________________
ચિંતવન – ધ્યાન
-
શાસ્ત્રવાંચન કરે તો તેનું ચિત્ત સ્મરણને યોગ્ય બને છે. ચીકણા વાસણ ઉપર જેમ ક્લાઈ ચઢતી નથી અથવા છાર પર લીંપણ કરવાથી તે ટકતું નથી તેમ અતિશય ક્ષુબ્ધ (અશાંત) અને મલિન મન પ્રભુનામમાં કે પ્રભુસ્મરણમાં ચોંટવાની યોગ્યતાવાળું હોઈ શક્યું નથી.
૪૨
(૪) નિયત સ્થાન અને સમય ઃ અમુક ચોક્કસ સમયે અને ચોક્કસ જગ્યાએ અભ્યાસ કરવાથી ચિત્તવૃત્તિનો પ્રવાહ એક દિશામાં સહેજે સહેજે વળતો જાય છે.
(૫) સાધનાનું સાતત્ય : ચિંતવન-સ્મરણ દરરોજ કરવું આવશ્યક છે. થોડા દિવસોનો આંતરો પડી જવાથી ચિત્તને પાછું એકાગ્ર કરવામાં મુશ્કેલી પડે છે. લગ્ન, મરણ, મુસાફરી, અકસ્માત, માંદગી કે એવા વિપરીત સંજોગોમાં સમય થોડો ઓછો કરીને પણ ચિંતવનના ક્રમને સંભાળી લેવાથી ઘણો ઘણો લાભ થાય છે. જાપમાં બેઠા પછી વચમાં બીજું કોઈ કાર્ય કરવાનું નથી.
(૬) ચિંતનમાં અવલંબનની વિવિધતાનો સ્વીકાર ઃ મનુષ્યના ચિત્તનો એક જ વસ્તુથી કંટાળી જવાનો સ્વભાવ થઈ ગયો છે. માટે પોતાના ઇષ્ટ પરમાત્મા કે સદ્ગુરુની મૂર્તિ, મુદ્રા કે ચરિત્રપ્રસંગોમાં ચિત્ત ન ચોટે તો બીજા તીર્થંકરો, આચાર્યો કે સંતોનું સ્મરણ કરી ચિત્તને ચિંતવન કરવાની નવિન સામગ્રી આપીને રાજી કરવું, જેથી પવિત્ર ચિંતવનની ધારા લંબાય અને ચિત્ત અન્ય સંસારી કે બીજી પાપમય વસ્તુઓના વિચારમાં ચાલ્યું ન જાય. જો હઠ પકડી અન્ય યોગ્ય ચિંતનસામગ્રી નહીં આપીએ તો મનોનિગ્રહ થઈ શકશે નહીં અને સાધનામાં ભંગ પડશે. આ માટે જ્ઞાની પુરુષોની આજ્ઞા નીચે મુજબ છે :
.......અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org