SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫ દયાપ્રેરિત હત્યા – ઇતર અને જેને તત્ત્વદષ્ટિ દૃષ્ટિએ તો દાક્તરોએ બરાબર ઉપચાર કર્યા છે એવો દેખાવ થાય છે, પણ હકીકતમાં તો તે ખૂબ જ હોય છે. કેટલીક વાર કોઈ અકસ્માતને કારણે મગજને થયેલા નુકસાનને લીધે માણસ બેભાન થઈ જાય છે. દાક્તરો મગજના રિપોર્ટના આધારે કહે છે કે, કંઈ ચમત્કાર થાય તો જુદી વાત છે; નહિ તો મગજના રિપોર્ટ પ્રમાણે એ વ્યક્તિ હવે ક્યારેય પાછી ભાનમાં આવવાની નથી. એવી વ્યક્તિ જ્યાં સુધી એનું હૃદય ચાલે છે ત્યાં સુધી જીવે છે. એને માટે બીજા તબીબી ઉપચારો પણ બહુ કરવાના રહેતા નથી. એવી કેટલીક બેભાન વ્યક્તિઓ બે દિવસ, પાંચ દિવસ કે પચીસ દિવસથી માંડીને છ-આઠ મહિના કે બે, પાંચ કે સાત વર્ષથી વધુ સમય સુધી બેભાન અવસ્થામાં જીવતી રહી હોય અને એ રીતે દેહ છોડ્યો હોય એવા પ્રસંગો બને છે. અમેરિકામાં કારના અકસ્માતમાં બચી ગયેલી, પણ મગજને થયેલી ઈજાને કારણે બોલ્યા ચાલ્યા વગર ઘરમાં પડી રહેલી પોતાની દીકરી નાન્સીને સાત વર્ષ સુધી સાચવ્યા પછી થાકેલાં માતાપિતાએ એના જીવનનો અંત આણવા માટે ન્યાયાલયની પરવાનગી માગી હતી એ કિસ્સાએ ત્યાં ઘણી ચકચાર જગાવી હતી. આવી વ્યક્તિની બીજી કશી ઉપયોગિતા ન હોવા છતાં એનું અસ્તિત્વ કોઈક કુટુંબને આશ્વાસનરૂપ રહ્યા કરે છે, કોઈક કુટુંબને તે બોજારૂપ લાગે છે, તો કોઈક કુટુંબને તે ભયંકર માનસિક યાતનારૂપ લાગે છે. જેમ દવા આપીને દર્દથી રિબાતા માણસના જીવનનો અંત લાવવાનું વિચારાય છે, તેમ દવા આપીને માણસના જીવનને લંબાવવાનો પ્રશ્ન પણ વિચારાય છે. તબીબી નીતિશાસ્ત્ર પ્રમાણે દાક્તરે દર્દીને જિવાડવાના બધા જ પ્રયાસ પ્રામાણિકપણે કરવા જોઈએ. કેન્સર કે એવાં બીજાં જીવલેણ દર્દને કારણે અથવા એવા કોઈ અકસ્માતને કારણે દર્દી મરણપથારીએ હોય, મોઢેથી તે ખોરાક લઈ શકે તેમ ન હોય, શ્વાસ વડે પ્રાણવાયુની નળીની જરૂર હોય, શૌચાદિ માટે પણ નળીની જરૂર હોય, અસહ્ય પીડા ભોગવતો હોય, મૃત્યુની ઘડીઓ ગણાતી હોય, એવા દર્દીની નસ વાટે ઇજેક્શન દ્વારા પોષક પ્રવાહી આપવામાં આવે તો તેનું આયુષ્ય લંબાવાનો સંભવ છે. અલબત્ત, તે થોડા કલાક કે થોડા દિવસ વધુ જીવે તો તેથી તેના અર્ધજાગ્રત જીવનમાં કશો જ ફરક પડવાનો નથી. તો તેવા દર્દીને દાક્તરે નસ વાટે કે નળી દ્વારા પોષક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy