________________
૪૯૭
‘લોગસ્સ સૂત્રમાં કહેવાયું છે
:
कित्तिय वंदिय महिया जे ए लोगस्स उत्तमा सिद्धा । आरुग्ग बोहिलाभ समाहिवरमुत्तमं ‘ઉવસગ્ગહ૨ સ્તોત્ર’માં પણ કહેવાયું છે :
કિંતુ
ता देव दिज्ज बोहिं भवे भवे पास जिणचंद ।
‘જયવીયરાય સ્તોત્ર'માં પણ કહેવાયું છે
:
दुक्खखओ कम्मकखओ समाहिमरणं च बोहिलाभो अ संपज्जउ मह एहं तुह नाह पणाम करणेणं ।।
આમ આ ત્રણે મહત્ત્વનાં સૂત્રોમાં બોહિ-બોધિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. એ બતાવે છે કે બોધિપ્રાપ્તિનું મૂલ્ય કેટલું બધું છે. ભાવનાની શ્રેષ્ઠતા દર્શાવતાં કહેવાયું છે :
,
दारिद्र्यनाशनं दानं शीलं दुर्गतिनाशनम् । अज्ञाननाशिनी प्रज्ञा, भावना भवनाशिनी ।।
[દાનથી દરિદ્રતાનો નાશ થાય છે; શીલથી દુર્ગતિનો નાશ થાય છે, પ્રજ્ઞાથી અજ્ઞાનનો નાશ થાય છે, પરંતુ ભાવનાથી તો ભવનો જ નાશ થાય છે.]
વળી ભાવનાની ઉત્કૃષ્ટતા દર્શાવતાં કહેવાયું છે :
वित्तेन दीयते दानं शीलं सत्त्वेन पाल्यते ।
तपोऽपि तप्यते कष्टात् स्वाधीनोत्तम भावना ।।
જિનતત્ત્વ
[દાન ધનથી અપાય છે, શીલ સત્ત્વથી પળાય છે, તપ કષ્ટથી થાય છે, પરંતુ ઉત્તમ ભાવના તો સ્વાધીન છે.]
આવી ભાવનાઓનું ભિન્ન ભિન્ન દૃષ્ટિથી વર્ગીકરણ કરવામાં આવે છે. ‘બૃહત્કલ્પમાં કહ્યું છે કે ભાવનાઓ બે પ્રકારની છે.
दुविहाओ भावणाओ - संकिलिट्ठा य, असंकिलिट्ठा य । [ભાવનાઓ બે પ્રકારની છે ઃ સંક્લિષ્ટ અર્થાત્ અશુભ અને અસંક્લિષ્ટ અર્થાત્ શુભ.]
Jain Education International
કંદર્પી, કિધ્ધિષી, આભિયોગિકી, દાનવી અને સંમોહી એ પાંચ પ્રકારની ભાવના તે અશુભ ભાવના છે. આર્ત્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ બે અશુભ
'
For Private & Personal Use Only
www.jainelibrary.org