________________
૪૯
ભક્તિમાર્ગની આરાધના
પોતાના દોષો કેવી રીતે જણાય? તથા આવા પરમ-માહામ્યવાન પ્રભુ છે એ પણ ક્યાંથી ખ્યાલમાં આવે ? માટે જ સંતોએ કહ્યું –
“અનંત કાળથી આથડયો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ-સંતને, મૂક્યું નહિ અભિમાન. પ્રભુ, પ્રભુ લય લાગી નહિ, પડોન સગુરુ પાય, દીઠા નહિ નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય ? અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?” *
– શ્રીમદ્ રાજચન્દ્ર : ૨૬૪/૧૫-૧૮-૧૯. આમ, સાચા જિજ્ઞાસુ થઈને સરળતા-વિનયાદિ ગુણો સહિત વારંવાર સંતોનો, ભગવદ્ભક્તોનો અને સત્સંગીઓનો સમાગમ કરવો જોઈએ. વારંવાર પ્રભુના ગુણોનો મહિમા સાંભળીને તે સંબંધી વિચાર કરવો. આવી સાધનામાં જે જે બાધક તત્ત્વો હોય તેમનો ત્યાગ કરવો. સાત્ત્વિક્તાને ગ્રહણ કરીને, નાસ્તિક અને દુર્જનોથી દૂર રહીને, જેમ જેમ પ્રભુના ગુણોનો વિચાર કરવામાં આવશે તેમ તેમ શ્રદ્ધાનો આવિર્ભાવ થઈ તે પાકી થતી જશે. પ્રથમ અને મધ્યમ ભૂમિકાઓમાં અનાદિ કાળથી સેવેલાં મિથ્યા-અભિમાનના સંસ્કાર જોર કરશે, તથા ઊંઘ, ખૂબ ખાવાપીવાની વૃત્તિ, ગામના ગપાટા મારવાની ટેવ, વ્યસન વગેરે તુચ્છ વસ્તુઓ પ્રતિ ચિત્તનું વારંવાર ખેંચાઈ જવું, લોકો તરફથી અને સ્વજનો તરફથી ભગવભજનમાં અનેક વિનોનું ઉપજાવવું, ભવિષ્યમાં મારું શું થશે અને મને કોણ મદદરૂપ થશે એવી ચિંતા અને ભયની લાગણી થવી એ ઈત્યાદિ પ્રકારે અનેક બાહ્ય અને અંતર પરિબળો સત્સંગ-સવિચારપ્રભુભક્તિમાં વિક્ષેપરૂપ થશે તોપણ વિશ્વાસ, સદ્ગરમાં નિષ્ઠા અને આધીનપણું તથા સતત ભજનનો અભ્યાસ કરવાથી ભગવાનનું લોકોત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org