Book Title: Bhaktimargni Aaradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/001282/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના પાપ નિવૃત્તિ શ્રદ્ધા શાશ્વત સત્સંગ 'પરમ' આનંદ, એકતા | સમતા | લધુતા | ધ્યાના [2] | | વહન | | | ચિતાવાળી ! | | તીર્તન | | શ્રવણ | વિધા ભક્તિ રામાનંદ ધામ પ્રકાશક: શ્રી સત્યંત સેવા સાધના કેન્દ્ર સંચાલિત શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા, Page #2 -------------------------------------------------------------------------- ________________ ફર્માઇલમાર્ગની આરાધના છે. લેખક : પૂ. સંત શ્રી આત્માનંદજી બક સાધન આધ્યાત્મિક •કો, કરેલ : પ્રકાશક : ૐ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાતિક સાધના કેન્દ્ર છે (શ્રી સઋત-ઍવા-સાધના કેન્દ્ર સંચાલિત) કોબા - ૩૮૨ ૦૦૭ (જિ. ગાંધીનગર, ગુજરાત) ફોન : (૦૭૯) ૨૩૨૭ ૬૨૧૯૪૮૩ ફેકસ : (૦૭૯) ૨૩૨૭ ૧૪૨ E-mail : srask@rediffmail.com -કમાન . . Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : જયંતભાઈ એમ. શાહ, પ્રમુખ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા - ૩૮૨ ૦૦૭ (જિ. ગાંધીનગર, ગુજરાત) ફોન : (૦૭૯) ૨૩૨૭ ૬ ૨૧૯/૪૮૩ ફેકસઃ (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨ પ્રથમ આવૃત્તિ ૨૨૨૦ મે ૧૯૮૨ દ્વિતીય આવૃત્તિ ૧૫૦૦ મે ૧૯૮૫ તૃતીય આવૃત્તિ ૨૨૫૦ સપ્ટેમ્બર ૧૯૯૦ ચતુર્થ આવૃત્તિ ૧૦૦૦ જાન્યુઆરી ૨૦૦૦ પંચમ આવૃત્તિ ૧૦૦૦ માર્ચ ૨૦૦૫ મૂલ્ય : રૂા. ૨૨ : મુદ્રક : ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર ઍસ્ટેટ; બારડોલપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૪ ફોન નં. ૨૨૧૬ ૭૬ ૦૩ WWW.jainelibrary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ દિવસ-રાત ચાલુ રહેતી ધમાલ, અનેકવિધ હાડમારી તથા વધતી જતી મોંઘવારી વગેરે વિટંબણાઓવાળા જમાનામાં પણ જેઓએ સાદાઈ, સંતોષ, સરળતા, સહનશીલતા, સદાચાર, વિનય વગેરે ગુણોને જીવનમાં ઉતારી પૂર્ણજ્ઞાની અને પરમાનંદસ્વરૂપી એવા પરમાત્મા તેમજ શ્રી સદગુરુ સંતો સાથે એકનિષ્ઠાથી લય લગાવી છે, તેમજ લગાવવામાં પ્રયત્નવાન છે, તેવા નામી-અનામી સર્વ ભક્ત-સાધકોને આ ગ્રંથ સાદર સમર્પણ કરવામાં આવે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય આપણી સંસ્થા તરફથી સાધકોને અને સામાન્ય વાચકોને ઉપયોગી શિષ્ટ, સંસ્કારી અને આધ્યાત્મિક સાહિત્ય પ્રગટ થતું જ રહે છે. ઘણાં મનુષ્યો વાચનનો લાભ લઈ શકે તે હેતુથી ગ્રંથોની કિંમત, પડતર કિંમતથી પણ ઓછી રાખીએ છીએ. આજ સુધીમાં લગભગ ૪૫ ગ્રંથો પ્રગટ થયા છે, આજે “ભક્તિમાર્ગની આરાધના' નામના આ ગ્રંથની ચોથી આવૃત્તિ મુમુક્ષુઓની સેવામાં રજૂ કરતાં અમે પ્રસન્નતાનો અનુભવ કરીએ છીએ. બાકી તો લેખકશ્રીએ વાસ્તવમાં ગ્રંથનો વિસ્તારથી પરિચય આપ્યો છે, તેથી તે વિષે કાંઈ અધિક ન લખતાં તે પ્રસ્તાવના વાંચી જવાની અમારી સૌને ભલામણ છે. અંતમાં, આ ગ્રંથ ભક્ત-સાધકોને પોતાના ભાવોની શુદ્ધિ સાધવામાં સહાયક થાઓ એ જ પ્રભુ પ્રત્યે પ્રાર્થના. – પ્રકાશન સમિતિ અનેક સજ્જનોના સહકાર અને સૌજન્યથી આ ગ્રંથ પ્રગટ થાય છે. આ સત્કાર્યમાં વિશેષપણે સહાયક થયેલા નિમ્નલિખિત મહાનુભાવોનો અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે : ૧. સેવામૂર્તિ જિજ્ઞાસુ ભાઈ શ્રી રમણીકલાલ ઉમેદચંદ શેઠ ૨. સેવા સૌજન્યમૂર્તિ સ્વ. શ્રી જયંતીલાલ પોપટલાલ શાહ ૩. સત્સાહિત્યપ્રેમી પ્રોફેસર શ્રી અનિલભાઈ વી. સોનેજી શ્રુતરસિક પંડિત શ્રી બાબુલાલ સિદ્ધસેન જૈન ભક્તિસંગીતપ્રેમી ભાઈ શ્રી રતિલાલ લાલભાઈ શાહ ૬. સૌજન્ય, સેવા અને સહનશીલતાની મૂર્તિરૂપ એવા “મારા' કુટુંબના સભ્યો - લેખક Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ભૂમિકા : માનવ પોતાના અસ્તિત્વકાળથી જ શાશ્વતપદની શાશ્વત સુખની - શોધમાં રહેલો છે, કારણકે શાશ્વતપણું તેનો મૂળ સ્વભાવ છે. આ પદની પ્રાપ્તિ માટે તેણે વિવિધ ઉપાયો યોજ્યા છે, વર્તમાનમાં પણ યોજી રહ્યો છે અને ભાવિ કાળમાં પણ યોજશે. મનુષ્યોની પ્રકૃતિની વિવિધતા જાણીને પૂર્વાચાર્યોએ ભિન્ન ભિન્ન રુચિવાળા મનુષ્યોને જોઈતપાસીને તેમને ભિન્ન ભિન્ન સાધનાપદ્ધતિઓ બતાવી છે, પરંતુ તે સર્વ પદ્ધતિઓમાં એક શાશ્વતપદની સિદ્ધિ માટેનું જ લક્ષ રાખેલું છે. આ શાશ્વતપદની પ્રાપ્તિ અનેકવિધ કારણોના આવી મળવાથી થાય છે; જેમાં નિરંતર આત્મજાગૃતિ, સદ્ગુરુનો બોધ, સન્માર્ગનું ગ્રહણ તથા અનુસરણ અને સતત અભ્યાસ મુખ્યપણે આવશ્યક છે. ઉપરોક્ત સાધનો દ્વારા પોતાના દોષોને દૂર કરવારૂપ અને સદ્ગુણોને ગ્રહણ કરવારૂપ સત્પુરુષાર્થ વડે જેમ જેમ પવિત્રતાની પ્રાપ્તિ થાય છે તેમ તેમ આત્મશુદ્ધિ વધતી જાય છે અને આ આત્મશુદ્ધિના માર્ગને જ શાસ્ત્રોમાં મોક્ષમાર્ગ કે નિર્વાણમાર્ગ કહ્યો છે. આ પ્રમાણે, મોક્ષમાર્ગને એટલે કે આત્માની પવિત્રતાને પામવાનાં અનેકવિધ સાધનોમાં ભક્તિ એ એક અત્યંત મહત્ત્વનું સાધન છે. ભક્ત અને ભગવાનનું સ્વરૂપ, ભક્તિના વિવિધ પ્રકારો, તે પ્રકારોને સાધવાની વિધિ, ભક્તિનું ફળ વગેરે ભક્તિમાર્ગ વિષયક વિવિધ પાસાઓનું આલેખન આ ગ્રંથમાં કરેલું હોવાથી તેને ‘ભક્તિમાર્ગની આરાધના' એવું નામ આપ્યું છે. જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ - વર્તમાન સંદર્ભ : કોમ્પ્યુટરયુગના આ જમાનામાં મોક્ષમાર્ગને તત્ત્વતઃ પામેલા આત્માનુભવી મહાત્માઓની અત્યંત દુર્લભતા છે. ક્વચિત્ કોઈ સત્પુરુષનો Page #7 -------------------------------------------------------------------------- ________________ યોગ થાય તો પણ તેમના સાચા સ્વરૂપને ઓળખવાની શક્તિ પ્રમાણમાં બહુ જ થોડા સાધકોમાં દષ્ટિગોચર થાય છે. આમાં વળી વિશાળ સંખ્યાબળ છે જેમનું એવા નામધારી ગુરુઓ મોહાધીન થયા થકા શિષ્યોને પોતાના સંકુચિત કુંડાળામાં એવી સખત રીતે જકડી રાખે છે કે તેમને બિચારાને પરમાર્થ-સત્સંગનો લાભ લેવાની તક મળે તો પણ તેઓ તેનો લાભ લઈ શક્તા નથી. કળિયુગમાં સામાન્યપણે અને છેલ્લા ત્રણ-ચાર સૈકાઓમાં વિશેષપણે, આવી પરિસ્થિતિ પ્રવર્તતી હોવાને લીધે, પ્રત્યક્ષ સત્પષના સાન્નિધ્યમાં રહીને જ્ઞાનમાર્ગની આરાધનાની તક અસંભવપ્રાયઃ થઈ ગઈ છે. આવી પરિસ્થિતિમાં કોઈક વિરલ પુરુષને બાદ કરતાં, ઘણાં મહાત્માઓએ પોતે મુખ્યપણે ભક્તિમાર્ગનો આશ્રય કરી જ્ઞાનમાર્ગને ગૌણ કર્યો છે અને પોતાના આશ્રિતોને પણ ભક્તિમાર્ગનું અવલંબન લેવાની મુખ્યપણે પ્રેરણા કરેલી છે; કારણ કે તે પ્રમાણે વર્તવાથી જ સ્વપરકલ્યાણનો માર્ગ શીધ્ર પ્રશસ્ત થશે એવા નિર્ણય પર તેઓ આવેલા દેખાય છે. માટે જ જ્ઞાનીઓએ કહ્યું: “ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્પરુષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.” *. જ્ઞાનમાર્ગની વિકટતા અને તેનું દુરારાધ્યપણું | શ્રેયમાર્ગ મળે જ્ઞાનમાર્ગની સાધનામાં વિકટતા રહેલી છે અને આ કાળે તો, આગળ કહ્યું તેમ, પ્રત્યક્ષ સત્પરુષની દુર્લભતા ઉપરાંત બુદ્ધિની અલ્પતા અને મલિનતા પણ જોવામાં આવે છે. આ સંજોગોમાં શાસ્ત્રોનો મર્મ પામવો - અને તેમાં પણ વીતરાગ દર્શનમાં કહેલા સૂક્ષ્મ તત્ત્વોનો મર્મ પામવો - અતિ અતિ દુષ્કર જણાય છે. ગુરુગમ વિના પોતાની અલ્પમતિથી જેઓએ જ્ઞાનમાર્ગની આરાધનાનો પ્રયત્ન કર્યો તેમાંના નવ્વાણું ટકા ઉપરાંતમાં શુષ્કજ્ઞાનીપણું, ઉદ્ધતાઈ, આડંબર, અતિવાચાળપણું, મિથ્યા-અહંકાર, સ્વચ્છંદાધીનપણું, એકાંતનું પ્રતિપાદન, એકાંતનું આચરણ અને અંતરનું દ્વિધાપણું પ્રત્યક્ષ જોવામાં આવે * શ્રીમદ્ રાજચંદ્ર Page #8 -------------------------------------------------------------------------- ________________ છે. જેમની આવી દશા હોય તેમનામાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેની ભૂમિકા પણ સંભવતી નથી તો પછી આત્મજ્ઞાન તો કેવી રીતે સંભવે ? આમ, જ્ઞાનમાર્ગની આરાધનાનું આ કાળે દુરારાધ્યપણું જાણવું. | યોગમાર્ગ અર્થાતુ ધ્યાનમાર્ગ, આત્મસાધનાની આ એક અગત્યની, સુસિદ્ધ થયેલી, પ્રાચીન પદ્ધતિ છે. બીજા અનેક મહાત્માઓ મધ્યે મહર્ષિ પતંજલિએ આ પદ્ધતિને આઠ વિભાગમાં વહેંચીને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિરૂપે તેનું પદ્ધતિસર વર્ણન કરેલું છે. પરંતુ આ પદ્ધતિમાં પણ પ્રત્યક્ષ ગુરુની અત્યંત આવશ્યક્તા છે, નહિતર રોગાદિકના ઉપદ્રવથી કે રિદ્ધિ-સિદ્ધિની લાલસામાં પડી જવાથી સાધકનું આ માર્ગે શીધ્ર પતન થવા સંભવ છે. વળી આ માર્ગને પામવો સામાન્ય સગૃહસ્થ માટે દુર્ગમ છે કારણ કે સાચા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ સહિત ક્રમે કરીને તેમાં આહાર, નિદ્રાજ્ય, આસન, ઈન્દ્રિયજય અને મનોજય કરવા પડે છે. આવી પ્રયોગરૂપ, પદ્ધતિસરની આધ્યાત્મિક સાધના મુખ્યપણે વ્યવસ્થિત ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલા અભ્યાસ દ્વારા જ સિદ્ધ થઈ શકે છે. ત્રણેય મુખ્ય આર્ય પરંપરાઓમાં (વેદોક્ત, બૌદ્ધ અને જૈન) આ કાળે આવી શુદ્ધ પરંપરાગત તાત્ત્વિક સાધના પ્રાયે દૃષ્ટિગોચર થતી નથી. આવા સંજોગોમાં પ્રયોગરૂપ ધ્યાનમાર્ગની સમ્યકૃપણે આરાધના કરવી મોટા ભાગના સાધકોને માટે કઠિન છે અને તેથી સ્વાભાવિક રીતે જ મોટા ભાગના સાધકોને માટે મુખ્યપણે ભક્તિમાર્ગની આરાધના સહજ, સરળ, નિર્વિઘ્ન, રુચિકર અને શ્રેયસ્કર જણાય છે. ભક્તિમાર્ગ : | સાધનાના પંથમાં ભક્તિમાર્ગનો આશ્રય કરવાથી જે વિવિધ લાભોનો અનુભવ થાય છે તેમાંના મુખ્ય મુખ્ય નીચે પ્રમાણે છે : (૧) સરળતા : ભક્તિમાર્ગમાં પરમાત્મા અથવા સદ્ગુરુ સાથેના દિવ્ય પ્રેમની સાધના કરવી એ મુખ્ય લક્ષણ છે. હવે, સામાન્ય મનુષ્ય, વ્યવહારજીવનમાં Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ (મોહ) કરવાથી એટલો બધો ટેવાઈ ગયો છે કે પ્રેમ કરવો એના માટે જાણે કે સહજ-સ્વાભાવિક બની ગયું છે. આવો મનુષ્ય જ્યારે ભક્તિમાર્ગની આરાધના તરફ પ્રવૃત્ત થાય છે ત્યારે તેણે જગતના પદાર્થો પ્રત્યે વહેતી પોતાના પ્રેમની દિશાને વાળીને ધીમે ધીમે શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ સન્મુખ કરવાની છે. આ પ્રક્રિયાને થોડી સમજણપૂર્વક અપનાવવામાં આવે તો તેમાં કઠિનતા અનુભવાશે નહિ. આમ કરવામાં આવતાં ભક્તિમાર્ગની જે એક નબળી કડી-અંધશ્રદ્ધા-તેનો પણ સહેલાઈથી પરાભવ થઈ શકે છે, કારણ કે ભક્તિને સમજણ અને યુક્તિવાળી બનાવવામાં આવી છે. જેમ જેમ ઔપાધિક પ્રીતિને જાત્યંતર કરીને નિરુપાધિક બનાવવામાં આવે છે તેમ તેમ પાપ-પ્રવૃત્તિ ઘટતી જાય છે, નિઃસ્વાર્થપણું વધતું જાય છે, કામક્રોધાદિ ભાવોનો ધીમે ધીમે ઉપશમ થવા સાથે પુણ્યની સહજ વૃદ્ધિ થતી જાય છે, ચિત્ત પ્રસન્નતા અનુભવે છે અને સદાચારાદિ સુદઢ થતાં જાય છે. કહ્યું છે તેમ : “ભગવાનના દર્શન-પૂજનાદિથી પાપોનો વિનાશ થાય છે, સ્વર્ગના સોપાનની અને મોક્ષના કારણની સિદ્ધિ થાય છે, ઉપસર્ગો ક્ષય પામે છે, વિનોની વેલીઓનો નાશ થાય છે અને મન પ્રસન્નતાને પામે છે.” આવા વ્યક્તિત્વનો ઉદય થતાં આત્મજ્ઞાનપ્રાપ્તિની ભૂમિકા બંધાય છે; તેમ વળી આ પ્રકાર ભજવામાં વિશેષ કઠિનતા નથી, કારણ કે આપણે જોયું તેમ આ પ્રક્રિયામાં માત્ર પ્રેમની દિશાને બદલવાના પુરુષાર્થ સિવાય કોઈ અન્ય કઠિન પરિશ્રમ કરવો પડતો નથી. બીજાં સાધનો કરતાં ભક્તિ (માર્ગ)માં સુલભતા છે. તેથી જ સંતોએ કહ્યું : (ચોપાઈ) ભગતિ કરત બિનુ જતન પ્રયાસા. સંસ્કૃતિ મૂલ અવિધા નાસા | અસિ હરિભગતિ સુગમ સુખદાઈ કો અસ મૂઢ ન જાહિ સોહાઈ ! (૨) માન-અહંકારનો નાશ : પરમાત્મા અને સદ્દગુરુની નિશ્રામાં કે આશ્રયમાં રહીને આત્મસાધના કરવાથી મનુષ્યભવમાં જે સૌથી મોટા શત્રુરૂપ છે એવા માન-અહંકાર વગેરે Page #10 -------------------------------------------------------------------------- ________________ ૯ દોષોને માથું ઊંચકવાનો મોકો જ મળતો નથી અને સ્વચ્છંદ, અતિવાચાળપણું વગેરે દોષો પણ સહેલાઈથી વિલય પામે છે. શાસ્ત્રોક્ત વિધિથી ભાવપૂર્વક મંદિર જઈને ભગવાનને અષ્ટાંગ નમસ્કારાદિ કરવાથી તથા પૂજા, પાદસ્પર્શ, પાદપ્રક્ષાલન વગેરે કરવાથી સાધકમાં રહેલો અભિમાનનો ભાવ તૂટતો જાય છે. પોતાની લઘુતા અને પ્રભુની પ્રભુતા સમાતાં તેના હૃદયમાં પરમ પ્રેમનો અને પવિત્રતાનો સંચાર થાય છે અને દાસાનુદાસપણે રહીને તેની સાધના નિર્વિઘ્નપણે આગળ વધે છે. કહ્યું છે માનાદિક શત્રુ મહા, નિજછંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.* (૩) સર્વસુલભતા-બહુજનસાધ્યતા : ભક્તિમાર્ગની આરાધનાનો પ્રારંભ કરવા માટે ઘણી યોગ્યતા ન હોય તોપણ ચાલે. સામાન્ય મનુષ્ય કે જે બહુ ભણેલો ન હોય, જેની બુદ્ધિશક્તિ બહુ ખીલેલી ન હોય, સ્મરણશક્તિ કે ગ્રહણશક્તિ સામાન્ય હોય તોપણ તે પ્રભુભક્તિમાં લાગી શકે છે. તર્ક દ્વારા તત્ત્વવિશ્લેષણ કરવાની અને મધ્યસ્થપણે ગુણ-દોષનું સૂક્ષ્મ પૃથક્કરણ કરવાની શક્તિ ન હોય તોપણ દેવ-ગુરુ-ધર્મનું સામાન્ય ઓળખાણ કરી, તેમની આજ્ઞા પ્રમાણે આરાધના કરવાથી ઘણી જ મોટી સંખ્યામાં મનુષ્યો આ સાધનાપદ્ધતિ દ્વારા આત્મકલ્યાણને પામી શકે છે. (૪) સાદો, સીધો, નિષ્કંટક માર્ગ : એક વાર સાચા દેવ-ગુરુ-ધર્મની યથાર્થ ઓળખાણ થઈ જાય અને સત્સંગના યોગે થોડીઘણી પ્રીતિ જાગી જાય ત્યાર પછી આ માર્ગમાં વિઘ્નો નહિવત્ છે. કોઈ પ્રકારના વાદવિવાદોમાં ઊતરવું પડતું નથી, કોઈ ગલીકૂંચીવાળો રસ્તો નથી, કે વાંકાચૂંકા જવાની જરૂર નથી. શાસ્ત્રમાં આ માર્ગને * શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર-૧૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ “આજ્ઞાનું આરાધન એ ધર્મ, આજ્ઞાનું આરાધન એ તપ” એ પ્રકારે કહ્યો છે. અહીં તો સદ્ગુરુએ બતાવેલા માર્ગ ઉપર સીધી લીટીમાં (નાકની દાંડીએ) ચાલ્યા જ જવાનું છે. શ્રદ્ધા, નિષ્ઠા, ઉદ્યમ અને સરળતા સહિત સમર્પણભાવ આવતાં યોગ્ય ફળની પ્રાપ્તિ નિશ્ચિત જ છે; કારણ કે આ રસ્તે કોઈ દ્વિધા નથી, તે અનુભવસિદ્ધ માર્ગ છે અને પૂર્વે અનેક મહાત્માઓને તેના દ્વારા કલ્યાણની પ્રાપ્તિ થયેલી છે. પ્રસ્તુત ગ્રંથનું આયોજન : આ ગ્રંથને ત્રણ ખંડમાં વહેંચવામાં આવ્યો છે - (૧) પ્રથમ ખંડ - નવધા ભક્તિ (૨) બીજો ખંડ - સંત મહાત્માઓનાં ચરિત્રો (૩) ત્રીજો ખંડ – પ્રેરણાત્મક પદો, ધૂનો, ભજનો. (૧) પ્રથમ ખંડ : આ ખંડમાં ભક્તિમાર્ગની ભૂમિકા સહિત નવધા ભક્તિનું વર્ણન છે. પ્રારંભમાં ભક્તિનું સ્વરૂપ જણાવ્યું છે. ત્યાર પછી ભક્તિ માટે જેમનું અવલંબન લેવાનું છે તેવા શ્રી દેવ-ગુરુ-ધર્મનું સંક્ષેપમાં સ્વરૂપ બતાવ્યું છે. ભક્તિની સાધનાના મુખ્ય વિષયને આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવા માટે, નવ પ્રકારની ભક્તિ દ્વારા તેને રજૂ કર્યો છે. એક પછી એક પ્રકારની ભક્તિ દ્વારા કેવી રીતે સાધકની મલિનતા દૂર થાય છે, કેવી રીતે તે સદ્ગુણસંપન્ન બને છે, કેવી રીતે તેની દષ્ટિ તાત્ત્વિક, સૂક્ષ્મ અને સૂક્ષ્મતર થતી જાય છે અને છેલ્લે ભક્ત-ભગવાનની પારમાર્થિક એક્તાનું સ્વરૂપ લાધતાં કેવી રીતે તેનામાં “અનન્ય', “પરા” કે “સ્વરૂપ' ભક્તિ પ્રગટે છે તેનું આલેખન કર્યું છે. Jain Education Jnternational For Private & Personal use only w jainelibrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ (૨) બીજો ખંડ : બીજા ખંડમાં સંત-મહાત્માઓનાં ચરિત્રોનું સંક્ષેપમાં આલેખન કર્યું છે. જેમનાં ચરિત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે તેઓ બધા ઇતિહાસપ્રસિદ્ધ છે. જે મહાત્માઓએ પોતાના જીવનકાળ દરમિયાન વિશિષ્ટ સાધના કરી હોય, જેમના વ્યક્તિત્વમાં ભક્તિનું તત્ત્વ સ્પષ્ટપણે તરી આવતું હોય, જેઓએ પોતાના જમાનાના સમાજ ઉપર વિશેષ પ્રભાવ પાડ્યો હોય અને એવું સત્સાહિત્ય નિર્માણ કરેલું હોય કે જે સદીઓ સુધી ભક્ત-સાધકોને પ્રેરણાનો સ્ત્રોત બની રહે, તેવા મહાત્માઓના ગુણાનુવાદ આ ખંડમાં કર્યા છે. તેઓ બહુવિધ વ્યક્તિત્વવાળા છે, મહાકવિ છે, ભક્ત છે, જ્ઞાની છે, યુગપ્રધાન છે, તાર્કિક છે, વાદી છે, રિદ્ધિ-સિદ્ધિના ધારક છે, સિદ્ધાંતજ્ઞ છે, ન્યાય, ભાષા, અલંકાર, છંદ, શાસ્ત્રાદિ વિદ્યાઓના પારગામી છે અને તે તે કાળના રાજ્યકર્તા પુરુષોના પ્રતિબોધક પણ છે. આવા મહાપુરુષોનાં જીવનચરિત્રો ભક્તસાધકોને ખરેખર દીવાદાંડી સમાન બની રહો અને આપણા સૌના જીવનવિકાસમાં વિશેષ પ્રેરણાના સ્ત્રોત થાઓ ! (૩) ત્રીજો ખંડ ઃ આ ખંડમાં ભક્તિપોષક અને પ્રેરણાદાયી પદો, ભજનો અને ધૂનોનું સંકલન કરવામાં આવ્યું છે, જેની વિષયવાર યાદી અનુક્રમણિકામાં આપેલી છે. લેખનપદ્ધતિ :) (અ) ભક્તિમાર્ગના આચાર્યોને અનુસરીને વ્યવહારનયની મુખ્યતાથી આ ગ્રંથમાં સાદી ભાષામાં આલેખન કરેલું છે જેથી, ભક્તજનોને સમજવામાં સરળતા રહે અને શ્રદ્ધાનું બળ વધે. વળી આ પદ્ધતિને અનુસરવાથી પ્રાર્થનામાં કે પ્રાયશ્ચિત્તમાં ઈષ્ટદેવ કે શ્રીસદ્દગુરુ સાથે કેવી રીતે આત્મીયતા સ્થાપવી એનો પણ ખ્યાલ આવી શકે છે. જ્યારે જ્યારે ભગવાને કૃપા કરી અથવા Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સદગુરુએ આશીર્વાદ આપ્યા” એમ લખ્યું હોય ત્યારે આવા બનાવો શિષ્યની પાત્રતાની પરિપક્વતાથી, પુણ્યયોગના ફળરૂપે, યોગાનુયોગે બનેલા સહજ બનાવો જાણવા. વસ્તુનું મૂળ સ્વરૂપ આ પ્રમાણે હોવા છતાં, ભક્તિમાર્ગની આરાધનાના ક્રમિક વિકાસમાં શુદ્ધ અવલંબનની અને વિશિષ્ટ સત્સંગની ઉપયોગિતા જ નહિ, પણ અનિવાર્યતા સ્વીકારીને એક પછી એક, ઉપર ઉપરનાં સોપાનોનું અવલંબન લઈને સાધક કેવી રીતે આગળ વધે છે તેનું પણ સ્પષ્ટ આલેખન કર્યું છે. આ મુદ્દાનો વિસ્તાર “લઘુતા” અને “પ્રાર્થના'ના પેટાવિભાગોના આલેખનમાં જોઈ લેવા વાચકોને વિનંતી છે. ઉત્તમ કક્ષાની ભક્તિ એ વાંચવાનો, જાણવાનો, સમજવાનો, કહેવાનો કે લેખનનો વિષય નથી કારણ કે તે અતિ સૂક્ષ્મ છે, અનુભવરૂપ, વિરલ છે અને કોઈ સુપાત્રના જીવનમાં દીર્ધકાળની દઢ શ્રદ્ધા અને અભ્યાસના ફળરૂપે પ્રગટે છે; જેથી, અત્રે તે વિષે મૌન ભજવું શ્રેયસ્કર જણાય છે. (બ) વિષયનું પ્રતિપાદન મધ્યમ વિસ્તારથી કરેલું છે. (ક) પારિભાષિક શબ્દોનો ઉપયોગ તદ્દન ઓછો કરવામાં આવ્યો છે. (ડ) બિનસાંપ્રદાયિક અને પ્રયોગરૂપ આધ્યાત્મિક સાધનાના દૃષ્ટિકોણને જ સર્વત્ર મુખ્ય રાખવામાં આવ્યો છે. ત્રીજા ખંડમાં જયાં વિવિધ સંત-મહાત્માઓની કૃતિઓનું અવતરણ કરેલું છે ત્યાં, આધ્યાત્મિક દૃષ્ટિની મુખ્યતા રાખીને અત્રે પૃષ્ઠ ૧૫ ઉપર બતાવ્યા પ્રમાણે તે તે શબ્દોના અર્થ કરવા અને સમજવા વાચકોને વિનંતી છે. સંપ્રદાયબુદ્ધિને વશ થઈ પોતાના મત-પંથના કોઈ ભગવાન, સંત-મહાત્મા કે અન્ય કોઈ વ્યક્તિવિશેષ પ્રત્યે જ પ્રીતિ કરવી એ સાચા સાધકની દૃષ્ટિ નથી. પરંતુ ગુણોની અધિક્તાને લઈને, તે તે પુરુષોના વ્યક્તિત્વની સાચી ઓળખાણ કરીને, તેમના ગુણોમાં અનુરક્ત થઈ તેવા ગુણો પોતે પણ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવો તે જ પારમાર્થિક ભક્તિ છે. આ વાત ફરી ફરી વિચારી, સાધકે દૃષ્ટિરાગ કે Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વ્યક્તિરાગ છોડી ગુણાનુરાગ કેળવવો યોગ્ય છે. ગ્રંથની ઉપયોગિતા : (૧) નિજભાવનાની વૃદ્ધિ : આ ગ્રંથ લખતી વખતે અને સંકલન કરતી વખતે અનેક શાસ્ત્રો, મહાપુરુષોનાં ચરિત્રો અને પદ-ભજનો વગેરે વાંચવાનું, વિચારવાનું અને અભ્યાસવાનું સૌભાગ્ય લેખકને પ્રાપ્ત થયું, તે દ્વારા તેની ધર્મભાવનામાં વૃદ્ધિ થઈ છે. (૨) પાથેયનું એકીકરણ : સમયની તંગીના આ જમાનામાં ભક્તસાધકોને એક જ ગ્રંથમાં ભક્તિમાર્ગનું વિવિધલક્ષી અને ઉપયોગી પાથેય મળી રહે, જેથી તેમને અનેક ગ્રંથોનો આશ્રય કરવાનો પરિશ્રમ અને સમય બચી જાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. (૩) અધ્યાત્મજીવનમાં ભક્તિનું વિશિષ્ટ સ્થાન : ઘણાં મુમુક્ષુઓ એમ માનતા હોય છે કે ‘અધ્યાત્મશાસ્ત્રો વાંચીને જ્ઞાનની પ્રાપ્તિ કરી લઈશું, તેમાં સદ્ગુરુ કે પરમાત્માની ભક્તિની શી આવશ્યક્તા છે ?' બુદ્ધિની મલિનતા દ્વારા કુતર્કનો આશ્રય કરવાથી ઊપજેલો તેમનો આવો ભ્રમ આ ગ્રંથના સમ્યક્ પરિશીલનથી દૂર થવા યોગ્ય છે. (૪) અધ્યાત્મ-સંગીતથી ભાવવિશુદ્ધિ : આ ગ્રંથના પ્રથમ ખંડમાં આપેલાં વિવિધ અવતરણોનું, તથા તૃતીય ખંડમાં ઉધૃત કરેલાં ભક્તિપદોનું, ભજનોનું, ગાથાઓનું, ધૂનોનું, મંત્રોનું કે એવા બીજાં પદોનું શાંત પવિત્ર વાતાવરણમાં રહીને, લયબદ્ધ અધ્યાત્મસંગીત સહિત ભાવપૂર્વક ઉચ્ચારણ કરતાં વિશિષ્ટ ભાવોલ્લાસ, રોમાંચ, પવિત્ર સ્પંદનોનું વેદન અને ભાવોની વિશુદ્ધિ આદિ અનેક પ્રકારની અનુભૂતિ થાય છે. આ કારણથી બને તેટલાં પદોનાં છંદ, રાગ, ઢાળ તે તે પદોને મથાળે આપ્યા છે. આવી ભક્તિ વારંવાર કરવા વાચકવર્ગને ખાસ ભલામણ છે. આ અર્થે જિજ્ઞાસુઓએ જાણકાર કે નિષ્ણાત અનુભવી સંગીતજ્ઞ ભક્ત પાસે થોડા સમય (છ-બાર Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મહિના) અભ્યાસ કરવો. આવો અભ્યાસ પૂરો કરીને, પોતે જ્યાં રહેતો હોય ત્યાં પાંચ દસ જિજ્ઞાસુ ભક્તો ભેગા મળી, જો લયબદ્ધ ભાવભક્તિનો પ્રયોગ કરશે તો તેમણે શાસ્ત્રોક્ત ‘કીર્તન' નામની ભક્તિ કરી ગણાશે; જે જનસામાન્યને વિશેષપણે રુચિકર અને પ્રેરક હોવાથી ધીમે ધીમે એક અગત્યનું ધર્મપ્રભાવનાનું કારણ બનશે. આવા ઉચ્ચ કક્ષાના ભાવમય અધ્યાત્મસંગીતની આ કાળમાં ખૂબ જ આવશ્યક્તા છે, અને સ્વ-પર-કલ્યાણમાં - પવિત્રતાની પ્રાપ્તિમાં - તે ખૂબ સહાયભૂત થાય છે એવો આ લેખકના જીવનનો પ્રગાઢ અનુભવ છે. છેલ્લે, આ ગ્રંથમાં જે કાંઈ પણ સારભૂત લાગે તે સદ્ગુરુ-સંતોની કૃપાનું ફળ છે એમ જાણી, વિવેકી સજ્જનો તેને અપનાવશે અને તેમાં રહી ગયેલી ત્રુટિઓ પ્રત્યે અંગુલિનિર્દેશ કરીને, ઉદાર ચિત્ત રાખી, લેખકને ક્ષમા ક૨શે એવી ભાવના ભાવી વિરમું છું. ૐ શાંતિઃ — આત્માનંદ Page #16 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથમાં આવેલા કેટલાક શબ્દોના અર્થ આ ગ્રંથમાં કેટલાક પરમાત્મવાચક શબ્દો વાપરવામાં આવ્યા છે, તે શબ્દોનો આધ્યાત્મિક અર્થ અહીં આપ્યો છે. વાચકોને પણ તે શબ્દોનો આ દૃષ્ટિથી અર્થ સમજવા અને સાંપ્રદાયિક કે વ્યક્તિવાચક દૃષ્ટિથી અર્થ ન કરવા વિનંતી છે. (૧) રામ : રમત્તે યોનિનો સ્મિ– જેમાં યોગીઓ રમણતા કરે છે, તલ્લીન થાય છે તે શુદ્ધ આત્મા. (૨) વિષ્ણુ : પોતાના જ્ઞાન દ્વારા જે સર્વત્ર વ્યાપે છે તે, સર્વજ્ઞ પરમાત્મા. (૩) શંકર : જે કલ્યાણ કરનારા છે તે, પરમાત્મા. (૪) રહીમ : જે સર્વ જીવો પર રહેમ અથવા દયા કરે છે તે. (૫) પારસ : જે પોતાના સ્વરૂપનો સ્પર્શ કરે છે તે. (૬) હરિ : જે પાપોને અને તાપોને હરવાવાળા છે તે. (૭) મહાદેવ : રાગ અને દ્વેષરૂપ મલ્લોને જેમણે જીત્યા છે તે મોટા દેવ–મહાદેવ છે. (૮) શિવ : શિવ એટલે કલ્યાણ. જે પોતે કલ્યાણ સ્વરૂપ છે અને અન્ય જીવોને પણ કલ્યાણનું નિમિત્ત છે તે. (૯) સુગત : જેઓ રૂડી–ઉત્તમ ગતિને (મોક્ષને પામ્યા છે તે. (૧૦) જિન : વિકારોના, કર્મોના અને ઇન્દ્રિયોના જીતનારા તે જિનપરમાત્મા. (૧૧) નારાયણ : જે મનુષ્યો તેના શરીર)માં રહે છે તે, ચૈતન્ય સ્વરૂપી આત્મા. (૧૨) શ્રીપતિ : અનંત જ્ઞાનરૂપી લક્ષ્મી(શ્રી)ના પતિ સર્વજ્ઞ પરમાત્મા. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વિષયાનુક્રમ આરંભમાં સમર્પણ, આભાર-દર્શન, પ્રકાશકીય નિવેદન અને પ્રસ્તાવના. પ્રથમ ખંડ : નવધા ભક્તિ ભક્ત અને ભગવાન ભક્તનું સ્વરૂપ, ભક્તનાં લક્ષણો (વિવેક, નિઃસ્વાર્થપણું, શારીરિક પાપકાર્યોનો ત્યાગ, ભક્તિક્રમના અભ્યાસમાં ઉત્સાહ, પ્રસન્નતા, અનાસક્તિનો અભ્યાસ) ભગવાન અથવા પરમાત્મા શ્રી સદ્ગુરુનું સ્વરૂપ શુદ્ધ ધર્મપ્રરૂપક શાસ્ત્રો (૨) ભક્તિના વિવિધ પ્રકારો ભક્તિની ઉત્પત્તિનો ક્રમ અને તેનું મનોવિજ્ઞાન નવધાભક્તિની આરાધના શ્રવણ-કીર્તન શ્રવણ (શ્રવણધર્મની આરાધનાની અગત્ય) કીર્તન (કીર્તનની સાધના પદ્ધતિ, ઉત્તમ કીર્તનકાર એક વિરલ વિભૂતિ, વર્તમાનકાળના સંદર્ભમાં સંકીર્તન-ભક્તિ) ૧૭-૧૮ (૪) વંદન-સેવન આરાધનાપદ્ધતિ, પૂજા (દ્રવ્યપૂજા, ભાવપૂજા) વંદન-સેવા-પૂજા : એક દૃષ્ટિ-વ્યક્તિગત–સામૂહિક સામાજિક, પ્રૌઢાવસ્થામાં ધર્મજીવનનું આયોજન. ૨૬-૩૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭ (૫) ચિંતવન-ધ્યાન સાધનાપદ્ધતિ, (જાપ, ચિંતવન, ધ્યાન), નામસ્મરણના અભ્યાસમાં ઉપયોગી મુદ્દા, ચિંતનમાં અવલંબનની વિવિધતાનો સ્વીકાર, ધ્યાન. ૩૭-૪૭ લઘુતા સાધનાપદ્ધતિ, પ્રાર્થના, ભક્તના મુખ્ય ચાર પ્રકારો, આધ્યાત્મિક અભિગમ (લઘુતા સહિત આત્મસમર્પણ, વિશ્વાસ, નિઃસ્પૃહતાપૂર્વક નિજદોષકથન, પ્રાર્થનાનું વિજ્ઞાન, કરેલા દોષો ફરી ન કરવાની પ્રતિજ્ઞા) ૪૮-૬૬ (૭) સમતા-એક્તા સમતા (ભક્તિનો સૂક્ષ્મભાવ), એક્તા, સમતા-એક્તાની પ્રાપ્તિની વિવિધ ભૂમિકાઓ ૬૭-૭૬ બીજો ખંડ : સંત-મહાત્માઓનાં ચરિત્રો (૨). ૮૬ (૮) સંત-ભકતોનાં ચરિત્રો (૧) આદ્યસ્તુતિકાર શ્રી સમંતભદ્ર સ્વામી યુગપ્રધાન આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર (૩) મહાકવિ શ્રી માનતુંગાચાર્ય ભયશોગાથાકાર શ્રી જિનસેન (૫) સભ્ય મૂર્તિ આચાર્ય શ્રી અમિતગતિ (૬) મહાપ્રભાવક શ્રી હેમચંદ્રાચાર્યજી (૭) મેધાવી મહાકવિ આશાધરજી (૮) ભક્તસાહિતી આ સકલકીર્તિ છે 9 S S S , 8 ૮૯ ૯૧ ૧૦૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧ ૮ (૯) મહાત્મા કબીરદાસજી (૧) ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા (૧૧) પ્રભુપ્રેમદીવાની મીરાંબાઈ (૧૨) પરમભક્ત અધ્યાત્મયોગી શ્રી આનંદધનજી (૧૩) ભક્ત કવિશ્રી ઘનતરાયજી (૧૪) પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી (૧૫) ભક્ત-કવિ શ્રી નાનચંદ્રજી મહારાજ ૧૦૫ ૧૦૯ ૧૧૩ ૧૧૮ ૧ ૨૩ ૧૨૮ ૧૩ર. ત્રીજો ખંડઃ પ્રેરણાત્મક પદો - ધૂનો - ભજનો (૯) ૧૪૧ ૧૪૩ ૧૪૬ ૧૫૭ ભજન-ધૂન-પદસંચય પંચ મંગળપદને નમસ્કાર (૧) વૈરાગ્યપ્રેરક પદો (૨) પ્રભુભક્તિનાં પદો સત્સંગ-સદ્દગુરુ-માયાભ્યનાં પદો (૪) મનુષ્યભવની દુર્લભતા દર્શાવનારાં પદો (૫) આત્મા અને આત્મજ્ઞાન-સંબંધી પદો (૬) પ્રકીર્ણ પદો (૭) પ્રાર્થના અને આરતી (૮) શાંતિદાયક ધૂનો પરિશિષ્ટ ૧૬૫ ૧૬૮ ૧૭૫ ૧૭૭ ૧૮૪ ૧૮૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ -પ્રથમ-ખંડ _વિધા ભકિ Page #21 -------------------------------------------------------------------------- ________________ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧ ભૂમિકા : આત્મકલ્યાણની શ્રેણીને પામવા માટે ભારતીય તત્ત્વજ્ઞાનીઓએ મુખ્ય ત્રણ પ્રકારની સાધનાપદ્ધતિઓનો સ્વીકાર કરેલો જોવામાં આવે છે : ભક્તિમાર્ગની સાધના, જ્ઞાનમાર્ગની સાધના અને યોગમાર્ગની સાધના. પ્રાથમિક ભૂમિકાઓમાં ચિત્તશુદ્ધિને માટે નિઃસ્વાર્થ સેવાને પણ ઉપકારી જાણીને ઘણા તત્ત્વવિચારકોએ નિષ્કામ કર્મયોગને પણ એક વિશિષ્ટ સાધનાપદ્ધતિ તરીકે સ્વીકારેલ છે. વ્યાખ્યા : ભક્ત અને ભગવાન પ્રસ્તુત ગ્રંથમાં અધ્યાત્મ દૃષ્ટિકોણને મુખ્ય રાખીને આપણે ભક્તિમાર્ગની આરાધનાની સર્વતોમુખી વિચારણા કરવાના છીએ . પરમાત્મા પ્રત્યેના દિવ્ય પ્રેમને ભક્તિ કહેવામાં આવે છે.૧,૨ આ પ્રેમભક્તિની આરાધના દરમ્યાન જ્યારે આ લોકની અને પરલોકની સર્વ ઇચ્છાઓનો ત્યાગ કરવામાં આવે છે ત્યારે તે નિર્મળ ભક્તિ શીઘ્ર ચિત્તશુદ્ધિનું કારણ બને છે અને સાધક-ભક્ત આત્મકલ્યાણના માર્ગે ત્વરિત ગતિથી પ્રયાણ કરી શકે છે. આ કક્ષાએ બે વસ્તુ સારી રીતે જાણી લેવી જોઈએ : (૧) ભક્ત કેવા હોય, અને (૨) ભગવાન (ઉપલક્ષથી ગુરુ અને શાસ્ત્ર) કેવા હોય. પ્રથમ ભક્તના સ્વરૂપનો વિચાર કરીએ : ૧. તે ભક્તિ પરમાત્મામાં પરમ પ્રેમ કરવારૂપ છે, કોઈ સુપાત્રમાં ક્યારેક પ્રગટે છે, અતિસૂક્ષ્મ અને અનુભવરૂપ છે. ૨. - ભક્તિસૂત્ર નં. ૨-૫૩-૫૪ : શ્રી નારદજી વિરચિત. પરમાત્મા (અરિહંત), આચાર્ય, વિશિષ્ટ શાસ્ત્રજ્ઞ તથા પ્રવચન પ્રત્યે વિશુદ્ધ પ્રેમ તે ભક્તિ છે.~ સર્વાર્થસિદ્ધિ ૬-૨૪ : શ્રી પૂજ્યપાદ સ્વામી. Page #23 -------------------------------------------------------------------------- ________________ ભક્ત અને ભગવાન ભક્તનું સ્વરૂપ : ભક્ત શબ્દ મન્ ધાતુ ઉપરથી બનેલો છે. મન્ ધાતુનો અર્થ સેવા કરવી, ભજન કરવું એવો થાય છે. મુખ્યતે મનયા તિ મ., મત્ત બનવા ફતિ —િએમ વ્યુત્પત્તિ થઈ શકે છે. જે પ્રભુમાં પ્રીતિવાળો હોય, નિષ્ઠાવાળો હોય, સેવા-પૂજા-સ્મરણ કે કોઈપણ અન્ય પ્રકારે પ્રભુની ભક્તિ કરનાર હોય તે ભક્ત છે. જે આવો ભક્ત હોય તેનું વ્યક્તિત્વ કેવું હોય તે હવે આપણે જોઈએ; જેથી આપણને તેવું વ્યક્તિત્વ કેળવવાની પ્રેરણા મળે–અને જો આપણે ભક્ત હોઈએ તો આપણી સાધનાની શ્રેણી કેટલી ઊંચી છે તેનો પણ ક્યાસ (તાગ) નીકળી શકે. ભક્તિમાર્ગની આરાધનાની પ્રથમ અને મધ્યમ ભૂમિકામાં રહેલા ભક્તનાં મુખ્ય મુખ્ય લક્ષણો સંક્ષેપમાં નીચે પ્રમાણે કહ્યાં છે : ભક્તનાં લક્ષણો ઃ ૧. વિવેક, ૨. નિઃસ્વાર્થપણું, ૩. શારીરિક પાપકાર્યોનો ત્યાગ, ૪. ભક્તિક્રમના અભ્યાસમાં ઉત્સાહ, પ. પ્રસન્નતા, ૬. અનાસક્તિનો અભ્યાસ. (૧) વિવેક : અહીં હજુ વ્યાવહારિક વિવેકની જ મુખ્યતા હોય છે. સારું શું અને નરસું શું, ભક્ષ્ય શું અને અભક્ષ્ય શું, પુણ્ય શું અને પાપ શું, હિંસા શું અને અહિંસા શું, સ્વધન-સ્વસ્ત્રી શું અને પરધન-પરસ્ત્રી શું ? વગેરે વસ્તુઓનો વ્યવસ્થિતપણે ભેદ પાડીને રૂડી વસ્તુઓને અહીં ગ્રહણ કરવામાં આવે છે અને આત્મકલ્યાણમાં (ભક્તિની આરાધનામાં) બાધક વસ્તુઓનો અપરિચય-ત્યાગ-કરવામાં આવે છે. “ધર્મ સારો છે,” “સત્યઅહિંસા પાળવાં જોઈએ.” “સંતોનો આદર કરવો જોઈએ” વગેરે બાબતોના સ્વીકારની આ ભૂમિકા છે. | (૨) નિઃસ્વાર્થપણું જ્યાં તીવ્ર સ્વાર્થવૃત્તિ હોય ત્યાં સત્કાર્યમાં પ્રવૃત્તિ બની શક્તી નથી. સ્વાર્થ એટલે કે પાંચ ઇન્દ્રિયોના વિષયોની Page #24 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના સગવડતા મેળવવાની લોલુપતા. રોજ-બ-રોજના જીવનમાં વિચારીએ તો નિઃસ્વાર્થતાનો અર્થ છે : “કમ ખાના ઔર ગમ ખાના,” “મારે તો જે હશે તે ચાલશે,” “ચાલો, તમારી સાથે (પરમાર્થનું) કમ કરવા આવુ છું,” “મારે તો આ કામ કરવામાં કંઈ પણ વેતન લેવાનું નથી” ઇત્યાદિ. (૩) શારીરિક પાપકાર્યોનો ત્યાગ : જોકે જિજ્ઞાસુ ભક્ત મનથી અને વાણીથી પણ પાપકાર્ય કરવા ઇચ્છતો નથી તોપણ હજુ તેટલી સ્થિતિને પહોંચ્યો નથી તેથી લડાઈ-ઝઘડો નિવારે છે, વિશ્વાસઘાત કરતો નથી, દારૂ, જુગાર, ચોરી અને વ્યભિચારનો અવશ્ય ત્યાગ કરે છે, માંસાહાર છોડે છે. આમ, સ્થૂળપણે પાપત્યાગની ભૂમિકાની સાધના દ્વારા પોતાની પાત્રતા વધારે છે. (૪) ભક્તિક્રમના અભ્યાસમાં ઉત્સાહ : પોતાના જીવનને પવિત્ર બનાવનાર એવાં સાધનોમાં નિયમિતપણે પ્રવર્તે છે એટલે કે સત્સંગમાં ઉત્સાહપૂર્વક જાય છે, સાંચન કરે છે અને કરાવે છે, પ્રભુદર્શન કે તીર્થદર્શનમાં ઉમંગવાળો રહે છે અને નિયમિતપણે સવારે, બપોરે કે સાંજે સ્તોત્ર, મંત્ર, પ્રાર્થના, પારાયણ, જાપ, વન્દના કે ભક્તિક્રમ હોય તેને નિયમથી આદરે છે. ધાર્મિક કાર્યોમાં ઉત્સાહ એ આ કક્ષાએ અગત્યનું લક્ષણ છે. (૫) પ્રસન્નતા : જોકે આ લક્ષણનો વિશિષ્ટ વિકાસ તો આગળની ભૂમિકામાં થાય છે તોપણ અહીંથી જ તેની શરૂઆત થઈ જાય છે. કોઈ ધર્મકાર્ય ‘વેઠ’રૂપે કરવામાં આવતું નથી. તે ભક્ત દિવેલિયા કે ઉદાસ ચહેરાવાળો રહેતો નથી. સર્વ કાર્યો કરતાં અને ખાસ કરીને ધર્મઅનુષ્ઠાનો કરતી વખતે તે ચિત્તની પ્રસન્નતા જારી રાખે છે. (૬) અનાસક્તિનો અભ્યાસ ઃ જે ધર્મને ઇચ્છે છે, પ્રભુ-પ્રેમને આરાધે છે, તે ધર્મના પ્રાણસ્વરૂપ એવી અનાસક્તિને પણ ઇચ્છે છે અને Page #25 -------------------------------------------------------------------------- ________________ ભક્ત અને ભગવાન તેથી કોઈપણ પ્રકારની મોહાંધતાને વિશે રુચિપૂર્વક - બુદ્ધિપૂર્વક પ્રવર્તતા નથી. આમ કરવા માટે ખાવામાં, પીવામાં, હરવા-ફરવામાં, વાતચીતમાં, ધંધા-વ્યાપારમાં, લેણદેણમાં, કૌટુંબિક સંબંધોમાં કે અન્ય કોઈ પણ કાર્યમાં તે ભક્ત તીવ્રપણે આસક્ત થઈ જતો નથી. જગતના સમસ્ત પદાર્થો પ્રત્યેની મોહમાયાને ઘટાડવાનો પ્રયત્ન ભક્તજન નિરંતર કર્યા જ કરે છે. માટે જ કહ્યું છે : (દોહરા) વિષયસે લગી પ્રીતડી, તબ હરિ અંતર નાહિં; જબ હરિ અંતરમેં બસે, પ્રીતિ વિષયસે નહિં. - કબીરનાં આધ્યાત્મિક પદો ૧-૬-૧ આ પ્રમાણે ઉપર વર્ણવેલા ગુણો જયારે ભક્તના જીવનમાં પ્રગટે છે અને પરિપક્વતાને પામે છે ત્યારે તે ખરેખર ભક્તિની આરાધનામાં ત્વરાથી આગળ વધે છે. આવા ભક્તનું સુંદર શબ્દચિત્ર શ્રીરામચરિતમાનસમાં દષ્ટિગોચર થાય છે : (ચોપાઈ) સરલ સુભાવ ન મન કુટિલાઈ | જથા લાભ સંતોષ સાદાઈ | બૈર ન બિગ્રહ આસ ન ત્રાસા ! સુખમય તાહિ સદા સબ આસા ! અનારંભ અનિકેત અમાની અનધર અરોષ દચ્છપ વિજ્ઞાની | પ્રીતિ સદા સજ્જન સંસર્ગાતૃન સમ વિષય સ્વર્ગ અપવર્ષા આવો જે ભક્ત તેણે કોની ભક્તી કરવી ? અને શા માટે કરવી ? એમ પ્રશ્ન થાય તેનો ઉત્તર એ છે કે તેણે ભગવાનની, સદ્ગુરુની અને શુદ્ધ ૧. ઘર વગરના ૨. વિનયી ૫. કુશળ ૬. મોક્ષ ૪. ક્ષમાવાન, પાપરહિત Page #26 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના ધર્મપ્રરૂપક શાસ્ત્રોની ભક્તિ કરવી. આવી ભક્તિનું પ્રયોજન પોતાના ચિત્તને નિર્મળ અને સ્થિર કરવાનું છે કારણ કે આવા નિર્મળ હૃદયમાં જ ભગવાનનાં દર્શન સહેજે થઈ શકે છે. કહ્યું છે કે ૧. પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમનિધાન જિનેસર ! હૃદયનયણ નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જિનેસર ! ધર્મજિનેશ્વર ગાઉં રંગશું —શ્રીમદ્ આનંદધનજીકૃત ધર્મનાથસ્વામીનું સ્તવન (દોહરા) ૨. મન ઐસા નિર્મલ ભયા, જૈસે ગંગાનીર । પાછે પાછે હરિ ફિરે, કહત કબીર કબીર || સરળ હૃદય સહિત એવી શુદ્ધ વસ્તુનું અવલંબન લેવું જોઈએ કે જેની સાથે સંપર્ક થતાં, પરિચય થતાં, મગ્નતા થતાં ભક્તનું જીવન પણ ત્વરાથી શુદ્ધિને પ્રાપ્ત કરે. (૧) ભગવાન અથવા પરમાત્મા : લૌકિક કાર્યોમાં આપણે જેવા થવું હોય તેવો આદર્શ ખ્યાલમાં રાખીને તે આદર્શની આરાધના કરીએ છીએ. જેમ કે ધનનો અર્થી રાજાને સેવે છે અથવા ભારતનો દેશભક્ત મહાત્મા ગાંધીજી અથવા સુભાષચંદ્ર બોઝને ખ્યાલમાં રાખીને પોતાનું જીવન ઘડે છે. પરમાર્થ માર્ગમાં આ જ પ્રમાણે ભક્ત પણ તેવા પરમાત્માને ભજે છે, જેમાં સર્વ સદ્ગુણો પૂર્વપણે પ્રગટી ગયા હોય. પરમાત્માના અનન્ત ગુણો મધ્યે તેમનું પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ અને વક્તાપણું મુખ્ય છે. જ્ઞાનને રોકનારાં એવાં જ્ઞાનાવરણીય કર્મોનો, આનંદને રોકનારી એવી ચિત્તની અસ્થિરતાનો અને વક્તાપણાને રોકનાર એવા પક્ષપાતનો અને અલ્પજ્ઞતાનો જેમણે પૂર્ણપણે પરાભવ કર્યો છે અને તેના ફળસ્વરૂપે જેઓએ પૂર્ણ જ્ઞાનાનંદદશા સહિત સર્વોત્કૃષ્ટ વક્તાપણું પ્રગટ કર્યું છે તેવા વીતરાગ પરમાત્માની ભક્તિ વિવેકી ભક્તોને પરમ પ્રિય હોય છે. આવા પરમ શાંત ભાવને પ્રાપ્ત થયેલા પરમાત્મા, જેમના દર્શનથી ભક્તમાં અત્યંત શાંત, શીતળ, Page #27 -------------------------------------------------------------------------- ________________ ભક્ત અને ભગવાન ૧ ઉપશમ, પવિત્ર ભાવોની ઊર્મિઓ જાગે. તેમને ભજવાથી ભક્તનું કાર્ય શીઘ્ર સિદ્ધ થાય છે. તેમનું સંક્ષિપ્ત સ્વરૂપ સત્પરુષોએ આ પ્રમાણે વર્ણવ્યું છે : (સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિઇ...એ દેશી) જિસને રાગદ્વેષ કામાદિક જીતે, સબ જગ જાન લિયા, સબ જીવોંકો મોક્ષમાર્ગકા નિઃસ્પૃહ હો ઉપદેશ દિયા, બુદ્ધ વીર જિન હરિહર બ્રહ્મા, યા ઉસકો સ્વાધીન કહો, ભક્તિભાવસે પ્રેરિત હો યહ, ચિત્ત ઉસીમેં લીન રહો.૧ (દોહરા) ૨. બાહ્ય તેમ અત્યંતરે ગ્રંથ ગ્રંથિ નહિ હોય, પરમ પુરુષ તેને કહો, સરળ દૃષ્ટિથી જોય.* ૩. નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને લોક્ય પ્રકાશક.૩ ૪. આત્મિક ઐશ્વર્ય, સંપૂર્ણતા, ધર્મમયતા, સુકીર્તિ, આત્મલક્ષ્મી અને જ્ઞાનવૈરાગ્ય - આ છે જ્યાં હોય ત્યાં ભગવત્પણું હોય છે. આવા સંપૂર્ણ ગુણોના ધારક પરમાત્માની ભક્તિ પરમ કલ્યાણકારક છે. તેથી અવશ્ય તે ભક્તિ કર્તવ્ય છે. હવે ભક્તિમાં બીજું અવલંબન છે શ્રી સદ્ગુરુદેવ. (ર) શ્રી સદ્ગુરુનું સ્વરૂપઃ જેમના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ ભક્ત આરાધના કરે છે તે સદ્ગુરુએ પણ પરાભક્તિ અર્થાત્ અનન્ય ભક્તિ પોતાના જીવનમાં સિદ્ધ કરી હોવી જોઈએ. જેઓએ આત્યંતિકપણે પરમાત્મા સાથે પરમ પ્રીતિનો સંબંધ સ્થાપિત કર્યો હોય, જેમનાં નેત્રોમાંથી અને વચનોમાંથી જગતના સર્વ જીવો પ્રત્યે કરુણા અને વાત્સલ્યની અમીધાર હતી હોય, જેઓ સ્વાર્થમય પ્રવૃત્તિનો ત્યાગ કરી કેવળ કરૂણાશીલતાથી અન્ય ભવ્ય ભક્તોને પરમાત્મા સાથે ૧. મેરી ભાવના-શ્રીમાન જુગલકિશોરજી મુખ્તાર ૨. શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૭૯-૫. ૩. મોક્ષમાળા શિક્ષાપાઠ ૫૬ : શ્રીમદ્ રાજચંદ્ર ૪. વિષ્ણુપુરાણ ૬-પ-૭૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના પ્રીતિ કરવાની રીતિ બતાવવામાં સહાયક થાય તેવા હોય–આવા લોકોત્તર પ્રેમાવતાર-સ્વરૂપ અને પ્રત્યક્ષ મૂર્તિમાન મોક્ષસ્વરૂપ શ્રી સદ્ગુરુદેવ આરાધક ભક્તોને પરમ શરણ, પરમ પ્રેરક અને પરમ પૂજ્ય છે. જેમનું શુદ્ધ ચારિત્ર, પ્રખર તેજ અને અનુભવયુક્ત દિવ્ય વાણી સુયોગ્ય ભક્તોના ચિત્ત ઉપર સહજપણે અધિકાર જમાવી લે છે તેવા સદ્ગુરુ કોને વંદ્ય નથી? મોટા મોટા રાજા, મહારાજા, નગરશેઠ, શાહુકારો કે ઉદ્યોગપતિઓ તો શું પણ ઈન્દ્ર આદિ દેવો પણ જેમના ચરણની રજ માથે ચડાવીને જેમનું શિષ્યત્વ સ્વીકારવા ઉત્સુક રહે છે. તેમના માહાભ્યનું વર્ણન વાણી દ્વારા કોણ કરી શકે? માટે આવા ઉત્તમ ગુરુની સેવા, ભક્તિ, આદર, સત્કાર સર્વ રીતે કરવા અને તેમનું શરણ ગ્રહણ કરવું એ આપણા સર્વતોમુખી શ્રેયનું કારણ છે. આવા ગુરુનું સ્વરૂપ જ્ઞાનીઓએ નીચે પ્રમાણે વર્ણવ્યું છે : (સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એ દેશી) વિષયોંકી આશા નહીં, જિનકે સામ્યભાવ ધન રખતે હૈં, નિજપરકે હિત સાધનમેં, જો નિશદિન તત્પર રહેતે હૈ, સ્વાર્થત્યાગકી કઠિન તપસ્યા, બિના ખેદ જો કરતે હૈ, ઐસે જ્ઞાની સાધુ જગતકે દુઃખસમૂહકો હરતે હૈ (દોહરા). સંત શિરોમણિ સર્વથી, શીતળ શબ્દ રસાળ; કરુણા સૌ પ્રાણી ઉપર, પૂરણ પરમ દયાળ. ભકિત-જ્ઞાન-વૈરાગ્યવંત, નિત્યાનિત્ય વિવેક, સમદષ્ટિ સૌને લેખવે, દેખે આત્મા એક. ચરણે આવે જે ચાહીને, તેને આપે અભેદાન, આત્મતત્ત્વ ઉપદેશ દઈ, કરે આપ સમાન. 2. ૧. મેરી ભાવના ૨. અધ્યાત્મકવિ શ્રી પ્રીતમદાસજી. Page #29 -------------------------------------------------------------------------- ________________ ભક્ત અને ભગવાન ૧૦ (સવૈયા ત્રેવીસા) છે. નિંદક નાહિં ક્ષમા ઉરમાંહિ, દુખી લખિ ભાવદયાળ ધરે હૈ, જીવકો ઘાત ન, જૂઠકી બાત ન, લૅહિઅદાત* ન, શીલ ધરે હૈ, ગર્વ ગયો ગલ, નાહિં કહું છલ, મોહ સુભાવસોં જોમ હરે છે,* દેહ સોંછીન + હૈ, જ્ઞાનમેં લીન હૈ, ઘાનત સો શિવનારી વરે હૈ.૩ (દોહરા) છે. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવક મોહ, તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. ભક્તિમાં ત્રીજું અવલંબન છે શુદ્ધ ધર્મપ્રરૂપક શાસ્ત્રોઃ (૩) શુદ્ધ ધર્મપ્રરૂપક શાસ્ત્રો ધર્મનાં અનેક અંગોમાં દયા એ મુખ્ય અંગ છે. જ્યાં સાચી દયા છે ત્યાં અવશ્ય ધર્મ છે અને જ્યાં બીજાં અનેક અંગો છે પણ દયા નથી ત્યાં ધર્મ સંભવી શક્તો નથી કારણ કે ધર્મમાત્રમાં વ્યક્ત-અવ્યક્તપણે સર્વ જીવોની દયા અને હિત સમાયેલાં જ છે. કહ્યું છે કે : ૧. જ્યાં શુદ્ધ દયા છે, ત્યાં ધર્મ છે. બોધપાહુડ-૨૫ : શ્રીમદ્ કુંદકુંદાચાર્ય (ચોપાઈ) ૨. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ ઘો પ્રાણીને દળવા દોષ. સત્ય શીલને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ, દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં પખ. શ્રી મોક્ષમાળા-ર-૨-૩ શ્રીમદ્ રાજચંદ્ર * અદત્ત ** સાધના દ્વારા મોહને હરાવે છે. + ક્ષીણ, દૂબળું ૩. વિદ્ધવર્ય અધ્યાત્મકવિ શ્રી ઘનતરાયજી-ધર્મવિલાસ ૪. શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૭૯-૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ભક્તિમાર્ગની આરાધના (દોહરા) ૩. જહાં દયા વહાં ધર્મ હૈ, જહાં લોભ વહાં પાપ; જહાં ક્રોધ વહાં કાલ હૈ, જહાં ક્ષમા વહાં આપ. (શ્રી કબીર સ્વામીની અમૃતવાણી) ૪૧૮ આ પ્રમાણે ર્માં જોકે દયાની મુખ્યતા છે, છતાં દયા ઉપરાંત પણ ધર્મનાં બીજાં અનેક અંગ છે, જેવા કે વૈરાગ્ય, ક્ષમા, વિનય, સંતોષ તપ, ત્યાગ, સંયમ, સચ બહ્મચર્ય, પવિત્રતા વગેરે. જીવનમાં ધર્મનાં આ વિવિધ પાસાંઓનો વિકાસ કરનારાં, જ્ઞાન-વૈરાગ્યને પ્રેરનારાં, નિજદોષોને બતાવી તે દોષોને દૂર કરવાના ઉપાય બતાવનારાં, તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સાપેક્ષપણે દર્શાવનારાં, મતમતાંતરને નહીં પોષતાં, સમ્યકપણે શ્રદ્ધા, જ્ઞાન અને સદાચારમાં વૃદ્ધિ થાય તેવા ઉપાયોમાં જોડે તેવાં, વ્યસન, સ્વચ્છંદ, પ્રમાદ આદિ મહાન બાધક કારણોનો પરાભવ કરી શાંતરસની સાધનાની વૃદ્ધિ કરનારાં શાસ્ત્રો મુમુક્ષુજનોને પરમ ઉપકારી અને પરમ અવલંબનરૂપ છે. આ કાળમાં આવાં શાસ્ત્રોની વિશેષ ઉપયોગિતા એ કારણથી છે કે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનો સમાગમ અતિ અતિ દુર્લભ છે. જેઓ માત્ર નામધારી ગુરુઓ જ છે તેમના સંગથી તો ઊલટું સન્માર્ગથી દૂર થવાનું બને અને ધર્મના નામે સંસારભાવ પોષાય, તે કરતાં આવાં શાસ્ત્રોથી પાત્ર જિજ્ઞાસુઓને યોગ્ય માર્ગદર્શનનો લાભ મળી શકે છે. તેથી જ કહ્યું છે : ( રા) આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ, પ્રત્યક્ષ સગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. અથવા સદગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ, તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ.” શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર-૧૩-૧૪ Page #31 -------------------------------------------------------------------------- ________________ ભક્ત અને ભગવાન ૧૨ ૨. શાસ્ત્ર એ પાપરૂપી રોગનું ઔષધ છે, શાસ્ત્ર એ પુણ્ય ઉપાર્જન થવાનું કારણ છે, શાસ્ત્ર એ સર્વ (પદાર્થ)ને જણાવનાર ઉત્તમ ચક્ષુ છે, શાત્ર એ સર્વ હેતુઓને સિદ્ધ કરનાર સાધન છે, માટે ધર્મી જીવે નિરંતર શાસ્ત્રમાં યત્ન કરવો શ્રેયસ્કર છે. મોહરૂપી અંધકારવાળા આ લોકમાં શાસ્ત્રરૂપી પ્રકાશ જ પથપ્રદર્શક છે. શ્રી યોગસાઆભૂત-આચાર્યશ્રી અમિતગતિ ૩. અનુભવ સુખ ઉત્પત્તિ કરત, ભવભ્રમ ધરે ઉઠાઈ, ઐસી બાની સંતકી, જો ઉર ભેટે આઈ. શ્રી રામચરિતમાનસ-સંતમહિમાવર્ણન-૨૦ ૪. શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચન્દ્રથી ઉજજવળ શુકલ ધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથનાં પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માનાં યોગબળ આગળ પ્રયાચના ! શ્રીમદ્ રાજચન્દ્ર, પત્રાંક-પર આ અને આવા અનેકવિધ ગુણોથી અલંકૃત શાસ્ત્રોનું શ્રવણ કરવું, વાંચવું, સમજવું, શ્રદ્ધાન કરવું-એ ઇત્યાદિ અનેક પ્રકારે આવાં શાસ્ત્રોનો સર્વતોમુખી પરિચય કરીને તેના અવલંબનથી પોતાના ભાવોની વિશુદ્ધિ કરવી એ ભક્તજનોને પરમ કલ્યાણકારી છે. આ પ્રકારે ભક્તજનોને પ્રારંભિક ભૂમિકાઓમાં અવલંબનરૂપ એવા શ્રી દેવ-ગુરુ અને શાસના સ્વરૂપનું સામાન્ય કથન પૂર્ણ થયું. Page #32 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વિવિધ પ્રકારો આગળના પ્રકરણમાં ભક્તિ કોની કરવી અને શા માટે કરવી એ પ્રશ્નનું સમાધાન થયું. હવે આ અને આગળનાં પ્રકરણોમાં ભક્તિના સામાન્યપણે ક્યા ક્યા પ્રકારો છે, તે તે પ્રકારોને કઈ કઈ રીતે રોજબરોજના જીવનમાં અપનાવવાં, તેમ કરવામાં શું શું વિઘ્નો નડવા યોગ્ય છે, તે વિઘ્નો દૂર કરવા માટે ભક્ત કઈ રીતે પ્રયત્નવાન થાય છે અને આમ ભક્તિમાર્ગનાં ઉપર-ઉપરનાં સોપાનોને સર કરતો થકો તે કઈ રીતે પરાભક્તિને પામે છે એ ઈત્યાદિ ભક્તિમાર્ગની આરાધનાની ક્રમિક, મનોવૈજ્ઞાનિક અને સૈદ્ધાંતિક વિચારણા, આધ્યાત્મિક દૃષ્ટિકોણને મુખ્ય રાખીને હવે આપણે શરૂ કરીએ છીએ. ભક્તિના વિવિધ પ્રકારો (અ) અધ્યાત્મદષ્ટિકોણથી વિચારતાં ભક્તિના મુખ્ય નવ પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે. ૧ : શ્રવણ, કીર્તન, ચિંતવન, વન્દન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા અને એક્તા. આ પ્રકારોની વિશેષ વિચારણા આગળનાં પ્રકરણોમાં કરીશું. (બ) સાધનાપદ્ધતિમાં અવલંબનની મુખ્યતાથી કથન કરતાં ભક્તિના સગુણ અને નિર્ગુણ અથવા સાકાર અને નિરાકાર એવા બે ભેદો પ્રસિદ્ધ છે, સગુણભક્તિની સાધનાને સામાન્યપણે સરળ, સુખદ અને સીધી કહી છે, જ્યારે નિર્ગુણની સાધના કરવી દુષ્કર, કષ્ટસાધ્ય અને વાંકાચૂકા રસ્તાવાળી કહી છે. આ સહેલાઈથી સમજી શકાય છે કારણ કે સ્થૂળ અને મલિન બુદ્ધિવાળા મનુષ્યોથી નિરાલંબન આરાધના ૧. શ્રી સમયસારનાટક-૯-૮ અધ્યાત્મકવિ શ્રી બનારસીદાસજી. ૨. શ્રીમદ્ ભગવદ્ગીતા-૧૨-૨, ૩, ૪, ૫. * WWW.jainelibrary.org Page #33 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વિવિધ પ્રકારો બની શક્તી નથી, પ્રથમ આલંબનની જરૂર પડે જ છે. (ક) ભક્તિમાર્ગના દાર્શનિક ગ્રંથોમાં પ્રતિપાદિત થયેલી શૈલીને અનુસરતાં, ભક્તિની આરાધનાં વિવિધ અંગ-ઉપાંગો અને શ્રેણિઓની રૂપરેખા નીચે પ્રમાણે જ્હાય છે : (૧) ફ દ્વા (૩) ભજન (૨) (૪) સત્સંગ અનર્થનિવૃત્તિ (પાપમય પ્રવૃત્તિઓથી પાછા ફરવું) (૬) રુચિવિશેષ (૮) પ્રેમોત્પત્તિ (૧૦) પરાભક્તિ, અનન્યભક્તિ. (૫) નિષ્ઠા (૭) દૃઢ-અનુરાગ (૯) ભાવાનુભૂતિ (ડ) ભક્તજને પોતાના આરાધ્યદેવ સાથે સ્થાપિત કરેલા સંબંધવિશેષને લક્ષમાં રાખીને ભક્તિના મુખ્ય પાંચ પ્રકારોનો નિર્દેશ કરવામાં આવ્યો છે : (૧) શાંતભક્તિ (૩) સખ્યભક્તિ (૫) માધુર્યભક્તિ ૧૪ (૨) દાસ્યભક્તિ (૪) વાત્સલ્યભક્તિ ભક્તિની ઉત્પતિનો ક્રમ અને તેનું મનોવિજ્ઞાન ઃ જગતને વિશે અનેક મનુષ્યો ભગવાનની ભક્તિ કરતાં દેખવામાં આવે છે. પરંતુ તે ભક્તિના ફળસ્વરૂપે જે ચિત્તશુદ્ધિ, સમતા અને પ્રસન્નતા તેમના જીવનમાં પ્રગટ થવાં જોઈએ તે દેખાતાં નથી. આ ઉપરથી સમજી શકાય છે કે જે ભક્તિ થઈ રહી છે તે ભક્તિ યથાર્થ નથી, પણ ભૂલવાળી છે અને તેથી પરમાર્થદષ્ટિએ વિચારતાં નિષ્ફળ છે. જીવનમાં સાચી ભક્તિ પ્રગટ થાય તે માટે પ્રથમ તો આગળ કહ્યા તેવા શ્રીદેવ-ગુરુ-ધર્મની યથાર્થ ઓળખાણ કરવી. આ ઓળખાણ કરવા માટે સાચા ભક્તના ગુણો જીવનમાં કેળવવા * ભાંક્તરસામૃતબિન્દુ ૧-૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ભક્તિમાર્ગની આરાધના અને ગુરુનાં વચનમાં દઢ શ્રદ્ધા રાખવી. વળી તેમનો વારંવાર સમાગમ કરી, ગુરુગમ દ્વારા પ્રાપ્ત થયેલી સુયુક્તિથી અને ગુણાનુરાગથી ગુણગ્રાહકપણે કેળવવું, જેથી થોડા કાળમાં જ ભક્તિમાર્ગની આરાધનામાં દૃઢ નિષ્ઠા ઉત્પન્ન થશે. આ પ્રમાણે ભક્તિયુક્તિ-શક્તિના ત્રિવેણી સંગમથી શુદ્ધ અને દેઢ શ્રદ્ધાનો ઉદય થાય છે. મનોવિજ્ઞાનનો એવો નિયમ છે કે મનુષ્યને જે વ્યક્તિ કે વસ્તુમાં અંતરંગ શ્રદ્ધા હોય, એટલે કે આ વ્યક્તિ કે વસ્તુથી મને અવશ્ય ખૂબ લાભ થશે એવી આંતરિક માન્યતા દઢ થઈ હોય, તે વ્યક્તિ કે વસ્તુનું તેને ચિતંન કે સ્મરણ રહ્યા જ કરે છે. મતલબ કે “આ મારું છે,” “મને હિતકર છે” એવી બુદ્ધિ (આપ્તપણાનો ભાવ) જ્યાં ઊપજી ત્યાં તે વ્યક્તિ કે વસ્તુમાં પ્રીતિ ઊપજતી જાય છે જે થોડા વખતમાં વર્ધમાન થઈ તન્મયતાને પ્રાપ્ત કરાવે છે. રોજ-બ-રોજના જીવનમાં આ પ્રકારે બનતાં ઘણાં દૃષ્ટાંતો આપણે પ્રત્યક્ષ પણ અનુભવીએ છીએ અને શાસ્ત્રોમાં પણ તેનું વિશદ વર્ણન આવે છે. આપણી દીકરી કે બહેનનું સગપણ નક્કી થઈ જતાં તેના વ્યક્તિત્વમાં જે આમૂલ પરિવર્તન આવે છે તેનાથી આપણે સુપરિચિત છીએ. તેની ભક્તિ, યુક્તિ અને શક્તિએ તેના અંતરંગ પ્રેમની દિશાને એવો વળાંક આપ્યો છે કે તેની સ્મૃતિ હવે આપણા ઘર કરતાં તેના ભાવિ ઘરમાં વિશેષપણે રહ્યા કરે છે. આવો બનાવ જેના જેના જીવનમાં બને છે તેના જીવનમાં આવું જ પરિવર્તન આવે છે. જંગલમાં દૂર દૂર ચારો ચરતી. ગાયની દૃષ્ટિ વાછરડામાં, પાંચ-સાત સાહેલીઓ સાથે વાતો કરતી પનિહારીની નજર તેના બેડામાં, દોરડા પર નાચ કરતા નટની નજર સમતુલા જાળવવામાં અને લોભીની નજર જેમ પૈસામાં નજરાયા વગર રહેતી નથી તેમ જે ભક્તના હૃદયમાં શ્રદ્ધા જાગી ગઈ છે તેની દૃષ્ટિ પણ તેના આરાધ્ય આપ્ત)થી નજરાય છે. મતલબ કે તેને વારંવાર પોતાના ઈષ્ટનું સ્મરણ થાય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વિવિધ પ્રકારો જેવી રીતે આપણા ઘરમાં દીકરાની વહુ નવી નવી આવી હોય તો પ્રથમ થોડો કાળ તેને અતડું લાગે છે, પરંતુ ધીમે ધીમે પ્રેમથી, સેવાથી, સમજણથી, અભ્યાસથી, સહનશીલતાથી અને દૃઢ મનોબળથી તેને આપણા ઘરમાં ગોઠી જાય છે અને તે આપણી બની જાય છે તેમ ભક્તને પણ ધીમે ધીમે આરાધના દ્વારા થોડા કાળમાં પોતાના ઇષ્ટમાં દૃઢ શ્રદ્ઘા થઈ જાય છે અને તે નિષ્ઠાવાન ભક્ત ભગવાનનો બની જાય છે. પૂર્વે અનેક ભક્તોએ આવી ઉત્તમ ભક્તિને પ્રાપ્ત કરી છે, અને સૌ કોઈ પ્રામાણિક ભક્તને વર્તમાનમાં પણ તેવી દશા ક્રમશઃ પ્રાપ્ત થઈ શકે છે. જેમને આવી ભક્તદશાની મસ્તી પ્રગટી તેમણે તો ગાયું કે : ૧. ૩. (ધનરા ઢોલા - એ દેશી) ૧ પીઉં પીઉ કરી તુમને જપું રે, હું ચાતક તુમે મેહ, મન એક લહેરમાં દુઃખ હરો રે, વાધે બમણો નેહ, મન ચંદ્ર પ્રભુ જિન સાહિબા રે, તુમે છો ચતુર સુજાણ મનના માન્યા —શ્રીમદ્ યશોવિજયજી મહારાજ (રાગ મલ્હાર) દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે, લિંગ ધણી માથે ક્રિયા રે, 1 સુખ સંપદશું ભેટ, કુણ ગંજે નર બેટ વિમલ જિન દીઠાં લોયણ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ. વિન્દી ૧૬ — (રાગ તિલક) પાયોજી મૈને રામ રતન ધન પાયો. જનમ જનમકી પૂંજી પાઈ, જગમેં સભી ખોવાયો. પાયોજી મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, હરખ હરખ જસ ગાયો, પાયોજી ૧. વરસાદ. ૨. કો મિથ્યાવાદી મને હરાવી શકે એમ છે ? લોયણ-લોચન અંતર્દષ્ટિ ૩. દિવ્યદૃષ્ટિ. · શ્રીમદ્ આનંદધનજી મહારાજ - Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ભક્તિમાર્ગની આરાધના (૪) એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કોઈ પદાર્થની રુચિ રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી...આદિપુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે. – શ્રીમદ્ રાજચન્દ્ર : પત્રાંક ૨૫૫ (દોહરા) ૫. પ્રિયતમકો પતિયાં લિખું, જો કહું હોય વિદેસ, તનમેં, મનમેં, નૈનમેં, તાકો કહા સંદેશ. – મહાત્મા કબીરદાસજી (દોહરો) ૬. નામ રામકો કલપતરુ, કલિ કલ્યાનનિવાસ, જો સુમિરત ભયો ભાંગતેં, તુલસી તુલસીદાસ. આવી પરમાત્માના દિવ્ય પ્રેમની પ્રસાદીને પ્રાપ્ત કરવી હોય તેણે નિષ્ઠાપૂર્વક ભક્તિમાર્ગની આરાધનાના ક્યા ક્યા વિભિન્ન પ્રકારો સેવવા તેની વિચારણા હવે આપણે આગળનાં પ્રકરણોમાં કરીએ. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩ ભૂમિકા અને વ્યાખ્યા આ બે પ્રકારની ભક્તિ આરાધના નવધા ભક્તિના પાયારૂપ છે. શ્રવણ શબ્દ ‰ ધાતુ ઉપરથી બનેલો છે અને પ્રીતિપૂર્વક પ્રભુના ગુણોનું અને ચારિત્રનું સાંભળવું તેમાં અભીષ્ટ છે. સર્વ આર્યદર્શનોમાં શ્રવણનું ખૂબ માહાત્મ્ય છે. વીતરાગદર્શનમાં ગૃહસ્થને શ્રાવક શબ્દથી સંબોધવામાં આવેલ છે. જે મનુષ્ય દરરોજ ઉત્તમ આચાર અને ઉત્તમ વિચાર સંબંધી ઉપદેશ પ્રેમથી શ્રવણ કરે છે (અને યથાશક્તિ તેને જીવનમાં ઉતારે છે) તેને શ્રાવક કહેવામાં આવે છે. અન્યત્ર પણ શાસ્ત્રકારોએ ‘પ્રત્યનૢ ધર્મત્રવળમિતિ'૧ તથા ‘નિત્યં ભાવતું બ્રૂનુ’એ ઇત્યાદિ આજ્ઞાઓ કરીને ગૃહસ્થાશ્રમમાં રહેલા સાધકોને ભગવત્સંબંધી ઉપદેશ સાંભળવાની આજ્ઞા કરેલી છે. ૧. * નવધા ભક્તિની આરાધના શ્રવણ - કીર્તન શ્રવણ સામાન્ય મનુષ્યને ધર્મનો બોધ પ્રથમ તો કથારૂપે જ ગ્રાહ્ય બને છે* અને પછી જેમ તેની પાત્રતા વધે તેમ સૂક્ષ્મતત્ત્વનો બોધ ગ્રહણ કરવાની રુચિ અને શક્તિ તેનામાં વૃદ્ધિાંત થાય છે; તેથી પવિત્ર પુરુષોનાં ચરિત્રોને સાંભળવાની અને સંભળાવવાની પ્રથા આપણા સમાજમાં પ્રાચીન કાળથી જ ચાલી આવે છે. આ પ્રકારે પૂર્વે થયેલા મહાન તીર્થંકરો, આચાર્યો, ઋષિ : ધર્મબિન્દુ-પૃ. ૭૨ (શ્રીમાન હરિભદ્રસુરિ) આ કારણથી જૈનદર્શનમાં પવિત્ર પુરુષોનાં ચરિત્રોનું વર્ણન કરનાર શાસ્ત્રોને પ્રથમાનુયોગ એવું નામ આપેલ છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના મુનિઓ, ભગવદ્ભક્તો, દૈવી સંપત્તિવાળા પુરુષો કે યોગીશ્વરોનાં ચરિત્રો સાંભળીએ ત્યારે તેઓનાં શાન, ધ્યાન, સંયમ, ભક્તિપરાયણતા, સાત્ત્વિક્તા, પરોપકાર, ક્ષમા, વિનય, સમાધિ, વિશ્વમૈત્રી આદિ અનેક ગુણોનું પ્રત્યક્ષ આચરણ બતાવતા પ્રસંગોનું પ્રેમપૂર્વક શ્રવણ કરવાથી આપણા જીવનમાં તેમના પ્રત્યે પ્રીતિ પ્રગટે છે અને દિવસે દિવસે વધતી જાય છે. આવા સદ્ગુણો પ્રગટાવવાની શ્રવણધર્મ વડે આપણને રુચિ ઊપજે છે અને અનેક સંકટો આવવા છતાં પણ પોતાના સત્યમાર્ગથી ચલિત ન થવાની તે મહાપુરુષોની વૃત્તિ, આપણને પણ આરાધનાના માર્ગમાં દૃઢપણે વળગી રહેવાની પ્રેરણા આપે છે. ૧૯ અવધર્મની આરાધના અને અગત્ય : પ્રારંભિક સાધનાકાળમાં રહેલા ભક્તજને ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વાર કે બે વાર (શનિવાર-રવિવાર), સત્કથા (પ્રવચન-સ્વાધ્યાય) સાંભળવા જવું જોઈએ. ત્યાર પછી જેમ જેમ તેને તે કથામાં રસ વધતો જશે અને શાંતિનો અનુભવ થતો જશે તેમ તેમ તે વધારે દિવસો કથાશ્રવણ કરશે અને એક દિવસ નિયમિત સાધક બની જશે. ઘણી વાર કથામાં જવાનો સમય નથી મળતો એમ બહાનું કાઢવામાં આવે છે, પણ તે ખરું જોતાં યોગ્ય નથી. બીજાં કાર્યોમાંથી થોડો થોડો સમય બચાવી દૃઢતાપૂર્વક શ્રવણધર્મમાં પ્રવૃત્ત થવાનો નિર્ધાર કરવો એ જ શ્રેયસ્કર છે, સત્કથાનો પૂરો લાભ મળે તે માટે સત્કથાના સ્થળે પાંચ-દસ મિનિટ વહેલા પહોંચી વિનય-પૂર્વક પોતાને યોગ્ય સ્થાને બેસી, બીજા સંસારી ભાવોને ગૌણ કરીને એકાગ્રતાથી સાંભળી તત્ત્વને ગ્રહણ કરવાથી શીઘ્ર આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે શરીરને ટકાવી રાખવા માટે દરરોજ ભોજનની આવશ્યક્તા છે, તે પ્રમાણે આત્માની ઉજ્જવળતા ટકાવી રાખવા માટે ધર્મ સંબંધી ઉપદેશ સાંભળવાની આવશ્યક્તા છે. થોડો વખત ઓરડો ન વાળીએ તો તે અવાવરો Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રવણ-કીર્તન ૨૦ થઈ જાય છે, તેમ જો ધર્મશ્રવણાદિ દ્વારા આત્માને શુદ્ધ ન કરીએ તો અનેક સાંસારિક પ્રસંગ-પ્રપંચોથી મલિન થઈ તે દુઃખને પામે છે. આ કારણથી કથાશ્રવણ, પ્રભુગુણશ્રવણ કે શાસ્ત્રશ્રવણનો મોટો મહિમા પૂર્વાચાર્યોએ પ્રતિપાદિત કર્યો છે, જેમ કે – (૧) જે (મનુષ્ય તત્ત્વ પ્રત્યે) પ્રીતિવાળું ચિત્ત કરીને ધર્મની વાર્તા પણ સાંભળે છે તે ભવ્ય ખરેખર ભાવિમાં નિર્વાણને પાત્ર થાય છે. – શ્રી પદ્મનંદિપંચવિશતિ : ૪-૨૩ (રાગ ધનાશ્રી) ૨. ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે, સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મળ થાયે કાયા રે...ગિ. – શ્રીમદ્ યશોવિજયજીકૃત ચોવીશી. (દોહરા) ૩. શ્રવણથી જાણે ધર્મને, શ્રવણથી કુબુદ્ધિ જાય, શ્રવણથી પામે જ્ઞાનને, શ્રવણથી મુકિત થાય, – પ્રાચીન સૂક્તિ-સંગ્રહ (ચોપાઈ) ૪. જાને બિનુ ન હોઈ પરતીતિ, બિનુ પરતીતિ હોઈ ન પ્રીતિ | પ્રીતિ બિના નહિ ભગતિ દિઢઈ, જિમિ ખગેસ જલમેં ચિકનાઈ છે. – શ્રીરામચરિતમાનસ Page #40 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના ૫. મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત, તેમ શ્રતધર્મે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. – આઠદષ્ટિની સજઝાય : ૬-૬ ઉપસંહાર : આવો ઉત્તમ શ્રવણરૂપી ધર્મ ભગવાન ઋષભદેવ પાસેથી તેમના અઠ્ઠાણુ પુત્રોએ, શ્રી શુકદેવજી પાસેથી પરીક્ષિત રાજાએ, ભગવાન મહાવીર સ્વામી પાસેથી શ્રી ગૌતમ સ્વામીએ, શ્રી ભદ્રબાહુ સ્વામી પાસેથી સમ્રાટ ચંદ્રગુપ્ત, શ્રી હેમચંદ્રાચાર્ય પાસેથી મહારાજા કુમાળપાળે અને સમર્થ શ્રી રામદાસ પાસેથી છત્રપતિ શિવાજીએ ગ્રહણ કર્યો હતો અને તેને યથાર્થપણે જીવનમાં ઉતારી પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. આપણે પણ આ શ્રવણધર્મને પ્રેમથી-ભાવથી સ્વીકારી ધન્ય બનીએ. કીર્તન ભૂમિકા : શ્રવણરૂપી ધર્મ અંગીકાર કરવાથી જેના હૃદયમાં પરમાત્મા અને સદ્ગુરુ પ્રત્યે દિવ્યપ્રેમની ઉત્પત્તિ થઈ છે તેવા ભગવદ્ગણોના આરાધક ભક્તજનો પોતાના ઈષ્ટ-માર્ગદર્શકોના ગુણાનુવાદ અને સંકીર્તન કરવા સહજપણે પ્રેરાય છે. સજ્જનોનો સ્વભાવ જ એવો છે કે તેઓ પોતા ઉપર થયેલો ઉપકાર ભૂલતા નથી અને તેથી પરમાત્મા, સદ્ગુરુનાં યશોગાન કરવા માટે તેઓ ઉલ્લાસભાવથી પોતાનાં તન-મન-ધન સર્વ સમર્પણ કરે છે. પરમાત્માના દિવ્ય ગુણોનું અને ચરિત્રોનું ભાવપૂર્વક મોટે સ્વરેથી અન્ય જીવો પણ સાંભળી શકે તેવી રીતે ઉચ્ચારણ કરવું તેને સંકીર્તન નામનો ભક્તિનો બીજો પ્રકાર કહે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રવણ-કીર્તન ૨ ૨ કીર્તનની સાધનાપદ્ધતિ : સામાન્ય રીતે, યથોચિત મન-વચન-કાયાની શુદ્ધિ સહિત સંધ્યાકાળ પછીના સમયે આ સાધના કરવામાં આવે છે જેથી અન્ય મનુષ્યો પણ પોતપોતાના વ્યવસાયમાંથી નિવૃત્તિ મેળવી તેનો લાભ લઈ શકે. આવી સત્કથાના પણ બે પ્રકાર મુખ્ય છે : પહેલા પ્રકારમાં નાનાં નાનાં આધ્યાત્મિક પદો, ભજનો કે ધૂનો બોલાવવામાં આવે છે અને બીજો પક્ષ તેને ઝીલે છે. આવા ક્રમની સાધનામાં એકતારો, હાર્મોનિયમ કે એવા કોઈ સંગીતના મૂદુ સાધન સહિત મોટેથી ઉચ્ચારણ કરી પોતાના અને અન્યના ભાવોને જગાડવામાં આવે છે અને એ રીતે ચિત્તશુદ્ધિનો પ્રયોગ કરવામાં આવે છે. આ પ્રકારને ભાવના અથવા ભજન કહીએ. બીજા પ્રકારને પારાયણ કહીએ. અહીં કોઈ એક પ્રસિદ્ધ શાસ્ત્રનું ક્રમશઃ વાંચન કરવામાં આવે છે, અને મુખ્ય કથાકાર તે તે શાસ્ત્રના રહસ્યને જાણનાર, અનુભવી અને પ્રસિદ્ધ વક્તા હોય છે. આવું શાસ્ત્રપારાયણ દિવસમાં ત્રણ ક્લાકથી માંડીને છ ક્લાક સુધી સામાન્યપણે રાખવામાં આવે છે. એક સવારની અને એક બપોરની એમ બે કે ત્રણ બેઠકોમાં ધર્મવાર્તા સંભળાવવામાં આવે છે, જેમાં શાસ્ત્રોક્ત ચરિત્ર કે તત્ત્વને સમજાવવામાં આવે છે. સનાતન હિન્દુ ધર્મની પ્રણાલીમાં તો આ પ્રકાર પ્રસિદ્ધ છે જે, પરંતુ વીતરાગદર્શનમાં પણ સિદ્ધાંતજ્ઞોએ આ પ્રકારને સ્વાધ્યાયરૂપી તપના ચોથા અને પાંચમાં પેટાવિભાગરૂપે પ્રતિપાદિત કરી આમ્નાય (ઘોષ) અને ધર્મોપદેશના નામથી તેની પ્રસિદ્ધિ કરી છે.* ઉત્તમ સંકીર્તનકાર એક વિરલ વિભૂતિઃ માત્ર ઉચ્ચ કોટિનો આત્મજ્ઞ સંત હોય તે જ ઉત્તમ સંકીર્તનકાર થઈ શકે છે, કારણ કે તેની વિશિષ્ટ સિદ્ધિ * તત્ત્વાર્થસૂત્ર : ૯-૨૫. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ભક્તિમાર્ગની આરાધના માટે પૂર્વજન્મના પ્રભુપ્રેમના સંસ્કાર, વર્તમાન જીવનમાં બાળપણથી જ ધર્મ અને સદાચારનો અભ્યાસ, ગુરુપરંપરા દ્વારા વ્યક્તિગત શિસ્તનું અનુશીલન, શ્રી દેવગુરુ-ધર્મ પ્રત્યે અંતરાત્માના આસ્વાદપૂર્વકની યથાર્થ ભક્તિ, છંદ-સંગીત-ભાષાસ્વર પર વિશિષ્ટ પ્રભુત્વ અને જીભ ઉપર જાણે કે સ્વયં સરસ્વતી જ બિરાજમાન થયાં હોય તેવો સહજ સ્કુરિત સ્પષ્ટ-મિષ્ટ-વાગુ રણકાર ઇત્યાદિ અનેક સુદઢ પાસાંઓની આવશ્યક્તા છે. આવા લૌક્કિ અને લોકોત્તર ગુણીના ધારક સંત મહાત્મા પાસેથી પ્રભુ-પ્રેમની વાત સાંભળવાનો અવસર પ્રાપ્ત થવો એ આ કાળમાં કોઈ મહત્પણના ઉદયથી જ બની શકે છે. આવા મહાત્મા જ્યારે પ્રભુગુરુનો મહિમા કહેવા લાગી જાય છે ત્યારે ભાવોલ્લાસમાં આવી જઈને કોઈવાર સમસ્ત શરીરમાં દિવ્ય-રોમાંચનો અનુભવ કરે છે, તો કોઈવાર તેમનાં નયનોમાંથી પ્રભુપ્રેમની અવિરલ અશ્રુધારા વહે છે, કોઈ વાર દેહભાન ભૂલીને નૃત્ય કરવા લાગે છે, કોઈ વાર ખૂબ મોટેથી પ્રભુ-ગુણ ગાવા લાગી જાય છે, કોઈ વાર પ્રભુના વિરહમાં જાણે કે ઉન્મત્તની માફક ચેષ્ટા કરતા હોય તેવું લાગે છે, તો કોઈ વાર આત્યંતિકપણે ભાવવિભોર થઈ જવાથી ગળું ભરાઈ જતાં (ડૂમો ભરાવાથી) દસ-વીસ સેકંડો સુધી વાગ્ધારા તૂટી જાય છે. આ અને આવા અનેક પ્રકારો બનતાં તે મહાત્મા પોતે વિશિષ્ટ સાત્ત્વિક આનંદનો અનુભવ કરે છે, અને તેમના જીવનમાં એવી તો એક આનંદની લહેર વ્યાપી જાય છે કે પોતાનું સાધનામય જીવન તો પ્રસન્નતાથી ભરાઈ જ જાય છે, પણ આજુબાજુના અનેક મનુષ્યો પર પણ જાણે કે દિવ્યતાનો એક પટ છવાઈ જાય છે અને તત્ક્ષણ પૂરતો તેમને શાંતિનો અનુભવ થાય છે. આ કાળે આવા ઉત્તમ સંકીર્તનકાર સંતનો ક્વચિત્ જ યોગ બની શકે છે. શાસ્ત્રનો આધાર લઈ ગોસ્વામી શ્રી તુલસીદાસજી મહારાજ તેમનું સંક્ષિપ્ત વર્ણન નીચેના શબ્દોમાં કરે છે : ૧. શ્રીમદ્ ભાગવત : ૧૧-૩-૩ર Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રવણ-કીર્તન ૨. (ચોપાઈ) મમ ગુન ગાવત પુલક સરીરા । ૧. ગદ ગદ ગિરા નયન બહુ નીરા ॥ કામ આદિ મદ દંભ ન જાકે । તાત નિરંતર બસઐ તાકે || ભારતીય ભક્તિ-પરંપરામાં મધ્યયુગમાં થયેલા ભક્તકવિશ્રી નરસિંહ મહેતા, સંતશ્રી તુકારામ મહારાજ, ભક્તશિરોમણિ શ્રી મીરાંબાઈ તથા શ્રીચૈતન્ય મહાપ્રભુજીએ કીર્તનપદ્ધતિના વિકાસમાં અને પ્રસારમાં સારો ફાળો આપ્યો છે. વર્તમાનકાળમાં, ગુજરાતમાં અમદાવાદના શ્રીપુનિત મહારાજે કીર્તનભક્તિની આરાધના અને પ્રચારમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો ગણાય. પ્રાચીન કાળમાં અનેક મોટા આચાર્યોએ પણ પ્રભુના ચરિત્રનું વિસ્તારથી વર્ણન કરી પોતાની ભક્તિ પ્રગટ કરી છે, જેમાં મહર્ષિ વ્યાસ, શ્રી વાલ્મિકી ઋષિ, મહાપુરાણના કર્તા આચાર્ય શ્રી જિનસેન, શ્રી રવિષેણાચાર્ય ઇત્યાદિ અનેક પ્રસિદ્ધ વિભૂતિઓ આવી જાય છે. સંકીર્તનરૂપી ભક્તિનો મહિમા અગાધ છે. સંતોએ તેને ગાતાં કહ્યું છે : હે પરમાત્મા (જિનેન્દ્ર) ! તમારા નામના કીર્તનમાત્રથી અમારા જેવા મનુષ્યોની સામે મનગમતી લક્ષ્મી (આત્મજ્ઞાનાદિ લક્ષ્મી) આજ્ઞા માગતી હાજર થઈ જાય છે. (વાસ્તુછંદ) મૈં તુમ ચરણકમલ ગુન ગાય, બહુવિધિ ભક્તિ કરી મનલાય; જનમ જનમ પ્રભુ પાઉં તોહિ, યહ સેવાફલ દીજે મોહિ. ૨૪ શ્રી પદ્મનંદિપંચવિંશતિ : ૧૩-૫ - Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫ ભક્તિમાર્ગની આરાધના (દોધકાંત બેસરી છંદ-ષટ્રપદ) ઈહિવિધિ શ્રી ભગવંત, સુજસ જે ભવિજન ભાષહિ, તે જન પુણ્યભંડાર, સંચિ ચિરપાપ પ્રણાસહિ. રોમ રોમ તુલસંતિ, અંગ પ્રભુ ગુણમન ધ્યાવહિ; સ્વર્ગસંપદા ભુંજ વેગ પંચમગતિ પાવહિં. યહ કલ્યાણમંદિર કિયો, કુમુદચંદ્રકી બુદ્ધ ભાષા કહત બનારસી' કારણ સમકિત શુદ્ધ શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર : ૪૩-૪૪, શ્રી બનારસીદાસકૃત પદ્યાનુવાદ (રાગ કાફી) ૩. ઈણ વિધ પરબી મન વિસરામી જિનવર ગુણ જે ગાવે, દીનબંધુની મહેર નજરથી, આનંદધન પદ પાવે. હો મલ્લિજિન.. –શ્રીમદ્ આનંદધનજીકૃત મલ્લિનાથસ્વામીનું સ્તવન (છપ્પય) ૪. હે કલિ કલમસ ખાનિ, પાપ મેં સ્વાભાવિક રુચિ, હોઈ ન સાધન-ભજન ન જપ તપસંયમ વ્રત શુચિ | અલપ આયુ, લઘુ બુદ્ધિ, અલપ પૌરુષ બીરબલ ! કલિયુગ સાધન સરલ, સરસ હરિકીર્તન કેવલ ! જૈસે જરતી અગિનિકુ, કરેં શાંત જલ, તામહિ રવિ, ત્યાં કલિ દુરગુન દમન હિત, પ્રભુકીર્તનકું, કહહિં કવિ. - પ્રાચીન હિન્દી કવિ ૫. “નિરંતર મારા ધ્યાનમાં લાગેલા અને પ્રીતિપૂર્વક મારું ભજન કરવાવાળા તે ભક્તોને હું તત્ત્વજ્ઞાનરૂપી યોગ આપું છું, જેનાથી તેઓ મને પ્રાપ્ત કરે છે.” – શ્રીમદ્ ભગવદ્ગીતા : ૧૦-૧૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રવણ-કીર્તન ૬. “હે નારદ ! હું નથી વસતો વૈકુંઠમાં, કે નથી વસતો યોગીઓના હૃદયમાં. જ્યાં મારા ભક્તો ગુણસંકીર્તન કરે છે ત્યાં હું વસું છું.” - પદ્મપુરાણ-ઉત્તરકાંડ : ૯૪-૨૩ ૭. “જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિદિધ્યાસનનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સપુરુષોએ કહ્યું છે.” શ્રીમદ્ રાજચંદ્ર : પત્રાંક ૨00 (આસણરા-યોગી-એ દેશી) ૮. પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગન સાજા રે, મ વાચક યશ કહે અવર ન ધ્યાવું, એ પ્રભુના ગુણ ગાઉં રે મનમોહન સ્વામી ––શ્રીમદ્ યશોવિજયજીકૃત અરનાથસ્વામીનું સ્તવન ઉપસંહારઃ આ પ્રમાણે ભક્તિમાર્ગની આરાધનામાં પ્રભુકીર્તનનું આગવું સ્થાન છે. અત્રે સાધકે એ ખ્યાલમાં રાખવાનું છે કે જેના ગુણોનું તે કીર્તન કરે છે, તેના સ્વરૂપની અને તેના ચરિત્રની પણ તેણે ભાવના કરવી જોઈએ. સાચા ભાવપૂર્વક ભગવાનનું નામ કીર્તન કરવાથી કાયિક, વાચિક અને માનસિક શુદ્ધિની પ્રાપ્તિ થતાં ત્રણેય પ્રકારના (આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ) તાપોનો સમૂળ નાશ થઈ જાય છે, કરેલાં પાપોનું પ્રાયશ્ચિત્ત થઈ જાય છે, વિશિષ્ટ પુણ્યનો સ્વયં સંચય થાય છે અને પરમાત્મદર્શનને યોગ્ય ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. જો કે કેવળ બૌદ્ધિક સ્તરે વિચારતાં સંકીર્તનનો મહિમા એકદમ ખ્યાલમાં આવતો નથી, પરંતુ જ્યારે WWW.jainelibrary.org Page #46 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના પૂર્વે થયેલા મહામુનિઓએ પણ પ્રભુગુણ શા માટે ગાયા હશે એનો વિચાર કરીએ ત્યારે નીચેનાં શાસ્ત્રવચનોની અપૂર્વતા અને યથાર્થતાનો ખ્યાલ આવે છે : ૧. “જેમની અજ્ઞાનાદિ ગ્રંથિ છેદાઈ ગઈ છે તેવા આત્મા નંદનિમગ્ન મુનિજનો, કે જેમને કાંઈ કરવું બાકી રહ્યું નથી તેઓ પણ ભગવાનની નિષ્કામ ભક્તિ કરે છે, કારણ કે એવા જ (અચિન્ય માહાત્મવાળા) ભગવાનના ગુણો છે.” ૨. “મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા, કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો.” વર્તમાનકાળના સંદર્ભમાં સંકીર્તન-ભક્તિ : છેલ્લા લગભગ પાંચ દાયકાઓમાં ભૌતિક વિજ્ઞાને કરેલી અસાધારણ પ્રગતિ અને પાશ્ચાત્ય વિચારસરણીની અસર હેઠળ આપણા દેશની ઘણી સુંદર સંસ્કારપ્રણાલીઓ ઘસાતી જતી જણાય છે. આમાંની એક અગત્યની પ્રણાલી તે સંકીર્તન-પ્રણાલી છે. ભારતીય સંસ્કૃતિના હિતચિંતકો માટે ગંભીરપણે આ બાબતનો વિચાર કરવાનો સમય પાકી ગયો છે. આપણે સૌએ મળીને એવું આયોજન કરવું જોઈએ કે જેથી ભાવિ પેઢીઓને નવા નવા સંકીર્તનકારો મળતાં રહે અને તે માટેનું સામાજિક, આર્થિક, બૌદ્ધિક અને શૈક્ષણિક સ્તરે યોગ્ય આયોજન થાય. આપણા જીવનને સાત્વિક્તા અને શાંતિ આપનાર એવા પ્રભુ-ગુરુ-કીર્તનને આપણા રોજબરોજના જીવનમાં વણી લઈએ એ જ અભ્યર્થના ! ૧. શ્રીમદ્ ભાગવત : ૧-૭-૧૦ ૨. શ્રીમદ્ રાજચંદ્ર : પત્રાંક ૨૮૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪ ભૂમિકા : શ્રવણ-કીર્તનાદિ ભક્તિના પ્રકારોની આરાધનાથી પ્રસ્ફુટિત થયો છે પ્રભુપ્રેમ જેના હૃદયમાં તેવો ભક્ત હવે સ્થૂળ અપેક્ષાએ પણ પ્રભુના ઘનિષ્ઠ સાન્નિધ્યને ઝંખે છે અને આ કાર્યની સિદ્ધિ માટે યથાયોગ્ય ધર્મસ્થાનકોમાં, જઈ પોતાના અંતરંગ પ્રેમના બાહ્ય પ્રતીકરૂપ એવી ભગવાન કે સદ્ગુરુની મૂર્તિ, ચિત્રપટ કે અંકનનું અવલંબન લઈ તેમનાં દર્શન-વંદન-પૂજનસ્પર્શન-સેવા-અભિષેક ઇત્યાદિમાં પ્રવૃત્ત થાય છે, અને જો પ્રત્યક્ષ સદ્ગુરુનો લાભ મળે તેમ હોય તો સર્વ પ્રકારે પોતાનાં તન-મન-ધનથી તેમની સેવા-શુશ્રૂષામાં ઉલ્લાસથી લાગ્યો રહે છે. વન્દન - સેવન પ્રભુની કે સદ્ગુરુની સેવા-પૂજા કરવાની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ ભિન્ન ભિન્ન મત-સંપ્રદાયોમાં પ્રવર્તે છે અને તેથી પૂજાના પ્રકારો અને વિધિઓ પણ અનેક છે. અહીં નીચેના સિદ્ધાંતોને ખ્યાલમાં રાખીને જો તેમાં પ્રવર્તવામાં આવે તો તે વિશેષ શ્રેયનું કારણ થવા યોગ્ય છે ઃ ૧. ૨. લઘુતમ કરવો. સેવા-પૂજામાં ઓછામાં ઓછાં દ્રવ્યોનો ઉપયોગ કરવો. ફળ-ફૂલ આદિ સચિત્ત વસ્તુઓનો ઉપયોગ ન કરવો અથવા ૩. પાણી, દૂધ, દહીં કે અભિષેકમાં વપરાતાં એવાં બીજાં દ્રવ્યોનો પણ યત્નાપૂર્વક ઉપયોગ કરવો. ૪. મૂર્તિની મહત્તા અને પવિત્રતા જળવાય એ રીતે મન, વચન, કાયની શુદ્ધિથી પ્રવર્તીને જે પ્રકારે ભાવોની નિર્મળતા વધે તે પ્રકારે વર્તવું. Page #48 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના આભૂષણાદિ ભગવાન માટે ભૂષણરૂપ નથી, તેથી મૂર્તિના સુશોભન માટે તેવાં દ્રવ્યોનો ઉપયોગ પ્રભુનાં અંગ-ઉપાંગો ઉપર ન કરવો યોગ્ય છે. ૨૯ આરાધના-પદ્ધતિ : જ્યાં જ્યાં સંભવ હોય ત્યાં ભક્તજને દરરોજ પ્રભુનાં દર્શન કરવા મંદિરજીમાં જવું. યથાયોગ્ય શુદ્ધિ સહિત, ચોખ્ખાં કપડાં પહેરી, ઘેરથી નીકળતાં જ મનમાં પ્રભુનું સ્મરણ ચાલુ કરી દેવું. મંદિરનાં પગથિયાં ચઢતાં નિઃસહિ શબ્દ ત્રણ વાર બોલવો, જે સૂચવે છે કે હું સંસારી ભાવોથી નિવğ છું. ભગવાનની મૂર્તિનાં દર્શન થતાં નમોસ્તુ એમ ત્રણ વાર બોલવું અને પછી મસ્તક નમાવી હાથ જોડી પ્રણામ કરવા. શક્ય હોય ત્યાં ઘૂંટણે પડીને અથવા સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કરવા. ત્યાર પછી પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા કરવી અને સ્તુતિ વગેરે બોલવાં. પ્રભુદર્શનનું માહાત્મ્ય કેવું છે ?— ૧. ૨. ૩. (અનુષ્ટુપ) દર્શનં દેવ દેવસ્ય, દર્શને પાપનાશનં; દર્શન સ્વર્ગસોપાનં, દર્શનં મોક્ષસાધનં. પ્રભુદર્શન સુખ સંપદા, પ્રભુદર્શન નવનિધિ, પ્રભુદર્શનસે પામિયે, સકલ મનોરથ સિદ્ધિ (છપ્પય) તુવ જિનંદ દિકિયો, આજ પાતક સબ ભજ્જૂ, તુવ જિનંદ દિયિો, આજ બૈરી સબ લજ્જે. તુવ જિનંદ દિયિો, આજ મૈં સરવસ પાયો. તુવ જિનંદ દિકિયો, આજ ચિંતઃમણિ આયો. જૈ જૈ જિનંદ ત્રિભુવન તિલક, આજ કાજ મેરો સર્યો. કર જોરિ ભવિક વિનંતી કરત, આજ સકલ ભવદુઃખ ટર્યો. Page #49 -------------------------------------------------------------------------- ________________ વન્દન - સેવન ૩ (છપ્પય) ૪. દેખે શ્રી જિનરાજ, આજ સબ વિઘન નશાયે, દેખે શ્રીજિનરાજ, આજ સબ મંગલ આયે. દેખે શ્રીજિનરાજ, કાજ કરના કછુ નાહીં, દેખે શ્રીજિનરાજ, હીંસ પૂરી મન માહીં. તુમ દેખે શ્રીજિનરાજ પદ, ભૌજલ અંજુલિજલ ભયાર, ચિંતામનિપારસકલ્પતરુ, મોહ સબનિસો ઉઠિ ગયા.. (દોહરા) ૫. તુમ નિરખત મુઝકો મિલી, મેરી સંપત્તિ આજ, કહાં ચક્રવતિ સંપદા, કહાં સ્વર્ગ સામ્રાજ. નામ ઉચારત સુખ લહૈં, દર્શનનો અધ જાય, પૂજત પાર્વે દેવ પદ, ઐસે હૈ જિનરાય. વંદત હું જિનરાજ મેં, ધર ઉર સમતાભાવ, તન-મન-જન-જગજાલૌં, ધર વિરાગતાભાવ. | દર્શન કર્યા પછી શાંતિથી બેસીને પોતાની શક્તિ-ભક્તિ-સમય પ્રમાણે વિશેષ સ્વતિ બોલવી, પૂજા કરવી, અભિષેક કરવો કે શાંતિપાઠ કરવો. થોડીવાર બેસી પ્રભુનામનો (મંત્રનો) જાપ કરવો, સ્વાધ્યાય કરવો અને આ વિધિ પૂરી થયે શુદ્ધ ચિત્તથી પ્રભુનું ફરીથી સ્મરણ કરી વિધિને સમાપ્ત કરવી. પૂજા : ભગવાનની કે સદગુરુની પૂજાના અનેક પ્રકારો શાસ્ત્રોમાં વર્ણવેલા છે, તેમાંના મુખ્ય બે પ્રકાર છે : દ્રવ્ય-પૂજા અને ભાવ-પૂજા. દ્રવ્યપૂજા: મોટા ભાગના ભક્તો માટે આ પ્રકારની પૂજા જરૂરી અને ઉપકારી છે. નીચેની સાધકદશામાં નિરાકાર-નિરંજન પરમાત્માનું સ્મરણ-ધ્યાન ૧. હોંશ, અભિલાષા. ૨. અપાર સંસારસાગર અંજલિના જળ સમાન થઈ ગયો. ૩. પાપ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ભક્તિમાર્ગની આરાધના કરવાની શક્તિ નથી હોતી અથવા ઓછી હોય છે તેથી પરમાત્માની તદાકાર, પરમશાંત, સૌમ્ય મૂર્તિનું અવલંબન લઈ, તેનું અંગલૂછણ કરી, ચંદનાદિથી તેની પૂજા કરવાથી મન પવિત્ર અને શાંત બને છે. આ પૂજા આઠ પ્રકારી, સત્તર પ્રકારી, એકવીસ પ્રકારી કે એક્સો આઠ પ્રકારી એમ અનેક ભેદથી શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે. પણ તે સર્વનું ધ્યેય તો એક ચિત્તની શુદ્ધિ કરવી તે જ છે. સૌથી વધારે પ્રચલિત પૂજા અષ્ટપ્રકારી પૂજા છે અને તેમાં પૂજાની જે સામગ્રી વપરાય છે તેની પાછળ રહેલો સિદ્ધાંત નીચે પ્રમાણે છે જેને હૃદયમાં જાગ્રત રાખીને જ વિવેકી ભક્ત પૂજાવિધિ કરે છે : (૧) ભગવાનને શુદ્ધ જળ ચઢાવવાથી આત્મ-મલિનતા ધોવાય. (૨) ભગવાનને ચંદન ચઢાવવાથી સંસારતાપ શાંત થઈ શીતળતા પ્રગટે. (૩) ભગવાનને અક્ષત (ચોખા) ચઢાવવાથી અક્ષય (મોક્ષ) પદની પ્રાપ્તિ થાય. (૪) ભગવાન સમીપ ફૂલ ચઢાવવાથી કામવિકારનો નાશ થાય. (૫) ભગવાનને નૈવેદ્ય ચઢાવવાથી સુધારૂપી રોગનો નાશ થાય. (૬) ભગવાનને દીવો કરવાથી મોહરૂપી અંધકારનો નાશ થાય. (૭) ભગવાનને ધૂપ કરવાથી આઠ કર્મોનો નાશ થાય. (૮) ભગવાન સમીપ ફળ ચઢાવવાથી ઉત્તમ એવા મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ થાય. ભાવપૂજા : આ પૂજાની અધ્યાત્મસાધનામાં સર્વત્ર મુખ્યતા છે અને ઉપરોક્ત દ્રવ્યપૂજાનું ફળ પણ પૂજા વખતે જેવા ભાવ રાખવામાં આવે તેના ઉપર જ મુખ્યપણે છે. આગળ વધેલા સાધકો કે જેમની બુદ્ધિ વિવિધ સાધના દ્વારા અતિ નિર્મળ થઈ ગઈ છે અથવા સાધુજનો જેઓ શુદ્ધ બુદ્ધિના ધારક Page #51 -------------------------------------------------------------------------- ________________ વન્દેન - સેવન છે તેમને માટે તો મુખ્યપણે આ પૂજા જ કહેવામાં આવી છે. કહ્યું છે : (દોહરા) ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન. (અનુષ્ટુપ) ધ્યાનધૂપ મનઃપુષ્પ, પંચેન્દ્રિયહુતાશનમ્ ક્ષમા જાપ સંતોષ પૂજા, પૂજ્યો દેવો નિરંજનઃ । આ પ્રમાણે તેવા ઉચ્ચ સાધકો માટે તો ધ્યાનરૂપી ધૂપ, મનરૂપી પુષ્પ, પાંચ ઇન્દ્રિયોરૂપી અર્પણતા, ક્ષમારૂપી જાપ અને સંતોષરૂપી પૂજા દ્વારા દેહદેવળમાં રહેલા નિરંજન આત્મદેવરૂપી પરમાત્મા જ પૂજવા યોગ્ય છે. વન્દન-સેવા-પૂજા : એક દૃષ્ટિવ્યક્તિગતઃ સામૂહિક : સામાજિક : ૩૨ ઉપરોક્ત વિધિથી આપણે જે પૂજાનું અનુષ્ઠાન કર્યુ તે વ્યક્તિગતપણે કે સામૂહિકપણે કરવાથી પોતાના ભાવોની વિશુદ્ધિ થાય છે અને દેવસ્થાનકના વાતાવરણમાં પણ એવી પવિત્રતાના સ્પંદનો ફેલાય છે જેથી ત્યાં આવનાર કોઈ પણ ભક્તજનને શાંતિ અને શીતળતાનો અનુભવ થાય છે. સૌ કોઈને સુખ, શાંતિ અને કલ્યાણપરંપરાઓની પ્રાપ્તિ થાઓ તેવી ભાવના આપણે પૂજાને અંતે બોલીએ છીએ, તે પણ સામૂહિક કલ્યાણભાવનાનું જ પ્રતીક છે. જેમ કે સમસ્ત જગતનું કલ્યાણ કરનારા એવા શ્રી તીર્થંકર ભગવંતો, ગણધરદેવો, પૂર્વાચાર્યો તથા ઋદ્ધિધારી મુનિઓ અમોને બોધ-સમાધિ અને શાંતિ આપનારા થાઓ. રોગ, ઉપદ્રવ, વ્યાધિ, દુઃખ, દુષ્કાળ અને ચિત્તની અસ્વસ્થતા શાંત થાઓ. ચિત્તને સંતોષ થાઓ, સર્વ પ્રકારની સંપત્તિની વૃદ્ધિ થાઓ, પાપોની શાંતિ થાઓ, અને અશુભ કર્મફળો શાંત થાઓ. સમસ્ત શ્રીસંઘમાં, રાજાઓમાં, રાજાઓનાં રહેવાનાં સ્થાનકોમાં, ધર્મસભાના Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ભક્તિમાર્ગની આરાધના સભ્યોમાં, નગરના મોટા પુરુષોમાં, નગરના સર્વ લોકોમાં, રાજ્યમાં, દેશમાં, દુનિયામાં અને સમસ્ત વિશ્વમાં સર્વત્ર શાંતિ થાઓ, શાંતિ થાઓ. પ્રૌઢાવસ્થામાં ધર્મજીવનનું આયોજન : બીજો એક અગત્યનો મુદ્દો જે આ જમાનાને અનુસરીને વિશેષ વિચારણા માગી લે છે તે સેવા-સમર્પણતાનો ભાવ. જીવનના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ શક્તિઓ ધરાવનારા મનુષ્યો, મુખ્યપણે, આપણા દેશમાં, શહેરોમાં વસે છે. જો તેઓ ખરેખર વિવેકી હોય તો પચાસ વર્ષની ઉંમરે પહોંચતાં કઈ રીતે સમાજના આધ્યાત્મિક વિકાસમાં તેઓ ભાગ લઈ શકે તે વિશે તેમણે ચોક્કસ નિર્ણય પર આવવું જોઈએ. વિવિકી ધાર્મિક પુરુષે પચાસ વર્ષની ઉંમર પછી ગૃહસ્થ-વ્યવસ્થાની મમતા ઓછી કરવી જોઈએ. આ માટે પોતાના વતનની આજુબાજુ કોઈ સારાં ધર્મસ્થાનકો કે તીર્થો હોય તો ત્યાં વારંવાર જવું જોઈએ, સત્સંગાદિ કરવા જોઈએ અને થોડા સમયમાં તીર્થની સેવા માટે, મુમુક્ષુસાધર્મીઓની અને યાત્રિકોની સેવા માટે પોતાના જીવનનો મોટો ભાગ આવાં તીર્થમાં ગાળવો જોઈએ, જેથી સેવા-પૂજા-વન્દનાની આરાધનામાં પ્રવર્તવાનું તેનાથી સ્વયં બનતું જશે, તે નીચે પ્રમાણે : (૧) તીર્થમાં રહેવાથી શાંત, પવિત્ર વાતાવરણનો તેને લાભ મળશે અને સાત્ત્વિક દિનચર્યાનું સહેજે સહેજે પાલન થશે. (૨) ત્યાં આવતા સંત-મહાત્માઓ-મુનિજની કે બીજા મુમુક્ષુ યાત્રિકોના સત્સંગનો, સેવા-સુશ્રુષાનો પણ તેને લાભ મળી શકશે. (૩) ભગવાનની સેવા-પૂજા કરવાનો અવસર પ્રાપ્ત થશે, પગારદાર-પૂજારીઓ પર ઓછો આધાર રાખવો પડશે અને એ રીતે તીર્થની સેવાનો લાભ મળશે, જેથી તીર્થની વ્યવસ્થા કરકસરયુક્ત, સુઆયોજિત અને સુદઢપણે થઈ શકશે. 70 Page #53 -------------------------------------------------------------------------- ________________ વન્દન - સેવન ૩૪ (૪) વાંચન-લેખન-ચિંતન-મનન અને સત્સંગાદિમાં પ્રવૃત્ત થવાથી ઘર-કુટુંબાદિકની મમતા પરમાર્થથી ઘટશે અને સંયમમાર્ગમાં આગળ વધવાની યોગ્યતા પ્રાપ્ત થશે. આ અને આવા બીજા અનેક લાભોની સંભાવના હોવાને લીધે ભક્તજનોને માટે પચાસ વર્ષની શરીરઅવસ્થા બાદ, એક પ્રકારે આ વાનપ્રસ્થ આશ્રમ'નો સહજ-સરળ અવસર બની રહેશે, ભગવદ્ભક્તોની સેવાનો લાભ મળશે અને સ્વ-પર-કલ્યાણની સિદ્ધિ ત્વરાથી થશે. સપુરુષોની વન્દના-સેવા-પૂજા ઇત્યાદિના માહાંલ્મ વિશે પૂર્વાચાર્યો અને સંતોએ શું કહ્યું છે તે હવે આપણે વિચારીએ : (હરિગીત) ૧. જિનવર ચરણકમળ નમે, જે પરમ ભક્તિરાગથી; તે જન્મવેલી-મૂળ છે દે, ભાવ ઉત્તમ શસ્ત્રથી. – ભાવપ્રાભૃત ૧૫૩/–શ્રી કુંદકુંદાચાર્ય ૨. દેવપૂજા, ગુરુભક્તિ, સ્વાધ્યાય, સંયમ ને તપ; દાન-આ છ અનુષ્ઠાનો, ગૃહસ્થીના દિને દિને. – શ્રી પદ્મનંદપિદિપંચવિંશતિ : ૬-૭ (દોહરા) ૩. મોક્ષમાર્ગના નેતા છે જે, કર્મશેલના ભેદનહાર, વિશ્વતત્ત્વના જાણનારને, વન્દુ તર્ગુણ પ્રામિ નિદાન સર્વાર્થસિદ્ધિ : મંગલાચરણ-શ્રી પૂજ્યપાદસ્વામી (ચોપાઈ) ૧. કર્મરૂપી પર્વતને. ૨. તેમના ગુણોની પ્રાપ્તિ માટે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના ૪. જે તુમ ચરણકમલ તિહું કાલ, સેવહિં તજ માયા જંજાલ, ભાવ ભક્તિ મન હરષ અપાર, ધન્ય ધન્ય જગ તિન અવતાર. કર્મનિકંદન, મહિમાસાગર, અશરણશરણ સુજસ-વિસતાર, નહિ સેયે પ્રભુ તુમરે પાય, તો મુજ જન્મ અકારથ જાય. – શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર : ૩૫, ૪૧ ૫. વંદન વંદન સેવન નમન વળી પૂજના રે, સ્મરણ સ્તવન વળી ધ્યાન દેવચંદ્ર દેવચંદ્ર કીજે જિનરાજની રે, પ્રગટે પૂર્ણ નિધાન. ઓલ.ડી. શ્રીમદ્ દેવચંદ્રજીકૃત શ્રીમુનિસુવ્રતસ્વામીનું સ્તવન (મંદાક્રાંતા) થાઓ મારાં નમન તમને, દુઃખને કાપનારા, થાઓ મારાં નમન તમને, ભૂમિ શોભાવનારા, થાઓ મારાં નમન તમને, આપ દેવાધિદેવ, થાઓ મારાં નમન તમને, સંસ્કૃતિ * કાળ જેવા. – શ્રી ભક્તામર સ્તોત્ર-૨૬ (દોહરા) ૭. મેં વંદો જિનદેવકો, કર અતિ નિરમલ ભાવ, કર્મબંધકે છેદને ઔર ન કછુ ઉપાય. તુમ પદપંકજ પૂજĂ, વિન રોગ ટર જાય, શત્રુ મિત્રતાકોં ધરે, વિષ નિરવિષતા થાય. નાથ તિહારે મામલૈં, છિનમાંહિ પલાય,+ જ્યો દિનકર પરકાશર્ત, અંધકાર વિનાશાય * સંસારના કાળ = મૂર્તિમાન મોક્ષસ્વરૂપ. + પાપો ક્ષણમાત્રમાં ભાગી જાય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ વદન - સેવન ૩૬ બહુત પ્રશંસા ક્યા કરું, મેં પ્રભુ બહુત અજાન, પૂજાવિધિ જાનું નહીં, સરન રાખિ ભગવાન. (ચોપાઈ) મેં તુમ ચરણકમળ ગુણ-ગાય, બહુવિધિ ભક્તિ કરું મન લાય; જનમ જનમ પ્રભુ પાઉં તોહિ, યહ સેવાફળ દીજે મોહિ. કૃપા તિહારી ઐસી હોય, જાનમ મરન મિટાવો મોય બાર બાર મેં વિનતી કરું, તુમ સેયે ભવસાગર તરું – વિનય-દોહાવલી તથા ભાષા-શાંતિપાઠ (દોહરો) ૯. કબીર યહ તને જાતા હૈ, સકે તો ઠૌર લગાય, કે સેવા કર સંતકી, કૈ પ્રભુકે ગુણ ગાય. ૧૦. “બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” શ્રીમદ્ રાજચંદ્ર ( પત્રાંક ૭૬ ૧૧. “ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યમ્રતીતિ આવ્યા વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ, જેના ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે.” શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક ૧૯૪ * મારા જન્મમરણ મટાડો. x યોગ્ય જગ્યાએ લગાવ, સફળ કર. Page #56 -------------------------------------------------------------------------- ________________ ચિંતવન – ધ્યાન ભૂમિકા : જેમ જેમ સાધક ભક્તિમાર્ગની આરાધનામાં આગળ વધતો જાય છે તેમ તેમ તેના ભાવોની નિર્મળતા વધતી જાય છે અને તેના નિર્મળ ભાવવાળો ભક્ત પ્રભુનું ચિંતન-મનન-ધ્યાન કરવાની શક્તિ પ્રાપ્ત કરતો જાય છે. અત્યાર સુધી સ્થૂળ એવી ઇન્દ્રિયોનાં આલંબનથી પ્રભુનો પરિચય કરતો હતો—જેમ કે કાન દ્વારા પ્રભુના મહિમાનું શ્રવણ કરતો હતો, જીભ દ્વારા મોટા ઉચ્ચારણથી તેમનું કીર્તન કરતો હતો અને આંખો, હાથ કે પગ દ્વારા પ્રભુનાં દર્શન-પૂજન, તીર્થાટન વગેરેમાં પ્રવર્તતો હતો. હવે નિર્મળ બુદ્ધિની પ્રાપ્તિ થતાં સૂક્ષ્મ એવા ચિત્ત દ્વારા ચિંતનનો અભ્યાસ કરે છે અને તેમાં સ્થિરતા સિદ્ધ થતાં ધ્યાનની દશાને પ્રાપ્ત કરે છે. સાધના-પદ્ધતિ : ચિતવન-ધ્યાનની સાધનાના ત્રણ પેટા વિભાગ પાડી શકાય : (અ) જાપ : પહેલા વિભાગમાં, પ્રભુનો કે ગુરુનો વારંવાર અંતરમાં મહિમા લાવી, વિશેષ પ્રયત્નપૂર્વક તેમના નામનો અથવા તેમણે આપેલા મંત્રનો જાપ કરવાનો છે. (બ) ચિંતવન : જેમનું નામ જપીએ છીએ અથવા જે મંત્રનો જાપ કરીએ છીએ, તેના અર્થને અનુરૂપ ચિંતવન કરવાનું છે. એટલે કે પ્રભુના કે ગુરુના સ્વરૂપને કે તેમના ગુણોને યાદ કરવાના છે. આને સ્મરણ પણ કહે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ચિંતવન - ધ્યાન (ક) ધ્યાન : જે ચિંતવનનો અભ્યાસ કરી રહ્યો છે, તેનો પ્રેમભાવ, લક્ષ પ્રત્યે (સદ્ગુરુ કે પરમાત્મામાં) વર્ધમાન થતાં તલ્લીનતા ઊપજે છે, જેથી ધ્યાનની સિદ્ધિ થાય છે. (અ) જાપ : અહીં સુધી જે ભક્ત પહોંચ્યો છે, તેનામાં વિવેક, વિનય, નિયમિતતા આદિ ગુણો પ્રગટ્યા હોય છે. આવા સાધકે જાપની સાધના માટે સેવા-પૂજાનો અલગ ઓરડો રાખવો. આ ઓરડો એવો હોય કે જેમાં બીજાં કોઈ સાંસારિક કાર્યો ન કરવામાં આવતાં હોય. આમ કરવાથી વાતાવરણની પવિત્રતા જળવાય છે. ઓરડામાં ઇષ્ટદેવ, ગુરુ કે સંતોના ફોટા રાખવાથી મનની પવિત્રતા જાળવવામાં સરળતા પડે છે. પ્રવૃત્તિમય કાળ દરમ્યાન, મંત્ર બોલવાની કે પ્રભુનામના રટણની સિદ્ધિ કરવા શરૂઆતમાં, કોઈ પણ વસ્તુ ખાતાં-પીતાં પહેલાં પ્રભુનામ બોલવાનો નિયમ લેવો જેથી દસ-પંદર વખત તો પ્રભુનું નામ જીભ પર રમતું થઈ જાય. થોડા અભ્યાસ પછી તેમાં નીચે પ્રમાણે ધીમે ધીમે ઉમેરો કરતા જવું— ૩૮ (i) (ii) સવારે ઊંઘમાંથી ઊઠીને તરત અને રાત્રે સૂતી વખતે. ઘરમાંથી કોઈ પણ કાર્ય કરવા માટે બહાર જતી વખતે. (iii) નહાતી વખતે, ધોયેલાં કપડાં પહેરતી વખતે, ભાઈઓએ દાઢી કરતી વખતે અને બહેનોએ વાળ ઓળતી વખતે. ક્રમિક અભ્યાસ દ્વારા જે આટલો આગળ વધી શકે તે ખરેખર મહાન સાધકની કક્ષામાં આવી જાય છે, કારણ કે એક દિવસની અંદર તે લગભગ સાઠ-સિત્તેર વખત પ્રભુનું નામ બોલતો થઈ જાય છે. આ વાત થઈ પ્રવૃત્તિ દરમ્યાન જાપની. આવો ભક્ત સાધક સવાર-સાંજ થઈ શાંતપણે ત્રણ માળાનો જાપ કરતો થાય. આગળ ઉપર, ધીમે ધીમે પ્રબુદ્ધ ભક્ત તો જેમનું નામ તે જપે છે તેમનું સ્મરણ પણ કરતો થઈ જશે, કારણ કે નામ-નામી અભિન્ન છે. જેવી રીતે રાજાનું નામ બોલતાં તેના મહેલ, વૈભવ, લશ્કર, Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ભક્તિમાર્ગની આરાધના અંતાપુર, સત્તા વગેરેનું સ્મરણ થાય છે તેવી રીતે પ્રભુ કે ગુરુનું નામ લેતાં તેમનાં જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, સમાધિ, ક્ષમા, વૈરાગ્ય, પરમ સંયમ વગેરે ઉત્તમ ગુણોનું સ્મરણ વિવેકી ભક્તોને થાય છે. માટે જ નામજપનો કે મંત્રના જપનો મહિમા મહાપુરુષોએ નીચે પ્રમાણે કહ્યો છે : (દોહરા) સિદ્ધનિકે સુખકો કહૈ, જાને વિરલા કોય, હમસે મૂરખ પુરુષકોં નામ મહાસુખ હોય. ધાનત નામ સદા જલ્પે, સરધાસો મનમાહિં, સિવવાંછા વાંછા વિના, તાકી ભવદુઃખ નાહિં. ધર્મવિલાસ ઃ સુખબત્રીસી : ૩૧-૩ર-કવિવર ઘાનતરાયજી (દોહરા) પઢને કી હદ સમઝ હૈ, સમઝણકી હદ જ્ઞાન, જ્ઞાનકી હદ હરિનામ હૈ, યહ સિદ્ધાંત ઉર આન. મહાત્મા કબીરદાસજી ૩. રામનામ ગતિ, રામનામ મતિ, રામનામ અનુરાગી, છે ગયે, હૈ, જે હોહિંગે આગે, તે ગનિયત બડભાગી. વિનયપત્રિકા : ૪૬ : સંત તુલસીદાસ ૪. કહ નાનક સોઈ નર સુખિયા રામનામ ગુન ગાવે, ઔર સકલ જગ માઈયા, નિરભય પદ નહિ પાવૈ. આ પ્રમાણે જયારે નામના રટણ અને જાપ દ્વારા નામી પ્રભુ-પરમાત્મા-સદ્ગુરુનું ચિંતન થવા લાગે અને એ રીતે જ્યારે ચિત્તમાં પ્રભુનું સ્મરણ સુસ્થિત બને ત્યારે ભક્તનો બીજી ભૂમિકામાં પ્રવેશ થાય છે જેનું નામ છે – nternational Page #59 -------------------------------------------------------------------------- ________________ ચિંતવન – ધ્યાન ४० (બ) સ્મરણ અથવા ચિંતવન ઃ જે મંત્રનો જાપ કરતા હોઈએ તેના અર્થનું ચિંતન કરવું અથવા જે પ્રભુનું નામ લેતા હોઈએ તેમના સ્વરૂપનું મૂર્તિનું કે ગુણોનું ચિંતન કરવું. શાંત, પવિત્ર, સૌમ્ય, સમાધિના આનંદમાં મગ્ન પરમાત્માનું ચિંતવન કરવાથી આપણામાં પણ તેવા ભાવોનું સ્કુરણ થાય છે, કારણ કે આત્મા, ભાવપૂર્વક જેનું જેનું ચિંતન કરે તેના તેના જેવો તે થાય છે. જોકે આ અભ્યાસની સિદ્ધિ માટે ખૂબ વિવેક, પરિશ્રમ, ધીરજ,વૈરાગ્ય, સહનશીલતા અડગ નિશ્ચયબળ, હિંમત, ખંત, માર્ગદર્શક પ્રેરક ગુરુ, આત્મવિશ્વાસ અને અભ્યાસની જરૂર પડે છે. નામજપ અને સ્મરણ બાબત મહાપુરુષોએ આપણને નીચે પ્રમાણે પ્રેરણા આપી છે : (દોહરા) (૧) ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સ્મરણકો ચાવ; નરભવ સફલો જો કરે, દાન, શીલ, તપ ભાવ. શ્રી બૃહદ્ આલોચના-૨૬ : લાલા રણજિતસિંહજી (૨) શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ અનંત સિદ્ધની ભક્તિથી તેમ જ સર્વદૂષણરહિત, કર્મમલહીન, મુક્ત, નિરાગી, સકળભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભકિતથી આત્મશક્તિ પ્રકાશ પામે છે તલવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતો જાય છે. દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપના ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. – શ્રી મોક્ષમાળા-શિક્ષાપાઠ : ૧૩ : શ્રીમદ્ રાજચન્દ્ર (૩) નિરંતર ઉદાસીનતાનો કમ સેવવો. સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, સપુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સત્યરુષોના લક્ષણનું ચિંતન Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ભક્તિમાર્ગની આરાધના કરવું સપુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું તેના મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં, તેઓએ સમ્મત કરેલું સર્વસમ્મત કરવું, આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરીફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. (દોહરો) (૪) જબ જાગે તબ રામ જપ, સોવત રામ સંભાર, ઉઠત-બૈઠત આતમા ! ચાલતા રામ ચિતાર. સુમરન સિદ્ધિ યો કરો, જૈસે દામ કંગાલ; કહે કબીર બિસરે નહીં, પલ પલ લેત સંભાળ. –કબીરજીનાં આધ્યાત્મિક પદો : ૧૪-૨૨ તથા ૬-૨-૪ નામ-સ્મરણ (જાપ)ના અભ્યાસમાં ઉપયોગી મુદ્દા : (૧) પવિત્રતાઃ પવિત્ર પુરુષોના ગુણો અને ચારિત્રને યાદ કરવા માટે ભક્તમાં ભૂમિકારૂપ પવિત્રતા આવશ્યક છે. મોટાં વ્યસન અને સર્વ પ્રકારના દુરાચારનો ત્યાગ જરૂરી છે. (૨) આહાર-વિહારની શિસ્ત : સાદો, સાત્ત્વિક અને મિતાહાર સાધનામાં ઉપયોગી છે. ભરપેટ અને ભારે આહાર પ્રમાદજનક હોવાથી વજર્ય છે. ખૂબ શારીરિક શ્રમ આસન-સ્થિરતાને બાધક થઈ ચંચળતા ઉપજાવે છે તેથી અતિશય શ્રમ પણ વર્ષ છે. (૩) ભૂમિકા-ઉપાર્જનઃ શાંત, નિર્મળ ચિત્તથી ચિતવનમાં જલદીથી સફળતા મળે છે. દૈનિક ગૃહકાર્યોમાં રોકાયેલો ભક્ત સ્મરણ-જાપ કરવા બેસે તે પહેલાં બે-ત્રણ ભક્તિ-વૈરાગ્યનાં પદો બોલે અથવા દસેક મિનિટ Page #61 -------------------------------------------------------------------------- ________________ ચિંતવન – ધ્યાન - શાસ્ત્રવાંચન કરે તો તેનું ચિત્ત સ્મરણને યોગ્ય બને છે. ચીકણા વાસણ ઉપર જેમ ક્લાઈ ચઢતી નથી અથવા છાર પર લીંપણ કરવાથી તે ટકતું નથી તેમ અતિશય ક્ષુબ્ધ (અશાંત) અને મલિન મન પ્રભુનામમાં કે પ્રભુસ્મરણમાં ચોંટવાની યોગ્યતાવાળું હોઈ શક્યું નથી. ૪૨ (૪) નિયત સ્થાન અને સમય ઃ અમુક ચોક્કસ સમયે અને ચોક્કસ જગ્યાએ અભ્યાસ કરવાથી ચિત્તવૃત્તિનો પ્રવાહ એક દિશામાં સહેજે સહેજે વળતો જાય છે. (૫) સાધનાનું સાતત્ય : ચિંતવન-સ્મરણ દરરોજ કરવું આવશ્યક છે. થોડા દિવસોનો આંતરો પડી જવાથી ચિત્તને પાછું એકાગ્ર કરવામાં મુશ્કેલી પડે છે. લગ્ન, મરણ, મુસાફરી, અકસ્માત, માંદગી કે એવા વિપરીત સંજોગોમાં સમય થોડો ઓછો કરીને પણ ચિંતવનના ક્રમને સંભાળી લેવાથી ઘણો ઘણો લાભ થાય છે. જાપમાં બેઠા પછી વચમાં બીજું કોઈ કાર્ય કરવાનું નથી. (૬) ચિંતનમાં અવલંબનની વિવિધતાનો સ્વીકાર ઃ મનુષ્યના ચિત્તનો એક જ વસ્તુથી કંટાળી જવાનો સ્વભાવ થઈ ગયો છે. માટે પોતાના ઇષ્ટ પરમાત્મા કે સદ્ગુરુની મૂર્તિ, મુદ્રા કે ચરિત્રપ્રસંગોમાં ચિત્ત ન ચોટે તો બીજા તીર્થંકરો, આચાર્યો કે સંતોનું સ્મરણ કરી ચિત્તને ચિંતવન કરવાની નવિન સામગ્રી આપીને રાજી કરવું, જેથી પવિત્ર ચિંતવનની ધારા લંબાય અને ચિત્ત અન્ય સંસારી કે બીજી પાપમય વસ્તુઓના વિચારમાં ચાલ્યું ન જાય. જો હઠ પકડી અન્ય યોગ્ય ચિંતનસામગ્રી નહીં આપીએ તો મનોનિગ્રહ થઈ શકશે નહીં અને સાધનામાં ભંગ પડશે. આ માટે જ્ઞાની પુરુષોની આજ્ઞા નીચે મુજબ છે : .......અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું, Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ભક્તિમાર્ગની આરાધના અદ્ભુત ચરિત્ર પર દૃષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. નિર્વિકલ્પ. –શ્રીમદ્ રાજચન્દ્ર : પત્રાંક-૮૪૩ (૭) જાપમાં ઉચ્ચારણ વિશે : (i) મંત્રનો જાપ બહુ મોટેથી પણ નહીં અને બહુ ધીમા સ્વરમાં પણ નહીં-એ પ્રમાણે કરવો. (i) મંત્રના શબ્દોનો ઉચ્ચાર શુદ્ધ અને સ્પષ્ટ કરવો. (i) મંત્ર બોલવાની ગતિ મધ્યમ રાખવી, બહુ જલ્દી બોલવાથી તેના અર્થના ચિતવનમાં પાછળ રહી જવાય છે અને બહુ ધીમી ગતિએ બોલવાથી પ્રમાદ ઊપજવાનો ભય રહે છે. આ પ્રમાણે ભક્ત, જાપમાંથી મરણમાં સ્મરણ સૂક્ષ્મ થતાં – ચિત્તવૃતિ સ્થિર થતાં - ત્રીજી ભૂમિકામાં પ્રવેશ થાય છે જેનું નામ છે – (ક) ધ્યાન પોતાના ઈષ્ટદેવના સ્વરૂપમાં, ગુણોમાં કે ચારિત્રપ્રસંગોના સ્મરણમાં જયારે ભક્ત એક્તાર થઈ જાય છે ત્યારે તે સ્મરણમાંથી ધ્યાનમાં આવ્યો છે, એમ કહી શકાય. પરંતુ સાધનાકાળમાં સ્મરણ અને ધ્યાનની અવસ્થાઓનું આવન-જાવન થયા જ કરે છે. સાધનાપદ્ધતિ : અહીં ભક્તિના વિષયનું પ્રતિપાદન ચાલે છે. ધ્યાન એ મુખ્યપણે તો યોગ-સાધનાનો વિષય છે. અહીં તો માત્ર ભક્તજન, પ્રભુ-સ્મરણ કે સદ્ગુરુ-સ્મરણને કેવી રીતે લંબાવે છે તેનું જ સંક્ષિપ્ત વિવરણ કરીશું. આગળ “જાપ'ના વિષય હેઠળ જે જે મુદ્દાઓ કહ્યા હતા તે બધા અહીં Page #63 -------------------------------------------------------------------------- ________________ ચિંતવન – ધ્યાન ४४ પણ લાગુ પાડવાં. ઈષ્ટની મૂર્તિનું જે માનસિક ચિત્ર અંતરમાં અંકાયું હોય તેને મૃતિપટ પર સ્પષ્ટ કરવું. સામાન્ય રીતે તે મૂર્તિ કે મુદ્રા જાણે કે હૃદયપ્રદેશમાં વિરાજિત કરેલી હોય તેમ ભાવના કરીને તેના પગ, પેટ, છાતી, ગળું, મુખકમળઆંખો અને માથું - એમ ભિન્ન ભિન્ન અંગો પર દષ્ટિને સ્થિર કરવી અને આવી રીતે વારંવાર “પરિકમ્મા' કરવી. પછીથી આખી મુદ્રાનું એકસાથે ધ્યાન કરવું અને તેના વડે પોતાના આખા શરીરમાં જ્ઞાનરૂપી તેજ વ્યાપી સર્વ પ્રકારની મલિનતાનો નાશ કરી રહ્યું છે એમ ભાવના કરવી. અત્યંત પ્રેમભાવને લીધે જે ધ્યાન કરી રહ્યો છે તે જાણે ધ્યેયની સાથે એક થઈ જાય છે તેવો ભાવ કરવો. બસ, આટલે સુધી પ્રયત્ન કરી શકાય છે. આગળ, ધ્યાન યથાપદવી સહજપણે લાગે છે. આનાથી આગળની ભૂમિકા છે—સમતા અને એક્તા, જે આપણે આગળ ઉપર જોઈશું. માહાસ્ય અને ફળ : સ્મરણ શબ્દમાં ચિંતવન અને ધ્યાન બન્નેનો સમાવેશ થઈ જાય છે. જે વડે કરીને ભક્ત ભગવાનમાં અથવા સદ્ગુરુમાં લય લગાવવાનો પ્રયત્ન કરે છે, બુદ્ધિપૂર્વકના પ્રયત્ન દ્વારા જગતની બીજી બધી વસ્તુઓને ભૂલીને, યેન કેન પ્રકારેણ (જે પણ રીતે બને તે રીતે) તે પ્રભુ-ગુરુનું જ પોતાના હૃદયમંદિરને વિશે પ્રેમપૂર્વક પ્રતિષ્ઠાપન કરે છે, તેને સ્મરણ કહીએ. અધ્યાત્મદષ્ટિએ વિચારતાં એને “ભાવના', “પ્રેમ”, કે “સુરતા' પણ કહી શકાય અને સર્વ સાધનાનું ફળ પણ જ્ઞાનીઓએ આ જ કહ્યું છે કે “જગતની વિસ્મૃતિ કરવી અને “સતીના ચરણમાં રહેવું.” સંતો તેનો મહિમા નીચે પ્રમાણે ગાય છે : (દોહરો) ૧. જિન સમરો, જિન ચિંતવો, જિન ધ્યાવો મન શુદ્ધ, તે ધ્યાતાં ક્ષણ એકમાં લહો પરમપદ શુદ્ધ. –યોગસાર : ૧૮-શ્રી યોગિન્દુદેવ Page #64 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના ૨. જે નિરંતર બીજામાં ચિત્ત નહીં રાખતો નિત્ય મારું (પરમાત્મા)નું સ્મરણ કરે છે તે નિત્ય યુક્ત યોગીને, હે પાર્થ ! હું સુલભ છું. —શ્રીમદ્ ભગવદ્ગીતા : ૮-૧૪ (ધનરા ઢોલા - એ દેશી) પીઉ પીઉ કરી તમને જપું રે, હું ચાતક તુમે મેહ, મ એક લહેરમાં દુઃખ હરો રે, વાધે બમણો નેહ, મનના માન્યા, ચન્દ્રપ્રભ જિન સાહિબા રે. —શ્રીમદ્ યશોવિજયજીકૃત ચન્દ્રપ્રભુસ્વામીનું સ્તવન ૪૫ ૩. ૪. ૫. હર હર એમ જ સર્વત્ર હો, તે જ પ્રતીતિ થાઓ, તેનું જ ભાન હો. તે જ સત્તા અમને ભાસો. તેમાં જ અમારો અનન્ય, અખંડ અભેદ...હોવો યોગ્ય જ હતો. —શ્રીમદ્ રાજચન્દ્ર-૧૬૦ પ્રભુસ્મરણથી સત્ય, સંતોષ અને જ્ઞાન પમાય, પ્રભુસ્મરણથી જાણે અડસઠ તીર્થોમાં નાહ્યા. પ્રભુસ્મરણથી શાસ્ત્રોનું સાચું રહસ્ય પ્રાપ્ત થાય. પ્રભુસ્મરણથી સ્હેજે ધ્યાન-સમાધિ પ્રાપ્ત થાય. પ્રભુસ્મરણથી દુઃખ-પાપનો નાશ થઈ જાય છે. જપજી-પૌડી ૧૯-શ્રીગુરુ નાનક સાહેબ ૬. (પ્રભુ સાથેની લય-સ્મરણની ધૂન) જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે. તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી ૧ : બીજો ૨ : છેતરે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ચિંતવન – ધ્યાન ૪૬ વેદના કહી કેમ જાય? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. –શ્રીમદ્ રાજચન્દ્ર : પત્રાંક ૨૪૧ (દોહરા) ૭. જપ, તપ, સંયમ સાધના, સબ સુમિરનકે માહિ; કબીરા જાને રામજન, સુમિરન સમ કછુ નાહિં, સુમરાસે સુખ હોત હૈ, સુમરનસે દુઃખ જાય; કહૈ કબીર સુમરન કિયે, સ્વામી માંહિ સમાય. સુમરન જગમેં સાર હૈ, ઔર સકલ જંજાલ, આદિ અંત સબ શોપિયા, દૂજા દેખાં કાલ. –કબીરનાં આધ્યાત્મિક પદો (મંદાક્રાંતા) શાસ્ત્રોકા હો પઠન સુખદા, લાભ સત્સંગીકા, સવૃત્તાંકા સુજસ કહેકે, દોષ ઢાં સભીકા, બોલું પ્યારે વચન હિતકે, આપકા રૂપ ધ્યાઊં, તૌલાં સેલ્ફ ચરણ જિનકે, મોક્ષ લોન પાઊં. બૃહન્જિનવાણી સંગ્રહ : શાંતિપાઠ ભાષા (પ્રભાતિયું) ૯. ધ્યાન ધર હરિ તણું, અલ્પમતિ આળસુ - જે થકી જન્મનાં દુઃખ જાયે, Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ભક્તિમાર્ગની આરાધના અવર ધંધા કરે, અરથ કાંઈ નવ સરે, માયા દેખાડીને મૃત્યુ વહાર –ભક્તકવિ નરસિંહ મહેતા ૧૦. જય જય ગુરુદેવ ! નમોડસ્તુ, નમોડસ્તુ નમોડસ્તુ, શરણં, શરણં શરણું, ત્રિકાલ શરણે, ભવોભવ શરણં, સદ્ગુરુ શરણે, સદા સર્વદા, ત્રિવિધિ ત્રિવિધિ ભાવવંદન હોય, વિનયવન્દન હોય, સમયાત્મક વન્દન હોય, ૐ નમોડસ્તુ જયગુરુદેવ શાંતિ પરમ તારુ, પરમ સજ્જન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ મયાળ, પરમ કૃપાળ, વાણી સુરસાળ, અતિ સુકુમાર, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, “મા હણો, મા હણો” શબ્દના કરનાર, આપકે ચરણકમલમેં મેરા મસ્તક, આપકે ચરણકમળ મેરે હૃદયકમળમેં અખંડપણે સંસ્થાપિત રહે, સત્પરુષોંકા સસ્વરૂપ, મેરે ચિત્તસ્મૃતિકે પટ પર ટંકોત્કીર્ણવત્ સદોદિત જયવંત રહે, જયવંત રહે. આ પ્રકારે ચિંતવન-ધ્યાનનો અપૂર્વ મહિમા અંતરમાં લાવી, તેવા ઉત્તમ ભાવો આપણા આત્માને વિષે નિરંતર ઊપજે અને સ્થિર રહે તેવા પુરુષાર્થમાં લાગવાની પ્રભુ આપણને શક્તિ આપે એ જ અભ્યર્થના ! ૧. બીજો ૨. છેતરે Page #67 -------------------------------------------------------------------------- ________________ લઘુતા ભૂમિકા : લઘુતા શબ્દ “અલ્પપણું', નાનાપણું' સૂચવે છે. પોતાના આત્મા વિષે આવો લઘુતાનો ભાવ કોને ઊપજે ? જે ભાગ્યવાન ભક્તજને શ્રીસદ્ગુરુના બોધ દ્વારા ભગવાનના-પરમાત્માના અનંત અચિંત્ય અલૌક્કિ સ્વરૂપને જાણ્યું હોય, “અહો ! આવા અભુત ઐશ્વર્યના સ્વામી મારા પ્રભુજી છે' એવી જેના અંતરમાં પ્રતીતિ થઈ હોય, તેવા ભક્તના હૃદયમાં પોતાની વર્તમાન દશાના દોષોનું દિગ્દર્શન થતાં જે અલ્પત્વનો, તુચ્છતાનો, પ્રભુનું દાસાનુદાસપણું સ્વીકારવાનો અને તેને જ શરણે રહેવાનો જે ભાવ ઊપજે તે સાચી લઘુતા છે. આવો ભાવ ખરેખર ઊપજવો કઠિન છે અને તેથી જ શાસ્ત્રકારની શૈલીમાં પણ તેનો ક્રમ શ્રવણ-કીર્તન-ચિંતવન-વન્દન-સેવન-ધ્યાન એવી છ સાધનાભૂમિકાઓના પરિપાકરૂપે સાતમી ભૂમિકામાં ભવ્ય ભક્તોના જીવનમાં ઊપજવો કહ્યો છે. સાધના-પદ્ધતિ : સત્સંગ, સમજણ અને શ્રદ્ધા એમ ત્રણ મુખ્ય ભૂમિકાઓમાં આ સાધના વહેંચાયેલી છે. ભક્તનું અને ભગવાનનું, પોતાનું અને પરમાત્માનું શું સાચું સ્વરૂપ છે, તે જાણવાનો સર્વોત્તમ ઉપાય સાચા અનુભવી પુરુષોનો સમાગમ કરવો તે છે. જયાં સુધી તેમનો સત્સંગ ન કરીએ ત્યાં સુધી . Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ભક્તિમાર્ગની આરાધના પોતાના દોષો કેવી રીતે જણાય? તથા આવા પરમ-માહામ્યવાન પ્રભુ છે એ પણ ક્યાંથી ખ્યાલમાં આવે ? માટે જ સંતોએ કહ્યું – “અનંત કાળથી આથડયો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ-સંતને, મૂક્યું નહિ અભિમાન. પ્રભુ, પ્રભુ લય લાગી નહિ, પડોન સગુરુ પાય, દીઠા નહિ નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય ? અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?” * – શ્રીમદ્ રાજચન્દ્ર : ૨૬૪/૧૫-૧૮-૧૯. આમ, સાચા જિજ્ઞાસુ થઈને સરળતા-વિનયાદિ ગુણો સહિત વારંવાર સંતોનો, ભગવદ્ભક્તોનો અને સત્સંગીઓનો સમાગમ કરવો જોઈએ. વારંવાર પ્રભુના ગુણોનો મહિમા સાંભળીને તે સંબંધી વિચાર કરવો. આવી સાધનામાં જે જે બાધક તત્ત્વો હોય તેમનો ત્યાગ કરવો. સાત્ત્વિક્તાને ગ્રહણ કરીને, નાસ્તિક અને દુર્જનોથી દૂર રહીને, જેમ જેમ પ્રભુના ગુણોનો વિચાર કરવામાં આવશે તેમ તેમ શ્રદ્ધાનો આવિર્ભાવ થઈ તે પાકી થતી જશે. પ્રથમ અને મધ્યમ ભૂમિકાઓમાં અનાદિ કાળથી સેવેલાં મિથ્યા-અભિમાનના સંસ્કાર જોર કરશે, તથા ઊંઘ, ખૂબ ખાવાપીવાની વૃત્તિ, ગામના ગપાટા મારવાની ટેવ, વ્યસન વગેરે તુચ્છ વસ્તુઓ પ્રતિ ચિત્તનું વારંવાર ખેંચાઈ જવું, લોકો તરફથી અને સ્વજનો તરફથી ભગવભજનમાં અનેક વિનોનું ઉપજાવવું, ભવિષ્યમાં મારું શું થશે અને મને કોણ મદદરૂપ થશે એવી ચિંતા અને ભયની લાગણી થવી એ ઈત્યાદિ પ્રકારે અનેક બાહ્ય અને અંતર પરિબળો સત્સંગ-સવિચારપ્રભુભક્તિમાં વિક્ષેપરૂપ થશે તોપણ વિશ્વાસ, સદ્ગરમાં નિષ્ઠા અને આધીનપણું તથા સતત ભજનનો અભ્યાસ કરવાથી ભગવાનનું લોકોત્તર Page #69 -------------------------------------------------------------------------- ________________ લઘુતા ૫૦ માહાભ્ય શ્રદ્ધામાં આવશે અને પોતાના દોષોનો વિશેષ વિશેષ ખ્યાલ આવતો જશે. આમ થતાં, સાચા સ્વરૂપમાં “લઘુતા”નો ભાસ થશે અને ભક્તિની આ પ્રકારની સાધના ક્રમે કરીને સારી રીતે સિદ્ધ થઈ શકશે. ઉપરોક્ત આખી સાધનાની સાંકળમાં, યોગ્ય સત્સંગનો વિધિપૂર્વક આશ્રય અને પોતાની અંતરની શ્રદ્ધા - આ બે વસ્તુઓ પાયારૂપ છે. તેનો સાધનાક્રમ સંક્ષેપમાં મહાત્માઓ નીચે પ્રમાણે કહે છે : પરંતુ તે ભક્તિ વિષયત્યાગ અને સંગત્યાગથી પ્રાપ્ત થાય છે. મુખ્યત્વે મહાત્માઓની કૃપા અથવા તો ભગવાનની કિંચિકૃપાથી તે પ્રાપ્ત થાય છે. તે માટે મહાત્માઓનો સંગ દુર્લભ, અગમ્ય અને અચૂક સાધન છે. કુસંગનો સર્વથા ત્યાગ કરવો. નાસ્તિક અને વૈરીનાં વચનો સાંભળવા નહીં. અભિમાન, દંભ આદિકને છોડવાં તથા વાદવિવાદનું અવલંબન લેવું નહીં. અહિંસા, સત્ય, પવિત્રતા, દયા, આસ્તિકય આદિનું પાલન કરવું. અખંડ ભજનથી તેમાં સફળતા મળે છે.* આ પ્રમાણે જ્યાં સુધી અને જેટલા પ્રમાણમાં પોતાની ભક્તિશક્તિ પહોંચે છે ત્યાં સુધી અને તેટલા પ્રમાણમાં ભક્ત સાધક વિવેકપૂર્વકનો ગુરુત્તમ પુરુષાર્થ કરે છે. આમ કરવા છતાં કોઈક કોઈક ક્ષણો સાધનાકાળમાં એવી પણ આવે છે કે જયારે આગળ વધવું તો શું પણ જયાં હોઈએ ત્યાં ટકી રહેવું પણ ભક્તને માટે મુશ્કેલ બની જાય છે. આવું અનુલ્લંઘનીય વિઘ્ન આવતાં તે શું કરે ? આવા કસોટીના કપરા કાળમાં, કાં તો તે સત્પરુષના શરણે જાય અથવા તો પ્રભુનું શરણ ગ્રહણ કરી પોતે પ્રાર્થનારૂપે પ્રવર્તે છે. દરેક ભક્ત-સાધકને વધતા-ઓછા પ્રમાણમાં આવી દશાનો અનુભવ થાય જ છે તેથી તે પ્રાર્થનારૂપ સાધનાપ્રણાલીનો આપણે હવે વિચાર કરીએ. * શ્રી ભક્તિસૂત્ર (મહર્ષિ નારદરજી) Page #70 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના પ્રાર્થના સામાન્ય ભૂમિકા : શબ્દાન્વયની અપેક્ષાએ વિચારીએ તો પોતાના પ્રમુખ અર્થ (પ્ર+અર્થ)ની સિદ્ધિ માટે જે કાંઈ કરવામાં આવે તે પ્રાર્થના ગણી શકાય. પરંતુ મનુષ્યોના આત્મવિકાસની અનેક શ્રેણિઓ હોવાને લીધે તેઓનું અભીષ્ટ (ધ્યેય, અર્થ) પણ જુદું જુદું હોય છે અને એ અપેક્ષાએ પ્રાર્થના કરનારની શ્રેણીઓ પણ અનેક છે. તેવા ભક્તોના મુખ્ય ચાર પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે : અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની.* અર્થાર્થી : સૌથી નીચી કક્ષાનો આ ભક્ત પોતાના સ્વાર્થને માટે પ્રભુને પ્રાર્થના કરે છે, છતાં તેને પ્રભુમાં વિશ્વાસ છે, એ અપેક્ષાએ તેને ભક્ત તરીકે ગણવામાં આવ્યો છે. આ ઃ આ ભક્ત નવી સંપત્તિ કે બીજા કોઈ સાંસારિક વૈભવને ઇચ્છતો નથી, પરંતુ પ્રાપ્ત ઐશ્વર્યનો વિયોગ સહન કરવાની તેનામાં હજુ શક્તિ નથી, તેથી તેની રક્ષા અર્થે તે, પ્રભુને પ્રાર્થના કરે છે. જિજ્ઞાસુઃ આ ભક્ત મહદ્ અંશે નિષ્કામ છે કારણ કે તે જગતના કોઈ પદાર્થોની ઈચ્છા કરતો નથી, માત્ર પરમાત્મપદના જ્ઞાનની પ્રાપ્તિની તેને ઇચ્છા છે, એ અપેક્ષાએ આ ભક્ત ઊંચી કોટિનો ગણી શકાય. જ્ઞાની : આ સર્વોત્તમ ભક્ત છે, તેણે તો કોઈ અપેક્ષાએ પરમાત્મપદ પ્રાપ્ત કરી લીધું છે એમ કહી શકાય. તેની ભક્તિ માત્ર અદ્વૈતુકી છે, નિઃસ્પૃહા છે, અનન્ય છે, પ્રશંસનીય છે. પ્રભુએ તેને પોતાના આત્મીયજન તરીકે સ્વીકાર્યો છે. * શ્રીમદ્ ભગવદ્ગીતા : ૭-૧૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ લઘુતા પર આધ્યાત્મિક અભિગમ : મનુષ્યના સર્વોત્તમ પુરુષાર્થરૂપ મોક્ષની અભિલાષાથી પ્રેરાઈને, આત્માની શુદ્ધિ માટે, પરમાત્મા કે સદ્દગુરુને નજર સમક્ષ રાખીને ભક્ત, ભગવાનને જે નમ્ર વિનંતી કરે છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રાર્થનાનું વ્યાવહારિક સ્વરૂપ છે. પ્રાર્થનાનું વિજ્ઞાન સમજવા માટે અને આધ્યાત્મિક વિકાસમાં તેનો યથાયોગ્ય ઉપયોગ થઈ શકે તે અર્થે, દરેક પ્રબુદ્ધ પ્રાર્થનાકારે નીચેના સિદ્ધાંતોને સારી રીતે સમજવાં જોઈએ : (અ) લઘુતાસહિત આત્મસમર્પણ : દરેક પ્રાર્થનાકારને એ સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ કે પોતે અલ્પ શક્તિનો ધરનાર છે અને જેમને પ્રાર્થના કરવામાં આવી રહી છે તે અતિ મહાન શક્તિના ધારક છે. જેના અંતરની અંદર, પોતાની વર્તમાનદશાની લઘુતાનું યથાર્થ દર્શન નથી થયું તે સર્વાર્પણભાવથી પ્રભુનું શરણ કેવી રીતે લઈ શકે ? જયાં સુધી અજ્ઞાનજાનત “હું”, અહમ્' કે “અભિમાન'નો ભાવ અંતરમાં રહ્યો છે ત્યાં સુધી પ્રપન્નતા–આત્યંતિક શરણાગતિ-(Total Unilateral Unconditional surrender)નો ભાસ સિદ્ધ થઈ શક્તો નથી. આ કક્ષાની સાધના સંપૂર્ણ રીતે સફળ થવા માટે ભક્તના અંતરમાં, વર્તમાનમાં પોતાના પુરુષાર્થથી આગળ વધવાની પોતાની સંપૂર્ણ અશક્તિની જાહેરાત અને તેના ફળરૂપે ઊપજવા યોગ્ય શરણાગતિની સંપૂર્ણતા પણ દષ્ટિગોચર થાય છે. તેથી જ સંતોએ ગાયું : (૧) હે નાથ ! હું આપનો સંદેશવાહક છું, દાસ છું, સેવક છું. અને કિંકર છું. માટે “આ મારો છે એ પ્રમાણે આપ સ્વીકાર કરો. અધિક હું કાંઈ કહેતો નથી. વાગરાગસ્તવ/૨૦૧૮ શ્રી હેમચંદ્રાચાર્યજી (૨) હે પરમાત્મા (અરિહંત) ! આપ કૃપા કરીને આ ભયાનક કૂવારૂપ સંસારમાં પડેલા મુજનો તેનાથી ઉદ્ધાર કરો. આપ તેમાંથી મુજનો Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ભક્તિમાર્ગની આરાધના ઉદ્ધાર કરવા સમર્થ છો. તેથી હું વારંવાર આપને નિવેદન કરું છું. તમે જ દયાળુ છો, તમે જ પ્રભુ છો અને તમે જ રક્ષક છો. તેથી મોહરૂપ શત્રુ દ્વારા જેનું માનમર્દન કરવામાં આવ્યું છે એવો હું આપની પાસે પોકારીને કહું છું. ....આ હું અને તે કર્મરૂપી શત્રુ આપની સામે હાજર છીએ. આમાંથી આપ દુષ્ટને ખેંચીને બહાર ફેંકી દો, કારણ કે સજનું રક્ષણ કરવું અને દુષ્ટને દંડ દેવો એ ન્યાયપ્રિય રાજાનું કર્તવ્ય હોય છે. શ્રી પદ્મનંદિપંચવિંશતિ : ૨૦-૩-૪ તથા ૯-૨૦ (દોહરા) (૩) (અ) દાસ કહાવન કઠીન હૈ, મેં દાસનકો દાસ, અબ તો ઐસા હો રહું, કિ પાંવ તલકી ઘાસ. (બ) સાહબ તુમ હી દયાલ હો, તુમ લગ મેરી દોર, જૈસે કાગ જહાજકો, સૂઝત ઔર ન ઠૌર. (ક) સાહબ સો સબ હોત હૈ, બંદેસે કછુ નાહિં, રાઈ તે પર્વત કરે, પર્વત રાઈ માંહિ, – મહાત્મા કબીરદાસજી (વાસ્તુ છંદ) (૪) મહારાજ શરણાગતપાલ, પતિતઉધારણ દીનદયાલ સુમિરન કરવું નામ નિજ શીશ, મુજ દુઃખ દૂર કરહુ જગદીશ. – શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર : ૪૦-શ્રી બનારસીદાસકૃત પદ્યાનુવાદ (દોહરા) (૫) હું પામર શું કરી શકું ?” એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ લઘુતા ૫૪ કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. –શ્રીમદ્ રાજચન્દ્ર ઃ ૨૬૪-૫, ૧૪ (રાગ ધનાશ્રી) (૬) તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારી રે, વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે. ગિરુઆરે ગુણ તુમ તણા. –શ્રીમદ્ યશોવિજયજી મહારાજકૃત મહાવીર સ્તવન (રાગ ખમાજ-તીન તાલ) (૭) મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે, મુજને પોતાનો જાણીને પ્રભુ પદ પાળજો રે. મારી નાડો વિશ્વેશ્વર શું હજી વિસારી, બાજી હાથ છતાં કાં હારો; મહા મૂંઝારો મારો નટવર, ટાળજો રે. મારી નાડo કેશવ હરિ મારું શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે? લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે. મારી નાડo (બ) વિશ્વાસ : જોકે ભક્તિમાર્ગની આરાધના કરતી વખતે સર્વત્ર પ્રભુમાં વિશ્વાસ તો જરૂરી છે જ, પણ આ કક્ષાએ વિશ્વાસ તેની ચરમસીમાએ પહોંચે છે. અહીં, ભક્તજન થાકી જઈને જાણે કે પ્રભુ કે સદ્દગુરુના ખોળે જઈ બેસે છે, જેમ કોઈ બાળક બહારથી રમી આવીને, થાક્યો પાક્યો થઈ માતાના ખોળામાં જઈ પડે તેમ. જેમ બાળકને માતામાં અતૂટ વિશ્વાસ છે કે તેણી તેના પર હેતથી હાથ ફેરવી તેનો થાક ઉતારશે અને ખાવાપીવાનું આપશે તેવો જ – પણ તેથી અનેકગણો વધારે - વિશ્વાસ ભક્તને ભગવાનમાં છે. એક લૌકિક સજ્જન પણ જો શરણાગતનું Page #74 -------------------------------------------------------------------------- ________________ પપ ભક્તિમાર્ગની આરાધના રક્ષણ કરે છે, તો ત્રણ લોકના નાથ એવા પરમાત્મા કે કરુણાના સાગર એવા સદ્ગુરુ કેમ સહાયક થયા વિના રહે? હા, આ એક એવા અલૌકિક, દિવ્ય પ્રેમ-સંબંધની વાત છે, જે માત્ર ભક્ત-હૃદય જ સમજી શકે છે કે જેણે પોતાનું સર્વસ્વ પ્રભુચરણે સમર્પણ કરી દીધું છે. સંતો, આ વિશ્વાસને - શ્રદ્ધાને ધર્મસાધનાનું મુખ્ય અંગ ગણે છે, યથા – (૧) શ્રદ્ધા એ ધર્મનું મૂળ છે. – શ્રીદર્શનપ્રાભૃત-૨ : શ્રી કુંદકુંદાચાર્ય (રોલા છન્દ) . ૨. જનમજનમકે દુઃખ સહે સબ તે તુમ જાનો, યાદ કિયે મુજ હિયે લર્ગ આયુધસે માનો, તુમ દયાલ જગપાલ સ્વામી મેં શરન ગહી હૈં, જો કુછ કરનો હોય, કરો પરમાન વહી હૈ. –એકીભાવસ્તોત્ર : ૧૧ : મુનિશ્રી વાદિરાજ (ભૂધરદાસજીકૃત પદ્યાનુવાદ) (દોહરા) ૩. પતિતઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર, ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર. જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન, કરુણાનિધિ કૃપાળુ હે! શરણ રાખ હું દીન. – શ્રી બૃહદ્ આલોચના : લાલા શ્રી રણજિતસિંહકૃત (પદ્ધરી છંદ). ૪. ત્રિભુવન તિહુંકાલ મંઝાર કોય, નહિ તુમ બિન નિજ સુખદાય હોય, Page #75 -------------------------------------------------------------------------- ________________ લઘુતા ૫૬ મો ઉર યહ નિશ્ચય ભયો આન, દુખજલધિ-ઉતારના તુમ જિહાજ. – શ્રી દોલતરામજીકૃત પ્રભુસ્તુતિ ૫. વિશ્વાસ, વિશ્વાસ, આપણા પોતાનામાં વિશ્વાસ, પરમાત્મામાં વિશ્વાસ. આ જ મહાનતાનું રહસ્ય છે. – સ્વામી વિવેકાનંદ (દોહરો) ૬. આ દેહાદિ આજથી, વત પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન. –શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર : ૧૨૬ (રાગ બિહાગ - ત્રિતાલ) ૭. જિહિ સુમિરનસે અતિ સુખ પાવૈ સો સુમિન ક્યોં છોડ દિયા, ખાલસ એક ભગવાન ભરોસે, તન-મન-ધન ક્યો ન જોડ દિયા. નામ-જાન ક્યોં છોડ દિયા. આવા અનેક ભક્ત-સંતોએ પોતાના સર્વસ્વનું પ્રભુ-ગુરુને સમર્પણ કરી પોતાનું જીવન ધન્ય અને કૃતકૃત્ય બનાવ્યું છે. નમન હો તેમની શ્રદ્ધાને! નમન હો તેમના સમર્પણને ! (ક) નિઃસ્પૃહતાપૂર્વક નિજદોષકથન : પ્રાર્થના એ વ્યાપાર નથી; એ તો છે નિર્મળ પ્રતીક - ભક્તની લઘુતાનું, વિશ્વાસનું અને સમર્પણતાનું. જોકે આ જગતમાં મોટા ભાગના મનુષ્યો તો પોતાની કોઈને કોઈ પ્રકારની Page #76 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના વાંછાને પૂરી કરવા માટે પ્રભુને પ્રાર્થના કરે છે, પરંતુ અહીં સાક્ષાત્ અધ્યાત્મસાધનામાં તેમની ગણતરી નથી. જેઓએ પ્રાર્થનાના રહસ્યને જાણ્યું છે તેઓ આ જીવનમાં પ્રભુ પાસે કાંઈ યાચના કરતા નથી અને પરભવમાં પણ કોઈ લૌકિક વૈભવની ઇચ્છા કરતા નથી. ભક્ત સંતોએ તો કહ્યું : (હરિગીત) ૫૭ જાચું નહીં સુરવાસ પુનિ નરરાજ પરિજન સાથજી, બુધ જાચહું તુવ ભક્તિ ભવ ભવ દીજિયે શિવનાથજી* અબ હોહું ભવ ભવ સ્વામી મેરે, મૈં સદા સેવક રહો; કર જોડ યહ વરદાન માંગ્ મોક્ષફલ જાવત લહૌ* ‘ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણમાત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું.'x આવા નિઃસ્પૃહ ભક્તો જ ભક્તિસાધનાની ચરમ સીમાને પામીને પોતાના જીવનને કૃતકૃત્ય કરે છે. પ્રાર્થનાનું વિજ્ઞાન : અહીં જો પ્રશ્ન કરવામાં આવે કે આવા ભક્તોને કાંઈ ઇચ્છા નથી તો શા માટે તેઓ પ્રભુને પ્રાર્થના કરે છે? શું ભગવાનને ખબર નથી કે તેના ભક્તને માટે શું ઇષ્ટ છે અને શું અનિષ્ટ છે ? શું ભગવાન સર્વજ્ઞ નથી ? કરુણાસાગર નથી ? ભગવાનને પ્રાર્થના કરવાથી શું સિદ્ધ થઈ શકે છે ? આ પ્રશ્નનું સમાધાન નીચે પ્રમાણે જાણવું : (૧) પ્રાર્થના એ પ્રાયશ્ચિત્તનું એક સ્વરૂપ છે અને પ્રાયશ્ચિત્તને સિદ્ધાંતમાં એક અંતરંગ તપ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. x ભાષાસ્તુતિપાઠ : શ્રીમદ્ * દર્શનપાઠ : કવિવર બુધજનકૃત રાજચંદ્ર : પત્રાંક ૨૫૦ Page #77 -------------------------------------------------------------------------- ________________ લઘુતા ૫૮ (૨) પ્રાર્થના, મોક્ષમાર્ગની સિદ્ધિમાં, પુરુષાર્થ અને પ્રારબ્ધનો સમ્યફ પ્રકારે સમન્વય સાધે છે અને તેથી સ્યાદ્વાદવિદ્યાની પુષ્ટિ કરે છે, મતલબ કે ગુરુતમ પુરુષાર્થ કરવા છતાં જ્યારે સાધનામાં આગળ વધી શકાતું નથી ત્યારે ભક્ત-સાધકને પ્રભુશરણ સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિલ્પ રહેતો નથી. (૩) જોકે પરમાત્મા કે સદ્ગુરુને, ભક્ત તરફથી કોઈ સ્તુતિ-ભક્તિપ્રાર્થના વગેરેનું પ્રયોજન નથી, છતાં જ્યાં સુધીતે પ્રમાણે ન કરવામાં આવે ત્યાં સુધી ભક્તનો અહંભાવ-મમત્વભાવ વિલય પામતો નથી અને તેમ થયા વિના પરમાર્થ મોક્ષમાર્ગની સિદ્ધિ પણ થઈ શક્તી નથી. આનાથી આગળ, પ્રાર્થના એ પ્રયોગ અને અનુભવનો વિષય છે. પૌરાણિક અને ઐતિહાસિક-એમ અનેક દૃષ્ટાંતોએ પ્રાર્થનાના સિદ્ધાંતની પુષ્ટિ કરી છે. મહાસતી દ્રૌપદી, મહાસતી સીતા, અંજન ચોર આદિ પૌરાણિક દષ્ટાંતો છે. આચાર્યશ્રી સમંતભદ્રસ્વામી, શ્રીમાનતુંગાચાર્ય, ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા અને પ્રભુપ્રેમમસ્ત શ્રી મીરાંબાઈ આદિ ઐતિહાસિક દષ્ટાંતો છે, આ વડે પ્રાર્થનાની સાધના-પ્રણાલીની સફળતાપૂર્વક સિદ્ધિ થાય છે. જે યુગપ્રધાન આચાર્યો, અપ્રમત્ત યોગીશ્વરો અને મહાજ્ઞાનીઓએ સૈદ્ધાંતિક ગ્રંથોની રચના કરી છે તેમણે જ સાથે સાથે ભક્તિ, પ્રાર્થના, આલોચના, પ્રાયશ્ચિત્ત આદિ વિષયક ગ્રંથોની પણ રચના કરી છે. પોતાની જીવનસાધનામાં તેઓએ જ્ઞાન સાથે ભક્તિની આવશ્યક્તાનો અત્યંતપણે અનુભવ કરીને, તેનો સ્વીકાર કરેલ છે. જેમનાં ઉપદેશામૃતનો અમારા જીવન ઉપર વિશેષ ઉપકાર થયો છે એવા, જ્ઞાનભક્તિના આરાધક મહાત્માઓમાંથી થોડા મહાત્માઓની કૃતિઓનો નીચેના કોઠામાં અંગુલિનિર્દેશ માત્ર કરીએ છીએ : www.jainelibrary.com Page #78 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-ભક્તિનો સમન્વય બતાવતો કોઠો Oh જ્ઞાન-પરક કૃતિઓ મહાત્માનું શુભ નામ શ્રી કુંદકુંદાચાર્ય સમયસાર પ્રવચનસાર પંચાસ્તિકાય નિયમસાર આદિ અનેક ભક્તિ-પરક કૃતિઓ દશભક્તિ (પ્રાકૃત) ૧. તીર્થંકરભક્તિ ૬. આચાર્યભક્તિ ૨. સિદ્ધ-ભક્તિ ૭. નિર્વાણભક્તિ ૩. શ્રુત-ભક્તિ ૮. પંચપરમેષ્ઠિ-ભક્તિ ૪. ચારિત્રભક્તિ ૯. નંદીશ્વર-ભક્તિ ૫. અણગાર (સાધુ) ભક્તિ ૧૦. શાંતિ-ભક્તિ શ્રી સમતભદ્રસ્વામી | ૧. યુજ્યનુશાસન ૨. આપ્તમીમાંસા ૩. રત્નકરંડશ્રાવકાચાર ૧. બૃહત્ સ્વયંભૂસ્તોત્ર (ચતુર્વિશતિ સ્તવન) | ૨. સ્તુતિવિદ્યા (જિનશતક) શ્રી હેમચન્દ્રાચાર્ય સિદ્ધહેમશબ્દાનુશાસન ૨. કાવ્યાનુશાસન ૩. યોગશાસ્ત્ર ૪. પ્રમાણમીમાંસા ૧. વીતરાગસ્તોત્ર ૨. અયોગ્યવ્યવચ્છેદિકા ૩. અન્યયોગવ્યવચ્છેદિકા ૪. ત્રિષષ્ટિશલાકાપુરષચરિત ભક્તિમાર્ગની આરાધના Page #79 -------------------------------------------------------------------------- ________________ મહાત્માનું શુભ નામ શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ શંકરાચાર્ય ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા જ્ઞાન-પરક કૃતિઓ શ્રી આત્મસિદ્ધિશાસ્ર શ્રી અપૂર્વ અવસર (૧) વિવેકચૂડામણિ (૨) (૩) આત્મબોધ ગીતાભાષ્ય (૧) જ્યાં લગી આત્મા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. (૨) હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. (૧) (૨) ભક્તિ-પરક કૃતિઓ શ્રી મોક્ષમાળા-શિક્ષાપાઠ ૧૩/૧૪/૧૫/૩૫/૫૬/૧૦૭ પત્રાંક : ૨૦૧૨૧૩/૨૨૩/૨૫૦/૨૬૩ ૪૯૩ (ઉત્તરાર્ધ) ૫૭૨/૬૯૩/૮૮૫ ઉપદેશછાયા ૪/૮ (૩) ૧. હરિસ્તુતિ ૨. ગોવિંદાષ્ટકમ્ ૩. જગન્નાથાષ્ટકમ્ ૪. ગુર્વષ્ટકમ્ શિવાનંદલહેરી ૫. ૬. દેવીભુજંગસ્તોત્ર ૭. સૌંદર્યલહરી ૮. કલ્યાણવૃષ્ટિસ્તવન ૯. ભવાનીભુજંગમ્ (૧) ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહિ રે, (૨) હિર હર રટણ કર, કઠણ કળિકાળમાં, દામ બેસે નહિ કામ સરશે. (૩) નરસૈંયા ટ્રંકને, પ્રીત પ્રભુશું ઘણી, અવર વેપાર નહીં ભજન તોલે. લઘુતા ૬૦ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ભક્તિમાર્ગની આરાધના અહીં ભક્તની જે નિઃસ્પૃહતા કહી છે, તે સાંસારિક વસ્તુઓ સંબંધી જાણવી. ભક્ત, મોક્ષમાર્ગમાં આગળ વધવા ભક્તિ કરવાની શક્તિ, સંયમ ધીરજ, જ્ઞાન ઇત્યાદિ પારમાર્થિક સદ્ગણોની પ્રાર્થના કરે તો તેનો, કોઈ અપેક્ષાએ બાધ નથી. નિજદોષકથન એ આત્મસુધારણનું એક અગત્યનું અંગ છે, જેવી રીતે વ્યવહારજીવનમાં કોઈનું નજીકનું સ્વજન ગુજરી ગયું હોય અને તે વ્યક્તિ ન રડતી હોય તો તેને રડાવવામાં આવે છે કે જેથી એની અંતરવ્યથા હળવી થઈ જાય, તેવી રીતે પરમાર્થમાં દિનપ્રતિદિનના જીવનથી આપણને જે દોષ લાગ્યા હોય અથવા પ્રમાદથી કોઈ મોટો દોષ થઈ ગયો હોય તો તેનું સગુરુ કે પ્રભુ સમક્ષ નિવેદન કરીને પ્રાયશ્ચિત કરવાથી તે દોષ હળવો થઈ જાય છે, અને ભક્તજન તે દોષથી મુક્ત થઈ શકે છે. આત્મશુદ્ધિની આ પ્રક્રિયાનો સિદ્ધાંતમાં વિપુલપણે વિસ્તાર કર્યો છે ત્યાંથી અભ્યાસીઓએ તેનું અવલોકન કરી લેવું. અત્રે તો એટલું જ કહેવું બસ થશે કે પોતાના દોષોનું કથન ખુલ્લા દિલથી કરવું જોઈએ પૂર્વે થયેલા ઉચ્ચ કોટિના મહાત્માઓ પણ પોતાના દોષોની નિખાલસપણે કથની કરી કેવી કેવી રીતે દોષરહિત થયા છે તે હવે આપણે જોઈએ : ૧. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે શ્રીમદ્ આનંદધનજી મહારાજ * ૧. પ્રાયશ્ચિત્તના નવ પ્રકાર કહ્યા છે. –શ્રી તત્ત્વાર્થસૂત્ર : ૯-૧૨ ૨. દશ પ્રકારના દોષોથી રહિતપણે ચાર પ્રકારે આલોચના કરવાની શાસ્ત્રમાં આજ્ઞા કરી છે. – (અ) ઉપરોક્ત સૂત્રની સર્વાર્થસિદ્ધિની ટીકા - (બ) નિયમસાર – ૧૦૮ ૩. લાલ રણજિતસિંહકૃત બૃહદ્ આલોચના તથા આલોચના - પાઠ. Page #81 -------------------------------------------------------------------------- ________________ લઘુતા ૨. ૩. (હરિગીત) જે અશુભભાવે દોષ કંઈ કીધા વચન, મન, કાયથી; ગુરુ સમીપ નિંદા તેની કર તું, ગર્વ કે માયા તજી. (હરિગીત) ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મનો ઉપદેશ રંજન લોકને કરવા કર્યા; વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું ? સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું, (કડખાની દેશી) તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી, દાસ અવગુણ ભર્યો, જાણી પોતા તણો, શ્રી રત્નાકરપચ્ચીસી : ૯ જગતમાં એટલું સુજશ લીજે; રાગદ્વેષ ભર્યો, મોહ વૈરી નડ્યો, —ભાવપ્રાભૂત-૧૦૬ દયાનિધિ દીન પર દયા કીજે. ક્રોધવશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો, લોકની રીતિમાં ઘણુંયે રાતો; દર ભમ્યો ભવમાંહીં હું વિષયમાતો. —શ્રીમદ્ દેવચન્દ્રજીકૃત મહાવીર સ્વામીનું સ્તવન Page #82 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના (દોહરા) ૪. બુરા જુ દેખન મેં ચલા, બુરા ન મિલિયા કોઈ; જો દિલ ખોજા આપના, મુઝસા બુરા ન કોઈ. –મહાત્મા કબીરદાસજી (રાગ-કેદાર-ત્રિતાલ) ૫. મો સમકૌન કુટિલ ખલ કામી. જિન તનુ દિયો તાહિ બિસરાયો, ઐસો નિમકહરામી છે ધ્રુ ભરિ ભરિ ઉદર વિષયકો ધાવ, જૈસે સૂકર ગ્રામી, હરિજન છાંડ હરિ-વિમુખનકી નિસિદિન કરત ગુલામી / ૧ // પાપી કૌન બડી હૈ મોતે, સબ પતિતનમેં નામી. સૂર પતિતકો ઠૌર કહાં હૈ, સુનિયે શ્રીપતિ સ્વામી છે ર (દોહરા) ૬. હે પ્રભુ! હે પ્રભુશું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, શુદ્ધભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ, નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાંહી; આપણો વિશ્વાસ દઢ ને પરમાદર નાહીં. Page #83 -------------------------------------------------------------------------- ________________ લઘુતા ૬૪ જોગ નથી સત્સંગનો, નથી સેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. હું પામર શું કરી શકું? એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક, અચિંત્ય તુજ માહાભ્યનો નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એક સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. અચળરૂપ આસક્તિ નહીં, નહિ વિરહનો તાપ; - કથા અલભ તુજ પ્રેમની, નહીં તેનો પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. સેવાને પ્રતિકૂળ , તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્યા પર રાગ, તુજ વિયોગ સ્કુરતો નથી, વચનનયન યમ નહીં; નહિ ઉદાસ અન-ભક્તથી, તેમ ગૃહાદિક માહીં. અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. એમ અનંત પ્રકારથી સાધન રહિત હુંય, નહીં એક સગુણ પણ, મુખ બતાવું શુંય ? - શ્રીમદ્ રાજચન્દ્ર ઃ ૨૬૪ (રોલાછન્દ) . ૭. આલોચનવિધિ થકી દોષ લાગે ઘરે તે સબ દોષ વિનાશ હોઉ તુમૌં જિન મેરે, બાર બાર ઇસ ભાંતિ મોહ, મદ, દોષ, કુટિલતા, ઈર્ષાદિકર્તી ભયે નિદિયે જે ભયભીતા. -સામાયિકપાઠ-ભાષા-૧૦ પંડિત શ્રી મહાચન્દ્રજી વિરચિત Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ભક્તિમાર્ગની આરાધના (ડ) કરેલા દોષો ફરી ન કરવાની પ્રતિજ્ઞા : પ્રાર્થનાના પ્રક્રમમાં, સાધક પોતાનાથી થઈ ગયેલા દોષોનો કેવી રીતે સંપૂર્ણ એકરાર કરે છે તે વાત આપણે આગળ જોઈ ગયા. જેણે અહંકાર અને માયાચાર છોડીને પોતાના દોષોની કબૂલાત કરી છે તેનો આશય દોષોથી રહિત થઈ સદ્ગુણસંપન્ન થવાનો છે. જેનો આ નિર્ધાર દેઢ થયો છે, તેણે, સદ્ગુરુ કે પ્રભુની સાક્ષીએ પ્રતિજ્ઞા લેવી જ રહી કે ફરીથી હવે આ દોષ નહીં કરું. જે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે તેને દોષનું પુનરાવર્તન થતું નથી, અર્થાત્ કદાચિત થઈ જાય તો પણ તે દોષની માત્રા અતિ અલ્પ હોય છે. જેમ જેમ ભક્તજન યથાર્ય દિનભાવ ગ્રહણ કરીને આગળ વધતો જાય છે, તેમ તેમ તેના ભાવોની વિશુદ્ધિ થતી જાય છે, અને આમ થતાં સ્વાભાવિકપણે જ તેનું આત્મબળ વૃદ્ધિગત થાય છે. પહેલાં પાપપ્રવૃત્તિઓ જોર કરે જતી હતી પણ હવે પોતાની આત્મશક્તિ અને સંકલ્પબળ વધવાથી તે તે પ્રવૃત્તિઓનું જોર ચાલતું નથી. મતલબ કે તેની સાધના માત્રાની અપેક્ષાએ અને ગુણવત્તાની 24UELLZA (both Quantitatively and Qualitatively) lasiz ulud જાય છે અને આમ, ઉપર ઉપરની શ્રેણિઓને સિદ્ધ કરતો થકો તે પરાભક્તિ,અનન્યભક્તિ-સમતાભાવને પામતો જાય છે. આ આલોચના આદિ પ્રક્રિયા દ્વારા આત્મબળ વધારી, શૂરવીર થઈ, મહાપુરુષોએ કેવી રીતે મોક્ષમાર્ગમાં વિજય મેળવ્યો છે તેનું સ્વાનુભવમુદ્રિત વર્ણન શ્રીમદ્ રાજચન્દ્રજી નીચે પ્રમાણે કરે છે: “વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ Page #85 -------------------------------------------------------------------------- ________________ લઘુતા વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.” (પત્રાકં ૮૧૯) પ્રાર્થનાઃ ઉપસંહાર : જેમ શરીર માટે ભોજન જરૂરી છે, બાળક માટે માતા જરૂરી છે તેમ માત્ર આધ્યાત્મિક વિકાસ માટે જ નહીં પરંતુ રોજબરોજના જીવનના સંઘર્ષોથી ઉપર ઊઠવા માટે, નિર્ભય થવા માટે, મનની શાંતિ માટે અને જીવનસંગ્રામમાં પ્રેરણા, મનોબળ અને નિશ્ચિતતાની પ્રાપ્તિ માટે, મનુષ્યને પ્રાર્થનાની આવશ્યક્તા છે. સામાન્ય માનવીથી માંડી, મધ્યમ સાધક અને ઊંચી કોટિના મહાત્મા–સૌ કોઈને એક યા બીજા રૂપે પ્રાર્થનાની જરૂર પડે છે–પછી તે સામૂહિક હો યા વ્યક્તિગત હો. પ્રાથમિક ભૂમિકામાં સામૂહિક પ્રાર્થના વિશેષ લાભદાયક નીવડે છે કારણ કે સામૂહિક પવિત્રતાનો લાભ પોતાને મળી શકે છે. ધીમે ધીમે શ્રદ્ધા-ભક્તિ વધતાં, બન્ને પ્રકારની પ્રાર્થનામાં ભક્ત જોડાઈ શકે છે અને લાભ મેળવી શકે છે. આ લેખકના આધ્યાત્મિક વિકાસમાં પ્રાર્થના, શરણાગતિ અને પ્રાયશ્ચિત્તે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તેથી સાધકોને આ સાધનનું અવલંબન લેવાની તેની ખાસ ભલામણ છે. વર્તમાનયુગમાં મહાત્મા ગાંધીજી, સંત વિનોબાજી, મુનિશ્રી નાનચન્દ્રજી તથા મુનિશ્રી સંતબાલજીએ સામૂહિક પ્રાર્થનાઓ યોજીને તેને લોકપ્રિય બનાવી છે. આ સાધના માટે અંતરની શ્રદ્ધા અને ભક્તિ સિવાય બીજી કોઈ મોટી સાધસામગ્રીની કે શારીરિક કષ્ટ વેઠવાની પણ જરૂર પડતી નથી, માટે સહજસાધ્ય એવા ભક્તિમાર્ગના આ અગત્યના અંગનો સ્વીકાર કરી ભક્ત-સાધકો પોતાના જીવનને ઉન્નત અને નિશ્ચિત બનાવો એ જ અભ્યર્થના, ઇતિ શિવમ્. Page #86 -------------------------------------------------------------------------- ________________ 6′ ૭ સમતા ▬▬▬▬▬▬▬▬▬▬ સમતા ભક્તિમાર્ગની આરાધના એક્તા ભૂમિકા : ભક્તિમાર્ગની આરાધનાની ચરમસીમાની આ ભૂમિકા છે. સમતા અને એક્તાનો ભાવાર્થ લગભગ એક થાય છે. સમતા શબ્દ સમભાવ, સમરસીભાવ, સ્વભાવનું સૂચન કરે છે. સિદ્ધાંતમાં, તેને માટે બીજા છ મુખ્ય શબ્દોનો ઉપયોગ કરીને બધાને એકાર્થવાચક કહ્યા છે. આ છ શબ્દો છે સામ્ય, સ્વાસ્થ્ય, સમાધિ, યોગ, ચિત્તનિરોધ અને શુદ્ધોપયોગ.* સમતાની સાધના ક્રમે કરીને સિદ્ધ થઈ શકે છે. સરળતા, વિનય અને સમજણ વગેરે ગુણોથી સંપન્ન થઈ, શ્રવણ-કીર્તનાદિ ભક્તિના પ્રકારોની ઉપાસના દ્વારા, જેમ જેમ ભક્તના ભાવોની શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ સમતાની ઉત્પત્તિ થઈ તેની વૃદ્ધિ થતી જાય છે વિવેકપૂર્વકની ભક્તિના ફળરૂપે જ્ઞાનીઓએ આ સમતાની પ્રાપ્તિ કહી છે. યથા (તોટક છંદ) સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો. શ્રી મોક્ષમાળા : ૧૫-૩ * શ્રી પદ્મનંદિપંચવિંશતિ : ૪-૬૪ અહીં શ્લોક ૬૩ થી ૭૦ સુધી આ સમતાભાવનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. તે અભ્યાસી મુમુક્ષુઓએ અવલોકન કરવા યોગ્ય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ સમતા – એક્તા ૬૮ ભક્તિનો સૂક્ષ્મ ભાવ : સમતા એ ભક્તિની આરાધનાના પરિપાકરૂપે પ્રગટ થતો ભક્તનો એક અતિ નિર્મળ, વિશુદ્ધ અને સૂક્ષ્મ ભાવ છે. પ્રેમભક્તિમાં જેમ જેમ ભક્ત આગળ વધતો જાય છે, તેમ તેમ તેના જીવનમાંથી સ્વાર્થના અંશોનો વિલય થતો જાય છે, અને તેને સર્વ જીવોમાં પોતાના પરમ આરાધ્ય પ્રભુનું જ દર્શન થવા લાગે છે. તેવા ભક્તને મારું તારું કાંઈ રહેતું નથી, અંતરમાં સતતપણે પ્રભુનું સ્મરણ રહેવાથી તેનું ચિત્ત એટલું બધું પ્રભુમય થઈ જાય છે કે સર્વત્ર તેને પ્રભુદર્શન જ થવા લાગે છે. તેથી જ મહાપુરુષોએ કહ્યું, “જેવી દષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દષ્ટિ સર્વ આત્માને વિષે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે વર્તે છે, તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. કોઈ પ્રત્યે ઓછાપણું-અધિકપણું કંઈ આત્માને વર્તતું. નથી. અવિકલ્પરૂપ સ્થિતિ છે.” (શ્રીમદ્ રાજચન્દ્ર). જે આવો ભક્ત હોય તે કોના પર ક્રોધ કરે ? કોની નિંદા કે ઈર્ષા કરે ? કોના પર મોહ કરે કે કોનો વિશ્વાસઘાત કરે ? તેને તો સર્વ જીવો પ્રત્યે સમાનતાનો ભાવ ભાસે છે, તેથી જ્ઞાનીઓએ કહ્યું : ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત નિર્વાણ પામ્યા.* આ કક્ષાએ, સમતાને પામેલા મહાત્માઓનાં પરિણામોની બે શ્રેણિઓ વિચારી લઈએ. એક સવિકલ્પ અવસ્થા છે અને બીજી નિર્વિકલ્પ અવસ્થા છે. સવિકલ્પ અવસ્થામાં તે ભક્તજન ભક્તિના બીજા શ્રવણકીર્તનાદિ પ્રકારોમાં પ્રવર્તે અથવા પોતાને યોગ્ય બીજી પ્રવૃત્તિમાં પણ રહે, જ્યારે નિર્વિકલ્પ અવસ્થામાં આવી જાય ત્યારે તો તે પ્રભુપ્રેમમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે અને દેહનું કે જગતનું સર્વ ભાન ગુમાવી દે છે. આ દશાને * શ્રીમદ્ ભાગવત : ૩-૨૪-૪૭ Page #88 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના ભાવસમાધિ કે પ્રેમસમાધિ કહે છે. પહેલી ભૂમિકામાં દાસોઽહં હતું પછી સોડહં થયું અને છેવટે “અહં” માત્રનો અનુભવ રહી ગયો. આ અહં તે દેહ નહીં, વાણી નહીં, મન નહીં, બુદ્ધિ નહીં, પરંતુ તે સર્વથી પાર રહેલું એવું શુદ્ધ, અનુપમ, સચ્ચિદાનંદસ્વરૂપ પરમાત્મપદ છે, જે વાણીનો વિષય નથી. આ સ્થિતિનો અનુભવ તે જ છે એક્તા એક્તા જ્યાં ભક્ત, ભક્તિ અને ભગવાન એક થઈ જાય છે તે જ આ નિજ અનુભવપ્રમાણ પોતાનું મૂળ સ્વરૂપ છે. આ સ્થિતિ સર્વ આધ્યાત્મિક સાધાનાની ચરમસીમા છે. આરાધનાનું ફળ પણ આ જ છે અને કૃતકૃત્યતા પણ આ જ છે. આ સ્થિતિને ખરેખર જાણવા માટે તેનો અનુભવ જ કરવો જોઈએ. તેને જ જ્ઞાનીઓ સ્વાનુભૂતિ અથવા આત્મસાક્ષાત્કાર કહે છે અને યોગીઓ નિર્વિકલ્પ સમાધિ કહે છે. તે ભૂમિકામાંથી પાછા ફર્યા બાદ જુદા જુદા ભક્તજનોએ તેને મૂંગાની ભાષામાં ઇશારાથી સમજાવ્યું છે. તેઓએ જે કાંઈ કહ્યું તેમાં તેનું સંપૂર્ણ દિગ્દર્શન નથી, કારણ કે તે તો અનિર્વચનીય છે, પરંતુ તેનો અંગુલિનિર્દેશ માત્ર તેઓએ કર્યો. જ્ઞાનીઓએ પણ તેને ગાયું. પોતપોતાની સાધર્રાપદ્ધતિમાં અને કથનપદ્ધતિમાં ભેદ હોવાને લીધે તથા પોતાના અનુભવની પ્રગાઢતા વિભિન્ન હોવાને લીધે ભલે તેનું વર્ણન ભિન્ન ભિન્ન પદ્ધતિમાં થયું હોય, પરંતુ તે પદ, સ્થિતિ અનુભૂતિ, ભાવ તો એક જ છે. 23 સમતા-એક્તાની પ્રાપ્તિની વિવિધ ભૂમિકાઓ : સુપાત્ર અને અભ્યાસી જીવોની વિશેષ વિચારણા અર્થે, સમતાની સાધનાના સ્વરૂપ વિષે, અત્રે, થોડી વિચારણા, ભક્તની ભાષામાં પ્રસ્તુત કરીએ છીએ. જોકે આ વાત મુખ્યપણે તો ગુરુગમ દ્વારા સમજાય છે, તોપણ Page #89 -------------------------------------------------------------------------- ________________ સમતા – એક્તા - ભૂમિકા અનુસાર થોડી સમજણ અને વિચારણા અત્યારે કરી હશે તો પ્રત્યક્ષ સદ્ગુરુસમાગમમાં, ભવિષ્યમાં તે જલ્દીથી સમજી શકાશે એમ જાણી તેનો નિર્દેશ કરીએ છીએ : સમભાવ તે તો આત્માનું પોતાનું મૂળ સ્વરૂપ જ છે અને તેનો આવિર્ભાવ મુખ્યપણે નીચે બતાવેલી ત્રણ કક્ષાએ થાય છે ઃ (અ) શ્રદ્ધાની મુખ્યતાની અપેક્ષાએ જ્યારે સમતાભાવનો આવિર્ભાવ (પરિચય) થાય ત્યારે પ્રભુદર્શન થયું એમ કહેવામાં આવે છે. (બ) સ્મૃતિની મુખ્યતાની અપેક્ષાએ જ્યારે સમતાભાવનો આવિર્ભાવ (પરિચય) થાય ત્યારે પ્રભુપદનું જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. (ક) રસાસ્વાદની મુખ્યતાની અપેક્ષાએ જ્યારે સમતાભાવનો આવિર્ભાવ (પરિચય) થાય ત્યારે પ્રભુપદનો ભેટો થયો એમ કહેવામાં આવે છે. ૭૦ સાધનાજીવનના સંપૂર્ણ વિકાસની ભિન્ન ભિન્ન ભૂમિકાઓના કાળમાં, આ ત્રણનો આવિર્ભાવ પરસ્પરની અપેક્ષા પણ રાખે છે અને કચિત્ એકબીજાથી નિરપેક્ષ પણ છે. આ ભાવની અભિવ્યક્તિ મહાજ્ઞાનીઓએ અને ભક્તોએ પોતપોતાની ભાષામાં અને પોતપોતાની શક્તિ-ભક્તિને અનુસરીને નીચે પ્રમાણે કરી છે : ૧. રામ સભામાં અમે રમવા ગ્યાં'તાં, પસલી ભરીને રસ પીધો હિરનો રસ પૂરણ પાયો.. પહેલો પિયાલો મારા સદ્ગુરુએ પાયો, બીજે પિયાલે રંગની રેલી ....હરિનો રસ ત્રીજો પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો, ચોથે પિયાલે થઈ છું ઘેલી ....હરિનો રસ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ભક્તિમાર્ગની આરાધના રસબસ એકરૂપ થઈ રસિયાને સંગે, વાત ન સુઝે બીજી વાટે .હરિનો રસ, મોટા જોગેશ્વરને જે સ્વપ્ન ન આવે, તે મારા મંદિરિયામાં હાલે હરિનો રસ, અખંડ હેવાતણ મારા સદ્ગુરુએ દીધાં, અખંડ સૌભાગી અમને કીધાં હરિનો રસ ભલે મળ્યા રે મહેતા નરસિંહના સ્વામી, દાસી પરમ સુખ પામી હરિનો રસ, (દોહરા) ૨. વ નિજ સ્વભાવનો અનુભવ, લક્ષ, પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત.* ૩. “જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે (શ્રદ્ધા, સ્મૃતિ, રસાસ્વાદ) તોપણ જે એકપણાથી ચુત થઈ નથી અને જે નિર્મળાપણે ઉદય પામી રહી છે, તેવી અનંત ચૈતન્યચિહ્નવાળી આત્મજ્યોતિને અમે નિરંતર અનુભવીએ છીએ, કારણ કે તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી.* સમતા અને એકતારૂપી ભાવોની સાધના અને તેની અનુભૂતિનો ઉલ્લાસ, અનેક મહાત્માઓએ પોતપોતાની સાધનપદ્ધતિ, કથનપદ્ધતિ અને અનુભૂતિની તરતમાતાને અનુલક્ષીને સ્વશક્તિ પ્રમાણે નીચે મુજબ વ્યક્ત કર્યો છે ? (૧) “જિન (પરમાત્મા) દાતાર છે, જિન એ “ભોક્તા છે, આ સમસ્ત * શ્રી આત્મસિદ્ધિદાસ - ૧૧૧-શ્રીમદ્ રાજચન્દ્ર. + શ્રીસમયસારકળશ : ૨ -આત્મખ્યાતિ : શ્રીમદ્ અમૃતચન્દ્રસૂરિ Page #91 -------------------------------------------------------------------------- ________________ સમતા - એક્તા જગત જિન છે. જગતમાં સર્વત્ર જિન છે, જે જિન છે તે હું પોતે જ છું.” શ્રીજિનસહસ્ત્રનામમંત્ર : ૩ : આચાર્ય સિદ્ધસેન દિવાકર. (૨) મોક્ષપ્રાપ્તિનાં કારણોની સામગ્રીમાં ભક્તિ જ મહાન છે. પોતાના આત્મસ્વરૂપનું અનુસંધાન કરવું તેને જ ભક્તિ કહેવામાં આવે છે. –શ્રી વિવેકચૂડામણિ : ૩૨-શ્રીમદ્ શંકરાચાર્ય (૩) દેહબુદ્ધિથી હું તમારો દાસ છું, જીવબુદ્ધિથી હું તમારો અંશ છું અને તત્વબુદ્ધિથી હું અને તમે એક છીએ, એમ મારી દઢ મતિ છે. – અધ્યાત્મરામાયણ (દોહરા) (૪) રામ કબીરા એક હૈં, કહન સુનનકે દોય; દો કર જો કોઈ જાની, ગુરુ મિલા નહિ હોય. મેરા મન સુમિરે રામકું, મેરા મન રામહિ આહિં, અબ મન રામહિ હૈ ગયા, સીસ નવાવો કાહિ. માલા જપૂ ન કર જપું, મુખસે કહ્યું ન રામ, રામ હમારા હમકો જપે, (મ) બૈઠ કરું વિશ્રામ. –કબીરજીનાં આધ્યાત્મિક પદો (રાગ મલ્હાર) (૫) અહો! અહો! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે. –શ્રીમદ્ આનંદધનજીકૃત શાંતિનાથ સ્વામીનું સ્તવન (શ્રી શ્રેયાંસ જિન અંતરજામી...એ દેશી) Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ભક્તિમાર્ગની આરાધના (૬) દ્રવ્યસેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણગ્રામોજી, ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિષ્કામોજી શ્રી. ૨ પરમ ગુણી સેવ તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી, શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી. શ્રી ૧૧ – શ્રીમદ્ દેવચંદ્રજીકૃત ચંદ્રપ્રભુસ્વામીનું સ્તવન ૭. પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે, એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપ ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે, તે જ્ઞાની પુરુષના સર્વ ચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે, અને તેની ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી, માટે સર્વપ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્યમૂર્તિ, જ્ઞાનીરૂપ પરમાત્માની–ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાનીપુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે અને તે ભક્તિ ક્રમે કરી, પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ભાગવતમાં, ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યો છે, અધિક શું કહેવું? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં “નમો અરિહંતાણં” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે, એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાનીપુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. –શ્રીમદ્ રાજચન્દ્ર : પત્રાંક ૨૨૫ (હરિગીત) ૮. રે આત્મ તારો ! આત્મ તારો ! શીઘ એને ઓળખો; સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો. –શ્રી મોક્ષમાળા : ૬૭-૫ " સતઈ. Page #93 -------------------------------------------------------------------------- ________________ સમતા – એક્તા - આ પ્રમાણે સર્વ ભક્તોને લક્ષ્યરૂપ એવી સમતા-એક્તા નામની પરાભક્તિનું નિરૂપણ પૂરું કર્યું. ૭૪ ઉપસંહાર ઉપાસનાક્રમ અને તેનું ફળ : અધ્યાત્મવિકાસને લક્ષમાં રાખીને ભક્તિમાર્ગની આરાધના ભક્ત-સાધક કેવી રીતે કરે છે તેનું પુનઃસ્મરણ, સમાપ્તિ-અવસરના સમયે, આપણે હવે કરી જઈએ. આ ભક્તિમાર્ગની આરાધના માટે સાધકે સર્વપ્રથમ સત્સંગ કરવાનો છે. જ્યાં જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય અને પ્રભુભક્તિના ભાવોનું પોષણ મળે તેવા સત્સંગમાં વારંવાર પ્રેમપૂર્વક જવાથી સાધકને (દુનિયાનો) રુચિનો રંગ ઊતરે છે, કારણ કે સાચી પ્રભુભક્તિ દ્વારા મોહમાયાના ભાવ ઘટતા જાય છે, અને દિવ્યપ્રેમના (દેવ-ગુરુ-ધર્મની ભક્તિના) ભાવ વધતા જાય છે. આમ, ભક્તસાધકના જીવનમાં પાયારૂપ એવું એક અત્યંત દૃઢ શ્રદ્ધાબળ ઊપજે છે, જેના ઉપર ધીમે ધીમે ભક્તિ-મુક્તિરૂપી મહેલ બંધાવા લાગે છે. ઉપરોક્ત રીતિથી જેના અંતરમાં વિવેકપૂર્વકની ભક્તિનો ભાવ ઉદય પામે છે તે, ભક્તિમાં બાધક એવાં કારણોથી દૂર રહે છે અને ક્રમે કરીને તે તે કારણોના ત્યાગ કરે છે કારણ કે પ્રભુની સાથે અનુસંધાન કરવામાં તે તે કારણો અંતરાયરૂપ છે. આ પ્રમાણે ભક્તજનના જીવનમાંથી વ્યસનનો, સ્વાર્થમય પ્રવૃત્તિઓનો, અન્યાયપૂર્વકના જીવન-વ્યવહારનો અને અન્ય દુર્ગુણોનો વિલય થાય છે. પાપપ્રવૃત્તિ અને પાપમય ભાવો ઉપશાંત થતાં, તેના જીવનમાં અનેકવિધિ સદ્ગુણોની વિશિષ્ટ વૃદ્ધિ ત્વરિત ગતિથી થાય છે અને તેનું આત્મબળ દિવસે દિવસે વધવા લાગે છે. કાળે કરીને સાધકની ભક્તિસાધના વધતી જ જાય છે, કારણ કે શ્રદ્ધા અને સમજણપૂર્વક, ભજનના ક્રમ નિરંતર, તે, વર્ધમાન કરતો જાય છે. વિવિધ પ્રકારના સાત્ત્વિક અને તાત્ત્વિક અનુભવોની પરંપરાઓને પામતો Page #94 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના થકો, પોતાની શુદ્ધિને અને ભક્તિનિષ્ઠાને વધારતો થકો તે હવે પરમાત્માનાં દર્શન પોતાના દેહદેવળમાં જ પામે છે. તેને, ભગવાન પોતાના હૃદયમાં જ પ્રગટેલા વારંવાર અનુભવમાં આવે છે, અર્થાત્ આ કક્ષાએ ભક્ત, ભક્તિ અને ભગવાનની ત્રિપુટીનો વિલય થતાં ભક્તિની સર્વોચ્ચ ભૂમિકાની તેને પ્રાપ્તિ થઈ જાય છે. આ દશાને જ પરાભક્તિ, અનન્યભક્તિ, એકત્વભક્તિ, સ્વરૂપભક્તિ, આત્મભક્તિ કે પ્રેમસમાધિરૂપ ભક્તિ કહેવામાં આવે છે. ૭૫ આવા ભક્તના રોમેરોમમાં એક સાત્ત્વિક આનંદ છવાઈ જાય છે. તેનું ચિત્ત પ્રસન્નતાથી ઊભરાઈ જાય છે, અને પોતાના પ્રિયતમની ઉપાસનામાંસેવામાં - તે પોતાના જીવનનો શેષ કાળ સમર્પણતાપૂર્વક વ્યતીત કરે છે. તેનું જીવન હવે એક સત્પુરુષનું - સાચા સંતનું - જીવન બની જઈ, વ્યક્તિગત અને સામૂહિક કલ્યાણની એક દીવાદાંડી સમું શોભતું રહી અનેક મુમુક્ષુસાધક ભક્તોને આધ્યાત્મિક પ્રેરણાસ્રોત બની રહે છે. ઉત્તમ ભક્તનું સ્વરૂપ : ઉત્તમ ભક્ત, ઉત્તમ જ્ઞાની અને ઉત્તમ યોગી આ ત્રણેય પ્રકારના મહાત્માઓના જીવનમાં તાત્ત્વિક દૃષ્ટિએ વિચારતાં સમાનતા હોય છે. ભક્તના જીવનના વિકાસમાં સંવેદનશીલતાની મુખ્યતા હોય છે, જ્ઞાનીના જીવનના વિકાસમાં વિવેકની ઝળહળતી જ્યોતનું મુખ્યપણે દિગ્દર્શન થાય છે અને યોગીના જીવનના વિકાસમાં દઢપણે શાંતરસ અનુસારિણી જીવનપ્રક્રિયાની મુખ્યતા જોવામાં આવે છે. ગમે તે બાહ્ય પ્રકારની સાધનાપ્રણાલી વડે આ પરમાત્મતત્ત્વની ઉપાસના કરવામાં આવે, તે સઘળીય ઉપાસનાનું ફળ અંતરાત્માની શુદ્ધિ અને ચિત્તની સ્થિરતા છે. આ બે તત્ત્વોની પરમાર્થથી જ્યાં સિદ્ધિ છે ત્યાં ઉત્તમ અધ્યાત્મદશાની પ્રાપ્તિ હોય છે. છેલ્લે, આવી દશાને પામેલા પુરુષોનું જીવંત વ્યક્તિત્વ કેવું હોય છે તેનું જે વર્ણન પૂર્વે મહાત્માઓએ કર્યું છે તે જાણી, તેવા પુરુષોને તત્ત્વથી ઓળખી, તેમનામાંથી પ્રેરણા પ્રાપ્ત કરી, સર્વ ભક્તસાધકો તેવી ઉત્તમ ભક્તદશાને પામવાનો પ્રયત્ન કરે તે જ ભાવના. (૧) જેઓ જીવમાત્ર પ્રત્યે દ્વેષરહિત હોય, સૌ સાથે સમતાવાળા, Page #95 -------------------------------------------------------------------------- ________________ સમતા – એક્તા ૭૬ ક્ષમાવાન, સંતુષ્ટ, યત્નવાન, દઢ નિશ્ચયી અને પ્રભુ પ્રત્યે અર્પણતાવાળા હોય, જે લોકોથી ડરતા નથી અને લોકો જેનાથી ડરતા નથી, જે ભય, હર્ષ, ઈષ્ય અને સર્વ આરંભોના ત્યાગી હોય તથા જે હર્ષ, દ્વેષ, શોક અને આકાંક્ષાથી રહિત અને શુભાશુભ (કર્મો)ના ત્યાગી હોય તથા જે શત્રુ મિત્રમાં, માન-અપમાનમાં, ઠંડી-ગરમીમાં, સુખ-દુઃખમાં તથા સ્તુતિ-નિંદામાં સમતાવાન હોય તથા નિઃસંગ, સહજપણે સદૈવ સંતુષ્ટ, ગૃહરહિત અને સ્થિર બુદ્ધિવાળા હોય, તે ભક્તો ભગવાનને બહુ પ્રિય હોય છે. –શ્રીમદ્ ભગવદ્ગીતા : અધ્યાય ૧૨૧૩થી ૧૯ (રાગ-ખમાજ, તાલ-ધુમાળી) (૨) વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. ધ્રુ સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે, ૧ સમદષ્ટિ ને તૃષ્ણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે, જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે. ૨ મોહમાયા વ્યાપે નહિ જેને, દઢવૈરાગ્ય જેના મનમાં રે, રામનામશું તાળી લાગી સકળ તીરથ તેના તનમાં રે. ૩ વણલોભી ને કપટ-રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નરસૈયો તેનું દરશન કરતાં, કુળ એકોતેર તાર્યા રે. ૪ Page #96 -------------------------------------------------------------------------- ________________ જીજે-ખડન Lજંતમહાત્માઓનાં ચરિત્રો Page #97 -------------------------------------------------------------------------- ________________ Page #98 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો [૧] આદ્યસ્તુતિકાર શ્રી સમસ્તેભદ્રસ્વામી લોકોત્તર બુદ્ધિપ્રતિભા, ન્યાયશાસ્ત્રમાં નિપુણતા, અવિરત સરસ્વતીઆરાધના અને અલૌકિક જિનશાસન પ્રેમના ધારક- આદ્યસ્તુતિકાર આચાર્યશ્રી સમંતભદ્રસ્વામીએ પોતાના જન્મથી આ ભારતની ભૂમિને લગભગ બીજા સૈકામાં વિભૂષિત કરી હતી. જીવનપરિચય : તેમનો જન્મ દક્ષિણ ભારતમાં થયો હતો. તેમના પિતા ઉરગપુરના રાજા હતા. (હાલનું ઉરપુર કે જે તામિલનાડુ રાજ્યમાં કાવેરી નદીને કાંઠે ત્રિચિનાપલ્લી પાસે આવેલું બંદર છે.) તેઓ નાગવંશના એક મહાન ક્ષત્રિય રાજા હતા અને તેમનું નામ કલિકવર્મન હતું. આચાર્યશ્રીનું પોતાનું મૂળ નામ શાંતિવર્મા હતું. બાલ્યાવસ્થાથી જ તેઓ પ્રખર બુદ્ધિશાળી હતા. તેમની બાલ્યાવસ્થાની કોઈ વિશેષ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે તેમનામાં આત્મકલ્યાણને પોતાનું જીવનધ્યેય બનાવવાની તમન્ના હતી. આ ભાવનાને મૂર્તિમંત કરવા વિ. સં. ૧૯૪માં લગભગ ૧૮ વર્ષની ઉંમરે તેઓએ દીક્ષા ગ્રહણ કરી જ્ઞાન અને ત્યાગથી જીવનને મહાન બનાવવાની કલ્યાણકારી પ્રક્રિયા આરંભી હતી. તેમની દીક્ષા પ્રસિદ્ધ જૈનાચાર્યશ્રી બલાકપિચ્છ મુનિની પાસે કાંચીમાં થઈ હતી. દીક્ષા બાદ કઠોર અધ્યયન દ્વારા પોતાની પ્રતિભાને Page #99 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ૮૦ ખીલવી તેઓ અલ્પ સમયમાં સિદ્ધાંત, ન્યાય, તર્ક, છન્દ, અલંકાર, વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર આદિ અનેક વિદ્યાઓના પ્રકાંડ વિદ્વાન બન્યા. પરંતુ પૂર્વકર્મયોગે તેઓને ભસ્મક નામનો રોગ થયો. તેઓએ ગુરુ પાસે સમાધિમરણની અનુજ્ઞા માગી, પરંતુ ગુરુએ તેમનું અતિ ઉજજવલ ભવિષ્ય જોઈ અનુમતિ આપી નહીં. તેથી તેઓએ ગુરુઆજ્ઞા પ્રમાણે દીક્ષાનો વ્યુચ્છેદ કરી, ઔષધાદિને ગ્રહણ કર્યા. પ્રસિદ્ધ લોકકથા અનુસાર કાશી (દક્ષિણનું કાશી-કાંચી)માં તેમની સ્તુતિથી ચન્દ્રપ્રભુ ભગવાનની સુવર્ણપ્રતિમા પ્રગટ થઈ. આ પ્રસિદ્ધ પ્રસંગથી તેઓની કીર્તિ સર્વત્ર વ્યાપી ગઈ. આ વખતે ત્યાંના રાજાએ તેમની વિશેષ ઓળખાણ માગી અને તેમના મહાન ચારિત્રથી પ્રભાવિત થઈ તેમની પાસે દીક્ષા લીધી. ત્યાર પછી આચાર્યશ્રી પોતાના ગુરુ પાસે ગયા અને ફરીથી દીક્ષા લઈ ધર્મપ્રચારનું કાર્ય ચાલુ કર્યું. આ પ્રમાણે પોતાની સર્વતોમુખી મહાન આધ્યાત્મિક પ્રતિભાનો વિકાસ કરી, કુલ લગભગ ૪૭ વર્ષ સુધી લોક-કલ્યાણ અને જિનશાસનની અદ્ભુત પ્રભાવના કરી, આદ્યસ્તુતિકારની પદવી પામેલા ભગવાન અરિહંતના પરમ ભક્ત, યુગપ્રધાન આચાર્યશ્રી સમંતભદ્રસ્વામીએ વિ.સ. ૨૪૧માં સ્વર્ગારોહણ કર્યું. જીવનકાર્યનું વિહંગાવલોકન : તેઓના કૃતિત્વના બે વિભાગ કરી શકાય ? (૧) ધર્મપ્રચાર (૨) સાહિત્યનિર્માણ (૧) ધર્મપ્રચાર : પોતાની દીર્ઘકાલીન સાધુ-અવસ્થામાં તેઓએ કાશ્મીરથી કન્યાકુમારી અને ઢાકાથી દ્વારકા સુધી વિહાર કર્યો. તેઓ જ્યાં Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ભક્તિમાર્ગની આરાધના જ્યાં જતા, ત્યાં તેઓની પ્રતિભાથી, પ્રવચનશૈલીથી, શુદ્ધ ચારિત્રથી અને અલૌકિક વા-છટાથી સૌ પ્રભાવિત થતા. તેમણે સર્વત્ર અહિંસાધર્મનો અને પ્રભુ મહાવીરની અનેકાંતવિદ્યાનો પ્રચાર કર્યો અને ભલભલા વાદીઓને નિરુત્તમ બનાવી ધર્મ-વિજય પ્રાપ્ત કર્યો. તેમના આ મહાન કાર્યની અને સત્સાહિત્યની ભૂરિ ભૂરિ પ્રશંસા તેમના પછી થયેલા સર્વશ્રી જિનસેનાચાર્ય, શુભચન્દ્રાચાર્ય, વર્ધમાનસૂરિ, વાદિરાજસૂરિ, વિદ્યાનંદમુનિ, મુનિ વાદીભસિંહ, વસુનંદી આચાર્ય, ભટ્ટારક સકલકીર્તિ તથા શ્રીમદ્ રાજચન્દ્રજી આદિ અનેકાનેક મહાત્માઓએ કરેલી છે. આ ઉપરાંત અનેક શિલાલેખો પણ તેમની પુણ્યકીર્તિનાં યશોગાન ગાય છે. (૨) સાહિત્ય નિર્માણ : આચાર્યશ્રીના રચેલા ગ્રંથો નીચે પ્રમાણે છે : ૧. બૃહત્ સ્વયંભૂસ્તોત્ર ૨. સ્તુતિવિદ્યા-જિનશતક ૩. દેવાગમસ્તોત્ર-આપ્તમીમાંસા ૪. યુકત્યનુશાન ૫. રત્નકરણ્ડકશ્રાવકાચાર ૬. જીવસિદ્ધિ ૭. તત્ત્વાનુશાસન ૮. પ્રાકૃત વ્યાકરણ ૯. પ્રમાણપદાર્થ ૧૦. કર્મપ્રાભતૃ ટીકા અને ૧૧. ગંધહતિ મહાભાષ્ય. આ ગ્રંથોમાંથી પ્રથમ પાંચ ઉપલબ્ધ છે. આપણે તેમના વિષે થોડું જાણીએ જેથી સમન્તભદ્રાચાર્યજીના ભક્તિરસમાં થોડું અવગાહન શક્ય બને. બૃહસ્વયંભૂસ્તોત્રને ચતુર્વિશતિસ્તોત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં તીર્થકરોની ક્રમશઃ ૧૪૩ પદ્યમાં સ્તુતિ કરવામાં આવી છે. પ્રત્યેક તીર્થકરની વિશિષ્ટતાનું વર્ણન કરવામાં ભાષા ને અલંકારની એવી રચના કરવામાં આવી છે કે તેથી પ્રત્યેક વર્ણન એક સુંદર સ્તુતિમય ભક્તિરસથી ભરપૂર વર્ણન બને છે ને ગાયક તથા શ્રોતાના મનને ડોલાવે છે. આ ગ્રંથનું પઠન નિત્ય કરવા જેવું છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો જિનશતકમાં ર૪ તીર્થકરોની સ્તુતિ ૧૦૦ શ્લોકમાં ચિત્રકાવ્યના રૂપમાં, એક પ્રકારની વિશિષ્ટ શૈલીમાં કરવામાં આવી છે. ચક્ર, ક્મળ મૃદંગ, ઈ. આકૃતિઓમાં અનેકાર્થી ગેય શબ્દોનો ઉપયોગ કરીને કરવામાં આવી છે. સમન્તભદ્રજી કહે છે કે જિનેન્દ્ર ભગવાનની આરાધના કરનાર મનુષ્યનો આત્મા આત્મીય તેજથી ઝગમગી ઊઠે છે. આવો મનુષ્ય સર્વોત્કૃષ્ટ માનવી બને છે અને તેને મહાન પુણ્યનો સંચય થાય છે. દેવાગમસ્તોત્ર અથવા આપ્તમીમાંસા સમંતભદ્રજીની યુગપ્રવર્તક કૃતિ છે. આ સ્તોત્રમાં ૧૧૫ પદ્ય છે. આચાર્યશ્રી અંધશ્રદ્ધાળુ નથી, પરંતુ શ્રદ્ધાને તર્કની કસોટી પર ચડાવીને સાચું અને શ્રદ્ધેય શું છે તેની આપણને પ્રતીતિ કરાવે છે. એકાન્તવાદી વિવિધ દર્શનોની આલોચના ભક્તિસભર પદોમાં કરવામાં આવી છે અને તે આલોચના દ્વારા અનેકાન્તમત, સ્યાદ્વાદનું પ્રબળ સમર્થન કર્યું છે. આથી સ્યાદ્વાદના વિસ્તૃત વિવરણ અને સમર્થનનો આ પ્રથમ ગ્રંથ લખવામાં આવે છે. યુત્યનુશાસનમાં ભગવાન મહાવીરનું ૬૪ પદોમાં સ્તવન કરવામાં આવ્યું છે અને તે સ્તવનની અંદર એકાન્તવાદી દર્શનોના દોષની સ્પષ્ટતા કરતાં વીરપ્રભુના અનેકાન્તાત્મક સર્વોદય તીર્થના ગુણોની સ્પષ્ટતા કરવામાં આવી છે. રત્નકરણ્ડક-શ્રાવકાચારનાં ૧૫૦ પદોમાં શ્રાવકોના આચારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્રનું વિવેચન કરી ૧૧ પ્રતિમાઓ તથા સમાધિમરણનો પણ શ્રાવકધર્મમાં સમાવેશ કરેલ છે. બુદ્ધિવાદી દૃષ્ટિકોણથી આલોચના કરવાથી મનુષ્ય નૈતિક્તાના માહાભ્યને સારી રીતે પિછાની શકે છે અને તેના પ્રત્યે તેને રુચિ ઉત્પન્ન થાય છે. આચાર્યશ્રીની માન્યતા પ્રમાણે મનની સાધના હૃદયના પરિવર્તનમાં પરિણમે તો જ સાચી સાધના છે. બાહ્ય આચારોમાં Page #102 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના આડંબરની છાંટ હોય છે. ચાંડાલને ત્યાં જન્મ લેનારમાં પણ સમ્યક્દર્શનનો ઉદ્ભવ થાય તો દેવો પણ તેને દેવસમાન માને છે. આ ગ્રંથમાં મુખ્યત્વે આટલી વાતોનો નિર્દેશ છે : ૮૩ ૧. આત્મદર્શન (સમ્યગ્દર્શન)નો મહિમા. શ્રાવકના આઠ મૂળ ગુણોનું વિવેચન. ૨. ૩. (અરિહંત) પરમાત્માની પૂજાનું મહત્ત્વ. ૪. વ્રતોનું સમ્યક્ પાલન કરનાર મહાનુભાવોનાં ચરિત્રો. ૫. મોયુક્ત મુનિની અપેક્ષાએ નિર્મોહી શ્રાવકની શ્રેષ્ઠતા. સમ્યગ્દર્શનયુક્ત ચાંડાલને પણ દેવતુલ્ય ગણવાનો ૬. ઉદાર દૃષ્ટિકોણ ૭. સમાધિમરણનું સ્વરૂપ, વિધિ અને માહાત્મ્ય. આમ વિવિધરૂપે ધર્મનું પદ્યમય, સુંદર તથા બુદ્ધિયુક્ત આલેખન કરીને સમન્તભદ્રાચાર્યજીએ જૈનશાસનની ઉત્ક્રાન્તિમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. પરમભક્તિ, ઉત્તમ જ્ઞાન, દૃઢ ચારિત્ર, પરીક્ષાપ્રધાનપણાની સાથે સાથે શ્રદ્ધાવન્તપણું, સત્યનું અનુશીલન અને સર્વજ્ઞના શાસન પ્રત્યે સર્વસમર્પણતાના ભાવાવાળા આવા આચાર્યશ્રીને આપણા વારંવાર નમસ્કાર હો ! નમસ્કાર હો ! [૨] યુગપ્રધાન આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર પોતાના બહુમુખી વિશિષ્ટ વ્યક્તિત્વ દ્વારા જૈન ધર્મમાં સર્વમાન્યતા પ્રાપ્ત કરનાર આચાર્ય શ્રી સિદ્ધસેન મહાન ભક્ત, તાર્કિ, વાદી, Page #103 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ८४ સિદ્ધાંતજ્ઞાતા અને અનેકાંતવિદ્યાશિરોમણિ હોવાથી એક યુગપ્રધાન આચાર્ય તરીકે શોભે છે. જીવનપરિચય : આ મહાપુરુષનો જન્મ ઉજ્જયિનીમાં કાત્યાયન ગોત્રીય બ્રાહ્મણકુળમાં થયો હતો. તેમના પિતાનું નામ દેવર્ષિ અને માતાનું નામ દેવશ્રી હતું. તેમનો ઉદયકાળ વિ.સં. ૬૨૫ની આસપાસ લેખવામાં આવે છે. બાળપણથી જ કુશાગ્ર બુદ્ધિના ધરાવનાર એવા આ બ્રાહ્મણ બાળકે વૈદિક કુળપરંપરા પ્રમાણે નાની વયમાં જ સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ આદિ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો, અને મહાન વાદી (વાદવિવાદ દ્વારા ધર્મતત્ત્વનો નિર્ણય કરનાર અને અન્ય સાથે ધર્મસંબંધી ચર્ચા કરનાર) તરીકેની કીર્તિ પણ મેળવી લીધી હતી. પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રીવૃદ્ધવાદીની સાથે વાદવિવાદમાં પરાજય થવાથી, તેમણે તેમનું શિષ્યત્વ સ્વીકાર કરી જૈનદીક્ષા લીધી અને તેમનું નામ કુમુદચંદ્ર રાખવામાં આવ્યું. જ્ઞાનનિપુણતા અને ચારિત્રદઢતાથી કુમુદચંદ્ર ગુરુના બધા શિષ્યોમાં અગ્રગણ્યતા પ્રાપ્ત કરી લીધી હતી અને ગુરુએ પણ તેમને જ ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. આગમગ્રંથોનો સંસ્કૃતમાં અનુવાદ કરવાના મુદ્દા પર તેમને બાર વર્ષ સંઘથી બહિષ્કૃત કર્યાની અને પછી સન્માનપૂર્વક સંઘમાં સ્વીકાર્યોની એક ઐતિહાસિક ઘટના તેમના જીવનમાં નોંધાઈ છે. ' પોતાની જીવનસંધ્યાનાં વર્ષો તેમણે દક્ષિણ ભારતમાં પૃથ્વીરપુર નામના ગામમાં ગાળ્યાં હતા અને સમાધિમરણ દ્વારા સ્વાગરોહણ કર્યું હતું. જીવનકાર્યનું વિહંગાવલોકન : સ્થળે સ્થળે વિહારમાં ધર્મપ્રચાર કરવા Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ભક્તિમાર્ગની આરાધના ઉપરાંત તેમણે મોટા મોટા રાજાઓને પણ પ્રતિબોધ્યા હતા, જેમાં ઉજ્જૈનનો રાજા વિક્રમાદિત્ય બીજો પણ સમાવેશ પામે છે. તેઓ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા અને તેઓએ જૈન ન્યાય, અનેકાના અને ભગવદ્ભક્તિ વિષયો ઉપર લખેલા નીચેના ગ્રંથો તેમની અલૌકિક સર્વતોમુખી પ્રતિભાનું દર્શન કરાવી જાય છે. તેમની ઉપલબ્ધ કૃતિઓમાં સન્મતિસૂત્ર, શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર અને કેટલા વિદ્વાનોને મતે લાત્રિશિકા (૩૨ શ્લોકની એક એવી ૩૨ સ્તુતિઓ)નો સમાવેશ થાય છે, કે જેમાં ન્યાયાવતાર' પણ આવી જાય છે. બન્ને આમ્નાયના પ્રથમ કોટિના પ્રાચીન અને અર્વાચીન અનેક મહાન આચાર્યોએ તેમને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા છે, જેમાં સર્વશ્રી અકલંક આચાર્ય, જિનસેન આચાર્ય, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, અભયદેવસૂરિ આદિ અનેક છે. ઉપરોક્ત કૃતિઓમાંથી અત્રે આપણે માત્ર કલ્યાણ મંદિર સ્તોત્ર વિષે ટૂંકમાં વિચારીશું. ૩. કલ્યાણમંદિર સ્તોત્ર : અત્યંત ભક્તિભાવથી સભર આ સ્તોત્રમાં ૪૪ પદો છે. ભગવાન પાર્શ્વનાથની તેમાં સ્તુતિ કરેલી છે. તે ભગવાનના નામથી સંસારનાં દુઃખો ક્ષીણ થાય છે. હરિ, હર, બ્રહ્મા વગેરે મહાપુરુષોને પરાજિત કરનાર કામને ભગવાને પરાજિત કરેલ છે, ક્રોધને તો તેમણે નવમાં ગુણસ્થાનકે જીતી લીધો છે અને ક્ષમાથી ક્રોધ જીતી શકાય છે તે પોતાના જીવનથી સાબિત કરી બતાવ્યું છે. આમ, ભગવાનના વિવિધ ગુણોનો મહિમા ગાઈને સૌ કોઈને ભક્તિભાવથી તેમાં લીન થવાનો ઉપદેશ કર્યો છે. પરંતુ ભાવશૂન્ય ભક્તિ નિરર્થક છે, ભાવપૂર્વક કરેલી ભક્તિ WWW.jainelibrary.org Page #105 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ૮૬ જ સાર્થક બને છે એવો સિદ્ધાંત નીચેના શ્લોકમાં તેમણે પ્રતિપાદિત કર્યો છે : आकर्णितोऽपि महितोऽपि निरीक्षितोऽपि नूनं न चेतसि मया विधृतोऽसि भक्त्या । जातोऽस्मि तेन जनबान्धव ! दुःखपात्रम् यस्मात क्रियाः प्रतिफलन्ति न भावशून्याः ॥ કલ્યાણમંદિર સ્તોત્ર : ૩૮ હે ભગવાન ! મેં આપનું નામ પણ સાંભળ્યું છે, આપની પૂજા પણ કરી છે અને આપનાં દર્શન પણ કર્યા છે, પણ દુઃખ મારો કેડો છોડતું નથી, તેનું કારણ એ છે કે મેં ભક્તિભાવપૂર્વક આપનું ધ્યાન કર્યું નથી. માત્ર આડંબરથી જ આ સર્વ કર્યું છે, ભાવપૂર્વક નહિ. જો ભાવપૂર્વક ભક્તિ, પૂજા કે સ્તવન કર્યું હોત તો સંસારનું આ દુઃખ મારે ભોગવવું ન પડત. [૩] મહાકવિ શ્રી માનતુંગાચાર્ય પોતાની અંતરંગ શ્રેષ્ઠ ભક્તિ અને ચમત્કારિક કવિત્વ દ્વારા શ્રી ઋષભદેવ ભગવાનના અદ્ભુત સ્તોત્રની – શ્રી ભક્તામરસ્તોત્રની – રચના કરનાર શ્રી માનતુંગાચાર્ય સાતમી શતાબ્દીના એક મહાન સપુરુષ થઈ ગયા. જીવનપરિચય: આચાર્યશ્રીના જીવન સંબંધી અપૂર્ણ અને વિવાદસ્પદ માહિતી ઉપલબ્ધ થાય છે.* તેમના જન્મસ્થળ, કુળ કે ગુરુપરંપરા વિષે પણ પ્રમાણપૂર્વકની નક્કર હકીકતનો અભાવ વર્તે છે. માત્ર તેઓ રાજા હર્ષ કે રાજા * “પ્રભાવકચરિત'માં જણાવ્યા પ્રમાણે તેઓ બનારસના વિદ્વાન શ્રેષ્ઠી ધનદેવના પુત્ર હતા અને તેમની માતાનું નામ ધનશ્રી હતું. Page #106 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના આર્થિથી મનન હતું ? પરમાર આચાતાઓની ભોજના સમયમાં થયા હોવા જોઈએ એવી વિદ્વાનોની માન્યતા છે. ડો. કીથ તથા પં. શ્રી ગૌરીશંકર ઓઝા વગેરે ઇતિહાસવેત્તાઓએ પોતાના સંશોધન દ્વારા તેમને હર્ષકાલીન માન્યા છે. સમ્રાટ હર્ષનો રાજ્ય કાળ ઈ.સ. ૬૦૬ થી ૬૪૭ છે, તેથી આચાર્યશ્રી પણ સાતમી શતાબ્દીમાં વિદ્યમાન હતા અને પ્રસિદ્ધ સંસ્કૃત મહાકવિ બાણના સમકાલીન હતા. તેમના જમાનામાં પરમાત્માની સ્તુતિ દ્વારા ચમત્કારો બતાવવાની એક પ્રકારની પ્રણાલિકા સર્વત્ર પ્રવર્તતી હતી. જૈન ગુરુઓ પાસે આવી વિદ્યા છે કે કેમ એવો પ્રશ્ન ઊઠતાં તેના સમાધાન માટે આચાર્યશ્રીને આહ્વાન સ્વીકારવું પડેલું. જોકે તેઓનું સ્પષ્ટ વિધાન હતું કે મારા પ્રભુ તો વીતરાગી છે તેથી સ્તુતિ-નિદાનું પરમાર્થથી તેને કાંઈ પ્રયોજન નથી, પરંતુ પ્રભુના આશ્રિત દેવતાઓની સ્તુતિથી લૌકિક ચમત્કાર બની શકે. લોકકથા અનુસાર આચાર્યશ્રીને લોખંડની બેડીના બંધનમાં મૂકવામાં આવ્યા. તેઓએ પરમાત્માની સ્તુતિરૂપે જે પ્રસિદ્ધ સ્તોત્રની રચના કરી તેના પ્રભાવથી તેમની બેડીઓ તૂટી ગઈ અને જિનશાસનનો જયજયકાર થયો અને પરમાત્માની સાચી ભક્તિથી આત્મવિશુદ્ધિની સાથે લૌક્કિ રિદ્ધિસિદ્ધિની પ્રાપ્તિ પણ થાય છે એવો સિદ્ધાંત પ્રયોગ- રૂપે સિદ્ધ થયો. યથા - (દોહરો) તુમ પદપંકજ પૂજÁ, વિદન રોગ ટર જાય, શત્રુ મિત્રતાકો ધરે, વિષ નિરવિષતા થાય. આચાર્યશ્રીની સૌથી પ્રસિદ્ધ રચના ભક્તામર સ્તોત્ર છે. પ્રાકૃતમાં લખાયેલું ભયહરસ્તો પણ તેમની કૃતિ માનવામાં આવે છે. ભક્તામરસ્તોત્રમાં ૪૮ શ્લોક દ્વારા ભગવાન ઋષભદેવની સ્તુતિ કરવામાં આવી છે. સંસ્કૃત ભાષા, કાવ્યચમત્કાર, અલંકાર વગેરે દષ્ટિઓથી જોતાં એક ઐતિહાસિક સ્તુતિકાવ્ય છે. બધાય શ્લોક એકમાત્ર Page #107 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો - ૮૮ વસંતતિલકા છંદમાં લખાયા છે. કલ્યાણમંદિરસ્તોત્ર સાથે આ સ્તોત્રનું ઘણું સામ્ય છે. સમસ્ત જૈન સમાજમાં આ સ્તોત્રનો ખૂબ જ મહિમા છે અને હજારો ભક્તજનો દરરોજ તેનો મુખપાઠ કરે છે. તેના પર અનેક ટીકાટિપ્પણ થયેલાં છે અને તેનો અનુવાદ હિંદી, ગુજરાતી, મરાઠી વગેરે અનેક ભાષાઓમાં થયેલો છે. આવી ભાવપ્રેરક, પ્રભુ ગુણવાચક શ્રેષ્ઠ કૃતિના રચયિતા ભક્તપ્રવર આચાર્યશ્રીના ચરણકમળોમાં નમસ્કાર કરી, તેમનાં એક-બે પદ્યનું આસ્વાદન ગુજરાતીમાં કરીએ :– “જે જેને ભજે તે તેના જેવો થાય' એ ન્યાયને પ્રતપિાદિત કરતું એવું એક, અને “પરમાત્મપદને પામવાનો શ્રેષ્ઠ ઉપાય પરમાત્માને જાણીને, માનીને તેમને ભજવા એ જ છે,” એવા સિદ્ધાંતને રજૂ કરતું બીજું - એમ બે પદો નીચે પ્રમાણે છે : (મંદાક્રાતાં) એમાં કાંઈ નથી નવીનતા નાથ ! દેવાધિદેવ ! ભક્તો સર્વે પદ પ્રભુ તણું પામતા નિત્યમેવ. લોકો સેવે કદી ધનિકને તો ધની જેમ થાય, સેવા થાતાં પ્રભુપદ તણી આપ જેવા જ થાય.II૧૦ મોટા મોટા મુનિજન તને માનતા નાથ તો તે તેજસ્વી છો રવિ સમ અને દૂર અજ્ઞાનથીયે, સારી રીતે અમર બનતા આપને પામવાથી, મુક્તિ માટે નવ કદી બીજો માનજો માર્ગ આથી. ર૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ભક્તિમાર્ગની આરાધના [૪] ઋષભયશોગાથાકાર શ્રી જિનસેન પોતાના દીર્ઘકાલીન સંયમજીવનનો મોટો ભાગ જેમણે શ્રી ઋષભદેવ, શ્રીપાર્થપ્રભુ અને શ્રીભરત ચક્રવર્તી આદિ પવિત્ર પુરાણપુરુષોનાં ગુણકીર્તન, ગુણસ્મરણ અને ગુણ-આલેખનમાં ગાળ્યો, એવા આચાર્ય શ્રી જિનસેનસ્વામીએ ભારતની ભૂમિને નવમી શતાબ્દીમાં પોતાના જન્મથી પવિત્ર કરી હતી. જીવનપરિચય ઃ તેમના જીવન વિષે જે માહિતી પ્રાપ્ત છે તે પરથી એમ જણાય છે કે તેઓનો જન્મ વિક્રમ સંવત ૮૧૦ની આજુબાજુ કર્ણટક કે મહારાષ્ટ્રમાં થયો હશે. તેઓએ બાળબ્રહ્મચારી અવસ્થામાં જ સંયમ ગ્રહણ કર્યો હતો અને એકંદરે લગભગ ૯૫ વર્ષના આયુષ્યમાં અનેક સ્વપર-લ્યાણનાં કાર્યો કર્યા હતાં. તેઓનું શરીર એકવડા બાંધાનું અને શરીરસૌષ્ઠવ સામાન્ય હતું. તેઓના મુખ્ય ગુરુનું નામ વીરસેન હતું, તથા જયસેનનું પણ તેઓએ ગુરુ તરીકે સ્મરણ કરેલું છે. મહાપુરાણમાં જે જે આચાર્યોને તેમણે નમસ્કાર કર્યા છે તે પરથી તેઓ શ્રીમંતભદ્રસ્વામીની પરંપરામાં થયા છે એમ વિદ્વાનોનું માનવું છે. તેઓએ પોતાના દીર્ઘ જીવનકાળમાં વિસ્તૃત વિહાર કર્યો હોય તેમ નિર્દેશો મળે છે અને દક્ષિણમાં ધારવાડ જિલ્લાથી માંડી ઉપર વડોદરા થઈ ચિત્તોડની ભૂમિને પણ તેમને પાવન કરી હતી. જીવનકાર્ય અને સાહિત્યનિર્માણ : આચાર્યશ્રીએ પોતાના જીવનનો મોટો કાળ મલખેડ (માન્યખેટ)માં ગાળ્યો હતો, જે તે વખતે મહારાજ અમોઘવર્ષની રાજધાની હતી. આ સ્થાન વર્તમાનમાં લગભગ ધારવાડ જિલ્લામાં માનવામાં આવે છે. વિશિષ્ટ સંયમ, અગાધ વિદ્વત્તા, અલૌકિક કવિત્વ, નિરંતર જ્ઞાનાર્જન અને ઉગ્ર તપસ્યા દ્વારા તેમની કીર્તિ સર્વત્ર Page #109 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ૯૦ વ્યાપી ગઈ હતી. ગુણભદ્ર અને વિનયસેન જેવા સમર્થ મુનિઓ અને અમોઘવર્ષ, અકાલવર્ષ અને લોકાદિત્ય જેવા મહારાજાઓ અને સામંતો તેમના ચરણોને ભક્તિપૂર્વક સેવતા હતા તે તેમની અલૌકિક અને લૌકિક મહત્તાને સહજપણે સિદ્ધ કરે છે. મહારાજા અમોઘવર્ષે ઉત્તરાવસ્થામાં તેમની પાસે દીક્ષા લઈ મુનિપદ ગ્રહણ કર્યું હતું. તેઓએ રચેલા પાંચ ગ્રંથો માનવામાં આવે છે : (૧) આદિપુરાણ (૨) પાર્શ્વવ્યુદય કાવ્ય (૩) જયધવલા-રીકા (૪) વર્ધમાનપુરાણ (અપ્રાપ્ય) (૫) પાર્થસ્તુતિ (અપ્રાપ્ય) આ ઉત્તમ રચનાઓ પરથી તેમના મહાન વ્યક્તિત્વનો ખ્યાલ આવી શકે છે, જયધવલા ટીકા વીસ હજાર શ્લોકપ્રમાણ તેમના ગુરુએ લખેલ. પાછળના ચાલીસ હજાર શ્લોકોની રચના તેમણે પોતે કરેલી છે, જે તેમના અગાધ સિદ્ધાંતજ્ઞાનનું દ્યોતક છે. અત્રે માત્ર તેમના આદિપુરાણનો સંક્ષેપમાં વિચાર કરીશું. આદિપુરાણ : ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યનો આ એક મોટો કોશ છે. જોકે તેમાં મુખ્યપણે શ્રી ઋષભદેવ, ભરત ચક્રવર્તી વગેરે મહાપુરુષોનાં ચરિત્રોનું વર્ણન છે, છતાં પ્રસંગોપાત્ત તેમાં ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, સમાજ-વ્યવસ્થા, રાજનીતિ, અર્થશાસ્ત્ર, ધર્મતીર્થો, ચાર ગતિઓનું સ્વરૂપ, દાન-તપ પુણ્ય-પાપ અને મોક્ષ આદિ તત્ત્વોનું વિવરણ વગેરે અનેક વિષયોને એવી રીતે આવરી લેવામાં આવ્યા છે કે આ શાસ્ત્ર વિદ્વાનોને, સાહિત્યકારોને, કવિઓને, અભ્યાસીઓને, મુમુક્ષુઓને, મુનિજનોને કે સામાન્ય વાચકવર્ગને પણ શુદ્ધ બોધ સાથે શિષ્ટ મનોરંજનની સામગ્રી પૂરી પાડે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના ૪૭ પર્વોમાં રચાયેલું આ એક મહાન પુરાણ-શાસ્ત્ર છે. ૧૨ અને ૧૩ પર્વોમાં ઋષભદેવના ગર્ભ અને જન્મકલ્યાણકોનું, ૧૫માં પર્વમાં તેમના શરીરસૌંદર્યનું, ૧૬માં પર્વમાં પુત્ર-પુત્રીઓના જન્મનું અને ત્યાર પછી ૨૨માં પર્વ સુધી ભગવાનના વૈરાગ્ય, દીક્ષા, તપ, શ્રેયાંસ રાજા દ્વારા ભગવાનને શેરડીના રસનું આહારદાન, કેળવજ્ઞાનની પ્રાપ્તિ અને ધર્મસભા (સમવસરણ)નું વર્ણન છે. પાછળનાં પર્વોમાં ભરત, બાહુબલિ વગેરે મહાપુરુષોનાં ચરિત્રોનું વર્ણન છે. આ પ્રમાણે પોતાની બહુમુખી પ્રતિભાથી જેમણે પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે, આપણને ભગવાનનાં ચરિત્રોનું અને સદ્ગણોનું રસપાન કરાવ્યું છે અને ભારતીય સંસ્કૃતિ અને જૈન વાડ્મયને સમૃદ્ધ કર્યું છે તેવા આચાર્યશ્રીને “ભગવર્જિનસેન એવા પૂજય નામથી વિભૂષિત કરનારે યોગ્ય જ કર્યું છે. આવા મહાન આચાર્યને ફરી ફરી નમસ્કાર કરીએ છીએ. ૩ૐ સૌમ્યમૂર્તિ આચાર્ય શ્રી અમિતગતિ જેમનાં વચનામૃતોનું પાન કરવાથી ભવ્ય ભક્તજનોના અંતરમાં શાંતિ, સદાચાર, સમતા અને પ્રભુભક્તિનો ઉદય થાય છે એવા શ્રી અમિતગતિ આચાર્ય વિક્રમની ૧૨મી શતાબ્દીમાં ઉજ્જૈન-ધારાનગરીની આજુબાજુના પ્રદેશોમાં વિહાર કરતા હતા. જીવનપરિચય : તેમના જીવન વિષે થોડી જ વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થાય છે. તેમનો જન્મ વિદ્વાનોએ લગભગ વિ. સં. ૨૦૨૫ની આજુબાજુ નિર્ધારિત કર્યો છે. તેમના બાળપણની કાંઈ વિગતો મળતી નથી, Page #111 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો તેમના સાહિત્ય પરથી તેઓએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરેલો મનાય છે. માળવાના પ્રસિદ્ધ રાજા ભોજના કાકા મહારાજા મુંજના સમયમાં તેઓ વિદ્યમાન હતા અને મુંજ રાજા જે અનેક વિદ્વાનો, કવિઓ અને સાહિત્યકારોનું પોતાના રાજદરબારમાં સન્માન કરતો હતો તેમાં શ્રી અમિતગતિનું સ્થાન બહુ ઊંચું હતું. જીવનકાર્ય અને સાહિત્યનિર્માણ : માથુરસંઘની ગુરુપરંપરામાં તેઓને આચાર્યપદ પ્રાપ્ત થયું હતું. તેનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે : વીરસેન દેવસેન અમિતગતિ (પ્રથમ) નેમિષણ માધવસેન આપણા ચરિત્રનાયક અમિતગતિ (દ્વિતીય) Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૩ તેઓના રચેલા ગ્રંથો નીચે પ્રમાણે છે : (૧) સુભાષિતરત્નસંદોહ (૨) ધર્મપરીક્ષા (૩) ઉપાસકાચાર (૪) પંચસંગ્રહ (૫) આરાધના (૬) ભાવનાદ્વાત્રિંશતિકા (સામાયિક પાઠ) સુભાષિતરત્નસંદોહ : ગ્રંથનું નામ સૂચવે છે તે પ્રમાણે જુદા જુદા ૩૨ વિષયો ઉપર ૯૨૨ પદ્યોમાં આ ગ્રંથની રચના થઈ છે. માયા, અહંકારનિરાકરણ, ઇન્દ્રિયનિગ્રહ, સ્રી-ગુણ-દોષ, કોપ-લોભ-નિરાકરણ, જ્ઞાનનિરૂપણ, ચારિત્રનિરૂપણ, વ્યસન-નિરાકરણ, શ્રાવકધર્મ, બાર પ્રકારનાં તપ વગેરે સાધકને ઉપયોગી અનેક વિષયો ઉપર આ ગ્રંથમાં ઉપદેશ કર્યો છે. ભક્તિમાર્ગની આરાધના ધર્મપરીક્ષા : આ ગ્રંથ આચાર્યે માત્ર બે માસમાં રચ્યો હતો અને તેમાં કથાઓ દ્વારા અનેકાન્તધર્મનું મંડન કરેલ છે. ઉપાસકાચાર : આ ગ્રંથ અતમિગતિ-શ્રાવકાચાર એ નામથી પ્રસિદ્ધ છે. તેના ૧૫ અધ્યાય અને ૧૩૫૨ શ્લોક છે. ગૃહસ્થને ઉપયોગી સર્વ પ્રકારના બોધ ઉપરાંત ૧૧૪ પદ્યોમાં ધ્યાનનું વર્ણન વિસ્તારથી કરેલ છે. આરાધના : શિવાર્યકૃત ભગવતી આરાધનાનો આધાર લઈ ગ્રંથરચના કરવામાં આવી છે. ભાવનાદ્વાત્રિંશતિકા : ૩૨ પદ્યોના એક નાના પ્રકરણરૂપે આ ગ્રંથની રચના છે. એનું બીજું નામ સામાયિક-પાઠ છે. આત્મભાવના Page #113 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ८४ ભાવવા માટે ખૂબ ઉપયોગી હોવાથી તેનો અનેક ભાષાઓમાં અનુવાદ થયેલો છે. તેનાં થોડાં પદો ગુજરાતીમાં જોઈએ - (હરિગીત) સૌ પ્રાણી આ સંસારનાં, સન્મિત્ર મુજ વહાલાં થજો. સદ્ગુણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજો; દુઃખિયા પ્રતિ કરુણા અને દુશમન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા. મુજ બુદ્ધિના વિકારથી, કે સંયમના અભાવથી, બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કુબદ્ધિથી; કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કેરા જોરથી, સૌ દોષ મુકિત પામવા, માગું ક્ષમા હું હૃદયથી. જે જ્ઞાનમય સહજ આત્મ તે સ્વાત્મા થકી જોવાય છે, શુભ યોગમાં સાધુ સકળને, આમ અનુભવ થાય છે; નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આત્મમાં, સંપૂર્ણ સુખને સાધવા તું, આત્મથી જો આત્મમાં. –શ્લોક સંખ્યા ૧, ૮, ર૫ પંચસંગ્રહ : ૧૩૭૫ શ્લોકપ્રમાણ આ એક ગહન સૈદ્ધાંતિક ગ્રંથ છે. જેને પાંચ પ્રકરણોમાં વિભાજિત કર્યો છે. ગ્રંથ માત્ર અભ્યાસી અને વિદ્વાનો દ્વારા જ સમજી શકાય તેવો છે. આ ગ્રંથો ઉપરાંત, બૃહત-સામયિકપાઠ નામનો ૧૨૦ શ્લોકપ્રમાણ બીજો પણ એક તેમનો રચેલો ગ્રંથ મળે છે. આ સિવાય બીજા અનેક ગ્રંથો ઉપલબ્ધ નથી. Page #114 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના આ પ્રમાણે સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હોવા ઉપરાંત, આપણા ચરિત્રનાયક એક આદર્શ મુનિ, શાંત-ગંભીર સાહિત્યકાર, સિદ્ધહસ્ત કવિ, મહાન ભક્ત અને ઉદારચેતા ક્રાન્તિકારી વિચારક છે. તેમના ઉત્તમ બોધથી આપણને આત્મસાધનામાં અનેક પ્રકારે પ્રેરણા મળે છે. * ૯૫ [૬] મહાપ્રભાવક શ્રી હેમચન્દ્રાચાર્યજી જેમનાં મંગળમય અને ગૌરવશાળી કાર્યોની આધુનિક ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે તે ‘કલિકાલસર્વજ્ઞ' શ્રી હેમચન્દ્રાચાર્યે ગુજરાતની અને જૈનધર્મની જે અપ્રતિમ સેવા કરી છે તેને ગુજરાત કદી પણ વીસરી શકશે નહિ. નવસો વર્ષનાં વહાણાં વહી ગયાં છતાં, તેમણે ઉચ્ચ કક્ષાનું, સર્વજનહિતકર અને વિવિધ વિષયોને સ્પર્શતું જે અનુપમ સાહિત્ય આપણને ભેટ આપ્યું છે તેનો જોટો મળવો દુર્લભ છે. જીવનપરિચય : શ્રમણ સંસ્કૃતિના આ ઉજ્જવલ રત્નનો જન્મ ઈ.સ. ૧૧૪૫માં કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર દિવસે ધંધુકામાં માતા પાહિણીની કૂખે થયો હતો. પુત્રરત્ન ગર્ભમાં હતું ત્યારે માતા પાહિણીને એવું સ્વપ્ન લાધ્યું કે પોતે પુત્રરત્નને ગુરુચરણે ભક્તિભાવપૂર્વક સમર્પણ કરી રહી છે. તેણીએ શ્રી દેવચન્દ્રસૂરિજીને સ્વપ્નની વાત કરી. ગુરુએ કહ્યું, “પાહિણી, તારી કૂખે જૈનશાસનની અદ્વિતીય સેવા કરનાર પુત્રરત્નનો જન્મ થશે.” ગુરુના કથનાનુસાર દેદીપ્યમાન પુત્રરત્નને પ્રાપ્ત કરી માતા કૃતકૃત્ય થઈ. પુત્રનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું. એકદા માતા પાહિણી પુત્રને લઈને ગુરુના દર્શન કરવા ગયા. Page #115 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો દેવચન્દ્રસૂરિજી બાળકના મોં પરની સૂક્ષ્મ રેખાઓમાં તેમના ઉચ્ચતમ વ્યક્તિત્વને પારખી ગયા અને ધર્મસંધને માટે બાળકની માગણી કરી. બાળકના જન્મ પહેલાં પોતાને આવેલ સ્વપ્નને યાદ કરી માતાએ પ્રસન્નતાપૂર્વક ધર્મસંઘને પોતાનો એકનો એક પુત્ર અર્પણ કર્યો. લઘુવયમાં દીક્ષા આપી ન શકાય પરંતુ બાળકની અસાધારણ બુદ્ધિમત્તા અને તેનાં અન્ય લક્ષણોને દૃષ્ટિમાં રાખી નવ વર્ષની વયે ઈ.સ. ૧૧૫૪ની સાલમાં ચાંગદેવને દીક્ષા આપવામાં આવી અને તેમનું નામ મુનિ સોમચન્દ્ર રાખવામાં આવ્યું. પોતાથી પ્રખર બુદ્ધિ વડે ટૂંક સમયમાં મુનિ સોમચન્દ્રજીએ તર્કશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, સાહિત્ય ઇત્યાદિ અનેકવિધ વિદ્યાઓનું અધ્યયન કર્યું. તેમની અગાધ શક્તિઓ જોઈ ગુરુએ તેમને ૨૧ વર્ષની ઉંમરે નાગૌર (રાજસ્થાન) મુકામે આચાર્યપદ પર આરૂઢ કર્યા ને તેમનું હેમચન્દ્ર નામ રાખવામાં આવ્યું. માતા પાહિણીએ પણ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ૯૬ માળવા પર વિજય મેળવી સિદ્ધરાજ જયસિંહ પાટણ પાછા ફરી રહ્યા હતા. માલવ દેશનું ઉત્તમ સાહિત્ય તેમને પ્રાપ્ત થયું હતું. તેની પૂર્તિરૂપ એક અદ્વિતીય વ્યાકરણ લખાવવાની તેમને ઇચ્છા થઈ. વિદ્વાનો તેમને આંગણે આવ્યા. તેમાંથી તેમની ચતુર દૃષ્ટિએ આચાર્ય હેમચન્દ્રજીને ઓળખી કાઢ્યા અને તેમને વ્યાકરણ લખવાની વિનંતી કરી. સાહિત્ય-નિર્માણ અને અન્યકૃતિતત્વ : ‘સિદ્ધહેમ-વ્યાકરણ’ની રચનાની આ હતી ભૂમિકા. આ વ્યાકરણની રચનાથી વિદ્વાનોની સૃષ્ટિમાં એક નવી ચમક આવી. મહારાજા સિદ્ધરાજે હાથીની અંબાડી પર સ્થાપિત કરી આ ગ્રંથરત્નને આખા નગરની પરિકમ્મા કરાવી. ૩૦૦ વિદ્વાનોએ તેની નકલો કરી અને દેશમાં સર્વત્ર તેનો પ્રચાર કર્યો. કાશ્મીર સુધીનાં સર્વ પુસ્તકાલયોમાં ‘સિદ્ધહેમ વ્યાકરણ'ને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત થયું. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૭ ભક્તિમાર્ગની આરાધના ગુજરાતમાં અભ્યાસક્રમમાં આ વ્યાકરણને દાખલ કરવામાં આવ્યું અને તેના શિક્ષણ માટે વિદ્વાન અધ્યાપકોની વરણી કરવામાં આવી. ૩પ૬૬ શ્લોકો અને આઠ અધ્યાયોમાં વિભાજિત આ વ્યાકરણની તુલના પાણિનીના તથા શાકટાયનના વ્યાકરણની સાથે કરવામાં આવી છે. તેના આઠ અધ્યાયોમાં સાત અધ્યાય સંસ્કૃત ભાષામાં છે અને એક અધ્યાય પ્રાકૃત ભાષામાં છે. પ્રાકૃત તે સમયની લોકભાષા હતી. આથી હેમચન્દ્રાચાર્યે તેને સંસ્કૃતપ્રધાન ગ્રંથમાં ઉચિત સ્થાન આપ્યું. ત્રિષષ્ટિશલાકાપુરુષ' નામની તેમની કૃતિમાં ૬૩ મહાપુરુષોનાં જીવનવૃત્તાન્ત આલેખાયેલાં છે. તેમાં ૨૪ જિનો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બળદેવનાં પ્રેરક ચરિત્રોનું આલેખન કરી આપણને પ્રેરણા આપવા ઉપરાંત તાત્કાલીન સંસ્કૃતિ, ધર્મ, દર્શન વિજ્ઞાન, કળા અને તત્વજ્ઞાનને એવી રીતે વણી લેવામાં આવ્યું છે કે સામાનય મનુષ્યને, ભક્તને, ઈતિહાસપ્રેમીને કે અભ્યાસી વાચકોને સૌને માટે તે ઘણો ઉપયોગી ગ્રંથ બન્યો છે. આ ઉપરાંત “અભિધાન ચિન્તામણિ”, “હેમ અનેકાર્થ સંગ્રહ', દેશી-નામમાલા” અને “નિઘંટુ કોષ” એ ચાર ગ્રંથમાં તેમણે જ્ઞાનનો અમૂલ્ય ભંડાર આપણને બક્યો છે. વળી પ્રમાણ મીમાંસા, યોગશાસ્ત્ર, વીતરાગસ્તવન, અન્નીતિ વગેરે બીજા ગ્રંથોથી પણ તેઓએ પોતાની અનેકવિધ પ્રતિભાનો ખ્યાલ આપ્યો છે. આમ કુલ સાડાત્રણ કરોડથી પણ વધુ શ્લોકોવાળું તેમનું સાહિત્ય આપણો અમૂલ્ય વારસો છે. અનેક સાહિત્યકારો તેમની આસપાસ વીંટળાયેલા રહેતા. તેમના પ્રશિક્ષણ કેન્દ્રમાં એક સાથે ૮૪ કલમો કામ કરતી હતી. અહિંસામય વીતરાગધર્મની પ્રભાવનામાં તેમને ગુજરાતના બે મહાન રાજવીઓનો સહકાર સાંપડ્યો હતો. સિદ્ધરાજ જયસિંહ તેમના પરમ Page #117 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો મિત્રને પ્રશંસક બની ગયા હતા. આ મહાનુભાવની સમષ્ટિ કેવી હતી તેનો ખ્યાલ સિદ્ધરાજે પૂછેલા એક પ્રશ્નનો તેમણે જે ઉત્તર આપ્યો હતો તે પરથી મળે છે. સિદ્ધરાજે એક વખત પૂછ્યું, “ક્યો ધર્મ શ્રેષ્ઠ છે ?” જવાબમાં હેમચન્દ્રાચાર્યે શંખપુરાણમાં આવેલા એક ન્યાયનું દૃષ્ટાન્ત આપ્યું અને કહ્યું, “જેમ વૃષભને મરતાં મરતાં સંજીવની ઔષિધ મળી ગઈ, તેમ સત્યશોધન કરવામાં કોઈ પણ પૂર્વગ્રહ વિના વિવેકબુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરી સત્યનું સંશોધન કરશો તો તમને તે અવશ્ય લાધશે.” કેવી હતી આ વિશુદ્ધ વિવેકબુદ્ધિ! સિદ્ધરાજના સ્વર્ગવાસ પછી કુમારપાળ ગુજરાતની ગાદી પર આવ્યા. કુમારપાળ પર આચાર્યશ્રીએ અનેક ઉપકાર કર્યા હતા. આથી ઉપકારવશ કુમારપાળે રાજસિંહાસન પર આરૂઢ થતાં રાજ્યને આચાર્યશ્રીના ચરણોમાં સમર્પિત કર્યું. આચાર્યશ્રીએ તેનો અસ્વીકાર કરી કુમારપાળને સૂચના કરી કે તેણે રાજ્યમાં ‘અમારિ’ ડંકો વગડાવવો. આ રીતે રાજ્યમાં ‘અમારિ’ ઘોષણા કરવામાં આવી. તેનાથી ઇર્ષ્યાન્વિત થયેલા કેટલાક રાજપુરુષોએ રાજાના કાન ભંભેર્યા, “દેવીને બલિદાન નહિ મળે તો કોપ કરશે અને રાજ્યનો વિનાશ થશે.' રાજાએ આચાર્યશ્રી સાથે તેની ચર્ચા કરી. તેના ફળસ્વરૂપ રાત્રે દેવીની સામે એક પશુને રાખવામાં આવ્યું અને કહેવામાં આવ્યું, “જો દેવી ખરેખર બલિદાન ઇચ્છતાં હશે તો પશુનું ભક્ષણ કરશે.” પણ આમ થયું નહિ. પ્રતિસ્પર્ધીઓ નિરુત્તર બની ગયા અને કુમારપાળની અહિંસા પ્રત્યેની શ્રદ્ધા રૂઢ બની. ૯૮ હેમચન્દ્રાચાર્યજીની સમદષ્ટિનું એક ઉદાહરણ ઉપર આપ્યું છે, પણ આચારણ દ્વારા તે તેમણે પ્રત્યક્ષ રજૂ કર્યું તેથી તેમની ખ્યાતિ વધુ પ્રસરી. એક વખત વિહાર કરતાં તેઓ સોમનાથ પાટણ પધાર્યા. મહારાજા કુમારપાળ પણ તે સમયે ત્યાં આવેલા હતા. કેટલાક વિઘ્નસંતોષી માણસોએ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ભક્તિમાર્ગની આરાધના કહ્યું કે આચાર્ય, ભગવાન શિવને નમશે નહિ, પણ હેમચન્દ્રાચાર્યે તેમની ધારણા ખોટી પાડી. શિવજીને સાષ્ટાંગ નમસ્કાર કરી તેમણે નીચેનો શ્લોક ગાયો : “ભવબીજાંકુરજનના રાગાડ્યાઃ ક્ષયમુપાગતા યસ્ય ! બ્રહ્મા વા વિષ્ણુર્વા, હરો જિનો વા નમસ્તસ્મ ” ભવબીજને અંકુરિત કરવાવાળા રાગદ્વેષ પર જેમણે વિજય પ્રાપ્ત કર્યો છે તેવા ભલે બ્રહ્મા, વિષ્ણુ, હરિ કે જિનેશ્વર ઇત્યાદિ ગમે તે નામથી સંબોધિત હોય, તેને મારા નમસ્કાર છે.” “મહારાગો મહાદ્વેષો, મહામોહસ્તધૈવ ચ | કષાયસ્ય હતો યેન, મહાદેવઃ સ ઉચ્યતે !” “જેણે મહારાગ, મહાદ્વેષ, મહામોહ અને કષાયનો નાશ કર્યો છે તે મહાદેવ છે.” એમ કહ્યું. આવી હતી તેમની સર્વધર્મ સમન્વયાત્મક નીતિ. ઉદાર ધર્મનીતિ, રાજાઓ પરનો વિશિષ્ટ પ્રભાવ અને વિશાળ શ્રુતજ્ઞાનવૈભવથી તેઓશ્રીએ જૈનશાસનનું ગૌરવ ખૂબ જ વધાર્યું છે. આચાર્ય હેમચન્દ્રજીનો યુગ ગુજરાતમાં જૈન ધર્મના ઉત્કર્ષનો સુવર્ણયુગ હતો. સિદ્ધરાજ જયસિંહ, મહારાજા કુમારપાળ, મંત્રી બાહડ વગેરે ઉપરના આચાર્યશ્રીના વિશિષ્ટ પ્રભાવથી અનેક નવાં જિનમંદિરો નિર્માણ થયાં કે તેમનો પુનરુદ્ધાર થયો. રામચન્દ્ર, ગુણચન્દ્ર, ઉદયચન્દ્ર, બાલચન્દ્ર વગેરે અનેક શિષ્યોએ તેમનું લોકોપકારનું અને ધાર્મિક શિક્ષણનું કાર્ય ચાલુ રાખ્યું. વર્તમાન યુગમાં શ્રીમદ્ રાજચન્દ્રજી, શ્રી આનંદશંકર ધ્રુવ તથા શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ વિવિધ પ્રકારે તેમનો ગુણાનુવાદ કરેલ છે. એકરે ૮૪ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ઈ.સ. ૧૨૨૯માં પાટણ મુકામે તેઓએ સ્વર્ગારોહણ કર્યું. Page #119 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો [૭] મેઘાવી મહાકવિ આશાધરજી અનેકવિધિ વિદ્યાઓમાં પારંગતપણાથી, દીર્ઘ અને વિસ્તૃત સાહિત્યની રચનાથી, વિશિષ્ટ અને વિશાળ વિદ્વાન શિષ્યપરંપરાના નિર્માણથી અને પવિત્ર સદાચારમય જીવનથી મધ્યયુગના પ્રબુદ્ધ જૈન મહાપુરુષોમાં શ્રી આશાધરજીનું સ્થાન અગ્રગણ્ય ગણી શકાય છે. ૧૦૦ જીવનપરિચય : તેઓ મૂળ નાગૌર પાસે આવેલા માંડલગઢ (મેવાડ)ના નિવાસી હતા. તેમનો જન્મ વિ.સ. ૧૨૩૦માં લગભગ થયો હતો. તેમના પિતાનું નામ સલ્લક્ષણ અને માતાનું નામ શ્રીરત્ની હતું. તેમનાં ધર્મપત્ની સરસ્વતીદેવી હતાં જેથી તેમને છાહડ નામના એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હતી. લગભગ વીસ વર્ષની ઉંમરે તેઓ ધારાનગરીમાં આવીને વસ્યા હતા, કારણ કે તે જમાનામાં મહમ્મદ ઘોરીએ અજમેર, દિલ્હી અને મેવાડના વિવિધ ભાગો ઉપર સત્તા હાંસલ કરી લીધી હતી તેથી ધર્મસાધનામાં વિઘ્ન થવાની સંભાવના હતી. તેઓએ તેમના વિદ્યાગુરુ પંડિત શ્રી મહાવીર પાસેથી શિક્ષણ લઈ અલ્પકાળમાં વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત, અધ્યાત્મ, જૈનાચાર, કાવ્ય, ભાષા, આયુર્વેદ આદિ અનેક વિષયોનું સાંગોપાંગ જ્ઞાન પ્રાપ્ત કરી પોતાની અગાધ બુદ્ધિશક્તિનો પરિચય આપ્યો હતો. તેમના સમયમાં ધારાનગરીમાં વિજયવર્મા નામનો રાજા રાજ્ય કરતો હતો અને જ્યારે તેમણે સાગારધર્મામૃત નામનું શાસ્ત્ર લખ્યું ત્યારે જૈતુગિદેવનું રાજ્ય ચાલતું હતું. પોતાના જીવનનાં છેલ્લાં ઘણાં વર્ષો (ચાળીસથી પણ વધારે) તેઓએ ધારાનગરીથી વીસેક માઈલ દૂર આવેલા નલકચ્છપુર-(નાલછા)માં નિવાસ કરી એકાંત, શાંત જગ્યાએ રહેવાનું પસંદ કર્યું હતું. અહીં રહ્યા Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ભક્તિમાર્ગની આરાધના (ર) ત્યારથી ગૃહવ્યવહારનો ત્યાગ કરી, એકાગ્રપણે સરસ્વતીની આરાધનામાં રહી, શ્રીનેમિનાથ પ્રભુના ચૈત્યાલયના આશ્રયે તેઓએ પોતાની વિશિષ્ટ શ્રુતસાધનામાં સાત્ત્વિકપણે જીવન વિતાવ્યું હતું, તેથી તેઓને ઋષિતુલ્ય ગણવામાં આવ્યા છે. તેઓના દેહવિલય વિષે ચોક્કસ માહિતી મળતી નથી પણ વિ.સં. ૧૩૧૦ની આજુબાજુ તેઓએ જીવનસમાપન કર્યું હશે એમ ઈતિહાસકારો માને છે. સાહિત્યનિર્માણ, શિષ્ય પરંપરા અને બહુશ્રુત વ્યક્તિત્વ : પોતાની તષ્ણ પ્રજ્ઞા અને અવિરત સાહિત્યસાધના વડે તેઓએ અનેક વિષયો ઉપર પોતાની સિદ્ધહસ્ત કલમ ચલાવી હતી. તેઓએ વીસ સંસ્કૃત ગ્રંથો રચ્યા હતા જેમાંના વધારે અગત્યના નીચે પ્રમાણે છે : (૧) સાગારધર્મામૃત (૭) આરાધનાસારટીકા અનગારધર્મામૃત (૮) ક્રિયાકલાપ અધ્યાત્મરહસ્ય (૯) રત્નત્રયવિધાન (૪) જ્ઞાનદીપિકા (૧૦) અમરકોશટીકા (૫) ઈબ્દોપદેશટીકા (૧૧) ભરતેશ્વર-અભ્યદય (૬) જિનયજ્ઞકલ્પ (૧૨) ત્રિષષ્ટિ-સ્મૃતિશાસ્ત્ર સાગાર-અનગાર-ધર્મામૃત: ગૃહસ્થ અને મુનિના આચારોનું વિવરણ કરતો આ એક મહત્ત્વનો ગ્રંથ છે. ગૃહસ્થધર્મનું વર્ણન આઠ અધ્યાયોમાં વિસ્તારથી કર્યું છે, જેમાં સાત વ્યસનોનો ત્યાગ, મદ્ય-માંસ-મધુનો ત્યાગ, અહિંસાદિ અણુવ્રતોનું ગ્રહણ, પ્રભુપૂજા, ગુરુની ઉપાસના, સુપાત્રદાન આદિ અનેક આચારોનું સાંગોપાંગ વર્ણન કરેલું છે. વળી, આત્મદર્શન સહિત જેમ જેમ શ્રાવક, સંયમમાર્ગમાં આગળ વધતો જાય તેમ તેમ તેની પાક્ષિક, નૈષ્ઠિક અને સાધક એવી ત્રણ કક્ષાઓનું વૈજ્ઞાનિક વર્ણન છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ૧૦ર આરંભપરિગ્રહનો ક્રમિક ત્યાગ કરતો થકો, ઉપર ઉપરની સંયમશ્રેણીને સ્પર્શતો થકો, શુદ્ધિ અને સ્થિરતાને વધારતો થકો શ્રાવક કેવી રીતે અંતે સલ્લેખના દ્વારા મૃત્યુ-મહોત્સવ ઊજવીને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે તેનું સુંદર, ભાવવાહી, પ્રેરક અને સર્વાંગસંપૂર્ણ શબ્દચિત્ર અહીં રજૂ કરવામાં આવ્યું છે. આ ગ્રંથ (ધર્મામૃત) જ્ઞાનપીઠ તરફથી તથા અગાસ આશ્રમ તરફથી બહાર પડેલો છે. અધ્યાત્મરહસ્ય : ૭ર પદ્યોમાં યોગમાર્ગનું સંક્ષેપમાં વર્ણન કરતો આ સુંદર ગ્રંથ વીર-સેવા મંદિર તરફથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. સ્વાત્મા, શુદ્ધાત્મા, સદ્ગુરુ, દષ્ટિ, શ્રુતિ, મનનું સ્વરૂપ વગેરે યોગાભ્યાસી અને અધ્યાત્મ-સાધકોને ઉપયોગી અનેક પારિભાષિક શબ્દોનો સુંદર રીતે અર્થ સમજાવ્યો છે. તેનું બીજું નામ “યોગોદીપન' છે. જિનયજ્ઞકલ્પમાં મંદિરનિર્માણ, મૂર્તિનિર્માણ, જિનપૂજા, અભિષેકવિધિ વગેરેનું વર્ણન છે. ત્રિષષ્ઠિ-સ્મૃતિશાસ્ત્ર અને ભરતેશ્વરઅભ્યદયમાં પૂર્વે થયેલા પવિત્ર પુરુષોનાં ચરિત્રોનું પ્રેરક વર્ણન છે. શ્રીમાન્ આશાધરજીના અનેક સમર્થ શિષ્યો હતા, જેમાં મુખ્યપણે વાદીન્દ્ર વિશાલકીર્તિ, પંડિતવર્ય દેવચન્દ્ર તથા વિનયચન્દ્ર, મહાકવિ મદનાપાધ્યાય તથા બિલ્ડણ મંત્રી અને મદનકીર્તિ તથા ઉદયસેન નામના નિગ્રંથ મુનિઓનો પણ સમાવેશ થાય છે. આ બધા શિષ્યોએ પોતાના ગુરુ પ્રત્યેનો અહોભાવ પ્રગટ કરતાં તથા અન્ય દર્શનના વિદ્વાનોએ પણ આ મહાપુરુષની પ્રશંસા કરતાં તેમને “નયવિશ્વચક્ષુ', “પ્રજ્ઞાપુંજ', “કલિકાલિદાસ વગેરે વિશિષ્ટ સન્માન શબ્દોથી સંબોધ્યા છે. આવા અનેક ગુણોના ધારક, મૌલિક ચિંતક અને લેખક હોવા ઉપરાંત મહાકવિ શ્રી આશાધરજી એક મહાન શ્રદ્ધાળુ ભક્ત પણ હતા તે Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ભક્તિમાર્ગની આરાધના તેમની પૂજાઓ અને તીર્થંકરાદિનાં ચરિત્રોનાં વર્ણન ઉપરથી સહેજે જાણી શકાય છે. ૐ [૮] ભક્તિસાહિત્યકાર શ્રીસકલકીર્તિ મધ્યયુગમાં સંસ્કૃત સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરી, અનેક નવા ગ્રંથોની રચના કરી, વિવિધ તીર્થકરો અને પુરાણપુરુષોનાં ચરિત્રો લખી, જેમણે જૈનધર્મની ગુજરાત, રાજસ્થાન વગેરે પ્રદેશોમાં ખૂબ પ્રભાવના કરી તે શ્રી સકલકીર્તિ આચાર્યનો સમય વિક્રમ સંવત ૧૪૪૩ થી ૧૪૯૯નો મનાય છે. જીવનપરિચય : તેઓશ્રીનો જન્મ વિ. સં. ૧૪૪૩માં ગુજરાતના અણહિલપુર પાટણમાં થયો હતો. પિતાનું નામ કર્મસિંહ અને માતાનું નામ શોભા હતું.તેઓ માતના ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને શુભ સ્વપ્ન આવતાં ઉજજવળ પુત્રરત્નની પ્રાપ્તિની આગાહી કરવામાં આવી હતી. પુત્રનો જન્મ થતાં તેનું નામ પૂર્ણસિંહ રાખવામાં આવ્યું હતું. તેઓનું શરીરસ્વાથ્ય, શરીરસૌષ્ઠવ અને શરીરસૌંદર્ય અદ્ભુત હતું અને તેઓ બત્રીસ લક્ષણના ધારણ કરનાર હતા. પાંચ વર્ષની વયે વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવતાં, પોતાની કુશાગ્ર બુદ્ધિનો સૌને પરિચય કરાવી, થોડા જ કાળમાં શાસ્ત્રનિપુણતા પ્રાપ્ત કરી લીધી હતી. ચૌદ વર્ષની વયે માતાપિતાએ તેમના લગ્ન કર્યા, પરંતુ તેમનું ચિત્ત સંસારમાં લાગતું જ નહિ અને અઢાર વર્ષની વયે અપાર સંપત્તિનો ત્યાગ કરી તેઓ ભટ્ટારક શ્રી પદ્મનંદી પાસે ચાલ્યા ગયા. ચોત્રીસમે વર્ષે તેમને આચાર્ય પદવીની પ્રાપ્તિ થઈ હતી, અને તેઓએ ધર્મપ્રચારનું Page #123 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ૧૦૪ કાર્ય દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ચાલુ કરી દીધું હતું. એકંદરે છપ્પન વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વિ. સં. ૧૪૯૯ના પોષ મહિનામાં ગુજરાતમાં મહેસાણા મધ્યે તેઓએ સ્વર્ગારોહણ કર્યું. જીવનકાર્ય અને સાહિત્યનિર્માણ : પંદરમા સૈકામાં પશ્ચિમ ભારતમાં સ્વાધ્યાયનો, ભગવદ્ભક્તિનો અને જૈન ધર્મનો સૌથી વિશેષ પ્રચાર-પ્રસાર કરવાનું શ્રેય શ્રીસકલકીર્તિને ફાળે જાય છે. બાંસવાડા, શિરોહી, ઉદેપુર, રતનપુર, મહેસાણા, સાબરકાંઠા વગેરે જિલ્લાઓમાં તેમણે ખૂબ પરિભ્રમણ કર્યું અને અનેક નવીન જિનમંદિરોની સ્થાપના કરી, જેમાં ગલિયાકોટ, સાગવાડા, આબુ અને ઈડરમાં કરેલી પ્રતિષ્ઠાઓ વિશેષ પ્રસિદ્ધિને પામી છે. વર્તમાનમાં તેઓએ રચેલી અનેક વિષયોને સ્પર્શતી ૩૭ કૃતિઓ વિષે જાણવા મળે છે, જેમાં ૨૯ કૃતિઓ સંસ્કૃતમાં છે અને આઠ કૃતિઓ રાજસ્થાનમાં છે. તેમની રાજસ્થાની કૃતિઓમાં વચ્ચે વચ્ચે ગુજરાતી શબ્દોનો પ્રયોગ પણ થયેલો છે. સંસ્કૃત કૃતિઓમાં શ્રી શાંતિનાથ, શ્રીવર્ધ્વમાન અને શ્રીમલ્લિનાથનાં તથા બીજા મહાપુરુષોનાં ચરિત્રોનું સુંદર, ભાવવાહી, ચમત્કૃતિપૂર્ણ વર્ણન છે. શ્રીસકલકીર્તિ આચાર્યનું વ્યક્તિત્વ વિવિધલક્ષી છે. સાહિત્યસર્જક, ધર્મપ્રચારક, મહાન કવિ, ઉગ્ર તપસ્વી તથા સિદ્ધાંત, કર્મશાસ્ત્ર, ભગવદ્ભક્તિ, અધ્યાત્મ, ભાષા, છંદ, અલંકાર, આચાર આદિ વિવિધ વિષયોના મહાન પંડિત તરીકે તેઓનું ઐતિહાસિક વ્યક્તિત્વ આપણને એક યુગપ્રધાન આચાર્યની સ્મૃતિ કરાવી જાય છે. મૂળ પૂર્વાચાર્યોની શુદ્ધ પરંપરાઓને સાચવવામાં તેઓએ આપેલું યોગદાન ચિરસ્મરણીય રહેશે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ભક્તિમાર્ગની આરાધના મહાત્મા કબીરદાસજી ભારતની મધ્યયુગની સંતપરંપરામાં જેમનું અપ્રતિમ સ્થાન છે અને ઘટઘટવાસી રામની સાથે જેમણે અલખ લગાવી હતી તેવા શ્રી કબીરદાસજી પ્રેમભક્તિના એક મહાન પુરસ્કર્તા થઈ ગયા. જીવનપરિચય : તેમના જીવન વિશે અધિકૃત માહિતી મળતી નથી. કબીરજીનો જીવનકાળ વિ.સં. ૧૪૫૬ થી ૧૫૪૯ વચ્ચેનો માનવામાં આવે છે. બનારસ પાસે લહરા તળાવમાં બાળસ્વરૂપે તેઓ મળી આવ્યા હતા. નીરુ અને નીમા નામનાં વણકર દંપતીએ કબીરનો ઉછેર કર્યો હતો. અરબી ભાષામાં કબીરનો અર્થ “મહાન' થાય છે. કબીરનું જીવન અનેક રહસ્યોથી આચ્છાદિત છે. તેમની કિશોરકાળની કારકીર્દિ તથા કેળવણી વિશે ખાસ માહિતી ઉપલબ્ધ થતી નથી. તેમના જીવન વિશે જે માહિતી મળે છે તેના ઉપરથી કહી શકાય કે તેઓ વણકર હતા, અત્યંત ગરીબીમાં ઊછર્યા હતા, સિકંદર લોદીના શાસનકાળ દરમિયાન તેઓ બનારસમાં રહેતા હતા, રામાનંદ નામના ગુરુના તેઓ શિષ્ય હતા અને તેમને પોતાને પણ અનેક શિષ્યો હતા. તેઓએ કોઈ પ્રકારનું લૌકિક શિક્ષણ લીધું નહોતું છતાં તેમની કૃતિઓ પરથી જણાય છે કે તેઓને સમસ્ત ભારતીય દર્શનોનું અને ઇસ્લામ વિશેનું સારું જ્ઞાન હતું. આ જ્ઞાન તેઓના પૂર્વભવોના ઊંચા સંસ્કાર અને બાળપણથી જ તેઓએ સેવેલા સત્સમાગમનું ફળ ગણી શકાય. બાલ્યાવસ્થાથી જ તેમનું મન ધર્મ તરફ ઢળેલું હતું અને ક્લાકો સુધી તેઓ કોઈ કોઈ વાર તો ઊંડા ચિંતનમાં ડૂબી જતા. તેઓને સંત-સમાગમ બહુ પ્રિય હતો અને આદર તથા શ્રદ્ધાભાવ સહિત તેઓ સાધુઓની સેવા કરતા. Page #125 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ૧૦૬ તેઓએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરેલો મનાય છે. તેમની પત્નીનું નામ લોઈ, પુત્રનું નામ કમાલ અને પુત્રીનું નામ કમાલી હતું. તેઓના જીવન અને બોધ ઉપરથી તેઓને ગૃહકાર્યમાં તંત્ર અનાસક્તભાવ હતો તેમ જાણી શકાય છે. સમસ્ત મનુષ્યો પ્રત્યેના તેમના પ્રેમથી, તેમની મધુર, હૃદયસ્પર્શી વાણી અને વાર્તાલાપોથી અને વિશિષ્ટ પુણ્યપ્રભાવથી જનતાના બધાય સ્તરના લોકો તેમના પ્રત્યે મોટી સંખ્યામાં આકર્ષાયા હતા. કબીરજીને શાંતિમય અને સંતોષી જીવન પ્રિય હતું. દાનવૃત્તિ તેમનામાં નાનપણથી જ દૃષ્ટિગોચર થતી હતી. તે જમાનામાં પ્રવર્તમાન અનેક વિરોધાભાસી વિચારધારાઓ વચ્ચે રહીને પણ એક સત્યશોધક, ક્રાન્તિકારી પ્રયોગવીર તરીકે તેમણે મનુષ્યોનાં હૃદયોને જોડવાનો જ પ્રયત્ન કર્યો. જો કે દરેક મહાત્માની પેઠે તેમને અનેક કસોટીમાંથી પસાર થવું પડ્યું, તો પણ પોતાની સજનતા, સરળતા, સ્વચ્છતા અને પરમાત્મનિષ્ઠાથી તેઓ તેમાંથી હેમખેમ પાર ઊતર્યા અને જનસમાજમાં પ્રીતિ અને આદરને પાત્ર બન્યા. કબીરજીની પ્રેરક વાણી : સાદી સરળ ભાષા અને સુંદર મનોહારી શૈલીમાં શોભતી તેમની પ્રેરક વાણી તેમના હૃદયમાંથી જ સીધી વહી રહી હોય તેવો ભક્ત-સાધકને અનુભવ થાય છે. ભિન્ન-ભિન્ન સમયે તેઓએ કરેલો ઉપદેશ “બીજક' નામના ગ્રંથમાં સંગૃહીત થયેલો જોવામાં આવે છે, પરંતુ તેમાં પણ પાછળથી રચાયેલાં પદોને ઉમેરી દેવામાં આવ્યાં હોય એમ વિદ્વાનોનું માનવું છે. અલ્લાહાબાદ વિશ્વવિદ્યાલયની હિંદી પરિષદે પ્રગટ કરેલી “કબીર-ગ્રંથાવલિ વિદ્વાનો દ્વારા તેમની સૌથી વધારે અધિકૃત રચના માનવામાં આવે છે, જેમાં બસો પદ, સાડા સાતસો સાખીઓ અને બીજાં પણ ઘણાં પદોનો સમાવેશ થાય છે. તેમના પછી થયેલા અનેક ભક્ત સંતોએ મુક્ત કંઠે તેમની પ્રશંસા કરી છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭. ભક્તિમાર્ગની આરાધના પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી, કબીરજી અને નરસિંહ મહેતા વિશે પોતાનો આદરભાવ વ્યક્ત કરતાં કહે છે : “મહાત્મા કબીરજી તથા નરસિહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહી હતી. સ્વને પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી, તેમ કર્યા સિવાય જોકે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે, તથાપિ તેમની દારિદ્રયાવસ્થા હજુ સુધી જગત-વિદિત છે, અને એ જ એમનું સબળ માહાભ્ય છે. પરમાત્માએ એમના પરચા પૂરા કર્યા છે તે એ ભક્તોની ઇચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોની એવી ઇચ્છા ન હોય, અને તેવી ઈચ્છા હોય તો રહસ્યભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. –શ્રીમદ્ રાજચન્દ્ર, પત્રાંક ૨૩૧ વર્તમાનકાળમાં ડૉ. શ્રી હજારીપ્રસાદ દ્વિવેદીએ કબીરજીના સાહિત્યનો સારો અભ્યાસ કરેલો તથા શ્રી રવીન્દ્રનાથ ટાગોરે તેમનાં સો પદોનો અંગ્રેજી અનુવાદ કરેલો, જેથી પાશ્ચાત્ય દેશોમાં પણ કબીરજીનું સાહિત્ય પ્રચાર પામ્યું છે. કબીરજીએ પોતાના ઉપદેશમાં ભક્ત-સાધકને ઉપયોગી એવા વિધવિધ વિષયો પર પ્રકાશ પાડ્યો છે. ધર્મ અને અધ્યાત્મજ્ઞાન, પ્રેમ અને ભક્તિ, શ્રદ્ધા અને દિવ્યજીવન એ કોઈ એક જ મત, પંથ કે સંપ્રદાયનો ઇજારો નથી. ઊંચ-નીચ કે રાજા-રક ઇત્યાદિના ભેદભાવ વિના સાદાઈ, સત્ય, સરળતા, સદાચાર, અખૂટ આત્મવિશ્વાસ, સનામનું રટણ અને સદ્ગુરુએ બતાવેલી આજ્ઞાનું આરાધન કરવાથી મનુષ્ય ઉચ્ચ અધ્યાત્મદશાને પ્રાપ્ત કરી શકે છે. ધર્મ એ માત્ર કોઈ બાહ્ય આડંબરમાં કે ક્રિયાકાંડમાં સમાયેલો નથી પરંતુ પોતાના આચારવિચારની શુદ્ધિમાંથી પ્રગટે છે. તેને માત્ર ધર્મસ્થાનક પૂરતો મર્યાદિત રાખવાનો નથી પણ રોજબરોજના જીવનમાં વણી લેવાનો છે. સામાન્ય મનુષ્ય પણ પોતાનું ગૃહકાર્ય કરતાં Page #127 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ૧૦૮ કરતાં, યથાર્થ સમજણ અને પ્રેમથી પ્રભુનામનું રટણ કરે તો તેનું જીવન પણ દયાળુ, પ્રેમમય, દિવ્ય અને નિર્ભય બની શકે છે. આવા વિધવિધ બોધની પ્રરૂપણા કરતાં તેમનાં થોડાં પદો વિચારીએ : (દોહાર). ૧. આત્મા ઔર પરમાત્મા, અલગ રહે બહુ કાલ; સુંદર મેલા કર દિયા, સદ્ગુરુ મિલા દલાલ. ૨. પોથી પઢ, પઢ જગ મુવા, પંડિત ભયા ન કોય; ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય. ૩. રાઈ બાંટા બીસવાં, ફિર બીસનકા બીસ; ઐસા મનુવા જો કરે, તાહિ મિલે જગદીસ યહ તન વિષકી વેલડી, ગુરુ અમૃતકી ખાન; શીશ દિયે જો ગુરુ મિલે, તો ભી સસ્તા જાન. ૫. પ્રેમ ન બાડી ઊપજે, પ્રેમ ન હાટ બિકાય; રાજા પરજા જેહિ રુચે, શીશ દેઈ લે જાય. ૬. પ્રિયતમકો પતિયાં લિખું, જો કહું હોય વિદેસ તનમેં, મનમેં નૈનમેં, તાકો કહા સંદેસ, ૭. કામ, ક્રોધી, લાલચી, ઈનસે ભકિત ન હોય, ભક્તિ કરે કોઈ સૂરમા, જાતિ બરન કુલ ખોય. માનુષ જનમ દુર્લભ હૈ, હોઈ ન બારંબાર; પાકા ફલ જા ગિરિ પરા, બહરિ ન લાર્ગ ડાર. * શ્રીમદ્ ભગવદ્ગીતા. અ.૬ શ્લોક-૧૯ WWW.jainelibrary.org Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ભક્તિમાર્ગની આરાધના [૧૦] ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા પશ્ચિમ ભારતમાં અનન્ય એવી પ્રેમભક્તિના પ્રથમ પ્રવર્તક, ગુજરાતી ગિરાના આદ્યકવિ તથા પરમાત્મપ્રેમને ધરાઈ ધરાઈને પીવાથી અને પિવરાવવાથી સમસ્ત ભારતમાં ઉત્તમ વૈષ્ણવજન તરીકે પ્રસિદ્ધ એવા શ્રી નરસિંહ મહેતાએ, સંતોની અને શૂરાઓની સોરઠભૂમિને પોતાના જીવન-કવનથી પાવન કરી હતી. જીવનપરિચય : તેઓનો જન્મ વિ.સં. ૧૪૬૬ની આજુબાજુ ભાવનગર પાસેના તળાજા ગામમાં થયો હતો. તેઓ જન્મ વડનગરા નાગર હતા. નાનપણમાં માતાપિતાનો વિયોગ થવાથી તેઓ મોટાભાઈ સાથે જૂનાગઢ રહેવા ગયા હતા, જે તેમની કર્મભૂમિ રહી. નાનપણથી જ નરસિંહને ભજનકીર્તનની રુચિ હતી. વળી ગિરનારની તળેટીમાં રહેવાથી અનેક સત્સંગીઓનો, સંતોનો અને હરિભક્તોનો સમાગમ મળી રહેતો. મંદિરમાં અને મહાદેવમાં, પૂજામાં, કીર્તનમાં કે હરિકથામાં તેમનો રસ વધતો જોઈ, તેમને સંસાર પ્રત્યે આકર્ષવા લગભગ ૧૪૮૪માં માણેક સાથે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં, પરંતુ ભવિ_ય કાંઈક જુદું જ હતું. बहूनां जन्मनामन्ते ज्ञानवान मां प्रपद्यते । वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥* જીવન-પરિવર્તનઃ નવપરિણીત નરસિંહને આજીવિકા ન રળતો જોઈને ભાભી મહેણું મારે છે અને નરસિંહ વગડાની વાટે ચાલતાં એક જૂના ગોપીનાથ મહાદેવના મંદિર પાસે આવી પ્રભુની સાથે સાત સાત દિનરાત સુધી અલખ * શ્રીમદ્ ભગવદ્ગીતા, અ. ૭, શ્લો. ૧૯. Page #129 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ૧૧૦ લગાવે છે. ઉત્કટ પ્રભુપ્રેમમાં તલ્લીન નરસિહ, દેહભાન ભૂલી જાય છે, પરમાત્મદર્શનને પામે છે અને તેને “દિવ્યચક્ષની પ્રાપ્તિ થાય છે. યથા– (ઝૂલણા છંદ) “અચેત ચેતન થયો, ભવ તણો અઘ ગયો, સૂતી ઊઠી મારી આદ્ય વાણી, કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો, પૂરણ બ્રહ્મ શું ધ્યાન ચોંટયું.” આ પ્રસંગ પછી નરસિંહ, પ્રભુની ભક્તિમાં વિશેષપણે રહેવા લાગે છે અને ભાઈ-ભાભીની ઈચ્છા પ્રમાણે જુદો રહે છે. ધર્મપત્ની પણ દરેક પ્રકારે અનુકૂળ થઈને રહે છે. તેમની આજીવિકા કઈ રીતે ચાલતી હશે અને પુત્ર શામળ તથા પુત્રી કુંવરબાઈ સહિત સૌનો નિર્વાહ કેવી રીતે થતો હશે તે વિષે કાંઈ માહિતી મળતી નથી, પણ દિવસે દિવસે નરસિંહની ભક્તિની યશોગાથા ચારે દિશાઓમાં ફેલાતી જાય છે. બહારમાં જેમ જેમ ભક્તિગંગા અખ્ખલિતપણે તેમની કલમમાંથી વહેવા લાગે છે તેમ તેમ દિવ્યપ્રેમની અને પ્રભુમસ્તીની ભરતી પણ તેમના જીવનમાં વૃદ્ધિાંત થતી જાય છે અને અતૂટ શ્રદ્ધાવાળા ભક્તનાં સઘળાં કામ પરમેશ્વરની કૃપાથી પાર પડી જાય છે. પુત્રનો વિવાહ, પુત્રીનું મામેરું, હૂંડી અને હાર એવા ચારેય પ્રસંગોની કસોટીમાંથી નરસિંહ શુદ્ધ ભક્તસ્વરૂપે પાર ઊતરે છે. તેમના જીવનકાળામાં જ પુત્ર અને પત્નીનો વિયોગ થયેલો આલેખવામાં આવ્યો છે અને વિ.સ. ૧પ૩૬ની આસપાસ તેમની જીવનલીલા સંકેલાઈ હશે એમ વિદ્વાનોનું માનવું છે. જીવનકાર્ય અને સાહિત્યનિર્માણ : એક મહાન ભક્ત અને શ્રેષ્ઠ કવિ તથા કીર્તનકાર તરીકે નરસિંહ મહેતાનું વ્યક્તિત્વ ઉપસી આવે છે. તેમની Page #130 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના વાણીમાં રહેલા પ્રભુપ્રેમના રસમાં મહાલવામાં સૌ કોઈ ભક્ત, સાધકોને તૃપ્તિનો અનુભવ થાય છે. તેમના રચેલા સાહિત્યમાં મુખ્યત્વે નીચેની કૃતિઓ છે : (૧) સ્વચરિત્રાત્મક કૃતિઓ (૩) કૃષ્ણપ્રીતિનાં પદો (૫) જ્ઞાનભક્તિનાં પદો ૧૧૧ (૨) આખ્યાનો (૪) ઉપદેશાત્મક પદો અત્રે આધ્યાત્મિક દૃષ્ટિને લક્ષમાં રાખીને તેમનાં થોડાં પદોનું વિહંગાવલોકન કરીએ. સમતાની સાધના : સર્વ પ્રકારની સાધનાનું લક્ષ સમતાભાવને પ્રાપ્ત કરવો તે જ છે. જે કાંઈ જીવનમાં બને તે વિષે હર્ષ-શોક ન કરતાં— (ઝૂલણા છંદ) જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો;..... હું કરું, હું કરું’ એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ-મંડાણ છે સર્વ એણી પેરે, જોગી-જોગેશ્વરા કોઈક જાણે. આવી વિચારણા વડે રાગ-દ્વેષના ભાવોને લંબાવવા નહિ પણ પ્રભુ જે કાંઈ કરે છે તે મારા હિતમાં જ છે એવો નિશ્ચળ ભાવ કેળવવો. જડસ્વરૂપી બાહ્ય ક્રિયાકલાપો કે કોરું શાસ્ત્રજ્ઞાન—આ બન્નેમાંથી કોઈ પણ ખરેખર પરમાર્થને સાધી શક્તાં નથી. વિવેકપૂર્વકના જીવન દ્વારા, સત્ય પરમાત્મતત્ત્વની ઉપાસના સાચા પ્રેમસહિત કરીને, પાપાચરણરહિત થવાનું છે, અને આ કાર્ય કરે તે જ સાચો વૈષ્ણવ છે-ભક્ત છે-સંત છે. સાંપ્રદાયિક Page #131 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ૧૧ ર ક્રિયાઓમાં જ ધર્મ માનવો તે પ્રભુભક્તનું લક્ષણ નથી, પણ જીવનશુદ્ધિને અનુસરવું એ જ મુખ્ય ધર્મ છે એમ તેઓનું કહેવું છે, યથા– (ઝૂલણા છંદ) " (i) જ્યાં લગી આતમાં તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા આતમારામ પરિબ્રહ્મ ન જોયો,. ભણે નરસૈયો તે તત્ત્વચિંતન વિના, રત્નચિંતામણિ જન્મ ખોયો. (i) કુળને તજશે ને હરિને ભજશે, સહેશે સંસારનું મહેણું રે, ભણે નરસૈયો હરિ તેને મળશે, બીજી વાતે વહાશે વહાણું રે. (રાગ બરાજ-તાલ ધુમાળી) (i) વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.. મોહ માયા વ્યાપે નહીં જેને, દઢ વૈરાગ્ય જેનાં મનમાં રે, રામનામ-શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે. વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નરસૈયો તેનું દરશન કરતાં, કુળ એકોતેર તાર્યા રે. નરસૈયો એક મહાન કવિ છે, રસસ્ત્રષ્ટા છે. છંદ લય-ભાષાનો જ્ઞાતા છે, ઉત્તમ સજ્જન અને ભક્ત છે, ક્રાન્તિકારી વિચારક અને સમર્થ ઉપદેશક છે, પરંતુ આવા બહુમુખી અને તેજસ્વી વ્યક્તિત્વની નિષ્પન્નતાનું Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ભક્તિમાર્ગની આરાધના મુખ્ય કારણ જો અમે કાંઈ પણ જાણતા હોઈએ તો તે છે તેનો પ્રભુ પ્રત્યેનો અનન્ય, અસ્મલિત, આત્યંતિક અને અલૌકિક દિવ્યપ્રેમ. તેની પ્રાપ્તિ માટે જ એ આપણને પ્રેરણા કરી જાય છે : (ઝૂલણા છંદ) (૧) સરસ ગુણ હરિ તણા જે જનો અનુસર્યા. તે તણો સુજશ તો જગત બોલે; નરસૈયો રંકને પ્રીત પ્રભુ-શું ઘણી, અવર વેપાર નહીં ભજન તોલે અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો, અરધઊરધની માંહે મહાલે, નરસૈયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. (૩) પરપંચ પરહરો, સાર હૃદયે ધરો, ઊચરો મુખ હરિ અચળ વાણી; નરસૈયા ! હરિ તણી ભક્તિ ભૂલીશ નહિ, ભક્તિ વિના બીજું ધૂળધાણી. [૧૧] પ્રભુપ્રેમદીવાની મીરાંબાઈ અનેક સદીઓ વીતી જવા છતાં જેનાં પ્રભુપ્રેમનાં પદો આજે પણ ભક્તહૃદયના તારોને ઝણઝણાવીને તેનામાં પ્રભુભક્તિનો સંચાર કરે છે તેવાં ભક્તશિરોમણિ મીરાંબાઈના નામથી ગુજરાત-રાજસ્થાનમાં કયો ભક્ત પરિચિત નથી? આપણા દેશનાં તેઓ એક મહાન ભક્ત કવયિત્રી થઈ ગયાં. Page #133 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ૧૧૪ જીવનપરિચય : મીરાંબાઈનો જન્મ વિ.સં. ૧૫૬૦માં મારવાડમાં મેડતા પાસે આવેલા કુડકી ગામમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ રતનસિંહ રાઠોડ હતું. બાળપણથી જ તેઓ મોટા ભાગનો સમય કૃષ્ણભક્તિમાં ગાળતાં. માત્ર ચાર વર્ષની વયે તેમણે ધાર્મિક વૃત્તિ કેળવવા માંડી હતી. એક વખત તેમના ઘર આગળથી વરઘોડો પસાર થઈ રહ્યો હતો. વરરાજાને સુંદર રીતે શણગાર્યા હતા. બાળવયની મીરાંએ વરરાજાને જોઈ ભોળા ભાવે પૂછયું, “ બા, મારો વર કોણ છે ?” જવાબમાં માતાએ અડધું મજાકમાં અને અડધુ ભક્તિભાવથી કહ્યું, “મારી વહાલી મીરાં, આ ભગવાન શ્રીકૃષ્ણ એ જ તારો વર છે.” ત્યારથી બાળમીરાંએ કૃષ્ણ ભગવાનની મૂર્તિને પ્રેમ કરવાનું શરૂ કરી દીધું. આધુનિક ઈતિહાસ પ્રમાણે, લગભગ ૧૩ વર્ષની વયે મીરાંબાઈનું લગ્ન મેવાડના રાણા સંગ્રામસિંહના પુત્ર ભોજરાજ સાથે થયેલું તેઓ પત્ની તરીકે અત્યંત કર્તવ્યનિષ્ઠ હતાં. ગૃહકાર્ય પતાવીને તેઓ કૃષ્ણભક્તિમાં લીન રહેતાં. પાંચેક વર્ષના સાસરવાસ પછી ભોજરાજનું મૃત્યુ થતાં તેઓ વિધવા થયાં. મીરાં વિષે એવી અફવાઓ ઉડાવવામાં આવતી કે તેઓ અત્યંત મુક્ત રીતે સાધુઓ સાથે હરેફરે છે. મીરાંને પણ સાધુઓ પ્રત્યે ખૂભ આદરભાવ હતો અને તેમનો સત્સમાગમ હિંમતપૂર્વક કરતાં અને એક રજપૂતાણીની અદાથી કહેતાં : “પુણ્યકે મારગ ચાલતાં, ઝક મારો સંસાર.” આમ છતાં સંત તરીકે મીરાંની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાતાં તેમના દિયર વિક્રમાજિd, મીરાંની કસોટી કરવા કરંડિયામાં નાગ મોકલ્યો કે ઝેરનો પ્યાલો મોકલ્યો. આ બધી કસોટીમાંથી પણ મીરાંબાઈ પાર ઊતરી ગયાં. પણ તેમના કાકા વિરમદેવે તેમને વિ.સં. ૧૫૯૧માં મેડતા બોલાવી લીધાં અને આ રીતે મીરાંએ મેવાડ છોડ્યું. વિ.સં. ૧૫૯૫માં કાકાનું મૃત્યુ થતાં મીરાંબાઈ પોતાની બાલસખી લલિતા સાથે યાત્રા કરવા વૃન્દાવન જવા નીકળ્યાં. ત્યાં પ્રસિદ્ધ ભક્ત શ્રી જીવા ગોસાઈએ તેમને સ્ત્રી જાણીને દર્શન આપવાની ના Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ભક્તિમાર્ગની આરાધના કહી. આના જવાબામાં જ્યારે મીરાંબાઈએ “વૃન્દાવનમાં એકમાત્ર શ્રીકૃષ્ણ જ પુરુષ છે એવી પરમાર્થ-વાત લખી મોકલી ત્યારે શ્રીગોસાંઈજીને પોતાની ભૂલનો પશ્ચાત્તાપ થયો અને પછી પોતે જ મીરાંબાઈને મળવા ગયા અને પ્રભુકીર્તનનો લાભ લીધો. મીરાંએ સંત તુલસીદાસને પણ કુટુંબીજનો તરફથી થતી કનડગત અંગે એક પત્ર લખ્યો હતો, જેનો ઉત્તર તુલસીદાસજીની “વિનયપત્રિકામાં પ્રગટ થયેલા– જાકે પ્રિય ન રામ વૈદેહી– તજિયે તાહિ કોટિ વૈરીસમ, જપિ પરમ સનેહીઆ પદથી આપેલો. દિલ્હીના શહેનશાહ અકબર અને પ્રસિદ્ધ સંગીતકાર તાનસેન પણ ગુપ્તરૂપે એક વખત મીરાંબાઈનાં ભજન સાંભળવા આવ્યા હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન થયા હતા, તથા રત્નનો હાર મૂર્તિ સમક્ષ ભેટરૂપે મૂક્યો હતો. પ્રસિદ્ધ ભક્ત રૈદાસને મીરાંએ ગુરુ માન્યાનું કહેવાય છે, પરંતુ આ ગુરુપણું પ્રત્યક્ષ ન હોતાં પરોક્ષ હોવાની વધારે સંભાવના લાગે છે. વિ.સં. ૧૯૨૪માં, ચિત્તોડથી હારીને તેમના દિયર ઉદયસિંહે ઉદયપુર વસાવ્યું. અહીં પણ દુષ્કાળ આદિ અનેક સંકટોનો તેમને સામનો કરવો પડ્યો ત્યારે પોતાનાં પરમસંત ભાભી મીરાંબાઈ યાદ આવ્યાં. રાણાએ તેમને પોતાના રાજ્યની શાંતિ અને આબાદી માટે દ્વારકાથી પાછાં બોલાવવા બ્રાહ્મણમંડળી અને કુલ-પુરોહિતને મોકલ્યાં. મીરાંનું સંત-હૃદય લોકોનું દુ:ખ સાંભળી દ્રવી ઊઠ્યું. તેઓ પોતાના પ્રભુની રજા લેવા મંદિરના અંદરના ભાગમાં ગયાં, પરંતુ મંદિરમાંથી પાછાં બહાર આવ્યાં જ નહીં. લોકોએ, તેઓ પ્રભુમાં સમાઈ ગયાં એમ માની લીધું. Page #135 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો મીરાંબાઈનાં પદો : મીરાંબાઈએ ભારતના અનેક પ્રાંતોમાં વિહાર કર્યો હતો. તેમનાં પદો રાજસ્થાની, ગુજરાતી, હિંદી અને વ્રજભાષામાં મળી આવે છે. તેમાંના ઘણા પદો પ્રક્ષિપ્ત પણ ગણવામાં આવે છે, એટલે કે અન્યનાં રચેલાં તેમના નામે ચઢાવી દેવામાં આવ્યાં છે. મીરાં જન્મજાત કવયિત્રી છે. તેમની કવિતામાં રહેલી વેધક શક્તિનું કારણ એ છે કે તેનું કાવ્ય તે તેમની અંતરંગ પ્રેમ ઊર્મિનું સહજપણે પ્રવહેલું શબ્દ-વાહન છે. તેમાં પ્રભુ-મિલનનો તલસાટ છે, સરસતા છે, સાહજિક્તા છે, વિરહીપણું છે, દાસત્વભાવ છે, ગુરુભક્તિ છે અને આત્યંતિક સમર્પણતા હોવાને લીધે પ્રસન્નતા પણ છે. તેમાં રહેલી ગેયતા અને લયબદ્ધતા તેને લોકપ્રિય અને લોકભોગ્ય બનાવે છે. વર્તમાનકાળમાં તેમના પદોનો પ્રચારપ્રસાર કરવાનું મુખ્ય શ્રેય પ્રસિદ્ધ બંગાળી લેખક શ્રી દિલીપકુમાર રૉયને ફાળે જાય છે. દિલ્હીના પ્રસિદ્ધ ‘બિરલા મંદિર'માં પણ મીરાંબાઈનાં થોડા પદો ‘સંતવાણી'ના વિભાગમાં ભીંત પર લખવામાં આવ્યાં છે. હવે આપણે મીરાંબાઈનાં થોડા પદો જોઈએ : (૧) (૨) સતગુરુ ઓખદ ઐસી દીન્હી, ઝુમ રુમ ભઈ ચઈના,૩ સતગુરુ જૈસા વૈદ ન કોઈ પૂછો વેદ પુરાના. (રાગ તિલકકામોદ) ૧૧૬ ઘડી એક નહિ આવડે, તુમ દરસણ બિન મોય; તુમ હો મેરે પ્રાણજી, કા સૂં જીવન હોય... પંથ નિહારૂં ડગર1 બુહારૂં, ઊભી મારગ જોય; મીરાં કે પ્રભુ ! કબ રે મિલોગે ? તુમ મિલિયાં સુખ હોય. (૩) પાયોજી મૈને રામરતન ધન પાયો. ॥ ટેક ॥ વસ્તુ અમોલિક દી મેરે સતગુરુ ૧. રસ્તો. ૨. ઔષઘસ દવા ૩. શાંતિ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ભક્તિમાર્ગની આરાધના કિરપા કર અપનાયો. ૧ જનમ જનમકી પૂંજી પાઈ, જગમેં સભી ખોવાયો. /રા ખરચે ન ખૂટે વાકો ચોર ન લૂટે દિન દિન બઢત સવાયો. ડો. સતકી નાવ ખેવટિયા સતગુરુ, ભવસાગર તર આયો. ૧૪ો. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરખ હરખ જશ ગાયો. પણ (રાગ કાફી-તીન તાલ) (૪) રામ-નામ-રસ પીજે, મનુઆ રામ-નામ-રસ પીજે. તજ કુસંગ સત-સંગ બૈઠ નિત હરિ-ચરચા સુનિ લીજૈ II કામ ક્રોધ મદ લોભ મોહ બહા ચિત્તસો દીજે, મીરાં કે પ્રભુ ગિરધર નાગર, તાહિકે રંગમેં ભીજે. ! આવાં આવાં અનેક પદો જેમણે પોતાની આનંદ-ઊર્મિઓની ફલશ્રુતિરૂપે આપણને આપ્યાં, અને જે દ્વારા સૌ સાધકોને પોતાની ભક્તિની આરાધનામાં અનેક પ્રકારે પ્રેરણા મળે છે તેવાં પ્રેમમસ્ત મીરાંબાઈને અંજલિ આપતાં કવિએ સાચું જ કહ્યું છે : Page #137 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો “રાતી માતી પ્રેમકી, વિષમ ભગતિકી મોડ, રામ-અમલ માતી રહે, ધન મીરાં રાઠોડ !” * [૧૨] પરમભક્ત અધ્યાત્મયોગી શ્રી આનંદધનજી જ્ઞાન, ભક્તિ અને યોગની આરાધના દ્વારા, અંતરમાં જ આનંદનો ભંડાર ભર્યો છે એવો જેમણે સ્વાનુભવ કર્યો હતો, તેવું જ આત્માનંદનિર્ભર જીવન જેઓ જીવ્યા હતા, અને જેના ફળરૂપ આપણને ઉત્તમ ચોવીશી અને અનેક અધ્યાત્મપદોની પ્રસાદી જેઓ આપી ગયા છે તે, શ્રીમદ્ આનંદધનજી, સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના પ્રારંભમાં વિદ્યમાન હતા તેમ વિવિધ પ્રમાણો દ્વારા જાણી શકાય છે. ૧૧૮ તેમની ચોવીશી અને પદો પરથી એમ અનુમાન કરવામાં આવ્યું છે કે તેઓ ગુજરાતમાં જન્મ્યા અને વિહર્યા હતા. જીવનની ઉત્તરાવસ્થામાં તેઓ મારવાડમાં ગયા હોય તે સંભવિત છે. તેઓ શ્રીમદ યોશવિજ્યજી ઉપાધ્યાયના સમકાલીન હતા. દીક્ષા અને સાધના : જ્ઞાન અને વૈરાગ્યના યોગે તેમણે તપાગચ્છીય મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી હતી અને તેમનું દીક્ષા નામ લાભાનંદજી હતું. તેમનું ચિત્ત વૈરાગ્ય અને અધ્યાત્મથી રંગાયેલું હતું અને હંમેશાં મધ્યસ્થ દૃષ્ટિથી સત્યને નિહાળવાની અને સત્યનો આદર કરવાની તેમને તત્પરતા હતી. ગચ્છભેદની તકરારોથી અલિપ્ત રહી તે અધ્યાત્મજ્ઞાન વડે પોતાના આત્માની શુદ્ધિ પ્રત્યે લક્ષ આપતા હતા. તેઓ સદૈવ વિચારતા હતા કે કર્મની સાથે અનાદિ કાળથી આત્માનો સંયોગ થયો છે તો હવે કેમ અને ક્યા ઉપાયો Page #138 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના જ વડે સંસારમાંથી વહેલા મુક્ત થવાય ? રાગદ્વેષ જ સંસારની અભિવૃદ્ધિનું મૂળ કારણ છે અને આગમોના જ્ઞાનનું ફળ ચારિત્ર્યની અપ્રમત્તદશાએ આરાધના કરવી તે જ છે એમ તેમણે દૃઢપણે માન્યું હતું ને તેને જીવનમાં ઉતાર્યું હતું. આજુબાજુ સાધુઓનો શિથિલાચાર જોઈ નિન્દાને સ્થાને તેમના દિલમાં વૈરાગ્ય અને કરુણાભાવ વૃદ્ધિ પામવા લાગ્યો. જેમ જેમ તેમની જ્ઞાનદશા વધતી ગઈ તેમ તેમ તેઓ ઘણો કાળ ધ્યાનમાં ગાળતા હતા. પૂર્વના સાધુઓની પેઠે સ્મશાન, વન, ગુફા ઇત્યાદિ સ્થાનોમાં કાયોત્સર્ગ કરીને ધ્યાન કરવાની તેમની અભિલાષા અને વૃત્તિ હતી. ૧૧૯ નિઃસ્પૃહતા અને લોકસંગત્યાગ : એક કિંવદંતી અનુસાર તેઓશ્રી ગુજરાતના કોઈ શહેરમાં પર્યુષણનું વ્યાખ્યાન વાંચતા હતા. તે શહેરમાં એવો રિવાજ હતો કે શેઠ આવે પછી જ વ્યાખ્યાન શરૂ થાય. સભા ભરાઈ ગઈ અને શ્રીમદે કલ્પસૂત્રનું વાચન શરૂ કર્યું. કોઈએ તેમને યાદ આપી કે શેઠના આવ્યા પહેલાં વાચન થઈ શકે નહિ. આનંદધનજી થોડો સમય પાટ પર બેસી રહ્યા ને શેઠને સમાચાર કહેવડાવ્યા, પણ શેઠ લાંબા સમય સુધી આવ્યા જ નહિ. તેથી તેમણે વિચાર્યું કે આ રીતે શ્રાવકોના શિષ્ટાચારના બંધનમાં રહી આગમોથી વિરુદ્ધપણે વર્તવું એ યોગ્ય નથી, તેથી તેમણે વ્યાખ્યાન શરૂ કર્યું. શેઠ તરત જ આવ્યા અને પોતાના આવ્યા પહેલાં વ્યાખ્યાન આરંભવા માટે ગુસ્સે થયા. આનંદધનજીએ કહ્યું કે શ્રાવકોના આવા પ્રતિબંધથી આગમોની મહત્તા લોપાય અને તે રીતે મારો સાધુધર્મ હણાય. આ હું પસંદ કરતો નથી. શેઠે જ્યારે કહ્યું કે મારા કહ્યા પ્રમાણે ન વર્તાય તો મારા ઉપાશ્રયમાં રહી શકાશે નહિ. આનંદધનજીએ તત્ક્ષણ નિર્ણય કર્યો કે ગૃહસ્થોના બંધનમાં રહી ધર્મ વિરુદ્ધ આચરણ કરવું તેના કરતાં ગામેગામ વિહાર કરવો અને ધ્યાન તથા સાધુધર્મની વિવિધ ક્રિયાઓનું પાલન કરવા મગ્ન રહેવું, તે જ શ્રેયસ્કર છે. ગુરુ સમક્ષ તેમણે Page #139 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ૧ ૨૦ પોતાની ઇચ્છા પ્રદર્શિત કરી અને ગુરુએ તેમની યોગ્યતા તથા શાસ્ત્ર પ્રત્યેની દઢ શ્રદ્ધા જોઈને તેમને અનુજ્ઞા આપી કે “જે રીતે તમારામાં શુદ્ધ ચારિત્ર્યની અભિવૃદ્ધિ થાય તે પ્રમાણે આચરણ કર' આ પ્રમાણે ગુરુની આજ્ઞા મળવાથી માત્ર આવશ્યક ઉપકરણો લઈને તેઓશ્રી ગામોગામ વિચરવા લાગ્યા. જ્ઞાન, તપ અને સાધનાના ત્રિવેણીસંગમથી આત્મસ્વરૂપ તેમનામાં દઢ થયું હતું અને તે રીતે જ તેઓ વિહરતા હતા. તેમનું સાધુ અવસ્થાનું નામ લાભાનંદજી હતું, પરંતુ તે આત્માના આનંદમાં મસ્ત રહેતા હતા તેથી લોકો તેમને આનંદધનના નામથી ઓળખતા હતા અને તે નામથી જ સંબોધતા હતા. ગિરિરાજ આબુની ગુફાઓ તથા તળાજા, ગિરનાર, ઈડર, તારંગા વગેરે સ્થળોએ એકાન્તમાં રહીને ધ્યાન ધરનાર આનંદધનજી જગતનું ને પોતાના શરીરનું ભાન ભૂલી જતા. અનેક હિંસક પશુઓ પણ તેમની સમીપ શાંત થઈ જતાં. શ્રીમદ્ યશોવિજયજી પણ એક જગ્યાએ જણાવે છે તે મુજબ શ્રીમદ્ આનંદધનજીના સહવાસથી તેમને અધ્યાત્મને રંગ લાગ્યો હતો. આત્મસ્વરૂપમાં લીન રહેનાર આ મહાત્માના મુખમાંથી જે વાણી નીકળી છે તેની થોડી પ્રસાદીનો આપણે આસ્વાદ લઈએ. ઉપદેશનો સાર : દુર્ગાનમાંથી મુક્ત થનાર જ સુધ્યાનમાં સ્થિર થઈ શકે છે. તેમણે ૬૩ પ્રકારનાં દુર્ગાન વર્ણવ્યાં છે, જેનો ત્યાગ આવશ્યક છે. પરમાત્માને, સ્વામી કે મિત્ર જે પ્રકારે કલ્પીને તેમાં સ્થિર થઈએ તે પહેલાં પોતાની પાત્રતા પ્રત્યે લક્ષ આપવાનું તેઓશ્રી આપણને સૂચવે છે. ભગવાનના ચાકર કે મિત્ર બની તેની સાથેની એકરૂપતા પ્રાપ્ત કરવા યોગ્ય ગુણોના વિકાસની અને તે ખીલવવા કેટલાક આત્મભોગની તૈયારી રાખવી જોઈએ. આ માટે દુર્ગાનનું સ્વરૂપ સમજી તેનો મનથી ત્યાગ કરી મનને તેમાંથી મુક્ત કરવા ઉપર તેઓશ્રી ભાર મૂકે છે. ધ્યાન કરવાની Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ભક્તિમાર્ગની આરાધના ઇચ્છાવાળાએ ૬૩ દુર્ગાનોને અહિતકારી માની, મનને શુભધ્યાનમાં સ્થિર કરવાનો મહાવરો રાખવો. શુભધ્યાનમાં મન લાગે તે માટે દુર્ગાનની સાથે કુસંગતિનો પણ ત્યાગ કરવાનો તેઓશ્રી બોધ આપે છે. આટલું કરતાં યોગ્ય ગુણોનો વિકાસ કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાન આમાં મદદરૂપ બને છે, ને ધીમે ધીમે પરમાત્મસ્વરૂપમાં લીન થવાની કેડીએ પ્રગતિ કરી શકાય છે. આનંદધનજી એમ માનતા હતા કે મનને વશ કરવાથી મુક્તિ મળે છે. શુભાશુભ અધ્યવસાયોનું કારણ મન છે, અને આ અધ્યયસાયોનું પરિણામ કર્મબંધન છે. મનમાં ઉદ્ભવતા રાગાદિ અધ્યવસાયો જો ટળે તો આત્મા પરમાત્મારૂપ થાય. વળી તેઓ પ્રતિમાપૂજાને આવશ્યક ગણતા હતા. તેઓશ્રી કહેતા કે સાકારનું ધ્યાન કર્યા પછી નિરાકાર ધ્યાનની યોગ્યતા આવે છે. આત્માના પરિણામની ચંચળતાને તેઓ ભય ગણાવતા અને તેનો ત્યાગ કરી આત્માના સ્થિર પરિણામ કરવા તે જ અભય છે, તેમ ઉપદેશતા. આનંદધનજીકૃત ચોવીશીમાં તીર્થંકરના ગુણોની સ્તુતિ કરવામાં આવી છે. આ ચોવીશીની રચના પ્રભુભક્તિની આંતરિક સરવાણીઓ ફૂટતાં થયેલી છે અને તેથી તે હૃદયંગમ બને છે. પ્રભુની સમક્ષ વિવિધ રૂપે કેવી રીતે સ્તવના કરી શકાય તે તેમાં બતાવેલ છે. જેમ કે, પ્રભુની આગળ પોતાના દોષને પ્રગટ કરી પ્રભુની ક્ષમા યાચવી તેને સ્વદોષપ્રગટન-સ્તવના કહેવામાં આવે છે. તેમના કહેલા ઉપદેશ વડે પ્રભુની સ્તુતિ કરવી તેને ઉપદેશસ્તવના કહેવાય છે. તેમનાં પદોમાં તેમના આંતરિક ગુણવિકાસની આપણને ઝાંખી થાય છે. દા.ત., સાતમાં પદમાં યોગનો અનુભવ વર્ણવીને યોગજ્ઞાનનો પરિચય આપ્યો છે. આઠમાં પદમાં સુમતિઇત્યાદિ પાત્રો વડે સ્વાનુભવથી આત્મજ્ઞાનને પ્રગટ વાચા આપી છે. દશમા પદમાં પણ આધ્યાત્મિક પાત્રોના માધ્યમથી સ્વાનુભવને શબ્દાંક્તિ કરેલ છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો . ૧ ૨ ૨ તેમનો અંતિમ ઉપદેશ ખરેખર મનનીય છે. મેડતામાં તેમના નામની એક દેરી છે તે પરથી અનુમાન થાય છે કે તેમનો દેહોત્સર્ગ મેડતામાં થયો હતો. તેમના ઉપદેશનો સાર એ હતો કે “મોહને જીતી આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી, એ આ જીવનનો હેતુ છે. સાધુઓએ રાગ, દ્વેષ, નિન્દા, ઇત્યાદિ દોષોને જીતી અન્યને તેનો ઉપદેશ આપવો. અનંત એવા આ સંસારનો પાર પામવા માટે વીતરાગવાણીનું શરણ લેવું, તે જ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. સર્વ પ્રકારના ભય અને સર્વ પ્રકારના સંગનો ત્યાગ કરીને પરમાત્માની ભક્તિમાં તન્મય બનવું જોઈએ. શરીરના અણુ પર પણ મમત્વ રાખવું એ મોક્ષપ્રાપ્તિમાં વિઘ્ન છે. જે જોવાનું છે, જે અનુભવવાનું છે, તે સહુ આત્મામાં જ છે. રાગદ્વેષના ત્યાગી એવા ત્યાગીઓની સેવા કરવાથી આ દોષોનો ત્યાગ કરવાની કૂંચી હાથ લાગશે. સંસારમાં શાન્તિનો માર્ગ એક નિવૃત્તિ જ છે. વૈરાગ્યભાવથી પોતાના આત્માનું ભાવિ નિર્મળ કરવા હરહમેશ પ્રયત્નશીલ રહેવું જોઈએ. જ્યાં ગુણ હોય ત્યાંથી તે ગુણ લેવો. ગુણીનો રાગ ધારણ કરવો અને આત્માના શુદ્ધ ગુણમાં રમણતા કરવી. કર્મરૂપ દોષથી આખી દુનિયા દોષી છે. એમાંથી જે દોષરહિત થવા પ્રયત્ન કરે છે જ ખરો મુમુક્ષુ છે.” ઉપસંહાર : આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે તુચ્છ મતમતાંતરોથી પાર શુદ્ધ આત્માની સાધનાની તેમણે જે અલખ જગાવી, તેનું પ્રતિબિંબ તેમની વાણીમાં પડે છે. તેમની અનુભવવાણીમાં ઓજસ, પ્રસન્નતા, પ્રભુભક્તિ, ક્રાન્તિકારી આગમાનુસારીપણું અને અધ્યાત્મમસ્તીનાં આપણને દર્શન થાય છે. તેઓનાં પદો વિવિધ રાગ અને છંદોમાં ગુજરાત અને રાજસ્થાનમાં વિશેષપણે ગવાય છે અને અનેક સાધકોને પ્રેરણા આપે છે. શ્રીમદ્ યશોવિજયજી, શ્રીમદ્ જ્ઞાનસારજી, શ્રીજ્ઞાનવિમળસૂરિ, Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ - ભક્તિમાર્ગની આરાધના શ્રીમદ્ રાજચન્દ્રજી, શ્રી આત્મારામજી મહારાજ તથા શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ વગેરે અનેક મહાત્માઓએ તેઓના પ્રત્યે જે બહુમાન તથા આદર-સત્કારનો ભાવ પ્રદર્શિત કર્યો છે તે પરથી તેમની ઉચ્ચ અધ્યાત્મદશાનો સૌને ખ્યાલ આવી શકે છે. આવા આનંદધનજી મહારાજ આપણને સૌને ભક્તિની સાચી આરાધનામાં વિશેષપણે પ્રેરક બનો એ જ અભ્યર્થના. ૐ શાંતિઃ [૧૩] ભક્ત-કવિશ્રી દાનતરાયજી અનેક ભાવમય ભજનો, પૂજાઓ અને આધ્યાત્મિક પદોના રચયિતા તથા શાસ્ત્રોના પદ્યાનુવાદક, અધ્યાત્મકવિવર સંત શ્રી ઘાનતરાયજી, ઉત્તર ભારતમાં થયેલા વિશિષ્ટ પ્રતિભાશાળી હિંદી કાવ્યકારો અને લેખકોમાં અગત્યનું સ્થાન ધરાવે છે. જીવનપરિચય : તેમના જીવન વિષે થોડી જ માહિતી મળે છે. તેમનો જન્મ વિ. સં. ૧૭૩૩માં આગ્રા મુકામે થયો હતો. તેમના પિતાશ્રીનું નામ શ્યામદાસ હતું. માત્ર પંદર વર્ષની નાની વયે તેમનાં લગ્ન થઈ ગયાં હતાં. તેઓને લાલજી નામે એક પુત્ર પણ થયો હતો. વિ.સં. ૧૭૭૭માં તેઓએ સમેતશિખરની યાત્રા પણ કરી હતી. ઘાનતરાયજીની કૃતિઓ : (૧) તેમનો “ધર્મવિલાસ' નામનો ગ્રંથ સુપ્રસિદ્ધ છે. તેનું સંકલન તેઓએ પોતે જ વિ.સં. ૧૭૮૦માં કરેલ છે. તેમાં ૩૩૩ પદ, અનેક પૂજાપાઠ અને ૪પ વિષયો ઉપર કવિતાઓ સંગૃહીત કરેલી છે. ભગવાન ઋષભદેવના જન્મસમયનું વર્ણન અતિરોચક Page #143 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો છે. રે મન ભજ ભજ દીનદયાળ, જાકે નામ લેત ઇક ખિનમેં, કટે કૌટિ અઘજાલ,’' જેવાં પદોમાં નામસ્મરણનો મહિમા સારી રીતે પ્રતિપાદિત કરેલો છે. ‘ઉપદેશશતક'માં ૧૨૧ પદ્ય છે. કવિએ આત્મસૌંદર્યનો અનુભવ કરી વાચક સમક્ષ એવા સુરેખ રૂપમાં મૂક્યો છે કે વાચક સહેજે તેના સહભાગી થઈ શકે. માનવહૃદયને સ્વાર્થની સંકુચિત સૃષ્ટિમાંથી ઊંચે લઈ જઈ લોકકલ્યાણની ભાવભૂમિ પર સ્થિત કરી કવિએ બતાવ્યું છે કે મનોવિકાર આ સાધનથી નિર્મૂળ કરી શકાય છે. આ ઉપરાંત તેમણે ઇષ્ટદેવને નમસ્કાર, ભક્તિની આવશ્યક્તા, મિથ્યાત્વ, સમ્યક્ત્વનો મહિમા, ગૃહવાસનું દુઃખ, ઇન્દ્રિયોનું દાસત્વ, નરક-નિગોદનું દુઃખ, પુણ્ય-પાપની મહત્તા, ધર્મની ઉપાદેયતા, જ્ઞાની-અજ્ઞાનીનું ચિંતન, આત્માનુભૂતિનું વિશેષપણું, શુદ્ધ આત્મસ્વરૂપ અને નવતત્ત્વ ઇત્યાદિ વિષયોનું સુંદર વિવેચન કર્યું છે. ભવસાગર પાર કરવાનો કવિએ સુંદર ઉપાય બતાવ્યો છે : (સવૈયા ત્રેવીસા) “કાસૈકો સોચ કરે મન મૂરખ, સોચ કરૈ કછુ હાથ ન ઐહે, પૂરવ કર્મ સુભાસુભ સંચિત સો નિહથૈ અપનો ટલ દેહૈ. તાહિનિવારનકો બલવન્ત, તિરૂં જગમાહિં ન કોઉ લર્સે હૈં, તાતૈ હિ સોચ તો સમતા ગહિ, જ્યાઁ સુખ હોઈ જિનંદ કહે હૈં. ઉપરના પદથી કવિએ સમતાનું અવલંબન લેવા સૂચવ્યું છે, ને કહ્યું છે કે સમદૃષ્ટિ જ આત્મસ્વરૂપનો આસ્વાદ માણી શકે છે. ૧૨૪ આગમવિલાસ : આ ગ્રંથમાં કવિના ૪૬ કાવ્યો છે. તેનું સંકલન તેમના મૃત્યુ બાદ કરવામાં આવ્યું હતું. આ સંગ્રહમાં બહુધા સૈદ્ધાન્તિક ૧. સુખ ૨. આંખો વડે. ૩. આશારૂપી દાસી જેના ચરણ ધુએ છે. ૪. સુબુદ્ધિ ૫. મોક્ષસ્થાન. Page #144 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના વિષયોની ચર્ચા હોવાથી તેને ‘આગમવિલાસ’ નામ આપવામાં આવ્યું છે. ભેદવિજ્ઞાન કે આત્મનુભવ ઃ કવિની આ એક અનન્ય રચના છે. તેમણે આમાં જીવદ્રવ્ય અને પુદ્ગલાદિ દ્રવ્યોનું વિવેચન કરેલું છે. કવિને અપ્રતિમ શ્રદ્ધા છે કે આત્મતત્ત્વરૂપી ચિંતામણિ પ્રાપ્ત કરતાં સમસ્ત ઇચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. આત્મતત્ત્વ પ્રાપ્ત થતાં વિષયોમાંનો રસ નષ્ટ થાય છે : ૧૨૫ મૈં એક શુદ્ધ જ્ઞાની, નિર્મળ સુભાવ જ્ઞાતા, દગજ્ઞાન ચરન ધારી, થિર ચેતના હમારી. ૦ અબ ચિદાનન્દ પ્યારા, હમ આપમેં નિહારા. ઉપરોક્ત કૃતિઓ ઉપરાંત તેઓશ્રીએ દ્રવ્યસંગ્રહ અને તત્ત્વસાર ગ્રંથોનો હિંદી ભાષામાં જે ભાવાનુવાદ કર્યો છે તે ઉપરથી તેમની અંતરંગ આત્મસાધનાનો, અધ્યાત્મદૃષ્ટિસંપન્નતાનો, કાવ્યનિપુણતાનો અને સિદ્ધાંતજ્ઞાનના પ્રુભત્વનો વાચકવર્ગને સહેજે ખ્યાલ આવી જાય છે. આ સાથે જ્યારે તેમણે રચેલી પૂજાઓ અને ભક્તિપદોનો સુમેળ સાધીએ ત્યારે તેમની સભ્યસાધના પ્રત્યે આપણને અત્યંત આદરભાવ ઊપજે છે. તેમની થોડી અધ્યાત્મપ્રસાદીનો આસ્વાદ લઈ આ કથન આપણે પૂરું કરીએ ઃ (અ) સદ્ગુરુસ્તુતિ : (સવૈયા એકત્રીસા) કાહુસૌના બોલેં બેના, જો બોલેં તો સાતા દૈના, દેખ નાહીં નૈનાસેતી રાગી દોષી હોઈ હૈં, આસા દાસી જાનૈ પાખંૐ માયા મિથ્યા દૂર નાખ્ખુ, રાધાએઁ હીયેમાહીં રાષઁ, સૂધી દ્રષ્ટી જોઈ કૈં. Page #145 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ૧ ૨૬ ઇન્દી કોઈ દોરે નાહીં, આપા જાનૈ આપ માહીં તેઈ પાર્વે મોખ ઠાંહીં કર્મ મૈલ ધોઈ કે. ઐસે સાધુ બંદો પ્રાની, હીયા વાચા કાયા ઠાની, જાતેં કીજે આપા જ્ઞાની ભસ્મ બુદ્ધિ ખોઈ કેં. (બ) દુર્જન-સજ્જન-સ્વરૂપ : (સવૈયા એકત્રીસા) વિદ્યાસાઁ વિવાદ કરું, ધનસોં ગુમાન ધરે, બલસીં લડાઈ લરે મૂઢ આધવ્યાધર્મે. ગ્યાન ઉર ધારત હૈ, દાનકો સંભારત હૈ, પરમૈ નિવારત હૈ, તીનોં ગુન સાધમેં. પરદુખ દુખી, સુખી હોત હૈ ભજનમાહિં, ભવરુચિ નાહીં દિન જાત હૈ અરાધમેં. દેહસતી દુબલે હૈ, મનસેતી ઉજલે હૈં, સાંતિભાવ ભર્સે ઘટ, પર્વે ના ઉપાધર્મે. (ક) ધર્મઆરાધનાનું ફળ : | (સવૈયા એકત્રીસા) નર્ક પસુતેં નિકાસ કરેં સ્વર્ગ માહિ વાસ, સંકટક નાસ સિવપદકો અંકૂર છે. દુખિયાકો દુખ હરે, સુબિયાક સુખ કરે ૧. સુખ ૨. આંખો વડે ૩. આશારૂપી દાસી જેના ચરણ ધુએ છે. ૪. સુબુદ્ધિ ૫. મોક્ષસ્થાન Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ભક્તિમાર્ગની આરાધના વિઘન વિનાસ મહામંગલક મૂર છે. ગજ સિંહ ભાગ જાય, આગ નાગ હૂ પલાય, રન રોગ દધિ બંધ સબૈ કષ્ટ ચૂર હૈ, ઐસો દયાધર્મક પ્રકાસ ઠૌર ઠૌર હોઉં, તિહું લોક તિહું કાલ આનંદકૌ પૂર હૈ. (ડ) પ્રકીર્ણ શિક્ષાત્મક દોહરા : (૧) ચેતન તુમ તો ચતુર હો, કહા ભયે મતિહીન; ઐસો નર ભવ પાયકે, વિષયનમેં ચિત દીન. (૨) નરકી સોભા રૂપ છે, રૂપ સોભ ગુનવાન, ગુનકી સોભા ગ્યાનă, ગ્યાન છિમાતૈર જાન. (૩) બાલપને અગ્યાન મતિ, જોબન મદકર લીન; વૃદ્ધપૌં હૈ સિથિલતા, કહી ધરમ કબ કીન. જૈસે વિષે સુહાત હૈ, તૈમેં ધર્મ સુહાય; સો નિહર્ષે પરમારથી, સુખ પાવૈ અધિકાય. (૫) એક કનક અરુ કામિની, એ દોનોં દિઢ બંધ; ત્યાગે નિહચે મોખ હૈ, ઔર બાત સબ ધંધ. (૬) સમરથ પ્રીતમ પ્રભુ બડે, તિન સેવી મન લાય; ઈહ પર ભી ઈન સમ નહીં, મનવાંછિત સુખદાય. ૧. ઉદધિ-સમુદ્ર. ૨. ક્ષમાથી. Page #147 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો [૧૪] પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી વીસમી શતાબ્દીમાં આપણા દેશમાં થયેલા ઉચ્ચ કોટિના સંતોની પહેલી હરોળમાં જેઓનું સ્થાન છે તેવા, જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યની પરમ પવિત્ર ત્રિવેણીના સંગમરૂપ શ્રીમદ્ રાજચન્દ્રજી એક વિશિષ્ટ અને અલૌકિક વ્યક્તિત્વના ધારક મહાપુરુષ થઈ ગયા. ૧૨૮ જીવનપરિચય : તેઓશ્રીનો જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી તાલુકાના વવાણિયા ગામે વિ.સં. ૧૯૨૪ના કાર્તિક સુદ પૂનમને દિવસે થયો હતો, જે દિવસે ભગવાન સંભવનાથનો અને શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યજીનો પણ જન્મદિવસ આવે છે. તેમના પિતાશ્રીનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવાબા હતું. નાનપણથી જ તેમનામાં દાદા તરફથી વૈષ્ણવધર્મના અને માતા તરફથી જૈનધર્મના સંસ્કારોનું સિંચન થયું હતું. જાતિસ્મરણજ્ઞાન : તેમની બુદ્ધિશક્તિ અને સ્મૃતિ બાળપણથી જ ખીલેલી હતી અને એક જ વાર પાઠ કરવાથી તેઓની સ્મૃતિમાં તે રહી જતો. સાત વર્ષની વયે વિ.સં. ૧૯૩૧માં, તેમના એક સ્વજન શ્રી અમીચંદજી સર્પદંશથી મૃત્યુ પામ્યા. તેમના અગ્નિસંસ્કારના દર્શનથી શ્રીમદ્જીને જાતિસ્મરણજ્ઞાન થયું હતું અને ક્રમે કરીને તેમની જ્ઞાનશક્તિ વિશેષ ખીલી હતી. આઠ વર્ષની ઉંમરથી તેઓ કવિતા બનાવતા. દસ વર્ષની વયથી તેઓએ જૈનધર્મનાં પ્રતિક્રમણાદિ સૂત્રોને અવલોક્યાં હતાં અને તેમાં કહેલી દયા અને મૈત્રીથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતાં આ સમય દરમ્યાન ઉચ્ચ કક્ષાના સ્વતંત્ર લેખો અને ઉપયોગી નિબંધો લખવાની શક્તિ તેમણે સંપાદન કરી લીધી હતી. પંદર વર્ષની અવસ્થા પ્રાપ્ત કરતા સુધીમાં તો તેમણે પોતાના અધ્યયન દ્વારા અનેક વિષયોનું વિશાળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. Page #148 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના અવધાનશક્તિ : સોળ વર્ષની વયથી તેઓમાં અવધાન કરવાની શક્તિ પ્રગટી હતી અને ૮, ૧૨, ૧૬ પર અને છેલ્લે ૧૦૦ અવધાન કરીને શતાવધાની તરીકેની તેઓની ખ્યાતિ સમસ્ત ભારતમાં વ્યાપ્ત થઈ ગઈ હતી. પરંતુ આ શક્તિને આત્મકલ્યાણની સાધનામાં વિઘ્નરૂપ જાણીને તેઓએ તેનો ત્યાગ કર્યો હતો. કેવી અલૌકિક નિઃસ્પૃહતા ! આવી તીવ્ર સ્મરણશક્તિ ઉપરાંત તેઓમાં અતીન્દ્રિય સ્પર્શશક્તિ અને રસાસ્વાદશક્તિ પણ પ્રગટી હતી જેથી જોયા વગર, હાથથી જ સ્પર્શ દ્વારા પુસ્તકને ઓળખી લેતા અને રસોઈનો સ્વાદ ચાખ્યા વિના બતાવી દેતા. ૧૨૯ વિ.સં. ૧૯૪૪માં તેઓનો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થયો હતો અને પછીનાં બે વર્ષોમાં તેઓનું અંતરમંથન વધતું જતું હતું. આ સમયે તેઓ પ્રકાશે છે : (દોહરો) લઘુવયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે ગતિ-આગતિ કાં શોધ ? જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય ? (ચોપાઈ) જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માનો કલેશ, ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. ‘કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તોપણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી.' વિ.સં. ૧૯૪૭માં તેઓને શુદ્ધ આત્મજ્ઞાનનો ઉદય થયો હતો. યથા --- Page #149 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ૧૩૦ ઓગણીસમેં ને સુડતાલીસ, સમક્તિ શુદ્ધ પ્રકાણ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ અવભાસ્યું રે... ધન્ય એકાંતવાસ અને નિવૃત્તિ પ્રત્યે : વિ.સં. ૧૯૪૭ પછીનો કાળ શ્રીમદ્જીના જીવનમાં વધતી જતી એકાંતસાધનાનો હતો, જેમાં ૧૯૫૧ પછી તો તેમની નિવૃત્તિક્ષેત્રની સાધના ખૂબ જ વેગવંતી બની હતી. ૧૯૪૭માં રાળજ (ખંભાત)માં, ૧૯૫૧માં હડમતિયા (સૌરાષ્ટ્ર)માં, ૧૯૫રમાં કાવિઠા, વડવા, રાળજ, વવાણિયા, મોરબી અને સાયલામાં, ૧૯૫૪માં મોરબી તથા ઉત્તરસંડામાં, ૧૯૫૫માં ઈડરની આસપાસનાં જંગલો અને પહાડોમાં અને ૧૯૫૬માં ધરમપુરમાં તેઓશ્રી રહ્યા હતા. અહીં મુખ્યપણે તેઓ સ્વાધ્યાય, મૌન, ચિંતન-મનનમાં પોતાનો સમય વિતાવતા. વચ્ચે વચ્ચે જિજ્ઞાસુઓ-મુમુક્ષઓ-મુનિઓને પણ તેમના સમાગમનો લાભ મળતો, પરંતુ મુખ્યપણે પોતાને જે અપૂર્વ અવસરબાહ્યાંતર નિગ્રંથપદ - પ્રગટ કરવું હતું તે પ્રગટાવવા માટે જાણે કે આ એક ઘનિષ્ઠ તૈયારી (Intensive Training Period)નો કાળ તેમના માટે હતો. વિ.સં. ૧૯૫૬માં તેઓશ્રીનું શરીર-સ્વાથ્ય બગડવા લાગ્યું હતું. તેઓએ સર્વસંગ-પરિત્યાગની તૈયારી કરીને માતાજી પાસે તેની આજ્ઞા પણ માગી લીધી હતી, પરંતુ શરીર ધીમે ધીમે વધારે કૃશ થવા લાગ્યું અને વિ.સં. ૧૯૫૭ના ચૈત્ર વદ પાંચમને મંગળવારના દિવસે બપોરે ૨-૦૦ વાગ્યે તેઓએ રાજકોટમાં આ પાર્થિવ શરીરનો ત્યાગ કરી સ્વર્ગારોહણ કર્યું. સાહિત્યનિર્માણ અને જીવનકાર્ય : શ્રીમદ્ રાજચન્દ્ર વર્તમાનકાળના એક યુગપ્રધાન પુરુષ હતા. તેમના જીવનમાં તેમના પૂર્વભવોની આરાધનાની સ્પષ્ટ ઝલક મળી આવે છે. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ભક્તિમાર્ગની આરાધના ચિંતનશીલતા, અદ્ભુત સ્મરણભક્તિ, જન્મજાત કવિત્વ, અપૂર્વ ઉપદેશકપણું, લોકકલ્યાણની ભાવના, સર્વધર્મસમભાવ, વિશિષ્ટ જૈનધર્માનુરાગ, વિશ્વવાત્સલ્ય, સિદ્ધહસ્ત લેખકપણું, પ્રચુર વિદ્યાપ્રેમ, વચનાતિશય, ઉત્કૃષ્ટ સાધકપણું ઇત્યાદિ અનેક સગુણોથી વિભૂષિત તેમનું બહુમુખી વ્યક્તિત્વ આજે પણ ઘણા મુમુક્ષુઓને પ્રેરણા આપે છે. “શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર' નામના ૧૪૨ ગાથાના શાસ્ત્રમાં તેઓએ ગાગરમાં સાગર' ભરવાની કહેવતને ચરિતાર્થ કરી છે. સાધકો માટે આ શાસ્ત્ર ખૂબ ખૂબ ઉપયોગી છે. સરળ ગુજરાતી ભાષામાં રચાયેલું હોવાથી તેને સહેલાઈથી સમજી શકાય છે. તેમાં જે રીતે “છ પદ' (આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે)ની સિદ્ધિ કરી છે તે ઉપરથી તેમની અગાધ મેધાવી પ્રતિભાનો ખ્યાલ સૌ કોઈને આવી શકે છે. “મોક્ષમાળા' નામનું નાનું શાસ્ત્ર તથા “અપૂર્વ અવસર' અને બીજા અનેક કાવ્યો દ્વારા તેમણે આપણને ઉત્તમ આધ્યાત્મિક સાહિત્યનો વારસો આપ્યો છે. તેઓએ સ્થાપેલા પરમકૃત-પ્રભાવક મંડળ તરફથી પૂર્વાચાર્યોનાં લખેલાં અનેક શાસ્ત્રો પ્રગટ થયાં છે. પશ્ચિમ ભારતમાં મૂળ સંઘના ઉત્તમ સાહિત્યને પ્રકાશમાં લાવવાનું મુખ્ય ધ્યેય આ સંસ્થાને ફાળે જાય છે. તેઓના સાન્નિધ્યને પામીને શ્રીમદ્ લઘુરાજસ્વામી, સૌજન્યમૂર્તિ શ્રી સૌભાગ્યભાઈ, પ્રજ્ઞાવંત શ્રી અંબાલાલભાઈ તથા સત્યાભિલાષી શ્રી જૂઠાભાઈ-પ્રમુખ તથા અનેક સાધક-આત્માઓએ પોતાનું શ્રેય સાધ્યું હતું. મહાત્મા ગાંધીજી પર તેમનો અત્યંત પ્રભાવ પડ્યો હતો અને સત્ય, અહિંસા અને બ્રહ્મચર્યનો બોધ તેમણે શ્રીમદ્જી પાસેથી મેળવ્યો હતો. તેમના સ્મારકરૂપે નાનીમોટી ચાળીસેક સંસ્થાઓ ભારતમાં વિદ્યમાન છે, પણ તે મળે અગાસ, વડવા, વવાણિયા, હમ્પી, દેવલાલી, મોરબી, ઘાટકોપર અને અમદાવાદની સંસ્થાઓ મુખ્ય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ૧૩૨ આવા લૌકિક અને લોકોત્તર ગુણોથી અલંકૃત આ મહાપુરુષને સાચી અંજલિ ત્યારે જ આપી કહેવાય કે જ્યારે તેમના જીવનમાંથી રૂડી રૂડી વસ્તુઓને વિવેકપૂર્વક ગ્રહણ કરી આપણા જીવનને આપણે સદાચારી, પવિત્ર, પ્રજ્ઞાસંપન્ન અને સાધનામય બનાવીએ. તથાસ્તુ. ૐ શાંતિઃ [૧૫] ભક્ત-કવિશ્રી નાનચન્દ્રજી મહારાજ સર્વ જીવો સાથેનો મૈત્રીભાવ, જન્મજાત કવિત્વ, સુમધુર સ્વરસહિત ભક્તિગીતોનું પ્રસ્તુતિકરણ, સહજ-પરોપકારવૃત્તિ અને સર્વધર્મસમભાવ આદિ વિશિષ્ટ ગુણોની સૌરભથી પશ્ચિમ ભારતમાં પાંચ દાયકાઓથી પણ અધિક સમય સુધી ધર્મજાગૃતિનો સંદેશ આપનાર શ્રીનાનચન્દ્રજી મહારાજ વર્તમાન શતાબ્દીના એક મહાન ભક્ત-સંત થઈ ગયા. જીવનપરિચય : પૂ. મહારાજશ્રીનો જન્મ સૌરાષ્ટ્રના સાયલા ગામમાં વિ.સં. ૧૯૩૩ના માગશર સુદ એકમને ગુરુવારના રોજ થયો હતો. પિતા પાનાચંદભાઈ અને માતા રળિયાતબાઈનું કુટુંબ ખાનદાન, ઉદાર અને સંસ્કારી ગણાતું. બાળપણનું નામ નાગરભાઈ હતું. નાની ઉંમરમાં માતપિતાની છત્રછાયાનો વિયોગ થવાથી ભાઈ-ભાભી સાથે રહેવાનું થયું. ભાઈનો પણ દેહવિલય થયો. નાગરભાઈને વૈરાગ્યભાવની ઉત્પત્તિનું નિમિત્ત મળી ગયું. વિ. સંવત ૧૯૫૭માં તેઓએ પૂ. શ્રી દેવચન્દ્રજી મહારાજ પાસે કચ્છના અંજાર ગામમાં દીક્ષા લીધી. લીંબડીના આઠ વર્ષના સ્થિરવાસ સહિત થોડાં વર્ષોમાં જ પોતાની આગવી બુદ્ધિપ્રતિભાથી તેઓએ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ અને બીજાં પણ અનેક શાસ્ત્રોનું અધ્યયન કરી લીધું હતું. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ભક્તિમાર્ગની આરાધના સૌરાષ્ટ્ર-કચ્છમાં થોડા ચાતુર્માસ કરીને, ગુરુદેવની સેવામાં રહ્યા અને તેમનો દેહવિલય થયો ત્યાર પછી તેઓએ સંઘના આગ્રહથી મુંબઈ ભણી પ્રયાણ કર્યું. અહીં ઘાટકોપરમાં તેઓનાં કુલ ત્રણ ચોમાસાં થયાં, જેથી સ્થાનિક જૈનસમાજમાં ખૂબ પ્રમાણમાં ધાર્મિક અને સામાજિક જાગૃતિ આવી. આમ છતાં મુખ્યપણે તેઓનાં વિહાર સ્થળો સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહ્યાં, જયાં જૈન-જૈનેતર જનતામાં તેમણે સદાચાર, નિર્બસનતા અને પ્રાર્થનાના સંસ્કાર રેડ્યા. - એકંદરે ૬૪ વર્ષનું દીર્ઘ સંયમી જીવન વિતાવી, વિસં. ૨૦૨૧ના માગશર વદ ૯ને દિવસે, સાયેલા મુકામે તેઓએ મહાપ્રયાણ કર્યું. સાહિત્યસર્જન અને જીવનકાર્ય : જન્મથી જ સુંદર કાવ્યો બનાવવાની શક્તિ અને પ્રાર્થનાનો વિશિષ્ટ અભ્યાસ હોવાને લીધે તેઓએ ધર્મઆરાધનાને લગતાં સંખ્યાબંધ (લગભગ ૪00) સુંદર, ગેય પદોની વિવિધ છંદોમાં રચના કરી છે, જે “પ્રાર્થનામંદિર', અને “સુબોધસંગીત માળા’ (ભાગ ૧-૨-૩)માં પ્રસિદ્ધ થયાં છે. આ ઉપરાંત તેઓએ લખેલાં, સંપાદિત કરેલાં “સંસ્કૃત કાવ્યાનંદ' ભાગ ૧-૨-૩ તથા “માનવતાનું મીઠું જગત ગ્રંથો પણ પ્રકાશિત થયા છે. તેઓની સાહિત્યપ્રસાદીનો થોડો રસાસ્વાદ નીચે રજૂ કરેલ છે. (અ) કાવ્યપ્રસાદી : પ્રાર્થના (હરિગીત અથવા ભૈરવીની ઢબ) હે નાથ ! ગ્રહી અમ હાથ રહીને સાથે માર્ગ બતાવજો, નવ ભૂલીએ કદી કષ્ટમાં પણ પાઠ એહ પઢાવજો, પ્રભુ, અસત્ આચરતાં ગણી નિજબાળ સત્ય સુણાવજો, Page #153 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ૧૩૪ સાવા, અન્યાય પાપ અધર્મ ન ગમે સ્વરૂપ એ સમજાવજો. ૧ બગડે ન બુદ્ધિ કુટિલ કાર્યો બોધ એહ બતાવજો, વિભુ ! જાણવાનું અજબ રીતે જરૂર જરૂર જણાવજો, સહુ દૂષિત વ્યવહારો થકી દીનુંબંધુ દૂર રખાવજો, છે યાચના અમ કર થકી સત્કાર્ય નિત્ય કરાવજો. ૨ પ્રભુ ! સત્ય-ન્યાય-દયા-વિનય-જળ હૃદયમાં વરસાવજો, બદનામ કામ હરામ થાય ને એહ ટેક રખાવજો, હે દેવના પણ દેવ ! અમ ઉપર પ્રેમ પૂર વહાવજો, પાપાચરણની પાપવૃત્તિ હે દયાળ ! હઠાવજો, ૩ સુખ-સંપ-સજજનતા-વિનય-યશ રસ અધિક વિસ્તારજો, સેવા ધરમના શોખ અમ અણુ અણુ વિષે ઉભરાવજો, શુભ “સંતશિષ્ય” સધાય શ્રેયો એ વિવેક વધારજો, આનંદ-મંગળ અર્પવાની અરજને અવધારજો. ૪ ગુરુ મહારાજને વિનંતી (રાગ-દેશ. ઢબનવિમળા નવ કરશો ઉચાટ) સદગુરુ મુકત થવાનો અપૂર્વ માર્ગ બતાવજો રે, બતાવી ગુપ્ત રહસ્યો, નહિ જાણેલ જણાવજો રે, ટેક. ગંડુ બની બહુ કાળ ગુમાવ્યો, અથડામણનો પાર ન આવ્યો, લાયકાત ગુરુ નાલાયકમાં લાવજો રે. સદ્દગુર૦ ૧ તિમિર તમામ સ્થળે છવરાયું, હિત-અહિત જરા ન જણાયું, અંધકારમાં પ્રકાશને પ્રગટાવજો રે. સદ્ગુરુ. ૨ દર્દીના છે અનેક દોષો જડતા સામું કદી નવ જોશો, વિશાળ દૃષ્ટિ કરીને અમી વરસાવજો રે. સદ્ગુરુ. ૩ ઊર્ધ્વ સ્થાન શુભવૃત્તિ ચડે છે, અનેક વિનો આવી નડે છે, Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ભક્તિમાર્ગની આરાધના આ અગવડની સરસ દવા સમજાવજો રે, સદ્ગુરુ૦ ૪ અલગ રહે અકળામણ મારી, નિર્બળતા રહે સદાય ન્યારી, દયા કરી ગુરુ એવી ચાંપ દબાવજો રે. સદ્ગુરુ પ અંજન નેત્રે અજબ લગાવો, સત્ય રહસ્ય મને સમજાવો, શંકા ફરી ઊપજે નહિ એમ શમાવજો રે. સદ્ગુરુ ૬ જન્મ-મરણ જાયે ગુરુ મારા, નીકળીને દોષો રહે ન્યારા, ‘સંતશિષ્ય’ને એવું સ્વરૂપ સમજાવજો રે. સદ્ગુરુ વિરલા (રાગ-પીલુ અથવા આશા) આતમ દરશન વિરલા પાવે, દિવ્ય પ્રેમ વિરલા પ્રગટાવે. ટેક. એ મારગ સમજે જન વિરલા, વિરલાને એમાં રસ આવે. આતમ સદ્ગુરુસંગ કરે કોઈ વિરલા, અમૃતફળ કોઈ વિરલા ખાવે. આતમ અંતરમાં જાગે જન વિરલા, કર્મદળોને વિરલા હઠાવે. આતમ તજવાનું ત્યાગે કોઈ વિરલા, જ્ઞાનનદીમાં વિરલા નહાવે, આતમ આતમ રમણ કરે કોઈ વિરલા, અમરબુદ્ધિ વિરલા અજમાવે. આતમ સમજે આત્મસમા સહુ વિરલા, ધ્યાન પ્રભુનું વિરલા ધ્યાવે. આતમ અર્પી દે પ્રભુ અર્થે વિરલા, ‘સંતશિષ્ય’ વિરલા સમજાવે. આતમ (બ) અધ્યાત્મબોધ : (૧) જીવન અને ધન : વિવેકપૂર્વકની વિચારણા : માણસના જીવન માટે પૈસા છે, પૈસા માટે માણસનું જીવન નથી. જગતમાં દેખાતું બધુ સૌંદર્ય આત્માને લીધે છે. શરીર અને આભૂષણોની કિંમત આત્માને લીધે છે. આત્માનું અનિષ્ટ કરી જડ લક્ષ્મી પાછળ દોડનાર પાગલ છે, મૂર્ખ છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો હૃદયમાં માણસાઈની દીવા પ્રગટાવજો અને પરમાત્માના સ્મરણથી તે પવિત્ર સ્થળે થોડીવાર વિરામ લેતાં શીખજો...ફક્ત પેટ ભરવા માટે રાત-દિવસ વ્યવસાયમાં ઘાણીના બેલની માફક જોડાવું અને પ્રજા વધારવી, તેના માટે ચિંતાઓ સેવવી, તેના અર્થે અનેક વિટંબણાઓ વેઠવી અને છેવટે કશું આત્મધન મેળવ્યા વિના બધું છોડીને ચાલ્યા જવું એ શું બરાબર છે ? જીવન શા માટે ? આવ્યા શા માટે ? ક્યાંથી આવ્યા ? પાછા ક્યાં જવાનું ? સાથે શું શું આવવાનું ? આપણે કોણ ? શું કરીએ છીએ ? આ બધા આત્મા સંબંધી વિચારો નવરાશ મળ્યે કરતા રહેશો. ૧૩૬ હમેશાં સત્સંગ, સાચન કરતા રહેવું. તમારું શ્રેય તેમાં છે. બાકી તો આ બધાં દશ્યો એક વખત નકામાં થવાનાં છે. ત્રુટિઓ તો માનવમાત્રમાં હોય પણ શ્રેયાર્થીએ ગુણગ્રાહક થવું. તમારા ઘરમાં સૌને પ્રભુસ્મરણનું કહેશો. (૨) સત્સંગ, સાચન અને સદ્ગુણ દ્વારા પ્રભુમય જીવન : પ્રભુ સન્મુખ થવાનો પ્રયાસ સતત રાખવો. એ જ ઉપયોગ, એ જ ચિંતન, એ જ લગની, એવાં જ વાચનો, એવો જ સંગ એ બધાં નિમિત્તો મદદગાર થાય છે. વાચનથી વધુ વખત ચિંતનમાં ગાળવો. આસક્તિ ઘટે, સેવાભાવ વધે, વાણી-વિચાર પર સંયમ રખાય તે વાત લક્ષમાં રાખશો. દયા, પ્રેમ, સેવા, ભક્તિના રસો પ્રગટાવવા માટે તમોને મળેલા બધા યોગ સારા છે માટે આ ભાવોનો વિકાસ થાય એ ખૂબ લક્ષમાં રાખશો. (૩) સ્વરૂપના જ્ઞાનથી મૃત્યુ પર વિજય : જીવનનો વિકાસ એ જ જીવનનું રહસ્ય છે. વિકાસનો ઉપાય સદ્વિચાર. સદાચાર એ સદ્વિચારનું પરિણામ. સમય, શક્તિ, સાધન અને સમજણનો દુરુપયોગ ન થાય તેવી કાળજી તે પણ સદ્વિચારથી ઉદ્ભવે છે. મૃતશીલ પદાર્થના અતિ અને હંમેશના પરિચયથી આત્મા પણ મૃતશીલ જેવો પામર અને Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ભક્તિમાર્ગની આરાધના ભયગ્રસ્ત બન્યો છે. આત્મા, પરના અધ્યાસે ક્ષણે ક્ષણે મરી રહ્યો છે, કે જે સ્વભાવે જોતાં અમર, અવિનાશી છે. પોતાના ભાનમાં આવનાર મૃત્યુને જીતી શકે છે. (૪) સાધનામાર્ગ દૃષ્ટિ ભક્તિ : નામસ્મરણઃ સાધનાનો અમૂલ્ય સમય અને અમૂલાં સાધનોનો સદુપયોગ કરવા, અંતરદૃષ્ટિ પ્રયત્નપૂર્વક પ્રગટાવવા અને ધ્યેયને વળગી રહેવા ખૂબ જાગૃતિ રાખશો. ખૂબ લક્ષપૂર્વક ભાવપ્રતિક્રમણ કરીને, હૃદય શુદ્ધ કરી પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં, તેમનું નામોચ્ચારણ કરતાં કરતાં શયન કરશો. પરમાત્માના નામસ્મરણમાં અમોધ શક્તિ છે, અજબ તાકાત છે, માત્ર શરત એ છે કે એ પ્રત્યે શ્રદ્ધા, એકાગ્રતા અને પ્રેમ જોઈએ. ....બધામાં અતૂટ સંપ, ઐક્ય જળવાઈ રહે એવાં મધુર, મીઠાં, પ્રેમાળ, નિર્દભી વર્તન રાખશો. ઉપયોગી અભ્યાસની, અનુભવની, પ્રસંગની નોંધ રાખતા રહેશો. તમારામાં ભરેલ આનંદ-પ્રેમના પ્રવાહોની મોજ માણતા રહેશો. કદીયે નિરુત્સાહી, નિરાશાવાદી, હેતવીર્ય, હતપ્રભ ન થશો. સદાય આનંદમાં, પ્રસન્નચિત્ત રહો એ જ ભલામણ છે. (૫) વક્તાઓના જીવનમાં અનુભવશૂન્યતા : સ્વાનુભવ કરવાની તો આપણા સમાજમાં પ્રથા જ નાબૂદ થઈ ગઈ છે. વ્યાખ્યાનમાં જે કહેવાય છે તે વાંચેલું, ગોખેલું, સાંભળેલું અને એકઠું કરેલું જ મોટે ભાગે હોય છે. અનુભવને અર્થે સાધના કરવાની ટેવ જ નષ્ટ થઈ ગઈ છે. ખરી રીતે પોતાની જાતને શોધી, એની શુદ્ધિ માટે સતત પ્રયત્ન કરનાર જ કાંઈ મેળવી શકે અને મેળવે તો કાંઈક આપી શકે. કોઈને ક્રિયાનું, કોઈને આચારનું, કોઈને શાસ્ત્રો ભણવાનું તો કોઈને વક્તા તરીકેનું ગુમાન વૃદ્ધિ પામતું હોય છે. જેનો નાશ કરવો ઘટે તે જ વૃદ્ધિ પામે, છતાં એ તરફ લક્ષ જ નથી ! Page #157 -------------------------------------------------------------------------- ________________ સંત-ભક્તોનાં ચરિત્રો ઉપસંહાર ધર્મપ્રચાર, સમાજસુધારણા અને સાધુસંગઠનમાં પણ તેઓએ અમૂલ્ય ફાળો આપ્યો છે. તેમના મુખ્ય શિષ્યોમાં મુનિ શ્રી ચુનીલાલજી અને મુનિ શ્રી સંતબાલજી છે. વળી ભિન્ન-ભિન્ન સ્થળોમાં તેમણે પાઠશાળાઓ, પુસ્તકાલયો, ઉપાશ્રયો અને ઔષધાલયોની સ્થાપના માટે પ્રેરણા કરી છે, જેમાં લીંબડીનું સમૃદ્ધ અને સુવ્યવસ્થિત શ્રી દેવચંદ્રજી પુસ્તકાલય, બોરીવલીની જનરલ હોસ્પિટલ તથા શ્રી સર્વોદય ઉદ્યોગ મંદિર, અને અમદાવાદ તથા લીંબડીનાં જૈન વિદ્યાર્થીગૃહો, સાયલાનું પુસ્તકાલય, દવાખાનું અને પાઠશાળા વગેરે મુખ્ય છે. ૧૩૮ આમ, સમાજ અને સંઘનો પોતાની આગવી પ્રતિભાથી વિશિષ્ટપણે ઉપકાર કરનાર, સ્વ-પર-કલ્યાણરત શ્રી નાનચન્દ્રજી મહારાજ ગુજરાતના એક મહાન સાધક-સંત અને પ્રસિદ્ધ કીર્તનકાર થઈ ગયા. Page #158 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો ખંડ લાત્મક પદો પૂરોગો – Page #159 -------------------------------------------------------------------------- ________________ Page #160 -------------------------------------------------------------------------- ________________ ભજન - ધૂન - પદ - સંચય મઃ | = પંચ મંગળપદને નમસ્કાર () અમો અરિહંતા, શ્રી પરમાત્મને નમઃ | = | (૨) નમો સિદ્ધાળ (३) णमो आइरियाणं શ્રી સરુવે નમઃ | = (४) णमो उवज्झायाणं (૫) ખમો તો સવ્વસાહૂળ (૧) દેહસહિત પરમાત્માને નમસ્કાર હો ! (૨) દેહરહિત પરમાત્માને નમસ્કાર હો ! (૩) આચારપ્રધાન મુનિ મહારાજોને નમસ્કાર હો ! (૪) જ્ઞાનપ્રધાન મુનિ મહારાજોને નમસ્કાર હો ! (પ) વિશ્વના સમસ્ત આરાધક મુનિ મહારાજોને નમસ્કાર હો ! (સવૈયા એકત્રીસા) વિશ્વકી વિભૂતિકો વિનશ્વર વિચારિ જિન, દેહ ગેહસોં સનેહ ત્યાગી તપ ધારા હૈ; ધારાધર સમ પાપપુજકો પ્રભંજન હૈ, કરમ કરિન્દકો મૃગિન્દ્ર બની મારા હૈ. કામ-ક્રોધ, મોહ-મદ, લોભ-લોભ, માન-છલ, સકલ ઉપાધિકા સમાધિસે વિડારા હૈ. Page #161 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન - પદ - સંચય ૧૪ ૨. પાય બોધ કેવલ, સુબોધિ દિયે જગ જન, ઐસે જિનદેવક નમો નમો હમારા હૈ. (૨). (છપ્પય). અચલ ધામ વિશ્રામ, નામ નિહર્ચ પદ મંડિત, યથાજાત પરકાશ, ખાસ જહં સદા અખંડિત; ભાસહિ લોકાલોક, થોક સુખ સહજ વિરાજહિં, પ્રણમહિ આપુ સહાય, સર્વગુણમંદિર છાજહિં; ઈહ વિધિ અનંત જિય સિદ્ધમહિ, જ્ઞાનપ્રાન વિલસંત નિત; તિન તિન ત્રિકાલવંદન “ભવિક', ભાવસહિત નિત એકચિત્ત. (હરિગીત) પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર ગુણ ગંભીર છે; પંચેન્ટિ-ગજના દર્પ-દલને દક્ષ શ્રી આચાર્ય છે. (૪) રત્નત્રયે સંયુક્ત ને નિઃકાંક્ષભાવથી યુક્ત છે; જિનવરકથિત અર્થોપદેશે શૂર શ્રી વિઝાય છે. નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે; ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ નમસ્કાર મહામંત્રનો મહિમા (સવૈયા એકત્રીસા) મહામંત્ર યહૈ સાર, પંચ પર્મ નમસ્કાર, ભૌજલ ઉતારે પાર, ભવ્યકો આધાર હૈ, વિઘ્નકો વિનાશ કરે, પાપકર્મ નાશ કરે, આતમ પ્રકાશ કરૈ પૂરવકો સાર હૈ, દુઃખ ભરપૂર કર, પરમ ઉદાર હૈ, તિહુઁ લોક તારનકો, આતમ સુધારનકો, જ્ઞાન વિસતારનકો, યહૈ નમસ્કાર હૈ. [૧] વૈરાગ્યપ્રેરક પદો Pain Education International ભક્તિમાર્ગની આરાધના (૧) (રાગ બેલાવલ) જિય જાને મેરી સફલ ધરીરી...(૨) - સુત વિનતા ધન યૌવન માતો, ગર્ભતણી વેદન વિસરીરી. - જિય જાને સુપનકો રાજ સાચ કરી માનત, રાચત છાંહ ગગન બદરીરી, આઈ અચાનક કાલ તોપચી, ગહેગો જ્યું નાહ૨૧ બકરીરી. - જિય જાને અતિહિ અચેત કછુ ચેતત નાંહિ, પકરી ટેક હારિલ લકરીરી,૨ આનંદધન હીરો જન છાંડી, નર મોહ્યો માયા કકરીરી.-જિય જાને ૧. હિંસક પશુ. ૨. રિલ પંખી લાકડી પકડી લીધા પછી છોડતું નથી તેમ. Page #163 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન - પદ - સંચય ૧૪૪ (રાગ બનજારા, તાલ ત્રિતાલ) દો દિનકા જગમેં મેલા, સબ ચલા ચલીકા ખેલા | ટેક | કોઈ ચલા ગયા કોઈ જાવે, કોઈ ગઠડી બાંધ સિધાવેજી, કોઈ ખડા તૈયાર અકેલા. | |/૧ કર પાપ કપટ છલ માયા, ધન લાખ કરોડ કમાયાજી, સંગ ચલે ન એક અકેલા. સુત નાર માત પિતુ ભાઈ, કોઈ અંત સહાયક નાહીંજી, ક્યોં ભરે પાપકા ઠેલા. Hall યહ નશ્વર સબ સંસારા, કર ભજન ઇશકા પ્યારાજી, બ્રહ્માનંદ કહે સુન ચેલા. II૪ (ગઝલ) ખલક સબ રેનકા સપના, સમજ મન કોઈ નહીં અપના, કઠણ હૈ લાભકી ધારા, બહત સબ જાત સંસારા-ખલક, ઘડા જો નીરકા ફૂટા, પત્તા જો ડારસે સૂટા, ઐસી નર જાન જિંદગાની, સમજ મન ચેત અભિમાની.-ખલક ભૂલો મત દેખ તન ગોરા, જગતમેં જીવના થોરા, તજો મદ લોભ ચતુરાઈ, રહો નિઃશંક જગમાંહીં.-ખલક કુટુંબ પરિવાર સુત દારા, ઉસી દિન હો ગયા ન્યારા, નિકલ જબ પ્રાન જાયેગા, કોઈ નહીં કામ આવેગા.ખલક સદા મત જાના યહ દેહા, લગાવો રામસે નેહા, કગી જમકી તબ ફાંસી, કહે કબીર અવિનાશી.-બલક Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ભક્તિમાર્ગની આરાધના (૪) (રાગ કાફી, ત્રિતાલ) રે મન ! મૂરખ જનમ ગવાયો. ટેક કરિ અભિમાન વિષયરસ રાચ્યો, શ્યામ સરન નહિ આયો.-રે મન ! યહ સંસાર ફૂલ સેમરકો, સુન્દર દેખિ ભુલાયો, ચાખન લાગ્યો રૂઈ ગઈ ઊડી, હાથ કછુ નહિં આયો- રે મન ! કહા ભયો અબકે મન સોચે, પહિલે નાહિં કમાયો, - કહત સૂર’ ભગવત ભજન બિનુ સિર ધુનિધુનિ પછિતાયો રે મન ! (ભજન-તાલ કવાલી) અબ તો છોડ જગતકી લાલસા રે સુમરો સર્જનહાર.- ટેક બાલાપન ખેલનમેં ખોયો, જોબન મોહ્યો નાર, બૂઢાપન તન જર્જર હોવે, તન તૃષ્ણા વિસ્તાર. - અબ તો પલપલ છિનછિન ઉમરા જાવે, જૈસે અંજલિધાર, ગયા વખત ફિર હાથ ન આવે, કીજે જતન હજાર. - અબ તો. માતપિતા નારી સુત બાંધવ, સ્વારથકા વ્યવહાર, અંતકાલ કોઈ સંગ ન જાવે, મનમેં દેખ વિચાર - અબ તો. સ્વપ્ન સમાન જગતકી રચના, જૂઠા સબ સંસાર, બ્રહ્માનંદ ભજન કર હરિકા, પાવે મોક્ષ દુવાર. - અબ તો જૂઠી ઝાકળની પિછોડી મનવાજી મારા શીદ રે જાણીને તમે ઓઢી? મનવાજી (૨) સોડ તાણીને મનવા સૂવા જ્યાં જાશો ત્યાં તો શ્વાસને સેજારે જાશે ઊંડી..મનવાજી Page #165 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન - પદ - સંચય ૧૪૬ બળતા બપોર કેશ, અરાંપરા ઝાંઝવાંમાં તરસ્યા હાંફે રે દોડી દોડી મનના મરગલાને પાછા રે વાળો વીરા સાચા સરવરિયે ધોને જોડી....મનવાજી સાચા દેખાય તે તો કાચા મનવાજી મારા જૂઠાં રે જાગર્તિનાં મોતી શમણાને ક્યારે મારે સાચાં મોતી મોગરાજી ચૂની ચૂની લેજો. એને ગોતી...મનવાજી એવું રે ઓઢો મનવા એવું રે પોઢો મનવા સ્થિર રે દીવાની જેમ જ્યોતિ, ઉઘાડી આંખે વીરા એવા જી ઊંઘવા કે, કોઈ ના શકે રે સુરતા તોડી....મનવાજી [૨] પ્રભુભક્તિનાં પદો (૧) (રાગ મિશ્ર પીલુ-તાલ દીપચંદી) ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું, રહે ચરણ કમળમાં ધ્યાન પ્રભુ એવું માગું . તારું મુખડું પ્રભુજી હું જોયા કરું, રાત દહાડો ભજન તારાં બોલ્યા કરું, રહે અંત સમય તારું ધ્યાન પ્રભુ એવું માગું છું. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ભક્તિમાર્ગની આરાધના મારી આશા નિરાશા કરજે નહિ, મારા અવગુણ હૈયામાં ધરજે નહિ, શ્વાસે શ્વાસે રહે તારું નામ પ્રભુ એવું માગું છું. મારાં પાપ ને તાપ શમાવી દેજે, તારા ભક્તોને શરણમાં રાખી લેજે, આવી દેજે દરશન દાન પ્રભુ એવું માગું . (૮) (ગઝલ) તુમ્હારે દર્શન બિન સ્વામી, મુઝે નહિ ચેન પડતી હૈ, છબી વૈરાગ તેરી સામને, આંખોકે ફિરતી હૈ. (ટેક) નિરાભૂષણ વિગત દૂષણ, પરમ આસન મધુર ભાષણ; નજર નૈનોં કી નાસા કી, અની પર સે ગુજરતી છે. ૧ નહીં કર્મો કા ડર હમકો, કિ જબ લગ ધ્યાન ચરણન મેં તેરે દર્શન સે સુનતે હૈં, કરમ રેખા બદલતી હૈ, ૨ મિલે ગર સ્વર્ગ કી સમ્પત્તિ, અચશ્મા કીનસા ઇસ મેં; તુઓં જો નયન ભર દેખે, ગતી દુરગતિ કી ટરતી હૈ. ૩ હજારો મૂર્તિમાં હમને બહુતસી, જગત મેં દેખી; શાંત મૂરત તુમ્હારીસી, નહીં નજરોં મેં ચઢતી હૈ. ૪ જગત સિરતાજ હો જિનરાજ, ‘સેવક' કો દરશ દીજે; તુમ્હારા ક્યા બિગડતા હૈ, મેરી બિગડી સુધરતી છે. ૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન – પદ – સંચય ૧૪૮ (૯) (રાગ મિશ્ર ઝિઝોટી-તાલ કરવા) પરમ કૃપાળુ દીન દયાળુ જીવનના આધાર પ્રભુજી, સચરાચર જગદીશ્વર ઈશ્વર, ઘટઘટમાં વસનાર. પ્રભુજી. ૧ ઊર્મિઓ શુભ જાગે મારી, ભ્રમણાઓ સહુ ભાંગે મારી; માયાનું આ ઝેર ઉતારો, અમૃતના સિંચનાર. પ્રભુજી. અંધારું અંતર ઓરડીએ, પલ પલમાંહી પાપે પડીએ, ભકિતની જ્યોતિ પ્રગટાવો, પ્રકાશના કરનાર. પ્રભુજી. ૩ જોગીશ્વર ના જાણે ભેદો, ગુણલા ગાતાં થાકે વેદો, પામર ક્યાંથી જાણે પુનિત, ગુણગણના ભંડાર. પ્રભુજી. ૪ (૧૦) (રાગ યમનકલ્યાણતાલ કેરવા) સહજાન્મસ્વરૂપ, ટાળો ભવકૂપ, અખિલ અનુપમ બહુનામી, પ્રભુ નિષ્કામી અંતરજામી, અવિચળધામી હે સ્વામી ! જય જય જિનેન્દ્ર, અખિલ અજેન્દ્ર, જય જિનચન્દ્ર હે દેવા; હું શરણ તમારે, આવ્યો દ્વારે, ચઢજો હારે કરું સેવા, સુખશાંતિદાતા, પ્રભુ પ્રખ્યાતા, દિલના દાતા હે સ્વામી. સહજા...૧ જય મંગલકારી, બહુ ઉપકારી, આશ તમારી દિલ ધરીએ, અભયપદ ચહું છું કરગરી કહું છું, શરણે રહું છું સ્તુતિ કરીએ, આ લક્ષચોરાસી, ખાણ જ ખાસી, જઉં છું ત્રાસી હે સ્વામી. સહજા૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ભક્તિમાર્ગની આરાધના નવ જોશો કદાપિ, દોષો તથાપિ, કુમતિ કાપી હે ભ્રાતા, મુક્તિપદ દાતા, પ્રમુખ મનાતા, સન્મતિ દાતા છે ત્રાતા, કૃતિઓ નવ જોશો, અતિશય દોષો સઘળા ખોશો હે સ્વામી. સહજ ૩ હું પામર પ્રાણીનું દુઃખ જાણી, અંતર આણીને તારો, ઘર ધંધાધાણી, શિર લઈ તાણી, ભટક્યો ખાણી ભવ ખારો. મને રસ્તે ચડાવો, કદી ન ડગાવો, ચિત્ત રખાવો દુઃખ વામી સહજા૪ ઉત્તમ ગતિ આપો, સધર્મ સ્થાપો, કિલ્વેિષ કાપો હાથ ગ્રહી, પ્રકાશ પ્રતાપો, અખિલ અમાપો, ભવદુઃખ કાપો નાથ સહી; અવનીમાં તમારો, સૌથી સારો, જે શુભ ધારો સુખધામી સહજા૦૫ (૧૧) (રાગ તિલક કામોદ, તીન તાલ) પાયોજી મૈને રામ રતન ધન પાયો. વસ્તુ અમોલિક દી મેરે સતગુરુ, કિરપા કર અપનાયો. પાયોજી. જનમ જનમકી પૂંજી પાઈ, જગમેં સભી ખોવાયો. પાયોજી ખરચેન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો. પાયોજી. સતકી નાવ, ખેવટિયા સતગુરુ, ભવસાગર તર આયો. પાયોજી મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, હરખ હરખ જસ ગાયો. પાયોજીત Page #169 -------------------------------------------------------------------------- ________________ ભજન · ધૂન – પદ – સંચય (૧૨) (રાગ ધનાશ્રી) તારાં દર્શન માત્રથી દેવ, ભ્રમણા ભાગી રે મેં તો લોક લાજની કુટેવ, સરવે ત્યાગી રે. (૧) સહજાત્મનું નીરખી સ્વરૂપ, ઠરે છે નેણાં રે રૂડાં લાગે છે રસપ, વહાલાં તારાં વેણાં રે (૨) મેં તો પ્રીતિ કરી પ્રભુ સાથ, બીજેથી તોડી રે હવે શ્રી સદ્ગુરુ સંગાથ, બની છે જોડી રે (૩) મેં તો પરિહર્યા પટ આઠ, નથી કાંઈ છાનો રે (૫) મેં તો મેલ્યો સર્વ ઉંચાટ, માનો કે ન માનો રે (૪) મેં તો હૃદય રડાવી લોક, રાખ્યા હતા રાજી રે હવે એમ ન બનશે ફોક, બદલી ગઈ બાજી રે તોડો દાસની આશનો પાશ, પૂરો આશા રે મને તો તમારા સુખરાશ, છે દઢ વિશ્વાસા ૨ે (૬) જોઈ હૃદયનેત્ર વનક્ષેત્ર, પધારો પ્રીતે રે તારા રત્નત્રયની સાથ, રહો રસ રીતે ૨ (૭) (૧૩) (રાગ સારંગ) હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. ટેક વિસર ગઈ દુવિધા તન મનકી, અચિરા સુત ગુણ ગાનમેં. ૧ હર હર બ્રહ્મ પુરંદરકી રિદ્ધ, આવત નહિ કોઈ માનમેં ૧૫૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ભક્તિમાર્ગની આરાધના ચિદાનંદકી મોજ મચી છે, સમતા રસકે પાનમેં.....હમ. ઇતને દિન તું નાહિ પિછાન્યો, મેરો જનમ ગમાયો અજાનમેં અબ તો અધિકારી હો બૈઠે, પ્રભુ ગુણ અખય ખજાનમેં હમ, ગઈ દીનતા સબ હિ હમારી, પ્રભુ ! તુજ સમકિત દાનમેં પ્રભુ ગુણ અનુભવ રસ આગે, આવત નહિ કોઈ માનમેં...હમ. જિનહિ પાયા હિનહિ છિપાયા, ન કહે કોઈ કે કાનમેં તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઈ સાનમેં....હમ પ્રભુ ગુણ અનુભવ ચંદ્રહાસ જ્ય, સો તો ન રહે મ્યાનમે વાચક યશ કહે મોહ મહા અરિ, જિસ લિયો હૈ મેદાનમેં હમ, (૧૪) અરિહંત નમો ભગવતે નમો, પરમેશ્વર શ્રી જિનરાજ નમો, પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સીધ્યાં સઘળાં કાજ નમો. અ. ૧ પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમો, અજરઅમર અદ્ભુત અતિશય નિધિ, પ્રવચનજલધિ મંયક નમો. અર તિહુયણ ભવિયણ જન મન વંછિય, પૂરણ દેવરસાલર નમો, લળી લળી પાય નમું હું ભાવે, કર જોડીને ત્રિકાળ નમો. અ. ૩ સિદ્ધ બુદ્ધ તું જગજન સજ્જન, નયનાનંદન દેવ નમો, સકલ સુરાસુર નરવર નાયક, સારે અહોનિશ સેવ નમો. અ. ૪ તું તીર્થકર સુખકર સાહિબ, તું નિષ્કારણ બંધુ નમો, શરણાગત ભવિને હિતવત્સલ, તું હિ કૃપારસ સિંધુ નમો. અ. ૫ કેવળજ્ઞાનાદર્ભે દર્શિત, લોકાલોક સ્વભાવ નમો, ૧. ચંદ્ર. ૨. દેવત, કલ્પતરુ. Page #171 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન - પદ - સંચય ૧૫૨ નાશિત સકલ કલંક કલુષણ, દુરિત ઉપદ્રવ ભાવ નમો. અ. ૬ જગચિંતામણિ જગગુરુ, જગહિતકારક જગજનનાથ નમો, ઘોર અપાર મહોદધિ તારણ, તું શિવપુરનો સાથ નમો. અ. ૭ અશરણ શરણ નીરાગ નિરંજન, નિરુપાધિક જગદીશ નમો, બોધ દિયો અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમળ સૂરીશ નમો. અ. ૮ (૨૧). (હરિગીત) તુમ તરણ તારણ, ભવનિવારણ, ભકિમન આનંદનો, શ્રી નાભિનંદન, જગતવંદન, આદિનાથ નિરંજનો-હો પ્રભુ આદિ. તુમ આદિનાથ અનાદિ સેવે, સેય પદ પૂજા કરું, કૈલાસગિરિ પર ઋષભ જિનવર, પદકમલ હિરદે ધરું-હો પ્રભુ પદકમલ. તુમ અજિતનાથ અજીત જીતે, અષ્ટકર્મ મહાબલી, ઈહ વિરદ સુનકર સરન આયો, કૃપા કીજ્યો નાથજી.હો પ્રભુ કૃપા. તુમ ચંદ્રવદન સુચંદ લંછન, ચંદ્રપુરી પરમેશ્વરી, મહાસેન નંદન જગતવંદન, ચંદ્રનાથ જિનેશ્વરો-હો પ્રભુ ચંદ્રનાથ. તુમ શાંતિ પાંચ કલ્યાણ પૂજો, શુદ્ધ મન વચ કાય જૂ, દુર્મિક્ષ ચોરી પાપનાશન, વિઘન જાય પલાય જૂ-હો પ્રભુ વિઘન. તુમ બાલબ્રહ્મ વિવેકસાગર, ભવ્યકમલ વિકાસનો, શ્રીનેમિનાથ પવિત્ર દિનકર, પાપતિમિર વિનાશનો-હો પ્રભુ પાપ. જિન તજી રાજુલ રાજકન્યા, કામસેના વશ કરી, ચારિત્રરથ ચઢી હોય દૂલહા, જાય શિવરમણી વરી. હો પ્રભુ જાય. કંદર્પ દર્પ સુસર્પ લચ્છન, કમઠ શઠ નિર્મદ કિયો, અશ્વસેનનંદન જગતવંદન, સકલસંઘ મંગલ કિયો.-હો પ્રભુ સકલ. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ જિન ધરી બાલકપણે દીક્ષા, કમઠમાન વિદારકૈ, શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્ર કે પદ, મૈં નમો શિરધાર હૈ. -હો પ્રભુ મૈં નમો. તુમ કર્મઘાતા મોક્ષદાતા, દીન જાનિ દયા કરો, સિદ્ધાર્થનંદન જગતનંદન, મહાવીર જિનેશ્વરો.-હો પ્રભુ મહાવીર. છત્ર તીન સોહૈં, સુરનર મોહૈં, વીનતી અવધારિયે, કર જોડિ સેવક વીનવૈ, પ્રભુ આવાગમન નિવારિયે-હો પ્રભુ આવાગમન. અબ હોઉ ભવભવ સ્વામી મેરે, મૈં સદા સેવક રહો, કર જોડ યો વરદાન માગું, મોક્ષફલ જાવત લહો-હો પ્રભુ મોક્ષફલ. જો એકમાંહી એક રાજત, એકમાંહિ અનેકનો, ઇક અનેકકી નહીં સંખ્યા, નયૂં સિદ્ધ નિરંજનો. હો પ્રભુ નયૂં. (૧૬) (ભુજંગપ્રયાત છંદ) નરેંદ્ર ફણીદ્ર સુરેન્દ્ર અધીસં. શતેંદ્ર સુ પૂછૈ ભ” નાય શીશું, મુનીંદ્ર ગણંદ્ર નમો જોડિ હાથ નમો દેવદેવં સદા પાર્શ્વનાથં. ગજેંદ્ર મૃગેંદ્ર ગહ્યો તૂ છુડાવૈ મહા આગતે નાગએઁ તૂ બચાવે, મહાવીરð યુદ્ધમેં તૂ જિતાવૈ ભક્તિમાર્ગની આરાધના મહારોગમૈં બંધમૈં તૂ છુડાવૈ. દુઃખી દુઃખહર્તા સુખી સુખકર્તા સદા સેવકોકો મહાનંદ ભર્તા હરે યક્ષ રાક્ષસ ભૂત પિશાચં ૧ વિષે ડાકિની વિઘ્નકે ભય અવાચં. ૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન - પદ – સંચય ૧૫૪ દરિદ્રીનકો દ્રવ્ય કે દાન દીને અપુત્રીનક તેં ભલે પુત્ર કીને મહા સંકટોસે નિકારે વિધાતા સબ સંપદા સર્વકો દેહિ દાતા. ૪ મહાચોરકો વજકો ભય નિવારે મહાપીનકે પુંજલૈં તુ ઉબારે મહાક્રોધકી અગ્નિકો મેઘ-ધારા મહાલોભ શૈલેશકો વજ ભારા. ૫ મહામોહ અંધેરકો જ્ઞાન-ભાનું મહાકર્મ કાંતારકો દોં પ્રધાન ક્રિયે નાગ નાગિન અપોલોક સ્વામી હર્યો માન તૂ દૈત્યકો હો અકામ. ૬ તુહી કલ્પવૃક્ષ તુહી કામધેન, તુહી દિવ્ય ચિંતામણિ નાગ એન. પશુ નકકે દુઃખમૈં તૂ છુડાવૈ મહાસ્વર્ગમેં મુક્તિમૈં તૂ બસાવે. ૭ કરે લોહકો હમ પાષાણ નામી રટે નામ સો ક્યો ન હો મોક્ષગામી કરે સેવ તાકી કરે દેવ સેવા સુનૈ બૈન સોહી લહૈ જ્ઞાન મેવા. ૮ જપે જાપ તાક નહીં પાપ લાગે ધરે ધ્યાન તાકે સબે દોષ ભાગે બિના તોહિ જાને ધરે ભવ ઘરે તુમ્હારી પાર્તેિ સર્વે કાજ મેરે. ૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ભક્તિમાર્ગની આરાધના (દોહરા) ગણધર ઈન્દ્ર ન કર સકૅ, તુમ વિનતી ભગવાન ધાનત’ પ્રીતિ નિહારમેં, કીજે આપ સમાન. ૧૦ (૧૭) (રાગ ધનાશ્રીનાલ કેરવા) સેવો ભવિયાં વિમલ જિનેસર, દુલ્લા સજ્જન સંગાજી, એવા પ્રભુનું દરિશન લેવું, તે આલસમાં ગંગા જી. સેવો૧ અવસર પામી આલસ કરશે, તે મૂરખમાં પહેલો જી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલો જી. સે. ૨ ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડે જી; વિકટ ગ્રંથિ જે પોળ પોળિયો, કર્મ વિવર ઉઘાડે જી. સે૩ તત્ત્વપ્રીતિકર પાણી પાયે, વિમલાલોકે આંજી જી; લોયણ ગુરુ પરમાત્ર દિએ તવ, ભ્રમ નાંખે સવિ ભાંજી જી. સે. ૪ ભ્રમ ભાગ્યો તવ પ્રભુશું પ્રેમ, વાત કરું મન ખોલી જી; સરલ તણે જે હઈડે આવે, તે જણાવે બોલીજી. સે. ૫ શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાચક યશ કહે સાચું જી; કોડિ કપટ જો કોઈ દિખાવે, તોહિ પ્રભુ વિણ નવિ રાચું જી. સે. ૬ (રાગ આશા – તાલ દીપચંદી) સુણો શાંતિ નિણંદ સોભાગી, હું તો થયો છું તુજ ગુણરાગી, તમે નિરાગી ભગવંત, જોતાં કેમ મલશે તંત સુણો ૧ હું તો ક્રોધ કષાયનો ભરિયો, તું તો ઉપશમ રસનો દરિયો, હું તો અજ્ઞાને આવરિયો, તું તો કેવલ કમલા વરિયો. સુણો, ૨ હું તો વિષયરસનો આશી, તે તો વિષયા કીધી નિરાશી, Page #175 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન - પદ - સંચય ૧૫૬ હું તો કર્મને ભારે ભાર્યો, તે તો પ્રભુ ભાર ઉતાર્યો. સુણો. ૩ હું તો મોહ તણે વશ પડિયો, તું તો સઘલા મોહને નડિયો, હું તો ભવ સમુદ્રમાં ખૂતો, તું તો શિવ મંદિર પહોતો. સુણો૪ મારે જન્મ મરણનો જોરો, તે તો તોડયો તેહનો દોરો, મારો પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. સુણો ૫ મુને માયાએ મૂક્યો પાશી, તું તો નિરબંધન અવિનાશી, હું તો સમક્તિથી અધૂરો, તું તો સકલ પદારથે પૂરો. સુણો, ૬ મારે છો તું હિ પ્રભુ એક, તારે મુજ સરીખા અનેક, હું તો મનથી ન મૂકું માન, તું માનરહિત ભગવાન. સુણો. ૭ મારું કીધું તે શું થાય, તું તો રંકને કરે રાય, એક કરો મુજ મહેરબાની, મારો મુજરો લેજો માની. સુણો૮ એક વાર જો નજરે નીરખો, તો કરો મુજને તુમ સરીખો, જો સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારા ગાશે. સુણો૯ ભવોભવ તુજ ચરણની સેવા, હું તો મારું દેવાધિદેવા, સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી સુણો૧૦ ' (૧૯) (રાગઃ મિશ્ર ખમાજનાલ રૂપક) શીશીતલજિન ભેટિયે, કરી ભક્ત ચોખ્ખું ચિત્ત હો, તેહથી છાનું કહો કિછ્યું, જેને સોંપ્યા તન મન વિત્ત હો-શ્રી. ૧ દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૂપ હો, તે બહુ ખજવાર તગતગે, તું દિનકર તેજસ્વપરૂપ હો....શ્રી. ૨ મોટો જાણી આદર્યો, દારિદ્ર ભાંજો જગતાત હો, ૧. સાગર. ૨. આગિયા. ૩. સૂર્ય. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ભક્તિમાર્ગની આરાધના તું કરુણાવંત શિરોમણિ, હું કરુણાપાત્ર વિખ્યાત હો...શ્રી. ૩ અંતરજામી સવિ લહો, અમ મનની જે છે વાત હો, મા આગળ મોસાળના, શા વરણવવા અવદાત હો...શ્રી. ૪ જાણો તો તાણ્યો કિછ્યું? સેવા ફળ દીજે દેવ હો, વાચક યશ કહે ઢીલની એ ન ગમે મુજ મન ટેવ હો.શ્રી૫ સત્સંગ-સદ્ગુરુ-માહાભ્યનાં પદો (૨૦) (રાગ–જંગલા તાલ-૩) આજ સખી સતગુરુ ઘર આયે મેરે મન આનંદ ભયો રી . ટેક દર્શનસે સબ પાપ વિનાશે દુઃખ દરિદ્ર સબ દૂર ગયો રી. આજ૦ | ૧ અમૃત બચન સુનત તમ નાગ્યો ઘટ ભીતર પ્રભુ પાપ લયો રી. આજ | ૨ જન્મ જન્મ કે સંશય ટૂટે ભવભય તાપ મિટાય દિયો રી. આજ૦ | ૩ | બ્રહ્માનંદ દાસ દાસનકો ચરણ કમલ લિપટાય રહ્યો રી. આજ૦ | ૪ | Page #177 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન - પદ - સંચય ૧૫૮ (૨૧) (રાગ–ભરથરી-દોહા) તે ગુરુ મેરે મન બસો, જે ભવજલધિ જિહાજ, આપ તિરહિં પર તારહી ઐસે શ્રી ઋષિરાજ. તે ગુરુ૧ મોહમહરિપુ જાનિકેં, છાંડ્યો સબ ઘરબાર, હોય દિગમ્બર વન બસે, આતમ શુદ્ધ વિચાર. તે ગુરુ ર રોગ ઉરગ-વિલ વપુ ગિણ્યો, ભોગ ભુજંગ સમાન, કદલીતરુ સંસાર હૈ, ત્યાગ્યો સબ યહ જાન. તે ગુરુ ૩ રત્નત્રયનિધિ ઉર ધરેં, અરુ નિગ્રંથ ત્રિકાલ, મા કામખવીસકો, સ્વામી પરમદયાલ. તે ગુરુ ૪ પંચમહાવ્રત આદરે, પાંચો સમિતિ સમેત, તીન ગુપતિ પાર્લે સદા, અજર અમર પદોત. તે ગુરુ. ૫ ધર્મ ધરૈ દશલાન, ભાર્થે ભાવન સાર, સર્વે પરીષહ બીસર્ટ, ચારિત-રતનભંડાર. તે ગુરુ ૬ જેઠ તપે રવિ આકરો, સૂખે સરવર નીર, શિલ-શિખર મુનિ તપ તપે, દાઝે નગન શરીર. તે ગુરુ ૭ પાવસ રેન ડરાવની, બરસે જલધર ધાર, તરુતલ નિવર્સે તબ યતી, બાજે ઝઝા વ્યાર. તે ગુરુ. ૮ શીત પડે કપિ મ ગલે, દાહ સબ વનરાય, તાલ તરંગનિકે તટે, ઠાડે ધ્યાન લગાય. તે ગુરુ ૯ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ભક્તિમાર્ગની આરાધના ઈહિ વિધિ દુદ્ધતપ તપૈ, તીનો કાલ મંઝાર, લાગે સહજ સ્વરૂપમેં, તનસો મમત નિવાર. તે ગુરુ. ૧૦ પૂરવ ભોગ ન ચિત, આગમ બાંઈ નહિ, ચડુંગતિકે દુબસો રે, સુરતિ લગી શિવમાંહિ. તે ગુરુ. ૧૧ રંગમહલમેં પઢતે કોમલ સેજ બિછાય, તે પચ્છિમ નિશિ ભૂમિમેં, સોર્વે સંવરિ કાય. તે ગુરુ. ૧૨ ગજ ચઢિ ચલતે ગરવસ, સેના સજિ ચતુરંગ, નિરખિ નિરખિ પગ ધરેં, પાર્લે કરુણા અંગ. તે ગુરુ. ૧૩ વે ગુરુ ચરણ જહાં ધરેં, જગમેં તીરથ તેહ, સો રજ મમ મસ્તક ચઢો, “ભૂધર’ માંગે એહ. તે ગુરુ૦ ૧૪ (૨૨) (રાગમિશ્ર ઝિંઝોટી તાલ કેરવા) પરકમ્મા કરીને લાગું પાય રે, સદ્ગુરુજી મારા. તમો મલ્યાથી મહા સુખ થાય રે, વિશ્વભરવાલા. ૧ ભટકી ભટકીને આવ્યો શરણે રે, સદ્ગુરુજી મારા. રાખો તમારે ચરણે રે, વિશ્વભર વા'લા રે દીનબંધુ દિન પ્રતિપાલ રે, સદ્ગુરુજી મારા. હું છું અજ્ઞાની નાનું બાળ રે, વિશ્વભર વાલા. ૩ નજરો કરો તો લીલા નીરખું રે, સદ્ગુરુજી મારા. હૃદય કમળમાં ઘણું હરખું રે, વિશ્વભર વા'લા. ૪ માયાના બંધથી છોડાવો રે, સદ્ગુરુજી મારા. ભકિતના ભેદ બતાવો રે, વિશ્વભર વા'લા. ૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન ~ પદ – સંચય ત્રિવિધ તાપ શમાવો રે, સદ્ગુરુજી મારા. ભવસાગર પાર ઉતારો રે, વિશ્વભર વા'લા. દ તૃષ્ણાના પૂરમાં તણાયો રે, સદ્ગુરુજી મારા. બૂડતાં બાંય મારી ગ્રહો રે, વિશ્વભર વા'લા. ૭ ' કામી ક્રોધી ને લોભી જાણી રે, સદ્ગુરુજી મારા. દાસ સર્વેને લેજો તારી રે, વિશ્વભર વા'લા. ૮ (૨૩) (રાગ : માઢ-તાલ દાદરા) જ્ઞાની એનું નામ જેનો મોહ ગયો છે તમામ કંચનને તો કાદવ જાણે, રાજ વૈભવ અસાર, સ્નેહ મરણ સમાન છે જેને, મોટાઈ લીંપણગાર. ભાઈ શાની ચમત્કાર છે ઝેર સરીખા, રિદ્ધિ અશાતા સમાન, જગમાંહિ પૂજ્યતા પામવી, જાણે અનર્થની ખાણ. ભાઈ જ્ઞાની એનું નામ... II ટેક ॥ ભોગવિલાસ છે જાળ સમાન, અરુ કાયાને જાણે રાખ, ઘરવાસ જેને ભાલા જેવો, કુટુંબ કાર્ય છે જાળ. લોકોમાંહી લાજ વધારવી, જેને મુખની લાળ, કીર્તિ ઇચ્છા મેલ જેવી, પુણ્ય છે વિષ્ટા સમાન. 2 ૧૬૦ ભાઈ જ્ઞાની દેહ છતાં જેની દશા છે, વર્તે દેહાતીત, બનારસી એવા શાની ચરણે, કરે વંદન અગણિત ભાઈ શાની ભાઈ જ્ઞાની ભાઈ શાની Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ભક્તિમાર્ગની આરાધના (૨૪) (ગઝલ તાલ-ધમાલ) બિના સતસંગ કે મેરે, નહીં દિલકો કરારી છે ! ટેક જગતકે બીચમેં આયા, મનુજકી દેહકો પાકર, ફસાયા જાલ માયાકે, યાદ પ્રભુકી બિસારી હૈ. / ૧ / બિન સકલ સંસારકે અંદર, નહીં હિતકર છે કોઈ, નજર ફેલાય કર દેખા, સભી મતલબકે યારી હૈ. ૨. બિના કિયે જપ નેમ તપ પૂજન, ફિરા તીરથકે ધામોમેં, ન જાના રૂપ ઈશ્વરકા, ઉમર સારી ગુજારી હૈ. // ૩ / બિના ફટે અજ્ઞાનના પરદા, કટૈ સબ કમકે બંધન, વો બ્રહ્માનંદ સંતનકા, સમાગમ મોક્ષકારી હૈ. / ૪ બિના (રાગ : ભૈરવી-તીનતાલ) સંત પરમ હિતકારી, જગત માંહી / ધ્રુવ | પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી / ૧ / પરમ કૃપાલુ સકલ જીવન પર, હરિ સમ સબ દુઃખહારી / ૨ / ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી, રીત જગતસે ન્યારી / ૩ / બ્રહ્માનંદ સંતનકી સોબત, મિલત હૈ પ્રગટ મુરારી ૪ (ર૬) (રાગ હમીર-તીન તાલ) ગુરુ બિન કૌન બતાવે બાટ - બડા વિકટ યમ ઘાટ / ધ્રુવ છે ભ્રાંતિકી પહાડી નદિયા બિચમાં Page #181 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન – પદ – સંચય અહંકાર કી લાટ |॥ ૧ ॥ કામ ક્રોધ દો પર્વત ઠાડે લોભ ચોર સંઘાત ॥ ૨ ॥ મદ મત્સરકા મેહ બરસત હૈ માયા પવન વહે દાટ ॥ ૩ ॥ કહત કબીર સુનો ભાઈ સાધો ક્યોં તરના યહ ઘાટ || ૪ || (૨૭) (રાગ મિશ્ર ભૂપાલી - તાલ કેરવા) શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેનાં બદલે નહિ વ્રતમાન રે, ચિત્તની વરતી જેની સદાય નિરમળી જેને મા'રાજ થયા મે'રબાન રે...શીલવંત ભાઈ રે ! શત્રુ ને મિત્ર રે એકે નહિ ઉરમાં જેને પરમારથમાં પ્રીત રે, મન ક્રમ વાણીએ વચનુંમાં ચાલે ને રૂડી પાળે એવી રીત રે....શીલવંત ભાઈ રે ! આઠે પો'ર મનમસ્ત થઈ રે’વે જેને જાગી ગયો તુરીયાનો તાર રે, નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને સદાય ભજનનો આહાર રે....શીલવંત ભાઈ રે ! સંગચું તમે જ્યારે એવાની કરશો ને ત્યારે ઊતરશો ભવપાર રે.... ગંગાસતી એ બોલિયાં ને જેને વચનુંની સાથે વે'વાર રે....શીલવંત ૧૬૨ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ભક્તિમાર્ગની આરાધના (૨૮) (રાગ મિશ્ર માઢ-તાલ હીંચ—કેરવા) શાંતિ પમાડે તેને સંત કહીએ તેના દાસના દાસ થઈ રહીએ તેના ભક્તને આધીન થઈ રહીએ....શાંતિ વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ન જાણ્યું ત્યારે પંડ્યાનો માર શીદ ખાઈએ.... શાંતિ લીધો વોળાવો ને ચોર જ્યારે લૂંટે ત્યારે તેની સંગાતે શીદ જઈએ.... શાંતિ કલ્પવૃક્ષ સેવ્યું ને દારિદ્ર ઊભું ત્યારે તેની છાયાએ શીદ જઈએ.... શાંતિ રાજાની ચાકરીને ભૂખ નહિ ભાંગી ત્યારે તેના ભાર શીદને વહીએ.... શાંતિ કર્યા ગુરુ ને ભૂલ નવી ભાગી ત્યારે તેના ચેલા શીદ થઈએ..... શાંતિ ગોળી ખાધી ને રોગ જ્યારે ઊભો ત્યારે તેની ગોળી શીદ ખાઈએ.... શાંતિ નામ અનામ મારા ગુરુએ બતાવ્યું શાંતિ તે તો રાખ્યું છે મારે હૈયે..... સર્વના માંહી છે ને સર્વથી ન્યારા બાપુ એવા ભક્તને નિત્ય ચાહીએ.... શાંતિ Page #183 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન - પદ - સંચય ૧૬૪ (૨૯) (રાગમિશ્ર માઢ તાલ કરવા) સંગત સંતનકી કર લે, જનમકા સાર્થક કછુ કર લે. ઉત્તમ દેહી નર પાયા પ્રાણી, ઇસકા હિત કછુ કર લે, સદ્ગુરુ શરણ જાકે બાબા, જનમ મરણ દૂર કર લે. સંગત કહાંસે આવે કહાંકુ જાવે, યે કુછ માલૂમ કર લે, દો દિનકી જિંદગાની યારો, હોશિયાર હોકર ચલ લે. સંગત કૌન કિસીકે જોરુ લડકે, કૌન કિસીકે સાલે, જબલગ પલ્લોં મેં પૈસા ભાઈ, તબલગ મીઠા બોલે. સંગતo કહત કબીરા સૂનો ભાઈ સાધો, બાર બાર નહીં આના, અપના હિત કછુ કર લે ભૈયા, આખિર અકેલા જાના. સંગત. (૩૦) (રાગ ભૈરવ : ઢબ - જે કોઈ પ્રેમઅંશ અવતરે) મનુષ્યનો જન્મ ફરી નહિ મળે, કદી તનનાવા બેઠી તળે. ટેક ખરેખરી તું ખોજ કરી લે, અંતરમાં અટકળે-પ્રાણિયા અંતરકેસર ને કસ્તૂરી કેવડો, તેલ વિષે શું તળે?... મનુષ્યનો ૧ કલ્પતરુને કોરે મૂકી, બાથ ભીડી બાવળ-મૂર્ખ તે બાથઠંડકનાં તજી દઈ ઠેકાણાં, કાં બળતામાં બળે . મનુષ્યનો ર ભજ અને તજ અવર કામ તો, તાપ ત્રિવિધ ટળે સર્વ તુજ તાપપવિત્ર થાવા, પાપ તજવા, પ્રભુને ભજ પળે પળે. મનુષ્યનો Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ભક્તિમાર્ગની આરાધના કાં અવળઈ કરી અંતરમાં, આમતેમ આફળે-મફતનો આમતેમમૂર્ખ વિના સાચા મોતીકણ, કોણ ઘંટીએ દળે?... મનુષ્યનો. ૪ પરમેશ્વરનો પંથ તજી, કાં ભ્રષ્ટ પંથમાં ભળે? અરે કાં ભ્રષ્ટસંતશિષ્ય કહે નહિ સમજે તો, ખોટ જણાશે ખળે મનુષ્યનો. ૫ [૪]. મનુષ્યભવની દુર્લભતા દર્શાવનારાં પદો (૩૧) (રાગ સોરઠ) જિંદગી સુધાર બંદે યહી તેરો કામ છે. ટેક . માનુષકી દેહ પાઈ, હરિ સેન પ્રીત લાઈ વિષયોં કે જાલ માંહી, ફસિયા નિકામ હૈ. / ૧ / અંજલિકો નીર જૈસે, જાવત શરીર તૈસે ધરે અબ ધીર કેસે, બીતત તમામ હૈ. / ૨ / ભાઈ બંધુ મિત્ર નારી, કોઈ ન સહાયકારી કાલ યમ પાશધારી, સિરપે મુકામ હૈ. / ૩ // ગુરુકી શરણ જાવો, પ્રભુકા સ્વરૂપ ધાવો બ્રહ્માનંદ મોક્ષ પાવો, સબ સુખધામ હૈ. || ૪ || (૩૨) (રાગ દેશ) રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે - શાંત પળે અવલોકો નિજ ઘરમાં ઊડે જઈ રે... રાત્રે Page #185 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન - પદ - સંચય ૧૬૬ કરવાનાં શાં કાર્યો કીધાં, નહીં કરવાનાં ક્યા ત્યજી દીધાં લાભ ખોટમાં વધેલ બાજી છે કઈ રે રાત્રે જે જે આજે નિશ્ચય કરિયા, અમલ વિષે કેવા તે ધરિયા સુધરવાનું વિશેષ મારે ક્યાં જઈ રે.. રાત્રે લેવાનું શું શું મેં લીધું, ત્યજવાનું શું શું તજી દીધું કઈ બાજુથી મારી ભૂલ હજી રહી રે... રાત્રે કરું કરું કરતા નથી કંઈ કરતો ધ્યાન પ્રભુનું હજી નથી ધરતો વાતો કરતાં શુભ વેળા જાયે વહી રે.... રાત્રે જન્મ ધર્યો છે જેને માટે, મન હજુ કર્યું ને તેને માટે સંતશિષ્ય શો જવાબ આપીશ, ત્યાં જઈ રે... રાત્રે (૩૩) (રાગ : દેશ અથવા પૂર્વ-ત્રિતાલ) નહિ ઐસો જનમ વારંવાર / ધ્રુવ In ક્યા જાનું કછુ પુણ્ય પ્રગટે, માનુસા અવતાર... નહિ બઢત પલપલ ઘટત છિન છિન, ચલત ન લાગે બાર બિછરકે જો પાન ટૂટે, લાગે નહિ પુનિ ડાર... નહિ, ભવસાગર અતિ જોર કહિયે, વિષમ ઓખી ધાર સુરતના નર બાંધે બેડા, બેગિ ઉતરે પાર....નહિ સાધુ સંતા તે મહંતા, ચલત કરત પુકાર દાસી મીરાં લાલ ગિરિધર, જીવના દિન ચાર... નહિ, ૧. સખત ૨. નાવ. ૪. જલ્દી Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ભક્તિમાર્ગની આરાધના (૩૪) (રાગ : મિશ્ર ખમાજ-તાલ કરવા) મનુષ્ય દેહનું ટાણું રે, વાલીડા પાછું નહીં તો મળે. અને મનખો તારો નહીં આવે વારંવાર. મનુષ્યા. બળદ થઈને ચીલા રે, વાલીડા ઘણા કાપશો હો જી, અને ખાવા પડશે, પરૂણી કેરા રે માર, આરડિયાના ગોદા રે, વાલીડા તમને લાગશે હો જી.મનુષ્યા... ઊંટ જ થઈને રે વાલીડા, બોજો ઘણો લાદ હો જી અને ખાવાં પડશે, કંથેરી કેરાં રે પાન, જીભલડીમાં કાંટા રે વાલીડા, તમને લાગશે હો જી.મનુષ્યા ઝાડ થઈને રે વાલીડા, વનમાં ખૂરશો હો જી. અને ખાવા પડશે કુહાડી કેરા રે માર, ડાળે ને પાંખડીએ રે પંખીડા માળા ઘાલશે હો જી.મનુષ્યા ગુરુને પ્રતાપે રે જેઠીરામ બોલિયા હો જી, ને જેઠીરામ ઘટ રે ગંગાજી કેરો રે દાસ મનુષ્યા, (૩૫) (રાગ : મિશ્ર માઢ - તાલ કેરવા) આપ સ્વભાવમેં રે, અબધુ સદા મગન મેં રહના, જગત જીવ હૈં કર્માધીના, અચરિજ કછુઆ નલીના. આપ૦ તુમ નહીં કેરા, કોઈ નહીં તેરા, ક્યા કરે મેરા મેરા, તેરા હૈ સો તેરી પાસમે, અવર સર્બ અનેરા. આપ૦ Page #187 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન - પદ – સંચય ૧૬૮ વધુ વિનાશી, તું અવિનાશી, અબ હૈ ઉનકો વિલાસી, વધુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી.આપ૦ રાગ ને રીસા, દોય ખવીસ, યે તુમ દુઃખ કા દીસા, જબ તુમ ઉનકું દૂર કરીશા, તબ તુમ જગકા ઈશા. આપ૦ પરકી આશ સદા નિરાશા, યે હૈ જગ જન ફાસા, તે કાટકું કરો અભ્યાસા, હો સદા સુખ વાસા. આપ૦ કબહીક કાજી, કબહીક પાજી, કબીક હુઆ અપભ્રાજી, કબીક જગમેં કીર્તિ ગાજી, સબ પુગલકી બાજી. આપ શુદ્ધ ઉપયોગ ને સમતાધારી, જ્ઞાન ધ્યાન મનોહારી, કર્મ કલંકધૂ દૂર નિવારી, જીવ વરે શિવનારી. આપ૦ આત્મા અને આત્મજ્ઞાન સંબંધી પદો (૩૬). (રાગ : મિશ્ર પહાડી-તાલ કરવા) અલખ નિરંજન આત્મ જ્યોતિ સંતો તેનું ધ્યાન ધરો આ રે કાયા ઘર આતમ હીરો ભૂલી ગયા ભવમાંથી ફરો અલખo ધ્યાન ધારણા આતમ પદની કરતાં ભ્રમણા મિટ જાવે આત્મ તત્ત્વની શ્રદ્ધા હોવ તો Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ભક્તિમાર્ગની આરાધના અલબo અનહદ આનંદ મન પાવે ....અલખ વિષયારસ વિષ સરીખો લાગે ચેન પડે નહિ સંસારે જીવન મરણ પણ સરખું લાગે આતમપદ ચીને ત્યારે હલકો નહિ ભારે એ આતમ કેવળ જ્ઞાન તણો દરિયો બુદ્ધિસાગર પામતા તે ભવસાગર ક્ષણમાં તરિયો ..અલખ૦ (૩૭) આત્મકીર્તન (રાગ : મિશ્ર પીલુ-તાલ કરવા) હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રા આતમરામ. ટેક મેં વહ હું જો હું ભગવાન, જો મેં હું વહ હૈ ભગવાન, અંતર યહી ઊપરી જાન, વે વિરાગ યë રાગ વિતાન. ૧ મમ સ્વરૂપ છે સિદ્ધ સમાન, અમિત-શક્તિ સુખ-જ્ઞાન-નિધાન, કિંતુ આશવશ ખોયા જ્ઞાન, બના ભિખારી નિપટ અજાન. ૨ સુખ-દુઃખ દાતા કોઈ ન આન, મોહ રાગ રુષ દુઃખકી ખાન, નિજકો નિજ પરકો પર જાન, ફિર દુઃખકા નહિ લેશ નિદાન. ૩ જિન શિવ ઈશ્વર બ્રહ્મા રામ, વિષ્ણુ બુદ્ધ હરિ જિસકે નામ, રાગ ત્યાગ પહુંચું નિજધામ, આકુલતાકા ફિર ક્યા કામ. ૪ હોતા સ્વયં જગત પરિણામ, મેં જગકા કરતા ક્યા કામ, દૂર હટો પરકૃત પરિણામ, સહજાનંદ રહું અભિરામ. ૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન – પદ – સંચય (૩૮) (ગઝલ-તાલ દાદરા) અપનેકો આપ ભૂલકે હૈરાન હો ગયા. માયાકે જાલમેં ફસા વીરાન હો ગયા. ॥ ટેક ॥ જડદેહકો અપના સ્વરૂપ માન મન લિયા. દિનરાત ખાનપાન કામકાજ દિલ દિયા, વિષયોકો દેખદેખકે લાલચમેં આ રહા, દીપકમેં જ્યોં પતંગ જાયકે સમા રહા, પાનીમેં મિલકે દૂધ એકજાન હો ગયા. માયાકે ॥ ૧ ॥ વિના વિચારકે સદા નાદાન હો ગયા. માયાકે ॥ ૨ ॥ કર પુણ્ય પાપ સ્વર્ગ નરક ભોગતા ફિરે, તૃષ્ણાકી ડોરસે બંધા સદા જનમ ધરે, પી કરકે મોહકી સુરા બેભાન હો ગયા. માયાકે ॥ ૩ ॥ સતસંગમેં જાકર સદા દિલમેં બિચાર લે, બદનમેં અપને આપ રૂપકો નિહાર લે, બ્રહ્માનંદ મિલે મોક્ષ જભી જ્ઞાન હો ગયા. માયાકે ॥ ૪ ॥ (૩૯) (પ્રભાતિયાનો રાગ : ઝૂલણા છંદ) જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ તૂટી. ૧૭૦ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ . ભક્તિમાર્ગની આરાધના શું થયું સ્નાન, પૂજા ને સેવા થકી, થયું ઘેર રહી દાન દીધે. શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યો, થયું વાળ લોચન કીધે. શું થયું તપ ને તીરથ કીધા થકી થયું માળ ગ્રહી નામ લીધે. શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી, થયું ગંગજલ પાન કીધે. શું થયું વેદ વ્યાકરણ વાણી વધે, થયું રાગ ને રંગ જાયે. શું થયું ખટ દરશન સેવા થકી, શું થયું વરણના ભેદ આયે. એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, આતમારામ પરિબ્રહ્મ ન જોયો. ભણે નરસૈયો કે તત્ત્વ દર્શન વિના, રત્ન ચિંતામણિ જન્મ ખોયો. (૪૦) (રાગ : માઢ – તાલ કેરવા) હમ તો કબહું ન નિજ ઘર આયે ! પરઘર ફિરત બહુત દિન બીતે નામ અનેક ધરાયે ! ટેક | પરપદ નિજપદ માનિ મગન છે, પરપરનતિ લપટાયે શુદ્ધ બુદ્ધ સુખકન્દ મનોહર, ચેતન-ભાવ ન ભાયે / ૧ નર, પશુ, દેવ, નરક નિજ જાન્યો, પરજય બુદ્ધિ લદાયે Page #191 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન – પદ – સંચય - અમલ, અખંડ, અતુલ, અવિનાશી, આતમગુન નહિ ગાયે ॥ ૨ યહ બહુ ભૂલ ભઈ હમરી ફિર કહા કાજ પછતાયે । ‘દૌલ' તજો અજહૂઁ વિષયન કો, સતગુરુ વચન સુહાયે ॥ ૩ (૪૧) (રાગ : માલકંસ-તાલ કેરવા) ૧૭૨ અલખ દેશમેં વાસ હમારા, માયાસે હમ હૈ ન્યારા નિર્મલ જ્યોતિ નિરાકાર હમ, હરદમ ધ્રુવકા તારા અલખને સુરતા સંગે ક્ષણ ક્ષણ રહેના, દુનિયાદારી દૂર કરણી સોહં જાપકા ધ્યાન લગાના, મોક્ષ મહલકી નિસરણી અલખ પઢના ગણના સબહી જૂઠા, જબ નહીં આતમ પિછાના. વર વિના ક્યા જાન તમાસા, લુણ બિન ભોજનકું ખાના અલખ આતમજ્ઞાન વિના જન જાણો, જગમેં સઘળે અંધિયારા સદ્ગુરુ સંગે આતમજ્ઞાને, ઘટ ભીતરમેં ઉજિયારા અલખ૰ સબસે ન્યારા હમ સબમાંહી, શાતા-શેયપણા ધ્યાવે બુદ્ધિસાગર ધન ધન જગમેં, આપ તરેલું પર તારે. અલખ (૪૨) (રાગ : મિશ્ર ઝિંઝોટી-તાલ કેરવા) મૈં દર્શનશાન સ્વરૂપી હૂં, મેં સહજાનંદ સ્વરૂપી હૂં. હૂં જ્ઞાનમાત્ર પરભાવશૂન્ય, હૂં સહજ્ઞાનઘન સ્વયં પૂર્ણ, હૂં સત્ય સહજઆનંદધામ, મૈં સહજાનંદ- મૈં દર્શનજ્ઞાન ૧ હૂં ખુદકા હી કર્તા ભોક્તા, પરમેં મેરા કુછ કામ નહીં, પરકા ન પ્રવેશ ન કાર્ય ચહાં, મૈં સહજાનંદ મૈં દર્શનશાન૦ ૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ભક્તિમાર્ગની આરાધના આલ ઉતારૂં રમ હૂં નિજમેં, નિજકી નિજમેં દુવિધા હી ક્યા, નિજ અનુભવરસસે સહજ તૃપ્ત, મેં સહજાનંદ - મેં દર્શનશાન. ૩ (રાગ ઝિંઝોટી - તાલ કેરવા) ભવિજન ભાવ ધરીને જિનદશા આરાધીએ રે, ધર્મનાં અંગ વિચારી તે સમભાવે સાધીએ રે, ભવિજન ૧ પ્રથમ અંગ ક્ષમા કહ્યું, ધર્મતણું મહામૂલ, શાંત સુધારસ સેવીએ, ક્રોધ કરી નિર્મૂળ, ભલે કોઈ ક્રોધ કરી મરણાંત ઉપસર્ગ કરે રે, છતાં સમભાવે રહી સાધક તે પર કરુણા ધરે રે. ભવિજન ૨ બીજું અંગ માર્દવ કહ્યું ધર્મતણો આધાર, નમ્રપણાને સાધીએ ત્યાગી માન વિકાર; ભલે કોઈ ઇન્દ્ર ચન્દ્ર નાગેન્દ્ર આવી નમે રે, છતાં થઈ સ્થિર સ્વભાવે સાધક સ્વાતમમાં શમે રે. ભવિજન ૩ ત્રીજું અંગ આર્જવ કહ્યું ધરીએ તે નિજભાવ, ત્યાગી માયાશલ્યને કરીએ શુદ્ધ સ્વભાવ; કિંચિત્ દોષ થતાં સ્વાતમ નિંદી તે શોચીએ રે, ગુર્નાદિક કને વળી સ્પષ્ટ કરી આલોચીએ રે. ભવિજન ૪ ચોથું અંગ નિર્લોભતા શુદ્ધ હૃદયથી ધાર, તૃષ્ણા પુદ્ગલ ભાવની ત્યાગી સર્વ પ્રકાર; ભલે મહાચકવર્તીની રિદ્ધિ કે હોય દીનતા રે, છતાં ત્યાં ભાવ વિષે સાધકને હોય સમાનતા રે.ભવિજન ૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન - પદ - સંચય ૧૭૪ પંચમ તે સત્યને કહ્યું ધર્મતણું મૂળ અંગ, તજીએ નહીં તે ટેકને દુઃખનો હોય પ્રસંગ; ભલે મહાસાગર કે કદી જાય ડગી મેરુગિરિ રે, તથાપિ સત્ય ન ચૂકે સાધક દેહ જતાં જરી રે. ભવિજન ૬ શૌચ અંગ છટ્ટે કહ્યું ચિત્ત વિષે તે ધાર, શુદ્ધ મનની સાધવા, કરીએ તત્ત્વ વિચાર; દર્શન મોહ જતાં ત્યાં મિથ્યાભાવ ટળી જશે રે, ક્ષય થઈ ભાવ શુભાશુભ ત્યાં મનની શુદ્ધિ થશે રે.ભવિજન ૭ સપ્તમ તે સંયમને કહ્યું, ધર્મઅંગ સુખરૂપ, તે સત્તર ભેદે સેવીએ લક્ષી જિન સ્વરૂપ અંતર્મુખ ઉપયોગે રહી તે પદ આરાધીએ રે, અપ્રતિબદ્ધ વિહારી થઈ સ્વરૂપને સાધીએ રે. ભવિજન ૮ અષ્ટમ તે તપને કહ્યું, ધર્મઅંગ સુખ સાજ, તે દ્વાદશભેદે સેવીએ ચેતન શુદ્ધિ કાજ; કરી શેય ભાવ પ્રત્યેના ભોગતણી નિલભતા રે, આવે ઘોર પરિષહ પણ નહિ મનને ક્ષોભતા રે.ભવિજન૯ નવમું બ્રહ્મચર્યને કહ્યું ધર્મ અંગ બળવાન, ત્રિયોગે તે સેવીએ રાખી નિજ પદ ભાન; ભલે કોઈ દેવસુંદરી મોહવશ થઈ આવી છળે રે, છતાં ત્યાં દેહ જતાં પણ સાધક મનથી નહીં ચગેરે. ભવિજન ૧૦ દસમું અકિંચન કહ્યું ધર્મ અંગ નિજભાવ, તત્ત્વમય દષ્ટિ કરી, કરીએ શુદ્ધ સ્વભાવ, છું હું સહજસ્વરૂપી દેહથકી ભિન્ન આત્મા રે, Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ભક્તિમાર્ગની આરાધના રહી તે લક્ષ સેવે સાધક પદ પરમાત્મા રે. ભવિજન ૧૧ અંગ કહ્યાં દસ ધર્મનાં જિન વચન પરમાણ, તે સમભાવે સેવતાં પામે પદ નિર્વાણ, સ્વાતમ કરુણા લાવી તે સૌ જન વિચારીએ રે, નિજપદ અર્થે તે કહે ધ્યાનવિજય સ્વીકારીએ રે. ભવિજન ૧૨ [૬] પ્રકીર્ણ પદો (૪૪) (રાગ : લાવણી) પ્રભુનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહિ; તો તેનું ફળ લેશ ના નામે, ભવ રોગો કદી જાય નહિ. ટેક -પહેલું પથ્ય અસત્ય ન વદવું, નિંદા કોઈની થાય નહિ; નિજ વખાણ કરવાં નહિ સુણવાં, વ્યસન કશુંય કરાય નહિ. જીવ સકલ આતમ સમ જાણી દિલ કોઈનું દુભવાય નહિ; પરધન પથ્થર સમાન ગણીને, મન અભિલાષ ધરાય નહિ. - દંભ દર્પ કે દુર્જનતાથી, અંતર અભડાવાય નહિ; પરનારી માતા સમ લેખી, કદી કુદૃષ્ટિ કરાય નહિ. હું પ્રભુનો, પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ; જે પ્રભુ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહિ. - શક્તિ છતાં પરમારથ સ્થળથી, પાછાં પગલાં ભરાય નહિ; " સ્વાર્થ તણા પણ કામ વિષે કદી અધર્મને અચરાય નહિ. ૫ Page #195 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન - પદ - સંચય ૧૭૬ ૬ ૧૦ કર્યું કરું છું ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહિ; હું મોટો મુજને સહુ પૂજે, એ અભિમાન ધરાય નહિ. નામતણા અતુલિત મહિમાને વ્યર્થ વખાણ મનાય નહિ; કપટ દગા છળ પ્રપંચ માયા, અંત સુધી અદરાય નહિ. જનસેવા તે પ્રભુની સેવા, એહ સમજ વિસરાય નહિ, ઊંચ નીચનો ભેદ પ્રભુના મારગડામાં થાય નહિ. નામ રસાયણ સેવે સમજી, કષ્ટ થકી કદી કાય નહિ; એ પથ્થોનું પાલન કરતાં, મરતાં સુધી ડરાય નહિ. પથ્ય રસાયણ બને સેવે, માયામાં લલચાય નહિ; તો “હરિદાસ તણા સ્વામીને મળતાં વાર જરાય નહિ. (૪૫) (રાગ-જળ ભરવા દીયો જમુના તણાં રે) મહાવીર તણા ભક્ત એને માનવા રે, પહેરે સત્ય-શીલના જે શણગાર. મહા૧ સત્યાસત્ય સ્યાદ્વાદથી સમજેલ છે રે, દિવ્ય-દષ્ટિ વડે એક દેખનાર. મહા નિર્દભ મૃદુ હૃદય પ્રેમથી ભર્યા રે, વિશ્વ વાત્સલ્યમય એનો વ્યવહાર. મહા. ૩ રોમેરોમ વીર વચનથી વ્યાપી રહ્યાં રે. દિવ્ય ગુણમણિઓના ભંડાર. મહા૪ જેણે તનમનધન અર્થી પ્રભુચરણમાં રે, શ્વાસોચ્છવાસ એનું રટણ રટનાર. મહા૫ ગ્રંથિ-ભેદ કરી ભેદ જ્ઞાન પામિયા રે, Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ‘સંતશિષ્ય’ જેને પરવાનો પ્રભુનો મળ્યો રે, ભવસાગરમાં તે નહિ ભમનાર. સ્વપર શાસ્ત્ર તણો શોધ્યો જેણે સાર. મહા ૬ ભક્તિમાર્ગની આરાધના [9] પ્રાર્થના અને આરતી (૪૬) (રાગ : મેશ્ર જયજયવંતી - તાલ કેરવા) હે પ્રભો આનંદદાતા જ્ઞાન હમકો દીજિયે, શીઘ્ર સારે દુર્ગુણોંકો દૂર હમસે કીજિયે; લીજિયે હમકો શરણમેં હમ સદાચારી બનેં, બ્રહ્મચારી, ધર્મરક્ષક વીર વ્રતધારી બનેં ....હે પ્રભો પ્રેમસે હમ ગુરુજનોંકી નિત્ય હી સેવા કરે, સત્ય બોલેં, જૂઠ ત્યાગે મેલ આપસમેં કરે; નિંદા કિસીકી હમ કિસીસે ભૂલ કર ભી ના કરે, દિવ્ય જીવન હો હમારા, તેરે યશ ગાયા કરે ...હે પ્રભો મહા ૭ (૪૭) (રાગ-વાઘેશ્રી, ભૈરવી-દૂર કાં પ્રભુ૦ !-એ ઢબ) આટલું તો આપજે ભગવન્ ! મને છેલ્લી ઘડી; ના રહે માયા તણાં બંધન મને છેલ્લી ઘડી. આ આ જિંદગી મોંઘી મળી પણ જીવનમાં જાગ્યો નહીં; અંત સમય મને રહે સાચી સમજ છેલ્લી ઘડી. આ Page #197 -------------------------------------------------------------------------- ________________ ભજન - ધૂન – પદ – સંચય - જ્યારે મરણશય્યા પરે, મીંચાય છેલ્લી આંખડી; શુદ્ધ ભાવના પરિણામ હો ત્યારે મને છેલ્લી ઘડી. આ હાથપગ નિર્બળ બને ને શ્વાસ છેલ્લો સંચરે; ઓ દયાળું ! આપજે દર્શન મને છેલ્લી ઘડી. આ હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં; તું આપજે શાન્તિભરી નિદ્રા મને છેલ્લી ઘડી. આ અગણિત અધર્મો મેં કર્યા, તન-મન-વચન-યોગે કરી; કહે ક્ષમાસાગર ! ક્ષમા મને આપજે છેલ્લી ઘડી. આવ૦ અંત સમયે આવી મુજને, ના ક્રમે ઘટ દુશ્મનો; જાગ્રતપણે મનમાં રહે, તારું સ્મરણ છેલ્લી ઘડી. આવ૦ (૪૮) (દોહરા) ઝળહળ જ્યોતિસ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. ૧ નિત્ય નિરંજન નિત્ય છો, ગંજનગંજ ગુમાન; અભિવંદન અભિવંદના, ભયભંજન ભગવાન. ૨ ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ સન્માન; વિઘ્નહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ૩ ભદ્ર-ભરણ ભીતિહરણ, સુધાઝરણ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન ૪ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. ૫ ૧૭૮ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ભક્તિમાર્ગની આરાધના આનંદી અપવર્ગી તું, અકળ ગતિ અનુમાન; આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. ૬ નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. ૭ સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. ૮ સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન; ઇચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. ૯ આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરુણાળુ કરુણા કરો, ભયભંજન ભગવાન. ૧૦ કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે સ્નેહે હરો, ભયભંજન ભગવાન. ૧૧ શક્તિ શિશુને આપશો, ભક્તિ-મુક્તિનું દાન; તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન. ૧૨ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. ૧૩ દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ-મર્મ મન ધ્યાન; સંપ જંપ વણ કંપ દે, ભયભંજન ભગવાન. ૧૪ હર આળસ એદીપણું, હર અધ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન. ૧૫ તન મન ધન ને અન્નનું, દે સુખ સુધા સમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. ૧૬ Page #199 -------------------------------------------------------------------------- ________________ - ભજન – ધૂન – પદ – સંચય પ્રભુ વિનય વિનંતી રાયની, ધરો કૃપાથી ધ્યાન; માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન. ૧૭ (૪૯) (ગઝલ-રાગ પીલુ) મેરે દિલમેં સદા યાદ આના, દયા કરકે દર્શન તુમ્હારા દિલાના ॥ ટેક ॥ સદા જાનકર દાસ અપને ચરણકા, મુઝે દીનબંધુ ન દિલસે ભુલાના. પ્રભુ ॥ ૧ ॥ સભી દોષ જન્મોકે મેરે હજારો, ક્ષમા કરકે અપને ચરણમેં લગાના. પ્રભુ॰ ॥ ૨ ॥ કિયા કામ કોઈ ન તેરી ખુશીકા, અપના બિરદ દેખ, મુઝકો નિભાના. પ્રભુ ॥ ૩ ॥ ફસાયા હૂં માયાકે ચક્કરમેં ગહરા, બ્રહ્માનંદ બંધનસે મુઝકો છુડાના. પ્રભુ || ૪ || (૫૦) (રાગ : આશાવરી) અવધૂ ક્યા માંગ્યું ગુનહીના, વે ગુનગનિ ન પ્રવીના.... અવધૂ ૧૮૦ ગાય ન જાનૂં બજાય ન જાન્, ન જાનૂં સુરભેવા; રીઝ ન જાનૂં રિઝાય ન જાનૂં, ન જાનૂં પદસેવા.... અવધૂ ૧ વેદ ન જાનૂં કિતાબ ન જાનું, જાનૂં ન લચ્છન છંદા; તરકવાદ વિવાદ ન જાનું, ન જાનું કવિફંદા.... અવધૂ ૨ જાપ ન જાનૂં જીવાબ ન જાનું, ન જાનું કથવાતા; ભાવ ન જાનૂં ભગતિ ન જાનું, જાનૂં ન સીરા તાતા..... અવધૂ ૩ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ભક્તિમાર્ગની આરાધના ગ્યાન ન જાનું, વિગ્યાન નન જાનું, ન જાનું ભજનામાં (પદનામા); આનંદઘન પ્રભુકે ઘર તારે, રટન કરૂં ગુણધામા... અવધૂ. ૪ (૫૧) અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે. હે પરમેશ્વર ! શુદ્ધાત્મા! મારા હૃદયને દયાથી ભરપૂર કર. હે સત્ય ! મારા હૃદયમાં આવ. હે શીલના સ્વામી ! મને કુશીલથી બચાવ. મને સંતોષથી ભરપૂર કર કે જેથી હું પરવસ્તુ પર નજર ન કરું. જે જેને ભોગવવાને તેં આપ્યું તે હું ના ચાહું. તું નિષ્પાપ, પૂર્ણ પવિત્ર છે. તારી પવિત્રતા મારામાં ભર. મને પાપરહિત કર. જ્ઞાન, વૈર્ય, શાંતિ અને નિર્ભયતા મને આપ. તારા પવિત્ર વચનથી મારાં પાપ ધો. હે આનંદ ! મને આનંદથી ભરપૂર કર. મને તારી તરફ ખેંચ. હે દેવ ! મેં તારી આજ્ઞા તોડી છે, તો મારો હવે શું હવાલ થશે? હું માપમાં બૂડી રહ્યો છું. હું હરઘડી પાપના કામમાં જ હર્ષ માની રહ્યો છું. તારુ કૃપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પોતા તરફ બોલાવે છે. તારી પવિત્રતા મને દર વખતે ચેતવે છે કે આ પાપમાં તું ના પેસ, માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કરું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર. તારી સર્વે આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શક્તિ મને આપ. મોહશત્રુના કબજામાંથી મને છોડાવ. હું બાળક છું, માટે દર સમય મને બચાવ, પડવા Page #201 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન - પદ– સંચય ૧૮૨ ન દે. મને તારામાં રાખ, તું મારામાં રહે. જે તારી કૃપાનજર થઈ તે પૂરી કર. તારા સિવાય કોઈ દાતા નથી. તારી આજ્ઞાના બગીચામાંથી મને બહાર ના મૂક. તારી શાંતિના સમુદ્રના મને ઝિલાવ. તારો સર્વે મહિમા મને દેખાડ. તું આનંદ છે, તું પ્રેમ છે, તું દયા છે, તું સત્ય છે, તું સ્થિર છે, તું અચળ છે, તું નિર્ભય છે, તું એક, શુદ્ધ અને નિત્ય છે, તું અબાધિત છે, તારા અનંત અક્ષય ગુણથી મને ભરપૂર કર. દૈહિક કામનાથી અને વિષયની ભીખથી મારા દિલને વાર. કષાયની તપ્તિથી બચાવ. મારાં સર્વે વિઘ્નો દૂર કર, જેથી સ્થિરતા અને આનંદથી હું તારી સિદ્ધિને અનુભવું. મારી સર્વે શુભેચ્છા તારા વચન પસાયથી પૂર. સાચા માર્ગ બતાવનાર ગુરુના પસાયથી પૂર. મને જૂઠા હઠવાદથી અને જૂઠા ધર્મથી છોડાવ. કુગુરુના ફંદથી બચાવ. તારા પસાયથી મન, વચન ને શરીર આદિ જે શક્તિ હું પામ્યો છું તે સર્વે શક્તિ હું ખોટા વા પાપના કામમાં ન વાપરું અને ફોગટ વખત ન ગુમાવું એ બુદ્ધિ આપ. તારા પસાયથી હું સર્વેને સુખનું કારણ થાઉં, કોઈને દુઃખનું કારણ ન થાઉં, માટે મને સત્ય અને દયાથી ભરપૂર કર, અને જે મને યોગ્ય હોય તે આપ. ખોટા મનોરથ અને વ્યર્થ વિચારથી હંમેશાં બચાવ. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ભક્તિમાર્ગની આરાધના (પર) ૐ પરમાત્મ-આરતી 4 ૐ જય જય અવિકારી, સ્વામી જય જય અવિકારી; હિતકારી ભયહારી (૨) શાશ્વત સ્વવિહારી ૐ જય જય કામ ક્રોધ મદ લોભ ન માયા સમરસ સુખધારી, સ્વામી સમરસ સુખધારી; ધ્યાન તુમ્હારા પાવન (૨) સકલ કલેશહારી....ૐ જય જય હે સ્વભાવમય જિન તુમી ચીના ભવસંતતિ ટારી, સ્વામી ભવસંતતિ ટારી; તુવ ભૂલત ભવ ભટકત (૨) સહત વિપત ભારી...જય જય પર સંબંધ બંધ દુઃખ કારણ, કરત અહિત ભારી, સ્વામી કરત અહિત ભારી; પરમ બ્રહ્મકા દર્શન (૨) ચહુંગતિ દુખહારી....ૐ જય જય૦ જ્ઞાનમૂર્તિ હે સત્ય સનાતન મુનિમન સંચારી, સ્વામી મુનિમન સંચારી; નિર્વિકલ્પ શિવનાયક (૨) શુચિગુણ ભંડારી...જય જય૦ બસો બસો હે સહજ જ્ઞાનઘન સહજ શાંતિચારી, સ્વામી સહજ શાંતિચારી; ટર્સે ટલેં સબપાતક (૨) પરબલ બલધારી.....35 જય જય Page #203 -------------------------------------------------------------------------- ________________ ભજન ધૂન - પદ – સંચય ૧૮૪ [૮] શાંતિદાયક ધૂનો (૧) જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ ૐ ગુરુદેવ & ગુરુદેવ, ૩ગુરુદેવ, ૩% ગુરુદેવ, ૐ ગુરુદેવ. સહજાનંદી, શુદ્ધ સ્વરૂપ, અવિનાશી હું આત્મસ્વરૂપ. દેહ વિનાશી, હું અવિનાશી આનંદધન હું આતમા. દેહ મરે છે, હું નથી મરતો, અજર અમર પદ માહરું. . (૩) દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત. (૪) સહજાન્મસ્વરૂપ પરમગુરુ આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. પરમગુરુ નિગ્રંથ સર્વશદેવ. સંત સુશાન્ત સતતં નમામિ, ભવાબ્ધિ પોત શરણં વ્રજામિ. અજર અમર અવિનાશી આનંદધન શુદ્ધસ્વરૂપી મેં આત્મા હું.. અજર૦ સદ્ગુરુ ! તેરે ચરણકમલમેં, શાશ્વત સુખનો પાયા હૂં... અજર૦ પ્રભુ ! જો પદ તાકો વો પદ માકો પદપ્રાપ્તિકો આયા હું. અજ૨૦ (૯) અરિહંત, અરિહંત, અરિહંત, અરિહંત, ભગવંત, ભગવંત, ભગવંત, ભગવંત. તારા આત્માની રિદ્ધિનો આવે નહિ અંત-અરિહંત તારી ભક્તિથી ભવ્યો પામે ભવકરો અંત-અરિહંત તારા પરમપદને પામવાને હૃદયમાં ખંત-અરિહંત તારા શરણે આવેલાને સ્વીકારો સંત-અરિહંત Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ભક્તિમાર્ગની આરાધના તારા શરણે આવેલાને ઉગારો સંત-અરિહંત (૧૦) મન વાળ્યું વળે સદ્ગુરુવરથી—(૨) અભ્યાસ અને વૈરાગ્ય થકી—(૨) મન વાળ્યું સદ્ગુરુવરથી નિજ અનુભવથી—(૨) મન વાળ્યું. (૧૧) પ્રભુ ! અંતરાયમી દેવ અહો !—(૨) ધ્રુવ મુનિપુંગવ ! પ્રેરક, નાથ અહો, મમ જીવનકે અધિનાયક હો; ચિત્ત-શાંતિ નિકેતન ! પ્રેમનિધે ! મમ મંદિરકે ઉજિયારે હો—પ્રભુ પિતુ માતુ સહાયક સ્વામિ સખા, તુમ હી એક નાથ હમારે હો; જિનકે કહ્યુ ઔર આધાર નહીં તિનકે તુમ હી રખવારે હો.—પ્રભુ જગ આશ્રય ! જગપતિ ! જગવંદન ! તુમ અનુપમ અલખ નિરંજન હોય; અબ આય પડે તુમ ચરણોમેં ભવસે તુમ હમકો પાર કરો—પ્રભુ (૧૨) ઋષભ જય, પ્રભુ પારસ જય જય - (૨) મહાવીર જય, ગુરુ ગૌત્તમ જય જય-(૨) (૧૩) દર્શન જ્ઞાન રમણ એકતાન, કરતાં પ્રગટે અનુભવજ્ઞાન દેહ આત્મ જેમ ખડ્ગ ને મ્યાન, ટળે ભ્રાંતિ અવિરતિ અજ્ઞાન॥ ૧ ॥ જ્ઞાતા દ્રષ્ટા શાશ્વત ધામ, સચ્ચિદાનંદ છું આતમરામ ધ્યાતા, ધ્યાન, ધ્યેય ગતકામ, હું સેવક ને હું છું સ્વામ ॥ ૨ ॥ Page #205 -------------------------------------------------------------------------- ________________ ભજન – ધૂન – પદ – સંચય ― GADO પરિશિષ્ટ સંદર્ભગ્રંથોની સૂચિ અધ્યાત્મપદાવલી—ડૉ. રાજકુમાર જૈન (ભારતીય જ્ઞાનપીઠ) આત્મસિદ્ધિશાસ્ર—શ્રીમદ્ રાજચંદ્રજી આદિપુરાણ—આચાર્યશ્રી જિનસેન (ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન) આશ્રમ-ભજનાવલિ— (નવજીવન પ્રકાશન મંદિર) ઇષ્ટોપદેશ—શ્રી પૂજ્યપાદસ્વામી (પરમશ્રુત-પ્રભાવક મંડળ) ઉપદેશછાયા—શ્રીમદ્ રાજચન્દ્ર કબીર—હજારીપ્રસાદ દ્વિવેદી (રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ) કબીરનાં આધ્યાત્મિક પદો— (સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય) કબીરસ્વામીની અમૃતવાણી— (બીર કીર્તિમંદિર સંસ્થા, કાશી) જન્મશતાબ્દી સ્મૃતિગ્રંથ (શ્રી ચિત્તમુનિ, માટુંગા જૈન સ્થા. સંઘ) જિનેન્દ્ર-સ્તવન મંજરી (સ્વાધ્યાયમંદિર, સોનગઢ) — જીવનસાધના—મુકુલભાઈ કલાર્થી, (શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા, અમદાવાદ) જૈનધર્મ કે પ્રભાવક આચાર્ય—સાધ્વી શ્રી સંઘમિત્રા (જૈન વિશ્વભારતી) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ—મોહનલાલ દલીચંદ દેસાઈ તત્ત્વાર્થસૂત્ર—આચાર્ય શ્રી ઉમાસ્વામી (નાથૂરામ પ્રેમી-સંપાદિત) તીર્થંકર મહાવીર ઔર ઉનકી આચાર્ય પરંપરા, ભાગ ૧, ૨, ૩, ૪ —ડૉ. નેમીચંદ્ર શાસ્ત્રી ધર્મબિંદુ—આચાર્ય હરિભદ્રસૂરિ (જૈન પત્ર ઑફિસ, હાથી બિલ્ડિંગ, મુંબઈ) ધર્મવિલાસ—અધ્યાત્મકવિ શ્રી દાનતરાયજી (નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ) નરસિંહ મહેતા—જીવન અને કવન—ડૉ. ધીરુભાઈ પરીખ નિયમસાર—આચાર્ય શ્રી કુંદકુંદસ્વામી (સ્વાધ્યાય મંદિર, સોનગઢ) નિત્યક્રમ—(શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ) પદ્મનંદપિંચવિંશતિ—આચાર્ય પદ્મનંદિ (જૈન સંસ્કૃતિ સં. સંઘ, સોલાપુર) પ્રમુખ ઐતિહાસિક જૈન પુરુષ ઔર મહિલાએં ડૉ. જ્યોતિપ્રસાદ (ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન) પંચ-૫૨માગમ—આચાર્ય શ્રી કુંદકુંદસ્વામી (શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ) પ્રાચીન સૂક્તિ-સંગ્રહ— ― ૧૮૬ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ પ્રાર્થના-મંજરીશ્રી શિવાનંદ અધ્યર્યુ (ગુજરાત દિવ્યજીવન સંઘ) પ્રાર્થના મંદિર—શ્રી નાનચંદ્રજી મહારાજ-સંપાદિત (દે.સા.પુ.લીંબડી) પ્રીતમદાસજીની વાણી બૃહદ્ આલોચના—લાલા રણજિતસિંહ બૃહજિનવાણી સંગ્રહ—શ્રી પન્નાલાલજી બાકલીવાલ ભક્ત વિશેષાંક—‘કલ્યાણ’ (ગોરખપુર) ભક્તિસૂત્ર— મહર્ષિ નારદ (દિવ્યજીવન સંઘ પ્રકાશિત) ભગવન્નામ-પ્રાર્થના વિશેષાંક—‘કલ્યાણ' (ગોરખપુર) ભજનપદપુષ્પિકા દેવચન્દ્રજી (પ્રકાશન મંદિર, લીંબડી) ભાવપાહુડ—આચાર્ય શ્રી કુંદકુંદસ્વામી (પાટની ગ્રંથમાળા પ્રકાશન) ભૂધરવિલાસ—કવિવર ભૂધરદાસજી (જૈન પુસ્તક ભવન, કલકત્તા) મીરાંબાઈ : એક મનન—ડૉ. મજમુદાર (પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા) મોક્ષમાળા——શ્રીમદ્ રાજચંદ્ર. રાજવાણી અને અમીરસઝરણાં— (શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ, મોરબી) રામચરિતમાનસ—સંત તુલસીદાસ. વિદ્વદ્ રત્નમાલા—પં. નાથુરામ પ્રેમી (જૈનમિત્ર કાર્યાલય, મુંબઈ) વિવેચૂડામણિ—શ્રીમદ્ શંકરાચાર્ય વીર શાસનકે પ્રભાવક આચાર્યશ્રી જોહરાપુરકર કાસલીવૉલ, (ભારતીય જ્ઞાનપીઠ) શ્રીમદ્ આનંદધનજી—શ્રી બુદ્ધિસાગરજી (અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળ) શ્રીમદ્ ભગવદ્ગીતા (દિવ્યજીવન સંઘ, ઋષિકેશ) શ્રીમદ્ ભાગવત (શ્રી ડોંગરેજી મહારાજની ટીકા) શ્રીમદ્ રાજચંદ્ર (અગાસ આશ્રમ, આવૃત્તિ ઈ.સ. ૧૯૫૧) સમયસાર—આચાર્ય કુંદકુંદસ્વામી (પરમશ્રુત-પ્રભાવક મંડળ) સમયસાર-નાટક—અધ્યાત્મકવિ શ્રી બનારસીદાસજી સમંતભદ્રભારતી—પં. જુગલકિશોર મુખ્તાર (વીર-સેવા-મંદિર) સર્વાર્થસિદ્ધિ—આચાર્ય શ્રી પૂજ્યપાદ સ્વામી (જ્ઞાનપીઠ પ્રકાશન) સ્વાધ્યાયમાળા ભાગ ૧, ૨ —સંગ્રાહક સ્વામી શ્રી મનુવર્યજી સ્વાધ્યાય સંચય—(શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર, દેવલાલી) Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨. ૩. ૪. ૫. €. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. 1234567 4. 5. 6. 7. ૧. ૨. સંસ્થાનાં પ્રકાશનોની સૂચિ ગુજરાતી પ્રકાશનો ચારિત્ર સુવાસ......... આપણો સંસ્કાર વારસો.. યોગ, સ્વાસ્થ્ય અને માનવ મૂલ્યો. તીર્થસૌરભ.. શ્રીમદ્ રાજચંદ્રની જીવન સાધના...... અર્વાચીન જૈન જ્યોતિર્ધરો (અનુપલબ્ધ). પુષ્પમાળા......... શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર-હસ્તલિખિત.. સાધક-સાથી... સાધના સોપાન... સંસ્કાર, જીવનવિજ્ઞાન અને અધ્યાત્મ... અધ્યાત્મ જ્ઞાન પ્રેવેશિકા... બોધસાર.... અંગ્રેજી પ્રકાશનો 2. 1. Aspirant's Guide.......... Adhyatma-Gnan-praveshika.. Prayer and its Power......... Jain Approach to self-Realization.. 3. Our Cultural Heritage...... Diwali-Booklets............. સાધક ભાવના.......... અધ્યાત્મ પાથેય.... અધ્યાત્મ પંથની યાત્રા.. રત્નકરેંડ શ્રાવકાચાર (અનુપલબ્ધ). બારસ અણુક્મા (અનુપલબ્ધ).. દૈનિક ભક્તિક્રમ.... ભક્તિમાર્ગની આરાધના. રાજવંદના...... બૃહદ્ આલોચનાદિ સંગ્રહ.. દિવાળી-પુસ્તિકાઓ.. Atmasiddhi.. હિન્દી પ્રકાશનો અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા....... ચારિત્ર સુવાસ... ૧૫.૦૦ ૧૬,૦૦ ...૧૫.૦૦ ૨૦.૦૦ ૨૦,૦૦ ૨૫.૦૦ ...૦૫.૦૦ ૧૦,૦૦ ..૪૦,૦૦ ૧૦.૦૦ ૪૦.૦૦ ૧૦.૦૦ .04.00 ૧૬.૦૦ ૧૦.૦૦ ૨૦,૦૦ ૪૦.૦૦ ૨૨.૦૦ ...૦૫.૦૦ ૧૦.૦૦ .૦૪.૦૦ .25.00 ..05.00 .30.00 .30.00 .30.00 ..05.00 ...60.00 .૦૮.૦૦ ૧૮.૦૦ Page #208 -------------------------------------------------------------------------- ________________ સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. -શ્રીમદ્ રાજચંદ્રજી GI | + 12 છે. " રમ શ્રદ્ધ છે માત્માનંદ નંદ એક સાધના iદ્ર નાયક કેકોબા, શ્રીમદ્ રાજચં 382007 7 શ્રી, શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્ર સંચાલિત શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા. જિ. ગાંધીનગર-૩૮૨૦૦૭ ફોનઃ 23276 2 19-23276 483 ફેક્સઃ 23276142