________________
સામાયિક
૪૬૯
ત્યાર પછી તે સ્થવિરોએ કાલસ્યવેષિપુત્રને સંયમની સાધના માટે ક્રોધાદિ કષાયોની નિદાગહ કેવી રીતે જરૂરી છે તે સમજાવ્યું. આવી રીતે કેટલાક પદાર્થોની જે સમજણ પોતાને નહોતી તે સ્થવિરો પાસેથી મળતાં કાલાવેષિપુત્રે પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રતનો ધર્મ સ્વીકાર્યો અને સારી રીતે તે ધર્મનું પાલન કરી, ઉપસર્ગાદિ સમભાવે સહન કરી, કર્મક્ષય કરી, કેવળજ્ઞાન પામી, મોક્ષગતિ પામ્યા.
આમ, સામાયિક એટલે આત્મા એટલી ઊંચી દશા સુધી સામાયિકનું મહાભ્ય દર્શાવવામાં આવ્યું છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે :
सामाइय भावपरिणइ भावाओ जीव एव सामाइयं । સિામાયિક એ સ્વભાવની પરિણતિ છે. એમ સ્વભાવની દૃષ્ટિએ જોતાં જીવ (આત્મા) એજ સામાયિક છે.] વિશેષાવશ્યક ભાષ્યમાં પણ કહ્યું છે :
सामाइयओवउत्तो जीवो सामाइयं सयं चेव। સિામાયિકમાં ઉપયોગયુક્ત જીવ (આત્મા) પોતે જ સ્વયં સામાયિક છે.]
સામાયિકના પ્રકારો એના પર્યાયવાચક નામોની દૃષ્ટિએ પણ બતાવવામાં આવ્યા છે. સામાયિકના આઠ પ્રકારનાં નામ અને તે દરેક ઉપર દૃષ્ટાંત શાસ્ત્રકારોએ આપ્યાં છે. એ માટે નીચે પ્રમાણે ગાથાઓ છે :
सामाइयं समइयं सम्मं वाओ समास संखेवो।
अणवझं य परिण्णा पच्चखाणेय ते अट्ठा ।। સિામાયિક, સમયિક, સમવાદ, સમાસ, સંક્ષેપ, અનવદ્ય, પરિજ્ઞા અને પ્રત્યાખ્યા – એમ આઠ નામ સામાયિકનાં છે.]
दमदंते मेअज्जे कालय पुत्था चिलाइपुत्ते य।
धम्मरुइ इला तेइली सामाइय अठ्ठदाहरणा।। ૧. દમદંત રાજા, ૨. મેતાર્ય મુનિ, ૩. કાલાચાર્ય, ૪. લૌકિકાચાર પંડિતો, ૫. ચિલાતીપુત્ર, ૬. ધર્મરુચિ સાધુ, ૭. ઇલાચીપુત્ર અને ૮. તેટલીપુત્ર - એમ સામાયિક વિશે આઠ ઉદાહરણો છે.].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org