SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખના સંલેખના એ જૈનોમાં વપરાતો પારિભાષિક શબ્દ છે. સંસ્થા વિષય તેના રૂતિ સંવના – એવી સંલેખનાની વ્યાખ્યા છે. કાયાને અને કષાયોને કૃશ કરવાં એટલે કે પાતળાં બનાવવાં એનું નામ સંલેખના. સંલેખના એ એક પ્રકારનું તપ છે. જૈન શાસ્ત્રોમાં બતાવેલાં છ પ્રકાનાં બાહ્ય અને છ પ્રકારનાં આભ્યતર તપમાં સંખનાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, કારણ કે “સંલેખના” એ તપ માટે વિશાળ અર્થમાં વપરાતો શબ્દ છે. તેમાં બાહ્ય અને આત્યંતર બંને પ્રકારનાં તપનો સમાવેશ થઈ જાય છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, ઇત્યાદિ બાહ્ય તપ તે કાયાને પાતળી બનાવવાને માટે છે અને પશ્ચાત્તાપ, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ આત્યંતર તપ તે મનમાં જાગતા વિકરો, દુર્ભાવો, કષાયોને પાતળા કરવા માટે છે. આમ, સંખનામાં બાહ્ય અને આત્યંતર બંને પ્રકારનાં તપનો સમાવેશ થઈ જાય છે. સંલેખનાનો સાદો અર્થ ઉપર પ્રમાણે છે; પરંતુ એનો વિશિષ્ટ અર્થ છે : “મૃત્યુ માટેની પૂર્વતૈયારી માટે લેવાતું વ્રત'. આ પ્રકારના વ્રત માટે “સંલેખના” ઉપરાંત “અનશન', “સંથારો” વગેરે શબ્દ પણ વપરાય છે. આ વ્રતને વધારે સ્પષ્ટ કરવા માટે “મારણાંતિક અનશન' કે “મારણાંતિક સંથારો” એવા શબ્દો પણ પ્રયોજાય છે. જ્યારે વૃદ્ધાવસ્થા આવે અને શરીર બરાબર ચાલતું ન હોય, ઊઠવાબેસવામાં કે પથારીમાં પડખું ફરવામાં પણ અત્યંત શ્રમ પડતો હોય, શરીર રોગોથી એવું ઘેરાઈ ગયું હોય કે જેથી સાધુઓનો સંયમધર્મ પાળવાનું, સાધુઓના આચારોનું ચુસ્ત પાલન કરવાનું કઠિન બની જતું હોય, તેવે વખતે સ્વેચ્છાએ દેહ છોડવા માટે ગુરુમહારાજ પાસે અનુમતિ માગવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy