________________
નિવેદન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ ટ્રસ્ટની ગ્રંથશ્રેણીમાં અત્યાર સુધીમાં જિનતત્ત્વના ભાગ ૧ થી ૭ પ્રકાશિત થયા છે અને ભાગ ૮મો થોડા વખતમાં પ્રકાશિત થશે .
જિનતત્ત્વ'ના આ ભાગોમાંથી હવે ભાગ ૧ થી ૫ એક જ ગ્રંથસ્વરૂપે પ્રકાશિત કરવામાં આવે છે, કારણ કે કોઈકને કોઈક ભાગ અનુપલબ્ધ રહેતો કે જેથી જેઓને બધા ભાગ જોઈતા હોય તેઓને તે મળતા નહિ. આ ભાગો એક જ ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થતાં વાચકોને સરળતા રહેશે.
જ ન દા વિશેના આ બધા લેખો માં થી. દાણાપરા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્ર “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલા છે.
મારા આ લેખોમાં છબસ્થપણાને લીધે, મતિમંદતા કે અનવધાનદોષને કારણે કંઈ પણ સરતચૂક થઈ હોય કે દોષ રહી ગયા હોય, મુદ્રણની ક્યાંક અશુદ્ધિ રહી ગઈ હોય અથવા ક્યાંય જિનાજ્ઞા વિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય તો તે માટે મિચ્છામિ દુક્કડે ! આ લેખો કોઈને પણ પ્રેરણારૂપ બનશે તો મારો પ્રયાસ સાર્થક માનીશ.
આ ગ્રંથના પ્રકાશન માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો તથા સરસ પ્રકાશન-આયોજન માટે ડૉ. શિવલાલ જેસલપુરા તથા શ્રી ગિરીશભાઈ જેસલપુરાનો હું આભારી છું. મુંબઈ
- રમણલાલ ચી. શાહ
તા. ૬-૯-૨૦૦૨
બીજી આવૃત્તિનું નિવેદન ડૉ. રમણલાલ ચી. શાહ લિખિત “જિનતત્ત્વ' ગ્રંથ-૧ હવે અનુપલબ્ધ છે. અભ્યાસીઓએ તેમાં દર્શાવેલાં રસ અને તેમની માંગને અનુલક્ષીને તેની બીજી આવૃત્તિ પ્રકાશિત કરતાં અમે આનંદ અને સંતોષની લાગણી અનુભવીએ છીએ.
જિનતત્ત્વના છૂટક ભાગ ૬ થી ૯ના જૈનધર્મ વિષયક લેખો “જિનતત્ત્વ' ગ્રંથ-૨માં છપાઈ રહ્યા છે તે ટૂંક સમયમાં જ પ્રકાશિત થશે.
વાચકની સગવડ ખાતર “જિનતત્ત્વ ગ્રંથ-૧ના વિષયોની સૂચિ જિનતત્ત્વ' ગ્રંથ-૨માં પાછળ આપવામાં આવી છે અને ગ્રંથ-૨ની સૂચિ ગ્રંથ-૧માં પાછળ આપવામાં આવી છે જેથી વિષયોનો સમગ્રપણે ખ્યાલ આવી શકે.
આ ગ્રંથના પ્રકાશન માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો અને સરસ પ્રકાશન આયોજન માટે શ્રી ચંદ્રિકા પ્રિન્ટરીનો હૃદયપૂર્વક આભાર માનું છું.
- તારાબહેન રમણલાલ શાહ તા. ૩૦મી જૂન, ૨૦૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org