SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ જિનતત્ત્વ થઈને એટલા કાળ માટે અવકાશ મેળવવાનું જ કઠિન થઈ જાય. વળી સામાયિકમાં કાયાને સ્થિર કરીને એક આસને બેસવાનું છે. ભૂખ, તરસ, શૌચાદિના વ્યાપારોને લક્ષમાં રાખીને તથા શરીર જકડાઈ ન જાય તે ધ્યાનમાં રાખીને આ કાળમર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. સામાયિકમાં બેસનારને માટે સામાયિક ઉત્સાહરૂપ હોવું જોઈએ, શરીરને શિક્ષારૂપ ન હોવું જોઈએ. આ ઉપરાંત બીજી એક દૃષ્ટિએ પણ આટલો કાળ યોગ્ય ગણાયો છે. સામાયિકમાં સૌથી અગત્યનું તો ચિત્તને સમભાવમાં રાખવાનું છે. કોઈ પણ એક વિચાર, વિષય, ચિંતન-મનન માટે સામાન્ય મનુષ્યનું ચિત્ત બે ઘડીથી બહુ સમય સ્થિર રહી શકતું નથી. બે ઘડી પછી ચિત્તમાં ચંચળતા અને વિષયાન્તર ચાલવા લાગે છે. ભદ્રબાહુ સ્વામીએ “આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે, ‘યંતી. મુહૂર્તછત્તિ વિત્તU/TWયા હૈ ' (કોઈ પણ એક વિષયનું ધ્યાન ચિત્ત એક મુહૂર્ત સુધી કરી શકે છે.) આધુનિક માનસશાસ્ત્રીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ આ વાતનું સમર્થન કરે છે. કોઈક અપવાદરૂપ વ્યક્તિઓ એથી વધુ સમય સુધી એક જ વિષય ઉપર પોતાના ચિત્તને એકાગ્ર કરવાની શક્તિ ધરાવતી હોય છે. કેટલાક ગૃહસ્થો એક આસને બેસી સળંગ એક કરતાં વધુ સામાયિક કરવા માટે શરીર અને ચિત્તની શક્તિ ધરાવતા હોય છે. તેઓને ફરીથી સામાયિક પારવા તથા લેવાની વિધિ કરવાની જરૂર નથી. પરંતુ એવી વ્યક્તિઓએ પણ એકસાથે ત્રણથી વધુ સામાયિક ન કરવાં. ત્રણ સામાયિક પૂરાં કર્યા પછી, પારવાની વિધિ કર્યા પછી, ચોથું સામાયિક નવેસરથી વિધિ કરીને શરૂ કરવું જોઈએ, એમ ચિત્તના ઉપયોગને લક્ષમાં રાખીને બતાવવામાં આવ્યું છે. ગૃહસ્થ સામાયિક લેવાની વિધિ પૂરી કર્યા પછી ઘડી બે ઘડીનો એટલે કે ૪૮ મિનિટનો સમય સામાયિકમાં પસાર કરવાનો હોય છે. સામાયિક લેવાની અને પારવાની વિધિનો સમય એ અડતાલીસ મિનિટમાં ગણાતો નથી. આ અડતાલીસ મિનિટ દરમિયાન સામાયિક કરનારે શું કરવું જોઈએ ? આ અડતાલીસ મિનિટ સામાયિક કરનાર, મન, વચન અને કાયાના સાવદ્ય યોગોનો ત્યાગ કરીને, સમત્વ કેળવી સ્વ-સ્વરૂપમાં લીન થાય, આત્મરમણતા અનુભવે એ સામાયિકનો આદર્શ છે. પરંતુ એમ સળંગ ૪૮ મિનિટ સુધી આત્મરમણતામાં સ્થિર રહેવું એ મોટા ત્યાગી મહાત્માઓ માટે પણ દુષ્કર છે. તો ગૃહસ્થની તો વાત જ શી ? ગૃહસ્થ માટે તો આ શિક્ષાવ્રત છે. એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy