SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ નવકારમંત્રમાં સંપદા અણિમા એટલે અણુ જેટલા થઈ જવાની શક્તિ પ્રાપ્ત કરાવનારી સિદ્ધિ. નમો' પદનું ધ્યાન ધરતાં ધરતાં અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૨) હરિહંતાનું – અરિહંત પરમાત્મા પૂજાને પાત્ર ગણાય છે, એટલે કે એમનો મહિમા થાય છે. અરિહંત માટે “મર્દ' શબ્દ પણ પ્રયોજાય છે. અહંતુ એટલે યોગ્યતા ધરાવનાર અથવા મહિમા ધરાવનાર, ‘રિહંતાઈ' પદનું ધ્યાન ધરવાથી મહિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૩) લિદ્ધા – આ પદમાં રહેલા ત્રણે અક્ષરો ગુરુ છે. વળી સિદ્ધિપદ બધા પદોમાં સૌથી મોટું-ગુરુ છે અને ગૌરવ આપનારું છે એટલે સિદ્ધા પદનું ધ્યાન ગરિમા નામની સિદ્ધિ આપનારું છે. (૪) ઝારિયા – આચાર્ય ભગવંતો સમસ્ત વિશ્વના જીવોને ઉપદેશ આપવાને યોગ્ય છે. એટલે આચાર્ય ભગવંતો આગળ સમસ્ત જગત લઘુ છે. પોતાનામાં લધુતાનો ભાવ ધારણ કર્યા વગર આચાર્યનો ઉપદેશ ગ્રહણ થઈ શકતો નથી. એટલે ‘મારિયા' પદનું ધ્યાન ધરવાથી લઘિમા નામની સિદ્ધિ પ્રગટ થાય છે. (૫) વેન્નાયા – ઉવજ્જાય શબ્દ ૩૫, ૩ય અને સાથ એ ત્રણ શબ્દનો બનેલો છે. ૩૫ એટલે પાસે, ધ એટલે અંતઃકરણ અને કાય એટલે પ્રાપ્તિ અથવા મેળવવું. ઉપાધ્યાય પાસે સિદ્ધાંતનું અધ્યયન કરવાથી શ્રુત જ્ઞાનનો લાભ થાય છે. એટલે વMાયા પદનું ધ્યાન ધરવાથી “પ્રાપ્તિ' નામની સિદ્ધિ મળે છે. (૬) સવ્વ સાહૂM – સાહુ એટલે સાધુ એટલે સારા, ભલા. સાધુઓ પોતે પૂર્ણકામ (પૂર્ણ સંતોષી) હોય છે અને બીજાઓની ઇચ્છાઓને કે કાર્યોને સફળ કરી આપવામાં સહાયભૂત થાય છે. એટલે સબ સાદુળ પદનું ધ્યાન ધરવાથી “પ્રાકામ્ય' નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૭) પંઘ નમુક્કારો – પંચપરમેષ્ઠિનું સ્થાન સર્વોત્તમ છે. તેઓ જગતના જીવોને માટે સ્વામી જેવા ગણાય છે. એટલે “પં નમુક્કારો' પદના ધ્યાનથી “ઈશિત્વ' નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૮) મંતાઇi – સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ તે ધર્મ છે. ધર્મની સાચી આરાધના કરનારને સર્વ પ્રકારની અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે. અને બીજા જીવો પ્રેમથી તેમને વશ થઈને રહે છે, તથા તેમની આજ્ઞા ઉઠાવવા તત્પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy