________________
ચિંતવન – ધ્યાન
४४
પણ લાગુ પાડવાં. ઈષ્ટની મૂર્તિનું જે માનસિક ચિત્ર અંતરમાં અંકાયું હોય તેને
મૃતિપટ પર સ્પષ્ટ કરવું. સામાન્ય રીતે તે મૂર્તિ કે મુદ્રા જાણે કે હૃદયપ્રદેશમાં વિરાજિત કરેલી હોય તેમ ભાવના કરીને તેના પગ, પેટ, છાતી, ગળું, મુખકમળઆંખો અને માથું - એમ ભિન્ન ભિન્ન અંગો પર દષ્ટિને સ્થિર કરવી અને આવી રીતે વારંવાર “પરિકમ્મા' કરવી. પછીથી આખી મુદ્રાનું એકસાથે ધ્યાન કરવું અને તેના વડે પોતાના આખા શરીરમાં જ્ઞાનરૂપી તેજ વ્યાપી સર્વ પ્રકારની મલિનતાનો નાશ કરી રહ્યું છે એમ ભાવના કરવી. અત્યંત પ્રેમભાવને લીધે જે ધ્યાન કરી રહ્યો છે તે જાણે ધ્યેયની સાથે એક થઈ જાય છે તેવો ભાવ કરવો. બસ, આટલે સુધી પ્રયત્ન કરી શકાય છે. આગળ, ધ્યાન યથાપદવી સહજપણે લાગે છે. આનાથી આગળની ભૂમિકા છે—સમતા અને એક્તા, જે આપણે આગળ ઉપર જોઈશું.
માહાસ્ય અને ફળ : સ્મરણ શબ્દમાં ચિંતવન અને ધ્યાન બન્નેનો સમાવેશ થઈ જાય છે. જે વડે કરીને ભક્ત ભગવાનમાં અથવા સદ્ગુરુમાં લય લગાવવાનો પ્રયત્ન કરે છે, બુદ્ધિપૂર્વકના પ્રયત્ન દ્વારા જગતની બીજી બધી વસ્તુઓને ભૂલીને, યેન કેન પ્રકારેણ (જે પણ રીતે બને તે રીતે) તે પ્રભુ-ગુરુનું જ પોતાના હૃદયમંદિરને વિશે પ્રેમપૂર્વક પ્રતિષ્ઠાપન કરે છે, તેને
સ્મરણ કહીએ. અધ્યાત્મદષ્ટિએ વિચારતાં એને “ભાવના', “પ્રેમ”, કે “સુરતા' પણ કહી શકાય અને સર્વ સાધનાનું ફળ પણ જ્ઞાનીઓએ આ જ કહ્યું છે કે “જગતની વિસ્મૃતિ કરવી અને “સતીના ચરણમાં રહેવું.” સંતો તેનો મહિમા નીચે પ્રમાણે ગાય છે :
(દોહરો) ૧. જિન સમરો, જિન ચિંતવો, જિન ધ્યાવો મન શુદ્ધ, તે ધ્યાતાં ક્ષણ એકમાં લહો પરમપદ શુદ્ધ.
–યોગસાર : ૧૮-શ્રી યોગિન્દુદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org