SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વાધિરાજ પર્યુષણ – ૨ એ માટેના પુરુષાર્થને પ્રેરે છે. પર્વનું જો આયોજન ન હોય તો ગમે તે માણસ ગમે તેટલું સારું કાર્ય કરે તો પણ એનો સામાજિક પ્રભાવ બહુ પડતો નથી. અનેક માણસો એકસાથે આવા કાર્યમાં જોડાય છે ત્યારે તેઓ પરસ્પર એકબીજાને માટે પ્રેરક બને છે અને એનો સામાજિક પ્રભાવ ઘણો મોટો પડે છે. પર્યુષણા પર્વ દરમિયાન જૈનોમાં ઉપવાસ વગેરે પ્રકારની જે નાની-મોટી તપસ્યા કરવામાં આવે છે એનો જો સરવાળો કરવામાં આવે તો આત્મશુદ્ધિના કાર્યમાં એનું કેટલું મોટું યોગદાન છે એ સમજી શકાશે. માત્ર જડતાથી કે દેખાદેખીથી તપશ્ચર્યા કરનારા કેટલાક જરૂ૨ હશે (અને ભલે હોય) અને એવી તપશ્ચર્યાની ખોટી ટીકા કે નિંદા કરનારા પણ કેટલાક હશે (અસમર્થો ગૃહામે સમર્થો ગૃહમનને) તો પણ સમગ્રપણે જોતાં માનવજાતિની આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં પ્રતિવર્ષ આ પર્વ દ્વારા ઘણું મોટું કાર્ય થાય છે એમ સ્વીકારવું જ પડશે. ૧૦૧ ધર્મની આરાધના દાન, શીલ, તપ અને ભાવ – એ ચાર પ્રકારે કરવાની કહી છે. દરેક પોતાની શક્તિ ને રુચિ અનુસાર એક યા બીજા પ્રકારે તેમાં પ્રવૃત્ત થઈ શકે છે. પર્યુષણા પર્વનું હાર્દ તે સાંવત્સરિક ક્ષમાપના છે. પોતાના દોષો માટે ક્ષમા માગવી અને બીજાને એમના દોષો માટે ક્ષમા આપવી એ સરળ વાત નથી. ક્યારેક તેમાં પારંપરિક ઉપચાર રહેલો હોય છે તો પણ એકંદરે પરસ્પર ક્ષમાપના દ્વારા જીવન સુસંવાદી ને સ્નેહમય બને છે. શાસ્ત્રકારો કહે છે કે જીવને એના અંતિમ લક્ષ્ય સુધી – મુક્તિ સુધી – પહોંચવામાં આ ક્ષમાપનાનું તત્ત્વ જ વધુ સહાયરૂપ થાય છે. પર્વની ઉજવણી દરમિયાન વખતોવખત એક યા બીજી વાતનો અતિરેક થઈ જતો હોય છે. પર્વોની ઉજવણી પણ સમતોલ રહ્યા કરે, અતિરેક થાય તો તે શુભ તત્ત્વોનો ઇષ્ટ અતિરેક જ હોય એ પ્રત્યે સમાજના વિવિધ વર્ગના ગૃહસ્થથી સંત-મહાત્મા સુધીના – સૂત્રધારોએ લક્ષ આપવું જોઈએ. જ્યારે અનિષ્ટ અતિરેક થતો હોય ત્યારે એવી દોરવણીની ઘણી અપેક્ષા રહે છે. પર્વ આનંદોત્સવને બદલે ક્યારેક સમાજના વિભિન્ન સાંપ્રદાયિક વર્ગો વચ્ચે ફ્લેશકંકાસ કે ઈર્ષ્યા-નિંદાનું નિમિત્ત બને છે. ક્ષમાપનાના દિવસે જ અક્ષમાનો ભાવ વધુ આવી જાય છે. એના જેવું દુર્ભાગ્ય કયું હોઈ શકે ? પર્વદિન વેપારી કે નોકરિયાત માણસો માટે જો નિવૃત્તિદિન હોય, વિદ્યાર્થીઓને માટે રજાનો દિવસ હોય, તો પર્વની ઉજવણીમાં બધાં સારી રીતે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy