________________
ભક્ત અને ભગવાન
ભક્તનું સ્વરૂપ :
ભક્ત શબ્દ મન્ ધાતુ ઉપરથી બનેલો છે. મન્ ધાતુનો અર્થ સેવા કરવી, ભજન કરવું એવો થાય છે. મુખ્યતે મનયા તિ મ., મત્ત બનવા ફતિ —િએમ વ્યુત્પત્તિ થઈ શકે છે. જે પ્રભુમાં પ્રીતિવાળો હોય, નિષ્ઠાવાળો હોય, સેવા-પૂજા-સ્મરણ કે કોઈપણ અન્ય પ્રકારે પ્રભુની ભક્તિ કરનાર હોય તે ભક્ત છે. જે આવો ભક્ત હોય તેનું વ્યક્તિત્વ કેવું હોય તે હવે આપણે જોઈએ; જેથી આપણને તેવું વ્યક્તિત્વ કેળવવાની પ્રેરણા મળે–અને જો આપણે ભક્ત હોઈએ તો આપણી સાધનાની શ્રેણી કેટલી ઊંચી છે તેનો પણ ક્યાસ (તાગ) નીકળી શકે. ભક્તિમાર્ગની આરાધનાની પ્રથમ અને મધ્યમ ભૂમિકામાં રહેલા ભક્તનાં મુખ્ય મુખ્ય લક્ષણો સંક્ષેપમાં નીચે પ્રમાણે કહ્યાં છે :
ભક્તનાં લક્ષણો ઃ ૧. વિવેક, ૨. નિઃસ્વાર્થપણું, ૩. શારીરિક પાપકાર્યોનો ત્યાગ, ૪. ભક્તિક્રમના અભ્યાસમાં ઉત્સાહ, પ. પ્રસન્નતા, ૬. અનાસક્તિનો અભ્યાસ.
(૧) વિવેક : અહીં હજુ વ્યાવહારિક વિવેકની જ મુખ્યતા હોય છે. સારું શું અને નરસું શું, ભક્ષ્ય શું અને અભક્ષ્ય શું, પુણ્ય શું અને પાપ શું, હિંસા શું અને અહિંસા શું, સ્વધન-સ્વસ્ત્રી શું અને પરધન-પરસ્ત્રી શું ? વગેરે વસ્તુઓનો વ્યવસ્થિતપણે ભેદ પાડીને રૂડી વસ્તુઓને અહીં ગ્રહણ કરવામાં આવે છે અને આત્મકલ્યાણમાં (ભક્તિની આરાધનામાં) બાધક વસ્તુઓનો અપરિચય-ત્યાગ-કરવામાં આવે છે. “ધર્મ સારો છે,” “સત્યઅહિંસા પાળવાં જોઈએ.” “સંતોનો આદર કરવો જોઈએ” વગેરે બાબતોના સ્વીકારની આ ભૂમિકા છે.
| (૨) નિઃસ્વાર્થપણું જ્યાં તીવ્ર સ્વાર્થવૃત્તિ હોય ત્યાં સત્કાર્યમાં પ્રવૃત્તિ બની શક્તી નથી. સ્વાર્થ એટલે કે પાંચ ઇન્દ્રિયોના વિષયોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org