SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસર્ગ ૧૪૩ શસ્ત્રો દ્વારા બીજાનો જીવ લેવાનું સરળ થઈ ગયું છે. માણસને ખબર ન પડે એવી રીતે ક્ષણવારમાં એના પ્રાણ હણાઈ જાય છે. એમાં શારીરિક કષ્ટ કે વેદનાને ખાસ અવકાશ હોતો નથી. આવા પ્રકારના ઉપદ્રવોમાંથી કર્મક્ષયની દૃષ્ટિએ ઉપકારક એવા ઉપસર્ગો કેટલા તે વિચારણીય વિષય છે. ઉપસર્ગનાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ પણ છ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. ઉપસર્ગના પ્રતિલોમ અને અનુલોમ એવા બે મુખ્ય પ્રકાર પણ દર્શાવવામાં આવ્યા છે. પ્રતિલોમ એટલે પ્રતિકૂળ અર્થાત્ શરીરને અતિશય કષ્ટ આપનારા ઉપસર્ગો. જે સાધકોમાં સ્થિરતા, અચલતા આવી નથી હોતી તેવા નિર્બળ સાધકો ઉપસર્ગ સહન ક૨વાની વાતો શૂરવીરતાપૂર્વક કરે છે, પરંતુ ખરેખર ઉપસર્ગ આવી પડે છે ત્યારે ડરી જાય છે, ડગી જાય છે, સાધનાથી ભ્રષ્ટ થઈ જાય છે. જે સાધકો સંયમસાધનામાં અડગ હોય છે તે સાધકો ભયંકર ઉપસર્ગોમાં પણ ડગી જતા નથી. ગજસુકુમાલ, અવંતીસુકુમાલ, ખંધક મુનિ, મેતાર્ય મુનિ વગેરે સાધકોએ પ્રતિકૂળ ઉપસર્ગો ઉપર વિજય મેળવ્યો હતો. અનુલોમ ઉપસર્ગ એટલે અનુકૂળ ઉપસર્ગ. પ્રતિલોમ ઉપસર્ગ કરતાં પણ ક્યારેક અનુકૂળ ઉપસર્ગ ઉપર વિજય મેળવવાનું કઠિન બને છે. સાધક પોતાની સંયમસાધનામાં મગ્ન હોય તેવે વખતે માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર ઇત્યાદિ સ્વજનો તરફથી અથવા કુશીલ સ્ત્રીઓ તરફથી ખાનપાન ઇત્યાદિની વધુ પડતી સંભાળ રાખવામાં આવે, વિવિધ પ્રકારની ભોજનસામગ્રી માટે લલચાવવામાં આવે, રુદન વગેરે કરી આર્દ્ર બનાવવા કોશિશ કરે તે વખતે મમતાના ભાવથી સાધક ડગી જઈ તેવી ભોગસામગ્રી સ્વીકા૨વા વશ બની જાય છે અને પરિણામે પોતાની સાધનામાંથી વ્યુત થઈ જાય છે. જે સાચા મુમુક્ષુ સાધકો હોય છે તેઓ આવા અનુકૂળ ઉપસર્ગ વખતે પણ અડગ રહે છે. તેઓ પ્રલોભનથી આકર્ષાઈને સંયમથી પતિત થતા નથી. એટલા માટે ‘સૂત્રકૃતાંગમાં કહ્યું છે : संखाय पेसलं धम्मं दिट्ठिमं परिनिव्वुडे । उवसग्गे नियामित्ता Jain Education International आमोक्खाए परिव्वज्जासि ।। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy