________________
समयं गोयम, मा पमायो।
૧૯૫
મુક્તિપથ પર પ્રગતિ કરી શકે છે, પરંતુ તેમાં પણ ક્ષણક્ષણની, સમયસમયની અપ્રમત્તાવસ્થા પ્રાપ્ત થવી ઘણી દુષ્કર છે. એવા માર્ગે ગયેલા મનુષ્યોમાંથી પણ મોટા ભાગના મનુષ્યોની સ્થિતિ તો એવી હોય છે કે ધર્મ શું છે તે સમજાય છે પરંતુ તેમાં પ્રવૃત્ત થવાતું નથી, અને અધર્મ શું છે તે પણ સમજાય છે પરંતુ તેમાંથી નિવૃત્ત થવાતું નથી.
जानामि धर्म न च मे प्रवृत्तिः।
जानाम्यधर्म न च मे निवृत्तिः।। આમ છતાં, આટલું જાણવા જેટલી સ્થિતિએ પહોંચાયું છે, ધર્મ કે અધર્મ વિશેના અજ્ઞાનની સ્થિતિ નથી, એટલી જાગૃતિ પણ ઇષ્ટ છે.
સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાન પ્રાપ્ત થવાં સરળ નથી, પરંતુ એ પ્રાપ્ત થયા પછી તદનુસાર સમચારિત્ર ઘડવું એ પણ ઘણી દુષ્કર વાત છે. પ્રમાદ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મોહનીય કર્મ જીવને ભગાડે છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ રાગ જીવથી છૂટતો નથી. વીતરાગપણું સહેલાઈથી મેળવી શકાતું નથી, અથવા મેળવ્યું હોવા છતાં પ્રમાદને કારણે ન મેળવ્યા જેવું ઘડીએ ઘડીએ ચાલ્યા કરે છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનક વચ્ચે જીવ અનેકવાર ચડઊતર કર્યા કરે છે. ઉપરના ગુણસ્થાનકે જીવ પ્રમાદના કારણે જ સ્થિર થઈ શકતો નથી. વારંવાર સ્થિર થવાનો મહાવરો જેઓ અનેક વખત કરતા રહે છે તેઓ તેના ઉપર પછી સ્થિર થઈ જાય છે. કોઈ વિરલ મહાત્માઓ પ્રથમ પ્રયાસે જ અપ્રમત્ત બની સ્થિર થઈ જાય છે, ઊર્ધ્વગામી બને છે.
ચિત્તની આ ક્રિયા અતિ સૂક્ષ્મ છે. ભગવાને એટલા માટે શબ્દ વાપર્યો છે “સમય”. ભગવાને ગૌતમસ્વામીને કહ્યું છે કે “સમયમાત્રનો પણ પ્રમાદ ન કરીશ.” સમયનો સાદો અર્થ છે કાળ. પરંતુ અહીં “સમય' શબ્દ જૈન પારિભાષિક અર્થમાં વપરાય છે. સમય એટલે કાળાં નાનામાં નાનું એકમ (unit). આંખના એક પલકારામાં આઠ કરતાં પણ ઘણો વધારે, “અસંખ્યાત સમય’ વીતી જાય છે. સમયનું સ્વરૂપ અને સમયનું માપ સમજવા માટે સરસ પ્રતીતિકર ઉદાહરણો અપાયાં છે. કોઈ માણસ ફૂલની સો કે હજાર પાંદડી સાથે રાખીને સોયથી તે તમામને ક્ષણમાત્રમાં આરપાર વીંધે તો તેમાં એક પાંદડીમાંથી પસાર થઈને સોય બીજી પાંદડીમાં પ્રવેશ કરે એટલા સૂક્ષ્મ કાળને “સમય” કહેવામાં આવે છે. અથવા કોઈ માણસ કોઈ લાંબા જીર્ણ વસ્ત્રને એક ઝાટકે ક્ષણમાત્રમાં ફાડી નાંખે તો એક તાંતણો તૂટ્યા પછી બીજો તાંતણો તૂટે તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org