SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ લાંછન હાથ છે અને ડાબા તથા જમણા હાથમાં શું શું છે તેના ઉપરથી પણ દેવદેવીઓની આકૃતિ ઓળખી શકાય છે. કેટલાંક દેવ-દેવીઓની મુખાકૃતિ મનુષ્ય જેવી નહિ પણ પશ કે પક્ષીઓ જેવી હોય છે. એ ઉપરથી પણ તેમને ઓળખી શકાય છે. મસ્તક ઉપર કે હાથે કે પગે પહેરેલા અલંકારો દ્વારા પણ તેઓને ઓળખી શકાય છે. આમ નિશાની દ્વારા દેવ-દેવીઓને ઓળખવાનું જાણકારો માટે અઘરું નથી. જૈન મંદિરોમાં ચોવીસ તીર્થકરોનાં યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ હોય છે. તેમજ ક્યાંક સોળ વિદ્યાદેવીઓની મૂર્તિઓ હોય છે. એ બધાંને એમના વાહન, આયુધ કે ઉપકરણ દ્વારા ઓળખી શકાય છે. અલબત્ત એમાં પણ કોઈક-કોઈકની બાબતમાં થોડો ફરક જોવા મળે છે, પરંતુ ઓળખવાનું અઘરું નથી. ઉદાહરણ તરીકે, જૈન મંદિરોમાં પાર્શ્વ યક્ષની મૂર્તિને ઘણા હાથીની સૂંઢને કારણે ગણપતિની મૂર્તિ માનવાની ભૂલ કરે છે, પરંતુ ગણપતિનું વાહન ઉદર છે અને પાર્શ્વ યક્ષનું વાહન કાચબો છે. વળી હાથમાં રહેલી વસ્તુઓમાં ફરક છે. એવી રીતે હિંદુ અંબામાતા અને નેમિનાથનાં યક્ષિણી અંબિકામાં પણ ફરક છે. વળી કેટલીક દેવીઓની પ્રતિમાઓમાં પરંપરાથી ફરક જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ચક્રેશ્વરીદેવીનું વાહન ક્યાંક ગરુડ બતાવવામાં આવે છે તો ક્યાંક વાઘ પણ બતાવવામાં આવે છે. કુશળ શિલ્પીઓ એ બધાં દેવ-દેવીઓનાં વૈિયક્તિક લક્ષણોના સારા જ્ઞાતા હોય છે. કેટલાક તવિદો પણ આ બાબતમાં સારું જ્ઞાન ધરાવતા હોય છે. પાદલિપ્તસૂરિકત “નિર્વાણકલિકા' ગ્રંથમાંથી તીર્થકરોનાં લાંછનો અને દેવ-દેવીઓનાં વાહન, આયુધ, ઉપકરણ વગેરે વિશે આધારભૂત માહિતી સાંપડે છે. - જિનેશ્વર ભગવાનની પ્રતિમા વીતરાગની પ્રતિમા છે. એમાં સરાગતાનાં કોઈ ચિહ્ન, આયુધ ઇત્યાદિ હોઈ શકે નહિ. બધા જ તીર્થકરોની પ્રતિમા એકસરખી હોય છે. એટલે એ પ્રતિમાઓને ઓળખવા માટે લાંછન એ સૌથી અગત્યનું સાધન છે. શિલ્પશાસ્ત્રની પરંપરામાં આ લાંછન તીર્થંકરની પ્રતિમાની નીચેના મધ્ય ભાગમાં કોતરવામાં આવે છે. જ્યાં સુધી આ લાંછન કોતરવામાં આવ્યું નથી હોતું ત્યાં સુધી પ્રતિમા “સામાન્ય જિન' પ્રતિમા ગણાય છે. “લાંછન” કોતરવામાં આવતાં તે કોઈ એક નિશ્ચિત તીર્થંકરની પ્રતિમા બને છે. જિનેશ્વર ભગવાનની પ્રતિમા એમની નિર્વાણઅવસ્થા અનુસાર બનાવાય છે. પ્રત્યેક તીર્થંકર પદ્માસનમાં અથવા ખગાસનમાં (કાઉસગ્ગ ધ્યાનમાં) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy