________________
જૈન દષ્ટિએ તપશ્ચર્યા
પર્યુષણ પર્વના દિવસો આવે એટલે જેનોમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યા ચાલુ થાય. સંવત્સરીને દિવસે તપની પૂર્ણાહુતિ થાય એવી રીતે ત્રીસ દિવસ અગાઉથી કેટલાક લોકો ઉપવાસ ચાલુ કરે છે. એક મહિનાના આ ઉપવાસ “માસખમણ' તરીકે ઓળખાય છે. કેટલાક એકવીસ દિવસના, સોળ દિવસના, ચૌદ કે અગિયાર દિવસના ઉપવાસ કરે છે. એથી વિશેષ, પર્યુષણના આઠેઆઠ દિવસના ઉપવાસ-અઠ્ઠાઈ કરનારાઓની સંખ્યા ઘણી હોય છે. કેટલાક છેવટે સંવત્સરીની દિવસે ઉપવાસ કરે છે. પર્વના દિવસો પૂરા થાય એટલે દરેક સંઘ પોતાને ત્યાં અઠ્ઠાઈ અને તેથી મોટી કેટલી તપશ્ચર્યા થઈ તેની યાદી બહાર પાડે છે; તપસ્વીઓનું સન્માન થાય છે; પ્રભાવના થાય છે; તપસ્વીઓના ઘરે ઉજવણું થાય છે.
દર વર્ષે કોઈક કોઈક વ્યક્તિઓ ત્રીસ ઉપવાસ કરતાં વધુ તપશ્ચર્યા કરે છે. ૪૫ દિવસ, ૬૦ દિવસ, ૭૫ દિવસ, ૯૦ દિવસ, ૧૧૦ દિવસના ઉપવાસ - એમ મોટી આકરી તપશ્ચર્યાઓ પણ થાય છે. જૈનોનો એક ઉપવાસ એટલે બાર કલાકનો નહિ પણ છત્રીસ કલાકનો. ઉપવાસ કરનાર આગલી સાંજથી ઉપવાસના બીજા દિવસે સવારે સૂર્યોદય સુધીના છત્રીસ કલાકમાં અન્નનો એક દાણો પણ મોઢામાં ન નાખે. દિવસ દરમિયાન કેટલાક ઉકાળેલું પાણી પીએ, કેટલાક બિલકુલ પાણી ન પીએ. સામાન્ય માણસ માટે એક દિવસનો એવો ઉપવાસ કરવો એ સહેલી વાત નથી.
ઉપવાસ ઉપરાંત એકાસણું, આયંબિલ, ફક્ત કોઈ એક જ ધાન્ય કે વાનગીનો આહાર લેવો વગેરે વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ થાય છે. આ બધી બાહ્ય પ્રકારની તપશ્ચર્યાઓ ગણાય છે. બાહ્ય અને આભ્યતર તપશ્ચર્યાઓ મુખ્યત્વે બાર પ્રકારની બતાવવામાં આવી છે : (૧) અનશન (ઉપવાસ),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org