________________
ભક્તિમાર્ગની આરાધના
૫. મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત, તેમ શ્રતધર્મે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.
– આઠદષ્ટિની સજઝાય : ૬-૬ ઉપસંહાર : આવો ઉત્તમ શ્રવણરૂપી ધર્મ ભગવાન ઋષભદેવ પાસેથી તેમના અઠ્ઠાણુ પુત્રોએ, શ્રી શુકદેવજી પાસેથી પરીક્ષિત રાજાએ, ભગવાન મહાવીર સ્વામી પાસેથી શ્રી ગૌતમ સ્વામીએ, શ્રી ભદ્રબાહુ સ્વામી પાસેથી સમ્રાટ ચંદ્રગુપ્ત, શ્રી હેમચંદ્રાચાર્ય પાસેથી મહારાજા કુમાળપાળે અને સમર્થ શ્રી રામદાસ પાસેથી છત્રપતિ શિવાજીએ ગ્રહણ કર્યો હતો અને તેને યથાર્થપણે જીવનમાં ઉતારી પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. આપણે પણ આ શ્રવણધર્મને પ્રેમથી-ભાવથી સ્વીકારી ધન્ય બનીએ.
કીર્તન
ભૂમિકા :
શ્રવણરૂપી ધર્મ અંગીકાર કરવાથી જેના હૃદયમાં પરમાત્મા અને સદ્ગુરુ પ્રત્યે દિવ્યપ્રેમની ઉત્પત્તિ થઈ છે તેવા ભગવદ્ગણોના આરાધક ભક્તજનો પોતાના ઈષ્ટ-માર્ગદર્શકોના ગુણાનુવાદ અને સંકીર્તન કરવા સહજપણે પ્રેરાય છે. સજ્જનોનો સ્વભાવ જ એવો છે કે તેઓ પોતા ઉપર થયેલો ઉપકાર ભૂલતા નથી અને તેથી પરમાત્મા, સદ્ગુરુનાં યશોગાન કરવા માટે તેઓ ઉલ્લાસભાવથી પોતાનાં તન-મન-ધન સર્વ સમર્પણ કરે છે. પરમાત્માના દિવ્ય ગુણોનું અને ચરિત્રોનું ભાવપૂર્વક મોટે સ્વરેથી અન્ય જીવો પણ સાંભળી શકે તેવી રીતે ઉચ્ચારણ કરવું તેને સંકીર્તન નામનો ભક્તિનો બીજો પ્રકાર કહે છે.
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org