SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી જૈનોમાં નવકારમંત્રની અનાનુપૂર્વી ગણવાની પ્રણાલિકા બહુ પ્રાચીન સમયથી ચાલી આવી છે. ચિત્તને નવકારમંત્રમાં કેન્દ્રિત કરવા માટેની આ એક ઉત્તમ પ્રક્રિયા છે. નવકારમંત્રના પદસ્થ ધ્યાનની શરૂઆત કરવા માટે આ ઉપાય બહુ સહાયક નીવડે છે. ચંચળ વૃત્તિના બાળ જીવોને માટે તો ચિત્તને સ્થિર કરવાના અભ્યાસની દૃષ્ટિએ તે એક અસરકારક સાધન છે. આનુપૂર્વી અને અનાનુપૂર્વી એ બે શબ્દો મૂળ સંસ્કૃત શબ્દ અનુપૂર્વ ઉપરથી આવ્યા છે. “અનુ' એટલે પાસે, પાછળ, બાજુમાં, નીચે, નિયમિત. પૂર્વ' એટલે આગળનું અથવા પહેલાંનું. અનુ + પૂર્વ એટલે આગળપાછળનો નિયમિત વ્યવસ્થિત ક્રમ. આનુપૂર્વી-આનુપૂર્થ (પ્રાકૃત : “આણુપુથ્વી”) એટલે અનુક્રમ, પરિપાટી, પૌવપર્ય ભાવ અથવા વિશિષ્ટ રચના. શબ્દકોશમાં એના પર્યાયો આપતાં કહેવાયું છે : નાનુપૂર્વી અનુમોડનુરિપાટીતિ પર્યાયઃ || આિનુપૂર્વી એ કર્મસિદ્ધાંતની પરિભાષાનો એક શબ્દ પણ છે. નામકર્મની એક પ્રકૃતિ માટે તે વપરાય છે. જીવને જે ગતિનું આયુષ્ય ઉદયમાં આવ્યું હોય તે જ ગતિમાં લઈ જાય અને બીજી ગતિમાં જવા ન દે તેવા પ્રકારનું નામકર્મ તે આનુપૂર્વી નામકર્મ કહેવાય છે.] આનુપૂર્વી શબ્દ જૈન શાસ્ત્રોમાં વિવિધ સંદર્ભમાં વપરાયો છે. દસ પ્રકારની આનુપૂર્વ બતાવવામાં આવે છે, જેમાં નામ-આનુપૂર્વી, સ્થાપનાઆનુપૂર્વી, દ્રવ્ય-આનુપૂર્વી, ક્ષેત્ર-આનુપૂર્વી, કાળ-આનુપૂર્વી, ભાવ-આનુપૂર્વ વગેરે આનુપૂર્વીનો સમાવેશ થાય છે. આનુપૂર્વી એટલે જેમાં નિયમિત અનુક્રમ સચવાયેલો રહેલો હોય તે. એકથી દસની સંખ્યા લઈએ તો ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy