________________
૪૭
ભક્તિમાર્ગની આરાધના
અવર ધંધા કરે, અરથ કાંઈ નવ સરે,
માયા દેખાડીને મૃત્યુ વહાર
–ભક્તકવિ નરસિંહ મહેતા ૧૦. જય જય ગુરુદેવ ! નમોડસ્તુ, નમોડસ્તુ નમોડસ્તુ, શરણં, શરણં શરણું, ત્રિકાલ શરણે, ભવોભવ શરણં, સદ્ગુરુ શરણે, સદા સર્વદા, ત્રિવિધિ ત્રિવિધિ ભાવવંદન હોય, વિનયવન્દન હોય, સમયાત્મક વન્દન હોય, ૐ નમોડસ્તુ જયગુરુદેવ શાંતિ પરમ તારુ, પરમ સજ્જન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ મયાળ, પરમ કૃપાળ, વાણી સુરસાળ, અતિ સુકુમાર, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, “મા હણો, મા હણો” શબ્દના કરનાર, આપકે ચરણકમલમેં મેરા મસ્તક, આપકે ચરણકમળ મેરે હૃદયકમળમેં અખંડપણે સંસ્થાપિત રહે, સત્પરુષોંકા સસ્વરૂપ, મેરે ચિત્તસ્મૃતિકે પટ પર ટંકોત્કીર્ણવત્ સદોદિત જયવંત રહે, જયવંત રહે.
આ પ્રકારે ચિંતવન-ધ્યાનનો અપૂર્વ મહિમા અંતરમાં લાવી, તેવા ઉત્તમ ભાવો આપણા આત્માને વિષે નિરંતર ઊપજે અને સ્થિર રહે તેવા પુરુષાર્થમાં લાગવાની પ્રભુ આપણને શક્તિ આપે એ જ અભ્યર્થના !
૧. બીજો ૨. છેતરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org