SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ જિનતત્ત્વ મિથ્યાશ્રતનું પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે, વ્યવહારુ શિક્ષણ લેતા શાળાકોલેજના વિદ્યાર્થીઓ પરીક્ષાને અર્થે પોતાના પાઠ્યગ્રંથોનું (મિથ્યાશ્રુતનું) વારંવાર અધ્યયન કરતા હોય છે. તેનો હેતુ અમુક સમય પૂરતો મર્યાદિત રહે છે. અધ્યયન કરતાં સ્વાધ્યાય શબ્દ અર્થની દૃષ્ટિએ વધુ ચડિયાતો છે. અનેક જ્ઞાની મહાત્માઓએ અધ્યાત્મજ્ઞાનના એક એક પદાર્થ ઉપર વિવધ દૃષ્ટિકોણથી પ્રકાશ પાડ્યો છે, જે કેટલાય જીવોને આત્મિક કલ્યાણની દૃષ્ટિએ ઉપયોગી નીવડે છે. એવા ગ્રંથોનું વારંવાર અધ્યયન સ્વઅર્થે, આત્મકલ્યાણ અર્થે જ્યારે થાય છે ત્યારે તે અધ્યયન સ્વાધ્યાય બને છે. વારંવાર સ્વાધ્યાય કરવાથી જીવને પોતાનામાં રહેલાં સારાસાર તત્ત્વોનો પરિચય થાય છે, હેય અને ઉપાદેય તત્ત્વોની પ્રતીતિ થાય છે અને એથી પ્રેરાઈને પોતાના પુરુષાર્થ વડે યોગ્ય માર્ગદર્શન સહિત પોતાના આત્માને નિર્મળ કરવા તરફ તે વળે છે. સમ્યકકૃતના સ્વાધ્યાયથી આ રીતે સવિશેષ આત્મિક લાભ થાય છે. સ્વાધ્યાય' શબ્દની નીચે પ્રમાણે વ્યાખ્યા આપવામાં આવે છે : (૧) સ્વચ: આત્મિનઃ અધ્યયન સ્વાધ્યાય: પોતાનું એટલે કે આત્માનું અધ્યયન તે સ્વાધ્યાય. (૨) અધ્યયનમોઃ સુ સુરો થાય: સ્વાધ્યાયઃ સુંદર અધ્યયન અર્થાત્ સત્ શાસ્ત્રનું મર્યાદાપૂર્વક અધ્યયન તે સ્વાધ્યાય. (૩) “સ્થાનાંગ સૂત્ર'ની ટીકામાં લખ્યું છેઃ शोभनं आ-मर्यादया अध्ययनश्रुतस्याधिकमनुसरणं स्वाध्यायः । વિધિ અનુસાર, મર્યાદા સહિત શ્રતનું અધ્યયન, કે અનુસરણ તે સ્વાધ્યાય. (४) सुष्ठु आ-मर्यादया अधीयते इति स्वाध्यायः। સત્ શાસ્ત્રનું મર્યાદા સહિત અધ્યયન કરવું તેનું નામ સ્વાધ્યાય. (५) स्वाध्यायस्तत्त्वज्ञानस्याध्ययनमध्यापनं स्मरणं च। તત્ત્વજ્ઞાન ભણવું, તે ભણાવવું કે તેનું સ્મરણ કરવું તે સ્વાધ્યાય છે. (૬) જ્ઞાનમાવનાત્ત અત્યા: સ્વાધ્યાય આળસનો ત્યાગ કરી જ્ઞાનની ભાવના કે આરાધના કરવી એ સ્વાધ્યાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy