SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ જિનતત્ત્વ આમતેમ જુદી જુદી દિશામાં જોયા કરવું. (૪) સાવદ્ય ક્રિયા: સામાયિકમાં બેઠા પછી પાપરૂપ, દોષરૂપ કાર્યો કરવાં અર્થાત્ ગૃહસ્થ ઘરનાં કામો કરવાં કે કરાવવાં. (૫) આલંબનઃ ભીંત વગેરેનો ટેકો લઈને બેસવું, તે આળસ, પ્રમાદ, અવિનયનું સૂચક છે. (૩) આકુંચન-પ્રસારણ : નિપ્રયોજન હાથપગ લાંબાટૂંકા કર્યા કરવા. (૭) આળસ આળસ મરડવી. (૮) મોટન (મોડન) સામાયિકમાં બેઠાં બેઠાં હાથપગની આંગળીઓના ટાચકા ફોડવા (ટચાકા વગાડવા). (૯) મલ: શરીરને ખંજવાળી મેલ ઉતારવો. (૧૦) વિમાસણ : લમણે અથવા ગળામાં હાથ નાખી ચિંતામાં બેઠા હોય તેમ બેસી રહેવું અથવા કંઈ સૂઝ ન પડે એથી ઊભા થઈ આમતેમ આંટા મારવા. (૧૧) નિદ્રાઃ સામાયિકમાં ઝોકાં ખાવાં, ઊંધી જવું. (૧૨) વૈયાવચ્ચઃ સામાયિકમાં બીજા પાસે શરીર કે માથું દબાવરાવવું, માલીસ કરાવવું વગેરે પ્રકારની સેવાચાકરી કરાવવી. કેટલાક વૈયાવચ્ચને બદલે વસ્ત્ર-સંકોચનને દોષ તરીકે ગણાવે છે. ઠંડી-ગરમીને કારણે અથવા નિષ્કારણ કપડાં સરખાં કર્યા કરવા તે. કેટલાક આચાર્યો વૈયાવચ્ચને બદલે કંપન'ને દોષ ગણાવે છે. શરીરને ડોલાવ્યા કરે અથવા ઠંડી વગેરેને કારણે શરીર ધ્રૂજ્યા કરે છે. સામાયિકમાં કાયાના આ બાર પ્રકારના દોષ માટે નીચે પ્રમાણે ગાથા પણ છે : पललठि अथिरासन, दिशि पडिवति कज्ज अदुं भे अंगोवंगमोहणं आलस करडक मलकंडु। विमासणा तह उंधणाइ इव वालस दोस वज्जियस्स काय समइ विशुद्धं अगविहं तस्स सामाइयं ।। પાલિકાદિ પર્વને દિવસે પ્રતિક્રમણમાં “વંદિતુ સૂત્રમાં તથા મોટા “અતિચાર'માં સામાયિક માટે નીચેનો પાઠ આવે છે. એમાં સામાયિકના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy