________________
૧૭.
આલોચના માટે આલોયણા લેવા તત્પર થયેલા સાધુમાં પણ કેવા કેવા દોષો પ્રવેશી જાય છે, તેનું સરસ મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ કરેલું છે.
સાધુઓ પણ જ્યારે પોતાના ગુરુ પાસે પોતાના દોષોની આલોચના કરે ત્યારે તેઓએ દસ પ્રકારના અતિચારોમાંથી બચવું જોઈએ એમ ભગવતીસૂત્રમાં લખ્યું છે.
दस आलोयणादोस पण्णत्ता, तं जहा - आकंपित्ता, अणुमाणइत्ता, जं दिजें, बायरं य सुहुमं वा।
છાં, સદાપત્તાં, વહુ, વ્યત્ત, તવા આકપિત, અનુમાનિત, યદ્દષ્ટ, બાદર, સૂક્ષ્મ, પ્રચ્છન્ન, શબ્દકુલ, બહુજનપૃચ્છા, અવ્યક્ત અને તત્સવી એમ દસ પ્રકારના આલોયણાના દોષ ગણાવવામાં આવ્યા છે.
(૧) આકંપિત પોતાના દોષો ગુરુને કહેતાં પહેલાં, એટલે કે આલોયણા લેતાં પહેલાં સાધુ પોતે પોતાના ગુરુની ખૂબ સેવાચાકરી કરે, એમનાં આહારપાણીનું બરાબર ધ્યાન રાખે, એમને વંદન કરવાની વિધિનું ચીવટપૂર્વક સમયસર પાલન કરે અને ગુરુમહારાજને બરાબર પ્રસન્ન કર્યા પછી, એમનામાં દયાભાવ પ્રગટ કર્યા પછી આલોયણા લે કે જેથી ગુરુમહારાજ ઓછું પ્રાયશ્ચિત્ત આપે. ઓછું પ્રાયશ્ચિત્ત લેવાના આશયથી ગુરુમહારાજને પ્રસન્ન કરી લેવાની વૃત્તિ થવી તે યોગ્ય નથી. એ એક પ્રકારનો આલોચનાનો અતિચાર છે.
(૨) અનુમાનિત ગુરુ પોતાને કઈ રીતે ઓછું પ્રાયશ્ચિત્ત આપશે એ વિશે પહેલાં અનુમાન કર્યા પછી જ સાધુ પોતાના અતિચારોની આલોચના કરે તે અનુમાનિત દોષ છે. પ્રાયશ્ચિત્તના જુદા જુદા કેવા પ્રકારો છે એ વિશે પહેલાં ગુરુમહારાજને પૂછીને અને પોતાના એકાદ નાનકડા અતિચારની પ્રથમ આલોચના કરીને ગુરુ શું પ્રાયશ્ચિત્ત આપે છે તે જોવું અને તે ઉપરથી અનુમાન કરીને પછી પોતાના કયા કયા અતિચારોનું પ્રાયશ્ચિત્ત લેવાનું પોતાને ફાવશે તેનો વિચાર કર્યા પછી બાકીના કેટલાક અતિચારોનું પ્રાયશ્ચિત્ત લેવું તે અનુમાનિત દોષ છે. એ માટે શિષ્ય પોતે કોઈક વખત ઇરાદાપૂર્વક ગુરુને ખોટું કહે કે, “હે ગુરુમહારાજ ! મારી તબિયત બરાબર રહેતી નથી; મારું શરીર દુર્બળ બની ગયું છે. મારી પાચનક્રિયા બગડી ગયેલી છે. મારાથી તપશ્ચર્યા થતી નથી. માટે આપ જો થોડુંક હળવું પ્રાયશ્ચિત્ત આપો તો હું મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org