SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ જિનતત્ત્વ [એકનો ભંગ એક છે; બેના બે છે; ત્રણના ભંગ છ છે; ચારના ભંગ ચોવીસ છે અને પાંચના ભંગ એકસો વીસ છે. છના ભંગ સાત સો વીસ છે; સાતના પાંચ હજાર ચાલીસ છે. આઠના ચાલીસ હજાર ત્રણ સો વીસ ભંગ છે. અને નવકારનાં નવ પદોની ભંગસંખ્યા ત્રણ લાખ બાસઠ હજાર આઠ સો એંસી થાય છે.] (ગણિતની દૃષ્ટિએ – permutation & combinationની દષ્ટિએ એકની સંખ્યાનો જવાબ એક છે અને ૧ X ૨નો જવાબ બે છે. એ બંને આનુપૂર્વી જ થશે છતાં તેની અનાનુપૂર્વમાં પણ ગણના કરવી હોય તો થઈ શકે છે.) ૧ અને ૨ એ બે જ સંખ્યા લેવામાં આવી હોય તો તેમાં ફક્ત પૂર્વાનુપૂર્વી ૧, ૨ થશે અને પશ્ચાનુપૂર્વી ૨, ૧ થશે, પરંતુ તેમાં અનાનુપૂર્વી નહિ થઈ શકે. એટલે કે નમો અરિહંતાણ અને નમો સિદ્ધાણં એ બે પદનો જ જો જાપ કરવો હોય તો આનુપૂર્વીપૂર્વક જાપ થશે. તેના જાપમાં અનાનુપૂર્વી નહિ આવી શકે, કારણ કે અનાનુપૂર્વી માટે ઓછામાં ઓછી ત્રણ સંખ્યાની આવશ્યકતા રહે છે. ૧ થી ૩ સુધીની સંખ્યામાં ૧, ૨, ૩ એ પૂર્વાનુપૂર્વ અને ૩, ૨, ૧ એ પશ્ચાનુપૂર્વી ઉપરાંત ૨, ૧, ૩; ૨, ૩, ૧; ૩, ૧, ૨ અને ૧, ૩, ૨ એ ચાર અનાનુપૂર્વી થશે. આમ ૧ થી ૩ સુધીની સંખ્યામાં બે આનુપૂર્વી અને વધુમાં વધુ ચાર અનાનુપૂર્વી થઈ શકે એટલે કે એકથી ત્રણ સુધીની સંખ્યાની કુલ અનાનુપૂર્વી (ગણિતની દૃષ્ટિએ આનુપૂર્વી સહિત) છ થાય છે. નવકારમંત્રનાં પ્રથમ પાંચ પદ લીધાં હોય અને તે ક્રમાનુસાર હોય એટલે કે નમો અરહિંતાણ, નમો સિદ્ધાણે, નમો આયરિયાણ, નમો ઉવજ્જાયાણં, નમો લોએ સવ્વ સાહૂણં એ પ્રમાણે ક્રમ હોય તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય. અને વિપરીત ક્રમ હોય, છેલ્લેથી હોય, એટલે કે નમો લોએ સવ્વ સાહુણ, નમો ઉવજ્જાયાણ, નમો આયરિયાણં, નમો સિદ્ધાણે, નમો અરિહંતાણં - એ પ્રમાણે ક્રમ હોય તો તે પશ્ચાનુપૂર્વી કહેવાય. એવી જ રીતે નવકારમંત્રનાં નવ પદ હોય તો નમો અરિહંતાણંથી ક્રમાનુસાર પઢમં હવઈ મંગલમ્ સુધીનો ક્રમ પૂર્વાનુપૂર્વી કહેવાય અને પઢમમ્ હવઈ મંગલમથી નમો અરિહંતાણ સુધીનો ક્રમ પશ્ચાનુપૂર્વી કહેવાય. એકથી પાંચ સુધીનાં અથવા એકથી નવ સુધીનાં પદમાંથી અધવચ ગમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy