________________
૧૮૧
ભક્તિમાર્ગની આરાધના
ગ્યાન ન જાનું, વિગ્યાન નન જાનું, ન જાનું ભજનામાં (પદનામા); આનંદઘન પ્રભુકે ઘર તારે, રટન કરૂં ગુણધામા... અવધૂ. ૪
(૫૧)
અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે.
હે પરમેશ્વર ! શુદ્ધાત્મા! મારા હૃદયને દયાથી ભરપૂર કર. હે સત્ય ! મારા હૃદયમાં આવ.
હે શીલના સ્વામી ! મને કુશીલથી બચાવ. મને સંતોષથી ભરપૂર કર કે જેથી હું પરવસ્તુ પર નજર ન કરું. જે જેને ભોગવવાને તેં આપ્યું તે હું ના ચાહું.
તું નિષ્પાપ, પૂર્ણ પવિત્ર છે. તારી પવિત્રતા મારામાં ભર. મને પાપરહિત કર. જ્ઞાન, વૈર્ય, શાંતિ અને નિર્ભયતા મને આપ. તારા પવિત્ર વચનથી મારાં પાપ ધો.
હે આનંદ ! મને આનંદથી ભરપૂર કર. મને તારી તરફ ખેંચ.
હે દેવ ! મેં તારી આજ્ઞા તોડી છે, તો મારો હવે શું હવાલ થશે?
હું માપમાં બૂડી રહ્યો છું. હું હરઘડી પાપના કામમાં જ હર્ષ માની રહ્યો છું. તારુ કૃપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પોતા તરફ બોલાવે છે. તારી પવિત્રતા મને દર વખતે ચેતવે છે કે આ પાપમાં તું ના પેસ, માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કરું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર.
તારી સર્વે આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શક્તિ મને આપ. મોહશત્રુના કબજામાંથી મને છોડાવ. હું બાળક છું, માટે દર સમય મને બચાવ, પડવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org