SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કાઉસગ કાઉસગ્ગ' શબ્દ સંસ્કૃત શબ્દ છાયોત્સf ઉપરથી આવેલો છે. કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ. કાચ ઉત્સ: કાયોત્સા ઉત્સર્ગ એટલે છોડી દેવું, ત્યજી દેવું. કાયોત્સર્ગ એટલે કાયાના હલનચલનાદિ વ્યાપારોને છોડી દેવા અથવા કાયાને છોડી દેવી – ત્યજી દેવી. અર્થાત્ શરીર પરની મમતા છોડી દેવી. જૈન શાસ્ત્રગ્રંથોમાં કાયોત્સર્ગ ઉપરાંત ચૂત્સ શબ્દ પણ વપરાયો છે. ભૂત્ય એટલે વિશેષપણે છોડી દેવું. બૃત્ય ઉપરથી અર્ધમાગધી “ઉસગ્ગ” શબ્દ આવેલો છે. કાઉસગ્નની વ્યાખ્યા શાસ્ત્રકારો નીચે પ્રમાણે આપે છે : (૧) હે મમત્વનિરીક્ષ: કાયોત્સ: . અથવા (૨) રિમિતાવિયા શરીરે મમત્વનિવૃત્તિઃ વાયોત્સ: | કાઉસગ્નમાં નિયત અથવા અનિયત સમય માટે શરીરને સ્થિર કરી, શરીર પરના મમત્વને દૂર કરી, સાધક જિનેશ્વર ભગવાનના ક્ષમા આદિ ઉત્તમ ગુણોનું ચિંતન કરતાં કરતાં આત્મસ્વરૂપમાં લીન થાય છે. ભગવાન મહાવીરે તપના જુદા જુદા પ્રકાર બતાવ્યા છે. એમાં છ પ્રકાર બાહ્ય તપના છે અને છ પ્રકાર આવ્યંતર તપના છે. બાહ્ય તપના પ્રકાર આ પ્રમાણે છે : અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા. આત્યંતર તપના પ્રકાર નીચે પ્રમાણે છે : (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) કાઉસગ્ગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy