________________
6′
૭
સમતા
▬▬▬▬▬▬▬▬▬▬
સમતા
Jain Education International
ભક્તિમાર્ગની આરાધના
એક્તા
ભૂમિકા :
ભક્તિમાર્ગની આરાધનાની ચરમસીમાની આ ભૂમિકા છે. સમતા અને એક્તાનો ભાવાર્થ લગભગ એક થાય છે. સમતા શબ્દ સમભાવ, સમરસીભાવ, સ્વભાવનું સૂચન કરે છે. સિદ્ધાંતમાં, તેને માટે બીજા છ મુખ્ય શબ્દોનો ઉપયોગ કરીને બધાને એકાર્થવાચક કહ્યા છે. આ છ શબ્દો છે સામ્ય, સ્વાસ્થ્ય, સમાધિ, યોગ, ચિત્તનિરોધ અને શુદ્ધોપયોગ.*
સમતાની સાધના ક્રમે કરીને સિદ્ધ થઈ શકે છે. સરળતા, વિનય અને સમજણ વગેરે ગુણોથી સંપન્ન થઈ, શ્રવણ-કીર્તનાદિ ભક્તિના પ્રકારોની ઉપાસના દ્વારા, જેમ જેમ ભક્તના ભાવોની શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ સમતાની ઉત્પત્તિ થઈ તેની વૃદ્ધિ થતી જાય છે વિવેકપૂર્વકની ભક્તિના ફળરૂપે જ્ઞાનીઓએ આ સમતાની પ્રાપ્તિ કહી છે. યથા
(તોટક છંદ)
સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો.
શ્રી મોક્ષમાળા : ૧૫-૩
* શ્રી પદ્મનંદિપંચવિંશતિ : ૪-૬૪ અહીં શ્લોક ૬૩ થી ૭૦ સુધી આ સમતાભાવનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. તે અભ્યાસી મુમુક્ષુઓએ અવલોકન કરવા યોગ્ય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org