SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ તેઓના રચેલા ગ્રંથો નીચે પ્રમાણે છે : (૧) સુભાષિતરત્નસંદોહ (૨) ધર્મપરીક્ષા (૩) ઉપાસકાચાર (૪) પંચસંગ્રહ (૫) આરાધના (૬) ભાવનાદ્વાત્રિંશતિકા (સામાયિક પાઠ) સુભાષિતરત્નસંદોહ : ગ્રંથનું નામ સૂચવે છે તે પ્રમાણે જુદા જુદા ૩૨ વિષયો ઉપર ૯૨૨ પદ્યોમાં આ ગ્રંથની રચના થઈ છે. માયા, અહંકારનિરાકરણ, ઇન્દ્રિયનિગ્રહ, સ્રી-ગુણ-દોષ, કોપ-લોભ-નિરાકરણ, જ્ઞાનનિરૂપણ, ચારિત્રનિરૂપણ, વ્યસન-નિરાકરણ, શ્રાવકધર્મ, બાર પ્રકારનાં તપ વગેરે સાધકને ઉપયોગી અનેક વિષયો ઉપર આ ગ્રંથમાં ઉપદેશ કર્યો છે. ભક્તિમાર્ગની આરાધના ધર્મપરીક્ષા : આ ગ્રંથ આચાર્યે માત્ર બે માસમાં રચ્યો હતો અને તેમાં કથાઓ દ્વારા અનેકાન્તધર્મનું મંડન કરેલ છે. ઉપાસકાચાર : આ ગ્રંથ અતમિગતિ-શ્રાવકાચાર એ નામથી પ્રસિદ્ધ છે. તેના ૧૫ અધ્યાય અને ૧૩૫૨ શ્લોક છે. ગૃહસ્થને ઉપયોગી સર્વ પ્રકારના બોધ ઉપરાંત ૧૧૪ પદ્યોમાં ધ્યાનનું વર્ણન વિસ્તારથી કરેલ છે. આરાધના : શિવાર્યકૃત ભગવતી આરાધનાનો આધાર લઈ ગ્રંથરચના કરવામાં આવી છે. ભાવનાદ્વાત્રિંશતિકા : ૩૨ પદ્યોના એક નાના પ્રકરણરૂપે આ ગ્રંથની રચના છે. એનું બીજું નામ સામાયિક-પાઠ છે. આત્મભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy