SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકરોનાં લાંછન નીચે પ્રમાણે છે. (૧) ઋષભદેવ - બળદ; (૨) અજિતનાથ - હાથી; (૩) સંભવનાથ - ધોડો; (૪) અભિનંદનસ્વામી - વાંદરો; (૫) સુમતિનાથ - ક્રૌંચપક્ષી; (૬) પદ્મપ્રભુ - કમળ (પદ્મ); (૭) સુપાર્શ્વનાથ - સ્વસ્તિક (સાથિયો); (૮) ચંદ્રપ્રભુસ્વામી - ચંદ્ર; (૯) સુવિધિનાથ - મગર; (૧૦) શીતલનાથ - શ્રીવત્સ; (૧૧) શ્રેયાંસનાથ - ગેંડો; (૧૨) વાસુપૂજ્યસ્વામી - પાડો; (૧૩) વિમલનાથ - ભૂંડ; (૧૪) અનંતનાથ - બાજ; (૧૫) ધર્મનાથ - વજ; (૧૯) શાંતિનાથ હરણ; (૧૭) કુંથુનાથ બકરો; (૧૮) અરનાથ નન્દાવર્ત; (૧૯) મલ્લિનાથ - ઘડો અથવા કુંભ (કળશ); (૨૦) મુનિસુવ્રતસ્વામી - કાચબો; (૨૧) નિમનાથ - નીલકમળ; (૨૨) નેમિનાથ - શંખ; (૨૩) પાર્શ્વનાથ - સર્પ અને (૨૪) મહાવીરસ્વામી - સિંહ. - ૧૦૮ ચોવીસ તીર્થંકરોનાં લાંછનો અનુક્રમે જણાવતાં શ્રી હેમચન્દ્રાચાર્યે અભિધાનચિંતામણિમાં લખ્યું છે : वृषो गर्जोऽश्वः प्लवंगः क्रौञ्चोऽब्जं स्वस्तिकः शशी । मकरः श्रीवत्सः खड्गी महिष शूकरस्तथा ।। श्येनो वज्र मृगश्छागो नन्द्यावर्तो घटोऽपि च । कूर्मो नीलोत्पलं शङ्खः फणी सिंहोऽर्हतां ध्वजः । । હેમચંન્દ્રાચાર્યે લાંછન માટે અહીં ‘ધ્વજ' શબ્દ પ્રયોજ્યો છે. શ્રી પ્રદ્યુમ્નસૂરિએ ‘વિચારસારપયરણમાં ચોવીસ લાંછનો પ્રાકૃત ભાષામાં નીચે પ્રમાણે અનુક્રમે આપ્યાં છે वसह गय तुरय वानर कुञ्चो कमलं च सत्थिओ चन्दो । मयर सिखिच्छ गण्डय महिस वराहो य सेणो य ॥ वज्ज हरिणो छगलो नन्दवत्तो य कलस कुम्मो य । नीलुप्पल सख फणी सीहा य जिणाण चिन्धाई || શ્રી પ્રદ્યુમ્નસૂરિએ લાંછન માટે અહીં ‘ચિહ્ન' (પ્રા. ચિન્ધ) શબ્દ પ્રયોજ્યો છે. તીર્થંકરોની માતાને આવતાં સ્વપ્નોની બાબતમાં જેમ શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરા વચ્ચે થોડો ભેદ જોવા મળે છે તેમ તીર્થંકરોનાં લાંછનની બાબતમાં પણ શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરા વચ્ચે થોડો ભેદ જોવા મળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy