________________
લઘુતા
૫૦
માહાભ્ય શ્રદ્ધામાં આવશે અને પોતાના દોષોનો વિશેષ વિશેષ ખ્યાલ આવતો જશે. આમ થતાં, સાચા સ્વરૂપમાં “લઘુતા”નો ભાસ થશે અને ભક્તિની આ પ્રકારની સાધના ક્રમે કરીને સારી રીતે સિદ્ધ થઈ શકશે.
ઉપરોક્ત આખી સાધનાની સાંકળમાં, યોગ્ય સત્સંગનો વિધિપૂર્વક આશ્રય અને પોતાની અંતરની શ્રદ્ધા - આ બે વસ્તુઓ પાયારૂપ છે. તેનો સાધનાક્રમ સંક્ષેપમાં મહાત્માઓ નીચે પ્રમાણે કહે છે :
પરંતુ તે ભક્તિ વિષયત્યાગ અને સંગત્યાગથી પ્રાપ્ત થાય છે. મુખ્યત્વે મહાત્માઓની કૃપા અથવા તો ભગવાનની કિંચિકૃપાથી તે પ્રાપ્ત થાય છે. તે માટે મહાત્માઓનો સંગ દુર્લભ, અગમ્ય અને અચૂક સાધન છે. કુસંગનો સર્વથા ત્યાગ કરવો. નાસ્તિક અને વૈરીનાં વચનો સાંભળવા નહીં. અભિમાન, દંભ આદિકને છોડવાં તથા વાદવિવાદનું અવલંબન લેવું નહીં. અહિંસા, સત્ય, પવિત્રતા, દયા, આસ્તિકય આદિનું પાલન કરવું. અખંડ ભજનથી તેમાં સફળતા મળે છે.*
આ પ્રમાણે જ્યાં સુધી અને જેટલા પ્રમાણમાં પોતાની ભક્તિશક્તિ પહોંચે છે ત્યાં સુધી અને તેટલા પ્રમાણમાં ભક્ત સાધક વિવેકપૂર્વકનો ગુરુત્તમ પુરુષાર્થ કરે છે. આમ કરવા છતાં કોઈક કોઈક ક્ષણો સાધનાકાળમાં એવી પણ આવે છે કે જયારે આગળ વધવું તો શું પણ જયાં હોઈએ ત્યાં ટકી રહેવું પણ ભક્તને માટે મુશ્કેલ બની જાય છે. આવું અનુલ્લંઘનીય વિઘ્ન આવતાં તે શું કરે ? આવા કસોટીના કપરા કાળમાં, કાં તો તે સત્પરુષના શરણે જાય અથવા તો પ્રભુનું શરણ ગ્રહણ કરી પોતે પ્રાર્થનારૂપે પ્રવર્તે છે. દરેક ભક્ત-સાધકને વધતા-ઓછા પ્રમાણમાં આવી દશાનો અનુભવ થાય જ છે તેથી તે પ્રાર્થનારૂપ સાધનાપ્રણાલીનો આપણે હવે વિચાર કરીએ.
* શ્રી ભક્તિસૂત્ર (મહર્ષિ નારદરજી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org