________________
નિયાણું
ગૃહસ્થજીવન કરતાં સાધુજીવનમાં નિયાણ બાંધવાનો સંભવ વિશેષ છે, કારણ કે સાધુનું સમગ્ર જીવન તપશ્ચર્યારૂપ છે. અલબત્ત અન્ય પક્ષે સાચા સાધુજીવનમાં ગૃહસ્થ કરતાં ચિત્તની જાગૃતિનો કે અપ્રમત્તતાનો સંભવ વિશેષ હોય છે. એટલે એ દષ્ટિએ વિચારીએ તો ક્યારેક સાધુજીવન કરતાં ગૃહસ્થજીવનમાં નિયાણુનો સંભવ વિશેષ હોય છે.
| નિયાણ બાંધવાની બાબતમાં જૈન આગમગ્રંથોમાં સંભૂતિ મુનિ અને નંદિષેણ મુનિનાં ઉદાહરણો સુપ્રસિદ્ધ છે. સંભૂત મુનિએ ઘણી કઠોર તપશ્ચર્યા કરી હતી, અને તપસ્વી તરીકે તેમનું નામ ચારે બાજુ સુપ્રસિદ્ધ થઈ ગયું હતું. આવા મુનિને વંદન કરવા માટે અનેક લોકો આવવા લાગ્યા હતા. ખુદ સનતકુમાર ચક્રવર્તીને પણ આવા મુનિનાં દર્શન કરવા જવાનું મન થયું. પોતાના પરિવાર સાથે તેઓ ગયા અને વંદન કરવા લાગ્યા, એ વખતે સનતકુમાર ચક્રવર્તીની રાણીઓમાં સર્વશ્રેષ્ઠ રાણી – સ્ત્રીરત્ન જેવી રાણી સુનંદા જ્યારે વંદન કરતી હતી ત્યારે નીચા નમતાં તેના ચોટલાના વાળનો અગ્રભાગ સંભૂતિ મુનિને જરાક સ્પર્શી ગયો.
આટલો સ્પર્શ થતાં જ સંભૂતિ મુનિએ રોમાંચ અનુભવ્યો. તેમના મનમાં થયું કે આ સ્ત્રીના વાળનો જો આટલો બધો પ્રભાવ હોય તો તે સ્ત્રી પોતે તો કેવી હશે ? આવી કોઈક સ્ત્રી જન્માન્તરમાં પોતાને ભોગવવા મળે તો કેવું સારું ! પરંતુ એવી રત્ન સમાન સ્ત્રી તો માત્ર ચક્રવર્તી રાજાઓને જ મળે. આથી સંભૂતિ મુનિએ આ પ્રમાણે નિયાણુ બાંધ્યું : “મેં જે કંઈ ઉગ્ર તપશ્ચર્યા કરી છે તેના ફળરૂપે જન્માન્તરમાં મને ચક્રવર્તીપણું પ્રાપ્ત થાઓ.”
આ નિયાણુના પરિણામે પછીના એક જન્મમાં સંભૂતિ મુનિનો જીવ બ્રહ્મદત્ત ચક્રવર્તી થાય છે અને સ્ત્રીસુખ ભોગવે છે. પરંતુ ચક્રવર્તીના જીવનમાં તો અનેક મોટાં પાપો કરવાના પ્રસંગો આવતા હોય છે. એટલે જ ત્યાગ અને સંયમના માર્ગે ન ગયેલા ચક્રવર્તીઓ ભૌતિક સુખ અને સત્તા ભોગવતાં ચક્રવર્તી તરીકે મૃત્યુ પામે તો ભવાન્તરમાં નરકગતિ પામતા હોય છે. તેવી રીતે બ્રહ્મદત્ત ચક્રવર્તી પણ નરકગતિ પામે છે.
બીજું ઉદાહરણ નંદિષેણ મુનિનું છે. તેઓ પણ નિયાણ બાંધી ભવાન્તરમાં દુર્ગતિ પામે છે. મંદિષણ મુન બીજા સાધુઓની વૈયાવચ્ચ કરવા માટે સુપ્રસિદ્ધ હતા. દેવો એમની કસોટી કરવા આવે છે અને એ કસોટીમાંથી પણ તેઓ પાર પડે છે; પરંતુ એક વખત રૂપવતી રમણીઓને જોતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org