SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યજન્મની દુર્લભતા શક્ય નથી, છથાં પણ ક્યારેક એ શક્ય બને. પણ માનવજન્મ એટલો સહેલો નથી. (૭) ચર્મ : એક લાખ જોજન પહોળા સરોવર પર ચામડા જેવી સેવાળ જામી છે. અંદર એક કાચબો સપરિવાર રહે છે. એક દિવસ પવનથી સેવાળમાં છિદ્ર પડ્યું. બરાબર એ વખતે કાચબો ત્યાં હતો. છિદ્રમાંથી જોતાં કાચબાને શરદપૂર્ણિમાના ચંદ્રનો ઉદય દેખાયો. પોતાના પરિવારને એ બતાવવાનું કાચબાને મન થયું. પણ એ પોતાના પરિવારને સરોવરમાંથી શોધી લાવીને આવે, બરાબર તે વખતે પવનથી સેવાળમાં ફરી છિદ્ર પડે અને બરાબર તે વખતે શરદપૂર્ણિમાના ચંદ્રનો ઉદય હોય એ શક્ય નથી. છતાં કોઈક વાર એ શક્ય બને, પણ માનવજન્મ એટલો સહેલો નથી. ૨૯૯ (૮) ચક્ર : આમાં રાધાવેધનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. રાધા નામની એક પૂતળીની આંખ નીચે આઠ ચક્રો ઊલટાસૂલટી ફરતાં હોય છે. એ ચક્રો બરાબર અમુક રીતે આવે ત્યારે ક્ષણ માત્રને માટે રાધાની આંખ દેખાય. ધનુર્વિદ્યાના જાણકાર તેલની કઢાઈમાં પ્રતિબિમ્બ જોઈ ઉ૫૨ બાણ એવી રીતે છોડે કે જે પેલાં આઠે ચક્રોમાંથી પસાર થઈ રાધાની આંખ વીંધે; એને રાધાવેધ કહે છે. એવો રાધાવેધ બહુ જ ગણતરીવાળા તથા પૂરેપૂરી ચોકસાઈવાળા માણસથી પણ ક્યારેક જ સિદ્ધ થાય. પણ માનવભવ તો એથી પણ વધારે દુર્લભ છે. (૯) યુગ : બે લાખ જોજન જેટલા વિશાળ સમુદ્રમાં એક કિનારે ગાડાનું ધૂંસરું અને સામે કિનારે એમાં ભરાવવાનું સમોળ (ઊભું લાકડું) નાખવામાં આવે. એ સમોળ આપમેળે ખસતું આવી ધૂંસરામાં ભરાઈ જાય એવું બને જ નહિ, છતાં ક્યારેક એ શક્ય બને, પણ માનવભવ એટલી સહેલાઈથી મળે નહિ. (૧૦) પરમાણુ : એક વિશાળ સ્તંભનો ચૂરો કરી પહાડ પરથી ઉડાડવામાં આવે. પછી એ બધો જ ચૂરો ભેગો કરી આપવાનું કહેવામાં આવે તો તે અશક્ય છે, પરંતુ કદાચ કોઈ કાળે એ શક્ય બને, પણ માનવભવ એટલી સહેલાઈથી મળે નહિ. આમ, મનુષ્યજન્મની દુર્લભતા વિવિધ રીતે, વિવિધ દૃષ્ટાંતથી સમજાવવામાં આવી છે. તેમ છતાં ઘણાંને તેની પ્રતીતિ થતી નથી કે તે વાતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy