SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ ૧૬૯ દર્શાવવામાં આવે છે, જેનો સમાવેશ એક અથવા બીજી લબ્ધિમાં થઈ શકે છે : ૧. અણિમા – અણુ જેટલા થઈ જવાની શક્તિ. ૨. લધિમા – હલકા થઈ જવાની શક્તિ. ૩. મહિમા – પર્વત જેટલા મોટા થઈ જવાની શક્તિ. ૪. પ્રાપ્તિ - દૂરની વસ્તુને પાસે લાવવાની શક્તિ. ૫. પ્રાકામ્ય – ઇચ્છા અવશ્ય પાર પડે જ એવી શક્તિ. ૭. વશિત્વ – વશ કરવાની શક્તિ. ૭. ઈશિત્વ - બીજા ઉપર સત્તા ચલાવવાની શક્તિ. ૮. પત્રકામાવસાવિત્વ – બધા સંકલ્પો પાર પાડવાની શક્તિ. લબ્ધિઓમાં કેટલીક આધ્યાત્મિક પ્રકારની છે અને કેટલીક ભૌતિક પ્રકારની છે. અરિહંત લબ્ધિ, કેવલી લબ્ધિ, ગણધર લબ્ધિ, પૂર્વધર લબ્ધિ વગેરે લબ્ધિઓ ઉચ્ચતમ પ્રકારની આધ્યાત્મિક લબ્ધિઓ છે. ખેલૌષધિ, સર્વોષધિ, અક્ષણ મહાનસી વગેરે પ્રકારની ભૌતિક લબ્ધિઓ છે. ભૈતિક કરતાં આધ્યાત્મિક લબ્ધિઓનું મૂલ્ય વિશેષ છે અને એ આરાધ્ય છે એ તો સ્પષ્ટ છે. એક વખત ભૌતિક લબ્ધિઓ પ્રગટ થઈ એટલે તે કાયમને માટે રહે જ એવું હંમેશાં બનતું નથી. મન, વચન અને કાયાના અશુભ – અશુદ્ધ યોગને કારણે આત્મા જ્યારે ફરી પાછો મલિન થવા લાગે છે ત્યારે લબ્ધિઓનું બળ ઘટવા લાગે છે. એટલે કે ચમત્કારિક શક્તિઓ ઓસરવા લાગે છે. એક વખત લબ્ધિ પ્રગટ થાય અને માણસને પોતાને એની ખાતરી થાય તે પછી આત્માને સંયમમાં રાખવાનું કામ ઘણું અઘરું છે. જેઓ પરકલ્યાણ અર્થે ગુપ્ત રીતે લબ્ધિનો ઉપયોગ કરે છે અને રાગદ્વેષરહિત એવી પોતાની દશાને ટકાવી રાખે છે તેઓની લબ્ધિ ઝાઝો સમય અથવા કાયમને માટે સચવાઈ રહે છે. પરંતુ જેઓ લોકેષણા પાછળ પડી જાય છે, વારંવાર પોતાની તેવી શક્તિનો ઉલ્લેખ કરવા લાગી જાય છે, તે માટે યશ લે છે અથવા અભિમાન કરવા લાગે છે, તે વડે બીજાને ડરાવવા કે વશ કરવા લાગે છે, જાહેરમાં તેના પ્રયોગો કરવા લલચાય છે, તેવા પ્રયોગો કરી બતાવી બદલામાં ધન, સ્ત્રી ઇત્યાદિ ભોગોપભોગની સામગ્રી મેળવવા પ્રયત્ન કરે છે ત્યારે તેઓની તેવી લબ્ધિશક્તિ ક્ષીણ થવા લાગે છે. એક વખત પ્રગટેલી લબ્ધિ લુપ્ત થઈ ગયા પછી ફરી તેવી લબ્ધિ તે જ જન્મમાં મેળવવાનું કાર્ય દુર્લભ બની જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy