SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪૩૫ અગિયાર અંગસૂત્રોનાં નામ નીચે પ્રમાણે છે : (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વિવાહ પ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર), (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશાંગ, (૮) અંતકતદશાંગ, (૯) અનુત્તરોપપાતિક, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકસૂત્ર. બાર ઉપાંગસૂત્રોનાં નામ નીચે પ્રમાણે છે : (૧) ઓલવાઈય, (૨) રાયપસેણિય, (૩) જીવાજીવાભિગમ, (૪) પણ વણા, (૫) સૂરપણત્તિ, (૯) જંબૂદીવપષ્ણત્તિ, (૭) ચંદપણત્તિ, (૮) નિરયાવલિયા, (૯) કMવડંસિયા, (૧૦) પુસ્ફિયા, (૧૧) પુચૂલિયા, (૧૨) વણિદસા. ચરણ એટલે ચારિત્ર. “સિત્તરી' એટલે સિત્તેર. ચારિત્રને લગતા સિત્તેર બોલ એટલે “ચરણસિત્તરી'. સાધુ-ભગવંતોએ આ સિત્તેર બોલ પાળવાના હોય છે. એમાં પણ એ પાળવામાં જ્યારે સમર્થ થયા ત્યારે તેઓ ઉપાધ્યાયપદને પાત્ર બને છે. ચરણસિત્તરીના બોલ માટે નીચે પ્રમાણે ગાથા છે : वयसमणधम्म-संजम-वेयावच्चं च बंभगुत्तिओ। नाणाइतिअं तव कोहनिग्गहाइ चरणमेवं ।। વ્રિત, શ્રમણધર્મ, સંયમ, વૈયાવચ્ચ, બ્રહ્મચર્યની ગુપ્તિઓ, જ્ઞાનાદિત્રિક, તપ અને ક્રોધાદિનો નિગ્રહ એ ચરણ છે.] આમ, ચરણસિત્તરીના સિત્તેર બોલ નીચે પ્રમાણે છે : પ્રકાર વ્રત (અહિંસાદિ મહાવ્રત) ૫ પ્રકારનાં શ્રમણધર્મ ૧૦ પ્રકારનો સંયમ ૧૭ પ્રકારનો વૈયાવચ્ચે ૧૦ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિઓ (વાડ) ૯ પ્રકારની જ્ઞાનાદિત્રિક (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ૩ પ્રકારનાં તપ (છ બાહ્ય + છ આત્યંતર) ૧૨ પ્રકારનાં ક્રોધાદિનો (ચાર કષાયોનો) નિગ્રહ ૪ પ્રકાર ૭૦ પ્રકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy