________________
૧૩૮
જિનતત્ત્વ
(૧) બંધમોક્ષિણી વિઘા (બંધનમાંથી છોડાવવાની વિદ્યા) માટે જિન લબ્ધિ, અવધિ લબ્ધિ, પરમાવધિ લબ્ધિ, અનન્તાવધિ લબ્ધિ, અનન્તાન્તાવધિ લબ્ધિ, સ્વયંબુદ્ધ લબ્ધિ, પ્રત્યેકબુદ્ધ લબ્ધિ અને બુદ્ધબોધિત લબ્ધિ એ આઠ લબ્ધિઓ જોઈએ.
(૨) પરવિદ્યોચ્છેદની (બીજાઓની વિદ્યાઓનો ઉચ્છેદ કરનારી) વિદ્યા માટે ઉગ્રતા લબ્ધિ, ચારણ લબ્ધિ, દીપ્તતપ લબ્ધિ અને પ્રતિમાપ્રતિપન્ન લબ્ધિ એ ચાર લબ્ધિઓ જોઈએ.
(૩) સરસ્વતી (જ્ઞાન વધારનારી) વિદ્યા માટે ચતુર્દશપૂર્વ લબ્ધિ, દશપૂર્વ લબ્ધિ, એકાદશાંગ લબ્ધિ, પદાનુસારી લબ્ધિ, ઋજુમતિ લબ્ધિ અને વિપુલમતિ લબ્ધિ એ છ લબ્ધિઓ જોઈએ.
(૪) રોગાપહારિણી (રોગ મટાડનારી) વિદ્યા માટે શ્લેષ્મષધિ લબ્ધિ, વિપુષષધિ લબ્ધિ, જલ્લૌષધિ લબ્ધિ, આમર્ષોષધિ લબ્ધિ, સર્વોષધિ લબ્ધિ, એ પાંચ લબ્ધિઓ જોઈએ.
(૫) વિષાપહારિણી (વિષ ઉતારનારી) વિદ્યા માટે વિદ્યાસિદ્ધ લબ્ધિ, ક્ષીરાસવ લબ્ધિ, મધ્વાસ લબ્ધિ અને અમૃતાસવ લબ્ધિ એ ચાર લબ્ધિઓ જોઈએ.
(૯) શ્રી-સંપાદિની (લક્ષ્મી વધારનારી) વિદ્યા માટે બીજબુદ્ધિ લબ્ધિ, કોષ્ઠબુદ્ધિ લબ્ધિ, સંભિન્નશ્રોત, લબ્ધિ, અક્ષણ મહાનસી લબ્ધિ અને સર્વાષધિ લબ્ધિ એ પાંચ લબ્ધિ હોવી જોઈએ.
(૭) દોષ નિનાશિની (ભૂતપ્રેતાદિના દોષ નિવારનારી) વિદ્યા માટે વૈક્રિય લબ્ધિ, આકાશગમન લબ્ધિ, જંઘાચરણ લબ્ધિ અને વિદ્યાચરણ લબ્ધિ એ ચાર લબ્ધિઓ જોઈએ.
(૮) આશિવોઘશમની (ઉપસર્ગો શાંત કરનારી) વિદ્યા માટે તેજલેશ્યા લબ્ધિ, શીતલેશ્યા લબ્ધિ, તખલેશ્યા લબ્ધિ, દષ્ટિવિષ લબ્ધિ, આશીવિષ લબ્ધિ, વાગ્વિષ લબ્ધિ, ચારણ લબ્ધિ, મહાસ્વપ્ન લબ્ધિ અને તેજાગ્નિનિસર્ગ લબ્ધિ એ નવ લબ્ધિઓ જોઈએ.
લબ્ધિ શબ્દની સાથે સિદ્ધિ શબ્દ પણ વપરાય છે. વસ્તુતઃ લબ્ધિ એ જ સિદ્ધિ છે. લબ્ધિની સિદ્ધિ અથવા લબ્ધિની પ્રાપ્તિ એ લબ્ધિસિદ્ધિ તરીકે ગણવામાં આવે છે. આમ છતાં આઠ પ્રકારની મહાસિદ્ધિઓ નીચે પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org