SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૭ ઉપાધ્યાયપદની મહત્તા તે દ્વારા ઉપાધ્યાયના નમસ્કારને ભાવનમસ્કાર બનાવવા માટે શ્રી ઉપાધ્યાય ભગવંતોનો સ્વાધ્યાય અને તેથી ઉત્પન્ન થતો એક પ્રકારનો રસ તે બંનેનું પ્રણિધાન આવશ્યક છે. દ્વાદશાંગીરૂપ પ્રવચનનો સ્વાધ્યાય નિરંતર ક૨વો અને અન્યને કરાવવો એ શ્રી ઉપાધ્યાય ભગવંતનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે. એ સ્વાધ્યાયનો રસ અતીન્દ્રિય તૃપ્તિને આપે છે, કે જે તૃપ્તિ ષડ્રસયુક્ત ભોજનનો નિરંતર સ્વાદ કરનારને પણ કદી થતી નથી. શ્રુતજ્ઞાનના અભ્યાસથી શ્રી ઉપાધ્યાય ભગવંતોને થતી તૃપ્તિ તે અનાદિવિષયની અતૃપ્તિને શમાવનારી છે અને અતીન્દ્રિય તૃપ્તિના નિરુપમ આનંદને આપનારી છે.’ શ્રી રત્નશેખરસૂરિની ગાથાને અનુસરી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે : દ્વાદશ અંગ સજ્ઝાય કરે જે, પારગ ધારક તાસ; સૂત્ર અરથ વિસ્તાર રસિક તે, નમો ઉવજ્ઝાય ઉલ્લાસ.’ વળી તેઓ ઉપાધ્યાપદનો મહિમા સમજાવતાં કહે છે : નામ અનેક વિવેક, વિશારદ પારદ પુણ્ય; પરમેશ્વર-આજ્ઞાયુત, ગુણ સુવિશુદ્ધ અગણ્ય. નમીએ શાસન-ભાસન, પતિતપાવન ઉવજ્ઝાય, નામ જપતાં જેહનું, નવ વિધિ મંગલ થાય.' * પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ આ વિષે કહે છે, ‘ ‘ઉવજ્ઝાય’ શબ્દ પણ ઉપયોગકરણમાં તથા ધ્યાનના નિર્દેશમાં વપરાયેલો છે. અર્થાત્ શ્રી ઉપાધ્યાય ભગવંતો સદા ઉપયોગી અને નિરંતર ધ્યાની હોય છે.’ શ્રી રત્નશેખરસૂરિએ શ્રીપાળરાજાની કથા ‘સિરિ સિરિવાલ કહા'માં ઉપાધ્યાયપદનું ધ્યાન ધરવાનું કહ્યું છે : गणतित्तीसु निउत्ते सुत्तत्थज्झावणंमि उज्जुते । सज्जाए लीणमणे सम्मं झाएह उवज्झाए । । [ગણ(ગચ્છ-ધર્મસંઘ)ની તૃપ્તિ(સારસંભાળ)માં નિયુક્ત (ગચ્છની સારણાવારણાદિ કરવાના અધિકારથી યુક્ત), સૂત્ર તથા અર્થનું અધ્યયન કરાવવામાં તત્પર અને સ્વાધ્યાયમાં લીન મનવાળા શ્રી ઉપાધ્યાય ભગવંતનું સમ્યક્ પ્રકારે ધ્યાન કરો.] ‘સિરિ સિરિવાલ કહા'માં નીચેની ગાથાઓમાં પણ ઉપાધ્યાયપદના ધ્યાનનું મહત્ત્વ સમજાવતાં કહ્યું છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy