________________
૪૪૮
जे बारसंगसज्झाय पारगा धारगा तयत्थाणं । तदुभय वित्थाररया ते हं झाएमि उज्झाए । । मोहादि दठ्ठनठ्ठप्प नाण जीवाण चेयणं दिति । जे केवि नरिंदा इव ते हं झाएमि उज्झाए । ।
नाव विराण पाणिणं सुअ रसायणं सारं । जे दिंति महाविज्जा तेहं झाएमि उज्झाए । । ઉપાધ્યાય ભગવંત માટે શ્રી રત્નશેખરસૂરિ વળી લખે છે : सूत्तत्थ संवेगमयं सुएणं, संनीरखीरागय विस्सुएणं । हा हु ते उवज्झायराये, झाएह निच्चं पिकयप्पसाए । ।
[સારા શુદ્ધ જલ સમાન સૂત્રમય, ખીર સમાન અર્થમય અને અમૃત સમાન સંવેગમય એવા પ્રસિદ્ધ શ્રુતજ્ઞાન વડે જે ઉપાધ્યાયરૂપી રાજા કૃપાપ્રસાદ આપી ભવ્યાત્માને પ્રસન્ન કરે છે તેમનું હંમેશાં ધ્યાન કરો.
જિનતત્ત્વ
શ્રુત એટલે આગમસૂત્રો. એ સૂત્રો શબ્દમય છે, તેમ જ અર્થમય છે. એમાં નિરૂપાયેલા પદાર્થનો બોધ સંવેગ જન્માવે એવો છે. આવા શ્રુતજ્ઞાનના દાતા ઉપાધ્યાય મહારાજ પોતાના શિષ્યોના ચિત્તને વિશુદ્ધ બનાવી એની પુષ્ટિ કરે છે. આવો કૃપાપ્રસાદ વરસાવનાર ઉપાધ્યાય મહારાજનું હંમેશાં ધ્યાન ધરવું જોઈએ. એમનું એવું ધ્યાન ધરવાથી એમના ગુણો પોતાનામાં આવે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ‘શ્રી પંચપરમેષ્ઠિ ગીતામાં ઉપાધ્યાય ભગવંતના ધ્યાનથી થતા આધ્યાત્મિક અને લૌકિક લાભ વર્ણવતાં લખે છે : ‘નિત્ય ઉવજ્ઝાયનું ધ્યાન ધરતાં, પામીએ સુખ નિજ ચિત્ત ગમતાં; હૃદય દુર્ધ્યાન વ્યંતર ન બાધે, કોઈ વિરૂઓ ન વયરી વિરાધે.’
Jain Education International
નવપદની આરાધનામાં એટલે પંચપરમેષ્ઠિની તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધનામાં શાસ્ત્રકારોએ ભિન્ન ભિન્ન રંગની સંકલનાને ઘણું જ મહત્ત્વ આપ્યું છે. પંચપરમેષ્ઠિમાં અરિહંત પદનો શ્વેત, સિદ્ધ પદનો લાલ, આચાર્ય પદનો પીત (પીળો), ઉપાધ્યાયપદનો નીલો (લીલો) તથા સાધુ પદનો શ્યામ રંગ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ દરેકનો શ્વેત રંગ છે. આ વર્ણોની સંકલના વિશેષત: ધ્યાતા-ધ્યાનની દૃષ્ટિએ કરવામાં આવી છે અને
For Private & Personal Use Only
www.jainelibrary.org