SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯O. જિનતત્ત્વ હિં ગૌતમ ! દસ પ્રકારની લબ્ધિ છે, જેમ કે (૧) જ્ઞાનલબ્ધિ, (૨) દર્શનલબ્ધિ, (૩) ચારિત્રલબ્ધિ, (૪) ચારિત્રાચારિત્ર લબ્ધિ, (૫) દાનલબ્ધિ, (૬) લાભલબ્ધિ, (૭) ભોગલબ્ધિ, (૮) ઉપભોગલબ્ધિ, (૯) વીર્યલબ્ધિ અને (૧૦) ઇન્દ્રિયલબ્ધિ.] આ લબ્ધિઓમાં જ્ઞાનલબ્ધિના પાંચ, દર્શનલબ્ધિના ત્રણ, ચારિત્રલબ્ધિના પાંચ એમ દરેકના પેટાપ્રકાર પણ ભગવતીસૂત્રમાં દર્શાવવામાં આવ્યા છે. આવશ્યક નિર્યુક્તિ', “પ્રવચન સારોદ્વાર' વગેરે ગ્રંથોમાં અઠ્ઠાવીસ પ્રકારની લબ્ધિ બતાવવામાં આવી છે; દિગમ્બર પરંપરાના ગ્રન્થ “ષટખંડાગમમાં ૪૪ પ્રકારની, “વિદ્યાનુશાસન'માં ૪૮ પ્રકારની, “મંત્રરાજ રહસ્યમાં તથા “સૂરિમંત્રબૃહત્કલ્પ વિવરણમાં ૫૦ પ્રકારની અને તિલોય પણત્તિ'માં ૬૪ પ્રકારની લબ્ધિ બતાવવામાં આવી છે. કોઈ કોઈ ગ્રન્થોમાં કોઈક લબ્ધિનાં નામોમાં અથવા એના પેટાવિભાગોમાં ફરક જોવા મળે છે. સિદ્ધચક્રની આરાધનામાં પણ લબ્ધિઓનો મહત્ત્વનો ઉલ્લેખ છે. એમાં લબ્ધિધારકોને નમસ્કાર કરવામાં આવે છે. સિદ્ધચક્રમાં, એના યંત્રમાં એક આવર્તનમાં સોળ લબ્ધિપદ હોય છે. એ રીતે ત્રણ આવર્તનમાં સુપ્રસિદ્ધ એવા ૪૮ લબ્ધિપદ આવે છે. $ ર્દી મર્દ નો – એ મંત્રપદ સહિત લબ્ધિધારકોને પ્રત્યેકને નમસ્કાર કરવામાં આવે છે. પ્રવચન સારોદ્ધાર માં બતાવ્યા પ્રમાણે અઠ્ઠાવીસ લબ્ધિઓ તપના પરિણામથી પ્રગટ થાય છે. જયશેખરસૂરિએ “ઉપદેશ ચિંતામણિમાં લખ્યું છે તે પ્રમાણે પરિમિતિ વસેvi gવું હૃતિ દ્ધિનં. (તપના પરિણામના વશથી આ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.) આ અઠ્ઠાવીસ લબ્ધિઓ નીચે પ્રમાણે છે : (૧) મામઈ મૌષધ (માનસિદિ) “આમર્ષ' એટલે સ્પર્શ, જે સ્પર્શ રોગનું નિવારણ કરનાર હોવાથી ઔષધિરૂપ હોય એમને “આમર્ષ ઔષધિ લબ્ધિ' કહેવામાં આવે છે. જે સાધકો પોતાના સ્પર્શ માત્રથી રોગનું નિવારણ કરવાની શક્તિ ધરાવતા હોય તેઓ આવી લબ્ધિવાળા કહેવાય છે. (૨) વિપૃષીષદ (વિપ્રોસક્રિ) વિપુષ” એટલે વિષ્ટા અને મૂત્ર, જે યોગીઓનાં મળ-મૂત્ર ઔષધિ તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy