________________
શ્રવણ-કીર્તન
૨.
(ચોપાઈ)
મમ ગુન ગાવત પુલક સરીરા ।
૧.
ગદ ગદ ગિરા નયન બહુ નીરા ॥
કામ આદિ મદ દંભ ન જાકે । તાત નિરંતર બસઐ તાકે ||
ભારતીય ભક્તિ-પરંપરામાં મધ્યયુગમાં થયેલા ભક્તકવિશ્રી નરસિંહ મહેતા, સંતશ્રી તુકારામ મહારાજ, ભક્તશિરોમણિ શ્રી મીરાંબાઈ તથા શ્રીચૈતન્ય મહાપ્રભુજીએ કીર્તનપદ્ધતિના વિકાસમાં અને પ્રસારમાં સારો ફાળો આપ્યો છે. વર્તમાનકાળમાં, ગુજરાતમાં અમદાવાદના શ્રીપુનિત મહારાજે કીર્તનભક્તિની આરાધના અને પ્રચારમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો ગણાય. પ્રાચીન કાળમાં અનેક મોટા આચાર્યોએ પણ પ્રભુના ચરિત્રનું વિસ્તારથી વર્ણન કરી પોતાની ભક્તિ પ્રગટ કરી છે, જેમાં મહર્ષિ વ્યાસ, શ્રી વાલ્મિકી ઋષિ, મહાપુરાણના કર્તા આચાર્ય શ્રી જિનસેન, શ્રી રવિષેણાચાર્ય ઇત્યાદિ અનેક પ્રસિદ્ધ વિભૂતિઓ આવી જાય છે. સંકીર્તનરૂપી ભક્તિનો મહિમા અગાધ છે. સંતોએ તેને ગાતાં કહ્યું છે : હે પરમાત્મા (જિનેન્દ્ર) ! તમારા નામના કીર્તનમાત્રથી અમારા જેવા મનુષ્યોની સામે મનગમતી લક્ષ્મી (આત્મજ્ઞાનાદિ લક્ષ્મી) આજ્ઞા માગતી હાજર થઈ જાય છે.
Jain Education International
(વાસ્તુછંદ)
મૈં તુમ ચરણકમલ ગુન ગાય, બહુવિધિ ભક્તિ કરી મનલાય; જનમ જનમ પ્રભુ પાઉં તોહિ, યહ સેવાફલ દીજે મોહિ.
૨૪
શ્રી પદ્મનંદિપંચવિંશતિ : ૧૩-૫
-
For Private & Personal Use Only
www.jainelibrary.org