________________
૪૩
ભક્તિમાર્ગની આરાધના
અદ્ભુત ચરિત્ર પર દૃષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. નિર્વિકલ્પ.
–શ્રીમદ્ રાજચન્દ્ર : પત્રાંક-૮૪૩ (૭) જાપમાં ઉચ્ચારણ વિશે : (i) મંત્રનો જાપ બહુ મોટેથી પણ નહીં અને બહુ ધીમા સ્વરમાં પણ
નહીં-એ પ્રમાણે કરવો. (i) મંત્રના શબ્દોનો ઉચ્ચાર શુદ્ધ અને સ્પષ્ટ કરવો. (i) મંત્ર બોલવાની ગતિ મધ્યમ રાખવી, બહુ જલ્દી બોલવાથી તેના
અર્થના ચિતવનમાં પાછળ રહી જવાય છે અને બહુ ધીમી ગતિએ બોલવાથી પ્રમાદ ઊપજવાનો ભય રહે છે. આ પ્રમાણે ભક્ત, જાપમાંથી મરણમાં
સ્મરણ સૂક્ષ્મ થતાં – ચિત્તવૃતિ સ્થિર થતાં - ત્રીજી ભૂમિકામાં પ્રવેશ થાય છે જેનું નામ છે –
(ક) ધ્યાન પોતાના ઈષ્ટદેવના સ્વરૂપમાં, ગુણોમાં કે ચારિત્રપ્રસંગોના સ્મરણમાં જયારે ભક્ત એક્તાર થઈ જાય છે ત્યારે તે સ્મરણમાંથી ધ્યાનમાં આવ્યો છે, એમ કહી શકાય. પરંતુ સાધનાકાળમાં સ્મરણ અને ધ્યાનની અવસ્થાઓનું આવન-જાવન થયા જ કરે છે.
સાધનાપદ્ધતિ : અહીં ભક્તિના વિષયનું પ્રતિપાદન ચાલે છે. ધ્યાન એ મુખ્યપણે તો યોગ-સાધનાનો વિષય છે. અહીં તો માત્ર ભક્તજન, પ્રભુ-સ્મરણ કે સદ્ગુરુ-સ્મરણને કેવી રીતે લંબાવે છે તેનું જ સંક્ષિપ્ત વિવરણ કરીશું.
આગળ “જાપ'ના વિષય હેઠળ જે જે મુદ્દાઓ કહ્યા હતા તે બધા અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org