર ઉપાંગશાસ્ત્રો પોતે ભણે અને ગચ્છમાં બીજાઓને ભણાવે. ૧ ચરણસિત્તરી પોતે પાળે અને પળાવે. ૧ કરણસિત્તરી પોતે પાળે અને પળાવે. આમ, ઉપાધ્યાય ભગવંતના આ પ્રમાણે જે પચીસ ગુણ ગણાવવામાં આવે છે તે સવિગત નીચે પ્રમાણે છે : Page #445 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪૩૫ અગિયાર અંગસૂત્રોનાં નામ નીચે પ્રમાણે છે : (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વિવાહ પ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર), (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશાંગ, (૮) અંતકતદશાંગ, (૯) અનુત્તરોપપાતિક, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકસૂત્ર. બાર ઉપાંગસૂત્રોનાં નામ નીચે પ્રમાણે છે : (૧) ઓલવાઈય, (૨) રાયપસેણિય, (૩) જીવાજીવાભિગમ, (૪) પણ વણા, (૫) સૂરપણત્તિ, (૯) જંબૂદીવપષ્ણત્તિ, (૭) ચંદપણત્તિ, (૮) નિરયાવલિયા, (૯) કMવડંસિયા, (૧૦) પુસ્ફિયા, (૧૧) પુચૂલિયા, (૧૨) વણિદસા. ચરણ એટલે ચારિત્ર. “સિત્તરી' એટલે સિત્તેર. ચારિત્રને લગતા સિત્તેર બોલ એટલે “ચરણસિત્તરી'. સાધુ-ભગવંતોએ આ સિત્તેર બોલ પાળવાના હોય છે. એમાં પણ એ પાળવામાં જ્યારે સમર્થ થયા ત્યારે તેઓ ઉપાધ્યાયપદને પાત્ર બને છે. ચરણસિત્તરીના બોલ માટે નીચે પ્રમાણે ગાથા છે : वयसमणधम्म-संजम-वेयावच्चं च बंभगुत्तिओ। नाणाइतिअं तव कोहनिग्गहाइ चरणमेवं ।। વ્રિત, શ્રમણધર્મ, સંયમ, વૈયાવચ્ચ, બ્રહ્મચર્યની ગુપ્તિઓ, જ્ઞાનાદિત્રિક, તપ અને ક્રોધાદિનો નિગ્રહ એ ચરણ છે.] આમ, ચરણસિત્તરીના સિત્તેર બોલ નીચે પ્રમાણે છે : પ્રકાર વ્રત (અહિંસાદિ મહાવ્રત) ૫ પ્રકારનાં શ્રમણધર્મ ૧૦ પ્રકારનો સંયમ ૧૭ પ્રકારનો વૈયાવચ્ચે ૧૦ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિઓ (વાડ) ૯ પ્રકારની જ્ઞાનાદિત્રિક (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ૩ પ્રકારનાં તપ (છ બાહ્ય + છ આત્યંતર) ૧૨ પ્રકારનાં ક્રોધાદિનો (ચાર કષાયોનો) નિગ્રહ ૪ પ્રકાર ૭૦ પ્રકાર Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ જિનતત્ત્વ કરણ એટલે ક્રિયા. સિત્તરી એટલે સિત્તેર બોલ. કરણસિત્તરી વિશે નીચેની ગાથામાં કહેવાયું છે : पिंड विसोही समिई, भावण पडिमा य इन्दिअनिरोहो। पडिलेहण गुत्तीओ अभिग्गहा चेव करणं तु।। [પિંડ વિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા, ઇન્દ્રિયનિરોધ, પ્રતિલેખના, ગુપ્તિ અને અભિગ્રહ એ કરણ (ક્રિયા) છે.] કરણસિત્તરીના ૭૦ બોલ નીચે પ્રમાણે છે : પિંડવિશુદ્ધિ ૪ પ્રકારની સમિતિ ૫ પ્રકારની ભાવના ૧૨ પ્રકારની પ્રતિમા ૧૨ પ્રકારની ઇન્દ્રિયનિરોધ ૫ પ્રકારના પ્રતિલેખના ૨૫ પ્રકારની ગુપ્તિ ૩ પ્રકારની અભિગ્રહ ૪ પ્રકારના કુલ ૭૦ પ્રકાર ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ બીજી રીતે પણ ગણાવવામાં આવે છે, જેમ કે અગિયાર અંગના અગિયાર ગુણ અને ચૌદ પૂર્વના ચૌદ ગુણ એમ અગિયાર અને ચૌદ મળીને પચીસ ગુણ. અગિયાર અંગનાં નામ જોઈ ગયા. ચૌદ પૂર્વનાં નામ નીચે પ્રમાણે છે : (૧) ઉત્પાદ પૂર્વ, (૨) અગ્રાયણી પૂર્વ, (૩) વીર્યપ્રવાદ પૂર્વ, (૪) અસ્તિપ્રવાદ પૂર્વ, (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ, (૯) સત્યપ્રવાદ પૂર્વ, (૭) આત્મપ્રવાદ પૂર્વ, (૮) કર્મપ્રવાદ પૂર્વ, (૯) પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ, (૧૦) વિદ્યાપ્રવાદ પૂર્વ, (૧૧) કલ્યાણ પૂર્વ, (૧૨) પ્રાણાયુ પૂર્વ, (૧૩) ક્રિયાવિશાલ પૂર્વ, (૧૪) લોકબિંદુસાર પૂર્વ. શ્રી જ્ઞાનવિમલસૂરિએ “નવકાર ભાસમાં ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ આ બંને રીતે દર્શાવ્યા છે. જુઓ : અંગ અગ્યાર, ચૌદ પૂર્વ જે, વલી ભણિ ભણાવે જેહ રે; ગુણ પણ વીસ અલંકર્યા, દષ્ટિવાદ અરથ ગેહ રે. Page #447 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪૩૭ અથવા અંગ ઇગ્યાર જે વલી, તેહના બાર ઉપાંગ રે; ચરણકરણની સિરી, જે ધારે આપણઇ અંગ રે.” ઉપાધ્યાય મહારાજના પચીસ ગુણમાં અગિયાર અંગ, બાર ઉપાંગ તથા નંદીસૂત્ર અને અનુયોગસૂત્ર એ બે મળીને પચીસ ગુણ પણ ગણાવાય છે. વળી, ઉપાધ્યાયના પચીસ ગુણ નીચે પ્રમાણે પણ ગણાવવામાં આવે છે : बारसंग विउबद्धा करण चरण जुओ। पब्भवणा जोग निग्गो उवज्झाय गुणं वंदे ।। [બાર અંગના જાણકાર, કરણસિત્તરી અને ચરણસિત્તરીના ગુણોથી યુક્ત, પ્રભાવના તથા યોગથી યુક્ત એવા ઉપાધ્યાયના ગુણોને વંદન કરું છું.] બાર અંગના બાર ગુણ, એક ગુણ કરણસિત્તરીનો, એક ગુણ ચરણસિત્તરીનો, આઠ પ્રકારની પ્રભાવનાના આઠ ગુણ તથા મન, વચન અને કાયા એ ત્રણના યોગના ત્રણ ગુણ એમ મળીને ઉપાધ્યાયના પચીસ ગુણો ગણાવવામાં આવે છે. જેમ આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ છત્રીસ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે તેમ ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ જુદી જુદી પચીસ રીતે ગણાવવામાં આવે છે. શ્રી જ્ઞાનવિમલસૂરિ “નવકાર ભાસ'માં કહે છે : પંચવીસ પંચવીસી ગુણતણી, એ ભાખી પ્રવચનમાંહિ રે, મુક્તાફલ માલા પરિ, દીપે જસ અંગિ ઉછાહી રે” ઉપાધ્યાય શ્રી યશોવિજયજી પણ “નવપદની પૂજામાં આ પચીસ પચીસીનો નિર્દેશ કરતાં કહે છે : “ધરે પંચને વર્ગ વર્ગિત ગુણીધા. અહીં એમણે ગણિતશાસ્ત્રના પારિભાષિક શબ્દો વાપર્યા છે. પાંચનો વર્ગ એટલે ૫ ૪ ૫ = ૨૫. આ વર્ગને ફરી વર્ગિત કરવામાં આવે એટલે ૨૫ X ૨૫ = ૬૨૫ થાય. ઉપાધ્યાય ભગવંત એટલા ગુણોનો ધારણ કરનાર હોય છે. આમ શાસ્ત્રકારોએ ઉપાધ્યાય ભગવંતના ૨૫ X ૨૫ એટલે કુલ ૬૨૫ ગુણ બતાવ્યા છે. અલબત્ત, આમાં અગિયાર અંગ, ચરણસિત્તરી, કરણસિત્તરી વગેરે ગુણો એકાધિક વાર આવે છે એટલે કુલ ૬૨૫ ગુણ કરતાં થોડા ઓછા ગુણ થાય; તો બીજી બાજુ ચરણસિત્તરી અને કરણસિત્તરીના સિત્તેર સિત્તેર ગુણને એક એક ગુણ તરીકે બતાવવામાં આવ્યા છે તેને બદલે તેના પેટાભેદોને Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ જિનતત્ત્વ સ્વતંત્ર ગુણ તરીકે ઓળખવામાં આવે તો આ સંખ્યા ઘણી વધી જાય. સંસ્કૃત શબ્દ “ઉપાધ્યાય' ઉપરથી અર્ધમાગધી-પ્રાકૃતમાં ઉવઝાય શબ્દ આવ્યો છે. અધ્યાયન કરાવનાર તે ઉપાધ્યાય એ અર્થમાં ભારતીય ભાષાઓમાં ઉપાધ્યાય ઉપરથી ઉપાધ્ધ, પાળે, ઓઝા, ઝા જેવા શબ્દો પ્રચલિત થયા છે. પરંતુ પંચપરમેષ્ઠિમાં ઉપાધ્યાયનું પદ વિશિષ્ટ પ્રકારનું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “પંચપરમેષ્ઠિ ગીતામાં ઉપાધ્યાયના જુદા જુદા પર્યાયો નીચે પ્રમાણે આપ્યા છે : ઉપાધ્યાય, વરવાચક, પાઠક, સાધક, સિદ્ધ, કરગ, ઝરગ, અધ્યાપક, કૃતકર્મા, કૃતવૃદ્ધ; શિક્ષક, દીક્ષક, થવિર, ચિરંતન, રત્નવિશાલ, મોહજ્યા, પારિચ્છક, જિતપરિશ્રમ, વૃતમાલ. સાધારી, વિદિત-પદવિભાગ, કુત્તિયાવણ, વિગત પરાગ; અપ્રમાદી, સદા નિર્વિષાદી, અદ્રયાનંદ, આતમપ્રવાદી.” આ ઉપરાંત પંડિત, પંન્યાસ, ગણિ, ગણચિંતક, પ્રવર્તક વગેરે શબ્દો પણ પ્રયોજાય છે. અલબત્ત, તેમાં ક્રિયા-કર્તવ્યાદિની દૃષ્ટિએ કેટલાક પારિભાષિક ભેદ રહેલો છે. ઉપાધ્યાય ભગવંતનાં લક્ષણો દર્શાવતાં, “વિશેષાવશ્યક ભાષ્ય'માં નીચેની ગાથાઓમાં કહ્યું છે : नामं ठवणा दविए भावे चउव्विहो उवज्झाया। दव्वे लोईवसिप्पा धम्मे तह अन्नतित्थीया।। નિામ ઉપાધ્યાય, સ્થાપના ઉપાધ્યાય, દ્રવ્ય ઉપાધ્યાય અને ભાવ ઉપાધ્યાય એમ ચાર પ્રકારે ઉપાધ્યાય કહ્યા છે. લૌકિક શિલ્પાદિનો ઉપદેશ કરનાર તથા પોતાના ધર્મનો ઉપદેશ કરનાર અન્ય તીર્થિઓ (અન્યદર્શનીઓ) તે દ્રવ્ય ઉપાધ્યાય કહેવાય છે.] वारसंगो जिणक्कखाणे सज्झायो कहिउँ बुहे। जम्हा तं उवइसंति उवज्झाया तेण वुच्चंति ।। દ્વિાદશાંગરૂપ સ્વાધ્યાય જિનેશ્વર ભગવાને કહ્યો છે. એનો સ્વાધ્યાય શિષ્યોને ઉપદેશે છે તેથી તેઓ (ભાવ) ઉપાધ્યાય કહેવાય છે.] Page #449 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪૩૯ उत्ति उवओगकरणे झत्ति य ज्झाणस्स होई निदेसे। एएण होइ उज्झा जेसो अण्णो वि पज्जाओ।। (૩ શબ્દ ઉપયોગ કરવાના અર્થમાં તથા શબ્દ ધ્યાનના નિર્દેશમાં છે. એટલે ઉન્ના શબ્દનો અર્થ ઉપયોગપૂર્વક ધ્યાન કરનાર એવો થાય છે. ઉપાધ્યાય શબ્દના આવા પણ બીજા પર્યાયો છે.] उवगम्य जओऽहोयई जं चोवगयमज्झयाविति । जं चोवायज्झाया हियस्स तो ते उवज्झाया।। (જેની પાસે જઈને ભણાય અથવા જે પોતાની પાસે આવેલાને ભણાવે, તેમજ જે હિતનો ઉપાય ચિંતવનાર હોય તેને ઉપાધ્યાય કહેવામાં આવે છે.] आयारदेसणाओ आयरिया, विणयणादुवज्झाया। अत्थ पदायगा वा गुरवो सुत्तस्सुवज्झाया।। આિચારનો ઉપદેશ કરવાથી આચાર્ય અને અન્યને ભણાવવાથી ઉપાધ્યાય કહેવાય. વળી, અર્થપ્રદાયક તે ગુરુ ભગવંત આચાર્ય ને સૂત્રપ્રદાયક તે ઉપાધ્યાય કહેવાય.] પંચાધ્યાયી'માં ઉપાધ્યાયનાં લક્ષણો બતાવતાં કહ્યું છે : उपाध्यायाः समाधीयान् वादी स्याद्वादकोविदः । वाग्मी वाग्ब्रह्मसर्वज्ञः सिद्धान्तागमपारगः।। कविर्जत्यग्रसूत्राणां शब्दार्थैः सिद्धसाधनात्। गमकोऽर्थस्य माधुर्ये धुर्यो वक्तृत्ववर्त्मनाम् । उपाध्यायत्वमित्यत्र श्रुताभ्यासोऽस्ति कारणम्। यदध्येति स्वयं चापि शिष्यानध्यापयेद गुरुः। शेषस्तत्र व्रतादीनां सर्व साधारणो विधिः। [ઉપાધ્યાય શંકાનું સમાધાન કરવાવાળા, વાદી, સ્યાદ્વાદમાં નિપુણ, સુવક્તા, વાન્ બ્રહ્મ, સર્વજ્ઞ એટલે કે શાસ્ત્રસિદ્ધાંત અને આગમોના પારગામી, શબ્દ અને અર્થ દ્વારા વાર્તિક તથા સૂત્રોને સિદ્ધ કરવાવાળા હોવાથી કવિ, અર્થમાં મધુરતા આણનાર, વસ્તૃત્વના માર્ગના અગ્રણી હોય છે. ઉપાધ્યાયના પદમાં શ્રુતાભ્યાસ મુખ્ય કારણભૂત હોય છે, કારણ કે તેઓ સ્વયં અધ્યયન કરતા હોય છે અને શિષ્યોને અધ્યયન કરાવનાર ગુરુ અર્થાત્ ઉપાધ્યાય હોય છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ જિનતત્ત્વ ઉપાધ્યાયમાં તદુપરાંત વ્રતાદિના પાલનમાં મુનિઓના જેવી જ સર્વસાધારણ વિધિ હોય છે.] શ્રી પદ્મવિજયજી મહારાજે નીચેની કડીમાં ઉપાધ્યાયના વિનય ગુણનો મહિમા ગાયો છે : “મારગદેશક અવિનાશીપણું આચાર વિનય સંકેતે જી, સહાયપણું ધરતાં સાધુ જી નમીએ એહિ જ હેતે છે.” ઉપાધ્યાય મહારાજના ૬૨૫ ગુણમાં વિનયનો ગુણ અનિવાર્યપણે સમાવિષ્ટ હોય જ. તેમ છતાં વિનય ગુણ ઉપર સકારણ ભાર મૂકવામાં આવે છે. એમનો વિનય ગુણ એમના ગુરુ ભગવંત પ્રત્યેનો છે. એ ગુણ એમના વ્યવહાર-વર્તનમાં દિવસરાત સ્પષ્ટપણે નીતરતો અન્યને જણાય છે. એથી જ એમની પાસે સ્વાધ્યાય કરનાર મુનિઓમાં પોતના વાચનાદાતાનો ગુણ સ્વાભાવિક રીતે જ કેળવાય છે. તેઓ વિનીત બને છે. મુનિઓ સ્વાધ્યાય કરે અને છતાં એમનામાં જો વિનય ગુણ સહજપણે ન પ્રગટે તો એમના સ્વાધ્યાયનું બહુ ફળ ન રહે. વ્યવહારમાં કહેવાય છે કે જે વડીલોને માન નથી આપતો તે બીજાઓનું માન બહુ પામી શકતો નથી. લશ્કરી જીવનમાં કહેવાય છે કે, Only those who respect their seniors can command respect from their juniors. આવશ્યક નિર્યુક્તિની ૯૦૩મી ગાથામાં “વિણયયા' શબ્દ પ્રયોજાયેલો છે. એનો અર્થ થયો વિનયનથી. વિનયન એટલે સારી રીતે દોરી જવું, સારી રીતે ભણાવવું, સારી રીતે બીજામાં સંક્રાન્ત કરવું, બીજામાં સવિશેષ પ્રત્યારોપણ કરવું. ઉપાધ્યાય મહારાજ સાધુઓને સ્વાધ્યાય કરાવીને તેમનામાં જ્ઞાનનું વિનયન કરે છે. અભયદેવસૂરિએ “ભગવતી સૂત્રની ટીકામાં આ વિનયન દ્વારા ભવ્ય જીવો ઉપર ઉપાધ્યાય મહારાજના ઉપકારનું મહત્ત્વ દર્શાવ્યું છે. नमस्यता चैषां सुसंप्रदायात् जिनवचनाध्यापनतो विनयनेन भव्यानामुपकारित्वादिति।। ઉપાધ્યાય મહારાજના આ વિનય અને વિનયન એ બે ગુણોને કેટલાક એક સમજે છે. જોકે એ બંને ગુણો પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે, તો પણ તે બંનેના ભિન્ન વિશિષ્ટ સ્પષ્ટ અર્થ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ પદમાં વિકાસક્રમની દષ્ટિએ સાધુ અને ઉપાધ્યાય વચ્ચે જેટલું અંતર છે તેટલું અંતર ઉપાધ્યાય અને આચાર્ય Page #451 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪૪૧ વચ્ચે નથી. ગચ્છવ્યવસ્થાની દૃષ્ટિએ આચાર્યનું સ્થાન ચડિયાતું છે તેમ છતાં આચાર્ય અને ઉપાધ્યાય બંને ઘણી બધી દૃષ્ટિએ સમાન હોય છે. કેટલીક વાર કેટલાક ગચ્છમાં આચાર્ય માત્ર એક જ હોય છે અને ઉપાધ્યાય એક કરતાં વધુ હોય છે. એટલે આચાર્યના પદને પાત્ર હોવા છતાં કેટલાક ઉપાધ્યાય જીવનપર્યંત ઉપાધ્યાય જ રહે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ‘શ્રી પંચપરમેષ્ઠિ ગીતા'માં ઉપાધ્યાય ભગવંત આચાર્ય ભગવંત સમાન જ છે તે દર્શાવતાં કહે છે : જેહ આચાર્ય પદ યોગ્ય ધીર, સુગુરુગુણ ગાજતા અતિ ગંભીર;’ * ‘સૂત્ર ભણીએ સખર જેહ પાસે તે ઉપાધ્યાય, જે અર્થે ભાસે તેહ આચાર્ય એ ભેદ લહીએ, દોઈમાં અધિક અંતર ન કહીએ.' ‘શ્રીપાલ રાસ'ના ચોથા ખંડમાં રાજા અને રાજકુંવર (યુવરાજ)નું રૂપક પ્રયોજીને ગચ્છ-વ્યવસ્થાની દૃષ્ટિએ ‘ઉપાધ્યાય’ના કાર્યનો મહિમા દર્શાવતાં કહેવામાં આવ્યું છે : ‘રાજકુંવર સરીખા, ગણચિંતક આચારિજ પદ જોગ; જે ઉવજ્ઝાય સદા તે નમતાં, નાવે ભવ ભય રોગ.’ રાજકુંવર જેવી રીતે રાજાની અનુપસ્થિતિમાં ૨ાજની જવાબદારી વહન કરે છે તેમ આચાર્ય ભગવંતની અનુપસ્થિતિમાં આચાર્યનું પદ પામવાને યોગ્ય એવા ઉપાધ્યાય ભગવંત ગણની–ગચ્છની ચિંતા કરતાં હોય છે. એવા ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરતાં ભવનો ભય કે ભવરૂપી રોગ આવતો નથી. શ્રી જ્ઞાનવિમલસૂરિએ પણ ‘નવકાર ભાસ'ના ચોથા પદમાં ઉપાધ્યાયને યુવરાજ તરીકે ઓળખાવતાં કહ્યું છે : ‘ચોથે પદે ઉવજ્ઝાયનું, ગુણવંતનું ધરો ધ્યાન રે; જુવરાજા સમ તે કહ્યા, પદિસૂરિને સૂરિ સમાન રે; જે સૂરિ સમાન વ્યાખ્યાન કરિ, પણિ નવિ ધરે અભિમાન રે; વલી સૂત્રાર્થનો પાઠ દઈ, ભવિ જીવને સાવધાન રે.’ Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ જિનતત્ત્વ દિગમ્બર પરંપરાના “ધવલા' ગ્રંથમાં પણ કહ્યું છે : चतुर्दशविद्यास्थानव्यापयातारः उपाध्यायाः तात्कालिक प्रवचनव्याख्यातारो वा आचार्यस्योक्ता शेष लक्षण समन्विताः संग्रहानुग्रहादिगुणहीनाः।। [ચૌદ વિદ્યાસ્થાનો વિષે વ્યાખ્યાન કરવાવાળા ઉપાધ્યાય હોય છે; અથવા તાત્કાલિક પ્રવચનો (શાસ્ત્રો) વિશે વ્યાખ્યાન કરવાવાળા ઉપાધ્યાય હોય છે. તેઓ સંગ્રહ, અનુગ્રહ વગેરે ગુણો સિવાય આચાર્યના બધા જ ગુણોથી યુક્ત હોય છે.] ઉપાધ્યાય મહારાજ શ્રુતજ્ઞાનના પારગામી હોય અને તે જ પ્રમાણે તેમનું ઉત્કૃષ્ટ સંયમમય જીવન હોય તો તેઓ અવશ્ય વધુમાં વધુ ત્રીજે ભવે મોક્ષગતિ પ્રાપ્ત કરે. જે ઉપાધ્યાય મહારાજ આ જ પ્રમાણે ગુણો ધરાવીને પછી સમયાનુસાર આચાર્યની પદવી પ્રાપ્ત કરે અને આચાર્યનો ગુણ ધરાવે તેઓ પણ અવશ્ય વધુમાં વધુ ત્રીજે ભવે મોક્ષગતિ પામે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી “શ્રીપાલ રાસમાં લખે છે : અર્થ સૂત્ર ને દાન વિભાગે, આચાર જ ઉવઝાય ભવ ત્રણ્ય લહે જે શિવસંપદ, નમિર્યો તે સુપસાય.” [પોતાના શિષ્યોને શાસ્ત્રોના અર્થ અને સૂત્રના દાન કરવાના વિભાગથી અનુક્રમે આચાર્ય અને ઉપાધ્યાય વચ્ચેનું અંતર છે. ઉપાધ્યાય સૂત્ર ભણાવે છે અને આચાર્ય તેના ગૂઢાર્થ સમજાવે છે. આચાર્ય અને ઉપાધ્યાય પોતપોતાનાં પદ અનુસાર ત્રણ ભવમાં શિવસંપદ અર્થાત્ મોક્ષસંપત્તિ મેળવનાર છે. તેઓને પ્રસન્નતાપૂર્વક નમસ્કાર કરીને તેમનો કૃપાપ્રસાદ મેળવો.] ઉપાધ્યાય શ્રી યશોવિજયજી “પંચપરમેષ્ઠિ ગીતામાં પણ આ વાતનો નિર્દેશ કરતાં લખે છે : સંગ્રહ કરત ઉપગ્રહ નિજ વિષયે શિવ જાય, ભવ ત્રીજે ઉત્કર્ષથી, આચારજ ઉવજઝાય; એક વચન ઈહાં ભાખ્યો, ભગવઈ-વૃત્તિ લેઈ, એક જ ધર્મિ નિશ્ચય, વ્યવહારે દોઈ ભેઈ.” ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીએ અહીં “ભગવતીસૂત્રની વૃત્તિનો આધાર આપ્યો છે. એ પ્રમાણે તેમાં ઉપાધ્યાય તથા આચાર્યમાં વ્યવહારદૃષ્ટિથી ભેદ છે, નિશ્ચયદૃષ્ટિથી તો તેઓ બંને એક જ છે એવું સ્પષ્ટ પ્રતિપાદન કર્યું છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪૪૩ ઉપાધ્યાય ભગવંતો શાસ્ત્રોના અધ્યયન અને અધ્યાપનના કાર્યમાં સવિશેષપણે, કર્તવ્યરૂપે મગ્ન રહેતા હોવા છતાં તેમની વ્રત-તપાદિ ક્રિયાઓમાં જરા પણ ન્યૂનતા આવતી નથી. તેઓ પોતાના શિષ્યોને, અન્ય મુનિઓને વાચના આપવા ઉપરાંત ક્રિયાઓનાં રહસ્ય પણ સમજાવતા હોય છે અને અધ્યયન કરતાં કરતાં મુનિઓ ક્રિયાની બાબતમાં પ્રમાદી ન બને તે તરફ પણ પૂરતું લક્ષ આપતા હોય છે. ઉપાધ્યાય ભગવંત સાધુમાંથી ઉપાધ્યાય થયા હોય છે એટલે સાધુ તરીકેનાં તેમનાં વ્રત-તપાદિ ચાલુ જ હોય છે અને સાધુના સત્તાવીસ ગુણોથી તો તેઓ યુક્ત હોય જ છે. પોતાના પંચાચારના વિરુદ્ધ પાલન દ્વારા તેઓએ વાચના લેતા મુનિઓ સમક્ષ એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવાનું હોય છે. ઉપાધ્યાય મહારાજ બાહ્ય બધી ક્રિયાઓ ઉપયોગપૂર્વક કરતાં હોવા છતાં અને પોતાના ગચ્છમાં સારણાદિક કર્તવ્ય કરતા હોવા છતાં તેમનું ચિત્ત સતત ધ્યાનમાં રહેતું હોય છે. તેઓ આગમોના મુખ્યાર્થ ઉપરાંત અક્ષર, પદ, વાક્ય, વાક્યસમૂહનો શો તાત્પર્યાર્થ છે, તથા તેમાં કેવાં કેવાં રહસ્યો ગુંથી લેવામાં આવ્યાં છે તેનું મનન-ચિંતન કરતા રહેતા હોય છે. તેમનું ભાવચિંતન મૌલિક અવગાહનરૂપ, અનુપ્રેક્ષારૂપ હોય છે. તેમનો રસનો વિષય જિનેશ્વરકથિત પદાર્થોનાં રહસ્યોને પામવાનો હોય છે. એથી જ તેઓ આત્મમગ્ન હોય છે અર્થાત્ આત્મારૂપી ઘરમાં રમણ કરતા હોય છે. કહ્યું છે : “સારણાદિક ગચ્છમાંહિ કરતાં, પણ રમતાં નિજ ઘર હો, રંગીલે જીરા તું તો પાઠક પદ મન ધર હો.” શ્રીપાલ રાસમાં પણ કહ્યું છે : “તપ સજઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે, ઉપાધ્યાય તે આતમા, જગ બંધવ, જગ ભ્રાતા રે.” ઉપાધ્યાય ભગવંત દિવસ-રાત અન્ય ક્રિયાઓ કરતા હોવા છતાં અને સમુદાયનાં અન્ય વ્યવહારનાં કાર્યો એમણે કરવાનાં હોય તો પણ એમનું ચિત્ત તો શ્રુતશાસ્ત્રના તમામ પદાર્થોમાં સતત રમતું હોય છે. એમને માટે ઉપમા આપવામાં આવે છે કે, જેમ જલ વિના માછલી તરફડે તેમ શ્રુતશાસ્ત્ર વિના ઉપાધ્યાય મહારાજને ચેન ન પડે. શાસ્ત્રોના અધ્યયન કે અધ્યાપનનો તેમને ક્યારેય થાક ન લાગે. વસ્તુતઃ અધ્યયન-અધ્યાપનની વાત આવે ત્યાં તેઓ Page #454 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ઉત્સાહમાં આવી જાય. અધ્યાપનના કાર્યનો તેમને ક્યારેય બોજો ન લાગે. દિવસરાત ક્યારેય કોઈ પણ શિષ્ય અન્ય કોઈ ગૃહસ્થ શંકાસમાધાન માટે આવે ત્યારે તેઓ અવશ્ય તત્પર જ હોય. એ કાર્યમાં તેઓ ક્યારેય ઉતાવળ ન કરે કે વેઠ ન ઉતારે. પૂરી ધીરજ, ખંત, શાન્તિ અને સમભાવથી તથા એટલા જ ઉત્સાહથી તેઓ પદાર્થને, તત્ત્વને, સિદ્ધાંતને સમજાવે. ક્યારેક પૂછનાર વ્યક્તિ ગુસ્સો કરે, આવેગમાં આવીને ખોટી ખોટી દલીલો કરે તો પણ ઉપાધ્યાય મહારાજ એટલા જ સમભાવથી અને ક્ષમાભાવથી, જરૂર પડે તો મધ્યસ્થ કે કરુણાભાવથી તેને સમજાવે. તેઓ પોતે કયારેય રોષે ન ભરાય કે ઉત્તર આપવાનું રોષપૂર્વક ન ટાળે. અલબત્ત, તેઓ પાત્ર જોઈને, તેની ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ એકસરખી ન હોય એટલે જે જીવે જે દશાએ હોય ત્યાંથી તેને ઊંચે ચઢાવવાની દૃષ્ટિથી પૂરા સદ્ભાવપૂર્વક તેઓ અધ્યયન કરાવે. માસતુસ મુનિનું દૃષ્ટાંત જાણીતું છે. મુનિને કશું આવડતું નહોતું અને કશું જ યાદ રહેતું નહોતું. તેમના તેવા પ્રકા૨નાં જ્ઞાનાવરણીય કર્મોનો ઉદય જાણીને ઉપાધ્યાય મહારાજ તેમને રાગદ્વેષ ન કરવા માટે એક જ વાક્ય ભારપૂર્વક યાદ રાખવાનું, ગોખવાનું શિખવાડે છે : ‘મા તુષ મા રુષ.’ મુનિને આ વાક્ય પણ પૂરું યાદ રહેતું નથી અને તેઓ ‘માસતુસ ' ગોખે છે, પણ ઉપાધ્યાય મહારાજની શિખામણ પ્રમાણે અત્યંત ભાવપૂર્વક ગોખે છે. બીજાઓ એમની અજ્ઞાન દશાની હાંસી કરે છે, પણ મુનિ તો ગુરુ મહારાજની શિખામણ યાદ રાખીને, પોતાનામાં જ મગ્ન બનીને એવી ઊંચી ભાવપરિણતિએ પહોંચે છે કે એમને કેવળજ્ઞાન થાય છે. આમ, ઉપાધ્યાય મહારાજ પાત્રાનુસાર અધ્યયન કરાવીને યોગ્ય જીવને કેવળજ્ઞાન સુધી પહોંચાડી શકે છે. " ૪૪૪ શ્રુતશાસ્ત્રનું અધ્યયન કે અધ્યાપન એ ઉપાધ્યાય મહારાજના કર્તવ્યરૂપ છે. એટલા માટે પોતાનું અધ્યયન કરવામાં અને શિષ્યોને અધ્યયન કરાવવામાં તેઓ જો પ્રમાદ સેવે અથવા મન વગર, કંટાળા કે ઉદ્વેગ સાથે તેઓ અધ્યયન કરાવે તો તેમને દોષ લાગે છે અને તેનું તેમણે પ્રાયશ્ચિત લેવું પડે છે. ઉપાધ્યાય મહારાજનો આદર્શ તો એ છે કે એમની પાસે અધ્યયન કરવા આવનારને થાક ન લાગે, પણ તેમના અધ્યયનમાં રસ, રુચિ અને વેગ વધે. શિષ્ય તરફથી આદરભાવ, પૂજ્યભાવ નૈસર્ગિક રીતે પામવો એ સહેલી વાત નથી. જ્ઞાનદાનની સાથે સાથે અપાર વાત્સલ્યભાવ હોય તો જ એ પ્રમાણે બની શકે. ઉપાધ્યાય મહારાજ શિષ્યોના શ્રદ્ધેય ગુરુ ભગવંત Page #455 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪૪૫ હોવા જોઈએ. આવા ઉપાધ્યાય મહારાજ મૂર્ખ શિષ્યને પણ જ્ઞાની બનાવી દે. તેઓ પથ્થરમાં પણ પલ્લવ પ્રગટાવી શકે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ‘શ્રીપાલ રાસમાં લખે છે: ‘મુરખ શિષ્ય નિપા જે પ્રભુ, પહાણને પલ્લવ આણે; તે ઉવજ્ઝાય સકલજન પૂજિત, સૂત્ર અરથ સવિ જાણે.' જૈન શાસનની પરંપરામાં શિષ્યોને વાચના આપી ઉત્સાહિત કરવામાં કિશોર વયના શ્રી વજસ્વામીનું ઉદાહરણ અદ્વિતીય છે. એમની પાસે વાચના લેનાર સાધુઓ એમના કરતાં ઉંમરમાં ઘણા મોટા હતા. કેટલાક અલ્પબુદ્ધિના કે મંદબુદ્ધિના હતા. તેઓને પણ વજસ્વામી પાસે વાચના લેતાં બધું આવડી જતું. કેટલાક શિષ્યોને ધાર્યા કરતાં ઘણા ઓછા સમયમાં સમજાઈ જતું અને યાદ રહી જતું. વજસ્વામી પાસે અધ્યયન કરાવવાની એક વિશિષ્ટ લબ્ધિ હતી. આમ ઉપાધ્યાયપદનો મહિમા ઘણો મોટો છે. ઉપાધ્યાયપદના નમસ્કારનું, જાપ અને ધ્યાનનું મહત્ત્વ શાસ્ત્રકારોએ અહીં સુપેરે સમજાવ્યું છે. શ્રી ભદ્રબાહુસ્વામી ‘આવશ્યક નિર્યુક્તિ'માં ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરવાનો મહિમા સમજાવતાં કહે છે : उवज्झायनमुक्कारो जीवं मोएई भवसहस्साओ । भावेण कीरमाणो होई पूणो बोहिलाभाए । । उवज्झायनमुक्कारो धन्नाणं भवक्खयं कुणंताणं । हियअं अणुम्मुयंतो विसोत्तियावारओ होई ।। उवज्झायनमुक्कारो एक खलु वन्निओ महत्थोत्ति । जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरई बहुसो । । उवज्झायनमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं पढमं हवई मंगलं । । (૧) ઉપાધ્યાય ભગવંતને કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે. વળી ભાવપૂર્વક કરાતો નમસ્કાર તો બોધિલાભને માટે થાય છે. (૨) ઉપાધ્યાય ભગવંતને કરેલો નમસ્કાર ધન્ય માણસોને માટે ભવક્ષય કરનારો થાય છે તથા હૃદયમાં અનુસ્મરણ કરાતો નમસ્કાર અપધ્યાનને Page #456 -------------------------------------------------------------------------- ________________ ४४७ જિનતત્ત્વ નિવારનારો થાય છે. (૩) ઉપાધ્યાય ભગવંતને કરાતો નમસ્કાર મહાન અર્થવાળો હોય છે એવું વર્ણવવામાં આવે છે તથા મૃત્યુ પાસે આવ્યું હોય ત્યારે તે નમસ્કાર બહુ વાર કરાય છે. ૪) ઉપાધ્યાય ભગવંતને કરાયેલો નમસ્કાર સર્વ પાપનો વિનાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. શ્રીપાલ રાસ'ના ચોથા ખંડમાં ઉપાધ્યાય ભગવંત વિશે વળી કહેવાયું છે : બાવના ચંદન સમ રસવયણે, અહિત તાપ સવિ ટાળે, તે ઉવજઝાય નમીજે જે વલી, જિનશાસન અજુઆલે રે.” [જેઓ બાવનાચંદનના રસ જવાં પોતાનાં શીતળ રસવચનો વડે લોકોના અહિતરૂપી સઘળા તાપને ટાળે છે તથા જેઓ જિનશાસનને અજવાળે છે તેવા ઉપાધ્યાય ભગવંતને ભાવપૂર્વક નમસ્કાર કરો] ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ “નવપદની પૂજામાં ઉપાધ્યાયપદની પૂજામાં રત્નશેખરસૂરિએ “સિરિ સિરિવાલ કહા'માં લખેલી ગાથા આદ્યકાવ્ય તરીકે નીચે પ્રમાણે આપે છે : सुत्तत्थवित्थारणतप्पराणं, नमो नमो वायगकुंजराणं । गणस्स साधारण सारयाणं सव्वक्खणा वज्जियम थराणं ।। સૂત્રાર્થનો વિસ્તાર કરવામાં તત્પર અને વાચકમાં કુંજર (હાથી) સમાન ઉપાધ્યાય મહારાજને નમસ્કાર કરવાનું કહેવામાં આવ્યું છે. ઉપાધ્યાય મહારાજ સૂત્ર અને તેના અર્થનો વિસ્તાર કરીને સમજાવે છે. વળી તેઓ દ્વારા સત્રાર્થની પરંપરા વિસ્તરતી ચાલે છે. ઉપાધ્યાય મહારાજ સૂત્રોનો અર્થ સામાન્યથી સમજાવે છે અને આચાર્ય ભગવંત વિશેષથી અર્થ સમજાવે છે અર્થાત્ જ્યાં જ્યાં અવકાશ હોય ત્યાં તેમાં તેનાં ગૂઢ રહસ્યો પ્રકાશે છે. પંચપરમેષ્ઠિ નમસ્કાર અને સાધનામાં પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર લખે છે, “શ્રી ઉપાધ્યાય ભગવંતનો નમસ્કાર કેવી રીતે ભાવનમસ્કાર બને છે તે જોઈએ. શબ્દ, રૂપ અને ગંધ એ જેમ અનુક્રમે શ્રોત, ચલુ અને પ્રાણના વિષયો છે, તેમ રસ અને સ્પર્શ અનુક્રમે રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના વિષયો છે અને તેનું આકર્ષણ જીવને અનાદિનું છે. તે ટાળવાના ઉપાય તરીકે અને Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ ઉપાધ્યાયપદની મહત્તા તે દ્વારા ઉપાધ્યાયના નમસ્કારને ભાવનમસ્કાર બનાવવા માટે શ્રી ઉપાધ્યાય ભગવંતોનો સ્વાધ્યાય અને તેથી ઉત્પન્ન થતો એક પ્રકારનો રસ તે બંનેનું પ્રણિધાન આવશ્યક છે. દ્વાદશાંગીરૂપ પ્રવચનનો સ્વાધ્યાય નિરંતર ક૨વો અને અન્યને કરાવવો એ શ્રી ઉપાધ્યાય ભગવંતનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે. એ સ્વાધ્યાયનો રસ અતીન્દ્રિય તૃપ્તિને આપે છે, કે જે તૃપ્તિ ષડ્રસયુક્ત ભોજનનો નિરંતર સ્વાદ કરનારને પણ કદી થતી નથી. શ્રુતજ્ઞાનના અભ્યાસથી શ્રી ઉપાધ્યાય ભગવંતોને થતી તૃપ્તિ તે અનાદિવિષયની અતૃપ્તિને શમાવનારી છે અને અતીન્દ્રિય તૃપ્તિના નિરુપમ આનંદને આપનારી છે.’ શ્રી રત્નશેખરસૂરિની ગાથાને અનુસરી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે : દ્વાદશ અંગ સજ્ઝાય કરે જે, પારગ ધારક તાસ; સૂત્ર અરથ વિસ્તાર રસિક તે, નમો ઉવજ્ઝાય ઉલ્લાસ.’ વળી તેઓ ઉપાધ્યાપદનો મહિમા સમજાવતાં કહે છે : નામ અનેક વિવેક, વિશારદ પારદ પુણ્ય; પરમેશ્વર-આજ્ઞાયુત, ગુણ સુવિશુદ્ધ અગણ્ય. નમીએ શાસન-ભાસન, પતિતપાવન ઉવજ્ઝાય, નામ જપતાં જેહનું, નવ વિધિ મંગલ થાય.' * પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ આ વિષે કહે છે, ‘ ‘ઉવજ્ઝાય’ શબ્દ પણ ઉપયોગકરણમાં તથા ધ્યાનના નિર્દેશમાં વપરાયેલો છે. અર્થાત્ શ્રી ઉપાધ્યાય ભગવંતો સદા ઉપયોગી અને નિરંતર ધ્યાની હોય છે.’ શ્રી રત્નશેખરસૂરિએ શ્રીપાળરાજાની કથા ‘સિરિ સિરિવાલ કહા'માં ઉપાધ્યાયપદનું ધ્યાન ધરવાનું કહ્યું છે : गणतित्तीसु निउत्ते सुत्तत्थज्झावणंमि उज्जुते । सज्जाए लीणमणे सम्मं झाएह उवज्झाए । । [ગણ(ગચ્છ-ધર્મસંઘ)ની તૃપ્તિ(સારસંભાળ)માં નિયુક્ત (ગચ્છની સારણાવારણાદિ કરવાના અધિકારથી યુક્ત), સૂત્ર તથા અર્થનું અધ્યયન કરાવવામાં તત્પર અને સ્વાધ્યાયમાં લીન મનવાળા શ્રી ઉપાધ્યાય ભગવંતનું સમ્યક્ પ્રકારે ધ્યાન કરો.] ‘સિરિ સિરિવાલ કહા'માં નીચેની ગાથાઓમાં પણ ઉપાધ્યાયપદના ધ્યાનનું મહત્ત્વ સમજાવતાં કહ્યું છે : Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ जे बारसंगसज्झाय पारगा धारगा तयत्थाणं । तदुभय वित्थाररया ते हं झाएमि उज्झाए । । मोहादि दठ्ठनठ्ठप्प नाण जीवाण चेयणं दिति । जे केवि नरिंदा इव ते हं झाएमि उज्झाए । । नाव विराण पाणिणं सुअ रसायणं सारं । जे दिंति महाविज्जा तेहं झाएमि उज्झाए । । ઉપાધ્યાય ભગવંત માટે શ્રી રત્નશેખરસૂરિ વળી લખે છે : सूत्तत्थ संवेगमयं सुएणं, संनीरखीरागय विस्सुएणं । हा हु ते उवज्झायराये, झाएह निच्चं पिकयप्पसाए । । [સારા શુદ્ધ જલ સમાન સૂત્રમય, ખીર સમાન અર્થમય અને અમૃત સમાન સંવેગમય એવા પ્રસિદ્ધ શ્રુતજ્ઞાન વડે જે ઉપાધ્યાયરૂપી રાજા કૃપાપ્રસાદ આપી ભવ્યાત્માને પ્રસન્ન કરે છે તેમનું હંમેશાં ધ્યાન કરો. જિનતત્ત્વ શ્રુત એટલે આગમસૂત્રો. એ સૂત્રો શબ્દમય છે, તેમ જ અર્થમય છે. એમાં નિરૂપાયેલા પદાર્થનો બોધ સંવેગ જન્માવે એવો છે. આવા શ્રુતજ્ઞાનના દાતા ઉપાધ્યાય મહારાજ પોતાના શિષ્યોના ચિત્તને વિશુદ્ધ બનાવી એની પુષ્ટિ કરે છે. આવો કૃપાપ્રસાદ વરસાવનાર ઉપાધ્યાય મહારાજનું હંમેશાં ધ્યાન ધરવું જોઈએ. એમનું એવું ધ્યાન ધરવાથી એમના ગુણો પોતાનામાં આવે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ‘શ્રી પંચપરમેષ્ઠિ ગીતામાં ઉપાધ્યાય ભગવંતના ધ્યાનથી થતા આધ્યાત્મિક અને લૌકિક લાભ વર્ણવતાં લખે છે : ‘નિત્ય ઉવજ્ઝાયનું ધ્યાન ધરતાં, પામીએ સુખ નિજ ચિત્ત ગમતાં; હૃદય દુર્ધ્યાન વ્યંતર ન બાધે, કોઈ વિરૂઓ ન વયરી વિરાધે.’ નવપદની આરાધનામાં એટલે પંચપરમેષ્ઠિની તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધનામાં શાસ્ત્રકારોએ ભિન્ન ભિન્ન રંગની સંકલનાને ઘણું જ મહત્ત્વ આપ્યું છે. પંચપરમેષ્ઠિમાં અરિહંત પદનો શ્વેત, સિદ્ધ પદનો લાલ, આચાર્ય પદનો પીત (પીળો), ઉપાધ્યાયપદનો નીલો (લીલો) તથા સાધુ પદનો શ્યામ રંગ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ દરેકનો શ્વેત રંગ છે. આ વર્ણોની સંકલના વિશેષત: ધ્યાતા-ધ્યાનની દૃષ્ટિએ કરવામાં આવી છે અને Page #459 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪૪૯ તેમાં વિશિષ્ટ પ્રયોજન રહેલું છે. સામાન્ય અનુભવની એ વાત છે કે આંખ બંધ કરીને કોઈ પણ એક પદાર્થનું ધ્યાન ધરીએ તો આંખ બંધ થતાં જ શ્યામ વર્ણ દેખાય છે. પછી ધીમે ધીમે નીલો વર્ણ, પછી પીળો વર્ણ અને પછી શ્વેત વર્ણ દેખાય છે. ધ્યાનમાં બહુ સ્થિર થતાં બાલસૂર્ય જેવો, તેજના ગોળા જેવો લાલ વર્ણ દેખાય છે. પંચપરમેષ્ઠિમાં છેલ્લું પદ સાધુનું છે. ત્યાંથી જીવે ઉત્તરોત્તર ચઢતાં ચઢતાં સિદ્ધ દશા સુધી પહોંચવાનું છે. એટલા માટે રંગનો ક્રમ એ પ્રમાણે આપવામાં આવ્યો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ આત્માના જ ગુણો હોવાથી તેનો શ્વેત વર્ણ રાખવામાં આવ્યો છે. ઉપાધ્યાયપદનો રંગ નીલો છે. વીજળીના બે તાર અડતાં તેમાંથી ઝરતા તણખાનો જેવો ભૂરી ઝાંયવાળો લીલો રંગ હોય છે તેવા રંગથી માંડીને ઘાસના લીલા રંગ જેવા લીલા રંગ સુધીના રંગ હોય છે. નીલમણિની પ્રભા પણ શીતળ, નયનરમ્ય અને મનોહર હોય છે. ઉદ્યાનની હરિયાળી વનરાજિ પોતે પ્રસન્ન હોય છે અને જોનારને પણ પ્રસન્ન કરી દે છે. હરિયાળાં વૃક્ષો પોતાના આશ્રયે આવનારનો શ્રમ હરી લે છે અને તેમને શીતળતા, પ્રસન્નતા આપે છે. તેવી રીતે ઉપાધ્યાય ભગવંત પોતે હંમેશાં ઉપશાંત અને પ્રસન્ન હોય છે તથા તેમના સાન્નિધ્યમાં આવનારને તેઓ શાંત અને પ્રસન્ન કરી દેતા હોય છે. ઉપાધ્યાય ભગવંત પાસે ભવનો ભય અને થાક ઊતરે છે, શંકાનું સમાધાન થાય છે અને તે થતાં પ્રસન્નતા અનુભવાય છે. મંત્રશાસ્ત્રમાં અંતરાયો, ઉપદ્રવો કે અશિવના નિવારણ માટે નીલ વર્ણ(લીલા રંગ)નું ધ્યાન ધરવાનું વિધાન છે. ઉપાધ્યાય ભગવંત જ્ઞાનના આવરણને કે અંતરાયને દૂર કરવામાં સહાયભૂત થાય છે. એટલા માટે એમનું ધ્યાન લીલા વર્ણ સાથે કરવાનું કહેવામાં આવ્યું છે. મંત્રશાસ્ત્રમાં (જૈન, હિંદુ અને બૌદ્ધ એ ત્રણેમાં) બતાવ્યા પ્રમાણે આ વિશ્વમાં મુખ્ય પાંચ તત્ત્વો છે. આ પંચ મહાભૂત છે : (૧) પૃથ્વી, (૨) જલ, (૩) વાયુ, (૪) અગ્નિ અને (૫) આકાશ. વર્ણમાલાના પ્રત્યેક વર્ણ (અક્ષર) સાથે કોઈ ને કોઈ તત્ત્વ સંકળાયેલું છે. મંત્રમાં વર્ણાક્ષરો હોય છે. એટલે મંત્રોચ્ચારની સાથે આ તત્ત્વોનું સૂક્ષ્મ અનુસંધાન થાય છે. નવકારમંત્રમાં પણ એ રીતે એના અક્ષરો સાથે આ પાંચે તત્ત્વો સંકળાયેલાં છે. મંત્રવિદો બતાવે છે તે પ્રમાણે નવકારમંત્રના “નમો” એ બે અક્ષરો ઉચ્ચારતાં આકાશ તત્ત્વ સાથે અનુસંધાન થાય છે. “નમો ઉવઝાયણ’ એ પદનો ઉચ્ચાર કરતી વખતે નમો Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ - આકાશ, ઉં = પૃથ્વી; વ = જલ; જ્ઝા = પૃથ્વી અને જલ; યા = ણ = આકાશ એ પ્રમાણે તત્ત્વો સાથે અનુસંધાન થાય છે. - - મંત્રશાસ્ત્રને જ્યોતિષશાસ્ત્ર સાથે સંલગ્ન કરવામાં આવે છે. પોતાને જે જે ગ્રહ નડતો હોય તેની આરાધના માટે જુદા જુદા મંત્રોનું વિધાન છે. મંત્રવિદોએ નવકારમંત્રનો પણ એ દૃષ્ટિએ પરામર્શ કર્યો છે અને ઉપાધ્યાયપદનો મંત્ર ‘ૐ હ્રીં નમો ઉવજ્ઝાયાણં' બુધના ગ્રહની શાંતિ માટે ફરમાવ્યો છે. નવપદની આરાધનામાં, શાશ્વતી આયંબિલની ઓળીની વિધિ સહિત તપશ્ચર્યામાં ચોથા દિવસે ઉપાધ્યાયપદની આરાધના કરવાની હોય છે. ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ હોય છે. એટલે એ દિવસે સવારે પ્રતિક્રમણ પછી લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો હોય છે. ત્યાર પછી જિનમંદિરે જઈ પચીસ સાથિયા કરવાના, પચીસ ખમાસણાં દેવાનાં, પચીસ પ્રદક્ષિણા કરવાની અને ૐ હ્રીં નમો ઉવજ્ઝાયાણં'ની વીસ નવકારવાળી ગણવાની હોય છે. ખમાસણા માટે નીચે પ્રમાણે દુહો બોલવાનો હોય છે : : ‘તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે.' જિનતત્ત્વ વાયુ અને પ્રત્યેક પ્રદક્ષિણા અને ખમાસણા પછી નમસ્કાર કરતી વખતે ઉપાધ્યાયપદના એક એક ગુણના નિર્દેશ સાથે નમસ્કાર કરાય છે, જેમ કે ‘શ્રી આચારાંગ સત્ર પઠન ગુણયુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ’ આ રીતે અગિયાર અંગ અને ચૌદ પૂર્વ એમ મળીને પચીસના નિર્દેશ સાથે દુહા તથા ખમાસણાપૂર્વક નમસ્કાર કરાય છે. ઉપાધ્યાયપદનો રંગ લીલો હોવાથી જેઓ તે દિવસે એક ધાનનું આયંબિલ ક૨વાની ભાવના ધરાવતા હોય તેઓ આયંબિલમાં મગની વાનગી વાપરે છે. પચીસ સાથિયા કર્યા પછી જે ફળ-નૈવેદ્ય મૂકવામાં આવે છે તેમાં પોતાની શક્તિ અનુસાર લીલા વર્ણનાં ફળ-નૈવેદ્ય મૂકી શકે છે. શક્તિસંપન્ન શ્રીમંતો પચ્ચીસ મરકતમણિ પણ મૂકી શકે છે. ચોખાના સાથિયાને બદલે મગના સાથિયા પણ તે દિવસે કરી શકાય છે. ઉપાધ્યાય પદની આરાધના કરનારને તે દિવસે એવી ભાવના ભાવવાની Page #461 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪૫૧ હોય છે કે ઉપાધ્યાય ભગવંતની જેમ હું પણ શાસ્ત્રોનું પઠન-પાઠન કરાવવાની શક્તિ પ્રાપ્ત કર્યું અને જ્ઞાનાન્તરાય કર્મનો ક્ષય કરી સિદ્ધ-બુદ્ધ-મુક્ત બનું.” આમ પંચપરમેષ્ઠિમાં ઉપાધ્યાયપદનો મહિમા પણ ઘણો મોટો છે. સાધુના પદમાંથી ઉપાધ્યાયના પદ સુધી પહોંચવાનું પણ જો એટલું સરળ ન હોય તો ઉપાધ્યાયનું પદ ઔપચારિક રીતે પ્રાપ્ત કર્યા પછી એ પદને સાર્થક કરવું એ કેટલી બધી દુષ્કર વાત છે તે સમજાય છે. એટલે જ જૈન શાસનની પરંપરામાં પોતાને મળેલા ઉપાધ્યાયના પદને ઉજ્જવળ કરનારી વિભૂતિઓ કેટલી વિરલ છે ! શ્રી હીરવિજયસૂરિના શિષ્ય સત્તરભેદી પૂજાના રચયિતા, કુંભારનું ગધેડું ભૂકે ત્યારે કાઉસગ્ગ પારવાનો અભિગ્રહ ધારણ કરનાર અને તેથી આખી રાત ઊભા ઊભા કાઉસગ્ગ ધ્યાનમાં એ પૂજાની રચના કરનાર શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયનું નામ કેટલું બધું પ્રેરક છે ! એ જ પ્રમાણે શ્રી હીરવિજયસૂરિના શિષ્યો ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્રજી અને ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રજી ગીતાર્થ પ્રભાવક ઉપાધ્યાય હતા. અનેક રાસકૃતિઓના રચયિતા ઉપાધ્યાય શ્રી સમયસુંદરજી, ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી, ઉપાધ્યાય શ્રી માનવિજયજી, ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી, ઉપાધ્યાય શ્રી સિદ્ધિચંદ્રજી તથા ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજીનાં નામ પણ શાસનપ્રભાવકોમાં સુપરિચિત છે. તદુપરાંત “શ્રીપાલ રાસ' અને પુણ્યપ્રકાશના સ્તવનના રચયિતા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, ઉપાધ્યાય દેવચંદ્રજી મહારાજ વગેરે મહાન ઉપાધ્યાય ભગવંતો જૈન શાસનમાં થઈ ગયા છે. આ બધા ઉપાધ્યાયોમાં જેમણે સંસ્કૃત, અર્ધમાગધી અને ગુજરાતીમાં અનેક રચનાઓ આપી છે અને ત્રણ ત્રણ ચોવીસીઓની રચના કરી છે એવા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું નામ શિરમોર સમાન છે. જેમનું સાહિત્ય રસ અને ભારપૂર્વક વાંચતાં જેમના ચરણમાં મસ્તક સહજપણે પુણ્યભાવથી નમી પડે છે એવા ઉપાધ્યાય-મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે તો ઉપાધ્યાયપદને ઘણું બધું ગૌરવ અપાવ્યું છે. “ઉપાધ્યાયજી મહારાજ” એટલું બોલતાં જ એ શબ્દો શ્રી યશોવિજયજી માટે વપરાય છે એવી તરત પ્રતીતિ થાય છે, કારણ કે ઉપાધ્યાય શબ્દ એમના નામના પર્યાયરૂપ બની ગયો છે. આમ, ઘણા બધા ઉપાધ્યાય ભગવંતો થઈ ગયા છે કે જેમણે જૈન શાસનને દીપાવ્યું છે. વસ્તુત: શાસનની પરંપરા જ્ઞાનદાનમાં અદ્વિતીય એવા Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર જિનતત્ત્વ ઉપાધ્યાય ભગવંતો દ્વારા જ સારી રીતે ચાલી શકે છે. એટલા માટે જ તેમને શાસનના સ્થંભભૂત તરીકે ઓળખાવવામાં આવ્યા છે. આમ આચાર્ય નહિ પણ આચાર્ય જેવા, આચાર્ય ભગવંતને સહાયરૂપ, શ્રુતજ્ઞાનરૂપી રસાયન દ્વારા શિષ્યોને માતૃસમ વાત્સલ્યભાવથી સુસજ્જ કરી શ્રુતપરંપરાને ચાલુ રાખનાર, ક્ષમા, આર્જવ, માર્દવ ઇત્યાદિ ગુણોથી યુક્ત, નિરાકાંક્ષી, નિરભિમાની, પચીસ-પચીસી જેટલા ગુણોથી યુક્ત એવા ઉપાધ્યાય ભગવંત જિનશાસનના આધારસ્થંભરૂપ છે. જૈન દર્શનમાં ઉપાધ્યાય ભગવંતનો આદર્શ ઘણો જ ઊંચો રહ્યો છે. એથી પંચપરમેષ્ઠિમાં, નવકારમંત્રમાં ઉપાધ્યાય – ઉવઝાય ભગવંતનું સ્થાન અધિકારપૂર્વક યથાર્થ સ્થાને રહેલું છે. એમને જપ-તપ-ધ્યાનપૂર્વક કરાયેલો સાચો નમસ્કાર ભવભ્રમણ દૂર કરવામાં, મોક્ષપ્રાપ્તિમાં અવશ્ય સહાયરૂપ બને છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સામાયિક” શબ્દ જૈન ધર્મનો એક અત્યંત મહત્ત્વનો, વિશિષ્ટ કોટિનો ગહનગંભીર પારિભાષિક શબ્દ છે. તત્ત્વદર્શનની દૃષ્ટિએ “સામાયિક’ના સ્વરૂપમાં જૈન ધર્મનું ઉચ્ચતમ તત્ત્વદર્શન સમાયેલું છે અને સ્કૂલ ક્રિયાવિધિની દૃષ્ટિએ “સામાયિક' જૈન ધર્મનું એક ઉત્તમોત્તમ આધ્યાત્મિક અનુષ્ઠાન છે. “સામાયિક એટલે આત્મા” એવી સમાયિકની શ્રેષ્ઠતમ વ્યાખ્યા કરવામાં આવી છે અને સામાયિક' એટલે “સાધકે રોજરોજ કરવાનું પરમ આવશ્યક કર્તવ્ય” – એમ કહેવાયું છે. - મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો જીવને સંસારમાં અનંત પરિભ્રમણ કરાવે છે. પરિભ્રમણ કરતા જીવનું અંતિમ લક્ષ્યસ્થાન મોક્ષગતિ છે. એની પ્રાપ્તિ જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી ભવચક્રમાં એ ભટકયા કરે છે. મોક્ષપ્રાપ્તિ અર્થાત્ ભવચક્રમાંથી મુક્તિ કેવી રીતે થાય ? “તત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે : સીદ્દર્શનશાનવરિત્રાળ મોક્ષના ! (સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકુચારિત્ર એ મોક્ષમાર્ગ છે). માર્ગ શબ્દ એમણે એકવચનમાં પ્રયોજ્યો છે. એનો અર્થ એ થયો કે માત્ર સમ્યગદર્શનથી કે માત્ર સમ્યગુજ્ઞાનથી કે માત્ર સમ્યકૂચારિત્રથી નહિ પણ એ ત્રણે તત્ત્વો સાથે મળીને જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવી શકે. આ રત્નત્રીની આરાધના કરતાં જીવ રાગદ્વેષમાંથી, કષાયોમાંથી મુક્તિ મેળવી શકે છે, જે કેવળજ્ઞાન પ્રગટ થવામાં અને નિર્વાણ અથવા સિદ્ધદશા પ્રાપ્ત થવામાં સહાયભૂત થઈ શકે છે. રાગદ્વેષની મુક્તિ માટે સમત્વની સાધના અનિવાર્ય છે. સંસારના સર્વ જીવો પ્રત્યે આત્મવત્ તુલ્યતાના ભાવ માટે, વિભિન્ન વિષમ પરિસ્થિતિમાં રાગદ્વેષથી રહિત થવા માટે સમત્વની સાધના જરૂરી છે. સમત્વની સાધના માટે “સામાયિક' અમોઘ સાધન છે. એટલા માટે જ સામાયિક જીવને પરંપરાએ મોક્ષગતિ પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય ધરાવે છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ જૈન ધર્મમાં પ્રાથમિક કક્ષાના બાળજીવોથી માંડીને પરમ સાધકો સુધી સર્વને માટે તરતમતાની અપેક્ષાએ સામાયિકના સ્વરૂપની વિભિન્ન કોટિ દર્શાવવામાં આવી છે. આત્મસ્વરૂપ અથવા આત્મદર્શનના સ્વરૂપથી માંડીને બે ઘડીની દ્રવ્યક્રિયા માટે ‘સામાયિક’ શબ્દ શાસ્ત્રકારોએ પ્રયોજ્યો છે. ૪૫૪ ‘સામાયિક’ શબ્દ ‘સમ’ ઉપરથી બનેલો છે. ‘સમ’ના જુદા જુદા અર્થ થાય છે. ‘સમ’ એટલે ‘આત્મા’; ‘સમ’ એટલે ‘સરખાપણું’; ‘સમ’ એટલે સર્વ જીવો પ્રત્યે મૈત્રી. સંસ્કૃત ‘આય’ શબ્દનો અર્થ થાય છે ‘લાભ’, સમ + આય = સમાય = સમનો લાભ. ‘સમાયને ઇક પ્રત્યય લાગતાં પ્રથમ વર્ણ ‘સમાં રહેલો સ્વર (અ) દીર્ઘ (આ) થાય છે. સમ + આય + ઇક = સામાયિક એટલે કે જેમાં ‘સમનો લાભ થાય છે તે.’ (સમય એટલે કાળ. સમય + ઇક = સામયિક, જે અમુક સમયે થાય છે તે. સાપ્તાહિકો, માસિકો વગેરે માટે વપરાતો શબ્દ તે ‘સામયિક’ છે. (કેટલાક લોકોને ‘સામયિક' અને ‘સામાયિક’ એ બંને શબ્દો જુદા જુદા છે અને બંનેના અર્થ અને ઉચ્ચાર જુદા છે તેની ખબર નથી હોતી.) આમ ‘સામાયિક’ શબ્દ જૈન ધર્મમાં વિશિષ્ટ પારિભાષિક અર્થમાં વપરાયો છે અને બહુ પ્રાચીન કાળથી રૂઢ થયેલો છે. વળી સામાયિકના સમાનાર્થ શબ્દો પણ શાસ્ત્રગ્રંથોમાં પ્રયોજાયેલા છે. ‘આવશ્યક નિર્યુક્તિમાં સામાયિક શબ્દના પર્યાય તરીકે ‘સમતા', ‘સમ્યક્ત્વ’, ‘શાંતિ’, ‘સુવિહિત’ જેવા શબ્દો આપવામાં આવ્યા છે. એ ઉપરથી ‘સામાયિક’ શબ્દ કેટલો વ્યાપક, ઉચ્ચ અને ગહન અર્થમાં વપરાયો છે તે જોઈ શકાય છે. વળી ‘આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે સામાયિકના ‘સમ’ શબ્દના ‘સામ' અને ‘સામ્ય' એવા પર્યાયો પણ થાય છે. જુઓ : सामं समं च सम्मं इग भिइ सामाइअस्स एगट्ठा । महुर परिणाम सामं समं तुला, सम्म खीरखंड जुइ ।। [સાય, સમ અને સમ્મ એ સામાયિકના અર્થ છે. મધુર પરિણામ તે ‘સામ’; તુલા (ત્રાજવાં) જેવું પરિણામ તે ‘સમ’ અને ખીર તથા ખાંડ એકરૂપ બની જાય તેવું પરિણામ તે ‘સમ્મ’.] સામાયિકની નીચે પ્રમાણે જુદી જુદી વ્યાખ્યાઓ શાસ્ત્રકારોએ આપી છે : Page #465 -------------------------------------------------------------------------- ________________ સામાયિક (૧) સો इण समस्य પ્રાયઃ समायः सतो मोक्षध्वनि प्रवृत्तिः समाय एव सामायिकम् ।। તૌ, रागद्वेषयोरपान्तरालवर्ती अयनं अयो ‘સામાયિક’ની ઉપર મુજબ વ્યાખ્યા આપતાં શ્રી મલયગિરિએ ‘આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે રાગદ્વેષમાં મધ્યસ્થ રહેવું એનું નામ ‘સમ’. ‘સમ'નો લાભ થાય એવી મોક્ષાભિમુખી પ્રવૃત્તિ એનું નામ ‘સામાયિક’. - (૨) ‘સમ’નો અર્થ ‘શમ’ અર્થાત્ ઉપશમ કરવામાં પણ આવે છે. શ્રી હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર' ઉપરની સ્વોપજ્ઞ વૃત્તિમાં કહ્યું છે : मध्यस्थः गमनमित्यर्थः । समीभूतस्य रागद्वेष निर्मुक्तस्य सतः आयो ज्ञानादीनां लाभः प्रशमसुखरूप समायः । समाय एव सामायिकम् । [રાગ અને દ્વેષથી મુક્ત થયેલા આત્માને જ્ઞાન વગેરેનો પ્રશમ સુખરૂપી જે લાભ થાય તે ‘સમાય’ અને તે જ સામાયિક.] ‘વિશેષાવશ્યક ભાષ્યમાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આ જ પ્રમાણે કહ્યું છે : रागदोस विरहिओ समो त्ति अयणं अयोत्ति गमणं त्ति । સમામળ (ગયળ) ત્તિ સમાગો, સ વ સામાË નામ ।। રાગ અને દ્વેષથી રહિત એવી આત્માની પરિણતિ તે ‘સમ' છે. અય એટલે અયન અથવા ગમન. તે ગમન સમય પ્રત્યે થાય તેથી ‘સમાય’ કહેવાય. એવો જે સમાય તે જ સામાયિક કહેવાય.] (3) समानि ज्ञान दर्शन चारित्राणि तेषु अयनं गमनं समायः, स एव सामायिकम् । अहिवा समाई सम्मत अयणं अओ समाओ વળી કહેવાયું છે : મોક્ષમાર્ગનાં સાધન તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેને ‘સમ’ કહે છે. તેમાં અયન કરવું એટલે ગમન કરવું કે પ્રવૃત્તિ કરવી તેનું નામ સામાયિક. આની સાથે સરખાવો વિશેષાવશ્યક ભાષ્યની નીચેની ગાથા : ૪૫૫ - नाण चरणाइं तसु तेहिं वा । स एव सामाइयं नाम ।। समानां मोक्ष साधनं प्रति सदृशसामर्थ्यानां । सम्यग् दर्शन ज्ञान चारित्राणां आयः लाभः ।। Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ જિનતત્ત્વ [મોક્ષ સાધન પ્રત્યે “સમ” અર્થાત્ સમાન (એકસરખું) સામર્થ્ય જેનું છે એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેનો “આય' (લાભ) તે સામાયિક] (४) सर्व जीवेषु मैत्री साम, साम्नो आयः लाभः सामाय स एव सामायिकम्। [સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવો તેને “સામ' કહે છે. સામનો આય એટલે લાભ તે સામાય. જેમાં સામાય થાય તે સામાયિક.] સરખાવો : अहवा सामं मित्ती तत्थ अओ तेण वत्ति सामाओ। अहवा सामस्साओ लाओ सामाइयं नाम ।। [અથવા “સામ” એટલે મૈત્રી. તેનો લાભ તે સામાયિક.) (५) समः सावद्ययोग परिहार निरवद्योगोनुष्ठान रूप जीव परिणामः तस्य आयः लाभः समायः स एव सामायिकम् । [સાવદ્ય યોગનો (પાપકાર્યનો) પરિહાર તથા નિરવઘ યોગ(અહિંસાદયા-સમતા વગેરે)નું અનુષ્ઠાન – આચરણ તે જીવાત્માનું શુભ પરિણામ (શુદ્ધ સ્વભાવ) તે સમ છે. એ સમનો જેમાં લાભ થાય તે સામાયિક.) (७) सम्यक शब्दार्थः समशब्दः सम्यगयनं वर्तनम् समयः स एव सामायिकम्। સિમ શબ્દનો અર્થ થાય છે સમ્યક્ (સાચું - સારું). જેમાં સમનું અયન થાય છે અર્થાત્ સારું, શ્રેષ્ઠ આચરણ થાય છે તે સામાયિક કહેવાય.] (૭) સમયે શર્તવ્યનું સામાયિક સિમયે કરવા યોગ્ય તે સામાયિક.] . યોગ્ય સમયે અહિંસા, દયા, સમતા વગેરે ઉચ્ચ કર્તવ્યો જે છે તે કરવામાં આવે છે તે સામાયિક. વળી જ આવશ્યક કર્તવ્યમાં પ્રથમ કર્તવ્ય સામાયિક છે. તે યોગ્ય સમયે અવશ્ય કરવું જોઈએ. એટલા માટે તે સામાયિક કહેવાય છે. આ વિશેષ વ્યાખ્યા છે. આ બધી વ્યાખ્યાઓનો સારાંશ એ છે કે તે દરેકમાં “સમ” અર્થાત્ સમતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે સામાયિકનો ભાવાર્થ થાય છે સમતા. રાગદ્વેષથી રહિત બનીને, સમતાભાવ ધારણ કરીને પોતાના આત્મસ્વભાવમાં સમ બનવું, સ્થિર રહેવું, એકરૂપ બની જવું તેનું નામ સામાયિક. Page #467 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ૪૫૭ શ્રી હરિભદ્રસૂરિએ “અષ્ટક પ્રકરણમાં સામાયિકનાં લક્ષણો નીચે પ્રમાણે જણાવ્યાં છે : समता सर्व भूतेषु संयमः शुभभावना। आरौिद्रपरित्यागस्तद्धि सामायिकं व्रतम् ।। સિર્વ જીવો પ્રત્યે સમતા રાખવી, સંયમ ધારણ કરવો, શુભ ભાવના ભાવવી, આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરવો તેને સામાયિક વ્રત કહેવામાં આવે છે.] શ્રી હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં સામાયિકનાં લક્ષણો નીચે પ્રમાણે જણાવ્યાં છે : त्यक्तात रौद्रध्यानस्य त्यक्त सावध कर्मणः । मुहूर्त समता या तां विदुः सामायिकम् व्रतम् ।। આિર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને તથા સાવદ્ય કર્મનો ત્યાગ કરીને એક મુહૂર્ત સુધી સમભાવમાં રહેવું તેને સામાયિક વ્રત કહેવામાં આવે છે.] सावध कर्ममुक्तस्य दुर्ध्यानरहितस्य च। समभावो मुहूर्त तद - व्रतं सामायिकाहवम् ।। (ધર્મ. ધ. રૂ૭) સિાવધ કર્મથી મુક્ત થઈને, આર્ત અને રૌદ્ર એવા દુર્ગાનથી રહિત થઈને મુહૂર્ત માટે સમભાવનું વ્રત લેવામાં આવે છે તેને સામાયિક કહેવામાં આવે છે.] આમ આ ત્રણે મહર્ષિઓએ સામાયિકનાં લક્ષણો જે દર્શાવ્યાં છે તે નીચે પ્રમાણે છે : (૧) સર્વ જીવો પ્રત્યે સમતાભાવ ધારણ કરવો. (૨) આ અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરવો. (૩) શુભ ભાવના ભાવવી. (૪) સાવઘ યોગથી (પાપમય પ્રવૃત્તિથી) નિવૃત્ત થવું. (૫) સંયમ ધારણ કરવો. () આ વ્રતની આરાધના ઓછામાં ઓછા એક મુહૂર્ત જેટલા સમય માટે (બે ઘડી અથવા ૪૮ મિનિટ માટે) કરવી. સામાયિકનું સૌથી મહત્ત્વનું લક્ષણ તે સમભાવ અર્થાત્ સમતાભાવની પ્રાપ્તિ થાય છે. એ પ્રાપ્ત કરવા માટે આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ જિનતત્ત્વ કરવાની તથા શુભ ભાવ ભાવવાની જરૂર છે. એ માટે સંયમની આવશ્યકતા છે. સાવદ્ય કર્મનો એટલે પાપમય પ્રવૃત્તિઓનો અર્થાત મન, વચન ને કાયાના અશુભ યોગોનો જો ત્યાગ કરવાવામાં આવે તો અશુભ ધ્યાન ઓછાં થાય અને જીવ સંયમમાં આવે. એ માટે ગૃહસ્થ જો દ્રવ્ય-ક્રિયારૂપે એક મુહૂર્ત જેટલો સમય પચ્ચખાણ લઈને એક આસને બેસે તો તેને “સામાયિક વ્રત કહેવામાં આવે છે. કોઈ પ્રશ્ન કરે કે જૈન ધર્મનો સાર શું? એનો ઉત્તર છે કે રાગદ્વેષથી મુક્તિ મેળવીને મોક્ષગતિ પ્રાપ્ત કરવી એ જૈન ધર્મનો, જિનપ્રવચનનો સાર છે. રાગદ્વેષથી મુક્તિ કેવી રીતે મેળવાય ? એનો ઉત્તર છે “સમતાની સાધનાથી”. માટે “સમતા' એ જૈન ધર્મનો, જિનપ્રવચનનો સાર છે. સામાયિક એ સમતાની સાધનાનું સાધન છે. માટે જ કહેવાયું છે કે “સામાયિક' એ જિનપ્રવચનનો, ભગવાનની દેશનાનો, દ્વાદશાંગીનો, ચૌદ પૂર્વનો સાર છે. વિશેષાવશ્યક ભાષ્યમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે સામાયિકને ચૌદ પૂર્વના સારરૂપ કહ્યું છે. જુઓ : सामाइयं संखेवो चौदसपूव्वत्थ पिंडो त्ति। નવકારમંત્રની જેમ સામાયિકને પણ ચૌદ પૂર્વના સાર તરીકે મહર્ષિઓએ ઓળખાવ્યું છે. એવી જ રીતે, “તત્ત્વાર્થસૂત્ર' ઉપરની પોતાની ટીકામાં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે સામાયિકને દ્વાદશાંગીના ઉપનિષદ તરીકે દર્શાવ્યું છે. જુઓ : सकल द्वादशाङ्गोपनिषद भूत सामायिक सूत्रवत् । બધા જ તીર્થંકર પરમાત્માઓ પૂર્વજન્મની એવી આરાધનાને કારણે સ્વયંસબુદ્ધ જ હોય છે. ગૃહસ્થવાસનો ત્યાગ કરી જ્યારે તેઓ દીક્ષિત થાય છે ત્યારે તેઓને કોઈ ગુરુમહારાજ પાસે દીક્ષા લેવાની હોતી નથી. તેઓને કોઈ ગુરુ હોતા નથી. તેઓ ગૃહસ્થ વેષનો ત્યાગ કરી, પંચમુષ્ટિ લોચ કરી સ્વયં દીક્ષિત થાય છે. તેઓ સિદ્ધ ભગવંતોની સાક્ષીએ અને પોતાના આત્માની સાક્ષીએ સાવઘયોગનાં પચ્ચકખાણ લઈ માવજીવન સામાયિક કરે છે. તેઓ ગૃહસ્થપણામાં મતિ, શ્રુત અને અવધિજ્ઞાન ધરાવતા હોય છે. સ્વયંદીક્ષિત થતાં જ તેમને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ પ્રત્યેક તીર્થંકર પરમાત્મા દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ૪પ૯ सव्वं मे अकरणिज्जं पावकम्मं ति कटु सामाइयं चरितं पडिवज्जइ। વળી પ્રત્યેક તીર્થંકર પરમાત્મા કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી સૌથી પ્રથમ ઉપદેશ સામાયિક વ્રતનો આપતા હોય છે. “આવશ્યક નિર્યુક્તિ માં કહ્યું છે : सामाइयाइया वा वयजीवाणिकाय भावणा पढमं। एसो धम्मोवाओ जिणेहिं सब्वेहिं उवइट्ठो।। ધર્મની આરાધના કરનાર જીવો માટે જૈન ધર્મમાં છ પ્રકારનાં આવશ્યક કર્તવ્ય બતાવવામાં આવ્યાં છે. પ્રત્યેક શ્રાવકે આ છ “આવશ્યક' કર્તવ્ય રોજેરોજ કરવાં જોઈએ. એ “આવશ્યક' આ પ્રમાણે છે : (૧) સામાયિક, (૨) ચઉવિસત્થો (ચતુર્વિશતિસ્તવ – ચોવીસ તીર્થંકર પરમાત્માની સ્તુતિ), (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાઉસગ્ગ અને (૬) પચ્ચખાણ. આ ક્રિયાઓ અવશ્ય કરવાની હોવાથી એટલે કે તે આજ્ઞારૂપી હોવાથી તેને આવશ્યક” કહેવામાં આવે છે. જૈન આગમગ્રંથોમાં આ છ આવશ્યક સૂત્રો ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. એના ઉપર ગણધરોએ સૂત્રની રચના કરી છે. એ આવશ્યક સૂત્ર' તરીકે ઓળખાય છે. આવશ્યક સૂત્ર ઉપર વિશેષ પ્રકાશ પાડવા માટે નિયુક્તિ, ચૂર્ણિ વગેરે પ્રકારની રચનાઓ થઈ છે. આ છ આવશ્યક ક્રિયાઓમાં સામાયિકને સૌથી પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. એ ઉપરથી સામાયિકનું મહત્ત્વ જૈન ધર્મમાં કેટલું બધું છે તે સમજી શકાય છે. આ છયે આવશ્યક ક્રિયાઓ પરસ્પર સંલગ્ન છે. એટલે કોઈ પણ એક આવશ્યક ક્રિયા વિધિપૂર્વક બરાબર ભાવથી કરવામાં આવે તો તેમાં બીજી ક્રિયાઓ સૂક્ષ્મ કે સ્થૂલ રીતે આવી જ જાય છે. પ્રતિક્રમણની વિધિમાં તો છયે આવશ્યક ક્રમાનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે. સામાયિકના “કરેમિ ભંતે' સૂત્રમાં છયે આવશ્યક નીચે પ્રમાણે ઘટાવવામાં આવ્યા છે : (૧) કરેમિ ... સામાઇય... સમતા ભાવ માટે વિધિપૂર્વક સામાયિક માટેની અનુજ્ઞા. એમાં “સામાયિક' રહેલું છે. (૨) ભન્ત.... ભદન્ત.. ભગવાન ! જિનેશ્વર ભગવાનને પ્રાર્થના - આજ્ઞા - પાલનરૂપી “ચતુર્વિશતિસ્તવ' છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ જિનતત્ત્વ (૩) તસ ભંતે.... ગુરુને વંદન કરવાપૂર્વક નિંદા, ગહ કરવાની હોય માટે એમાં ‘વંદન' છે. (૪) પડિક્કમામિ... પાપોની નિંદા, ગર્હા અને તેમાંથી પાછા ફરવાની ક્રિયા. એમાં ‘પ્રતિક્રમણ' છે. (૫) અપ્પાણં વોસિરામિ.... પાપોથી મલિન થયેલા આત્માને વોસિરાવું છું. એમાં ‘કાયોત્સર્ગ છે.’ (૬) સાવજ્યું જોગં પચ્ચક્ખામિ.... એમાં સાવધ યોગનાં ‘પચ્ચક્ખાણ’ છે. આમ, સામાયિક, ચતુર્વિંશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચક્ખાણ એ છયે આવશ્યક કર્તવ્ય ‘કરેમિ ભંતે’ સૂત્રમાં રહેલાં છે. આ છયે પ્રકારની આવશ્યક ક્રિયાઓથી જીવને શો શો લાભ થાય છે તે વિશે ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. ભગવાને તેના સંક્ષેપમાં ઉત્તર આપ્યા છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના ૨૯મા અધ્યયનમાં ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ઃ सामाइएणं भन्ते जीवे किं जणयइ ? [સામાયિક કરવાથી હે ભગાવન ! જીવને શો લાભ થાય છે ?! ભગવાન ઉત્તર આપે છે : सामाइएणं सावज्जजोगविरइं जणयइ । [સામાયિક કરવાથી જીવ સાવધ યોગથી વિરતિ પામે છે. આમ, સામાયિક કરવાથી, એક આસન ઉપ૨ નિશ્ચિત કાળ માટે પ્રતિજ્ઞાપૂર્વક બેસવાથી કાયાની અન્ય પ્રવૃત્તિઓથી આરાધક નિવૃત્ત થાય છે. ત્યાર પછી મન અને વાણીને સ્થિર કરીને આત્માના ઉપયોગમાં જેટલે અંશે પોતાના ચિત્તને જોડી શકે છે તેટલે અંશે તે સાવઘ (પાપરૂપ) યોગોમાંથી નિવૃત્ત થાય છે. આ રીતે પ્રાથમિક લાભની દૃષ્ટિએ જોઈએ તો સામાયિક નવાં પાપરૂપ કર્મોને અટકાવવાનું પ્રબળ સાધન બને છે. શ્રી હરિભદ્રસૂરિએ ‘અષ્ટક પ્રકરણ’માં સામાયિકને મોક્ષાંગ તરીકે એટલે કે મોક્ષના અંગ તરીકે ઓળખાવ્યું છે : सामायिकं च मोक्षांगं परं सर्वज्ञ भाषितम् । वासी चन्दन कल्पानामुक्तमेतन्महात्मानाम् ।। Page #471 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ૪૭૧ ‘વાસી ચંદન કલ્પ’માં વાસી શબ્દનો અર્થ થાય છે ‘વાંસલો’, જે સુથારનું ઓજાર છે. એ લાકડું છોલવામાં વપરાય છે. કોઈ એક હાથે વાંસલો ફેરવી હાથની ચામડી ઉખાડતો હોય અને બીજે હાથે કોઈ ચંદનનો લેપ કરતો હોય તો એ બંને પ્રત્યે સમભાવ રાખી શકે એવી મહાત્માઓની સમતાને મોક્ષ મેળવી આપનારી તરીકે અર્થાત્ મોક્ષાંગ તરીકે ઓળખાવવામાં આવી છે. ‘વાસી ચંદન'નો બીજો અર્થ એવો કરવામાં આવે છે કે જેમ ચંદનના વૃક્ષને કાપવાથી તે કાપવાવાળા કુહાડાને પણ સુગંધિત કરે છે તેવી રીતે મહાપુરુષોનું સામાયિક વૈરવિરોધ ધરાવનાર પ્રતિ સમભાવરૂપી સુગંધ અર્પણ કરનાર હોય છે. એટલા માટે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે સામાયિક મોક્ષાંગ છે, મોક્ષનું અંગ છે. આ બે અર્થમાંથી ‘વાસી ચંદન’નો પહેલો અર્થ વધારે સાચો છે. સામાયિક વગર મોક્ષપ્રાપ્તિ થઈ ન શકે. મોક્ષપ્રાપ્તિ માટે કેવળજ્ઞાન પ્રગટ થવું જોઈએ. જ્યાં સુધી ચાર ઘનઘાતી કર્મો (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ)નો ક્ષય ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રકાશિત થાય નહિ, જ્યાં સુધી જીવ સંવર દ્વારા નવાં કર્મોને અટકાવે નહિ અને નિર્જરા દ્વારા જૂનાં કર્મોનો ક્ષય ન કરે ત્યાં સુધી ઘાતી કર્મોમાંથી મુક્ત ન થઈ શકે. જ્યાં સુધી રાગદ્વેષનાં પરિણામો ચાલ્યા કરે ત્યાં સુધી ઘાતી કર્મો રહ્યા કરે. સાચી સમતા આવે તો રાગદ્વેષ જાય. સમતાભાવ લાવીને શુદ્ધ આત્મરમણતા અનુભવવા માટે સામાયિક એ જ એક માત્ર ઉપાય છે. એટલા માટે શ્રી હરિભદ્રસૂરિએ ‘અષ્ટ પ્રકરણમાં સામાયિકનું ફળ દર્શાવતાં કહ્યું છે : सामायिक- विशुद्धात्मा सर्वथा घातिकर्मणः क्षयात्केवलमाप्नोति लोकालोक प्रकाशकम् ।। [સામાયિક કરવાથી વિશુદ્ધ થયેલો આત્મા જ્ઞાનાવરણીય વગેરે ચાર ઘાતી કર્મોનો સર્વથા ક્ષય કરીને લોકાલોક પ્રકાશક એવું કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.] સામાયિક દ્વારા આત્માને સર્વથા વિશુદ્ધ કરવા માટે પ્રબળ પુરુષાર્થની અપેક્ષા રહે છે. કેટલાકને તો કેટલાય જન્મની ઉત્તરોત્તર વધતી જતી સાધના પછી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલા માટે જીવે ગૃહસ્થના બે ઘડીના ક્રિયાવિધિયુક્ત સામાયિકથી શરૂ કરી નિશ્ચયસ્વરૂપ ભાવ સામાયિક સુધી Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૬ર જિનતત્ત્વ પહોંચવાનું હોય છે. એમાં કોઈકનો વિકાસક્રમ મંદ હોય અને કોઈકનો અત્યંત વેગવંતો હોય, પરંતુ એટલું નિશ્ચિત છે કે સામાયિક વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એટલા માટે જ કહેવાયું છે કે : जे केवि गया मोक्खं जे विय गच्छन्ति जे गमिस्सन्ति । ते सव्वे सामाइय माहप्पेणं गुणेयव्या।। જેિ કોઈ મોક્ષ ગયા છે, જે વળી મોક્ષે જાય છે અને જે મોક્ષે જશે તે સર્વે સામાયિકના પ્રભાવથી જ છે એમ જાણવું] શ્રી “ભગવતી અંગમાં પણ કહ્યું છે : किं तिब्वेण तवेणं किं च जवेणं किं च चरितेणं। समयाइ विण मुख्खो न हु दुजो कहवि न हु होइ।। [ગમે તેવું તીવ્ર તપ તપે, જપ કરે અને ચારિત્રનું (દ્રવ્ય ચારિત્રનું) ગ્રહણ કરે, પરંતુ સમતા વિના (ઉત્કૃષ્ટ ભાવના સામાયિક વિના) કોઈનો મોક્ષ થયો નથી, થતો નથી અને થશે પણ નહિ. - સમતા એ સામાયિકનો પ્રાણ છે. સમ એટલે સરખું. સમતા અથવા સમત્વ એટલે સરખાપણાનો ભાવ અનુભવવો. મનુષ્યના ચિત્તમાં ગમવાના કે ન ગમવાના ભાવો સતત ચાલતા રહે છે. પ્રિય વસ્તુઓ, પદાર્થો, વ્યક્તિઓ, સંજોગો માણસને ગમે છે. અપ્રિય ગમતાં નથી. માણસને સુખ ગમે છે, દુઃખ ગમતું નથી; વિજય ગમે છે, પરાજય ગમતો નથી; સફળતા ગમે છે, નિષ્ફળતા ગમતી નથી; લાભ કે નફો ગમે છે, ગેરલાભ કે ખોટ ગમતાં નથી. પરંતુ જે વ્યક્તિ આવા ભિન્ન ભિન્ન પ્રસંગોમાં હર્ષશોકથી પર થઈ શકે તે જ સમતા અનુભવી શકે. ગમવું એટલે રાગ. અણગમો કે ધિક્કાર એટલે દ્વેષ. જેમ ઢષથી માણસ પર થઈ જાય તેમ રાગથી પણ પર થઈ જવું જોઈએ. આપણે ધારીએ એટલું એ સરળ નથી. જ્યાં સુધી મમત્વભાવ છે ત્યાં સુધી રાગ છે. દુનિયાના તમામ પદાર્થો અને સંબંધો છોડ્યા પછી પણ માણસને પોતાની કાયા માટે રાગ રહે છે, અને કાયામાં પ્રવેશેલી વ્યાધિઓ માટે દુર્ભાવ રહે છે. સમત્વની સૂક્ષ્મ સાધના એટલે છેવટે કાયાથી પણ પર થઈ જવું અને શુદ્ધ આત્મોપયોગ દ્વારા સાક્ષીભાવે બધી વસ્તુઓને કે અનુભવોને નિહાળવાં. એક વખત ચિત્તમાં સમતાભાવ આવ્યો એટલે તે કાયમ રહેવાનો છે એવું માની લેવાની ઉતાવળ ન કરવી જોઈએ. સ્વસ્થ અને સુખદ સંજોગોમાં Page #473 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ૪૬૩ સમતાભાવનો અનુભવ કે આભાસ થાય છે, પરંતુ વિપરીત સંજોગો વખતે સમતાભાવની કસોટી થાય છે. એવે વખતે પણ પુરુષાર્થથી પ્રાપ્ત કરેલો સમતાભાવ વધુ સમય ટકી રહે એ જોવું જોઈએ. એ માટે અભ્યાસ અને પરષાર્થ જરૂરી છે. એવી તાલીમ માટે સામાયિક સારો અવકાશ પૂરો પાડે છે. એટલા માટે જ સામાયિક વારંવાર કરવાની શાસ્ત્રકારોએ ભલામણ કરી છે. સામાયિક દ્વારા સ્થળ સપાટી પરની સમતાથી એવી સૂક્ષ્મતમ, ઉચ્ચતમ, આત્માનુભૂતિ સુધી પહોંચાય છે, કે જ્યારે સંસાર અને મુક્તિને તે “સમ” ગણે છે. શ્રી આનંદઘનજી મહારાજે સોળમા શ્રી શાંતિનાથ ભગવાન સ્તવનમાં કહ્યું છે : માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે; વંદક નિંદક સમ ગણે, ઇસ્યો હોયે તું જાણે રે, સર્વ જંતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બેઉ સમ ગણે, મુણે ભવજલનિધિ નાવ રે. આપણો આતમભાવ જે, એક ચેતના ધાર રે; અવર સવિ સાથ સંજોગથી, એહ નિજ પરિકર સાર રે.” મુક્તિ અને સંસાર એ બંનેને જે સમ ગણે તે સમતાનો આદર્શ છે. એ સૂક્ષ્મ ચેતનાધાર અનુભવગોચર છે, પણ એનું શબ્દમાં યથાર્થ વર્ણન થઈ શકતું નથી. આવી સમતાનો મહિમા મહાત્માઓએ જુદી જુદી રીતે વર્ણવ્યો છે. निंदापसंसासु समो य माणावमाणकारीसु। सम समण परजणमणो सामाइय संगओ जीवो।। [નિઘ કે પ્રશંસામાં, માન કે અપમાન કરનાર પ્રત્યે, સ્વજનમાં કે પરજનમાં જે સરખું મન રાખે (સમતાનો શુભ ભાવ રાખે) તે જીવને સામાયિક સંગી જાણવો.] Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ‘આવશ્યક નિર્યુક્તિ'માં ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે : जो समो सव्वभूएस तसेसु थावरेसु य । तस्स सामाइयं होइ इइ केवलिभासियं । । [જે સાધકો ત્રસ અને સ્થાવરરૂપી સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખે છે એનું સામાયિક શુદ્ધ હોય છે, એવું કેવલી ભગવંતોએ કહ્યું છે. હરિભદ્રસૂરિએ ‘પંચાશક' ગ્રંથમાં લખ્યું છે : समभावो सामाइयं तण-कंचण सत्तु-मित्र विसओ त्ति । णिरभिस्संग चित्तं उचिय पवित्तिप्पहाणं च ।। જિનતત્ત્વ [સમભાવ એ જ સામાયિક છે, તણખલું હોય કે સોનું હોય. શત્રુ હોય કે મિત્ર હોય, સર્વત્ર પોતાના ચિત્તને આસક્તિરહિત રાખવું તથા પાપરહિત ઉચિત ધર્મપ્રવૃત્તિ કરવી એ સામાયિક છે.] પૂ. સ્વ. ભદ્રંકરવિજયજી પંન્યાસજીએ લખ્યું છે કે ‘સામાયિકનું પરમ રહસ્ય એ છે કે પ્રત્યેક જીવને આત્મવત્ જોવો. પોતાને સુખ ગમે છે, દુઃખ ગમતું નથી, તેમ જીવનમાત્રને સુખ ઇષ્ટ છે, દુ:ખ અનિષ્ટ છે. તેથી કોઈના પણ દુઃખના નિમિત્ત ન બનવું જોઈએ. કોઈ પણ જીવને સહેજ પણ દુભવતાંની સાથે મનને આંચકો લાગવો તે સામાયિક ધર્મની પરિણતિની નિશાની છે... આત્મામાં વિશ્વવ્યાપી વિશાળતા પ્રગટ કરવાનું સાધન સામાયિક છે. એથી સ્વાર્થ સાથેનું સગપણ દૂર થઈ, સર્વ સાથેનો આત્મીય ભાવ પ્રગટે છે. સ્વસંરક્ષણ-વૃત્તિને સર્વસંરક્ષણરણ-વૃત્તિમાં બદલવાનો સ્તુત્ય પ્રયોગ તે સામાયિક છે. વિશ્વના જીવોના હિતની ઉપેક્ષા કરીને કોઈ આત્મા ‘સામાયિક’માં રહી શકતો નથી.' સમતા, સમત્વ, અનાસક્તિ જીવનમાં સરળતાથી આવતાં નથી. પૂર્વના સંસ્કારો અને પૂર્વનાં શુભ કર્મનો ઉદય એમાં કામ કરે જ છે, પરંતુ તેની સાથે અપ્રમત્ત પુરુષાર્થની પણ જરૂર રહે છે. જીવનમાં સમતા આણવા માટે સંયમ, શુભ ભાવના તથા આર્ત્ત અને રૌદ્ર ધ્યાનના ત્યાગની જરૂર રહે છે. જ્યાં સુધી જીવન અસંયમિત હોય, અશુભ ભાવો ચાલ્યા કરતા હોય, આર્ત્ત અને રૌદ્ર ધ્યાનનું પોષણ થયા કરતું હોય ત્યાં સુધી સમતા આવી શકે નહિ. શ્રી હરિભદ્રસૂરિએ સામાયિકનાં લક્ષણોમાં એટલા માટે સંયમનો પણ ખાસ નિર્દેશ કર્યો છે. મન અત્યંત ચંચળ હોય છે. પાંચે ઇન્દ્રિયોના Page #475 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ૪૬૫ ભોગપભોગના વિષયમાં ઘણા બધા હોય છે. જીવ એમાંથી જ્યાં સુધી નિવૃત્ત થતો નથી ત્યાં સુધી સંયમ ધારણ કરી શકતો નથી. એટલે ત્યાં સુધી રાગ અને શ્રેષનાં નિમિત્તો એને મળ્યા કરવાનાં. એટલા માટે ઇન્દ્રિયો અને મન ઉપર સંયમ ધારણ કરવાની વિશેષ આવશ્યકતા છે. અન્ય જીવો પ્રતિ ચિત્તમાં વિવિધ પ્રકારના ભાવો જન્મતા હોય છે. એમાં શુભ ભાવોમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર પ્રકારની ભાવના ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. આ ચાર ભાવનાઓને જૈન ધર્મમાં ધર્મધ્યાનની ભાવના તરીકે ઓળખાવવામાં આવી છે. આ ભાવનાઓ ભાવવાથી આર્ત અને રૌદ્ર ધ્યાન દૂર થવા લાગે છે. બીજાનું હિત ચિંતવવું એનું નામ મૈત્રી. બીજાના ગુણો જોઈને આનંદ અનુભવવો એનું નામ પ્રમોદ. બીજાનું દુ:ખ જોઈને દુઃખી થવું અને તે દૂર કરવા માટે ચિંતા કરવી એનું નામ કરુણા અને બીજા પોતાની હિતશિક્ષા ન માને તો ઉદાસીનભાવ ધારણ કરવો તેનું નામ માધ્યસ્થ. આ ચાર ભાવનાઓ ઉપરાંત અનિત્યાદિ બાર ભાવનાઓ વૈરાગ્યની પણ છે. આ ભાવનાઓના સેવનથી સમત્વનો ભાવ દઢ થાય છે. ચિત્તમાં ઊઠતા સંકલ્પ-વિકલ્પોને શાસ્ત્રકારોએ મુખ્ય ચાર પ્રકારના ધ્યાન તરીકે દર્શાવ્યા છે : (૧) આર્ત ધ્યાન, (૨) રૌદ્ર ધ્યાન, (૩) ધર્મ ધ્યાન અને (૪) શુક્લ ધ્યાન. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન તે અશુભ ધ્યાન છે અને ત્યજવા યોગ્ય છે. આર્ત ધ્યાનના ચાર પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) અનિષ્ટસંયોગજનિત, (૨) ઇષ્ટવિયોગજનિત, (૩) પ્રતિકૂલ વેદનાજનિત અને (૪) નિંદાજનિત. એવી રીતે રૌદ્ર ધ્યાનના પણ ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) હિંસાનંદ, (૨) મૃષાનંદ, (૩) ચૌર્યાનંદ અને (૪) પરિગ્રહાનંદ. જ્યાં સુધી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ બે અશુભ ધ્યાન જાય નહિ ત્યાં સુધી જીવ શુભ ધ્યાન તરફ વળી શકતો નથી, સામાયિક કરનારે અશુભ ધ્યાનનો ત્યાગ કરવાનો હોય છે. વળી સામાયિક કરનારે સાવઘયોગ -- પાપમય પ્રવૃત્તિથી નિવૃત્ત થવાનું હોય છે. પ્રાણાતિપાત વગેરે અઢાર પ્રકારનાં પાપDાનો શાસ્ત્રકારોએ બતાવ્યાં છે. એમાંથી જ્યાં સુધી નિવૃત્ત ન થવાય ત્યાં સુધી સારી રીતે સામાયિક થઈ Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ જિનતત્ત્વ શકે નહિ. આ ઉપરથી જોઈ શકાશે કે સાચું સામાયિક કરવા માટે મન, વચન અને કાયાથી કેટલી બધી પૂર્વતૈયારી કરવાની રહે છે. સમતાભાવમાં રમનારા બધા જીવોનો સમતાભાવ એકસરકો નથી હોતો. આથી સામાયિકના પ્રકારો જુદા હોઈ શકે છે. વિશાળ વર્ગીકરણની દૃષ્ટિએ સામાયિકના મુખ્ય ચાર પ્રકારો બતાવવામાં આવે છે : (૧) શ્રત સામાયિક, (૨) સમ્યકત્વ સામાયિક, (૩) દેશવિરતિ સામાયિક અને (૪) સર્વવિરતિ સામાયિક (૧) શ્રુત સામાયિક: શ્રુતજ્ઞાન અથવા જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા તત્ત્વના અભ્યાસથી આવતી સ્વરૂપ રમણતા. (૨) સમ્યકત્વ સામાયિકઃ જેમ જેમ મિથ્યાત્વ એટલે અજ્ઞાન દૂર થતું જાય અને સમ્યજ્ઞાન પ્રાપ્ત થતું જાય અને તેથી આત્મરણતા પ્રગટ થતી જાય તેનું નામ સમ્યકત્વ સામાયિક. (૩) દેશવિરતિ સામાયિક : બે ઘડી માટે સાવદ્ય યોગ અથવા પાપપ્રવૃત્તિથી બચવા માટે ગૃહસ્થ એક આસન ઉપર બેસી આત્મરમણતા કરે તે સામાયિક. (૪) સર્વવિરતિ સામાયિક : સાધુ ભગવંતોનું સામાયિક યાવજીવન હોય છે. તેઓ સ્વેચ્છાએ સર્વવિરતિ ધારણ કરનારા હોય છે. એટલે તેઓએ સાવદ્ય યોગનાં જાવજીવ પચ્ચકખાણ લીધાં હોય છે. આથી સતત સમભાવ ધારણા કરવા દ્વારા તેઓએ આત્મસ્વરૂપમાં રમણતા કરવાની હોય છે. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ વિચારરત્નસારમાં લખે છે : “૧. શ્રુત સામાયિકમાં દીપક સમકિત અને પહેલું ગુણઠાણુ હોય. તે અભવ્યને પણ હોય. કારણ તે જિનવચનાનુસાર પ્રરૂપણા કરે. તેથી પરને ધર્મ દીપાવે, ધર્મ પમાડે પણ પોતાને અંધારું હોય. ૨. દર્શન સામાયિક સમ્યગ્દષ્ટિ ચોથા ગુણઠાણીને હોય. ૩. દેશવિરતિ સામાયિક પાંચમે ગુણઠાણે વર્તતા શ્રાવકને હોય, ૪. સર્વવિરતિ સામાયિક તે કહે-સાતમે ગુણઠાણે વર્તતા મુનિમહારાજને હોય. એ સર્વ ગુણઠાણની પરિણતિરૂપ કષાયનાં ક્ષયોપશમને લીધે હોય છે.' (કેટલાક આ ચાર પ્રકારમાં સમકિત સામાયિકને પ્રથમ મૂકે છે અને ત્યાર પછી શ્રુત સામાયિકને મૂકે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ Page #477 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ૪૧૭ ક્રમાનુસાર તેઓ સામાયિકના ત્રણ પ્રકાર ગણાવી, ત્રીજા પ્રકારના દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે પેટાપ્રકાર બતાવે છે. અપેક્ષા ભેદથી તેમ બતાવી શકાય છે.) ગૃહસ્થોનું એક સામાયિક એક મુહૂર્ત (બે ઘડી – ૪૮ મિનિટ) માટેનું હોય છે. એટલે એ સામાયિક અલ્પનિશ્ચિત કાળ માટે હોય છે. એટલા માટે એ સામાયિકને “ઇલ્વરકાલિક' (થોડા કાળ માટેનું) કહેવામાં આવે છે. સાધુ ભગવંતોનું સામાયિક જીવનપર્યતનું હોય છે. એટલા માટે એ સામાયિકને “યાવત્કથિત” કહેવામાં આવે છે. પૂર્વેના સમયમાં ગૃહસ્થોના સામાયિકના પણ બે પ્રકાર પાડવામાં આવ્યા હતા : (૧) ઋદ્ધિપાત્ર અને (૨) સામાન્ય રાજા, મંત્રી, મોટા શ્રેષ્ઠીઓએ વાજતેગાજતે ઠાઠમાઠ સાથે ઉપાશ્રયમાં સામાયિક કરવા જવું જોઈએ, કે જેથી આવા મોટા મોટા માણસો પણ સામાયિક કરવા જાય છે એના સામાન્ય લોકો ઉપર ઘણો પ્રભાવ પડે. સામાન્ય ગૃહસ્થો ઉપાશ્રયમાં અથવા ઘરમાં સામાયિક કરે તેને સામાન્ય' સામાયિક કહેવામાં આવતું. વળી ત્યારે એવી માન્યતા પણ પ્રવર્તતી હતી કે દેવાદાર માણસોએ તો ઘરે જ સામાયિક કરવું. તેઓએ ઉપાશ્રયમાં સામાયિક કરવા ન આવવું, કારણ કે લેણઘર ત્યાં સામાયિક કરવા આવ્યો હોય અથવા ઉઘરાણી કરવા આવ્યો હોય તો પોતાના, લેણદારના ને બીજા સામાયિક કરનારાઓના મનના ભાવ બગડે અથવા તેમાં ખલેલ પડે. સામાયિકના દ્રવ્ય સામાયિક” અથવા “વ્યવહાર સામાયિક” અને “ભાવ સામાયિક ” અથવા “નિશ્ચય સામાયિક એવા બે પ્રકાર પણ બતાવવામાં આવે છે. એમાં ભાવ સામાયિક અથવા નિશ્ચય સામાયિક દેખીતી રીતે ચડિયાતો પ્રકાર છે. દ્રવ્ય સામાયિકનો આદર્શ પણ ભાવ સામાયિક સુધી પહોંચવાનો છે. ગૃહસ્થો એક આસન પર બેસી, ઉચિત વેશ સાથે, મર્યાદિત ઉપકરણો (ચરવાળો, નવકારવાળી, જ્ઞાનનાં પુસ્તકો વગેરે) સાથે બે ઘડીનું વિધિપૂર્વક સામાયિક કરે તેને દ્રવ્ય સામાયિક કહે છે. તેમાં સમતાભાવની સાધના કરવાની હોય છે. આત્માનું સ્વ-ભાવમાં રમણ તે ભાવ સામાયિક અથવા ‘નિશ્ચય સામાયિક'. એટલા માટે જ “ભગવતીસૂત્રમાં કહ્યું છે : , अप्पा सामाइयं, अप्पा सामाइयस्स अत्थो। (‘ભગવતીસૂત્ર', શ. ૧, ઉ. ૯) Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ જિનતત્ત્વ [આત્મા સામાયિક છે, આત્મા જ સામાયિકનો અર્થ છે.J. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું છે : ભગવતી અંગે ભાખીઓ, સામાયિક અર્થ, “સામાયિક પણ આતમા’ ધરો સૂધો અર્થ, આત્મતત્ત્વ વિચારીએ.” શ્રી કુંદકુંદાચાર્યે “નિયમસારમાં આ પ્રકારના નિશ્ચય સામાયિકને સ્થાયી' સામાયિક તરીકે ઓળખાવ્યું છે. જુઓ : जो समो सव्वभूएसु तसेसु थावरेसु य। तस्स सामाइयं ठाइ इय केवल भासियं ।।१२६।। ત્રિસ અને સ્થાવર એવા સર્વ જીવો પ્રત્યે જે સમતાભાવ રાખે તેનું સામાયિક સ્થાયી છે એમ કેવલી ભગવંતોએ કહ્યું છે.] આ પ્રકારની ગાથા થોડા શબ્દફેર સાથે અન્ય પ્રાચીન ગ્રંથોમાં પણ સાંપડે છે. ભગવતીસૂત્ર (શ. ૧, ઉ. ૯)માં નિશ્ચય સામાયિકના તત્ત્વસ્વરૂપ ઉપર પ્રકાશ પાડતો એક સરસ પ્રસંગ આવે છે. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કેટલાક સાધુઓ વિચરતા હતા. ભગવાન પાર્શ્વનાથના સમયમાં ચાતુર્યામ સંવર(ચાર મહાવ્રત)નો ધર્મ પળાતો હતો. ભગવાન મહાવીરે દેશકાળ પારખીને ચાર વ્રતમાંથી પંચ મહાવ્રતનો ઉપદેશ આપ્યો તથા રોજરોજ ઉભયકાળ પ્રતિક્રમણનો પણ ઉપદેશ આપ્યો. ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કાલાસ્યવેષિપુત્ર નામના અણગાર ભગવાન મહાવીર સ્વામીના કેટલાક સાધુ ભગવંતોને મળે છે ત્યારે તેઓ પૂછે છે, “હે સ્થવિરો, તમે સામાયિકને જાણો છો ? તમે સામાયિકના અર્થને સમજો છો ?' વિરોએ કહ્યું, “હે કાલાયવેષિપુત્ર ! અમે સામાયિકને જાણીએ છીએ. અમે સામાયિકનો અર્થ પણ સમજીએ છીએ.” હે સ્થવિરો ! જો તમે જાણતા હો તો સામાયિક શું છે તે મને કહો! હે આર્ય! અમારો આત્મા એ સામાયિક છે અને એ જ સામાયિકનો અર્થ છે.' Page #479 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ૪૬૯ ત્યાર પછી તે સ્થવિરોએ કાલસ્યવેષિપુત્રને સંયમની સાધના માટે ક્રોધાદિ કષાયોની નિદાગહ કેવી રીતે જરૂરી છે તે સમજાવ્યું. આવી રીતે કેટલાક પદાર્થોની જે સમજણ પોતાને નહોતી તે સ્થવિરો પાસેથી મળતાં કાલાવેષિપુત્રે પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રતનો ધર્મ સ્વીકાર્યો અને સારી રીતે તે ધર્મનું પાલન કરી, ઉપસર્ગાદિ સમભાવે સહન કરી, કર્મક્ષય કરી, કેવળજ્ઞાન પામી, મોક્ષગતિ પામ્યા. આમ, સામાયિક એટલે આત્મા એટલી ઊંચી દશા સુધી સામાયિકનું મહાભ્ય દર્શાવવામાં આવ્યું છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે : सामाइय भावपरिणइ भावाओ जीव एव सामाइयं । સિામાયિક એ સ્વભાવની પરિણતિ છે. એમ સ્વભાવની દૃષ્ટિએ જોતાં જીવ (આત્મા) એજ સામાયિક છે.] વિશેષાવશ્યક ભાષ્યમાં પણ કહ્યું છે : सामाइयओवउत्तो जीवो सामाइयं सयं चेव। સિામાયિકમાં ઉપયોગયુક્ત જીવ (આત્મા) પોતે જ સ્વયં સામાયિક છે.] સામાયિકના પ્રકારો એના પર્યાયવાચક નામોની દૃષ્ટિએ પણ બતાવવામાં આવ્યા છે. સામાયિકના આઠ પ્રકારનાં નામ અને તે દરેક ઉપર દૃષ્ટાંત શાસ્ત્રકારોએ આપ્યાં છે. એ માટે નીચે પ્રમાણે ગાથાઓ છે : सामाइयं समइयं सम्मं वाओ समास संखेवो। अणवझं य परिण्णा पच्चखाणेय ते अट्ठा ।। સિામાયિક, સમયિક, સમવાદ, સમાસ, સંક્ષેપ, અનવદ્ય, પરિજ્ઞા અને પ્રત્યાખ્યા – એમ આઠ નામ સામાયિકનાં છે.] दमदंते मेअज्जे कालय पुत्था चिलाइपुत्ते य। धम्मरुइ इला तेइली सामाइय अठ्ठदाहरणा।। ૧. દમદંત રાજા, ૨. મેતાર્ય મુનિ, ૩. કાલાચાર્ય, ૪. લૌકિકાચાર પંડિતો, ૫. ચિલાતીપુત્ર, ૬. ધર્મરુચિ સાધુ, ૭. ઇલાચીપુત્ર અને ૮. તેટલીપુત્ર - એમ સામાયિક વિશે આઠ ઉદાહરણો છે.]. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જિનતત્ત્વ સામાયિકનાં આઠ નામના અર્થ નીચે પ્રમાણે છે : (૧) સામાયિક : જેમાં સમતાભાવ રાખવામાં આવે છે. આ સમભાવ નામના સામાયિક ઉપર દમદંત રાજાનું દૃષ્ટાંત છે. (૨) સમયિક: સ-મયિક. મયા એટલે દયા. સર્વ જીવ પ્રતિ દયાનો ભાવ ધારણ કરવો તે. આ સમયિક-સામાયિક ઉપર મેતાર્યમુનિનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. (૩) સમવાદઃસમ એટલે રાગદ્વેષ-રહિતતા. જેમાં એવા પ્રકારનાં વચન ઉચ્ચારવાં તે સમવાદ–સામાયિક. એના ઉપર કાલકાચાર્ય (કાલિકાચાર્ય)નું દૃષ્ટાંત આપવામાં આવે છે. (૪) સમાસઃ સમાસ એટલે જોડવું, એકત્ર કરવું, વિસ્તાર ઓછો કરવો, થોડા શબ્દોમાં શાસ્ત્રોના મર્મને જાણવો તે. આ સમાસ સામાયિક ઉપર ચિલાતીપુત્રનું દૃષ્ટાંત આપવામાં આવે છે. (૫) સંક્ષેપ થોડા શબ્દને ઘણો અર્થવિસ્તાર વિચારવો અથવા દ્વાદશાંગીનું સારરૂપ તત્ત્વ જાણવું. તે આ સંક્ષેપ સામાયિક ઉપર લૌકિકાચાર પંડિતોનું દાંત આપવામાં આવે છે. (૬) અનવદ્ય : અનવદ્ય એટલે નિષ્પાપ, પાપ વગરના આચારણરૂપ સામાયિક તે અનવદ્ય સામાયિક. તેના ઉપર ધર્મરુચિ અણગારનું દષ્ટાંત આપવામાં આવે છે. (૭) પરિજ્ઞા : પરિજ્ઞા એટલે તત્ત્વને સારી રીતે જાણવું તે. પરિજ્ઞા સામાયિક ઉપર ઇલાચીકુમારનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. (૮) પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન એટલે પચ્ચકખાણ. કોઈ વસ્તુનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી હોય તે પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન સામાયિક ઉપર તેટલીપુત્રનું દૃષ્ટાંત આપવામાં આવે છે. આવી રીતે સામાયિકના આઠ જુદા જુદા પર્યાય દષ્ટાંત સહિત બતાવવામાં આવ્યા છે. ભગવાન મહાવીરે સાદ્વાદ અને એકાન્તવાદની દૃષ્ટિ આપી જગતના જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે. પ્રત્યેક પરિસ્થિતિને જુદી જુદી અપેક્ષાએ તપાસી શકાય છે. સામાયિકના વિષયમાં અર્થ, રહસ્ય કે ધ્યેયની સમજણ વગર, માત્ર ગતાનુગતિક રીતે જેવું તેવું સામાયિક કરનારના સામાયિકથી માંડીને સમભાવની વિશુદ્ધતમ પરિણતિ સુધી સામાયિકની અનેક કક્ષાઓ હોય Page #481 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ૪૭૧ છે. નય અને ન્યાયના પ્રખર અભ્યાસી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સાથે નયની અપેક્ષાએ સામાયિકના પ્રકારો દર્શાવ્યા છે અને તે સામાયિક કેવું હોય તેનું વર્ણન તેમણે એક પદમાં કર્યું છે. તેઓ લખે છે : ચતુર નર ! સામાયિક નય ધારો. લોક પ્રવાહ છાંડ કર અપની પરિણતિ શુદ્ધ વિચારો. ત્યારપછીની કડીમાં તેઓ સંગ્રહનયની અપેક્ષાએ સામાયિકનો આદર્શ રજૂ કરતાં કહે છે : ‘દ્રવ્યત અખય અભંગ આતમાં સામાયિક નિજ જાતે, શુદ્ધ રૂપ સમતામય કહીએ, સંગ્રહ નકી બાતિ. જ્ઞાનવંતકી સંગતિ નાહી, રદિયો પ્રથમ ગુણઠાને.” આમ પ્રથમ ગુણસ્થાનથી તેરમાં ગુણસ્થાનક સુધી જીવનું સામાયિક કેવું કેવું હોય તે આ પદમાં તેમણે વર્ણવ્યું છે. એટલા માટે જ સામાયિક એ સતત અભ્યાસ દ્વારા ઊંચે ચડવાની સાધના છે, એમ દર્શાવતાં એ પદમાં અંતે તેઓ કહે છે : “સામાયિક નર અંતર દષ્ટ, જો દિન દિન અભ્યાસે, જગ જશવાદ લહે જો બેઠો, જ્ઞાનવંત કે પાસે.” સામાયિકમાં દ્રવ્યક્રિયાથી માંડીને દેશવિરતિ, સર્વવિરતિ, સંવર અને નિર્જરા, ઉપશમ શ્રેણી, ક્ષપક શ્રેણી, આત્માના આઠ રુચક પ્રદેશો, ચાર ઘનઘાતી કર્મનો ક્ષય, કેવળજ્ઞાન અને છેલ્લે સિદ્ધગતિ – એ બધાંને લક્ષમાં લઈ ઠેઠ સિદ્ધાત્માઓ સુધીની દશા માટે જુદી જુદી ગતિની અપેક્ષાએ જુદા જુદા નય કેવી રીતે ઘટી શકે છે તે શાસ્ત્રકાર મહર્ષિએ દર્શાવ્યું છે. અનંત વૈવિધ્યમય સંસારમાં બધા જ જીવો એકસરખી કોટિના હોઈ શકે નહિ. જુદી જુદી ગતિની અપેક્ષાએ જીવોને જોઈએ તો કેટલાયે દેવગતિમાં છે અને કેટલાયે મનુષ્યગતિમાં છે. વયની અપેક્ષાએ મનુષ્યોનો વિચાર કરીએ તો કેટલાયે બાલાવસ્થામાં છે અને કેટલાયે વૃદ્ધાવસ્થામાં છે. જો મોક્ષગતિ એ જીવોનું અંતિમ લક્ષ્ય હોય તો કેટલાયે જીવો મોક્ષગતિ તરફ આગળ વધી રહેલા જોવા મળશે, તો કેટલાયે એનાથી વિપરીત દશામાં જઈ રહેલા, ઘસડાઈ રહેલા દેખાશે. મોક્ષમાર્ગી જીવો પણ જુદી જુદી કક્ષાના અને જુદા જુદા તબક્કામાં જોવા મળશે. Page #482 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ તીર્થંકર પરમાત્મા જ્યારે સમવસરણમાં દેશના આપે છે ત્યારે તે એવી હોય છે કે તેમાંથી બધા જ વિકાસોન્મુખ જીવોને પોતે જે કક્ષાએ હોય ત્યાંથી ઊંચે કેમ ચડી શકે તેનું માર્ગદર્શન મળી રહે છે. મોક્ષપ્રાપ્તિ માટે સમ્યગ્દર્શન, સભ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની આવશ્યકતા રહે છે. સમ્યક્ચારિત્રના સર્વવરિત અને દેશવિરતિ એવા બે મુખ્ય પ્રકાર છે. ગૃહસંસાર છોડી દીક્ષા લેનાર સાધુ ભગવંતોનું ચારિત્ર તે સર્વવિરતિના પ્રકારનું છે. ગૃહસ્થો જે સંયમની આરાધના કરે તે દેશવિરતિ ચારિત્ર છે. સર્વવિરતિ સાધુ ભગવંતો માટે ભગવાન મહાવીરે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોનું પાલન કરવાનો ઉપદેશ આપ્યો છે. ગૃહસ્થો માટે એ જ વ્રતો અમુક અંશે પાળવાનાં કહ્યાં હોવાથી તેને અણુવ્રત નાનાં વ્રત તરીકે ઓળખવામાં આવે છે. આ અણુવ્રતોનું પાલન સારી રીતે થઈ શકે એ માટે બીજાં ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું પાલન કરવાનું ભગવાને કહ્યું છે. ત્રણ ગુણવ્રતો છે : (૧) દિક્ પરિમાણ વ્રત, (૨) ભોગોપભોગ પરિમાણ વ્રત અને (૩) અનર્થ દંડ વિરમણવ્રત. ચાર શિક્ષાવ્રતો છે : (૧) સામાયિક વ્રત, (૨) દેશાવકાસિક વ્રત, (૩) પૌષધ વ્રત અને (૪) અતિથિ સંવિભાગ વ્રત. ૪૭૨ આમ શ્રાવકનાં બાર વ્રત બતાવવામાં આવ્યાં છે. જે દેશવિરતિ શ્રાવક આ બાર વ્રત ચુસ્તપણે પાળે તે સાધુની નજીક પહોંચે છે. આ બાર વ્રતમાં નવમું વ્રત અને શિક્ષાવ્રતમાં પહેલું વ્રત તે સામાયિક વ્રત છે. જે શ્રાવક સામાયિક વ્રત બરાબર પાળે તે તેટલો વખત સાધુપણામાં આવી જાય છે. સામાયિક એ શિક્ષાવ્રત છે. શિક્ષા એટલે અભ્યાસ. ‘ધર્મબિન્દુ’ ગ્રંથમાં હરિભદ્રસૂરિએ કહ્યું છે : साधु धर्माभ्यासः शिक्षा એટલે જેમાં સારો (સાધુ) ધર્માભ્યાસ થયા તેનું નામ શિક્ષા. શિક્ષાવ્રત એટલે વારંવાર અભ્યાસ કરવાનું વ્રત. શ્રી હરિભદ્રસૂરિએ ‘પંચાશક’માં કહ્યું છે ઃ सिक्खावयं तु एत्थं सामाइयमो तथं तु विणेयं । सावज्जेयर जोगाण वज्जणा સેવા યં।। [અહીં શ્રાવકધર્મમાં સામાયિકને શિક્ષાવ્રત જાણવું. સાવઘ અને ઇતર (અનવદ્ય) યોગોને અનુક્રમે વર્જવા અને સેવવારૂપે તે વ્રત છે.] Page #483 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ૪૭૩ અભયદેવસૂરિએ શિક્ષાનો અર્થ સમજાવતાં કહ્યું છે કે ગ્રહણ અને સેવનરૂપી પરમપદસાધક એવી વિશિષ્ટ ચેષ્ટા એટલે શિક્ષા. જે વ્રતમાં આવી ચેષ્ટા મુખ્ય રૂપે હોય એ વ્રત તે શિક્ષાવ્રત. સામાયિક શિક્ષાવ્રત છે માટે જ તે વારંવાર કરવાનું કહ્યું છે, કારણ કે કોઈ પણ કાર્ય વારંવાર કરવાથી, તેના વધુ મહાવરાથી તે વધુ સારી રીતે થઈ શકે છે. જેમ અનુભવ વધતો જાય તેમ તેની ખામીઓ દૂર થતી જાય. સાધનામાં અભ્યાસથી ઉત્તરોત્તર વિશુદ્ધિ આવતી જાય છે. આરંભમાં થોડી કચાશ હોય, તેથી તે પ્રવૃત્તિ છોડી દેવાને યોગ્ય નથી. કુંભારનો દીકરો ચાકડા ઉપર માટીનાં વાસણ બનાવતાં શીખે અથવા નાનું બાળક અક્ષર લખતાં શીખે તો તેમાં જેમ જેમ વધારે મહાવરો થતો જાય તેમ તેમ પરિણામ સારું આવતું જાય. સામાયિક વ્રતમાં આરંભમાં કોઈને લેવાની કે પારવાની વિધિ બિલકુલ ન આવડતી હોય તો તે વગર પણ સામાયિકનો આરંભ કરી શકે છે, અને પછી તેની વિધિ શીખી લઈ શકે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે વ્રતનું પાલન ન કરનારને જેટલો દોષ લાગે છે તેટલો દોષ અવિધિથી વ્રત કરનાને લાગતો નથી. વિશેષાવશ્યક ભાષ્યમાં શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણે કહ્યું છે : सामाइअंभि उ कए समणो इव साववो हवइ जम्हा। ए एण कारणेणं बहुसो सामाइयं कुज्जा। સિામાયિક કરવાથી શ્રાવક સાધુ જેવો થાય છે. એટલા માટે બહુ વાર સામાયિક કરવું જોઈએ. બે ઘડીના સામાયિકમાં પાપરૂપ પ્રવૃત્તિઓ અટકી જાય છે, અને ત્યાગ તથા સંયમાદિ ભાવો અનુભવવા મળે છે. માટે શ્રાવકોને જ્યારે જ્યારે સમય મળે ત્યારે સામાયિક કરવાની ભલામણ કરવામાં આવી છે : ___ झाहे खणिउ ताहे सामाइयं करेइ। વળી અન્યત્ર પણ કહેવાયું છે : जीवो पमायबहुलो बहुसोवि अ बहुविहेसु अत्थेसु। __ एएण कारणेणं बहुसो सामाइयं कुज्जा।। [જીવ બહુ પ્રમાદવાળો છે. બહુ પ્રકારના અર્થોમાં (પદાર્થોમાં) તે બહુ રચ્યોપચ્યો રહે છે. એટલા માટે બહુ વાર સામાયિક કરવું જોઈએ.] Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ જિનતવ આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે : यदा सव्व सामाइयं काउमसतो तदा देससामाइयंपि ताव बहुसो कुज्जा तथा जत्थं वा वीसमइ अच्छइ वा निब्बारो सवत्थ सामाइयं करेइ । જ્યિારે સર્વથી (સર્વવિરતિ લઈને) સામાયિક કરવાને અશક્ત હોઈએ ત્યારે દેશથી (દેશવિરતિમાં) પણ સામાયિક બહુ વાર કરવું જોઈએ. તથા જ્યાં વિસામો (ફુરસદ) મળે અથવા નિર્ચાપાર હોય (બીજું કંઈ કરવાપણું ન હોય) ત્યારે તો સામાયિક સર્વથા કરવું જ જોઈએ. સાગાર ધર્મામૃતમાં કહ્યું છે : सामायिकं सुदुःसाध्यमप्यभ्यासेन साध्यते। निम्नी करोति वा बिन्दुः किं नाश्मानं मुहुःपतन् ।। [અત્યંત દુ:સાધ્ય છતાં સામાયિક અભ્યાસથી (નિત્ય પ્રવૃત્તિથી) સાધ્ય થાય છે. સતત જલબિન્દુ પડવાથી શું પથ્થર (ઘસાઈને) નીચો નથી થતો ?' ક્રિયાવિધિપૂર્વકનું ગૃહસ્થોએ કરવાનું દ્રવ્ય સામાયિક બે ઘડીનું હોય છે. ગૃહસ્થોએ ગુરુ ભગવંતની સાક્ષીએ (અથવા સ્થાપનાચાર્ય સન્મુખ રાખીને) રોજરોજ આવશ્યક ક્રિયા તરીકે અવશ્ય તે કરવાનું હોય છે. ગૃહસ્થોને પોતાના ગૃહજીવનની મર્યાદા હોય છે એટલે એમને માટે આ દ્રવ્ય સામાયિકનું વિધાન છે, પરંતુ દ્રવ્ય સામાયિક થયું એટલે તે ભાવ સામાયિક ન થઈ શકે એવું નથી. વસ્તુત: દ્રવ્ય સામાયિક કર્યું હોય અને પુરુષનું મન તે સમયે હરિજનવાસમાં ઉઘરાણી માટે ભટકતું હોય અથવા સ્ત્રીનું મન રસોડામાં ભટકતું હોય તો તે દ્રવ્ય સામાયિક માત્ર દ્રવ્ય સામાયિક જ રહે છે. ભાવ તેમાં પરોવાયેલો ન હોવાથી તે વધારે ફળ આપતું નથી. પુણિયા શ્રાવક ગૃહસ્થ હતા છતાં એનું દ્રવ્ય સામાયિક એવું ઉત્તમ ભાવ સામાયિક બની રહેતું કે એમના સામાયિકની પ્રશંસા ખુદ ભગાવન મહાવીરના મુખે થયેલી છે. દ્રવ્ય સામાયિક બે ઘડીનું હોવું જોઈએ એવી પ્રાચીન પરંપરા ચાલી આવી છે. આ સામાયિક લેવાની અને તે પૂરું થયે પારવાની વિધિમાં કેટલાક ફેરફારો થતા રહ્યા છે, તો પણ એના મુખ્ય ધ્વનિ કે ભાવ તો સમાન જ રહ્યો છે. સામાયિકની લેવા- પારવાની ક્રિયાવિધિમાં કેટલાંક સૂત્રો બોલવાનાં હોય છે. એ સૂત્રોમાં નવકારમંત્ર, પંચિદિઅ, ઇરિયાવહી, તસ્ય ઉત્તરી, અન્નત્ય, લોગસ્સ, કરેમિ ભંતે વગેરે સૂત્રો સમાન રહ્યાં છે. બીજાં કેટલાંક સૂત્રોમાં Page #485 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ફિરકાભેદે ફરક છે. તો પણ તેનો આશય સમાન રહ્યો છે. કોઈ પણ ક્રિયાવિધિના આરંભમાં નવકારમંત્ર પછી ઇરિયાવહી સૂત્ર બોલાય છે. દોષોની ક્ષમાપના માટેનું એ સૂત્ર છે. જ્યાં સુધી ઇરિયાવહી દ્વારા, દોષોની ક્ષમાપના દ્વારા શુદ્ધિ થતી નથી ત્યાં સુધી ધાર્મિક ક્રિયા કે વિધિ બહુ ફળ આપતી નથી. ઇરિયાવહી સાથે લોગસ્સનો કાઉસગ્ગ અવશ્ય જોડાયેલો હોય છે. એથી દર્શન-વિશુદ્ધિનો લાભ થાય છે. સામાયિકનું સૌથી મહત્ત્વનું સૂત્ર તે ‘કરેમિ ભત્તે સમાઇયં' છે. એ સામાયિક માટેની પ્રતિજ્ઞાનું સૂત્ર છે સમાયિકનો આધાર આ પ્રતિજ્ઞા સૂત્ર ઉપર છે. તીર્થંક૨ ૫૨માત્મા જ્યારે પંચમુષ્ટિએ લોચ કરી સ્વયં દીક્ષિત થાય છે ત્યારે સામાયિક ચારિત્રની પ્રતિજ્ઞા લે છે. ભગવાન મહાવીર સ્વામીએ સામાયિક ચારિત્રની પ્રતિજ્ઞા લીધી ત્યારે સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી ‘કરેમિ સામાઇયં, સર્વાં મે અકરણિજ્યું પાવકમ્મ' એ પ્રમાણે ઉચ્ચરી પ્રતિજ્ઞા લીધી હતી. સાધુ ભગવંતો જ્યારે દીક્ષા લે છે ત્યારે ‘કરેમિ ભત્તે સામાઇયં’ની પ્રતિજ્ઞા ત્રિવિધ ત્રિવિધ એટલે કે નવ કોટિએ લે છે. ગૃહસ્થો જ્યારે બે ઘડીનું સામાયિક કરે છે ત્યારે ‘કરેમિ ભત્તે' સૂત્ર બોલીને છ કોટિએ પચ્ચક્ખાણ લે છે. એટલા માટે સાધુ ભગવંતોના ‘કરેમિ ભન્તે'માં અને ગૃહસ્થોના ‘કરેમિ ભન્નેમાં કેટલાક શબ્દો જુદા જોવા મળશે. આ શબ્દો ઘણા મહત્ત્વના અર્થસભર અને સૂચક છે. સાધુ ભગવંતો જ્યારે દીક્ષા લે છે ત્યારે ‘કરેમિ ભત્તે' ઉચ્ચરે છે. તેઓ યાવજ્જીવન સામાયિક સ્વીકારે છે. ગૃહસ્થોનું સામાયિક નિયમાનુસાર એટલે કે બે ઘડીનું હોય છે. આથી સાધુ ભગવંતોએ સર્વ પ્રકારના સાવઘ યોગનાં પચ્ચક્ખાણ લેવાનાં હોય છે. એટલે તેમના ‘કરેમિ ભન્તે'માં ‘સર્વાં' અને ‘જાવજીવાય' શબ્દો આવે છે. ગૃહસ્થોના જીવનમાં આરંભ સમારંભ ચાલુ હોય છે, એટલે તેઓ બે ઘડી માટે સાવઘ યોગનાં પચ્ચક્ખાણ લે છે. સાધુ ભગવંતોને ગૃહસ્થજીવનની, આજીવિકાની કે અન્ય સાંસારિક જવાબદારીઓ હોતી નથી. સર્વ સાંસારિક સંબંધોથી તેઓ નિવૃત્ત થઈ ગયા હોય છે. એટલે તેઓ ત્રણ કરણ (કરવું, કરાવવું, અનુમોદવું) અને ત્રણે યોગ(મન, વચન, કાયા)થી પચ્ચક્ખાણ લે છે. ગૃહસ્થને જવાબદારીઓ હોવાથી, આજીવિકા તથા સાંસારિક કાર્યોમાં મમત્વનો ભાવ રહેવાથી તેઓ બે કરણ ને ત્રણ યોગથી પચ્ચક્ખાણ લેતા હોય છે. મન, વચન ૪૭૫ Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ જિનતત્ત્વ અને કાયાથી સાવદ્ય યોગની અનુમોદના કરીશ નહિ એવું પચ્ચક્ખાણ ગૃહસ્થને લેવાનું હોતું નથી. તેઓ લેવાને સમર્થ કે અધિકારી હોતા નથી. તે તો ભંગ થવાનો સંભવ રહે છે. એટલે સાધુઓના “કરેમિ ભત્તે'માં “તિવિહે તિવિહેણ” અને “કરતંપિ અન્ન ન સમણુજ્જાણે મિ' પાઠ આવે છે. સાધુઓએ માવજીવન સમભાવમાં, અનાસક્ત ભાવે, સાક્ષી ભાવે રહેવાનું હોય છે. ગૃહસ્થે બે ઘડી માટે તેની સાધના કરવાની હોય છે. આથી સામાયિક દરમિયાન ગૃહસ્થ ખાય કે પીએ તો તે તેને માટે સાવઘ યોગ છે. સાધુ ભગવંતો આહારાદિ લે, શૌચાદિ ક્રિયા કરે પરંતુ તે તેમને માટે સાવદ્ય ક્રિયા નથી. સાધુ ભગવંતોને ત્રણ કરણ અને ત્રણ યોગથી પાપરૂપ કાર્યો ન કરવાનાં પચ્ચકખાણ હોય છે. તેના નવ ભાંગા આ પ્રમાણે થાય છે : (૧) મનથી કરીશ નહિ, (૨) વચનથી કરીશ નહિ, (૩) કાયાથી કરીશ નહિ, (૪) મનથી કરાવીશ નહિ, (૫) વચનથી કરાવીશ નહિ, (૬) કાયાથી કરાવીશ નહિ, (૭) મનથી અનુમોદના નહિ કરું, (૮) વચનથી અનુમોદના નહિ કરું અને (૯) કાયાથી અનુમોદના નહિ કરું. આમ “કરેમિ ભિન્તમાં સાધુ ભગવંતોએ નવ ભાંગા અથવા નવ કોટિએ પચ્ચકખાણ લેવાનાં હોય છે. ગૃહસ્થ છ ભાંગા અથવા છ કોટિએ પચ્ચક્ખાણ લેવાનાં હોય છે. સામાયિક વિધિપૂર્વક કરવામાં “કરેમિ ભજો સામાઇય' એ સૂત્ર દ્વારા પ્રતિજ્ઞા લેવાની હોય છે. ભારતીય પરંપરામાં ધાર્મિક વિધિઓમાં પ્રસંગાનુસાર અને ધ્યેયના મહત્ત્વનુસાર મંત્ર, સૂત્ર, સ્તોત્ર ઇત્યાદિનું એક વાર, બે વાર, ત્રણ વાર, પાંચ વાર, સાત, નવ, બાર, એકવીસ કે તેથી વધુ વાર પઠન થાય છે. ઉચ્ચારણમાં ઉતાવળને લીધે, અનવધાનને લીધે કે અન્ય કોઈ કારણે તેના અર્થ અને આશયમાં ચિત્ત એકાગ્ર ન થયો હોય તો વધુ વાર ઉચ્ચારવાથી એકાગ્ર થઈ શકે છે. આવી કેટલીક વિધિઓમાં મંત્રસૂત્રાદિને વધુ વાર દોહરાવવાની પદ્ધતિ સર્વમાન્ય છે. (જાહેર જીવનમાં પણ ક્યાંક સોગંદવિધિમાં કે કાયદો પસાર કરવામાં ત્રણ વારનું વાંચન સ્વીકારાયું છે.) સામાયિકની વિધિમાં એનું પ્રતિજ્ઞા સૂત્ર સૌથી મહત્ત્વનું હોવાથી એનું ઉચ્ચારણ એક વાર નહિ પણ ત્રણ વાર થવું જોઈએ એવો મત કેટલાક Page #487 -------------------------------------------------------------------------- ________________ સામાયિક શાસ્ત્રકારોએ દર્શાવ્યો છે. ‘વ્યવહાર સૂત્ર’માં (ઉ. ૪, ગા. ૩૦૯) કહ્યું છે : सामाइयं तिगुणमट्ठग्रहणं च्च । એના ઉપર ટીકા લખતાં આચાર્ય મલયગિરિએ લખ્યું છે : त्रिगुण त्रीन वरान सेहो सामायिकमुच्चरयति । ‘નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે : सेहा सामाइयं तिक्खुत्तो कड्ड । [વર્તમાન સમયમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક સમુદાયમાં સામાયિકની વિધિમાં ‘કરેમિ ભત્તે ' સૂત્ર એક વાર બોલાય છે. સ્થાનકવાસી પરંપરામાં તે ત્રણ વાર બોલાય છે. આ એક વાર કે ત્રણ વાર બોલવાની પરંપરા કેટલી પ્રાચીન છે અને તેમાં ફેરફાર ક્યારથી થયા છે અને શા કારણથી થયા છે તે સંશોધનનો એક રસિક વિષય છે.] ૪૭૭ સામાયિકનો સમય બે ઘડીથી વધારે રાખવામાં નથી આવ્યો, કારણ કે માનવનું ચિત્ત કોઈ પણ એક વિષયમાં સામાન્ય રીતે બે ઘડીથી વધારે સમય એકાગ્ર નથી થઈ શકતું. આ વાતને જો લક્ષમાં લેવામાં આવે તો સામાયિક લેવાની વિધિ લાંબી અને અટપટી હોય તો ચિત્ત સ્વસ્થ અને એકાગ્ર થાય તે પહેલાં એવી વિધિથી શ્રમિત ન થઈ જાય ? વિધિ વિશેનો આ પ્રશ્ન પણ એક મહત્ત્વનો પ્રશ્ન ન હોઈ શકે ? નિવૃત્ત, ધર્મપ્રેમી ગૃહસ્થો વિધિપૂર્વક સળંગ, એક કરતાં વધુ સામાયિક કરી શકે, પરંતુ જે વ્યવસાયી વ્યસ્ત ગૃહસ્થો હોય તેઓ સવાર-સાંજ સામાયિક કરી શકે અને તે પ્રમાણે ક૨વાનો ભાવ થાય તે માટે સામાયિકની સરળ અને સંક્ષિપ્ત ને છતાં ઉપયોગી ક્રિયાઓ સહિતની વિધિ હોવી જોઈએ. કોઈ વાર બે ઘડી જેટલો સમય પણ ન રહે અને છતાં સામાયિક કરવાનો ઉત્કટ ભાવ હોય તો શું કરવું ? શ્રી રત્નશેખરસૂરિ વગેરે પૂર્વાચાર્યોએ કહ્યું છે કે આવા સંજોગોમાં ‘કરેમિ ભત્તે'નો પાઠ ઉચ્ચાર્યા વગર પોતાની ધારણા પ્રમાણે સામાયિક કરવું, કારણ કે ‘કરેમિ ભત્તે'માં જે ગુરુભગવંત માટેનો આદરભાવ છે તે સચવાવો જોઈએ. ‘કરેમિ ભન્તે'નો પાઠ બોલ્યા પછી તેની પ્રતિજ્ઞાવિધિનો અનાદર ન થવો જોઈએ. એટલે ‘કરેમિ ભન્તે'ના ઉચ્ચારણસહિત વિધિપૂર્વક કરેલું સામાયિક તો અવશ્ય બે ઘડીનું જ હોવું જોઈએ. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ જિનતત્ત્વ ગૃહસ્થોએ સામાયિક કેવી રીતે અને કેટલા સમય માટે કરવું જોઈએ ? શાસ્ત્રકારોએ એ માટે એક મુહૂર્ત એટલે કે બે ઘડીનો કાળ (અડતાલીસ મિનિટનો સમય) કહ્યો છે. દિવસ અને રાત્રિમાં જે કાળ પસાર થાય છે તેનું વિભાજન પ્રાચીન કાળમાં મુહૂર્ત, ઘટિકા, પળ, વિપળ વગેરમાં કરવામાં આવ્યું હતું. જૂના સમયમાં કાળમાપક જે સાધનો પ્રચલિત હતાં એમાં કાચની ઘડી' આવતી. કાચના ઉપરના એક ગોળામાંથી બધી રેતી નીચેના ગાળામાં પડી જાય એટલા કાળને એક “ઘડી' કહેવામાં આવતો. બે ઘડી મળીને એક મુહૂર્ત જેટલો કાળ થતો. આ મુહૂર્તનું વર્તમાન માપ અડતાલીસ મિનિટનું છે. આપણા શાસ્ત્રગ્રંથોમાં અડતાલીસ મિનિટનો નિર્દેશ ક્યાંય નથી, કારણ કે કલાક અને મિનિટનો વ્યવહાર અંગ્રેજો ભારતમાં ઘડિયાળ લાવ્યા પછી ચાલુ થયો છે. એક ઘડી બરાબર ચોવીસ મિનિટ થતાં બે ઘડીની ૪૮ મિનિટ એવું ઘડીનું રૂપાંતર થયું છે. આગમગ્રંથોમાં ગૃહસ્થોના સામાયિક માટે કોઈ નિશ્ચિત કાળનો નિર્દેશ જોવા મળતો નથી. વળી “કરેમિ ભજો' સૂત્રમાં “જાવ નિયમ' શબ્દ આવે છે. જ્યાં સુધી નિયમ લીધો છે ત્યાં સુધી' એવો અર્થ થાય છે. જ્યારે સમયમાપક સાધનો સુલભ નહોતાં ત્યારે માણસો અમુક પડછાયો અમુક જગ્યા સુધી પહોંચે ત્યાં સુધી, અથવા દીવો પૂરો બળી રહે ત્યાં સુધી કે એવી નિશાની રાખી સમયનો નિયમ લેતા. ઘટિકાયંત્ર પ્રચલિત થયા પછી તેનો નિયમ લેવામાં આવતો. ભગવાન મહાવીરના સમય પછી એક મુહૂર્ત અથવા બે ઘડીનો નિર્દેશ સામાયિક માટે જોવા મળે છે. સામાયિકમાં સાવઘયોગનું પચ્ચકખાણ લેવામાં આવે છે. જુદાં જુદાં પચ્ચકખાણોના જુદા જુદા કાલમાન હોય છે. નાનામાં નાનું પચ્ચખાણ તે નવકારશીનું છે. તેમાં સમયનિર્દેશ નથી પણ પરંપરાથી તે એક મુહૂર્તનું ગણવામાં આવે છે. એ રીતે સામાયિકમાં પણ કાલનિર્દેશ નથી, પણ પરંપરાથી તે એક મુહૂર્તનું ગણવામાં આવે છે. સામાયિકના કાળ વિશે સ્પષ્ટતા કરતાં જિનલાભસૂરિએ “આત્મપ્રબોધ'માં કહ્યું છે : इह सावधयोग प्रत्याख्यानरूपस्य सामायिकस्य मुहूर्तमानता सिद्धान्तेऽनुक्ताऽपि ज्ञातव्या प्रत्याख्यानकालस्य जघन्यतोऽपि मुहूर्तमात्र त्वान्नमस्कारसहित प्रत्याख्यानवदिति। Page #489 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ૪૭૯ [આ સાવઘ યોગના પ્રત્યાખ્યાનરૂપ સામાયિકના મુહૂર્ત કાલમાનનો નિર્દેશ શારત્રસિદ્ધાંતોમાં નથી, પણ કોઈ પણ પ્રત્યાખ્યાનનો જઘન્ય કાળ એક મુહૂર્તનો છે, નવકારશીના પ્રત્યાખ્યાનની જેમ.] હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્ર'ના તૃતીય પ્રકાશમાં સામાયિકનાં લક્ષણો જણાવતાં મુહૂર્તના કાળનો નિર્દેશ કર્યો છે. સાધુ ભગવંતોનું સામાયિક યાવજીવન હોય છે. તેઓ આરંભપરિગ્રહ કે આજીવિકાની કે ઘરસંસાર ચલાવવાની જવાબદારીમાંથી મુક્ત હોય છે. એટલે સાવદ્ય યોગમાંથી નિવૃત્ત થઈ તેઓ સમતાભાવમાં સતત રહી શકે છે. એટલે તેઓને નિશ્ચિત કાળ માટે એક આસને બેસી સામાયિક કરવાનું હોતું નથી. (પ્રતિક્રમણાદિ અન્ય ક્રિયાવિધિ માટેની વાત જુદી છે.) ગૃહસ્થ સાંસારિક જવાબદારીમાંથી નિવૃત્ત થાય તો એક આસને બેસી શકે અને સમતાભાવમાં રહી શકે. એ માટે કાયાના સાવદ્ય યોગ જો શાંત થાય તો તે અંતર્મુખ બની સમતાભાવનો અનુભવ કરી શકે. જો ગૃહસ્થો માટે આવી કોઈ કાળમર્યાદા ન રાખવામાં આવી હોય અને પાંચ-પંદર મિનિટ જ્યારે જેટલો અવકાશ હોય ત્યારે તે પ્રમાણે સામાયિક કરી શકે એમ હોય તો આ ક્રિયાવિધિનું ગૌરવ રહે નહિ અને અનવસ્થા પ્રવર્તે. વળી ગૃહસ્થોના જીવનમાં શિથિલતા, પ્રમાદ વગેરે આવવાનો સંભવ સવિશેષ રહે. વળી ઓછામાં ઓછા સમય માટે સામાયિક કરવાનું વલણ વધતું જાય, દેખાદેખી થાય અને સામાયિકનો અભાવ પણ થઈ જાય. એ દૃષ્ટિએ પણ સામાયિકનો કાલમાન નિશ્ચિત હોય એ જરૂરી છે. વળી, કોઈ પણ ક્રિયાવિધિમાં જ્યાં સ્વેચ્છાએ સમય પસાર કરવાનો હોય તો એક પ્રકારની એકરૂપતા (Uniformity) રહે અને સામાન્ય જનસમુદાયમાં વાદવિવાદ, સંશય વગેરેને માટે અવકાશ ન રહે એ પણ જરૂરી છે. આથી જ કેટલાયે સૈકાઓ પસાર થઈ ગયા છતાં સામાયિકના બે ઘડીના કાલમાનની પરંપરા જુદા જુદા પ્રદેશના અને જુદી જુદી ભાષા બોલતા તમામ જૈનોમાં એકસરખી ચાલી આવી છે. કોઈકને પ્રશ્ન થાય કે સામાયિકની કાળમર્યાદા બે ઘડીની જ શા માટે ? વધુ સમય માટે ન રાખી શકાય ? આનો ઉત્તર એ છે કે ગૃહસ્થ જીવનને લક્ષમાં રાખીને તથા મનુષ્યના ચિત્તની શક્તિને લક્ષમાં રાખીને આ કાળમર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. સામાયિકનો કાળ એટલો બધો મોટો ન હોવો જોઈએ કે ગૃહસ્થોને પોતાની રોજિંદી જવાબદારીઓ અને કાર્યોમાંથી નિવૃત્ત Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ જિનતત્ત્વ થઈને એટલા કાળ માટે અવકાશ મેળવવાનું જ કઠિન થઈ જાય. વળી સામાયિકમાં કાયાને સ્થિર કરીને એક આસને બેસવાનું છે. ભૂખ, તરસ, શૌચાદિના વ્યાપારોને લક્ષમાં રાખીને તથા શરીર જકડાઈ ન જાય તે ધ્યાનમાં રાખીને આ કાળમર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. સામાયિકમાં બેસનારને માટે સામાયિક ઉત્સાહરૂપ હોવું જોઈએ, શરીરને શિક્ષારૂપ ન હોવું જોઈએ. આ ઉપરાંત બીજી એક દૃષ્ટિએ પણ આટલો કાળ યોગ્ય ગણાયો છે. સામાયિકમાં સૌથી અગત્યનું તો ચિત્તને સમભાવમાં રાખવાનું છે. કોઈ પણ એક વિચાર, વિષય, ચિંતન-મનન માટે સામાન્ય મનુષ્યનું ચિત્ત બે ઘડીથી બહુ સમય સ્થિર રહી શકતું નથી. બે ઘડી પછી ચિત્તમાં ચંચળતા અને વિષયાન્તર ચાલવા લાગે છે. ભદ્રબાહુ સ્વામીએ “આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે, ‘યંતી. મુહૂર્તછત્તિ વિત્તU/TWયા હૈ ' (કોઈ પણ એક વિષયનું ધ્યાન ચિત્ત એક મુહૂર્ત સુધી કરી શકે છે.) આધુનિક માનસશાસ્ત્રીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ આ વાતનું સમર્થન કરે છે. કોઈક અપવાદરૂપ વ્યક્તિઓ એથી વધુ સમય સુધી એક જ વિષય ઉપર પોતાના ચિત્તને એકાગ્ર કરવાની શક્તિ ધરાવતી હોય છે. કેટલાક ગૃહસ્થો એક આસને બેસી સળંગ એક કરતાં વધુ સામાયિક કરવા માટે શરીર અને ચિત્તની શક્તિ ધરાવતા હોય છે. તેઓને ફરીથી સામાયિક પારવા તથા લેવાની વિધિ કરવાની જરૂર નથી. પરંતુ એવી વ્યક્તિઓએ પણ એકસાથે ત્રણથી વધુ સામાયિક ન કરવાં. ત્રણ સામાયિક પૂરાં કર્યા પછી, પારવાની વિધિ કર્યા પછી, ચોથું સામાયિક નવેસરથી વિધિ કરીને શરૂ કરવું જોઈએ, એમ ચિત્તના ઉપયોગને લક્ષમાં રાખીને બતાવવામાં આવ્યું છે. ગૃહસ્થ સામાયિક લેવાની વિધિ પૂરી કર્યા પછી ઘડી બે ઘડીનો એટલે કે ૪૮ મિનિટનો સમય સામાયિકમાં પસાર કરવાનો હોય છે. સામાયિક લેવાની અને પારવાની વિધિનો સમય એ અડતાલીસ મિનિટમાં ગણાતો નથી. આ અડતાલીસ મિનિટ દરમિયાન સામાયિક કરનારે શું કરવું જોઈએ ? આ અડતાલીસ મિનિટ સામાયિક કરનાર, મન, વચન અને કાયાના સાવદ્ય યોગોનો ત્યાગ કરીને, સમત્વ કેળવી સ્વ-સ્વરૂપમાં લીન થાય, આત્મરમણતા અનુભવે એ સામાયિકનો આદર્શ છે. પરંતુ એમ સળંગ ૪૮ મિનિટ સુધી આત્મરમણતામાં સ્થિર રહેવું એ મોટા ત્યાગી મહાત્માઓ માટે પણ દુષ્કર છે. તો ગૃહસ્થની તો વાત જ શી ? ગૃહસ્થ માટે તો આ શિક્ષાવ્રત છે. એટલે Page #491 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ४८१ ગૃહસ્થ એ માટે અભ્યાસ કરવો જોઈએ. સાવ શરૂઆત કરનાર માટે તો ૪૮ મિનિટ કેમ પસાર કરવી એ પ્રશ્ન થઈ જાય. એટલા માટે શાસ્ત્રકારોએ બતાવ્યું છે કે સામાયિકમાં સ્વાધ્યાય કરવો જોઈએ. સામાયિકની વિધિમાં પણ ગુરુ મહારાજ પાસે સ્વાધ્યાય માટે અનુજ્ઞા માગવાની હોય છે. પોતાની રુચિ અને શક્તિ અનુસાર આધ્યાત્મિક ગ્રંથોનો સ્વાધ્યાય કરી શકાય. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ સ્વાધ્યાયના પ્રકારો છે. ગુરુ મહારાજ કે કોઈ જ્ઞાની પુરુષના સાન્નિધ્યમાં સામાયિક થતું હોય તો તેમની સાથે શાસ્ત્રચર્ચા કરી શકાય. વળી સામાયિકમાં પોતે કંઠસ્થ કરેલાં સૂત્રોનો મુખપાઠ કરી શકાય. અથવા નવાં સૂત્રો, સ્તવનો, સઝાયો વગેરે પણ કંઠસ્થ કરી શકાય. તદુપરાંત સામાયિકમાં નવકારવાળી ગણી શકાય. મંત્રજાપ પણ કરી શકાય. કેટલાક શાસ્ત્રકારો સામાયિકમાં આરંભમાં આત્મશુદ્ધિ માટે, કર્મક્ષય માટે ચાર લોગસ્સનો કાઉસગ્ન કરવાની ભલામણ કરે છે. જેઓ ઘરમાં સામાયિક કરતા હોય છે તેઓએ ઘરની વાતોમાં પોતાનું ચિત્ત ચાલ્યું ન જાય તે માટે સાવધાની રાખવી જોઈએ. જેઓ સામાયિકમાં બોલવાની છૂટ રાખતા હોય તેઓએ પોતાનો વચનયોગ બરાબર સચવાય તે પ્રત્યે ધ્યાન રાખવું જરૂરી છે. અન્યથા આખું સામાયિક ટોળટપ્પામાં પસાર થઈ જવાનો સંભવ રહે છે. સામાયિકમાં બોલવાનો નિષેધ નથી, પરંતુ સામાયિક કરનાર એટલો સમય જો મૌન પાળે તો અંતર્મુખ થવાને અથવા સ્વાધ્યાયમાં ચિત્તને કેન્દ્રિત કરવાને વધુ અવકાશ રહે છે. વળી પોતે સામાયિકમાં શાનો સ્વાધ્યાય કરવા ઇચ્છે છે એ પહેલેથી વિચારી લીધું હોય તો નિરર્થક સમય બગડતો નથી. સામાયિક કરનારની ચિંતનધારા શુભ રહે અને એના મનમાં અધ્યવસાયો શુભ અને શુદ્ધ રહે એ સૌથી મહત્તવની વાત છે. ગૃહસ્થને માટે સવારસાંજ એમ બે વખત સામાયિક કરવાનું કહ્યું છે. સામાયિક એ બે ઘડીનું સાધુપણું છે. માટે જેટલાં વધુ સામાયિક કરવાની અનુકૂળતા મળે તેટલાં વધુ સામાયિક કરવાં જોઈએ. અને સામાયિકમાં કેળવેલો સમતા ભાવ, પોતે સામાયિકમાં ન હોય ત્યારે પણ ચાલુ રહે એ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. એટલા માટે જ કહ્યું છે : सामाइय पोसह संठिअस्स जीवस्स जाइ जो कालो। सो सफलो बोधव्वो सेसो संसारफलहेउ ।। Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ જિનતત્ત્વ [સામાયિક અને પૌષધમાં રહેલા જીવનો જે કાળ પસાર થાય છે તે સફળ જાણવો. બાકીનો સમય સંસારવૃદ્ધિનું કારણ છે.] પ્રાચીન સમયમાં તંગિયા નગરીના શ્રાવકો સામાયિક કરવામાં અત્યંત ઉદ્યમશીલ રહેતા અને પોતાની જિંદગીનાં વર્ષ જન્મતિથિ પ્રમાણે ન ગણતાં, પોતે જેટલાં સામાયિક ક્યાં હોય તેનો સરવાળો કરીને ગણતા અને કોઈ પૂછે તો પોતાની ઉમર તે પ્રમાણે કહેતા. ગૃહસ્થોનું સામાયિક એટલે બે ઘડીનું સાધુપણું. સામાયિકમાં આત્મવિશુદ્ધિ એ સૌથી મહત્ત્વની બાબત છે. સાવદ્ય યોગના પચ્ચકખાણ દ્વારા નવાં અશુભ કર્મોને આવતાં રોકવાનાં હોય છે. એ વડે જેઓ સમતાભાવ સાથે આત્મસ્વરૂપનું ધ્યાન ધરી શકે તેઓ સામાયિકનું ફળ વિશેષ પામી શકે. આત્મવિશુદ્ધિ માટે ચિત્તની વિશુદ્ધિ આવશ્યક છે. ગૃહસ્થોને માટે ચિત્ત વિક્ષુબ્ધ થવાના પ્રસંગો અને કારણો ઘણાં હોય છે. માટે સામાયિક કરનારે પોતાના ચંચળ ચિત્તને શાંત અને સ્વસ્થ કરીને સામાયિક કરવા બેસવું જોઈએ. ગૃહસ્થનું સામાયિક એ શિક્ષાવ્રત છે. એટલે કે એક જ દિવસમાં બધું બરાબર થઈ જશે એવું નથી. રોજરોજના અભ્યાસથી એમાં ઉત્તરોત્તર વધુ પ્રગતિ થતી રહે. વળી, મનની શુદ્ધિ રહે અને વધે એ માટે ગૃહસ્થ બાહ્ય કેટલીક શુદ્ધિઓ પણ સાચવવી જોઈએ. જે સ્થાનમાં પોતે સામાયિક કરવા બેસે એ સ્થાન સ્વચ્છ, જીવજંતુરહિત, બીજાની અવરજવરમાં વિક્ષેપ પડે નહિ એવું શાંત, પ્રમાર્જેલું હોવું જોઈએ. એથી સ્વચ્છ, શાંત અને પ્રસન્ન વાતાવરણ નિર્માય છે. શક્ય હોય ત્યાં સુધી પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં મુખ રહે એ રીતે બેસવું જોઈએ. વળી અનુકૂળતા હોય તો રોજ એક જ સ્થળે બેસવું જોઈએ. એક જ સ્થળે લગભગ નિયત સમયે સામાયિક કરવા બેસવાથી ત્યાંનું પવિત્ર વાતાવરણ સર્જાય છે. અને સામાયિકમાં બેસતાંની સાથે તે વાતાવરણ મનના શુભ ભાવોને પોષક બને છે. સ્થલ ઉપરાંત આસન, વસ્ત્રો, ઉપકરણો વગેરેની શુદ્ધિ પણ સાચવવી જોઈએ. મનની શુદ્ધિ માટે કાયાની શુદ્ધિ પણ આવશ્યક છે. આ બધી બાહ્ય શુદ્ધિઓ છે, પરંતુ તે પણ અત્યંત ઉપયોગી છે. ગૃહસ્થોએ સામાયિક માટેનો પહેરવેશ પણ સંયમને ઉચિત એવો, સુશોભનો અને અલંકારોથી રહિત, અને શક્ય હોય તો સાધુ જેવો રાખવો જરૂરી છે. સામાયિક કરનાર ગૃહસ્થ સામાયિકની વિધિની શુદ્ધિ પણ સાચવવી જોઈએ. વિધિ ક્રમાનુસાર, ગરબડ વગર, પૂરી સ્વસ્થતાથી કરવાથી પિત્ત પણ Page #493 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ૪૮૩ સ્વસ્થતા અને પ્રસન્નતા અનુભવે છે. સૂત્રોનાં ઉચ્ચારણ શુદ્ધ હોવાં જોઈએ અને કાઉસગ્ગ પણ રૂડી રીતે થવો જોઈએ. બાહ્ય વિશદ્ધિ આંતરિક વિશદ્ધિને પોષક હોવી જોઈએ. ગૃહસ્થો માટે જરૂરી છે. પરંતુ તેઓ બાહ્ય “વિશુદ્ધિમાં જ અટકી જાય અને આંતરિક પરિણામો એટલાં વિશદ્ધ ન રહે તો બરાબર નથી. જે મહાત્માઓ સમતાભાવ સહિત તરત આત્મસ્વરૂપમાં રમણ કરી શકે છે તેમને માટે પછી બાહ્ય પૂલ વિશુદ્ધિની એટલી અનિવાર્યતા કદાચ ન રહે એવું બની શકે છે. પરંતુ આરંભ કરનાર વ્યક્તિ બાહ્ય વિશુદ્ધિની બાબતમાં જાણીને પ્રમાદ કરે તો તે આંતરિક વિશુદ્ધિ પ્રાપ્ત કરવામાં કેટલે અંશે પહોંચી શકે એ પ્રશ્ન છે. ગૃહરો વિધિપૂર્વક, જયણાપૂર્વક સામાયિક કરવા બેસે તેમ છતાં કેટલીક વાર જાણતાં-અજાણતાં મન, વચન અને કાયાના કેટલાક શેષ થઈ જવાનો સંભવ છે. શાસ્ત્રકારોએ મનના દસ, વચનના દસ અને કાયાના બાર એમ બત્રીસ પ્રકારના દોષ ગણાવ્યા છે, જે જાણવાથી એવા દોષમાંથી બચી શકાય છે. નીચેની ગાથામાં મનના દસ દોષ ગણાવવામાં આવ્યા છે : अविवेक जसो कित्ती लाभत्यो गव्व भय नियाणत्यो। संसय रोस अविणउ अवहुमाण ए दोसा भणियब्वा ।। [(૧) અવિવેક, (૨) યશકીર્તિની વાંછા, (૩) લાભવાંછા (૪) ગર્વ, (૫) ભય, (૯) નિદાન (નિયાણું), (૭) સંશય, (૮) રોષ, (૯) અવિનય અને (૧૦) અબહુમાન-એમ મનના દસ દોષ ગણાવવામાં આવે છે.] (૧) અવિવેક? સામાયિકનું પ્રયોજન અને સ્વરૂપ જાણ્યા વગર સામાયિક કરવું અને ચિત્તમાં વિકલ્પો કરવા કે સામાયિકથી લાભ થશે કે નહિ ? એથી કોઈ તર્યું છે કે નહિ ? – વગેરે. (૨) યશોવાંછા પોતાને યશ મળે, વાહવાહ થાય એવા આશયથી સામાયિક કરવું. (૩) લાભઃ સામાયિક કરીશ તો ધનલાભ થશે, બીજા ભૌતિક લાભ થશે એવા ભાવથી સામાયિક કરવું. (૪) ગર્વ: મારા જેવું સામાયિક કોઈ ન કરી શકે એવો ગર્વ રાખવો. Page #494 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ (૫) મય : હું સામાયિક નહિ કરું તો લોકો મારી ટીકા કરશે કે નિંદા કરશે. માટે એવી ચિંતા કે ભયથી સામાયિક કરવું. ૪૮૪ (૬) નિદાન : નિદાન એટલે નિયાણું. ધન, સ્ત્રી, પુત્ર, વેપારમાં અમુક લાભ મેળવવાના ખાસ પ્રયોજનપૂર્વક સંકલ્પ સાથે સામાયિક કરવું. (૭) સંશય : સામાયિક કરવાથી લાભ થાય છે કે નહિ તેની કોને ખબર છે એવો સંશય રાખ્યા કરવો. (૮) રોષદોષ : રોષથી એટલે કે ક્રોધથી સામાયિક કરવા બેસી જવું. (ક્રોધથી ઉપરાંત અન્ય કષાયો સહિત સામાયિક કરવું તે.) (૯) અવિનય દોષ : વિનયના ભાવ વગર સામાયિક કરવું. (૧૦) અબહુમાન દોષ : સામાયિક પ્રત્યે બહુમાન હોવું જોઈએ. એવા બહુમાન વગર કે એવા ઉત્સાહ-ઉમંગ વગર પ્રેમાદરના ભાવ વગર કે ભક્તિભાવ વગર સામાયિક કરવું તે. સામાયિકના દસ પ્રકારના વચનના દોષ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે. - कुवयण सहसाकारे, सछंद संखेव कलहं च । विगहा विहासोऽसुद्धं निरवेक्खो मुणमुणा दोसा दस (૧) કુવચન : સામાયિકમાં કુવચનો, અસભ્ય વચનો, તોછડા શબ્દો, અપમાનજનક શબ્દો, બીભત્સ શબ્દો વગેરે બોલવા તે. (૨) સહસાકાર : અચાનક, અસાવધાનીથી, વિચાર્યા વિના, મનમાં જેવા આવ્યાં તેવાં વચનો બોલી નાખવાં. (૩) સ્વચ્છંદ : શાસ્ત્રસિદ્ધાંતની વિરુદ્ધ, સામાયિકનું ગૌરવ ન સચવાય એવા અસત્યમય, મનમોજી, હલકાં, સ્વચ્છંદી વચનો બોલવાં. (૪) સંક્ષેપ : સૂત્રના પાઠ વગેરેમાં આવતા શબ્દો ઇત્યાદિ પૂરેપૂરાં ન ઉચ્ચારતાં તેનો સંક્ષેપ કરી નાખવો. અક્ષરો, શબ્દો ટુંકાવી દઈને બોલવા. (૫) કલહ : સામાયિકમાં બીજાની સાથે ક્લેશ-કંકાસ થાય, ઝઘડા થાય એવાં વચનો બોલવાં. વળી એવાં વચનો ઇરાદાપૂર્વક બોલવાં કે જેથી બીજા લોકો વચ્ચે કલહ થાય, ઝઘડા થાય, ક્લેશ-કંકાશ થાય, અણબનાવ થાય. (૬) વિકથા : ચિત્તને વિષયાંતર કરાવે અને અશુભ ભાવ કે ધ્યાન Page #495 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ૪૮૫ તરફ ખેંચી જાય એવી વાતોને વિકથા કહેવામાં આવે છે. એવી મુખ્ય ચાર પ્રચારની વિકથા ગણાવવામાં આવે છે : સ્ત્રીકથા, ભક્તકથા, રાજકથા અને દેશકથા. (૭) હાસ્ય : સામાયિકમાં કોઈની મજાક ઉડાવવી, મશ્કરી કરવી, કટાક્ષભર્યાં વચનો બોલવાં, બીજાને હસાવવા માટેનાં વચનો બોલવાં, બીજાનાં વચનોના ચાળા પાડવા, જાણીજોઈને ઊંચાનીચા અવાજો કરવા અને સામાયિકનું પૂરું ગાંભીર્ય ન સાચવવું. (૮) અશુદ્ધ : જૈન ધર્મમાં શબ્દોના ઉચ્ચારણની શુદ્ધિ ઉપર બહુ ભાર મૂક્યો છે. કાનો, માત્રા વગેરે વધારે-ઓછાં બોલવાથી અને સ્વરભંજનના અશુદ્ધ ઉચ્ચારો કરવાથી ઘણા અનર્થો થાય છે. (૯) નિરપેક્ષ ઃ સૂત્ર-સિદ્ધાંતની ઉપેક્ષા કરી, અસત્ય વચન બોલવું અથવા સમજ્યા વગર અવળી રજૂઆત કરવી. (૧૦) મુણમુણ : મુણમુણ એટલે ગુણગુણ કરવું. સૂત્ર વગેરેનો પાઠ કરતી વખતે શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ ન કરતાં ઉતાવળે નાકમાંથી અડધા અક્ષરો બોલી ઝપાટાબંધ ગરબડાવી જવું. (દસમાં દોષ તરીકે મુણમુણને બદલે આવાગમનની બીજાને સૂચનાઓ આપવી તેને દોષ તરીકે વિકલ્પે ગણાવવામાં આવેલ છે.) સામાયિકમાં કાયાના બાર પ્રકારના દોષ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે : कुआसणं चलासणं चला दिट्ठी सावज्ज किरियाऽ ऽ लंबणाकुंचण पसारणा आलसमोटन मल विमासणं निद्रा वेयावच्चति बार से कायदोसा ।। (૧) કુઆસન (પલાંઠી) : સામાયિકમાં પગ ઉપર ચડાવીને અયોગ્ય રીતે, અભિમાનપૂર્વક, અવિનયપૂર્વક બેસવું. (૨) ચલાસન (આસ્થિરાસન) : સામાયિકમાં સ્થિર ન હોય તેવા, હાલકડોલક થાય તેવા આસન ઉપર બેસવું અથવા બેસવાની જગ્યા વારંવાર બદલવી. (૩) ચલદૃષ્ટિ : દૃષ્ટિ સ્થિર ન રાખતાં ચંચલ રાખવી, સામાયિકમાં Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ જિનતત્ત્વ આમતેમ જુદી જુદી દિશામાં જોયા કરવું. (૪) સાવદ્ય ક્રિયા: સામાયિકમાં બેઠા પછી પાપરૂપ, દોષરૂપ કાર્યો કરવાં અર્થાત્ ગૃહસ્થ ઘરનાં કામો કરવાં કે કરાવવાં. (૫) આલંબનઃ ભીંત વગેરેનો ટેકો લઈને બેસવું, તે આળસ, પ્રમાદ, અવિનયનું સૂચક છે. (૩) આકુંચન-પ્રસારણ : નિપ્રયોજન હાથપગ લાંબાટૂંકા કર્યા કરવા. (૭) આળસ આળસ મરડવી. (૮) મોટન (મોડન) સામાયિકમાં બેઠાં બેઠાં હાથપગની આંગળીઓના ટાચકા ફોડવા (ટચાકા વગાડવા). (૯) મલ: શરીરને ખંજવાળી મેલ ઉતારવો. (૧૦) વિમાસણ : લમણે અથવા ગળામાં હાથ નાખી ચિંતામાં બેઠા હોય તેમ બેસી રહેવું અથવા કંઈ સૂઝ ન પડે એથી ઊભા થઈ આમતેમ આંટા મારવા. (૧૧) નિદ્રાઃ સામાયિકમાં ઝોકાં ખાવાં, ઊંધી જવું. (૧૨) વૈયાવચ્ચઃ સામાયિકમાં બીજા પાસે શરીર કે માથું દબાવરાવવું, માલીસ કરાવવું વગેરે પ્રકારની સેવાચાકરી કરાવવી. કેટલાક વૈયાવચ્ચને બદલે વસ્ત્ર-સંકોચનને દોષ તરીકે ગણાવે છે. ઠંડી-ગરમીને કારણે અથવા નિષ્કારણ કપડાં સરખાં કર્યા કરવા તે. કેટલાક આચાર્યો વૈયાવચ્ચને બદલે કંપન'ને દોષ ગણાવે છે. શરીરને ડોલાવ્યા કરે અથવા ઠંડી વગેરેને કારણે શરીર ધ્રૂજ્યા કરે છે. સામાયિકમાં કાયાના આ બાર પ્રકારના દોષ માટે નીચે પ્રમાણે ગાથા પણ છે : पललठि अथिरासन, दिशि पडिवति कज्ज अदुं भे अंगोवंगमोहणं आलस करडक मलकंडु। विमासणा तह उंधणाइ इव वालस दोस वज्जियस्स काय समइ विशुद्धं अगविहं तस्स सामाइयं ।। પાલિકાદિ પર્વને દિવસે પ્રતિક્રમણમાં “વંદિતુ સૂત્રમાં તથા મોટા “અતિચાર'માં સામાયિક માટે નીચેનો પાઠ આવે છે. એમાં સામાયિકના Page #497 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ४८७ અતિચાર સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યા છે : વંદિતુ સૂત્રમાં સામાયિક વ્રતના અતિચાર માટે નીચેની ગાથા આપવામાં આવી છે : તિવિહે દુપ્પણિહાણે, અણવઠ્ઠતણે મહા સઈ વિષે; સામાડય વિતહકએ, પઢમે સિફખાવએ નિદે. ત્રિણ પ્રકારનાં દુપ્રણિધાન (મન, વચન અને કાયાનાં) સેવવાં તથા અવનિયપણે સામાયિક કરવું તથા યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું એ પ્રમાણે ખોટી રીતે સામાયિક કરવાને કારણે પ્રથમ શિક્ષાવ્રતને લાગેલા અતિચારને હું જિંદું છું.] પ્રથમ શિક્ષાવ્રત સામાયિકના પાંચ અતિચાર બતાવવામાં આવ્યા છે. અતિચાર એટલે વિરાધના. અતિચાર એટલે દેશભંગ, એટલે કે વ્રતનો અમુક અંશે ભંગ. અતિચારથી સંપૂર્ણ વ્રતભંગ થતો નથી, પણ વ્રતમાં અશુદ્ધિ આવી જાય છે. અનાચારથી વ્રતનો સંપૂર્ણ ભંગ થાય છે. સામાયિકના પાંચ અતિચાર આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે : (૧) મનદુપ્રણિધાન, (૨) વચનદુ:પ્રણિધાન, (૩) કાયદુપ્રણિધાન, (૪) અનાદર અને (૫) મૃત્યુનુસ્થાપન. (૧) મનોદુપ્રણિધાન : દુપ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતા ન સચવાય તેથી પ્રવેશી જતા સાવદ્ય યોગ અથવા પાપકર્મ અર્થાત્ મનની એકાગ્રતા ન સચવાતાં, પ્રમાદ થઈ જવાને કારણે થતાં પાપકર્મ. (૨) વચનદુપ્રણિધાન : સામાયિક દરમિયાન પ્રમાદથી બોલાતાં વચનોને લીધે થતાં પાપકર્મ. (૩) કાયદુ:પ્રાણિધાન : સામાયિક દરમિયાન કાયાથી થતાં પાપકર્મ. (૪) અનાદર : પ્રમાદ વગેરેને કારણે સામાયિક પ્રત્યેનો આદરભાવ ન રહે. એથી સામાયિક ઢંગધડા વગર કરાય. સરખું લેવાય નહિ. સરખું પારવામાં આવે નહિ. સમય પૂરો થયા પહેલાં પારી લેવામાં આવે. (૫) ઋત્યનુસ્થાપન : એટલે સ્મૃતિના દોષને કારણે થતાં પાપકર્મ. સામાયિક કરવાના અવસરે તે કરવાનું યાદ ન રહે અથવા પોતે સામાયિક કર્યું કે નહિ તેવું યાદ ન રહે. પારવાનો સમય થયો કે નહિ તે યાદ ન રહે. Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ જિનતત્ત્વ ઇત્યાદિ પ્રકારનાં સ્મૃતિદોષને કારણે લાગતો અતિચાર.. પાક્ષિક વગેર પ્રતિક્રમણમાં બોલાતા મોટા અતિચારમાં સામાયિકના અતિચાર નીચે પ્રમાણે બોલાય છે : નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર તિવિહે દુપણિહાણેણ.. સામાયિક લીધે મને અહટ્ટ ચિંતવ્યું, સાવદ્ય વચન બોલ્યા, શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું, સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા, ઊંઘ આવી, વાત, વિકથા, ઘર તણી ચિતા કીધી, વીજ, દીવા, તણી ઉર્જહિ હુઈ, કણ, કપાસીયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણેટો, પાષાણ પ્રમુખ ચાંપ્યા, પાણી, નીલ, ફૂલ, સેવાલ, હરિયકાય, બીયકાય, ઇત્યાદિક આભડ્યા, સ્ત્રી તિર્યચતણા નિરંતર પરંપર સંઘટ્ટ હુઆ, મુહપત્તીઓ સંઘટી, સામાયિક અણપૂગ્યું પાયું, પારવું વિચાર્યું. નવમે સામાયિક વ્રત વિષયે અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મબાદર જાણતાં-અજાણતાં હુઓ હોય તે સવિ હુ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ.' વ્રતમાં અતિચાર ન આવે એ માટે અથવા આવેલા અતિચારનું નિવારણ કરવું હોય તો તે માટે સમ્યક્વાદિનું અનુષ્ઠાન જરૂરી છે. એવા અનુષ્ઠાનથી જીવમાં એક પ્રકારની સબળ શક્તિ આવે છે, અને ક્રિયાઓ પ્રણિધાનપૂર્વક થાય છે. અતિચાર લાગે માટે વ્રતભંગ થાય એના કરતાં વ્રત ન કરવું એવી દલીલ યોગ્ય નથી, કારણ કે અતિચારથી વ્રતભંગ થતો નથી. વળી અવિધિથી વ્રત કરનાર કરતાં ન કરનારને વધુ દોષ લાગે છે. તદુપરાંત સામાયિકને શિક્ષાવ્રત તરીકે ગણાવ્યું છે. એનો અર્થ જ એ કે તેમાં મન, વચન અને કાયાને વશ કરવા માટે અભ્યાસની જરૂર રહે છે. - અજ્ઞાન, પ્રમાદ, પૂર્વકર્મનો ઉદય, જરા, વ્યાધિ, અશક્તિ વગેરેને કારણે જો દોષ લાગે તો તેવા અતિચારથી વ્રતભંગ થતો નથી, પણ જાણી જોઈને, હેતુપૂર્વક અનાદર કરવાના કે વિડંબના કરવાના ભાવથી કે આશયથી અતિચારનું સેવન કોઈ કરે તો તેથી અવશ્ય વ્રતભંગ થાય છે. સામાયિકની વિધિમાં સ્થાપનાચાર્યનું મહત્તવ ઘણુંબધું છે. સ્થાપનાચાર્ય એટલે સ્થાપના કરનાર આચાર્ય, અર્થાત્ આચાર્ય ભગવંતની સ્થાપના અથવા સ્થાપના નિક્ષેપે આચાર્ય ભગવંત. જૈન ધાર્મિક વિધિઓ ઘણુંખરું કોઈકની સાક્ષીએ કરવાની હોય છે. Page #499 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ૪૮૯ તીર્થંકર પરમાત્માની સાક્ષીએ, ગુરુ ભગવંતની સાક્ષીએ કે છેવટે પોતાના આત્માની સાક્ષીએ એ કરી શકાય છે. કોઈકની સાક્ષીએ ક્રિયાવિધિ કરવામાં આવે તો તે વધારે વિશુદ્ધ રીતે થાય છે. કોઈક આપણને જુએ છે એમ જાણતાં કાર્ય આપણે સભાનપણે વધુ સારી રીતે કરીએ છીએ તેવી રીતે ધાર્મિક વિધિ કોઈકની સાક્ષીએ થતી હોય તો તેમાં બળ અને ઉત્સાહ આવે છે અને શિથિલતા, ઉતાવળ, અશુદ્ધિ, પ્રમાદ વગેરે દૂર થવાનો સંભવ રહે છે. પ્રત્યક્ષ સદ્ગુરુની સાક્ષીએ ક્રિયાવિધિ થાય તો તે સૌથી ઉત્તમ છે, કારણ કે તેમાં આવશ્યકતાનુસાર ગુરુનું માર્ગદર્શન મળ્યા કરે છે. શ્રાવકોએ સામાયિક વિધિપૂર્વક ગુરુમહારાજની સાક્ષીએ કરવું જોઈએ. એ માટે ઉપાશ્રયમાં કે સ્થાનકમાં જઈ, તેમની સમીપે બેસી, તેમની અનુજ્ઞા લઈ સામાયિક કરવું જોઈએ, પરંતુ ગૃહસ્થને સાંસારિક જવાબદારીઓમાંથી તેવી અનુકૂળતા ન મળે તો સામાયિક ઘરે કરવું જોઈએ, પરંતુ સામાયિક ચૂકવું ન જોઈએ. વળી કોઈ વખત ઉપાશ્રયમાં કે અન્ય સ્થાનમાં જો ગુરુ ભગવંતની ઉપસ્થિતિ ન હોય તો તેમની સ્થાપના પ્રતીકરૂપે કરવી જોઈએ. સ્થાપના તરીકે પ્રતિમા, ચિત્ર, કે અક્ષ, વરાટક (કોડા), કાષ્ઠ, ગ્રંથ વગેરેને રાખી શકાય અને તેમાં ગુરુમહારાજની ઉપસ્થિતિ છે એવી ભાવના ભાવવી જોઈએ. આવા પ્રતીકને સ્થાપના-ગુરુ કહેવામાં આવે છે. ગુરુમહારાજ તરીકે આદર્શ આચાર્ય ભગવંતોનો છે માટે આ પ્રતીકને સ્થાપનાચાર્ય કહેવામાં આવે છે. ગુરુભગવંતની ભાવના માટે શાસ્ત્રકારોએ સામાયિકની વિધિમાં સ્થાપનાચાર્ય સમક્ષ જમણો હાથ પ્રસારી નવકારમંત્ર બોલી, પછી પંચિદિય સૂત્ર બોલવાનું કહ્યું છે. એ સૂત્રમાં આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ દર્શાવવામાં આવ્યા છે, “આવા ઉત્તમ ગુણો ધરાવતા આચાર્ય ભગવંત મારા ગુરુ ભગવંત છે.' એવા ભાવ સાથે એમની સાક્ષીએ સામાયિક કરવાનું હોય છે. જો સાક્ષાત્ ગુરુ મહારાજ હાજર હોય તો “પંચિદિય” સૂત્ર બોલવાની આવશ્યકતા રહેતી નથી. જો સ્થાપનાચાર્યની સગવડ ન થઈ શકતી હોય તો પંચિંદિય સુત્ર બોલીને, તેવી ભાવના સાથે સામાયિક કરી શકાય. જૈન ધર્મે અહિંસા વ્રતનો બોધ આપ્યો છે એટલે પંચ મહાવ્રતધારી સાધુ ભગવંતોએ જીવરક્ષાની બાબતમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સુધી અહિંસાવ્રતનું જયણાપૂર્વક પાલન કરવાનું હોય છે. ઊઠતા-બેસતાં, બોલતાં-ચાલતાં સૂક્ષ્મ Page #500 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ જીવોની વિરાધના ન થાય તે માટે રજોહરણ અને મુહપત્તી દિવસરાત ચોવીસે કલાક પોતાની પાસે રાખવાં જોઈએ. (દિગમ્બર સાધુઓ પાસે રજોહરણને બદલે મોરપીંછ હોય છે. તેઓને વસ્ત્ર માત્રનો ત્યાગ હોવાથી મુહપત્તીની પરંપરા તેઓમાં નથી.) ૪૯૦ સામાયિક કરનાર ગૃહસ્થ બે ઘડી માટે સાધુપણામાં આવે છે. એટલા માટે જીવદયાના પ્રતીકરૂપ રજોહરણ (ચરવળો) અને મુહપત્તી જીવદયાના પ્રતીક ઉપરાંત સંયમ અને વિનયનાં પણ પ્રતીક છે. મુહપત્તી શબ્દ મુખપટ અથવા મુખપટી ઉપરથી આવ્યો છે. અહીં પટનો અર્થ વસ્ત્ર થાય છે. મખવસ્ત્ર અથવા મુખવસ્ત્રિકા શબ્દ પણ પ્રયોજાયેલા છે. વળી મુહપત્તી હાથમાં રાખવાનું વસ્ત્ર હોવાથી તેને માટે ‘હસ્તક’ અથવા ‘હત્થગં’ શબ્દ પણ પ્રયોજાયો છે. બોલતી વખતે મુખ આડે મુહપત્તી રાખવાથી વાયુકાય અને અપકાયના જીવોની વિરાધના થતી અટકે છે. વળી ઉઘાડે મુખે બોલવાથી કોઈ વાર થૂંક ઊડવાનો સંભવ છે. એ સામે બેઠેલી વ્યક્તિ ઉપર, ગ્રંથ, નવકારવાળી વગેરે પવિત્ર ઉપકરણો ઉપર પડે નહિ એ શિષ્ટાચાર અને વિનય મુહપત્તી રાખવાથી સચવાય છે, અને આશાતનાના દોષમાંથી બચી જઈ શકાય છે. બોલવાનો પ્રસંગ ન હોય તો પણ મુખમાંથી દુર્ગંધ આવતી હોય તો મુહપત્તી હોય તો તેથી બીજાને પ્રતિકૂળતા થતી નથી. મુહપત્તી જેમ જીવદયા અને વિનયનું પ્રતીક છે તેમ સંયમનું પ્રતીક પણ છે. પારમાર્થિક દૃષ્ટિએ તે ભાષાસમિતિ અને વચનગુપ્તિનો બોધ કરે છે. અયોગ્ય, પાપરૂપ વચન ન બોલવાનો તે સંકેત કરે છે. શ્વેતામ્બર પરંપરામાં મૂર્તિપૂજક સંપ્રદાયમાં મુહપત્તી હાથમાં રાખવામાં આવે છે. સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાયમાં સાધુ ભગવંતો દિવસરાત મુહપત્તી મોઢે બાંધેલી રાખે છે અને ગૃહસ્થો સામાયિક કરતી વખતે મુહપત્તી મોઢે બાંધે છે. મૂર્તિપૂજક સમુદાયમાં સામાયિક લેવાની ને પારવાની વિધિમાં મુહપત્તીના પડિલેહણની વિધિ આવે છે. આ વિધિ કરતી વખતે શરીરમાં જુદાં જુદાં અંગોનું મુહપત્તી વડે સંમાર્જન કરવા સાથે જે જે બોલ બોલાવાના હોય છે તેમાં તે તે અંગોની સ્કૂલ અને સૂક્ષ્મ શુદ્ધિના વિચાર સાથે આત્મવિશુદ્ધિનો પરમ ઉદ્દેશ રહેલો છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ૪૯૧ મુહપત્તી-પડિલેહણના એવા પચાસ બોલ અને તેનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે : (૧) સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદઉં. (૨) સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરુ. (૩) કામરાગ, નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરું. (૪) સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું. (૫) કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું. (૬) જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું. (૭) જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિહરું. (૮) મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું. (૯) મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું. (૧૦) હાસ્ય, રતિ, અરતિ પરિહરું. (૧૧) ભય, શોક, દુર્ગચ્છા પરિહરું. (૧૨) કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, કાપોત લેશ્યા પરિહરું. (૧૩) રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ પરિહરું. (૧૪) માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું. (૧૫) ક્રોધ, માન પરિહરું. (૧૩) માયા, લોભ પરિહરું. (૧૭) પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયણા કરું. (૧૮) વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું. આમ, સામાયિકનું સ્વરૂપ અત્યંત ગહન છે અને એનો પ્રભાવ ઘણો મોટો છે. સામાયિકથી સ્થૂલ ચમત્કારોના પ્રસંગો પણ છે. બીજા જીવો ઉપર એની અસર થયા વગર રહેતી નથી. “મૂલાચાર'માં કહ્યું છે : सामाइए कदे सावए ण विद्धो मओ अरण्णम्मि। सो य मओ उद्धायो ण य सो सामाइयं फडियो।। [અરણ્યમાં શ્રાવકે સામાયિક કરવાથી પશુઓનો (શિકારી દ્વારા) વધ થતો નથી. વળી તે પશુઓ પણ ઉદ્ધત (ક્રૂર) થતાં નથી કે જેથી સામાયિકમાં વિઘ્ન આવે.) Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૨ જિનતત્ત્વ એટલે શ્રાવક શુદ્ધ ભાવથી સામાયિક જો કદાચ જંગલમાં કરે તો શિકારીઓનો શિકાર કરવાનો ભાવ શાંત થઈ જાય છે અને હિંસક પશુઓનો કૂરભાવ પણ શાન્ત થઈ જાય છે. શ્રી કપૂરપ્રકર ગ્રંથમાં સામાયિકનું માહાસ્ય દર્શાવતાં કહેવાયું છે કે – सामायिकं द्विघटिकं चिरकर्मभेदि, चंद्रावतंसकवदुच्चधियोऽत्रं किंतु। स्पर्शेऽपि सत्यमुदकं मलिनत्वनाशि, घोरं तमो हरति वा कृत एव दीप। [બે ઘડીનું સામાયિક પણ ચંદ્રાવતંસક રાજાની જેમ ઘણા કાળનાં સંચેલાં કર્મનો ભેદનારું થાય છે. તો પછી ઘણી વાર કરવાથી ઊંચી બુદ્ધિવાળાને કર્મનો નાશ થાય તેમાં શું આશ્ચર્ય ? વાત સાચી છે કે સ્પર્શ કરવા માત્રથી પાણીથી મલિનતાનો નાશ થાય છે અને અંધકાર હોય તો દીવો તેનું હરણ કરે છે. સામાયિકનો મહિમા દર્શાવતાં શ્રીમદ્ રાજચંદ્ર લખ્યું છે કે : “સામાયિક આત્મશક્તિનો પ્રકાશ કરે છે, સમ્યગ્દર્શનનો ઉદય કરે છે, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવે છે, નિર્જરાનો અમૂલ્ય લાભ અપાવે છે, રાગદ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરે છે.' સામાયિકનો આવો પરમ મહિમા હોવાથી કહેવાય છે કે દેવો પણ પોતાના દેવપણામાં સામાયિકની ઝંખના સેવતા હોય છે. જુઓ : सामाइयसामग्गिं देवा विचितंति हिययमज्झम्मि। जइ हुइ मुहुतमेगं वा अम्ह देवत्तणं सहलं ।। દિવો પોતાના હૃદયમાં સામાયિકની સામગ્રીનો (તેવી અનુકૂળતાનો) વિચાર કરે છે અને એવી ભાવના ભાવે છે કે જો અમને એક મુહૂર્ત માત્ર પણ સામાયિક મળી જાય તો અમારું દેવપણું સફળ થઈ જાય. સામાયિકનું મૂલ્ય થઈ શકે એમ નથી. કદાચ કોઈને સામાયિકનું મૂલ્ય કરવું હોય તો શાસ્ત્રકારે કહ્યું છે : दिवसे दिवसे लख्खं देइ सुवन्नस्स खंडियं एगो। एगो पुण सामाइयं करेइ न पुहुप्पए तस्स।। [કોઈ એક માણસ દરરોજ એક લાખ ખાંડી સુવર્ણનું દાન આપે અને Page #503 -------------------------------------------------------------------------- ________________ સામાયિક કોઈ એક માણસ સામાયિક કરે તો દાન આપનારો માણસ સામાયિક કરનારની તોલે ન આવે.] વળી સામાયિકનું ફળ દર્શાવતાં કહેવાયું છે કે 0:0 सामाइयं कुणतो समभावं सावओ अ घडिय दुग्ग । आउ सुरेसु बंधइ इति अमित्ताइ पलियाइ ।। [બે ઘડીના સમભાવથી સામાયિક કરનાર શ્રાવક (જો તદ્ભવ મોક્ષગામી ન હોય તો) અસંખ્ય વરસોનું પલ્યોપમવાળું દેવગતિનું આયુષ્ય બાંધે છે. આમ, બે ઘડીના શ્રાવકના શુદ્ધ સામાયિકનો પણ ઘણો મહિમા બતાવવામાં આવ્યો છે. સામાયિકથી અશુભ કર્મોનો નાશ થાય છે. વળી ગૃહસ્થ માટે તો એ બે ઘડીનું સાધુપણું છે. સંસારમાં કેટલાયે એવા મનુષ્યો હશે કે જેઓ પૂર્વનાં તેવા પ્રકારનાં કર્મના ઉદયને કારણે, વર્તમાન સંજોગોને કારણ આજીવન સાધુપણું સ્વીકારી શકતા નથી, પરંતુ તેમના હૃદયમાં તો સાધુપણાના ભાવ સતત રમતા જ હોય છે. આવા ગૃહસ્થો પૌષધ અને સામાયિક ક૨વાથી સાધુપણાનો આનંદ તેટલો સમય માણી, અનુભવી શકે છે. એટલા માટે જ ગૃહસ્થોએ વારંવાર જ્યારે પણ અવકાશ મળે ત્યારે સામાયિક કરવું એવી શાસ્ત્રકારોએ ભલામણ કરી છે. આવી રીતે શિક્ષાવ્રત સામાયિકનો સતત અભ્યાસ કરવાથી વ્યક્તિ દ્રવ્ય સામાયિકમાંથી ભાવ સામાયિક સુધી, નિશ્ચય સામાયિક સુધી પહોંચી જઈ શકે છે. પરંપરાએ એ કેવળજ્ઞાન અને મોક્ષપદ સુધી પહોંચાડી શકે છે. એટલા માટે જ સામાયિકને સિદ્ધગતિની સીડી તરીકે ઓળખાવવામાં આવે છે. ૪૯૩ જેમણે સામાયિકનો શુદ્ધ અનુભવ જાણ્યો, માણ્યો હશે એમને એના આ મહિમાની સઘપ્રતીતિ અવશ્ય થશે ! Page #504 -------------------------------------------------------------------------- ________________ બોધિદુર્લભ ભાવના જૈન ધર્મમાં મોક્ષલક્ષી આત્મસાધના માટે જે વિવિધ પ્રકારના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે તેમાં શુભ ભાવનાઓનું સેવન જીવો માટે ઘણું લાભકારક છે. જગતની સમગ્ર જીવસૃષ્ટિમાં મનુષ્ય સર્વોચ્ચ સ્થાને છે. એના ચિત્તમાં પ્રતિક્ષણ વિચારો, લાગણીઓ, તરંગો, સ્પંદનો, ભાવો વગેરે સતત ઊઠતાં રહે છે. એમાં કેટલાંયે રોજિંદા જીવનક્રમને લગતાં હોય છે. એને માટે એનું વિશેષ મૂલ્ય નથી હોતું. કેટલાંક સ્પંદનો સાવ ક્ષણિક ને ક્ષુલ્લક હોય છે. વ્યક્તિને પોતાને અલ્પ કાળમાં એનું વિસ્મરણ થાય છે. પરંતુ કેટલાંક અંદનો એવાં હોય છે કે જે જાણે એના ચિત્તનો કબજો લઈ લે છે. એ ભૂલવા ઇચ્છે તો ભુલાતાં નથી. થોડી થોડી વારે એનો પ્રવાહ પોતાની મેળે ચાલુ થઈ જાય છે. કેટલાંક શુભ કે અશુભ સ્પંદનો મનુષ્યના ચિત્તને ઘેરી વળે છે. એની અસર એના ચહેરા ઉપર અને વધતી વધતી એના શરીર ઉપર થાય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ કહીએ તો એની પ્રબળ અસર એના આત્મા ઉપર – આત્મપ્રદેશો ઉપર થાય છે. આવી પ્રક્રિયામાં ભાવનાનું સ્વરૂપ ૨ છે. જૈન ધર્મમાં જે વિવિધ પ્રકારની ભાવનાએ બતાવવામાં આવી છે, તેમાંથી બોધિદુર્લભ ભાવનાનું મહત્ત્વ વિશિષ્ટ પ્રકારનું છે. ભાવનાની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવે છે : માવ્યૉડનતિ ભાવના [જેનાથી આત્મા ભાવિત થાય છે તેને ભાવના કહેવામાં આવે છે.] આમ, ભાવનાનો સંબંધ આત્મતત્વ સાથે છે. જૈન ધર્મ પ્રમાણે ઇન્દ્રિયોનો સંબંધ દ્રવ્ય મન સાથે છે. મનના બે પ્રકાર છે – દ્રવ્ય મન અને ભાવ મન. દ્રવ્ય મનનો સંબંધ ભાવ મન સાથે છે અને ભાવ મનનો સંબંધ આત્મા સાથે છે. આમ, ભાવનાનો આત્મા સાથેનો સંબંધ ભાવ મન દ્વારા છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ બોધિદુર્લભ ભાવના ૪૯૫ આથી જ જૈન ધર્મમાં ભાવ અને ભાવનાનું ઘણું મહત્ત્વ સ્વીકારાયું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, અથવા દાન, શીલ, તપ અને ભાવ વગેરેમાં ભાવને છેલ્લું ચડિયાતું સ્થાન આપવામાં આવ્યું છે. મનોનુશાસન'માં ભાવનાનાં લક્ષણ નીચે પ્રમાણે જણાવવામાં આવ્યાં છેઃ चेतो विशुद्धये मोहक्षयाय स्थैर्यापादनाय। विशिष्टं संस्कारपादनं भावना। [ચિત્તશુદ્ધિ, મોહક્ષય તથા (અહિંસાદિ વ્રતોમાં) ધૈર્ય આણવા માટે જે વિશિષ્ટ સંસ્કાર જાગ્રત કરવામાં આવે છે તેને “ભાવના' કહેવામાં આવે છે.] વોધિ' સંસ્કૃત શબ્દ છે. (એના ઉપરથી પ્રાકૃત-અર્ધમાગધીમાં બોહિ' શબ્દ આવેલો.) બોધિ શબ્દ બુધુ ધાતુ ઉપરથી આવેલો છે. બુધુ એટલે જાણવું. ડાહ્યા માણસો માટે, સારાસાર-વિવેક જાણનાર જ્ઞાની માણસો માટે “બુધ' શબ્દ વપરાય છે. જૈન ધર્મમાં “બોધિ' શબ્દ વિશિષ્ટ પારિભાષિક અર્થમાં વપરાયો છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. એટલે “બોધિ' શબ્દ આત્માના જ્ઞાનપ્રકાશ માટે વપરાય છે. વ્યવહાર જગતમાં કીમતીમાં કીમતી પ્રકાશમાન પદાર્થ તે રત્ન છે. એટલે બોધિને રત્નનું રૂપક આપવામાં આવે છે. “બોધિ” શબ્દ સમ્યક્ત્વ માટે વપરાય છે. સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન તથા સમ્યગુચારિત્રને “સમ્યક્તિ' - સમ્યકત્વ તરીકે ઓળખાવવામાં આવે છે. એટલા માટે બોધિની વ્યાખ્યા આપતાં કહેવાયું છે : सम्यग्दर्शन ज्ञानचारित्राणामप्रपा प्रापणं बोधिः। સિમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ ન હોય અને તે પ્રાપ્ત થાય તે “બોધિ' કહેવાય.] સમ્યકત્વ વિના મોક્ષપ્રાપ્તિ નથી. એટલા માટે જ સમકિત ઉપર અર્થાત્ બોધિ ઉપર જૈન ધર્મમાં ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. જ્યાં સુધી બોધિબીજ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દેહ અને આત્માની ભિન્નતાનાં સ્પષ્ટ દર્શન ન થાય અને ત્યાં સુધી મોક્ષમાર્ગ ઉપર આગળ વધી ન શકાય. એટલા માટે જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરતી વખતે પણ બોધિપ્રાપ્તિ માટે પ્રાર્થના કરાય છે : Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ ‘લોગસ્સ સૂત્રમાં કહેવાયું છે : कित्तिय वंदिय महिया जे ए लोगस्स उत्तमा सिद्धा । आरुग्ग बोहिलाभ समाहिवरमुत्तमं ‘ઉવસગ્ગહ૨ સ્તોત્ર’માં પણ કહેવાયું છે : કિંતુ ता देव दिज्ज बोहिं भवे भवे पास जिणचंद । ‘જયવીયરાય સ્તોત્ર'માં પણ કહેવાયું છે : दुक्खखओ कम्मकखओ समाहिमरणं च बोहिलाभो अ संपज्जउ मह एहं तुह नाह पणाम करणेणं ।। આમ આ ત્રણે મહત્ત્વનાં સૂત્રોમાં બોહિ-બોધિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. એ બતાવે છે કે બોધિપ્રાપ્તિનું મૂલ્ય કેટલું બધું છે. ભાવનાની શ્રેષ્ઠતા દર્શાવતાં કહેવાયું છે : , दारिद्र्यनाशनं दानं शीलं दुर्गतिनाशनम् । अज्ञाननाशिनी प्रज्ञा, भावना भवनाशिनी ।। [દાનથી દરિદ્રતાનો નાશ થાય છે; શીલથી દુર્ગતિનો નાશ થાય છે, પ્રજ્ઞાથી અજ્ઞાનનો નાશ થાય છે, પરંતુ ભાવનાથી તો ભવનો જ નાશ થાય છે.] વળી ભાવનાની ઉત્કૃષ્ટતા દર્શાવતાં કહેવાયું છે : वित्तेन दीयते दानं शीलं सत्त्वेन पाल्यते । तपोऽपि तप्यते कष्टात् स्वाधीनोत्तम भावना ।। જિનતત્ત્વ [દાન ધનથી અપાય છે, શીલ સત્ત્વથી પળાય છે, તપ કષ્ટથી થાય છે, પરંતુ ઉત્તમ ભાવના તો સ્વાધીન છે.] આવી ભાવનાઓનું ભિન્ન ભિન્ન દૃષ્ટિથી વર્ગીકરણ કરવામાં આવે છે. ‘બૃહત્કલ્પમાં કહ્યું છે કે ભાવનાઓ બે પ્રકારની છે. दुविहाओ भावणाओ - संकिलिट्ठा य, असंकिलिट्ठा य । [ભાવનાઓ બે પ્રકારની છે ઃ સંક્લિષ્ટ અર્થાત્ અશુભ અને અસંક્લિષ્ટ અર્થાત્ શુભ.] કંદર્પી, કિધ્ધિષી, આભિયોગિકી, દાનવી અને સંમોહી એ પાંચ પ્રકારની ભાવના તે અશુભ ભાવના છે. આર્ત્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ બે અશુભ ' Page #507 -------------------------------------------------------------------------- ________________ બોધિદુર્લભ ભાવના ૪૯૭ પ્રકારનાં ધ્યાન સાથે સંકળાયેલી ભાવનાઓ અશુભ પ્રકારની ભાવના છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાને ધર્મધ્યાનની ભાવના અથવા પરા ભાવના તરીકે ઓળખાવવામાં આવે છે અને તે શુભ ભાવનાઓ છે. હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્રમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચ મહાવ્રતોની પ્રત્યેકની પાંચ પાંચ શુભ ભાવનાઓનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું છે ઃ भावनाभिभावितानि पञ्चभिः पञ्चमिः क्रमात् । महाव्रतानि नो कस्य साधयन्त्यव्ययं पदम् ॥ [ક્રમાનુસાર પાંચ પાંચ ભાવનાઓ વડે ભાવિત કરાયેલાં મહાવ્રતો કોને અવ્યયપદ (મોક્ષ) નથી સાધી આપતાં આમ, શુભ ભાવનાઓ પણ અનેકવિધ પ્રકારની છે. તેમાં દર્શનવિશુદ્ધિ ભાવના, વિનયસંપન્નતા ભાવના વગેરે પ્રકારની સોળ શુભ ભાવનાઓને કારણ ભાવના તરીકે ઓળખાવવામાં આવે છે. આ શુભ ભાવનાઓ ઉપરાંત જૈન ધર્મમાં અનિત્યાદિ બાર શુભ ભાવનાઓનું મહત્ત્વ સૌથી વિશેષ છે. આત્મચિંતન માટેની એ ભાવનાઓને અધ્યાત્મની ભાવના, વૈરાગ્યની ભાવના, તત્ત્વાનુચિંતનની ભાવના અથવા સમત્વની પ્રાપ્તિ માટેની ભાવના તરીકે ઓળખાવવામાં આવે છે. ‘તત્ત્વાર્થાધિગમ સૂત્ર’માં વાચક ઉમાસ્વાતિ કહે છે : अनित्याशरणसंस्तरैकत्वान्यत्वाशुचित्वास्रवसंवर । निर्जरालोक बोधिदुर्लभ धर्मस्वाख्यातत्त्वानुचिंतनमनुप्रेक्षाः ।। નીચે પ્રમાણે બાર ભાવનાઓ – અનુપ્રેક્ષાઓ બતાવવામાં આવે છે : (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) સંસાર ભાવના, (૪) એકત્વ ભાવના, (૫) અન્યત્વ ભાવના, (૬) અશુચિ ભાવના, (૭) આસ્રવ ભાવન, (૮) સંવર ભાવના, (૯) નિર્જરા ભાવના, (૧૦) લોક ભાવના, (૧૧) બોધિદુર્લભ ભાવના અને (૧૨) ધર્મ ભાવના. (છેલ્લી ચાર ભાવનાઓના ક્રમમાં કેટલાક ગ્રંથોમાં ફેર જોવા મળે છે. કોઈકમાં બોધિદુર્લભ ભાવના અગિયારમી બતાવવામાં આવી છે, તો કોઈક કોઈકમાં તે બારમી બતાવવામાં આવી છે.) Page #508 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ મન અને પાંચ ઇન્દ્રિયો એ જેમ મનુષ્યજન્મની મોટામાં મોટી સિદ્ધિઉપલબ્ધિ છે તેમ એ જ મન અને પાંચ ઇન્દ્રિયો કેટલાયે જીવો માટે મનુષ્યજન્મની મોટામાં મોટી ક્ષતિરૂપ નીવડવા સંભવ છે. મનુષ્યને દુર્ગતિની ખીણમાં ગબડાવી દેવાની શક્તિ પણ તેમાં રહેલી છે. માણસ જો પોતાની આ પાંચે ઇન્દ્રિયોને સંયમમાં રાખી શકે, ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી શકે તો ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો ઉપર વિજય મેળવી શકે. કષાયો શાંત થતાં ચિત્ત પણ શાંત થાય છે. ચિત્ત ઉપર વિજય મળતાં મન:શુદ્ધિ થાય છે. મન:શુદ્ધિ થતાં રાગ અને દ્વેષ પાતળા પડવા લાગે છે. એથી નિર્મમત્વ આવવા લાગે છે. નિર્મમત્વ માટે અનિત્યાદિ ભાવનાઓનું સેવન આવશ્યક છે. નિર્મમત્વ આવતાં સમતા-સમત્વ આવવા લાગે છે. માટે જ કહ્યું છે : साम्यं स्यान्निर्ममत्वेन तत्कृते भावना श्रयेत् । ૪૯૮ આમ, સમતાનું બીજ ભાવનાઓમાં રહેલું છે. ‘શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર’ (૧૫/૫)માં કહ્યું છે : भावनावेग सुद्धप्पा जले नावा व आहिया । नावा व तीरसंपन्ना सव्वदुक्खा विमुच्चइ || [ભાવનાયોગથી શુદ્ધ થયેલો આત્મા જલમાં નાવની જેમ તરે છે. જેમ નાવ કિનારે પહોંચે છે, તેવી રીતે શુદ્ધાત્મા સર્વ દુઃખોમાંથી મુક્ત થઈને લક્ષ્યસ્થાને પહોંચે છે.] ‘અધ્યાત્મકલ્પદ્રુમમાં મુનિસુંદરસૂરિએ કહ્યું છે : चित्त बालक ! मा त्याक्षीरजस्त्रं भावनौषधिः । यत्त्वां दुर्ध्यानभूता न च्छलयन्ति छलान्विष । । [હૈ ચિત્તરૂપી બાળક ! તું ભાવના રૂપી ઔષધિનો ક્યારેય ત્યાગ કરતો નહીં, જેથી છળને શોધનારા દુર્ધ્યાનરૂપી ભૂતોપિશાચો તને છેતરી શકે નહિ.] ભાવનાઓનું કેવું ફળ હોય છે તે દર્શાવતાં ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ (૨૯/ ૫૦)માં ભગવાન મહાવીરે કહ્યું છે : भावसच्चेण भावविसोहिं जणयई । भावविसोतेहिएवदृमाणो अरिहंतपन्नतस्स धम्मस्स आराहणयाए अबुट्ठेइ । अबुट्ठेइत्ता परलोग धम्मस्स आहए भवई । [ભાવસત્યથી જીવ ભાવની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. વિશુદ્ધ ભાવનાવાળો Page #509 -------------------------------------------------------------------------- ________________ બોધિદુર્લભ ભાવના જીવ અરિહંતપ્રણીત ધર્મની આરાધનામાં તત્પર થઈને પારલૌકિક ધર્મનો આરાધક બને છે.] સંસારમાં પરિભ્રમણ કરતા જીવોનું જ્યારે અવલોકન કરીએ છીએ અને તેમના વિકાસક્રમની ગતિનો વિચાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે કેટલો બધો કાળ જ્યારે પસાર થઈ જાય ત્યારે જીવ વિકાસનું એકાદ પગથિયું ઉપર ચડે છે. વળી, કેટલાયે જીવો થોડે ઉપર ચડી પાછા નીચે પડતા હોય છે. જૈન દર્શન પ્રમાણે જીવ સૂક્ષ્મ નિગોદ(અવ્યવહારરાશિ)માંથી નીકળીને વ્યવહારરાશિમાં આવે છે. ત્યાર પછી એકેન્દ્રિયપણું, બેઇન્દ્રિયપણું, તેઇન્દ્રિપણું, ચઉરિન્દ્રિયપણું એમ પ્રાપ્ત કરતાં કરતાં સંક્ષીપંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. એમ કરતાં કેટલી બધી મુશ્કેલીથી જીવ મનુષ્યપણું પ્રાપ્ત કરે છે ! આમ ઉત્તરોત્તર એક એક તબક્કામાંથી પસાર થઈ ઉપર ચડવું એ જ ઘણું દુર્લભ છે અને તેમાં મનુષ્યપણું પ્રાપ્ત કરવું એ તો એથી પણ વધુ દુર્લભ છે. વળી, મનુષ્યપણું પ્રાપ્ત થયું એટલે બધું જ આવી ગયું એવું નથી. મનુષ્યપણામાં રાજ્ય મળવું કે ચક્રવર્તીપદ મેળવવું એટલું દુર્લભ નથી જેટલું બોધિબીજ મેળવવું દુર્લભ છે. મનુષ્યપણું મળ્યા પછી આર્યદેશમાં જન્મ, સંસ્કારી કુટુંબમાં જન્મ, ધર્મજિજ્ઞાસા, ધર્મશ્રવણનો યોગ, ધર્મબોધ થવો, ધર્મમાં ઉદ્યમ કરવાના સંયોગ સાંપડવા ઇત્યાદિ ઉત્તરોત્તર દુર્લભ થતાં જાય છે. એટલા માટે જ કહેવાયું છે : ૪૯૯ चतारि परमंगाणि दुल्लहाणीह जंतुणो । माणुसतं सुई सद्धा संजमम्मि च वीरिअं ।। [જીવોને માટે ચાર મુખ્ય બાબતો અત્યંત દુર્લભ છે : (૧) મનુષ્યપણું, (૨) શ્રુતિ (ધર્મશ્રવણ), (૩) ધર્મમાં શ્રદ્ધા અને (૪) સંયમમાં વીર્ય (ત્યાગવૈરાગ્ય માટેનો પુરુષાર્થ).] ‘ઉત્તરાધ્યયન’ના “દુમપત્તય” નામના દસમા અધ્યયનમાં ઉત્તરોત્તર એક પછી એક વસ્તુઓ પ્રાપ્ત થવી કેટલી દુર્લભ છે તે દર્શાવતાં ભગવાન મહાવીરે કહ્યું છે : लणं वि माणुसत्तणं आयरियत्तं पुणरावि दुल्लहं । बहवे दसुया मिलक्खुया समयं गोयम, मा पमायए ।। Page #510 -------------------------------------------------------------------------- ________________ પ00 જિનતત્ત્વ लद्रूणं वि आयरियत्तणं अहीणपंचिंदियता हु दुल्लहा। विगलिंदियता हु दीसई समयं गोयम, मा पमायए।। अहीणपंचे दियत्तंपि से लहे उत्तम धम्मसुई हु दुल्लहा। कुतित्थिनिसेवए जणे समयं गोयम, मा पमायए।। लभ्रूणं वि उत्तम सुई सद्दहणा पुणरावि दुल्लहा। मिच्छतनिसेवए जणे समयं गोयम, मा पमायए।। દુિર્લભ એવો મનુષ્યજન્મ મળ્યા પછી પણ આર્ય દેશમાં જન્મ મળવો દુર્લભ છે. ઘણા લોકો મનુષ્ય હોવા છતાં દસ્યુ અને મ્યુચ્છ હોય છે. માટે, ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર. આર્ય દેશમાં જન્મ મળ્યા પછી પણ પાંચે ઇન્દ્રિયોની પૂર્ણતા મળવી દુર્લભ છે. ઘણા જીવો વિકલેન્દ્રિય જોવા મળે છે. માટે તે ગૌતમ ! સમય માત્રનો પ્રસાદ ન કર. પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા મળ્યા પછી પણ ઉત્તમ ધર્મનું શ્રવણ દુર્લભ છે. ઘણા લોકો કુતીર્થિનું સેવન કરનારા હોય છે. માટે હે ગૌતમ ! સમયમાત્રનો પ્રમાદ ન કર. ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થયા પછી તેમાં શ્રદ્ધા થવી તે ઘણી દુર્લભ વાત છે. ઘણા લોકો મિથ્યાત્વનું સેવન કરનારા હોય છે. માટે હે ગૌતમ! સમય માત્રનો પ્રસાદ ન કર.] ઉત્તરાધ્યયનસૂત્ર'ના ત્રીજા અધ્યાયમાં પણ આ જ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે : माणुस्सं विग्गहं लद्धं सुई धम्मस्स दुल्लहा। जं सोच्चा पडिज्जति तवं खंतमहिंसयं ।। आहच्चं सवणं लद्धं सद्धा परमदुल्लहा। सोच्चा णेयाउणं मग्गं बहवे परिभस्सई ।। મિનુષ્યપણું પ્રાપ્ત થાય પછી પણ ધર્મનું શ્રવણ અત્યંત દુર્લભ છે, કે જે ધર્મશ્રવણ કરીને જીવ તપ, ક્ષમા અને અહિંસાનો સ્વીકાર કરે છે. કદાચ ધર્મશ્રવણ પ્રાપ્ત થયા પછી તેમાં શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. મોક્ષમાર્ગ પ્રતિ લઈ જનારા ધર્મનું શ્રવણ કર્યા પછી ઘણા લોક એ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે.] Page #511 -------------------------------------------------------------------------- ________________ બોધિદુર્લભ ભાવના ૫૦૧ ઉમાસ્વાતિ મહારાજ “પ્રશમરતિ માં મનુષ્યજન્મથી માંડીને બોધિપ્રાપ્તિ સુધીની દુર્લભતાઓ અનુક્રમે કેવી કેવી છે તે બતાવતાં કહે છે : मानुष्य कर्म भूम्यार्यदेश कुल कल्पताऽऽयुरुपलब्धौ। श्रद्धाकथक श्रवणेषु सत्स्वपि सुदुर्लभा बोधिः ।। [મનુષ્યપણું, કર્મભૂમિ, આર્યદેશ, સારું કુળ, નીરોગીપણું, દીર્ઘ આયુષ્ય - એ સર્વ પ્રાપ્ત થવા છતાં ધર્મ કહેનાર ઉપર શ્રદ્ધા રાખવી અને “બોધિ' (સમકિત) પામવું એ ઘણી દુર્લભ વાત છે.] હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં જીવને એકેન્દ્રિયપણામાંથી શરૂ કરીને બોધિપ્રાપ્તિ સુધીની દુર્લભતાઓ કઈ કઈ હોય છે તે સમજાવતાં કહ્યું છે : अकामनिर्जरारूपात् पुण्याज्जन्तोः प्रजायते। स्थावरत्वात्त्रसत्वं वा तिर्यकत्वं वा कथंचन।। मानुष्यमार्यदेशश्च जातिः सर्वाक्षपाटवम्। आयुश्च प्राप्यते तत्र कथञ्चित्कर्मलाघवात् ।। प्राप्तेषु पुण्यतः श्रद्धाकथकाश्रवणेष्वपि । तत्त्वनिश्चयरूपं तद्बोधिरत्नं सुदुर्लभम् ।। विषयेभ्यो विरक्तानां साम्यवासितचेतसाम्। तपशाम्येत कषायाग्निबोधिदीपः समुन्मिषेत्।। અિકામ નિર્જરારૂપ પુણ્યથી જીવને સ્થાવરપણામાંથી ત્રસપણું અથવા તિર્યચપણું કોઈક રીતે પ્રાપ્ત થાય છે. મનુષ્યપણું, આર્યદેશ, ઉત્તમ જાતિ, સર્વ ઇન્દ્રિયોની પૂર્ણતા, દીર્ઘ આયુષ્ય કંઈક હળવાં કર્મથી પ્રાપ્ત થાય છે. પુણ્યના ઉદયથી શ્રદ્ધા, સદ્ગુરુ, ધર્મશ્રવણ પ્રાપ્ત થવા છતાં તત્ત્વનિશ્ચયરૂપ બોધિરત્નની પ્રાપ્તિ દુર્લભ છે. વિષયોથી વિરક્ત થયેલાં અને સમત્વથી વાસિત થયેલાં ચિત્તવાળા સાધુપુરુષોનો કષયારૂપી અગ્નિ શાન્ત થઈ જાય છે. તથા બોધિ (સમ્યત્વ) રૂપી દીપક પ્રગટ થાય છે.] શાન્ત સુધારસ'ના ગેયાષ્ટકમાં વિનયવિજયજી મહારાજ લખે છે : बुध्यतां बुध्यतां बोधिरतिदुर्लभा। जलधिजलपतित सुररत्नयुक्त्या।। Page #512 -------------------------------------------------------------------------- ________________ પ0ર જિનતત્ત્વ सम्यगाराधयतां स्वहितमिह साध्यतां। बाध्वतामधरगतिआत्मशक्त्या।। હે જીવ! બોધિ અત્યંત દુર્લભ છે એ તું સમજ, સમજ!સમુદ્રના જળમાં ચિંતામણિરત્ન પડી ગયું હોય તો તે મેળવવાનું જેટલું દુર્લભ છે એટલું દુર્લભ બોધિ મેળવવાનું છે. એટલા માટે તું સમ્યગુ આરાધના કરી અને તારું હિત સાધી લે. તું તારી આત્મશક્તિથી નીચી ગતિને, દુર્ગતિને અટકાવી દે] બોધિને મેળવવામાં ચાર મોટા અંતરંગ શત્રુઓ તે ચાર સંજ્ઞાઓ છે : (૧) આહારસંજ્ઞા, (૨) ભયસંજ્ઞા, (૩) મૈથુનસંજ્ઞા અને (૪) પરિગ્રહસંજ્ઞા. માટે જીવે એ સંજ્ઞાઓ ઉપર વિજય મેળવવા માટે ઘણો ભારે પુરુષાર્થ કરવાનો રહે છે. આ બોધિરત્ન મેળવવું અને સાચવવું એ સહેલી વાત નથી. કેટલીયે વાર મળ્યા પછી પાછું એ ખોવાઈ પણ જાય છે. બોધિરત્ન મેળવવા માટે ઘણી બધી તૈયારી કરવી પડે છે અને મેળવ્યા પછી અને સાચવવા માટે ઘણો મોટો પુરુષાર્થ કરવો પડે છે. બોધિપ્રાપ્તિને એટલા માટે જ શાસ્ત્રકારોએ અત્યંત દુર્લભ તરીકે ઓળખાવી છે. “બોધિ દુર્લભ છે” એમ ઉતાવળે ઉપરઉપરથી કહી દેવું એ એક વાત છે અને તેની દુર્લભતાની સાચી આત્મપ્રતીતિ થવી એ બીજી વાત છે. સમગ્ર સંસારના જીવોની ચાલતી સતત ગતિનું અવલોકન કરી તે વિશે આત્મચિંતન કરનારને બોધિની દુર્લભતાની પ્રતીતિ થયા વગર રહેતી નથી. ઉમાસ્વાતિ મહારાજે “પ્રશમરતિમાં કહ્યું છે : ता दुर्लभां भवशतैर्लब्ध्वाऽप्यतिदुर्लभा पुनर्विरतिः। मोहाद्रागात् कापथविलोकनाद् गौरववशाच्च ।। [આવી દુર્લભ બોધિને સેંકડો ભવે મેળવ્યા પછી પણ વિરતિ (ત્યાગસંયમ) મળવી અત્યંત દુર્લભ છે. મોહમાં પડી જવાને કારણે, રાગને વશ થઈ જવાને કારણે, જાતજાતના ખોટા પંથોના અવલોકનને કારણે અને ગૌરવ(ગારવ)ને વશ થવાને કારણે માણસને વિરતિમાં રસરુચિ થતાં નથી. આવું અત્યંત દુર્લભ એવું બોધિરત્ન પ્રાપ્ત થયું હોય તો તે વેડફી નાખવા જેવું કે ગુમાવી દેવા જેવું નથી. ઉપાધ્યાય શ્રી જયસોમે બોધિદુર્લભ ભાવનાની સક્ઝાયની રચનામાં Page #513 -------------------------------------------------------------------------- ________________ બોધિદુર્લભ ભાવના સરસ દૃષ્ટાન્તો આપતાં કહ્યું છે : ‘લોહકીલકને કારણે, યાન જલધિમાં ફોડે રે : ગુકારણ કોણ નવલખો હાર હીરાનો ત્રોડે રે ?’ એક લોઢાના ખીલા ખાતર આખું વહાણ કોણ દરિયામાં ડુબાવી દે ? દોરો જોઈતો હોય તો એટલા માટે નવલખો હાર કોણ તોડી નાખે ? બોધિરયણ ઉવેખીને કોણ વિષયારસ દોડે રે ? કંકર મણિ સમોવડ કરે, ગજ વેચે ખર હોડે રે ?’ ૫૩ બોધિરત્નને ઉવેખીને વિષયારસ પાછળ, ભૌતિક સુખ પાછળ કોણ દોડે ? કાંકરો અને મણિ એ બંનેને સરખાં કોઈ ગણે ? ગધેડાના બદલામાં હાથીને કોણ વેચી દે ? વિનયવિજયજી મહારાજ બોધિદુર્લભ ભાવનાના ગેયાષ્ટકમાં અંતે ભલામણ કરતાં કહે છે : एवमतिदुर्लभात् प्राप्य दुर्लभतमंसकलगुणनिधानम् । बोधिरत्नं कर गुरुप्राज्यविनयप्रसादोदितं शान्तरससरसपीयूषपानम् ।। [હે જીવ! આ રીતે અત્યંત દુર્લભથી દુર્લભ એવું તથા સકલ ગુણોના ભંડારરૂપ બોધિરત્ન મેળવીને, ઊંચા પ્રકારના વિનયના પ્રસાદથી પ્રાપ્ત થયેલા શાન્ત રસરૂપી સરસ અમૃતનું હું પાન કર.] બોધિની દુર્લભતાનું ચિંતન-મનન કરતાં કરતાં, એ ભાવનાનું સેવન કરતાં કરતાં જીવ ધર્મગતિ અણગાર કે શ્રેણિક રાજાની જેમ ઊંચી અધ્યાત્મદશા પ્રાપ્ત કરે છે. આમ, વૈરાગ્યની અને આત્મચિંતનની બાર ભાવનાઓમાં બોધિદુર્લભ ભાવનાનું મહત્ત્વ વિશિષ્ટ પ્રકારનું છે. Page #514 -------------------------------------------------------------------------- ________________ જૈન યુવક સંઘ સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ ટ્રસ્ટ-ગ્રંથશ્રેણી અત્યાર સુધીમાં પ્રકાશિત થયેલા ગ્રંથો ક્રમાનુસાર ૧. મહાવીર વાણી : સંપાદક ડૉ. ભગવાનદાસ તિવારી ૨. નિર્નવવાદ : લેખક ડૉ. રમણલાલ ચી. શાહ ૩. જિનતત્ત્વ – ભાગ ૧ : ૪. જિનતત્ત્વ – ભાગ ૨ : ૫. જિનતત્ત્વ – ભાગ ૩ : ૬. પ્રભાવક સ્થવિરો – ભાગ ૧ : ૭. જિનતત્ત્વ – ભાગ ૪ : ૮. પ્રભાવક સ્થવિરો – ભાગ ૨ : ” ૯. આપણા તીર્થકરો – સંપાદક પ્રા, તારાબહેન રમણલાલ ચી. શાહ ૧૦. પ્રભાવક સ્થવિરો – ભાગ ૩ : ડૉ. રમણલાલ ચી. શાહ ૧૧. જિનતત્ત્વ – ભાગ ૫ : ૧૨. પ્રભાવક સ્થવિરો – ભાગ ૪: ૧૩. નેમિનાથ-રાજિમતી બારમાસા સંપાદક ડૉ. શિવલાલ જેસલપુરા ૧૪. નલ-દવદંતી પ્રબંધ – વિજયશેખર કૃત : ડૉ. રમણલાલ ચી. શાહ ૧૫. જિનતત્ત્વ – ભાગ ૬ : ડૉ. રમણલાલ ચી. શાહ ૧૯, આર્ય વજસ્વામી : પ્રા. તારાબહેન રમણલાલ શાહ ૧૭. જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન : ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા ૧૮. પ્રભાવક સ્થવિરો – ભાગ ૫ : ડૉ. રમણલાલ ચી. શાહ ૧૯. જિનતત્ત્વ – ભાગ ૭ : ૨૦. પ્રભાવક સ્થવિરો : (ભાગ ૧ થી ૫ – એક ગ્રંથ) ૨૧. જિનતત્ત્વ (ભાગ ૧ થી ૫ – એક ગ્રંથ) Page #515 -------------------------------------------------------------------------- ________________ [આગળના લૅપનું અનુસંધાન] ગુજરાતી સાહિત્ય તેમજ સાંપ્રત સમયની સમસ્યા વિષયક લેખો અને વિશેષત: જૈન ધર્મ વિષયક લેખો માટે કેટલીક સંસ્થાઓએ તેમને સુવર્ણ ચંદ્રક અને પારિતોષિકથી નવાજ્યા છે. તેઓશ્રીએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘમાં કારોબારીના સભ્ય તરીકે, પ્રમુખ તરીકે, વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે અને ‘પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે દીર્ઘ અને યશસ્વી સેવા આપી. પર્યુષણ પર્વ દરમ્યાન જૈન યુવક સંઘ દ્વારા અન્ય સંસ્થાઓ માટે કરોડો રૂપિયાનું દાન એકત્રિત કરી એ દાન એ સંસ્થાને સમર્પિત કરી કરૂણાના કામની સંઘને પ્રેરણા આપી. | શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આયોજિત જૈન સાહિત્ય સમારોહના તેઓ સર્જક હતા અને ૧૭ સાહિત્ય સમારોહનું આયોજન વિવિધ સ્થળે કર્યું. આ પ્રવૃત્તિના ફળસ્વરૂપ અનેક વિદ્વાનો તૈયાર થયાં છે જેમની આજે ઉજ્જવળ કારકિર્દી નિર્માઈ છે. એઓશ્રીના દેહવિલય પછી પણ આ વિદ્વત્ ગોષ્ઠિની પ્રવૃત્તિ ચાલુ રહી અને ૧૮મો સાહિત્ય સમારોહ ૨૦૦૬માં ભાવનગરમાં તેમજ ૧૯ મો સાહિત્ય સમારોહ ૨૦૦૮માં પૂનામાં યોજાયો. જૈન ધર્મના આ પ્રકાંડ પંડિત અને સંશોધકે ધર્મના વિવિધ વિષયો પર લગભગ ૧૧૫ પુસ્તકોનું સર્જન કર્યું છે. પોતાના સર્વ સાહિત્ય સર્જનના કોપીરાઈટનો તેમણે ત્યાગ કર્યો તે સાહિત્ય જગતની વિરલ ઘટના છે. | ભારતમાં તેમ જ વિદેશમાં જેવા કે આફ્રિકા, યુ. કે., અમેરિકા, કેનેડા, જાપાન, હોંગકોંગ, દુબઈ, સુદાન વ. ત્યાંની સંસ્થાના આમંત્રણથી જૈન ધર્મ અને સાહિત્ય પર વ્યાખ્યાનો આપ્યાં છે. આવા વિદ્વાન લેખક, સર્જક, સંપાદક, સંશોધક અને સાહિત્યકાર ડૉ. રમણભાઈ મુંબઈના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર શ્રી દીપચંદ ત્રિભોવનદાસની સુપુત્રી અને સોફિયા કૉલેજના ગુજરાતીના પ્રાધ્યાપિકા તારાબહેન શાહ સાથે ૧૯૫૩માં લગ્નગ્રંથિથી જોડાયા. આ સુખી દામ્પત્યના ફળ સ્વરૂપ પુત્રી શૈલજા અને પુત્ર અમિતાભ છે. આ બન્ને સંતાનોની શૈક્ષણિક, સામાજિક અને વ્યવસાયિક કારકિર્દી પણ ઉજ્જવળ છે. | શ્રી મુંબઈ જૈન યુવક સંઘે તેમના સર્વ સાહિત્યને સમાવતા “ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ ના શીર્ષકથી સાત ગ્રંથોનું પ્રકાશન કરી તેમના બહુમુખી પ્રતિભાશાળી જીવનકાર્યને | ઉચિત અને ઉજ્જવળ અંજલિ આપી છે. Page #516 -------------------------------------------------------------------------- ________________