________________
વન્દેન - સેવન
છે તેમને માટે તો મુખ્યપણે આ પૂજા જ કહેવામાં આવી છે. કહ્યું છે :
(દોહરા)
ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન.
(અનુષ્ટુપ)
ધ્યાનધૂપ મનઃપુષ્પ, પંચેન્દ્રિયહુતાશનમ્ ક્ષમા જાપ સંતોષ પૂજા, પૂજ્યો દેવો નિરંજનઃ ।
આ પ્રમાણે તેવા ઉચ્ચ સાધકો માટે તો ધ્યાનરૂપી ધૂપ, મનરૂપી પુષ્પ, પાંચ ઇન્દ્રિયોરૂપી અર્પણતા, ક્ષમારૂપી જાપ અને સંતોષરૂપી પૂજા દ્વારા દેહદેવળમાં રહેલા નિરંજન આત્મદેવરૂપી પરમાત્મા જ પૂજવા યોગ્ય છે. વન્દન-સેવા-પૂજા : એક દૃષ્ટિવ્યક્તિગતઃ સામૂહિક : સામાજિક :
Jain Education International
૩૨
ઉપરોક્ત વિધિથી આપણે જે પૂજાનું અનુષ્ઠાન કર્યુ તે વ્યક્તિગતપણે કે સામૂહિકપણે કરવાથી પોતાના ભાવોની વિશુદ્ધિ થાય છે અને દેવસ્થાનકના વાતાવરણમાં પણ એવી પવિત્રતાના સ્પંદનો ફેલાય છે જેથી ત્યાં આવનાર કોઈ પણ ભક્તજનને શાંતિ અને શીતળતાનો અનુભવ થાય છે. સૌ કોઈને સુખ, શાંતિ અને કલ્યાણપરંપરાઓની પ્રાપ્તિ થાઓ તેવી ભાવના આપણે પૂજાને અંતે બોલીએ છીએ, તે પણ સામૂહિક કલ્યાણભાવનાનું જ પ્રતીક છે. જેમ કે સમસ્ત જગતનું કલ્યાણ કરનારા એવા શ્રી તીર્થંકર ભગવંતો, ગણધરદેવો, પૂર્વાચાર્યો તથા ઋદ્ધિધારી મુનિઓ અમોને બોધ-સમાધિ અને શાંતિ આપનારા થાઓ. રોગ, ઉપદ્રવ, વ્યાધિ, દુઃખ, દુષ્કાળ અને ચિત્તની અસ્વસ્થતા શાંત થાઓ. ચિત્તને સંતોષ થાઓ, સર્વ પ્રકારની સંપત્તિની વૃદ્ધિ થાઓ, પાપોની શાંતિ થાઓ, અને અશુભ કર્મફળો શાંત થાઓ. સમસ્ત શ્રીસંઘમાં, રાજાઓમાં, રાજાઓનાં રહેવાનાં સ્થાનકોમાં, ધર્મસભાના
For Private & Personal Use Only
www.jainelibrary.org