________________
૩૧
ભક્તિમાર્ગની આરાધના
કરવાની શક્તિ નથી હોતી અથવા ઓછી હોય છે તેથી પરમાત્માની તદાકાર, પરમશાંત, સૌમ્ય મૂર્તિનું અવલંબન લઈ, તેનું અંગલૂછણ કરી, ચંદનાદિથી તેની પૂજા કરવાથી મન પવિત્ર અને શાંત બને છે. આ પૂજા આઠ પ્રકારી, સત્તર પ્રકારી, એકવીસ પ્રકારી કે એક્સો આઠ પ્રકારી એમ અનેક ભેદથી શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે. પણ તે સર્વનું ધ્યેય તો એક ચિત્તની શુદ્ધિ કરવી તે જ છે. સૌથી વધારે પ્રચલિત પૂજા અષ્ટપ્રકારી પૂજા છે અને તેમાં પૂજાની જે સામગ્રી વપરાય છે તેની પાછળ રહેલો સિદ્ધાંત નીચે પ્રમાણે છે જેને હૃદયમાં જાગ્રત રાખીને જ વિવેકી ભક્ત પૂજાવિધિ કરે છે :
(૧) ભગવાનને શુદ્ધ જળ ચઢાવવાથી આત્મ-મલિનતા ધોવાય. (૨) ભગવાનને ચંદન ચઢાવવાથી સંસારતાપ શાંત થઈ શીતળતા
પ્રગટે. (૩) ભગવાનને અક્ષત (ચોખા) ચઢાવવાથી અક્ષય (મોક્ષ) પદની
પ્રાપ્તિ થાય. (૪) ભગવાન સમીપ ફૂલ ચઢાવવાથી કામવિકારનો નાશ થાય. (૫) ભગવાનને નૈવેદ્ય ચઢાવવાથી સુધારૂપી રોગનો નાશ થાય. (૬) ભગવાનને દીવો કરવાથી મોહરૂપી અંધકારનો નાશ થાય. (૭) ભગવાનને ધૂપ કરવાથી આઠ કર્મોનો નાશ થાય. (૮) ભગવાન સમીપ ફળ ચઢાવવાથી ઉત્તમ એવા મોક્ષરૂપી
ફળની પ્રાપ્તિ થાય. ભાવપૂજા : આ પૂજાની અધ્યાત્મસાધનામાં સર્વત્ર મુખ્યતા છે અને ઉપરોક્ત દ્રવ્યપૂજાનું ફળ પણ પૂજા વખતે જેવા ભાવ રાખવામાં આવે તેના ઉપર જ મુખ્યપણે છે. આગળ વધેલા સાધકો કે જેમની બુદ્ધિ વિવિધ સાધના દ્વારા અતિ નિર્મળ થઈ ગઈ છે અથવા સાધુજનો જેઓ શુદ્ધ બુદ્ધિના ધારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org