SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ કારણે આટલી પણ આરાધના ન કરી શકે તેવા ઓછી શક્તિવાળા કે ઓછી અનુકૂળતાવાળા મનુષ્યો માટે પાંચમ, આઠમ, ચૌદસ અથવા માત્ર ચૌદસ(પાખી)ની તિથિની આરાધના યથાશક્તિ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા કેટલાક પર્વદિવસોનું પણ આયોજન થયું છે. જેમ પર્વ મોટું તેમ એની આરાધનાના દિવસોની સંખ્યા પણ વધુ. જૈન ધર્મમાં આઠ દિવસની અઠ્ઠાઈ પર્વનો મહિમા વિશેષ ગણાયો છે. વર્ષમાં એવાં છ અઠ્ઠાઈ પર્વો આવે છે. શ્રી લક્ષ્મીસૂરિએ ‘ઉપદેશપ્રાસાદ'માં કહ્યું છે : अष्टानिकाः षडेवोक्ताः स्याद्वादोभयदोत्तमैः । तत्त्वरूपं समाकर्ण्य आसेव्याः पस्मार्हतैः । । [સ્યાદ્વાદને મતે કહેનારા ઉત્તમ પુરુષોએ છ અઠ્ઠાઈ પર્વ કહ્યાં છે. તેનું સ્વરૂપ બરાબર સમજીને ૫૨મ શ્રાવકોએ તે સેવવાયોગ્ય છે.] ૪૦૭ અઠ્ઠાઈ એટલે આઠ દિવસનું. અઠ્ઠાઈ પર્વ એટલે આઠ દિવસ સુધી ચાલે તેવાં મોટાં પર્વ. વર્ષ દરમિયાન આવાં છ મોટાં પર્વનું આયોજન જૈન શાસનમાં મહર્ષિ શાસ્ત્રજ્ઞોએ ફરમાવ્યું છે. આ પર્વો થોડે થોડે કાળને અંતરે ગોઠવાયાં છે. ચૈત્ર, અષાઢ, શ્રાવણ-ભાદ્રપદ, આસો, કારતક ને ફાગણ મહિનામાં તે પર્વો આવે છે. ચૈત્ર અને આસો માસમાં આયંબિલની ઓળી આવે છે. આ બે ઓળીને શાશ્વતી પર્વ તરીકે ઓળખાવવામાં આવે છે. તદુપરાંત અષાઢ, કારતક અને ફાગણ માસમાં ત્રણ ચાતુર્માસિક પર્વ ઊજવવામાં આવે છે. તથા શ્રાવણ-ભાદરવામાં પર્યુષણા પર્વ મહોત્સવપૂર્વક ઊજવવામાં આવે છે. આ છ પર્વોમાં પર્યુષણા પર્વ સૌથી વધુ મહત્ત્વનું ગણાય છે. કહ્યું છે : पर्वाणि बहुनि सन्ति प्रोक्तानि श्रीजिनागमे । पर्युषणां समं नान्यः कर्मणां मर्म भेदकृत् ।। [જિનાગમમાં કહેલાં એવાં ઘણાં પર્વ છે. પરંતુ તે બધાં પર્વોમાં કર્મના મર્મને ભેદનારું એવું પર્યુષણા પર્વ જેવું બીજું એકે પર્વ નથી. કર્મ આઠ પ્રકારનાં છે: (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૩) નામ (૭) ગૌત્ર અને (૮) અંતરાય. આ આઠ કર્મોમાં સૌથી ભયંકર કર્મ તે મોહનીય કર્મ છે. સંસારમાં અનેક જીવોને ભમાડનાર તે મોહનીય કર્મ છે. મોહનીય કર્મનો એક પેટાપ્રકાર તે મિથ્યાત્વ મોહનીય છે. એ સૌથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy