________________
૪૧
ભક્તિમાર્ગની આરાધના
કરવું સપુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું તેના મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં, તેઓએ સમ્મત કરેલું સર્વસમ્મત કરવું,
આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરીફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે.
(દોહરો) (૪) જબ જાગે તબ રામ જપ, સોવત રામ સંભાર,
ઉઠત-બૈઠત આતમા ! ચાલતા રામ ચિતાર. સુમરન સિદ્ધિ યો કરો, જૈસે દામ કંગાલ; કહે કબીર બિસરે નહીં, પલ પલ લેત સંભાળ.
–કબીરજીનાં આધ્યાત્મિક પદો : ૧૪-૨૨ તથા ૬-૨-૪ નામ-સ્મરણ (જાપ)ના અભ્યાસમાં ઉપયોગી મુદ્દા :
(૧) પવિત્રતાઃ પવિત્ર પુરુષોના ગુણો અને ચારિત્રને યાદ કરવા માટે ભક્તમાં ભૂમિકારૂપ પવિત્રતા આવશ્યક છે. મોટાં વ્યસન અને સર્વ પ્રકારના દુરાચારનો ત્યાગ જરૂરી છે.
(૨) આહાર-વિહારની શિસ્ત : સાદો, સાત્ત્વિક અને મિતાહાર સાધનામાં ઉપયોગી છે. ભરપેટ અને ભારે આહાર પ્રમાદજનક હોવાથી વજર્ય છે. ખૂબ શારીરિક શ્રમ આસન-સ્થિરતાને બાધક થઈ ચંચળતા ઉપજાવે છે તેથી અતિશય શ્રમ પણ વર્ષ છે.
(૩) ભૂમિકા-ઉપાર્જનઃ શાંત, નિર્મળ ચિત્તથી ચિતવનમાં જલદીથી સફળતા મળે છે. દૈનિક ગૃહકાર્યોમાં રોકાયેલો ભક્ત સ્મરણ-જાપ કરવા બેસે તે પહેલાં બે-ત્રણ ભક્તિ-વૈરાગ્યનાં પદો બોલે અથવા દસેક મિનિટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org